RSS

slow dance – વિસામો

09 Aug

Have you ever watched kids

on a merry-go-round ?

Or listened to the rain

slapping on the ground?


Ever followed a butterfly’s erratic flight

Or gazed at the sun into the fading night?


You better slow down.

Don’t dance so fast.

Time is short.

The music won’t last.


Do you run through each day

on the fly?

When you ask “How are you?”

do you hear the reply?


When the day is done,

do you lie in your bed

With the next hundred chores

running through your head?


You’d better slow down.

Don’t dance so fast.

Time is short.

The music won’t last.


Ever told your child,

We’ll do it tomorrow

And in your haste,

not see his sorrow?


Ever lost touch,

Let a good friendship die.

‘Cause you never had time

to call and say “Hi”?


You’d better slow down.

Don’t dance so fast.

Time is short.

The music won’t last.


When you run so fast to get somewhere

You miss half the fun of getting there.


When you worry and hurry through your day,

It is like an unopened gift….Thrown away…


Life is not a race.

Do take it slower.

Hear the music.

Before the song is over.

 ~ David L. Weatherford (1991)

તમે કયારેય નિહાળ્યો છે,

ચકડોળમાં ધૂમતા બાળકોનો ઉન્માદ?

કે પછી કદી સાંભળ્યો છે

ધરતી પર ઝીલાતા વરસાદનો નાદ?


કદી ઠેકડો માર્યો છે,

જોઈને પતંગિયાની ઉડાન?

કે પછી કયારેય સમી સાંજે

ડૂબતા સૂરજ પર આપ્યું છે ઘ્યાન?


થોડાક ધીમા પડો. જરા વિસામો લો.

બહુ ઝડપથી ન કરવો નાચ.

સમય છે ટૂંકો, સંગીત પડશે શાંત!


ઉતાવળમાં જ પસાર કરો છો

છેક સવારથી રાત?

કોઈને ‘કેમ છો?’ પૂછયા પછી

એની સાંભળો છો વાત?


જયારે પડો પથારીમાં પડો ત્યારે

તરત આવે છે નીંદર

કે યાદ આવે છે

સેંકડો બાકી કામોનું લપસીંદર?


થોડાક ધીમા પડો. જરા વિસામો લો.

બહુ ઝડપથી ન કરવો નાચ.

સમય છે ટૂંકો, સંગીત પડશે શાંત!


કયારેય કહ્યું છે નાના ભૂલકાંને, કે

‘આજે નહિ, હવે તારૂં કામ થશે કાલ’

અને પછી તમારા  ટેન્શનમા ભૂલ્યા છો,

જોવાનું એના ચહેરા પર ઓસરતું વ્હાલ?


કયારેય છૂટી ગઈ છે મૈત્રી,

અને પછી બળી છે એની લ્હાય?

કારણ કે તમે ટાણે ચૂક્યા હો,

એક ફોન કરીને કહેવાનું ‘હાય’?


થોડાક ધીમા પડો. જરા વિસામો લો.

બહુ ઝડપથી ન કરવો નાચ.

સમય છે. ટૂંકો, સંગીત પડશે શાંત.


જયારે તમે ખૂબ ઝડપથી દોડો છો,

કોઈ મંઝિલે પહોચવા માટે…

ત્યારે ગુમાવી દો છો અડધો આનંદ,

જે મળ્યો હોત સફરની વાટે…


જયારે ચિંતા અને દોડધામમાં

પસાર થઈ જાય આખો દિવસ

એ તો જાણે ખોલ્યા વિના જ ગઈ ફેંકાઈ

ભેંટ કોઈ એકદમ સરસ!


જીંદગી નથી કોઈ રેસની હરિફાઈ

થોડા ધીરા રહો, જાણો એની નવાઈ

કાન દઈને સાંભળો એનું સંગીત

ખબર નહિ પડે, કયારે પૂરૂં થશે ગીત!

 ~ અનુવાદ: જય વસાવડા (૨૦૦૪)


ઇન્ટરનેટ પર ખૂબ ફરતા મેઈલમાંનો એક એટલે ડેવિડ વેધરફોર્ડની આ હૃદયસ્પર્શી કવિતા ‘સ્લો ડાન્સ ‘. ચેઈન મેઈલમાં એની સાથે મેલોડ્રામા જોડવામાં આવ્યો છે, અને એક કેન્સરગ્રસ્ત બાળકીએ મરણપથારીએ આ લખી હોવાનું કહેવાય છે. મને ખુદને પણ મૂળ કવિનું નામ માંડ મળ્યું, થોડા વર્ષો પહેલા. આમ તો વાંચતાવેંત ખ્યાલ આવી જાય છે કે આ રચના સરળ છે, પણ સામાન્ય નથી. કોઈ સિધ્ધ સર્જકની છે, દર્દીની નહિ.

એની વે, મને આ ખૂબ ગમે છે. આ મુજબ થોડુંક જીવાય છે , એટલે વિશેષ વ્હાલી છે. બહુ કામકાજ વધી જાય ત્યારે બહાર ‘બીઝી’નું પાટિયું લટકાડી હું અંદરથી ‘લેઝી’ થઇ જાઉં છું. સતત રઝળપાટ, વ્યસ્ત વિચારવલોણું – એનો કાંટો જરાક વધી જાય એટલે નવરાશની હાશ  માણવા પ્રયાસો કરું છું. ભલે, આર્થિક આવક વધારતા મારા જ કેટલાક પ્રોજેક્ટ ટલ્લે ચડે, ભલે સેલ સાયલન્ટ રહે, ભલે થોડોક બીજાઓને અજંપો થાય, ભલે હું ય જરાક ચીડાઈ જાઉં અધુરપથી…..ગાડી સલામતીથી દોડતી રાખવા એક્સીલરેટર સાથે, સમય સમય પર બ્રેક મારવી જરૂરી છે. બ્રેક એટલે મીની વેકેશન જ નહિ, જસ્ટ નિરાંત. બસ, એમ જ .

 એક લેખ માટે ઇન્સ્ટન્ટ (ઉત્સ્ફૂર્ત, યુ નો ! :P) એનો અનુવાદ થઇ ગયેલો. મૂળ કવિતાના અંગ્રેજી પાઠ સાથે મારો આ અનુવાદ અહીં મુકું છું. કહેવા જેવું બધું કવિતામાં કહેવાઈ જ ગયું છે. વાંચવા નહિ , જીવવા જેવી છે  આ રચના! માણો, જીમ વોરેનના ચિત્ર અને ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કમાં એક વરસાદી સાંજે મેં ખેંચેલી તસવીર સંગાથે આ જીવનસંગીતની મધુર શબદ-સુરાવલિ…

 
32 Comments

Posted by on August 9, 2011 in art & literature, feelings, personal

 

32 responses to “slow dance – વિસામો

  1. shailesh

    August 9, 2011 at 5:50 PM

    superb…jay

    Like

     
  2. Milin Patel

    August 9, 2011 at 5:50 PM

    Very true and nice…!!!

    Like

     
  3. Deepak Lakkad

    August 9, 2011 at 5:50 PM

    good

    Like

     
  4. Dhruv

    August 9, 2011 at 5:52 PM

    Excellent 🙂

    Good Morniiiiiiiiiiiiiiiiiiiiing Mumbai from Lage Raho had similar gist

    Like

     
  5. shailesh

    August 9, 2011 at 5:54 PM

    excellent translation…..

    Like

     
  6. Envy

    August 9, 2011 at 6:06 PM

    what a poem and fitting translation!! ના, ખાલી અનુવાદ નહિ..ભાવાનુવાદ કે અનુંભુતિવાદ. કવિતા જેટલું જ આનંદદાયક કે એથી વિશેષ, છેડે નું લખાણ. જાત સાથે રહેવાની મોજ જ અનેરી છે. જાતઅનુભવ.

    Like

     
  7. shailesh

    August 9, 2011 at 6:07 PM

    after reading that article have searched jim warren…..what a b’ful fantasy paintinf i have found ….!!!

    Like

     
  8. Chaitanya Kapadia

    August 9, 2011 at 6:10 PM

    Dear Jaybhai,

    I have been ur ardent reader and admirer for some time now. Your unique point of view on topics right from social issues to personal feelings have always fascinated me. Like u, I am too an ardent follower of movies and science and technology although being a commerce student. Ur post on Harry Potter reminded me of my feelings that I had while going through the movies of Harry Potter over the years. Hope u keep giving us joy of reading and blessing of fascination in the coming years. Thank You.:)

    Like

     
  9. Nishant Patil

    August 9, 2011 at 6:11 PM

    ગુજરાતીમાં અદભૂત અનુવાદ કર્યો છે…

    Like

     
  10. Sid

    August 9, 2011 at 6:12 PM

    Mast….

    Like

     
  11. rashmi.rajput

    August 9, 2011 at 6:58 PM

    jay sir, je potana mate aavo samay kadhi sake chhe,,,,e tamari jem lekhak bani jaay chhe….hahahaaa…. pan sache j life ma aavi….”marji mujab ni thodi maza hovi joiye….”

    Like

     
  12. pinal

    August 9, 2011 at 7:02 PM

    સુરેશ દલાલના શબ્દોમાં કઊતો, અનુવાદ કરવાનું કામ એ મોનાલીસાના ચિત્ર પર મુછો ઊગાડવાનુ છે. જો એનું આંખોનું સૌંદર્ય અને હોઠનું સ્મિત પણ સચવાઈ જાયતો ભયો ભયો.

    Seriously JV u r awesome. perfectly u have made a gujarati poem, The beauty of eyes and smile of lips are as equal as the root poem. I never except ur this side. good job.

    Like

     
  13. PRASHANT GODA

    August 9, 2011 at 7:20 PM

    good……………………………………………………………………………………………………..

    Like

     
  14. pmanan

    August 9, 2011 at 7:24 PM

    this is best poem of life how to live it with time.

    Like

     
  15. miteshpathak

    August 9, 2011 at 7:33 PM

    જય ભાઈ, ઘણી એવા પણ અનુવાદ વાંચ્યા છે કે મૂળ કૃતિ ને ધરમૂળ થી ચાતરી દીધી હોય છે. પણ આ અનુવાદમાં નહિ વાદવિવાદ ઉત્તમ ભાવ અનુવાદ.

    કેવી જિંદગી આજે જીવી રહ્યા છેં તે બાબત નો સ્પષ્ટ ચહેરો આ કવિતા દ્વારા નજરે ચડે છે.
    જેમ કે અમે જે કહેવાતી કોર્પોરટ ચહેરા વાળી જીંદગી ને આ પંક્તિ બહુજ બંધ બેસતી છે.

    જયારે તમે ખૂબ ઝડપથી દોડો છો,
    કોઈ મંઝિલે પહોચવા માટે…

    ત્યારે ગુમાવી દો છો અડધો આનંદ,

    જે મળ્યો હોત સફરની વાટે…

    અને

    ઉતાવળમાં જ પસાર કરો છો
    છેક સવારથી રાત?

    કોઈને ‘કેમ છો?’ પૂછયા પછી

    એની સાંભળો છો વાત?

    જયારે પડો પથારીમાં પડો ત્યારે

    તરત આવે છે નીંદર

    કે યાદ આવે છે

    સેંકડો બાકી કામોનું લપસીંદર?

    જાણે લાગે કે કેમ આપણી જ વાત થઇ રહી હોય. કવિ ની રચના ને ગુજરાતી નો અક્ષર દેહ ખુબ જ સરસ આપ્યો છે. વાહ. અદભૂત.

    Mitesh Pathak

    Like

     
  16. bansi rajput

    August 9, 2011 at 7:35 PM

    Adbhut.. mane anuvad original karta b vadhare gamyo…. sunday ni exam n monday jaruri badha kam khatam kari aaje j jst aemaj shanti mate potani sathe time spent karva routin mathi break lidhelo… aema aatli majani rachna no aashwad manvano labh malyo….. maja aavi gai….. JV sir tht is why v love u a lot…… thnx n keep it up… 🙂

    Like

     
  17. bansi rajput

    August 9, 2011 at 7:38 PM

    OMG aa comment ma je auto DP 6 ae to jordar 6 maru …. he he 🙂 :)) so funny. … 😛

    Like

     
  18. Saffron

    August 9, 2011 at 7:42 PM

    Khub Sundar Rachana chhe.. ane bhavanuvaad pan sudar karel chhe.. thanks for sharing

    Like

     
  19. sweta

    August 9, 2011 at 7:52 PM

    khub j sundar ……………..!

    Like

     
  20. nimish

    August 9, 2011 at 8:00 PM

    wah mast…

    Like

     
  21. Jainesh

    August 9, 2011 at 10:32 PM

    Excellent translation! I read the Original one! this is what i love from you! hats off!

    Like

     
  22. Chintan Oza

    August 9, 2011 at 11:30 PM

    gujarati anuvad satheno rasaaswad khub mast rahyo….tx jv.

    Like

     
  23. Sanket Makadia

    August 10, 2011 at 11:59 AM

    realised what we have missed in life…
    touchy,,,!

    Like

     
  24. Sunita Dixit

    August 10, 2011 at 3:59 PM

    Thanks jai ji for sharing such a nice and meaningful poem…

    Like

     
  25. sunil

    August 10, 2011 at 4:36 PM

    bahuj saras ek anubhavi ayakti j vat atli saras rite tunkan ma kahi sake j apde kadhach apdi jatne ekantma kahiye chhiye thans jay bhai

    Like

     
  26. anand rana

    August 10, 2011 at 6:42 PM

    I know about this. this poem u had written in one of yuor article for Diwali in 2004. that article is still with me. 🙂

    Like

     
  27. Preeti

    August 11, 2011 at 7:27 PM

    ઓરીજીનલ કવિતા જેટલી સરસ છે એટલો જ ઉત્તમ અનુવાદ છે.

    અનુવાદ પ્રત્યે જરા વધારે લગાવ છે કારણ કે તે આપણી માતૃભાષા ગુજરાતીમાં છે. પોતાની ભાષામાં વાંચવા મળે ત્યારે એની વાત જ કઈક ઓર હોય છે. 🙂

    Like

     
    • Jagesh Patel

      August 12, 2011 at 12:40 PM

      સાચી વાત…

      Like

       
  28. Gaurang Patadia

    August 12, 2011 at 3:28 PM

    Hi JV,

    You are a perm writer as well with columnist. You should try your hands on some poems as well.

    Also JV I am now eagerly waiting for your review article on movie “Aarakshan” I loved your article on movie “rise of planet of apes”

    Excellent as always.

    Your truly

    Gaurang

    Like

     
  29. vijayeta

    August 12, 2011 at 11:14 PM

    its really superb
    and isko life me implement kar diya to kya bat hai

    Like

     
  30. sangita

    August 25, 2011 at 8:44 PM

    but today most of believe that running our life with full pace rather then living………and thts the root of all tension and worries…they are not satisfied with their life

    Like

     
  31. farzana

    May 22, 2012 at 9:41 AM

    excellent……Aa badhu j chuki javaay chhe ghani vaar

    Like

     

Leave a comment