RSS

“વિકી ડોનર” થિએટરમાં જોવા જવાના ૧૯ કારણો :P

26 Apr

કારણ કે….

૧. અનુ કપૂર. અનુ કપૂર. અનુ કપૂર. કેમ અનુપમ ખેર, ઓમ પુરી અને બોમન ઈરાની અબખે પડી જાય એટલી વાર જોવા મળે છે ત્યારે આ એટલો જ વર્સેટાઈલ અભિનેતા મોટા પડદે વારંવાર જોવા નથી મળતો? ‘હમ’ની માફક એણે અહીં પણ ખાસ સંવાદઅદાયગીનો જે લહેકો પકડ્યો છે , એ ભારે લહેજતદાર છે. લાઉડ થયા વિના લાઉડ કેરેક્ટર કેમ ભજવી શકાય એની મિસાલ ખાતર.

૨. જે પ્લોટ પરથી દિવાળી અંકના ત્રણ પાનાં ભરાય એટલી ટૂંકી વાર્તા ય માંડ બને, એના પરથી બનેલી ૧૨૨ મિનિટની ફિલ્મ! મૂળ વાતનું પોત પાતળું હોવા છતાં માવજતને લીધે રીતસર ચોંટાડી રહી શકે એ અનુભવ

૩. પ્રોડ્યુસર જહોન અબ્રાહમે બાવડાં બતાવી કમાયેલા પૈસા બુદ્ધિ બતાવતી ફિલ્મમાં વાપર્યા , એ ‘મર્દાનગી’ માટે

૪. સ્પર્મ ડોનેશન જેવો સબ્જેક્ટ હોવા છતાં એક સાવ સાફસુથરી , ચોખ્ખીચણાક (અમોલ પાલેકરની ફિલ્મો ય થોડીક એડલ્ટ લાગે આની સામે તો એટલી ‘મેચ્યોર’!) સેન્સેટિવ સેટાયરિકલ ફેમિલી ફિલ્મ સર્જવા બદલ

૫. આધુનિક યંગસ્ટરને બદલે ૧૬ જીબીનો આઈ-ફોન જોઈ મોં મચકોડતા, ઇન્ટરકાસ્ટ મેરેજ માટે રાજી થતા ને વહુ સાથે બેસી ડ્રિંક લઇ શકતા ને તો ય મોટા બજેટની ફિલ્મોના એન.આર.આઈ.  કેરિકેચર જેવા હરગીઝ ના લાગતા બુઝુર્ગ ‘બીજી’ માટે

૬. લસ્સીની સોડમ નાકમાં આવી જાય એવી મઘમઘતી પંજાબી ફ્લેવરના દિલ-ખુશ ..ઓફ્ફો ‘દિલ્હી-ખુશ’ વઘાર માટે

૭. પડોશણ ફટાકડીના વાસ્તવિક ‘ચરિત્ર’ ચિત્રણના ચટાકા ચાખવા

૮. યમી ગૌતમ (લૂક એલાઈક ગાયત્રી જોશી ઓફ સ્વદેશ)ની ભાવવાહી આંખો અને ગાયેલા બંગાળી ગીત બિદેશીની માટે

૯. ટીવી બિગ સ્ક્રીનને  શાહરુખખાન, ઈરફાનખાન  અને રાજીવ ખંડેલવાલ પછી આયુષ્માન ખુરાના પણ આપી શકે છે , એ જોવા

૧૦. સિચ્યુએશન પુરી મેલોડ્રામેટિક હોવા છતાં સંવાદો (જુહી ચતુર્વેદી?)એકદમ સહજ અને સચોટ (અને છતાં ય જરૂરિયાત મુજબ ધારદાર અને/અથવા રમુજી – એ ય સાઈટ કે એસ.એમ.એસ.માંથી ઉઠાવ્યા વિના !) કેવા રહી શકે એના ક્યારેક જ બોલીવૂડમાં જોવા મળતા રિફ્રેશિંગ માવઠાં માટે

૧૧. પાની દા રંગ સોંગ….

૧૨. ‘પ્રોગ્રેસિવ’ ફિલ્મને ‘પ્રીચી’ બનાવવાની પુરી ખુજલી આવી શકે છતાં ય, બોરિંગ ભાષણીયા ઉપદેશના સદંતર અભાવનો ઉમદા ઉપકાર કંઈ જેવો તેવો કહેવાય ?

૧૩. પાત્રાલેખન શીખવાડતું બંગાળી પિતાનું પાત્ર. થોડા સ્ક્રીનટાઈમમાં ય કેટલા પાસા ઉજાગર કરી એક પાત્રને સંપૂર્ણ જીવંત માનવીય સ્પર્શ મળી શકે એનું ‘દેખીતું’ ઉદાહરણ સમજવા . દીકરી સાથે ભાવિ જમાઈના બેડરૂમ પરફોર્મન્સની ગુસ્સામાં ય ચર્ચા કરી શકતો બાપ એસ્ટાબ્લીશ થાય, એટલે પાછળથી એ એથી વધુ બોલ્ડ બાબતો અંગે દીકરીને ખુલીને થોડી મનોવૈજ્ઞાનિક વાત કહે એ સાવ જ નેચરલ લાગે છે.

૧૪. જગ્યા ના હોવા છતાં ઠંડી તાજી હવાની લહેરખીની જેમ પ્રવેશીને ફેલાઈ જતો સ્વીટ રોમાન્સ

૧૫. થોડામાં ઘણું કહી જતું નેરેશન. જેમ કે સતત ‘હેન્ડજોબ’ કરી ‘ઘસાયેલો હાથ’ જ્યોતિષી રેખાઓ ના દેખાય એટલે જોવાની જ ના પડે છે (ઓબ્ઝર્વેશન કર્ટસી : આજે જ જોવા સાથે બેઠેલો દોસ્ત ભૂપત પટેલ)

૧૬. જેમના દુ:ખે દુ:ખી, સુખે સુખી થઇ શકાય એવા નાયક -નાયિકા સાથે ‘કનેક્શન’ બનાવતા સુજીત સરકારના  દિગ્દર્શન કાજે. આજ તો ફિલ્મ માત્રની કરોડરજ્જુ હોય છે !

૧૭. હાસ્યની છોળો અને અનપ્રેડીકટેબલ  વળાંકો વચ્ચે ય પુરી ફિલ્મમાં જળવાતું વાસ્તવિક વાતાવરણ  – સ્પર્મ ડોનેશન માટે ઉપલબ્ધ કરતા ડબલ એક્સ મેગેઝિનથી શરુ કરી સિલ્વર જ્યુબિલીના કાર્ડવિતરણ સુધી !

૧૮. એક જરૂરી અને મહત્વપૂર્ણ મુદ્દા અંગે સાચો સામાજિક સંદેશ પુરી રસપ્રદ ઢબે આપવાની મૌલિક પહેલ બદલ. કેનેડિયન ફિલ્મ ‘સ્ટારબક’ કે હવે આવનારી હોલીવૂડની ‘બેબીમેકર્સ’માં સ્પર્મ ડોનેશનની વાત હોવા છતાં આ હિંદી ફિલ્મ પુરી ઓરિજીનલ અને શુદ્ધ ઇન્ડિયન છે.

૧૯. ‘વિકી ડોનર’ મફતમાં ઘેર બેઠાં નહિ, પણ થિએટરમાં જોવાય તો સુજીત સરકારને વધુ ફિલ્મ બનવવા મળે ને એમની પૂરી થઈને ફડચામાં પડેલી અમિતાભ બચ્ચનવાળી ‘જહોની મસ્તાના’ (શૂબાઇટ) પણ રિલીઝ થાય તો જોવા મળે ને !

 
49 Comments

Posted by on April 26, 2012 in cinema

 

49 responses to ““વિકી ડોનર” થિએટરમાં જોવા જવાના ૧૯ કારણો :P

  1. jaychirag

    April 26, 2012 at 7:22 AM

    Point noted Sirji. Waiting for this weekend.

    Like

     
  2. kp

    April 26, 2012 at 9:34 AM

    Already watched…On first day last show…
    I would say its a family watch with such a bold subject.It shows the peculiar and serious side of sperm donation with such non-chalance that it ceases to be taboo.

    Like

     
  3. Devang Soni

    April 26, 2012 at 10:11 AM

    Now its a must watch movie!

    Like

     
  4. Hari Modi

    April 26, 2012 at 10:38 AM

    જયભાઈ,
    આટલી સરસ પોસ્ટ આપવા બદલ આભાર.
    તમારો હું ઘણા વર્ષોથી ચાહક છું. ખાસ કરીને આપ કોઈ પણ ની શરમ રાખ્યા વગર નીડરતા થી અને સચોટતાથી લખો છો એ મને ખૂબજ પસંદ છે. આ મૂવી ખૂબજ સરસ છે.
    ફરીથી આપનો આભાર.

    Like

     
  5. Hari Modi

    April 26, 2012 at 10:41 AM

    Nice Movie n also nice post.Thanks Jaybhai for giving us beautiful Post.

    Like

     
  6. kaushikpurani

    April 26, 2012 at 10:47 AM

    Yes, Its worth watching.

    Like

     
  7. sandeep

    April 26, 2012 at 10:55 AM

    will see..

    Like

     
  8. Dharmesh Vyas

    April 26, 2012 at 11:36 AM

    ‘વિકી ડોનર’ મફતમાં ઘેર બેઠાં નહિ, પણ થિએટરમાં જોવાય તો સુજીત સરકારને વધુ ફિલ્મ બનવવા મળે ને એમની પૂરી થઈને ફડચામાં પડેલી અમિતાભ બચ્ચનવાળી ‘જહોની મસ્તાના’ (શૂબાઇટ) પણ રિલીઝ થાય તો જોવા મળે ને !

    જયભાઈ, દર વખત ની જેમ મસ્ત રીવ્યુ …. જયભાઈ દર વખતે તમારો રીવ્યુ જોઈ ને અમુક ફિલ્મો તો ક્યારેય નહિ જોવાનું નક્કી કર્યું હોય તો ય જોતો હોવ છું…. અને મારા જેવા ઘણા હશે જ…. તમારે આ બોલીવુડ સાથે કોઈ ટાઈ અપ કરીને રોયલ્ટી લેવી જોઈએ :પી (ભલે તમારે ના જોઈતી હોય, આપણે વર્ષે એકાદ પાર્ટી કરીશું )

    Like

     
  9. Arpit Pandit

    April 26, 2012 at 11:39 AM

    જયભાઈ…..હું તમને આજે જ કહેવાનો હતો કે આ ફિલ્મ માટે તમે કંઈક લખો…..Telepathy થઇ ગઈ …
    અયુશમાન ના હાવ ભાવ પણ સરસ છે આખી ફિલ્મ માં…….અનુ કપૂર મુખ્ય પાત્ર કરતા પણ વધારે જામે છે…..પાણી દા રંગ પણ અયુશમાને જ ગાયું છે….

    Like

     
  10. Hasmukh Sureja

    April 26, 2012 at 11:40 AM

    “Evil’s Double” haju joi chhe.. JayBhai, tame aagrah karo chho to have pachhinu darshan “Vickey Donor” hashe!

    Like

     
  11. keyur desai

    April 26, 2012 at 11:42 AM

    reallly awssssmm movie….

    Like

     
  12. jigisha79

    April 26, 2012 at 11:57 AM

    told u… 🙂

    Like

     
  13. ketan

    April 26, 2012 at 1:34 PM

    That’s called critics……

    Like

     
  14. Avinash

    April 26, 2012 at 1:45 PM

    very nice review.. would surely like to watch this movie.

    Like

     
  15. Raj Purohit

    April 26, 2012 at 1:47 PM

    @ Jay & arpit, Music is also by A. Khurana

    … ane Mari drashti ma Anu Kapoor j mukhya patra chhe, Yami ane Aayush supports chhe.

    આયુષ્માનના પિતા ઉત્તર ભારતના હાઈ-પ્રોફાઈલ જ્યોતિષ શાસ્ત્રીઓમાં થી છે. ૫ – સ્ટાર લાઈફસ્ટાઈલ છે.

    આયુષ્માનને અ વાતે પણ ધન્યવાદ આપવાના કે, બંસીલાલ જુમાની અને બેજન દારૂવાલાના “સુપુત્રો” કરતા અલગ ચીલો પકડ્યો.

    Like

     
  16. poonam

    April 26, 2012 at 2:17 PM

    પ્રોડ્યુસર જહોન અબ્રાહમે બાવડાં બતાવી કમાયેલા પૈસા બુદ્ધિ બતાવતી ફિલ્મમાં વાપર્યા , એ ‘મર્દાનગી’ માટે good 1..

    પાની દા રંગ સોંગ… sundar geet…

    JV sir humne to sunday ko hi dekh li.. kuch hat ke… aur abhinay bhi badhiya he annu kapoor ji ka..

    Like

     
  17. Harsh Trivedi

    April 26, 2012 at 2:32 PM

    “પ્રોડ્યુસર જહોન અબ્રાહમે બાવડાં બતાવી કમાયેલા પૈસા બુદ્ધિ બતાવતી ફિલ્મમાં વાપર્યા , એ ‘મર્દાનગી’ માટે”
    hahaha… true 🙂

    Like

     
  18. nitin

    April 26, 2012 at 2:36 PM

    જયભાઈ
    પહેલા જ દિવસે મેં તમને sms કરી આમંત્રણ આપ્યું હતું
    એકલા એકલા જઇ આવ્યા ને ?????
    ચાલો એક ફિલમ મારી તમારા પર બાકી
    yes it was a great move
    i have seen the trailer and decided this is gonna be great off bit move
    but ya તમરી નજરે જોવાની પાછી ઈચ્છા ખરી

    Like

     
  19. dhaivat jhala`

    April 26, 2012 at 3:10 PM

    i hope i can watch it as soon as possible….

    Like

     
  20. swati

    April 26, 2012 at 3:15 PM

    saw it last week..nice movie.

    Like

     
  21. Envy

    April 26, 2012 at 3:22 PM

    વાહ! લગતા હૈ મૌજ આયેગી ઇસબાર.

    Like

     
    • Envy

      April 29, 2012 at 7:22 AM

      Movie is brilliantly made…loved it much. thnx for the review in diff style 🙂

      Like

       
  22. Chetan Thaker

    April 26, 2012 at 4:09 PM

    jaybhai if you didn,t suggest it definately we will ignore this movie on ground of his name

    Like

     
  23. hemu

    April 26, 2012 at 4:46 PM

    dear jv i wil see soon

    Like

     
  24. Ajen Bilodiya

    April 26, 2012 at 5:18 PM

    This film is refreshingly awesome..

    Like

     
  25. Jitatmana Pandya

    April 26, 2012 at 5:52 PM

    Review Lakhta to Taran Adarsh ne Komal Nahta e Tamari agal j Sikhvu joie.. Superb JV Sir..
    Song ni vat thai che to ‘Mar Jaiyan’ Vishal Dadlani e je gayu che Boss, Jordaaaaaar…
    In Totality, Awesum Movie.. 😉

    Like

     
  26. kamlesh ojha

    April 26, 2012 at 9:27 PM

    JAIBHAI,VERY NICE MOVIE

    Like

     
  27. Siddhi

    April 27, 2012 at 12:21 AM

    sirji aapne film ka essence de diya,,,,,,,,,,,

    Like

     
  28. Jignasha Thumar

    April 27, 2012 at 11:21 AM

    must watch………………….

    Like

     
  29. Hiren Joshi

    April 27, 2012 at 7:16 PM

    પાન સિંહ તોમર,કહાની અને હવે વિકી ડોનર.ટૂંકા બજેટની ફિલ્મો મોટી ફિલ્મો માટે એક ચેલેન્જ બનતી જાય છે.

    જય ભાઈની વાત સાચી છે વિકી ડોનર ના સર્જકો ખરેખર અભિનંદનને પાત્ર છે.

    Like

     
  30. khushbu

    April 27, 2012 at 11:29 PM

    i will must see….ane pachhu theatre ma…ghare nahi

    Like

     
  31. Envy

    April 27, 2012 at 11:38 PM

    Fantastic movie.

    Like

     
  32. swati paun

    April 28, 2012 at 1:29 AM

    very true….sir.24 april ej joi….:)

    Like

     
  33. Ukti

    April 28, 2012 at 6:21 PM

    Beautiful Movie Indeed..!!!

    Like

     
  34. himat gedia

    April 29, 2012 at 9:54 AM

    yes,jaybhai i reads your” anavrut” and’ spectrometer” since long time.thanks 4 writing such a good column .

    Like

     
  35. Sweetie Teraiya

    April 29, 2012 at 11:55 AM

    એક જરૂરી અને મહત્વપૂર્ણ મુદ્દા અંગે સાચો સામાજિક સંદેશ પુરી રસપ્રદ ઢબે આપવાની મૌલિક પહેલ બદલ,aa film kharekhar appreciation mangi le evi chhe, n ha “paani da rang” song is so beautifully sung….:)

    Like

     
    • MIN PANDYA

      April 29, 2012 at 7:05 PM

      to to jovu j pdshe !!

      Like

       
  36. dr rajesh mevada

    April 30, 2012 at 1:01 PM

    being a infrtility practitioner it was must for me to watch. Fully agree with you

    Like

     
  37. akashspandya

    April 30, 2012 at 4:49 PM

    this movie seems more personal for many students… in rajkot we were regular sperm donor at agastya sperm bank but we were missing that 2x magazines in sperm bank….I hope this movie will increase the donor at sperm bank…..

    Like

     
  38. DJ

    May 1, 2012 at 3:58 PM

    My very first post ever in blog site and sorry if there are any mistakes or bad writings… lol

    @JV – Very nice writing and noticing (as usual)!

    Song Pani Da Rang awesome, especially for this movie coz generally we try to find this kind of song for romantic, sad situations created in movies like Jannat and Murder (parts) and many other similar.

    Saas-Bahu ki jodi… great example on how to deal with complex yet beautiful life for common people in today’s life style when there are less hopes and things going wrong most often.

    Considering the subject – SPERM DONATION – I guess I can bet that hardly few science people will go for it. I enjoyed it as I’ve visited INSEMINATION CENTER in my school days and I know its importance, nice subject not only for human beings but also for Endangered Species.

    Last thing before finishing my post :
    Doesn’t matter if you watch this in theater or at home – CONSIDER THE SUBJECT AND ITS IMPORTANCE – FOR EVERY ENDANGERED SPECIES.

    Like

     
  39. Rajendra G Patel (raju patel)

    May 2, 2012 at 4:58 PM

    Shri Jaybhai
    Jem Chitralekha ma “vachva jevu” evi ek coloum ave chhe tem apna taraf thi “jova jevu” evi koi coloum sharu thai shake to MAJO padi jay…

    Like

     
  40. narendra borderwala - surat.

    May 5, 2012 at 7:36 PM

    hi, aam toh hun tamaro, tamari paheli j colom thi prashanshak chhu. Ane tamara darek episode “spectrometer & anaavrut” sahuthi pahela vanchu chu. mane tamaro “vicky donner” walo lekh khub gamyo.

    Like

     
  41. mcjoshi25

    May 6, 2012 at 12:50 AM

    અનુ કપૂર. અનુ કપૂર. અનુ કપૂર. કેમ અનુપમ ખેર, ઓમ પુરી અને બોમન ઈરાની અબખે પડી જાય એટલી વાર જોવા મળે છે ત્યારે આ એટલો જ વર્સેટાઈલ અભિનેતા મોટા પડદે વારંવાર જોવા નથી મળતો? ‘હમ’ની માફક એણે અહીં પણ ખાસ સંવાદઅદાયગીનો જે લહેકો પકડ્યો છે , એ ભારે લહેજતદાર છે. લાઉડ થયા વિના લાઉડ કેરેક્ટર કેમ ભજવી શકાય એની મિસાલ ખાતર. thanks for suggestion…………….Lage raho Jaybhai……….

    Like

     
  42. mcjoshi25

    May 6, 2012 at 12:55 AM

    અનુ કપૂર. અનુ કપૂર. અનુ કપૂર. કેમ અનુપમ ખેર, ઓમ પુરી અને બોમન ઈરાની અબખે પડી જાય એટલી વાર જોવા મળે છે ત્યારે આ એટલો જ વર્સેટાઈલ અભિનેતા મોટા પડદે વારંવાર જોવા નથી મળતો? ‘હમ’ની માફક એણે અહીં પણ ખાસ સંવાદઅદાયગીનો જે લહેકો પકડ્યો છે , એ ભારે લહેજતદાર છે. લાઉડ થયા વિના લાઉડ કેરેક્ટર કેમ ભજવી શકાય એની મિસાલ ખાતર.

    Like

     
  43. vishal jethava

    May 7, 2012 at 4:00 PM

    yes..mst watch movie! 🙂

    Like

     
  44. Jayrajsinh

    May 9, 2012 at 4:14 PM

    Reblogged this on IMJADEJA.

    Like

     
  45. Jani Divya

    May 21, 2012 at 9:23 AM

    Awesome 😀 watched yesterday and points matched 😀 but mine are different 😀

    1. could have a glimpse of 2 States in very short screen space
    2. Ayushman Khurana નિરાંત જીવ debut !!! he is been on screen since Roadies but the way he decided on big screen after 8 years બંદે મેં દમ હૈ 😉
    3. Yami Gautam 😉 { નસીબ પરિનીતી ચોપ”ડા” ના મેં હજી સુધી એક પણ ટાઇમ નથી જોયી!!}

    😉

    Like

     
  46. Jigar Parikh

    May 21, 2012 at 5:36 PM

    Jaybhai..just for knowledge & remembrance …Ayushaman was ex RJ with big fm delhi & mumbai..when you was doing guest RJing with Big fm Rajkot, that time Ayushaman was with big fm delhi as morning jock. That means you can say you both where ex colleagues.

    Like

     
  47. Dr. Bhadani Darshan

    May 23, 2012 at 2:50 AM

    @JV – Sir tame ane media wada loko e je pan comments kari tema mane ek point missing lagyo.. hu nathi lekhak ke nathi critic lakhva vado pan tamara points vachta vachta achanak magaj ma aavela sabd ne raju karu chu – “MALE IMPOTENCY”.

    Aapda vahla bhartiya bhaiyo mate ek sandesh che – vyasano thi dur raho, saru khorak lehvo, modernization thi bane etla dur raho (kadach asakya che pan try karo).. bani sake ke tamare pan SPERM DONOR ni jarur pade.

    Like

     

Leave a comment