RSS

કૌન બનેગા કૃષ્ણપ્રેમી?

22 ઓગસ્ટ


કૃષ્ણ વિશે કેટલું જાણો છો?

જો આ સવાલનો જવાબ ‘ઘણુ બઘું’ હોય, તો આગળ વાંચો. કદાચ કશુંક એવુ જાણવા મળશે કે જેની અગાઉ ખબર ન હોય! જો આ સવાલનો જવાબ જરાય નહિ/ થોડુંક’ હોય તો તો પછી આગળ વાંચવું જ પડેને!

‘કૌન બનેગા કરોડપતિ’ના ખરા સર્જક કવીઝ માસ્ટર સિઘ્ધાર્થ બાસુએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું ‘‘અમને સૌથી વઘુ એન્ટ્રી ફોન પર સિનેમાના સવાલ અંગેની હશે, એવું બધા માને છે. પણ હકીકતે મેકસીમમ રિસ્પોન્સ અમને માયથોલોજી (ધાર્મિક દંતકથાઓ- પુરાતન ભારતના ચરિત્રો/ ગ્રંથો) ઉપરના સવાલોનો મળે છે.’’ બરાબર છે. ભારત જેવા ‘ધર્મપ્રેમી’ દેશમાં આમ થવું સ્વાભાવિક છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે ધર્મ સહિતની કોઈ પણ બાબતમાં ઉંડા ઉતરવાનું ટાળવાની વિશિષ્ટ ભારતીય સંસ્કૃતિ છે. આપણા પ્રાચીન ગ્રંથોની સંપૂર્ણ, સાચી અને તટસ્થ વિગતો ગુરૂજીઓ જનતાને કદી આપતા નથી!

અને આવા અજ્ઞાનના અંધારા ઉલેચીને જ્ઞાનનું તેજ પ્રગટાવવું… એ જ કૃષ્ણકાર્ય! જન્માષ્ટમી ઉજવાય છે. કૃષ્ણની કથાઓ પારાવાર થઈ છે, થતી રહેશે. એની પૂજા અપરંપાર થઈ છે, થવાની છે. એના ગીતો કાનમાં ગૂંજે એવી પર્વની મોસમ છે. ત્યારે જરાક આ ભાગવત, મહાભારત, હરિવંશ ઈત્યાદિના આધારે તૈયાર કરેલા ૨૧ ઓફબીટ પ્રશ્નો વાંચો, અને એના જવાબ જ નહિ… એની પાછળનું બેકગ્રાઉન્ડ પણ સમજો… પ્લીઝ, એમ નટખટ નંદકિશોરની માખણચોર સ્ટાઈલમાં પહેલા જ છેલ્લે લખેલા જવાબ ન જોઈ લેતા! ધર્મસંસ્થાપકના પ્રેમીજનને આવો અધર્મ શોભે ખરો? લેટસ પ્લે, કૌન બનેગા કૃષ્ણપ્રેમી!

(૧) ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ના જપ કરવાથી પણ નામસ્મરણનું પૂણ્ય મળે, એવું વ્યાસપીઠ પરથી આચાર્યો ભાવિકજનોને કહેતા હોય છે. પુણ્ય પછીની વાત છે, કૃષ્ણનામે પૈસા- પ્રતિષ્ઠા ઘણાય મેળવી લે છે. સવાલ એ છે કે કૃષ્ણના નામકરણ સંસ્કાર નંદ-જશોદાને ત્યાં કયા ૠષિએ કર્યા હતા?

(૨) ગાંધીજી જેમ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ પછી ‘નેશનલ હીરો’ બનીને બહાર આવ્યા એમ કૃષ્ણ માટે ભારતના તખ્તા પર ગોકુળની સરહદો બહાર ‘ફેમસ’  થવાનો પ્રસંગ હતોઃ મામા કંસનો વધ, કંસ કૃષ્ણનો મામો, એમની જન્મદાત્રી માતા દેવકીનો ભાઈ… અને લોકપ્રિય સમજ મુજબ કૃષ્ણના નાના ઉગ્રસેનનો પુત્ર! આ છેલ્લો સંબંધ ખોટો છે. ઉગ્રસેનની પત્ની રજસ્વાલા સ્થિતિમાં સુયામુત પર્વતના વિહારે ગઈ હતી. જયાં સૌભ નગરીનો એક પરાક્રમી રાજા પણ વિહાર કરતો હતો. કામજવર (લવ ફીવર!)થી પીડાતી ઉગ્રસેનની પત્નીને ભોગવવા માટે એણે યોગબળે ઉગ્રસેનનું જ રૂપ ધારણ કરીને એ નિર્દોષ રાણીને છેતરી જે સંબંધ બાંઘ્યો, એનું સંતાન કંસ! હરિવંશના વિષ્ણુપર્વમાં ખુદ કંસના મુખે કહેવાયેલા આ કથાનકમાં પેલો દુરાચારી રાજા કોણ હતો?

(૩) કૃષ્ણના જીવનમાં રાધા ન હોત તો વૈષ્ણવોની વાત જવા દો, કીર્તન કે રાસલીલાને ઘડીભર ભુલી જાવ… હિન્દી ફિલ્મના ગીતોનું શું થાત? નવરાત્રિના રાસગરબાની માર્કેટ કેવી રીતે ચાલત? ‘રાધા બિના હૈ કિશન અકેલા’થી ‘રાધા કૈસે ન જલે’ની આ પ્રેમવિજોગણ, દરદદિવાની નાયિકા ભારતની પ્રજા તથ્ય અને તર્કને નહિ, પણ માન્યતા અને કથાકીર્તનને કેટલું મહત્વ આપે છે- તેનું જવલંત દ્રષ્ટાંત છે! જયદેવના ‘ગીતગોવિંદ’થી રાધા- શ્યામનો રોમાન્સ ગુંજયો, પણ ભાગવત કે મહાભારતમાં રાધાનું નામો નિશાન નથી! રાધાનો પ્રથમ વિગતવાર અધિકૃત ઉલ્લેખ જે પુરાણમાં છે એ પુરાણ વળી એના ‘સેન્સરેબલ’ શૃંગારપ્રચાર વર્ણનને લીધે વિદ્વાનોમાં અળખામણું રહ્યું છે. આ પુરાણનું નામ શું?

(૪) જરાસંધ નામના લાલુબ્રાન્ડ મગધ (આજનું બિહાર) સમ્રાટની પુત્રીઓ અસ્તિ અને પ્રાપ્તિનો કંસ પતિ હતો. જરાસંધ માટે કંસહત્યારા કૃષ્ણનો કાયમી શત્રુ બન્યો. કૃષ્ણ- જરાસંધની લડાઇમાં કાળયવન રાક્ષસનું એક પાત્ર ઉમેરાયું – જેની સામે મુકાબલો કરવાને બદલે ‘રણછોડ’ કૃષ્ણ પલાયન થઇ ગયા… કાળયવનને ભગાડતાં ભગાડતાં કૃષ્ણ સૌરાષ્ટ્રમાં લઇ આવ્યા એવી વાયકા છે. જયાં ચાલાકીથી તપસ્વી મુચકુંદ ૠષિના ક્રોધાગ્નિમાં કૃષ્ણે એને બાળીને ભસ્મ કરાવી દીધો. આ મુચકુંદ ૠષિની ગુફા સૌરાષ્ટ્રના કયા શહેરમાં આજે પણ મોજૂદ છે?

(૫) જૈનોના વિખ્યાત ચોવીસ તીર્થંકરો પૈકીના કયા તીર્થંકરના કૃષ્ણ પિતરાઇ ભાઇ (કઝીન, યુ સી!) થાય?

