RSS

બચ્ચનબેબીનું ટેન્શન : બબૂચકોનું એટેન્શન

17 Nov

રા.રા.અભિષેકરાયના સહધર્મચારિણી અ.સૌ. ઐશ્વર્યાદેવીને ત્યાં પારણું બંધાયું અને આપણે સહુ (અભિષેક સિવાયના પુરુષો!) મામા બન્યા. 🙂 મિડિયાએ પણ લાજવાબ સંયમ રાખ્યો. બધાઇયાઁ જી બધાઇયાઁ 🙂

લગ્ન માટે છોકરી જોવા જવાનું કામ અંગત રીતે મારાં અત્યંત નાપસંદ અને તિરસ્કૃત કુ-રિવાજોમા આવે છે. પણ એના ઘણા ‘અનુભવી’ મિત્રો સાચું જ નિરીક્ષણ આપે છે કે કુમારિકા યુવતી લાગતી કન્યા થોડા વર્ષો પછી પત્ની તરીકે કેવી લાગશે, એ જાણવા માટે કલ્પના કરવાને બદલે એની માતાને જોઈ લેવી. 😉 એ ન્યાયે એશને ત્યાં લક્ષ્મીજીના કુમકુમપગલા થયા, એનો હરખ પ્રિય અભિનેતા અમિતાભ દાદા બન્યા એ સાથે બેવડાયો છે. માતાના પગલે વધુ એક સૌંદર્યનું ગુચ્છ સર્જનહારે પૃથ્વીલોકને પાઠવ્યું છે. મમ્ મમ્ માધુરી દીક્ષિત-નેને એક તો ઠીક, બબ્બે પુત્રોની માતા બની, ત્યારે આવતીકાલના અરમાનો ધૂળધાણી થઇ ગયા હતા. 😀  થેંક ગોડ , મોનિકા બેલુચીને બે રૂપકડી દીકરીઓ છે. પર્સનલી સ્પીકિંગ, પુત્રી તો સંતાન તરીકે બહુ વહાલું લાગે એવું ગોડજીનું લાઈફટાઈમ ગિફ્ટપેકેજ હોય છે.

એની વે, જમાનો જેટલો ઝડપી એટલી યાદશક્તિ ટૂંકી. જયારે એશ ચાર મહિનાની પ્રેગ્નન્ટ હતી, ત્યારે અમિતાભે (અને પછી અભિષેકે) પરિવારમાં દીકરીનું આગમન થાય તો કેવું મજાનું એવી આશા વ્યક્ત કરતી ટ્વિટ કરી હતી. (અને પુત્રીજન્મના વધામણા પણ બંનેએ ટ્વીટર પર જ આપ્યા ૧૬ નવેમ્બરે). એ વખતે એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસ (‘ભેજાં ફ્રાય’ અને એક-બે ફિલ્મોમાં દેખાયા પછી વધુ દેખાવા મળે માટે પોતાનું પૂરું દેખાડવા તત્પર) ભૈરવી ગોસ્વામીએ ટ્વીટર પર ધડાકો કર્યો અને જાણે એ બચ્ચનખાનદાનની ખબરપત્રી હોય એમ ધીબેડ્યું હતું કે “ આ સુપરસ્ટાર લોકો તો યુ.પી.ના ભૈયાજીની રૂઢિચુસ્ત માનસિકતાવાળા છે. બેંગકોકના એક જાણીતા ક્લીનીકમાં જઈ ઐશ્વર્યાએ ટ્રીટમેન્ટ કરાવી છે. ઇન-વિટ્રો ફર્ટીલાઈઝેશનની મદદથી પુત્રપ્રાપ્તિ (પતિ-પત્નીના ધાર્યા ક્રોમોઝોમ મિક્સ કરી મનપસંદ ટેસ્ટ ટ્યુબ બેબી માતાના ગર્ભમાં રોપાય તે) કરાવી છે, ને હવે દીકરી આવે તો કેવું સારુંના દંભી દેખાડા કરે છે.” (મૂળ અંગ્રેજીમાં વાંચવા આ લિંક ક્લિક કરો) મિડિયા હેન્ડલ કરવામાં કુશળ બડે બચ્ચને એમનું લાક્ષણિક ગરવાઈભર્યું મૌન ધારણ કર્યું. ભૈરવીના ‘ક્લેઈમ ટુ ફેઈમ’ના ફુગ્ગામાંથી હવા આપોઆપ નીકળી ગઈ. અત્યારે ય ન્યુઝમાં કોઈએ ભૈરવીને યાદ ના કરી.

ભૈરવી ગોસ્વામી

પણ મને ભૈરવી બરાબર યાદ હતી. દેહ સિવાય સામાજિક નિસબતનો દેખાડો કરવા એ ફેસબુક પર અષ્ટમપષ્ટમ એક્ટીવિઝ્મ ચલાવે છે. કોઈ નોંધ પણ ના લેતું હોય તો ય એના અભિપ્રાયો આપે છે. હશે, એની તો આઝાદી છે. પણ ગઈ કાલે એશને બેબી ગર્લ આવી , કે ભૈરવી શુદ્ધ ગુજરાતીમાં કહું તો જાહેરમાં ‘ચાટ’ પડી ! ધડાકાનું સુરસુરિયું થઇ ગયું! (એમ તો એક અખબારે એશને ટ્વીન્સ હોવાની સોનોગ્રાફી થઇ હોવાનો ગુબ્બારો ઉડાડ્યો હતો !) હવે, એવું વિજ્ઞાન શોધાયું નથી ક્યાંય કે ચાર મહિનાના ગર્ભની જાતિ બદલાવી શકે. એટલે આમાં કંઈ આક્ષેપ થયા પછી પુરાવા ‘સગેવગે’ કરવાના કોઈ કૌભાંડની તો શક્યતા જ નથી. સીધી વાત છે, છોરા ગંગા કિનારેવાલાની આપબળે અને લાયકાત પર મળેલી લોકપ્રિયતાની વહેતી ગંગામાં ડૂબકી મારીને એને આવા અંગત, સસ્તા અને સાવ જ ખોટા આક્ષેપો વટભેર કરીને ઉછીની પ્રસિદ્ધિ જોઈતી હતી.

ભૈરવીએ એના સ્ટેટમેન્ટ પછી માફી માંગવાનો ઇન્કાર કરેલો. વચ્ચે બહુ હોબાળા પછી એવું ગોળ ગોળ કહેલું કે મેં કોઈનું નામ નથી લીધું. મારાં એકાઉન્ટ મારાં ઉપરાંત મારો સ્ટાફ મેનેજ કરે છે. પણ હું તો ય મારી વાતને વળગી રહું છું. હું કોઈનાથી ડરતી નથી. મારી તો આ સામાજિક ઝુંબેશ છે. એટ સેટરા, એટ સેટરા. ગઈ કાલે પણ રાત્રે મેં ભૈરવીની ટ્વિટ ચેક કરી (ફોલો અપ વિના સ્ટોરી કેવી રીતે થાય?) તો હજુ ય તમાચો મારી ગાલ લાલ રાખવાના હવાતિયાં જેવી એણે ટ્વિટ / એફબી સ્ટેટસ મુકેલા છે. માફી માંગવાને બદલે એણે ઠઠાડ્યું છે કે – Man proposes, God disposes. Science & medical breakthrough’s bow before God’s will. God is Great. લો કર લો બાત. આને કહેવાય નકટી નફફટાઈ. ના એ અધ્યાત્મ જાણે છે, ના વિજ્ઞાન… એ તો પુરવાર થઇ જ ગયું છે. (માતૃત્વનો અનુભવ તો છે જ નહિ !) મેડમ ગોસ્વામીએ વળી ટ્વીટર પર રોક્સ્ટારમાં નરગીસ ફક્રીએ લિપ ટ્રીટમેન્ટ કરાવ્યાનો દાવો કરી એને બદલે સોહા, અમિષા, દિયા મિર્ઝા વગેરે હોત તો ફિલ્મ વધુ સારું બન્યું હોવાનું ‘જ્ઞાન’ પ્રદર્શિત કર્યું છે. એના વક્ષની સાથે મગજમાં ય સિલિકોન લાગે છે- બીજું તો શું ? 😉 

તો આ બચ્ચનપરિવાર માટે સુખાંત ભૈરવી ‘વાર્તા’ ના અંતે ગ્રહણ કરવા જેવો સાર :

* કોઈ પણ પ્રતિભાવંત જાહેર વ્યક્તિત્વને સફળતા સાથે લોકોનો પ્રેમ મળે છે, એમ કેટલાક ઝેરીલા, ખારીલા, કુપાત્ર લોકોની ઈર્ષા પણ મળે છે. અમૃતમંથનનું વિષ સમજી એને ગટગટાવી જવું રહ્યું. કાળ મોડેથી પણ ન્યાય તોળતો હોય છે.

*સોશ્યલ નેટવર્કિંગ / મિડિયામા કોઈ આધાર વિના ‘કહીં પે નિગાહેં, કહીં પે નિશાના’ જેવો બદનક્ષીનો બકવાસ કોઈ બેવકૂફ કોન્ફિડન્સથી કરે, એટલા માત્રથી જ એ પ્રલાપ સાચો નથી થઇ જતો. સમીક્ષાત્મક ટીકા અને દ્વેષયુક્ત પૂર્વગ્રહ વચ્ચે  પાતળી  પણ દેખીતી ભેદરેખા હોય છે.

* રૂપવતી નારી હોવાથી જ ઐશ્વર્યા નથી બની જવાતું. રૂપ રૂપમાં ય ફેર હોય છે, અને એશના સ્તરે પહોંચવા માટે જોબન ઉપરાંત બોલવાની સ્માર્ટનેસ જરૂરી છે, જેની કોસ્મેટિક સર્જરી થતી નથી હોતી.

* અમિતાભના સ્તરની સતત સફળતા અને ગુણવત્તાની સિદ્ધિ મેળવવી આસન નથી હોતી. અને કોઈ પણ ક્ષેત્રમાં અમિતાભો ડઝનના હિસાબે પેદા નથી થતા. માટે એમની હેલ્ધી કોમ્પિટિશન કરી એમના જેવી ઉચ્ચ કક્ષાએ પહોંચવાને બદલે એમને પોતાના જેવી ઉતરતી કક્ષાએ લઇ આવવા માટે કેટલાક નિષ્ફળ મહત્વાકાંક્ષી કે અધૂરિયા અદેખાઓ દિવસ રાત પ્રવૃત્ત હોય છે. સરવાળે એ પોતાનો અને સમાજનો સમય બરબાદ કરે છે.

*માત્ર સમાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોવા માત્રથી જ જેમ બચ્ચન અને ગોસ્વામીની ‘ક્રેડિબિલિટી’ કે ‘ક્વોલિટી’ એક સમાન હોતી નથી. એમ જ એક જ ફિલ્ડમાં હોવાથી એમાં  બધા બધું જ સત્ય જાણતા હશે, એવા ભ્રમમાં મુગ્ધ ઓડિયન્સે કદી ના રહેવું. દિખાવો પે મત જાઓ, અપની અક્કલ લગાઓ.

* બાયોલોજીના બિલાડ કુળ જેવા વર્ગીકરણની માફક વ્યર્થ વિવાદો અને આક્ષેપોના એટેન્શન સીકર્સનો આપણે ત્યાં એક ‘રાખી સાવંત ઘરાના’ તૈયાર થઇ ગયો છે. સેમ્પલ્સ :  શર્લિન ચોપરા, પૂનમ પાંડે, ભૈરવી ગોસ્વામી વગેરે. આ તો ગ્લેમર વર્લ્ડના હોઈ દેખાય છે. પણ આવા રીલની માફક રીઅલ લાઈફમાં ય જોવા મળે છે. કેટલાક નાદાનિયતથી તો કેટલાક શેતાનિયતથી આવી હરકતો કર્યા જ કરે છે. એમને ‘ગેટ વેલ સૂન’ની શુભેચ્છાઓથી ફરક ના પડે ત્યારે જરૂરી ધડબડાટીના ઇન્જેક્શન્સ ભોંકીને પછી એમનું ઠેકાણે લઇ આવવા માટે ઠંડી  ઉપેક્ષા કરવાની લોકજાગૃતિ ય જોઈએ.

*પહેલી નજરે આપણને એમ જ થાય કે કોઈ સ્ત્રી , કોઈ વિદ્યાર્થી, કોઈ સામાન્ય માણસ બિચારો કૈં થોડું હળાહળ જૂઠ બોલી , એનું કશું ય બગાડ્યું ના હોય એવી ટોચ પર બેઠેલી , આગળ નીકળેલી વ્યક્તિની બદનામી કરવાની કે ઠેકડી ઉડાડવાની હરકતો કરે ? પોતાની આબરૂની એ ફિકર ના કરે? એમ જ કંઈ થોડું જૂઠ ઝીંક્યા કરે? પણ ડોસાડગરાની ભાષામાં કહીએ તો કળિયુગ છે ભાઈ. શકુનિઓ અને ઇયાગો પોતપોતાની મેન્યુફેક્ચરિંગ ડિફેકટ લઇ યુગે યુગે ય જન્મતા રહે છે. પબ્લિસિટી અને એટેન્શનના આ ભૂખ્યા પરોપજીવીઓ છે. સૂરજ ના બની શકે એટલે સૂર્યકિરણનું રિએક્શન આપતા અરીસાના ટુકડા બનવા પોલાં પ્રયાસો કરે છે.

*બધા બળતણીયા બીમારોનો  સ્ક્રિઝોફોનિઆ બિચારી પરવીનની જેમ પ્રગટ નથી થતો. એ ખલ-પાત્રોના બ્લેક ઈગોની કાળાશ કોઈના શ્વેત વસ્ત્ર પર ઠાલવવામાં એમને ગમ્મત પડતી હોય છે. ઘણા માટે આ બહાને ઉછીનું તેજ લઇ લાંબા ગાળે પોતાના ટી.આર.પી. વધારવાની ગણતરીબાજ રમત / ષડયંત્ર હોય છે. લાંબુ વિચારવાની કે શબ્દ સિવાય પ્રગટ થતું સત્ય સમજવાની થોડા લુચ્ચા, થોડા ભોળા ટોળાંને અક્કલ હોતી નથી. માટે ક્યારેક આવા દાવ ચાલી પણ જાય છે. પણ એનું આયુષ્ય લાંબુ હોતું નથી. કપડાં ઉતારવાથી કિમ શર્મા કંઈ અભિનયમાં (અને અવ્વલ રહેવામાં) કાજોલ બની જતી નથી.

*ઐશ્વર્યા કે અમિતાભના ફોટા નીચે નામ લખવું નથી પડતું. ભૈરવીના ફોટા નીચે લખવું પડે છે. આટલો ફરક દેખીતો છે.

* સ્ત્રી બીજી સ્ત્રી માટે સહાનુભૂતિથી જ વર્તે એ જરૂરી નથી. થોડીક દેખાવડી હોય તો ખાસ.

* ગુફ્તગુ અને ગપ્પાં વચ્ચે ફરક હોય છે.

*ભૂલ જાહેરમાં સ્વીકારવાની નિખાલસ પ્રામાણિકતા ફેસબુક / ટ્વિટર એકાઉન્ટ જેટલી સુલભ હોતી નથી.

*એક્સ્ટર્નલ બ્યુટી અને ઇન્ટરનલ પ્યોરીટી બંનેનું કોમ્બિનેશન સદૈવ પ્લેટીનમની માફક દુર્લભ છે. 😛

*આ તો સારું થયું કે અભિ-એશને પુત્રી જ આવી..સાવ કુદરતી રીતે પુત્ર આવ્યો હોત તો? આખી જીંદગી કેટલાક લોકો વગર વાંકે એક કલંક એમના કપાળે  ચોંટાડીને એમની અંગત બાબતનો જાહેર ન્યાય તોળતા ફરત ને ? ! 😐

તો બિગ એન્ડ સ્મોલ  એઝ એન્ડ બીઝને ત્યાં ચાંદની કે હસીન રથ પે સવાર આયી નન્હી પરી બેબી બીને હરિવંશરાયનું તેજ પણ માતાના રૂપ, પિતાની સૌમ્યતા અને દાદાની શક્તિ સાથે પ્રાપ્ત થાય એવા ‘જલસા’ની મંગલ કામના.  🙂

 
30 Comments

Posted by on November 17, 2011 in cinema, inspiration, personal, philosophy

 

30 responses to “બચ્ચનબેબીનું ટેન્શન : બબૂચકોનું એટેન્શન

  1. sanket

    November 17, 2011 at 9:44 PM

    nice article. Bachchan is truly master in media handling.

    Liked by 1 person

     
  2. Rajesh Sheth

    November 17, 2011 at 9:50 PM

    jai bhai, I am surprised….how can you write such a descriptive rather analytically the contents of the film industry…. Hats off to you….

    Like

     
  3. shishir ramavat

    November 17, 2011 at 10:21 PM

    Good one, Jay.

    Like

     
  4. HIRRENKUMAR JOSHI

    November 17, 2011 at 10:42 PM

    અભિષેક ડોબો ભાગ્યશાળી છે નહિંતર આ લિટ્લ બેબી ને ક્યાં ખબર છે કે તેના પરમ પૂજ્ય પીતાજી બનવા માટે ‘બોડીગાર્ડ’ સલમાન થી લઈને ‘પ્રિંન્સ’ વિવેક ઓબેરોય જેવા પુરૂષો (કે મહાપુરૂષો ???)પણ લાઈનમાં હતા.જય લંબુજી.

    Like

     
    • Nayan Anjara

      February 5, 2013 at 10:42 AM

      Good.,.thinking i like ur અભિષેક ડોબો
      and તેના પરમ
      પૂજ્ય પીતાજી બનવા માટે ‘બોડીગાર્ડ’
      સલમાન

      Like

       
  5. KK

    November 17, 2011 at 10:52 PM

    સાચી વાત છે JV…
    આ “morals of the story” ફક્ત ગ્લેમર ઇન્ડસ્ટ્રી માં જ નહિ, બધી ફિલ્ડ માં લાગુ પડે એવા છે.
    સમજદાર ને ઈશારો કાફી છે… 😉

    Like

     
  6. Nilesh Vora

    November 17, 2011 at 11:44 PM

    Good one JV. અમિતાભજી આખા ભારતમાં પ્રિય અને હવે આદરણીય બની ગયા છે, ત્યારે એમની અને એમના પરિવારની લોકપ્રિયતા વટાવી ખાવાની લાલચ બરફીના ટુકડા જેવી લાગતી હશે. છતાં વહેલું મોડું સત્ય બહાર આવે છે, એ જ આ કલિયુગમાં ઘણી મોટી વાત કહી શકાય…

    Liked by 1 person

     
  7. Dr.yogesh Mehta

    November 18, 2011 at 12:34 AM

    Jaybhai,
    Aa ‘bhairavi’ katha ne badle Bachchan Khandaan ni ajaani kathao lakhi hoy to Ghana ne prerana Mali shaki hoy.. Bhairavi na statements ne tamara vishal chahak varg sudhi pahonchadi ne tame ajaanta madad Kari aapi ne?!

    Like

     
  8. Paras Kela

    November 18, 2011 at 1:05 AM

    જયભાઈ,
    આવતાં હજારો વરસો સુધી શાયદ બીજો અમિતાભ બચ્ચન નહીં પાકે.. આટલી હદે સફળતા પ્રજા નો અનહદ પ્રેમ પામ્યા છતાં પણ નામમાત્ર નું પણ અભિમાન નહીં!! આ વખતે KBC માં એક અદભૂત વાત નોટ કરી .. જે આદર, જે પ્યાર, અમિતાભજી એ શાહરુખ, વિદ્યા, કે પછી કોઈ પણ celebrities ને આપ્યાં, તે જ પ્રમાણ મહિને 3000 કે 5000 કમાવા વાળા ને મડતું.. બાકી તો આટલી ઊંચાઈ એ પહોચ્યા પછી આટલી હદે નિસ્પક્ષ રહેવું તે ખૂબ જ મોટી વાત છે..
    સાચે જ અમિતાભજી આ સદી ના મહાનાયક છે.. અને અત્યારે કોઈ પણ બેશરમ નેતા કે પ્રસિદ્ધિ ભૂખ્યા અભિનેતા કરતાં આ માણસ ને “ભારત રત્ન” આપે તો જ તે બહુમાન ની કિમત જળવાઈ રહેશે..
    બાકી આવી રાખી સાવંત branded અને “ભટકેલ” ભૈરવી ઓ પર એક લાઇન લખીશ તો તે નિશ્ચિતપણે સમય ની બરબાદી થી વિશેષ કશું નહીં હોય ..

    Liked by 1 person

     
    • Ketankumar Parmar

      April 24, 2020 at 10:37 AM

      yes U R right.temne Bharat Ratn malvo j joie.

      Like

       
  9. Kunjal D little angel

    November 18, 2011 at 1:07 AM

    ક્યુટી વીશીઝ & નોટી ફોટોઝ !!
    By Jay Vasavada
    The man with એક્સટર્નલ બ્યુટી & ઈન્ટરનલ પ્યોરીટી !!

    Like all the ગ્રહણ સાર !!

    Like

     
  10. Rajiv Desai

    November 18, 2011 at 2:54 AM

    જયભાઈ,
    બહુ સાચા સમયે સ્ટ્રોક લગાવ્યો.
    ભૈરવી બચ્ચનને પકડીને તરવા જાય અને ઉર્વીશ કોઠારી જેવા વાહિયાત લેખકો જય વસાવડા, ગુણવંત શાહ, મોરારી બાપુ અને નરેન્દ્ર મોદીને પકડી ને તરવા જાય, એ બંનેમાં કોઈ જ ફરક નથી. પણ તમે સાચું જ કહ્યું ‘કપડાં ઉતારવાથી કિમ શર્મા કંઈ અભિનયમાં (અને અવ્વલ રહેવામાં) કાજોલ બની જતી નથી.’

    રાજીવ દેસાઈ

    Like

     
  11. Jani Divya

    November 18, 2011 at 4:45 AM

    Khub saras!! vanhcyu>manyu>Gmayu!

    Like

     
  12. Envy

    November 18, 2011 at 5:23 AM

    Congrats to Bachhans and kudos to you for such insightful write up. You also, are going one step each, up and up.

    Like

     
  13. Manoj Sheth

    November 18, 2011 at 9:36 AM

    Very Well Said JV ji ….

    Like

     
  14. Rajesh Mehta

    November 18, 2011 at 10:10 AM

    આવા ગમાર લોકોનું કંઈ થઈ ના શકે?

    Like

     
  15. Deepak Ved

    November 18, 2011 at 11:23 AM

    perfact wishes to new born baby, jaybhai…!

    Like

     
  16. vpj100

    November 18, 2011 at 1:22 PM

    ભૈરવી ની તો બોચી પકડી તમે…! :પ 🙂
    આ ગ્રહ ના સંસાર નો સાર પણ ખુબ સરસ…!

    Like

     
  17. Himanshu Patel

    November 18, 2011 at 2:54 PM

    Superb Article………….

    The Sword (Pen) of Jay Vasavada………….

    Nicely written and explained…….

    Thanks a lot………

    Like

     
  18. Parth Joshi

    November 18, 2011 at 3:17 PM

    Bahuj saras …………
    Aaava article ni jarur j hati .
    Mari vat karu to hamana j koi ne tyan gappa gosti ma mane koi ke puchyu shun lage che aishwarya ne shu aavase.
    Mane kone tweet karyu tu khabar nahoti pan aa tweet ni khabar hati me kahyu ke aeva news aave cghe ke test tube baby thi male child aave aevo try karyo che . Hun tweet lakhava vala nu nam bhuli gayo to .
    Jane ajane hun pan aa pap ma bhagidar banyo .

    Like

     
  19. Alpesh

    November 18, 2011 at 3:33 PM

    nice thoughts as always..
    aa blog ma tamara tv programs na video ni links muko to sonama sugandh jevu lagse..

    Like

     
  20. vimal bhojani

    November 18, 2011 at 4:01 PM

    e badhuy to thik pan pachhi zablu koye moklavyu k nahi

    Like

     
  21. Anjali Dave

    November 18, 2011 at 5:55 PM

    પુત્રી તો સંતાન તરીકે બહુ વહાલું લાગે એવું ગોડજીનું લાઈફટાઈમ ગિફ્ટપેકેજ હોય છે. i love this line!! 🙂

    Like

     
  22. MANILAL D SANATHRA

    November 19, 2011 at 5:03 PM

    VERY NICE AT LAST ONE MAN & HIS FAMILY WILL BECOME CRORPATI BY GIRL OF ASH-ABHI. IN ADVANCE BESTLUCK TO HIM

    Like

     
  23. Umang Bhatt

    November 19, 2011 at 6:18 PM

    one word for bhairavi
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .

    HOT

    Like

     
  24. Chandresh

    November 19, 2011 at 7:26 PM

    congratulations JV for geting ur blog in top ten gujarati blogs.
    ખુબ ખુબ અભિનંદન

    Like

     
  25. namrata

    November 20, 2011 at 3:46 AM

    Mama banya ni hardik subhkamnavo tamne Jaybhai…

    Like

     
  26. jasmin

    November 20, 2011 at 1:00 PM

    aa ghor kalyug ni tasir chhe ke jo tamare prasiddhi pamavi hoy to vivado ma raho …. ane bhairvi jevi struggler aa vaat ne bhali bhati jane chhe , so its nothing new , avu j kayak abhi na marraige vakhate pan thayu hatu … its common now a day so all guys and girls dont spoiled time for such a stupid people , AB jevi celebrity mate aa kay navu nathi …
    and finally celebrity ene j kahevay je koi pan controversy maa maun rahe !!!!

    nice artical JV as usual ….

    Like

     
  27. MT

    November 29, 2011 at 12:05 AM

    Hi JV… I completely agree with your chanakya-type gems… I loved it and agrees with it personally….But something I’d like to add that which I personally believe that Amitabh is getting much more attention and adulation than he actually deserves… He may be a good actor, nice human-being but he hasn’t done anything which makes him ‘mahaan’… I havent seen him doing in any charity like many hollywood celebrity does, nor is he affiliated with any NGO like Rahul Bose who silently does such stuff without coming in limelight… Just being with Amar Singh and other high shots, hosting a show nicely doesnt qualify him what he’s getting from this country.. and to me his many successful movies are just the game of publicity… He might be an excellent actor (not to me though) but making tample of him and worshipping him to such extent seems very naive to me…

    Like

     
  28. Jayanti

    May 5, 2012 at 6:00 PM

    Ash visheni amuk shanka o-o hati pan photograph joya pachi dur thayi gayi….

    Like

     

Leave a reply to Jayanti Cancel reply