RSS

શ…શ….શ: પંચામૃત !

31 Jan

સમાચાર :અને .

તો, શાહરુખ-શિરીષ વચ્ચેની બબાલ અંગે આપણે કંઈ જાણતા નથી. એટલે એમાં કોણ સાચું ને કોણ ખોટું એનો ઓટલે બેઠાં ન્યાય તોળવાને બદલે મનમાં ઝબકેલા કેટલાક તારણતરંગો :

૧. નશો માણસને ભાન ભૂલાવી દે છે. પછી એ શાહરુખખાન જ કેમ ના હોય ? અથવા તો નશો માણસનો સૌજન્યનો મહામહેનતે ટકાવી રાખેલો નકાબ ઉતારી લે છે. અને હા, જાહેરજીવનમાં કૃત્રિમ વિવેકના નામે સતત ફરજીયાત મીઠડાં થવાનો ય થાક લાગી શકે છે.

૨. કોઈ પણ વ્યક્તિ એકાદવાર કશીક અલગ કે ગલત રીતે વર્તે એના પરથી આખી જીંદગી સારી રીતે વર્તી હોય , એનું ધોવાણ કરવું એ તમાશબીનોની સર્ટિફિકેટ ફાડવાની જન્મજાત અધૂરપ અને અધીરાઈ છે. (આ રીવર્સમાં પણ એટલું જ સાચું છે, આખી જિંદગીના પાપ એકાદ વખતના દાન-પુણ્યથી ધોઈ નાખવાનો આશાવાદ સેવનારા માટે) માણસ બદલાતો રહે છે. પોઝિટિવલી એન્ડ નેગેટિવલી. હા, શાહરુખ સતત આવા ઉધામા કરે તો રાજેશ ખન્નાની માફક સફળતા કે હતાશા એના પર સવાર થઇ ગઈ છે, એવું કહી શકાય, અને આવું થયા પછી ટીકા થાય કે ના થાય કાળ જ એની સજા ફરમાવી દેતો હોય છે, માટે એ ‘સેલ્ફ ગોલ’ છે. પણ ભાગ્યે જ આવું કરે એવો માણસ આમ કરે ત્યારે જરાક વિચારતા થઇ જવાય છે. ફિલ્મી દુનિયામાં આમ પણ ભંગાર પ્રોડક્ટને ભવ્ય ચીતરતા ચમચામંડળની અછત ક્યારેય હોતી નથી.

૩. હાથીના કાનમાં મચ્છરનો સતત નકામો ગણગણાટ કોઈ હેસિયત ના હોવા છતાં કેવું અને કેટલું ઇરિટેશન / ત્રાસદાયક અકળામણ પેદા કરે, એ તો જેણે અનુભવ્યું હોય એ જ સમજી શકે. આમ જનતા તો ઠીક મીડીયાના ય મોટા ભાગના મિત્રોએ સેલિબ્રિટીની લાઈફ કવર કરી હોય છે. પણ જીવી નથી હોતી. મનફાવતાં અભિપ્રાયો આપવા બધા સ્વતંત્ર જ હોય છે, અને હોવા જોઈએ. શાહરુખની ફિલ્મો વિષે ય ઘણાએ ટીકાઓ કરી છે, જે દરેક ને એ મારવા દોડ્યો નથી. પણ જયારે કોઈ પાછળ પડી જઈને સતત એકની એક વાતના ‘ઘોંચપરોણા’ કર્યા કરે, વાતમાં ‘મોણ’ નાખીને ખોટી અફવાઓ ઉડાડ્યા કરે અને એકાંગી ટીકાટિપ્પણની કુથલી જ એક વ્યક્તિને ટાર્ગેટ કરી કર્યા કરે , ત્યાં મામલો અભિપ્રાયસ્વાતંત્ર્યનો નહિ પણ પૂર્વગ્રહ અને વ્યક્તિગત દ્વેષના ઝેરનો બની જાય છે. (જે પ્રાપ્ય અહેવાલો મુજબ સોશ્યલ નેટવર્ક અને એસએમએસથી થયું હોવાનું લાગે છે.) આવી સ્થિતિમાં સંતત્વનો ઉપદેશ આપનારા કૃષ્ણથી ગાંધી સુધીના ઉશ્કેરાઈ ગયા હોવાના દાખલા મોજુદ છે. ઈટ્સ હ્યુમન એન્ડ નેચરલ. ક્યારેક એવું થઇ જાય કે લાતોં કે ભૂત બાતોં  સે નહિ માનેંગે – અને હાથ ઉપડી પણ જાય. ઈનફેક્ટ, ‘સમજાવ્યા સમજે નહિ, જનાવરની જાત’ જેવો મામલો હોય તો ઉપડવો જ જોઈએ. સિવાય કે વીર્યમાં શુક્રાણું ઓછા હોય. આ વાક્ય એરોગન્ટ લાગી શકે છે, પણ સો ગાળ સહન કર્યા બાદ જ સુદર્શન ઉપડતું હોય છે. અને ત્યાં ભગવદગીતાનું સંભાષણ કામ નથી લાગતું. અર્જુનો સાથે સંવાદ હોય, શિશુપાલો એને લાયક નથી હોતા.

૪. વધુ ગુસ્સો અને રોષ ત્યાં જ હોય , જ્યાં ભૂતકાળનો વધુ લગાવ હોય. ગાઢ દોસ્તો વધુ ગહેરા હરીફો બનતા હોય છે. આકર્ષણ જેટલું જ અપાકર્ષણ વિજ્ઞાનનો પ્રકૃતિસહજ નિયમ છે. શાહરુખ-ફરાહની ગાઢ દોસ્તી વચ્ચે પછીથી શિરીષની એન્ટ્રી થઇ છે. શાહરુખે એમ માન્યું હોય કે બંનેને અંગત ભોગ આપી મોટા  કામ-નામ-દામ મેં અપાવ્યા. શિરીષ-ફરાહે એમ માન્યું હોય કે આ તો અમારી ટેલન્ટ હતી, એમાં શું ઉપકાર થયો (કે કદાચ શોષણ થયું ) ? આ એક જ ફિલ્ડમાં સાથે કામ કરનારા બે દોસ્તો વચ્ચે શક્ય એવા સનાતન સંઘર્ષના મૂળિયાં અહીં જ હોય છે. બેઉ માટે એકબીજાનું વર્તન વધુ ‘હર્ટ’ ફીલિંગ જન્માવતું હોઈ શકે, જે કોઈ અજાણ્યાએ કર્યું હોત , તો જે-તે સમયે બેઉએ હસી કાઢીને જતું જ કર્યું હોત.

૫. માનવ અંતે તો આદિમ પશુ છે. ડાહી ડાહી વાતો ચગળવાથી આ હકીકત બદલાતી નથી…..!

 
42 Comments

Posted by on January 31, 2012 in Uncategorized

 

42 responses to “શ…શ….શ: પંચામૃત !

  1. Dharmesh Vyas

    January 31, 2012 at 1:54 PM

    વધુ ગુસ્સો અને રોષ ત્યાં જ હોય , જ્યાં ભૂતકાળનો વધુ લગાવ હોય. ગાઢ દોસ્તો વધુ ગહેરા હરીફો બનતા હોય છે. 110% agree JaySir

    Like

     
  2. Aarti Mandaliya

    January 31, 2012 at 1:56 PM

    well said,

    Like

     
  3. hardik

    January 31, 2012 at 2:01 PM

    i love u………..

    Like

     
  4. Jani Divya

    January 31, 2012 at 2:03 PM

    ‎Jaybhai point 3 fully agree!!!!!! અને ત્યાં ભગવદગીતાનું સંભાષણ કામ નથી લાગતું. અર્જુનો સાથે સંવાદ હોય, શિશુપાલો એને લાયક નથી હોતા.

    ej ne SRK avo che tevo che falno che egostic che pan bhai mara he is human being also 😀 😛

    Like

     
  5. Parthiv Jhaveri

    January 31, 2012 at 2:06 PM

    વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં,
    બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં,
    સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા,પણ…
    નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં….
    – ‘ઘાયલ’
    આમને આટલુ જ સમજાવાય……….

    Like

     
  6. Jay Padhara

    January 31, 2012 at 2:07 PM

    ખુબ સરસ મંથન..!!

    Like

     
  7. JITEN

    January 31, 2012 at 2:22 PM

    Its true sir,,,,, gameteva dahya ke sanskari dekhav ne pakdi raakhta maanaso ne pan spring ni jem vadhu dabaavama ke chhnchhedvama aave to emna ma kyaarey na joyela vartan ne sahan karvano vaaro aave chhe….maanav vivek no saharo laine andar rahela januni swabhaav ne dabavto hoy chhe pan kyaarek to e bahar aavij jaay chhe…………

    Like

     
  8. Devang Soni

    January 31, 2012 at 2:24 PM

    સત્ય કહેવામાં કંઈ વાંધો નથી પણ મીઠી રીતે કહેવું નહીતર શિરીષ ની જેવી દશા થઇ શકે.. 😉

    Like

     
  9. bhavesh

    January 31, 2012 at 2:25 PM

    shisupal vali vaat….shu vaat 6…

    Like

     
  10. Chaitanya

    January 31, 2012 at 2:44 PM

    Jay sir it has always been delighting to read your thoughts on various and diverse subjects. It always amazes me how one person can have such correct thoughts and analyses power to dissect the subject matter on as diverse subject as u do. Hats off to u sir…..

    Like

     
  11. Jignesh Rathod

    January 31, 2012 at 2:50 PM

    fantastic 4th. wah wah… experience bolta hai Boss.

    Like

     
  12. Kaushik Purani

    January 31, 2012 at 3:26 PM

    Jay, u r Genius.

    Like

     
  13. Tushar dave

    January 31, 2012 at 3:43 PM

    true….

    Like

     
  14. tejas

    January 31, 2012 at 4:06 PM

    maanas chhe bhai bhaangi pade.srk vishe vaanchi en man maa je laagani udbhavi te aatali j ke samanya rite hammesh down to earth raheto SRK jo maansik kaabu gumaavi bese to swabhaavik che e pan maanas chhe ,eni filmo maa darshaavavaama aavato satat cool n caring person chhej evi en avishe ni tippanio vaanchi ne laagyu chhe .ane e jo gusso akre ane aavo anhad kaarano ghana ahoi shake hatasha ,nasho ane may b koi purvagrah yukta mandaan , farah khaan e vyakta akreli tippani j suchave chhe ke khud faraah pan maan echhe kje shahrukh evu nai kari shake!
    faraah: maramaari e laagani vyakta akrvaano sauthi kanishtha rit chhe em shahrukh na shabdo chhe.

    Like

     
  15. abhi

    January 31, 2012 at 4:22 PM

    hmm……jo teni film flop gai to ene koi guno nathi karyo ke ek ne ek vat tene varamvaar yaad karvaama ke sambhlavvama aave…aavu mari sathe thayu hot to hu daru pidha vagar j tene piti nakhat…. 100 % agree with u ….

    Like

     
  16. Ankit_Pandya

    January 31, 2012 at 4:36 PM

    Very nice points sir…Superb..

    Like

     
  17. vishal jethava

    January 31, 2012 at 4:39 PM

    હદ વટાવે ‘વાત’
    ત્યારે
    દે ઢીંકા પાટુ ને લાત! 😀 😛

    Like

     
    • vyas vinodkumar chimanlal

      February 5, 2012 at 9:55 AM

      Very Good!!

      Like

       
  18. gopal Gandhi

    January 31, 2012 at 4:44 PM

    sorry sir
    record goes against SRK
    almost same thing done by SRK in katrinas party but the other person was have more sukranu in his virya

    Like

     
    • jay vasavada JV

      January 31, 2012 at 5:43 PM

      yes, but ema bolachali thai hati. ahi mamlo maramari no chhe. but i am not on anybody’s side as i dont know the truth. i simply shared some the afterthoughts came in my mind.

      Like

       
      • Dhruti Desai

        February 1, 2012 at 11:58 AM

        I agree to Gopal Gandhi..and also to some of your notes, specially 4th point.

        Jo aavu j kaik vartan Salman Khan e karyu hot to..??
        To…??
        To…to…akhu bollywood..are..bollywood chodo..akhu Bharat jane koi National Property ne nukshaan karyu hoy (Afsos ke national property ne nukshaan thay che tyare pan aatli charchaa nathi thati..:):)..) em badha Salman ni pachad padi jaay.. Are Salman j kem SRK sivay biju koi pan hot to aa matter ma opposite party ne j dosh no toplo (badjabri thi..!!) paherava ma avet.. :D:D:D

        Chalo.. kono vaank che e to Ishawar (God..Prabhu…Bhagwan…) jaane..

        Like

         
  19. sanjay dave

    January 31, 2012 at 5:36 PM

    aa mari life sathe totaly madtu ave chhe jay bhai tame bahu sahjik rite sachi man ni vaat kidhi.pan anu parinam shu ave e to jene bhogvyu enej khabar pade. vhanu badhu janta hova chhata chanu jatu karvu pade karan ke eni pachhad bhutkad no lagav hoy.

    Like

     
  20. Envy

    January 31, 2012 at 5:40 PM

    well said.

    Like

     
  21. ALTAF RATHOD

    January 31, 2012 at 6:13 PM

    good and deep thinking say in light mood

    Like

     
  22. M.K.MANEK

    January 31, 2012 at 7:12 PM

    It is humune nature. In certain condition men loses his temparament.

    Like

     
  23. bhaivn

    January 31, 2012 at 8:02 PM

    NO COMMENT – EVERY BODY DO YOUR WORK

    Like

     
  24. Raunak Maru

    January 31, 2012 at 9:21 PM

    Hello JV Sir. Thnx 4 this wonderful n true article. જ્યારથી આ issue થયો છે ત્યારથી બધા બસ પોતાના જ opinions આપ્યા કરે છે કે SRK સાચો અને શિરીષ ખોટો or શિરીષ સાચો અને SRK ખોટો. We don’t know d exact incident n the circumstances of it. so how can we judge it?! You are the one who write abt ths incident differently. Thts why I respect you JV Sir. You r always ri8. And the 4th point is awesome sir.

    Like

     
  25. Parind Dholakia

    January 31, 2012 at 9:32 PM

    દારૂ પીને આવું પરાક્રમ કરવું સારી વાત થોડી છે ? તમે સાંભળ્યું કે અમિતાભે શત્રુગ્ના કે વિનોદ ખન્ના સાથે આવું કઈ કર્યું?શાહરૂખે અમિતાભ સામે કેટલો બફાટ કર્યો છે પણ અમિતાભે ક્યારેય હદ પાર નથી કરી !! જાહેરજીવન માં જયારે અમુક સ્થાને પહોંચી એ ત્યારે આવું શોભાસ્પદ ના જ કેવાય !!!

    Like

     
  26. Milton

    January 31, 2012 at 9:59 PM

    Alya o tame bhadha Aam machi na pado JV e khali vat j raju kari6e koini e side nathi lidhi.ok… to ha ve chill maro badha………..

    Like

     
  27. Neha

    January 31, 2012 at 10:21 PM

    Nice one….

    Like

     
  28. khushbu

    January 31, 2012 at 10:22 PM

    great thoughts sir,ur thoughts are very balanced ……but i m with srk

    Like

     
  29. Kartik

    January 31, 2012 at 10:40 PM

    આ SRK કોણ છે?

    Like

     
  30. ketsk

    January 31, 2012 at 10:55 PM

    well said Jay..

    Like

     
  31. Alrik

    February 1, 2012 at 12:38 AM

    અને જય ભાઈ આ પણ…… http://www.rediff.com/movies/report/shah-rukh-khan-shirish-kunder-call-a-truce/20120131.htm હા હા હા!!

    Like

     
  32. Alrik

    February 1, 2012 at 12:44 AM

    વાત કદાચ આમ પણ હોઈ શકે છે જય… ફિલ્મ છે કરણ જોહર ની, હીરો છે રીતિક રોશન, પાર્ટી માં હતા બંને ના ખાસ મિત્રો શાહરુખ અને ફરાહ, પાર્ટી હતી અગ્નિપથ ની સફળતાની અને મારા માટે મિત્ર ની ફિલ્મ ને વધુ સફળ બનાવવા માટે એક સ્ટંટ પણ હોઈ શકે છે….અને ઉપર ની લીંક જોતા તો એવું જ લાગે છે….

    Like

     
    • vyas vinodkumar chimanlal

      February 5, 2012 at 9:59 AM

      I also thought like yhat

      Like

       
  33. jay vithlani

    February 1, 2012 at 12:06 PM

    very true and logical again hats of to you jay bhai …………….

    Like

     
  34. baarin

    February 3, 2012 at 6:31 AM

    good article and discussion points

    Like

     
  35. vyas vinodkumar chimanlal

    February 5, 2012 at 10:03 AM

    Amitabhand, Sachin are role models for celebrities.They reply by doing even better and not by such cheap stunts.

    Like

     
  36. Hiren Makwana

    February 9, 2012 at 8:20 PM

    આવી સ્થિતિમાં સંતત્વનો ઉપદેશ આપનારા કૃષ્ણથી ગાંધી સુધીના ઉશ્કેરાઈ ગયા હોવાના દાખલા મોજુદ છે. ઈટ્સ હ્યુમન એન્ડ નેચરલ. ક્યારેક એવું થઇ જાય કે લાતોં કે ભૂત બાતોં સે નહિ માનેંગે – અને હાથ ઉપડી પણ જાય. ઈનફેક્ટ, ‘સમજાવ્યા સમજે નહિ, જનાવરની જાત’ જેવો મામલો હોય તો ઉપડવો જ જોઈએ. સિવાય કે વીર્યમાં શુક્રાણું ઓછા હોય.

    Like

     
  37. Jayanti

    May 16, 2012 at 1:26 PM

    I m too late…So no comments….but celebrity na zaghda pan ketla mahatvana hoy chhe (a pan full dhinchya pachina) ke JV article pan lakhi nakhe ne baki badha ema salah suchano aapi atlo mahtva no banavi de….TTP

    Like

     

Leave a comment