RSS

‘ID15’ની ઉજવણીને ‘સ્વતંત્ર’ કરતા આઝાદ આઈડિયાઝ!

15 Aug

આઈ.ડી.૧૫? એ વળી શું?

ના, કોઈ વોરન્ટી કાર્ડનો આઈડેન્ટીફિકેશન નંબર નથી. આપણા પોતાના સ્વાતંત્ર્ય દિનનું આ આઘુનિક હુલામણું નામ છે. આઈ ફોર ઈન્ડિપેન્ડન્સ, ડી ફોર ડે. આઈ ડ્રીમ ફિફટીન ઓગસ્ટ… એન્ડ આઈ.ડી.૧૫! કેચી વર્ડ છે. ઝટ જીભે ચડે, ને પટ હૈયે ઉતરે!

સ્વાતંત્ર્યદિન આવે એટલે ભારત ઉપર, આઝાદી ઉપર, સ્વાતંત્ર્યસંગ્રામ ઉપર, ભાતીગળ ભૂતકાળ અને ભવ્ય ભવિષ્ય પર લખવા-બોલવાનો રોગચાળો ફાટી નીકળે છે. આ ‘પેટ્રિઓટ વાઈરસ’ (દેશભક્ત જીવાણુ) ભલભલાને હડફેટે લઈ લે છે. આ દેશમાં એક પેઢી એવી વસે છે, જેણે આઝાદીની લડત નજરે જોઈ છે, પણ એમની આંખોમાં આજની ગ્લોબલ જુવાની સમાતી નથી.

બીજી પેઢી એવી છે જેણે નાચવાકુદવાની ભરપૂર આઝાદી માણી છે, પણ આઝાદીની લડતનો એમને અહેસાસ નથી. સરવાળે બંને પેઢીઓએ સ્વાતંત્ર્યદિન ઉજવવાનો ઉત્સાહ સચીન તેંડૂલકરના બેટિંગ ફોર્મની માફક ગુમાવી દીધો છે. આ દેશમાં આઝાદ પાંચ જ પ્રકારના ‘માંધાતા’ઓ છેઃ માફિયા, મંત્રી, માલદાર, મઠાધિપતિ(મહંત/મુલ્લા ઈટીસી) અને મિડિયા! બાકી બધા તો હજુ એમના હાથોમાં ‘પરાધીન’ જ છે!

એની વે, વાત એ છે કે છાપાવાળાઓ માંડ મળતી રજાને ઘ્યાનમાં રાખી ઉત્સાહથી ‘સ્વાતંત્ર્યદિનવિશેષ’ પૂર્તિઓ કાઢી નાખે, વડાપ્રધાન લાલ કિલ્લા પર શબ્દોના સાથિયા પૂરીને વાતોના વડા તળે, ટીવી ચેનલ્સ લોગો ઉપર તિરંગા ચટાપટા કરે… એકની એક દેશદાઝવાળી બોર્ડર, ગાંધી ટાઈપની ફિલ્મો ફરીફરીને બતાવે, શિક્ષણ સંસ્થાઓમાં શિસ્તના દંડૂકાના જોરે ઘ્વજવંદન થાય…એની એ ઘટમાળ કાટમાળ બની ગઈ છે.

આમાં પર્વ કયાં છે? શ્રાવણ મહિનામાં શિવમંદિરે જવાનો ઉલ્લાસ હોય છે, એટલો ઉમંગ પણ ૧૫મી ઓગસ્ટના પ્રભાતનો હોય છે? દુનિયાભરના ટોચના દેશોમાં ભારત જેટલી સૂંડલામોઢે રજાઓ નથી. છતાં ય, બધે વરસની પાંચ-છ ચુનંદા રજાઓમાં એક સ્વાતંત્ર્યદિનની હોય છે. આટલું માહાત્મ્ય સ્વાતંત્ર્યદિનનું હોય છે. પણ ‘સત્યમેવ જયતે’ની સાક્ષીએ છાતીના ડાબા ભાગે હાથ રાખીને કહેજો. શરદપૂનમ કે મકરસંક્રાતિથી અડધા ભાગનો સેલિબ્રેશન મૂડ પણ કદી ૧૫ ઓગસ્ટે અનુભવ્યો છે?

જો જવાબ ‘ના’ હોય તો એ જવાબનું એનાલિસિસ કરવાથી એ ફરી જવાનો નથી. એ ‘નેગેટિવ’ને ‘પોઝિટિવ’ કરવા માટે શું થઈ શકે? સરકાર તરફથી ક્યારેક ‘સમરયાત્રા’ કે ‘સ્પેશ્યલ ટ્રેન’ જેવા પ્રોજેક્ટસ થાય છે. કોઈ કલબ વળી મશાલ સરઘસ કાઢીને ‘જોસ્સો’ ચડાવવાના પ્રયત્ન કરે છે. શાળા-કોલેજો વળી નિબંધ-વકતૃત્વ સ્પર્ધાઓ યોજીને જરાતરા ‘વોર્મિંગ અપ’ કરે છે. ઝરમરિયા વરસાદની જેમ બધામાં વાદળ ઝાઝા બંધાય છે, પાણી ઓછું વરસે છે અને રાત પડયે કીચડકાદવ વઘુ જામે છે!

મોટા માથાઓ કે એમને સમાવતી સંસ્થાઓ તો સ્વાતંત્ર્યદિન પર લિબર્ટી મોન્યુમેન્ટ બનાવી શકે. પોસ્ટર્સ, બેનર્સ, એક્ઝિબિશન્સ કરી શકે. શોભાયાત્રા અને રંગારંગ કાર્યક્રમો કરી શકે. સહારાશ્રી સુબ્રતો રોય ધામઘૂમથી ‘ભારત પર્વ’ ઉજવી ચૂક્યા જ છે ને! પણ એ જૂદી ડિઝાઈન થઈ. સવા કરોડનો સવાલ એ છે કે ઘેર બેઠા ભારતીય નાગરિકો એવું શું કરે કે સ્વાતંત્ર્યદિનની જરા જુદી પણ જોરદાર જમાવટ થાય? ‘આઈડી૧૫’ એમની માટે વરસનો યાદગાર દિવસ બની જાય? લેટસ શેર સમ આઈડિયાઝઃ

સ્વાતંત્ર્યદિને પરાણે ફરજના ભાગરૂપે કરાવાતા ઘ્વજવંદન બંધ કરી દો! વાત આઝાદીની કરવી, અને પ્રેક્ષકોને ગુલામોની જેમ હુકમથી ભેગા કરવા? જે વસ્તુ પરાણે, ફરજના ભાગ રૂપે ઠોકી બેસાડવામાં આવે, એ અળખામણી બને. જયાપાર્વતીના જાગરણને જો અભ્યાસક્રમમાં સામેલ કરો તો કન્યાઓ ઉજાગરાને બદલે ઉંઘી જાય. જેને મોજથી ઘ્વજવંદન કરવું છે, એ મરજીથી ભલે કરે, બાકી ‘ઘ્વજવંદન’ શબ્દ જ ભારેખમ છે. જ્યાં ચરણસ્પર્શ કરી ઝૂકવાનું હોય, ત્યાં આપોઆપ એક અદ્રશ્ય લોખંડી પડદો રચાઈ જતો હોય છે. જ્યાં આમન્યા વઘુ, ત્યાં અંતર વઘુ! જ્યાં ભેટવાનું હોય ત્યાં સ્નેહ પણ વધારે જ હોય છે!

તો શું રાષ્ટ્રગૌરવને ભૂલી જવાનું ? રાષ્ટ્રઘ્વજને પ્રેમ નહી કરવાનો? કરવાનો જ વળી! એની પૂજા નથી કરવાની, એની સાથે પ્રીત કરવાની છે. સુપ્રિમ કોર્ટે એક શકવર્તી ચૂકાદામાં હવે તો તિરંગાને ફેશન કોસ્ચ્યુમની જેમ પહેરવા-ઓઢવાની પણ છૂટ આપી છે. આ બ્રિલિયન્ટ બ્રાન્ડિંગ છે, જે દેશપ્રેમમાં પાસ પણ અક્કલમાં નાપાસ એવા જડસુઓને કદી ગળે ઉતરવાનુ નથી.

ટીનએજર પોતાના કાંડાના કડા કે ગળાની ચેઈનને પણ પ્રેમ કરે છે. પોતાના વ્હીકલ પર પણ હાથ ફેરવીને ગૌરવ અનુભવે છે. એમાં એને પોતીકાપણુ લાગે છે. જો રાષ્ટ્રઘ્વજને વઘુ લોકપ્રિય કરવો હોય તો એને ઘ્વજદંડથી ઉતારી શરીર સુધી પહોંચાડો. તિરંગા ટી-શર્ટ, જીન્સ કે ઈવન અંડરગાર્મેન્ટસથી પણ કંઈ દેશનું અપમાન નથી થતું! ઉલટું, દેશ વઘુ ગમતીલો લાગે છે. એ કોઈ ગુ્રપ મેમ્બર જેવો નિકટ લાગે છે. તિરંગા અને રાષ્ટ્રચિહ્નોના તો ડિઝાઈનર ડ્રેસીસ સબસિડી પર બનાવવા જોઈએ.

અમેરિકામાં બેધડક રાષ્ટ્રઘ્વજની બિકીનીઝ પહેરાય છે. એના રમકડાં બને છે. એના રંગો બાઈકથી બેલ્ટ સુધીની પ્રોડક્ટમાં વપરાય છે. અમેરિકન પ્રજાની ચુસ્ત રાષ્ટ્રભાવના અને આઝાદી જગજાહેર છે. રેડ-બ્લ્યુ બ્રા કે શૂઝથી એમનો દેશપ્રેમ ઘટે છે કે વધે છે? અરે, અમેરિકા તો ઠીક એના રાષ્ટ્રઘ્વજની કેપ પહેરીને બીજા દેશોના લોકો પણ ‘સમથિંગ સ્પેશ્યલ’ અનુભવે છે! ઈટસ માર્કેટિંગ મેજીક!

આપણે રાષ્ટ્રીય પ્રતીકોને પવિત્ર માની એની આરતી ઉતારીએ છીએ. એનો જરાક ઉછાંછળો ઉપયોગ થાય તો ‘છી… અરરર… હાય હાય’ની ચીસાચીસ કરીએ છીએ. અને આપણે બધા જ અંદરખાનેથી આપણી રાષ્ટ્રભાવનાનો સેન્સેક્સ કેટલો અને કેવો છે, એ જાણીએ છીએ.

તાજમહાલ માટેના એસએમએસ કરવા કે શેરીઓમાં ‘ભારત માતા કી જય’ના હૂપાહૂપ નારાઓ લગાડવામાં આપણી દેશદાઝની ઈતિશ્રી આવી જાય છે. પસંદગીની કસોટી આવે ત્યારે ભારતીય નાગરિક ઘડીના છઠ્ઠા ભાગમાં દેશને બદલે પોતાના હિતનો સ્વાર્થ પસંદ કરશે. આપણી દેશભક્તિની ઘૂણી સૂકાયા વિનાના લીલા છાણાની છે. જરાક વિપરીત સંજોગોનું ઝાપટું આવે કે અંગાર ઠરીને કોલસો થઈ જાય છે.

ઓકે, નેકસ્ટ. જ્યારે જ્યારે સ્વાતંત્ર્યદિન આવે ત્યારે ‘નવી પેઢી ભૂલી ન જાય’ એના પરમાર્થે ઘણા પુણ્યશ્લોક આત્માઓ મહાન ભારતીય વિભૂતિઓની યશોગાથાઓ વર્ણવવા લાગે છે. પ્રતાપ, શિવાજી, ગાંધીજી, ભગતસિંહ, સુભાષબાબુ, વિવેકાનંદ, સરદાર ઈત્યાદિની એની એ વાતો, વર્ણનો, ઉપદેશો! આ વિભૂતિઓના દેશપ્રેમ અને યોગદાન અંગે બેમત નથી. પણ દાદાના ફોટા સામે બેસાડી રાખવાથી પૌત્ર હોંશિયાર ન થાય! વાતો એ થાય છે કે ‘મહાપુરૂષો ભૂલાઈ ન જાય માટે’… પણ સતત એટલું બઘું જૂના ભૂતકાળનું રટણ ચોતરફ થાય છે કે કોઈ ઈચ્છે તો પણ એમને ભૂલી શકે તેમ નથી.

આ પોપટપાઠમાં અન્યાય નવા ક્રાંતિકારીઓને થાય છે. એમને એમના યોગદાનના પ્રમાણમાં જનસમર્થન મળતું જ નથી. આ મડદાપૂજક દેશ છે. મીરાબાઈઓ અને ઝાંસીની રાણીઓની કથાઓ બહુ થઈ. હવે સુનીધિ ચૌહાણો અને સાનિયા મિર્ઝાઓની પ્રશસ્તિ લખો- બોલો- ગાવ. હવે ઘોડા પરથી તલવાર ચલાવવાળી નહિ, પણ સ્પેસશટલ ઉડાડનારી કે બિઝનેસ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી ઘડનારી યુવતીઓ સ્વતંત્ર ભારતનું મસ્તક દુનિયામાં ટટ્ટાર રાખવાની છે. સ્વાતંત્ર્ય દિનને ખરેખર રંગીન અને સંગીન બનાવવો હોય તો એમાં જૂની મહાનતાને બદલે ભવિષ્યના પડકારોની સજ્જતાની વાતો કરો.

વેદપુરાણને થોડા સમય પૂરતા બાજુએ રાખી વિજ્ઞાનનું જ્ઞાન વધારવું પડશે. ડોકટર કદી ઓપરેશન ટેબલ પર સ્વસ્થ અંગ સામે તાકીને બેસે છે? ના. એ રોગીષ્ટ ભાગની ચીરફાડ કરે છે. જો સ્વતંત્રતા હંમેશ માટે ટકાવવી હોય, તો ભારતે પહેલાં એની ભૂલો અને નબળાઈઓની ચર્ચા કરવી પડશે.

ખામીઓનો સ્વીકાર એને દૂર કરવાનું પ્રથમ પગથિયું છે. આઈડી૧૫ ઉપર ભારતના જ નહિ, આપણી- આપણા પરિવાર કે સોસાયટી, મહોલ્લા, ગામના માઈનસ પોઈન્ટસનું વિશ્લેષણ કરો. નેકસ્ટ આઈડી૧૫ પહેલા એ દૂર કરવાનો એજેન્ડા બનાવો. ભારત એટલે ભારતવાસીઓ. ભારતવાસી નાગરિક- વ્યક્તિગત રીતે જેટલો સક્ષમ, એટલો દેશ ઉત્તમ!

હા. ભારતના ભવ્ય વારસાને ઉજવવો જ હોય તો એના સાચા રસ્તાઓ પણ છે. ગદ્દારો કે આતંકવાદીઓ વિરુદ્ધની વાર્તા હોય, યુદ્ધ કે આઝાદીની ચળવળની ક્રાંતિની વાત હોય… એટલે ‘ભારતપ્રેમી ફિલ્મ કે કથા’ એવું માની લેવામાં આવ્યું છે. ભારતના ખરેખરા ખજાનાને ઓળખવાની તસદી લો, એને દેશદાઝભર્યું કૃત્ય ગણવામાં આવતું નથી! સ્વાતંત્ર્યદિને એ રત્નોનો ઝળહળાટ માણો. દેશભક્તિના ચવાઈ ઘસાઈ ગયેલા ગીતોને બદલે ભારતીય વાદ્યસંગીત, કાવ્યપાઠ કે કંઠ્ય સંગીતની સી.ડી. સાંભળશો અને એની બારીકીઓ જાણવા પ્રયાસ કરશો, તો ભારત સાથેનો સંબંધ વઘુ ગાઢ બનશે.

રાષ્ટ્રવાદી પ્રલાપોના ચોપાનિયાઓને બદલે ભારતની સાંસ્કૃતિક સુગંધ જ સીધી શ્વાસમાં લેશો, તો દેશની તબિયત વઘુ તંદુરસ્ત બનશે. ‘આઈ.ડી. ૧૫’ પર એકાદી ક્લાસિક સંસ્કૃત કૃતિ (ભલે, અનુવાદિત) વાંચવાનો સંકલ્પ લઈએ. કાલિદાસને ભૂલો, વારંવાર જેની વાતો કરતા ધરાતા નથી એ રામાયણ- મહાભારત- ભાગવતનું એક પાનું પણ મૂળ ગ્રંથનું કદી વાંચ્યુ છે! નહેરૂની ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’નો ભાષાવૈભવ માણીએ અને કાકાસાહેબ કાલેલકરની આંખે ભારતની ભૂગોળને કવિતા બનતી જાણીએ. ‘ઉત્સવ’ કે ‘ઉમરાવજાન’(જુનું) જેવી ફિલ્મોથી ભારતના વિવિધ રંગબેરંગી કાળખંડો સજીવન થતા જોઈએ.

એવી જ રીતે કમસે કમ ૧૫ ઓગસ્ટના એક દિવસ પૂરતી તો આપણે જે પ્રદેશમાં હોઈએ, એની જ મૂળભૂત વાનગીઓ જ ખાવાનું રાખીએ. રજા પડી એટલે પિઝા, સ્પેઘેટી ઝાપટવા જામી નહિ પડવાનું. ચૂરમાના લાડવા અને શક્કરપારા, ખીર અને ખારી પૂરી… ગુજરાતી હો તો ગુજરાતી અને પંજાબી હો તો પંજાબી ભોજન તરબતર થઈને કરવાનું. ચીઝ છોડીને છાશ પર તૂટી પડવાનું! અને હા, સંસ્કૃતિ કપડાંની લંબાઈમાં જ સમાઈ જાય એટલી ટૂંકી ચીજ નથી! સમય હોય તો ચોમેર વેરાન પડેલા કોઈ પ્રાચીન ભારતીય સ્થાપત્ય પાસે જઈને બેસીએ. એની શિલ્પકળા વિશે અભ્યાસ ન કરીએ તો જરા એને સાફ કરી, એની સામે જોઈને એ રાષ્ટ્રીય સ્મારકોની કદર તો કરીએ!

ઘેર ઈઝ નો સેલિબ્રેશન વિધાઉટ ફન! બઘું જ જ્ઞાન મેળવવામાં જશે, તો મનોરંજન ક્યારે મળશે? ‘આઈ.ડી. ૧૫’ની કોઈ વિડિયો ગેઈમ કેમ નથી બની? ‘હેપી ઈન્ડિપેન્ડન્સ ડે’ના કોઈના આવેલા મેસેજ ફોરવર્ડ કરવા કરતાં ખરેખર હરખ થતો હોય તો ગલોટિયા ખાવ, આઈ.ડી. હગ’ આપો, ઝૂમો, ચિચિયારીઓ પાડો! તિરંગા કલરથી ઘૂળેટી રમી નાખો અને દેશભક્તિના લોકપ્રિય ગીતો પર દાંડિયારાસ લો! રખડતા ઢોરોને ભગાવી કે ડબ્બે પૂરીને પણ સેવા સાથે મજા પણ મેળવી શકાય. સ્વતંત્રતાની કે ભારતની થીમ પર જેવું આવડે તેવું કશુંક લખો. તમારે મન ભારત એટલે શું? લખી બોલી ન શકો તો જસ્ટ થિંક.

આવડે એવું ચિત્ર કે રંગોળી દોરો. માત્ર એક જોડી ખાદીના વસ્ત્રો ખરીદો. એથનિક / એન્ટિક કલેક્શન  કરતાં એ વઘુ ‘ભારતીય’ ઘટના છે. એક કલાક સુધી માત્ર રાષ્ટ્રભાષામાં જ વાત કરવા પ્રયત્ન કરો. બસ, થોડુંક જાતને કષ્ટ આપી બતાવો. એક દિવસ પૂરતી વીજળીની અને પેટ્રોલ- ડિઝલની જરૂર હોય તો પણ બચત કરો. ટીવી, ફેન કે સ્કૂટર-કાર એક દિવસ માટે બંધ રાખો. રાષ્ટ્રના રિસોર્સીઝના ડેવલપમેન્ટમાં સંયમ રાખીને કશું આપ્યા વિના પણ ફાળો આપો… અને અહીં લખ્યા એથી વઘુ દમદાર આઈડિયાઝ વિચારો!

આઝાદીના ચોસઠ વર્ષે હજુ રસ્તા-પાણી-વિજળીના પ્રોબ્લેમ પાયાના છે. એ ઉકેલાય નહીં ત્યાં સુધી ઉત્સવનો ઉત્સાહ ક્યાંથી આવે ? ખબર નહિ, સ્વાતંત્ર્ય દિનની ચીલાચાલુ ભાષણિયા ઉજવણીની ગુલામીમાંથી મુક્તિસંગ્રામ લડનાર ૨૧મી સદીના મંગલ પાંડેઓ ક્યારે પ્રગટશે?

ફાસ્ટ ફોરવર્ડ

પક ગઈ હૈ આદતેં, બાતોં સે સર હોગી નહિ

કોઈ હંગામા કરો, ઐસે ગુજર હોગી નહિ!’

(દુષ્યંતકુમાર)

 

૬ વરસ જુના લેખમાં આંકડા સિવાય કશું બદલાવવું પડ્યું નથી, એવું છે આ નેશનનું ઇનોવેશન ! એની વે, તમે શું વિચારો છો? સમ ફ્રેશ આઈડીયાઝ ટુ શેર? તમારા સજેશન્સ પણ મન પડે તો કોમેન્ટસમાં લખો. બેસ્ટ લાગે એને મારી life@kite બુક પાક્કી ! (યાદ આવ્યું, હજુ સાયન્સ ફિક્શનવાળી કોન્ટેસ્ટ ખુલ્લી છે, ભેજું અજમાવવું હોય તો !) અને હા, હેપી ઈન્ડિપેન્ડન્સ ડે.

જો અન્નાની અવદશા અને કેન્દ્રના કપટ પછી હેપી રહેવાતું હોય તો…:P

 
44 Comments

Posted by on August 15, 2011 in india, youth

 

44 responses to “‘ID15’ની ઉજવણીને ‘સ્વતંત્ર’ કરતા આઝાદ આઈડિયાઝ!

  1. Sohin

    August 15, 2011 at 6:49 AM

    Bhale tamaru naam JV hoy pan tame JV-tevi vaato nathi karta, ho ! 😉 You make me think.. To celebrate ID15, how about having a theme party ? Of course a patriotic theme party but zara hatke ! Dressing like RDB characters (i would go for Aamir’s character – “DJ”!) or any other patriotic movies. Elders might go for Mr. Bharat like dressing ! 😉 Then awarding gifts to those who can say the best dialogue of the character they are dressed like or sing a patriotic song of the movie of their character ! Singing and dancing to the songs like they do it in Garba or Disco ! Elders can ring in discussions about how their Dads or they themselves fought for India or some related stories of their family members about Indian patriotism during British Raaj ! Youngsters will not stay behind by telling proudly how Anna Hazare is the current freedom fighter and how they all are inspired and would join the exhibition and movement against corruption in the city ! This might lead to some serious discussion and inside motivation and vows to make India corruption free. All in all it will be a fun party with some fruitful discussions about true Indian patriotism (not just cricket patriotism). This can also be done with friends and not just with family. What more! Everyone can educate each other by reading about RTI law and vowing that they would spread the word to those in need. Friends can form a group and promise to dedicate a part of their time for at least next ID15 to spread word about RTI and other such laws which can help the common man to have his work done without resorting to bribes. These are some thoughts i get right now. Let me know what you think and what can you add to this, JV 🙂

    Like

     
  2. Abhishek Raval

    August 15, 2011 at 7:27 AM

    KESARI, LILO ANE SAFED EM 3 RANGO NA KAPDA PAHERELA BOYS-GIRLS NE EK-BIJA NE HUG KARVANI CHHOOT AAPI DO, AAJ NA DIVSE, PACHHI JUVO, KETLO UTSAAH AAVE CHHE, AA “ID 15” MA……..EMNA MATE KOIK PARTY-PLOT E SAMUHIK HUG NO PROGRAMME RAKHO, JYA MIDIA ANE PARENTS JAI NA SAKE…..

    Like

     
  3. Envy

    August 15, 2011 at 10:01 AM

    જયભાઈ, ખબર નહિ કેમ પણ મન આજે વિષાદ થી ભરાઈ ગયું છે. આઝાદ દિન ની રજા ની લક્ઝરી (૧૫ ઓગસ્ટ કોરિયા નો પણ આઝાદ દિન છે), અહી વિદેશ માં બેઠા પણ મળી છતાં આનંદ નો અણસાર નથી.
    છેલ્લી ૨ રાત્રી માં ૨ મુવી મન ને ઝકઝોરી દે એવા જોયા…રાઈઝ ઓફ પ્લેનેટ એપ અને કાઉબોય એન્ડ એલીએન – બંને મુવી ડીસ્ટર્બ કરી ગયા અને આજે આઝાદ દિવસ…બધું સાથે મુકતા મન વિચાર વલોણે ચડી ગયું.

    Like

     
  4. Jaydip Baba Patel

    August 15, 2011 at 10:30 AM

    LET ALL THE SEE MOVIE SHAWSHANK REDEMPTION ON THIS DAY… AND THEY WILL GET WHAT THE MEANING OF BEING INDEPENDENT….

    Like

     
  5. સિદ્ધાર્થ

    August 15, 2011 at 10:54 AM

    નુતનવર્ષે જેમ આપણે મિત્રો અને સગાઓને’નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી એછે બસ એજ રીતે બધા લોકો મદનલાલ ઢીંગરા થી માડી સામ પિત્રોડા અને રવીન્દ્રનાથ ટાગોર થી માંડીને એમ.એફ.હુસૈન સુધી જેના જે કોઈ રોલ મોડેલ હોય એના મુખોટા પહેરી એક બીજા ને આઝાદી ની શુભ કામના પાઠવવી.હા અને એક બીજા માટે કોમન ગીફ્ટ લઇ જવી અને એ છે રોટી અને કમળ.ફાયદો એ છે કે લોકો દેશના અજાણ્યા રહેલા સપૂતો ને જાણસે અને ગીફ્ટના કારણે અન્નાહજારે જેવા લોકો નું કામ સરળ બનશે.અને ભારત ના સપૂતો ગુમનામી ની ગર્તા માં જતા અટકશે.

    Like

     
  6. nisarg patel

    August 15, 2011 at 11:27 AM

    sure i doesn’t mean breaking out from jail only…!

    Like

     
  7. Darshit Goswami

    August 15, 2011 at 12:06 PM

    નાનો હતો ત્યારે ગામડાં ગામ માં રહેતો. ૧૫મી ઓગસ્ટ આમ તો વરસાદ ની સીઝન એટલે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો ના થતા. ફ઼ક્ત ધ્વજવંદન અને ઘરે પરત ફ઼રતાં પણ ત્યારે દેશની હાલત આ હદે ખરાબ નહોતી લાગતી ( કદાચ નાની ઉમરનાં કારણે બુદ્ધિ નાની હશે. ) ત્યારે ભારતિય હોવા ઉપર ગર્વ થતો. અને જે ધ્વજ ને સલામી આપતાં તે સલામી દિલ થી અને પુરા આદર થી આપતાં.

    મોટાં થતાં ગયા, બાળપણ માં જે આઝાદી નો અનુભવ ગામડે કર્યો તે છીનવાતી હોય એવી લાગી. થોડી વહેવારુ બુદ્ધિ પણ આવવા લાગી. પહેલાં દુનિયામાં કશું ખરાબ ના દેખાતું એ હવે બધું ખરાબ દેખાવા માંડ્યુ. ઉપરથી આમ આદમી સાથે મજાક કરતી રહેતી આમ આદમી ની સરકારો આવી. સ્વાધીનતા મરી પરવડી, સરકારી કચેરીઓ થી માંડી જાહેરજીવનમાં પરાધીનતાનો અનુભવ થવા લાગ્યો.

    ઉપાય છે. ફ઼ક્ત એક જ કે પાયા થી બદલાવ કરવો પડે. માનસિકતા બદલવી પડે. મગજ નું વાયરીંગ બદલવું પડે.
    એ બદલવા નો એક ઉપાય છે શિસ્ત.. હા, ૧૮ વર્ષ થી ઉપરનાઓ ને ૧૦૦ દિવસ ની ફ઼રજીયાત મિલિટરી ટ્રેનિંગ. એ ૧૦૦ દિવસ નું ઘડતર કેટલો મોટો ફ઼ાળો આપે તેનું ઉદાહરણ સ્વિત્ઝરલેન્ડમાં જોઇ લેવા જેવું ખરું. એ ૧૦૦ દિવસ તા-ઉમ્ર સ્વયંશિસ્ત શિખડાવી જાય છે. ત્યાં લોકો ને સડક પર ના થુંકવું કે કચરો ના ફ઼ેંકવો એ કદાચ નીયમ ના હોય તો પણ સ્પોન્ટેનીયસલી થતું કામ છે.

    બાકી બીબાઢાળ કિમિયાઓ થી દેશ ના બદલે. દેશદાઝ યુદ્ધ સમયે ચરમ પર હોય છે. કમનસીબી છે કે આપણી પાસે આપણાં બાળકો કે યુવાનો ને કહેવા પુરતી યુદ્ધ કથાઓ પણ નથી.

    Like

     
  8. nis

    August 15, 2011 at 12:17 PM

    Aaabhi jiska khun n khaula vo khun nahi pani hai……jo vatan k kaam n aaye vo bekar javani hai.

    Like

     
  9. keval jani

    August 15, 2011 at 12:33 PM

    aa desh mate niche na options mathi koi 1 follow karvanu :
    1. dont spit ; keep country clean
    2. dont pee on roadside
    3. buy tickets and then travel in memu trains or any other
    4. pay taxes
    5. give a child/youngster money for education who deserve it and really hardworking
    6. donate some money to INDIAN ARMY

    even if these are not directly linked with PATRIOTISM but still create stronger feeling of good citizen of country and you dont have to do very diff , 4 of them are part of daily life ..

    Like

     
  10. sunil

    August 15, 2011 at 1:57 PM

    sauthi pehla to apdi azadi ne adkhili rup terrosito ne p padvana chhe aaj ek sankalp 1 varsh sudhi niymit pane amalma ave to bhayo bahyo jai srk

    Like

     
  11. shrutimehtas

    August 15, 2011 at 3:33 PM

    Truly agree with you sir. I don’t go anywhere on every independence day to salute the national flag. But I do stand up whenever our national anthem is played. And its more important to do small meaningful things for our nation then to go to a ground and salute the flag.

    I do my best to save petrol and electricity, n also take care that plastic waste should not be thrown anywhere on road/streets. I follow traffic rules even when there is no cop around. I believe these small things matters a lot for our self n our nation too.. Jai hind. 🙂

    Like

     
  12. Umang Desai

    August 15, 2011 at 4:13 PM

    જયભાઈ
    પેહલા તો બધા જ ઘર અને ઓફીસ ને કેસરી , સફેદ અને લીલા રંગ ના ફુગ્ગો વડે શણગારવાની…….અને દરેક સોસાયટી માં અને બને તો દરેક ઘર પર ત્રિરંગો ફરકાવી શકાય………અને ધ્વજવંદન પછી પેલા ત્રણેય કલર ના ફુગ્ગાઓ ને હવા માં ઉડાડી દેવાના…કદાચ જો દરેક ઘર આવું કરે તો એ દ્રશ્ય જોવા લાયક થાય એમાં બે મત નથી…..
    ત્યારબાદ બધાજ લોકો એ ત્રિરંગા વાળી પતંગ ઉડાડવાની………………

    ત્યારબાદ એક પાર્ટી રાખવાની જેમાં દરેક લોકો ઈ ભારત ના કોઈપણ વ્યક્તિ કે જેને તે આદર્શ ગણતો હોય તેના વેષભૂષામાં જ આવવાનું અને તે વ્યક્તિ વિષે પોતાને જે ગમે છે તે વાત કરવાની
    અને ત્યારબાદ બધાજ લોકો એ સાથે મળી ને કોઈ પણ એક એવું મુવી જોવું કે જેમાં રાષ્ટ્રપ્રેમ અને માનવતાની વાત હોય….જેમ કે રંગ દે બસંતી અથવા Schlinder’s List……………

    Like

     
  13. Nirav Patel

    August 15, 2011 at 4:31 PM

    well says JV

    Like

     
  14. vpj100

    August 15, 2011 at 5:06 PM

    વિચારો નું વાવાજોડું તૂટી પડે અને ઘડીકમાં પાછું ઠરીને ઠીકરું થઇ જાય…!!!
    પ્રમાણિકપણે મારું કામ કરું અને કોઈ કાસ્ટ કે ધર્મ પૂછે તો ‘ભારતીય’ બોલું…

    Like

     
  15. Preeti

    August 15, 2011 at 5:40 PM

    ભોગવવામાં આવતા હકની સામે ફરજોનું પણ ધ્યાન રાખો.

