RSS

દસ વરસ : ૧

13 May

૧૩ મે ૨૦૦૨.

ત્યારે રવિવારને બદલે સોમવાર હતો. આગલે દિવસે રવિવારના મધર્સ ડે પર નો , હવે મારી કારકિર્દીનું ‘શોલે’ બની ગયેલો એક અંગત લેખ છપાયો હતો. બપોરે એકાદ વાગે કેન્સરની ટૂંકી  (નિદાન પછીના પાંચેક મહિનામાં જ ) મમ્મીએ મારાં અને પપ્પાની હાજરીમાં જ છેલ્લા શ્વાસ ખેંચ્યા, ત્યારે એની હાલત બહુ સારી નહોતી અને યાદશક્તિ પણ. મારી સામું જ જોયું હતું છેલ્લે મારાં હાથનું જળ પીતા પહેલા.

આજે બરાબર દસ વરસ પુરા થયા એ ઘટનાને. સામન્ય રીતે એ ‘ડાર્ક’ સ્મૃતિઓના એ પ્રદેશમાં હું ય હવે બહુ જતો નથી. બહુ દુઃખી થઇને લખું છું એવો સહાનુભૂતિની ઉઘરાણી કરતો દંભ પણ નથી કરતો. સમયના ઓશીકે મારાં ઘણા આંસુઓ શોષી લીધા છે. માનસિક રીતે પુરો સ્વસ્થ છું. આજનો દિવસ પણ ઘેર જ રહ્યો એ સિવાય નોર્મલ જ પસાર કર્યો છે. મમ્મીને ગમતી કેટલીક પ્રવૃત્તિ સિવાય. જીંદગી કશુંક છીનવે છે, કશુંક આપે છે. કદાચ સિદ્ધિ-પ્રસિદ્ધિના ટેક્સ રૂપે ગમતા કોઈ-કોઈ  સંબંધ મારી ધારેલી મંઝિલે નથી પહોંચ્યા એ ચુકવણું વસુલ કર્યું છે એણે. અનેકમાંથી એકલા મને કશુંક અણમોલ, અજોડ, અણધાર્યું આપ્યું ત્યારે જો ‘વ્હાય મી’ એવું કહેતો ના હોઉં, તો પછી અનેકની માફક અણધાર્યું મારી પાસેથી છીનવ્યું – એમાં ‘વ્હાય મી’ કયા મોઢે બોલું?

દસ વરસ પહેલા જેટલી ફરિયાદો અને કન્ફ્યુઝન હતા લાઈફ બાબતે, એટલા આજે રહ્યા નથી. (સાવ નથી એવો કંઈ  હું બુદ્ધ થયો નથી ને થવાની કોઈ ખેવના ય નથી) કદાચ આનું નામ ગ્રોથ, વિકાસ હશે. પણ મન થતું હતું થોડા દિવસોથી કે, બધા તો નહિ (એટલું લખવું કેમ ?) પણ થોડાક સ્મરણો મમ્મીની વિદાયના એક દસકે રીડરબિરાદરો સાથે શેર કરું. કેમ? વાહવાહ ઉઘરાવવા અંગત સંવેદનનો વેપલો કરવા? હરગીઝ નહિ. (મેં તો મધર્સ ડેના લેખ પણ વચ્ચે બંધ કરેલા!, પ્રેમાગ્રહથી ફરી શરુ કર્યા! ) ના તો એવી જરૂર છે, ના એવી કોઈ મારી પ્રકૃતિ છે. એકદમ અંગત મિત્રોને બાદ કરતા મારી વ્યક્તિગત પીડાઓ હું ભાગ્યે જ વહેંચીને પબ્લિકને બોર કરવામાં માનું છું. તમે હસો તો જગત તમારી સાથે હસે, રડવાનું તો તમારે એકલા જ હોય. ક્યારેક એટલે જ મારી અંગત વ્યથાઓ પણ હું બહુ જ સભાનતાથી સિમ્બોલિક્લી પબ્લિક સામે મુકું છું, મારું થોડુંક કેથાર્સીસ (વિરેચન) થાય. અને બહુ ઓછાને મૂળ તંતુ પકડાય !

પણ આમ તો મારો અને પપ્પાનો બે જ વ્યક્તિનો પરિવાર છે, એટલે આ બધા ચાહનારા , અપેક્ષાઓ રાખનારા, ટીકા કરનારા, લમણા લેનારા, સમજુ-અણસમજુ જેવા છો એવા આપ બધાના પ્રેમની એક એક ઢગલીએ જ માએ ઘડવા ધારેલી મારી મૂર્તિ ટટ્ટાર ઉભી છે. એટલે થયું કે લાવો આ ‘કુટુંબ’ સાથે કંઇક શેર કરું – સમ સિલેક્ટેડ ફીલિંગ્સ. નહિ તો આમે ય બીજા કોને કહું? તુમ હો તો ગાતા હૈ દિલ…..તુમ નહિ, તો કુછ ભી નહિ…

માટે આજે શરુ તો કરું છું એક નાનકડી મેમ્વાર સીરીઝ. કોઈ પૂર્વ તૈયારી નથી. અમુક સ્મૃતિઓ સાવ ઘસાઈ ગઈ છે, પણ અમુક એકદમ અકબંધ છે. આજનું બધાને બહુ ગમેલું ‘સ્પેકટ્રોમીટર’ પણ આમ તો મારી મમ્મીના મારાં બ્રેઈનમાં સેવ થયેલા અનેક વિઝ્યુઅલ્સનું ક્લાઈડોસ્કોપ એકી બેઠકે કરી, એમને આ પુણ્યતિથી નિમિત્તે આપેલી એક યુનિવર્સલ અંજલિ જ છે. એક પુસ્તક પણ કરવું છે પેરન્ટ્સ પરનું. કદાચ એમાં ઉપયોગી બને. કદાચ મારાથી જ રાબેતા મુજબ પંહોચી ના વળાય ને સમેટવી પડે. કદાચ લાંબુ કશું લખવાનું જ ના નીકળે..કારણ કે મારાં લેખોની માફક અહીં પણ ફર્સ્ટ ડ્રાફ્ટ ઇઝ ફાઈનલ ડ્રાફ્ટ. કોઈ પ્રિ-પ્લાન્ડ રિ-રાઈટિંગ તો છે નહિ. આ ટાઈપ કરતો જાઉં છું, મનસ્વીપણે. હા, એટલું ખરું એમાં કેવળ કરુણતાની જ વાત વાગોળવી નથી…એમાંથી બેઠાં થઇ જીવનસંઘર્ષમા જોડાવાનું ને ચકડોળમાં ઉપરનીચે થયા કરવાનું છે – એ જ ખાસ તો કહેવું છે.  નાના નાના માણસમાં છુપાયેલી મોટી મોટી સારપનો ય ઝડપથી, પણ ઋણસ્વીકાર કરવો છે. કોઈને ક્યાંક કામ લાગે તો ઠીક. એક પંથ, દો કાજ જેવું થશે.

***

૨૦૦૧ના બેસતા વર્ષે બે ઘટના બની એ હજુ યાદ છે. સવારમાં ‘સાલ મુબારક’ કહેવા કોઈ આવે એ પહેલા જ અચાનક ૬-૭ કુતરાઓ જોરજોરથી ભસતા ડેલીમાં જ આવી ગયા! અને એની મિનિટો બાદ અરીસો છટકીને પડી તૂટ્યો. અપશુકનમાં કંઈ હું માનતો નથી (કેટલીયે વાર – સો થી વધુ વખત રોડ પર બિલાડીને મારી ગાડી આડી ઉતરી હશે, બિચારી બિલાડી મરતા મરતા બચી હોય છે !) પણ આ બિહામણા દ્રશ્યો એક વિચિત્ર છાપ તરીકે મારાં મનમાં છપાઈ ગયા છે. મમ્મી સાથે એ છેલ્લો તહેવાર હતો. એણે વર્ષો પહેલા ટીબી થયેલો એ તો આસાનીથી મટેલો. બાકી વ્યસન તો ઠીક પાણીપુરી ખાવાની યે ટેવ નહિ. સાવ સાદું ને સાત્વિક જીવન. હા, મારી, હવે એના વિના બિલકુલ ના સચવાતી બૂક્સ અને મેગેઝીન્સની ધૂળ એણે ખાવી પડે ખરી !

પણ એ વખતે એના સ્વભાવમાં અસામાન્ય ચીડિયાપણું આવ્યું, એ સાથે જ ઉધરસ વધી. લોકલ ડોક્ટરે દવાઓ આપ્યા કરી પણ ફેર ના પડ્યો. ફાર્મા કંપનીના સેલ્સ એક્ઝીક્યુટીવ મિત્ર હેમાંગે એક રિપોર્ટ જોઈ કહ્યું કે આમાં ઈએસઆર કેમ વધુ છે? એમાં મેં ધ્યાન ના આપ્યું. હું કોલેજની નોકરીમાં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ ખાતર વધુ પડતો સમય આપતો ને રસોઈ ગરમ કરી રાહ જોતી મમ્મીને વડચકાં ભરતો. અંતે ડિસેમ્બરના અંતમાં એક દિવસે મારાં તાજા છપાયેલા ચાર પુસ્તકોનું પાર્સલ નવભારતમાંથી આવ્યું એ ઉંચકતા જ એ ગોથું ખાઈ ગઈ. એટલે એને કોઈ ‘મોટા’ ડોક્ટરને આજે જ બતાવવાનું કહી હું નોકરીએ ભાગ્યો. એ ગોંડલ ખાતે ઉત્તમ એવા પણ ત્યારે અપરિચિત એવા ડૉ. વિદ્યુત ભટ્ટ પાસે પપ્પા સાથે ગઈ. એક્સ રે વાળા દેસાઈભાઈનો મને રાજકોટ ફોન આવ્યો , સાંજે આવવી જવાનો. હું ગયો ત્યારે એને બહાર રાખી વિદ્યુતભાઈએ મને કહ્યું ‘એડીનોકાર્સીનોમા ઓફ લંગ્સ’ – ચોથા સ્ટેજનું સ્ત્રીઓને નહિ, પણ સ્મોકરને થાય એવું લંગ કેન્સર છે. રાજકોટ બતાવો.

એ રાત્રે પહેલી વાર એણે બનાવેલું મને અતિપ્રિય ટમેટા-લીલી તુવેરનું શાક મને ગળે ના ઉતર્યું.

***

રાજકોટમાં સ્નેહાળ ડૉ. મલય ઢેબર પાસે તપાસ. ફાઈનલ વર્ડીકટ : મેક્સીમમ ત્રણ-ચાર મહિના છે. કેન્સર બોનથી બ્રેઈન સુધી પ્રસરી ગયું છે. ઓન્કોલોજીસ્ટ વિપુલ દેસાઈએ ના છુટકે હરીફરી શકે એ માટે સ્ટીરોઈડ શરુ કરી. કઝીન ઋષિ સાથે હું એને તાતા મેમોરીયલમાં એશિયાના બેસ્ટ  ગણાતા ડૉ. સુરેશ અડવાણી પાસે મુંબઈ લઇ ગયો . … આજે નેસ્તોનાબુદ એવા ક્રોસરોડ્સ મોલમાં હું ને મુંબઈવાસી મિત્ર હિતેશ સરૈયા સાથે હતા ત્યારે એસ્કેલેટર પર પગ મુક્ત કેવી ગભરાતી હતી ને જુહુના દરિયાકિનારે એણે કેવી મજા પડેલી ને મારી જીદને લીધે એ વડાલા આઈમેક્સમા આવી મધરાતે- એ બધું જ મને યાદ છે. મેડીકલી હોપ નહોતી. અમેરિકાથી આવેલા તબીબ ભાણજીભાઈનો એ જ અભિપ્રાય હતો. મોટા પાયે હોસ્પિટલના ચક્કરનો એ મારો પહેલો અનુભવ. સીધો વર્લ્ડ કપ ફાઈનલ જ રમવાનો આવ્યો ને એમાં હું ય કાચો પડ્યો – ઘણી જગ્યાએ.

કેટલાક મોટા માથાઓ મુંબઈ હતા એમને વાતો કરી હતી, આવી જાવ મદદ કરીશું ને પણ મારાં માસીના ત્યાં રહેતા પરિવાર સિવાય એક જ મુંબઈવાળાનો મને ફોન આવેલો. ચંદ્રકાંત બક્ષીનો ! “આ કસાઈઓ વચ્ચે તું શું કરે છે? ઘેર લઇ જા. અને મારાં અમદાવાદના મિત્ર ડૉ. મુકેશ બાવિશીને ફોન કર, એ તને માર્ગદર્શન આપશે.”

મુકેશભાઈ છેક સુધી મમ્મીને ફિઝીકલી જોયા પણ વિના એમની તમામ આગાહીઓમા એમને જોયા વિના કોઈ ત્રિકાળજ્ઞાની જાદૂગરની જેમ જ સાચા પડ્યા. મારાં પણ આજે ય સારા મિત્ર બની રહ્યા…અને મુંબઈની મેડીકલ ટ્રીટમેન્ટ?

પોસાતું નહોતું તો ય પગ મુકેલો એ જસલોકની એક ચેમ્બરમા બહાર નીકળી “છાશ પીવાય?” એટલું પૂછવા જવામા જ બીજી એપોઈન્ટમેન્ટનો ચાર્જ બહાર ગણાઈ ગયો પછી ઘેર આવી જવું પડે એમ હતું. મમ્મીને જ સોરવતું નહોતું ! (સોરી, સોરવવાનું અંગ્રેજી કરી દેજો)

***

અનેક સલાહો વચ્ચે જડીબુટ્ટીથી જવારાના રસ સુધીના પ્રયોગો , મશરૂમની કેપસ્યુલ્સ ને આયુર્વેદ..(જો કે સર્વમિત્ર વૈદ અને સાહિત્યમર્મજ્ઞ લાભશંકર ઠાકરને મેં ફોન કરેલો એમણે સ્પષ્ટ કહેલું : આયુર્વેદમાં કેન્સરનો કોઈ જ સચોટ ઈલાજ નથી. ખાસ વર્ણન જ નથી. ફાંફા મારવાના છોડો. નગેન્દ્ર વિજયને વાચક તરીકે ફોન કર્યો તો ક્લિનિકલ ટ્રાયલ બાબતે આ જ જાણવા મળ્યું ને કાંતિ ભટ્ટે હમેશ મુજબ  એલોપથી છોડો કહ્યું ) અંતે કેમોથેરપીની બાંધી મુઠ્ઠી ખોલી. પણ એમાંથી હીરો નહિ હળાહળ નીકળ્યું !

એક જ સાયકલમા મમ્મીને પારાવાર ઉલટીઓ થઇ. કોઈ રીતે બંધ ના થાય. સ્વજન સમા ગોંડલના ડૉ. અવાશિયા ને ડૉ. રઘુવીર જોશી યે લાચાર. આખરે તાકીદે ધકાણ હોસ્પીટલમાં શિફ્ટ કર્યા. અને એક ઘટનાક્રમમા એક ફિરસ્તાનો પ્રવેશ થયો. આજે ય મારો ફેમિલી ડોક્ટર, બચપણનો દોસ્ત અને મુંબઈ લીલાવાતીમાથી અહીં આવી ગયેલો ડૉ. ચિરાગ માત્રવાડીયા ! એણે મમ્મીને ‘આંટી તમે મને પેલી વાર્તા કહેતા એ યાદ છે,’ એવું કહેતા કહેતા વગર એનેસ્થેશિયાએ ફીમોરલ લાઈન નાખી દીધેલી! ખૂબ કાળજી અને અંગત દેખરેખથી મમ્મીને સ્ટેબલ કર્યા. ઘેર પાછા ફર્યા. અને રીતસર દેવદૂત જેવા (છેલ્લા દસ વરસમાં મારો, મારાં મામાનો, પપ્પાનો અને મારાં અન્ય બે સ્વજનનો જાન બચાવી ચુકેલા ) ચિરાગની ઓનલાઈન સલાહ પર ઘેર જ આઈ.સી.યુ. શરુ કર્યું. બાટલા ચડાવતા હું શીખી ગયો. સાફ કરી નવડાવું, ને ખવડાવું.

આ બધા તપમાં ખડે પગે મારાં પ્રદીપમામા ને ભાવનામામી હાજર. એમણે તો અસાધારણ સેવા કરી છે ત્યારે.  દીપ તો સાવ નાનો તો ય આવે, મદદ કરે. સુરેશમામા, વિજયભાઈ કીકાણી., દેવયાનીબહેન, ભૂપત પટેલ, શૈલેશ, રક્ષિતભાઈ જેવા કઝીન/ મિત્રો વારાફરતી આવે. પ્રતીકના ઘેરથી ખીર આવે ને કેતન પંડ્યા ફ્રૂટ્સ લેતો આવે. શૈલેશના પત્ની ચંદ્રિકા ય આંસુ સારે માસી માટે ! મમ્મીના મામલે મારું ય ઠેકાણે ના રહે તો હું એક વાર મિત્ર હેમાંગના પત્ની નેહલ સાથે ઝગડી પડેલો. પણ એમને મન પર ના લીધું. આજે એમને તો યાદ પણ ના હોય, એવી કાળજી એ ય મારી લેતા હોય છે.

રાજકોટ હોસ્પિટલમા હતા ત્યારનું એક દ્રશ્ય મારી આંખોમાં જડાઈ ગયું છે. એક બાજુ ચોમેર ગોધરાકાંડ પછીના રમખાણોમાં ગુજરાત બળવાના સમાચાર.  જીગરજાન દોસ્ત ઈલિયાસ અને ભાભી નસીમ આવેલા. સંવેદનશીલ ઈલિયાસ તો બહુ રોકાઈ ના શક્યો, (કિન્નર પણ હોસ્પીટલમાં આવી ના શકે !) પણ મધરાતના હોસ્પિટલના ચોગાનમાં જ નસીમે રડતા રડતા એના વ્હાલા માસી માટે બેસીને નમાજ પઢતા હોય એમ અલ્લાહ પાસેથી દુઆ માંગી અને માનતા માની. માથે કપડું બાંધીને. (પાછળથી એ ઉઘાડે પગે ચાલતા ય ગયેલા એક દરગાહ પર !)

અને ગૌરવ. મારાથી નાનો છતાં અક્કલમાં મોટો. ધૂની છતાં ધારદાર દોસ્ત. હજુ ગઈ કાલે જ જૂનાગઢ ડી. વાય. એસ.પી. તરીકે પોસ્ટિંગ પામ્યો છે. આઈ.આઈ.એમ. ની પરીક્ષા પાસ કરીને છોડી દે એવો ઉલટી ખોપડી. સાયન્ટિફિક આર્ટિસ્ટિક ભેજું. ત્યારે તો કરિઅરમા એક સ્ટ્રગલર હતો. આમ ઓછો દેખાય ને સાવ ઓછું બોલે પણ નાનપણનો મિત્ર. હું એકલો જ એકધારા ઉજાગરા ખેંચતો હતો આમ પણ મૌન પપ્પા તો સાવ જ સ્તબ્ધ હતા. એક રાત્રે નાનકડી થેલી લઇ ગૌરવ જસાણી સ્લીપર પહેરી રાજકોટ હોસ્પિટલે પ્રગટ થયો. સુઈ જાવ , હું જાગીશ. એણે બધી જ કાળજી આબાદ લીધી. માત્ર એના જ ભરોસે હું સુઈ શકતો. એ નાનકડા ટ્યુશન ક્લાસ ચલાવે. આર્થિક ખેંચ. ગોન્ડલથી રોજ અપડાઉન કરીને આવે. એ ય મારાં મમ્મીને નવડાવી દે , ખવડાવી દે. ઘેર પણ  મમ્મી ગુજરી ગયા ત્યાં સુધી ખડે પગે ! એમણે ચિરવિદાય લીધી ત્યારે એટલું જ બોલીને ગયો – હવે મારું કંઈ કામ નથી. કાલથી નહિ આવું !

ગૌરવ કદી એક શબ્દ ય બોલ્યો નથી ઉપકારના કોઈ ભાવથી. પણ મારાં, પપ્પા, ચિરાગ અને મામા-મામી સાથે મમ્મીની પારાવાર સેવા સતત કોઈએ કરી હોય તો એ ગૌરવ છે. થોડા વર્ષો પહેલા ભાઈબંધો વચ્ચે થાય એવો ખટરાગ થયો અમારી વચ્ચે (એમાં ય એ મારું ભલું કરવા ગયેલો, ભૂલ મારી જ હતી ) ખીજાઈને એણે (તાત્પુરતું) બોલવાનું બંધ કર્યું. એક કોમન ફ્રેન્ડે પૂછેલું કે આમ તો બાર ખાંડીનો મિજાજ રાખો છો તો અહીં ચોકડીને હવે? …અને મારો જવાબ હતો : હોય કંઈ? ગૌરવની હું જાહેરમાં માફી માંગી લઉં ને એને મને ગાળો દેવાનો, તમાચો મારવાનો  ય હક્ક છે. એણે જે કર્યું છે , એનું વળતર સાત જન્મારે ના ચુકવાય !

