RSS

ઓ રામજી! બડા સુખ દીના …..

31 માર્ચ

રામલીલાથી અશોક બેન્કરની ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ સ્ટાઈલ એડવેન્ચર સ્ટોરી સુધી એવરગ્રીન ‘રામાયણ’નો જાદૂ કેમ અવિનાશી છે?

‘‘પ્રાચીન ભારતની બે મહાગાથાઓ ‘રામાયણ’ અને ‘મહાભારત’નો કદાચ સેંકડો વર્ષો સુધી આકાર ઘડાતો રહ્યો છે. તેમાં અનેક સુધારા – વધારા પણ થતા રહ્યા છે. એનો સંબંધ ભારતીય આર્યોના ઉષાકાળ સાથે છે. હું એવા બીજા કોઈ પુસ્તકોને જાણતો નથી, જેની જનમાનસ પર સતત આટલી ઉંડી અસર રહી હોય – સિવાય કે આ બે મહાગ્રંથ. કોઈ અજાણ્યા દૂરના ભૂતકાળમાં રચાયા હોવા છતાં એ ભારતીય પ્રજાના જીવનનો ધબકાર છે. એનો મૂળ સંસ્કૃત પાઠ તો મુઠ્ઠીભર પંડિતો સિવાય કોઈ જાણતું નથી, પણ એના મુકત અનુવાદો અને એમાંથી પ્રેરિત કૃતિઓથી દંતકથાઓ અને પરંપરાઓ એવી ફેલાઈ છે કે લોકજીવનના વસ્ત્રનું વણાટ બની ગઈ છે.

એની સાંસ્કૃતિક વિકાસની અસર મહાસમર્થ વિદ્વાનથી સાવ અભણ ગામડિયા સુધી છે. કદાચ એમાં (રામાયણ – મહાભારતમાં) ભારતની આટલી વિભાજીત, વૈવિઘ્યપૂર્ણ અને જ્ઞાતિના સ્તરમાં વહેંચાયેલી પ્રજા એક કેમ છે, એનું રહસ્ય છે. એણે પ્રજાને એક વીરનાયકોના વ્યકિતત્વ અને નૈતિક જીવનની સર્વમાન્ય પશ્ચાદભૂમિ (બેકગ્રાઉન્ડ) આપી છે. મારા બચપણની જૂનામાં જૂની યાદો આ મહાકાવ્યોની વાર્તાઓ મારી મા કહેતી, એમાં સચવાયેલી છે. જેવી રીતે યુરોપ – અમેરિકાના બાળકોને પરીકથાઓ અને સાહસકથાઓ યાદ રહેતી હોય છે.

હું માનતો નથી કે આ વાર્તાઓના વાસ્તવિકતામાં સાચી હોય એ વાતને બહુ મહત્વ આપી હું એની સાથે જોડાયો હોઉં. એમાંના ઘણા જાદૂઈ અને અંધશ્રઘ્ધાપૂર્ણ તત્વો સાથે હું સંમત પણ નથી. પણ એ મારા કલ્પનાવિશ્વમાં મને સાચી લાગે છે. મારા મનમાં (પશ્ચિમના ઘણા સાહિત્યની) અવનવી અસરો છતાં ભારતીય મિથક (માયથોલોજી – પ્રાચીન માન્યતાઓ / સાહિત્ય / પુરાણકથાઓ) ની આવી અમીટ છાપ હોય, તો હું અનુભવી શકું છું કે ખાસ કરીને અશિક્ષિત લોકોના મનમાં આ પ્રાચીન મિથકની કેવી અસર હશે! આ અસર નૈતિક અને સાંસ્કૃતિક (મોરલી એન્ડ કલ્ચરલી) બંને રીતે સારી છે, અને આ કથાઓના સૌંદર્ય કે કલ્પનાશીલ પ્રતીકોનો નાશ કરવાનું કે ફગાવી દેવાનું હું ધિક્કારું છું!’’

(જવાહરલાલ નહેરૂ. સોનિયા ગાંધીના દાદાસસરાના પ્રત્યેક ભારતીયે વાંચવા જેવા પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’ના ચોથા પ્રકરણના બારમા ખંડમાં, ૧૯૪૪)

*

‘‘સામાન્ય રીતે કાવ્યના બે વિભાગ પાડી શકાય. કોઈ કાવ્ય એકલા કવિની કથા હોય છે, જયારે કોઈ જનસમૂહની કથા હોય છે…. બીજા પ્રકારના કવિ એવા હોય છે, જેમની રચના દ્વિરા એક સમગ્ર દેશ, એક સમગ્ર યુગ પોતાના હૃદયને, પોતાની અનુભૂતિને વ્યકત કરી તેને મનુષ્યમાત્રની ચિરંતન મિલકત બનાવી દે છે આ બીજા પ્રકારના કવિ મહાકવિ કહેવાય છે. સમગ્ર દેશ વા સમગ્ર જાતિની સરસ્વતી એમના દ્વારા પ્રગટ થાય છે…. રામાયણ – મહાભારત તો જાણે જાહનવી અને હિમાચલની માફક ભારતના જ છે. વ્યાસ અને વાલ્મિકિ તો નિમિત્તમાત્ર છે. વસ્તુતઃ વ્યાસ અને વાલ્મીકિ તો કોઈના નામ નહોતા એ તો નામની ખાતર રાખેલા નામ છે… કવિ પોતાના જ કાવ્યના અંતરાલમાં એટલો બધો લુપ્ત થઈ ગયો છે.

આઘુનિક કોઈ કાવ્યમાં આટલી વ્યાપકતા જણાતી નથી… ભાષાનું ગાંભીર્ય, છંદનું મહાત્મય અને રસની ગંભીરતા ગમે તેટલા હોય, તથાપિ તે દેશનું ધન નથી, પુસ્તકાલયનું ભૂષણ માત્ર છે… ભારતની ધારાએ પણ બે મહાકાવ્યમાં પોતાની કથા અને સંગીતને સંઘર્યા છે… હું એટલું તો નક્કી કહી શકું કે ભારતવર્ષે રામાયણ – મહાભારતમાં પોતાનું કંઈ પ્રગટ કરવું બાકી રાખ્યું નથી. અને તેથી જ સૈકા પર સૈકા વહી ગયા છે. છતાં રામાયણ – મહાભારતનો સ્ત્રોત ભારતવર્ષમાં લેશમાત્ર પણ ક્ષીણ થતો નથી. ગાંધીની દુકાનની માંડીને રાજાના પ્રાસાદ (મહેલ) પર્યંત સર્વત્ર તેમને સરખું સન્માન મળે છે. ધન્ય છે તે કવિ યુગલને (વ્યાસ – વાલ્મીકિ) જેમની વાણી સો સો પ્રાચીન શતાબ્દીનો કાંપ સતત લઈ આવી ભારતવર્ષની ચિત્તભૂમિને આજ પણ ફળદ્રુપ કરે છે.

આ જોતાં, રામાયણ – મહાભારતને કેવળ મહાકાવ્ય કહે ચાલશે નહિ. તેઓ ઈતિહાસ પણ છે. ઘટનાઓનો ઈતિહાસ નહિ. કારણ કે, તેવો ઈતિહાસ તો અમુક સમયને અવલંબીને હોય છે. રામાયણ – મહાભારત તો ભારતવર્ષનો ચિરકાલનો ઈતિહાસ છે. અન્ય ઈતિહાસો કાળે કાળે બદલાયા છે. પણ આ ઈતિહાસ બદલાયો નથી… આ જ કારણથી રામાયણ – મહાભારતની સમીક્ષા અન્ય કાવ્યની સમીક્ષાથી ભિન્ન ધોરણે કરવી જોઈએ.

આદિકાંડના પ્રથમ સર્ગમાં વાલ્મીકિએ પોતાના કાવ્યને યોગ્ય નાયક કેવો હોવો જોઈએ એ નક્કી કરી, અનેક ગુણોનો ઉલ્લેખ કરી નારદને પૂછયું કે ‘કયા એક જ નરમાં સમગ્ર ગુણોની લક્ષ્મી મૂર્તિમંત થઈ છે? ત્યારે નારદે કહ્યું ‘એવો ગુણયુકત પુરૂષ તો દેવતાઓમાં પણ હું દેખતો નથી. પણ જે નરચંદ્રમામાં એ સઘળા ગુણો છે, તેની કથા સાંભળો’ રામાયણ તે નરચંદ્રમાની કથા છે… મનુષ્ય જ પોતાના ગુણે કરીને દેવતા થયો છે. મનુષ્યનો જ અંતિમ આદર્શ સ્થાપવા માટે ભારતના કવિએ મહાકાવ્ય રચ્યું છે… રામાયણની ખાસ ખૂબી એ છે કે તેણે એક ગૃહસ્થીને જ અત્યંત મોટી કરી બતાવી છે… આવા પ્રકારના વ્યકિત – વ્યકિત પરત્વેના અને મુખ્યત્વે કરીને ગૃહસંબંધો કોઈ પણ દેશના મહાકાવ્યમાં વર્ણનને યોગ્ય વિષય મનાયા નથી. આથી કેવળ કવિનો નહિ, પણ ભારતવર્ષનો પરિચય થાય છે. ગૃહ અને ગૃહધર્મ એ ભારતવર્ષને કેવા મહત્વના છે, એ આ વાત પરથી સમજાશે. આપણા દેશમાં ગૃહસ્થાશ્રમને અત્યંત ઉચ્ચ સ્થાન આપવામાં આવતું હતું.

હું માત્ર આટલી જ વાત જણાવવા માંગુ છું કે વાલ્મીકિના રામચરિત્રની કથાને વાચકવર્ગે કેવળ કવિનું કાવ્ય માનવું નહિ, તેને ભારતવર્ષનું રામાયણ સમજવું… એટલું સ્મરણમાં રાખવાનું છે કે, કોઈ ઐતિહાસિક ગૌરવવાર્તા નહિ, પણ પરિપૂર્ણ મનુષ્યનું આદર્શ ચરિત્ર સૂણવાની ભારતવર્ષે આકાંક્ષા કરી હતી… ભારતવાસીને રામ, લક્ષ્મણ, સીતા જેટલા સત્ય લાગે છે, તેટલા તેના ઘરના માણસો પણ તેને સત્ય લાગતા નથી.’’

(રવિન્દ્રનાથ ટાગોર, ‘રામાયણના પાત્રોની સમાલોચના’ ગ્રંથની પ્રસ્તાવનામાંથી, ૧૯૦૩)

*

‘‘રામઘૂનમાં જે ‘રાજા રામ’, ‘સીતા રામ’નું રટણ થાય છે, તે દશરથનંદન રામ ન હોય તો બીજો કોણ?… રામ કરતાં રામનામ મોટું છે. હિંદુ ધર્મ મહાસાગર છે. તેમાં અનેક રત્નો પડેલા છે. જેટલા ઊંડા જાઓ તેટલા વધારે રત્નો મળે. હિંદુ ધર્મમાં ઈશ્વરના અનેક નામ છે. હજારો લોકો રામ અને કૃષ્ણને ઐતિહાસિક વ્યકિતઓ માને છે વળી તે લોકો માને છે કે દશરથના પુત્રરૂપે ઈશ્વર પૃથ્વી પર અવતાર લીધો અને તેમની પૂજા કરવાથી માણસને મુકિત મળે છે. આવું જ શ્રીકૃષ્ણને વિશે મનાય છે. ઈતિહાસ, દંતકથા અને સત્ય એટલા બધાં ઓતપ્રોત થઈ ગયા છે કે તેમને છૂટાં પાડવા અસંભવિત છે. હું તો બધા નામો કાયમ રાખીને બધામાં નિરાકાર, સર્વવ્યાપી રામને જ જોઉં છું. મારો રામ સીતાપતિ, દશરથનંદન કહેવાતો, છતાં સર્વશકિતમાન ઈશ્વર જ છે…’’

(મહાત્મા ગાંધીજી, હરિજનબંઘુ, ૧૯૪૬)

*

‘‘મને રામકથા ખૂબ જ ગમે છે. તેમાં લડાઇ છે- જેટલી ભયાનક હોઇ શકે એટલી ભયાનક લડાઇ છે. પણ એ દેશ જીતવાની કે કોઇનું રાજય પડાવી લેવા માટેની લડાઇ નથી. રામકથા એ રાજકથા નથી, સમાજકથા છે. આપણું ઘર એ આપણી અયોઘ્યા છે. રામાયણમાં આવતા બધા જ પાત્રો આપણી આ સંસારકથામાં છે- રામથી રાવણ સુધી, જટાયુથી હનુમાન સુધી, મંથરાથી મંદોદરી સુધી… એટલે રામકથા કોઇ એક ધર્મની નથી. કોઇ એક દેશની નથી, કે કોઇ એક કાળની નથી.’’

(રમણલાલ સોની, મૃત્યુ પૂર્વેના અંતિમ ગ્રંથમાં, ૨૦૦૬)

* * *

રીડર બિરાદર, નેચરલી અહીં જે કંઇ પીરસવામાં આવ્યું છે, એ સિલેકટેડ એડિટેડ વર્ઝન છે! (નહિં તો આપણી આ વાતચીતની જગ્યા જ કયાંથી રહે?) પણ આ એવા શબ્દો છે, જે ઘ્યાનથી વાંચવા- સમજવાથી તાજેતરમાં ચાલતા ઘણાં કન્ફયુઝનનું વાસ્તવિક અને વ્યવહારિક સોલ્યુશન મળી શકે. આ કોઇ તિલકધારી, ખેસધારીની રામ-હનુમાનના નામે થયેલી નારાબાજી નથી. આ વૈચારિક ‘ચક્કાજામ’ છે. મોરારિબાપુ જેવા કોઈ મરમીને મજા પડે તેવો. નગીનદાસ સંઘવી સરીખા કોઇ સંશોધક પંડિત માટેનો !

એકસાથે એટલા બધા મુદ્દાઓ ફૂટી નીકળ્યા છે કે બધાની અંદરોઅંદર ભેળસેળ થઇ ગઇ છે. રામનું ઐતિહાસિક અસ્તિત્વ કે તેનો અભાવ કંઇ ભારતમાં પહેલીવાર ચર્ચામાં આવ્યા છે, એવું નથી. અત્યાર સુધી એ સંશોધકોનો વિષય હતો, અચાનક એ રાજકારણને લીધે કોમનમેનના ખોળામાં આવી પડયો છે. અને આપણે લોકો પોતે મૂળ પ્રાચીન ટેકસ્ટનો નિષ્પક્ષ અભ્યાસ કરવાની ફુરસદ કે દાનત કશું જ ધરાવતાં નથી. માટે રામાયણ / મહાભારત કે વેદ-પુરાણ અંગેની આપણી સમજ પોપ્યુલર બની ગયેલી કહાનીઓ અને એના લેખકો-વકતાઓએ પોતપોતાની રીતે કરેલા સગવડિયા (અને મોટેભાગે સંતુલિત નહીં એવા અહોભાવમંડિત આદર્શવાદી) અર્થઘટનોમાંથી જ આવે છે. એમાં પાસ્ટ વઘુ, પ્રેઝન્ટ ઓછું અને ફયુચર નહિવત હોય છે.

જગતની કોઇપણ સરકાર અદાલતમાં ઇશ્વરના અસ્તિત્વના કેસ ચલાવી શકવાની નથી. જીસસ સન ઓફ ગોડ હોવાના કે મોહમ્મદસાહેબ અલ્લાહના આખરી પયગંબર હોવાના કાનુની પુરાવા કયાં છે? આઘુનિક અમેરિકન ચલણમાં રાષ્ટ્રીય મુદ્રાલેખ છાપવામાં આવે છે : ઇન ગોડ વી ટ્રસ્ટ! (સરખામણીએ ભારતનો મુદ્રાલેખ વઘુ વૈજ્ઞાનિક છેઃ સત્યમેવ જયતે!) ઇંગ્લેન્ડના બ્લુ બેકગ્રાઉન્ડના રાષ્ટ્ર ઘ્વજમાં દેખાતા ત્રણ લાલ ક્રોસ સેન્ટ એન્ડ્રુ, સેન્ટ પેટ્રિક, સેન્ટ જયોર્જના છે! ઇસ્લામિક દેશોમાં તો ‘ફેઇથ’ (શ્રદ્ધા) એ જ ફેકટ (સત્ય) છે!

ગુંચવાડો એ છે કે અસ્તિત્વના સિદ્ધ પ્રમાણો શોધવા હોય તો પણ ખ્રિસ્તી- ઇસ્લામ ધર્મના હજુ પણ મળે છે, કારણ કે એ પ્રમાણમાં નવા છે. હજાર-બે હજાર વર્ષ પહેલાંના ઘણાં અવશેષો પૃથ્વી પર બચ્યા છે. ડિટ્ટો જૈન, બૌદ્ધ ધર્મ. પણ સનાતન (હિન્દુ) ધર્મ આ બધાથી વઘુ જૂનો છે. કાળના પ્રવાહમાં એના ખાસ પુરાવા બચ્યા નથી. વળી, એની મૂળભૂત આદત જ ડોકયુમેન્ટેશન પ્રત્યે ઉદાસીનતાની છે. સમય જતા અઘ્યાત્મનું સ્થાન કર્મકાંડે અને પ્રજ્ઞાનું સ્થાન એમાં મિથ્યાભિમાને લીઘું છે.

માટે રામ કે કૃષ્ણ, ભારતમાં સાબિતી નહિ, પણ સ્વીકૃતિનો જ વિષય રહ્યો છે. કાકાસાહેબ કાલેલકર કહેતા એમ ભારત માટે આ બે જ ‘રાજા’ છે. બાકીના રાજાઓ પણ એમના સેવક છે! સરદાર પટેલે ભારતના રજવાડાંઓનુ એકીકરણ શરૂ કર્યું ત્યારે ત્રાવણકોરના મહારાજાએ ‘મારૂં રાજય તો ભગવાન પદ્મનાભનું છે, અને હું તો ભરતની જેમ એનો કેરટેકર રખેવાળ છું, એટલે મારાથી જોડાણના દસ્તાવેજ પર સહી કેવી રીતે થાય?’ એવું ગતકડું ચલાવ્યું હતું!

એક ફિલ્મની સ્ટોરી પણ બીજા દિવસે દોસ્તોને સંભળાવો. એમાં બે ચાર વાકયો / પ્રસંગોમાં ફેરફાર થઇ જાય છે. તો હજારો વર્ષો પહેલાં રચાયેલી કોઇ કૃતિમાં કેટલા પરિવર્તનો આવતા જાય! પ્રાચીન ભારતમાં મનગમતા પાત્રોને લઇ પોતપોતાના દ્રષ્ટિકોણથી વાત મૂકવાનો / ટીકા કરવાનો / જાતીયતાનો છોછ નહોતો. (ધાર્મિક લાગણી દુભાવાના પ્રતિબંધો તો અર્વાચીન ભારતની ખાસિયત છે!) માટે કેટલાય પુરાણોમાં એકબીજાથી વિરોધાભાસી લાગે એવી રીતે રામકથા કહેવાઇ છે. (સેમ્પલઃ શિવપુરાણ મુજબ હનુમાન શિવપુત્ર છે). વળી રામકથાના રસને લીધે ભાસથી ભવભૂતિ, કાલિદાસથી ભોજ સુધીના અનેક સમર્થ સંસ્કૃત શબ્દશિલ્પીઓએ એમાં પોતપોતાના રંગો ભેળવીને એની જુદી જુદી ‘રિમેક’ કરી છે. એ ઉપરાંત વળી સમયાંતરે મૂળ રામાયણ કરતા વધુ લોકપ્રિય એવા ‘રામચરિતમાનસ’ની ‘રિ-મેક’ની માફક જેમ જે-તે સ્થળકાળના આગવા (અને એકબીજાથી અલગ) રામાયણો બનતાં ગયા છે.

ભુશંડી રામાયણ, અનંદ રામાયણ, અદ્દભૂત રામાયણ, ચંપૂ રામાયણ, અઘ્યાત્મ રામાયણ જેવા અટપટા રામાયણો રચાયા છે. કોઇમાં હનુમાન રામના ભાઇ છે, કોઇમાં સીતા મંદોદરીની દીકરી છે! જૈન રામાયણોમાં જૂના વાસુદેવ હિન્ડી મુજબ લક્ષ્મણ રાવણને મારે છે. સંખ્યાબંધ જૈન રામાયણોની જેમ અઢળક બૌદ્ધ રામાયણો રચાયા છે. બૌદ્ધ ભિખ્ખુઓના ફેલાવા સાથે એ બધા અગ્નિ એશિયાના ઇન્ડોનેશિયાથી ચીન- જાપાન સુધી પહોંચ્યા. લોકવાર્તાની જેમ એમાં કેટલુંય ફરી ગયું. કોઇમાં રામ-સીતા, ભાઇ-બહેન થઇ ગયા! થાઇલેન્ડ- મ્યાનમારમાં તો રાજાઓના નામ રામ હતાં! થાઈલેન્ડની પૂર્વ રાજધાની જ અયુથયા હતી ને એરપોર્ટ પર જ રામ-રાવણના શિલ્પો કોઈ આસ્તિક ગણાઇ જવાના સ્વદેશી છોછ વિના છે ! ઉપરાંત ભારતના રાજયેરાજયના બેસુમાર રામાયણો છે!

ગુજરાતીઓને કદાચ ખબર પણ નથી કે આવા અડાબીડ જંગલ વચ્ચે શકય એટલું ગાળીચાળી મુળ શુદ્ધ રામાયણ પ્રગટ કરવાનું કામ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીએ ૧૯૫૪માં શરૂ કર્યું, અને દેશ-વિદેશના વિદ્વાનોના વિચારવિમર્શ પછી ૨૪ વર્ષે સંશોધિત આવૃત્તિના ૭ તોસ્તાન ગ્રંથો પ્રગટ થયા હતાં. ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટ ઓફ બરોડાએ પાંચ હજાર પાનાના સાત કાંડો ફકત અઢીસો રૂપિયામાં વેંચ્યા હોવા છતાં, કોઇ વાંચતુ નથી! હવે એ મળતા ય નથી. (રામપારાયણોમાં કે મંદિરોમાં કરોડો ખર્ચનારા ગુજરાતી ધનકુબેરોએ આવા જ્ઞાનયજ્ઞમાં કાણી કોડીનું ય દાન આપ્યું નહોતું!) બે હજાર જેટલી રામાયણની હસ્તલિખિત પોથીઓમાં ચકાસી ૮૬ અધિકૃત, જૂની પોથીઓ વડોદરા એકઠી કરવામાં આવી હતી. ૪૫ પોથી દેવનાગરીમાં હતી. દુનિયાની સૌથી જૂની હસ્તલિખિત પોથી ઇ.સ. ૧૦૨૦ની કાઠમંડુ (નેપાળ)ની હતી.

એમાંથી જે એકસમાન નીકળે એ જુદુ તારવ્યું, બાકીનાની શૈલી-વ્યાકરણ સાહિત્યિક, સાંયોગિક અને ઐતિહાસિક સંદર્ભમાં ચકાસણી થઇ. અક્ષરેઅક્ષર પર ઝીણવટપૂર્વક કામ કરીને વાલ્મીકી રામાયણનો મુળ પાઠ અને એમાં થયેલા ફેરફારોની નોંધો સહિત આ લગભગ સત્તાવાર રામાયણ પ્રકાશિત થયું છે. એનું મહાત્મ્ય કેવળ ધાર્મિક નથી એ સંસ્કૃત ભાષા, નામ, ક્રિયાપદ, વિશેષણ અને જે તે કાળની અસરોનો પણ દસ્તાવેજ છે. ૨૩૦૦-૨૪૦૦ વર્ષ પહેલાં પાણિનીના ‘અષ્ટાઘ્યાયી’ વ્યાકરણ ગ્રંથમાં વર્ણવાયેલા નિયમો બહારના ‘આર્ષપ્રયોગો’ વાલ્મીકી રામાયણમાં હોઇને એ ઓફિશ્યલી અઢી હજાર વર્ષ કરતાં જૂનું છે. (આ વાત ગ્રંથની છે, રામ જો થયા હોય તો એથી પણ જૂના હોઇ શકે છે!)

પણ આવી શાસ્ત્રીયતાની પિંજણમાં દિમાગ દોડે છે. ભારતીય પ્રજાના દિલમાં તો રામ એટલે વસેલા છે કે એની સૃષ્ટિ માત્ર કાલ્પનિક લાગતી નથી. એમાં એને પોતાના પારિવારિક જીવન, આદર્શ સંસ્કારોની ઝંખના તથા અશુભ પર શુભના વિજયનું ‘આઇડેન્ટીફિકેશન’ થાય છે. આ પ્રક્રિયા કાયદાપોથી કે પ્રયોગશાળાથી સમજાવી શકાય તેમ નથી.

ત્રણ દાયકા પહેલાં આવેલી ‘શોલે’ ફિલ્મનો ગબ્બર જો હયાત હોય એવું ઘરઘરાઉ ચરિત્ર બની જતો હોય, તો રાવણદહન કમસેકમ ત્રીસ દાયકાઓથી દશેરાએ થતું આવે છે! વીસમી સદીમાં સર્જાયેલા મીકી માઉસ કે ડોનાલ્ડ ડકના પાત્રોના ઘર બતાવતા ડિઝનીલેન્ડમાં ટોળા ઉમટતાં હોય તો રામાયણની વાનરસેનાનું બે-ચાર મિલેનિયમથી ‘બ્રાન્ડિંગ’ થતું આવે છે. શેરલોક હોમ્સ કે કેપ્ટન જેક સ્પેરો કે અનારકલી કે અલાઉદ્દીન કે હેરી પોટર કે ટારઝન જેવા પાત્રો ઇતિહાસમાં કયાંય દેખાતા નથી. પણ એવી સરસ રીતે લખાયા કે દર્શાવાયા છે કે એ ખરેખર હયાત હોય એવું માનવા મન લલચાય છે. ક્રિસમસમાં છવાઇ જતાં સાન્તાકલોઝનું કોઇ ઐતિહાસિક તો શું, ધાર્મિક અસ્તિત્વ પણ નથી, છતાં કોર્ટમાં એને પડકારવામાં આવે ત્યારે બાળમાનસની આશા અને શ્રદ્ધાની જીત દર્શાવતી ‘મિરેકલ ઓન થર્ટી ફોર્થ સ્ટ્રીટ’ની ફિલ્મની બબ્બે આવૃત્તિઓ અમેરિકામાં સુપરહિટ થઇ છે!

રામ-કૃષ્ણ નામના ‘લાર્જર ધેન લાઇફ’ વ્યકિતત્વોના જીવનના પ્રસંગોમાં કલ્પનાની રંગોળી પુરીને ગ્રંથો રચાયા હશે? ‘દા વિંચી કોડ’ જેવી નવલકથાની માફક ભાષા-ભૂગોળની વિગતો સાચી અને વાસ્તવિક લાગતા મૂળ પાત્રો અને પ્લોટ કાલ્પનિક એવી રીતે આ મહાકાવ્યો બન્યા હશે? વી ડોન્ટ નો. આ બધી જ કેવળ ભગવાનની વાણી – કહાણી છે અને પરમ સત્ય છે, એવી બેવકૂફીમાં મૂળ વાતના તલસ્પર્શી અભ્યાસ પછી મન માનતું નથી. આ બધી નરી વાહિયાત કવિતા છે, એવું એની અસર અને જે તે કાળની સાપેક્ષે સાહિત્યની અજોડ ગુણવત્તા જોતાં કહી શકાતું નથી!

જર્મનીમાં દેવની જેમ પૂજાતા કવિ ગૂથે (ગટે)ને વિવેચકોએ કહ્યું કે વાંચવામાં બહુ પ્રેરક, મનોરંજક, સુંદર લાગે એવી રોમન કથાઓ (ટાઈટન,વીનસ, હરકયુલીસ વગેરે) ખરેખર શંકાસ્પદ રીતે જૂઠી છે – ગૂથેએ જવાબ આપ્યો હતોઃ ‘જો રોમનો આવી બાબતોની કલ્પના કરવા જેટલા મહાન થઇ શકતા હોય, તો આપણે કમસેકમ એ માનવા જેટલા મહાન થઇ બતાવવું જોઇએ!’

કોઇ શક?

જય રામજી કી! રામ રામ ત્યારે…

ફાસ્ટ ફોરવર્ડ

 યાવત્‌ સ્થાસ્યંતિ ગીરયઃ સરિતઃ ચ મહિતલે

તાવત્‌ રામાયણકથા લોકેષુ પ્રચરિષ્યતિ

(વાલ્મીકિ રામાયણ, બાલકાંડઃ સર્ગ-૨, શ્વ્લોક ૩૬-૩૭)

ભાવાર્થ: ધરતી પર પહાડો અને નદીઓ રહેશે ત્યાં સુધી લોકોમાં રામાયણની કથા ફેલાતી જ રહેશે.

 # જુનો લેખ, રામનવમી નિમિત્તે, નવા રૂપે.

 
45 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 31, 2012 in heritage, india, religion

 

45 responses to “ઓ રામજી! બડા સુખ દીના …..

 1. શ્યામ-શુન્યમનસ્ક

  માર્ચ 31, 2012 at 11:13 પી એમ(PM)

  Good છે !!

  Like

   
 2. mahesh

  માર્ચ 31, 2012 at 11:22 પી એમ(PM)

  Jay,
  Atleast mention the name of Nagindas Sanghavi as you take information from his book ” Ramayan ni antaryatra”

  Like

   
  • jay vasavada JV

   માર્ચ 31, 2012 at 11:35 પી એમ(PM)

   ભાઈ, તો તમે લેખ શું વાંચ્યો? એમાં નામ તો છે જ. ને સંઘવીસાહેબ મારાં ખૂબ સારા વડીલ મિત્ર છે, અને હું તો એમનો આકંઠ ચાહક છું. ઘણી વાર ફોન પર વાતો કરીએ છીએ -એ તમારી જાણ ખાતર. જ્યાં જરૂરી હોય ત્યાં સંદર્ભ હું અચૂક મુકું છું. પણ ઘણી માહિતી અનેક સ્રોતમાંથી આવે છે. અહીં ઉલ્લેખ કરાયેલા રામાયણના વિવિધ વર્ઝન્સમાંના કેટલાક મારાં ઘરમાં પડ્યા છે! પણ એમનું મૌલિક વિધાન હોત તો એમના નામ, સાથે મુક્યું જ હોય. ગુજરાતી અખબારમાં ભાસ્કરમાં મારૂ નામ પૂર્તિમાં ના છપાય એ વણલખ્યો પ્રતિબંધ છે. એટલે અમુક વખતે ભાસ્કરના લેખકોના નામ વળતા જવાબમાં ઉડી જાય. પણ મેં તો ,મારાં એક વેકેશન આર્ટીકલમાં સંઘવી સાહેબનું આ પુસ્તક વાંચવા માટે ભલામણ કરી છે!

   Like

    
   • Naimish Vasoya

    એપ્રિલ 4, 2012 at 9:16 પી એમ(PM)

    Ekdum sachi vat chhe. Aajkal na bhanela ganela abhan akkal na authmiro bhagwan Ram ne court ma lai jashe?

    Like

     
 3. bansi rajput

  માર્ચ 31, 2012 at 11:40 પી એમ(PM)

  Jai Ramji ki….. good analysis asusual….:)

  Like

   
 4. Parin Shah

  એપ્રિલ 1, 2012 at 12:15 એ એમ (AM)

  It’s true – v watch movies lyk CLASH / WRATH OF TITANS (mythology)/ LEAGUE OF EXTRAORDINARY GENTLEMEN (fantasy) – but when it comes to talk bout Capt Nemo or Zeus of Perseus-the one (of course no Sam Worthington) – people here in our motherland are quite not-interested in reading it…. My wishes for BR Chopra and Sagars for making AMAR CHITRA KATHA of both heroic religious books

  Like

   
 5. mahesh

  એપ્રિલ 1, 2012 at 1:09 એ એમ (AM)

  jay,
  soorry & thanks for clarification

  Liked by 1 person

   
 6. swati paun

  એપ્રિલ 1, 2012 at 3:08 એ એમ (AM)

  ane kahevay real celebration of ramnavmi………………gr88888 sirji………morari bapu yad awi gaya………sir aya to bdha ne 1 vat mind ma besi gai 6 k …………..shrdha no ho vishay to purava ni si JARUR….emto kuran par kya paygambar ni sahi 6?

  Like

   
 7. Nevil

  એપ્રિલ 1, 2012 at 3:08 એ એમ (AM)

  JV SIr,
  As usual.An excellent article..But things u mentioned made me feel sad that U’ve some issues with Bhaskar..Can u elaboarte if u can?!!
  Regards,
  Nevil

  Like

   
 8. gopal Gandhi

  એપ્રિલ 1, 2012 at 8:29 એ એમ (AM)

  સમય જતા અઘ્યાત્મનું સ્થાન કર્મકાંડે અને પ્રજ્ઞાનું સ્થાન એમાં મિથ્યાભિમાને લીઘું છે.
  fully agree with it
  jevi rite exam ni taiyari kevi rite karvi avi rite jutha karm kando kaya che ne ani jagya e su karvu e please anavurt k spectro ma lakho evi vinti karu chu
  n great tribute on ram navmi

  Like

   
 9. PARTH

  એપ્રિલ 1, 2012 at 8:38 એ એમ (AM)

  adbhut…..

  Like

   
 10. Dominodeck (@dominodeck)

  એપ્રિલ 1, 2012 at 9:03 એ એમ (AM)

  very nice …keep writing such beautiful article…

  Like

   
 11. nirav

  એપ્રિલ 1, 2012 at 9:10 એ એમ (AM)

  Nothing to say ,

  All is well , Oh Chachu all is well…..

  Like

   
 12. hirensakhiya

  એપ્રિલ 1, 2012 at 9:20 એ એમ (AM)

  Ramanad Sagar’s Ramayana AND B.R.Chopra’s Mahabharata have greatly visualizes Both Epic to All indians

  Like

   
 13. marooastro

  એપ્રિલ 1, 2012 at 9:38 એ એમ (AM)

  jai siaram, ram ram hare ram ram ram hare hare. manilal.m.maroo marooastro@gmail.com

  Like

   
 14. jigisha79

  એપ્રિલ 1, 2012 at 10:48 એ એમ (AM)

  ગૂથેએ જવાબ આપ્યો હતોઃ ‘જો રોમનો આવી બાબતોની કલ્પના કરવા જેટલા મહાન થઇ શકતા હોય, તો આપણે કમસેકમ એ માનવા જેટલા મહાન થઇ બતાવવું જોઇએ!’ – Brilliant ending to this informative and eye opening article. So, true that so millions are spent after huge temples and billions are credited in such trust’s accounts but rarely they care about the truth or the real meaning behind these legends or try to implement at least one quality of them in their lives. However sir, I would like to share this link which I am sure we all net users have came across
  “http://krishna.org/nasa-images-discover-ancient-bridge-between-india-and-sri-lanka/”

  When I first saw this I felt so proud that all the great Ramayan I have always heard so many times from my grandma and never had any doubt of its not being true, now has a proof of its being true too. 🙂

  warm regards,
  Jigisha

  Like

   
 15. Ripal Shah

  એપ્રિલ 1, 2012 at 11:54 એ એમ (AM)

  JV,
  It was a pleasure reading your articles on “The Prince”. Atleast someone is taking the pain to go beyond Indian authors. The other masterpiece is Art of War. It will be great to have your article on that.
  These two books were recommended to me by my client cum mentor.
  These are political strategy masterbooks.

  Like

   
 16. એક શુભેચ્છક

  એપ્રિલ 1, 2012 at 12:16 પી એમ(PM)

  તમે અખાત્રીજ પર વિદ્યા બાલન સાથે લગ્ન કરી રહ્યા છો એવું અપ્રીલફૂલ ફિલ્લમ ચિલ્લમ માં છે(જે તમે વાંચ્યું જ હશે). તે સાચું પડે તેવી શુભેચ્છા અને એ લેખ પર તમારા હાસ્યલેખની એક અપેક્ષા.

  Like

   
 17. Jainesh

  એપ્રિલ 1, 2012 at 1:11 પી એમ(PM)

  વાહ વાહ વાહ વાહ

  Like

   
 18. Jignesh Rathod

  એપ્રિલ 1, 2012 at 1:13 પી એમ(PM)

  This article is one of the great solution on “ram-ravan hata ke nahi?”debate.

  જર્મનીમાં દેવની જેમ પૂજાતા કવિ ગૂથે (ગટે)ને વિવેચકોએ કહ્યું કે વાંચવામાં બહુ પ્રેરક, મનોરંજક, સુંદર લાગે એવી રોમન કથાઓ (ટાઈટન,વીનસ, હરકયુલીસ વગેરે) ખરેખર શંકાસ્પદ રીતે જૂઠી છે – ગૂથેએ જવાબ આપ્યો હતોઃ ‘જો રોમનો આવી બાબતોની કલ્પના કરવા જેટલા મહાન થઇ શકતા હોય, તો આપણે કમસેકમ એ માનવા જેટલા મહાન થઇ બતાવવું જોઇએ!’

  કોઇ શક?
  na j hoy, JV d great.

  Like

   
 19. nitin

  એપ્રિલ 1, 2012 at 1:21 પી એમ(PM)

  ગુજરાતીઓને કદાચ ખબર પણ નથી કે આવા અડાબીડ જંગલ વચ્ચે શકય એટલું ગાળીચાળી મુળ શુદ્ધ રામાયણ પ્રગટ કરવાનું કામ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીએ ૧૯૫૪માં શરૂ કર્યું, અને દેશ-વિદેશના વિદ્વાનોના વિચારવિમર્શ પછી ૨૪ વર્ષે સંશોધિત આવૃત્તિના ૭ તોસ્તાન ગ્રંથો પ્રગટ થયા હતાં. ઓરિએન્ટલ ઇન્સ્ટિટયુટ ઓફ બરોડાએ પાંચ હજાર પાનાના સાત કાંડો ફકત અઢીસો રૂપિયામાં વેંચ્યા હોવા છતાં, કોઇ વાંચતુ નથી! હવે એ મળતા ય નથી– જીભાઇ, તમે વાચ્યું છે? વાચ્યું હોઈ તો થોડી તેની વાત કરોને !!! બાકી મને અલ્લ્વ્ય્સ થઇ છે કે તમે જે વાત લાખો છો તે મને મારા મન ની વાત જ લાગે છે

  Like

   
 20. Vishal

  એપ્રિલ 1, 2012 at 2:00 પી એમ(PM)

  Jo Ram nu naam leva thi / tema leen thai java thi, Jalaram thai java tu hoy to ae Ram ne mara Pranam.

  Like

   
 21. parikshitbhatt

  એપ્રિલ 1, 2012 at 2:24 પી એમ(PM)

  પ્રિય જયભાઈ; આપણે એકવાર ફોન પર વાત થઈ હતી(સંદર્ભ-શિવજીના માથા પરના ચંદ્રની તિથીની)અને તમે કહ્યું હતુ-ભારતમા અનેક ગ્રંથો;વેદો;પુરણો અને અન્ય સાહિત્ય છે;પણ ક્યુ “ઓથેન્ટિક” કહેવાય એ બાબતે અનેક મતભેદ છે;અને રહેશે…આવુ ક્રિશ્ચન કે મુસ્લિમ ધર્મમા નથી…એ માટે બાઈબલ કે કુરાન એટલે ફાઈનલ ઓથોરિટી…સાવ સાચી વાત છે…પણ આ વિવિધતા(ગ્રંથો અને લોકોની)માં પણ ક્યાંક જાણ્યે-અજાણ્યે એકતા છે;અને એમાં જ આપણી ભારતીયતાની;અને આપણા જીવની મઝા છે…જેમ મેઘધનુષી રંગોની મઝા છે;તેમ…અને એટલે જ કહ્યુ છે(તુલસીદાસજીએ જ)-‘તુલસી ઈસ સંસારમેં ભાંતી ભાંતી કે લોગ…’આપણા સૌ માટે શ્રેષ્ઠ એ છે; કે સમય સાથે તેના સંદર્ભો સમજીએ અને તેના નવા;યોગ્ય અને વ્યવહારીક અર્થઘટનો કરીએ અને આગળ વધીયે…એમાં જ સૌનું સાચું શ્રેય છે…

  Like

   
 22. SATISH DHOLAKIA

  એપ્રિલ 1, 2012 at 4:11 પી એમ(PM)

  સુન્દર છણાવટ…રામાયણ -મહાભારત અંગે થતા તર્ક વિતર્કો નો અંત આણ્યો છે,સરળ ભાષા મા..! ગાધીજી એ યોગ્ય જ કહ્યુ છે…ઘર એ આપણી અયોઘ્યા છે. રામાયણમાં આવતા બધા જ પાત્રો આપણી આ સંસારકથામાં છે- રામથી રાવણ સુધી, જટાયુથી હનુમાન સુધી, મંથરાથી મંદોદરી સુધી… એટલે રામકથા કોઇ એક ધર્મની નથી. કોઇ એક દેશની નથી, કે કોઇ એક કાળની નથી.’’..અને સૌથી સચોટ અવલોકન છેઃ-સમય જતા અઘ્યાત્મનું સ્થાન કર્મકાંડે અને પ્રજ્ઞાનું સ્થાન એમાં મિથ્યાભિમાને લીઘું છે…..આનન્દ.. આનન્દ…

  Like

   
 23. manhar bagal

  એપ્રિલ 1, 2012 at 7:16 પી એમ(PM)

  Lekh saras, Vyasji a lakhel BHAGVAT GEETA Bhagvan Sri Krushna namukhe Yudh ma gayel chhe tem batavi…. Is it possible to sing in yudh…???? Attayare desh ma yudh ladva daru godo nathi teni bumran chhe pan A AAdarsh MAHA PURUSNU prbhutva ketlu ..? teth
  ni aajni tarikhe pan aapne boliye chhiye ke BHGVAN SRI KRUSHNA E “GEETA MA KAHIU CHHE KE…..??? ane etlej e MAHA GRANTHO CHHE….. MAHA KAVYO CHHE. Thanks to heared me….

  Like

   
 24. Dipen

  એપ્રિલ 1, 2012 at 7:45 પી એમ(PM)

  Aapani desh ni kamnasibi e chhe ke desh ni praja e chunteli kendra sarkar j nyayalay ma efidevit karave chhe ke prabhu Shri Ram hovani koi sabiti hayat nathi etle raam setu todi devu joie. Jyare Ram setu j sauthi motu praman chhe ke Prabhu Shri Ram aa dharati par raaj karyu chhe. Koi pan sarkar jyare loko ni aastha ne todi padava kayada ni aanti gunti lai ne potano ullu sidhho kare chhe tyare tenu patan nishchit j hoy chhe. Shradhha `thi ishawar no sastkar pan thato hoy chhe pan jem ne darek vastu ma praman ane sabiti j joie chhe emne koi kevi rite samjavi sake??

  Like

   
 25. himanshu joshi

  એપ્રિલ 2, 2012 at 1:08 એ એમ (AM)

  Nehru is nana sasra of soniya gandhi.
  Dada sasra was. . . I never heard about him. . .

  Like

   
 26. surya

  એપ્રિલ 2, 2012 at 9:32 એ એમ (AM)

  જય ભાઈ , એમએસ યુનીવર્સીટી એ રામાયણ ઉપર સંસોધન કરી ને જે ગ્રંથો બહાર પડયા હતા તે નગીનદાસ ભાઈ ની ” રામાયણની અંતર યાત્રા” વાંચી હતી ત્યારથી તે વિષે માહિતી મેળવી ને ગોતતો હતો અપના લેખથી ફરી વાર તે વિષે માહિતી મળી. મને પણ તે ગ્રંથોમાં રસ હોય તેને મેળવવાનો કોઈ રસ્તો ખરો?

  Like

   
 27. hiral dhaduk

  એપ્રિલ 2, 2012 at 10:58 એ એમ (AM)

  very nice article as usual!!!!!!!.

  Like

   
 28. Mahesh Prajapati

  એપ્રિલ 2, 2012 at 12:42 પી એમ(PM)

  Excellent!

  You are right. The authenticity of the charactors of the Ramayana and Mahabharata will never be explained until we can built a vehicle which can travel back in history. 🙂

  Like

   
 29. Kanchit Modi

  એપ્રિલ 2, 2012 at 6:17 પી એમ(PM)

  Wish U Happy Wedding Life JAY bhai, If I am not (april ) fool

  Like

   
 30. mannwithuforever

  એપ્રિલ 3, 2012 at 7:15 એ એમ (AM)

  The people who thought about Ram & Krishna and the whole drama beyond 5000 to 10000 years ago….. are more powerful than God…….. by the way Fillam Ni Chillam article was about you….. So, beware of Dirty Girl…..

  Sir, You already married with the Literature, Science, Films, Art, ……….. So, all the best….

  Like

   
 31. Bhupendrasinh Raol

  એપ્રિલ 3, 2012 at 8:31 એ એમ (AM)

  પુરાણો આપણે જીવતા હોઈએ છીએ. ચંદ્ર ગુરુ બૃહસ્પતિની પત્નીને લઈને ભાગી ગયેલો. આજે કોઈ રૂપકુમાર રાઠોડ ગુરુ પત્ની સોનાલીને લઈને ભાગી જતો હોય છે. આપણી પુરાણ કથાઓ અને ગ્રીક, રોમન પુરાણ કથાઓમાં ઘણું સામ્ય મળી આવતું હોય છે. હમણાં ઓડીસી મુવી જોતો હતો, લગભગ રામાયણને મળતું લાગ્યું. ધનુષ પર પણછ ચડાવવાનો પ્રયત્ન થતો જોઈ સીતા સ્વયંવર યાદ આવી ગયેલો. ટીવીમાં એક ધાર્મિક સરઘસ જોએલું. મધર મેરીનું સ્ટેચ્યુ ઊભું હતું લાંબી રથ જેવી ટ્રકમાં. સ્ટેચ્યુ આજુબાજુ થોડા પ્રીસ્ટ ઉભા હતા. ખૂબ ભીડ હતી, લોકોના ખભે નાના બાળકો હતા. જેમતેમ કરીને બાળકો લઈને રથ પાસે પહોચી જતા, પેલા ઉપર ઉભેલા પ્રીસ્ટ બાળકને લઈને મધર મેરી આગળ ફેરવીને પાછું સોપી દેતા. જો આપે જોયું હોય કે નહિ ખબર નથી, પણ ગાંધીનગર પાસે રૂપાલમાં પલ્લીનો મેળો નવરાત્રી આઠમે નીકળે છે. માતાજીનો રથ નીકળે છે. રથમાં મૂર્તિ નહિ, પણ યજ્ઞ પ્રગટતો હોય છે. હજારો કિલો ચોખ્ખું ઘી ચડાવાય છે. ખૂબ ભીડ હોય છે, નાના બાળકો ખભે લઈને લોકો માંડ માંડ રથ પાસે પહોચે છે, ઉપર ઉભેલા લોકો બાળકને એક હાથે ઉચકી લઈને જ્વાલા નજીક ફેરવીને નીચે આપી દેતા હોય છે. બંને દ્રશ્યોમાં એટલું બધું સામ્ય લાગ્યું કે ના પૂછો વાત. મેં જાતે રૂપાલમાં બધું જોએલું છે. સ્ટીવન હોકિન્સના મુખે સાંભળેલી વાત.

  સેન્ટ્રલ આફ્રિકાની બોશોન્ગો(Boshongo) જાતિમાં યુનિવર્સની ઉત્પત્તિ વિષે એક વાર્તા છે.શરૂઆતમાં ખાલી ગહન અંધકાર,પાણી અને મહાન ભગવાન બમ્બા(BUMBA)જ હતાં.બમ્બાનાં પેટમાં દુખાવો થયો.એમણે ઊલટી કરી.ઊલટીમાં પ્રથમ નીકળ્યો સૂર્ય,એણે થોડું પાણી સૂકવી ને રહેવાય તેવી જમીન ખાલી કરી આપી.હજુ દુખાવો ચાલુ હતો.ફરી વોમિટ કરતા ચંદ્ર પેટમાંથી બહાર નીકળ્યો,પછી થોડા પ્રાણીઓ જેવાકે દીપડા,મગર,કાચબા અને ફાઈનલી માણસ બહાર નીકળ્યા.
  જય ભાઈ , માનવ પ્રથમ પેદા થયો આફ્રિકામાં.ત્યાંથી પછી મિડલ ઈસ્ટ થઈને ભારતમાં પ્રવેશ્યો.સીધો પહોચ્યો દક્ષિણ ભારત.તામીલનાડુના ભાઈ વિરુમાંન્ડીના જિન્સમાં માનવ જાતમાં પચાસ હજાર વર્ષ પહેલા થયેલ માર્કર(મ્યુટેશન) મળ્યો છે.જુના આદિમ સમાજો માતૃપ્રધાન હતાં.આ બમ્બા તો આપણી અંબા નહિ હોય ને?પછી પુરુષપ્રધાન સમાજ રચાતા બમ્બા!!અંબા!!બમ્બા!!બ્રહ્મા?????શું માનવું છે?

  Like

   
  • chintanparmar

   એપ્રિલ 4, 2012 at 2:17 પી એમ(PM)

   Bhupendrasinh Raol,

   Srusti utpati vishe tame shu jano chho? Koi reference?

   Like

    
 32. GIRISH SHARMA, NAVSARI

  એપ્રિલ 3, 2012 at 10:23 એ એમ (AM)

  રામ એ શંશય નું પાત્ર નથી . રામ તો અસ્તિત્વ છે. તે જ રીતે કૃષ્ણ કઈ કલ્પના નથી. કૃષ્ણ સત્ય છે. રામ અને કૃષ્ણ એટલે ભગવાન . રામ અને કૃષ્ણ હતા કે નહિ એમ કહેવા કરતા રામ અને કૃષ્ણ છે જ એમ કહેવું અને માનવું.

  બસ એથી વિશેષ કોઈ વિચાર કે ચર્ચા હોઈ જ નાં શકે. રામાયણ અને મહાભારત પ્રત્યેક હિંદુ ની આસ્થા નું પ્રતિક છે. તેજ રીતે વ્યાસ કે વાલ્મીકી કે પછી તુલસીદાસ આ બધા છે જ.

  આવનારા બે હજાર વર્ષ પછી કોઈ લખશે કે જય વસાવડા નામનો એક સમર્થ સાહિત્યકાર અને પ્રવચનકાર સદેહે આ પૃથ્વી પર વિચર્યો હતો. ત્યારે લોકો એના પુરાવા માંગશે . ટેકનોલોજી ના કારણે જય વસાવડા ના પુરાવા જરૂર મળી જશે.

  પણ , વ્યાસ , વાલ્મીકી કે તુલસીદાસ નાં પુરાવા નહીં મળે.

  ભાઈ જય , તમે ભાગ્યશાળી છો કે તમારા પુરાવા મળી જશે પરંતુ રામ અને કૃષ્ણ ને શોધ્યા જ કરવા પડે.

  કેવું કહેવાય?

  શ્રુષ્ટી ના સર્જક નાં પુરાવા નહિ મળે, પણ સાહિત્ય ના સર્જક નાં પુરાવા જરૂર મળે.

  GIRISH SHARMA
  WRITER, POET AND JOURNALIST
  ENERGY AND ENVIRONMENT EXPERT
  NAVSARI
  GUJARAT
  MOBILE : 093761 11590

  Like

   
 33. champak

  એપ્રિલ 8, 2012 at 4:41 પી એમ(PM)

  મને કોઇ ભાઇ કેહતુ હતુ કે.. રામ ધારત તો વાલી-સુગ્રિવ બન્ને ને સમજાવી-મનાવી શકત.. વાલી મર્યો તે રામની ભુલ હતી..
  પણ આખી રામાયણ જોતા ક્યાંય વાલીપુત્ર-અંગદ રામ સાથે ગદ્દારી કરે છે એવૂ આપણી જાણમા નથી, નહી તો પોતાના સગ્ગા બાપ ને કોઇ મારી નાખે તેની સાથે શુ વફાદારી કરવી?
  જરુર તેના બાપની ભુલ હશે, અને તેનો ત્રાસ વધતો જતો હોવો જોયયે… એવૂ આના પરથી મને લાગે છે… અને તોજ રામે તેના રામ રમડ્યો હશે…

  Like

   
 34. champak

  એપ્રિલ 8, 2012 at 4:45 પી એમ(PM)

  રામ અને ક્રુષ્ણ આ ધરતી પર આવ્યા હતા કે નહી તેવૂ સમજુ માણશો એ પુછવુ ના જોઇયે, બે ક્લિક કરો ગુગલની.. પુરાવાનો ભંડાર આપની સામે છે

  Like

   
 35. Jayanti

  મે 4, 2012 at 11:13 એ એમ (AM)

  રામ એ વૈશ્વીક છે…..પ્રાચિન યુગો નો ઈતીહાસ ધરાવતા ઘણા દેશોના શહેરોના નામમા રામ નામ જોવા મળેછે…કદાચ આફ્રિકાથી પ્રારંભેલી સંસ્ક્રુતી ભારત થઈ આખા વિશ્વમા વિસ્તરી હશે….વિચારવા જેવુ ખરુ….

  Like

   
 36. pvirani

  મે 10, 2012 at 4:43 પી એમ(PM)

  જય,
  મે ક્યારેય કોઈ ગુજરાતીમાં લખાયેલી પી.એચ ડી. થીસિસ જોઈ નથી. પણ, હમણાં ઘણા સમયથી મને એક વિચાર આવે છે કે જે રીતે અંગ્રેજીમાં લખાતા ‘સ્કોલર્લી’ લેખો કે થીસિસમાં ‘in text referencing’ અને ‘Bibliography’ની પ્રથા છે તે રીતે ગુજરાતીમાં લખાતી થીસિસમાં આવું કંઈ હોય છે કે નહી?

  તમારા લેખ પરથી અને હવે જ્યારે ‘સફારી’ યાદ કરું છું ત્યારે યાદ આવે છે કે સાફારીના લેખને ‘રીસર્ચ આર્ટીકલ’ની કક્ષામાં મૂકી તો શકાય પણ તેમાં લખવામાં આવતી એક પણ કહેવાતી વૈજ્ઞાનિક થીયરીના દાવા સાથે બાજુમાં તેને લાગતા વળગતા મૂળ રીસર્ચ પેપરના કોઈ રેફરન્સ હોતા નથી.

  મને લાગે છે કે જો આપણી ભાષામાં લખાતા સાહિત્ય/કહેવાતા વૈજ્ઞાનિક લેખોમાં જો એક વ્યવસ્થિત રેફરન્સ ટાંકવાની પદ્ધતિસર આદત પડે તો આ જે રામાયણની બાબતમાં થયું તેવું ભવિષ્યમાં ન થાય અને દરેક માહિતી જો કોઈ અન્ય પુસ્તક/સાહિત્ય પર આધારિત હોય તો તેનો/તેની વાચક ઈચ્છે ત્યારે એ માહિતીનો મૂળ સ્ત્રોત જાની શકે અને આ સ્ત્રોત માટે ક્યાં જોવું તે પણ દરેકને ખબર હોય. ઉપરાંત કોઈ પણ માહિતીની ખરાઈ અંગે કોઈ શંકા હોય તો તે પણ દૂર થઇ શકે.

  હા, લેખકનું કામ કદાચ શરૂઆતમાં બમણું થઇ જાય પણ સમય જતા આવી પણ આદત પડી જતી હોય છે અને જો આ રીતે લેખ લખવામાં આવે તો આપના સાહિત્યમાં ‘indexing’ અને ‘documentation’ને લગતી ઘણી મુશ્કેલીઓ પ્રમાણમાં સહેલી બની શકે.

  Like

   
  • Sarthak Patel

   મે 12, 2012 at 1:09 એ એમ (AM)

   @pvirani,
   If it is a research article, going to be submitted/published in a journal, then it has to have referencing. It must be there even in Gujarati thesis though I haven’t read any thesis written in Gujarati either.
   The articles in ‘Safari’ can not be called research article since they do not contain any original research at all. They just contain an explanation of the research done by others. This are called popular science articles and they don’t have to have references, although some popular science magazines do have such references too, e.g., Nature. For Safari, or any such magazines, ‘research’ just means reading several other popular science magazines on a particular topic and then writing one article out of all this information in Gujarati. This has nothing to do with the actual scientific research at all.
   Giving references in usual books makes it too cumbersome to read for a common reader. However, some books do have referencing, e.g., ‘Sardar’ by Rajmohan Gandhi, or any book by Arun Shauri like Worshipping False Gods.
   Btw, this book by Arun Shauri, Worshiping False Gods, is about Babasaheb Ambedkar and how he fooled the nation. Arun Shauri has written it so well with a thorough referencing for each and every event and letters etc. that no Ambedkar worshiper could ever challenge it! There are several writers who write in English and some idiotic Gujarati ‘socialists’ or ‘baudhiko’ or ‘karmshil’ who have been criticizing Arun Shauri for writing this book but never could challenge any of the facts written in the book!
   Sarthak

   Like

    
   • pvirani

    મે 12, 2012 at 5:18 પી એમ(PM)

    Sarthak Patel,
    A ‘Research article’ doesn’t necessarily have to be creating a revolutionary new scientific theory of some sort. Even if the article is based on author’s readings, observations and presentations it would still be considered a ‘research article’. So, articles in Safari are in fact research articles. Not only that but also the fact that Nagendra Vijay or Harshal Pushkarna do tend to draw and present their conclusions on basis of what’s already been proven. Hence, they are indeed research papers.

    Referencing is compulsory in terms of publishing your stuff in peer-reviewed journals etc. But even in books referencing is rather a good practice. I did mention it above already that it may prove to be very tedious and time consuming. However, to me it’s not only about reading pleasure of the readers but also about crediting the original sources. Not only that but also clearly outlining the sources of one’s claims.

    For books like Ramayan where there are commentaries and commentaries of commentaries all over the places, it would be a rather good practice if the author of the commentary could in fact back their claims.

    Appreciate the information about Rajmohan Gandhi and Arun Shauri’s books. Cheers for that!

    Like

     
    • Sarthak Patel

     મે 12, 2012 at 9:45 પી એમ(PM)

     @pvirani,
     Thanks for your response.
     I didn’t say that a research article has to be creating a revolutionary new scientific theory or so. It can be any original scientific idea no matter how small or unimportant from a broad point of view it is.
     Safari, or any other popular science magazine, does not have any original scientific content. These magazines are just bridging the gap between the scientific research literature and the common people. We don’t need to argue about it since it is well-established: http://en.wikipedia.org/wiki/Popular_science

     Not only the popular science magazines lack of original scientific content (and the whole scientific methodology: http://en.wikipedia.org/wiki/Scientific_method. e.g., there is no original derivation/equations/original data plots etc. in an article about general relativity in Safari-Scope’s article) but also a big criterion missing: peer-reviewing. A scientific research article has to be thoroughly checked by the peers in that particular field. Safari-Scope does not have any such peer-reviewing process nor it can because the editors are not scientists themselves.

     All this doesn’t reduce the amount of contribution Safar-Scope has made! They have done a great job to Gujarat. But we as readers should be aware of the fact that the actual scientific research is done in a completely different and rigorous way, and that what we read in Safar-Scope is nothing but a simplification of the existing science in a way a general audience can understand and appreciate.

     Hope that helps.

     Sarthak

     Like

      
 37. Siddharth

  મે 11, 2012 at 5:34 પી એમ(PM)

  Great article, I found this which is also very effective. Pls friends, just for funn…

  Like

   
 38. Gopal Yadav

  માર્ચ 25, 2018 at 2:16 પી એમ(PM)

  રામનવમીનું ફરાળ થઈ ગયું.

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: