RSS

ક્રિષ્ના ક્રિષ્ના હાયે ક્રિષ્ના….

10 Aug

હુસેનની કૃષ્ણલીલા સિરીઝમાંથી….

હિંદી ફિલ્મોમાં કૃષ્ણના ગીતોની વાત નીકળે એટલે વધુ પડતા વપરાશથી ઘસાઈ ચુકેલા  ‘યશોમતી મૈયા સે ‘ કે ‘ગોવિંદા આલા રે’થી શરુ કરીને હમેશા અહોભાવથી મહિમામંડિત માદક મધુબાલાને ચણીયાચોળીમાં રજુ કરતું  ‘મોહે પનઘટ પે નંદલાલ’ (રચયિતા નૌશાદ નહિ, પણ આપણા ગુજરાતી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ – જે ક્રેડિટ લાંબા કાનૂની જંગ પછી એમના પૌત્ર ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટે ‘મુગલ-એ-આઝમ’ની કલર વર્ઝનની ડીવીડી પર મુકાવી છે !)ના નામો ટપોટપ યાદ આવે.

આવે એ તો. બધાની પોતપોતાની પસંદ હોય. આપણારામને તો કૃષ્ણ ય પસંદ. ફિલ્મો ય પસંદ. અને બોલિવૂડ મ્યુઝિક તો બેહદ પસંદ. તો પછી આ જન્માષ્ટમીએ એની ત્રિવેણી ઉજવણી કેમ નહિ?

તો લો કાનમાં વૃંદાવન ઘોળી, ‘ગો-કૂલ’ વિથ માય ફેવરિટ કે.એસ. – ક્રિષ્ના સોન્ગ્સ. સ્વીટ સિકસ્ટીન. પુરા ૧૬. અને એ પહેલા આરંભમાં રીડરબિરાદર અભિરાજસિંહે યાદ દેવડાવેલું આપણા  હિમેશભાઈનું આ અનહદ પસંદ આધુનિક ‘પ્રભાતિયું’ તો સાંભળી-જોઈ લો. ( બે બોનસ ગણીને ૧૮ વિડિયોઝ થયા…રાજી? )


પણ એમાં ધુબાકા મારતા પહેલા જરૂરી નથી, છતાં કરવી જોઈએ એવી ચોખવટ. આ મને ગમતા  ફિલ્મી કૃષ્ણગીતો છે, તમને ના યે ગમે. એનો હક તમને, પણ એથી મને ગમતા ગીતોનું ‘ગીત-ગોવિંદા’ કરવાનો મારો હક ઓછો નથી થઇ જતો !

બધા ગીત વિષે કંઇક ને કંઇક લખી શકાય….એના કમ્પોઝિશન, પિક્ચરાઇઝેશન, ક્રિએશન વિષે – પણ જન્માષ્ટમીએ એવો ટાઈમ કોને છે? પણ અમુકની વાતો ઝડપભેર કરી દઉં…આમાં નવા ગણાય એવા જૂજ છે, ને છે તે વળી ત્રણ રહેમાન ને એક ઈસ્માઈલ દરબાર એમ મુસ્લિમ સંગીતકારોના ( અને સાઉન્ડ એરેન્જમેન્ટથી તરજ સુધી શુદ્ધ ભારતીય સંગીતથી તર-બ-તર!) છે. (છેલ્લા વર્ષોમાં આવેલા ત્રણે ય સારા કૃષ્ણની થીમ પરના સોન્ગ્સ રહેમાને જ બનાવ્યા છે ! લાસ્ટ ‘જૂઠા હી સહી’ ) બાકીના એક-બે અપવાદને બાદ કરતા લગભગ એક જ ટાઈમફ્રેમના છે. મારી ટીનએજમાં આઠમની અઠખેલીયાં ધૂમ મચાવી, રંગ જમાવતી હતી એ અરસાના. કદાચ ત્યારે કૃષ્ણ પર ગીતો પણ બહુ બનતા. અને મને સાવ ભજન જેવા જુના ગીતોને બદલે એટલીસ્ટ રેકોર્ડિંગમાં થોડા વધુ રણકદાર એવા આ ગીતો ગમતા. એમાં ચાંદ કા ટુકડામાં શ્રીદેવી ગુજરાતી રાસ (ને અઠીંગો !) લેતી જોવા મળશે તો કિશન કન્હૈયામાં ભીની મહીન (થીન, યુ સી!) શ્વેત સાડીમાં ઉલળતી-ઉછાળતી  શિલ્પા રાસલીલાની રસભર ગોપી જેવી જ લાગશે 😉 ડિસ્કો ડાન્સર-મીરા કા મોહનના ગીતો  ધાણાદાળ-વરિયાળીની જેમ ફ્લેવર ચેન્જ કરે એવા ડીફરન્ટ છે. રેખા પરના શીતળ પ્રભાતપૂજાના ગીતો છે.  સારિકા-મંદાકિની પરના મીરાં-રાધા કશ્મકશના બેઉ બેહદ  પસંદ ગીતોમાં સરળતામાં સ-રસ કવિતા ગૂંથાઈ છે. પણ સરપ્રાઈઝ પેકેટ પ્યાર હુઆ ચોરી ચોરીનું સોંગ છે. કેમ?