    Like

     
  16. pinal

    August 15, 2011 at 7:29 PM

    aam to hu aavu karu j chhu. jemake koini ghar ma b-day hoy to kaiak galyu banavie em id15 n 26aug na divase pan siro puri banavu chhu, kaik saru. aa pan ek tahevar j chhe ne. joke aaje kamavalo nahi aavavano hoivasan bachavava kaiak banavyu nathi. pan me dharai ne mohanthal ane bundi na ladu zapatya chhe.

    Like

     
  17. joshi

    August 15, 2011 at 8:04 PM

    how about talking to our grandparents who were alive during the fight for freedom? and how about making a collage, or a video about everything you feel for india?

    Like

     
  18. priyanka mehta

    August 15, 2011 at 8:08 PM

    me ek mail ma evu vachelu k apni national anthem ma bharat bhagya vidhata e koik person ne anulaksi ne kehvama avyu 6e ema desh na vakhan nathi…ena karta to mane a r rehman nu vande matram vadhu game 6e……….15 aug na divse rate akha country ma 5 min mate black out karine badhae candle sathe bar nikadvu ava ketlay crazy ideas mind ma avya pan pa6u emj thyu k aney koik faraj no bhag gane to heartly ama part n lye ena karta jetla ne a lekh gamyo te darek vyakti pot potanu nanu group banavine slum area ma education ne lagto koi karyakram gothvi sake………..tame je kidhu e ekdam true 6e modernization vina ane kaik nava funda vina a divas ek holiday banine j rai gyo 6e….jyare apne last worldcup jiti gyata ane darek vyakti bar nikdi je celebration karyutu etlu desh matenu janun me kyarey nathi joyu…evuj kaik a divas matey thay to maja avi jay

    Like

     
  19. Urvin B Shah

    August 15, 2011 at 9:50 PM

    સાથે ત્રણ રજાઓ આવી હોવાથી ફરજિયાત ઉજવણી પણ ફીકી પડેલી અનુભવી. પ્રગટ થયેલો ત્યારે પણ ગમેલો. સરસ લેખ.

    Like

     
  20. Parind Dholakia

    August 15, 2011 at 10:55 PM

    4 types of people can do the revolution in country
    (1) Writers
    (2) Street players
    (3) Honest politicians
    (4) I myself countryman !!!!

    JAI HO

    Like

     
  21. Kandarp

    August 15, 2011 at 11:15 PM

    એક મંતવ્ય એ પણ છે કે, ભારતીય લોકો ને આઝાદી નું મહત્વ એટલે નથી કે એ મેળવવા માટે એમને પોતાનું કે પોતાનાનું લોહી વહેતા જોયું નથી. હજી પણ અપને ત્યાં એવા લોકો છે કે જેઓ ગર્વ થી કહે છે કે મારા પપ્પા/મમ્મી ના દાદા/નાના બ્રિટીશ પોલીસ/રેલ્વે etc. માં હતા. સવાભાવિક રીતે એ ખુશ થવાની વાત છે કે એમના કુટુંબીજનો આઝાદી ની લડત માં બીજોની જેમ હોમાઈ નથી ગયા, પણ કોઈ ગર્વની હરગીઝ નહિ. ઇઝારએલ નો જ દાખલો લઇએ તો, ત્યાંનું એક પણ કુટુંબ એવું નહિ હોય કે જેને હિટલરના શાસનમાં પોતાનું કોપી આપ્તજન નહિ ગુમાવ્યું હોય. અને આજે એમની ખુમારી જુઓ, ચારે તરફથી દીશ્માનોથી ઘેરાયેલું રાષ્ટ્ર હોવા છતાં એ હિંમતભેર ટકી રહ્યું છે અને ખરેખર ના ‘કરારા જવાબ’ આપે છે. (આપણી જેમ ખાલી વાતો માં નહિ!!). વાત દેશ માટે ના પ્રેમની છે, અને જેના માટે પ્રેમ હોય એના માટે મરવાનો વિચાર માત્ર કોઈ પ્રેમ કરનાર ને જ આવે. અહી લોકો માત્ર ભારત કેહવાતી જમીન પર રહે છે, ભારત માં રેહવા માટે પ્રેમ જોઈએ, પોતાની જમીન માટે, પોતાના દેશ માટે.

    Like

     
  22. Priyanka Mehta

    August 16, 2011 at 11:31 AM

    frdsp belt ni jem india na belt bar padva joy..

    Like

     
  23. YOGESH JIVRANI

    August 17, 2011 at 10:59 AM

    ૧૦ આઝાદ આઈડીયાઝ

    ૧) ક્યારેય અન્ન નો બગાડ નહી કરું કારણ કે મારા રાષ્ટ્રમાં ઘણા લોકો ભુખ્યા રહી જાય છે.

    ૨) હું પાણી, વીજળી, ડીઝલ – પેટ્રોલ, ગેસ અને ઉર્જાના દરેક સોર્સનો કરકસર પુર્વક ઉપયોગ
    કરીશ.

    ૩) હું મારા ઘરમાં, જાહેરમાં કે ગમે ત્યાં ક્યારેય ગંદકી ફેલાવીશ નહી ને બીજા કોઈને ફેલાવવા પણ નહી દવું .

    ૪) હું ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપીશ નહી ને બીજા કોઈ ને આપવા પણ નહી દવું. કોઈ પણ ભ્રષ્ટાચાર કરશે તો હું તેનો વિરોધ કરીશ ને યોગ્ય પગલા લઈશ.

    ૫) હું કાયદા અને વ્યવસ્થાનું પાલન કરીશ ને બીજા લોકોને એ કરવા માટે સમજાવીશ.

    ૬) રાષ્ટ્ર ને નુકશાન થાય એવી કોઈ પણ એક્ટીવીટી કરીશ નહી કે બીજા કોઈ ને કરવ પણ નહી દવું.

    ૭) શક્ય એટલા ઝાડ વાવીશ ને એની દેખભાળ રાખીશ. હરીયાળી ક્રાંતી ફેલાવીશ.

    ૮) હું સાક્ષર થઈશ ને શક્ય એટલા લોકો સાક્ષર થાય એ માટે પ્રયત્ન કરીશ. ૧૦૦ ટકા સાક્ષરતા માટે શક્ય એટલી મહેનત કરીશ.

    ૯) હું વ્યસન મુક્ત બનીશ ને સમગ્ર રાષ્ટ્ર વ્યસન મુક્ત બને તે માટે કટીબધ્ધ બનીશ.

    ૧૦) મન , વચન , કાયાથી કોઈ પણ જીવ ની લાગણી દુભાવીશ નહી.

    Like

     
  24. miteshpathak

    August 18, 2011 at 4:52 PM

    જયભાઈ, ઘણી વખત એવું લાગે કે એક જ વાત જે વરસો પહેલા કહી હતી તે આજે પણ એટલી જ તાજી અને સમય ને અનુરુપ લાગે. જે તમે લખ્યું છે તે ૧૦૦% સાચું છે. આજે રાષ્ટ્રીય તહેવારો એ વધી ને બે દિવસ નો ઉન્માદ થઇ ને રહી ગયો છે. આમ જુવો તે હજી સુધી એ સારી નિશાની જ છે. પણ ફક્ત ધ્વજ વંદન માટે મુંબઈ કે વલસાડ ના ધોધમાર વરસાદ માં પ્રત્યેક ૧૫ ઓગસ્ટ જવું અને જે ખુમારી આવતી તે આજે જોઈએ તો બાલીશ લાગે પણ ત્યારે કોઈને આવવું ફરજીયાત ના હોવા છતાં લગભગ બધા જ સ્વૈચ્છિક રીતે મન થી હાજર રહેતા હતા. હવે આ બધા માટે ફરજ પડવી પડે તે દિવસો આવી ગયા છે. સહેજ મોકો મળે એટલે મોજમજા માટે નીકળી પડવું, કોઈ પણ જગ્યા એ જઇ ને એ જગ્યા નું નખ્ખોદ કાઢવું એ આપનો રાષ્ટ્ર ધર્મ બની ગયો છે. ૧૯૬૦ થી પછી નો સમય ગાળો એક એવો આવ્યો કે દિશાવિહીન પેઢી દર પેઢી પનપતી ગઈ. હવે તો આ બધો શિષ્ટાચાર જ થઇ રહ્યો છે. જેમ તમે લખ્યું છે તેમ શ્રાવણ માં ઉજવણી નો ઉલ્લાસ અંદર થી અને સ્વયંભુ જ હોય છે. કોઈ જ પ્રયત્ન કરવા નથી પડતા. અહી રાષ્ટ્ર ભાવના એ હવે સરકારી તહેવાર નો હિસ્સો છે. જ્યાં જન ભાગીદારી નથી તે ફક્ત રીવાજ બની ને રહી જાય છે.

    મિતેશ પાઠક

    Like

     
  25. Kanchit Modi

    September 3, 2011 at 9:37 PM


    comment pls

    Like

     
  26. Dharven panchal

    December 7, 2011 at 7:39 PM

    Jay bhai, i have one suggestion for the independence day.
    Mane evu lage 6e ke apne urban area ma rehta school going children ne e divase koi ek dur na gamda ni visit karava chokkas lai java joie. becoz shehar ma rehti navi pedhi ne to gamda no manas kai rite potani life jive 6e e khabar j nathi hoti,jem ke gayo mathi dudh dohva thi mandi ne kuva mathi pani kadhvu, chula par rasoi banavi. same way rural area na children ne pan urban lyf thi introduce karava joie like big organisation, town planning activity, technical & science festivals. aavi ritee jo darek navjuvaniya ne exposure male to enama je real india nu picture su 6e e aapoaap clear thai jase. biju kai nai to ena ma 2 nava vicharo to avse. & most importantly ekbija mate nu respect emne nani age thi thase & e vicharta thase ke ame ekbijane kai rite helpfull thaie.
    Biju suggestion evu 6e ke e divase je children sari ecoonomic condition thi belong karta hoy emne poor children mate emni study ma helpfull thai sake evu kai donate karvanu shikhavu joie. amari school ma ame aa project ne saru karyo to eno response etlo jabarjast hato ke badha chokra o bijane helpfull thava khade page hajar thai jata & government ni school jema poor children ne helpfull thay evu pencil thi mandi ne schooldress, books sudhinu badhu donate karta.
    aa etla mate ke je aapna future na nagariko ma ek sadbhavna rupe aa bij ropay to khari aazadi mali kevase.

    Like

     
  27. doyoureckon

    June 27, 2012 at 3:39 PM

    @JV – agreed on the rocks! I can try something but probably not the best man for that and I am admitting it. baki rabeta mujab post aavi etle duniya bhar ni vartao chalu thase… mani nai lye ke ha bhai amne ras nathi ema… ame nathi pochi sakta… no thai em hoi to prem thi na padi devai …

    liked one and the only post of shruti mehta – ena thi thai etlu e dhyan rakhi ne kare che… ane mane gamvanu karan ek j che ke hu pan jetlu possible hoi ne mara haath ma hoi ene hu 100% vyavasthit karvani try karu chu ne ichha pan rakhu chu.. je badhi dhyan rakhvani vastuo no ullekh shruti mehta e karyo e badhi ne kadach thodi vadhare hu pan karvani try karu chu.

    Like

     
  28. Vatsal Thakkar

    August 15, 2013 at 1:48 AM

    દિવસની શરૂઆત ઘર-ઑફિસ-ફૅક્ટરીના ઝાંપે, બારણે, બારીએ, બાલ્કની કે ધાબે પોતપોતાની રીતે ત્રિરંગો લગાવવાનો, લહેરાવવાનો કે ચીટકાડવાનો. (ત્રીરંગુ તોરણ પણ બારણે લગાડી શકાય.. તેની સ્પર્ધા પણ રાખી શકાય). દિવસ ચડે એટલે કૉલોની, મિત્રમંડળ કે પછી એવુ કોઈપણ ગ્રુપ ભેગુ થાય અને દેશી રમતોની રમઝટ બોલાવે (સાથે દેશી વાનગીઓ ઝાપટે); બપોરે આરામ કરીને પછી સાંજ પડતા પહેલા કાર્નિવલમાં જોડાય.. જેનું આયોજન ઠેક-ઠેકાણે કરી શકાય (રથયાત્રાની માફક જ!!) સાંજ ઢળતા કાર્નિવલ શહેર/ ગામના કૉમન ગ્રાઉન્ડ કે તળાવ કે પછી નદી કિનારે ભેગુ થાય.. જાત-જાતનાને ભાત-ભાતના સ્ટૉલ્સ, ખાણી-પીણીને એવુ બધું… અને રાત ચડતા સ્ટેટ સ્પૉન્સર્ડ આતશબાજી. (સરકાર ધ્વજવંદનની ઉજવણીને બદલે ફાયર વર્કસ્ પાછળ બધા જ પૈસા ખરચે; અને દર વખતે કંઈક નવિનતા લાવે; સ્પોન્સર્સ પણ લાવી શકાય; ફાયર વર્કસ્ શો કરતા પહેલા ઝક્કાસ મ્યુઝિકલ શો પણ રાખી શકાય.. પણ નો ભાષણબાજી).

    આમ જોઈએ તો શરૂથી અંત સુધીમાં તિરંગો લહેરાઈ ગયો.. દેશી રમતોની રમઝટમાં કોઈપણ આયોજન રાખી શકાય. દરેકની પોતાની મુનસફી પ્રમાણે – અરે બધા ભેગા થઈને ફિલમ જુઓ કે પછી સ્પર્ધામાં ભાગ લો કે પછી એકબીજાને ભાષણો આપો કે જેમ જયએ સુચવ્યુ તેમ દેશી-પડતર મોન્યુમેન્ટનો રખરખાવ કે શેરી/ રસ્તા/ શહેરની સફાઈ એવુ કંઈપણ સાથે દેશી જમણ તો છે જ; એટલે દેશદાઝની વાત પણ આવી ગઈ. “કાર્નિવલ” કે યાત્રામાં માત્ર મસ્તી અને જુદી-જુદી સ્પર્ધાઓ જેમકે ક્યા ગ્રુપનો ટેબ્લો સારો છે કે કોણે ડ્રેસિંગ સરસ કર્યુ છે કે કોનું ડાન્સ પર્ફોર્મન્સ સારુ છે.. વગેરે વગેરે. એટલે બધાનું ઇન્વોલ્વમેન્ટ પણ આવી જાય અને છેલ્લે મજા-મસ્તી અને ફાયર વર્કસ્ – મનોરંજન પણ આવી ગયું. ફૂલ ટુ હેપ્પી ડે!! અને હા, બધુ જ પ્રોફેશનલી કરવાનું જેણે ભાગ લેવો છે કે માણવુ છે તેણે પૈસા ખરચવા જ પડે અને તે પણ ઘણા બધા; નહિં તો ફાલતુના ભવાડા જ થાય. જેની પાસે પૈસા નથી એ રસ્તાને કિનારે ઉભા રહીને જોયા કરે અને શીંગ ફાકી લે; પણ, પ્રોફેશનલિઝમમાં કોઈ કૉમ્પ્રોમાઈઝ નહિં કરવાનું જેથી જેને મજા કરવી છે એની ગુણવત્તા જળવાઈ રહે.

    Like

     
  29. Digant

    August 15, 2013 at 2:24 AM

    • આઝાદીના આ પર્વ ને એક INDIA’s Birthday Celebration તરીકે ઉજવવામાં’ આવે તો કેવી
    મજા આવે..

    • બધા લોકો પોત પોતાના ફેમીલી માં કે ફ્રેન્ડ્સ સર્કલ માં કે અન્ય બીજી કોઈ વ્યક્તિઓ સાથે જેમ
    આપણે પોતાનો Birthday Celebration કરીએ છીએ એમ એક ગ્રાન્ડ પાર્ટી નું આયોજન કરવાનું.
    જેમાં ત્રિરંગા ના કલર ની Beautiful Birthday Cake હોય.. સાથે ફક્ત અને ફક્ત Disco
    દેશભક્તિ ગીતો પર ડાન્સ કરવાના.. આ સાથે ઘણું બધું કરી શકાય જે આપણે બધા કરીએ છીએ.

    •Schools માં આજે પણ 15મી ઓગસ્ટ કે 26 જાન્યુઆરીએ એજ 50પૈસા વાળી ગોળીઓ
    વેચવામાં આવે છે. પણ બર્થડે ના દિવસે સ્કૂલમાં 5Star*,Cadbury ને જાત જાતની chocolate
    આપી Birthday Celebration કરતા થયા છીએ.

    •આપણે મસ મોટા ખર્ચાઓ કરી ને ઉજવાતા તહેવારો જ ઉજવીએ છીએ અથવા તો યાદ રાખીએ છેએ.. (વિચારવા જેવી વાત મુકુ છુ.) જેમ કે ઉતરાયણ, વેલેન્ટાઈન ડે, હોળી, નવરાત્રી, દિવાળી etc..etc.. પણ જે તહેવાર કે દિવસ ઉજવવામાં બહુ જાજા ખર્ચની જરૂરિયાત નથી એના વિશે તો વિચારતા નથી (જેમ વોટ આપ્યા પછી આપણે ઉમેદવાર ને ભૂલી જઈએ છે એમ.)

    •જે વસ્તુ મફતમાં મળે એની લોકોને કદર નથી.. (હું આઝાદી ની વાત કરુ છુ.જે મેળવવા માટે
    આપણે કોઈ એ સંઘર્ષ કર્યો નથી એ point of View થી વાત કરુ છુ.. અને જેણે જેણે આપણને
    આઝાદી અપાવી છે એમને હું ભુલવાની વાત નથી કરતો )

    બાકી તો જેસી જીસકી સોચ…

    Like

     
  30. pravin jagani

    August 15, 2013 at 8:44 AM

    એકાદ ઝુંપડપટ્ટી માં જઈને ત્રિરંગા વડે શણગારેલી ગીફ્ટ પેક આપીએ
    ફૂટપાથ પરના ભિખારીને એક સમય નું પાકું ભોજન ખવડાવીએ અને સાથે એક ત્રિરંગા વાળું ગુલાબ આપીએ.
    બની શકે તો તિરંગા પર આપણને આવડે એવું રેપ સોંગ બનાવીએ અને હા એને fb,whatsapp,youtube અપલોડ કરીએ
    આવડે એવી નાની વાર્તા લખીએ ના ફાવે તો સંદર્ભ લઈને પણ જેમાં આઝાદી ની વાત હોય અને હા તેને જાહેરમાં મુકવા માટે fb,whatsapp છે જ ને
    બાળકોને એકાદ એવા સ્મારક ની મુલાકાતે લઇ જઈ(પોતાના ના હોય તો બીજાઓના પણ )એ જે આપણને લાગે કે આ આઝાદીનું પ્રતિક છે ઉદાહરણ તરીકે અમદાવાદનો દાંડી પુલ અને હા થોડી તૈયારી કરીને જેથી એમના પ્રશ્નોનો જવાબ આપી શકાય
    જન ગણ માં આધુનિકતા ને અનુલક્ક્ષીને કેટલાક શાબ્દિક ફેરફારો કરો હા પણ ગમે તેવા નહિ પણ”ગમે”એવા .
    આઝાદી પર એન્ડ્રોઈડ એપ્પ બનાવો નહિ તો છેવટે ppt. ફાઈલ બનાવો અને હા એનું પ્રેઝન્ટેશન પણ કરો

    Like

     
  31. Bharat Chaudhari

    August 15, 2013 at 10:54 AM

    ચાલો ૬ વરસ પછી એક ઇનોવેશન કરીએ… ID15 ને શોર્ટ કરી બોલવામા સરળ iDay કરીએ..

    Like

     
  32. akash pandya

    August 15, 2013 at 11:19 AM

    આજ ના આ સ્વાતંત્રતા દિવસ પર્વ પર આપની આ વાત ખરેખર ચોટદાર હતી. અને આજે તો મિડિયા પાસે પણ સરસ મસાલો મળી ગયો કે નરેન્દ્ર મોદી અને મનમોહન સિંહ ના ભાષણો ની સરખામણીની ચર્ચા સાંભળવામાંથી સમય કાઢી તમારો લેખ વાચ્યોએ ખરેખર યોગ્ય લાગ્યૂ….

    Like

     
  33. Ankit Patel

    August 15, 2013 at 11:23 AM

    ‘આર્ગો’ મુવી જોયા પછી તો ‘મેરા ભારત મહાન’ કહેવાનો હક પણ ગુમાવી દીધો છે સાહેબ….
    દેશ માટે જે લોકો કામ કરી રહ્યા છે એમની સલામતી એ દેશ ની જવાબદારી બની જાય છે…પણ આપના માટે લડી ચુકેલા એ ૫૬ સૈનિકો ને આપની (બધી જ) સરકારો એ ભુલાવી દીધા, અને પ્રજા એ પણ…..
    સલમાન, શાહરૂખ, અને ધોની ની પર્સનલ વાતોમાં લોકો જેટલો રસ લે છે એટલો જો આમાં લે તો જ તેઓ ID15 ઉજવવાના ખરા હકદાર બનશે..

    Like

     
  34. rishita vala

    August 15, 2013 at 2:08 PM

    sir you give the voice of indian youth’s feelings…..let this all big historical stories and live in present……if your 6 year old views on this festival remains the same as in recent time….that proves there is a real need of change.

    Like

     
  35. Ashvini Joshi

    August 15, 2013 at 3:26 PM

    Koi suggessions no stock nahi….. jene jem man pade chhe em ujavava daie to pan kharekhar I D 15 kehvase… jene badhu clean karvu chhe e bhale safai nu kam kare.. jene modhu miththu karvu chhe e bhale gadyu khay, jene books vanchvi game chhe ene vanchava mate saras books mali rahe.. Specially ladies of our country.. emne to 15th august na pan aazadi nathi malti 😦
    So, only slogan :– E N J O Y d way U can 🙂

    Like

     
  36. varun

    August 15, 2013 at 3:41 PM

    શાળામાં ધ્વજ વંદન બાદ જુના વિદ્યાર્થીઓનું ગેટ ટૂ ગેધર રાખવાનું, તેઓં અચૂક હાજર રહે અને બીજા વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન આપે. મિલન, સંવાદ અને લાગણીઓની સાથે દેશભક્તિ ની પણ આપલે થાય…….
    મારી શાળામાં પણ હવેની 26મી જાન્યુઆરી માટે આચાર્યશ્રીને આ જ વિનંતી કરી છે.

    Like

     
  37. વિરેન્દ્ર પરમાર

    August 15, 2013 at 4:39 PM

    તમારી વાત સાથે સો ટકા સહમત. આઈડિયાઝ: મારા મત મુજબ ભારત સ્પોર્ટસ (રમત ગમત)માં ખુબજ પાછળ છે( બીજા દેશો ની તુલના માં). આપણે દેશપ્રેમ જગાવવો હોય અને ભારત નું બ્રાન્ડીંગ કરવું હોય તો સ્પોર્ટ્સ એક ઉત્તમ શસ્ત્ર બની શકે છે. આપણે હરીફરીને ક્રિકેટ પર આવી જઈએ છીએ. જોકે હવે સાનિયા મિર્ઝા ને લીધે ટેનીસ, સાઈના-સંધુ ને લીધે બેડ્મીન્ટન ને માન્યતા મળી છે. પણ બીજી રમતો નું શું? ૧૨૫ કરોડ ની આબાદી માંથી શું આપણ ને દોડ, લોંગ જંપ, હાઈ જંપ , બરછી ફેક, ગોળા ફેક, જિમ્નેશ્ટક, ટેબલ ટેનીસ , સાઇકલ રેસ, સ્વીમીંગ (અને બીજી ઘણી રમત …….જેમાં ભારતે નામ નથી કાઢ્યું) ના સારા રમતવીરો નો મળી શકે? બેશક મળી શકે, જરૂર છે માત્ર રમત ગમત માટે પાયા ની જરૂરિયાત ની…જેમ કે સ્પોર્ટ્સ ક્લબ, અખાડા, ને પ્રોત્સાહન આપો. એના માટે જરૂરી રકમ ફાળવો. (બેશક સરકાર નો અહી રોલ આવે છે, જોકે ખેલ મહા કુંભ થી શરૂઆત તો થઇ છે) સિલેબસ માં એક સબ્જેક્ટ સ્પોર્ટસ ફરજીયાત કરો. આપણે નાના બાળકો ને એમ સમજાવીએ છીએ કે ભણો તો જ તમે સારા બીઝનેસમેન કે નોકરી મેળવી શકશો. (ભણી ને શું આ બે જ કામ કરવાના છે?) એમ કેમ નથી કહેતા કે રમત ગમત ક્ષેત્રે પણ ઉજ્જવળ કારકિર્દી ઘડી શકો છો?….

    Like

     
  38. kuldip dhameliya

    August 15, 2013 at 6:11 PM

    @ JV …
    તમારો લેખ વાંચી ને મેં પણ મારા દિમાગ ને જગાડ્યું અને કહ્યું કે જાગ લોકો તો ક્યાં ના ક્યાય પોચી ગયા અને તું ???
    તો એના જવાબ માં મને પણ થોડા ID-15 ના આઈડિયા મળ્યા …

    ૧) ભારતીય તહેવારો ની જેમ આ દિવસે પણ ID-વ્રત રાખવું જોઈએ અને એમાં આપના દ્વારા બચાવેલું અનાજ કોઈ ભૂખ્યા ને મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. (પેલા ભોજન પછી ભજન )

    ૨) આ દિવસની આપની કમાણી માંથી શક્ય હોય એટલું યોગદાન ગરીબો (જરૂરિયાત વાળા ગરીબ) ને મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. આ કમાણી માંથી ગરીબ વિદ્યાર્થી ને નોટબૂક , પેન્સિલ ,પાટી-પેન જેવી ભણતર માં ઉપયોગી થાય એવી વસ્તુ લઇ દઈએ. (પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા).

    ૩) આ દિવસે (માત્ર આ દિવસે નહિ પણ હર-હમેશ)વિદેશ થી આવતા સહેલાણીઓ (જો તમારા ગામ માં આવતા હોય તો) નો આવકાર કરીએ. ()

    ૪) આ દિવસે જેટલા રૂપિયા ભગવાન પાછળ ખર્ચીએ,એને કોઈ જરૂરિયાત વાળા દર્દી ને આપવા નો સંકલ્પ કરીએ.(સેવા પરમો ધર્મ ).

    ૫) આ દિવસે #facebook, #twitter, etc જેવી સાઈટ પર આખો દિવસ ખાખાખોરા કરવાને બદલે કોઈ દેશદાઝ વાળી કમસે કમ એક પ્રવૃત્તિ તો કરીએ જ અને હર હંમેશ કરતા રહેવા ની પ્રતિજ્ઞા લઈએ .

    — ઉપર લીધેલી દરેક પ્રતિજ્ઞા ઈમાનદારી થી પૂરી કરવાની એક ઔર પ્રતિજ્ઞા લઈએ અને એ પણ પૂરી કરીએ.

    આ વિચારો માં કદાચ થોડી ઉણપ હશે પણ એક પ્રયાસ છે.અને એનો એક ૨૦ વર્ષ નો નવ યુવાન (હું) અમલ પણ કરી રહ્યો છે, જો એક વિદ્યાર્થી આનો અમલ કરી શકે તો દેશ ના બીજા નાગરિકો (સમજું) કેમ નહિ … think beyond

    Like

     
  39. Maharshi Shukla

    August 15, 2013 at 8:07 PM

    ghana samay pehla rashtradhvaj valo hanki…bahu j use karyo,,,,etli had sudhi ke mari daughter Nitya tyare 8 k 9 month ne hati ane jyare first time ene national flag tv man joyo tyare mane em kahyu hatu ke pappa,, tamaro hanki tv man avyo,,,:)

    aje ame to Nitya ne orange,blue & green colours vali nail polish kari ne ghare j celebration karyu hatu…..

    Like

     
  40. kuntal Mehta

    August 15, 2013 at 8:20 PM

    Sir, I really respect your thought and concern about india. I would like to express one thing. There are several ways to express independence any I opted for one that was actually inspired by you. Your visit to vadodara few months back on the subject of “Body Parts Donation and Blood Donation”. Seriously you inspired me and forced me to really think of that. Though it was actually a press summit I took my chance to get in and that was really a chance of lifetime. Sir after that I started donating blood after every three months and still I am doing this. This is my was to payback my society and my nation.Donating the blood actually is a feeling they used to promote
    “Karke dekho,
    Achha lagta hai…”

    Like

     
  41. Nayan Anjara

    August 14, 2016 at 8:31 PM

    ગમે તેં હોઇ પણ 15 મી ઓગસ્ટ એ એવી દેશભાવના જાગે કે બોર્ડર ઉપર મને મુક્યો હોઇ તો પાકિસ્તાન નાં સૈનિકો ને પાક માટે શહીદ બનાવી દવ.

    Like

     
  42. Abhoshek

    August 15, 2016 at 12:35 AM

    National anthem vakhate compulsory ubha j km rehvanu?
    Ene film song ni jem betha betha k suta suta pan gaai shakavu joie…

    Like

     
  43. Vivek Parekh

    August 15, 2016 at 12:16 PM

    Sir…vaat to 101% sachi pan dil thi kahu to aa divase yaad aavvi joi ae Tagore Ni poem “Where the mind is without fear and the head is held high…” pan situation aevi chee k aena badle Khalil Gibran Ni “Pity thy nation” yad aavi jaay 6e…
    Nehru ae aapeli speech”Tryst with destiny” ma kidhelu k “at the hour of mid night when the world is asleep..India will rise to freedom” kadach ae raat Ni savaar haju padi j nathi aa desh ma…..ae samau ae je vaayda o thi election ladaata …. AE j vaauda o aaje pan apaay 6e…bas pedhi o badlaay 6e…
    Ek student tarike jota to aa situation vadhaare bhayanak bani sake 6e…6ataa pan Ramayan ma Shri Ram se Laxman ne kidhelu aem.. “जननी जन्मभूमिश्च स्वर्गादपी गरियसी”
    🙏🙏🙏

    Like

     
  44. Devendra Patel

    August 15, 2016 at 4:46 PM

    (1) Darek Bhartiy manase potana nava janmela balko ni pachhal “surname” Lakhavanu bandh kari devu.Avnari 2-3 pedhi pachhi Jativad,Gnyativad bandh thai jashe.Badha ek j jati-Bhartiy jatina na manaso hashe..

    (2) Shixan system jadmulthi thi sudharo karvo pade jenathi bibadhal karta jarak alag thi,swatantra rite,kaik nava vaignyanik abhigam thi vichari shake aevo nava nava yuvano na lot peda thay je samuhik rite nava bhartanu bhavishya bani shake.

    (3) Basics infrastructure for study, sport, Research and development culture ubhu karvu samaj ane Sarkare.Jemani pase paisa che te a bhavishayane Majbut karva rokan kari shake.

    (4) Galthuthi ma j balkone vanchvani tev padvi… Adahr card ni jem birthday par farjiyat ek Vrux jarur vavvu.

    (5) Darek vyaktiye hu eklo Shu kari shaku?…Akhu tantra,samaj,badhuj salelu che,bhrasht che,kai fark nathi padvano, em mani besi raheva karata..potani Shakti pramane,himmat rakhi,upar janavela point ane bija sara idea upar kam karvanu chalu kari devanu. Ek var kam sharu thashe pachi dhire dhire akhi foj taiyar thati jashe…jodati jashe…

    Like

     

Leave a comment