RSS

લવ ઇન ધ ટાઈમ ઓફ ફેસબુક

27 May

દસ વરસનો ત્રીજો ભાગ જ લખવો અહીં એ સંકલ્પ વ્યસ્તતાના લીધે સમયના અભાવે પુરો ના થયો, ને લાંબો અંતરાલ પડી જતા ભીષ્મચીંધ્યા માર્ગે જવાનું પડતું મુકું છું. ફેસબુકના સર્વેસર્વા માર્ક ઝકરબર્ગ અને એની ૯ વર્ષથી ગર્લફ્રેન્ડ અને હવે ગયા સપ્તાહે મિસીસ ઝકરબર્ગ અને પ્રિસિલા ચાનની ફેસ ટુ ફેસ ડેવલપ થયેલી લવસ્ટોરી અંગે આજે  ‘ગુજરાત સમાચાર’માં મારી કોલમ ‘સ્પેકટ્રોમીટર’માં વાંચ્યું હશે. આગળ વાંચતા પહેલા વાંચી લો. આ રહી એની લિંક : ફેસબુક : એ રિયલ લવસ્ટોરી (ટાઈટલની કાવ્યપંક્તિમાં ‘ફૂલોં મેં’ ને બદલે ‘ફૂલોં પે’ અને ડોલરનો ભાવ ૫૦ને બદલે ૫૬ વાંચવો રીડરબિરાદર 🙂 )

સવારથી ઘણા મેસેજીઝ આવ્યા – રાબેતા મુજબ આ બધું ક્યાંથી લઇ આવો છો? સિમ્પલ…સતત ઝકરબર્ગ-પ્રિસિલા વિષે વંચાતું રહ્યું હોય ક્યાંક ખૂણે ખાંચરે એ કોઈ દિમાગી ફોલ્ડરમાં સેવ થઇ ગયું હોય. અને ઝ્કારબર્ગ – પ્રિસિલાના એફ.બી. પ્રોફાઈલ તો૦ હાજરાહજૂર છે, એની ટાઈમલાઈનમાં ડૂબકી લગાવો તો. સવાલ દરિયાનો નથી, એ તો અફાટ જ હોવાનો. સવાલ છે : મોતી ગોતવાની પારખું નજરનો. જેવા ઝકરબર્ગના લગ્નના સમાચાર વાંચ્યા કે તરત જ ગોંડલ ઘેર બેઠાં જ મનમાં ઝબકારો થયેલો કે આ ઓનલાઈન સોશ્યલ નેટવર્કનો શહેનશાહ તો ઓફલાઈન રોમાન્સને જ વળગી રહ્યો ને એ ય આટલા પ્રલોભનો છતાં ! બસ, પછી પ્રેમ ઉપર લખવું તો મને હમેશા ગમ્યું જ છે. પણ મને તો એમ હતું કે કદાચ એક સપ્તાહે આ છપાય , ત્યાં તો ઘણું ય આજની આ ફાસ્ટ નેટ-કનેકટેડ દુનિયામાં આપણા મીડિયામાં છપાઈ જશે. પણ એવું કશું થયું નહિ, એ ફ્રેન્કલી આપણા મીડિયામાં હવે પૂરું વ્યાપી ગયેલું દિમાગી દેવાળિયાપણું દર્શાવે છે. નજર સામે સ્ટોરી તૈયાર પડી છે, પણ ના એન્ગલ સુઝે છે , ના માહિતી મેળવતા આવડે છે ! દા. ત. માર્ક હમણાં જ વેજીટેરિયન બન્યો છે. હવે આ શું ગુજરાતી અખબારોમાં રસપ્રદ ન્યુઝ નથી? માર્કના પ્રોફાઈલ પર જ આ લખેલું છે, પણ એ ‘માર્ક’ કરનારી નજર કોઈ જર્નાલિઝમ કોલેજમાં ડીગ્રી સાથે અપાતી નથી! આ વ્યક્તિગત રાજી થવા જેટલી વાત છે , એટલી જ દુખી થવાની પણ !

લેખમાં મેં જ ફેસબુક પરના કેટલાક જનરલ ઓબ્ઝર્વેશ્ન્સ સમાવવા ના છુટકે કાઢેલો ન્યુ યોર્ક ટાઈમ્સમાં છપાયેલો પ્રસંગ અહીં મૂકી દઉં છું. અમીરો , અમેરિકન કલ્ચર અને આધુનિક ‘નેટીઝન’ યુવાપેઢી અંગે થોડી ગેરમાન્યતાઓ જો ઓછી થાય તો આ વાંચવાથી !

વાત જાણે એમ બની કે ઝ્કરબર્ગની ફેશનેબલ બહેન રેન્ડી (માર્કને ત્રણ સિસ્ટર્સ છે, અને ચાનભાભી ને બે ! 😛 ) અને ત્યારે હજુ માર્કને ના પરણેલી પ્રિસિલા બંને થોડા સમય અગાઉ શોપિંગમાં ગયા હતા. (સેલિબ્રિટી સર્કિટ ના પ્રમાણમાં મોડરેટ કહી શકાય એવો ૪૭૦૦ ડોલરનો વેડિંગ ગાઉન પસંદ કરનાર પ્રિસિલા સંવેદનશીલતાને લીધે બાળકોને ભણાવતા એમના રોગોની કાળજી લેવા ડોક્ટર થઇ ને હવે માર્કને એણે ઓર્ગન ડોનેશન પ્રોજેક્ટ માટે મનાવ્યો છે. ) એક સરસ શૂઝની પેર પર એની સ્ત્રીસહજ નજર અટકી ગઈ. નણંદ રેન્ડીએ કહ્યું ‘લઇ લે’ . પ્રિસિલાએ પ્રાઈસ ટેગ બતાવી : ૬૦૦ ડોલર્સ . રેન્ડીએ હસતાં હસતાં કહ્યું “તું લઇ લે, તારી પાસે ક્યાં ઓછા પૈસા છે (You should get them, you have the money)” અને પ્રિસિલાએ એ પેર પછી રાખતા કહ્યું “It’s not my money ! ( પણ એ મારા પૈસા નથી કે મનફાવે તેમ ઉડાવું !)”.

એની વે, આ પ્રેમી-પંખીડાઓની કેટલીક હસીન મોમેન્ટ્સ (નેચરલી , નેટ પર સ્તો ) મને માણવી ગમી છે. એકબીજાના પ્રેમમાં ગુંથાયેલું આવું સયુંકત કુટુંબના બોજ વિનાનું ‘હૂતોહૂતી’ બ્રાન્ડ યુગલ જોઈને મારી તો હંમેશા આંખો ઠરે છે. તો યે જામ ઓલ ધ સિમ્પલ, રિયલ , રોયલ લવર્સ ઓફ ધ વર્લ્ડ કે નામ ! :-”




અને છેલ્લે આ કપલને વેડિંગ વિશ કરવાની સાથે વર્ચ્યુઅલ પ્લેઝર આપતા લવની રિયલ એક્સપિરિયન્સ સંગાથે પ્રિસિલાએ પોતાના પ્રોફાઈલમાં ઘણા સમયથી મુકેલો આ રમુજી કિસ્સો મમળાવો…

student a writes on the white board: mrs. chan
me: hey student a, i’m not married!
student a: oh right
student b runs up to me
student b: i knew you werent married! you look way to happy to be married!  😉

 
35 Comments

Posted by on May 27, 2012 in feelings, life story, romance, youth

 

35 responses to “લવ ઇન ધ ટાઈમ ઓફ ફેસબુક

  1. farzana

    May 27, 2012 at 2:57 PM

    aaje first time tamari post tarat read kari hoy evu banyu…. prem vishe tmne lakhvu ane tme lakhyu hoy etle mne vaanvhvu khub j gme chhe…..savar thi jyaar thi article read kryo tyar thi j vicharti hti ke tmne kashuk lakhu…..pan as usual tmari vaat aave tyare kashu lakhvu shujhtu j nthi…..bas ekaj vaat kahish ke prem to tme lakho chho emaj thaay ane karaay ……haa…..anubhuti darek ni alag alag ……ane samay pan darek mate no alag alag…:-):-)

    Like

     
  2. Dhanvant Parmar

    May 27, 2012 at 2:59 PM

    Really cute couple.

    Like

     
  3. virajraol

    May 27, 2012 at 3:00 PM

    As Usual…. great “લેખ” and great “post” and great collection of pics…. મેરેજ ની પોસ્ટ જોઇને મેં એવી કમેન્ટ ક્યાંક કરી હતી કે હવે જોઈએ ઝકર્બર્ગ કેટલો ટાઈમ રીચ પીપલ ના ટોપ લીસ્ટ માં રહે છે….. પણ આ પોસ્ટમાં વાંચ્યા પછી તો કઈક અલગ જ સીન દેખાય છે…. :-p

    Like

     
  4. vijay

    May 27, 2012 at 3:02 PM

    wah jaybhai..prem na lekh ni je tame starting karo chho..superb…love it..

    Like

     
  5. Dhanvant Parmar

    May 27, 2012 at 3:08 PM

    student b: i knew you werent married! you look way to happy to be married! ;).
    LOL

    May lord give them strength to survive marriage.

    Like

     
  6. dipikaaqua

    May 27, 2012 at 3:17 PM

    Love conquers all!! 🙂

    Loved yr article and some excellent observations

    mark ni profile to pehla joi hati pan priscilla ni savare j article vachya pachi joi.

    superb conversation thank u for sharing..

    “It’s not my money ! ( એ મારાં પૈસા નથી કે મનફાવે તેમ ઉડાવું !)”. Stereo type thinking rakhta chokra o ne samjay to…huh…. 😉

    Like

     
  7. Chintan Oza

    May 27, 2012 at 3:27 PM

    very nice spectrometer and this blog too about newly married ‘fb’ couple..nice snaps too JV. waiting for 10 year part 3 first but understand about ur busy schedule..so np…tc…have a nice weekend and again thanxxxxx..!!

    Like

     
  8. Dhaval KhatsuriyaDh

    May 27, 2012 at 3:28 PM

    mark bhai lucky ho!!!!!

    Like

     
  9. shimmeshine

    May 27, 2012 at 3:32 PM

    loved the article, especially the rare pics. Where did you get them from?

    Like

     
    • jay vasavada JV

      May 27, 2012 at 6:23 PM

      i wrote it in article 😉

      Like

       
      • shimmeshine

        May 27, 2012 at 11:31 PM

        I browsed through those beautiful pics that made me skip the text 😉

        Liked by 1 person

         
      • Dr. Dharmesh Bhadja

        May 28, 2012 at 9:47 PM

        i think he is very influenced by Gujrati culture. His dressing and one photo is revealing that he is playing Dandiya… oh my god… thats amzing Jaybhai. isn’t?

        Like

         
  10. uchit parikh

    May 27, 2012 at 4:12 PM

    Jay bhai just superb.. aje aa BAADSHAH pase thi atla richest hova chata kevi rite humble rehvu e sikhva malyu..

    Like

     
  11. vishal jethava

    May 27, 2012 at 5:19 PM

    તમે લવ પર લખો ત્યારે તમારા લેખ સાથે લવ થઈ જાય! :)))

    Liked by 1 person

     
  12. Jitatman Pndya

    May 27, 2012 at 5:20 PM

    Adbhut Adbhut Adbhut.. Apde Facebook Vagar Ek Ghadi Chaltu Nathi pan Eno Co-Founder Khub J Sido-Sado Che.. Prem Karvani Maja To Avi Rite ‘Without Facebook’ Karva Ma j che.. Facebook Upar Prem Shakya Hoy K Nai E Ram Jane Pan Je Maja ‘Real Life’ Ma Prem Karvama Ave E FB Ma Kyarey Shakya Nai Bane.. 😉

    Like

     
  13. pradeep chanv

    May 27, 2012 at 5:21 PM

    nice yaar………….

    Like

     
  14. Ravi Desai

    May 27, 2012 at 5:44 PM

    Y did Zuckerberg marry 1 day after d Facebook IPO? Bec California divorce laws says any wealth acquired before marriage cannot b shared – Shekhar Kapur (via Twitter). 🙂 🙂

    Like

     
    • jay vasavada JV

      May 27, 2012 at 6:21 PM

      lolzz let shekhar get marry for the third time after 2 broken marriges than 😉

      Like

       
  15. chandrark bhavsar

    May 27, 2012 at 9:42 PM

    Nice, It is is nice to be witness of the event on the 21st century platform we all love , and the best part of it ,is describe by you, the meaning of love…between the lines.Thanks. you have heart full of love to give your best to rest of the world.:) 🙂 …JAY HO.

    Like

     
  16. Naresh

    May 27, 2012 at 9:58 PM

    “…..ruh ni e k evi kasak je samagra astitva ma failay chuki hoy…n it will be remain to the last breath..” Mark Zuckerberg na ruh ma pan evij kasak jaday gai nai JV. many many happy wishes to Mark Zuckerberg and Priscilla Chan……

    Like

     
  17. નિલેષ જોશી

    May 28, 2012 at 9:34 AM

    nice one jayji lovely lekh again ane have tame kyare news aapo cho bhavuk vachak chu mate puchu chu ane bhavuk vachak name tame j aapyu hatu ok…………..

    Like

     
  18. DR.NARESH S BHAVSAR

    May 28, 2012 at 10:52 AM

    pyar atle potana partnernu best bahar ave e mate support karvo pan enu verst( je sauthi kharab ) je hoy ey swikarta javu !
    jena sparsh thi akhi duniyano boj utri jay, e prem!
    love is special but simple filling. prem.thi duniya muththimo nathi avti pan muththio valine duniya sathe bakhadvu padechhe..
    jyare apne prem karie chhie, tyare hoie tethi behtar dekhava ane banvani koshish karie chhie.ane hoie tethi behtar banvani bhukh jage tyare apni aspasni badhij babato vadhu khubsurat bani jati hoychhe!!!!!
    MR.JAY VASAVDAJI….NICE VERY NICE.. THANKS FOR SUCH IMPORTANT JANKARI ABOUT FACE BOOK…
    .

    Like

     
  19. Devang Soni

    May 28, 2012 at 2:00 PM

    Real world Love is way better and romantic than virtual world love! 😀

    God bless mark & priscilla. 🙂

    Like

     
  20. Jaydeep Purohit

    May 28, 2012 at 2:50 PM

    hey jay me n ma father is very big fan of u
    i m also facebook user n doing ma MCA
    dis aartical abt mark is really wonderful..keep it up man…

    Like

     
  21. Akhil

    May 28, 2012 at 6:57 PM

    i have watched one show on history channel last week about mark zkerberg’s journey
    But somehow the show was more concerned and focused only on the cheats and betrayel of mark to his friends to launch the FB
    They showed everything from those betrayed twin brothers to how social network movie made etc.

    but couple of things drag my attention…
    one was… some local media has scheduled interview with intention to reveal mark amonng the world
    about the wrong things he has done to be billionair. i thought it will easy for a billionair to be deplomatic on such questions.
    they started firing question at mark. to my surprise he was litterely trembling and forgeting the things he need to say
    completely sweating face and after a while he needed to remove his jacket as well…!

    second was… the same media had put detectives behind him and they found mark coming with his friend out of his house(Most probably still its on rent..! and he has no luxurious cars)
    and they both moved to some burger ‘Laari’ near and …buying a burger…siting on the floor to eat(Palaathi vaali ne..!)…like any normal person…

    show vala je bhi dekhadva maagta hoy… ek vaat dekhayi ke mark jaray “Jaadi chaamdi” no maanas nathi(Unlike the other billionairs)…..
    he reacts how he feels…. so simple…so transperant….so down to earth…

    “Saadgi..Saadgi ni pattar fadi ne pachho saadgi no j dekhado karva monghi gaadio ma farta aapna gurujioo karta mark bhai nu jivan ketlu uttam
    udaharan kevay….”

    Like

     
  22. Ajay Mahendra

    May 29, 2012 at 7:39 AM

    ગુજરાત સમાચાર મા આપનો રવિવાર નો ફેસ્બુક વાળો લેખ વાચ્યો…. ગમ્યો…..ફક્ત એક કોમેન્ટ ના ગમી… અધુરામાસે જન્મેલા…….તમારા કટાક્ષ મા ફેસ્બુક તેમજ અન્ય જગ્યા પરથી આપને મળેલા અદભુત આવકાર નો અહંકાર તો નથીને?
    જય ભાઈ ફેસબુક પર અનેક એકલવ્યો તમારી અને તમારા જેવા નિવડેલા લેખકો કવીઓની મુર્તિ સ્થાપી ને પોતાના દિલ ની વાતો વ્યક્ત કરવાની કોષિશ કરે છે કદાચ તેમને વધારે માઠુ લાગ્યુ હશે મારી જેમ…….શુ ભાવના વ્યક્ત કરવા માટે છંદો કે અલંકારો ની જરુર પડે? આછંદસ રચના દ્વારા વ્યક્ત ના થી શકે?ખેર આપ વધારે જાણકાર છો….. વિરાટ વ્યક્તિત્વ મા નાનકડા કાણા માથી અહંકાર પ્રવેશે તો ખ્યાલ નથી આવતો.ધારદાર વાક્યો ક્યરેક સુકા ભેગુ લીલુ પણ કાપિનાખે છે….

    Like

     
  23. jalpesh vadgama

    May 29, 2012 at 12:43 PM

    Superb!! You are my all time favorite. I am from gondal and we also meeting in personal when I was doing my MCA and you were taking lectures in the teaching college. Thanks for sharing this nice story with us.

    Regards,
    Jalpesh

    Like

     
  24. pradip

    May 29, 2012 at 3:32 PM

    jay bhai tame phota kyathi lavo cho…? very nice…!!!

    Like

     
  25. MANOJ PANDYA

    May 29, 2012 at 7:28 PM

    Jaybhai, Prisila chinese chhe chhata mast….columbian style Body dharave chhe…Mark is lucky guy.

    1 snap mark and family Dandiya ras ramta hoy tevu lage chhe nahi? temnu dressing pan evuj janay chhe.

    Like

     
  26. Planet J V

    May 31, 2012 at 8:10 AM

    The last Joke, A lamest I ever herd/read. And it is easy to be good/ in love or something, if you are rich.

    Like

     
    • jay vasavada JV

      June 1, 2012 at 12:10 PM

      aava gam ni nakal karta mail id rakhi ne tame j ek joke jeva mane lago chho 🙂

      Like

       
      • Same

        June 2, 2012 at 6:58 AM

        Where is the other comment?

        Like

         
  27. HIREN MAKWANA

    June 1, 2012 at 10:26 PM

    NIce Photo sharing and artilcle also………
    “તું લઇ લે, તારી પાસે ક્યાં ઓછા પૈસા છે (You should get them, you have the money)” અને પ્રિસિલાએ એ પેર પછી રાખતા કહ્યું “It’s not my money ! ( પણ એ મારા પૈસા નથી કે મનફાવે તેમ ઉડાવું !)”.

    there are so many girls like this, i know one

    Like

     
  28. hiral dhaduk

    June 9, 2012 at 2:07 PM

    very very cute and happy couple with their lovely dog………..!

    Like

     
  29. hiteshthakkar

    July 1, 2013 at 10:44 PM

    wow

    Like

     

Leave a comment