કેમ તે આ યુટ્યુબ લિંક શું ટાઈટલ વાંચવા પૂરતી છે? કરો ક્લિક…ભલે ફુરસદે, બધા ગીતો માણજો જરૂર.. 🙂

ને હેપી બર્થ ડે, કાનજી કાળા..માવા મીઠીમોરલીવાળા….પંજરી ફ્લેવરની કેકનું કૈંક સમજોને પાર્ટીમાં ? ❤

***

 
24 Comments

Posted by on August 10, 2012 in cinema, india, religion

 

24 responses to “ક્રિષ્ના ક્રિષ્ના હાયે ક્રિષ્ના….

  1. Envy

    August 10, 2012 at 8:15 AM

    આજે જન્માષ્ટમી એ શ્રાવણ સુધારી દીધો.
    કદાચ, કૃષ્ણ જ એક એવા દેવ હશે જેને પિક્ચર માં આટલી બધી વખત યાદ કરતા હશે !

    Like

     
  2. Jitatman Pndya

    August 10, 2012 at 10:08 AM

    Man Mohanaa is Jus Osum Song [Or Better Call it Bhajan].. Rahman Saab Is a Muslim but he is Converted Muslim, So No Doubt in His Bandagi to Allah or in our language Prarthna to Bhagwan.. Many people which know ARR very closely says “He Is A Sufi Saint”.. Very True.. No Doubt..
    તમને તો ખબર જ છે કે મોટાભાગના કમ્પોઝીશન એ રાત્રે જ બનાવે છે. ને દરેક કમ્પોઝીશન ને ખુદા ની રેહમત મળી હોય એ સ્વાભાવિક દેખાય છે.
    Jus Love Him… 🙂

    Like

     
  3. Jani Divya

    August 10, 2012 at 10:51 AM

    🙂 JSK

    Like

     
  4. Abhirajsinh

    August 10, 2012 at 11:00 AM

    tere naam nu rang rasiya o kana geet nathi bahu j saras geet che

    Like

     
  5. Heena Parekh

    August 10, 2012 at 11:31 AM

    વાહ…એક સાથે આટલા બધા કૃષ્ણગીતો…શાંતિથી જોવા-સાંભળવા પડશે.

    Like

     
  6. vishal jethava

    August 10, 2012 at 12:12 PM

    🙂 ‘જય’ શ્રી કૃષ્ણ! 😀

    Like

     
  7. pravin jagani,palanpur

    August 10, 2012 at 12:33 PM

    જન્માષ્ટમી નું માખણ ખાવા મળ્યું હોય એમ લાગ્યું,”જય” શ્રી કૃષ્ણ

    Like

     
  8. hiren makwana

    August 10, 2012 at 12:37 PM

    આપણારામને તો કૃષ્ણ ય પસંદ. ha ha ha Very Nice LInes………. super like Vasavada Saheb

    Like

     
  9. Sharad Kapadia

    August 10, 2012 at 12:38 PM

    આટલા બધા ગીતો કોઈને પણ કૃષ્ણમય બનાવી દેવા પુરતા છે.
    એની લીન્ક્સ એમાં જોડો તો રંગ રહી જાય. હજુ સમય છે, મોડું નથી થયું.

    Like

     
  10. Farzana

    August 10, 2012 at 1:58 PM

    Badhhhaaaaaaa J songs sambhalya……
    krishna….krishna ….krisshna…….
    mann ne aatma krishnamay

    🙂

    Like

     
  11. dipikaaqua

    August 10, 2012 at 2:12 PM

    Ketlak nava -juna sambhlela ane ghana pehli var j sambhlya….Lyrics, dance, expression..Mast…ekdam krushnmay…:) khas kari ne ‘man mohna’ jodha akbar na badha sara gito ma nu ek ane khas kari ne ‘ayo re ayo nandlal’ aa to mara playlist ma add pehla karvu pade evu che…Majjo Paddi Gyo…:);)

    Like

     
  12. Snehal Patel

    August 10, 2012 at 2:20 PM

    jay bhai Hmna nu new song “Go Govinda” rahi gayu………. 🙂 😀

    Like

     
  13. chandrark bhavsar

    August 10, 2012 at 5:55 PM

    …Too Good.

    Like

     
  14. harshajagdish

    August 10, 2012 at 5:58 PM

    તમને જન્માષ્ટમી મુબારક! આ બધા જ ગીતો સારા છે.હુ એમ માનું છું કે,’જે સંભાળવું ગમે તે સારું સંગીત.’ પછી તે પદ હોય,ગીત હોય કે બોલીવુડ હોય.હા એક વાટ છે કે,”મોહે પનઘટ “માં એક અજબ સુકુન છે તે કદાચ લતાજી ને કારણે હશે.

    Like

     
  15. Mita Chauhan

    August 10, 2012 at 6:12 PM

    Man Basia…Man Mohana.. .. Jiski Deewani Brij ki har Bala….. Shyam teri bansi.. O krishna..U r the greatest.. Most Adorable …:)

    Like

     
  16. Tapan Shah

    August 10, 2012 at 7:14 PM

    are yaar…3g nathi ane 2g ma bahu data nathi……fir kabhi………………….

    Like

     
  17. niloobhai

    August 10, 2012 at 10:07 PM

    JAY si krishna

    Like

     
  18. trupti patel

    August 10, 2012 at 11:15 PM

    febulous jay sir. aap morden chho with ur ethics. i like this very much about u n thats y respect u .

    Like

     
  19. swati paun

    August 21, 2012 at 11:22 PM

    mastam…………sngz………..aaj radha ko shyam n radha kaise na jale…..ema to dance ma no lidha 6…n wo kisna hai ma levdavya 6….n shyam teri bansi, o radha r fev sngs………….n 1 most fev……………………………….iz 1 radha 1 meera to oho……….1 jit na mani 1 har na mani,mira k prabhu girdhar nagar radha k manmohan,……..1 nit sringar kare 1 jogan……..thanxzzz.:)))

    Like

     
  20. Kush Patel

    August 8, 2013 at 3:08 PM

    One more song left – ” Raat suhani mast chandani.. ”

    link – http://www.youtube.com/watch?v=reSDcax76oo

    Like

     
  21. Dhams

    August 27, 2013 at 4:25 PM

    Radha Tera thumaka , student of the year :p

    Like

     
  22. Mehul Trivedi

    August 27, 2013 at 5:47 PM

    Superb service jai bhai , maja aavi gayi from old to new Krishna songs….nice.

    Like

     
  23. venunad

    August 27, 2013 at 11:10 PM

    ‘Jalso padi gayo’ At one place variety is commendable!

    Like

     
  24. Nidhi Vaghela

    January 15, 2016 at 11:18 AM

    mst

    Like

     

Leave a comment