RSS

Daily Archives: જૂન 10, 2012

તમારા સમ :-”

ધાર્યા મુજબ સમય તો સરસ પસાર થયો, પણ અહીં કુછ તૂફાની કરવાનો અવસર ના મળ્યો ! 😛 હજુ ય થોડો વ્યસ્ત છું. જુનાગઢ મજા પડી જો કે.

ઠીક છે, એ તો ચલાવશું આવતા વીકમાં…અપુન સબ કા પ્લેનેટ હૈ ના, કાનૂન ભી હમ બનાયેંગે ઔર હમ તોડેંગે !

સૌ પહેલા તો લાગણીથી વિશ કરનાર સહુ કોઈનો નતમસ્તકે આભાર. તુમ હો તો ગાતા હૈ દિલ, જો તુમ નહિ , તો કુછ ભી નહિ ! 😉

ને ગાવાની વાત નીકળી છે , તો બર્થ ડે પર નાચના-બજાના હો જાયે?

તો લો , સાંભળો પ્રિય મેહુલ સુરતી (એની નવી ફિલ્મની સીડી પણ આવીને પડી છે, એ કાલે સાંભળવાનો છું)ની એક મને અત્યંત ગમતી રચના. એ પાછી મને બહુ ગમતા કવિ મુકુલ ચોક્સીએ લખી છે, એટલે ‘ગમ’ હટાવી દે, એવું ‘ગમવું’ બેવડાયું છે. 🙂 ચોક્કસ મેહુલમ્યુઝિકમાં ભીંજાતા ભાવકો માટે આ કંઈ નવી નહિ હોય, પણ મને બહુ ગમતું ગુજરાતી ગીત છે (જે અગેઇન પુરવાર કરે છે કે મેહુલ ગુજરાતનો એ.આર.આર.ને જવાબ છે !) ને પાછું નાચવા – ઝૂમવાના પાર્ટીમૂડ સાથે પરફેકટ ફિટ છે. મસ્ત ફ્યુઝન ટેકનો ક્વ્વાલી છે યારો !

તો રીડરબિરાદર, તમે જો હો તો વાતાવરણ અહીં કેવું સરસ લાગે…પ્લેનેટજેવી પર છલકાય છે તમારા પ્રેમની મોસમ…તમારા સમ ! 🙂

 
37 ટિપ્પણીઓ

Posted by on જૂન 10, 2012 in personal

 

બ્લોગ બર્થ ડે ! :)

લગભગ આવા જ સમયે બરાબર એક વરસ પહેલા ઉતાવળે વર્ડપ્રેસ ખોલીને બેઠો હતો. જસ્ટ બે-ત્રણ કલાક પહેલા જ બ્લોગિંગ આવડતું ના હોવા છતાં ઝનૂનમાં આવી ખાતું ખોલાવ્યું હતું. જે સુઝ્યું તે નામ ને ટેગલાઇન રાખી હતી. આમ તો મારી એક સાઈટનું વર્ષોથી પ્લાનિંગ કરતો હતો, પણ આ બ્લોગ તો સાવ અનાયાસ જ શરુ થઇ ગયો !

આજે બ્લોગને એક વરસ પૂરું થાય છે, એનો હેપ્પીવાલો બર્થ ડે છે. અને આપ બધાની દુઆથી બ્લોગ ગુજરાતીનો નંબર વન બ્લોગ બની ગયો છે. અને નંબર વન એ તો ખરું, પણ કેવો નંબર વન? એમાં ઊંડા ઉતરવું  ય બહુ રસપ્રદ છે. ઈનફેક્ટ, કશુંક સ્પેશ્યલ કરી એક લાંબી પર્સનલ પોસ્ટ પણ સાથે જોડવી હતી…

પણ, ધાર્યું ધણીનું થાય. હમણાં સખત કામમાં હોઉં છું. ફ્રેશ થવા કંઇક શેર કરવા ઓનલાઈન આવું તો ય કેટલાક લોકો એકની એક સાવ ફાલતુ ચર્ચાએ ચડે છે, કે પોતાના કામ લઇ હાજર થાય છે. એટલે એ ય ઘટાડી નાખ્યું છે. બે પુસ્તકોનું કામ ધમધોકાર ચાલે છે, ને એ કોઈ પ્રકાશક વિના જાતે જ છાપતો હોઇને, એ પણ અમુક આગ્રહો સાથે જ- હું ય ઘણું શીખી રહ્યો છું. સારા કામમાં સો વિઘ્ન જેવું છે. 😛

અને પ્લેનેટજેવીની બર્થ ડે પાર્ટી બાજુએ મુકવી પડે તેમ છે. આજે સવારે ૧૦ વાગે જુનાગઢમાં ‘મિલન’ સાહિત્ય સંસ્થાના ૫૦ વર્ષ પુરા થતા હોઇને મારા પપ્પાનું સન્માન છે , એક જમાનાના એની બુનિયાદી બાગ્ડૌર એ સંભાળતા એ ન્યાયે. એટલા માંડ થોડા કલાકોની ઊંઘ લઇ જુનાગઢ પહોંચવાનું છે. રિયલ લાઈફ પહેલા, વર્ચ્યુઅલ લાઈફ પછી- એ મારો સિધ્ધાંત છે. માટે ‘શાંઘાઈ’ પણ જોઈ આવ્યો છું મિત્રો સાથે અને નંબર વન બ્લોગના બર્થ ડે કરતા મારાં બાપનું એના પ્રિય વતનમાં સન્માન થશે, એ મારાં માટે વધુ ખુશીની બાબત છે. ગોડ બ્લેસ હિમ કે, હું હજુ આમ ને આમ એમની તંદુરસ્ત હાજરીથી ધન્ય થતો રહું ! 🙂

જો ફુરસદ મળશે તો બીજી વાર હાજર થઈશ. નહિ તો , બિલેટેડ BD ફુંકીશું 😉

પણ હા, એક સાષ્ટાંગ દંડવત મારાં અતિપ્રિય હુસેનસાહેબને ! એ ના હોત તો આ બ્લોગ જ ના હોત ! ૯ જૂનના એમના નિધનના સમાચાર થી છાતીમાં ભરાયેલો ડૂમો ઠાલવવા જ એક અંદરથી ઉઠેલા ધક્કામાં ફેસબુક પર મારાં લેખો પોસ્ટ ના થતા, આ બ્લોગ શરુ કરેલો. મને તો કલ્પના પણ નહિ કે એ આવા વિજયવાવટા લહેરાવશે ને અનિયમિત હોવા છતાં હું આટલું બ્લોગિંગ કરીશ ને આટલી વિઝિટસ મળશે ! એ ઓલિયાના જ આ છુપા આશીર્વાદ છે, મને જતા જતા વગર મળ્યે, દુર્ બેઠે એમણે આપેલી આ લાઈફટાઈમ ગિફ્ટ છે. જો હુસેન ના હોત, તો આ પ્લેનેટજેવીનું અસ્તિત્વ જ ના હોત ! હું વર્ષોથી તો સતત ટાળતો જ હતો આ ! પહેલી જ પોસ્ટમાં એક વરસ પહેલા એમના પર મુકેલા ત્રણ લેખને એમની વિદાય બાદ લખેલા બે લેખથી અપડેટ આંખો દુખે છે, ને હાથ થાક્યા છે, ત્રણ દિવસથી ઉજાગરો છે એટલે ઝોકાં આવે છે.. તો ય અત્યારે  કરી નાખી છે. હવે એ સંપૂર્ણ પાંચ લેખ એક સાથે અહીં વાંચી શકાશે. અને જે સહૃદય અને સજ્જ ભાવક છે, એને એ નિરાંતનો સમય કાઢી, ખુલ્લું ભાવભીનું મન રાખી  એકી બેઠકે વાંચવાથી આગવી અનુભૂતિ થશે. મને લખતી વખતે થઇ છે. એ ૯ જુને સ્મૃતિશેષ થયા, ને ૧૦ જુને આ બ્લોગના ઓફિશ્યલ સિમ્બોલ તરીકે એમના જ એક (સત્તાવાર રીતે મળેલા ચિત્રથી, નેટ પરથી ડાઉનલોડ કરેલા નહિ) ચિત્રમાં આજે ય  જીવંત છે. મને ખબર છે, ઘણાને એમની એલર્જી છે, પણ આ બ્લોગ એ મિત્રો થકી નથી, હુસેન થકી છે. સલામ સર.

જૂનાગઢ હો તો પપ્પાના સન્માન કાર્યક્રમમાં આવજો.. કાર્યક્રમનું કાર્ડ શોધવાની ય હવે ત્રેવડ નથી. પણ એ વગર આવી જ શકાશે.  આહીર છાત્રાલય, ટીંબાવાડી રોડ પર પાસે એ કાર્યક્રમ છે. ‘મિલન’ ના કોઈ સાહિત્યપ્રેમી મિત્રને પુછશો તો ખબર હશે. સવારે ૧૦ પછી.

ત્યાં સુધી વધુ એક વાર બધાને પપ્પીઝ એન્ડ જપ્પીઝ. આવા પ્રેમમાં તરબોળ રાખવા બદલ. ને કાન પકડીને સોરી, એક વરસની સફરમાં કોઈનું દિલ દુખવ્યું હોય તો, દિમાગની કઢી ભલે થાય, દિલનો દૂધપાક મીઠો રાખજો ! હું તો આવો જ છું – બોલ્ડ માનો કે જીદ્દી, તોછડો માનો કે ઘેલો…એડલ્ટ મેન બાય બોડી, ચાઇલ્ડ બાય સોલ 🙂 માનવા કરતા માણવાનું રાખશો તો જિંદગી પ્લેઝન્ટ સરપ્રાઇઝીઝ આપતી રહેશે….

ને આ એક વરસના બ્લોગબચુડિયાને આમ જ રમાડતા રહેજો :-“

 
77 ટિપ્પણીઓ

Posted by on જૂન 10, 2012 in personal

 
 
%d bloggers like this: