RSS

‘લાડવા’ ક્યારે ખવડાવો છો? ;)

23 Sep

એક રસપ્રદ સમાચાર હમણાં છાપે ચડ્યા છે. ભારતના કાશ્મીરથી તમિલનાડુ, ગુજરાતથી બંગાળ ચારે દિશાઓ, અરે મધ્યમાં દિલ્હી-ઉત્તરપ્રદેશ સુધી બધા લાઈફ પાર્ટનર વિનાના સિંગલ મુખ્યમંત્રી શાસન કરે છે! અડધોઅડધ યાને લગભગ સાઠ કરોડની વસતિ પર! એમ તો સોનિયા ગાંધી પણ સિંગલ ગણાય, ને અન્ના હઝારેનું ય એવું જ. ભીષ્મથી શરુ થયેલી આ પરમ્પરા વાજપેયી ને અબ્દુલ કલામે પણ નિભાવી છે! 😉 સલમાનનો સ્ટાર પાવર બાજુએ રાખો, તો ય ૨૦૧૪માં રાહુલ  v/s મોદી થવાનું હોય – એ ય સિંગલ આગેવાનો વચ્ચેનું ચુનાવી દંગલ હશે 😀

એની વે, આ વાત લાઈટ મૂડમાં એફબી પર શેર કરી ને રીડરબિરાદરોને જલસો પડી ગયો. બધાએ હળવી મજાકો કરી…આ હજુ ય સિંગલ એવા ડિંગલિયા લેખકડાના વગડાવો વગડાવો રૂડા શરણાયું ને ઢોલની શબ્દપુષ્પવૃષ્ટિ કરી. ટીવી પર સ્વયંવર યોજવાના વાજાં પણ વાગ્યા 😀 હજુ નોરતાં શરુ થાય એ પહેલા lol નો ગરબો જામ્યો ! ને હસવાનું એ ય ખુદ પર, એમાં તો બવ્વ જ મજ્જા પડે..સાચ્ચે જ 🙂

વેલ, લસ્ટ કરતા લવ અઘરો ને લવ કરતા લિવિંગ ટુગેધર એવું હું અનેક વાર લખી-બોલી ચુક્યો છું. મેરેજ પર દિલથી ઘણું લખ્યું છે ને ચાનક ચડી તો એ ય અહીં શેર કરીશ. પણ આ તો હળવી વાતમાંથી મને મેં જ વર્ષો પહેલા લખેલો એક કટાક્ષલેખ યાદ આવ્યો, જે અહીં મૂકું છું, જરાતરા ફેરફાર સાથે. સીરિયસ ના થતા. ઈટ્સ ઇન લાફ્ટર મૂડ. કાલે જરાક મુદ્દા પર વાત કરીશું. આજે મસ્તી 😉

જનરલને બદલે પર્સનલ વાત કરું તો લેખમાં ઝિંગથિંગ ઉપરનો છેલ્લો ફકરો મારા માટે ત્યારે ય અગત્યનો હતો ને આજે ય છે. જાતભાતની અફવાઓ ને ગેરસમજો ચાલે છે, પણ બાકી બધું બૌદ્ધિક પિંજણ રમૂજ માટે જે કર્યું તે — વ્યક્તિગત રીતે  ચંદ શિખામણખોર પંચાતિયાઓની  ઇરીટેટિંગ ઇન્કવાયરીઝ (બધા ઓનલાઈન ફ્રેન્ડલોગે બંધબેસતી પાઘડી ના પહેરવી..આ લેખ લખાયો ત્યારે હું સોશ્યલ નેટવર્ક પર હતો ય નહિ..ઘણાદોસ્તો સાથે ગમ્મત કરવાની મજા પડે છે..આ તો ક્યારેક જ ઓનલાઈન -ઓફલાઈન  ભટકાતા કેટલાક સચમુચ પકાઉ ‘વડીલો’ને લાગુ પડે છે )  બાદ કરું, તો ઘરના અંગત સ્વજનની જેમ મારી  દિલથી ફિકર કરનાર અને  ખબરઅંતર પૂછનાર  સેંકડો રીડર રાજ્જા-રાણીઓને આ વ્હાલથી ઈ-હગ આપીને આભાર માનું છું. યે પ્યાર હી તો હૈ આપ સબ કા. પ્યાર બેસુમાર. લગાતાર. તો, દુઆમેં યાદ રખના 🙂

‘હવે લાડવા ક્યારે ખવડાવો છો?’

‘ઓહો, મને એમ કે તમને ચોકલેટના જમાનામાં જૂનવાણી ગળપણ નહિ ભાવતું હોય. વાંધો નહિ, બોલો કયા કંદોઈને ત્યાંથી મંગાવું? ઘેર ભાખરી બનાવડાવી કે મૂઠિયા બનાવીને ગરમાગરમ ચોખ્ખું ઘી રેડી દઉં? ગોળના ચૂરમાના લાડવા ભાવે કે ખાંડસરીવાળા? કે પછી મગજની લાડુડીઓ? કે બૂંદીના મોતીચૂર લાડુઓ?’

‘અરે યાર, એ નહિ…’

‘કેમ? આ તો બધા ભાવે તેવા સ્વાદિષ્ટ-’

‘હશે, પણ આપણે તો પેલા લાડવા…’

હવે તમારે માથું ખંજવાળવું પડે… ‘પેલા’ લાડવા વળી ક્યાં મળતા હશે? સિંદબાદ ખલાસીની જેમ દરિયો ખેડવો પડતો હશે? હરક્યુલીસની પેઠે પરાક્રમો કરવા પડશે? કોઈ ભેદી ટાપુ પર લાડવાનો ખજાનો દટાયેલો હશે? કોઈ તપસ્યા પછી અક્ષયપાત્ર મેળવવાનું હશે?!

ત્યાં પ્રશ્ન પૂછનારા હિતેચ્છુને દયા આવે એટલે કહેશે – ‘લગન… લગ્નના લાડવા… હવે ઘોડે ક્યારે ચડો છો?’

પુરૂષો માટે વાત લાડવે પૂરી નથી થતી… લાડવા માટે ઘી-ઘઉંના ભાવનો વિચાર કરો ત્યાં તો તબડક તબડક કરતો ઘોડો વચ્ચે કૂદી આવે! કોઈક ડાયાબિટિસ વિનાનો સુખીયો જીવ બે’ક લાડવા આરોગે એટલા માટે આપણે ઘોડેસવારીનું જોખમ વહેરવાનું? શાહરૂખખાને કબૂલ કર્યું કે એને ઘોડા પર ચડવામાં ભારે બીક લાગે છે! (નેચરલી, શાહરૂખના આંતરધર્મીય પ્રેમલગ્ન પણ ખાસ્સી કસરત પછી થયા હતા!) ફિલ્મોમાં ભાગ્યે જ એ આવા શૉટ આપે છે. એની લાક્ષણિક રમૂજી અદામાં એણે કટ ફટકારી… ‘કિસી ઈન્સાન યા જાનવર કે ઉપર સવાર હો કે મૈં અપની પહચાન બનાના નહીં ચાહતા!’

પણ લાડવાની માફક ઘોડો પણ કાલ્પનિક હોય છે. મૂળ વાત હોય છે ‘તમે ક્યારે પરણો છો?’ …ખરેખર તો સાચો સવાલ આ પણ નથી હોતો. સાચો સવાલ હોય છે ‘તમે પરણતા કેમ નથી?’ પણ કાણાને કાણો કહેવા કરતાં ‘શાને ખોયા નેણ?’ એવું ઠાવકાઈથી પૂછવાની સાત્વિક પરંપરા છે. એટલે ભોગ બાપડા લાડવા કે ઘોડાનો લેવાઈ જાય છે. આમ તો લગ્નની માયાજાળ ચ્યુઈંગગમની જેમ ચગળ્યે રાખવાની ચીજ છે – પણ એવું થોડું પૂછાય કે પિપરમિન્ટ ક્યારે ખવડાવો છો? ને દુલ્હાઓ ચાર પગવાળા અશ્વોને મૂકી ચાર પૈડાંવાળા રથમાં ફરે છે – પણ એવું થોડુ કહેવાય કે હવે સેન્ટ્રો/ઈન્ડિકા/ એસ્ટીમ કે વર્ના વગેરેમાં ક્યારે બેસવાના છો? 😀

એટલે ડાબે હાથે કાન પકડવાના સવાલોનો તોપમારો શરૂ થાય છે. આ કંઈ ‘ઢાંઢા થયેલા વાંઢા’ઓની જ વ્યથા છે, એવું ન માનતા… કન્યારત્નોને તો હવે આ સવાલો વહેલા પૂછાવા લાગે છે. કોઈના લગ્નમાં કોઈ કુંવારી તૈયાર થયેલી છોકરી દેખાય કે મહિલામંડળ શરૂ થઈ જાય – ‘હવે તારે ક્યારે પરણવું છે, એલી?’ …આ સવાલોનો સામનો છોકરા-છોકરી કરતા એમના મા-બાપ કે નિકટના સ્વજનો મિત્રોને વધારે કરવાનો આવે છે.

અલબત્ત, આવું પૂછનારામાં બે મુખ્ય વર્ગ હોય છે. એક બહુમતીમાં છે – જેને બીજી કશી લાંબીટૂંકી લપ્પનછપ્પન નથી – પણ ‘અમે પરણ્યા તો તમે કેમ નહિ?’વાળી વેરવૃત્તિ અથવા તો ‘આ છેલછોગાળો કે છપ્પનછુરી કેમ નહિ પરણતા હોય?’વાળી વિસ્મયવૃત્તિ હોય છે. તમે આંખ સામેથી ઓઝલ થાવ કે તમારો લગ્નમંડપ પણ એમના દિમાગમાંથી અદ્રશ્ય થઈ જાય છે. વળી પાછા ભટકાઈ જાવ તો ‘કેમ છો, મજામાં’ની માફક ‘સજા’માં છો કે નહિ એવું જાણવા પૂરતો આ સવાલ પૂછી લેવાય છે. 🙂

એમાં એક પેટાવર્ગ એવો હોય છે કે જેમને તમારી મોઢે આ પ્રશ્નની ચર્ચા કરવા કરતાં ગામની મોઢે આ પ્રશ્નનું ચર્ચાસત્ર છેડીને એમના તારણો, કારણો અને મારણો આપવાનો ઉભરો આવતો રહે છે. બીજો લધુમતી વર્ગ ખરેખર, જેન્યુઈનલી, લાગણીથી પ્રેરાઈને આ સવાલ થોડા સંકોચ છતાંય પૂછતો હોય છે. એમને તમારી સાથે સહાનુભૂતિ હોય છે, તમારી ગાડી પાટે ચડે (?) કે તમે જરા ઠરીઠામ થાય તો એમને હૈયે ટાઢક વળતી હોય છે. એમના સવાલમાં સાચી ઝંખના, દર્દ કે આશાનો સૂર પડઘાતો હોય છે.

અફકોર્સ, આમાં પણ એક ‘મિનિ ગ્રુપ’ હોય છે જે પોતાની નજરમાં રહેલા યોગ્ય ‘ઠેકાણા’ને વટાવવા માટે ઝીણી નજરે આ સવાલનો જવાબ શોધતા રહે છે. જરાક જગ્યા મળે તો લાગ જોઈને એમના પસંદીદા ઉમેદવારોને તમારી પસંદગી બનાવવા માટે આગળ ધરી દેવા એ લોકો કેસરિયાં કરી શકે છે. (એક માઈક્રોમિની ગ્રુપને જેન્યુઈન્લી જુદી જ ફિકર ૨૧મી સદીમાં થાય છે: આ છોરો કે છોરી નોર્મલ તો હશે ને ! ક્યાંક સાવ બોબી ડાર્લિંગ જેવી બાયોલોજીમાંથી કલમ ૩૭૭ની સાયકોલોજી નહિ થઇ હોય ને ! lolzzzzzz)

ઈન શોર્ટ, નોર્મલ યુવક-યુવતીઓ નોર્મલ ઉંમરે ઉત્સાહભેર પરણી જાય, એમાં સમાજને જેટલો આનંદ નથી હોતો – એનાથી અનેકગણુ આશ્ચર્ય ‘એબ્નોર્મલ’ નર-નારીઓ, એબ્નોર્મલ ઉંમર સુધી પરણ્યા વિના રહે તેમાં થતું હોય છે. અંગ્રેજી શબ્દ મેરેજ ‘ટુ મેરી’ યાને ‘આનંદ કરવા’ની ભાવનામાંથી આવ્યો છે. મૂળ સંસ્કૃત શબ્દ ‘લગ્ન’માં ‘લગ્‌’ ધાતુ છે. યાને લાગવું, લગાવ… લાગણી… ફારસી શબ્દ ‘શાદ’ એટલે સુખી, પ્રસન્ન… યાદી શાદી એટલે સુખનો ખજાનો… ઉદ્દાલકના પુત્ર શ્વેતકેતુના વિવાહસંસ્કારની શરૂઆતથી સૂરજ બડજાત્યાની ‘વિવાહ’ બ્રાન્ડ ફિલ્મો સુધી લગ્નને પડદા પર જોવાનું પણ ચૂંબકીય આકર્ષણ રહ્યું છે.

મતલબ, યુગોથી દરેક માનવસંસ્કૃતિમાં આ એક ઘટનાને ભારે મહત્વ આપીને (પોતપોતાની જીંદગી પૂરતી) અભૂતપૂર્વ બનાવી દેવામાં આવી છે. પછી એમાં નાચગાના, મહેફિલ, ખાનાપીના, ઠાઠઠઠારો, ઘૂમધડાકા, રંગરોશની બઘું જ આવી જાય… ઈટ્‌સ પર્સનલ ફેસ્ટિવલ! જો કે, ફાધર વાલેસે એકવાર લખેલું કે લગ્નસમારંભો પૂરા થાય એટલે બંને પક્ષના સ્વજનો ઉપરાંત જાનૈયા-માંડવિયા-રસોઈયા સહુ કોઈ ‘હાશ, પતી ગયું’ કહીને નિરાંત અનુભવે છે. પણ માત્ર બે જ પાત્રો વર-કન્યા માટે બઘું પૂરું થવાની આ ક્ષણે સઘળું ‘શરૂ’ થતું હોય છે – આજીવન, લાઈફટાઈમ!

લેકિન, હિસ્ટરી ગવાહ હૈ કિ મેરેજ ઇઝ મિસ્ટરી! રોડની ડેન્જરફિલ્ડે કહેલું ‘હું અને મારી પત્ની ૨૦ વર્ષ સુધી સુખી હતા… પછી અમે મળ્યા…!’  😛 દક્ષિણ આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલા ૨૭ વર્ષ સુધી કારાવાસમાં હતા, અને એમના પત્ની વિની મંડેલાએ ખભે ખભા મિલાવી સાથ આપ્યો હતો. જેલમાંથી નેલ્સન બહાર આવ્યા, પ્રમુખ બન્યા અને બે જ વર્ષમાં લગ્નજીવન પડી ભાંગ્યું!) મર્યાદાવશ જે પ્રગટપણે ન કહી શકે, એ કેટલાક વેલવિશર્સ જમાના મુજબ હિંમત કરીને ‘મજાક’માં કહે છે – ‘આ જુવાનીના ખરા વર્ષો જ માણવાના છે. જરાક સમજો, એને વેડફો નહિ…’ આવી ગંભીર વાત પરના હળવા ટૂચકા ખુલ્લેઆમ રચતા પશ્ચિમમાં જેફ ફોક્સવર્ધીએ સ્માર્ટ કોમેન્ટ કરી હતી ‘માત્ર શય્યાસુખ માટે લગ્ન કરવા એ તો મફત શીંગદાણા માટે બોઈંગ ૭૪૭ ખરીદવા જેવું થયું!’ 😉

ઓકે. હનીમૂન પછીના સંસારમાં થાય છે, એમ ગાડી આડે પાટે ચડી ગઈ. સો વાતની એક વાત એ છે કે આપણને, સામાજીક મનુષ્યપ્રાણી હોવાના નાતે કોઈના મનોમન ચોકઠાં ગોઠવવામાં, કોઈને પરણતું જોવામાં (સિવાય કે એ તમારા એક્સ-લવર હોય!:P), કોઈનું જોડલું જોઈને અભિપ્રાયશૂરા થવામાં એક અજીબ જલસો પડે છે. કદાચ આ કુદરતી ઇન્સ્ટિન્કટ હશે. આકર્ષણ કે જાતીયાતાના વિજ્ઞાન પર અનેક પરીક્ષણો-સર્વેક્ષણો થયા છે. પણ પોતાના સિવાયના બે જણ પરણતા હોય એમાં જનમાનસને આટલો રસ કેમ પડે છે, એ સંશોધનનો વિષય છે!