(૬) કંસવધનો ‘ગ્રાન્ડ ફિનાલે’  જે દંગલના મેદાનમાં આવ્યો, ત્યાં આમંત્રિત મહેમાન તરીકે આવેલા કૃષ્ણ- બલરામના સ્વાગત માટે કંસે એક ગાંડો હાથી, દારૂ પાઇને દરવાજે રાખ્યો હતો. હાથીના દંતશૂળ ખેંચી, મારી પછી મલ્લકુસ્તીના મેદાનમાં કૃષ્ણે દબદબાભેર ‘એન્ટ્રી’ કરી હતી. અહંકારના પ્રતીક ગણાયેલા એ હાથીનું નામ?

(૭) અર્જુનનું ગાંડિવ ધનુષ તો કૃષ્ણનું સારંગધનુષ. માટે એમનું નામ પડયું ‘સારંગપાણિ… સંસ્કૃતમાં ‘પાણિ’ એટલે હાથ. એ હાથમાં શોભતો સુખ્યાત ‘પાંચજન્ય’  શંખ કૃષ્ણને પંચજન નામના અસુરને દરિયાના એક બેટ પર મારીને મળ્યો હતો. પંચજન રાક્ષસે અપહરણ કરેલા એક તરૂણને બચાવવા કૃષ્ણે એની સાથે યુદ્ધ કરેલું. આ તરૂણ કોનો પુત્ર?

(૮) હિંદુ આખ્યાનોમાં ‘દશાવતાર’ પ્રસિદ્ધ છે. પણ ભાગવત પુરાણમાં બાવીસ અવતારની વાત છે. કયાંક વળી ચોવીસ અવતારનો પણ સંદર્ભ મળે છે. એ મુજબ કૃષ્ણનો અવતાર બુદ્ધ અને કલ્કિ પહેલાંનો અને પરશુરામ, શ્રીરામ પછીનો ‘આઠમો’ નથી. તો કૃષ્ણાવતાર કેટલાયે નંબરે છે?

(૯) બાળકૃષ્ણની લીલા પૂતનાવધ કે બકાસુરવધથી મશહુર છે. કાલીનાગને પણ નટવર નાના નાથે, અને ગોપીહરણ કરનાર શંખચુડને હંફાવનાર કૃષ્ણ ગોપીઓના ચીરહરણ પણ કરે! સદાય વિવાદના કેન્દ્રમાં રહેતાં ગોપી વસ્ત્રાહરણના પ્રસંગમાં કૃષ્ણ કે સાથી ગોવાળિયાઓ કદંબની ડાળે બેસીને માત્ર વસ્ત્રો જ ચોરતા નથી. શરમાતી નિઃર્વસ્ત્ર ગોપીઓએ બે હાથેથી ઢાંકેલા ગુહ્યાંગને પણ અનાવૃત કરી એ ‘અક્ષતયોનિ’ હોવાનો આનંદ પ્રગટ કરે છે! જળમાં સ્નાન કરતી ગોપીઓએ કયું આજે પણ ‘જયા-પાર્વતી’ જેવા સ્વરૂપે પ્રચલિત એવું સારો વર મેળવવાનું ત્યારે કયુ વ્રત રાખ્યું હતું?

(૧૦) બાળ કાનુડાએ તોફાનમાં જ ખાંડણિયાથી બે તોતિંગ વૃક્ષ ધરાશાયી કરીને બે આત્માઓએ મુક્તિ અપાવી હોવાનું કહેવાય છે. એ બંનેના નામ યાદ છે?

(૧૧) મથુરામાં કૃષ્ણ આવ્યા, અને ચંદનલેપનું કામ સંભાળતી ‘ત્રિવક્રી’ ઉર્ફે કુબજા દાસીની ખુંધ એમણે એ કુરૂપ દેખાતી નારીના ડાબા પગ પર પોતાના પગ મુકી, ચીબુક પર હાથ ટેકવી ચમત્કારીક રીતે દૂર કરી એને લાવણ્યમયી સુંદરીમાં ફેરવી હતી. એ વખતે કૃષ્ણસ્પર્શે ઉત્તેજીત થયેલી કુબજાએ કૃષ્ણને ઘેર પધારવાનું આમંત્રણ આપેલું, જે પાછળથી સ્વીકારીને કૃષ્ણે એને પોતાની રાણી બનાવી. આવી જ રીતે ઇન્દ્રપ્રસ્થ પાસે વનવિહાર કરતાં અર્જુન સંગાથે કૃષ્ણને સૂર્યકૃપાથી અવતરેલી એક યુવતી મળી આવી અને કૃષ્ણે એની સાથે ‘લવ એટ ફર્સ્ટ સાઇટ’ની જેમ લગ્ન કર્યા. એ કૃષ્ણપટરાણીનું નામ આજે જાણીતી નદીનું નામ છે. કયુ નામ?

(૧૨) કૃષ્ણને એક જ ઘટનામાંથી બે રાણીઓ પ્રાપ્ત થઇ. સત્રાજીત યાદવ પાસે સ્પર્શથી સોનું બનાવી દેતો એક અણમોલ મણિ હતો. જેની ચોરીનું આળ કૃષ્ણ માથે આવતાં કૃષ્ણે એક સિંહ પાસેથી એ મણિ મેળવનાર હનુમાન મિત્ર જાંબુવાન સાથે યુદ્ધ કરી એ મણિ મેળવ્યો. અંતે સત્રાજીતની પુત્રી સત્યભામા અને જાંબુવાનની પુત્રી જાંબવતીને કૃષ્ણ સાથે પરણાવવામાં આવી. આ ક્રમનું નિમિત્ત બનનાર એ મણિ કયો હતો?

(૧૩) પોતાના ફોઈ શ્રુતકીર્તિની પુત્રી ભદ્રાના પણ કૃષ્ણ સાથે વિવાહ થયેલા, પણ કૃષ્ણની પ્રસિઘ્ધ પટરાણી તો રુક્મિણી જ. એના અપહરણની કથાના ઉદાહરણ આજે પણ દેવાય છે. પાછળથી કૃષ્ણના હાથે જ મરાયેલા એક જાણીતા રાજા સાથે રુક્મિણીના પિતા ભીષ્મક અને ભાઈ રુક્મિએ રુક્મિણીના લગ્ન નક્કી કરેલા. રુક્મિણીનો પતિ બનતા બનતા રહી ગયેલ એ ઉંદંડ રાજા કોણ હતો?

(૧૪) કૃષ્ણના ભાઈ બલરામના પત્ની રેવતીના પિતા રૈવતના નામથી મશહૂર રૈવતક પર્વત પાસે કૃષ્ણે નવી રાજધાની દ્વારિકા વસાવી, આજના બરડા કે ગિરનાર પર્વતને રેવતક કહેવા અંગે તજજ્ઞોમાં મતભેદ છે. પણ આજની દ્વારિકાનગરીના પ્રાચીન નામ અંગે બધા એકમત છે. એ નામ શું હતું?

(૧૫) માત્ર ‘વસુદેવ’ ના પુત્ર હોવાથી કૃષ્ણને ‘વાસુદેવ’ કહેવાય તો પછી બલરામ પણ ‘વાસુદેવ’ થાય! પણ વાસુદેવ પ્રાચીન ભારતમાં ‘ચક્રવર્તી સમ્રાટ’ જેવી એક માનવાચક સંજ્ઞા હોવાનો સંભવ વઘુ રહે છે. જૈન શાસ્ત્રોમાં પણ વાસુદેવ, તેની નાયિકા અને ખલનાયક પ્રતિવાસુદેવના સંદર્ભો મળે છે. કૃષ્ણની હયાતીમાં જ ‘‘મોરપીંછ મુકુટ મુરલીધારી કૃષ્ણ તો નકલી છે, અસલી કૃષ્ણ તો હું છું’’ એવો સનસનાટી અને રમૂજભર્યો દાવો એક રાજાએ કર્યો હતો! એ પણ ચક્ર ધારણ કરતો. આ ‘નકલી કૃષ્ણ’ અસલી વાસુદેવ કૃષ્ણના હાથે જ મરાયો. શેખીખોર પિતાના મૃત્યુનો બદલો લેવા એના પુત્ર સુદક્ષિણે દ્વારકાને સળગાવ્યું હતું! કાશીપ્રદેશ નિકટનો એ કૃષ્ણ હોવાનો દાવો કરનાર રાજા કોણ?

(૧૬) એક જાણીતી આડકથા મુજબ બળરામે હળ લઈને હસ્તિનાપુર ખેંચવાનો પ્રયાસ કરી કૌરવોમાં ફફડાટ મચાવ્યો હતો. જે ઘટનાના મૂળમાં કૃષ્ણ – જાંબવતીના પુત્ર સાંબનો દુર્યોધનની પુત્રી સાથેનો પ્રેમવિવાહ હતો! જગજાહેર અધર્મથી દુર્યોધનને ‘બિલો ધ બેલ્ટ’ પ્રહારમાં કુરૂક્ષેત્ર ખાતે મરાવનાર કૃષ્ણ દુર્યોધનના એ ન્યાયે વેવાઈ પ ણ થયા! સવાલ એ છે કે, કૃષ્ણની પૂત્રવઘૂ બનેલ દુર્યોધનપુત્રી કોણ હતી?

(૧૭) ‘મહાભારત’ ના શાંતિપર્વમાં નારદમુનિ શ્વેતદ્વીપમાં કૃષ્ણના વિશ્વરૂપનું દર્શન કરે છે. યુધિષ્ઠિર ગાદી સંભાળે છે, પછીથી ઉત્તંક મુનિને પણ કૃષ્ણનું વિશ્વરૂપ જોવા મળે છે. ભગવદગીતાનું વિશ્વરૂપ દર્શન વર્ણન તો અતિશય જાણીતું છે. પણ આ ઉપરાંત દિવ્યચક્ષુ આપીને જ કૃષ્ણે પોતાના વિરાટરૂપનું દર્શન કુરૂસભાને કરાવ્યું છે. વિષ્ટિકાર યાને ‘નિગોશિએટર’ તરીકે ગયેલા કૃષ્ણને કેદ કરવાનો આદેશ આપતા દુર્યોધન સામે પ્રગટ કરેલા આ વિશ્વરૂપનું વર્ણન મહાભારતના કયા પ્રકરણ અર્થાત પર્વમાં આવે છે?

(૧૨) કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નને શંબર નામનો રાક્ષસ ઉપાડી ગયેલો, જેની માયાવતી નામની દાસીએ એને પરત કરેલો. પ્રદ્યુમ્નના પુત્ર અનિરૂઘ્ધ અને શિવભકત બાણાસુરની પુત્રી ઉષાની લવસ્ટોરી અને ‘ઓખાહરણ’ વ્રતકથાઓમાં પણ જાણીતું છે. પણ કન્યાને ઉપાડી જવાની સદાકાળની પ્રચલિત રીતિથી ઉલટું,  ઉષાની સહેલીએ ચિત્ર દોરીને બહેનપણીના સપનાના રાજકુમારને ઓળખ્યો હતો. પછી એ જ સહેલી માયાજાળથી કૃષ્ણના પૌત્ર અનિરૂઘ્ધનું પ્રેયસીના ઘેર અપહરણ કરી લાવી હતી! એનું નામ આપો.

(૧૯) કૃષ્ણનો કુરૂક્ષેત્રના મેદાનમાં સંભળાવાયેલો ગીતાનો ઉપદેશ ભૂલાઈ ગયા પછી, અર્જુને ‘ભગવાન, આપે કહ્યું તે હું ભૂલી ગયો છું’ કહીને ફરીથી ગીતા સંભળાવવાની વિનંતી કરી. ‘એ કંઈ મારી વાણી નહોતી, દિવ્યવાણી હતી’ એવા મતલબનો જવાબ દઈ હસ્તિનાપુરના રાજમહેલમાં અર્જુનને યુઘ્ધ પછી ફરીથી ગીતાનો સાર (સમરી નોટસ) સંભળાવી એ ગીતાને શું કહેવાય છે?

(૨૦) અશ્વત્થામાના ‘ઈષકાસ્ત્ર’ રૂપ બ્રહ્માસ્ત્રને કૃષ્ણ અને વ્યાસ સાથે મળીને નિષ્ફળ કરી શકયા નહોતા. શર નામના ઘાસની સળીને બ્રહ્માસ્ત્રમાં ફેરવી અશ્વત્થામાએ ઉગામ્યું, એ અભિમન્યુપત્ની ઉત્તરાના ગર્ભમાં રહેલા શિશુ પરીક્ષિતને મૃત કરી ગયું. સંકલ્પબળે કૃષ્ણે તેને જીવતદાન આપ્યું. આવા અજેય કૃષ્ણના કૂળનો અંત યાદવાસ્થળીમાં આવ્યો. જરા નામના મામૂલી પારધીના બાણથી કૃષ્ણનો અંત આવ્યો. કૃષ્ણવંશના એક જ હયાત પૌત્રને અર્જુને ઈન્દ્રપ્રસ્થનો કારભાર સોંપ્યો. એ કોણ?

(૨૧) ચર્તુભુજ કૃષ્ણના ચાર હાથોમાં રહેલા શંક, ચક્ર, ગદા અને પદ્મ (કમળ)ના ક્રમ ઉપરથી એમના નામ નક્કી થાય છે. જમણી બાજુના ઉપરના હાથમાં શંખ, જમણે જ નીચેના હાથમાં સુદર્શન ચક્ર, ડાબી બાજુના ઉપલા હાથમાં ગદા અને ડાબે નીચલા હાથમાં પદ્મ હોય… એવા સ્વરૂપને શું કહેવાય?

આજ કા સમય યહીં સમાપ્ત હોતા હૈ શેષ ફિર કભી! જોઈ લો જવાબો. કૃષ્ણ જેવી સહસ્ત્રરંગી છેલછોગાળી મસ્તીની મોજ માણો! સેલિબ્રેટ જન્માષ્ટમી ફેસ્ટિવલ!

ઉત્તર –

(૧) ૠષિ ગર્ગાચાર્ય

(૨) ઉર્મિલ રાજા

(૩) બ્રહ્મવૈવર્ત પુરાણ

(૪) જૂનાગઢ, દામોદર કુંડ

(૫) નેમિનાથ

(૬) કુવલ્યાપીડ

(૭) ગુરૂ સાંદીપનિનો પુત્ર

(૮) વીસમા

(૯) કાત્યાયની વ્રત

(૧૦) નલકૂબેર અને મણિગ્રીવ

(૧૧) કાલિન્દી

(૧૨) સ્યમન્તક મણિ

(૧૩) ચેદિનરેશ શિશુપાલ

(૧૪) કુશસ્થલી

(૧૫) પૌડ્રંક

(૧૬) લક્ષ્મણા

(૧૭) ઉદ્યોગપર્વ

(૧૮) ચિત્રલેખા

(૧૯) અનુગીતા

(૨૦) બભ્રુનો પુત્ર વજ્રનાભ

(૨૧) કેશવ. (જે કેશી નામના ઘોડાનું રૂપ ધારણ કરી આવેલા અસુરના નાશને લીધે પડેલું નામ છે)

# જૂની ક્વીઝ, નવી જન્માષ્ટમી…..હેપ્પી બર્થ ડે ડાર્લિંગ ક્રિષ્ના 🙂

 
30 ટિપ્પણીઓ

Posted by on ઓગસ્ટ 22, 2011 in heritage, india, religion

 

30 responses to “કૌન બનેગા કૃષ્ણપ્રેમી?

 1. dhavalrajgeera

  ઓગસ્ટ 22, 2011 at 5:51 એ એમ (AM)

  Dear Jay,

  Very good and Informative.

  Rajendra

  Like

   
 2. Envy Em

  ઓગસ્ટ 22, 2011 at 6:26 એ એમ (AM)

  મને યાદ હતું કે આ લેખ પહેલા વાંચેલો છે છતાં, એક પણ સવાલ ના જવાબ નથી આવડવાના!! 🙂
  કારણ બે – એક, ઝાઝું યાદ નથી રહેતું અને બીજું, આળસ. સૌરાષ્ટ્ર માં સાતમ ઉજવતો હોઉં એટલો જલસો કરાવી દીધો તમે.આભાર

  Like

   
  • Minal

   ઓગસ્ટ 22, 2011 at 9:41 એ એમ (AM)

   Same here…i knew i’ve read this article previously but still its hard to remember. 😛
   Fantastic……..One request to Jay, if possible put all of the articles on blog you’ve written on Krishna. Best, easy and understandable analysis made by you. Truly terrific..i still do remember the previous article mentioning Krishnas trouble and struggle in his life by giving enlightenment, wisdom and joy to ppl. around him.
   Thnxxx 🙂

   Like

    
 3. Nitin

  ઓગસ્ટ 22, 2011 at 9:22 એ એમ (AM)

  સાહેબ્ તમે તો વગર ચકડોળે ચકરાવે ચઢાવી દીધા…ખરેખર હુ તો આ પરીક્ષા મા નાપાસ થયો. જોરદાર પ્રશ્નો છે.હવે તો એવુ લાગે છે કે હજુ સુધી ક્રુષ્ણ સાથે સંકળાયેલ વાતોને પુરેપુરી નથી જાણતા. બહુ જ સરસ લેખ લખ્યો છે. આભાર…….

  Like

   
 4. Preeti

  ઓગસ્ટ 22, 2011 at 10:16 એ એમ (AM)

  score 0
  but got information.

  Like

   
 5. Naresh Sabalpara

  ઓગસ્ટ 22, 2011 at 10:29 એ એમ (AM)

  i got 3 correct answer…જન્માષ્ટ્મી નિ ખુબ-ખુબ શુભકામના

  Like

   
 6. Abhishek Raval

  ઓગસ્ટ 22, 2011 at 10:31 એ એમ (AM)

  my score :- 9 out of 21, …..it’s amazing infos…..

  Like

   
 7. Jay Visani

  ઓગસ્ટ 22, 2011 at 10:33 એ એમ (AM)

  frankly ak pan saval no jawab nathi aavdto ….GS na spectrometer ma Krishna darshan karv va mate aabhar …. aavu sachot interesting Krishna nu nirupan pehli vaar vaanchva malyu …Mahabharat k Bhagvat ma Radhaji no ullekh nath te haqikat 6e ane rasmayee charchano vishay 6e …Ashtamee na prasange GS no Krishna visheno tamaro lekh ane aa ooper mujabni prashnavalee banne mara jeva vachakone “Krishnamayee” banavi deva mate poorta 6e …. JAY HO …. JAY SHRI KRISHANA ….

  Like

   
 8. Jay Visani

  ઓગસ્ટ 22, 2011 at 10:40 એ એમ (AM)

  by the way tamari parvangi vagar makhan chor na Radhaji saathena be photoes ni chori (copy) kari 6e …premma manas kai pan kare 6e …Radha-Krishn na sunder chitro mane bahu gamya … aasha 6e tame khotu nahi lagadsho ….

  Like

   
 9. mahesh sompura

  ઓગસ્ટ 22, 2011 at 11:07 એ એમ (AM)

  Nice to read on Janmastami!!!!!!!! Happy birthday to Krishna

  Like

   
 10. milan bhatt

  ઓગસ્ટ 22, 2011 at 12:19 પી એમ(PM)

  સર , સૌરાષ્ટ્ર માં રહેતો હોવાથી ૧ પ્રશ્નનો જવાબ આવડી ગયો.. સર તમે આટલી સરસ માહિતી ક્યાથી મેડવો છો?
  પણ ખૂબ જ સરસ માહિતી છે….હેપી જન્માષ્ટમી…

  Like

   
 11. arpita

  ઓગસ્ટ 22, 2011 at 12:43 પી એમ(PM)

  bakwas

  Like

   
 12. Piyush

  ઓગસ્ટ 22, 2011 at 2:34 પી એમ(PM)

  khanu janva malyu,,thank you,,

  Like

   
 13. himanshu

  ઓગસ્ટ 22, 2011 at 7:27 પી એમ(PM)

  bhangaar article.. 😛

  Like

   
 14. shikhar

  ઓગસ્ટ 22, 2011 at 7:30 પી એમ(PM)

  😛

  Like

   
 15. Mitesh Rathod

  ઓગસ્ટ 22, 2011 at 8:32 પી એમ(PM)

  Krishna bhagvan vishe sari avi information mali..,.keep it up

  Like

   
 16. Jyoti Arora (author of Dream's Sake)

  ઓગસ્ટ 22, 2011 at 9:41 પી એમ(PM)

  Hi,

  I couldn’t understand what was written. But loved the beautiful Krishna pics. Thanks for posting such lovely pics 🙂

  Like

   
 17. Kaushal

  ઓગસ્ટ 23, 2011 at 12:25 એ એમ (AM)

  Awesome facts sirji.. it’s said that we should have knowledge of our roots if we wanna move up in life. You also say that we should have knowledge about our Veds and Purans. Many of us are pretty eager to read them, but they are not so easily available in hard copy.. It will be a great help if you can post some online references from which we can read (Preferably the full English/gujarati/hindi version). Otherwise, you are the only one source for such knowledge for us.. And thanks for putting up such interesting fast facts.. 😉

  Like

   
 18. Ashutosh Bhatt

  ઓગસ્ટ 23, 2011 at 1:02 એ એમ (AM)

  Dear Jaybhai,
  I got 16/21….
  enjoyed the quiz…
  THANKS

  Ashutosh Bhatt
  VADODARA

  Like

   
 19. Paras

  ઓગસ્ટ 23, 2011 at 2:08 એ એમ (AM)

  Jaybhai, Loved it. I think only Safari magazine does this kind of quiz in Gujarati. But these two are better in terms of knowledge. Keep posting. BTW only scored 3. Shame of me.

  Like

   
 20. PRASHANT GODA

  ઓગસ્ટ 23, 2011 at 12:13 પી એમ(PM)

  Arebhai ek pan prashna no Jawab na avadyo, ho bhai??????????????????

  Like

   
 21. Dr. Janantik Shah.

  ઓગસ્ટ 23, 2011 at 4:07 પી એમ(PM)

  my score is just 4. but i have a confusion. if i m not wrong,name of Duryodhana’s son was Lakshaman. u mentioned Lakshamana as his daughter.

  Like

   
 22. Nirav Bhinde - Rajkot

  ઓગસ્ટ 26, 2011 at 2:52 પી એમ(PM)

  A suggesion:

  Arrange a vacational couse on “All about Krishna & Shiva”.
  This kind of Information should reach up to the root level.

  Like

   
 23. Shailesh Patel

  ઓગસ્ટ 28, 2011 at 1:01 પી એમ(PM)

  અભિમન્યુપત્ની ઉત્તરાના ગર્ભમાં રહેલા શિશુ પરીક્ષિત?
  Janm pahela j name kai rite nakki kari nakhyu hatu?

  Like

   
 24. farzana

  મે 27, 2012 at 1:42 પી એમ(PM)

  mine too……

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: