RSS

જય હો – અકિલા !

13 Aug

૨૦૦૩માં મેં પહેલું પ્રકાશન શરુ કરેલું, મિત્રો સાથે ભાગીદારી જમાવીને. નામ રાખેલું પીટર પાનની પરીકથા (અને હૂક ફિલ્મ તથા માઈકલ જેક્સનની રેન્ચ) પરથી ‘નેવરલેન્ડ’. પ્રકાશન શરુ કરવાનો વિચાર મારો જ. એ સફળ પણ થયું.  અલબત્ત, પછી ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ની પેલી કથા જેવું થયું. પ્રારંભિક  નિષ્ફળતા મળી હોત તો એ ચાલુ રહેત, પણ આરંભની જ સફળતાને લીધે એ સહિયારું સાહસ બંધ કરવું પડ્યું. વો કિસ્સા ફિર કભી.

મને બરાબર યાદ છે, ત્યારે હું મારી વિશ્વમાં સૌપ્રથમ કહેવાય એવી એસ.એમ.એસ. બુક્સ લઇ બધા અખબારોમાં ગયો, એમાં વિદ્યાર્થીકાળથી એમ જ ઓળખતા રાજકોટના સુખ્યાત સાંધ્યદૈનિક ‘અકિલા’ના ‘અકેલા’ સુત્રધાર કિરીટકાકાએ જે વ્હાલનો અનુભવ કરાવેલો, એ આજીવન નહિ ભૂલું ! ભેટ લેવા ટેવાયેલા પત્રકારો તો બહુ જોયા હશે પણ કિરીટકાકાએ તો ઉભા થઇ શ્રીનાથજીનો ઠોરનો પ્રસાદ ઘરમાં લઇ જઈ ખવડાવ્યો અને ખિસ્સામાં હાથ નાખી ૫૦૦ રૂપિયા આશીર્વાદ રૂપે આપ્યા ! એ સિવાય પણ એમના પ્રેમમાં કદી માઠું વરસ નથી પણ “મીઠું વરસ” જ હોય એની ખાતરી.

ઘણા સમય બાદ એકલપંડે મારું સ્વતંત્ર પ્રકાશન ‘રિમઝિમ ક્રિએશન્સ’ શરુ કર્યું. માત્ર શોખથી આવું ય કામ થઇ શકે ઘેર બેઠાં એ પુરવાર કરવા ડિઝાઈનર દોસ્ત ગિરીશ ચૌહાણ સાથે મળી અગેઇન વિશ્વભરમાં સૌપ્રથમ કહેવાય એવી અનોખી અંગ્રેજી બૂક ‘Life@Kite’ બનાવી. એ વખતે ટાઈમ્સની ‘લીડઇન્ડિયા’માં મોજથી ભાગ લીધેલો. નવા અનુભવો લેવા. ટાઈમ્સમાં ડઝનેક જેટલા નાના લેખો પણ મારા એ સંદર્ભે અંગ્રેજીમાં છપાયા. નિયમિત લખવું હોય તો ઈજન મળ્યું પણ એ તો સમયના અભાવે શક્ય નહોતું. નવા પ્રકાશનની પહેલી બુક અંગ્રેજી હોઈ જસ્ટ અમદાવાદ તંત્રીશ્રી ભરત દેસાઈને ભેટ આપવા ગયો. ઉમળકાભેર એમને એ સ્વીકારી. અને મને એવી ભેટ આપી કે જે લાઈફટાઈમ મેમરી બની રહે. અમારે આવી કોઈ વાત પણ નહોતી થઇ પણ સવારે હું ઉઠું એ પહેલા એમનો સરપ્રાઈઝ મેસેજ આવેલો મોબાઈલમાં…….અને સંક્રાંતિની એ સવારે હું ટાઈમ્સની ફ્રન્ટ પેજ આઠ કોલમની બેનર હેડલાઈનમાં પુસ્તક અને તસવીર સાથે હતો ! ભલભલી સેલિબ્રિટીઓને પાવર ને પૈસાથી ના મળે એ ભરતભાઈએ પ્રેમથી (અને મેરિટ પર) આપ્યું. લો એ તસવીર પર નજર નાખો (ક્લિક કરી ફોટો એન્લાર્જ કરો):

એ નાનકડું અંગ્રેજી પુસ્તક નેશનલ લેવલ પર પહોચે ત્યાં તો ને બાકી ચપોચપ ગુજરાતમાં જ સોલ્ડ આઉટ થઇ ગયું. હવે એ જ ‘રિમઝિમ ક્રિએશન્સ’માં મે પૂરેપૂરું પરસેવાની કમાણીનું જોખમી રોકાણ કરી (એ માટે કેટલાક અંગત ખર્ચના એજેન્ડા પણ બાજુએ મૂકી) ખૂબ દિલથી ‘જય હો’ પુસ્તક બનાવ્યું. મારાં નિયમિત પ્રકાશક નવભારત પરિવાર તો મારી સાથે હોય જ. વર્ષોના મારાં નિરીક્ષણમાંથી જન્મેલા વલોપાતમાંથી. એ પુસ્તક કેમ અને કેવી રીતે ઘડાયું એની ઉતારચઢાવવાળી સર્જનકથા પણ રસપ્રદ છે અને ‘શા માટે’ એ તો મહત્વપૂર્ણ પણ છે. પણ ગુજરાતી પ્રકાશનોમાં પ્રોડકશન લેવલે કાગળ, પ્રિન્ટિંગ, લે-આઉટ, ડીઝાઈનમાં ગેઇમ ચેન્જર બને એવું આ પુસ્તક કન્ટેન્ટમાં પણ નેવરબિફોર (હા, ગુજરાતી પ્રૂફરીડર ના મળ્યાનો અફસોસ હજુ યે છે) એટલે છે કે એમાં પોઝીટીવીટીના પડીકાં વેંચવા કરતા ઘણો વધુ અસરદાર અને ધારદાર કન્ટેન્ટ છે, જેની સરેરાશ સમાજને લાંબા ગાળે બહુ જરૂર છે, એવું મને લાગે છે.

ફરી બધા જ અંગત અખબારી મિત્રોને આઠમ નિમિત્તે એ દેવા ગયો , ત્યારે પણ પૂજ્ય અને પ્રિય કિરીટકાકાના વાત્સલ્યની અમીવર્ષામાં ભીંજાવા મળ્યું. એમણે રસ લઇ આ પુસ્તક વિષે થોડું વધારે ઊંડાણમાં કવરેજ તૈયાર કરાવ્યું. બ્લોગબડીઝને વિનંતી કે નીચેના ફોટા પર ક્લિક કરી એ એન્લાર્જ થતા રાઈટ બોટમ કોર્નર પરના મોટા બોક્સમાં ‘જય હો’ વિશે, એ બનાવવાના કારણો-તારણો અંગે ખાસ વાંચજો. (મફત છે, એમાં કંઈ ચૂકવાનું નથી😉 ).


‘જય હો’ મારાં માટે કેવળ વધુ એક પુસ્તક શા માટે નથી, અને એની જરૂરિયાત પહેલી નજરે દેખાય એનાથી ઊંડી અને અગત્યની  શા માટે છે – એનો પ્રાથમિક ખ્યાલ આ વાંચશો તો આવશે. એના કન્ટેન્ટ અંગે તો ઓલરેડી એની પ્રસ્તાવનામાં વાચકોએ કહ્યું જ છે. અને પુસ્તકના સામે ચાલીને અદભૂત ફીડબેક વેચાણ અને વખાણ બંને સ્વરૂપે હજુ તો એનું વિધિવત લોન્ચિંગ પણ ના કર્યું હોવા છતાં મળી રહ્યા છે. ફેસબુક પર ચિક્કાર પ્યાર વરસ્યો છે એના પર. તમારા નિખાલસ પ્રતિભાવોનું અહીં પણ સ્વાગત છે કોમેન્ટસમાં. (નોંધ : અકિલામાં આવેલા સંપર્કસુત્રો ઉપરાંત ‘જય હો’ અમદાવાદ અને વડોદરાના ‘ક્રોસવર્ડ’માં હવે ઉપલબ્ધ છે. સુરતમાં એક સંસ્થાના અનુદાન-સહયોગથી પર્વના ગાળામાં વિશેષ વળતર સાથે હીરાબાગમાં જે.ડી.ગાબાણી પુસ્તકાલયમાં પણ મળશે. મુંબઈ ‘નવભારત’માં ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ પર પણ મળે છે, ટૂંક સમયમાં ઓનલાઈન સેલિંગ માટે ઉપલબ્ધ કરવાના પ્રયાસો ચાલુ છે. જથ્થાબંધ જોઈતી હોય તો રિમઝિમમાં ૯૮૨૪૩૩૭૩૮૯ પર સંપર્ક કરવો .)

લેખકો -પ્રકાશકો મારાં મિત્રો હોવા છતાં પુસ્તકો માંગીને , મફત મેળવીને કે ઉછીના લઈને વાંચવાની વૃત્તિ પ્રવૃત્તિ મેં કદી રાખી નથી. મારા નિકટ વર્તુળો જાણે છે, તેમ ગમતા પુસ્તકો તો હું દસ-વીસ ખરીદી ગિફ્ટ આપું છું. જે આજીવન આચરણમાં હું મુકું છું, એ કહેવાનો હક ખરો એટલે મારાં સ્પષ્ટવક્તા સ્વભાવ મુજબ અનુરોધ કરું છું કે ગમે, (જો ખરેખર ગમે અને અકિલામાં છપાયો છે એ સંકલ્પ / પુસ્તક પાછળના મૂળ સમસ્યા-ઉકેલના વિચાર અંગે તમારા હ્રદયની સંમતિ હોય તો અને તો જ…હું કહું છું માટે કે મને સારું લગાડવા તો નહિ જ ) તો એ લેજો અને બીજાઓને પણ પ્રોત્સાહિત કરજો. ભાષા કે એનો લેખક  કેવળ પ્રશંસા પર ટકતો નથી, એ નરી વાસ્તવિકતા છે. માત્ર લેખન-પ્રવચન પર જ એક દસકાથી જીવતા માણસ તરીકે મને એનો પુરતો અનુભવ છે.

‘જય હો’ અંગે બીજું કેટલુંક રસપ્રદ લખવું છે, પણ અત્યારે આ મારી જ પર્સનલ સ્પેસ હોવા છતાં એના અતિરેકથી તમને બોર નહિ કરું. થોડા દિવસો પછી. મારાં અઢળક રસના વિષયો છે, ફક્ત મારું જ પુસ્તક આવે એટલે એની જ વાતોએ ચડી જવું તો તમને ઠીક, મને જ ફાવે નહિ.😛 અત્યારે બસ ‘અકિલા’માં એના વિષે છપાયું એ તમે સમય કાઢી વાંચો, વિચારો અને શક્ય તેટલું વંચાવો  એટલું પૂરતું છે. 🙂

આપ સહુના બેસુમાર પ્યાર માટે આગોતરો આભાર…

 

65 responses to “જય હો – અકિલા !

  1. Farzana

    August 13, 2012 at 1:05 PM

    Rabb ni maher varse chhe khub…..
    keep rocking Jay🙂

    Like

     
  2. Chintan Oza

    August 13, 2012 at 1:05 PM

    Sir….jaldi thi online male avu kaink karo..!!

    Like

     
  3. Vikas

    August 13, 2012 at 1:48 PM

    jay bhai, have you planned releasing you book in ebook format via itunes or google play store? A lot of us who aren’t in India would love this option.

    Like

     
    • jay vasavada JV

      August 13, 2012 at 3:41 PM

      ના. ઇ બુક ફોરમેટમાં અત્યારે નહિ જ આવે. આ મારો સભાન અને સ્પષ્ટ નિર્ણય છે. સોરી.

      Like

       
    • rajesh

      August 19, 2012 at 4:24 PM

      say clearly free download thai avu kai karo ne??????

      Like

       
      • Nishant Purohit

        August 20, 2012 at 10:56 AM

        Rajeshbhai, Google play and Istore ma khali free e-book hoy tevu nathi, tema pan online pay kari ne e-book kharidi sakay tevu hoy che,

        Like

         
  4. sonideepali

    August 13, 2012 at 1:54 PM

    very nice. all the best

    Like

     
  5. Soham Mehta

    August 13, 2012 at 2:02 PM

    jst bought from LOKMILAP yesterday..!!! ‘ll start reading frm 2day..!!!

    JAY HO..!!!

    Like

     
    • jay vasavada JV

      August 13, 2012 at 3:42 PM

      આભાર..અહીં પ્રતિભાવ જે હોય તે લખજો.

      Like

       
  6. tori gori

    August 13, 2012 at 2:30 PM

    areee yaaar second last pragarph read kari ne te hatash kari didhi.. vepari vurti muki didhi te tara bolg ma… e bhikh mangva jevu kam karyu te… e pan tara lovers agal… e na karta books no preview muki didho hot to saru laget.. patel mari jay pan koi di mange nai..

    i m lovers of krishna n u 2…. kaik shikho kanuda pasethi pan….books na koi pragraph muki de..preview muki de… jethi loko ne levu na hoy to pan man thay jay ghare bija mate levanu…

    aa to akila nu page muki didhu.. taru kaik muk.

    ek to tu jordar books banavi ne sastu vechish….. to steave jobs ni jem loko sudhi pahochavana resta pan khoj..

    tane kai problme che…. mane to evu lage che.. tara hraday no koi tar sandhato nathi….mane k hu sandhi dau..

    Like

     
    • jay vasavada JV

      August 13, 2012 at 3:39 PM

      lolzz પહેલા સાચી ઓળખ સાથે જાહેરમાં લખવાની હિંમત કેળવો…પછી પુસ્તકને બદલે મારાં પર વિવેચન લખજો.

      Like

       
      • tori gori

        August 14, 2012 at 2:41 PM

        joyu ne te.. me kidhu hatu pehla pan. u cnt accept -ve comentzzzzz….tane em che ne k loko joya janya vagar deep ma utarya vagar commentzzzz thoki de…tu mari chinta na kar.. pan mane sachej na gamyu. aa to tari personal space che.. ama to excellent beauty j umervani hoy..second last fakra thi te kalu tapku lagadi didhu..hope so e have koi ni nazar na lage tara soul par… u knw u r pure, holly, altimate jem on this earth. GOD’s gift.

        tu kaik thi picho 60davava mate etli badhi mehnat na kar. balance bagadi jay. sakshi bhav etle jagrut rehvu badhi rite. shu bhule cho tu.. kya atvay che tu k kaik atvay che tara ma…. java de vadhaare shu lakhavu…

        Like

         
    • Ram Deliwala

      August 13, 2012 at 6:40 PM

      to tori gori:

      You have no moral rights to criticize JV article in this manner. What a cheap language you have used. Shame on you.

      Try to reach at Height where JV is. I doubt you have any eligibility or caliber to reach at 1%.

      Like

       
      • tori gori

        August 14, 2012 at 2:50 PM

        thanks
        u r 100% correct. I dnt hv any eligibility or caliber to reach even at 0.000001%. sav sachi vat hu kai janti nathi emana vishe.. mane to kai khaber na pade. pan read karvu bahu game.. aa kai eno article nathi.. ne me kyarey eno article vakhodyo nathi..

        aa to IT highway che jene je lakhavu hoy te lakhe… mane jv na pade to hu koi di na lakhu..

        tamaru pantu hy ne tame na pado to marathi pan na lakhay. to ramjibhai biju kai kehvu hoy to kahi dejo mane.

        Like

         
  7. Nisarg Desai

    August 13, 2012 at 3:44 PM

    Sir when it will available on Flipkart or Infibeam?.desperately waiting for it.
    big fan of you.
    Best of luck jaybhai.

    Like

     
  8. Dhanvant Parmar

    August 13, 2012 at 4:46 PM

    jay bhai me ek week pahela j rajesh book store mathi kharidyu, haju matr thoda articles j vanchya chhe. pustak ekdum jakkas chhe
    prit kiye sukh hoy temni pase uplabdh nathi
    plz janavo ke rajkot ma e kyathi malashe.
    btw congrats for such a great book.

    Like

     
  9. Vishal Rathod

    August 13, 2012 at 4:48 PM

    hoon shu karu sir ?
    kharidi lau ?
    man vanchva mate adhiru banine thangane che😀
    ( kharidi to hu shaku j chu but as u said youll give me, to autographed version vanchvani majja vadhu ave ( personal svaa
    rth kahi shaku ke YES I GOT IT FROM JV ) )

    Like

     
  10. Mayurdhvajsinh Rana

    August 13, 2012 at 4:59 PM

    Jaybhai, first of all, thanks a lot for publishing a book on such a subject. i use to read books on such subject, but i found that in this subject, very few good book in gujarati are available. good in my view, means, having in such a language that a common man can understand and creat interest in subject. i hardly found such combination in given subject. mostly i read translated books ( and that too not up to the mark) on the subject from authers like Robin Sharma and all. so again, thanks a lot. i am just now leaving for Cross World. will write on book after compeletely read it. so it may take little time due to professional commitments.🙂

    Like

     
  11. Vishal Rathod

    August 13, 2012 at 5:02 PM

    @tori gori : tu je hoy te bhai ke ben pahela akila nu akhu page vanch ne ama jv na je paragraph che te vanch ! pachi comment mukje ke tamaru kaik aapo akila nu nahi !!
    adhuru vanchan ne bija ne salaah !!

    Like

     
  12. Kaushal Narharibhai Rao (Kaushal Brahmbhatt)

    August 13, 2012 at 5:06 PM

    aa book vanchava ni katibaddhta vishe ni vaat karu e pehla em kaish ke “AABHAR” e etle mate k hu pela vanchan sokhin loko mathi nathi aavto ane kyarey mara ghare news paper na coloums pan nathi vanchto.
    pan #FB subsciber thya pa6i have aa vanchan ane gujarati vanchan ma rass padva mandyo 6e ane dhime-dhime REGULAR thato jaay 6e. (me tamara gujarat ma aaveli koi coloum vanchi srry abt tht mara ghare biju koi news paper aave 6e)
    but
    fb post regular follow karu 6u ane cmnt pan karu 6u.kyarek tame jota pan hasho.
    to have aa regular JV fan mujab AA book to kharidvi j rhi ema shanka ne koi sthan nthi
    pan
    hu jyathi belong karu 6u tyathi aakha gujarat nu bhavi ghaday 6e pan kamnaseebi e 6e ke koi pan navi vastu amare sudhi pahochta tym lage 6e.
    pan raah jovanu aapnne posay nay karan ke maro ghanisth friend “je tamaro die-hard FAN ane SHRI MAULIN MUNSHI no journalism student 6e e bhai ne gift aapvi 6e to shaky etlu jaldi kyathi madi sake e mahiti aapsho e aasha ane aapne khub khub shubhkamnaoo sathe ahij virmu 6u.

    JAYYY HO…..!

    Like

     
  13. ashokdholariya

    August 13, 2012 at 5:20 PM

    જયભાઈ જય હો હજી કલાક પહેલા જ મારા હાથ મા આવી હજી વાચવાની બાકી છે પણ પ્રસ્તાવના મા વાચકો ના પ્રતિભાવ અને તમારા શિક્ષણ વિશે નો લેખ સરસ છે આજે રાત્રે તમે ઉજાગરો કરાવશો એ ચોકકસ છે.

    Like

     
  14. doyoureckon

    August 13, 2012 at 5:25 PM

    @ jay from saryuben (my mom) : pick any page from book and start reading it, you will enjoy. repeat that page as many times as you like and every time you will find something new. recommended to relatives & friends and to all who can read Gujarati language. Thanks a lot!

    Like

     
  15. priyanaka

    August 13, 2012 at 5:27 PM

    eagrly wait…

    Like

     
  16. Aarti mandaliya

    August 13, 2012 at 5:27 PM

    hu bahu utsuk chhu aa book vachva mate ane mara khas frnds ne pan me aa vachvanu kahyu chhe ane emne lavi apvani javabdari pan me upadi chhe.. hoshe hoshe.. :)) lagbhag ek sathe 6 books levani chhu. n yes advancema j thanx kahish kem ke hu 100% sure chhu aa book best j hovani🙂 n thnx etla mate pan ke..ame je joi jani ke vachi nathi shakta e je kai sarvottam chhe e tamara through, gamti bhasha ane shabdoma amne sah-ras male chhe🙂 n of course ur heart touching style!! cheers🙂

    Like

     
  17. Keval

    August 13, 2012 at 5:31 PM

    The book cover looks cheap…Dislike it.

    Looks like learning designer designed it, how did you approved it?

    It’s completely crap!

    Like

     
  18. Nishant Purohit

    August 13, 2012 at 5:34 PM

    Dear JV,

    Hu tamara lekh last 15Yr(1997) thi vachu chu, Khas kari ne Gujarat samachar ma, Ek var tamane “Bhavnagar DakshinaMurti and Yashvantray” ma rubaru sambhalva no moko pan maliyo che. Haji sudhi tamari aa book vachvano no moko nathi maliyo( as I am in Iraq) but lekh sara j hase tevu maru manvu che.
    Aa sathe hu tamane ek vat kaheva mangto hato, thoda time thi(last 1yr) mane evu lage che ke kayrek tame “atma slagha” ma sari pado cho( Jo barabar na lagiyu hoy to pahele thi sorry, karan ke hu to khali vachak chu mane vivechan karva no koy hak nathi). pan maru evu manvu che ke jeno apde bahu virodh karta hoy e teva apde apni jan bahar j thy jay e.

    So keep it up high and take care.

    Regards
    Nishant Purohit

    Like

     
    • Dhruv Seth

      August 17, 2012 at 7:16 AM

      Please Jay sir, reply to above comment. You already had replied to some stupid comment, saying he did not identify him. That was before it and one reply to guy about Crossword. That mean you had read the comment.
      I noted you did not reply to genuine criticism, it is only few times.
      Don’t reply to me saying that come up with something of my own. I want you to reply to the Nishit Purohit’s comment.

      Dhruv.

      Like

       
      • Nishant Purohit

        August 17, 2012 at 10:04 AM

        Dear Dhruv Seth,

        First of all I want to say that it was not a stupid comment to grab the attention. you shoud read my words very carefully, I had put my observation in very polite words and that we can say to JV as a reader and also JV ask us to put our honest observation so that I did as a good reader.And if you are readng JV carefully then you may not write this to ask JV to reply me(I feel the JV alredy read that and if he feel that it need to reply he did it at same time) as JV himself oppose to be moral police for someone elce action. This is free world and we can express our observation in kind words.
        Hope you will find it appropriate and understand me properly.

        Like

         
        • Dhruv

          August 19, 2012 at 5:45 AM

          Sorry Nishant, I did not get what you wanted to say in earlier comment. But, I was not comparing your comment to other stupid comments. I wanted to say, that if he could reply to very stupid comment, yours’ deserved couple of words. That’s all.