આ જુઓ ને… અભિષેક-ઐશ્વર્યા. આખું મિડિયા બેગાની શાદીમેં અબ્દુલ્લા દીવાના થઈ ગયું હતું ને! કોઈ પંડિતજીને મળી આવ્યા. કોઈએ ઘરપરિવારના સભ્યોની કાનાફૂસી કરી. કોઈ કુંડળીના ગ્રહ મેળવવા લાગ્યા. ઐશ્વર્યાનું તો એક જમાનામાં વિવેક સાથે પણ નામ ચર્ચાતું હતું. પણ હવે તો અભિષેક… આપણા અમિતાભભાઈનો કલૈયો કુંવર… બચ્ચનઘરાનામાં ઐશ્વર્યા વહુ તરીકે ફિટ થશે? ખાનદાન કી ઈઝ્‌ઝત મિટ્ટીમાં નહિ મિલાવે ને? કે વિશ્વસુંદરીને આ ઊંટમુખો અભિષેક ઊપાડી ગયો… (આમ તો દહીંથરા હંમેશા કાગડાઓને જ મળતા હોય છે!) 😀 આ મોટી ઉંમરની છોકરી સાથે એનાથી નાની ઉંમરના વરનું ગાડું ગબડશે? બેય પ્રેમમાં છે? કે વહેમમાં છે? કે પછી બેઉની ફિલ્મોની પબ્લિસિટી માટે આપણને ભ્રમમાં રાખવા માંગે છે? છોકરા-છોકરી માંગલિક છે? મિયાં-બીબી રાજી હોય તો કુંડળીને કાજી બનાવવી જોઈએ? બંને પરણશે તો ક્યારે? ક્યાં? કેવી રીતે?

બસ, બધાએ ઉપાડો લીધો હતો. ધારી ધારીને બંનેના એકાદ મરકલડાંનું પણ અડધી કલાક મૂલ્યાંકન કરાતું હતું.. બડે બચ્ચનસા’બ મજાકમાં અભિષેકને ત્યાં પારણું બંધાવાનું કહી ચૂક્યા કે નવેસરથી બધાને હુમલો આવ્યો. દાદા બનવાની હોંશના સૂરજ બડજાત્યા બ્રાન્ડ ઈમોશન્સથી લઈને મામલાને ‘પુત્રેષણા’ના પ્રચારથી વધતી ભ્રુણહત્યા સાથે જોડી દેવાયો! બાલ કી ખાલ નિકાલ દો! આવું જ સાજનમાજન એક જમાનામાં અભિષેક-કરિશ્મા અને સલમાન-ઐશ્વર્યા માટે પણ હિલોળે ચડેલું… જોડીઓ બદલતી ગઈ, પણ લગ્નનો સામૂહિક થનગનાટ નહિ!

સલમાનભાઈ તો દૂધના વારંવાર દાઝેલા બનીને કેટરિના-ઝરીન  ઇત્યાદિ  છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે, અને કોઈ પૂછે તો એના પર ગરમ દૂધ ફેંકતા હોઈને એમને હમણા બધાએ પડતા મૂક્યા છે. પણ સૈફ-કરીનામાં આખા દેશને રસ પડે છે, ત્યાં લગી એની રસિક વાર્તાઓ આપણે ‘પરી અને રાજકુમાર’ની સ્ટાઈલમાં સાંભળ્યા કરવાની છે. (ભલે સમયાંતરે કાં પરી, કાં રાજકુમાર બદલાઈ જાય!:-D)

આવો જ ગોકીરો હોલીવૂડ સ્ટાર એલિઝાબેથ હર્લી અને ભારતીય ઉદ્યોગપતિ અરૂણ નાયરના લગ્નની અફવાઓએ સર્જ્યો હતો. પણ એ બંનેને એટલી બધી વાર ‘પૈણ’ ચડ્યું કે થાકીહારીને – પબ્લિકનું ‘પૈણ’ ઉતરી ગયું! (લીઝનું શેન વોર્ન સાથેનું લફરું ગાજ્યું , પણ એનાઅરુણ જોડેના છૂટાછેડા ના ગાજ્યા!) આ કંઈ ભારતમાં જ થાય છે એવું નથી. પ્રિન્સ ચાર્લ્સથી લઈને બ્રેડ પિટ, પામેલા એન્ડરસનથી લઈને બ્રિટની સ્પિયર્સ, લક્ષ્મી મિત્તલની પુત્રીથી લઈને પ્રિન્સ આગાખાનના પુત્ર, ઈમરાનખાનથી લઈને ફરદીનખાન… અનેક વખત દેશ-વિદેશમાં આ ઘટનાઓ બનતી રહે છે.(લાસ્ટ બટ નોટ લિસ્ટ, પ્રિન્સ વિલિયમ-કેટ મિડલટન! )

જનતા જનાર્દન મેરેજક્રેઝી છે. વાર્તાના નાયક-નાયિકા કે કોમિકબૂકના સુપર હીરો-હીરોઈનના પણ લગ્ન થઈ જાય એમાં એમને એક ગજબનાક સંતોષ થાય છે. ‘નાચ બલિયે’ જેવા પ્રોગ્રામ હોય કે ૨૧ રૂપિયાના ચાંદલાવાળા મેરેજ રિસેપ્શન હોય કે પછી છાપાં-મેગેઝિનમાં છપાયેલી કોઈ સેલિબ્રિટી કપલની તસવીર… રૂપેરંગે રૂડી એવી એકબીજાને પૂરક જોડી જોવા મળે કે આંખોમાં કપૂર આંજ્યું હોય એવી ઠંકડ મળે છે. જરાક ઉંમર, દેખાવ કે હૈસિયતમાં ઉંચનીચ કે વધઘટ જોવા મળે કે કશુંય લાગતું વળગતું ન હોય તો પણ હાયબળતરાની કાનાફૂસી શરૂ!

શેરીના ઓટલાથી લઈને ગ્લેમરસ લાઈફસ્ટાઈલ બૂક્સ સુધી બધાને બસ દાંપત્યના સાક્ષી બનવામાં ખાસ્સો રસ પડે છે. ઈટ્‌સ નેવર એન્ડિંગ રિયાલિટી એન્ટરટેઈનમેન્ટ! મૂળ તો ડ્રોઈંગરૂમમાં બેઠા હો, તો પણ બાથરૂમ કે બેડરૂમમાં છૂપી કે તિરછી નજર રાખવી એ માનવસ્વભાવ છે (પીપિંગ ટોમ!) …કદાચ મોટા ભાગના લોકો સ્વયમની કે આસપાસની જીંદગીમાં અભાવવાળા ખટાશ-કડવાશથી ચકચૂર લગ્નો જ જોતાં કે અનુભવતા હશે. માટે બીજાની જોડલીને જોઈને ઈર્ષા કે રાજીપો મેળવતા હશે. સપ્તપદીના મંત્રો સમજવા કરતા વર-કન્યાની ઝલક જોવા માટે – એટલે જ બધા આતુર હોતા હશે?

ખેર, વાત ‘લાડવા’ ખાવામાંથી શરૂ થયેલી. કંટાળીને તમે ‘લાડવા તો મારા બારમા-તેરમામાં ય ખાઈ શકાય’ એવી અવળવાણી બોલો, તો ય એકાદ વ્યક્તિ ચૂપ થશે – ત્યાં નવા ખૂણેથી નવું કોઈ એના રિપ્લેસમેન્ટ માટે જાગી ઉઠશે… અને રખે એવું માની લેતા કે આ પ્રશ્નપત્રનો લગ્ન કરી લેવાથી અંત આવશે. જેવા લગ્ન થઈ જશે કે થોડા સમય પછી ‘બાળકો ક્યારે પેદા કરો છો?’નું નવું ક્વેશ્ચનપેપર ચોમેરથી ફૂટી નીકળશે! નસીબજોગે સમયસર એ ય થઈ જાય તો ‘નવું મકાન ક્યારે લો છો?’, ‘ઘરની ગાડી ક્યારે લો છો?’, ‘ફોરેન ક્યારે જવાનું ગોઠવો છો?’, ‘સાથે બહાર ફરવા કેમ નથી નીકળતા?’, ‘સતત સાથે જ કેમ હો છો?’ …પેટાપ્રશ્નોની તડાફડી શરૂ! 🙂

યાદ છે ને, મિડિયાએ કરિશ્મા કપૂરના લગ્ન પછી છૂટાછેડામાં પણ એટલો જ ઉધમ મચાવ્યો હતો. રણધીર કપૂરે અકળાઈને કહી દીધેલું : આપ લોકોને જીંદગી કો ટીઆરપી બના દિયા હૈ. લગ્ન જેટલી જ મજા સમાજને લગ્ન પછીના કજીયાકંકાસ અને છૂટાછેડાની કૂથલીમાં આવતી હોય છે. મોટે ભાગે તમારા લગ્ન થાય એ જોવા હરખપદૂડા થઈ જતા લોકો પછી લગ્નજીવનના પ્રશ્નો ઉકેલવા સમ ખાવા પણ ડોકાતા નથી. માનસિક તો શું, આર્થિક તો શું… સમય આપવા જેટલી પણ મદદ કરી શકતા નથી.:P

કેવળ ચાલુ ચીલાએ ચાલવા માટે જ તમને પરણી જવાની સલાહ આપનારાઓ પાસે શિખામણ સિવાય કોઈ પ્રશ્નોનો ઉકેલ નથી હોતો. ‘પાર્ટી’ ક્યારે આપો છો? પૂછનારને ‘બિલ ચૂકવી દેશો?’ જેવો પ્રશ્ન પૂછો તો ઉડનછૂ થઈ જાય… એમ આ લગનશૂરાઓની લગનીનો તપોભંગ કરવા ‘કાલે જ પરણવું છે, કરો તૈયારી, લાવો વર/કન્યા!’ એવું પ્રતિઆક્રમણ કરો તો જોયા જેવી થાય! 😀

હા, કેટલાક આ જ પળની રાહ જોઈને બેઠેલા ‘ફિક્સર્સ’ પોતાની બાજીનું પાનું ઉતરે… – પણ એ એમની પસંદગીનું પાત્ર હોય – તમારી પસંદગીનું નહિ! અને ફરી વાર, પરણવાની ઉછળી ઉછળીને વકીલાત કરનારાઓ પ્રોબ્લેમ્સની જવાબદારી લેવા તૈયાર નથી હોતા. લાડવા ઝાપટનારાઓ વાસણો માંજવા બેસતા નથી હોતા! દરેક જલસા પાછળ એક જંજાળ હોય છે.

ઈટ્‌સ નોટ ઈઝી! લગ્ન બે વ્યક્તિ વચ્ચે થતી પ્રક્રિયા છે. એરેન્જડ સોદાઓ કે કાર્યક્રમો થાય… પ્રેમ નહિ! અને લવ વિના લગ્ન કરવા એ લાડવા ખાવાની નહિ, કાળી જીરી કે કાકચિયાનો કવાથ પીવાની ઘટના છે. પ્રેમ થવાથી પણ સમસ્યા ઉકેલાતી નથી. વઘુ ગૂંચવાય છે. ગેબી ચપટી વાગવાથી ફૂટતું પ્યારનું ઝરણું પણ કાફી નથી. એ તો ૫૦% સંમતિ થઈ – આ વન મેન કે વુમન શો નથી. ડ્યુએટ સોંગ છે.

જે કારણોથી તમે લગ્નની ના પાડો, એ જ કારણોથી કોઈ તમને પણ ના પાડે, તો કેમ મનાવો? બંને પાર્ટીની ‘સહ-મતિ’ વિના લાખ ઇચ્છા હોય તો પણ લાડવા પાર્ટી એરેન્જ કરીને શુભચિંતક સમાજને તૃપ્ત કરી શકાતો નથી! તમાચો મારી ગાલ લાલ કરી, મોં પર સ્મિતનું સ્ટીકર રાખી વાત ટાળવી પડે છે. બાકી, તો લગ્નવિધિ કે તિથિ માણસ નક્કી કરે છે – લગ્ન ઈશ્વરીય આશીર્વાદ વિના શક્ય છે ખરા?

છતાંય દુનિયાના દરેક અપરણિતોએ યાદ રાખવા જેવું છે – આવા સવાલોથી ગમે તેટલી અકળામણ થાય, તો ય એ આવકાર્ય છે. કારણ કે જેવી તેવી પણ કોઈક તમારા અસ્તિત્વની ફિકર કરે છે, એનો એ અહેસાસ આપે છે. આવું બધા પૂછતા બંધ થઈ જાય કે કોઈ આવી ચિંતા કરનારું હોય જ નહિ એ એકલતાના અંજપા કરતા, આ સવાલ-જવાબની મીઠી મૂંઝવણ સારી! 😛

ઝિંગ થિંગ !

world’s shortest love story :

He tried,
She smiled.
Baby cried! 😉


###અને હા, આ ‘પ્યાર કા પંચનામા’ ફિલ્મનો આ ફેન્ટાસ્ટિક, સુપર્બ, હિલેરિયસ, એકલે હાથે ચોક્કા છક્કાની રમઝટ બોલાવતો, દાંડીયાની નોન સ્ટોપ ચલતીની રમઝટ જેવો આ  સીન જરૂર જુઓ…થાળી ભરીને લાડવા ઝાપટ્યાનો આનંદ થઇ જશે…બોલો લાડવા ખવડાવ્યા કે નહિ? 😉 lolzzzz


 
41 Comments

Posted by on September 23, 2011 in fun, personal

 

41 responses to “‘લાડવા’ ક્યારે ખવડાવો છો? ;)

  1. Kunjal D little angel

    September 23, 2011 at 8:04 AM

    J V ,
    aakho Lekh khub j PREM thi vanchyo !!
    Maja pan avi !
    Pan ante NISHKSHAH shu avyo ? Kaik khabar na padi 😮
    A )
    B )
    ke
    C )

    Like

     
  2. ajay patel (@avpatel)

    September 23, 2011 at 11:06 AM

    Aej ke JV ni lagan karavani hal ma koie ichha nathi!!!!!!!!!!!

    Like

     
  3. ajay patel (@avpatel)

    September 23, 2011 at 11:36 AM

    Aetale JV hamana Lagan karva nathi mangata

    Like

     
  4. Tamanna shah

    September 23, 2011 at 12:19 PM

    ok finally,

    tame kyare ladava khavadavo 6o ?? dnt worry ame to chocalate ma pan kam chalavi lesu 😉

    Like

     
  5. kUNAL PUJARA

    September 23, 2011 at 12:30 PM

    vanchvani maja aavi jaybhai 🙂

    Like

     
  6. vpj100

    September 23, 2011 at 12:32 PM

    તમે એટલું બેલેન્સ લખો છો કે કોઈ એક તારણ પર ના આવી શકે…!
    છેલ્લે આપેલો વિડીયો લાડવા ઝાપટ્યા હોય એટલો જ આનંદ થયો !
    દરેક જલસા પાછળ એક જંજાળ હોય છે.એ જ મોટી માયાજાળ છે.
    જોરદાર પંચ અને મરક મરક મનમાં માંલ્કાવતો લેખ.
    મોજે મોજ !
    😀

    Like

     
    • jay vasavada JV

      September 23, 2011 at 3:42 PM

      thnxxxxxxx amaa haju koi definitive taaran chhe j nahi 😀

      Like

       
  7. Dhruv

    September 23, 2011 at 2:33 PM

    Maja avi Jaybhai ..

    Like

     
  8. sunil

    September 23, 2011 at 2:42 PM

    Vanchvani maza padi

    Like

     
  9. Amit Andharia

    September 23, 2011 at 3:01 PM

    આ સવાલ કે જે પર્સનલ જ હોવો જોઈયે (ચોઇસમા પણ) તેના બદલે પબ્લિક સર્વે બનાવી દેવામા આવે છે, ઉપર તમે ઉલ્લેખ પણ કર્યો ! કોમેન્ટમા આપેલો જવાબ જ આપીશ!

    સામે કોઈ સી વિકલ્પ વાળી હોઈ તો શોધી રાખજે, પિનલ!
    અને આવી શોધ જે કે વિકલ્પ ઍ અને બી બંનેમા વાંધો ના હાય… 😉

    હૂ તો મારો જ અનુભવ કહુ, પ્રેમ કર્યો, ફૅમિલીને રાજી પણ રાખ્યા, ‘પ્રેમ છે’ ઍ વાત ગળે ઉતરી દીધી બધાને(બોલો પ્રેમ કર્યા પછી આ ગળે ઉતરવાનુ કામ પણ કરવાનુ :P), અને સામાજીક રીતે તો લગન પણ કર્યા (કેમ કાયદા ના કોઈ પેપરમા અમે માનતા નથી કેમકે લગન ટકી શકે કે ના ટકી શકે ઍ કોઈ કાગળ કે કોર્ટ નક્કી જ કેમ કેરી શકે? ઍ તો બસ ‘લગણ’ લાગવાની વાત છે!) અને અત્યારે ૩ વર્ષે પણ ૨ સારા પ્રેમી અને સારા મિત્રોની જેમ જ રહિયે છે! 🙂
    અને મને અને ગિરાને બંનેને મે ઉપર આપેલો જવાબ લાગુ પડે છે, અને ઍટલે જ ઍ જવાબ આપ્યો છે! 😛

    Like

     
    • jay vasavada JV

      September 23, 2011 at 3:44 PM

      dats nice amit..bt as i wrote like everythin else i njoy all d fun n no probs personaally wth such online surveys etc stuff. so its nt annoying for me whenver it comes frm real wellwisher n fun lovin person..u kknow m dat much open abt it.

      Like

       
      • Amit Andharia

        September 23, 2011 at 4:28 PM

        ane survey k avi koi act to aam pan tamne asar na kare a hu bahu j sari rite janto hov tyare j avi comment karu, specially hu saval karva vali ne pan bahu sari rite janu chu tyare! 😀 she is fun loving, so do we are… 🙂
        atmiyta che atle j to (himmat sathe k vagar, mitrbhavthi) javab apyo che j mane pasand che ane tamne pan gamto j hashe kem k mukt jivan ane sahvas no aanand lavnaro, mitrtani tajagi bharyo chhata romantic ane erotic sambandh hoi je badha j sanjogo hasta hasta nibhavi shake … 🙂
        thanks, ane avo C ( sathe A and/or B) valo option jo koi bane to amne ek ujjval ane hot bhavishy dekhay j rahiyu che… 😉 Inshallah!

        Like

         
  10. Nishant Patil

    September 23, 2011 at 3:12 PM

    આ લેખ દ્વારા લેખક શ્રી જણાવવા માંગે છે કે તેઓ લગ્ન માટે મનથી ને તનથી(ક્યારનાય) તૈયાર થઇ ગયા છે!!!, જેઓને રસ(નવ રસ) હોય એ અરજી મોકલી શકે છે…
    ફોટો પણ એટલે જ તો મુક્યો છે….સમજો યાર……

    Like

     
    • jay vasavada JV

      September 23, 2011 at 3:45 PM

      lolzzzzzzzzz 😀

      Like

       
    • R.Bhavesh

      September 23, 2011 at 4:56 PM

      joyu, kevu khali “LOLz” karyu?

      Chokkho matlab chhe ke navi arjio accept karvama avi rahi che 😀

      Like

       
  11. payal

    September 23, 2011 at 3:38 PM

    loko ne tamara lagan maj nai tamara lagan na ”jamanvaar” ma pan bahu interest hoi che 😉 sathe kon su peri ne aayu , kon nai aayu , jagya kevi che , vaangi no test vagere ma pan atloj int. hoi che . aatlo to kadach jena ghare lagan hoi a pan nai vicharta hoi !

    Like

     
  12. Arpita

    September 23, 2011 at 4:04 PM

    vanchi ne relief thayu(as i’ve the same prblm)

    “Marriage is not about age; it’s about finding the right person”

    Like

     
  13. pinal

    September 23, 2011 at 4:33 PM

    oohhhhhoooooooo dulhe raja saji dhaji ne taiyaar thai ne lekh lakhyo chhe ne :p

    Like

     
  14. Hitesh Dhola

    September 23, 2011 at 4:47 PM

    Mast chhe..

    Like

     
  15. Sanjay nayak

    September 23, 2011 at 4:56 PM

    Photo jate j padavyo lge che…!!!

    Think twies….

    Just kiddiig….

    Like

     
  16. Prashant Goda

    September 23, 2011 at 5:36 PM

    જલસા અને જંજાળ વગર બીજું ક્યાં કઈ છે????
    સાચું ને JAYBHAI…………….

    Like

     
  17. himmatchhayani

    September 23, 2011 at 5:38 PM

    માત્ર શય્યાસુખ માટે લગ્ન કરવા એ તો મફત શીંગદાણા માટે બોઈંગ ૭૪૭ ખરીદવા જેવું થયું!,….ha ha ha…jay bhai

    Like

     
  18. Paras Kela

    September 23, 2011 at 6:18 PM

    જયભાઇ, લેખ તો હજી નથી વાંચ્યો.. છતાં પણ તમારો ફોટો જોઈ ને જ મજા પડી ગઈ.. looking dashing man.. ભાભી ક્યારે લઈ આવો છો??

    Like

     
  19. Hemang Patel

    September 23, 2011 at 6:50 PM

    રામ રામ રામ રામ….. આવુ બધુ વાંચીને પરણેલા તો ભારોભાર પસ્તાતા હશે… અને “માત્ર શય્યાસુખ માટે લગ્ન કરવા એ તો મફત શીંગદાણા માટે બોઈંગ ૭૪૭ ખરીદવા જેવું થયું!” આવું લખીને તમે તો યાર જખ્મો પર મીઠું (અને મરચુ પણ) ભભરાવી દીધું…. બિચારા મનમાં ને મનમાં સિસકારા બોલાવે છે…તમને સંભળાય છે ?

    Like

     
  20. siddarth

    September 23, 2011 at 7:01 PM

    જય સર! કોઈ પસંદ પડ્યું અને પછી તે મળી ના શક્યા એટલે પરણતા નથી, એવું તો નથી ને?

    Like

     
  21. vkvora2001

    September 23, 2011 at 9:17 PM

    ==

    વાહ !!!!! વાહ !!!!!

