RSS

થાય સરખામણી તો ઉતરતા છીએ…

24 Jun


૨૦૦૪માં હું પહેલી વાર અમેરિકા ગયેલો. સહજપણે ત્યાની સ્વચ્છતા અને જાહેર શિસ્ત જોઈને પ્રભાવિત થઇ જવાય. અહોભાવથી જોડેના મિત્રો સાથે એની વાત પણ ચાલે. જોડેના મિત્રોમાંથી એક પત્રકારમિત્રની જ્યાંત્યા કચરો ફેંકવાની આદત વારંવારની ટકોર છતાં છૂટતી નહોતી. સાનફ્રાન્સિસ્કો શહેરમાં અમે ચાલતા હતા, ત્યાં અચાનક જ તેઓ રાજીના રેડ થઇને રીતસર જમીનથી બે ફિટ અધ્ધર ઉછળ્યા. દોડીને થોડે દુર પડેલું એક સિગારેટનું ઠૂંઠું ફૂટપાથ પરથી ઉપાડ્યું. વિજેતા સેનાપતિની અદામાં આંખોમાં ચમક સાથે એમણે એ બતાવ્યું : ‘જોયું?’ એવું બોલવાની સાથે કૌંસમાં ના બોલાયેલું વાક્ય હતું ‘અહીં પણ કચરો ફેંકાય છે’ એમને સતત ટકોર કરતા અન્ય પત્રકારમિત્રનો એમની આ વાયડાઈ જોઈને મિજાજ ગયો. એમનાથી બોલાઈ ગયું:  ‘અહીં ફૂટપાથ પર આવું એકાદ ઠૂંઠું જોવા મળે છે, આપણે ત્યાં તો આવા કચરાઓના ઢગલા વચ્ચે માંડ ફૂટપાથ જોવા મળે છે! કંઈ માપમાં ભાન પડે છે કે બસ અમથી હોશિયારી જ મારવી છે?’

દિલ્હીમાં બાબા રામદેવના ભ્રષ્ટાચારવિરોધી ઉપવાસ આંદોલનમાં રામલીલા મેદાન પર પોલીસ ત્રાટકી, એ ઘટના અંગે મારા સહિત ઘણા બધાએ પોતપોતાનો અવાજ ઉઠાવ્યો હતો. વાત એમાં બાબા રામદેવના બચાવની નહોતી, પણ સરકારે નાગરિકો પર કરેલા દમન અને ખાસ તો એની પાછળની વૃત્તિની હતી.ભીતિ એમાં ડોશીના મરવા કરતા જમ ઘર ભાળી જવાની હતી, અને લોકપાલ બિલના મામલે કાંચિડાની જેમ રંગ બદલતી સરકારે અચાનક રાજાપાઠમાં દમદાટી મારવાની ચાલુ કરી છે, એ જોતા એ ભય સાચો જ ઠર્યો છે. ભારતનો સામાન્ય માણસ પ્રકૃતિએ ડરપોક છે, અને સંગઠ્ઠિત તો છે જ નહિ. માટે ગલીમાં પોતાનો હપ્તો ઉઘરાવતા પહેલા ધોલધપાટ કરીને કોઈ દાદાલોગ જેમ પોતાની જોહુકમી સાબિત કરે છે એવું સરકારે મધરાતે કર્યું હતું.. અલબત્ત, આ પોતાની ભ્રષ્ટ નીતિરીતિ અને કબાટમાં છુપાયેલા હાડપિંજરો છુપાવવા જ કર્યું છે-કારણ કે (ફક્ત નિવેદનો પુરતી જ ) ઉચ્ચ સેક્યુલર આદર્શોને વરેલી આ સરકાર આર્ટ ગેલેરી પર હિંસક હુમલો કરતા તોફાની ટોળાં પર આજ રીતે પોલીસ છૂટી મૂકી શકતી હોત, તો મકબૂલ ફિદા હુસેન જેવા ચિત્રકારને ભારતની બહાર જવું ના પડ્યું હોત.

પણ વિચિત્ર વાત તો એ છે કે કેટલાક ચતુરસુજાણો સામાન્ય માણસની સાચી વેદનાની તરફેણમાં ના ઉભા રહેવું પડે એ માટે અસામાન્ય નુસખાઓ શોધતા રહે છે. એમની ઉસ્તાદીથી દોરવાઈ જતા કેટલાક ભોળુડાં બાલુડાં ઉત્સાહી બનીને બીજા બધા  હિંચકા ખાય છે ત્યારે આપણે કેવા સંતુલિત છીએ, એવો મૃગજળીયો સંતોષ મેળવવાનું આત્મકલ્યાણ સાધે છે.આ એક પ્રવૃત્તિ ફેસબુક પર શરુ થઇ છે. રામલીલા મેદાનની ઘટના બની ત્યારે સહજપણે પહેલો પ્રતિભાવ કડક શબ્દોમાં આ સિતમગર સરકારને વખોડવાનો આવવો જોઈએ- અને આવ્યો પણ ખરો.

પણ દેખાવ પૂરતું સરકારશ્રીને હળવું ‘હત્તા’ કરી બીજા કેટલાક મિત્રો કોઈ દેખીતા કે છુપા કારણ વિના અહીં પણ ગુજરાતને વચ્ચે લઇ આવ્યા. નિરમાની રેલી વખતે પોલીસે કરેલી કાર્યવાહીના ફોટા મુક્યા. જાણે રોજ આવા કોઈ ફોટોની રાહ જોતા હોય, એમ વળી કોઈ બીજી જગ્યા એ ગુજરાતમાં પોલીસે કરેલા લાઠીચાર્જના ફોટા મુક્યા. બાબુભાઈ મિસ્ત્રીની ટ્રિક ફોટોગ્રાફીના જમાનામાં કોમ્પ્યુટર નહોતું, એટલે ઘટોત્કચ બનેલા અભિનેતાને કર્ણ કરતા વિરાટ બતાવવો હોય, ત્યારે એકનો ક્લોઝ અપમાં સીન લેવાય, બીજાનો લોંગ શોટમાં સીન લેવાય અને પછી બંને દ્રશ્યો જોડી દો, એટલે એક મહાકાય લાગે, ને બીજું મગતરું. આવી યુક્તિથી કેન્દ્ર સરકારનો કાન પકડવાને બદલે ગાંધીજીથી લઇ ગુજરાત સુધીની વાતોને જ ક્લોઝ અપમાં મુકવાની ટ્રિકબાજી ચાલે છે. જેમાં સિફતપૂર્વક કેટલાક મહત્વના મુદ્દા ગુપચાવી દેવાય છે- એવું મારી અલ્પમતિ મુજબ મને લાગે છે. તમને શું લાગે છે, એ નક્કી કરતા પહેલા ઝડપભેર આ મુદ્દાઓ પર નજર નાખવા વિનંતી.

* ભારત સવા અબજની વસ્તીવાળો દેશ છે. એમાં પોલીસ લાઠીચાર્જ કંઈ નવી નવાઈની ઘટના નથી. આખા ભારતના પોલીસ સ્ટેશનોની બીટ્સ લો તો આવી રોજની સેંકડો ઘટનાઓ મળે. ગાંધીજી તો એમ જ માનતા કે સ્વતંત્ર ભારત પાસે લશ્કર હોવું જ ના જોઈએ. એવી અદામાં રામલીલા મેદાનમાં થયેલા દમનનો વિરોધ કરનાર કૈં એવા ગાંધીવાદી નથી કે પોલીસની કોઈ પણ કડક કાર્યવાહીનો વિરોધ કરે. ટોળાં ભેગા થાય, તોફાને ચડે કે જાહેર શાંતિ / શિસ્ત જોખમાય ત્યારે ટીઅરગેસ શું , ગોળીબાર પણ કરવો પડે. લો ને, ગુજરાતની જ એક વધુ ઘટના યાદ અપાવું. પોલીસે હમણાં રાજકોટમાં બે જૂથો (દલિતો-મુસ્લીમો) વચ્ચેની અશાંતિ અને અથડામણ ટાળવા સખ્તાઈપુર્વકના પગલા લેવા પડ્યા હતા. સવાલ દિલ્હીમાં બનેલી અજુગતી ઘટના પાછળની ખોરી દાનત અને કાળા કરતૂતોનો છે. જેની ચર્ચા સિફતપૂર્વક ટાળી દેવાય છે.

*મોટા ભાગે લોક આંદોલન કે રેલી વ્યક્તિગત હેતુ / હિત માટે હોય છે-વધુ લોકોનું વ્યક્તિગત હિત જોડાયું હોય પણ હોય તો અંતે કોઈ માંગણીનો સ્વીકાર જેણે લીધે જે-તે વ્યક્તિ કે જૂથને ધાર્યું પરિણામ મળે. નિરમાવાળી રેલી અંતે ખેડૂતોને તેમની જમીનનો ખૂંચવી લેવાયેલો હક અપાવવાની હતી. જયારે રામલીલા મેદાનના ઉપવાસનું સ્વરૂપ જુદું હતું. એમાં બાબા રામદેવ કે એના જોડીદારોનો બહુ બહુ તો પ્રસિદ્ધિ સિવાય વ્યક્તિગત સ્વાર્થ નહોતો. (રાજકારણમાં ઝમ્પ્લાવવા અંગે હોય, તો એ ભારતના કોઈ પણ નાગરિકનો બંધારણીય હક છે-કંઈ ત્રાસવાદી પ્રવૃત્તિ નથી) પણ કોઈકને વિચિત્ર કે હાસ્યસ્પદ લાગે તો ય એમની માંગણીઓ સમગ્ર ભારતની સવા અબજની (ને આવતી કાલની પંણ) પ્રજાના હિતમાં સરકારી નીતિઓમાં આમૂલ પરિવર્તનની હતી. જેના માટે તો મારા તમારા ખર્ચે સંસદ ચાલે છે. પણ નીતિનિર્ધારણના બહાને ત્યાં ગેરરીતિ વધુ થાય છે. માટે આ ઘટના સાથે સ્થાનિક સ્તરે કાયદો-વ્યવસ્થા જાળવવા થતી પોલીસ કાર્યવાહીઓને  (બદ)ઈરાદાપૂર્વક સરખાવ્યા કરવી એ ગલીમાં રમાતા ક્રિકેટના રબ્બર બોલને સોકર વર્લ્ડ કપના  ફૂટબોલ સાથે સરખાવવા જેવી અસંગત છે. ‘છે તો બંને બોલ જ ને’ – એવું કહીને છટકી જનારા બંને પાછળની રમત અને આકાર-પ્રકારના તફાવત અંગે ફોડ પડતા જ નથી.

* સદગત સ્વામી નિગમાનંદ ગંગાપ્રદૂષણ મામલે શહીદ થઇ ગયા. કોઈ એની ચર્ચા ચાલતી હોય ત્યાં અચાનક વાતને આડે પાટે ચડાવવા પોતાની ઉભરાતી-ગંધાતી ગટરની તસ્વીર મુકે, તો બંને જળપ્રદૂષણ હોવા છતાં, મુદ્દાના સ્કેલ અને સાઈઝમાં દેખીતો તફાવત ખરો કે નહિ? ગટરપ્રદૂષણ પણ સુધરાઈ માટે અગત્યનો જ મુદ્દો છે. પણ ગંગાનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરનો (સમસ્યાનો વ્યાપ જોતા ખરેખર તો આંતરરાષ્ટ્રીય સ્તરનો! ) મુદ્દો છે. દેશી ભાષામાં કહીએ તો જયારે કોઈ પરણતુ હોય ત્યારે આવડતા હોય તો પણ મરશિયા ગાઈએ તો ફજેતો થાય. નવદંપતીના લગ્ન થતા હોય ત્યારે એમની જાનમાં આવેલા કોઈના લફરાની વાત કાઢવામાં અવિવેક તો છે જ, પણ પ્રસ્તુતિ ય નથી. બધા જ આમંત્રિતો સમાન એવી ચળવળ ત્યાં ના ચાલે-જેનું નામ કંકોત્રીમાં છપાયું હોય-એના જ ગીતો ગાવાના રહે. કોર્ટમાં જે તારીખે જેનું હિઅરીંગ હોય, એની સુનાવણી થાય. પોતે મોડા પડે, અને ટ્રેન ઉપડી જાય ત્યારે આખા ભારતમાં કેટલી ટ્રેનો મોડી પડી છે, એનો ડેટાબેઝ નકામો છે- એનાથી ઉપડેલી ટ્રેનની પરિસ્થિતિમાં ફરક પડતો નથી. શુક્રવારે જે ફિલ્મ રીલીઝ થાય એના પોસ્ટર હોય. ત્યાં જઈને કુંદનલાલ સાઈગલની ફિલ્મનું પોસ્ટર થીએટર ચલાવતા હોવા છતાં કેમ ના લગાવ્યું ? એવા સવાલો પૂછનારની માનસિક સ્વસ્થતા અંગે શંકા થાય.

*એ જ રીતે, વાત કેન્દ્ર સરકારના કરોડો-અબજોના કૌભાંડો અને આ લખાય છે ત્યાં સુધી એ છાવરવા માટેના મીંઢ મૌનની થતી હોય-ત્યાં પોલીસે ગુજરાતમાં કેવા અત્યાચાર કર્યા છે, એની કાઢવાથી ગુજરાતદ્વેષ સિવાય બીજું કશું સિદ્ધ થતું નથી. ગુજરાતમાં થયેલી ઘટનાઓ પાછળ આંદોલનકારીઓના હેતુનો ફરક હોય છે- સાથે એ મોટા ભાગે દિવસે બનતી ઘટના છે. રામલીલા મેદાનમાં જે થયું, એ મધરાતે જાણી જોઈને કરવામાં આવ્યું હતું. પોલીસ સલામતીની દુહાઈ આપે ત્યારે જે શહેરમાં સાંજે સાત વાગ્યા પછી સ્થાનિક સ્ત્રી રોડ પર સલામત નથી- એમાં ઉપવાસ ઉતરેલી કોઈ બહારગામની ગૃહિણીને મધરાતે ત્રણ વાગે સડક પર તગેડી મુકવાની વાત કોઈ પણ જાગૃત નાગરિકને ગળે ના ઉતરે. બાબા રામદેવને તો મંત્રણા માટે બોલાવીને કે બીજે દિવસે સવારે પણ પકડી શકાયા હોત. સુતેલા લોકો ત્યાં કંઈ ભેદી સશસ્ત્ર હિંસાની તૈયારી કરી રહ્યા નહોતા. (એવું કરનારા નક્સલવાદીઓ કે કાશ્મીરી ત્રાસવાદીઓ સામે તો કેન્દ્ર સરકાર પંપાળીને કામ કરે છે!) યોગના નામે ત્યાં ઉપવાસ થવાના હતા એ કારણ હોય, તો પહેલા દિવસે સવારે જ છાવણી ઉપડાવી લેવાની હોય. રાતના ઓપરેશન કરવાનો હેતુ મીડિયામાં ઓછી પ્રસિદ્ધિ અને બીજા દિવસની રજા હોઈ કાનૂની દાવપેંચથી મુક્તિનો હતો- ગાફેલ પ્રજા પર તૂટી પડવાનો હતો એ સ્વયમ્સ્પષ્ટ  છે. બાબા રામદેવની નાટકબાજી છોડો, ત્યાં શાંતિથી ભેગા થયેલા હજારો  થયેલા લોકો પોતાની જમીન માટે નહિ, સમગ્ર દેશના ‘ઝમીર’ માટે ઉપવાસ પર ઉતર્યા હતા. આ તફાવત પાયાનો છે.

*  મારીમચડીને ગુજરાતની ડોળીયાથી ગાંધીનગર નીકળેલી રેલી અને પ્રાપ્ત જાણકારી મુજબ (છેક અંતિમ તબક્કામાં, આખરી દિવસે ) ત્યાં મોકલાયેલી પોલીસ ફોર્સ અને રામલીલા મેદાન ખાતે થયેલી પોલીસ દમનમાં ઘણા સુક્ષ્મ્ ભેદો છે. પોતાના જ પક્ષના હોવા છતાં, મહુવાના ધારાસભ્ય કનુભાઈ કળસરિયાનું અભિવ્યક્તિસ્વાતંત્ર્ય આજે ય ગુજરાતમાં અકબંધ છે. એમને ગુજરાતની બહાર તડીપાર કરી દેવાયા નથી. એમને ખુલ્લેઆમ પોલીસપગલાની દિગ્વિજય સિંહની અદામાં સરકાર વતી કોઈ જાહેર ધમકીઓ આપતું નથી. એ રેલી નીકળી ત્યારે મામલો ઓલરેડી સબજ્યુડીસ જ હતો. રેલી પછી મુખ્યમંત્રી સાથે નિષ્ફળ મંત્રણાઓ થઇ હતી – જ્યારે દિલ્હીની ઘટના અંગે વડાપ્રધાન દુર બેઠા ખેદ જ જતાવે છે, મળતા નથી. કિસાનોના – આદિવાસીઓના રાહબર રાહુલ ગાંધી (જેમને આખી દુનિયામાં ઇસ્લામિક ત્રાસવાદ બીજા નંબરનો , ને હિંદુ ત્રાસવાદ પહેલા નંબરનો ખતરો લાગે છે-એવી શાણી સલાહ એ ખાનગીમાં અમેરિકન રાજદ્વારીને આપે છે! અલબત્ત , અમેરિકાને એ ગળે નહિ ઉતરી હોય એટલે ડ્રોન હુમલા હજુ પાકિસ્તાનમાં જ થાય છે- ગાંધીનગર કે બનારસ કે અયોધ્યામાં નહિ!) તો આજ ની તારીખે હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી. વિકીલીકસના જુલીયનભાઈ કહે છે કે આખી દુનિયામાં કાળા નાણા અને સ્વીસ બેંક અંગે એમણે જાહેર કરેલા ઘટસ્ફોટમાં (એ અંગે યોગ્ય પગલા લેવા અંગે) ભારતનો પ્રતિભાવ સૌથી ખરાબ છે . છતાં સરકાર રામદેવબાબા અને એ બધું ચગાવી સિફતપૂર્વક કાળા નાણા અંગેના સવાલો તો ખાઈ જ ગઈ છે! ફરી વાર, નિરમા કે અન્ય જનઆન્દોલન પર પોલીસ કાર્યવાહી થાય-ત્યારે દિવસે થાય છે. મધરાતે નહિ. અને એનો વ્યાપ સીમિત હોય છે, વ્યાપક નહિ.

* દેખીતું છે કે સરકાર પોતાની આબરુના ભોગે પણ કશુંક છાવરે છે. કોઈ પણ હિસાબે સ્વીસ બેન્કની વિગતો જાહેર ના થાય એમાં જ એને રસ છે. બરાબર છે- ટેકનીકલી પૈસા પાછા લઇ આવવા એ બાબા રામદેવતણા પ્રાણાયામ જેટલું સહેલું કાર્ય નથી. માનો કે, અસંભવ છે. પણ ક્રિકેટ મેચમાં હાર નિશ્ચિત હોય તો યે રમવું તો જોઈએ ને? કંઈ મેચ પડતો થોડો મૂકી દેવાય છે? મોરેશિયસથી આવતા બ્લેક મની, રીયલ એસ્ટેટના બ્લેક મની, બેસુમાર કૌભાંડો – આ બધા અંગે સરકાર નું સ્ટેન્ડ શું અને કેવું છે- એ  ઓપન સિક્રેટ છે. આ મામલો રાષ્ટ્રીય પણ નહિ આંતર રાષ્ટ્રીય છે. ત્યારે ૧,૯૬,૦૭૭ સ્ક્વેર કિમીનું ક્ષેત્રફળ ધરાવતા, ૬,૦૩,૮૩, ૬૨૮ની આબાદી અને ૨૬ જીલ્લા ધરવતા ગુજરાતની કોઈ નાનકડી સ્થાનિક ઘટનાની સરખામણી ૩૨,૮૭,૧૬૩ સ્ક્વેર કિમી નો વિસ્તાર , ૧,૨૧,૦૧,૯૩,૪૨૨ની આબાદી, ૨૮ રાજ્ય, અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશ ધરવતા દેશની રાજધાનીમાં એની કેન્દ્ર સરકારે કરાવેલી વિશ્વવિક્રમી સંખ્યામાં ઉપવાસ કરતા શાંત નાગરિકો પર કરેલી જોરતલબી સાથે કેવી રીતે થઇ શકે? (તા.ક. સરખામણી બે નિકટ  લાક્ષણિકતા ધરાવતી સમાનધર્મી ઘટનાઓની હોઈ શકે. જેમ કે, કંઇક અંશે ૧૯૮૪માં દિલ્હીમાં થયેલા કે ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો – અહીં તો એ પ્રમાણભાન જ ચુકી જવાયું છે. ગાંધીજીના ઉપવાસ અંગ્રેજો સામે હતા એટલે ચાલી ગયા, વર્તમાન ચોરમંડળી ‘અભી બોલા, અભી ફોક’ સરકાર સામે ભ્રષ્ટાચારના મુદ્દે બિચારા બાપુ ઉપવાસ પર બેઠા હોત તો? )

તો, મૂળ મુદ્દા પર કશું જ ના કહેવાનું હોય તો લોકશાહીમાં એનો અધિકાર છે. પણ ભારતના તમામ રાજ્યોમાં ગુજરાતના જ કેટલાક મિત્રોને વારેઘડીએ દરેક ઘટનામાં ગુજરાત સરકારને વચ્ચે લઇ આવવાની વિચિત્ર ટેવ છે. એવું નથી કે ગુજરાત સરકાર કે એના મુખ્યમંત્રી સર્વગુણ સંપન્ન હોય. (એવો દાવો તો એ પોતે ય નથી કરતા). મેં તો જયારે જરૂર પડી ત્યારે માર્ગથી માર્ક્સ સુધી ગુજરાત સરકારનો પણ કાન આમળ્યો જ છે. મને તો ગૌરવ છે, કે હું ‘ગુજરાત સમાચાર’માં કોલમ લખું છું. જે અખબાર એકલે હાથે ગુજરાતમાં સબળ વિરોધપક્ષની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં ચાલતા કોઈ ગોટાળા-ગેરરીતી અંગે નક્કર અવાજ ઉઠાવે છે, જનતાના હિતમાં. સ્વસ્થ લોકશાહી માટે આ અનિવાર્ય છે. પણ કોઈ યુનિવર્સીટીના પેપરની વાત ચાલતી હોય, ત્યારે પ્રાથમિક શાળાની પરીક્ષાપધ્ધતિના છબરડાની ચર્ચા સાચી હોય તો ય અસંબધ્ધ છે. ને વારંવાર એ જ ઉઠાવનારને એ જ શાળામાં ભણવા મોકલવાનું કહેવાનું મન થાય, જેથી સમાજશાસ્ત્રના પીરીયડમાં પુછાયેલા સવાલના જવાબમાં એ ગુજરાતી વાચનમાળાની કવિતા ના લલકારવા લાગે. આમાં ક્યાંય કોંગ્રેસ કે ભાજપનાના રંગે રંગાઈ જવાની વાત જ નથી. સ્વતંત્ર ભારતની સૌથી વધુ ભ્રષ્ટ સરકાર સત્તાવાર રીતે વર્તમાન યુપીએ સરકાર પુરવાર થઇ છે. એમાં કોંગ્રેસને બદલે ભાજપ મુખ્ય ભૂમિકામાં હોત તો પણ આવો અને આટલો જ આક્રોશ કૌભાંડો  માટે, જેના પૈસા એ લૂંટી ગયા છે- આમ આદમી સાથેના જંગલિયતભર્યા વ્યવહાર માટે મારા મનમાં હોત.

ભાજપનું હિંદુત્વ બોદું છે, કોંગ્રેસનું સેક્યુલારિઝમ પોલું છે. મારા જેવો માણસ સૌજન્યના અંચળા હેઠળ કોઈ એકનું સ્ટીકર લલાટે ચીપકાવી ફરતો નથી- અને બંનેને જ્યાં ભૂલ દેખાય ત્યાં રોકડું પરખાવે છે. કારણ કે, મારો કોઈ રાજકીય સ્વાર્થ નથી. કોઈ વાદની ફિલસુફીથી હું અંજાયેલો નથી. મારી વફાદારી મને લાગતા સત્ય અને મને ચાહતા લોકો પ્રત્યે જ છે. આવી ચોખવટ જરૂરી નથી, પણ અયોગ્ય સરખામણી કરવાના દુરાગ્રહથી પીડાતા દોસ્તોને આ રજૂઆત પણ અળખામણી લાગી શકે છે. એમ. આર.એસ. યાને મનમોહન -રાહુલ-સોનિયાની મરજી મુજબ મધરાતે થયેલી ‘લીલા’ પાછળનો સ્વાર્થ તો સમજાય એવો છે, પણ એમાં વગર કારણે સતત ગુજરાતની અલગ અલગ ઘટનાઓ રજુ કરી; ( મૂળ મુદ્દાને વિસારે પાડી દેવા માટે થતી) સરખામણીની સતામણીનો અનર્થ નવી ભૂલભૂલામણી પેદા કરે છે! સમજ મેં આયે તો જરા હમ કો ભી સમજાના 🙂

 
77 Comments

Posted by on June 24, 2011 in gujarat, india

 

77 responses to “થાય સરખામણી તો ઉતરતા છીએ…

  1. Krinal

    June 24, 2011 at 2:09 PM

    Do you plan to fight election? I seriously think you should. You are filled with all the qualities a leader needs. Knowledge, Awareness, People support. Do you plan to contest election? I am a firm believer with knowledge and power you will make difference.

    Like

     
    • Krinal

      June 24, 2011 at 2:35 PM

      જો કેન્દ્ર માં બેઠેલા ઓ પણ કાઈ સાવ બુદ્ધુ તો છે નહિ.

      આપણા સહુ ના કમબાઇનડ ટેલેન્ટ થી વધુ શક્તિ અને સામર્થ્ય પુરવાર કરી ચુક્યા છે.

      લેખક પુરસ્કાર લે અને ટેક્સ માં રાહત માંગે એ ભ્રષ્ટાચાર છે?
      મહાન ક્રિકેટર સચિન માત્ર અને માત્ર ટેક્સ ના ૨.૫ કરોડ બચાવવા ” હું ક્રિકેટર નથી , એક્ટર છું” એમ કહે તો એ શુદ્ધાચાર છે?
      ગાયકો – અભિનેતાઓ સોલાર પ્લાન્ટ અને ફિલ્મ સીટી નું (હાલ માં તો !) કહી ને એકરો ના એકરો જમીન લે એ ?

      જય સાહેબ, તમારે લખવું છે અને અમારે વાંચવું છે? આપણા વાચક લેખક ના દરબાર માંથી છે કોઈ IAS IPS કે GAS અધિકારી ? લડવી છે કોઈ ને ચુંટણી? કરવા છે કોઈ ને ઉપવાસ? ધારો કે હું ડોક્ટર છું, શું મારે બંધ કરવું છે MR પાસે થી ભેટ સોગાદો લેવાનું? શું એ મોંઘી દવાઓ પ્રિસ્ક્રીબ કરવા માંટે અપાતી લાંચ નથી?

      વારે તહેવારે આપ (અને અન્યો) અમેરિકા સાથે સરખામણી કરો છો. હું બંને દેશ નો રહેવાસી અને પોસીબલ નાગરિક રહ્યો છું. આપણે ત્યાં અમેરિકા જેવા ટેક્સ છે? વ્યાજ ના દરો આપ ને ત્યાં ૯ – ૯.૫ ટકા છે ને? સાહેબ તો બધું ક્યાં થી મળે? હં? ડૉ. સિંહ ને રિપ્લેસ કરવાનો ચાન્સ અડવાની અને જેમને તમારું સમ્માન કર્યું એવા માનનીય મુખ્ય મંત્રી ને હતો ને ૨૦૦૯ માં? ૨૦૦૪ થી પણ વધુ સીટ્સ મળી છે યુ પી એ ને, ગુરુ!

      વિકલ્પ છે કોઈ તો એ કહો. આમ વારંવાર એક ને એક પ્રોબ્લેમ કહી ને , લખી ને, કદાચ તમે થાકી જશો. અને એજ વસ્તુ વાંચી ને અમે સહુ, આપના રીડર બિરાદર.

      Like

       
      • jay vasavada JV

        June 24, 2011 at 2:42 PM

        bhaishri / bahenshri…

        lage chhe ke tame mara bhrashtachar par na lekho vachya nathi..ek no to sheershak j ‘ham cheej badi hai bhrasht bhrasht’ hatu…ne ek ma me lakhelu bbharatna kaaydao eva chhe ke tame ghar nu makan lo etle aapoaap kala bajarma hissedar thai jav..pan 100% purity na ashky aadradh ni vato karnara dhongi hoy chhe. ppasndgi ma practical approach ochha kaharab no hoy. hu to bhrashtachar shikshanma chalto hato ena virdudhma kaymi nokrima thi rajinamu aapi ne swatantra rite jeevu chhu..etle vyaktigat vat karsho to y ema mane farak padva no nathi. mare trajkaran ma karkridi nathi banavvvi, pan tamara abhigam parthi lage chhe ke tame ema pravkta tarike chali jasho. aabhar.

        Like

         
        • Krinal

          June 24, 2011 at 2:56 PM

          સવાલ મારી કારકિર્દી નો છે જ નહિ અત્યારે – મૂળ મુદ્દો છે ધારો કે મુકેશ ભાઈ નું સ્વીસ્સ બેંક માં ખાતું હોય તો પણ એમને હાથ પણ ના લગાડી શકાય. કારણ કે એ માણસ બીજા ૧૦૦,૦૦૦ માણસો નો પરિવાર ચલાવે છે.આપણો દોષ એ છે કે કાળા નાણા ની શુરુઆત નાણા પાયે આપ…ણે કરીએ તો છીએ બસ જયારે પૈસા પાછા લાવવા ની વાત આવે ત્યારે માત્ર મોટા માણસો ને સાણસા માં લેવા છે ! કોને ખબર પુલીસ ને ૩૦૦ ની પહોચ ને બદલે આપતા ૫૦ રૂપિયા છેલ્લે ફરી ફરી ને કોઈ સ્વીસ બેંક માં નહિ જતા હોય.

          પિક્ચર આપ, માશા અલ્લાહ, બહુ પારખી નઝર થી જુવો છો. રંગ દે બસંતી નો મિત્ર માધવન એ બોલેલો એક ડાઈલોગ યાદ આવે છે – “કોઈ ભી સીસ્ટમ પરફેક્ટ નહિ હોતા, ઉસે હંમે પરફેક્ટ બનાના પડતા હૈ”

          રહી વાત ઇન્ફલેશન ની તો એ ઘણી વખત તો ડીમાંડ સપ્લાય નો સીધો પ્રશ્ન હોય છે.

          Like

           
          • jay vasavada JV

            June 24, 2011 at 4:02 PM

            ભાઈશ્રી,
            તમે મુદ્દો બરાબર સમજ્યા હો એવું લાગતું નથી.
            અહીં વાત કળા નાણાની નહિ પરંતુ ગુજરાતને લાગેલી ‘કાળી નજર’ની ચાલે છે.
            બીજું, મકાનની ખરીદીની વાતમાં પણ ‘ઇન્ફલેશન’નો મુદ્દો નથી પરંતુ મકાનની ખરીદી વખતે થતા ‘બ્લેક’ અને ‘વ્હાઈટ’ના પેમેન્ટની વાત છે.
            અનુકુળતા હોય તો મેં અહીં લખેલા અમેરિકાના પેલા સિગારેટના ઠુંઠાવાળા મુદ્દા પર સહેજ નજર ફેરવી જજો. સમજાઈ જશે. કદાચ.

            Like

             
            • Amit Andharia

              June 24, 2011 at 4:44 PM

              સમજાઈ જશે. કદાચ
              Inshallah! 🙂

              Like

               
            • jay padhara

              June 25, 2011 at 10:42 AM

              ખુદા-ન-ખાસ્તા ના સમજાયું તો.???

              Like

               
          • Vipul Shah

            June 25, 2011 at 12:03 PM

            @KRINAL……….
            ભાઈ ના ખબર પડે એમાં ઝાઝું બોલવું નહીં હમજ્યો કે નહીં……..
            આપના રૂપિયા સ્વીસ બેંક ખરા? લોકોને રોજગાર આપવાથી શું દેશ સાથે ગદ્દારી કરવાના હકો મળી જાય? કેટલા બે નંબર ના રૂપિયા ભાર જવા ખર્ચ્યા ?
            @જય વસાવડા … ભાઈજી બિલકુલ અમે ભારતીયો આ મુદ્દે તમારી સાથે જ છીએ આ વંઠેલી અને નવરી બજારો માં સમય બગાડવા જેવો નથી

            Like

             
            • jay vasavada JV

              June 26, 2011 at 3:35 AM

              vipulbhai..thanx a lot…i think krinal didnt get exact meaning of d post, so plz dont overreact.

              Like

               
  2. Bhavin Badiyani

    June 24, 2011 at 2:17 PM

    hmmm… vastavik ane muddasar ni vaat.

    Like

     
  3. Shahil

    June 24, 2011 at 2:41 PM

    LAJAWAB…..!!!! Koi pan babte jara pan shanka-kushanka na thai…. sadsadat vat gale utri jay e rite aape aa muddo raju karyo chhe…!!! Fully agreed…

    Like

     
  4. Nirav

    June 24, 2011 at 2:41 PM

    JV: Tamari sauthi saari vat ee chhe ke tame aava saras rajkaran na lekh Gujarati ma lakho chho. Safari magazine pachhi Gujarati bhasha mate tamaru maan avkardayak chhe. \

    kemke, Gujarat Samachar ma to farajiyat tamare Gujarati ma lakhavu pade parantu tamara blog ma pan Gujarati lakho chhe, ee khub saari vat kevay.

    Like

     
  5. pintu patel

    June 24, 2011 at 2:47 PM

    bauj saras vastavik lekh che ….kash badha loko aa vat ne samji sakta hot again superb article….!!!

    Like

     
  6. Kinner Aacharya

    June 24, 2011 at 2:49 PM

    આ દેશ આખો કુથલીખોરોનો મુલક છે. અન્નાથી લઇને બાબા અને ગાંધીજીને પણ લોકો અહીં માઇક્રોસ્કોપમાં મુકતા રહે છે. મુદ્દા ગૌણ બની જાય છે. અને વ્યકિતઓ વેંતરાઇ જાય છે. કોઇ મનુષ્ય ક્યારેય નખશિખ સંપૂર્ણ નથી હોવાનો. તેનામાં જે ગુણો હોય છે તેમ અવગુણો પણ હોય છે. જેમ તેની પાસે ખુબીઓ હોય છે, તેવી જ રીતે ખામીઓ પણ હોવાની. આપણે એનું પ્રમાણ ઓળખવાનું શીખવું પડશે. અને જોખમ ઉઠાવતા પણ જાણવું પડશે. કોઇ વ્યકિત જ્યારે જાહેર હિતની બાબત લઇ મેદાને પડે ત્યારે તેને નૈતિક ટેકો આપવો એ એક પ્રકારનું જોખમ છે. પરંતુ જ્યાં શક્યતાઓ વિપુલ હોય અને જોખમ નહિંવત હોય ત્યાં તમે જોખમ ઉઠાવો અને સાહસ કરો તો એ એક પ્રકારનું કેલ્ક્યુલેટેડ રિસ્ક ગણાય છે. ગણતરીપૂર્વકના આવા જોખમો ઉઠાવ્યા સિવાય હવે છૂટકો નથી. શું તમે એમ માનો છો કે, આવું કોઇ દબાણ નહિં આવે તો પણ આ દેશમાં કાળુ નાણું પરત લાવવાની કાર્યવાહી થવાની છે? શું તમને એવું લાગે છે કે મંત્રીઓ પોતાના પદને હોડમાં મુકીને પણ પ્રમુખગત લોકશાહી જેવી ઉપયોગી બાબતો માટે પ્રયાસ કરી પોતાના જ પગ પર કુહાડો ઠોકશે? શું તમને એવું લાગે છે કે, વિદેશી બેંકોમાં જમા પડેલું તેમનું પોતાનું જ નાણું પાછુ લાવવા માટે તેઓ કાનૂનમાં ફેરફાર કરશે? શું તમને એવું લાગે છે કે, બંધારણમાં કેટલાંક પાયાના ફેરફાર કરીને ભ્રષ્ટાચાર ખત્મ કરવાની દિશામાં તેઓ આપમેળે જ પ્રયત્ન કરવાના છે? શું તમારૂં માનવું છે કે ભ્રષ્ટાચારીઓને જનમટીપ અને ફાંસીની જોગવાઇ કરતો કાનૂન પસાર કરીને તેઓ ખૂદ જ પોતાના માટે કાળ કોટડી અને ફાંસીનો ગાળિયો તૈયાર કરવાના છે? કોઇએ આગળ આવવું પડશે. અને આપણે એ યાદ રાખવું પડશે કે, આગળ આવનાર વ્યકિત ક્યારેય બત્રીસ લક્ષણો નથી હોવાનો. હા! આ સમસ્યાઓ એવી છે કે, તેના માટે એવા સંપૂર્ણ પુરૂષની જરૂર પણ નથી. અન્ના કે બાબા જેવા લોકો આગળ આવે, આગળ આવતા રહે અને તેમને પ્રચંડ સંખ્યામાં લોકોનું સમર્થન મળતું રહે તો શક્ય છે કે, ક્યારેક એવો સુરજ પણ ઉગશે જેનો આપણને સૌને ઇન્તેજાર છે.

    Like

     
    • Amit Andharia

      June 24, 2011 at 3:48 PM

      too good, sir! 🙂
      salute!

      Like

       
    • nimish parikh

      June 25, 2011 at 3:49 PM

      very good!!

      Like

       
    • jay vasavada JV

      June 26, 2011 at 3:37 AM

      vah vah kinnerbhai..kyaa baat hai 🙂

      Like

       
  7. jay padhara

    June 24, 2011 at 2:51 PM

    વાત એમાં બાબા રામદેવના બચાવની નહોતી, પણ સરકારે નાગરિકો પર કરેલા દમન અને ખાસ તો એની પાછળની વૃત્તિની હતી.ભીતિ એમાં ડોશીના મરવા કરતા જમ ઘર ભાળી જવાની હતી. Bas aaj chhe badhi bhang-jad nu muliyu.

    Like

     
  8. Vikas

    June 24, 2011 at 2:58 PM

    aa Krinal pela dusht kalamkhor “rahul” no “Digvijay” lage chhe 🙂

    Like

     
  9. Annu

    June 24, 2011 at 3:10 PM

    aa Krinal pela dusht kalamkhor “rahul” no “Digvijay” lage chhe 🙂 🙂 🙂

    Like

     
  10. Rkshit Bhavsar

    June 24, 2011 at 3:15 PM

    well set jay bhai….

    aaloko bus badha nu kari j nakhvu che tevi janamta ni sathe j sapath lai ne aavya hoy avu j che…
    bt main waat to 1 j
    k jo aapdne khabar che k swiss bank ma dhaglo paisa che india na n biji ghani badhi polum pol bt tantra km aam saw chek aam j kare che a samjhatu nathi

    n as you said bhale raamdev baba pase 1100 caror hoy bt he raised his voice for ppl
    so
    govt a ani same acttion lai ne sabit aam a kari j didhu k bhai chor to ame j che bt tame aam chade chok amara kapda na kadho….

    have tavai anna saheb par aawani….
    let see

    kona natak no curtain pade che…..????

    Like

     
  11. Amit Andharia

    June 24, 2011 at 3:28 PM

    પેહલા સ્ટ્રેટ ફ્રોમ ધી હાર્ટ સલ્યૂટ, સીધી અને મુદ્દાને અવળા પાટેના ચડાવવાવાળા મુદ્દાને ઉઠાવવા માટે! 🙂 આ દેશમા બહુ જ જરૂરી છે કેમ કે અધૂરુજ્ઞાન લઈને, કાઇ પણ બેસ વગરના અને સ્વાર્થી લીડર્સને ( જે પોતાના જ સ્વાર્થ ખાતર લીડર બન્યા છે કેમ કે પાછળ બધા લીડર આ જ શીખવી ગયા છે, અને સારા અને / અથવા સાચા લીડર્સને જીવવા જ નથી દેવામા આવ્યા ત્યારે આ દેશને હવે લીડર-લેસ દેશ બનવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે) મિસ-લીડ થઈ જવા વાળા ની સંખ્યા વધી રહી છે, ખબર નહી કેમ? 😦

    લોકોને મિસ-લીડ કરવાની વાત આવે તેમા આ લીડર બધા પૂરતા શક્ષમ અને પાછા હાઇ-ટેક પણ આટલા જે છે, ભળતા-ભળતા ફોટા અન વીડિયો બનાવી દે છે, અને રીત-સર જે કવરેજ લેવુ હોઈ ઍ જ લે છે! ઍટલે તઠસ્થતા તો ત્યા જ નશપ્રાય: થઈ જાઇ છે!

    હવે, મુખ્ય મુદ્દો જે મને લાગે છે ઍ મુજબ, અવળા પાટે મુદ્દો ચડાવવાથી ઍ લોકોને પૂરતો સમય મળી રહે છે જે સમયમા ઍ લોકો સબૂત, ગવાહ, પુરાવા, અને માણસોને ઠેકાણે પાડી દઈ શકાય છે! 😦 જે થતુ જ આવ્યુ છે. અને બીજી મુદ્દાની વાત, લાઠી ચાર્જ અને આતંક-ફેલાવતી ઘટનાઓ ઉભી કરવા પાછળ નો હેતુ કે જે જાગતી પ્રજા છે કે જે બધુ સમજે છે તેમને ગુમરાહ કરી અન છેલ્લે વાત ગોળ-ગોળ ફેરવી મુદ્દો ભુલવદી દેવાની છે, જે થતુ જ આવ્યુ છે, જેમા દર-ઍક બીજા માણસને ઍમ જ છે કે મારે શુ અને દેશનુ જે થવુ હોઈ તે થાઈ વાળી મેનટૅલિટી વધતી જાઇ છે, જે પણ ઉભી જ કરવામા આવેલી સરકારી સગવડતા જ છે, કેમ કે લોકો જેમ-તેમ કરી ને પૈસા કમાય લેશે ઍટલે કઈ બોલશે નહી અને આપણે તગડો હાથ મારતા રહીશુ અને ઍ લોકો સફળ પણ થઈ રહ્યા છે! છેલ્લે આવુ પણ થશે કે સ્વિસબેન્ક ના પૈસા સગે-વગે થઈ પણ જાય!

    મને જેટલા યાદ ચે ઍ મુદ્દા હૂ લખુ છુ, વિકી ના સહારે જ હો! અને આ પાછા રિજિસ્ટર્ડ અને મોટા છે, બાકી નાના સ્કૅમ તો બધા ગામમા થાય જ છે જેના કેસ તો કોર્ટ ના જડ્જ મૃત્યુ પામે પછી કેમ ચલવવા ઍ પણ સમજી નથી શકાતુ? 😦

    http://en.wikipedia.org/wiki/List_of_scandals_in_India_by_year

    હવે તમે અને હૂ અને બધા તો સમય જતા કોઈ રેહવાના નથી અને નેચરના નિયમમા કાઇ યાદ રાખવુ કે ભૂલી જવુ ઍ છે જ નહી ઍટલે તમ-તમારે ગમે તે કરો વધી-વધીને લોકો ક્યા સુધી યાદ રાખશે અને યાદ રાખશે તો પણ શુ કરી લેશે કેમ કે ‘હૂ તો સરકાર પોતે છુ’ આવી મેનટૅલિટી ઇંડિયામા વર્ષ દર વર્ષ વધતી જઈ રહી છે ઍ પણ આ વિકીની લિંક પરથી જ સાબિત થાય છે! દર વર્ષે નંબર ઓફ સ્કૅમ વધી રહ્યા છે અને ભૂલવાના દર નો સમય ગાળો જડપથી ઘટી રહ્યો છે.

    વાંક ઍ બધા જે નો છે કે જેમણે બધી જ ખબર હતી કે ના હતી. અને આ સ્કૅમને ના કારણે કેટ-કેટલા સારા લોકોને દેશ છોડવો પડ્યો છે મજબૂરી મા! 😦

    હુ હવે ઍમ નહી જે કહુ કે તમે ચૂટણીમા ઉભા રહો કેમ કે આ મુદ્દો મારી પર પણ વારંવાર ઉઠાવવામા આવ્યો છે! ઍટલે મે તો રોકડુ પરખાવ્યુ છે કે ઍ મારી અંગત બાબત છે જે મારા હક્કની વાત પણ છે! અને મને ઉભા રેહવુ ગમશે પણ તે પેહલા હૂ તત્કાલીન સરકારને કેટલાક સરળ મુદ્દા આપુ છુ કે જેમા ફેરફાર બંધારણ માથી જ આવકાર્ય છે અને હુ ઍકલો નહી પણ મારી જેવા કેટલા લોકો કેહ્શે! કેમ કે નાગરિક તરીકે ની મારી ફરજ છે કે કૉન્સ્ટિટ્યૂશનમા જ્યા ફેર-ફાર કરવા જેવુ મને લાગે ત્યા હુ કહી જ શકુ છુ! 🙂 અન હુ હમેશાથી ઍવુ માનુ છુ કે હુ મારા રાષ્ટ્ર થકી છુ ઍટલે પેહલા મારે મારી ફરજ પુરી કરવી જોઈયે અને પછી જ હુ મારો હક્ક માંગી શકુ! 🙂 અસ્તુ!

    Like

     
    • jay vasavada JV

      June 26, 2011 at 3:39 AM

      vah tame to gujaratima y saras lakho chho amit.

      Like

       
      • Amit Andharia

        June 27, 2011 at 9:52 AM

        😀 thanks, sir!
        mane pan aaje j khabar padi, kem k school ma hu akhar par dhyan aapto ane tema dhime dhime lakhva no CHOR thai gyo akshar sara nohta aavta atle! 😛 have net che atle akshar ni chinta nathi! 😛 pan have pacho sudhara par chu, game tyare game tya lakhva nu mann thai to game tem lakhi lav chu! 🙂
        ane sir, lakhva ni sathe i practice too, what so ever i write! 🙂 ane aa BADHU J TAMARI MEHRBANI THI! 🙂 🙂 aabhar! 🙂
        bas tame lakhta raho a asha sathe… 🙂

        Like

         
  12. dryogeshmehta

    June 24, 2011 at 3:31 PM

    i am not able to read the fonts here, can someone guide me?

    Like

     
  13. Jyotindra

    June 24, 2011 at 3:37 PM

    તમારો આ બ્લોગ વાંચ્યો. ગુજરાતને વારંવાર જે લોકો out of context ઘસડે છે તે લોકો grapes are sour ના પુરસ્કર્તા છે. ગુજરાતની સમજુ પ્રજા એ સાવધ રહીને વખત આવે ત્યારે આ લોકોને તગેડી મુકવાના છે. બાકી રાજકારણ અંગે કોઈ પણ લેખ તમે લખશો તો સવળા અને અવળા પ્રત્યાઘાતો પડવાના જ છે. Eternal Vigilance is the price of Liberty ના પ્રમાણ મુજબ આવા લેખો લખીને લોકોના આત્માને ઢંઢોળવાનો પ્રયત્ન ચાલુ જ રાખશો,

    Like

     
  14. Satish Dholakia

    June 24, 2011 at 3:42 PM

    વૈચારિક ભૂમિકા હમ્મેશા ઉન્ચિ રહિ છે, તમારિ, ભાઇ શ્રિ જય, પરન્તુ જવાબ દેતિ વખતે થોડિ અ-સહિશ્ણુતા નો આભાસ થાય છે !

    Like

     
    • jay vasavada JV

      June 24, 2011 at 4:18 PM

      Satishbhai,
      Jeva abhigam thi savaal puchhay eva j abhigam thi jawab aapvano maro sidhdhant rahyo chhe 😉

      Like

       
      • jajal

        June 24, 2011 at 6:03 PM

        હા, હા, હા…!!!મને રઘુવીર ચૌધરી ની નવકથા “આવરણ” નો સવાદ યાદ આવી ગયોઃ નળસરોવર મા એક માણસ ઉડતા પન્ખીઓનો પરિક્ષણ કરવા અર્થે શિકાર કરતો હોય છે. નાયકનો મિત્ર એને પકડીને બળનો ઉપયોગ કરી બહાર કાઢવા જાય છે ત્યારે પેલો નાયક ને મિત્રને “માણસની જેમ વર્તવા” કહે છે. નાયક કહે છેઃ “એ માણસ સામે માણસની જેમ જ વર્તે છે.”

        Like

         
  15. Amit Andharia

    June 24, 2011 at 3:54 PM

    ane ha ek vaat to add karva ni rahi j gai k aa SARKAR ava bhada na tattuo pan rakhe che k JE SARKAR TARAF AANGLI K AVAJ KARE TEMNI SATHE FODI LE… in short bhada na gunda pan SOPHISTICATED language ma VAHIVATI LOKO J MUDDA MA MARCHU MITHU NAKHI NE VAAT AADA PATE CHADAVE! 😛

    Like

     
  16. Dhruv

    June 24, 2011 at 3:56 PM

    Mast.. Rapchik…

    Biji pan ek vaat… Bharat ma je pseudo-intellectuals ni fauj che, ene badhij vaat ma virodh karvano hoi. Ek eva ‘mitra’ e dalil kari ke Baba kem ladies na kapda pehri ne bhagya… ene natak j karvu hatu etle badhi taiyari sathe avyo hato..

    Avi vaat kare ne pachi mara modhe ##$#$ leto jaai 😀

    Like

     
    • jay vasavada JV

      June 26, 2011 at 3:44 AM

      e ghatna nu vivran star news ma hatu..je sadhvi e kapda aapela tene kahyu ke baba nu uparnu vastra bheed ma khechai gayu ne nichenu dhakkamukkima fati gayu. andhadhudhi befam hati, ghatna achanak bani ema koi ne shu karvu e suzyu hoy evi sthiti nahoti.

      Like

       
      • Dhruv

        June 27, 2011 at 2:12 PM

        Jovanu ej che ne… Aava pseudo jaaani joi ne avi vahiyaat vaat ne j kan nu man banave..

        Like

         
  17. Ajay Upadhyay

    June 24, 2011 at 4:07 PM

    jaybhai…just superb ane asal pathrilo javab…..like it….can i share on my wall pls ?

    Like

     
  18. Ashok Patel

    June 24, 2011 at 4:17 PM

    Well said.

    Like

     
  19. Darshit Goswami

    June 24, 2011 at 4:38 PM

    જયભાઇ,
    સુપર્બ ,…
    એક વાત કહિશ…

    ગાંધીજી ખુબ ભાગ્યશાળી હતાં કે ૨૦૧૧ માં કોઇ ચળવળ ના કરી. નહિંતર એનાં પણ બાબા-અન્ના જેવા હાલ હવાલ થયા હોત અને કદાચ ભવિષ્યમાં કોઇ યાદ પણ ના રાખેત.

    Like

     
  20. himmatchhayani

    June 24, 2011 at 5:13 PM

    ” ” બાબુભાઈ મિસ્ત્રીની ટ્રીક ફોટોગ્રાફીના જમાનામાં કોમ્પ્યુટર નહોતું, એટલે ઘટોત્કચ બનેલા અભિનેતાને કર્ણ કરતા વિરાટ બતાવવો હોય, ત્યારે એકનો ક્લોઝ અપમા સીન લેવાય, બીજાનો લોંગ શોટમાં સીન લેવાય અને પછી બંને દ્રશ્યો જોડી દો, એટલે એક મહાકાય લાગે, ને બીજું મગતરું. આવી યુક્તિથી કેન્દ્ર સરકારનો કાન પકડવાને બદલે ગાંધીજીથી લઇ ગુજરાત સુધીની વાતોને જ ક્લોઝ અપમાં મુકવાની ટ્રિકબાજી ચાલે છે. ” ”
    હા હા હા…!

    Like

     
  21. Paras

    June 24, 2011 at 6:31 PM

    જયારે મનમોહન સિંહ PM બન્યા ત્યારે એવું લાગેલું કે લાંબા સમયે એક વડાપ્રધાન પદ ને ઉજાળે એવું વ્યક્તિત્વ સત્તા પર છે; વળી તેમની ટીમ માં ચિદમ્બરમ અને પ્રણવ જેવા એજ કક્ષા ના ધુરંધરો હતા. અને રાહુલ ગાંધી પણ પ્રોમિસિંગ લાગેલા ત્યારે. પણ હવે એવું લાગે છે કે આ ૨૦૦૭ વલ્ડ કપ જેવું થયું છે , જયારે ટીમ તો જીતવા માટે સક્ષમ હતી પણ કદાચ કોચ અને મેનેજમેન્ટ ને લીધે આપનો સૌથી ખરાબ વલ્ડ કપ રહ્યો. અને રાહુલે તો ખરેખર નિરાશ કર્યા છે . આપને એવું માની લઈએ કે સરકાર માં ૫ કે ૧૦ લોકો ભ્રષ્ટાચાર કરે છે પણ આતો આખી કેબીનેટ કે સમગ્ર યુ પી એ માં એક પણ વ્યક્તિ એવી નથી કે જે કમસે કમ સ્વીકારે કે તેઓ ખોટા માર્ગે જઈ રહ્યા છે.

    Like

     
  22. Kartik

    June 24, 2011 at 6:46 PM

    પરફેક્ટ લેખ. સિગારેટના ઠૂંઠાથી માંડીને બાબુભાઈની ટ્રીક ફોટોગ્રાફીના ઉદાહરણ એકદમ બંધબેસતાં આવે છે.

    Like

     
    • jay vasavada JV

      June 26, 2011 at 12:08 PM

      અરે, કાર્તિકભાઈ…તમે મારા બ્લોગ પર ક્યાંથી? 🙂 તમારો બ્લોગ તો હું નિયમિત વાંચું છુ. બહુ મજા પડે છે. ખૂબ ખૂબ આભાર…

      Like

       
      • Kartik

        July 6, 2011 at 2:31 PM

        જ્યારથી તમે બ્લોગ શરુ કર્યો, ત્યારથી 🙂

        Like

         
  23. Abhishek

    June 24, 2011 at 8:23 PM

    hmmm……vandho nai sir, gujrat na loko to aamey godhra-kand ni vato thi kantadi gaya chhe, atleast have kaik nava bahana to sambhadva madshe ne gujrat-virodhi……..actually, gujrat na loko aava koi aalya-malya ni tika sambhdine uskerai nathi jata, they only wanted to grow ……..

    btw, tamara darek blog-artical ni nicheni comments vachvani pan evi j maja aave chhe….khas karine himmatbhai, kinnarbhai ne amitbhai andhariya…..e badha ni comments bhegi karo etle bijo artical taiyar thai jay….

    Like

     
  24. Hardik Vyas

    June 24, 2011 at 10:01 PM

    જય ભાઈ…… સૌ પ્રથમ તો હૃદય પૂર્વક ની સલામ….
    અને હવે જે કોઈ જય ભાઈ સાથે સંમત નથી એમને માટે …
    એક કુટુંબ માં એક બાપ હોય છે હવે બાપ નો કોઈ વિકલ્પ તો હોતો નથી(જો કે હજી ભારત માં નેતાગીરી ની એવી વિકલ્પ વગર ની સ્થિતિ તો નથી જ) પણ બાપ ઘર માં ગમે તેવો ભ્રષ્ટાચાર(ઘર ના ભ્રષ્ટાચાર ની વ્યાખ્યા માં જે કઈ આવે એ અનુમાન કરી લેવું) કરે તો પણ એને રોકી ના શકાય એ શરમ જનક પરિસ્થિતિ ના કહેવાય ?…
    હવે wc માં કરવા નું કર્મ બહાર ફળિયા માં, રસ્તા પર, બગીચા માં કે ધાર્મિક સ્થળે કરે… અને… બેડરૂમ માં કરવા નું કર્મ દીવાન ખંડ માં કરે (જેની સાથે કરવાનું છે એની સાથે તો નહિ જ) તો એવા બાપ જો માનસિક રીતે સ્વસ્થ હોય છતાં પણ એને છાવરીએ તો આપને બાપ ને એકલા ને જ પ્રેમ કરીએ છીએ માં અને કુટુંબ ને નહિ એવો મતલબ થાય કે નહિ?
    આ તો just જે લોકો સરકાર ને છાવરે છે એમને માટે……
    અસહિષ્ણુતા લાગે તો નાં વાંચતા….. એમ પણ શાહમૃગ ની જેમ રેતી માં મોં સંતાડતાસહુ ને સારી રીતે આવડે છે… અને કોઈ ને અભદ્ર ભાષા લાગે તો માફ કરજો કારણ કે આ સિવાય ની ભાષા માં અસરકારક રીતે કહી શકાય એવું નથી…

    Like

     
  25. Gujarati

    June 25, 2011 at 5:21 AM

    Jay,
    You have no idea how much I am happy to see you starting your own blog! I have been reading and admiring your articles for ages now!
    Also, we needed a good Gujarati writer writing against the Gujarat-bashing pseudo-intellectuals and pseudo-secularists on the blogosphere. You have immense credibility and popularity among the Gujaratis far more than any other writer except may be Chandrakant Baxi and partially Gunwant Shah, as you can see from the no. of comments already in the first week of starting your blog!!!
    As you would already know, those so-called ‘writers’ will now jump on you criticizing your articles by dissecting them line-by-line without acknowledging the over-all messages! They will also do it because they are jealous of your popularity and they want to gain their share by citing you! But please note that we Gujaratis are with you either loudly or sometimes silently.

    – A Gujarati

    Like

     
    • jay vasavada JV

      June 26, 2011 at 3:49 AM

      so nice of u….ya u thought it right…:P

      Like

       
      • Gujarati

        June 26, 2011 at 4:18 AM

        Jay,

        Btw, do you mind if I ask you to write in the Gujarati/Devnaagri script when replying to the comments in Gujarati? When Gujarati is written in the Latin script, it is kind of inconvenient to read. Perhaps you are already aware of it, but Google has facilitated typing in Gujarati. Please see this: http://www.google.com/transliterate/Gujarati. This is just a friendly complaint. Hope you take it in a right way.

        – A Gujarati

        Like

         
        • jay vasavada JV

          June 26, 2011 at 12:13 PM

          ભાઈશ્રી ગુજરાતી, ગૂગલને લીધે જ તો આ ગુજરાતી ટાઈપ કરું છુ, પણ તમને જેમ વાંચવામાં તકલીફ વ્યક્તિગત પડે છે , એમ મને ટાઈપ કરવામાં! અંગ્રેજી લીપીઈમાં લખાયેલ ગુજરાતી મોબાઈલ એસેમેસની આદતને લીધે નવી પેઢીના ઘણા ગુજરાતીઓ આસાની થી સમજે છે અને હું પણ..તમને જો કે ઉપર નો જવાબ અન્ગેર્જીમાં જ અપાયો છે. મને ગુજરાતી અત્યંત ગમે છે, પણ હું એનો પાગલ પ્રેમી નથી. અનુકૂળતા મુજબ જ જવાબ દેવામાં એનો ઉપયોગ કરું છુ. મારા સેલમાં તો ગુજરાતી ફોન્ટ આવતા જ નથી.એમાંથી જયારે નેટ પર હોઉં ત્યારે ગુજરાતી વાંચી પણ ના શકું.

          Like

           
          • Gujarati

            June 26, 2011 at 7:54 PM

            Jay,
            Thanks for your reply. I am also not a fanatic about Gujarati. I just thought it would be easier for the readers to read Gujarati in Gujarati. But I understand it may not be completely convenient for you.
            No worries!!!
            – Gujarati

            Like

             
  26. Pushkar Salikar

    June 25, 2011 at 11:56 AM

    કોઈ પણ ચર્ચામાં ગુજરાત (ઝીણવટથી જુઓ તો એક વ્યક્તિ) ને ઘસડી લાવવા બાબતે….

    આ એક હતાશામાંથી થી નીપજતી વર્તણુંક નો પ્રકાર છે! એકલ દોકલ ઘટાઓ પકડીને ‘આવું તો બધું ઘણું’ ચાલે છે કહી ને generalize કરી દેવાની પ્રવૃત્તિ અમુક લોકો ચલાવી રહ્યા છે. દલીલો પણ તમે કહ્યું એમ વિવાહના ટાઈમે વરસીની વાતો જેવી! કોઈ રીસર્ચ કે પ્રમાણો સિવાય અપવાદો પરથી થી જ પોતાની રીતે નિયમો બનાવવાના! અને એમને પાછા ‘અહો રૂપમ અહો ધ્વની’ નાં ધોરણે ‘વાહ સચોટ લખ્યું’, ‘ધારદાર’ એમ કહી ને ચણાના ઝાડ પર ચડાવનારા મળી પણ રહે છે!

    પહેલા અનુ-ગોધરાકાંડ, પછી અસંતુષ્ટો, પછી સોહરાબુદ્દીન/ ઇશરત અને હવે રીવર ફ્રન્ટના વિસ્થાપિતો – જ્યાં પણ જરા જેટલી ચિનગારી દેખાઈ ત્યાં આ ટોળી ફૂંકો મારવા પહોચી જાય છે પણ છેવટે હતાશા મળે છે! (RTI નીચે એ ગેન્ગના સભ્યોના નામ મારી પાસે નામ માગશો નહિ, એ મુત્સદી રાજપુરુષની ચાલમાં આવી ને એ ગેન્ગ જાતે જ પોતાની જાત ખુલ્લી પાડી ને હાસ્યાસ્પદ બને છે! અન્નાને સંબોધીને લખાયેલો પત્ર એ ગેન્ગ માટે જ હતો એ વાતની એ ડફોળો ને ખબર ન પડી અને જાળ માં આવી ગયા અને ખુલાસા કરવા મચી પડ્યા હતા!) અને એનું જ આ પરિણામ છે! અમિત શાહની ધરપકડ વખતે એ ઉન્માદ અને આનંદ ચરમસીમા એ હતો જે એમને જામીન મળ્યા પછી હતાશા માં ફેરવાયો છે. (એ સમયના આ બૌદ્ધિકોના લેખો અને ફેસબુક પરની ચર્ચા માં જોઈ શકાશે…) અને એમની આટલી સમજાવટ છતાં ગુજરાતી જનતા એ વિધાન સભા થી માંડી ને પંચાયતોની ચુંટણીઓમાં પડ્યા પર પાટુ મારી ને આપ્યો તો કહે ‘ખોટા પ્રચાર થી ભરમાવ્યા છે’! અલ્યા તમે સરકારો બદલનારા ચોથી જાગીરવાળા હારી ગયા? તમારા ગમતા પક્ષ ને વોટ આપે તો મતદાર ડાહ્યો/ કોઠા સુઝવાળો નહીતર ‘ભરમાઈ ગયો’? ક્યાં ગઈ તમારી કલમની તાકાત? કેમ લખાણમાં હતાશા અને પક્ષપાત દેખાય છે? કેમ રાજા ને બદલે રાડીયા->તાતા->ગુજરાત પર વધુ લખવાની હાજત થાય છે? આ બધું ભીષ્મ (એતો મહાન હતા…) ની જેમ જોઈ રહેનાર વડા પ્રધાન પર કેમ ખુલી ને નથી લખી શકતા? આદર્શ, કોમનવેલ્થ બધું જ ખુલ્લે આમ થયું, છાવરવા માટે બેશરમ બની ને સમય અપાયો, ફાઈલો સગે વગે થઇ ગઈ અને એ બધું કરનાર તમને કેમ ‘બાપડા બિચારા’ લાગે છે તે બાબા-અન્ના ને ખુલ્લા પાડવું વધારે જરૂરી લાગે છે? જો આ જ તમારી Priorities હોય તો ‘સિક્કાની બીજી બાજુ’નાં નામે સિક્કાની એક જ બાજુ બતાવતું ‘કહેવાતું’ તટસ્થ લેખન/ પત્રકારત્વ/ કટાર લેખન છો દો અને પ્રજાને ગેર માર્ગે દોરવાનું બંધ કરો!

    મારા મતે અત્યારની હજારો કરોડની ઉચાપત કરનાર સરકાર અને એના ચાલીસ ચોરોનો ‘સરદાર’ ખુદ અલીબાબા બની બેઠો હોય એવો ઘાટ છે! અને આ કહેવાતા જાગૃત નાગરિકો/ લેખકો ની ગેન્ગ એ બાપડા બિચારા ને પરેશાન કરનાર બાબા (જેની સામે ઇન્કમટેક્સ ની તપાસ કરી શકાય છે) અને અન્ના નું ચારિત્ર્ય હનન કરવા પડ્યા છે તો પાછળ કોઈ આશય જરૂર હશે! કદાચ રાજીવ શુક્લ ને જેમ ભક્તિ ફળી એમ એમને પણ ફળે એવા અભરખા હોય પણ ખરા!

    Like

     
  27. Hemang Patel

    June 25, 2011 at 4:30 PM

    સૌ પ્રથમ જયભાઇની જય હો…
    આ થઇ મર્દાઇવાળી વાત..

    સાચીવાત કહી કે થાય સરખામણી તો ઉતરતા છીએ.. (જો કે આ વાત ગુજરાત વિરોધીઓ સમજે તો સારું.)
    અહી તો બાબા રામદેવ કે સામાન્ય લોકો સાથે જે કરવામાં આવ્યું તેનો વિરોધ કરવાને બદલે.. ગુજરાતને આગળ કરીને ગુજરાતના(કે મુખ્યમંત્રીના) નામના છાજીયા લેવામાં આવે છે અને જે તે સમયે અંડરગ્રાઉન્ડ લોકો અહી રાડો પાડીને રામલીલાની ઘટનાને દબાવવા તૈયાર થઇ જાય છે. આ એ જ બૌધિકો છે જેઓને પોતાનુ બગડતુ દેખાવા લાગે એટલે બીજાની ખોડને આગળ કરી દે.

    ગુજરાત કોંગ્રેસમાં ઘણાં બૌધિકો પડયા છે.. પણ હરામ જો આગળ આવીને એકરાર કરે કે દિલ્લીમાં બનેલી ઘટના નિંદનીય હતી. રાજકારણ અને પક્ષનો વિષય હોઇ હશે પણ નૈતિકતા તો પોતાની અંગત હોય ને.. કે પછી તેને પણ પક્ષને વેચી દીધી હોય છે…

    આખો દેશ અને લગભગ દુનીયા પણ જાણે છે કે આપણી સરકાર કોના ઇશારે ચાલે છે. મનમોહન સાહેબનુ કંઇ ઉપજતુ હોત તો હું વિશ્વાસ પુર્વક કહી શકું કે રામલીલા મેદાનવાળી ઘટના ન બની હોત. મનમોહનજી અત્યાર સુધીના સૌથી કમજોર વડાપ્રધાન પુરવાર થઇ ચુકયા છે. સમગ્ર ઘટના બાદ જે રીતે વડાપ્રધાને નિવેદન આપ્યું તે જોઇને કોઇ પણ કહી શકે કે તે નિવેદન વડાપ્રધાનનુ પોતાનુ નહી પણ મેડમનુ જણાવેલુ હતું.

    જે હોય તે પણ ગુજરાત વિરોધીઓ એ કોંગ્રેસ અને કોંગ્રેસીઓએ “મેડમ” અને “યુવરાજ”ના મોહ માંથી બહાર આવવાની તાતી જરુર છે. બાકી તો.. ગુજરાતને કોઇના ‘સબ-સલામત’ના સર્ટિફિકેટની જરુર નથી. આપણે સૌ અને ગુજરાત-વિરોધીઓ પણ જાણે છે કે ગુજરાતની વાસ્તવિક સ્થિતિ શું કહી રહી છે !!!

    Like

     
    • jay vasavada JV

      June 26, 2011 at 3:50 AM

      delhi ni ghtna no nirnay thodo kaoi kapil sibbal no hoy? e kone lidho hoy e jagjaher chhe.

      Like

       
  28. sanket

    June 25, 2011 at 9:22 PM

    well said. to the point article…mudda ne ade raste lai janaraao ne to aa nahi j samjaay kaaran k emne aa samajvu j nathi. pan bakina loko samaje e jaruri chhe..

    Like

     
  29. vpj100

    June 26, 2011 at 10:59 PM

    સીધી નાડ જ પકડી લીધી સરકારના વકિલોની…એકદમ મુદ્દ્દાની વાત કરી…!!!

    Like

     
  30. narendra74

    June 27, 2011 at 6:32 PM

    jaybhai aa maro pratham comment chhe.aapne sampurna sahmati satheno.avu ja lakhta raheso

    Like

     
  31. Gaurang Patadia

    June 27, 2011 at 8:55 PM

    Dear Jaybhai,

    I am reading your articles for last 11 years. I am in UK and every wednesday and sunday I read your articles without fail online. I have learnt and gained lot of understanding after following you for so long.
    Everybody will agree with me that after so long we have got a writer so young and dynamic who is of our age and speaks in our language and understand our feeling.

    Thank you Sir and keep writing.

    Gaurang

    Like

     
  32. jagrat

    June 28, 2011 at 9:33 AM

    જયભાઈ,
    પહેલા તો અભિનંદન અને આભાર .
    મારો એક દુરનો કઝીન ગમે તે વાતમાં પોતાની વાત ઘુસેડવા માટે બહુ ફેમસ છે. કોક ને સાપ કરડ્યો હોય તેની વાત થતી હોય ત્યારે પોતાને “કીડી” કરડીતી તેની વાતો લઈ ને બેસી જાય. અમે તેને “મેન્ટલ” કહીયે છીએ. આવું જ કાઇક આવા લોકોનું છે તેની સોય હોકાયંત્રની જેમ હંમેશા ગુજરાત તરફ જ રહેતી હોય છે. જો કે હવે સામાન્ય પ્રજા પણ આવા લોકોની ખોરી દાનત સમજતી જાય છે .
    આભાર.

    Like

     
  33. pramath

    July 1, 2011 at 10:27 PM

    લાખ વાતની એક વાત – સબળ અને અસરકારક લોકપાલ તાત્કાલિક રીતે ઊભો કરો. બહાનાં બંધ કરો.
    બીજી બધી વાત પછી!
    વધી વાત ગુજરાતની. એ તો વંઠેલ અને ખાડે ગયેલ રાજ્ય છે જ. ત્યારે તો સરકાર નવા ’મિલે સૂર મેરા તુમ્હારા’માં બતાવતી જ નથી! 🙂
    ગુજરાતમાં બાર ટકાનો આર્થિક વિકાસ પંદર વરસથી ક્યાંથી થાય છે (અને દેશ આખામાં કેમ નહીં) એવા એવા દિગ્‍ભ્રાંત સવાલો નહીં પૂછવાના!

    Like

     
  34. Hitesh Zala

    September 30, 2011 at 4:50 PM

    Good jaybhai,sanskruti nu sachu darshan thayu,aje khabar padi 100 me se 80 beiman firbhi mera desh mahan

    Like

     
  35. paras

    December 6, 2011 at 2:21 PM

    jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjay bhai shabash.

    Like

     
  36. kishan

    August 1, 2012 at 9:27 AM

    just read it , read it and think over it….
    totalyyyyyyyyy trueeeeeeeeeee

    Like

     
  37. Paras Kela

    August 17, 2012 at 1:09 AM

    જયભાઇ, as usual અફલાતૂન લેખ છે.. ભ્રષ્ટાચાર એક એવો મુદ્દો છે જેના પર પૂરા વિશ્વ માં નહીં લખાયું હોય એટલું ભારત માં લખાયું હશે.!

    પણ બધા લેખમાં એજ ચવાયેલી વાતો વાંચવા મળતી.. આજે કેટલા દિવસો પછી કઈક હટકે લેખ વાંચવા મળ્યો..
    ગુસ્સો આવે છે એ બુધ્ધિના બારદાન લોકો પર જેને અન્ના હજારેએ અમને પૂછ્યા વગર રાજકીય પાર્ટી કેમ બનાવી એવો ગૌણ પ્રશ્ન અન્ના હજારે શા માટે લડી રહ્યા છે એનાથી વધુ કીમતી લાગે છે..

    અન્ના હઝારે કે બાબા રામદેવ પાર્ટી બનાવે તો ક્યો ગુનો કરી રહ્યા છે?? ભારતના એક-એક નાગરિક ને અધિકાર છે ચૂંટણી લડવાનો.. અન્ના કે રામદેવથી એ સહન નથી થતું કે કોઈ તેના પરસેવાની કમાણીથી દારૂની છોળો ઉછાળે., એટલે તેઓ લડી રહ્યા છે. અને મારા-તમારા જેવા બધુ જોઈને પણ કઈક કરવાને બદલે નપુંશકની જેમ સહન કરી રહ્યા છે..

    દેશ આજે ૧૨૧ કરોડ નાગરિકનો નહીં પરંતુ લગભગ ૧-૨ કરોડ લુચ્ચા- બદમાશ લોકોનો બની ગયો છે.. બાકીના બધા તો આ બદમાશોના એશો-આરામ પૂરા કરવાનું સાધન માત્ર બની ગયા છે..

    ઘણી વાર એક વિચાર આવે છે અને દિલમાં ધ્રુજારી અનુભવાય છે કે ‘શું મારા ભારતની સ્થિતિ ક્યારેય નહીં બદલાય?’ પૂરી દુનિયા આગળ વધી રહી છે..લોકો અમુલ્ય જિંદગીનો આનંદ ઉઠાવી રહયા છે અને આપણે રોજ સવારે newspaperમાં scam માં સમાચાર વાંચીને જીવ બાળયા કરીએ છીએ.. ઘણીવાર એવો વિચાર ઘીન્ન આવી પણ જાય છે કે આના કરતાં તો europe countriesમાં ક્યાક જન્મ્યો હોત તો સારું હોત!!

    ભારત હજુ પણ સમસ્યાઓ માઠી આગળ નથી આવતો એનું એક કારણ દેશ પર હજી પણ વર્ચસ્વ લંપટ બુઢઢાંઓનું રાજ છે. આજે ભારતમાં જેટલા બુઢઢાં રાજકારણીઓ છે એટલા કોઈ દેશમાં નથી. બસ, આજ મુદ્દે મોટી ખોટ છે. આજના જમાનામાં જ્યારે ૪-૫ વર્ષે generation change થઈ જતી હોય ત્યાં આ બુઢઢાંઓ દેશને શું ઉખાડીને આપવાના છે??!

    કાશ, ભગવાન કરે અન્નાજીની પાર્ટી જીતીને દેશને પાછો વાળે.. બાકી, લબાડ કોંગ્રેસ કે ખાંધી BJP પાસેથી તો કોઈ આશા નથી..

    સાચ્ચે જ આ દેશ ભગવાન ભરોષે ચાલે છે..

    Like

     
  38. મનસુખલાલ ગાંધી

    September 6, 2016 at 6:22 AM

    એક આક્રોશભર્યો બહુ સુંદર લેખ છે..

    Like

     

Leave a comment