RSS

મેઘદૂત : સાવન અને સેક્સની ભારતીય સંસ્કૃતિ !

10 Jul

ભારતીય સંસ્કૃતિના પ્રાચીન કાળની કમનસીબી એ છે કે ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ના આખા ભૂતકાળમાંથી ખણખોદિયાઓએ માત્ર ‘શિવમ્’નું જ મહિમાગાન કર્યું છે. આજની આખી એક પેઢી ભારતીય પ્રાચીનતા એટલે ભોગવિલાસવિરોધી શુષ્ક ભક્તિ એવું માનતી થઇ જાય- એ પાપકૃત્યમાં તેઓ સફળ થયા છે. આખી મોડર્ન જનરેશન ‘ઇન્ડિયન કલ્ચર’ના નામથી ભડકીને વેસ્ટર્નાઇઝેશનના ખોળે જતી રહી છે. જયારે જયારે સેકસના ખુલ્લાપણાંની વાત આવે, ત્યારે અચૂકપણે ‘પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ’નો જયઘોષ થાય છે. એકીસાથે હસવા અને રડવા જેવી આ વાત છે!

પ્રિય હિન્દુસ્તાનીઓને કોણ સમજાવે કે કામકળાનું ઉદ્દગમસ્થાન જ ભારત હતું! ભારતીય ધાર્મિક સાહિત્ય કે શિલ્પોમાં પણ શૃંગારના ફૂવારા નહિં, ધોધ ઠલવાયેલા છે- પણ મૂળ ગ્રંથો આખા વાંચવાની કયાં કોઇ તસ્દી લે છે? મુક્ત કામાચારનાં ધામ અમેરિકા નહી, પણ આ દેશમાંથી જ પહેલીવાર ‘ઇરોટિક’ સાહિત્ય જગતને મળેલું- જે હજુ પણ એવરગ્રીન છે. પણ ભારતીય સંસ્કૃતિમાં મૈથુન (શારીરિક સંબંધ)નું જે માઘુર્ય ‘અનાવૃત’ થયું છે- એનો આજની તારીખે મુકાબલો કદાચ ફ્રેન્ચ- મેકસિકન- ઇટાલીયન સોફટપોર્ન ફિલ્મો સિવાય ન થાય!

સીઝન સાવનની છે. વાયરા વરસાદી છે. મોડે મોડે પણ ગુજરાતમાં ચોમાસું ચોમેર બેઠું છે. વર્ષાઋતુમાં જો ભારતીય નાગરિકને સંસ્કૃત સાહિત્ય યાદ ન આવે, તો નુકસાન એને પોતાને જ છે! એમાંય મેગાહિટ છેઃ મેઘદૂત. માત્ર મહાકવિ કાલિદાસની રમણીય રચનામાં તરબોળ થઇ જૂઓ- હજુ સુધી પૃથ્વી પર સાવન અને સેકસનું આવું કલાસિક કોમ્બિનેશન થયું નથી!

મેઘદૂતની મજા એના વરસાદી વાતાવરણના અદ્દભૂત શબ્દ ચિત્રોમાં છે પણ એ પડતાં મૂકીને ‘એક દૂજે કે લિયે’ બનેલા નાયક- નાયિકાની વિરહવેદના પર ઘ્યાન આપો તો એમાં ‘પ્રવાસવિપ્રલંભ શૃંગાર’ છલોછલ દેખાય! વરસાદ નીતરી ગયા પછીના ગુજરાતના ડામર રોડ પર જેમ ઠેર ઠેર પાણીના ખાબોચિયાં દેખાય, એમ આખા કાવ્યમાં ચોમેર સેકસના ઉન્માદક અને ઉલ્લાસમય વર્ણનો પથરાયેલા છે.

‘મેઘદૂત’માં કવિતાનો પ્લોટ જ જાણે રોમાન્સની પરાકાષ્ઠા છે! દેવતાઇ અંશો ધરાવતી યક્ષ જાતિ શિવજીના સાંનિઘ્યમાં કૈલાસ પર્વત પાસેની અદ્દભૂત અલકાપુરીમાં રહે છે. એક યક્ષનું કામ પોતાના સ્વામી કુબેર (દેવતાઓનો ખજાનચી) માટે સવારે પૂજાના કમળપુષ્પ લઇ આવવાનું છે! પણ એ માટે વહેલા ઉઠીને પોતાની પ્રિયાના પડખાંનો ત્યાગ કરવો પડે, માટે યક્ષ રાતના જ કમળ તોડી આવે છે. એ બીડાયેલા કમળમાં રાત્રે કેદ ભમરો કુબેરને ડંખ મારે છે. (કયા કહને!) ત્યારે ફરજચૂકનો ખ્યાલ આવતાં કુબેર યક્ષને ૧ વર્ષ માટે દક્ષિણ ભારતના રામગિરિ પર્વત પર એકાંતવાસનો શ્રાપ આપે છે. દાંપત્ય જીવનમાં ગુલતાન પ્રેમી-પ્રેયસી વિખૂટાં પડે છે. ‘દિન ગુજરતા નહીં, કટતી નહીં રાતે’ વાળી ટિપિકલ બોલીવૂડ સિચ્યુએશનમાં એકબીજાની સ્મૃતિથી અને પુનઃ મિલનની આશામાં દિવસો કાઢે છે. કાલિદાસ લખે છે- આમ તો જુદા પડવાથી જ મૃત્યુ પામ્યા હોત… પણ ફરી મળવાનું છે, એટલે બંને જીવતા રહ્યા!

આઠ મહિનાની જુદાઇ માંડ માંડ સહન કર્યા પછી પોતાની પ્રિય પત્નીને સંદેશો કહેવડાવવા માટે વ્યાકૂળ યક્ષ અંતે કાળાં વાદળોની ફોજથી વરસવા માટે સજજ મેઘને પોતાનો દૂત બની ‘મેસેજ’ ફોરવર્ડ કરવાની વિનંતી કરે છે. યક્ષનો ‘લવ એસ.એમ.એસ.’ સ્વીકારનાર મેઘને યક્ષ કુદરત-માનવના ભવ્ય વર્ણનથી નવડાવી દે છે. આહાહા, શું વર્ણન છે! કાશ, ભગવા કપડાંની દીક્ષાને બદલે કાલિદાસની કૃતિઓના માર્કેટિંગથી ભારતની પહેચાન પરદેશોમાં બની હોત! સ્થળ સંકોચને લીધે થોડીક બાદબાકી સાથે (પણ એકેય શબ્દના ઉમેરા વિના) મેઘદૂતનું પ્રકૃતિવર્ણન બાજુએ મૂકી બારિશ અને બિસ્તરનો રસભરપૂર ઝલક વાંચીને જાતે જ નક્કી કરો ભારતીયતાના શૃંગાર વૈભવનું ગૌરવ!

કાવ્યની શરૂઆતના જ ‘ઇન્ટરવલ’ પહેલાંના ‘પૂર્વમેઘ’માં યક્ષ મેઘને મેસેજ લઇ જવાની વિનંતી કરે છે, ત્યારે જ કવિ ટકોર કરે છેઃ કામાતુર માનવી ભાન ભૂલી જાય એમાં શી નવાઇ? વાણી કે કાન વિનાના નિર્જીવ મેઘને સજીવ ગણીને યક્ષ વિનંતી કરવા લાગે- એ જ બતાવે છે કામાગ્નિનો દાહ! એક જમાનામાં ભારતમાં એક સ્ત્રી વઘુ પુરૂષોને કે એક પુરૂષ વઘુ સ્ત્રીઓને ભોગવે એ અસામાન્ય નહોતું (બલ્કે સામાન્ય હતું!) એવા દાખલા દશરથથી દ્રૌપદી સુધી મશહૂર છે. માટે યક્ષ મેઘાને કહે છે કે મારી પત્ની ‘એકસ્વામીત્વ’માં માનતી હોઇને મારા વિયોગથી વઘુ દુઃખી છે- બીજું કોઇ એના જીવનમાં નથી! મેઘદૂતમાં ‘મુક્ત’ ભારતીય સંસ્કૃતિના નિર્દેશો પારિજાતના ફૂલની જેમ ઢગલા મોંઢે વિખરાયેલા છે. બગલીઓના ઉદાહરણથી ‘ગર્ભાધાનોત્સવ’ (ગર્ભાધાન થાય, એ સમાગમનો અવસર) ઉજવવાની વાત છે!

વરસાદને સેકસ સાથે મેળવીને કાલિદાસે એવી એવી ઉપમાઓ આપી છે કે એ જેમની તેમ આજે કયાંક રજૂ કરો તો ‘વિકૃત ભેજાંનો વિદેશી’ જાણીને સમાજ કાં જેલ, કાં પાગલખાના ભેગા કરી દે! જેમ કે, મેઘ ‘સ્નિગ્ધવેણી’ યા ને સ્ત્રીના કેશ જેવો કાળો અને સુંવાળો છે! મેઘના આગમનથી વીજળી થતી જોઇને નારીઓ વારંવાર આંખો મીંચે છે અને ખોલે છે, માટે સ્ત્રીઓના ‘નેત્રવિલાસ’નું પાત્ર બનનાર વરસાદ ભાગ્યશાળી છે! આમ્રકૂટ (આજનો અમરકંટક?) પર્વત પીળી પાકેલી આંબાની ડાળથી છવાયેલા પર્વત હોઇ ને એના શિખર ઉપર વરસાદી વાદળો સ્થિર થશે, ત્યારે શ્યામ ટોચ અને ફરતે ઉપસેલી ગૌર ગોળાઇને લીધે એ પૃથ્વીના સ્તન જેવો લાગશે એમ યક્ષ મેઘને કહે છે! માર્ગમાં આવતી વેત્રવતી નદીના વહેવાનો અવાજ કામક્રીડાના ઘ્વનિ જેવો ઉત્તેજક ગણીને મેઘને એ નદીનું પુરૂષ સ્ત્રીનું ચુંબન લે, એવી તીવ્રતાથી જળપાન કરવાનું કહેવાયું છે! વિદિશા નગરી પાસેના પર્વત પર મેઘને આરામ ફરમાવવાની વિનંતી થઈ છે. કેમ?

કારણ કે, ત્યાં પહાડી કુંજલતાઓથી ઘેરાયેલી ગુફાઓમાં વડીલોથી અકાંત શોધી નગરના ઉત્તેજીત યુવકો ગણિકાઓ સાથે આનંદ કરતા હશે, તેમના શરીર પરના ચંદન વગેરેની સુગંધથી એ સ્થળો મઘમઘતા બન્યા હશે!ઉજ્જૈની પાસેની નિર્વિન્ધ્યા નદીને તો રીતસર કામિનીરૂપે કલ્પી લીધી છે! એના પર હારબંધ ઉડતા પંખીઓ ને એનો કટિબંધ, એના વહેવાના અવાજને એના ઝાંઝર અને એમાં વરસાદના ટીપાં પડવાથી બનતા વર્તુળાકાર વમળને એની નાભિ ગણાવીને પાછા કવિ લખે છે : પ્રિયજનને જોઈ એનું ઘ્યાન ખેંચવા અટકતી લટકતી મંદ ચાલે સ્ત્રી વસ્ત્રોને રમાડતાં પેટ અને નાભિ ખુલ્લા કરી આમંત્રણ આપે, ત્યારે પુરૂષે સ્ત્રીના આ વગર બોલ્યે થતા વિલાસો સમજીને એના અંતરને તૃપ્ત કરવું જોઈએ. લજ્જા જેનું ભૂષણ છે એવી પ્રકૃતિએ શરમાળ નારી એના મનોભાવ બોલીને નહિ, પણ ચેષ્ટાઓથી જ જણાવે છે! મેઘે પોતાની પ્રેયસી જેવી નદીઓને વરસાદથી તૃપ્ત કરી દેવી જોઈએ, કારણ કે જે સ્ત્રી ભોગો ભોગવતી નથી એ અકાળે જ વૃઘ્ધ થાય છે!

માશાલ્લાહ! જાણે શૃંગારનો જામેલો એકરસ વરસાદ! આખા મેઘદૂતમાં જાતીયતાના તાણાવાણા એવા ગુંથાયેલાછે કે જુદા પાડવા જતાં રોમાંચનું વસ્ત્ર ચિરાઈ જાય! સિપ્રાનદીના પવન માટે શું વિશેષણો છે? જુઓ : જેમ આખી રાતના ‘રતિશ્રમ’ (કોનવેન્ટિયા બાબાબેબીલોગ, રતિક્રીડા એટલે એકટ ઓફ ઓર્ગી, જાતીય સમાગમ)થી થાકેલી શય્યાસંગિનીનો થાક પુરૂષ એના માથે હળવેથી હાથ ફેરવીને ઉતારે,એમ સિપ્રાની લ્હેરખીઓ થાક ઉતારતો મૃદુ સ્પર્શ કરે છે! સુંદર સ્ત્રીઓને નીરખીને જોવાની ક્રિયાને ધન્યભાગ્ય ગણતા કવિ વળી મેઘને ઉજ્જૈન નગરની ‘લલિતવનિતા’ (લાવણ્યમયી સ્ત્રીઓ)ના વાળની સુગંધ અને એમના મેંદી, અળતા, કંકુ ચોળેલા પગલાંની છાપ સુઘ્ધાં મનમાં ભરી લેવાની તાકીદ કરે છે! આખી રાત પતિ બહાર વીતાવેતો પરોઢે આવે, એવી એકલી સૂનારી પત્નીને ખંડિતા કહેવાય છે. આવી ખંડિતાઓને પતિદેવો રિઝવતા હોય, ત્યારે ઉગતા સૂરજની આડે ન આવવા વરસાદને વિનંતી થાય છે! તો ગંભીરા નામની એક નદીને તો સંકોચને લીધે હૃદયની લાગણી અભિવ્યકત ન કરનારી (મનમાં ભાવે ને મૂંડી હલાવે) અનુરકતા નાયિકા કહીને કાલિદાસે મેઘદૂતનો સેકસીએસ્ટ શ્વ્લોક ફટકાર્યો છે.

નદીમાં ગેલ કરતી માછલીઓ જાણે વરસાદને આંખથી ‘ઈશારો’ કરે છે. નદીનો પ્રવાહ એના ભીના વસ્ત્રો છે, શ્વેત તટ જાણે એના ઉન્નત નિતંબો છે. ઉત્તેજીત સુંદરી ઢીલાં કરેલા વસ્ત્રોને પુષ્ટ નિતંબ પરથી સરકવા દે છે, પણ એને હાથથી પકડી રાખવાનું નાટક કરે છે. જેનો કમરથી નીચેનો દેહ અનાવૃત હોય, એવી અનુકુળ ઈચ્છાવાળી સ્ત્રીને કામરસનો સ્વાદ ચાખેલો કોણ રસિકજન છોડે? હંઅઅઅ….પરફેકટ ટ્રુથ.

અને બે વોચ જેવી ન્હાતી નખરાળીઓની સિરિયલ્સ કે શાવરબાથના ઉદભવતી સદીઓ પહેલા કાલિદાસે વરસાદમાં સ્નાન કરવા માંગતી યૌવનાઓનું કેવું કાવ્યાત્મક વર્ણન કર્યું છે! ગ્રીષ્મ ઋતુની ગરમીને લીધે અકળાયેલી અપ્સરા જેવી દેવતાઓની સ્ત્રીઓ કૈલાસ ઉપર શિવપૂજન કરવા જાય ત્યારે વાદળોને નિહાળે છે. પોતાના હાથના કંગનમાં જડેલા ધારદાર હીરાથી એ વાદળોમાં છેદ કરીને જળધારામાં સ્નાન કરે છે!

‘મેઘદૂત’ માં યક્ષની સંગિની કૈલાસ યાને હિમાલયમાં આવેલી અલકાનગરીમાં છે. કાલિદાસે અહી પણ નર નારીના ચિત્રો સજીવન કર્યા છે. બરફાચ્છાદિત ધવલ કૈલાસપુરૂષના ખોળામાં ગંગાનદીરૂપી રેશમી વસ્ત્ર પહેરેલી અલકા બેઠી છે. અલકાનગરીના મહેલો પર ગોરંભાતા વાદળો એનો અંબોડો, અને એમાંથી વરસતો ‘સ્નોફોલ’ એના વાળમાં ગૂંથેલા મોતીની સેર છે! આ અલકાનગરીની મણિજડિત અગાસીઓમાં પુરૂષો રૂપાંગના યુવતીઓને પડખે લઈને, એમના હાથથી મદહોશ મદિરા પીને ગમ્મત કરે છે. પ્રિયતમના સ્પર્શસુખથી સર્જાતી ઉત્તેજનાથી સ્ત્રીઓના વસ્ત્રોની ગાંઠ આઆઆપ ઢીલી થઈને સરકી જાય છે. ત્યારે ચપળતાથી કામી પુરૂષ એ વસ્ત્રને દૂર કરી અનેક અંગો પર હાથ ફેરવે છે. અને વારંવાર ચુંબનથી જે કામિનીના હોઠ બિંબફળ જેવા લાલ થયા છે એ અધરરસનું પાન કરે છે! આ જ વખતે બાજુમાં રહેલા તેજસ્વી રત્નોનો ઝગમગાટ નાયિકાના નગ્ન દેહને અજવાળે છે! તેથી એ શરમથી બહાવરી બનીને શણગાર માટે રાખેલા કંકુની મૂઠ્ઠી ભરી, એ રત્નો ઉપર નાખીને તેજ ઓલવવાનો વ્યર્થ પ્રયાસ કરે છે!

વોટ એન ઈમેજીનેશન! જરા આ પ્રસંગચિત્રનું મનમાં વિઝયુઅલ વિચારો. કોઈ રિમિકસ મ્યુઝિક વિડિયો પણ તેની આગળ પાણી ભરશે! અશ્વ્લીલતા અને ઉન્મત્ત શ્રૃંગાર વચ્ચે જે કરોળિયાના તાર જેવી ભેદરેખા છે, તે આ અદભુત કળાત્મક કલ્પનાશકિત જ છે! કવિએ તો વરસાદ આવે ત્યારે અદ્રશ્ય રીતે તેનો ભેજ દીવાલ પરના ચિત્રો બગાડી નાખે, એ સહજ વૈજ્ઞાનિક ઘટનાના નિરૂપણ પણ ‘જેમ કોઈ કામી નર વ્યભિચારના ઈરાદે લપાતો છૂપાતો આવીને બિલ્લી પગે ભાગી જાય, એમ પ્રવેશતો મેઘ’ એવું લખીને કર્યું છે! યક્ષે સંદેશ પંહોચાડવા માટે મેઘને અલકાનગરી અને પોતાની પ્રિયાનું ઝીણવટભર્યું વર્ણન કરે છે. આ અલકાનગરી કેવી રીતે ઓળખવી?

જવાબ મળે છે : ‘ચંદ્રકાંત’ નામનો દિવ્યમણિ ચંદ્રના કિરણો જેવો શીતળ ગણાય છે. અલકામાં રાત્રિનો પહેલો પ્રહર મદમસ્ત સમાગમમાં વીતાવ્યા પછી સ્ત્રીઓ થાક અને આસકિતની અગન શમાવવા મઘ્યરાત્રિએ ચંદ્રકાંત મણિનું (કહો કે, આજના એ.સી.નું) સેવન કરે છે. આમ તો આ સ્ત્રીઓ ફૂલ જેવી કોમળ છે. પણ પ્રિયજનના અંગનો સ્પર્શ અમૃત જેવો લાગતો હોઈને શ્વાસ હાંફી જાય, એવું દ્રઢ આલિંગન આપે છે.

નગરીમાં પ્રભાત થાય ત્યારે રસ્તાઓ પર મંદારવૃક્ષના ફૂલો વેરવિખેર પડેલા દેખાય કેમ? કારણ કે, રાતના ‘અભિસારિકા’ યાને પિયુને મળવા જતી શણગારસજ્જ સુંદરીઓ ઉતાવળે ચાલતી હોય છે. ત્યારે તેના કેશમાંથી મંદારના પુષ્પો ખરી જાય છે. માર્ગ પર ઠેરઠેર કાનમાં પહેરેલા સોનાના આભૂષણો પણ વેરાયેલા રહે છે. પીન પયોધરો યાને સુઘટ્ટ સ્તનમંડળ પર અથડાવાથી કંઠમાં લટકતા મોતીહારના દોરા તૂટે છે. અને મોતી છૂટ્ટા પડીને રસ્તા પર દડી ગયા છે! નગરની ચંચળ નારીઓ માત્ર નેણ નચાવીને ધનુષ્યમાંથી છૂટતાં બાણ કરતાં પણ વઘુ ધારદાર તીર છોડી શકે છે. અનંગ (કામદેવ)ની મદદ વિના માત્ર અંગથી જ ધાર્યા નિશાન પાડી શકે છે. આ સ્ત્રીઓના અંગનો સ્પર્શ કરાવી વૃક્ષો ખીલવવાના ઉત્સવો યોજાય છે. યક્ષની સંગિનીએ આવા હેતથી આંગણે એક વૃક્ષ ઉછેર્યું છે. યક્ષના ઘરની નજીક જ એક ‘ક્રીડાશૈલ’ જેવી (લવર્સ પાર્ક?) વાવ છે, જયાં કલકલ વહેતા પાણીના નાદ અને સુગંધી પવનો, હંસ – ભમરાના ગુંજારવ વચ્ચે યુગલો આવીને નિત્ય સહવાસ માણે છે.

‘મેઘદૂત’ના ઈન્ટરવલ પછીના ઉત્તરમેઘમાં અલકાનગરીની આવી ઈરોટિક વિગતો પછી પિયાવિરહણી સ્ત્રીની વિરહવેદનાના લક્ષણો છે. એ ભલે યક્ષની પત્ની છે, પણ પતિ-પત્ની થવાથી જ કંઈ આવું ઉત્કટ સામીપ્ય ન મળે! બંને એકબીજાના પ્રેમમાં મશગુલ પ્રિયતમ-પ્રેયસી છે, લગ્નબંધન ન હોય તો પણ! યક્ષ પોતાની સ્વીટહાર્ટનું વર્ણન કરતાં એ તપાવેલા સુવર્ણ જેવો ગોરો વાન ધરાવે છે, એમ કહે છે. શિયાળામાં હૂફ અને ઊનાળામાં ગરમી આપી એવા સુપુષ્ટ શરીર અને ફૂટડા ગાત્રોવાળીએ નાજુક નમણી નારી બહુ ઊંચી કે બહુ નીચી નથી. ઝીણી કળી જેવા હોઠ, માણેક જેવા ચમકતા દાંત, ગોળ અને ઉંડી નાભિ, અત્યંત પાતળી કમર, ઉંચા વિશાળ ‘કુંભ’ જેવા વક્ષઃ સ્થળ.. જે ઉરોજોના ભારને લીધે કમર સ્હેજ લચી જાય છે અને વળી ઘાટીલા વર્તુળાકાર નિતંબોના વજનને લીધે મલપતી ચાલે ચાલનારી એ સ્ત્રી પદ્મિની છે!

જો કે યક્ષ મેઘને ચેતવે છે કે મારી યાદમાં રડી રડીને એ સૂકાઈ ગઈ હશે. ઓળ્યા વિનાના વિખરાયેલા વાળે એનો ચહેરો ઢાંકી દીધો હશે. બળતા હૈયામાંથી સતત નીકળતા નિસાસાઓએ એના હોઠ ચૂકવીને ઝાંખા કરી નાખ્યા હશે! બહુ ભપકાદાર સજાવટ વિના એ વ્હાલાની યાદમાં વીણા વગાડતી હશે. પણ આંસું વીણાના તાર પર ટપકતાં હોઈને બરાબર સુર નહિ નીકળતા હોય! (કયા બાત હૈ!) ઉંબરા પર ફૂલ મુકીને જુદાઈના દિવસો ગણતી એ પ્રેયસીને આમ તો નીંદર જ નહિ આવતી હોય….

..પણ ઉંઘે તો સ્વપ્ન આવે, અને કમસેકમ સપનામાં તો વિખૂટા પડેલા સાથીનો સમાગમ થાય, એટલે છાતી પર કાલ્પનિક બાહુપાશમાં હાથ બીડીને એ રમણી સુતી હશે. દિવસ તો પસાર થતો હશે, પણ અગાઉ સાથે ગાળેલી રાત્રિઓની મોજ સ્મૃતિરૂપે સતાવીને એની રાત્રિ પર બોજ બનતી હશે. સૂકાયેલી લટો એની કોમળ ત્વચાને ખૂંચતી હશે. મેઘને એને ઓળખવાની નિશાની આપતા યક્ષ કહે છે કે કમરબંધ જેવા આભૂષણોનો ત્યાગ કર્યો હોઈને એની જંઘા (સાથળ) અડવી હશે. પતિનો સંદેશ વાહક વરસાદ નજીક આવતા શુભ શુકન રૂપે ડાબી જાંઘ ફરકશે- જે શય્યાસાથીના નખોડિયા વિનાની કેળાના ગર્ભ જેવી માંસલ અને ઉજળી હશે. રતિક્રીડા પછીનો વિરામ લેવા યક્ષ એ અંગને મૃદુ સ્પર્શથી દબાવી હળવો થતો હોઈને એને એ બરાબર યાદ છે. યક્ષ મેઘને હળવેથી જૂઈના ફૂલો પવનમાં ઉડાડી, ભીનાશની સુગંધ વાળો વરસાદી વાયરો લહેરાવી એને જગાડવા વિનંતી કરે છે. વીજળીના ચમકારાથી એને ડરાવ્યા વિના મેઘે ગર્જનાથી ‘સ્વામી સુહૃદ’ (પતિનો મિત્ર) તરીકે સંદેશો સંભળાવવાનો છે. પિયુના અભાવમાં પ્રિયતમાને એના શબ્દો પણ મિલન જેવા લાગે!

સંદેશો પોતાના ભરથારનો જ છે- એની ખાતરી માટે યક્ષ નિશાની પણ માદકતાથી છલોછલ આપે છેઃ હું કોઈ સામાન્ય વાત પણ બીજાની હાજરીમાં જાણે ગૂઢ રહ્સ્ય હોય એમ એના કાનમાં કહેતો, અને એ બહાને એના હોઠને સ્પર્શી ચુંબન દેતો આ સ્વીટ સિક્રેટ માત્ર યુગલ જ જાણતું. યક્ષના સંદેશામાં વરસાદની રોમેન્ટિક ઋતુ એકલા કેવી રીતે કાઢવી એનો સંતાપ છે. પર્વત પરની કુદરતના એકેએક દ્રશ્યમાં પોતાની પ્રેયસીને શોધવાનો વ્યર્થ તલસાટ છે. નાયિકાના નગરની દિશામાંથી આવતો પવન પણ એના દેહને સ્પર્શીને આવ્યો હોઈને એને ભેટવાનો થનગનાટ છે.

પ્રેમ ભોગવ્યા વિના (સંયમ કે બ્રહ્મચર્ય પાળીને) ખતમ થવાને બદલે વધીને મહાકાય પર્વતરૂપ બને છે, એ વાસ્તવિકતા પર અંગૂલિનિર્દેશ કરીને કાલિદાસ પુનઃ મિલનની આશા સાથે મેઘદૂત પુરૂં કરે છે!

બોલો! વિશ્વસાહિત્યને ઠોકરે ચડાવે એવી પ્રતિભાવાળા કાલિદાસોનું આ છે અસલી રંગીન ભારત! મેઘદૂત જેવી રસિક કૃતિઓ વિઝ્યુઅલ મનોરંજન વિનાના જમાનામાં કલમથી સર્જાઈ, એ તો ધન્ય! પણ વિચારો કે આ ભાતીગળ ભારતના સમાજે એને માણ્યું અને સાચવ્યું! બાકી, આજે અશ્લીલતા અને સંસ્કારોના નામે આજે એની હોળી કરવામાં આવી હોત!

# મારી ગત વર્ષે પ્રકાશિત બેસ્ટ સેલર બૂક ‘પ્રીત  કિયે સુખ હોય’માં સંપાદિત  ૪૩ પૈકીનો એક લેખ.  એ મૂળ તો ૨૦૦૪ના વર્ષારંભે  ‘અનાવૃત’માં પ્રગટ થયો હતો. આ બ્લોગને આજે ૧૦ જુલાઈએ એક મહિનો પુરો થયો. બ્લોગ શરુ કરવાનું ઘણા દોસ્તો કહેતા, પણ સમય આમે ય ટૂંકો પડતો હોય ત્યાં નવી જંજાળનો પથારો ક્યાં વિસ્તારવો, એમ માનીને હું એ પ્રલોભનમાં આવતો નહિ. પણ અચાનક  મધરાતે બ્લોગ શરુ કરવાના અચાનક આવેલા ધક્કા પાછળ મારો હુસેનસાહેબ પ્રત્યેનો પ્રગાઢ પ્રેમ કારણભૂત છે. એમના નિધન પછી અત્યંત ઈમોશનલ અવસ્થામાં – એમના વિષે મેં અગાઉ લખેલા ત્રણ લેખ ફેસબૂકની નોટમાં ના સમાતા, આખી રાત જાગી પેશનેટલી રાજીસ્ટ્રેશન કરાવી, હું કાચીપાકી ટેકનીકલ સમજ હોવા છતાં બ્લોગર બની ગયો. વિનય ખત્રી પાસે એની તાલીમ લેવી હતી, પણ હુસેનના લેખો માટેની ‘ગાલાવેલી’ તાલાવેલી એવી કે બધું ભૂલીને બસ ઝુકાવી જ દીધું.

‘ડગલું ભર્યું તે ના હટવું’ના જીન્સ મારામાં જન્મજાત છે. કાં કામ શરુ કરવું નહિ, અને કરવું તો પૂરી નિષ્ઠાથી એમાં ખૂંપી જવું! 😛 એટલે ગમે તેમ કરી થોડો સમય બ્લોગીંગ માટે કાઢું છું. તમારા અણધર્યા પ્રતિસાદની હેલીએ મને વધુ પાનો ચડવ્યો છે. એક મહિના માં ૫-૭ પોસ્ટસ પર મારી બાદ કરું તો ય ૨૫૦ જેટલી કોમેન્ટ્સ અને સાડા આઠ હજારથી વધુ હિટ્સ ! આ મારી મૂડી નથી, આપણા પ્યારની થાપણ છે. મારે તો વ્યાજ ચૂકવવાનું છે! 🙂 સભાનપણે આ બ્લોગને કેવળ છાપામાં છપાતા લેખોના ‘પ્રમોશન’ માટેનું મંચ બનાવવાનો ધખારો ટાળ્યો છે. આપ બધા રીડર-રાજ્જાઓ અને રીડર-રાણીઓના ‘ગુજરાત સમાચાર’ની કોલમને મળતા સ્વયંભૂ મૂશળધાર પ્રતિસાદને લીધે એની જરૂર પણ નથી, ને એ મને રૂચતું પણ નથી. સમયાંતરે , સાંપ્રત સંદર્ભને અનુરૂપ જુના લેખો આજની જેમ અવશ્ય મુકતો રહીશ. પણ આ બ્લોગ કેવળ એનું જ સંગ્રહસ્થાન નહિ બને-એ માટે મારા આવી ચુકેલા અને આવનારા પુસ્તકો છે જ. અહીં બીજું ય ઘણું આવતું રહેશે.આ સ્પેસ વધુ પર્સનલ છે, ડાયરી જેવી. જેના બધા નહિ તો કેટલાક પાનાઓ રીડર રાજ્જા-રાણીના દરબારમાં પ્રસ્તુત થતા રહેશે ..ઇન્શાલ્લાહ.

હુસેન જતા જતા વગર મળ્યે મને -અને કદાચ તમને આ બ્લોગની ભેટ આપતા ગયા. એનો પ્રથમ માસિક જન્મદિન ઉજવવા માટે કાલિદાસને યાદ કરવાથી વધુ રૂડું બીજું શું? મેઘદૂત એમની અને મારી પ્રિય કૃતિ. એનો કીલાભાઈ ઘનશ્યામવાળો જુનો અપ્રાપ્ય બની ગયેલો સંપૂર્ણ  અનુવાદ સૌથી વધુ અધિકૃત છે- કારણ કે પછીના તમામ અનુવાદોમાં અનુવાદકો જાતે જ સેન્સર બોર્ડ બની બેઠા છે. અષાઢી બપોરે આ લખું છું ત્યારે બહાર સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. મારો જ લેખ ફરી થી વાંચવાની મને જ મજા આવે એવું વાતાવરણ છે. જોઈએ તમને શું લાગે છે ? 😉

 
101 Comments

Posted by on July 10, 2011 in art & literature, feelings, india

 

101 responses to “મેઘદૂત : સાવન અને સેક્સની ભારતીય સંસ્કૃતિ !

  1. Envy

    July 10, 2011 at 4:37 PM

    jaybhai, today I relived this classic here..thnx.

    “..સભાનપણે આ બ્લોગને કેવળ છાપામાં છપાતા લેખોના ‘પ્રમોશન’ માટેનું મંચ બનાવવાનો ધખારો ટાળ્યો છે…” so true. Need to examine more on this!? No.
    (many ppl ask me or force me to start blog, I have registered too but avoid..reason is same, if cant maintain and most important is – if I dont find something new to share, why?)

    Like

     
  2. Bharat Garachh

    July 10, 2011 at 4:50 PM

    I always eager to read your article in Gujarat Samachar on Wednesday & Sunday.You are writing what I want to read.

    Like

     
  3. Darshit Goswami

    July 10, 2011 at 4:50 PM

    જયભાઇ,
    એક શબ્દ માં કહું તો “જમાવટ”,..!!

    મેઘદૂત ની એક કૃતિ વરસો પહેલાં શાળા ની નાની પણ ખાસ્સી એવી સમૃદ્ધ લાઇબ્રેરી માં થી લઈ ને વાંચી હતી ( ધોરણ ૯ માં ). આટલું સમજી શકું ત્યારે એટલી બુદ્ધી ખીલી નહોતિ. અને ઉપર થી કદાચ સેલ્ફ઼-સેન્સર ની કાતર પણ ફ઼રી ચુકેલી હશે.

    ફ઼રી થી મેઘદૂત યાદ અપાવવા બદલ ખુબ ખુબ આભાર અને “વિધાઉટ સેન્સર” લખવા બદલ અભિનંદન…

    કદાચ ભારતનાં બુદ્ધિધન ને લાગેલો કાટ, ધર્મ ના નામે વિકૃત ધર્માચરણ દ્વારા થયેલા દમન ને આભારી હશે. એવું મારું અંગત તારણ છે.

    Like

     
  4. vividspice

    July 10, 2011 at 5:14 PM

    હજી બે દિવસ પહેલાં જ તમારો આ જૂનો લેખ મનમાં યાદ આવ્યો હતો અને ફરી થી વાંચવાની ઈચ્ચ્છા થઈ. આજે જ્યારે તમારી આગળની પોસ્ટ વાંચવાની પુરી કરી અને જોયું તો નવી પોસ્ટ રેડી હતી.

    મજા આવી ગઈ! આ અષાઢી વરસાદી બપોરે બીજું શું જોઇઍ?

    Like

     
  5. ગીત અને ગુંજન

    July 10, 2011 at 5:18 PM

    તન્વી શ્યામા શીખરીદશના પક્વાબીમ્બાધરોશઠી,
    મધ્યેક્ષામાં ચકિત હરિણી પ્રેક્ષણી નિમ્નનાભી ….
    ખરેખર ખુબજ સુંદર લેખ જયભાઈ…આજેજ મેં કોઈ અંગતને કહ્યું કે કવિઓની વાત કરીએ તો કાલિદાસ, કબીર ને નરસિંહ મહેતાની કરીએ? અને એ પછીના અડધા કલાકમાંજ આ સુંદર લેખ વાંચ્યો અને જોયો … સાહેબ, આપે મારી જીંદગીમાં એક રંગ પૂર્યો! આભાર.

    Like

     
  6. Bhavin Badiyani

    July 10, 2011 at 5:22 PM

    Jaybhai, article farithi vachine majjaa padi gai… ane haa, aapna blog ne pahelo maasik janmdin mubaarak 🙂

    Like

     
  7. Rakesh Patel

    July 10, 2011 at 5:22 PM

    ૧૦ વર્ષ પહેલા વાચેલું મેઘદૂત ફરી વાંચવાનું મન થઇ આવ્યું…… કાશ તે સમય જેટલી મુગ્ધતાથી ફરી વાંચી શકું !

    Like

     
  8. Bhupendrasinh Raol

    July 10, 2011 at 5:40 PM

    સેક્સ શિક્ષણ વિશેનું સર્વ પ્રથમ પુસ્તક “કામસુત્ર” દુનિયાને આપનાર આ દેશમાં સેક્સ સપ્રેસ્ડ થઇ ગયો છે.સેક્સ વગર સર્જન શક્ય નથી,માટે સર્જન વિસર્જનના દેવ શંકરની કોઈ મૂર્તિ નહિ પણ એમના લિંગ એટલે જનીન અંગની પૂજા થાય છે.નવી પેઢીના ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે શિવજીનું લિંગ અને પાર્વતીની યોનીની આપણે પૂજા કરીએ છીએ.
    કાલિદાસ તો અદ્ભુત,એમનું મેઘદુત અદ્ભુત અને આપનો લેખ પણ અદ્ભુત.

    Like

     
  9. Jyotindra

    July 10, 2011 at 7:57 PM

    હું આજથી ૬૦/૬૫ વર્ષ પહેલાની વાત લખું છું. તે વખતે મેઘદૂત ચિત્રપટ આવ્યું હતું અને તેનું એક ગાયન ‘ ઓ બરસાકે પહેલે બાદલ મેરા સંદેશા લે કે જાના’ જયારે વિરહી યક્ષ ગાય છે તે મધુર ગાયન કાનમાં આજે પણ ગુંજે છે. મેઘદૂત ની બાળમન ઉપર પડેલી આ પહેલી છાપ. ત્યારે પછી ૧૦ વર્ષ પહેલા તમરો લેખ વાંચેલો અને આજે ફરી વાંચ્યો ત્યારે મૂળ કૃતિની અંદર મહાકવિ કાલીદાસે પોતાન પ્રાણને ન્યોછાવર કરી દીધો તેનો અહેસાસ થયા વિના રહેતો નથી. ‘કામસૂત્ર’ના રચયિતા ગુજરાતના અને ‘કોકશાસ્ત્ર’ પણ પ્રચલિત બન્યા. લાગે છે તેમ મધ્ય કાલથી વૃત્તિમાં પરિવર્તન આવ્યું અને સેકસ ને નીન્દવામાં આવી રહ્યું છે. ફરીથી અસલ મેઘદૂતને ગુજરાતીમાં અક્ષરશઃ ઉતારવામાં આવે તેવી લાગણી અસ્થાને નથી.

    Like

     
  10. Siddharth Patel

    July 10, 2011 at 7:59 PM

    suprb jay bhai….. jus awsum………………………

    Like

     
  11. Aarti Mandaliya

    July 10, 2011 at 8:22 PM

    ‘અષ્ટસખા’ તરીકે ઓળખાતા આઠ મહાનુભાવોએ વ્રજભાષામાં રાધાક્રિશ્નનના, કૃષ્ણ ગોપીના આટલાંજ શૃંગારિક વર્ણનો કર્યા છે જે

    દરેક ઋતુ અનુસાર આજેય દરરોજ વેશ્નવો પદ સ્વરૂપે બોલે છે, પણ મોટેભાગે અર્થ સમજ્યા વગર જ અને આવનારી પેઢીને એટલું જ શીખવાડાય છે કે દર્શન કરો,

    ગુરુદેવોના ચરણસ્પર્શ કરો, ભગવાનના ગુણગાન કરો, ભેટ ઘરો…ભાગ્યે જ કોઈ તેને સમજીને માણીને તેની સાચી સુંદરતાની અનુભૂતિ કરી શકે છે

    Like

     
    • ગીત અને ગુંજન

      July 11, 2011 at 10:01 AM

      ક્યાંયથી એ પ્રાપ્ત થાય કે? હું પરદેશ રહું છું પરંતુ આપે કહ્યા તે પદો વાંચવાની પ્રબળ ઝંખના છે.

      Like

       
      • Janardan

        June 10, 2014 at 6:49 PM

        I can provide details,geet gunjan,I am in Florida and have an abiding interest in Sanskrit literature

        Like

         
    • Mayur

      July 15, 2017 at 11:09 AM

      Sachi vaat

      Like

       
  12. Chirag

    July 10, 2011 at 9:22 PM

    જયભાઇ, બહુ જ સરસ કાલિદાસીય લેખ. મજ્જો પડી ગયો. થોડા સમય પહેલા મારા બ્લૉગ પર મે લખેલી બે કવિતડીઓ તમારા રસદર્શન માટે અહી મુકવાની લાલચ રોકી શકતો નથી.

    http://rutmandal.info/guj/2010/08/sansarg/

    ઘટા ઘનઘોર ઘેરાતી આ કાળી ભમ્મર કેશગુચ્છે,
    નિરભ્ર જ્યોતિ પ્રગટતી આ તીવ્ર નયનકટાક્ષે,
    કમળની કુમાશ ખીલતી આ નાજુક ઓષ્ઠે,
    રેશમી ભીનાશ નીતરતી આ અર્ધખુલ્લા સ્તનયુગ્મે,
    સુવર્ણરજયુક્ત પારીજાત ડોલતું આ ત્વચારોમમાં,
    હંસલીની ડોક મલપતી આ કમર વળાંકોમાં,
    પર્વતોથી ઘેરાયેલી ખીણ ભાસતી આ નાભિગુફામાં,
    આચ્છાદિત તાડફળી ઉગતી આ પુષ્ટ નીતમ્બોમાં,
    ગુલાબની પંખુડીઓ ફરફરતી આ રક્તિમ ચરણોમાં,
    સુગંધી ક્રીડા કરતી સ્વેચ્છાએ આ દેહયષ્ટીમાં,
    પ્રકાશ પરમનો અજવાશતો આ આતમગોખમાં,
    પ્રિયે, ઉડતો રહું ચોફેર કલ્પનાના આ સંસર્ગમાં

    http://rutmandal.info/guj/2010/05/kreeda/

    ધન અને ઋણની જો, કેવી થઈ આવી ક્રીડા;
    જન્માવે અગનજ્વાળા, કેવી ભારે મીઠી પીડા.

    મધઝરતી આંખોના કામણ, પરાગઝરતા અધરો;
    ગ્રસી લીધાં બધાં રજ, પ્રગાઢ ચુંબને આ અધરો.

    સુરાહી-શી ગરદન પર, મચાવ્યું કમઠાણ ચુંબને;
    નીપજી કેવી દંતાવલી, રક્ત-બીબું જે સુરાકંઠને.

    ઉત્તંગ હીમાલય શા ભાસતાં, બે કુચ કેવાં મસૃણ;
    ઓષ્ઠોથી શીલ્પ કંડારું ગીરીરાજે, આકારે અણજાણ.

    નાભી કસ્તુરીને માણું, તરબતર કરું મન-ઉપવન;
    કાળી ગહેરાઈમાં છે લતાઓ, આખેટ મારું એ વન.

    પુષ્ટ નીતંબોની અફાટ ખીણે, ખળખળ હું વહેતો;
    ઉગતી સહુ મારા હ્રદયાકાશે, વનરાઈઓ હું માણતો.

    આગ્નીધ્ર એવી વેદી મહીં, ઘૃત છાંટણાં જો કરું;
    અર્ધ્ય આપ્યો એ યજ્ઞે, સમતુષ્ટી પામ્યાં જે ખરું.

    આવી જન્મી છે સૃષ્ટી પ્રીયા, ભવોભવ આ જ ખેલ;
    શરું થયો છે ત્યાંથી, સત પામવા ખરાખરીનો ખેલ.

    Like

     
  13. sanket

    July 10, 2011 at 10:23 PM

    વાહ જયભાઈ વાતાવરણને અનુરૂપ મસ્ત લેખ. લેખ વાંચવાની તો આમેય મજા આવે પણ જયારે આવું વાતાવરણ હોય ત્યારે ફીલીંગ લોંગ જમ્પ મારવા માંડે. તમારા લેખોમાં તો વાંચેલું જ પણ હમણાં પર્સનલી આપણા ધાર્મિક ગ્રંથો વાંચું છું ત્યારે આ બધું વાંચવા મળે છે. કાલિદાસ અને અન્ય સંસ્કૃત લેખકોમાં તો ખરું જ પણ એવા ગ્રંથો કે જેને આપણે ધાર્મિક અને પૂજા કરવા માટે માની લીધા છે એમાં તમામમાં, આપણા પૂજ્ય પાત્રો વિષે આ બાબતો બહુ સહજ રીતે આલેખાઈ છે જે વધુ(!) નોર્મલ છે..એ જ બતાવે છે ત્યારનો સમાજ કેટલો પારદર્શક હતો. ધાર્મિકતા અને સેક્સને ક્યા અબુધ લોકો એ વિરોધી બનાવી મુક્યા છે એ સમજાતું નથી..આપણને આપણા “એ” , “સાચા” પ્રાચીન ભારત પ્રત્યે માન હોવું જોઈએ…

    Like

     
  14. Satish Dholakia

    July 10, 2011 at 10:56 PM

    ધારા પ્રવાહ મા વહેતુ સુન્દર લખાણ કોલેજ કાળ મા લૈ ગયુ, ત્યરે પણ આટ્લી ઉત્કટ્તા થી કોઇએ સમજાવ્યુ નહોતુ !

    Like

     
  15. Bhargav

    July 11, 2011 at 1:37 AM

    જયભાઈ

    ફરી એક વખત આ લેખ પ્રસીધ કરવા માટે તમારો આભાર
    રીયલ મેઘદુત નો અનુવાદ ભલે ગમે એટલો સારો હોય ….પણ તમારી ભાષા માં એને માણવાની વાતજ કાઈ જુદ્દી છે.
    બીજી વખત વાચવા છતાં પણ નવીજ અનુભૂતિ થઇ…

    Like

     
  16. Dharmesh Vyas

    July 11, 2011 at 9:57 AM

    બહુ જ સરસ જયભાઈ….

    Like

     
  17. jay padhara

    July 11, 2011 at 9:58 AM

    ઉત્તેજિત..!!! No More.

    Like

     
  18. Ashvin Khokhariya

    July 11, 2011 at 10:10 AM

    Sir, aa lekh bahu j mast chhe…really thanks for post

    Like

     
  19. bansi rajput

    July 11, 2011 at 4:17 PM

    🙂 so hot so romentic……

    Like

     
  20. kishan Mistry

    July 11, 2011 at 6:02 PM

    What a article.. Thnx 4 sharing it..
    Sum touchy(!!) lines..
    >”ઉત્તેજીત સુંદરી ઢીલાં કરેલા વસ્ત્રોને પુષ્ટ નિતંબ પરથી સરકવા દે છે, પણ એને હાથથી પકડી રાખવાનું નાટક કરે છે..”
    >િયતમના સ્પર્શસુખથી સર્જાતી ઉત્તેજનાથી સ્ત્રીઓના વસ્ત્રોની ગાંઠ આઆઆપ ઢીલી થઈને સરકી જાય છે. ત્યારે ચપળતાથી કામી પુરૂષ એ વસ્ત્રને દૂર કરી અનેક અંગો પર હાથ ફેરવે છે. અને વારંવાર ચુંબનથી જે કામિનીના હોઠ બિંબફળ જેવા લાલ થયા છે એ અધરરસનું પાન કરે છે! આ જ વખતે બાજુમાં રહેલા તેજસ્વી રત્નોનો ઝગમગાટ નાયિકાના નગ્ન દેહને અજવાળે છે! તેથી એ શરમથી બહાવરી બનીને શણગાર માટે રાખેલા કંકુની મૂઠ્ઠી ભરી, એ રત્નો ઉપર નાખીને તેજ ઓલવવાનો વ્યર્થ પ્રયાસ કરે છે!

    Omg.. Ek ek line vanchta vanchta je picture magaj ma chaltu htu eto unblvble 6e.. Awsm article.. Saru thayu kalidas aaj na india ma nathi.. Nahitar aavu badhu to amne enjoy karwa j na malyu hot..

    Like

     
  21. Gaurang Patadia

    July 11, 2011 at 6:55 PM

    Hi JV,

    I read your blog about the way you celebrated your dad’s birthday. I live in UK and my parents are in India and I am feeling like I should just fly to india on next anniversary of parents and just celebrate it in a grand way.

    Another thing JV is I dont but in your article there is a kind of magantic feeling which I cant resist and I always read your articles in one sitting without blinking my eyes.

    As always you are great and I pray to god that you keep writing like this and keep motivating us like this.

    We love you JV.

    Gaurang

    Like

     
  22. rishi

    July 11, 2011 at 9:13 PM

    I Like it very much!
    It is awesome!

    Like

     
  23. sumit govani

    July 11, 2011 at 10:18 PM

    no words…… it’s amzing & SEXOTIC..

    Like

     
  24. Nilesh Mandaliya

    July 12, 2011 at 12:16 AM

    khubsurti sathe lakhael rachanao mani eak che.khub maza padi.

    Like

     
  25. Sandy Donga

    July 12, 2011 at 10:23 AM

    જય ભાઈ ફરીથી વાંચવની મજા પડી … માને આ લેખ શેર કરવાનો મોકો મળ્યો તે માટે આભાર.
    બાકી તો શબ્દો નથી મારી પાસે ,,, કે હું વધારે લખી સકું {લેખક નહીં ને હું માટે }
    આભાર

    Like

     
  26. Shahil

    July 12, 2011 at 3:39 PM

    જય ભાઈ…..
    એક જ શબ્દ મોઢા માંથી સરે છે…….”અદભુત…!!!”
    તમે ખાલી શબ્દો થી તો લખતા જ નથી….સાથે-સાથે કૈક બીજું પણ હોય છે….. બસ સંમોહિત થઇ જવાય છે….વિષય ગમે તે હોય… આપ એને પ્રસ્તુત એ રીતે કરો છો કે એ વાંચનાર નો એ “રસ” નો વિષય આપમેળે બની જાય છે. આપનો આ બ્લોગ જે અમ રીડર -બિરાદરો માટે તો એક વાંચન નો સમુદ્ર બની રેહશે….!!! આભાર સ્વ. હુસેનસાબ નો અને આપનો પણ.
    (મારું મંતવ્ય) >તમારો આ લેખ વાંચવા અષાઢી બપોર ની ક્યાં જરૂર છે? આપનો આટલો શૃંગાર-રસ થી ભરપુર લેખ વાંચ્યા પછી એ બપોર હોય કે રાત…… અષાઢી વાતાવરણ હોય એવું જ અનુભવાય છે….!!!
    આ શબ્દો ખુબ ગમ્યા…….‘ડગલું ભર્યું તે ના હટવું’ / રીડર-રાજ્જાઓ / મૂશળધાર પ્રતિસાદ / આ સ્પેસ વધુ પર્સનલ છે, ડાયરી જેવી.

    Like

     
  27. zeena rey

    July 12, 2011 at 7:07 PM

    jv………
    most of everyone like this article……….
    well…………
    i thought…………….
    it would be on heights……..
    if u would had said nothing but let us read between the lines………

    sorry but ur articles enthralls when u points thing without touching them……….

    for examples… in ur articles of keats………….

    the whole apic was knoced by ur two lines about Fanny that” fanny pretends to understand keats poems and to love them……….but she love the man keats not the poet…..”

    that was the beauty of ur pen………

    anyhow….. this one revives …

    Like

     
  28. Niraj

    July 12, 2011 at 7:12 PM

    અફલાતૂન લેખ છે. આભાર જે.વી.

    Like

     
  29. Dr.Vasant Shroff.

    July 12, 2011 at 7:14 PM

    wow jaybhai….shabdo nathi….aa lekh na vakhan karva mate!!!!!ADABHUT….. word pan nano pade chhe!!!!!! Aanarvut and spactrometer no PANKHO to chhu jj….pan blog lakhi ne to have TASDO padi gayo…maza padi gai. Jaybhai….khub khub abhar.

    Like

     
  30. Ronak Maheshwari

    July 12, 2011 at 10:35 PM

    ekdum erotic article……samay na abhave…thodo late thai gayo vnachava ma pan kharekhar khub j maj avi gayi che……..a lekh ne mein copy pest karine mara p.c ma sachavi ne rkhyo che…biji var time madse etle parithi vanchi lais
    ane ha jay bhai thanks for sharing with us:D

    Like

     
  31. Rajesh Goswami

    July 13, 2011 at 12:28 AM

    Extraordinary article,as if seeing & reading RK picture Satyam,shivam,sunderam.

    Like

     
  32. sunil

    July 13, 2011 at 9:04 AM

    once more jaybhai ? kalidas jeva mahan kavi thaki j inida shaine bhai

    Like

     
  33. VISHAL JETHAVA

    July 13, 2011 at 1:23 PM

    સત્ય અને સુંદર…!
    તમારી ભાષા માં એને માણવાની વાતમાં જ જલસો પડે….

    Like

     
  34. Vishal Trivedi

    July 13, 2011 at 3:00 PM

    ખુબ સરસ

    Like

     
  35. Devanng Dhotijotawala

    July 18, 2011 at 7:21 PM

    Sorry Jay bhai puri post nahi vanchai..Hu pan manas chhu..amne pan kai kai thay yaar…main pan library ma ek vakhat “gitgovindam” nu anuvaad vanchelu..aapna sahityakaro rasik hata..pan have badhho ras west ma chalyo gayo chhe. Saras Article..Jay Vasavda ne chhje evo article…

    Like

     
  36. shailesh

    July 19, 2011 at 12:09 AM

    superb

    Like

     
  37. Hiren Maheriya

    July 25, 2011 at 10:54 PM

    Jay bhai you are great! thank you ‘MEGHDUT’ MATE !!!!!!!!!!!!!!!!

    Like

     
  38. kiran. r. tanwani

    July 27, 2011 at 1:37 AM

    waah… waah…. jay bhai, majja padi gai, tamaro darek lekh vanchya pachi ek anokho ane aanandit anubhav thay che, je akalpniy che, superb… tamaro lekh vanchta evu lage che jane tame mari pratyaksh besi ne mane lekh vanchi ne kehta hov….

    Like

     
  39. કલ્પેશ સથવારા

    July 28, 2011 at 1:09 AM

    ખૂબ જ સરસ.

    ખરેખર મેઘદૂત જેવો સુન્દર ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે અને આપણા રુટીન જીવન માં સંસ્કૃત નું એટલું ચલણ ના હોઇ મેઘદૂત લોકભોગ્ય નથી બની શક્યું.

    ઉપરાંત આપના જેટલી હિંમત થી આટલું સુન્દર અને બોલ્ડ લખવાની કોઇએ પહેલ નથી કરી કે સાહસ નથી કર્યુ. અમુક વર્ણન તો એટલા સરસ છે કે વખાણવા શબ્દો નથી મળતા, Quotation ટાંકી ને પુનરાવર્તન ટાળું છું.
    મેધદૂતનો ગુજરાતી અનુવાદ હોય તો જણાવવા વિનંતી છે.

    ફરી એકવાર આભાર..

    Like

     
  40. bhavishamaurya

    July 28, 2011 at 12:39 PM

    Amazing article…just superb and speechless also…

    I would like to know if “Medhdut is available in gujarati or in english or not”.

    Like

     
  41. bhaumik

    July 29, 2011 at 4:37 PM

    thank you……………….

    Like

     
  42. naina

    July 30, 2011 at 2:19 PM

    mane pan megdut vahvu game che.meghdut kaya thi mali shkshe? JV sir tame khubaj good lakho cho te pan hart thi. very good.

    Like

     
  43. Nitin Chotai

    July 31, 2011 at 8:17 PM

    mind blowing jv
    you know i had a feeling that our old Indian stuff are far more advance than any other in this wide world you just gave recognition
    keep writing !!!!!!

    Like

     
  44. Vishal

    July 31, 2011 at 9:50 PM

    even pictures are superb……any idea about source?? are they real photographs or drawings??
    indian sensual photographs are very rare..

    Like

     
  45. Nayan Tarasaria

    August 3, 2011 at 5:30 PM

    Kalidas explained by real lover

    Like

     
  46. Chintan Oza

    August 5, 2011 at 12:29 AM

    fari fari ne aa lekh vanchvani maja j kai aur chhe…adbhoot …bas aa ek j shabda aa lekh mate…thank you sir.

    Like

     
  47. sai kishor.chauhan9@Gmail.com

    August 5, 2011 at 1:54 AM

    fear chy neajar ne samejany bakey wata bathe sache cha loko kam nathe samaj ta k pram maj Iswar ne sakshe cha !!!!!!!!!!!!!!!!!!!

    Like

     
  48. Parul Solanki

    August 6, 2011 at 11:48 AM

    Radhe krishna,

    આમ તો જુદા પડવાથી જ મૃત્યુ પામ્યા હોત… પણ ફરી મળવાનું છે, એટલે બંને જીવતા રહ્યા!

    Like

     
  49. shailesh

    August 7, 2011 at 7:23 PM

    feki musti kumkum bhari, laj ni mari toye
    ratno kera jagmagi rahya, deep na olvaye….

    what an imagination…..!!!

    after reading MEGHDOOT i believe in magic….

    Like

     
    • Nitin Chotai

      August 8, 2011 at 6:20 PM

      is this poem or say meghdoot on net ? can somebody send me a link?

      Like

       
      • shailesh

        August 9, 2011 at 10:35 AM

        i have 4 copy of meghdoot already. if u r in a’bad…tell me n i’ll gift one of them…

        Like

         
  50. shadikshaikh

    August 20, 2011 at 2:57 PM

    superb sirji..!

    Like

     
  51. vandana

    September 7, 2011 at 6:04 PM

    Suparb JV….thanks for remind MEGHDUT once again…..

    Like

     
  52. kunal

    October 29, 2011 at 11:42 AM

    excellent sir…aavu aapta rehjo pls.

    Like

     
  53. Anita

    November 26, 2011 at 12:15 PM

    Thank you very much Sir,

    I think you are doing a great job of keeping Bhartiy sanskuti live and inspiring us to recognize our cultural wealth.. very very well done.. Keep it up.

    Like

     
  54. ashish rathod

    December 10, 2011 at 3:05 PM

    waah…..waah…..thanks to jaysir…….

    Like

     
  55. Mayank K Bhatt

    June 6, 2012 at 1:47 PM

    katibandh no arth su thay?? jara janavsho>>

    Like

     
  56. Mayank K Bhatt

    June 6, 2012 at 2:08 PM

    Thanks a lot sir,
    Atyar sudhi bas naam j vanchyu hatu.. std. 5 th na samajvidhya ma vikrmorvashiy eva aghra naam sathe aa naam (Meghdut) vanchelu.. Pan aje janva malyu ke aa mahakavy su 6e>
    kharekhar kavya na garbh ne laine nai , pan atyar na bhadra kevata abhadra samaj ne Mahakavi KALIDAS nu naam j khabar hoy 6e, karelu kaam nai.. to anusarvano to sawal j kya aave> kher again happy 2 read u . n of course have u as motivational guide in all manner.

    Like

     
  57. Anny Naik

    June 8, 2012 at 10:12 PM

    Ati sunadr jay sir. Tamaro aa blog vanchi ne mara sutels spndano jagi uthya. meghdut ma Yaksh eni priytama ne sandesh moklave chhe pan mare to e option pan nathi kam lage evu. Maro priyatam to eve desh ma jai pahochyo chhe jya koi sandesh ke chiththi na pahochi sake. Meghdut ne jivavani umare kudarte amne chhuta padya chhe bas meghdut ni naeeka jevi j mari paristhti chhe. Pan atisundar chhe tamaro blog. gujrati lekhako ma hu ghana chuninda lekhako ne varamvar vanchu chhu tethi j kadach mara vicharo ghana metured chhe enu mane gaurav chhe. Thanks to u sir

    Like

     
  58. Shrey

    June 18, 2012 at 6:36 PM

    Jay bhai you have the eye sight of ‘CUPID’.

    Like

     
  59. Siddharth Roy

    June 22, 2012 at 2:34 PM

    Ghana Samay Bad “sumadhur; kavyatmak; alankarik ” description vanchava madyu … high school ma vancheli ketlik sanskrit natako ma aaj rite varnan joyelu ,, aje tamara article thi yad avi gayu .. Gujarati ma article kaik alag j tari ave 6 …. Ur whole article In 1 word “” Picturesque “”

    Like

     
  60. Harshad Mehta

    August 30, 2012 at 11:01 PM

    jaibhai, a lekh vachne mane bahu anand thayo chhe have hu tamara blog no adi thai gayo chhu…..

    Like

     
  61. Pankjsinh Gohil

    April 21, 2013 at 2:57 AM

    ગ્રે…..ટ, અદભુ….ત, અનાવૃત, હ્મમ્મ્મ્મ…. શબ્દો ને વિચારો માં ઘોળી રહ્યો છું
    આ ચૈત્ર માસ માં માવઠું થયું અને તેમાં આ રાત્રે ૧ વાગ્યે મેઘદૂત ઉપર નજર પડી અને ૨ (બે) વાગ્યે ખુલી આંખોએ કલ્પના માંથી બહાર નીકળવાનું મન નથી થતું શું શું વખાણું? અને શું છોડી દઉ?
    તમે મુકેલા ચિત્રો જય પ્રધાન, કિશન મિસ્ત્રી એ કરેલી કોમેન્ટ મને વાચ્યા વગર જ મગજ માં આવી પરંતુ આ કાલિદાસ નું મેઘદૂત વાચવા માં હું મોડો પડ્યો

    Like

     
  62. SAM69

    July 4, 2013 at 10:31 AM

    Jay bhai , Very nice , i m realy imprease.
    Pl. tell me with gujarati book is good for enjoy to read like this.
    If possible pl. send me book title on my mail.

    Samir

    Like

     
  63. mitesh makwana

    July 9, 2013 at 3:59 PM

    superb

    Like

     
  64. HIMANSHU PARIKH

    July 9, 2013 at 5:39 PM

    AFLATOOOOOOOOOOOOON!! SHA MATE KALIDAS MAHA KAVI KAHEVAYA E AA VANCHI NE KHABAR PADE!
    Meghdoot ma Shrungarik Varnan ni sathe sathe j , Stri Purusho na Svabhav tatha Laxan nu Varnan, Prakruti tatha Bhugol nu Varnan!!! Mind Boggling!!! Lage 6 Mahakavi Kalidase Khub j Research Karyu hovu joyie!!

    Like

     
  65. MOHAMMED AYAZ

    July 9, 2013 at 5:39 PM

    Bhai.kya gajab sence he aapki.

    Like

     
  66. HIMANSHU PARIKH

    July 9, 2013 at 5:40 PM

    Thanks Jay Sir, for putting this article in Understandable Gujarati Language

    Like

     
  67. Pinal Love Mehta

    July 9, 2013 at 5:46 PM

    કેટલીય વાર આ આર્ટિકલ વાંચ્યો તોય આજે ફરી બે વાર વાંચ્યો. હુ તો મેઘદુતય ભુલી ગઈતી, જે પાછુ થોડુ યાદ આવી ગયું. ચિરકાલીન આર્ટિકલ.

    Like

     
  68. manisha

    July 9, 2013 at 5:51 PM

    Superb…again fall in love !

    Like

     
  69. Yash

    July 9, 2013 at 7:04 PM

    One of the All-time favorite articles. capturing the sensuality and eroticism of Kalidas’s seductive language… the cloud-clad sky becomes an Imax Dome reflecting the sultry imagery of the beloved poet.

    The beautiful book that Jay sir has mentioned in the foot note – Meghdoot by Kilabhai Ghanshyam is readily available on the Official Govt. of India digital library.

    http://www.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=Meghdoot&author1=Kilabhai%20Ghanshyam&subject1=Literature&year=1940%20&language1=gujarati&pages=263&barcode=99999990287931&author2=&identifier1=&publisher1=Mumbai,.Gujarati%20Printing%20Press&contributor1=&vendor1=NONE&scanningcentre1=Banasthali%20University&slocation1=NONE&sourcelib1=Chimanlal%20Mangaldas%20Granthalaya%20Gujarati%20Sahitya%20Parishad,Ahmedabad&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2012-10-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data9/upload/0285/863

    dli downloader (http://sanskritdocuments.org/scannedbooks/dlidownloader/) can be used to download it.

    The library itself an inexhaustible treasure-trove. Jin khoja tin paiya!

    Like

     
  70. Nilesh Gandhi

    July 9, 2013 at 9:00 PM

    Enjoyed reading every word of your beautiful article ! It was as if Kalidas is writing Meghdoot for current era ! Full marks to you for making the beautiful poem relevant to us by your wonderful & logical reasoning ! Thanks !

    Like

     
  71. kavadhiren

    July 9, 2013 at 9:18 PM

    જસ્ટ સુપર્બ…………

    Like

     
  72. bkjethwab

    July 9, 2013 at 10:07 PM

    કેટલું સહજ ! .. વાહ ..

    Like

     
  73. mayuri

    July 9, 2013 at 11:04 PM

    superlike… synopsis of meghdoot…

    Like

     
  74. rajesh makwana

    July 10, 2013 at 10:49 AM

    JAY BHAI…… SHU KAV YAAR…. MARA SWASOSWAAS PR KAABU NTHI AA LEKH VANCHINE… ME KYAREK KYAREK TMARA LEKH VANCHYA CHHE… PN ALEKH VANCHINE…. MAN THAY CHHE K NOKRI CHHODI DV ANE AAKHO DIVAS TMNE J VACHU,,, NTHI SHABDO MARI PASE,,,,, TME NJR SMX NTHI,,, BS TMNE IMAGINE KRINE VANDAN KRVA CHE,, TMAR HATH CHUMVA CHE… SHU CHHO TME YAAR… EK PEMI MANAS J SMJI SHKE TMARA LEKH NE…. TMNE NTHI KHBR AATLI POST LKHVA MATE ME KETLI BDHI VAAR BACKSPACE BTN NO USE KRYO CHHE,,, LKHVANI UTAVAL MA ADADHO SHBD J LKHAY… SALUTE SAHEB….. BS AMNE AAVAJ LEKHO THI TRBOL KRTA RAHO.. ISHVAR NE PURA DIL THI PRARTHNA K TMNE HJU AA KLA NIKHRVA MATE SHAKTI AAPE…. PUSHKAL PREM AMARA VTI TMNE… SALUTE REPEAT SIR…………..

    Like

     
  75. NAREN

    July 10, 2013 at 11:03 AM

    badan pe sarakti bund dekhake man karata bund ban javu, bhale hi bund ki jindagi kuch lamho ki ho, kuch hi pal me sadiyo ki khusiya palu.

    Like

     
  76. Vijay Thanki Dr. V.R.Godhania Mahila college.Porbandar

    July 10, 2013 at 2:33 PM

    બહુ જ સરસ જયભાઈ….

    Like

     
  77. prashant bhavsar

    July 10, 2013 at 4:23 PM

    saaheb….. badhi vaat baaju par muko..ane e kaho ke Sanskrit koN shikhavaade 6e?
    ane original Meghdoot kyaan maLashe???? !!!!!!!!!
    One more poetic artical….

    Like

     
  78. shely

    July 11, 2013 at 3:58 PM

    adbhut lekh chhe sir…kalidaas ni kruti o ne ahi aalekhva badal aabhar.. man prafullit thai gayu aa varsadi vatavaran ma..sir

    Like

     
  79. Ng

    July 12, 2013 at 11:32 PM

    this was first article i read from you.. and again reading it feels awsome…
    and yeah after this gujarat samachar’s sun and wed edition became urdufor me….alwas kay pn joya pahela e jovu k tame aa vakhte kya topic pr lakhyu che ( ane ha jo mara last week joyela movie pr j hoy toto game teltu late thatu hoy to bi aakho vachu 🙂 )…..thnks for giving me a good habit JV …cheers 🙂

    Like

     
  80. parth chudasama

    July 14, 2013 at 11:00 PM

    mast………….ahi hamna y varsad j pade che………………..btw mane yad che jyare hussain saheb nu nidhan thayu tyare me tamne thanks kaheva ratna 9ni aas pas phone karine kidhu tu ke kasu lakho ane tamaro answer hato “bas hamna j lakhva j betho chu” mane to yad che e divas kadach tamne yad hoy to

    Like

     
  81. Nirav Jani

    August 1, 2013 at 11:26 AM

    છાપા માં તો કઈ નથી વાંચ્યું…!!!
    પણ અહિયાં મજા આવી ગઈ….
    શાળા માં ભણતો ત્યારે મેઘદૂત ને આ “દ્રષ્ટિથી” ક્યારેય નથી વાંચ્યું…
    આજે આપે એક અલગ દ્રષ્ટિ આપી…
    આભાર…
    🙂

    Like

     
  82. dr.kaushik dhadnhukiya

    November 23, 2013 at 10:08 AM

    jabru lakhyu chhe ho…!!! jvbhai

    Like

     
  83. ગીત અને ગુંજન

    April 30, 2014 at 12:00 PM

    To all poetry lovers, translation of Kalidasa’s Meghdoot (in English, sorry, not in Gujarati) – FREE PDF COPY for download available at http://www.ocasopress.com/pdf/Kalidasa-Meghaduta-translation.pdf

    Like

     
  84. Thaker H.R.

    May 14, 2014 at 12:22 AM

    hart touching script ,thanks very very..

    Like

     
    • Hitarthi

      July 15, 2017 at 9:52 AM

      Very nice .

      Like

       
    • Kunjal

      July 15, 2017 at 4:42 PM

      Enchanting reading. I also believe that associating Sanskrit only to Shlok and spirituality is misguiding. Meghdoot is such awesome that I chose to oil paint it.

      Like

       
  85. Ashoksinh

    July 15, 2017 at 9:37 AM

    અમુંક પૌરાણિક મંદિરોની સ્થાપત્ય કળાઓમાં સેકસ અને સેકસ આસનોને ખુલ્લેઆમ સમર્થન આપવામાં આવ્યું છે સેક્સ એ ખરેખર ટૂંકી સમાધી છે પાંચ-દસ મીનીટ માટે સૃષ્ટી પરના સંબંધોની વાસ્તવિક્તાથી વિખુટા પડી જવાય એવી અમુલ્ય સમાધી છતાં પણ ધર્મના ઢોંગી ધૂરંધરોએ પોતાનો છુપો ભોગવટો અને સામાન્ય સમજ ધરાવવાં વાળાઓ માટે સેક્સને અછુત કરી નાખ્યો છે… માનવ જિંદગીની સૌથી નજીકની આ કળાને ખરેખર તો ઉગતા કૂંપળ એટલે કે યુવાનીમાં ડગ માંડતા બાળકોમાં આલેખવાની જરુર છે સમયની જરુરીયત મુજબ પાઠ્ય પુસ્તકોમાં સેક્સનું જ્ઞાન જરુરી છે માત્ર કોન્ડોમ પહેરતાં આવડી જવાથી જ્ઞાન પૂર્ણ થતું નથી કે નથી સેક્સમાં પાવરધા થવાતું… વાલીઓથી અજાણ ધોરણ પાંચમાં અભ્યાસ કરતાં છોકરાઓના મોબાઇલમાં સન્ની લીઓન ધુબાકા દેતી હોય છે એથી તો વિશેષ છે કે પાઠ્ય પુસ્તકોમાં સેક્સનું વ્યવસ્થિત જ્ઞાન વાલીઓ સ્વીકારે એ ઇચ્છનીય પણ છે….. જયભાઇ અદભૂત લેખ છે

    Like

     
  86. દિલીપ વાઘજીભાઈ સોની

    July 15, 2017 at 10:49 AM

    Bahu J saras lekh chhe Jay bhai
    Aabhaar

    Like

     
  87. Shobhana mehta

    July 15, 2017 at 12:29 PM

    **લેખ વાંચીને મેઘધનુષ ને ચુમવા નું દિલ કરે છે..દરીયા ને આલિંગન આપી નદીના ધસમસતા વહેણ માં સમાઈ જવાની ઈસ્છા થઈ ગઈ ગઈ..’પ્રિત કીયે સુખ હૉઈ ‘આજેજ મંગાવી લીધું..

    Like

     
  88. Dolly

    July 18, 2017 at 11:31 AM

    Moj padi gai…. Kya baat hai…

    Like

     
  89. Ashoksinh

    September 3, 2017 at 7:10 PM

    હજું એપ્રુવ નથી થઈ કોમેન્ટ??

    Like

     

Leave a comment