    કેવળ ચાલુ ચીલાએ ચાલવા માટે જ તમને પરણી જવાની સલાહ આપનારાઓ પાસે શિખામણ સિવાય કોઈ પ્રશ્નોનો ઉકેલ નથી હોતો.

    ‘પાર્ટી’ ક્યારે આપો છો? પૂછનારને ‘બિલ ચૂકવી દેશો?’ જેવો પ્રશ્ન પૂછો તો ઉડનછૂ થઈ જાય…

    Like

     
  22. rajniagravat

    September 24, 2011 at 1:20 PM

    યેસ્સ અમે (દર્દે ડિસ્કો) સહી ગયા અને તમે રહી ગયા

    એ જ તો મોંકાણ છે ! 😉

    Like

     
  23. Purvang

    September 24, 2011 at 5:17 PM

    LAGNA e to lakda na ladva 6, khai e y pastay ne no khay e y pastay…

    e j hoy te Jay bhai….
    no khai ne pastavu, ena karta KHAI ne pastavu vadhu saru….

    keva to thay, k aapdne y anubhav to kharo ho….

    baki to, tame aapda gaam na j 6o, vagar invitation e pochi jaiye, khabar padi to…..lolzzzzz

    Like

     
  24. hirals

    September 24, 2011 at 5:17 PM

    Nice article in a light mood.

    Well, tame kyare ladva khavdavo chho?

    Video clip you have shared is too good. Lol 🙂

    Now, one reply from my end in a light mood. You will enjoy this.
    Just copy+paste from a friend’s wall on FB.

    —–
    Men!! Men!! Men!! If U advise them, they think U r dominating.. If U dont, U r nt doin anything.. If U agree to all their likes, U r sweet… If U don’t, U r not understanding.. If they call U, they r missing U.. If U call, U r disturbing them.. If they ask U anything, its their right.. If U ask, U r interfering.. If they care, they luv U.. If U care, U r very possessive..And they say “Women are confusing!!”..Hats off to all “Girls”..for tolerating this species.. :):)))))))

    Like

     
  25. Gaurang

    September 24, 2011 at 11:12 PM

    Hi JV,

    What a line “shaiyasukh mate paranavu eto mafat singdana mate boing 747 buy karava jevu thayu”

    Superb………..Tesdo padi gayo……………….

    But ek vat kahu JV tame single cho ej tamari success nu secret che, jeva paranya ke creativity khatam. Tame aatlu badhu lakhi vanchi sako cho enu karan e j ke tame single nahi to bairi mathu khai jay ane tamne vanchva pan na de.

    Gaurang

    Like

     
  26. dr Mehul Parmar

    September 24, 2011 at 11:34 PM

    કોઇ લાડથી લાડવા ખવડાવેતો લાડી લાવવામાં વાંધો નહિ…..!!!

    Like

     
  27. rahul

    September 26, 2011 at 2:08 PM

    સો વાતની એક વાત એ છે કે આપણને, સામાજીક મનુષ્યપ્રાણી હોવાના નાતે કોઈના મનોમન ચોકઠાં ગોઠવવામાં, કોઈને પરણતું જોવામાં (સિવાય કે એ તમારા એક્સ-લવર હોય!:P)………………………..

    Like

     
  28. rahul

    September 26, 2011 at 2:08 PM

    સો વાતની એક વાત એ છે કે આપણને, સામાજીક મનુષ્યપ્રાણી હોવાના નાતે કોઈના મનોમન ચોકઠાં ગોઠવવામાં, કોઈને પરણતું જોવામાં (સિવાય કે એ તમારા એક્સ-લવર હોય!:P) mast ekdum jakkas..bole to………….

    Like

     
  29. Kunjal D little angel

    September 26, 2011 at 9:43 PM

    A UNIVERSAL PRAYER-

    Aye Khuda Mere Wo Tamaam Gunaah Maaf karna Jin Ki Wajah Se Meri Shaadi ‘Ruki’ Huyi Hai.

    Note:

    Shadi Shuda Log “Ruki” Lafz Hata Kar Padhe

    Like

     
  30. Bhawin

    September 28, 2011 at 1:54 AM

    nice dude..its veru useful content…

    Like

     
  31. killol mehta

    April 29, 2012 at 9:07 PM

    adolf hitlar, anna hazare, rahul gandhi, salman khan, jay vasavada, dr. apj kalam, ashwashthama, achilles………………………..what is common between these people?????????

    Like

     
  32. MEETA ASHRA

    June 2, 2012 at 3:42 PM

    hi Jv

    dus varas 1-2 vanchu ane tamara papa par lakhelo lekha pan vancho , tamne 6lla 10 varsh thi vanchu chu ane tamari lagbhag badhi mahiti pan melvu 6u , ghana time thi aa vichr ave 6 aje tamne lakhu 6u
    lagna karva /na karva e babat ma to tamara mummy e pan tamne force nathi kryo to pachi bija koi kai kahi sake nahi pan ek vat tame tamara lekh ma tankeli k “MADHURI DIXIT NENE NE DIKRI NATHI NAHITAR APANNE 20 VARSE EK SARAS BEAUTI BIJI MADHURI JOVA MALAT TO ” TO AME pan (we all-your fans) evi asha rakhiye ke jem tme tamara extrime unik parante nu great combination cho em amne pan 20 varas pa6i koik tamara mathi lidhlo ” VAICHARIK VARSO ”
    AMNE PIRASE

    Like

     
  33. MEETA ASHRA

    June 2, 2012 at 3:43 PM

    SORRY IF I WROTE ANYTHING RONG

    Like

     
  34. RITESH

    June 19, 2013 at 11:54 PM

    Very nice…bhai….have aamare khavadavava jose

    Like

     

Leave a comment