થેન્ક્સ ગૌરવ, વધુ એક વાર.

***

પણ આ બધા વચ્ચે મમ્મીની સ્થિતિ નબળી પડતી જતી હતી. આસપાસ માણસો સારા હતા. પણ એમની હાલત સારી થતી નહોતી. ડૉ. રઘુવીર જોશી મધરાતે આવેને એક વાર તો મમ્મીના પગ દબાવવા દાક્તર થઈને બેસી ગયા ! મારાં વાળ કાપનારા જીતુભાઈનું જીગર જુવો : પોતાની દુકાનનું એ.સી. ગરમીમાં ઘેર ઉભી કરેલી સગવડો માટે આપવા ઓફર કરી. રશ્મિન શાહના પ્રયત્નોથી એ.સી. તો મળ્યું પણ છેક છલ્લે. પણ વાત જીતુ રાઠોડની કલેજાવાળી લાગણીની છે. રાજકોટના જ ઇકબાલભાઇએ એક પણ રૂપિયા વિના ફિલિપ્સની મોંઘીદાટ ઓડિયો સીસ્ટમ કોઈ કાગળિયાં વિના ઉભાઉભ મમ્મી માટે આપેલી. જેમાં અમે એમના કેટલાક ફેવરિટ જુના ગીત મુકતા. ડૉ. અવાશિયા ખોરાક લેવાતો ઘટ્યો ત્યારે બાટલો-ઇન્જેક્શન માટે વેઇન શોધવા વારંવાર આવતા , પણ અચાનક સરકારી હોસ્પિટલના શુધ્ધ સેવાભાવી કમ્પાઉન્ડર સુરેશ ગોંડલિયા અમે મધરાતે  શોધવા નીકળ્યા અને  મળ્યા. પછી તો એ રોજ એક પણ પૈસો ધરાર લીધા વિના આવતા. મમ્મીના અવસાન સમયે બહારગામ હતા. બીજે દિવસે આવ્યા ને ‘માસી…’ કહી અંદર આવ્યા ને વાસ્તવનો ખ્યાલ આવ્યો કે રડી પડ્યા !

વોટરબેડથી વેક્યુમ સક્શન (થેન્ક્સ ટુ ડૉ. હેમાંગ વસાવડા, મિલન ત્રિવેદી) સુધીની સગવડો ઘેર પોસાય ના પોસાયની ફિકર વિના કરેલી. ‘ગુજરાત સમાચાર’ના જયેશ ઠકરાર તો લામા પાસે ઔષધિ લેવા છેક ધરમશાલા ટ્રેનમાં ગયેલા ! નિર્મમભાઈ, રશ્મિભાઈ, ભદ્રાયુભાઈ, અરવિંદભાઈ, ફૂલેત્રાસાહેબ, આશિષ કલ્યાણી, યોગેશ ચોલેરા, ધર્મેશ જોશી, કેતન શેઠ, વિનોદ રાજા, રાજીવ, રથીન રાવલ , ડૉ. શ્રીરામ સોની, ચેતન જેઠવા વગેરે બધા જ પૂછપરછ કરે. માતૃ-પિતૃ પક્ષના સગાઓ તો હોય જ. માસીઓ-કાકીઓ , પિતરાઈ ભાઈ-ભાભીઓ, પ્રેમાળ પાડોશીઓ પણ ખરા. ડૉ. પંકજ શાહ (અમદાવાદ) ડૉ ઉર્વીશ વસાવડા ( જૂનાગઢ) પણ કાયમી હેલ્પલાઈન. પણ લાઈફલાઈન જ ના હોય તો શું થાય?

ને સતત કૃશ નિસ્તેજ થતા જતા મમ્મીને રાજી રાખવાની ધૂનકી. કોલેજની નોકરી તો સાવ છોડી જ દીધેલી. ચોવીસે કલાક ઓછા પડતા હતા. ત્યાં વળી મમ્મીએ અચાનક જીદ પકડી..થોડી અભાન અવસ્થામાં પીડા સાથે…”કોઈ સાધુને લઇ આવો, મારે એમને મળવું છે, અહીં ઘરમાં જ !”  દર્દીની ઈચ્છા અને સાવ બાળહઠ જેવી. સ્થિતિ એમની સાવ નાજુક. વારે વારે ભૂલી જાય નામ પણ. છતાં ય, આ રટણ ચાલુ..

હવે મરતી મા પાસે મારે કોઈ સાધુ કેમ લઇ આવી ઉભો રાખવો? શેરી – ગલીના રખડુ બાવાઓ તો ભિક્ષુક્ભાવે આવે. ને મારી એ વખતે કોઈ એવી ઓળખાણ કે એવું કોઈ કદ પણ નહિ ને એવી કોઈ અઠંગ શિષ્યભાવની ભક્તિ તો આજે ય નથી કે કોઈ સાધુ ઘેર આવે ! હા, એક છારોડી સ્વામીનારાયણ ગુરુકુળના માધવપ્રિયદાસજી નિયમિત ફોન કરે, એમણે બે સંતો ય મોકલેલા ઘેર ખબર પૂછવા. કોઈ ઓળખાણ નહિ, હું તો એમને મળ્યો ય નહોતો. છાપામાં એ લેખો વાંચતા એ જ સ્નેહસંબંધ. પણ મર્યાદાને લીધે એ તો ઘેર મમ્મી પાસે આવી બેસી ના શકે.

જે માએ આવી પથારીવશ અવસ્થામાં અમિતાભની ફિલ્મ ‘આંખે’ રજુ થતી હોઇને મારો બચ્ચનપ્રેમ જાણતી હોઇને ધક્કા મારી એ જોવા મોકલેલો , એની આવી એક નાની  ડિમાંડ મારાં માટે તો કમાન્ડ કહેવાય. પરંતુ, કિન્તુ ગોંડલમાં સાધુ  એને ગમે એવા, ઘેર આવે એવા મારે ક્યાં ને કેમ ગોતવા ? એની આ માંગણી કેમ પૂરી કરવી?

(ક્રમશઃ- વધુ આવતી કાલે )

 
110 Comments

Posted by on May 13, 2012 in personal

 

110 responses to “દસ વરસ : ૧

  1. Jigar mori

    May 13, 2012 at 11:40 PM

    Nice one.. u have written about your mother in brief.. now we came to know in detail..
    i crop the articles from magazines and newspapers.. i have good collection of your articles..
    i remembered ur article about ur father.. by taking ref of film “mere baap pehle aap” from Aha zindagi.. AFIK.. that was also very good..

    Like

     
  2. Niket (@Niketjoshi)

    May 13, 2012 at 11:43 PM

    Happy Mothers Day Jay.

    Liked by 1 person

     
  3. Aarti Mandaliya

    May 13, 2012 at 11:45 PM

    ………………………………………………………………..no words to say…

    .

    Like

     
  4. Dipen

    May 13, 2012 at 11:47 PM

    Jaybhai… have bahu na radavaso… Ma ni seva kari e etli ochhi pade… ane nasibdar loko ne j aa saubhagya male chhe… me to aa joyelu chhe ke 80 varse pan ma ena chhokara ne kai joi tu hoy ane sarir sath na aaptu hoy to pan e kaam kari aape… ene j maa kehvay, ena mate to kai pan karo e oochu chhe.

    Like

     
  5. Nishant S. Dave

    May 13, 2012 at 11:49 PM

    Speachless… truly just speachless
    hats off to you Sir.

    Like

     
  6. mona

    May 13, 2012 at 11:54 PM

    too emotional but true. lucky that u got this oppurtunity to b wit her all r not that fortunate

    Like

     
  7. dipikaaqua

    May 13, 2012 at 11:56 PM

    Aje savare article vachi ne tarat fb par msg su krvo e vichari lidhu hatu pan pachi kem lakhyu nahi e khabr nahi pan kadach etle j ke atyare lakhvanu hashe atlu vanchi ne pachi..:)

    tamara mummy vishe ane matrutva vishe pehla pan vanchyu j che ane pehla pan ketlak masterpiece kehva pade eva articles tame lakhya j che pan aj na article ne bdha sachvi rakhela eva chapa ni thappi ma na mukyo,alag mukyo ane biji ek jagya e pan mukyo..:)

    U r proud child of yor proud mother and proud father…!!

    Lakhta raho……Hasta raho….

    Hum to sath hi he saye ki tarah…:)

    Like

     
  8. Mehul Shah

    May 13, 2012 at 11:58 PM

    આજે ખબર પડી કે તમારા લેખમાં આટલી ધાર કેમ હોય છે……………….

    Like

     
  9. champak ghaskata

    May 13, 2012 at 11:59 PM

    yaar

    Like

     
  10. Vijay

    May 14, 2012 at 12:07 AM

    Jay saheb realy mane aa lekha game 6 pan mane Mrutyu sabad thi aetlo badho dar nathi lagato khabar nay su reason hoy sake!!! hu atamari sathe aa topic per vartalap karava mangu 6u…
    maro phone no.9722200887
    tame jayare surat aavo tyare kejo kadach mara luck jor karata hoy ane aapde mali sakiye…

    AAbhar

    Like

     
  11. Urvi rabadiya

    May 14, 2012 at 12:10 AM

    “ગુજરાતના સર્વાધિક લોકપ્રિય લેખક અને વક્તા”

    આવુ કોણે લખ્યુ? કે તમે પોતે જ લખી કાઢ્યુ?

    Like

     
    • Siddharth

      May 14, 2012 at 11:46 AM

      “ગુજરાતના સર્વાધિક લોકપ્રિય લેખક અને વક્તા”
      આ લખેલું એકદમ સાચું જ છે, જેમાં કોઈ બેમત નથી. અને આ વખાણ નથી, ઓળખાણ છે.
      And please, આ comment કોઈ બીજા લેખ પર લખવા જેવી હતી, અહિયાં નહિ.

      Like

       
    • abhishek

      May 14, 2012 at 2:30 PM

      એકદમ અપ્રાસ્તવિત વાત ….

      Like

       
    • Annonymus

      May 14, 2012 at 4:43 PM

      બેન, તમારું કામ કરો ને. કેમ નકામાં ડોયા હલાવો છો? 😛

      Like

       
    • Envy

      May 14, 2012 at 7:25 PM

      અરે મેડમ, એમના પોતાના બ્લોગ ઉપર લખ્યું છે એટલે એમણે પોતે જ લખ્યું હોય ને !! અને એવું લખવા માટે હિમ્મત જોઈએ જે પછી ઉછીની કે વેચાતી નથી મળતી 🙂 એના માટે સતત, સખત મનતોડ-તનતોડ મહેનત કરવી પડે.

      Like

       
      • Kartik

        May 16, 2012 at 1:12 PM

        એ તો મેં જયભાઈનું એકાઉન્ટ હેક કરીને લખ્યું છે. હવે? અને એમાં ખોટું છે?

        Like

         
    • shiny

      May 16, 2012 at 12:20 AM

      aane kai dhandho nathi lagto, etale aavi wrong comme wrong time and wrong place par karine potani buddhi nu pradarshan karva bethi chhe.

      Like

       
    • alkesh patel

      May 22, 2012 at 3:39 PM

      jaybhai………aapake dukh ne muja rula diya

      Like

       
  12. Hitesh Dhola

    May 14, 2012 at 12:11 AM

    😦 🙂 😦 🙂 😦 🙂

    Like

     
  13. sweetyteraiya

    May 14, 2012 at 12:15 AM

    kaik lakhis to em kehvashe ke sahanubhuti dakhvu chhu, pan em kari hu tamara matruprem ne occhap avava deva nathi mangti ,tethi etlu j kahis ke “meri palkon ki qataaron ko vo paani de gayaa”

    Like

     
    • lotusindia4universalbrotherhood

      May 14, 2012 at 7:52 AM

      જય તમારી માતૃ વંદના ને મારા શત શત પ્રણામ…માતૃ ઋણ ઉતારવા નો મોકો તમે પિતાજી ની સેવા કરી ને મેળવી રહ્યા છો તેનો આનંદ છે…હું વિશ્વસ્ત છું કે આપના માતા નાં સ્મરણો તમારા એક એક શ્વાસે શ્વાસે આ લેખ લખતા ફેફસે પણ પહોંચ્યા હશે…અને ત્યારે ફેફસાં નાં રોગ ને લીધે સ્વર્ગ વાસી થયેલી માતા એ પણ ફરી એક ઊંડો શ્વાસ લઇ ને અંતર નાં આશીર્વાદ આપ્યા હશે…!!!

      Like

       
  14. jitendra goswami

    May 14, 2012 at 12:21 AM

    MA KA LADLA… JAY NI MATRUBHAKTI NE VANDAN… SALAAM…MA KA SAYA-AASHIRVAAD SADA TUMHARE SAATH HAI…. BHIDU…….

    Like

     
  15. deval shastri

    May 14, 2012 at 12:25 AM

    GRT Jaybhai…………………..
    Be thankful when you don’t know something, for it gives you the opportunity to learn.

    Be thankful for the difficult times. During those times you grow.

    Be thankful for your limitations, because they give you opportunities for improvement.

    Be thankful for your mistakes. They will teach you valuable lessons.

    Be thankful when you’re tired and weary, because it means you’ve made a difference.

    Like

     
  16. Bhavesh

    May 14, 2012 at 12:27 AM

    Hats off to MOM

    Like

     
  17. Himanshu Sanandiya

    May 14, 2012 at 12:32 AM

    લેખ વાંચ્યો.. એકદમ હદયસ્પર્શી લેખ છે, હું પણ આ ઘટના નુ એક પાત્ર હોય તેવી અનુભુતી થઈ..

    Like

     
  18. paresh vaja

    May 14, 2012 at 12:42 AM

    have to kal na kekh ni rah jovi rahi …..

    Like

     
  19. swati paun

    May 14, 2012 at 12:47 AM

    sir………………………………………………………….no words………tmara mummy na blessings na lidhe j tme ahi 6o sir.we r alwz wd u………akhu articl mane to ekdam jakhu j vachayu 😦 god bless u sir…………..:)

    Like

     
  20. Minal

    May 14, 2012 at 1:12 AM

    Truly… got speechless and emotional. Thanks for sharing with us. No more words to say anything.

    Like

     
  21. janamtrivedi

    May 14, 2012 at 1:18 AM

    aa vakhte comment karvani aalas ne na roki shakyo… may be logical,conceptual blogs mind blowing and awesome hoi shake bt mummy ni feelings vyakt karto blogs HEART BLOWING 6…
    1st time tamaro had thi vadhare feelings valoaa lekh vanchyo (me jetla vanchya teni comperrision ma)…. NASEEB vala 6o k helpfull nature vala frnds thi surround 6o….
    hu mari jaat ne duniya ma sahuthi vadhu NASEEBDAR manto hato…bt tame aagal nikali gaya tema….
    😦 🙂

    Like

     
  22. Viral Kamdar

    May 14, 2012 at 1:31 AM

    ur article made me speechless….

    Like

     
  23. manish soni

    May 14, 2012 at 1:31 AM

    Aakho na khuna bhinjai gaya dost… Speechless!!!

    Like

     
  24. paresh.m . katira

    May 14, 2012 at 1:37 AM

    જી” 36+72 હમણાં જ તા. 8.5.2012 ના રોજ મારા મિત્રની પત્નીએ આ લોકથી પરલોક ગમન કર્યું ને મે એક પુત્રને 10 વર્ષની ઉમરે માં વિહોણો થતો જોયો. આવી ઘટના જ્યારે નજર સામેથી પસાર થાય ત્યારે દુનિયા ભરની ફિલોસોફી નાકાંમ નીવડે છે. મૃત્યુ અકળ સત્ય હોવા છતાય. જ્યારે કોઈ ઘરમાથી વિદાય લ્યે અને તે પણ હમેશા માટે ત્યારે એ દૂ:ખ ભૂલાવવું ખૂબ કઠિન હોય છે. અને ત્યારે અચાનક સર્જાય છે. યુગોનો………. ખાલીપો….. જે કદાચ ક્યારેય કોઈ ભરી ના શકે. આપની વેદના મને અંગત લાગી એ ખાલીપણાનો અહેસાસ થઈ આવ્યો.

    “અનંત” એક આક્રંદ ભર્યું અકળ સત્ય મારી
    નજર સામેથી પસાર થઈ ગયું. ચાર કંધા પર.

    Like

     
  25. swati paun

    May 14, 2012 at 1:53 AM

    sir 1 vat rahi gai…tmara mummy sathe j nano son 6 te mom sathe ekdam proud thi pic padave 6 n very……….qt……:)

    Like

     
  26. Shivani Thakkar

    May 14, 2012 at 2:27 AM

    😥

    😥

    😥

    😥

    😥

    Like

     
  27. Jignesh

    May 14, 2012 at 2:31 AM

    Jay ji, shu kahu te samjaatu nathi…………….. Lekh vanchya pachhi kahevu-lakhvu ghanu chhe pan shu lakhu tej samjatu nathi……. Bija lekh ni raah joyish…..

    Like

     
  28. Shivani Thakkar

    May 14, 2012 at 2:31 AM

    tamara aa ‘tap’ ma tan-/mann-/dhan thi tamari sathe jodanaar darek vyakti ne salute !
    ane Jay sir… tame aamara sau ni sathe tamara aa smarano share karya e kh

    Like

     
  29. Shivani Thakkar

    May 14, 2012 at 2:32 AM

    khub gamyu…. etla maate gmayu k ena thi tamaru mann pn hadvu thyu hashe….

    Like

     
  30. viralagrawal

    May 14, 2012 at 2:47 AM

    sir, looking forward to next part..

    Like

     
  31. Shivani Thakkar

    May 14, 2012 at 3:02 AM

    aam to keva maate ghanu badhu chhe… pn shu bolu?, ketlu bolu? em kai samjaatu j nathi ne !!!! 😥

    pan ha etlu jarur kahish ke tamne dukhi to na j joi shakaay. etle tame tamara e ‘dark’ smrutio na pradesh ma na jao e j saru! after all, tame to amara sau na, Gujarat na “Whala Saavaj” chho ! :’)
    sadaay hasta raho, aanand ma raho evi dileri shubhechchhao….. :’)

    Like

     
  32. Tapan Shah

    May 14, 2012 at 3:14 AM

    just request you bakina parts ek sathe lakho…believe me koik agnyat himmat malti jay chhe..mara bhvishyana problem mate ke bhutkal ni bhulo ne sahan karva mate..plz..plz..and thanks a lot….

    Like

     
  33. Envy

    May 14, 2012 at 5:27 AM

    જયભાઈ, મધર્સ ડે વાળો લેખ તો નુંમરો ઉનો છે જ અને રહેશે પણ તમારી આ દિલમાંથી ઝરણું બની ને ફૂટેલી સરવાણી…..ન ભૂતો ન ભવિષ્યતિ !
    આંખ રડવા મજબુર પણ દિમાગે ના પાડી કે – આવી અધભુત માં ની વાત મંડાણી હોય ને આંશુ !! માં લાજે.
    ભવેનભાઈએ તમારી મમ્મી ના સમાચાર આપેલા ને હું રાજકોટ આવેલો એક દિવસ માટે, નક્કી કરેલું કે જવું જ છે.
    ફોન કર્યો અને પપ્પા એ ઉપાડ્યો ‘જયભાઈ ના મમ્મી નું અવસાન થયું છે, હમણાં વાત નહિ થાય, કોઈ મેસેજ હોય તો ક્યો’. ૨ લાગણી એક સાથે…તમારી મમ્મી ના વિદાય ના સમાચાર નો ઝાટકો, એમણે નહિ મળવાનો ખટકો અને પપ્પા ની એ સ્વસ્થતા સાથે, તમારા મેસેજ માટે ની લાગણી. ફરીસ્તે સિર્ફ આસમાં મેં હી નહિ હોતે …દિલ ઉસ દિન ભી રોયા થા, દિલ આજ ભી રોતા હૈ.

    Like

     
  34. Jani Divya

    May 14, 2012 at 6:48 AM

    Speechless 🙂
    My aunt suffered from cancer too, and i understand the trauma going on, within the person, with the person, and to the person around!!! that’s life, even though article describe make a bad feeling but still then eager to read part 2 🙂

    Like

     
  35. Rachit Trivedi

    May 14, 2012 at 7:34 AM

    jay bhai….. no words to say……. :,( :,(

    Like

     
  36. lotusindia4universalbrotherhood

    May 14, 2012 at 7:51 AM

    જય તમારી માતૃ વંદના ને મારા શત શત પ્રણામ…માતૃ ઋણ ઉતારવા નો મોકો તમે પિતાજી ની સેવા કરી ને મેળવી રહ્યા છો તેનો આનંદ છે…હું વિશ્વસ્ત છું કે આપના માતા નાં સ્મરણો તમારા એક એક શ્વાસે શ્વાસે આ લેખ લખતા ફેફસે પણ પહોંચ્યા હશે…અને ત્યારે ફેફસાં નાં રોગ ને લીધે સ્વર્ગ વાસી થયેલી માતા એ પણ ફરી એક ઊંડો શ્વાસ લઇ ને અંતર નાં આશીર્વાદ આપ્યા હશે…!!! LOVE U DIL SE RE….!!!!!

    Like

     
  37. lotusindia4universalbrotherhood

    May 14, 2012 at 7:55 AM

    मैं माँ हूँ…
    तू रोती है तो मैं भी रोती हूँ
    तू सोती है तब भी मैं जगती हूँ
    शरीर हूँ मैं अपना पर, आत्मा तोरे में बसती है
    तू हंसती है तो रूह भी मेरी मनोमन हँसती है

    मैं माँ हूँ
    सोती हूँ भूखी, पर सूलाती नहीं कभी भूखी
    रोए जब बच्चा मेरा नींद से जागूं हो जाऊ दुखी
    सोऊँ मैं गद्दी गीली, सूलाऊँ मैं जगह तुम्हे सूखी
    बीमार जब तुम थोड़े भी हो जाओ रहूँ बेचैन और रुखी

    मैं माँ हूँ
    करती रहूंगी मैं तेरे लिए दुआ कायम
    भले करो तुम मुजे कितना भी घायल
    पांव में मेरे है जंजीरे नाम है पायल
    मर्यादा से ही जिउं पर नहीं हूँ कायर
    बचा लू तुम को पहले जान लेने आए कोई “डायर”

    मैं माँ हूँ
    एक दिन तुम बड़े हो जाओगे
    मुजे,तुम भूल जाओगे
    छोड़ भी दोगे, डांट भी दोगे
    मन से रोते हुए भी हँसती रहूंगी मैं क्योंकि मैं माँ हूँ

    कमलेश रविशंकर रावल

    Like

     
  38. chhaya

    May 14, 2012 at 7:58 AM

    dava-duva jene chakhi hoy e jane!

    Like

     
  39. Jahnvi Antani

    May 14, 2012 at 8:08 AM

    sambharna hamesha… yadgar j hoy che……ane speechless….!!! ane aa rite mrutyu ne najar samaksh.. jovu.. !!
    સામન્ય રીતે એ ‘ડાર્ક’ સ્મૃતિઓના એ પ્રદેશમાં હું ય હવે બહુ જતો નથી. બહુ દુઃખી થઇને લખું છું એવો સહાનુભૂતિની ઉઘરાણી કરતો દંભ પણ નથી કરતો. સમયના ઓશીકે મારાં ઘણા આંસુઓ શોષી લીધા છે. માનસિક રીતે પુરો સ્વસ્થ છું. .. chatay.. ava ‘ડાર્ક’ સ્મૃતિઓના એ પ્રદેશમાં.. janye ajanye javai jatu hoy che .. koik ek divas evo hoy …… k aa.. smrutio….. vitadai vadi hoy….. but i strongly believe k.. avu vars na ek divas ma dark smruti pradesh ma javu e vyakti ne strong banave che….!

    ek to mummy jevu jivan nu ek matra patra.. ane eni avo ashay pida.. e j to tamne Jay vasavda banavya che.!

    Like

     
  40. Maharshi Shukla

    May 14, 2012 at 8:44 AM

    just three words…..”Happy ‘MOTHERS’ day”……

    Like

     
  41. Harsh Pandya

    May 14, 2012 at 8:45 AM

    😦

    Like

     
  42. નિલેષ જોશી

    May 14, 2012 at 9:11 AM

    duniya ni andar ek j evi person che je jivi ne ane mrutyu bad pan potana prem ane smruti na lidhe aapne jivade che ane e che “ma” tame aaje aatli mast maulana life jivo cho te pachal tamari mummy ni yado ane prem ni takat che ane mara manva mujab e j tamara lekh aatla heart touching hoy che tenu reason che tamara aa lekh na sabdo ma evu touching che ke hu aaje 13 varas bad radyo radvu j nath aavtu evo pather dil thay gayo hato so thnks 4 sharing this and ane tame manas j etla sara che ke bagban ni amitabh ni peli film na and ni speech na sabo yadd aave che YEH AALOK[SALMAN KHAN] KI TARIF KARNE KI JARURAT HI NAHI KYOKI AALOK APNE AAP ME KHUD HI EK ACHA INSAN HAI SO JE MANVI J SARO HOY TENI TO VAT J BADHI PERFACT HOY CHE SO HAVE KAL NI RAH JOY CHE KE TAMARA MA DIKRA NI SMRUTIYO ANE TAMARI SEVA NI ANDAR MUMMY NE CHODVA NU DUKH…WE MISS U JAY…………..

    Like

     
  43. farzana

    May 14, 2012 at 9:20 AM

    blogpost read krya pachhi thodi vaar sudhi dil ane dimaag banne statue mode ma hata….
    Insaan badhu j bhuli shake chhe ne badha ne pan bhuli shake chhe….ghana sanjogo ne ghana sambandho ma adjustment kari shake chhe….

    pan Maa mate thaine insaan badhu j fagavi shake…ene taklif ma joine hriday fati jatu hoy…. shu katu to ene saru laage….shu karu jethi e thoda divso vadhu mari sathe rahe….Maa mate ishwar sathe e baanyon chadavi levaay chhe…. pan kudrat same kashu j thai shaktu nthi…

    Darek insaan ni khot kyarek ne kyarek koi puri j detu hoy chhe pan Maa ni khot …….aa ek evi khot chhe je aajivan ek khot j bani rahe chhe…

    Like

     
  44. bhavya

    May 14, 2012 at 10:52 AM

    jay mara mamy ne pan 2008 ma fefsa na cansar nu nidan thyu,amara par eshvar ni krupa ke aje temane saroo chhe.pan dr.to tyare 3 ke 4 mas sudhi no j samay chhe tem kahel tame je pida sahan kari chhe te ame pan anubhavi chuky chhiye.

    Like

     
  45. ashwin

    May 14, 2012 at 11:18 AM

    I experienced an un stoppable cry after many days….basically I am a guy with ‘rabit heart’ even I can’t stop tears in movies on some emotional dialogues…but it was all for just moment, but today I cried like rain in august….no words……speeachless………..JV…..

    Like

     
  46. girishdsharma

    May 14, 2012 at 11:32 AM

    શીદને વ્યથા ની કથા માંડી છે ઓ ગાંડા
    સમ દુખિયા ઓ ના ભર્યા છે અહી ગાડા

    તને શી ખબર કે અહી શું વીતી કયારેક
    અમે પણ ગુમાવ્યા સ્વજન કોઈ અમારા

    હસ્યો ને રમ્યો તો મારા ખોળે જે ક્યારેક
    છીનવાયો માડીનો જાયો જીવન મઝધારા

    હા મિત્રો ની તો વાતો કરીશું ક્યારેક
    અડીખમ ઉભા એ મુઝ પડખે બિચારા

    રખે જો જે એમ એકલો સમજતો ક્યારેક
    આપણે છીએ સહુ સાથી ભલે હો અજાણા

    ટપકે છે અશ્રુ બુંદ આ કલમ થી ક્યારેક
    કાગળ પર ટપક્યા પોપચા માં છુપાયા

    ૧૪.૫.૨૦૧૨
    જય વસાવડા નો લેખ વાંચી ને શબ્દો ફૂટ્યા ..
    જય, ગયે વર્ષે મેં મારો નાનો ભાઈ જે માત્ર ૪૧ વર્ષ નો હતો તેને આ કેન્સર ના કારણે ગુમાવ્યો.
    ઉમેશ શર્મા એક કલમ નો કસબી અને પત્રકારિત્વ નો સાવજ હતો.
    કેવો નિર્ભય , કેવો આત્મવિશ્વાસ થી ભરેલો અને કેવો અડીખમ.
    છેલ્લા શ્વાસ સુધી એને યમ સાથે જે બાથ ભીડી છે અહો શું કહું.
    ઈશ્વર દેખાય તો એની બોચી પકડી પૂછું કે કેમ કા ઈશ્વર તારી મોનોપોલી છે એટલે મનમાની કરવાની ?
    જય, તમારા મમ્મી ને અમારા પણ વંદન.
    જય, લેખ વાંચી મારી આંખો વરસી રહી હતી યાર …
    ઓફીસ માં છું પણ છુપાઈ ને રડી લીધું શું કરું …

    Like

     
  47. GIRISH SHARMA, NAVSARI, GUJARAT

    May 14, 2012 at 11:35 AM

    શીદને વ્યથા ની કથા માંડી છે ઓ ગાંડા
    સમ દુખિયા ઓ ના ભર્યા છે અહી ગાડા

    તને શી ખબર કે અહી શું વીતી કયારેક
    અમે પણ ગુમાવ્યા સ્વજન કોઈ અમારા

    હસ્યો ને રમ્યો તો મારા ખોળે જે ક્યારેક
    છીનવાયો માડીનો જાયો જીવન મઝધારા

    હા મિત્રો ની તો વાતો કરીશું ક્યારેક
    અડીખમ ઉભા એ મુઝ પડખે બિચારા

    રખે જો જે એમ એકલો સમજતો ક્યારેક
    આપણે છીએ સહુ સાથી ભલે હો અજાણા

    ટપકે છે અશ્રુ બુંદ આ કલમ થી ક્યારેક
    કાગળ પર ટપક્યા પોપચા માં છુપાયા

    ૧૪.૫.૨૦૧૨
    જય વસાવડા નો લેખ વાંચી ને શબ્દો ફૂટ્યા ..
    જય, ગયે વર્ષે મેં મારો નાનો ભાઈ જે માત્ર ૪૧ વર્ષ નો હતો તેને આ કેન્સર ના કારણે ગુમાવ્યો.
    ઉમેશ શર્મા એક કલમ નો કસબી અને પત્રકારિત્વ નો સાવજ હતો.
    કેવો નિર્ભય , કેવો આત્મવિશ્વાસ થી ભરેલો અને કેવો અડીખમ.
    છેલ્લા શ્વાસ સુધી એને યમ સાથે જે બાથ ભીડી છે અહો શું કહું.
    ઈશ્વર દેખાય તો એની બોચી પકડી પૂછું કે કેમ કા ઈશ્વર તારી મોનોપોલી છે એટલે મનમાની કરવાની ?
    જય, તમારા મમ્મી ને અમારા પણ વંદન.
    જય, લેખ વાંચી મારી આંખો વરસી રહી હતી યાર …
    ઓફીસ માં છું પણ છુપાઈ ને રડી લીધું શું કરું …

    GIRISH SHARMA
    NAVSARI

    Like

     
  48. Jigar Parmar

    May 14, 2012 at 11:39 AM

    @Jay Sir : Rellly antar atmathi shabdo chalkay chhe jem bharela ghadamathi pani chalkatu hoi ajna aa lekh par ke kaharekhar harday sparshi chhe ne ek samay ma tamara lekh vishe ni koi j jan nati bt aje kharekhar hardya ke chhe ke tamara lekh no ek words pan miss karva jevo nathi .. ,,, ” Tame haso to akhu jag hasase kintu radvanu to eklaye j ” nice line …..ane ha ‘maa ‘ e sahbad chhe bolvama ke sambhalava ma chhe bau nano sir pan keta man achakatu anthi ke ” koi lekhak , kavi ke pachi vidran pase pan shabad bhandol khuti jay chhe enu varnan apta etle j aa duniya ma ena prem sathe koi nu pan samanvay thai nathi saktu ……. And no more words for saying ….Really hats off sir ….

    Like

     
  49. Balendu Vaidya

    May 14, 2012 at 12:01 PM

    I could share your fillings as my father suffered from Alzheimer and was in bed for 3 month….Nila and me were paramedico and Dr. nayan Swadia was our Guru & guide…..Dr. Divyesh Mehat, world renowned oncologist clearly gave a message that end is near. During these months I attended the office during day and hospital during night. My mother was with him all the time. After his death, I did not attend the office for a week and my boss stopped my increment for that…..he said he was on job even while his father died….I REPLIED, IT DEPENDS ON YOUR AFFECTION FOR YOUR FATHER….AND I QUIT THAT JOB AND STARTED MY OWN……

    Like

     
  50. pinal

    May 14, 2012 at 12:23 PM

    મે વળી આ કયાં વાંચયું? કારણકે હવે મોટા થૈ ગયા, જાહેરમાં તો રડાય પણ નઈ, અને રડવા માટે પાલવ પણ ક્યાં છે, માં નો? મને એમ કે સત્તર વર્ષ થઈ ગયા છે ને હ સ્ટ્રોગ છું હુ નઈ રડું… પણ આજે સવારની વાચ્યું ત્યારની રડું છુ.

    સામન્ય રીતે એ ‘ડાર્ક’ સ્મૃતિઓના એ પ્રદેશમાં હું ય હવે બહુ જતો નથી. બહુ દુઃખી થઇને લખું છું એવો સહાનુભૂતિની ઉઘરાણી કરતો દંભ પણ નથી કરતો. સમયના ઓશીકે મારાં ઘણા આંસુઓ શોષી લીધા છે. માનસિક રીતે પુરો સ્વસ્થ છું. આજનો દિવસ પણ ઘેર જ રહ્યો. હુ પણ સેમ ટુ સેમ આ જ ફિલ કરું છું કદિએ વાત યાદ કરતી જ નથિ. ઇવન મમ્મીનિ પુણ્યતિથી ના દિવસે પણ્ અમે ત્રણે ભાઈ બહેનની જોડે વાત થાય તો પણ જાણે કે કોઈને કશું યાદ નથી એવું બિહેવ કરિયે છિએ. પણ ત્રણે ત્રણ જણને યાદ જ હોય કે આજે મમ્મીનિ તિથી છે.

    એક જ સરખી સ્ટોરીછે મારી, મમ્મીના કિમોથેરાપીથી ગયેલા વાળ આજે આટલા વરષ પછી પણ ભાઈ એ સાચવી રાખયા છે, આવા વેવલાવેળા પર મારાં ઝગડા કરવાં છતાં પણ. અને મારા અને મારી બેનના લાંબાં લચક વાળ હવે મમ્મીથિ સચવાતા નહોતા તો પાપ્પાએ કાપી કાઢયા. મમ્મિની વિગ કદિ હુ પહેરતિ, એના ટકલામાં કિસ કરતિ, અને એને હીંમત આપતિ કે વિગ પહેરિને પણ બાહર નીકળ. હુ નાની હતિ પણ મે મમ્મીને ઘણિ હિંઅત આપી. પૈસાનૉ પ્રોબલેમ નહોતો, એ પછી થયો. મે નવરત્રિ કેટલાંય વર્ષો સુધિ કરિ નઈ કારણકે મમ્મી નવરાત્રિ માં ગઈ. પપ્પા કદિ અમને નવરાત્રિમાં બહાર લઈ જતા નહોતા. મમ્મિ એકલી એના સાઈડકારમાં અમને ફેરવતી.

    પપ્પાને બીજીવાર પરણવૂ હતું માટે એ સ્મશાનમાં નહોતા ગયાં, અને મારાં દસ વર્ષના ભાઈએ મમ્મીનો અગ્ની સંસ્કાર કરેલો એ વાત આજે ય કણાની જેમ ખુંચે છે.

    ઈશ્વરે ખોબલે ખોબલે લીધુને સુપડે સુપડે આપ્યું. એક માં લિધીને બે સાસુવાળા ઘરમાં પરણી, સાસુ અને વડસાસુએ માં નિ કમી કદિ લાગવા દિધી નથી. કદાચ મેં માં ગુમાંવી એટલે જ મને સાસુંની કદર છે. જુદા જવાનૉ વિચાર મને કદિએ આવ્યો નથી. વાતો ઘણિએ યાદ આવિ ગઈ, આ તમારો બ્લોગ છે મારો નઈ એટલે ટૂકાવૂ છુ.

    બધાએ ઘણી તારિફ કરિ છે આ લેખની, સ્પીચલેસ …….. મારેતો એટલું જ કેવું છે કે તમારા કરતાં મારિ વેદના વધુ હતી, છે. કારણે હું છોકરી છું. પિયર જઈને પણ જાતે રાધવું પડૅ, સુવાવડમાં કઈ સમજ ના પડૅ. સુવાવડ પણ સાસરે કરવી પડે. થાય તો આ સિરીઝ બંધ કરિ દો.તમે કેશો કે તું ના વાચંતિને…….. પણ જય વસાવડા વાંચવો એ મારિ પેશન છે, નઈ વાંચું જઈશ કયાં?

    એની વે હુ સ્ર્ટોગ છું…….

    Like

     
    • Chetan

      June 16, 2012 at 5:15 PM

      I am agree with you, K ek chokra krta ek chokri jo avi paristhiti ma thi pasar thay to vadhare taklif to chokionej padti hoy che. Any way pan mushkel paristhitij manas ne strong banave che,it’s my personal experience because my father is also suffering from cancer.

      Like

       
  51. parulbarot {bhrhmbhatt a]

    May 14, 2012 at 12:58 PM

    માં …મારી સાથેજ છે …એની હરેક વાત સુગંધ બની ચોમેર ફરે છે …પાસે નથી પણ સાથે જરૂર છે …આખો બંધ કરું ને એનો હુંફાળો સ્પર્શ મને સાપડે છે …..ડાયબીટીશ, બી.પી. ,કીડની ની તકલીફ હોવા છતાં અમને હિમ્મત આપતી એ માં જીવન પર્યંત મારી નસનસ માં રુધિર રૂપે યથાવત રહેશે ….સંસારની સમસ્ત માંને મારા કોટી કોટી વંદન ………….જયભાઈ આપની મમતાને પ્રણામ ………

    Like

     
  52. jignesh rathod

    May 14, 2012 at 1:25 PM

    no words….be happy JV.

    Like

     
  53. poonam

    May 14, 2012 at 1:25 PM

    Sir, vanchta vanchata roi padayu…

    ગૌરવ જસાણી સ્લીપર પહેરી રાજકોટ હોસ્પિટલે પ્રગટ થયો. સુઈ જાવ , હું જાગીશ. એણે બધી જ કાળજી આબાદ લીધી. માત્ર એના જ ભરોસે હું સુઈ શકતો…
    Gaurav ji aape ketali haday thi nisvarth ne deil thi seva kari hashe, Aane Salam…

    Maa aur pyar dono shabd bhale adhure he.. par wo khud me purn he…

    Like

     
  54. Dharmesh Vyas

    May 14, 2012 at 1:42 PM

    જયભાઈ, બહુ જ હૃદય સ્પર્શી લેખ , આંખો ભીની થઇ ગઈ, લાગ્યું જાણે આ બધી ઘટનાઓ દરમ્યાન હું ત્યાં હાજર હતો ….

    ધન્ય છે તમારા જેવા દીકરા ને અને ધન્ય છે આ લેખ માં (ઘટનાઓ માં ) સાથે રહેલા તમામ મિત્રો, સગા, સંબંધીઓ ને કે જેને માતાજી ના અંતિમ દિવસો માં સેવા કરવાનો મોકો મળ્યો …. અને એકો એક ને નામ સાથે અહી યાદ કરીને તમે સાબિત કરી દીધું કે તમારા માટે આ બધા લોકો માટે દિલ માં કેટલું સ્થાન છે, ભલે પછી એ મોટા માં મોટો ડોકટર હોય , લેખક બક્ષી સાહેબ હોય કે વાળ કાપવા વાળો મિત્ર હોય ….

    વધુ નહિ લખી શકુ… શેર કરવા બદલ ખુબ આભાર

    Like

     
  55. Devang Soni

    May 14, 2012 at 1:45 PM

    ભાઈ, રુલા દિયા આપને તો..

    એન્ડ અગેઇન, તમે લકી છો કે આવા લાગણીશીલ નિ:સ્વાર્થ ભાવ વાળા મિત્રો મળ્યા..

    આઈ હેવ લોસ્ટ માય ફાધર ટ્વેલ્વ યર્સ બેક પણ મમ્મી એ ક્યારેય ખોટ સાલવા દીધી નથી. આજે એ બીમાર છે હોપ શી ગેટ વેલ સૂન.

    Like

     
  56. jigisha79

    May 14, 2012 at 2:40 PM

    u take after your Mother..looks wise..and this post says you have inherited her strength also…I am sure she was and always will proud of you..and she is at peace. ..continuation post awaited eagerly.

    Like

     
  57. tejas

    May 14, 2012 at 3:16 PM

    જયભાઈ એક્દુમ આવો જ અંત હતો મારી માં નો ફર્ક એટલો કે ઈશ્વરે cancer પછી પણ બે વર્ષ નો સારો સમય આપ્યો ને જે મન ભરી ને માણ્યો પણ ખરો , છેલ્લા ૪ મહિના જે struggle પડી છે તે જિંદગી માં ક્યારેય ભૂલવાની નથી સામાજિક , કૌતોમ્બિક કે આર્થિક દરેક મોરચે એકસાથે લડાઈ લડવી પડી હતી અને લડાઈ પણ આવી જેમાં એન્ડ તમને ખબર છે છતાં … અફસોસ એ વાત નો છે કે માં ને મેં છેક સુધી treatment મળે માટે હોસ્પિટલ માં જ રાખી , મૃત્યુ ના એક વિક પેહજ બોલેલા એના શબ્દો ( બેટા હું હવે નહિ જીવવાની ભગવાન ના ઘરે જવાની )ને મારા થી જાણે નજર અનાદાજ કરે ગયા.
    ઈશ્વર ને ફરિયાદ હજુ છે કએ આવો જીવલેણ રોગ તું સાવ સીધા ભલા ભોળા અને જેની બીજા ને બહુજ જરૂર છે અને જ કેમ આપે છે ? સાવ લુચ્ચા ને નપાવટ ને વ્યસનીઓ બિન્દાસ ફરે છે..આવું કેમ સાલું ?

    Like

     
  58. Raju Patel

    May 14, 2012 at 3:28 PM

    Dear Jaybhai
    Apni vyatha jani…ane mane tarat Dilip Ranpura ni yatnabhari book “Mira ni rahi mahek” yad avi gai
    mane lage 6 k tame pan temni jem Mummy par ek pustak lakho jema apni vytha janavo k jethi e vachi ne manas sanvedan jagrut thay potani k bija ni vikat paristhiti ne samji to shake….

    Like

     
  59. chirag shah

    May 14, 2012 at 4:03 PM

    જયભાઈ આ જ સમજાતું નથી કે સાવ ભલા માણસો ને જ ભગવાન કેમ આવી સજા કરે છે,કોઈ વાંક ગુના વગર !!!

    Like

     
  60. Kantibhai Monani

    May 14, 2012 at 4:04 PM

    हवा में तैरती निश्छ्ल सी वो बातें नहिं है अब.
    मुझे आशीष देने को तेरी बाँहें नहिं है अब.
    मुझे उचायि यो पै सारी दुनिया देखती है अब,
    तरक्की देखने को बस तेरी आँखें नहिं है अब.

    ૮ વરસ થી હું પણ કેમો થેરાપી અને સ્ટેરોઈડ પર છું.
    ૬૭ ની ઉંમર છે. કોઈ અફસોસ નથી પણ વાંચ્યા પછી આંખ ભીની થયી ગયી.
    કાન્તીભાઈ મોનાણી

    Like

     
    • dipikaaqua

      May 14, 2012 at 11:22 PM

      Salute to yr courageous approach to life!!

      Like

       
  61. gaurang

    May 14, 2012 at 4:05 PM

    અમિતાભ નો family પિક્ચર માં dialoge યાદ કરાવી દીધો….બીરેન સાઈ કેવો તૂટી જાય છે….કોઈ સ્વજન જાય છે ત્યારે સરીર નું કોઈ અંગ છુટું પડી જતું હોય એમ લાગે છે…..

    Like

     
  62. Ajay Shah

    May 14, 2012 at 4:50 PM

    જનની ની જોડ સખી નહીં જડે રે લોલ.
    I has always complaint with my mother that She does not had any demand with me. I always asking her for anything she want, what she desire, but always she is replying that she doesn’t require any thing. I had lost my fathrer many years back and that time I am only 28 years old and not earning money so much. But now I am vey well settled and that’s why always wishing that I want to fulfill her all wishes, but always she refusing with love that I am happy and nothing require. I lover he so much.

    Like

     
  63. Kadam Patel

    May 14, 2012 at 5:57 PM

    Tamne book suggest karvi e Sachin ne batting ni tips aapva barbar 6…6ta aa khas vanchva layak book 6 etle hu aa bhul kari rahyo 6u e badal maf karjo
    The Emperor Of All Maladies: A Biography Of Cancer. Time male to achuk vanchjo

    Like

     
  64. Arpit Pandit

    May 14, 2012 at 6:34 PM

    જયભાઈ…..ઓફીસ ના કામ ના ટેબલ પર આ લખાણ વાંચી ને એકદમ લાગણીવશ જ આંખો ભીની થઇ ગઈ…..એક વાચક તરીકે નહિ પણ એક વિદ્યાર્થી મિત્ર તરીકે તમારી સાથે આજે બિલકુલ જોડાઈ ગયો……મગજ સાવ જ બાજુ પર મૂકી ને ત્રણ વાર વાંચ્યું…..તમારી નિખાલસતા ને ફરી એક વાર ઝુકી ને સલામ આપું છુ…..મેં વાંચન ની શરૂઆત જયારે તમારા લેખો થી કરી ત્યારે અંદાજો ના હતો કે તમને અનુભવી પણ શકીશ ક્યારેક…..out of words…

    Like

     
  65. Dr. Rajesh Dungrani

    May 14, 2012 at 7:18 PM

    Hats off….!
    words can not express my feelings.

    Like

     
  66. parind

    May 14, 2012 at 7:45 PM

    ame joyela che tamara mummy ne,great personality.

    Like

     
  67. Hasit Vaghani

    May 14, 2012 at 8:03 PM

    બહુ દુઃખી થઇને લખું છું એવો સહાનુભૂતિની ઉઘરાણી કરતો દંભ પણ નથી કરતો. સમયના ઓશીકે મારાં ઘણા આંસુઓ શોષી લીધા છે. માનસિક રીતે પુરો સ્વસ્થ છું. As a writter it is very difficult to accept that he is not very keen to encash readers sympathy….very brave confession…

    Like

     
  68. Neeta Shah

    May 14, 2012 at 8:40 PM

    when it is dark enough u can see the stars…….stars which are always there but u dont notice them in daylight…….your mother taught u everything in yr life…..and in her last days also she taught u …..thanks for sharing this…….

    Like

     
  69. Ukti

    May 14, 2012 at 10:27 PM

    વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ ખાતર વધુ પડતો સમય આપતો ને રસોઈ ગરમ કરી રાહ જોતી મમ્મીને વડચકાં ભરતો.
    These words have opened my eyes again….! I too get short tempered to mom many a times …esp when she cares a lot…

    Like

     
  70. Parth Veerendra

    May 14, 2012 at 11:23 PM

    બોસ રડાવી નાખ્યા આજેતો તમે ..

    Like

     
  71. Bharat Doshi

    May 15, 2012 at 12:26 AM

    No word to speek on your mom lekh… my dear friend JAYBHAI…..your SMS friend Bharat — surat

    Like

     
  72. kokilaben danagi

    May 15, 2012 at 8:59 AM

    Very good article. Real experiance. Darek ne putiki MA yad karavi didhi. Dhanyvad. Aagal no article vanchava aatur. Kokilaben Dangi.

    Like

     
  73. MANOJ PANDYA

    May 15, 2012 at 10:25 AM

    jaybhai kramash: ketla vage post karso?

    Like

     
  74. Jignasha Nagar

    May 15, 2012 at 11:13 AM

    Speechless…..

    Like

     
  75. dholakia kamlesh

    May 15, 2012 at 2:11 PM

    ‘પહેલાં રે માતા… પછી રે પીતા… પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’
    Pita na java thi Ghar [i.e.Person (vyaktee)] TAKEE jai 6, but Mata na java thi Ghar TUTEE jai 6, Pan
    JAY atoo 6…! … keenly await your next part.

    Like

     
  76. kamlesh patel

    May 15, 2012 at 4:26 PM

    heart touching.thanks sir ketlik vakht hu mara mummy per guse thai jau chu pan tamro lekh vanchi ne dil ti promis karu ke kyrey mummy per guse nai thu.

    Like

     
  77. bhavesh lakkad

    May 15, 2012 at 8:54 PM

    jay bhai seva karvano chance malyo e life time na aashiward samaan chhe baki mara jeva ne to a chance pan nathi malyo khub j saras lekh chhe.

    Like

     
  78. Vora Anandbabu

    May 15, 2012 at 10:06 PM

    શબ્દો નથી મળતા જયભાઇ……..મા ની કિમત એની ગેરહાજરી મા જ સમજાય છે……..લેખ પુરો થાય તે પેલા જ ચોધાર આસુએ રડ્યો છુ…..this is why “”””””””U R THE BEST”””””””””””…….

    Like

     
  79. Manish Christian

    May 16, 2012 at 12:18 AM

    In Christianity our hope that we will meet on resurrection with our beloved whom we lost in this life…so don’t worry boss you will be with your mother forever…where there is no death….no pain…no tears…only love and happiness

    Like

     
  80. kuldip

    May 16, 2012 at 12:25 AM

    jay bhai ,, same here ,,, 4 varas pahela january 2008 ma ,, aaj position mari hati,,
    nakh ma pan mara mother ne rog n hato,,, ane eka ek j , heart attack avyo,,, ane mara mummy te j seconde , ( , ha…. second , minute pan nahi) expired thay gaya hata,,. pan etlu saru rahyu ke tamne koi pida bhogavi nahii,,,,

    te samyse mari age 23 varas ni hati ,, at that time i just completd my M.pahrm from banglore ,,, ane banglore thi M.pharm puru kari ne avyo ne matra ( only) 10 j divas thaya, hata , almost 8 varasthi , hostlel life ma j rehato,, pan hamesa dar bija ke 3 ja mahine ghar ni visit lali leto,,,

    mummy ni to have sathe rahva ni j eccha hati

    ane vat pan sachi hati temni , hu pan have temni sath j raheva mangto hato,, 8 – 8 varsthi,,, bahar nu jami ne aam pan thaki gaya hata,, ane amasta pan ma jevu sukh bije kya hoy ! jay bhai,,,,

    pan kahe che ne ke vidhi na vidhan hoy te j thay,, 10 j diavs sathe rahi sakya
    bichari maa , mane koi divas pan potana thi dur java n deti hati,,aje te j marathi hamse mate dur thay gai,,,, mara merrige mate na khub arrman hata tene ,, merrige mate khub force karti,, ,,,ane t j divso te joi saki nahi ,,,

    ,વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ ખાતર વધુ પડતો સમય આપતો ને રસોઈ ગરમ કરી રાહ જોતી મમ્મીને વડચકાં ભરતો
    jay bhai tamari , aa vaat bahu gami …..
    hamesa mate,,, mummy ne hu pan vadchaka bharto ,,, (વડચકાં) , ane mummy toy koi divs gusse na thati,,, , afsos to e vatno che ,,,k , ava વડચકાં have koi same nathi bahri sakata,,, nahi to same thi ghasmato javab j ave ,,,,,,,.

    ane tamri e vat pan 100% sachi che k samay sathe thodu dukh halvu to pade che ,, samay na oshike ghaana asu soshi lidha,,, pan jayre jayre maa ni vat ave che , tayre,, aakhno khuno paldta ,ek shan ( second) pan nathi lagti,,,

    a jindgi na ghana kadava satyo ,, maa n hoy tyare j samjay che,,,, maa na hoy,,,, tayre j teni kadar thay che,,, pan pachi game te karie,, e shan pachi malti nathi

    bas tamara a lekh pachi to , ……
    amara batod na vatni , eva , kavi shri BOATADKAR ni aa ek j kadi yaad ave che,,,,
    જનની ની જોડ સખી નહીં જડે રે લોલ.

    Like

     
  81. yagnesh suthar

    May 16, 2012 at 12:43 AM

    speech less……………jaybhai……….what can we say on such a…..personal loss………loss is a loss …is a loss……..will be loss….always……

    Like

     
  82. ketan katariya

    May 16, 2012 at 1:00 AM

    “ખોટ જેને પડે છે, જેની પડે છે, એને સમજાય છે”
    જય, મમ્મી આપણ ને બધું જ શીખવે છે પણ તેના
    વિના કેમ રહેવું તે કદાચ નથી શીખવતી…
    મારા મમ્મી પણ તારા મમ્મી ની જેમ..
    તારો એ લેખ હજુ પણ દિલ થી સાચવ્યો છે..

    Like

     
    • chirag shah

      May 16, 2012 at 7:38 PM

      ketanbhai,tame mane e lekh ni link k scan cpoy mokli sakso to tamaro khub j aabhari thaish…
      mailtochiragshah@gmail.com

      Like

       
      • manniss

        May 16, 2012 at 10:29 PM

        Chirag bhai tamone ee link male to mane moklo to tamaro bhi dil thi aabhar

        Like

         
  83. DIPEN SHAH

    May 16, 2012 at 10:44 AM

    speechless…
    I have also lost my mother at the age of 18, and i know what the loss costs.

    Like

     
  84. Kartik

    May 16, 2012 at 1:19 PM

    Jaybhai, બન્ને લેખ જોડે વાંચ્યા અને બે વાર રડ્યો. કવિન આવીને કહે પપ્પા, આંખોમાંથી કેમ પાણી નીકળે છે? હવે, એને જવાબ આપવાનો હોશ નથી.

    Like

     
  85. Nimish

    May 16, 2012 at 1:53 PM

    Jaybhai, aa blog vanchine aangdio ne pan DUMO bharai jay, su lakhvu aj na suje, khubj touchy prasang 6e bdhay, mane 1dm yad6ke tamaro varso pahela avelo mothers day parna article ne karnej hu tamaro fan bnelo ane dar article bad a FAN-TA;) gaheri thati jay6e.

    Like

     
  86. dhaval300

    May 16, 2012 at 7:06 PM

    ગૌરાંગ ની વાત થી રડવું આવી ગયું… સ્પીચલેસ.. દોસ્ત હો તો ઐસા

    Like

     
  87. ketan katariya

    May 16, 2012 at 11:19 PM

    ચિરાગ ભાઈ, થોડા ઈન્તેજાર ઔર સહી….હવે તે લેખ જય ભાઈ ના પુસ્તક માં જ વાંચી લેજો..
    (મેં અત્યાર સુધી એ જાણી જોઈ ક્યાંય છપાવ્યો નહોતો, પણ હવે આ દસકાને અંજલિ માટે જે માતા-પિતા પરનું પુસ્તક કરું છું એમાં આવશે, ટૂંક સમયમા જ ઇન્શાલ્લાહ)

    Like

     
    • chirag shah

      May 17, 2012 at 7:34 PM

      કેતનભાઈ, મારી સમજ પ્રમાણે જયભાઈ એ જે લેખ લખ્યો હતો તે અને જે પત્ર છપાવાનો છે તે બંને બિલકુલ જુદા છે,એટલે જો તમારી પાસે પેલા લેખ ની કોપી પડી હોય તો મને મોકલી શકો છો….બાકી તો આ પુસ્તક માટે હું પણ લાઇન માં ઉભો છું….

      Like

       
  88. jiguanju

    May 17, 2012 at 2:57 PM

    ગૌરવ કદી એક શબ્દ ય બોલ્યો નથી ઉપકારના કોઈ ભાવથી. પણ મારાં, પપ્પા, ચિરાગ અને મામા-મામી સાથે મમ્મીની પારાવાર સેવા સતત કોઈએ કરી હોય તો એ ગૌરવ છે. થોડા વર્ષો પહેલા ભાઈબંધો વચ્ચે થાય એવો ખટરાગ થયો અમારી વચ્ચે (એમાં ય એ મારું ભલું કરવા ગયેલો, ભૂલ મારી જ હતી ) ખીજાઈને એણે (તાત્પુરતું) બોલવાનું બંધ કર્યું. એક કોમન ફ્રેન્ડે પૂછેલું કે આમ તો બાર ખાંડીનો મિજાજ રાખો છો તો અહીં ચોકડીને હવે? …અને મારો જવાબ હતો : હોય કંઈ? ગૌરવની હું જાહેરમાં માફી માંગી લઉં ને એને મને ગાળો દેવાનો, તમાચો મારવાનો ય હક્ક છે. એણે જે કર્યું છે , એનું વળતર સાત જન્મારે ના ચુકવાય !

    થેન્ક્સ ગૌરવ, વધુ એક વાર.

    આવા મિત્રો સૌને મળે..ભલે જાહેરમાં એમની ખાવી પડે, ઝાપટ હોય કે ગાળો…

    Like

     
  89. Gaurang Patadia

    May 17, 2012 at 11:30 PM

    Hi JV,

    After reading your article I can understand importance of mother in child’s life. I salute you.
    Gaurang

    Like

     
  90. jalay shukla

    May 19, 2012 at 1:16 PM

    superb jay bhai..,
    aa vachine mother day nu important samjayu………..

    Like

     
  91. ashwinahir

    May 25, 2012 at 12:46 AM

    aaaaaaah!

    Like

     
  92. hiren

    June 5, 2012 at 1:02 AM

    શબ્દ નથી મારી પાસે કઈ પણ લખવા માટે….. પણ જય સર આંખો માં આંસુ અવી ગયા.
    ઘણો કંટ્રોલ કર્યો કે આંસુ ના આવે પણ આવી ગયા……..

    Like

     
  93. TEJAL

    June 6, 2012 at 11:31 PM

    “‎@jay vasavada…many time mane mummy akhi raat vanchata roke n hu gusse thai jav…kyarek apane kai same boli devanu pan yaad ave..many time evu kahyu hoy ke plzz mane tari jem matra ghare rahi ne life spend nathi karvi n ol..kyarek apna nne enathi vadhare hoshiyar hovano complex feel thay..k khumari..whtvr…kyarek e shanti thi sambhale kyarek gussa thi…but whn i bcum mom n i totally agree she is really gr8 n take care of her child even without loosin her temper..apani aa generation ma patience ochhu thatu jay chhe….”

    Like

     
  94. TEJAL

    June 6, 2012 at 11:35 PM

    thnx as u accept us as family…olwaz peeda swazan ne gumavani hoy chhe pan vadhare guilty teni sathe jyare ene jarur hoy tyare time na spend kari sakavani hoy chhe…quality time bcoz apane near n dear 1 ne taken for granted leta hoiye chhiye but they need us truely…famous thaya pachhi je rite luv n respect male chhe te e loko pase thi avi koi condition vagar male chhe bcoz parents mate emna children olwaz celebrity j hoy chhee…eye opener article as in a race of carrer many time v ignore our children n parents who really need us…get them before loose them…thnx again…”

    Like

     
  95. suresh m.gondaliya

    June 9, 2012 at 7:18 PM

    જયભાઈ! આપ મહાન છો. જયશ્રી. ક્રુશ્ણ કેમ છો? આપે મારી નગ્ણય સેવાને આટલી ઉચ્ચ કોટીની કરીને બિરદાવી તે બદલ હુ આપનો તહેદિલથી આભારી છુ. જીવન મારી મારા જેવા નાના માણસની જ્યારે પણ સેવાની જરુર પડે ત્યારે મને સેવાનો અચુક મોકો આપવા યાદ કરવા વિનંતી. સગ્રામજી હાઈસ્કુલ ગોંડલના 125 વર્ષના મહોત્સવ સમયના આપના અતિ સુંદર પ્રવચનમા ખુબ જ મજા આપી.આપના મુખે જાણે સ્વયમ મા સરસ્વતિ બિરાજીયા હોય એવો આભાસ થયો.

    Like

     
  96. kishan tank

    June 19, 2013 at 1:15 AM

    sir
    aje me aa vachu tyare aem thy aavu ke lagnio nu su mahatv hoy che e badha na nasib ma nathi hoti
    huto aam pan tamne nasibdar manu chu
    aa lekh vachi ne aakh bhini to thayaj gay kemke hu lagnishil chu
    prem bharya be sabdu ke aakh bhini thay jay
    kash mare pan tmara jeva mitro hot

    Like

     

Leave a comment