RSS

યે દેશ હૈ વીર જવાનો કા… ઓહ! રિયલી?!

28 Mar

આજે ચીફ ઓફ આર્મી સ્ટાફ વી.કે. સિંહે વડાપ્રધાનને લખેલો પત્ર કે જેમાં ભારતીય સેનાની હાલત કેવી ખસ્તાહાલ છે, એની વિગત આવતા રાબેતા મુજબ આપણા રાજકારણીઓએ મૂળ મુદ્દાને ચાતરી,ઉસ્તાદ વકીલની અદામાં પ્રોટોકોલના નામે મામલાનો ઓટોગોટો વાળવાની શરૂઆત કરી દીધી છે. સાવ બેઝિક બાબતોમાં લશ્કર કેવું લથડી રહ્યું છે , એની બેઝિઝક ચર્ચા જનરલ સાહેબે છેડી છે. જન્મતારીખના મામલામાં હાસ્યાસ્પદ ઠરેલા સિંહ સાહેબ અહીં પુરા સિરિયસ અને સિન્સિયર દેખાય છે. આજે એમને એક જવાબદાર વડા તરીકે જે વાત ઉઠાવી એ છેક ૧૦ એપ્રિલ, ૨૦૦૯માં મારાં લેખમાં વિગતવાર મેં લખી હતી ને એનો અણસાર (રાબેતા મુજબ) સમયથી વહેલો આપ્યો હતો. આજે આ લેખને અધિકૃત માન્યતા મળી એના આનંદ સાથે, મૂળ સ્થિતિ જરાય બદલાતી નથી, એનું પારાવાર દુઃખ છે. મૂળ લેખ જેમનો તેમ મુકું છું.

#

‘જો મારા દીકરાએ ફૌજી બનવાની ઇચ્છા જાહેર કરી હોત, તો હું જાતે જ એને ગોળી મારી દેત!’

આ શબ્દો ૧૬ વર્ષની ઉંમરે નેશનલ ડિફેન્સ એકેડેમી જોઇન કરી ૩૬ વર્ષની નોકરી પછી ભારતીય સેનામાં બ્રિગેડિયર બનેલા એક દેશભકત અફસરના છે! બ્રિગેડિયરસાહેબે નામ ન આપવાની શરતે એક નાનકડા મિડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ૩૬ વર્ષની એકધારી નોકરી પછી એવું સ્પષ્ટપણે માને છે કે લશ્કરમાં જીંદગી ખતમ કરવાથી કોઇ બહેતર ભવિષ્ય નથી.

એમને હતું કે બ્રિગેડિયર બન્યા પછી એ જુનિયર અફસરો માટે કંઇક કરી શકશે. પણ એમને અહેસાસ થયો કે એમના કરતાં ઓછી નોકરીમાં સંયુક્ત સચિવ જેવા વજનદાર પદે પહોંચી ગયેલા સરકારી બાબુઓને પત્ર લખવા સિવાય એ ખાસ કંઇ કરી શકતા નહોતા. કારણ કે, મહત્વના નિર્ણયો તો સરકાર લેતી હોય છે! સતત થતાં પોસ્ટિંગ્સ, જોખમની જીંદગી, કુટુંબજીવનનો ભોગ… આ બધા પછી મોહભંગ અવસ્થામાં બ્રિગેડિયરજી કહે છે ‘લોકો છૂટાછેડા શા માટે લે છે? કારણ કે એમને લાગે છે કે જીવનસાથી માટે પહેલાં જેવો પ્રેમ નથી રહ્યો કે સાથીને પોતાના સાથની જરૃરિયાત નથી રહી… બસ, એ જ કારણથી હવે મને યુનિફોર્મનું આકર્ષણ નથી. લોકો લશ્કરમાં પૈસા માટે નહિં, પણ ઇજજત માટે જોડાતા હતા. પણ આજની દુનિયામાં એક જ બાબતથી ઇજજત મળે છે- રૃપિયા!’

* * *

ભારતીય સૈન્ય ઘણા વખતથી એક અદ્રશ્ય શત્રુનો મુકાબલો કરી રહ્યું છે. ના, બેહતુલ્લાહ મસૂદ જેવાઓના જેહાદી ત્રાસવાદની વાત નથી. અફસોસ, યે અંદર કી બાત હૈ! વિશ્વના ચોથા નંબરની ગણાતી ભારતીય સેના એક કટોકટી સામે ઝઝૂમી રહી છે, જેનો ફિલ્મી પડદે દિલધડક લશ્કરી ઓપરેશન જોઇને પોપકોર્ન ખાતા કે ટ્રાવેલિંગમાં મળી જતા સૈનિકને તાળીઓથી વધાવી જય જવાન કહેતા સમાજને કદાચ અહેસાસ નથી. ૨૦૦૯ના વર્તમાન વર્ષની ૧૬ જાન્યુઆરીએ ‘આર્મી ડે’માં ચીફ ઓફ આર્મી સ્ટાફ દીપક કપૂરે પોતે પ્રગટ કરેલી આ ચિંતા છે, કોઇ ટીવી ન્યુઝ ચેનલના બ્રેકિંગ ન્યૂઝની સ્ક્રોલિંગ પટ્ટી નથી! (આવા હાર્ટબ્રેકિંગ ન્યૂઝ ભાગ્યે જ એમાં સ્થાન પામતા હોય છે!) ભારતીય લશ્કરને ખોટ જઇ રહી છે. ના, મનીની નહિં, મેનપાવરની!

આજે જયારે આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રાસવાદ, ઝેરીલા પાડોશીઓ અને રાષ્ટ્રીય સ્તરે અવ્યવસ્થા, આફતો, રમખાણો, બોમ્બ બ્લાસ્ટના મોરચા ખૂલી ગયા છે, ત્યારે ભારતીય સેનામાં કુલ ૪૬,૩૧૫ ઓફિસર્સની જરૃરિયાત સામે ફકત ૧૧,૨૩૮ લશ્કરી અફસરોની ખાધ છે! મતલબ આપણે ૨૫% ઓછી કેપેસિટી સાથે ‘યુદ્ધસ્વ’ના હાકલા પડકારા કરી રહ્યા છીએ! લશ્કર પૂરેપૂરૃં સુસજજ અને ‘ટિપ-ટોપ’ હોય એ કોઇપણ દેશની ફર્સ્ટ પ્રાયોરિટી ગણાય. ૧૦૦% લશ્કરને સમર્પિત કરવાનું હોય, પણ અહીં તો લશ્કરની ક્ષમતા જ ૭૫% થઈ ગઈ છે!

આપણી જ્ઞાતિવાદી ચૂંટણીમાં જેની બિલકુલ ચર્ચા નથી થતી એવા રિયલ ઈસ્યૂઝને સમજવા માટે જરા આ ‘બ્લડ ટેસ્ટ’ના આંકડાઓ જાણી લો. ઈન્ડિયન નેવીને ૧૪૩૦ અધિકારીઓની અને ઈન્ડિયન એરફોર્સને ૧૩૬૧ અધિકારીઓની ‘અછત’ છે! (આર્મીનો આંકડો આગળ લખ્યો તે યાદ છે ને? ૧૧,૨૩૮!) નવી ભરતી ખાસ થતી નથી અને જૂના તૈયાર હોંશિયાર અફસરો સમયથી વહેલા નિવૃત્ત થવા માટે રેસ લગાવી રહ્યા છે!

રાષ્ટ્રીય રક્ષા એકેડેમીમાં ૩૦૦ કેડેટસની સંખ્યા સામે ૨૦૦૭માં ૧૯૦ કેડેટસે એડમિશન લીધા તો ભારતીય સૈન્ય અકાદમીમાં ૨૫૦ની ક્ષમતા સામે ફક્ત ૮૬ સિટસ ભરાઈ! અધિકારીઓની કમી પૂરી કરવા ચેન્નઈમાં ‘ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી’ જેવી એક નવી સંસ્થા ‘વિચારાધીન’ છે, જ્યાં સામાન્ય કેડેટને ઓફિસર થવા માટે ટ્રેઈન કરી શકાય… પણ નવા કેડેટસની સંખ્યાનો આંક તો સેન્સેક્સની જેમ સતત લુઢકતો જાય છે! સામે પક્ષે મહેનત અને તાલીમથી ઘડાયેલા પાસાદાર હીરા જેવા અનુભવી, તેજતર્રાર અફસરો આર્મી છોડીને ચાલતા થઈ જાય છે! રણમેદાનમાં પીછેહઠ ન કરનારા જવાંમર્દો નોકરી છોડીને ભાગી જવા તત્પર છે!

શું? આ વાત ગળે નથી ઉતરતી? ૨૦૦૩થી ૨૦૦૭ સુધીમાં ફરજમાંથી છુટા કરવા માટે સેનામાં ૩,૪૭૪ અરજીઓ ‘વોલન્ટરી રિટાયરમેન્ટ’ની આવી, જેમાંથી ૨૦૭૬ તો મંજૂર પણ કરવી પડી. ૨૦૦૩માં સ્વૈચ્છિક સેવા નિવૃત્તિની ૩૮૭ અરજીઓ હતી. ૨૦૦૪માં વધીને ૪૩૦ થઈ, જેમાંથી ૨૯૦ તો મંજૂર પણ થઈ. ૨૦૦૫માં ૫૩૫માંથી ૩૬૫ મંજૂર થઈ. ૨૦૦૬માં ૮૧૦માંથી ૪૬૪ મંજૂર થઈ. ૨૦૦૭માં ૧૧૩૦ અરજીઓ થઈ… એજ વર્ષે નેવીમાં પણ નોકરી વહેલી છોડવા માટે ૨૮૪ અને એરફોર્સમાં એવી જ ૨૮૭ અરજીઓ થઈ…

કેમ ‘ફેરવેલ ટુ આર્મ્સ’ થવા લાગ્યું છે? શું ગાંધીજીના અહિંસાના મુદ્દે લશ્કર વિખેરી નાખવાના ઉપદેશની મોડે મોડેથી અસર થઈ રહી છે? કે શાંતિના સંદેશવાળી ઓલિવ વૃક્ષની ડાળી પકડેલા કબૂતરોની ઉડાઉડ વધી ગઈ છે? ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’ ગીત ફ્રન્ટ પર જતી વખતે દેશવાસીઓને સંભળાવવાને બદલે સહકર્મચારીઓને કેમ સંભળાવાઈ રહ્યું છે? ‘ડર કે આગે જીત હૈ’ને બદલે ‘જીત કે આગે ડર હૈ?’ શું અમનચૈનના પૈગામવાળી ફિલ્મો અને ગીતોની આવી અદ્ભૂત અસર છે?

વેલ, લશ્કરનો જવાન પણ અંતે તો સમાજનો હિસ્સો છે. સમાજમાંથી જ આવે છે. સમાજજીવનમાં, માનસિકતામાં, વિચારોમાં આવતા ફેરફારોની અસર તેના પર પણ થવાની જ. જો ચોમેર વિકાસવાદ ફેલાયો હોય… બધાને લકઝુરિયસ લાઈફ અને કમ્ફર્ટેબલ રિલેક્સેશનની ભૂખ હોય, તો જવાન કરતા જરા વધુ ભણેલાગણેલા અને તેજસ્વી એવા અધિકારીઓ પણ એ ઝંઝાવાતમાં ઉડયા વિના કેમ રહી શકે?

બેઝિકલી- નામ, નમક અને નિશાનના નારાથી કોઈ સમજદાર હોંશિયાર ઉચ્ચ શિક્ષિત માણસ દેશ ખાતર ફના થઈ જાય, એ માહોલ જ ‘મેરા ભારત મહાન’માં ઉનાળાની બપોરે ખુલ્લામાં રાખેલો બરફનો ગોળો ઓગળી જાય એમ પીગળી રહ્યો છે. દેશભકિતની વાત કહેતી ફિલ્મો પણ ચાલતી નથી. કોમેડી એન્ટરટેઈનર, મ્યુઝિકલ થ્રીલર્સ ચાલે છે! યંગ જનરેશન આઈઆઈએમ કે આઈઆઈટીના એરકન્ડીશન્ડ કરિઅર ઓપ્શન્સ પાછળ ક્રેઝી છે. સવારે સાડા ચારે ઉઠીને કમાન્ડો ટ્રેનિંગ લેવી, ૧૦ કિલો વજન ઉંચકી ૧૧ કિ.મી. દોડવું, ઘરથી દુર રહેવું, જે મળે તે ખાવું, હુકમોનું પાલન કરવું… આ બધું એમના લિસ્સા મિજાજને માફક આવતું નથી!

કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના સત્તાવાર પરફોર્મન્સ ઓડિટ રિપોર્ટમાં અનેક ખામીઓ પર સર્ચલાઈટ મૂકાઈ છે. ટેકનોલોજી અને લેટેસ્ટ વેપન્સની બાબતમાં ભારતીય લશ્કર (નેતાઓની ‘લઘુ’ દ્રષ્ટિને લીધે) કાયમ બેકફૂટ પર રહે છે. રિસર્ચ અને ડિમાન્ડ પછી પણ દેશમાં ઉત્તમ શસ્ત્રો બનતા નથી (બનવા દેવાતા નથી?) અને કરોડોની કટકીવાળા વિદેશી હથિયારોના કૌભાંડી સોદાઓ ઉચ્ચ સ્તરે થયા કરે છે. કારગિલ યુધ્ધ પછી અમેરિકન ગુપ્તચર એજન્સીઝે ભારતીય લશ્કરમાં ‘કો-ઓર્ડિનેશન’ના અભાવની ખામી દર્શાવી હતી, જે ૨૬/૧૧ની ઘટના વખતે મુંબઈમાં પણ જોવા મળી. લાહોરમાં પાકિસ્તાની લશ્કરે જે ઓપરેશન કર્યું એ વ્યૂહાત્મક દ્રષ્ટિએ ભારતીય લશ્કર કરતાં વધુ અસરકારક નીવડયું. એ તો નજર સામે છે. અંતે તો યુધ્ધમાં રિઝન્સ નહિ, રિઝલ્ટ જોવાય છે! અને લડવાની પ્રેકટિસ આપણા શત્રુદેશોના લશ્કર પાસે વધુ છે!

ફકત જરીપુરાણા હથિયારોની પણ વાત નથી. લશ્કરમાં સ્ટ્રેસ અને ડિપ્રેશન વધતા જાય છે. બિનસત્તાવાર અહેવાલો મુજબ ૨૦૦૬માં જ ૧૦૦ જેટલા અપમૃત્યુ સેનામાં થયા હતા (સામી છાતીએ લડવામાં મૃત્યુઆંક હતો ૭૨!) જેમાં આત્મહત્યા કે અંદરોઅંદરની મારામારી જવાબદાર હતી! જુવાનજોધ, ખડતલ, મજબૂત તન – મનની તાકાત ધરાવતા પ્રતિષ્ઠિત સોલ્જર્સ – ઓફિસર્સ આપઘાત શા માટે કરે? અને એવા ટેન્શનમાં લશ્કર જીવતું હોય, એ વાસ્તવિકતા જ ‘સિવિલિયન’ નાગરિકોનો સ્ટ્રેસ વધારવા પૂરતી નથી?

મૂળ વાત તો એ છે કે, લશ્કરની નોકરીનો પહેલા જેવો મોભો કે ‘ચાર્મ’ રહ્યો નથી. જોખમમાં જીવવાના રોમાંચ કે ‘ખતરો કે ખિલાડી’ બનવાની સાહસવૃત્તિ કે દેશને માટે જાન કુરબાન કરવાની જાનફેસાનીની સર્વોચ્ચ ભાવના ઓછી થતી જાય છે. સિયાચીન ગ્લેશ્યરની કડકડતી ઠંડીમાં ફરજ બજાવવાને બહાદૂરી કરતા પાગલપન કહેનારા યંગસ્ટર્સ વધુ છે! જૂના જમાનાના કડક સ્ટાન્ડર્ડ મુજબ ભરતી કરવા જાવ, તો નવા અફસર મળે નહિં. હવે એમાં ય શિસ્ત, નિયમ, સ્વભાવના મામલે થોડા આધુનિક થઈને બાંધછોડ કરવી પડે, તેવી હાલત છે! (એડમિશન વધારવા પાસિંગ સ્ટાન્ડર્ડ નીચું લઈ આવ્યા વિના છૂટકો નથી!) ગલીના મવાલી કે કબાડાબાજ ઉદ્યોગપતિને મળે એટલો આદર – સન્માન લશ્કરી આદમીને મળે છે ખરા? જરા આસપાસ નજર કરીને વિચારજો!

માન તો ઠીક, જીવવા માટે ધન પણ જોઈએ. એકચ્યુઅલી આર્મી ડિસિપ્લીન એન્ડ ટ્રેનિંગથી તૈયાર થયેલ ટેલેન્ટેડ લોકોની ખાનગી ક્ષેત્રમાં માંગ છે. જયાં જોખમ વિનાની આરામદાયક જીંદગી જીવતા જીવતા વધુ પૈસા કમાઈ શકાય છે. ફેમિલી લાઈફ, એન્ટરટેઈનમેન્ટનો પુરતો સમય રહે છે. રાષ્ટ્રીય સ્વાભિમાન કે દેશ માટેના ગૌરવનો છેદ આર્થિક સમૃધ્ધિથી મળતા ઠાઠમાઠથી ઉડી જાય છે!

થોડા સમય પહેલા રાષ્ટ્રપ્રમુખ પ્રતિભા પાટીલ પાસે જઈને સેંકડો ભૂતપૂર્વ સૈનિકો કે તેમના પરિવારજનોએ રીતસર આંદોલન કરી પોતાના ચકચકિત મેડલ્સ પરત કર્યા હતા. એક રેન્ક પર એકસરખો સમય ફરજ બજાવી હોવા છતાં દર ૧૦ વર્ષે પગારના ધોરણોમાં વધારો થવાને લીધે અગાઉ નિવૃત્ત થયેલા અને પછી નિવૃત્ત થયેલા અધિકારીઓના પેન્શનમાં મોટો તફાવત છે. ભારતીય લશ્કરમાં ઘણી ભરતી વંશપરંપરાગત થાય છે, જેમાં જુવાન સોલ્જર પોતાના જેવા જ કામ કરનારા પિતા કે દાદાને ભૂખડીબારશ નિહાળે તો હતોત્સાહ જ થવાનો! અને અકળાઈને લશ્કરને બદલે બેહતર વિકલ્પ શોધવાનો! તો વળી જેના બહુ ગુણગાન ગવાય છે અને જીવના સાટે દેશને આગળ કરનારા પરમવીરચક્રના વિજેતાને મહિને પંદરસો રૃપરડી (જીહા, ફકત ૧૫૦૦!) નું પેન્શન મળે છે. મહાવીરચક્ર વાળાને ૧૨૦૦ ને અન્ય સેના પદક માટે ફકત ૨૫૦! (મલ્ટી પ્લેકસની કપલ ટિકિટ ન આવે આટલામાં!)

માટે જ અફસરો ‘સમય વર્તે સાવધાન’ની ગણત્રી માંડી ‘રણછોડરાય’ બન્યા છે. કદર વિના દુઃખી થવા કરતા પ્રાઈવેટ જોબ કરી સુખી ન થવું? વળી, લશ્કરમાં ય નીચલા સ્તરે કોન્ટ્રાકટના ભ્રષ્ટાચાર કે ખટપટનો પગપેસારો થઈ ગયો છે. ભારતમાં આજે દરેક કટોકટીનો ઉકેલ અંતે લશ્કર પર થોપી દેવાય છે. પૂર, ભૂકંપ, વાવાઝોડું… લશ્કર બોલાવો. જયાં ને ત્યાં ધૂળ જેવી બાબતે લાગણી દુભાતા લોકોએ ભાંગફોડ કરી, લશ્કરને સોંપી દો. રાજકીય ધાર્મિક કારણોથી હુલ્લડો થયા લશ્કર સ્થિતિ નિયંત્રણમાં રાખશે બોમ્બ બ્લાસ્ટ, ત્રાસવાદી હુમલા, નેતાઓની સુરક્ષા, ધર્મસ્થળોની રક્ષા બધું જ લશ્કરના હવાલે! એમાં ય પૂરતી સગવડો નહિ, નિર્ણય લેવાની મોકળાશ નહિ. હુકમના ગુલામ થવાનું, એ ય જોકરોના હુકમના!

આવી રીતે રણમેદાનમાં સામી છાતીએ લડવાને બદલે ઘરઆંગણે જ ઝઝૂમ્યા કરવાની ગુમનામ જીંદગી તાણ વધારી દે છે. લશ્કરમાં ડિપ્રેશન વધતું જાય છે. જાહેરમાં પાર્ટી- ડાન્સ – મહેફિલ કરે, તો ય પરાણે ‘પવિત્ર’ બનાવી દેવાની ભારતીય માનસિકતાને એ પચે નહિ! કામ વધતું જાય છે. ભરતી ઘટતી જાય છે. રજાઓ મળતી નથી. પરિવારની યાદો, એકલતા સતાવે છે. જે દેશ માટે મરી ફીટવાનું હોય, એ દેશ એ કુરબાની માટેની પોતાની લાયકાત પુરવાર કરતો નથી. ડિફેન્સ કરવામાં રોડ પર ધૂળ ફાકવી પડે છે. એના કરતા રાજીનામું આપી ડિફેન્સનો બિઝનેસ કરો તો કરોડપતિ થઈને ફાઈવ સ્ટાર ડિનર લઈ શકાય છે!

ભાઆઆરઅઅત માઆઆતાઆઆ કીઈઈઈ જય! એવી ચિલ્લમચિલ્લી કરવા કરતાં ખરેખર માતૃભૂમિનો જયજયકાર થાય એવું કર્તવ્ય નિભાવવું જરા અઘરૃં છે!

ફાસ્ટ ફોરવર્ડ

‘આ દુનિયા બહુ ખૂબસૂરત છે, એના ખાતર લડવું વસૂલ છે!’

(અર્નેસ્ટ હેમિંગ્વે)

 
41 Comments

Posted by on March 28, 2012 in india

 

41 responses to “યે દેશ હૈ વીર જવાનો કા… ઓહ! રિયલી?!

  1. Dhruv

    March 28, 2012 at 3:59 PM

    Chilling

    Like

     
    • Sapna Sharma

      March 28, 2012 at 9:07 PM

      Biju badhu to smaya parantu… Desh ni Surakha chokkas NO CORRUPTION ZONE ma hovi joiye!

      Like

       
  2. haridas24887

    March 28, 2012 at 4:01 PM

    nice!!

    Like

     
  3. tarangravalia

    March 28, 2012 at 4:10 PM

    Jay sir..Time by time you have always put perfect predication not just predication but bitter reality..
    And JV you have analysed all the systems with different aspects whether it is education,politics,social or Army..
    so we have some practical solution of it..But why it is always difficult to implement in this real world?
    All in all you always done your job to aware the society,people,country and planet(JV..;)).

    Like

     
  4. GIRISH SHARMA, NAVSARI

    March 28, 2012 at 4:13 PM

    JV- યાર , પહેલી નજરે સેનાધ્યક્ષ સાચા લાગે છે. પરંતુ, જયારે કોઈ લબાડ માણસે એમને લાંચ આપવા અંગે લાલચ આપી ત્યારે તરત જ એમને એ લબાડ ને બે ધોલ મારી ને પકડી ને સેના ની જેલ માં કેમ નાં પૂર્યો ? એક લબાડ પર એક્શન લેવા માટે એમણે રક્ષા મંત્રી ને લખવું પડે એ વાત ગળે ઉતરતી નથી.
    ક્યાંક સેનાધ્યક્ષ રાજ રમત કરી રહ્યા હોય એવું લાગે છે. રક્ષા મંત્રી તો રાજ કારણી છે. એને કઈ બહુ ફેર નાં પડે. કદાચ પડતો પણ હોય તો ખબર નથી. પણ ભારતીય લશ્કર ની જે માં બેન ની થઇ રહી છે ( અશિષ્ટ ભાષા માટે માફ કરશો ) તેનું શું તે વિચાર અકળાવે છે.
    સાલું , ટાત્રા નું ટ્રક તો ચાલી રહ્યું છે. પણ જો ખરે ટાઈમે ફાઈટર વિમાનો નાં ચાલ્યા તો ? ખરે ટાઇમે ટેન્કો ખોટકાઈ પડી તો ? ખરે ટાઈમે મિસાઈલો ઉડે જ નહિ તો ? અથવા એમાં પોગ્રામિંગ જ કઈ ઉલટા હોય ને આ મિસાઈલો રીવર્સ માં ફૂટી તો ? જો સેના માં આટલો બધો ભ્રષ્ટ્રાચાર થતો હોય તો બધું જ શક્ય છે.

    Like

     
  5. kalpana

    March 28, 2012 at 4:21 PM

    its ture

    Like

     
  6. TARANG JETHVA

    March 28, 2012 at 4:41 PM

    SIR

    JE RITE AAPNA DESH MA PAISO PARMESHWER CHE TEMA AA AAPNA REAL HEROES SHU KARI SAKE? TE PAN VICHARE KE YAAR AATLA BADHA SCAM THAY CHE AA BADHA PAISA AAVE CHE KYATHI? SALU AHIYA 1000 RS VAPRAVA HOY TO VICHAR KARVO PADE AEVI HALAT CHE SIR!

    NO ONE KILLED JESICA MA EK DIALOUGE CHE ” BOL TU JE KYA CHAHIYE EK GOLI YA EK CRORE RUPIYA ??? KADACH AAPNE TE JAGAYA E HOY TO SHU PASAND KARIE???? SAHEB HU EK CRORE RUPIYA PASAND KARU PACHI GOLI TO GHANI MALE CHE VICKS NI, METACIN NI, ETC HA HA HA……… AA VAKYA SARAS CHE TAMARU આજની દુનિયામાં એક જ બાબતથી ઇજજત મળે છે- રૃપિયા!’ AATO THE RUPIYA NI VAT PROFESSION ATLE KE DHANDHO KE NOKRI GAME TE HOY AMUK VAKHTE RUPIYA FACTOR KARTA “KADAR” FACTOR VADHARE KAM KARE CHE,

    TAME KARELA KAM NI YOGYA KADAR THAY TO TAMNE TE KAM KARAVANO DOUBLE UTSAH THAY.

    BIJU SIR AAPNA BHARAT DESH MA JE RITE CELEBRITIO PUJAY CHE TENA KARTA TO AAPNA AA REAL HEROES NI JIVAN MA DOKIYU KARVU AE VADHARE MAHATVANU GANAY

    TO SIR BHAGVAN SO NE SADBUDDHI AAPE SHARUAAT MARATHI KARE

    BAS SIR BAKI BADHU TAME LAKHI DIDHU CHE EKDAM BARABAR 100% AGREEY.

    PAN TAMARI JEM LAKHTA SHIKHVU CHE SIR SHIKHVADSO ???????????????

    Like

     
  7. Jayesh

    March 28, 2012 at 4:48 PM

    Is army cheif acting to get media attention? however the concners are absolutely right, but when the entire system is ruined by corupton it will be absoulutely illogical to keep high expectation from army. even where any of it’s financial activity never get disclosed for security reason.

    Like

     
  8. GIRISH SHARMA, NAVSARI

    March 28, 2012 at 4:50 PM

    JV- IN SUPPORT TO YOUR PREDICTED THOUGHT –

    Army chief says old weapons make India weak –

    (Reuters) – Obsolete air defence and a severe shortage of ammunition weaken India’s defence capabilities, the head of the army told the prime minister in a letter leaked on Wednesday, plunging the army’s relations with the government to new lows.

    In the letter dated March 12, excerpts of which were printed by the DNA newspaper, Army Chief Vijay Kumar Singh said the tank fleet of the world’s second-largest standing army was devoid of ammunition, elite special forces were “woefully short” of essential weapons and air defence was 97 percent obsolete.

    “The state of the major (fighting) arms i.e., Mechanised Forces, Artillery, Air Defence, Infantry and Special Forces, as well as the Engineers and Signals, is indeed alarming,” Singh wrote in the letter.

    Sandwiched between fellow nuclear powers China and Pakistan, India is the world’s top weapons importer. It is spending billions of dollars updating equipment purchased from Moscow in Soviet times, but it often takes decades to finalise contracts. Procurement has been slowed by corruption scandals.

    Defence Minister A.K. Antony confirmed the existence of the letter and said it should not have been made public. Politicians from all parties reacted angrily and some called for the army chief’s resignation if he was found to be behind the leak.

    “The government is determined to do all that is needed to continue to assure the safety and security of India,” Antony told parliament. “Publishing secret documents will not help the nation.”

    In a rare show of unity, opposition parties rallied around the government, a sign of concerns about the army chief’s habit of challenging his civilian masters.

    Earlier in the year Singh took the defence ministry to the Supreme Court after claiming he was a year younger than military records showed. He lost the case.

    On Monday, he said he had been offered a $2.8 million bribe to buy faulty trucks for the army, an accusation seen as an attack on the defence ministry for not taking action on corruption in weapons procurement.

    (Reporting by Frank Jack Daniel; editing by Malini Menon)

    Top News

    Like

     
  9. TEJAL

    March 28, 2012 at 5:01 PM

    as usual gr8 article sir,
    eye opener article as v alwaz like’ goodi goodi’ things n smooth surface bout life n ol but frgt to think bout dat ‘rough’ surface…bcoz…still v hvnt faced it directlly!!!!…

    Like

     
  10. punita

    March 28, 2012 at 5:45 PM

    nice one…:)

    Like

     
  11. Sanjay

    March 28, 2012 at 6:05 PM

    જયભાઈ પાનસિંહ તોમર ફિલ્મનો એક સીન જ લશ્કરની હાલત બતાવે છે કે જવાનને ખોરાક વધારે જોઈતો હોય તો રમત-ગમતમાં ભાગ લેવો … જવાનને ભર પેટ ખાવાનું ના મળતું હોય તો એમની પાસેથી જાંબાજ અને દીલધડક ઓપરેશનની કલ્પના કરવી એ પ્રજા તરીકે આપણી નાલાયકી અને નેતાઓની હરામખોરી છે …

    Like

     
  12. mayur azad

    March 28, 2012 at 6:13 PM

    fantastic sir……!!!!!!

    Like

     
  13. sagar bhavsar

    March 28, 2012 at 6:22 PM

    e divas yaad apavi didho jyaare me a lekh vanchyo hato…….

    Like

     
  14. nimesh patel

    March 28, 2012 at 6:50 PM

    too much negativity in your every talk day by day when its about country.i followed you since long.either it is your frustration and you dont like this country any more.every time you have complain of people of india and you compare that with other country.

    Like

     
    • jay vasavada JV

      March 29, 2012 at 2:27 AM

      tell me if i say anything wrong. i indicate just fact. if face is not looking beautiful in mirror then mirror is just giving reflection.

      Like

       
      • Urjit

        July 22, 2013 at 3:21 PM

        નિમેશ ભાઈ…..સુધારા માટે પણ બગાડ છે , એ પેહલા તો સ્વીકારવું પડે……અને એ બગાડ પછીજ સુધારાય……..
        આપણા દેશ માં જ્યાં સુધી *******(આ સુરતી ગાલ સમજવી) ક્રિકેટરો અને ******* ફિલ્મ સ્તરો ને ” જ ” મહત્વ આપવા માં આવશે(એમનો વિરોધી નથી, બસ એમને આપવા માં આવતું વધારે પડતું મહત્વ ને કારણે ચોક્કસ જગ્યા એ બળતરા ઉપડે છે) ત્યાં સુધી અહીના બુદ્ધિશાળીઓ USA જતા જ રેહશે……..અને જે થોડા ઘણા દેશ પ્રેમ ના નામ પર કે પછી ફંડ ના મળવાથી અહી રહી ગયા…એમનો લાભ ******** રાજકારણીઓ ના સ્વાર્થ ને લઈને સમય કરતા ઘણો મોડો મળતો રેહશે…(જેમકે પૃથ્વી મિસાઈલ, તેજસ ઐરક્રાફ્ટ વગેરે…..)
        આપણા રાજકારણીઓ વોટ બેંક થી ઉપર વિચારે તો સારું…..બાકી મને જો ચાન્સ મળે તો હું ૧૦૦% વિદેશ જાઉં…..મને ભારત પ્રત્યે પ્રેમ છે … એના copy & almost paste વાળા બંધારણ જોડે નઈ…(આપણું બંધારણ ******** બ્રિટીશ બંધારણ કરતા કાઈ ખાસ જુદું નથી…)
        અને એમ પણ જય ભાઈ આપણો દેશ હજી પણ વૈચારિક ગુલામી માં જ સબડી રહ્યો હોય એવું નથી લાગતું તમને????? ( હજીયે વકીલાત ભણતા વિદ્યાર્થીઓ ભાર ઉનાળા માં પરીક્ષા વખતે સુટ બૂટ અને ટાઈ ચડાવી ગુલામી માનસિકતા નું પ્રદર્શન કરે છે….. અમારા C.A. institute વાળા પણ સુટ બૂટ નો એવો મહિમા છે કે…ભાર ગરમી માં અમદાવાદ માં કોન્ફરન્સ માં પણ વિદ્યાર્થી ઓ પાસેથી આગ્રહ રખાવે કે ટાઈ પેહરો ….. હમણાં કેહવાય કે એના બાપ નું બુઝારું ટાઈ પેહરું આ અમદાવાદ ની ગરમી માં ???????
        જય ભાઈ કૃષ્ણ એ જે વચન આપ્યું તું એતો પાળ્યું, ક્યારેક પયગંબર બની તો ક્યારેક મહાવીર બની, ક્યારેક ગાંધીજી તો ક્યારેક લીકન બની ( વિચારો રૂપી કૃષ્ણ) આવ્યા પણ ના આપણા વાળા તો …છોડો અહિયાં કઈક લખશે તો પાછુ ***** ની લાગણીઓ દુભાશે…..અરે ચુલા માં જાય એમની લાગણીઓ…..એટલી પણ ખેલદિલી ના હોય લોકો માં……

        વૈચારિક ગુલામી માંથી આઝાદ થવામાં આજના ભારત ને કેટલા વર્ષ લાગશે એ તો ઈશ્વર જ જાણે……..

        Like

         
    • મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

      March 29, 2012 at 2:27 PM

      નિમેશભાઈ, આ નેગેટિવ લાગતી વાત પોઝિટીવ રીતે બતાવવી જ એક કલમ-દોસ્ત લેખકની કળા છે. સંજોગોને સ્વીકારીને સરકારી નોકરીમાં મજબૂર થયેલો યુવાન હોય કે લશ્કરમાં ભરતી થયેલો જુવાન…પીડા તો બંનેને થાય છે. ‘Exploitation’ તો છે જ. પણ…

      જેમ અંતમાં જયભાઈએ રસ્તો પણ સૂચવ્યો છે કે…”સમય વર્તે સાવધાન’ની ગણત્રી માંડી ‘રણછોડરાય’ બન્યા છે. કદર વિના દુઃખી થવા કરતા પ્રાઈવેટ જોબ કરી સુખી ન થવું?” અપનાવી પોતાની રીતે આગળ વધતી વ્યક્તિને કોણ રોકી શકે?

      મારા મતે…જય વસાવડાનો એક લેખ બે-ત્રણ વાર વાંચવા લાયક..

      Like

       
      • jay vasavada JV

        March 29, 2012 at 2:36 PM

        થેન્ક્સ મુર્તઝાભાઈ

        Like

         
        • husain.taiyeb@gmail.com

          March 29, 2012 at 8:40 PM

          But jaysir dont u think after reading this, any1 planning to join army will change his mind and that may affect more to our Army??

          your article on Akshay kumar was inspiring 1, and I promise to include desi ghee in my diet and start exercise

          Like

           
          • husain.taiyeb@gmail.com

            March 29, 2012 at 9:54 PM

            also i rode your article abt modi..
            how u get time to study so different topics, filter them and choose the best 1, prepare article on it twice a week,, see films, read new things, write books, give lectures, study nature, read all comments, answer them ???

            Like

             
    • The Knight

      May 30, 2012 at 3:01 AM

      Well, I am not a blind follower to anybody but I am totally agree with Jay. Just look around you and talk with at least 20 college boys about joining Indian Army (describe salary, risk and pension) and you will get your answer. Few illiterate, chuff, illiberal, corrupt, traitor, Racist politicians decides about their lives. Will it give strong morale to the youth? Sorry but not to me…
      India again corruption is a fantasy, the truth is India with corruption. Jay seen the truth not negativity and said, I felt the truth and I agreed….
      Jai Hind..

      Like

       
  15. gopal Gandhi

    March 28, 2012 at 7:09 PM

    perfect analysis
    all aspect covered
    money respect lifestyle n after retirement

    Like

     
  16. viral4

    March 28, 2012 at 7:32 PM

    આજે પ્રથમવાર મારાથી એક સાથે ત્રણ પ્રોસેસ એક સાથે થઇ – લાઇક, કોમેન્ટ & શેયર ઑન ફેસબુક.
    જેવીભાઇ,
    આપણા સર્વાધિક લોકપ્રિય ગુજરાતી ઘુવડ ગંભીરો ચવાયેલા અને ફાલતુ વિષયો પર લખ્યા કરે છે અને એ જ લખાણ પાછું આ મહાઝાળ પર ચોટાડે રાખે છે. આજના બંને લેખો ખરેખર તાજા છે.

    Like

     
  17. Anjali Dave

    March 28, 2012 at 7:38 PM

    😦 😥

    Like

     
  18. parikshitbhatt

    March 28, 2012 at 7:56 PM

    “તો વળી જેના બહુ ગુણગાન ગવાય છે અને જીવના સાટે દેશને આગળ કરનારા પરમવીરચક્રના વિજેતાને મહિને પંદરસો રૃપરડી (જીહા, ફકત ૧૫૦૦!) નું પેન્શન મળે છે. મહાવીરચક્ર વાળાને ૧૨૦૦ ને અન્ય સેના પદક માટે ફકત ૨૫૦! (મલ્ટી પ્લેકસની કપલ ટિકિટ ન આવે આટલામાં!)”…..આનાથી કનિષ્ઠ શું હોઈ શકે?….અને એક બાજુ એવીયે વાત છે કે પદ્મશ્રી;પદ્મવિભૂષણ જેવા ખિતાબોની (ખાનગીમા) બોલી લગાવાય છે;વ્હાલા દવલા સરેઆમ કરાય છે આ આપવામાં…આજે(૨૮/૩)ના સૌરાષ્ટ્ર સમાચારમાં પહેલા પાને સિંહસાહેબે લશ્કરમાં જે ખોટ(આમ તો અત્યંય જરુરી) સાધનોની બતાવી છે;એ જોતા તો એમ જ લાગે કે પાક.;ચીન જવા દો;પણ જો વિયેતનામ પણ હુમલો કરે;તોય આપણા ભૂંડા હાલ થાય…
    એક મિનિટ માટે આ લાંચનો મુદ્દો ભુલી જાઓ;તોય આ લેખ લખ્યા તારીખે(૧૦ એપ્રિલ, ૨૦૦૯);એનીય પહેલાની લશ્કરની સ્થિતી શું હતી? ભવિષ્યમાં(જો આમ જ/આ જ ઝડપે!!! ચાલતુ રહેશે)તો શું હાલત થશે? કમકમાં આવી જાય છે એવી ભયાનક કલ્પના કરતાંય તે…કૅંસર કે ઍઈડ્સ કરતાં ય સૌથી ખતરનાક બિમારી છે આ (‘ન’ પરની બધી જ ગાળોને લાયક)આ નેતાઓ…આપણે ‘પડઘી વગરના લોટા’ એવો શબ્દપ્રયોગ છે;પણ આ નેતાઓના પેટ તો ‘તળીયા’ વગરના છે…ક્યારેય નહિ ભરાય કે ધરાય!!!!!

    Like

     
  19. pravin jagani,palanpur

    March 28, 2012 at 10:33 PM

    એનડીટીવી પર હમણાં એક જનરલે આ વિવાદ પર ટીપ્પણી કરી કે વી કે સિંહ પથ્થર પર માથું પછાડી રહ્યા છે,અને આર્મીમાં પણ એક ખાસ લોબીનું લોબીઈંગ ચાલી રહ્યું છે,આમાં વી કે સિંહનું માથું ફૂટવાના સો ટકા ચાન્સ છે,જો આમ જ ચાલતું રહ્યું તો આવતા દસકામાં આપણા પર ચીનાઓ રાજ કરતા હશે.

    Like

     
    • aham mik

      March 30, 2012 at 4:55 PM

      સોય થી લઈને લેપટોપ સુધીની દરેક વસ્તુઓ ના બહાને ચીના ઓ આખી દુનિયા ઉપર તેઓ ચડી બેસેલા જ છે ….બીજા બધા દેશ તો સમજ્યા…પણ આવું ચાલ્યું તો ચીના ઓ ચોક્કસ આપણી ઉપર ચડી બેસશે અને કદાચ એ વખતે આપણે શસ્ત્રો ઉપડવાને બદલે પોલકા પેહરી ને રાસ-ગરબા ના દાંડિયા લઈને ઠેકડા મારતા હોઈશું.

      Like

       
  20. jainesh

    March 28, 2012 at 10:42 PM

    પ્રિય જય આ વાત તો ઘણા સમય પહેલા પણ ઉઠી હતી ત્યારે પણ ને અત્યારે પણ એમાં કોઈ પણ ફર્ક નથી પડ્યો. ખેર ફર્ક થશે પણ નહિ. બીજું તો ????? આશાવાદી થવા થી કઈ નહિ થાય. એક જ વાત છે કે “આપણી પ્રજા ને તો કોઈ અસર થશે નહિ, સૈનિક એ ભી ભારત નો તો મહાન છે તેના કર્મે પણ આપણે સૌ તો પહેલા ના સમય ના અસુર કરતા પણ ગયા છે. ભારત માટે તો બસ સૈનિક ને ભગવાન જ છે પણ કોઈ હાલ આ પ્રજા ને પ્રજાતંત્ર પાસે તો સુધાર ની આશા પણ વ્યર્થ છે….

    Like

     
  21. Manisha Shah

    March 29, 2012 at 12:25 AM

    bahu dukh thay chhe jyare loko desh mate jaan api denar shahido ne bhuli jaay chhe ane dus match haarya pachhi ek match jiti lavnar cricketers ne sur ankho per besade chhe………..aapda bhartiyo ni desbhakti !!!!
    lashkar ma bhrshtachar………..”bhagwan na bharose desh”

    Like

     
  22. Dominodeck (@dominodeck)

    March 29, 2012 at 11:19 AM

    Chandrakant Bakshi yaad aave 6e. Je praja Itihaas man thi shikti nathi emne Itihaas fari thi jivvo pade 6e. India nu pan kain evun j 6e.

    Like

     
  23. Jignesh Rathod

    March 29, 2012 at 11:21 AM

    આજે બોવજ દિવસ પછી ઓરીગીનલ જાય વસાવડા ના દર્શન થયા , આવો વાસ્તવિક ,આવો આફ્લાતુંન …thanks for sharing, only one wish that, God please maintain JV’s such temperament for truth.

    Like

     
  24. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

    March 30, 2012 at 3:58 AM

    ” ‘રણછોડ’ બનીને પણ પોતાની ‘જય’ કેમ બોલાવવી એવો એટીટ્યુડ. સાચો ‘રણછોડ’ એ છે જે પોતાની પરિસ્થિતિ અને સમયનું મૂલ્ય સમજી પીછેહઠ કરી ફરીથી લાંબી દોડ માટે તૈયાર થાય.”

    પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: ધ ડીપ-કોઈ પણ બાબતમાં ક્યારે ઊંડા ઊતરવું ને ક્યારે ઊણા

    Like

     
  25. hiral dhaduk

    March 30, 2012 at 10:06 AM

    jay tame army ni vastvikta na darshan karavya.its such a touching.

    Like

     
  26. Rajesh Doshi

    March 30, 2012 at 7:38 PM

    યે દેશ હૈ ‘રાજા’ ‘કલમાડી’ ઓ કા, ‘કાનીમોજી’ કા, ‘પવારો’ કા, …..

    Like

     
  27. bansi rajput

    March 31, 2012 at 12:14 AM

    gud1…

    Like

     
  28. ajay thakkar

    March 31, 2012 at 7:54 PM

    very true

    Like

     
  29. Monaa Monvelvala

    April 3, 2012 at 2:29 PM

    હું હંમેશા એક વાત કેહતી આવી છું અને આજે પણ કહુ છું કે “જે દેખાય છેને એ બેહદ ખૂબસૂરત છે ને જે નથી દેખાતુ એ નગ્ન છે”
    જે કોઈ જોવા તૈયાર નથી કારણ કે બધાને અહી સારુ જોવાની ટેવ છે સાચું નહી.

    Like

     
  30. Dr. Janantik Shah.

    April 6, 2012 at 12:39 PM

    really good article , jay bhai. aapana desh ni aa kamnasibi chhe ke aaje bharat ma matra rajkarani chhe, rajneta ek pan nahi. kargil vakhate border parna sainiko ni halat ane temne maltu bhojan vishe vanchelu haju yaad chhe. e viro ne salaam karvanu manto thay j pan e shahido na kofin par pan scandle karta rajkarani par thunkvanu man pan thay chhe.

    Like

     
  31. Mehul

    April 26, 2012 at 3:23 PM

    Bhartiya par kabjo karva maate yudhdh karva ni shi jarur? Politician ni sathe shanti thi undertable rupiya aapo ne DESH lai jaavo…

    Like

     
  32. Jayanti

    May 16, 2012 at 10:42 AM

    ભાઈ અત્યારે પણ દેશ બીજાજ ચલાવે છે, આ તો આપણને ભ્રમ છે કે મનમોહન એન્ડ પાર્ટિ ચલાવે છે, અત્યારે કર્નલ અને મેજરોને પ્રાઈવેટ કંપનીઓમા મસ્તમોટા પગાર તથા ગાડી બંગલા આપેછે, તો સાલુ કોણ આ અભણ ને ભ્રસ્ટ નેતાઓ ના હુકમો સહે, આપણે બધાજ બધુજ જાણિયે છિએ પણ સાલુ આપણા ય પેટનુ પાણી ક્યા હાલે છે, બસ ૩જી ને ૪જી ની મજા માણો. ને ઈલેકશન મા આપણા જાત કે નાત ના નેતા માટે કેંપેઈન કરો ભલે તે ભ્રસ્ટાચારી હોય, સાલુ જનતા ની નિર્માલ્યતા બધા નેતા જાણે છે એટલેતો પવાર, એના સમાજના જોરે પાવરમા છે, ભવિષ્યમા ચીનાઓ રાજ કરેકે ના કરે પણ દેશના ભાગલા કરી આ નેતાઓ જરુર રાજ કરશે…..કોણ નથી જાણતુ આમની કરોડોની સંપતી ક્યાથી આવી છે, પણ આપણુ પણ માઈન્ડ સેટ છે, નેતા છે તો ભ્રસ્ટાચારી તો હોવાનો જ,
    ગ્રહોની દશા બદલાય ને બધા વાંકા ગ્રહો વક્રી થાય ને આ બધા ભ્રષ્ટાચારી નેતા ઓ મહારોગમા સપડાય ને ટપોટપ મરે તો સાલુ ભવિષ્ય કાય બદલાય…પણ આટલુ ભધુ કરવાનો સમય હવે ભગવાન પાસેય નથી, એ પણ મસ્ત ડબલ ચિઝ પીત્ઝાનો ઓડર આપી ૪જી પર જન્નત-૨ જોવે છે…..

    Like

     

Leave a comment