RSS

થિંગ ઓફ લિટરેચર…ઇઝ ઓલ્સો જોય ફોરએવર..

03 Jul


ઈન્ટરનેટના માધ્યમની શક્તિ અને શક્યતાઓ અપાર,અસીમ,અફાટ  છે. પ્રિન્ટ મીડિયા કરતા વધુ ઝડપી છે. આકર્ષક છે. સ્વતંત્ર છે. ટુ-વે કોમ્યુનિકેશનનું પ્લેટફોર્મ છે. વાંચનની સાથે મલ્ટીમિડીયા એક્સપીરીયન્સ પણ આપે છે. આપણી મૂળભૂત મનોવૃત્તિ કોઈ પણ નવી બાબતને જૂનાની ‘વિરોધી’ સાબિત કરવાની છે. એટલે નવું એ જૂનાનું ‘એકસ્ટેન્શન’ છે- એ સહજ પ્રક્રિયા આપણે ઓળખી નથી શકતા. માટે  print / cyberspace બેઉને એકબીજાના પૂરક બનાવવા તરફ આપણી નજર જતી નથી. ચાલો , આજે કંઇક એવો પ્રયાસ કરીએ, આ સહિયારા પ્રવાસમાં..

આજે (૩ જુલાઈ ,૨૦૧૧)  ‘ગુજરાત સમાચાર’માં મારી કટાર ‘સ્પેકટ્રોમીટર’માં જ્હોન કીટ્સ અને ફેની બ્રાઉનના ટાઈમલેસ રોમાન્સ વિષે વાંચ્યું હશે. એ લેખ વાંચ્યા વિના આ પોસ્ટ વાંચવી નિરર્થક છે. આગળ વાંચતા પહેલા ના વાચ્યો હોય તો એ લેખ વાંચવા વિનંતી. આ રહી તે લેખની લિંક http://gujaratsamachar.com/20110703/purti/ravipurti/specto.html

ઘણા લેખમાં બને છે, એમ આ લેખ માટે એક નાનકડું પુસ્તક બને એટલી વિગતો અને રસપ્રદ વાતોનો ખડકલો દિમાગમાં થયો હતો. જેમાંથી લખતી વખતે ગાળીચાળીને એકી બેઠકે અઢી કલાકમાં લેખ તૈયાર થયો. જે રસિકજનો છે, એમની સાથે કેટલીય ઝીણી ઝીણી બાબતો શેર કરવાનું લખતી વખતે પણ મન થાય, છતાં ય લાંબા લેખોમાં પણ  સ્થળસંકોચ તો રહે જ છે. લેખ લખતા પહેલા જ નક્કી કરેલું કે એની સાથે સ્ટીલ ફોટો ‘બ્રાઈટ સ્ટાર’ ફિલ્મના જ મુકવા છે. (કેટલાક આ બ્લોગપોસ્ટમાં પણ મુક્યા છે) કેમ? એની રૂપકડી નાયિકા એબી કોર્નિશ અને નાયક બેન વ્હીશો ક્લાસિક કેરેક્ટરની પહેચાન જેવા જ લૂક ધરાવે છે, એટલે.

આ ફિલ્મ ‘પિયાનો’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો ઓસ્કાર જીતનારા (અને બેસ્ટ ડાયરેક્ટર માટે નોમિનેટ થનારા ) ન્યુઝીલેન્ડના મહિલા દિગ્દર્શિકા જેન કેમ્પીઓને બનાવી છે. એ એમની શ્રેષ્ઠ કૃતિ નથી. પણ નબળી ય નથી. સોફ્ટ ડોક્યુડ્રામા છે. કેટલીક સરસ ટેન્ડર મોમેન્ટ્સ છે.  ફિલ્મ વરસાદી રાત્રે કોફીની ચુસકી લેતા જોવાનું મન થાય એટલી ધીમી અને નીરવ છે. આ રહ્યું એનું ટ્રેલર. એ જોશો એટલે અંદાજ આવી જશે. http://youtu.be/hCMazBZ3bcM

ઓસ્ટ્રેલિયન એબી કોર્નિશ બેહદ ગમતી હોઇને એની ફિલ્મો તો વિશલિસ્ટમાં ઉમેરાઈ જ જાય, પણ આ ફિલ્મ સહેલાઈથી મળી નહિ. અંતે આવી બાબતોમાં લાઈફલાઈન સમા મિત્ર જીગ્નેશ કામદારે આપી.પછી એ જોવાનો વારો ખુબ મોડો આવ્યો. છતાં ય નક્કી કરેલું કે મૂળ સત્યઘટના જ ઉત્તમ રીતે ડોક્યુમેન્ટેડ અને ફિલ્મ જેટલી જ દિલચસ્પ છે, એટલે એના ભોગે ફિલ્મની વાત નથી માંડવી. ના જ કરી.(ફેસબુક પર શેર કરેલો) એ ફિલ્મમાં પોએટિક રીતે પિક્ચરાઈઝ થયેલો એક પ્રેમપત્ર અચૂક માણવા જેવો છે – http://www.imdb.com/video/imdb/vi3949331737/

મૂળ તો આ લેખ અન્યાસે ‘જડ્યો’ હતો. એક સાઈટ પર સ્ક્રોલ થતા ન્યુઝ માર્ચ મહિનામાં જોયા હતા, આ પ્રેમપત્રના લીલામ અંગે ત્યારે ફક્ત હજુ એનાઉન્સમેન્ટ થયું હતું, એક અમેરિકન સંગ્રાહક દ્વારા…(સોદો જુનમાં થયો) જહોન કીટ્સનું નામ હોઈને ધ્યાન ગયું. કીટ્સ સાથેનો પ્રથમ પરિચય બચપણમાં ગોંડલની લાયબ્રેરીમાં હાથ આવેલા પુસ્તક થકી. પણ હાઇસ્કૂલમાં ભણવાની એ ઉંમરે એટલું અંગ્રેજી સમજાતું નહિ. (આજે ય એની કવિતાના અમુક અઘરા શબ્દો ડિક્ષનેરીમાં જોવા પડે, પણ મોટે ભાગે ધારેલો અર્થ જ નીકળે )પછી કોલેજકાળમાં  ‘રીડર્સ ડાયજેસ્ટ’માં એના પર લેખ વાંચ્યો. ફરી કીટ્સની કવિતાઓ વાંચી અને એના પ્રેમકવિતાઓના પ્રેમમાં પડી જવાયું. મુલાયમ મખમલી હ્રદયનો સૌંદર્યપિપાસુ જ લખી શકે એવા શબ્દો! યોગ્ય સરખામણી કરવી હોય તો આપણા કલાપી સાથે થઇ શકે. (કાશ, મેલોડ્રામેટિક ગુજરાતી ફિલ્મોને બદલે આપણા સાહિત્યકારોના જીવન-કવન પર ગ્લોબલ લેવલની પોએટિક ફિલ્મો બને..)

ફેનીને લખેલા પત્રની વાત વાંચી, એટલે સંદર્ભોમાંથી કીટ્સના પત્રોનો અભ્યાસ શરુ થયો. એના ભાઈ, બહેન અને મિત્રોને લખેલા એના લાંબા પત્રોમાં એનું સંવેદનશીલ વ્યક્તિત્વ ઉઘડે છે. એટલે જ કીટ્સની લવસ્ટોરીમાં કલ્પના નથી, નરી દસ્તાવેજી સચ્ચાઈ છે. ફેનીએ એના પત્રો પોતાના લગ્ન પછી પણ આજીવન સાચવ્યા, કીટ્સની કબરમાં મુકાયેલા પત્રો સિવાય ફેનીના મોટા ભાગના પત્રોનો કીટ્સે જાતે જ નાશ કરેલો. જે પત્ર સમાચારમાં ચમકી અત્યારે એના સ્મારક બનેલા ઘરમાં મુકાયો છે, એ જોવો છે? આ રહ્યો…

ઉપરની બેવડમાં ટી.બી.થી પીડાતા કવિએ લખ્યું છે, જે ઉલટું વંચાય છે..‘You had better not come today.’ ! અને આગળનો ભાગ..

કીટ્સના ફેનીને લખ્યેલા અન્ય પત્રો પણ રસપ્રદ છે. ૧૧ ઓક્ટોબર,૧૮૧૯નો એક પ્રેમપત્ર કેવો સ્વીટ સ્વીટ છે!…એની ટેક્સ્ટ આ રહી…

“My sweet Girl,

I am living to day in yesterday: I was in a complete fa[s]cination all day.  I feel myself at your mercy.  Write me ever so few lines and tell you [for me] you will never for ever be less kind to me than yesterday – You dazzled me – There is nothing in the world so bright and delicate – When Brown came out with that seemingly true story again[ s]t me last night, I felt it would be death to me if you had ever believed it – though against anyone else I could muster up my obstinacy – Before I knew Brown could disprove it I was for the moment miserable.  When shall we pass a day alone?  I have had a thousand kisses, for which with my whole soul I thank love – but if you should deny me the thousand and first – ‘t would put me to the proof how great a misery I could live through.  If you should ever carry your threat yesterday into execution – believe me ‘t is not my pride, my vanity or any petty passion would torment me – really ‘t would hurt my – heart – I could not bear it – I have seen Mrs Dilke this morning – she says she will come with me any fine day-

Ever yours
John Keats

Ah hertè mine!”

આ લખ્યાના બે જ દિવસ પછી પ્રેમઘેલો એ યુવાન રહી શકતો નથી, ને ફરી પોતાની લાગણીઓ કાગળ પર વહેવડાવે છે..૧૩ ઓક્ટોબર, ૧૮૧૯ના આ પત્રમાં..

“My dearest Girl,

This moment I have set myself to copy some verses out fair.  I cannot proceed with any degree of content.  I must write you a line or two and see if that will assist in dismissing you from my Mind for ever so short a time.  Upon my Soul I can think of nothing else – The time is passed when I had power to advise and warn you again[s]t the unpromising morning of my Life – My love has made me selfish.  I cannot exist without you – I am forgetful of every thing but seeing you again – my Life seems to stop there – I see no further.  You have absorb’d me. I have a sensation at the present moment as though I was dissolving – I should be exquisitely miserable without the hope of soon seeing you.  I should be afraid to separate myself far from you.  My sweet Fanny, will your heart never change?  My love, will it?  I have no limit now to my love – You note came in just here – I cannot be happier away from you – ‘T is richer than an Argosy of Pearles.  Do not threat me even in jest. I have been astonished that Men could die Martyrs for religion – I have shudder’d at it – I shudder no more – I could be martyr’d for my Religion – Love is my religion – I could die for that – I could die for you.  My Creed is Love and you are its only tenet – You have ravish’d me away by a Power I cannot resist: and yet I could resist till I saw you; and even since I have seen you I have endeavoured often “to reason against the reasons of my Love.”  I can do that no more – the pain would be too great – My Love is selfish – I cannot breathe without you.

Yours for ever
John Keats”

આ પછી,કીટ્સને બિમારીની ખબર પડી. ફેબ્રુઆરી ૧૮૨૦માં  એ ફેનીને લખે છે, કે ગળફામાં લોહીનું પહેલું ટીપું જોયા પછી એને પહેલી યાદ પોતાની આ પ્રિયાની આવેલી, પહેલો થડકો પ્યારના લુંટાઈ જવાનો પડેલો. ફેનીને રાતના ઉજાગરા કરીને પત્રો ના લખવાની સલાહ પણ એ આપે છે. એ કલેક્શનમાંનો એક પત્ર તો આજે ય ઉપયોગમાં લઇ શકાય એવો વાસંતી મિજાજનો છે (અલબત્ત,દેખાવડી  પ્રેમિકાને સાહિત્યમાં થોડીઘણી સૂઝસમજ હોય-એવી ‘દુર્લભ’ ઘટના બને તો જ આવું ‘જોખમ’ લેવું !)

“My sweet love,

I shall wait patiently till tomorrow before I see you, and in the mean time, if there is any need of such a thing, assure you by your Beauty, that whenever I have at any time written on a certain unpleasant subject, it has been with your welfare impress’d upon my mind.  How hurt I should have been had you ever acceded to what is, notwithstanding, very reasonable!  How much the more do I love you from the general result!  In my present state of Health I feel too much separated from you and could almost speak to you in the words of Lorenzo’s Ghost to Isabella

Your Beauty grows upon me and I feel
A greater love through all my essence steal.

My greatest torment since I have known you has been the fear of you being a little inclined to the Cressid; but that suspicion I dismiss utterly and remain happy in the surety of your Love, which I assure you is as much a wonder to me as a delight.  Send me the words “Good night” to put under my pillow.

Dearest Fanny,
Your affectionate
J.K.”

અને માર્ચ ૧૮૨૦માં ય એ જ તડપ છે, એ જ ઝનુન છે, એ જ દીવાનગી છે…વાંચો..પ્યારનું પેશન..

“Sweetest Fanny,

You fear, sometimes, I do not love you so much as you wish? My dear Girl I love you ever and ever and without reserve. The more I have known you the more have I lov’d. In every way – even my jealousies have been agonies of Love, in the hottest fit I ever had I would have died for you. I have vex’d you too much. But for Love! Can I help it? You are always new. The last of your kisses was ever the sweetest; the last smile the brightest; the last movement the gracefullest. When you pass’d my window .home yesterday, I was fill’d with as much admiration as if I had then seen you for the first time. You uttered a half complaint once that I only lov’d your Beauty. Have I nothing else then to love in you but that? Do not I see a heart naturally furnish’d with wings imprison itself with me? No ill prospect has been able .to turn your thoughts a moment from me. This perhaps should be as much a subject of sorrow as joy – but I will not talk of that. Even if you did not love me I could not help an entire devotion to you: how much more deeply then must I feel for you knowing you love me. My Mind has been the most discontented and restless one that ever was put into a body too small for it. I never felt my Mind repose upon anything with complete and undistracted enjoyment – upon no person but you. When you are in the room my thoughts never fly out of window: you always concentrate my whole senses. The anxiety shown about our Loves in your last note is an immense pleasure to me: however you must not suffer such speculations to molest you any more: nor will I any more believe you can have the least pique against me. Brown is gone out – but here is Mrs. Wylie – when she is gone I shall be awake for you. – Remembrances to your Mother.

Your affectionate
J. Keats.”

અને ફેની બીજાઓ સાથે હસે-બોલે, હરેફરે, ફલર્ટ કરે છે, એના સમાચારથી બીમાર કવિના દિલમાં કોઈ પણ સાચા પ્રેમીને થાય એવી કાતિલ જલન થાય છે..ઉઝરડા પડે છે..એ વ્યથિત બની, ચીડાઈને મે ૧૮૨૦માં લાંબો પત્ર લખે છે એના અંશો આ રહ્યા..

I will resent my .heart having been made a football. You will call this madness. I have heard you say that it was not unpleasant to wait a few years – you have amusements – your mind is away – you have not brooded over one idea as I have, and how should you? You are to me an object intensely desireable – the air I breathe in a room empty of you is unhealthy. I am not the same to you – no – you can wait – you have a thousand activities – you can be happy without me. Any party, any thing to fill up the day has been enough. How have you pass’d this month? Who have you smil’d with? All this may seem savage in me. You do not feel as I do–you do not know what it is to love – one day you may – your time is not come. Ask yourself how many unhappy hours Keats has caused you in Loneliness. For myself I have been a Martyr the whole time, and for this reason I speak; the confession is forc’d from me by the torture. I appeal to you by the blood of that Christ you believe in: Do not write to me if you have done anything this month which it would have pained me to have seen. You may have altered – if you have not – if you still behave in dancing rooms and other societies as I have seen you – I do not want to live – if you have done so I wish this coming night may be my last. I cannot live without you, and not only you but chaste you; virtuous you. The Sun rises and sets, the day passes, and you follow the bent of your inclination to a certain extent – you have no conception of the quantity of miserable feeling that passes through me in a day. Be serious ! Love is not a plaything – and again do not write unless you can do it with a crystal conscience.  I would sooner die for want of you than ”

કીટ્સની અંતિમ ક્ષણોનો સાક્ષી, જોડીદાર અને વર્ણનકાર જોસેફ સીવર્ન નામનો તેજસ્વી તરુણ ચિત્રકાર હતો એ લેખમાં વાંચ્યું હશે. એણે કીટ્સની ઉઘડતી જવાનીની મુગ્ધતા દર્શાવતું પોટ્રેટ બનાવેલું. આ ડાબી બાજુ પર એ છે.

 

 

 

 

 

 

 

 

અને આ જ સીવર્ને મરણપથારીએ પડેલા ભગ્નહૃદય કવિની ઝાંખપ પણ ચીતરી, જે  જમણી બાજુ પર નિહાળો…

હજુ સુધી આ રાઇટરના રસોડે થાકી ના ગયા હો તો, આ રહી ચમકીને ખરી પડતા કોઈ તેજસ્વી સિતારા જેવા કવિએ પ્રિયતમા ફેની માટે લખેલી અમર કવિતા બ્રાઈટ સ્ટાર…

Bright star, would I were stedfast as thou art-
Not in lone splendour hung aloft the night
And watching, with eternal lids apart,
Like nature’s patient, sleepless Eremite,
The moving waters at their priestlike task
Of pure ablution round earth’s human shores,
Or gazing on the new soft-fallen mask
Of snow upon the mountains and the moors–
No–yet still stedfast, still unchangeable,
Pillow’d upon my fair love’s ripening breast,
To feel for ever its soft fall and swell,
Awake for ever in a sweet unrest,
Still, still to hear her tender-taken breath,
And so live ever–or else swoon to death.

અદભુત એવી આ આ કવિતા વાંચતી વખતે અને કીટ્સ વિષે લખતી વખતે સતત એક ગુજરાતી ગીત અને એનો સર્જક મગજમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે ગુંજતા રહ્યા. તત્કાલીન જીવલેણ ટી.બી.ને લીધે જ ગુજરાતે અકાળ ગુમાવેલો યુવાસર્જક રાવજી પટેલ અને એનું ચિરંજીવ કરુણગીત ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…’ અલગ સમય, સ્થિતિ, સંસ્કૃતિ..પણ બંને કવિની વેદનાને અજંપો તો એક જ..!લેખમાં એટલે જ છેલ્લે અને સબહેડિંગમાં રાવજીના શબ્દો ઈરાદાપૂર્વક ગૂંથ્યા છે. (મને જાણી જોઈને લેખોમાં કેટલીક પઝલનુમા ચાવીઓ છોડવાનો શોખ છે. કોઈ વાચકનું ભાગ્યે જ એના પર ધ્યાન જતું હોવા છતાં પણ..જેમ કે કીટ્સના જીવનમાં આવેલી ત્રણે પ્રિય સ્ત્રી- માતા, બહેન, વાગ્દત્તા-નું નામ ‘ફેની’ જ હતું એ અજબ યોગાનુયોગ હળવેકથી વણી લીધો છે આજે!) ગુજરાતી સર્જકતાના મોરપીંછ જેવી આ રચના, અજવાળા પહેરીને ઉભેલા શ્વાસો ઘૂંટીને અહીં સાંભળી શકો છો..http://rankaar.com/blog/archives/41

કીટ્સને આજીવન અફસોસ રહ્યો કે દુનિયા યાદ રાખે એવું કરવામાં એણે સમય ઓછો પડ્યો..પણ સુંદરતાની ચાહતે એનામાં એવી ફીલિંગ્સ જન્માવી કે દુનિયા હજુ કીટ્સને ભૂલી નથી! (તા.ક. એક વાચકમિત્રના ફોન પરથી ખ્યાલ આવ્યો કે ઉતાવળમાં મારી અસ્પષ્ટ વાક્યરચનાને લીધે ‘એડોનિસ’ કીટ્સની રચના હશે, એવી ગેરસમજ થઇ શકે છે. સોરી,એડોનિસ કીટ્સના મૃત્યુ બાદ એવા જ રોમેન્ટિક યુવા મહાકવિ પર્સી શેલીએ લખેલી કીટ્સની અંજલિ છે! કોઈને વાંચવાનું મન થાય તો – http://www.artofeurope.com/shelley/she7.htm ) લખતી વખતે પણ વિચાર આવ્યા કે ફેની એ તો મૃત પ્રિયતમનો ચડતો સિતારો એની હયાતીમાં જ જોયો…એને ત્યારે કેવી અનુભૂતિ થઇ હશે? પિયુના મૃત્યુ પછી ૧૨ વર્ષે લગ્ન કર્યા અને ૪૫ વર્ષ બાદ વિદાય લીધી ત્યાં સુધી અકબંધ પત્રો જાળવ્યા (એવા કે હજુ સંગ્રહ થઇ શકે!) અને પોતાના અંતકાળે સંતાનોને એ આપતી વખતે એણે શું કહ્યું હશે?

કીટ્સ-ફેનીની કહાની કોણ જાણે કેમ અજોડ ફિલ્મ ટાઈટેનિક સાથે ગજબ સામ્ય ધરાવે છે! a woman’s heart is ocean of secrets! આજના એસ.એમ.એસ. શાયરીના ઘૂઘવતા દરિયામાં આ પ્રેમપત્રો વાંચતી વખતે જાણે બેગપાઇપરના ધ્વનિમાં વીંટાઈને દૂરથી આવતો અવાજ સંભળાય છે…’માય હાર્ટ વિલ ગો ઓન..’

એક લેખ લખતી વખતે કેટકેટલું કન્તાતું જતું હોય છે…ભીતરમાં! પણ એ ભીતરની ભરતીની જ તો લિજ્જત છે. તપનું એ મીઠું ફળ ત્યારે મળે, જયારે એ વાચકના હૃદયને એટલું જ રણઝણાવી શકે! A thing of beauty is a joy for ever.. Its loveliness increases; it will never Pass into nothingness! આ માત્ર પ્રકૃતિ કે રૂપજોબનના સૌંદર્ય પૂરતું જ લાગુ પડતું નથી. ઉત્તમ કળા અને સાહિત્યને પણ આ આનંદ અને અમરત્વનું વરદાન મળ્યું હોય છે.

 
 

23 responses to “થિંગ ઓફ લિટરેચર…ઇઝ ઓલ્સો જોય ફોરએવર..

  1. miteshpathak

    July 3, 2011 at 9:06 PM

    jaybhai, touched. best as always.

    Like

     
  2. Monark Trivedi

    July 3, 2011 at 9:19 PM

    માત્ર એક લેખથી શરૂઆત થઇ. માત્ર એક લેખ. પછી વારો આવ્યો બ્લોગનો. ત્યાંથી રણકાર નામના બ્લોગ પર ગયો. ફર્સ્ટ ટાઈમ. જુના ગુજરાતી ગીતો સાંભળવા મળ્યા માત્ર તમારા આ બ્લોગમા એના રેફરન્સને લીધે. મમ્મી રસોડામાં કામ કરતી હતી એને બોલાવી અને આ ગીતો સંભળાવ્યા તો એ તો રીતસરની ઝૂમવા માંડી. આ લેખ+બ્લોગ ને લીધે ફિલ્મ જોવાની ઈચ્છા થઇ ગઈ છે. કીટસની કવિતાઓ વાંચવાનુએ મન થયુ છે. એક રવિવારની સાંજ ક્યારેક આવા અલગ પણ અવર્ણનીય અનુભવોમાંથી પણ પસાર થઇ શકે છે. એક રીડર બીરાદરની એક રવિવારની સાંજ આમ યાદગાર બનાવવા માટે તમારો આભાર માનીશ તો કદાચ તમને નહી ગમે એટલે તમારા માટે અઢળક પ્રેમ વરસાવું છું. મારા હૈયે થી……!!

    Like

     
  3. Haresh Kanani

    July 3, 2011 at 9:35 PM

    khub sundar lekh . haju part -2 lakho
    hareshkanani2@gmail.com
    http://palji.wordpress.com

    Like

     
  4. Bhavin Badiyani

    July 3, 2011 at 10:56 PM

    Articl vachya baad bhini thayeli aankho ni dhundhli drashti thi aa blogpost vachi… ane je anubhuti thai te varnavi sakay tem nathi.
    ‘Luv is my religion’- aa quote me mara fb profile ma bahu pahele thi mukelu 6e, ane khud ni real feeling thi mukelu 6e, keats k emna patro vise to me aaje jaanyu…
    Vadhu kai lakhi saku em nathi..

    Like

     
  5. Divyesh Modi

    July 3, 2011 at 10:57 PM

    જય, તમે ટાઈટેનિક સાથે સરખામણી કરી છે, પરંતુ મને લાગે છે કે ટાઈટેનિકનું કથાબીજ પણ આજ હશે.

    Like

     
  6. vpj100

    July 3, 2011 at 11:00 PM

    Jordarrr….J.V. 🙂

    Like

     
  7. Sandy Donga

    July 3, 2011 at 11:44 PM

    જય ભાઈ તમે તો મુજવી દીધો .. વાંચ્યા પછી એ નથી સમજી સખતો કે સુ લખું .. મજા આવી ગઈ એમ લખું તો મારા આંસુ નું સુ?…………………..

    Like

     
  8. godandme

    July 4, 2011 at 9:14 AM

    adbhut!!
    on a side note, i am not sure if you have seen the movie “perfurme” by the same actor. i know you will love it (if you haven’t seen it already)

    Like

     
  9. sanket

    July 4, 2011 at 1:45 PM

    વાહ જેવી..લાગણીઓને હચમચાવી મુકે એવો લેખ..અને બ્લોગ પર આ પિત્ઝા પરના ટોપીંગ્સ જેવું શેરિંગ…સુપર્બ. બ્લોગ પર માત્ર છાપામાં લખાયેલા લેખ જ અમુક લોકો મુકે છે..એના બદલે તમે જે કરો છો એ ગમ્યું.

    Like

     
  10. Chhaya Trivedi

    July 4, 2011 at 3:15 PM

    Great love !

    Like

     
  11. vividspice

    July 4, 2011 at 3:26 PM

    Love is not a plaything – and again do not write unless you can do it with a crystal conscience.

    a woman’s heart is ocean of secrets!

    – These lines has profound effect on my heart.

    ફેની એ તો મૃત પ્રિયતમનો ચડતો સિતારો એની હયાતીમાં જ જોયો…એને ત્યારે કેવી અનુભૂતિ થઇ હશે?

    – આવી કોઈ પરિસ્થિતિ ના વિચાર માત્ર થી દિલ હચમચી ઉઠે છે!

    Like

     
  12. Kartik M Mehta

    July 4, 2011 at 9:07 PM

    ખૂબ માહિતિપૂર્ણ લેખ રહ્યો.
    વધુમાં , તમે અહિ ઘણી લિંક્સ શૅર કરેલી છે. જેમા તમે , મૂળભૂત લિંકનો જ ઉપયોગ કર્યો છે.એવુ કરવા કરતા તમે જો લખાણમાં જ લિંક ને સંકલિત કરો તો વાંચવામાં વધુ સરળતા રહે અને તેથી વધુ, બ્લોગલેખનનું આ એક અદભૂત અને અનન્ય પાસુ છે જેનો અનુભવ પેપર પર ક્યાથી?(સિવાય કે ઓનલાઇન પેપરનો આવિષ્કાર થાય.)
    ઘણુ સહેલ છે છતા આ લિંક તમને મદદ કરી શકશે.
    http://en.support.wordpress.com/links/

    Like

     
  13. Envy Em

    July 5, 2011 at 6:30 AM

    Jaybhai, cong8s.
    JK is superb and JV is also superb!
    If some one can see it clearly, it shows why you are better than the lot out there.
    Sanket has rightly said – it is better to discect the topic for more detail which flows as undercurrent while presenting a topic than just doing copy-paste of same article for collecting dead deposites of ‘maza padi’.

    Like Monark, I would say, you have made many of my eves golden here in solitude. Thnx

    Like

     
  14. Ravi

    July 5, 2011 at 7:06 PM

    એ લેખ વાંચ્યા વિના આ પોસ્ટ વાંચવી નિરર્થક છે. આગળ વાંચતા પહેલા ના વાચ્યો હોય તો એ લેખ વાંચવા વિનંતી. આ રહી તે લેખની લિંક http://gujaratsamachar.com/20110703/purti/ravipurti/specto.html

    Sorry but the link isn’t working..! Is it only me or its same for everyone ??

    Like

     
  15. shailesh

    July 5, 2011 at 9:18 PM

    i like so…….its osam.

    Like

     
  16. Gaurang Patadia

    July 7, 2011 at 4:12 PM

    Hi JV,

    What should I say after reading this entire article in one sitting without a breath. As always your article has once again inspired me for something new. Feel satified and happy.
    Thanks for sharing this.
    Gaurang

    Like

     
  17. Gaurang Patadia

    July 7, 2011 at 4:14 PM

    Hi JV,

    You have shared lots of link and that is inspiring me a lot and gives me better understanding about background of each topic.

    Thanks

    Gaurang

    Like

     
  18. Jaydip Baba Patel

    July 9, 2011 at 6:56 PM

    LOVELY… MY GF’S NAME IS ALSO FENNY… AND M NOT GONNA LEAVE HER FOREVER… ITS AWESOME POST… THANKS J. V FOR CONNECTING ME TO THIS STORY.. U ROCKS..!!

    Like

     
  19. dkp

    July 18, 2011 at 7:24 PM

    dear sir,
    sayd apne kbhi aisa n suna ho pr aisa bhi hota hai, me 20 sal ka hoo or i m a studennt of msc
    me confuse hoo pta nhi kya kru bat ye hai ki me ek marwari parivar se hoo meri Engagement aj se 2 sal pehle ho chuki hai mene use kabhi dekha nhi hai na ajeeb pr hmare yha aisa hi hota hai or koi bdlna bhi nhi chata mujhe to bs uske nam or ye ki wo abhi to 12 ki studen hai muje kuch nhi pta jb mere parents ne mujhe kha tha tb mene mna hi kiya tha pr tb wo rone lge or waise bhi pariwar me tklife kam nhi thi me unhe aur dukhi nhi krna chahta tha aur emotional ho k ha to kr di pr sayd wo meri glti thi fir in do salo me maine khud ko mnae ki kafi koshish ki pr mujhe kuch hota hi nhi muje us ldki k liye koi ehsas hi nhi sochta hoo pr kuch smj nhi pata koi faisla to krna hi hai sayd mujhe sbse dur hona pde pr ye to hona hi hai koi smjta hi nhi ye bat aur na hi me smja pata hoo
    mene to apna faisla kr liya pr aap kya kehte hai sir apke khyal me main kya kru
    plz tell me sir
    good evening

    Like

     
  20. zeena rey

    July 19, 2011 at 3:33 PM

    jay…
    immense as universe…
    u made all fireflies shine in soul…
    lucky were they to feel so….blessed are we to read so…
    undoubtedly… u must had move in the depth of pain,madness to collect their belongings…..
    well…i lived one age of passions and kills…
    for this i present u a bow of admiration,respect & those adjectives which count Dracula hided…

    Like

     
  21. Sanket kumar

    July 28, 2011 at 9:05 PM

    You are awesome as always..!!!

    Like

     
  22. Chintan Oza

    August 28, 2012 at 6:01 PM

    vah..ekdum adbhut..!!

    Like

     
  23. Tech Show

    January 23, 2014 at 11:32 PM

    bov pela vanchelo …aaje fari vakhat vancjva ni mja pdi ..:)
    ek question….
    Sir tme aatlu badhu lakhi kai rite sko 6o??..:D

    Like

     

Leave a comment