RSS

પપ્પા @ ૭૫ : મારા ‘પરિવાર’નું એકમાત્ર સ્વજન..!

28 Jun

આજે જેઠ વદ બારસ. પંચાંગની તિથિ મુજબ મારા પપ્પાને ૭૫ વર્ષ પૂર્ણ થયા. તારીખ મુજબ એક દિવસ પછી ૩૦ જૂન, ગુરુવારે ૭૫ વર્ષનું અમૃતપર્વ પૂરું કરશે. લહેરથી જીવવા જેટલી કમાણી છે, પણ મોટા ઉત્સવો ઉજવવા જેટલું ગજું નથી. એટલે આ અમૃતપર્વની ઉજાણીની શરૂઆત રીડરબિરાદરોના પ્યારા અને પહોળા પરિવાર સાથેના શબ્દોત્સવથી. 😀અહા ! જિંદગી’ ઓક્ટોબર ૨૦૦૮ના દિવાળી અંક માટે દિપક સોલિયાએ પ્રેમાગ્રહથી પપ્પા પર જે લેખ લખાવ્યો, એ ૨૦૦૯માં મૃગેશભાઈએ એટલા જ ઉમળકાથી ‘રીડગુજરાતી’ ઉપર મુકેલો, જેમાં એણે ચિક્કાર હિટ્સ મળી. એ જ લેખ જરાતરા પૂરક માહિતી સાથે મુકું છું. એ છપાયા પછી ફેફસાના ઘસારા ઉપરાંત પપ્પાને આ વર્ષે બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો, જે સદભાગ્યે રીવર્સ થયો, અને બંને ઘૂટણમાં સંધિવાની તીવ્ર અસર છે. મારે આ વર્ષે એમને લઈને  એમને ગમતા દેશો ફેરવવા છે, પણ એમને થોડો વધુ થાક લાગે છે. દાંતનું હવે ચોકઠું પણ બનાવવાનું છે. મારી જંજાળ વધતા એમની સાથે ઓછો સમય વીતાવવાનો ગિલ્ટ મને ય સતાવે છે. હશે, જીન્દગી હર કદમ એક નઈ જંગ હૈ. પણ એ ૭૫ના પડાવ પર ભારે તકલીફો વેઠીને ય પહોંચ્યા છે. ભૂલો ઘણી કરી છે, પણ શાંત સરળ પ્રેમ એનાથી થોડોક વધુ કર્યો છે. 😛 આ જગતમાં મને સૌથી વધુ ચાહતી એ એકમાત્ર હયાત વ્યક્તિ છે. એમને આ જાહેરમાં પ્રણામ કરું છું, વ્હાલ કરું છું. મારા અત્યારના ઘરના નમ્બર ૦૨૮૨૫-૨૨૩૭૭૬ પર એ બપોરના આરામ સિવાય ઉપલબ્ધ જ હશે. કોઈને એમની સાથે પણ વાત કરવાનું મન થાય તો….આ એટલે લખ્યું છે કે એમને માટે, એમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મારા તરફથી એમને જે ભેટ આપી શકાય – એ આપ બધાની દુઆઓ અને શુભેચ્છાઓ છે. એમનાથી અડધી ઉંમરે હું એક શબ્દ પચાવતા શીખ્યો છું. ઇન્શાલ્લાહ ! ઇન્શાલ્લાહ, એમનો છાંયડો મારા તાપને વર્ષો સુધી ટાઢક આપતો રહે….ઇન્શાલ્લાહ, એમને આપ બધા મૌન શુભેચ્છા પણ દિલથી પાઠવો, એનાથી વધુ સરસ રીતે જીવવાનું બળ મળે…અને લાંબુ તંદુરસ્ત સુખી જીવન મળે..આભાર 🙂

મારા પપ્પાનું આખું નામ લલિતચંદ્ર જીવાભાઈ વસાવડા. મારા પપ્પાએ જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં ગુજરાતી સાહિત્યમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી જૂનાગઢ, વેરાવળ, ભાવનગર, રાજકોટ નોકરી કરીને ગોંડલ કૉલેજમાં અધ્યાપક તરીકે નિવૃત્તિ લીધી. મારા પપ્પાને બે બહેનો અને પાંચ ભાઈઓ હતાં એ તમામમાંથી ફક્ત સૌથી નાની વયના પપ્પા આયુષ્યના સાતમા દાયકામાં હયાત છે. મારા પપ્પાની આંખે ચશ્માં છે. માથે થોડી ટાલ છે. હવે દાઢી પણ રાખે છે. …શું આ છે મારા પપ્પા ? પપ્પા એટલે નામ ? પપ્પા એટલે દેખાવ ? પપ્પા એટલે પદ ? પપ્પા એટલે જૉબ ઍન્ડ એવોર્ડસ ? પપ્પા એટલે બાયોડેટા ? હું આ લખું છું ત્યારે પપ્પાએ પાણી ભરીને સિન્કમાંથી વાસણ ગોઠવી લીધાં છે, ને ટીવી પર ગુજરાતી સમાચારને વાર હોઈ એક અખબાર વાંચે છે. આવતીકાલે રસોઈવાળાં બહેન આવવાનાં નથી, એટલે દાળ-શાક પપ્પા વઘારશે. યસ, આ છે મારા પપ્પા ! હમારી સચ્ચી કહાની યહાં સે શુરૂ હોતી હૈ ! કમ ઑન ઈન !

યુ નો વ્હોટ ? એક જમાનામાં પપ્પાનું જૂનાગઢ શહેરમાં નામ હતું. વિદ્યાર્થીઓ એમની પાસે ન ભણતા હોવા છતાં કશુંક જાણવા આવતા. એડવોકેટ નિરૂપમ નાણાવટીથી ડૉક્ટર ઉર્વીશ વસાવડા જેવી ગુજરાતભરમાં જાણીતી પ્રતિભાઓથી લઈને કોઈ ગુમનામ આદમીને પણ અચાનક એમને આદરપૂર્વક પગે લાગતા જોઈને મનેય નવાઈ લાગી છે ! એમણે ક્યારેય, રિપિટ, ક્યારેય આ વાતો ઘરમાં કરી નથી. જાણે એ એમનું યૌવન ઈરેઝરથી છેકી નાખવા માગે છે.

પણ સાઠના દાયકામાં જૂનાગઢમાં એમની ટેલન્ટના ટકોરા ગિરનારની તળેટીના ઘંટારવ કરતાં વધુ વાગતા ! હિન્દી કવિતા માટે એમને જવાહરલાલ નહેરુના હાથે ચન્દ્રક મળેલો, (જે હુ જોઉં એ પહેલાં વેચાઈ ગયો હતો !) મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, ગોવિંદ ગઢવી, પ્રફુલ્લ નાણાવટી ઈત્યાદિ નામાંકિત સર્જકોને પતંગિયા બનવા માટેનો કોશેટો આપતી ‘મિલન’ સાહિત્ય સંસ્થા જૂનાગઢમાં ચાલતી. અમૃત ઘાયલ, રૂસ્વા મઝલૂમી અને તખ્તસિંહ પરમાર જેવા દિગ્ગજો એમાં સક્રિય રહેતા. આ ‘મિલન’ના અનસંગ હીરો જેવા પાયાના પથ્થર પપ્પા હતા. એની બેઠકો એમના ઘેર યોજાતી. એ સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ખૂંપેલા રહેતા. એમની પાસે સંસદસભ્યોથી લઈને સામાન્ય ગણાતા લોકો નાટકોની અને ભાષણોની સ્ક્રિપ્ટ લખાવવા આવતા. રતુભાઈ અદાણી અને ચિત્તરંજન રાજા જેવા જૂની પેઢીના ધરખમ આગેવાનોને પપ્પાને મળવા અને અંગત આયોજનોનાં આમંત્રણ પાઠવવા આવતાં મેં નજરે જોયા છે.

મેં એમની જૂની ફાઈલમાં પીળાં, ભુક્કો થઈ જતાં પાનાઓમાં લખાયેલી અને ક્યાંક છપાયેલી વાર્તાઓ જોઈ છે. પણ એમને કશુંય લખતા નથી જોયા. એમને સાંભળવા એ લહાવો ગણાતો, એવું સાંભળ્યું છે. પણ એક-બે વખતનાં મારી સાથેનાં વ્યાખ્યાનો સિવાય એમને સાંભળ્યા નથી.
કેમ ? બસ એમ જ.
મમ્મી કહેતી કે, મારા જન્મ અને એમના જીવનમાં મમ્મીના પ્રવેશ પહેલાં જ મારા દાદીબા બીમાર પડ્યાં. એમને પેરેલિસિસ થયું. બધાં સંતાનો નોકરી-ધંધા માટે બહાર હતાં. પપ્પાએ પાંચ વર્ષ માટે ભેખ લઈ લીધો. સિવિલ સર્વિસમાં સ્યોર ગણાતી કરિયર છોડીને સાહિત્ય અપનાવી લીધું. એમની સેવામાં જ એ (રોટલી સિવાયની !) રસોઈ કરતાં શીખી ગયા, મોટી ઉંમર સુધી અપરિણીત રહ્યા. મમ્મી એમ પણ કહેતી કે આ માતૃસેવા જ એમણે – ફ્રેન્કલી સ્પીકિંગ, મોટે ભાગે સામે ચાલીને નોતરેલી ! – આફતો સામે ઢાલ બનીને એમને બચાવે છે. હમ્મ્મ… પપ્પાની જિંદગીમાં ત્યારે બીજું શું થયેલું ? બસ, એ રહસ્યકથા છે. કારણ કે, એ વખતે તો મમ્મી પણ નહોતી કે જે મને કહી શકે….. અને પપ્પા કશું કહે ? સામે ચાલીને ? માખણબાજી કરો કે મુક્કાલાત… નો વે !

ઈનફેક્ટ, પપ્પા મરોડદાર અક્ષરોએ હું નાનો હતો ત્યારે તાલીમના ભાગરૂપે મને નિબંધ લખી આપતા, વક્તૃત્વની સ્પીચ પણ લખી આપતા…. પણ દરેક બાપ એના દીકરાને પોતાના જેવા બનાવવાની કામના રાખે છે. અને દરેક દીકરાની છાતીમાં એક ધરબાયેલી ક્રાંતિ હોય છે કે હું મારા જેવો બનીશ, બાપ જેવો નહિ ! કોયડો વિચિત્ર છે. હું સાડા ત્રણ દાયકાની જિંદગી લેક્ચરર, પ્રિન્સિપાલ, ફુલટાઈમ રાઈટર એન્ડ પોપ્યુલર પ્રોફેશનલ સ્પીકર બની ગયો ! વાચન અને શબ્દોની સંગત લોહીમાં ભેળવીને ! શું આ એ જ અધૂરી કહાની હતી પપ્પાની…. જે વિધાતાએ મારા પાત્રમાં આગળ વધારી ? જવાબ સહેલો નથી. સીધો નથી. સ્પષ્ટ નથી. કારણ કે, સમજણા થયા પછીની મારી પહેલી જીદ એ હતી કે પપ્પાની લખવા-બોલવામાં બિલકુલ મદદ ન લેવી ! અરે, ગુજરાતી ભાષા અંગે પણ પુસ્તક કે અન્ય કોઈ મિત્રને પૂછવું. આમ પણ, મારા સબ્જેક્ટ્સ જુદા. ઈન્ટરેસ્ટસ જુદા. એમને સાયન્સ, કે ફિલ્મ્સ કે સ્પોર્ટસમાં રસ પડે નહિ (હા, મને રસ પડે એટલે બચપણમાં કંપની ભરપૂર આપે !) મારા એ મનગમતા વિષયો ! સામાન્ય સંજોગોમાં હોય છે એવા ‘સલાહશોખીન’ પિતાની ભૂમિકા તો એમણે સામે ચાલીને સલાહ માગો તોય ભજવી નથી ! (લકી મી!) માટે બીજા ઘણા યંગથિંગ્સને જે પપ્પા નામનું પ્રાણી સ્પીડબ્રેકર બનીને પજવ્યા કરે એ કદી બન્યું નથી ! મને અંગત રીતે ઓળખનારા જાણે છે કે મારું વ્યક્તિત્વ, મિજાજ અને ગમા-અણગમાનું ઘડતર મારી મમ્મી મુજબ થયું છે. મારા સિદ્ધાંતો, નીતિમત્તા, સારા-ખરાબનો નીરક્ષીરવિવેક, સચ્ચાઈ, ક્રોધ, જરા કડવી લાગે તેવી સ્પષ્ટ જબાન, બળવાખોરી… કમ્પ્લિટ વેલ્યુ સિસ્ટમ મમ્મીને આભારી છે. રિમેમ્બર, વાત માતાના પ્રેમની નથી. સિલેકશન ઑફ પેરેન્ટિંગ રોલ મોડલની છે.
તો પછી પપ્પાનું પ્રદાન ?

પહેલું તો તમે જેના થકી આ વાંચો છો તે. ભાષા, સાહિત્ય, કળા અને અભિવ્યક્તિ. પપ્પાની એ સમયે જે સૂઝસમજ હતી ત્યારે ઈન્ટરનેટ કે ડીવીડી તો શું, ટીવીનો પણ અણસાર નહોતો. એકમાત્ર સંતાન તરીકે મને ઘેર ભણાવવાનો નિર્ણય લેવાયો. શિસ્તાગ્રહી શિક્ષકની મુખ્ય ભૂમિકા મમ્મીની, પણ એ માટેની દષ્ટિ અને માહોલ પપ્પાનાં, બેહદ તંગ આર્થિક સ્થિતિમાં ઘરને જ લાયબ્રેરી બનાવવાનું સપનું એમણે સાકાર કર્યું. કોઈ જ વ્યસન નહિ. મને યાદ નથી એમણે પોતાના માટે શર્ટ તો ઠીક, ચંપલ પણ જાતે ખરીદ્યાં હોય ! પણ હું નાનો હતો ત્યારે રોજનું એક પુસ્તક બહારથી અચૂક લેતા આવે ! ઘેર આવે એટલે થેલી ફંફોસવાની, અને ચોકલેટની ટેવ તો કોલેજિયન બન્યા પછી પડી ! પપ્પાની પસંદગીથી બાળસાહિત્યની એક સનાતન સૃષ્ટિને સજીવન થતી જોઈ. એમણે રમણલાલ સોનીથી હરીશ નાયક જેવા લેખકો, બુલબુલની સફારી સુધીનાં મેગેઝિન્સ, અમર ચિત્રકથાથી ઈન્દ્રજાલ કોમિક્સ સુધીની ચિત્રવાર્તાઓ…. તમામનો પરિચય કરાવ્યો. મને ગમતાં પુસ્તક, મેગેઝિન, કેસેટ માટે ટાઈટ બજેટ છતાં નો લિમિટ ! તમામ પ્રકારનાં પુસ્તકો-સામાયિકો વસાવવાનાં…. ફાઈલ કરી વ્યવસ્થિત ગોઠવવાનાં ! (આજે એમની આ ક્ષમતા સાવ ક્ષીણ છે, અને વસ્તુઓ ઠેકાણાસર ન ગોઠવવા માટે મારે એમના પર વારંવાર તાડૂકવું પડે છે !) રોજ રાત્રે સૂતાં પહેલાં મમ્મી-પપ્પા વારાફરતી વાર્તા કહે. પપ્પા રેલવે સ્ટેશને દૂધની ચમચી લઈ, ટ્રેન બતાવીને મને પિવડાવે ! રમકડાની ટ્રેનનું બોક્સ ખરીદીને પકડાવી દેવું, અને રોજ સાચુકલી ટ્રેનના દર્શનાર્થે દીકરાને તેડીને જેવું, એ વચ્ચે બંને પ્રકારની ટ્રેનોમાં હોય એવો અને એવડો મોટો ફરક હોય છે ! કશીક સરસ ફિલ્મ હોય તો (પોતાને જરાય શોખ ન હોવા છતાં) થોડા મોટા થયા પછી ગોંડલથી રાજકોટ લઈ જાય. મારા બચપણના ફ્રેન્ડસ જ બે : મમ્મી અને પપ્પા.

સુપરમેન કે ટારઝન, વોલ્ટ ડિઝની કે જૂલે વર્નનો પ્રથમ પરિચય એમને આભારી. એમને બદલાતી ટેકનોલોજી અને સાયકોલોજી બહુ સમજાઈ નહિ. પણ એ તો જૂની પેઢીના નવ્વાણું ટકા લોકોને નથી સમજાતી. પણ એના પરિણામે એ લોકો નવીન પરિવર્તનના, સંતાનોના સ્વાતંત્ર્યના વિરોધી બની જાય છે. પોતે પાછળ પડી ગયા, એટલે બીજા આગળ નીકળવા જ ન જોઈએ એવી વિકૃતિથી વાંકદેખા અને પ્રતિબંધશૂરા બની જાય છે. પપ્પાએ એટલી મોકળાશ આપી કે ક્યારેક તો જેન્યુઈનલી એવું ફીલ થાય કે આના કરતાં થોડાક કડક, થોડાક વ્યવહારુ, થોડાક ‘તૈયાર’ હોત તો વધુ ગમત ! આપણને પણ આ ‘જીવનજરૂરી’ કૌશલ્યો ઘેરબેઠાં (અને ખૂબ વહેલાં) શીખવા મળત ! પપ્પાને સાઈકલ પણ આવડે નહિ ! (થોડા ધૂંધવાટ અને થોડી મસ્તીમાં હું કાયમ ફરિયાદ કરું – તમારે લીધે મને ઝટ કોઈ વાહન ચલાવતાં આવડ્યું નહિ ! દીકરો પહેલું વાહન તો બાપ પાસેથી શીખેને !) ગણતરી અને હિસાબમાં પહેલેથી બેધ્યાન લાગે એટલે કાચા ! (થેન્ક ગોડ ! નાક ઉપરાંત આ વારસોય મને મળ્યો, હું બહુ ‘પ્રેક્ટિકલ’ કહેવાય એવો ‘વેપારી ગણતરીબાજ’ ન થયો !) એમના વિદ્યાર્થીઓ આજેય યાદ કરે એવા ભણાવવામાં ઉત્તમ, રસાળ અને અભ્યાસપૂર્ણ વક્તા (અલાયદા વિષયમાં પણ આ પરંપરા પેઢી દર પેઢી સચવાઈ છે !) દિલીપકુમાર (અને પછી મારે લીધે અમિતાભ) એમના પ્રિય અભિનેતા. તલત મહેમૂદ પ્રિય ગાયક. ગઝલો અને વિવેચનના શોખીન. પણ મારા માતા-પિતાએ મને એવો અનકન્ડિશનલ લવ આપ્યો છે કે આટલાં વર્ષોમાં કદી પોતાની પસંદગી અંગે હરફ નહિ ઉચ્ચારવાનો ! એને બસ, ઓગાળી દેવાની !

પપ્પાએ ક્યારેય, કદી પણ મારા પર ‘પોપ’ગીરી કરી નથી. હાથ ઉપાડવાની વાત તો દૂર, કદી ઊંચે સાદે બોલ્યા પણ નથી ! પપ્પા પર સતત મેં જ હુકમો ચલાવ્યા છે, અને એમણે એ પડ્યો બોલ ઝીલ્યો છે ! એમનું કાર્ય હું જે કંઈ કરું એમાં ‘સપોર્ટ સિસ્ટમ’ બની રહેવાનું. એમની પાસેથી સ્ત્રીસ્વાતંત્ર્યની ફેન્સી ચળવળોમાં પણ નથી, એવું નારીસન્માન હું શીખ્યો. વર્ષો સુધી એ દશ્યો જોયાં છે કે મમ્મી રોટલી વણે ત્યારે પપ્પા કૂકર મૂકતા હોય. મમ્મી-પપ્પા સાથે મળીને વાસણ માંજતાં હોય કે સફાઈ કરતાં હોય, નાના બાળકને પણ માનાર્થે બોલાવવાનાં. (આજેય અમારી શેરીનાં બાળકો એમની પાસે ‘લાગો’ ઉઘરાવે એમ ફ્રૂટ માંગવા લાડ કરતાં આવે !)

આજની તારીખે પણ એમનો વાચનશોખ બરકરાર છે, અને અખબારી સમાચારોથી લઈને વિશ્વસાહિત્ય સુધીનાં (પુસ્તકો માગીને નહિ, લાયબ્રેરીમાંથી કે ખરીદીને જ લેવાં એ આદત સાથે) એમણે રોપેલાં મૂળિયાં મને કામ લાગ્યાં છે. ‘ઝગમગ’થી લઈને ‘ઝેન’ ફિલસૂફી સુધીની દુનિયામાં હું બહુ વહેલો પ્રવેશીને નાની ઉંમરે આગળ નીકળી ગયો, એ ‘લીવરેજ’ પ્લસ ‘માઈલેજ’ના સાયલન્ટ આર્કિટેક્ટ એ ! એમાં પણ કોઈ જ કર્તવ્યભાવના નહિ. ‘હું’ને એમણે કદાચ 1973ની દશેરાની રાત્રે જ મારામાં ઓગાળી દીધો હતો. એમના ઈન્ટરસ્ટેશિયલ લંગ ડિસીઝની સારવાર કરતા તબીબ મિત્ર ડૉ. પાર્થિવ મહેતા ઓફિશિયલી કહે છે : એમનો શ્વાસ યોગીનો શ્વાસ છે ! અલબત્ત, ચૈતન્યમાં આસ્થાવાન પપ્પા ક્યારેય ધાર્મિકતામાં ડૂબ્યા નહિ. એટલે જ ધર્મ પ્રત્યે ઝનૂનને બદલે કૂતુહલથી નિહાળવાના સંસ્કારમાં હું રંગાયો. પ્રાણાયામ કે પૂજાપાઠ એ કશું કરે નહિ. યજ્ઞોપવીત ન પોતે લીધી, ન મેં. પણ શિવમંદિરે જવું એમને ગમે. સ્પષ્ટ સંસ્કૃત ઉચ્ચારોમાં શક્રાદય સ્તુતિ કરે. ઉર્દૂ રૂબાઈઓ અને જિબ્રાનની અંગ્રેજી ફિલસૂફી પણ એટલા જ રસથી કંઠસ્થ. એમની ઉંમરના ઘણા લોકો માત્ર એમના રમૂજી/સત્યઘટનાત્મક એનેક્ડૉટ્સ સાંભળવા એમને બોલાવે. હિંમતભાઈ વૈદ, ડૉ. માત્રાવડિયા જેવી પ્રસંગોપાત્ત સોબત ખરી. પણ બેઝિકલી, પપ્પાને કોઈ જ દોસ્ત નહિ. ઔપચારિક વાતો સાવ ઓછી કરે. મારા મિત્રોની સાથે વાતો કરે, પણ હળવી રમૂજની. વ્યવહારકુશળતામાં તદ્દન નરસિંહ મહેતા. ભાઈબંધો છે નહિ. હા, કૌટુંબિક ભાણેજ-ભત્રીજા-ભત્રીજીના પરિવાર સાથે આત્મીયતા ગાઢ. પણ કદી કોઈના ઘેર જવાનું નહિ. મમ્મી ગયા પછી પપ્પા સાવ એકલા. મારા દોસ્તોમાં મારી ગેરહાજરીમાં ચેતન જેઠવા, શૈલેશ સગપરિયા, ઈલિયાસ શેખ, હિતેશ સરૈયા, મનીષ બૂચ, દીપ વગેરે સાથે નિરાંતે બેસે. બાકી મારા બધા ફ્રેન્ડસ ‘માસા’ને લાગણીથી બોલાવે. કોઈ અંકલ/કાકા ન કહે. કારણ કે, મૂળ તો બધા ‘માસી’ (મમ્મી)ના લાડકા ! હા, પપ્પાની સૌથી વધુ નજીક (ઈનફેક્ટ, મારાથી પણ વધુ નજીક !) હોય તો મારા – પ્રદીપમામા. સાળા-બનેવી વચ્ચે વાત ઓછી થાય પણ મૌન સંવાદ સતત વહેતા ઝરણા પર ઝૂકેલી ડાળીની માફક થતો રહે.

ઉંમરના એક વળાંક પછી દરેક બાપ-દીકરા વચ્ચેનો સંબંધ ‘લવ-હેટ’નો થઈ જતો હોય છે. પિતાનો ઝુકાવ ‘લવ’ તરફ, પુત્રનો ‘હેટ’ તરફ. મારા અત્યંત અંગત સ્વજનો અને અમે બંને બાપ-દીકરો જાણીએ છીએ કે ‘શક્તિ’ના દિલીપ-અમિતાભ કરતાં એકદમ ‘રિવર્સ’ એવા અમારા બંને વચ્ચેના કાયમી કોન્ફિલક્ટ પોઈન્ટસ કયા છે, શા માટે છે. આ બાબતમાં વી એગ્રી ટુ ડિસએગ્રી ફોરએવર. પરેશ રાવલની ‘મેરે બાપ પહેલે આપ’ની માફક જ હું રોજ જોરશોરથી પપ્પા પર ખીજાતો હોઉં છું. કોઈ ફાયદા-કારણ વિના માત્ર મને રાજી રાખવા જુઠ્ઠું બોલવાની એમની આદત પર મને ચીડ ચડે છે. (છેલ્લા થોડા સમયથી એમાં આંતરખોજ થતા મારો અભિગમ બદલાયો છે, હવે હું એમને રાજી રાખું છું. ટપાટપી કરતો નથી, ને સતત એમની ભૂલો પર ચોંટી રહેવાની ભૂલ કરતો નથી.) પપ્પાને ખૂબ ભાવતા ગળપણ જેવા ગળચટ્ટા (વાંચો, ઢીલા-પોચા) અભિગમથી હું અકળાઉં છું. બાકી, ત્રણ દાયકાની નોકરી પછી નિવૃત્ત થયેલો માણસ 10 વર્ષે સરકાર પેન્શન મંજૂર કરે, એની રાહમાં ચુપચાપ બેસે ? (આ અલગ કથા છે. ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકાર સામે લાંબી કાનૂની લડત પછી ગયા વર્ષે કેસ જીત્યા અને એમને પેન્શન મળ્યું. જે મને આપી દીધું, નવા મકાન માટે.) પણ એ તો અપરિણિત દીકરા અંગેના એકમાત્ર અરમાન અંગે પણ ચિંતાતુર છતાં ચૂપ છે. ખામોશી એ પપ્પાની પ્રકૃતિ છે, પોતાની પ્રેમકહાની વિશે, આવડત વિશે, ભૂલો વિશે…. એ ખામોશ રહે છે. બીમાર પડે, પીડા થાય તો પણ ખામોશ જ રહે છે ! ખુદની વેદના અંગે ખામોશ પપ્પા મને ઉધરસનું ઠસકું આવે તો પણ વ્યાકૂળ થઈ જાય છે. ફોન પર મારું કોઈ મનોમંથન સાંભળીને એમની તબિયત ખરાબ થઈ જાય છે ! એમનો નિર્લેપ સાક્ષીભાવ માત્ર મારી સાથે જ જોડાયેલા જીવનતંતુથી ખળભળે છે !

વેલ, ધેટ્સ વ્હાય આઈ લવ હિમ. પપ્પા એટલે મારા મોબાઈલમાં ‘હોમ કૉલિંગ’ ઝબકે ત્યારે સંભળાતો અવાજ. પપ્પા એટલે મધરાતના ત્રણ વાગ્યે જાગીને મારી રાહ જોતી બે કરચલિયાળાં પોપચાંવાળી ઊંડી ઊતરેલી આંખો. પપ્પા એટલે મારી સફળતાનો મૌન ઉમળકો. પપ્પા એટલે… જેમને પ્રેમ કરવા કે દર્શાવવા માટે આટલા બધા શબ્દોની જરૂર નથી, એ ! :-“

 
87 Comments

Posted by on June 28, 2011 in personal

 

87 responses to “પપ્પા @ ૭૫ : મારા ‘પરિવાર’નું એકમાત્ર સ્વજન..!

  1. sanket

    June 28, 2011 at 11:00 PM

    જયભાઈ આપના પપ્પાને ૧૦૦ વર્ષ પૂરી તંદુરસ્તી સાથે જીવવા મળે એવી દિલથી શુભકામનાઓ…

    Like

     
  2. himmatchhayani

    June 28, 2011 at 11:00 PM

    vaah,.. nice …

    Like

     
  3. Alpesh Bhalala

    June 28, 2011 at 11:03 PM

    મને યાદ નથી મેં આ લેખ (દંતકથા?!) કેટલામી વખત વાંચ્યો હશે. દર વખતે એવો ને એવો તાજો! પપ્પાનો શીતલ પવન તમને કાયમ મળી રહો. એમની તબિયત હમેંશ સારી રહે અને વિદેશ યાત્રા પર આવો તો ચોક્કસ અમનેય લાભ આપો. અમારા વતી ખુબ ખુબ જન્મદિન મુબારક !

    Like

     
  4. Yashpalsinh Gohil

    June 28, 2011 at 11:09 PM

    Superb Article jay Bhai…May god gives very Healthy Life to him ahead…..Thanks For Writing about Uncle….Really Heart touching….Happy Birthday to Uncle…

    Like

     
  5. Nirav Sojitra

    June 28, 2011 at 11:10 PM

    Khubaj saras jivan jivata “MASA”. & Aava gujarati lekhak gujarat ne aapava mate khub khub aabhar

    Like

     
  6. Kunjal D Little Angel

    June 28, 2011 at 11:18 PM

    લેખક સાહેબ,
    આપના પપ્પાને લિટ્લ કુંજલના સાદર પ્રણામ પાઠવ્શો.
    વધરે શ્બ્દો નથી મારી પાસે
    હા એટ્લું જરુર કહિશ.. પપ્પા મમ્મી શું હોય.. એમનું મહત્વ મારાથી વધારે કોઇ નહિ જાણતું હોય..
    આજે તમ્ને અને પપ્પા બન્નેને મળવાનું મન થઈ ગયું 🙂

    શુભેચ્છા સ્વીકાર્શો..

    om

    Like

     
  7. manhar87

    June 28, 2011 at 11:20 PM

    “મમ્મી જો લાઈફની મેન્ટોર હોય,તો પપ્પા લાઈફના કેનવાસના પેઈન્ટર હોય છે.ચુપચાપ રંગો પૂરતા જાય છે…”

    સાચું ને?પપ્પા ના મામલે હું પણ તમારી જેમ જ અનુભવ ધરાવું છું.ભાષા અને પ્રસ્તુતિના મૂળિયાં પપ્પાના જ છે…એમને ખર્વો અબજો શુભેચ્છાઓ એમના સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે…

    Like

     
  8. manniss

    June 28, 2011 at 11:29 PM

    sir tamara 2 lekh hu mari personal file ma 8-10 copy kari ne rakhu 6u hamesa mate—- 1) mummy a candle in the wind-zanjavat ma minbati
    2) aa upar no lekh.

    mane lage k koi ne vachva mate kai gift aapu to hu aani 1 copy aapu 6u.
    mahan 6okara karava mate keva maa-bap banvu enu sresth example mane aa be lekh lage 6e

    Thx- manniss

    Like

     
    • angel88sandipip

      June 30, 2011 at 10:03 AM

      1) mummy a candle in the wind-zanjavat ma minbati
      aa lekh ni copy mane pan mikal jo.

      Like

       
  9. jahnvi antani

    June 28, 2011 at 11:31 PM

    speech less.. u r absolutely right jaybhai…k પપ્પા એટલે… જેમને પ્રેમ કરવા કે દર્શાવવા માટે આટલા બધા શબ્દોની જરૂર નથી, એ ! :-”….. bahuj sundar… shabdo lagni n bhav… tamara pappane aa shubh janmdine..ishvar dirghayushya ape evi prarthana..

    Like

     
  10. Kinjal Mehta

    June 28, 2011 at 11:53 PM

    જયભાઈ આપના પપ્પાને લાંબા આયુષ્ય અને સુંદર સ્વાસ્થ્ય માટે અંતર ની ખુબ ખુબ શુભેચ્છાઓ ………..

    Like

     
  11. Rakshit Pandit

    June 29, 2011 at 12:03 AM

    આપના ઉપર આ છત્રછાયા હમેશ માટે સલામત રહે….
    શતમ જીવ શરદ:||
    તમે ખૂબ નસીબદાર છો કે જીવનની પાઠશાળાનો એકડો તમે તમારા પપ્પા પાસે થી ઘુટતા શીખ્યા.
    તમારા લખાણમાં પ્રગટ થતી ઘણી બાબતો નો જવાબ આ લેખમાંથી મળી ગયો….
    એમના દીર્ઘાયુ અને આરોગ્ય માટે ખુબ ખુબ ખુભેચ્છાઓ.
    અમે એમના માટે પ્રાર્થના કરીશું.

