RSS

ગીતાઃ જ્યારે પાર્થનો પુત્ર ‘વિષાદ’ પરમાત્માની પુત્રી ‘વાણી’ને પરણે છે..!

06 Dec

‘પથ્થર પે લકીર’ જેવા વજનદાર સિદ્ધાંતો આપતા ચુસ્ત ‘ધર્મગ્રંથો’ કરતાં ભગવદ્દગીતાની ‘વાર્તા’ વઘુ ઉત્તમ ‘જીવનપંથો’ કંડારે છે

‘વેદરૂપી સમુદ્રને જયારે બુદ્ધિરૂપી રવૈયાથી (ન સમજાયું? બ્લેન્ડર ઉર્ફે જેળણી!) વલોવવામાં આવ્યો ત્યારે એમાંથી ભગવદ્દગીતારૂપી માખણ નીકળ્યું. આ ‘ગીતા નવનીત’ની જ્ઞાનરૂપી અગ્નિની વિચારરૂપી મંદ ઝાળ પર તપાવાય ત્યારે એમાંથી શ્રેષ્ઠ જીવનરૂપી ઘી મળે છે.’

આ ભારેખમ પણ કાવ્યાત્મક પ્રશંસાના શબ્દો છે મહારાષ્ટ્રના સંત જ્ઞાનદેવના… જેમણે ૧૫ વર્ષની ઉંમરે ભગવદ્દગીતા પર મનન કરી એની સમજૂતી આપતી ‘જ્ઞાનેશ્વરી ગીતા’ લખેલી. ભગવદ્દગીતા નામના પ્રમાણમાં ટચુકડા એવા ગ્રંથનું ‘સકસેસ સિક્રેટ’ આ બિરદાવલિમાં છુપાયેલું છે. ગીતા એ કેવળ ધર્મોપદેશ નથી. એને જ્ઞાન, બુદ્ધિ, તર્ક, વિચાર ઇત્યાદિના ‘ઓવન’માં શેકી શકાય છે. વિનોબા ભાવેથી હરિભાઈ કોઠારી સુધીના સહુ કોઇ એટલે જ એમાંથી અલગ અલગ અર્થછાયાઓ તારવી શકયા છે. ભારત અને ભગવદ્દગીતા બંને એકબીજાના પર્યાય જેવા છે. બંને કેલીડોસ્કોપ જેવા છે- જયારે જૂઓ ત્યારે કોઇક નવો રંગ… નવી ડિઝાઇન… નવી આકૃતિનો સાક્ષાત્કાર નજરને થતો રહે!

ગીતા નામધારી કોઇ સ્વરૂપવાન સુકન્યાના દેહલાલિત્યના રસભીના વર્ણનને બદલે આ ગીતા નામના આઘ્યાત્મિક પુસ્તકની ચર્ચા કરવાનું મન થવાનું કારણ કેવળ આજની ગીતાજયંતી નથી. એક મત મુજબ ગીતા કહેવાઇ ત્યારે માગશર મહિનો ચાલતો હતો. આમ પણ પ્રાચીન ભારતમાં ‘અગ્રહાયણ’ના નામે ઓળખાતા માગશર માસથી નવું વર્ષ પંચાંગમાં ગણાતું હતું. ગીતામાં પણ ‘માસાનાં માર્ગશીર્ષો અહમ્‌’ યાને ‘મહિનાઓમાં હું માગશર છું’ એવું કૃષ્ણપ્રસાદ વસુદેવરાય યાદવજી, રહેઠાણ દ્વારકા, વતન મથુરાએ ફરમાવ્યું છે.

ના, ના પ્રિય કૃષ્ણભકતો, એમ નારાજ ન થશો. કહેવાનો મતલબ એ છે કે ગીતા આજકાલ એના નામે ટોળા ભેગા કરી તરવા નીકળેલા ધઘૂપપૂઓ (ધર્મઘૂરંધર પરમ પૂજયશ્રીઓ!) ‘દિવ્યગ્રંથ’ કહે છે માટે મહાન છે- એવું નથી. જગતના દરેક ધર્મના શ્રદ્ધાળુઓ પોતાના પવિત્ર પુસ્તકને એટલા માટે ઉત્તમોત્તમ ગણાવે છે કે એના અમૃતવચનો સીધા જ પરમાત્મા, ખુદાતાલા, ગોડ કે ઇશ્વર જે કહો તેના મુખારવિંદમાંથી નીકળ્યા છે. ‘આ તો સીધી પ્રભુની વાણી છે, માટે એ અફર અને અમર જ હોય’વાળી વાત પાયામાંથી જ ખોટી છે. આ તો પરાણે પ્રીત કરાવવાનું બ્રેઇનવોશિંગ છે. ખુદ ભગવાને કહ્યું છે માટે કંઇ થોડું ખોટું હોય? એ તો આપણી બુદ્ધિ ટૂંકી છે!’ આવી વાહિયાત દલીલ કરનારા આમ કહીને જો ગીતાની મહાનતા સ્થાપિત કરવા માંગતા હોય તો નક્કી જાણજો કે એ ખુદ ‘ગીતાભકત’ છે, પણ ‘ગીતાજ્ઞાની’ નથી. એણે ગીતા ગોખી છે, પણ સમજી નથી. ગીતાની સિદ્ધિ જ એ છે કે એની વાત સાચી છે, માટે ઇશ્વરીય છે. ઇશ્વરીય છે, માટે સાચી નથી! આ વિરોધાભાસ સમજવાનો પ્રયત્ન કરજો… અને ન સમજાય તો ગીતા વાંચજો!

ભારતીય શાસ્ત્રો મુજબ ભકિત પાંચ પ્રકારે થાય છે. ‘શાંતરસ’ની ભકિતમાં ભકત તટસ્થભાવે ભગવાનને (કે કોઇપણ આરાઘ્ય બાબતને) ભજે છે. જેમ એક ગણિતશાસ્ત્રી નિર્લેપભાવે દાખલો ગણવામાં ડૂબી જાય છે તેમ! ‘દાસ્યરસ’વાળી (આજકાલ ખૂબ ચાલેલી) ભકિતમાં પ્રભુને જેમ એક સેવક એના માલિકને રાજી રાખવા ઇચ્છે એમ ભજવાના હોય છે. એમાં ગુલામીથી ખુશામત સુધીના બધા પરિમાણો આવી જાય! ભકિત ‘વાત્સલ્યરસ’થી પણ થઇ શકે. મા-બાપ પોતાના સંતાનની રાડારાડ પણ પ્રેમથી સહન કરી એની આગળ- પાછળ ફરે- એ પણ માતા- પિતા દ્વારા થતી સંતાનની ભકિત જ છે ને! ‘માઘુર્યરસ’વાળી ભકિત એટલે પ્રિયત્તમ અને પ્રેયસી એકબીજાની આરાધના કરે તે! ‘જાન, તુમ્હારે લિયે ચાંદ – તારે તોડ લાઉં’વાળી મુહોબ્બતની ફીલિંગ પણ ‘મેન’ને ‘મેડ’ ભકત બનાવે જ છે ને! ‘તું જેમ કહે તેમ, ડાર્લિંગ!’વાળી વાત છે. ભકિતનો પાંચમો પ્રકાર છે ‘સખ્યરસ’. ‘યાર, તું તો બાકી કમાલ છે’ કે ‘દોસ્ત, ગજબની સૂઝ છે તારી… તું મને જરાક ગાઇડન્સ (માર્ગદર્શન) દે…’વાળો સંબંધ પણ બે મિત્રો વચ્ચેની દિલદારી અકબંધ જાળવીને, મસ્તી- મજાકનો વ્યવહાર સાચવીને પણ એક મિત્રને બીજા મિત્રના જ્ઞાનનો ભકત બનાવે છે !

જેમ ડિટેકટીવ પાત્ર શેરલોક હોમ્સનો આવો ભકતમિત્ર વોટસન હતો, એમ ગીતામાં કૃષ્ણને મિત્રભાવે અર્જુને પૂજયા છે. માટે ગીતા કેવળ આદેશ કે ઉપદેશ ન બનતાં સવાલ અને જવાબ… કારણ અને નિવારણ… શંકા અને સમજૂતી…નો (ટુ-વે) ‘સંવાદ’ બને છે. એનું આ ‘ચર્ચાતત્વ’ જ ભાવકને વિશેષ આકર્ષે છે. ગીતા વિશ્વશ્રેષ્ઠ પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથ હિંદુ હોવાને લીધે ગણું છું, એમ નથી. કારણ એ છે કે, જે ગ્રંથમાં ‘મામેકં શરણં વ્રજ’ જેવી ઇશ્વરને અનુસરવાની અચળ આજ્ઞા છે, એમાં જ ‘યથેચ્છસિ તથા કુરૂ’ (તને જેમ યોગ્ય લાગે તેમ કર!)વાળી મુકત મોકળાશ પણ છે! ૨૧મી સદીનું ધર્મપુસ્તક ચૂકાદા આપે તેવું નહિ, પણ ચર્ચા જગાવે તેવું હોવું જોઇએ. ફોર ધેટ, ગીતા ઇઝ હિટ એન્ડ ફિટ! વળી, આજના ફાસ્ટ યુગમાં ગીતા આદર્શ એવી નાની છે.

ભારતીય પરંપરામાં વેદની વાણીને સમજાવવા ઉપનિષદો રચાયા છે. ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને સાંખ્યોના અનેક ગ્રંથોના જ્ઞાનનો સારાંશ ગજબનાક ખૂબી અને સરળતાથી ગીતામાં સમાવાયો છે. ગીતા જાણે એકસાથે અન્ય ભારતીય તત્વદર્શનની ગાઇડબૂક અને કોડબૂક બંને છે. માટે જ ‘ગીતાજી’ જેવા ચાવળા શબ્દો વખોડવા યોગ્ય છે. ગીતાની પૂજા ન થાય… એને તો ‘ડિયર ગીતા’વાળો પ્રેમ થાય!

અને આ પ્રેમની મસ્તીમાં એ ભૂલવું ન જોઇએ કે ગીતા ભલે સ્વતંત્ર પુસ્તક તરીકે સુખ્યાત છે, પણ એ જેનો અંશ છે- એ ‘મહાભારત’ ગીતાથી પણ વઘુ ઘ્યાનપૂર્વક સમજવા જેવી રચના છે. એક ભવ્ય અને એકદમ પરફેકટ કથાના તમામ પ્લસ પોઇન્ટસ ધરાવતી પૃથ્વીની પ્રથમ સાહિત્યકૃતિ તરીકે ‘મહાભારત’માં ચુંબકીય નાટયતત્વ છે. યુદ્ધ ‘ધર્મયુદ્ધ’ હોય તો પણ અંતે તો બંને પક્ષે વિનાશ જ નોતરે છે- એ કટુ સત્ય કોઇ ઉપદેશ વિના માત્ર પાંડવ- કૌરવ વંશની કરપીણ ખુવારીના પ્રસંગોથી વેદવ્યાસે બતાવ્યું છે! બુશથી લાદેન સુધીના કોઇપણ માટે ટેકસ્ટબૂક બને એવી વાત છે આ! ‘મહાભારત’માં ગીતા પણ આસમાનમાંથી ટપકી પડતી નથી. ઉદ્યોગપર્વમાં ઘૃતરાષ્ટ્રે મોકલેલ સંધિપ્રસ્તાવ લઇને સંજય આવે છે, ત્યારે યુધિષ્ઠિર વાજપેયી સ્ટાઈલમાં ભાવુક બની જાય છે. એ વખતે કૃષ્ણ એનું મનોબળ મજબૂત કરે છે. એ જ ખંડમાં આગળ ભીમ શાંતિની વાત કરે છે, ત્યારે પણ કૃષ્ણ એને જોશીલી શિખામણ આપે છે.

આમ, એક નાટયતત્વસભર કૃતિ (ડ્રામેટિક ઈવેન્ટ) તરીકે ગીતાનો તખ્તો તૈયાર થતો જાય છે. સલીમ-જાવેદની સીટ સાથે જકડી રાખતી સ્ક્રીપ્ટની સ્ટાઈલમાં ગીતાની વાત ‘મહાભારત’માં મંડાય છે. દાધારંગી ટી.વી. સિરિયલ્સ બતાવે છે, એમ કંઈ સંજય ‘દિવ્યચક્ષુ’ લઈ વર્ણવવા બેઠો અને કુરૂક્ષેત્રના ‘એપિસોડ ૧’માં ગીતા કહેવાઈ એમ નથી! પહેલા તો વાચક કે પ્રેક્ષકને યુદ્ધ માટે તૈયાર સેનાના અદભુત વર્ણનથી એનો રસ જગાવાય છે. શંખો ફૂંકાય, શસ્ત્રોનો ગડગડાટ ગગન ગજાવે છે, હાથી, અશ્વો ધણધણે છે. બધા આતુરતાથી ‘એકશન સીન’ માટે જીભ તાળવે ચોંટાડી તૈયાર હોય… ત્યાં સંજય અને ઘૃતરાષ્ટ્ર ‘શા માટે આ ભૂમિ મેળવવા જ માનવ આવા લોહિયાળ ઝગડાઓ કરે છે?’ એવી લાં…બી ફિલસોફિકલ ચર્ચા માંડે છે. રોલરકોસ્ટરરાઈડમાં બેઠેલા ભાવક ધીરજ ગુમાવી ઝોલા ખાય ત્યાં અચાનક સંજય કહે છેઃ ‘ભીષ્મ હણાયા’ અને હજારો વોટનો કરન્ટ લાગે છે!

યસ, ‘મહાભારત’માં ગીતા યુદ્ધના ૧૦મા દિવસે રજૂ થઈ છે. મતલબ, ગીતા તો યુદ્ધના પ્રારંભે જ કહેવાયેલી, પણ વાચકને પહેલા ભીષ્મના મૃત્યુની વાત કહેવામાં આવે છે, પછી ફ્‌લેશબેકમાં યુદ્ધની શરૂઆત બતાવાય છે અને એમાં લડવા હામ હારી ગયેલા અર્જુનને ગીતા સંભળાવાય છે! પરફેક્ટ ટાઈમિંગ! બેસ્ટ પ્લેસમેન્ટ! પછી અસર ઉભી થાય જ ને! કૃષ્ણ નામના પૂર્ણાવતાર હશે કે કેમ એ વિવાદાસ્પદ છે, પણ ગીતા કહેનાર કે લખનાર વેદવ્યાસ કે જે એક્સવાયઝેડ- કોઈક તો હશે જ! એ જે કોઈ હોય, એ ‘પુરૂષોત્તમ’ જ હશે!

હા, ‘મહાભારત’નો નિષ્પક્ષ અભ્યાસુ એક પ્રચલિત માન્યતાનો તરત વિરોધ કરશે કે અર્જુનના હૃદયમાં સ્વજનો પ્રત્યેની કરૂણા ઉભરાવાથી એને વિષાદયોગ થયો! આંખો અને દિમાગ ખુલ્લા રાખીને ગીતા વાંચશો, તો તરત સમજાઈ જશે કે અર્જુન ‘કૂળનાશ’નું પાપ પોતાને લાગશે એ ભયથી થથરી ઉઠયો હતો! એ વખતની સમાજરચનામાં હત્યા-હિંસાની બહુ ટીકા ન થતી- પણ પોતાના હાથે જ પોતાના કૂળ- જાતિના લોકો કે બ્રાહ્મણ- ગુરૂ વગેરેની હત્યા થાય તો નરક મળે એવી આદિવાસી અંધશ્રદ્ધા ‘ટાઈપ’ની માન્યતાઓ હતી. અર્જુન સ્વજન પ્રત્યેની સંવેદનાથી નહિ, પણ પાપ લાગવાના ભયથી ફફડે છે. કારણ જે હોય તે- એનો વિષાદ સાચો છે. અને એ દૂર કરવા જગતના કોઈપણ મેનેજમેન્ટ એક્સપર્ટ કરતાંય મહાન ‘મોટિવેશનલ સ્પીચ’ આપવામાં આવે છે. જેના સંવાદોમાં અવનવી અભિવ્યક્તિઓને અવકાશ છે. માટે જ ગીતા પાર્થના પુત્ર ‘વિષાદ’નું પરમાત્માની પુત્રી ‘વાણી’ સાથે લગ્ન થતા (યાને અર્જુનની મૂંઝવણ અને કૃષ્ણના માર્ગદર્શનનું મિલન થતા) જન્મેલા સંતાનરૂપ ગણાઈ છે!

‘મહાભારત’ ફેક્ટ અને ફિક્શન યાને તથ્ય અને તરંગનું ફક્કડ મિશ્રણ છે. એમાં કુરૂકૂળના જન્મની વિગતો જ એવી અવાસ્તવિક છે કે એ કલ્પનાકથા લાગે… અને એમાં રજુ થતા માનવમનના પ્રવાહો અને પાત્રો એટલા વાસ્તવિક છે કે એ દર્પણની જેમ હકીકતનું પ્રતિબિંબ પાડતી કહાની લાગે! કેટલાક સંશોધકોના મતે ‘ગીતા’નું વર્તમાન સ્વરૂપ ‘મહાભારત’ના મૂળ ગ્રંથમાં નહોતું. પાછળથી બૌદ્ધ-જૈન મતનો અભ્યાસ કરી એમાં જે ખૂટતું હતું એ પણ ઉમેરી વર્તમાન ગીતા કોઈએ જોડી છે. આથી ગીતાની રચના કાળ અંગે મતભેદ છે. જો કે, ભગવતગીતાના અઢારે અઢાર અઘ્યાયની ભાષા એકસરખી અને સળંગસૂત્ર હોઈને એક જ ‘ગીતાકાર’નું સર્જન છે, એમાં કોઈ બેમત નથી. દૈવી કંઠે ગવાયેલા ગીત જેવા ગીતાના શ્લોકોમાં ભારોભાર કાવ્યતત્વ છલકે છે. એની આઘ્યાત્મિક રહસ્યની રજુઆત બરાબર ‘ફોકસ્ડ’ છે. વિષયથી ભટકતી નથી.

વળી, પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રેઝન્ટેશન હોઈને એ ઝટ ગળે ઉતરે છે. ગીતાનું સરસ ગુજરાતી ભાષાતર કર્યા પછી એની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખેલું કે ગીતાના બીજા અને ત્રીજા અઘ્યાયમાં એનું સઘળું સત્વ છે. બાકીનું બઘું તો એને જ ફેરવી ફેરવીને સમજાવવા કરેલું રંગરોગાન છે. ગીતા માણસને એટલે આકર્ષે છે કે એ ‘હું કોણ છું? શા માટે છું? ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું?’ જેવા સનાતન માનવીય કૂતૂહલનો વિશ્વાસપૂર્વક જવાબ આપવાનો પ્રયત્ન કરે છે.

ગીતાના જાદૂઈ પ્રભાવનું બીજું રહસ્ય એ છે કે એ નિષ્ક્રિય બનીને કર્મનો ત્યાગ કરવાને બદલે કર્મનો મોહ ત્યાગવાની વાત કરે છે. ગીતાનું મઘ્યબિંદુ હોય તો એ છે ‘અનાસક્તિ’. આખી ગીતાનો સારાંશ એક જ શબ્દમાં આપવો હોય તો એ શબ્દ છે ‘આસંગ’. યાને સ્થિતપ્રજ્ઞ થઈ સાક્ષીભાવે જીવન જીવવાનો યજ્ઞ. ગાંધીજીને ફરી યાદ કરીએ તો ‘જે કર્મ છોડે એ પડે, કર્મ કરી તેના ફળ છોડે એ ચડે!’ આ સાદી વાત સોમાંથી નેવુંને સમજાતી નથી. જે દસને સમજાય છે, એમાંના નવ એનો અમલ કરી શકતા નથી!

અને આ ન સમજવાવાળાઓમાં સહુથી મોટો વર્ગ પાછો કહેવાતા ‘ગીતાગુરૂ’ઓનો છે! ગીતા પણ અંતે તો માનવ દ્વારા માનવ માટેની વાત હોઈને સર્વાંગ સંપૂર્ણ નથી. એમાં આવતી વર્ણવ્યવસ્થાની વાત ‘ગુણ-કર્મ’ની હોવા છતાં, ઉજળિયાતોએ એનો ખાસ્સો દુરુપયોગ કર્યો છે, અને ગીતાના મૂળ ઉપદેશના મર્મની અખિલાઈ સાથે વચ્ચે આવતા બ્રાહ્મણ-શૂદ્ર જેવા વિશેષણો એ કાળમાં સ્વીકાર્ય હોય તો યે આજે પ્રસ્તુત નથી. કેટલાક શ્લોકો તો યુધ્ધના વર્ણનના વેડફાટ જેવા છે. અમુક પડતા મુકો તો ય ફેર ના પડે! (હા, અમુક શ્લોકોમાં ભયાનકતાનું કોઈ હોલીવૂડ હોરર ફિલ્મને ટક્કર મારે તેવું વર્ણન છે. )

એના શ્લોકોમાંય વિરોધાભાસ છે. એક જગ્યાએ થયેલી વાતથી બિલકુલ ઉલટી જ વાત બીજી જગ્યાએ થઈ છે. અવિનાશી આત્માના સન્માર્ગે ઉત્થાનની વાત સાથે જ પાછી તેમાંથી ઉલટી એવી ઉત્તરાયણમાં મૃત્યુથી બ્રહ્મ મળે એવી વાતો છે! દ્વેષ અને રાગથી પર રહેવાની ભારપૂર્વકની શિખામણ અપાયા પછી આસુરી જીવન સામે ચીડપૂર્વકને ધિક્કાર યાને દ્વેષ પ્રગટ કરાયો છે. પણ એનાથી મૂળ સંદેશાની ચમકને ફરક પડતો નથી. પણ ગીતાના નામે પોતાના પ્રચાર કે સંગઠ્ઠનના ગીતની ઘૂન ગાનારાઓ ખુદ જ ગીતા દ્રોહીઓ છે! ‘સ્વયંના અઘ્યયન’ની ગીતાની શિખામણ જાત સાથે વાત કરી ભીતરનો અવાજ સાંભળવાની સાધનાની છે. આ ‘સ્વાઘ્યાય’નો અમલ જાતને બદલે સ્થાપિત ગુરૂની વાતો જાહેરમાં ટોળા ભેગા કરીને સાંભળવામાં થાય છે!

કોઈ બાપુશ્રીઓ વળી ગીતાની આણ દઈને દુષ્ટ પાશ્ચાત્ય સંસ્કૃતિને ખોબલે ખોબલે ‘ચોપડાવે’ છે. આઘુનિક યૌવનને ધડબડાવે છે. ગીતાની ઓથે સેક્સના, મનોરંજનના, સુખ સગવડોના અને વિજ્ઞાનના છોતરાં કાઢી નાખવામાં આવે છે. ગીતાને પચાવનારામાં આટલો ક્રોધ, આટલો દ્વેષ, આટલો તિરસ્કાર, આટલી નકારાત્મકતા, આટલી અકળામણ આવે જ કઈ રીતે? એનામાં ખુદના ‘સમ્યક દ્રષ્ટિ’ ન ખીલે તો એ બીજાને શું ગીતાબોધ આપશે? ખરા ગીતાજ્ઞાનીમાં તો બાળક જેવું મસ્ત વિસ્મય હોય… એને કશુંય ખરાબ ન લાગે… કશુંય ઓળઘોળ થવા જેવું સારું ન લાગે… એ ‘મારો વિચાર કે મારી સંસ્કૃતિ કે મારી પરંપરા કે મારા આદર્શ’ જેવા ‘મમત્વ’થી મુક્ત બની ગયો અને સમાજને દિશા બતાવવાને બદલે શાંત એકાંતવાસમાં જઈને બેઠો હોય!

માટે ગાજી ગાજીને ગીતાના વખાણ ગરજનારાઓ ખુદ ગીતા જીવનમાં ઉતારવી કેટલી અટપટી અને અઘરી છે- તેની પ્રત્યક્ષ સાબિતીઓ છે! ગીતાને જ ઝટ મહાન સાબિત કરવાની એમની અધીરાઈ ગીતામાં જ વર્ણવ્યા મુજબ પહેલા ક્રોધ પછી અનીતિ અને પછી કર્મફળની લાલસા અને અંતે દ્વેષમય દુઃખ જગાવે છે! ( કેસ સ્ટડી એક્ઝામ્પલ : આ વાત સ્વાધ્યાય / આસારામ વિવાદ  ઉઘાડો પડ્યો એ પહેલા લખાઈ હતી, જેનો પ્રત્યક્ષ પુરાવો પાછળથી મળ્યો! જે એક્સપોઝ નથી થયા એ તમામ પંથો અને ધાર્મિક સેલિબ્રિટીઓ / ફિલોસોફર્સને લાગુ પડે જ છે – પણ ઝીણી નજરે કોઈ એમને જોખતું નથી !  )માટે ગીતાને પામવાનો શ્રેષ્ઠ રસ્તો છે- વચગાળાના તમામ એજન્ટો, વ્હાલેશ્રીઓ, મહામંડલેશ્વરો, ચિંતકો, વિદ્વાનોને દૂર કરી સીધો ગીતાનો હાથ પકડો. ગીતાનું વાંચન કરો, મનન કરો- જાતે જ એના પર વિચાર કરવાની શરૂઆત કરો- એને હૃદયસરસી ચાંપીને રોજ એનો આસ્વાદ લો! (બાય ધ વે, ગીતા નામની કે અન્ય કોઈપણ કન્યા પામવાનો પણ આ જ શ્રેષ્ઠ માર્ગ છે!)

ગીતા ગોરખપુરના પ્રેસમાં છપાયેલા ગુટકાના પાનાઓ વચ્ચે જ પ્રગટ થાય છે, એવું ન માનશો. ગીતા એ પરમ ચૈતન્યના સાક્ષાત્કારનું સંગીત છે. એની અનુભૂતિ શબ્દો કરતા વઘુ મહત્વની છે. એ ગીતા બિલકુલ ન અડનાર પાસે ય હોઈ શકે. મમ્મીના હાથે પીરસાયેલી થાળીમાં કે સિનેમા થિયેટરના સ્ક્રીન સાથેની તલ્લીનતામાં પણ વ્રજની વાંસળીના સૂર સંભળાઈ શકે. પ્રયોગશાળાના કોમ્પ્યુટર્સ કે સ્પોર્ટસ સ્ટેડિયમની એકાગ્રતામાં પણ અદ્વૈત હોઈ શકે. પ્રેયસીના પ્રગાઢ ચુંબન કે હરિયાળા જંગલોના સ્પંદનમાં પણ વિરાટ દર્શન થઈ શકે!

બોલો, તમારે તમારી ભગવદ્દ ગીતા કૃષ્ણની માફક ગાવી છે કે પછી અર્જુનની જેમ સાંભળવી છે?

ફાસ્ટ ફોરવર્ડ

નહિ જ્ઞાનેનં સદ્દશં પવિત્રમિહ વિદ્યતે.

(ભગવદ્‌ગીતા, ૪-૩૮)

 ભાવાર્થ : ‘આ સૃષ્ટિમાં જ્ઞાનથી વઘુ પવિત્ર બીજું કંઈ નથી !’

*આ શ્લોક જ્ઞાનતરંગને મનોરંજનરંગમાં ઝબોળતી વાણી અને વિષાદની સફરના સાક્ષી એવા વાચકોને અર્પણ


#આજે ગીતાજયંતી નિમિત્તે પૂરા દસ વર્ષ અગાઉ લખેલો લેખ , નજીવા ઉમેરણ સાથે.

## ગીતા વિષે અઢળક લખાયું છે. પણ લાંબા એવા રજનીશના ૧૮ ‘ગીતા-દર્શન’ના ગ્રંથો અને નાનકડું એવું નગીનદાસ સંઘવીનું “ગીતા : નવી નજરે” પુસ્તક (સાહિત્ય સંગમ , સુરત) મેં વાંચ્યા તે તમામમાં સર્વશ્રેષ્ઠ લાગ્યા છે. આ લેખ લખ્યો ત્યારે રજનીશની સીરીઝ ખરીદવી પરવડે તેમ ના હોઈ જોઈ  નહોતી અને સંઘવીસાહેબનું પુસ્તક પ્રગટ થયું નહોતું.

 
68 Comments

Posted by on December 6, 2011 in heritage, india, philosophy, religion

 

68 responses to “ગીતાઃ જ્યારે પાર્થનો પુત્ર ‘વિષાદ’ પરમાત્માની પુત્રી ‘વાણી’ને પરણે છે..!

  1. vandana

    December 6, 2011 at 1:22 PM

    khub j saras JV…

    ગીતા એ પરમ ચૈતન્યના સાક્ષાત્કારનું સંગીત છે. એની અનુભૂતિ શબ્દો કરતા વઘુ મહત્વની છે. એ ગીતા બિલકુલ ન અડનાર પાસે ય હોઈ શકે. મમ્મીના હાથે પીરસાયેલી થાળીમાં કે સિનેમા થિયેટરના સ્ક્રીન સાથેની તલ્લીનતામાં પણ વજ્રની વાંસળીના સૂર સંભળાઈ શકે. પ્રયોગ શાળાના કોમ્પ્યુટર્સ કે સ્પોર્ટસ સ્ટેડિયમની એકાગ્રતામાં પણ અદ્વૈત હોઈ શકે. પ્રેયસીના પ્રગાઢ ચૂંબન કે હરિયાળા જંગલોના સ્પંદનમાં પણ વિરાટ દર્શન થઈ શકે!
    main thought…..

    Like

     
  2. rajesh

    December 6, 2011 at 1:23 PM

    ek time hato ke jyare OSHO ne fakta sabhl vani j ek maja hati khabar j nahti rehti kalak ni avu …tamara lekha vachati vkate 6 bahu varsho thi tamara artical game 6..ha ae divso jare tame elctron vishe & jurasik park vishe lakhu hatu…..

    Like

     
  3. jaysondagar

    December 6, 2011 at 1:31 PM

    સ઼ંદર..!
    પૃથ્વી પર એકમાત્ર જીવંત ગીતાનું દર્શન કરવું હોય એ કદાચ પ્રમુખસ્વામી મહારાજ સિવાય ક્યાંય નહિ મળે..

    Liked by 1 person

     
    • jay vasavada JV

      December 6, 2011 at 2:29 PM

      સોરી. એમના પ્રત્યે આદરભાવ હોવા છતાં હું આ આત્યંતિક મત સાથે સંમત નથી.

      Like

       
      • awesome legendary and shiny

        December 6, 2011 at 10:34 PM

        and i am really happy that jv sir can say this directly without hesitation.

        Like

         
      • bhavesh patel

        December 7, 2011 at 2:02 PM

        tamne pramukhswami pratye aadar bhav 6e 6ata tame sammat kem nathi………….enu koi kaaran kaho…………….

        Like

         
        • jay vasavada JV

          December 14, 2011 at 2:01 AM

          karan ke e j ek geetasandesh par chalva ni koshish karta hoy evu nathi bija y chhe j.

          Like

           
      • vandana

        December 7, 2011 at 2:40 PM

        this is JV’s thoughts…..stright forward..true thinking. i never meet you JV, but as per your artical i make image about you and you prove your image by this reply…..

        Like

         
      • nandanpomal

        December 21, 2011 at 5:43 PM

        તો કોની સહ્તે સંમત થશો..?

        Like

         
    • Patel Chetankumar Dahyabhai

      December 6, 2011 at 3:01 PM

      મિત્ર ,શિક્ષાપત્રી એ ગીતાનું માત્ર edit ,copy ,છે.કસું ખોટું નથી. પણ ‘ચુસ્ત ‘સંપ્રદાય વાળાને જાત નહિ સમજાય.

      Like

       
    • rkproduce

      October 1, 2015 at 5:56 AM

      સોરી. એમના પ્રત્યે Personally mane Full આદરભાવ હોવા છતાં હું આ આત્યંતિક મત સાથે સંમત નથી.

      Like

      0 0 Rate This

      Like

       
  4. arpit010

    December 6, 2011 at 1:31 PM

    ગીતા આખી વાંચી તો નથી શક્યો પણ હવે આ લેખ વાંચી ને જ્ઞાન પિપાસા જાગી છે…..બહુ ધારદાર લખાણ તમારું હમેશ ની જેમ…..

    Like

     
  5. parth malkan

    December 6, 2011 at 2:04 PM

    Dear jaybhai,

    its very good article on geeta.also thanks for guide to read good books on Geeta.

    Like

     
  6. vishal jethava

    December 6, 2011 at 2:49 PM

    આ લેખ થી જ તમને વાંચવાની શરુ આત કરેલી…ત્યારે એવું થયેલું કે મારા મારા ઘરમાં આટલું અધભૂત પુસ્તક છે.એની મને ખબર જ નહિ.જેટલી વાર વાંચીએ એમ નવું નવું લાગે ને કશુક જુદું જ જાણવા મળે…ડીટ્ટો તમારા લેખો ની જેમ.
    ગીતાના બીજા અધ્યાય માં સ્થિતપ્રજ્ઞ વાળા શ્લોકમાં હમેશા મને તમે જ યાદ આવો છો .
    સ્વાધ્યાયમાં જતો તે વખતેની ગીતા ઉપર ની બોલવાનું કહેલું ત્યારે તમારા લેખની પ્રેરણા થી હું થોડું ઘણું બોલી શકેલો અને મને પહેલો નંબર મળેલો. 🙂
    થેંક્યું જયભાઈ. શત શત શેક હેન્ડ. 😉

    Like

     
  7. parth

    December 6, 2011 at 3:59 PM

    Jay,
    In morning u might have rced. my sms for putting this article on blog……u might have planned to put this befpre my msg. but than also I feel privileged that u post this……….tks a lot (I have seet memory associated with this article my late grandfather has cut this article and gave it to me as that time I was in hostel so he thought I might not have read it…….I informed him that I have already read it in hostel also…so he praised me and definitely praised u and ur writing style also…….I felt that was the stamp fm him on my craze towards u and that did strengthen my love+respect towards u as a writer which later converted into a relation of very good frnd)

    Like

     
  8. parikshit s. bhatt

    December 6, 2011 at 4:10 PM

    “ગીતા ગોરખપુરના પ્રેસમાં છપાયેલા ગુટકાના પાનાઓ વચ્ચે જ પ્રગટ થાય છે, એવું ન માનશો. ગીતા એ પરમ ચૈતન્યના સાક્ષાત્કારનું સંગીત છે. એની અનુભૂતિ શબ્દો કરતા વઘુ મહત્વની છે. એ ગીતા બિલકુલ ન અડનાર પાસે ય હોઈ શકે. મમ્મીના હાથે પીરસાયેલી થાળીમાં કે સિનેમા થિયેટરના સ્ક્રીન સાથેની તલ્લીનતામાં પણ વ્રજની વાંસળીના સૂર સંભળાઈ શકે. પ્રયોગશાળાના કોમ્પ્યુટર્સ કે સ્પોર્ટસ સ્ટેડિયમની એકાગ્રતામાં પણ અદ્વૈત હોઈ શકે. પ્રેયસીના પ્રગાઢ ચુંબન કે હરિયાળા જંગલોના સ્પંદનમાં પણ વિરાટ દર્શન થઈ શકે!”…
    ગીતા પ્રત્યે કોઈ પણ ને આકર્ષણ કે આસક્તિ જગાવવા માટે ના શ્રેષ્ઠ વાક્યો…તમારા ટોપ-૫ લેખ માં નિઃશંકપણે આવે તેવો લેખ…ઑશૉ જેવી જ ઉંડી અને છતાંયે સરળ ભાષા….વાહ…મર્હબા…

    Like

     
  9. Dipen Shah

    December 6, 2011 at 5:02 PM

    જયભાઈ!
    તમારા લેખો માં તમે તારીખો ના લખો તો ખબરે ન પડે કે આ જુનો લેખ તમે પાછો પ્રગટ કર્યો છે. એવી તમારી ટાઈમલેસ લેખિની છે.
    અદભુત!!

    Like

     
  10. JITEN

    December 6, 2011 at 5:36 PM

    geeta vishe bhaasano thoknara ne mahaan tatvchinak potani jaat ne maan nara maate aapne ek bauj saras aama vichar raju kryo chhe je birdavya vina rahi sakaay em nthi……”GEETA PACHAVNARAOMA AATLO KRODH,AATLO DWESH,AATLO TIRSKAAR,AATLI NAKARATMKTA, AATALI AKADAMAN AAVE KYAATHI????? JAY HO VASAVDA SWAMI NO…….BEST…

    Like

     
  11. parth

    December 6, 2011 at 5:57 PM

    Fully agree dipenbhai…..

    Like

     
  12. Nikul

    December 6, 2011 at 6:00 PM

    You have given the title of this article so that anyone has a “Love at first sight” with the ‘Gita’.
    If we put all the books related to success, psychology to the one side and “Gita” on the other side then “Gita” is more valuable if we understand properly. As per my view, understanding of “Gita” depends on the consciousness of individual who read her(she is alive..!!). That is why each people have the different view for it.
    Dear Jay Sir,
    What a poetic metaphors you just use in your articles….!!!!(especially when it is about the beauty of women). I will never forget your sentences of poetic imagination like “Bharat ma darek sanje 5000 varsh juni sandhya khile 6e”….Thank you, Sir….:-DDD

    Like

     
  13. Jignesh Rathod

    December 6, 2011 at 7:00 PM

    pehla to “vani” na badle “veena(!)” vanchi jvayu. ‘જે કર્મ છોડે એ પડે, કર્મ કરી તેના ફળ છોડે એ ચડે!’ આ સાદી વાત સોમાંથી નેવુંને સમજાતી નથી. જે દસને સમજાય છે, એમાંના નવ એનો અમલ કરી શકતા નથી! oscar winner lines. Tmara vicharo ni sachot ta, bhrhmashtra jevi 6. koti koti dhanyavad. Darer sampraday na bhakto mate aa lekh farjiyat hoy to kevu saaru..

    Like

     
  14. Anjali Dave

    December 6, 2011 at 7:01 PM

    i dont know about type of geeta…like as u say before “gyaneshvarigeeta”….ketla type chhe geeta na? or versions…??

    Like

     
  15. Sharad Kapadia

    December 6, 2011 at 7:38 PM

    Good critical analysis of the real message of Gita. Tell us more about Upanishads also. Best wishes.

    Like

     
  16. Vinod R. Patel

    December 6, 2011 at 10:58 PM

    જયભાઈ ,તમારા ગીતા અંગેના મૌલિક વિચારો વાંચીને આનંદ સાથે આશ્ચર્ય
    પણ થયું કે તમે ગીતા વિષે અભ્યાસ કરીને એને કેટલી સરસ વાત તમારી આગવી શૈલીમાં રજુ કરી છે? સેક્ષ વિષે લખનાર લેખક ગીતા જેવા આધ્યાત્મિક
    વિષયમાં પણ રસદાયક શૈલીમાં વિચારો રજુ કરી શકે છે ! અભિનંદન.
    વિનોદ પટેલ
    http://www.vinodvihar75.wordpress.com

    Like

     
    • jay vasavada JV

      December 7, 2011 at 3:55 AM

      આભાર વિનોદભાઈ, જીવનનો દરેક રસ સરખો છે અને શ્વેત રંગમાંથી છુટા પડતા રંગચક્રની માફક અંતે તો દરેકમાં ચૈતન્ય ધબકે છે. એ તમામ રસને પુરા કસથી માણવા જોઈએ.

      Like

       
      • Meena D Kapadia

        August 10, 2020 at 6:37 AM

        My father Hirabhai Thakkar wrote his commentary in three books on Bhagwad Geeta and gave thousands of lectures on Geeta. He used to say “Geeta is most read and least understood “

        Like

         
  17. dharmeshdavda

    December 6, 2011 at 11:35 PM

    ખુબ જ સુંદર લેખ તમે લખ્યો છે. ભારત નુ તત્ત્વજ્ઞાન વિશ્વ મ સર્વશ્રેષ્ઠ છે.

    Like

     
  18. socalledthinker

    December 7, 2011 at 12:37 AM

    “ગીતાના જાદૂઈ પ્રભાવનું બીજું રહસ્ય એ છે કે એ નિષ્ક્રિય બનીને કર્મનો ત્યાગ કરવાને બદલે કર્મનો મોહ ત્યાગવાની વાત કરે છે. ”

    But at the same time if someone understood Geeta then that person… “સમાજને દિશા બતાવવાને બદલે શાંત એકાંતવાસમાં જઈને બેઠો હોય”

    Contradicting thought process?

    Like

     
    • jay vasavada JV

      December 7, 2011 at 1:40 AM

      અહીં એકાંતવાસમાં એનો મતલબ કોઈ ટાપુ એવો નથી. હું જ ઉધ્ધારક, મને બધું આવડે અને ખાસ તો ગીતાને મેં પચાવી માટે હું કહું એમ જ બીજાએ જીવવું જોઇએ એની આચારસહિતા ઘડી, પોતાની જુનવાણી માનસિકતાના અર્થ્ઘત્નોના જ પ્રેમમાં પડી જવાને બદલે – લહેર અને મસ્તીભરી મોકળાશથી, કોઈ પંથ બનાવવાના બદલે માત્ર વિચારો આપી પોતની જીંદગી જીવવાના અર્થમાં છે.

      Like

       
      • Amit Andharia

        December 7, 2011 at 11:39 AM

        એ ‘મારો વિચાર કે મારી સંસ્કૃતિ કે મારી પરંપરા કે મારા આદર્શ’ જેવા ‘મમત્વ’થી મુક્ત બની ગયો અને સમાજને દિશા બતાવવાને બદલે શાંત એકાંતવાસમાં જઈને બેઠો હોય! (aa akhu vaky vanchva ma ave to contradiction rehtu nathi, jem tame upar kahyu a rite!) 🙂

        Like

         
  19. Taral Shah

    December 7, 2011 at 7:39 AM

    ‘Gita ane apna prashno’ by Swami Sacchidanad. This book is also awesome. Extremely rich in content and analysis of current situation of our country “INDIA:

    Like

     
    • jay vasavada JV

      December 7, 2011 at 12:44 PM

      હા એ પુસ્તક સારું છે. મેં વાંચ્યું છે. અલબત્ત, દાર્શનિક અર્થમાં ગીતાને જ સમજવી હોય તો મને જે બે શ્રેષ્ઠ લાગ્યા એની તોલે હું મૂકી શકતો નથી.

      Like

       
      • curious

        December 7, 2011 at 8:41 PM

        What are those two?

        Like

         
      • Kartik Joshi

        December 19, 2011 at 11:20 PM

        then which are the best two books according to you? Can you please name those two?

        Like

         
      • nandanpomal

        December 21, 2011 at 5:48 PM

        ક્યા બે પુસ્તકો ની વાત કરો છો જરા વાચકો ને પણ કહો….સાહેબ..

        Like

         
        • jay vasavada JV

          December 21, 2011 at 7:23 PM

          પહેલા ધ્યાનથી વાંચો બંધુ. બંને પુસ્તકોના નામ બ્લોગપોસ્ટમાં લખેલા જ છે.

          Like

           
  20. Amit Andharia

    December 7, 2011 at 11:36 AM

    thanks for this lines! 🙂
    ખરા ગીતાજ્ઞાનીમાં તો બાળક જેવું મસ્ત વિસ્મય હોય… એને કશુંય ખરાબ ન લાગે… કશુંય ઓળઘોળ થવા જેવું સારું ન લાગે… એ ‘મારો વિચાર કે મારી સંસ્કૃતિ કે મારી પરંપરા કે મારા આદર્શ’ જેવા ‘મમત્વ’થી મુક્ત બની ગયો અને સમાજને દિશા બતાવવાને બદલે શાંત એકાંતવાસમાં જઈને બેઠો હોય!

    Like

     
  21. bhavesh patel

    December 7, 2011 at 2:10 PM

    tamne f b par joi ne khub j aanand thayo mare tamaru pravachan sambharvu j 6e……….

    Like

     
  22. sudarshan

    December 8, 2011 at 10:24 AM

    Sir,
    you said that…
    માટે ગીતાને પામવાનો શ્રેષ્ઠ રસ્તો છે- વચગાળાના તમામ એજન્ટો, વ્હાલેશ્રીઓ, મહામંડલેશ્વરો, ચિંતકો, વિદ્વાનોને દૂર કરી સીધો ગીતાનો હાથ પકડો. ગીતાનું વાંચન કરો, મનન કરો- જાતે જ એના પર વિચાર કરવાની શરૂઆત કરો- એને હૃદયસરસી ચાંપીને રોજ એનો આસ્વાદ લો!

    As you said- now you have listened to Geeta Darshan by Osho…..

    after listening to Geeta Darshan by Osho,i doubt whether one would be able to derive/understand the meaning that is encapsulated in each verse of Geeta if one had tried to read Geeta on his/her own without any intermediate person……(and one would also miss some extra ordinary(!) interpretations by persons like Osho…;-) ) …….can i have your thoughts on this?

    Like

     
    • jay vasavada JV

      December 14, 2011 at 1:59 AM

      i dont think so..its all depend on ur own realisation of life.

      Like

       
    • રશેષ પટેલ

      December 7, 2017 at 11:41 PM

      આનો જવાબ નઈ આપે…આમને ગીતા સમજાવા માં રસ નથી.. રોયલ્ટી કમાવા માં રસ છે….જય ભાઈ જ્યારે ભારત માં કલેકટર નો પગાર 28 રૂપિયા મહિને હતો ત્યારે પાંડુરંગ શાસ્ત્રી ને અમેરિકા એ 100000 ડોલર વાર્ષિક આપવાના ની ઓફર કરી હતી. એટલે 1954 માં 1 ડોલર નો ભાવ 5 રૂપિયા લેખે 5 લાખ વર્ષ નો પગાર થાય…પ્લસ આખા અમેરિકા માં ફ્રી ટ્રાન્સપોર્ટેશન અને એ પણ મનગમતું સ્વાધ્યાય કાર્ય ની શરૂઆત અમેરિકા થી કરવાની.? ત્યારે દાદા એ જવાબ આપેલો YOU CAN PURCHASE ANYTHING IN WORLLD BY MONEY BUT U CANNOT PURCHASE A REAL INDIAN BRAHMIN. સ્વાધ્યાય માં ક્યારે પણ હજી પણ પૈસા ભેગા કરવા માં નથી આવતા

      આને બીજી વાત ગીતા સાંભળ્યા પછી અર્જુન યુદ્ધ કરે છે. .. ગુસ્સો આવ્યા વગર?

      કર્ણ પ્રિય ના લાખો ખાલી…સમાજ ને માર્ગ દર્શન મળે…લોકો નું જીવન બદલાય એવું કંઈ લખો….

      અમે સ્વાધ્યાય માં લાખો યુવાનો ગીતા ખોલી ને અભ્યાસ કરી ને અલગ અલગ વિષય પર બોલીએ જ છે.. આમાં ક્યાં દાદા દલાલી કરવા આવે છે?

      કાઈ વાંધો નૈ. દયાનંદ સરસ્વતી ને ભગવાન કૃષ્ણ ને પણ તે સમય ન બુદ્ધિશાળી લોકો ટીકા કરતા તા..તુકારામ નરસિંહ નું પણ આવું જ હતું…અમારા દાદા પ એ મા ના જ છે…..

      Like

       
  23. Sagar

    December 8, 2011 at 4:05 PM

    I had read your this article. It’s marvellous and very interesting article. In news paper, there is limit of space However, in blog while posting an old article, please add something more which can makes more interesting and meaningful in the present scenario/ development.

    Like

     
  24. Chintan Oza

    December 9, 2011 at 6:11 PM

    Excellent ….thanks for sharing JV.

    Like

     
  25. Kanchit Modi

    December 9, 2011 at 10:27 PM

    ખુબ જ સરસ, શ્રી Pandurang Shastri mate su abhipray chhe tamaro?

    Like

     
    • jay vasavada JV

      December 22, 2011 at 1:43 AM

      aava abhiprayo black n white ma nahi, gray area ma hoy. geeta uparni emni pakkad ane gher gher geetagyan saral aacharan ane prayogo na swarupe lai javani emni pravruttiu orashansniy chhe, pan geetana sara bhashykar ane lokpravruttina umda sangathak hova chhata geeta ma j varnvayeli sthitpragnta emnama puri dekhati nahoti. me to aa vat 1990 na dayka ma DBTna mara anubhave lakheli. duniya e bahu pachhal thi anubhavi. mamtvna tyag vishe chintan karvu ane e chhutvu beu alag alag babto chhe !

      Like

       
      • RAHUL

        December 26, 2011 at 1:01 PM

        બહુ જ સરસ લેખ છે……….લખવાની શૈલી વાચી ને ગુણવંત શાહ ની કૃતિ ”કૃષ્ણ મારી દ્રષ્ટી એ ”’ યાદ આવી ગયું…….ઉપ્પર તમે આપેલા પરમપુજ્ય પાંડુરંગ શાસ્ત્રી નાં અભિપ્રાય પર ઘણા સ્વાધ્યાયી ઓ કદાચ સંમત નહિ થાય…અને એમાં હું પણ હોવાનો જ……….તમે એમની સ્તીથ્પ્રગ્ન્યતા વિષે વાત કરી તે માટે આશ્ચર્ય જરૂર થયું……કારણકે માણસ ના બોલવામાં અને કૃતિ માં કાઈ ફરક હોય તો એ કદાચ માણસ ગણવાને લાયક નથી….અને હજુ સુધી અમને એવું કાઈ લાગ્યું નથી એમના બાર માં……..અને દુનિયા માં ૧૦૦% સીથ્પ્રગ્ન્ય માણસ તમને કદાચ હિમાલય માં અથવા પાગલ ખાના માં જ જોવા મળશે…..અને સ્તીથ્પ્રગ્ન્ય્તા એ સ્વાનુભવ અને સ્વાનુભૂતિ ની વસ્તુ છે એમાં દંભ નાં હોય……અને એ પ્રદર્શન ની વસ્તુ નથી એ કદાચ તમે લેખક છો એ ન્યાયે અમારા કરતા વધારે જાણતા હશો…..અને મારા ખ્યાલ મુજબ તમે એમનું ” બિલ્વપત્ર” પુસ્તક જરૂર થી વાંચેલું હશે જ…………અને રહી વાત ”મમત્વ ”ની તો તમે એને કયા સંદર્ભ માં મૂલવો છો એ વધારે મહત્વ નું છે…..અને તમે એ કયા સંદર્ભ માં કહેવા માગો છો એ કદાચ મારી શક્તિ પ્રમાણે હું જાણું છું……….પણ …વ્યક્તિગત કારણો સર લીધેલા નિર્ણયો એ કદાચ અન્ય લોકો ને માટે મમત્વ હોઈ શકે…………. પણ કાર્ય ની દ્રષ્ટી અને કાર્ય ના સંદર્ભ માં લીધેલા પગલા ને મમત્વ નહિ પણ દુરન્દેશી કહી શકું……..બાકી આ મારો વયક્તિગત વિચાર છે….તમે કદાચ એ માટે સમત નહિ હો…..કારણકે તટસ્થ અને અભ્યાસુ લેખક કદાચ લોકો ને શું સારું લાગે છે એનો વિચાર કરવા કરતા ” પોતાની દ્રષ્ટી એ ” શું સારું લાગવું જોઈએ એનો એ તટસ્થ અભિપ્રાય આપતો હોય છે ..અને એવા જ લેખકો નું સમાજ હમેશા સ્વાગત કરે છે……. આભાર……

        Like

         
      • રશેષ પટેલ

        December 7, 2017 at 11:57 PM

        કયી રીતે ન અનુભવેલી?

        ગીતા ધૃતરાષ્ટ્ર એ પણ સાંભળી પણ ન અસર થઈ

        સઁજય છેલ્લે બોલ્યો કે યત્ર યોગેશ્વર કૃષ્ણ

        અને અર્જુન યુદ્ધ કરવા લાગ્યો

        બવ મન માં રાખી ને જાવ ને તો ના ખબર પડે

        Like

         
    • રશેષ પટેલ

      December 7, 2017 at 11:50 PM

      રેવા દો ભાઈ….. પાંડુરંગ શાસ્ત્રી એ 130000 પુસ્તકો નો અભ્યાસ કર્યો… આમને ખાલી 2 જ.ઓશો ને ગાંધીજી ના અને ગીતા કેવા નીકળ્યા

      દાદા એ ક્યારે પૈસા ઉઘરાવ્યાં નાઈ અને આ રોયલ્ટી લેવા પુસ્તકો લખે

      દાદા એ ક્યારેય કોઈ સાંપ્રત પરિસ્થિતિ કે જીવંત વ્યક્તિ ની નિંદા કે સ્તુતિ વ્યાસપીઠ પર થી કરી નથી ને આ ટીકા કરી ને સ્થિત પ્રગય થવા નીકળ્યા

      દાદા ને સ્ટાર tv વાળા 1 પ્રવચન ના 1 લાખ આપવા તૈયાર છે તો પણ ના પાડી. અને આમને royalti માટે પુસ્તકો નું પ્રમોશન કરવું પડે છે

      દાદા એ લાખો લોકો ના જીવન બદલ્યા. આમને પોતાના ખિસ્સા ભરી પે ખૂબ ખ્યાતિ મેળવી.

      આમનો મત લઇ ને સુ કામ

      Like

       
  26. Vishal Baliya

    December 10, 2011 at 3:11 AM

    Maja Aaavi…Khub maja aavi…I never read such long articles….but aa vanch to gayo ane anandmayi thato gayo…AAbhar..

    Like

     
  27. Monaa Monvelvala

    December 12, 2011 at 11:37 PM

    Su kahu jay! Frustration kadhva vanchu 6u,aekltama dur krva vanchu 6u geeta. Aekvar quran-e-sharif vanchvani sharuaat kri pn aena shbdono arth mne n smjayo pn chhataye aeni aayat koi divine shakti puri pade 6e. Ane as usual tmara article aek step aagal vicharti kri de 6e mne.

    Like

     
  28. bharat

    December 16, 2011 at 3:23 PM

    manse potano uddhar potani jate j karvano 6..
    Shrimad bhagvat gita ma kahyu 6 k “उध्धरेत दात्मानात्मानम. .”
    “k tara uddhar mate koi chamtkar nhi thay k koi sadhu bhavo nhi ave..
    He manvi tu kr sharut ne tu j kr chamtkar, tne krse badha namskar..
    Tu mara ma shrddh puri rakh pn samaj to tari j rakh..
    Bija na durbin thi duniya na jo,taro potano dhrastikon rakh..” gita no aa sandesh mans ne aena”स्व” ni odakh krave 6..

    Like

     
  29. Ajay Mahendra

    December 19, 2011 at 8:20 AM

    જય ભાઇ,
    મે મારા વિચારો લખ્યા છે.એક નાનકડી કોમેન્ત આપ્શો તો ગમશે….આભાર……

    में एक धार्मिक कुटुंब से बीलोंग करता हु मेरे ग्रांड पेरेंट्स हमेशा मुझे अपना धार्मिक ग्रन्थ गीता पढने की सिख देते रहते थे
    जब में १५ साल कथा एस एस सी की परीक्षा ख़त्म हो चुकी थी स्कुल से लम्बे अरसे का अवकाश मिल चुका था कोई और भी काम नहीथा पिताजी के कमरे की अल्मारिमे किताब देखता रहता था तभी हाथ में गीता का हमारी भाषा में अनुवाद वाला ग्रन्थ आ गया … वो था पहला अनुभव ……… एक नवलकथा की तरह पढना शुरू किया ……अर्जुन के प्रश्न और श्री कृष्ण के जवाब लगा जेसे अभी दिमाग फट जायेगा मस्तिष्क के दोनों हिस्सों में दर्द शुरू होगया ……कुल मिलके पहला और दूसरा अध्याय पढने के बाद गीता वाही छोड़ के अपने कमरेमे आ गया सच मनो तो कुछ समाज में ही नहीं आया…..लगा …… क्या हे ये ? क्यूँ लोग इसे महान ग्रन्थ कहते हे?……फिर भय लगने लगा शायद इस तरह सोचने से भगवान् मुझसे क्रोधित हो जाये तो? दिल में भय और दिमाग में प्रश्न साथ ही मस्तिष्क में पीड़ा….वो दिन तो ग्रन्थ वापस रख दिया लेकिन सोच और प्रश्न दोनों ने परेशान करदिया पढाई के तिन महीने के अवकाश के दौरान मानो रोज़ ये सिलसिला चलता रहा तकरीबन चार मर्तबा संपूर्ण अनुवाद पढ़ लिया कई सवाल आते रहे जैसे कितने अर्जुन द्वारा पूछे गए सवाल बार बार अलग अलग अध्यायों में आते रहे श्री कृष्ण के जवाब से मन का समाधान नहीं हो रहा था …..कुरुक्षेत्र का मैदान साम ने आता रहा पांडव और कौरव की सेना हाथी घोड़े हजारो की संख्या में सिपाही कैसे समाते होंगे लाखो जिव इस मैदान में? अगर मानो समां भी जाए तो एक दुसरे के साथ लड़ने के लिए जो अंतर रहना चाइये वो केसे रहेगा ? मनो उन दिनों एक भीषण युद्ध मेरे दिमाग में मेरे विचार और मेरे तर्क के बिच चला …… और ….. और श्री कृष्ण का जवाब मिल ही गया ……दिमाग ने गीता समजने की भाषा सीख ली …….वो दिन और तारीख तो याद नहीं हे मगर उस दिन के बाद कभी इस महान ग्रन्थ को संशय से नहीं देखा हा जब भी पढ़ा कुछ नया ग्यान मिलता ही रहा………. ग्यान की रेसिपी मिल गयी ………………..
    अब ये रहा मेरे श्रीक्रिना का जवाब मेरे शंशयो का ……….
    गीता का मतलब तुम खुद अर्जुन हो (जो व्यक्ति अपना जीवन शुरू करता हे वो ) पूरी पृथ्वी कुरुक्षेत्रका मैदान हे तुम्हारा शारीर एक रथ हे जिसे तुम्हारा श्री कृष्ण चला रहेहे जिसका नाम हे दिमाग तुम्हारे इर्द गिर्द जो मानव समुदाय हे वो हे पांडव और कौरव ( यानि की पूरा समाज ) पञ्च महाभूत से बना तुम्हारा शरीर जो युधिष्ठिर भी हे…. जो अर्जुन भी हे……. जो ताकतवर भीम भी हे….. व्यापारी नकुल भी हे…… और दूरंदेशी सहदेव भी हे…..जीवन की पूरी अवधि में सत्य का साथ लेकर अपने हर एक युध्ह को और हर एक प्रश्न का उत्तर अपने आप में रहेने वाले श्रीकृष्ण (जिसे दिमाग कहते हे ) को पूछते हुवे सत्य की और मानवता की लड़ाई जितना ही नाम हे
    गीता ……………
    प्यारे दोस्तों इस तरह मेने अपना श्री कृष्ण पहचान लिया अब मुझे किसी गुरु किसी पंडित या किसी मठाधिपति की जरुरत नहीं पड़ती ………कुछ हद तक इश्वर का भय भी निकल चूका हे अब जब कोई भी मंदिर मस्जिद या चुर्च में जाना होता हे तो वहा इश्वर का एहसास होताहे सच पूछो तो वो सब जगह अपने पुरखो की जागीर लगती हे कुछ एसा माहोल जेसे विद्यार्थी पढाई के अवकाश में अपने घर एके बुजुर्गो के पास पहोचा हो………

    Like

     
  30. Neeraj Usadadiya

    December 20, 2011 at 12:33 PM

    કૃષ્ણપ્રસાદ વાસુદેવરાય યાદવજી awesome as ur style..but its વસુદેવરાય … વાસુદેવરાય is કૃષ્ણપ્રસાદ himself…

    Like

     
    • jay vasavada JV

      December 22, 2011 at 1:44 AM

      aabhar, typing mistake hati. sudhari lidhi. saru thayu tame dhyan khechyu.

      Like

       
  31. nandanpomal

    December 21, 2011 at 6:01 PM

    , ‘મહાભારત’માં ગીતા યુદ્ધના ૧૦મા દિવસે રજૂ થઈ છે. મતલબ, ગીતા તો યુદ્ધના પ્રારંભે જ કહેવાયેલી, પણ વાચકને પહેલા ભીષ્મના મૃત્યુની વાત કહેવામાં આવે છે, પછી ફ્‌લેશબેકમાં યુદ્ધની શરૂઆત બતાવાય છે અને એમાં લડવા હામ હારી ગયેલા અર્જુનને ગીતા સંભળાવાય છે! પરફેક્ટ ટાઈમિંગ! બેસ્ટ પ્લેસમેન્ટ! પછી અસર ઉભી થાય જ ને! કૃષ્ણ નામના પૂર્ણાવતાર હશે કે કેમ એ વિવાદાસ્પદ છે, પણ ગીતા કહેનાર કે લખનાર વેદવ્યાસ કે જે એક્સવાયઝેડ- કોઈક તો હશે જ! એ જે કોઈ હોય, એ ‘પુરૂષોત્તમ’ જ હશે!

    એટલ્એ તમે ભગવાન નથી એમ કહેવા માંગો છો clear કરો ને?

    Like

     
    • jay vasavada JV

      December 22, 2011 at 1:45 AM

      mare je kai kahevanu chhe, e clear j lakhelu chhe. samjanshakti viksavoi etle clear thashe 🙂

      Like

       
  32. akashspandya

    December 31, 2011 at 4:46 PM

    ‘મહાભારત’માં ગીતા યુદ્ધના ૧૦મા દિવસે રજૂ થઈ છે. મતલબ, ગીતા તો યુદ્ધના પ્રારંભે જ કહેવાયેલી, પણ વાચકને પહેલા ભીષ્મના મૃત્યુની વાત કહેવામાં આવે છે, પછી ફ્‌લેશબેકમાં યુદ્ધની શરૂઆત બતાવાય છે good to know this fact and the word ‘swadhyay’ was at the perfect place in ur artical…. i’ll surely find the book ‘geeta navi najre’ and will read it soon….

    Like

     
  33. Timsi Vichhi

    January 3, 2012 at 12:01 AM

    ગીતાની પૂજા ન થાય… એને તો ‘ડિયર ગીતા’વાળો પ્રેમ થાય!
    ! ‘સ્વયંના અઘ્યયન’ની ગીતાની શિખામણ જાત સાથે વાત કરી ભીતરનો અવાજ સાંભળવાની સાધનાની છે. This is a main meaning of Geeta…

    One who can say ….I love u to Shrikrishna…he/she can live like a free bird!!

    Like

     
  34. dharmendra

    February 25, 2012 at 4:39 PM

    dear jv have to http://www.oshoworld.com/discourses/audio_hindi type karso to 18 addhyay no swad mani sakso orginal rajnish na awaj ma. totaly free.

    Like

     

Leave a comment