    Like

     
  12. bansi rajput

    June 29, 2011 at 12:15 AM

    JV sir…. Wish u both all the happiness lots lots of love very good health n wealth…… God bless u…:)

    Like

     
  13. Ajay Patel

    June 29, 2011 at 12:24 AM

    jst superb

    Like

     
  14. Dr. Dharitri Solanki

    June 29, 2011 at 12:25 AM

    Just Amazing…….!!!!!!!!
    Speechless……………………………
    May God bless him with a happy n healthy life……………….

    Dharitri

    Like

     
  15. sumitbenarji

    June 29, 2011 at 12:46 AM

    જયભાઈ,

    આપનો આપના પિતાજી પ્રત્યેનો પ્રેમ શબ્દેશબ્દમાં ઝલકે છે,એ વિષે વધારે કઈ કહેવાની જરૂર જણાતી નથી! આપના પિતાશ્રીના સ્વાસ્થ્ય અને દિર્ઘાયુ માટે પ્રભુને પ્રાર્થના.આ સુંદર લેખ અમારી સાથે શેર કરવા બદલ આભાર.

    Like

     
  16. hiren bhatt

    June 29, 2011 at 12:51 AM

    khubaj saras lekh che, jay sir,

    maari angat vaat kahu to mari ane tamari story to base same che (even pappa ne pan 5 bhai nu ane 4 bahen nu family che ane pappa sauthi mota) pan mara pappa no nature “MASA” karta saav virudhh che, ekdum gussa vada che pappa pan etlaaj laagnishil, ha pan mummy na gaya pachi ekdum mummy jeva nirmal ane sant bani gya, gharma hu sauthi nano etle mara padya bol jilay,
    ane have mara marriage pachi emno swabhav sant thai gayo che, mari ane disha ni ekaj ichha che ke temne sachviye ane temni prem rupi zarna ne pitaj rahiye nirantar, mari upar vada ne ekaj prarthna che ke temnu swathya saru rakhe,

    (kyare k pappa mane em kahe ke have maari umar thai gai have mara thi aa kam na thai sake to hu temne amitabh bacchhan nu name api ne motivate karu ke te haju pan filmo ma actress sathe dance kare che ane acting kare che even fighting also, to tame sukam nai,)

    Like

     
  17. saksharthakkar

    June 29, 2011 at 12:55 AM

    Happy B’day to the Big V… 🙂

    Like

     
  18. Parth

    June 29, 2011 at 2:12 AM

    Moving!!! Happy birthday to ure dad… JV. God bless him

    Like

     
  19. Minal

    June 29, 2011 at 2:31 AM

    My Heartily long life and healthy wish to Big V. Happy Birthday and may God fulfill all those wishes you want to fulfill for your ‘Pappa’ . 🙂
    After reading initial..emotional writing i don’t know how to explain my wishes and prayers for him in the words but there always good wishes to be.
    On every father’s day i wants to read smthing on father ( this yr. too) but u’ve written or substitute every father’s day article in just ‘One’. Every & each reader can find many or sm glimpses of their father in this all time fabulous article.
    Tonnsss of wishes for him. 🙂

    Like

     
  20. ravee

    June 29, 2011 at 6:12 AM

    hearty wishes to the Anchor of JV’s unsinkable Warship;-)

    Like

     
  21. Krutarth Amish

    June 29, 2011 at 6:42 AM

    જયભાઈ,

    પ્રણામ સહ જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ. ઈશ્વર એમને ખુબ જ લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય આપે.

    Like

     
  22. godandme

    June 29, 2011 at 7:10 AM

    superb!!! happy birthday to dadaji, and have a blast today 🙂 good morning..

    Like

     
  23. Envy Em

    June 29, 2011 at 7:51 AM

    જયભાઈ, પ્રથમ તો માસા કહેતા ‘લલિતચંદ્ર’ એવા તમારા પિતાજી ને ૭૫ માં જન્મદિને સાદર પ્રણામ. ગોંડલ ના તમારા ઘરે કદાચ ૨ વખત, તેમને મળવા નું સૌભાગ્ય મળ્યું છે. ફોન ઉપર તો ઘણી વખત શાંત અને પ્રેમાળ અવાજ સાંભળ્યો છે. (મારી આદત હોવાથી) ક્યારેય સામે વાળા ને તકલીફ પડે તેવા સમયે ફોન નથી કરતો પરંતુ, જયારે પણ કર્યો હોય ત્યારે, શાંત અવાજ જરૂરી માહિતી આપે જ કે – જયભાઈ લખે છે, જયભાઈ બહાર ગયા છે તો રાત્રે ફોન કરશો, તમારી પાસે મોબાઈલ નમ્બર છે તો વાત કરી લો, વગેરે વગેરે. મુદ્દો એ કે, ક્યારે પણ અવાજ માં ઉશ્કેરાટ, અવગણના કે ગુસ્સો!!? – કદાપી નહિ (બહુ અઘરું છે)
    ઘર ના નમ્બર ઉપર પ્રથમ ફોન કરવા ના ૨ કારણ…૧, તમે ક્યાંક ખુંપેલા હો કામ માં તો અવરોધવા નહિ અને ૨, (વધારે મહત્વનું) પપ્પા નો અવાજ સાંભળી શકું અને તેમની ખબરઅંતર પૂછી શકું. ઘણા વખત થી ફોન નથી કરતો પણ જયારે શક્ય બને ત્યારે તમને પૃછા કરી લઉં છું, તેમની.
    મારા દિલ ની ઈચ્છા છે કે તેઓ હજી ભરપુર જીવે અને સ્વસ્થપણે જીવે.

    Like

     
  24. jay padhara

    June 29, 2011 at 9:16 AM

    વેલ, ધેટ્સ વ્હાય આઈ લવ હિમ. પપ્પા એટલે મારા મોબાઈલમાં ‘હોમ કૉલિંગ’ ઝબકે ત્યારે સંભળાતો અવાજ. પપ્પા એટલે મધરાતના ત્રણ વાગ્યે જાગીને મારી રાહ જોતી બે કરચલિયાળાં પોપચાંવાળી ઊંડી ઊતરેલી આંખો. પપ્પા એટલે મારી સફળતાનો મૌન ઉમળકો. પપ્પા એટલે… જેમને પ્રેમ કરવા કે દર્શાવવા માટે આટલા બધા શબ્દોની જરૂર નથી, એ ! :-”

    લલિત દાદા ને સપ્રેમ અર્પણ,, અમારા વ્હાલમીયા જયલું ભાઈ તરફ થી. લાંબા-તંદુરસ્ત જીવન ની હૃદય ના ઊંડાણ થી પ્રભુ ને પ્રાથના.

    Like

     
  25. pinal

    June 29, 2011 at 9:28 AM

    તાળુ વાસીને ઘરની બાહર જવું પડે,અને તાળું ખોલીને ગ્રુહપ્રવેશ કરવો પડે એ દિવસ તમારી લાઈફ માં કદી ના આવે એ શુભેચ્છા. આથી વધુ શું કહું?

    Like

     
    • manniss

      June 29, 2011 at 4:36 PM

      mast vat kari tame

      Like

       
  26. Simran Shabaad

    June 29, 2011 at 9:58 AM

    Have read this article b4 also on readgujrati..and read it again on blog. thx. Wishing him a very happy birthday and many more to follow…:) May god bless him with best of health, peace and happiness…..

    Like

     
  27. maheshdesai

    June 29, 2011 at 10:01 AM

    khub j saras jaybhai….god bless you and your papa…wishing your papa many many happy returns of the day..aap jiyo hazaar saal aur saal ke din ho pachas hazaar…

    Like

     
  28. Ajay Upadhyay

    June 29, 2011 at 10:07 AM

    jaybhai….thoda samay pahela anayase internet par aa article vanchva malelo je me Fb par share pan karelo….fari fari ne vachi gayelo ane aaje pan 2 vaaar vanchi gayo….frankly speaking jaljaliya aavi gaya…adbhut vyaktitva ne so so salam…prabhu emne dirghyush aape e j manokamna…..:)))

    Like

     
  29. maitri shah

    June 29, 2011 at 10:24 AM

    sir aakh ma aasu sathe aa lekh puro karyo…really touching…ekvar aavi mahan vyakti ne jovani ichha thai ave che…may god give him very healthy life ahead…

    Like

     
  30. Shahil

    June 29, 2011 at 10:40 AM

    Jaysir,
    aa lekh vanchelo chhe chhata aaje etlo j hradaysparshi lagyo karan ke aama as always tame pen thi nahi Dil thi lakhyu chhe…!!!! sangrahit kari rakhva jeva aapna anek lekho ma no 1 lekh….
    Aapna vahala pappa ne ishwar nirogi lambu aayushy bakshe evi ishwar pase dil thi prarthana….!! Heartily Happy Birthday to Murabbi Lalitbhai….!!!

    Like

     
  31. ranmalsindhavnmal sindhav

    June 29, 2011 at 11:03 AM

    :” અમૃતપર્વની ઉજાણીની શરૂઆત રીડરબિરાદરોના પ્યારા અને પહોળા પરિવાર સાથેના શબ્દોત્સવથી. ” (જયભાઈ, બીજું શું જોઈએ ? અમને આપની ખુશીમાં સામેલ કર્યા..અને આ ખરેખર તમારો પહોળો પરિવાર છે, અને માનજો..) – ranmal

    Like

     
  32. raj bhaskar

    June 29, 2011 at 11:38 AM

    jay bhai…..aapana papa ne mara taraf thi janmadivas ni khub khub subhechchhao….many many happy returns of the day….

    Like

     
  33. chhaya

    June 29, 2011 at 11:58 AM

    how nice… have a healthy long lovely life…

    Like

     
  34. sangita

    June 29, 2011 at 11:58 AM

    Sirji,wishing u very very healthy n happy life ahead…

    Like

     
  35. Pinak Raval

    June 29, 2011 at 12:00 PM

    JV aapna pappa ne bhagvan 100 varsh na kare tevi khub khub shubhechhao…

    Like

     
  36. Pinak Raval

    June 29, 2011 at 12:02 PM

    JV aapna pappa ne bhagvan 100 varsh na kare tevi khub khub shubhechhao…

    Like

     
  37. Jayesh Pau

    June 29, 2011 at 12:31 PM

    thank you very much for writing this lovely article. superb writeup..Our wishes are silent but always with you and your father.

    Regards
    Jayesh

    Like

     
  38. Sandeep

    June 29, 2011 at 12:58 PM

    Jay Bhai,

    Wish Many Many Happy returns of d day to your papa from my side.

    Like

     
  39. DINESH GOGARI

    June 29, 2011 at 1:14 PM

    MANY MANY HAPPY RITURNS OF 2DAY…

    Like

     
  40. laaganee

    June 29, 2011 at 2:14 PM

    આપે ખુબ જ સાચી ને લાગણીસભર વાત લખી છે….
    પિતાના વ્યક્તિત્વને ઉજાગર કરવું નાની સુની વાત નથી…!!
    મા જીવન આપે છે પણ એ સમગ્ર જીવનનો પથદર્શક તો પિતા જ છે….
    પિતાની છત્રછાયા જ સંતાનને જીવનમાં સલામતી આપે છે…
    કોટી કોટી વંદન પિતા આપને…!!!
    વેઠી પીડા ચુપચાપ જે આપે ખુશીઓ અપાર ,
    બાપ કેરા જીવનનો એ જ તો છે સાર……!!

    મારા માટે મારા પિતા મારા ‘આઈડોલ’ રહ્યા છે હમેશા… ઓછા શબ્દો ને અઢળક લાગણી મેં હમેશા અનુભવી છે. એમની હયાતી માત્ર આપણને સલામતી અને ભરોસો આપે છે.
    આપના પિતાજી ને જન્મદિનની ખુબ-ખુબ શુભેચ્છા …. શુભકામના….. આપ હમેશા સ્વસ્થ અને ખુશ રહો એ અંતરમનની પ્રાર્થના .

    Like

     
  41. vishal trivedi

    June 29, 2011 at 2:22 PM

    આપની જોડી આપના પપ્‍પાના છેલ્‍લા ક્ષણ સુધી અંક બંધ રહે તેમજ પ્રભુ તેમનું બાકીનું જીવન શાંતીમય, નિરોગી બનાવે તેવી પ્રાર્થના………..

    Like

     
  42. Satish Dholakia

    June 29, 2011 at 3:21 PM

    તમારી સપ્પોર્ટ સિસ્ટ્મ વાળી વાત ગમી. નવ યુવાન થતો છોકરા મા પપ્પા પ્રત્યે જ હરીફ઼ાઇ નો ભાવ અથવા સરખામ્ણી નો ભાવ પેદા થતો હોય છે. મા આપણને ઉમ્બરા નિ અન્દર ની દુનિયા ઓળખાવે જ્યરે પિતા ઉમ્બર વળોટાવે ! શતયુ થાય તેવી ઇશ્વર પાસે પ્રાર્થના !

    Like

     
  43. Nishant Patil

    June 29, 2011 at 4:52 PM

    Happy Birthday To Him
    God May Accept All His Wishes(Your To)!
    999

    Like

     
  44. Maharshi Shukla

    June 29, 2011 at 5:17 PM

    koi angat parichay n hovathi tamara ghare phone karta thodo sankoch thay pan amara badha vati tamara pappa ne dirghayush ane tadurati ni shubh kamna o…..

    Like

     
  45. Amit Andharia

    June 29, 2011 at 5:17 PM

    આ એટલે લખ્યું છે કે એમને માટે, એમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે મારા તરફથી એમને જે ભેટ આપી શકાય – એ આપ બધાની દુઆઓ અને શુભેચ્છાઓ છે. એમનાથી અડધી ઉંમરે હું એક શબ્દ પચાવતા શીખ્યો છું. ઇન્શાલ્લાહ ! ઇન્શાલ્લાહ, એમનો છાંયડો મારા તાપને વર્ષો સુધી ટાઢક આપતો રહે….ઇન્શાલ્લાહ, એમને આપ બધા મૌન શુભેચ્છા પણ દિલથી પાઠવો, એનાથી વધુ સરસ રીતે જીવવાનું બળ મળે…અને લાંબુ તંદુરસ્ત સુખી જીવન મળે..આભાર
    🙂 🙂 🙂
    Inshaalah!

    Like

     
  46. Jyotindra

    June 29, 2011 at 7:12 PM

    જય, તમારા પાપા વિષે readgujarati.com માં તમારું લખાણ વાંચ્યું હતું. તેમાં વર્ષો ઉમેરાયા. શારીરિક તકલીફો વધી, ઘટી. દીર્ઘાયુ જરૂર ઈચ્છીશ. પરંતુ તંદુરસ્તી વિષે વધુ ઈચ્છીશ. હું ૭૩ વર્ષનો છું. મારું સંયુક્ત કુટુંબ છે. પૌત્ર ની આજે જ ૨૯ જુન ની વર્ષગાંઠ છે. ૧૩ માં પ્રવેશ્યો. સુખી કુટુંબ કબીલો હોય તો જીવનના આયુષ્યમાં વર્ષો ઉમેરાતા હોય છે. આ સ્વાનુભવની વાત છે.

    Like

     
  47. BHAVIN PREMCHAND SHAH.

    June 29, 2011 at 11:36 PM

    saras majani vaat aje vanchi. pita putra na sambandh ni maja mani,

    Like

     
  48. Vyom Jhala

    June 30, 2011 at 12:41 AM

    Jay,
    Happy to read all about Mu. Lalitbhai.
    I know him since before you born. You are right. During the years of 1960 Lalit Vasavada had his own name and fame in our college…Dr. Ramesh Betai,(Son of poet Sundarji Go. Betai) and Mansukhlal Zaveri (Poet & critics) were the professors of Gujarati during those days.in Bahauddin College

    He is though liitle senior and elder to me he is my good friend,
    I wish him long, healthy, life.
    Vyomesh Jhala.( BARODA)

    Like

     
  49. હિતેષ જાજલ

    June 30, 2011 at 11:37 AM

    મને એ વાતનો આનન્દ છે કે હુ એકવાર લલિતભાઈને મળી શકયો છુ, એ પણ ગોન્ડલના તમારા ઘરે જ. તમે નહી ભૂલ્યા હોય પણ લલિતભાઈ કદાચ મને ભૂલી ગયા હશે. પુસ્તકો, સામયિકો વગેરેથી છલોછલ ભરાયેલા તમારા ઓરડામા થોડીવાર તમારી ગેરહાજરી દરમિયાન એમની સાથે વાત કરવાની તક મળી ગઈ હતી અને એમણે પોતાની જુની નોકરીથી લઈ નાનકડા જયની મજાની વાતો કરી હતી…હજુ એમની વાત્સલ્યભરેલી આખો અને નિર્મળ હાસ્ય એટલા જ તાજા છે જેટલા ૬ વર્ષ પહેલા જોયાહતા.લલિતભાઈને મારા તરફ્થી ૭૫ મા જન્મદિવસની ખૂબખૂબ શુભકામનાઓ પહોચાડશો..ભૂલ્યા વગર..

    -હિતેષ જાજલ

    Like

     
  50. હિતેષ જાજલ

    June 30, 2011 at 11:53 AM

    “બાળકના જન્મ માત્રથી મા-બાપનો ખરો દરરજો નથી મળતો. બાળકના યોગ્ય ઘડતરની આકરી તાવણી માગી લેતી લામ્બી સન્ઘર્ષપૂર્ણ તપસ્યા જ મા-બાપ તરીકેની પાત્રતાનુ અન્તીમ પ્રમાણપત્ર છે.”

    -જય વસાવડા

    Like

     
  51. planetrj

    June 30, 2011 at 12:53 PM

    Dear Sir,

    You are lucky to have got a father like Lalitchandra.
    Luckier than me.
    Whatever you learned from your father I learned from you.Ultimately,therefore ,I learned all that from your father only.

    I wouldn’t have come to know of the ways of the world as I know today had you not kept a neutral and analytical outlook devoid of any known biases or vested interested-a characteristic hardly found in today’s writers.

    At this stage of my life I am not ashamed to declare that I am alive and living happily and helping others take their heart again mostly because of you.

    I have always desired to have a collection of all your articles .SO PLEASE LET ME KNOW HOW IS THAT POSSIBLE.
    How long have I longed to see your photograph ? but now I have double jackpot.Both Jay and his Father-Lalitchandra. And what is that bandage on your hand ? Must have got from your fall on the ground of Galaxy Cinema.

    Your Ardent Reader
    Rajesh J Barasara
    Pune,Maharashtra.

    Actually I am from Nasitpar a little village 9 km north-west of Tankara (Morbi) of Rajkot district.

    Like

     
  52. Nishant Patil

    June 30, 2011 at 2:46 PM

    Aa 2 aankho samena Bhagavan mate lakhiye, vichariye, boliye etlu ochu che…..

    Like

     
  53. Amit Chauhan

    June 30, 2011 at 7:51 PM

    Happy Birthday to Dear Vasavda sir.May God bless you and keep you healthy.

    Like

     
  54. Mitul Patel

    July 2, 2011 at 10:49 AM

    Jay Bhai,

    First of all Hates Off to your DAD… thats it sir, I cant write long likes you.

    Sir you did wrote the same article on your mom too in gujarat samachar, can you please able to share that article once again on blog or gujarat samachar from archives…. please please please

    Once Again Hates Off to your parents ….

    Mitul Patel

    Like

     
  55. laaganee

    July 4, 2011 at 12:15 AM

    ખુબ સરસ જયભાઈ, મજા પડી ગઈ, પિતાજી, પાપા, દેદ, ઘણા બધા સંબોધન છે, પણ પિતા પુત્ર ના સંબંધ નો કોઈ વિકલ્પ નથી. દીકરા ને માં વિષે તો ઘણું વાંચ્યું છે, પણ પિતા પુત્ર ના સંબંધો વિષે ઓછુ વાંચવા મળ્યું છે. તમે આંખો ભીની કરી દીધી. ખુબ આભાર. આ લેખ ને સંલગ્ન એક સરસ ઈ મેઈલ મારી પાસે છે જે હું તમને ચોક્કસ મોકલીશ. તમારા મિત્ર થવું બહુ ગમશે, પણ લાંબી,,,,,,,,,,,કતાર છે, કૈંક કરો ને યાર? ફરી એક વાર ખુબ આભાર, સમય લઇ એક વાર ચોક્કસ આપના પિતાજી સાથે વાત કરીશ. મૌલિક-

    Like

     
  56. Devang

    July 5, 2011 at 12:14 PM

    Hi JV,

    khub j saras jaybhai, lagadi thi lakheli vaat vachvani maja padi & aankh na khuna pan bhina thai gaya…

    I love aslo my Parents… My father is idol for me..

    Like

     
  57. bhumika shah

    July 6, 2011 at 3:04 PM

    @જય સર,

    આ લેખ વાંચ્યો એ પહેલા આપનો મને સૌથી પ્રિય લેખ આપની માં માટે આપે શબ્દો માં નીચોવેલી લાગણીઓ નો હતો..
    આજે એની સાથે આ લેખ પણ મારા હીટ લીસ્ટ માં આવી ગયો!
    પિતા પ્રત્યેની અને પિતા ની લાગણીઓને આપે ખુબ જ સહજતાથી વર્ણવી છે , જે કદાચ લખવી ખુબ જ કઠીન હશે!

    મારા પિતા ના અવસાન પછી કદાચ આજે પહેલી વાર આ લેખ વાંચીને ફરી પાપા ને દિલ થી એક શબ્દાંજલિ અને અશ્રુંજલી આપી શકી છું, જે ક્યાંક રૂંધાઈ ગઈ હતી પાપા ની અચાનક વિદાય ના શોક માં ! – આભાર !

    બ્લોગ લખવા માટે આભાર..
    આજકાલ અંકલેશ્વર માં અમારો વસવાટ છે જ્યાં ગુજરાત સમાચાર પેપર સવારે ૧૧ વગ પહેલા ના આવતું હોઈ ખુબ અગવડ રહેતી હતી નિયમિત ગમતા લેખ વાંચવાની [ ગુજરાત સમાચાર ની વેબસાઈટ આજ સુધી હું કેમેય ઓપન કરી શકી નથી! 😦 ] !

    અભાર , હવે આ સરનામે નિયમિત આપના લેખ વાંચવા મળશે એ આશા છે!
    🙂

    Like

     
  58. Shailesh Patel

    July 9, 2011 at 8:56 PM

    tamara pappa mara pappa ni jem bahuj khudgergh manas che.

    Like

     
  59. ashwinahir

    July 10, 2011 at 11:43 PM

    aankhe thi eak anamol moti saryu,… aa vaanchta~vaanchta!

    Like

     
  60. keval jani

    July 11, 2011 at 9:13 AM

    mane yad 6 jyare hu tamne malva, gondal na gher may 13,2009 ni bapore 2 vage avyo to. eni pahela tamne kadi joya nota. bas vanchyu tu. pan tamara karta tamara pappa ne hu thodo vahelo malyo to.
    Mane receive karva gate par [ may mahina ni garmi ma 3-4 min] ubha pan rahela ane jati vakhte gate sudhi mukva pan avya ta. sorry kahevani ghani i66a hati pan kahevayu notu.

    personally speaking e divse tamara karta hu tamara pappa thi vadhare impress thayo to. shabda-shah evu vicharelu k : kaka ketla sara 6 !!! tamara ghar ni books joi ne mara udgaro na response ma mane badhu collection batavyu tu emne.

    emni ankho joi ne j thay k aa manas ma ghanu badhu dharbai ne padelu 6.

    Like

     
  61. zeena rey

    July 12, 2011 at 7:46 PM

    jv…..

    i wish that whatever u wished for ur papa….may turn true………
    its so very evident that the man alongwith u had all him in u as my dad has for me………

    its not birthday,,,,,,,,its ur confessions as a son…..appealed the most……….

    u know i gifted my dad a white shirt on his b’day very long back…….still he cared it like me…..

    its all about being a parent…..

    untill u dont u can write but cant feel and behave……….

    Like

     
  62. zeena rey

    July 13, 2011 at 7:46 PM

    jv…..

    whats the name of flower, ur papa standing beneath its tree……..

    its white and simple………

    Like

     
  63. zeena rey

    July 13, 2011 at 7:51 PM

    jv…..

    i got it , its paarijaat……………

    its white and simple………

    Like

     
  64. Nikunj Gamit

    July 28, 2011 at 9:00 PM

    My best wishes and love to ur father !!

    Like

     
  65. yagnesh suthar

    November 20, 2011 at 3:11 AM

    u have given the best possible words to father -son relationship……hats off u jaybhai..keep it up…..have a healthy life to your father……as well

    Like

     
  66. Maitri Patel

    November 27, 2011 at 12:35 AM

    મૃગજળ જેવા આપશ્રી ને મારા નમસ્કાર,
    લેખ વાંચ્યા પછી માત્ર એટલુજ કહેવાનું રહે કે મને પૂજ્ય Uncle જી (ખુબ જ પ્યારા વ્યક્તિ) ને મળવાનું બહુ જ મન છે. [ જોકે લેખ તો અહ! જિંદગી દીપોત્સવી-૨૦૦૮ માં વાંચ્યો હતો અને ત્યારથી જ મળવાની ખુબ ઈચ્છા છે]Aunty જી અને Uncleજી મને ગમતા યુગલમાં આવે. Uncleજી ને મારા પ્રણામ.

    Like

     
  67. Manish K Parmar

    February 8, 2012 at 10:49 AM

    Sorry too much late to read this article…

    Like

     
  68. Ajay Thakkar

    February 11, 2012 at 8:09 PM

    I am literally crying 🙂

    Like

     
  69. Bhavna Gajjar

    March 15, 2012 at 3:24 PM

    વેલ, ધેટ્સ વ્હાય આઈ લવ હિમ. પપ્પા એટલે મારા મોબાઈલમાં ‘હોમ કૉલિંગ’ ઝબકે ત્યારે સંભળાતો અવાજ. પપ્પા એટલે મધરાતના ત્રણ વાગ્યે જાગીને મારી રાહ જોતી બે કરચલિયાળાં પોપચાંવાળી ઊંડી ઊતરેલી આંખો. પપ્પા એટલે મારી સફળતાનો મૌન ઉમળકો. પપ્પા એટલે… જેમને પ્રેમ કરવા કે દર્શાવવા માટે આટલા બધા શબ્દોની જરૂર નથી, એ ! :-”

    Its simply the great!!!!!!!!!
    Love you Papa
    hearlty belated happy birthda!!!!!!!

    Like

     
  70. sanjay

    May 2, 2012 at 7:23 PM

    like i cried..god bless u jay vasavadaji..

    Like

     
  71. Sachin Desai, Dahod

    June 23, 2012 at 8:04 PM

    જયભાઈ, લલિતકાકાને તમારા ગોંડલના ઘરે જ બે – બે વખત તમારી હાજરીમાં જ મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. અગાઉ પણ તેમના વિષે તમારા જ લેખમાં વાંચેલું પરંતુ આ વિશદ અને હૃદયપૂર્વક લખાયેલ લેખ વાંચીને સાચે જ મારી આંખ ભીની થઇ છે. તમારા લેખ ઉપરથી મારું દિલ એવું કહે છે કે આવા વિરલ વ્યક્તિત્વના માલિક, તમારા પપ્પા તરીકેની ભૂમિકામાં છે એટલે જ તમે અમારા લાડકા ”જય વસાવડા” બની શક્યા છો….ખરું કે નહિ?
    અલબત્ત આ લેખ આજે જ તમારા બ્લોગ ઉપર વાંચ્યો…”શોલે” કે ”લગે રહો ગુજ્જુભાઈ” અનેક વખત જોયું તેમ હવે ખબર નહિ, આ લેખ કેટલી વાર વંચાશે..! અનેક મિત્રોને આની લિંક પણ હમણાં જ મોકલી રહ્યો છું –તે આપની જાણ સારું…આવા આદર્શ વ્યક્તિનું છત્ર આપને હજુ વર્ષો લગી સાંપડતું રહે તેવી આપને અને દીર્ઘાયુ અને સ્વસ્થ આરોગ્ય માટે લલિતકાકાને ખુબ ખુબ શુભેચ્છાઓ….

    Like

     
  72. Pri. Gopal Sharma

    June 24, 2012 at 3:04 PM

    Dear Jay Vasavdaji,Namaskar,
    You are lucky to have such a great personality as Father. I bow my head to HIM regards to you for your true richness. I can only pray to the Almighty for His good health and long healthy company to you and indirectly to US all. I thank you again for sharing your feelings.

    Like

     
  73. Jabeen Jambughodawala

    June 25, 2012 at 1:50 PM

    Good one Jay…

    Like

     
  74. pratik

    June 28, 2012 at 1:42 PM

    jaybhai aa lakh read karto hto tiyare aakh mathi aasu aavi gaya…..,well papa to aavj hova joi…..,pan badha child ne fuva jeva papa nathi malta….

    Like

     
  75. BRIJESH TRIVEDI

    July 15, 2012 at 4:20 PM

    Dear sir, i like u. i read ur papa’s bday paragraph. i m very imotional .i m crying. our matter is same about papa. i Dear sir, i like u. i read ur papa’s bday paragraph. i m very imotional .i m crying. our matter is same about papa. i m very quick angry on papa and i vry disapointed.

    Like

     
  76. Nilesh Gaddesha

    August 7, 2012 at 9:43 AM

    જયભાઈ, તમારો આ લેખ વાંચી આંખ માં આંસુ આવી ગયા….ભગવાન તમારા પપ્પા ને લાંબુ અને નીરોગી આયુષ્ય આપે તેવી શુભેચ્છા………..

    Like

     
  77. Nilesh Gaddesha

    August 7, 2012 at 9:46 AM

    જયભાઈ એકવાર વર્ષો પહેલા તમે તમારા મમ્મી પર લેખ લખેલો તે વાંચવાની ઈચ્છા છે…ક્યાંથી મળી શકે….????

    Like

     
  78. Nalin Shah

    August 13, 2012 at 3:04 PM

    1) mummy a candle in the wind-zanjavat ma minbati
    aa lekh ni copy mane pan mikal jo.

    Like

     
  79. matrixnh

    August 17, 2012 at 10:00 AM

    ખૂબ જ સરસ જયભાઈ તમારા પાપા ના અપરિણીત દીકરા ના અરમાન વિષે ખરેખર હવે કઈક વિચારો ……….એક નાના ભાવુક વાચક તરીકે તમને ઘણીવાર મે કહ્યું છે અને મને એ જ સમજાતું નથી કે તમારા પર આટલી બધી કોમેન્ટ આવે છે પણ કોઈ તમારા મેરેજ વિષે પૂછવાની હીમત કરતું ………….પણ હું તો તમને મેરેજ નું કહિસ જ કેમ કે મારા પોતાના મત મુજબ મેરેજ વગર તમારી તમામ સફળતાઓ અધૂરી રહસે ……………………………..

    Like

     
  80. Harshad Mehta

    August 25, 2012 at 10:22 PM

    papa vishe tamara aa vicharo ange vachvathi bhavuk bani gayo…..prbhu temane lambi ane sari jindgi ape aj prathna……..

    Like

     
  81. keya patel

    September 29, 2012 at 5:01 PM

    So nice..so nice..The way words r used..I have recalled my all feeling towards dad so intentionally..Or may in reverse-way, Felt my dad’s unconditional and always supportive love so intentionally..My heartiest wishes to u r dad..

    Like

     
  82. keya patel

    September 29, 2012 at 5:08 PM

    Sm time as we grow older and older and we got lots new dimensions in relationship wid u r mom and dad..We are able to understand the things they have done wid us before 15-20 years ago now…

    Like

     
  83. Richi

    July 10, 2013 at 4:50 PM

    sacche j pappa aava j hoi 6e, papa, pappa, pop, dad, daddy, bapu…aat aatla alag naamo matra ek vyakti na vyaktitya ma samay jay 6e, 🙂 🙂
    Jay sir, aapna lekho game 6e, kem ke tame reader biradars’ ne vanchan na aakash ma vihar karawo 6, jameen sathe jodi ne…. !!!!! 🙂

    Like

     
  84. Harjibhai Nathabhai Kotadia

    July 8, 2016 at 5:04 PM

    yes that is Lalit Vasavada, my English teacher . i have no words to pay respect for him. May God bless him healthier ,happier and longer life

    Like

     

Leave a comment