          Dhruv

          Like

           
          • Nishant Purohit

            August 19, 2012 at 1:07 PM

            Dear Dhruv, No issue dear, also feel sorry for misunderstanding from both side😉

            Be in touch and take care.

            Like

             
  19. Jalay Joy

    August 13, 2012 at 5:56 PM

    Loko on paisa apine bikes ane cars kharide che pan me to on apine aa ‘JAY HO! – vichaar’ melvyo che. ( I have earned it ).
    Aaje mari ek friend student exchange antargat interview mate gai hati, bav nervous hati, me ene ekaj line par focus karva kidhu, “I DO IS BETTER THAN IQ” ane sathe sathe ene JAY HO! – vichaar pan apyo.
    Love you JV..🙂

    Like

     
  20. dipesh panchal

    August 13, 2012 at 6:00 PM

    perfact book for recent time, what ever u r a student or businessman or employe or housewife.nicely designed after ‘PKSH’ jay again rocks.i have it already and thx jay for his superb vision,my fav articles in this book is about 127 hours,pujya morari bapu.god bless u jay.

    Like

     
  21. Mira

    August 13, 2012 at 6:01 PM

    Will try to spread it as much as possible , for your intentions and specially subject is truly motivating ! Also we will wait for its online edition too ! Thanks for the detail , surely it will reach to more Gujarati families then you expected !!

    Like

     
  22. Hiral Prajapati

    August 13, 2012 at 6:42 PM

    hello jebhai.. jebhai atlamate ke it’s cool… ya.. i know ke aa I HATE LOVESTORY no dialog 6e but it’s really cool.. so.. jebhai tamara spectrometer na articles thi inspiried thai ne me blogs lakhavanu chalu karyu 6e.. tamara articles bau j rocking hoy 6e.. rocking atla mate ke e badha articles bau j precticly vichari ne lakhya hoy avu kaik mane lage 6e.. so… best of luck for your “JAY HO..” and really “JAY HO…”🙂 hu ahiya mara blog ne promote nathi karti but it’s the second path of your… ammmmm.. sorry just like your thoughts.. I hope so..
    souloflifespirit.blogspot.in

    Hiral Prajapati from Mehsana, Gujarat, India.

    Like

     
  23. Mehul Tewar (@MehulTewar)

    August 13, 2012 at 6:42 PM

    Bina just told me she bought copy for me in Surat…so will read that soon…but sir..my one request is your all books are not available on online specially http://www.flipkart.com which is best in book delivery..

    Like

     
  24. Envy

    August 13, 2012 at 7:04 PM

    Best review.

    Get ready for reprint🙂

    Best luck.

    Like

     
  25. Yagnesh Trivedi

    August 13, 2012 at 7:38 PM

    Dear Jaybhai,

    We are pleased that you have put up a book for us to read. Though I have not read it yet, I am sure once I read it, I shall definitely learn a lot from it and shall start developing positive thoughts in my life as I am passing through one of the worst phases of my life in terms of my ill health. And you are quite right in saying that people don’t spend in buying books as much as they spend in all other things in life. Of course, I am not amongst them and I do spend a lot on reading, be it a book, magazine, newpaper or any other thing. Please keep it up.

    Like

     
  26. Bhavesh Shah

    August 13, 2012 at 7:43 PM

    મેં તા. ૦૯/૦૮ ના આપને SMS કર્યો હતો, અને અપેક્ષા હતીજ કે આપ પ્લેનેટ જે. વી. પર કોમેન્ટ મુકવાનું કહેશો…

    ફેસબુક પર જયારે બુક વિષે વાંચ્યું, ખાસ કરી ને ટાઈટલ “જય હો ” જાણી ને ખુબ આનંદ થયો કેમ કે
    ફેસબુક પર આપની સાથે ફેબ્રુ ૨૦૧૦ થી મિત્રતા છે, અને ત્યાર થી અનેક વખતે મેં આપના સ્ટેટસ પર
    “જય હો , જય હો, જય જય જય જય હો” એવી કોમેન્ટ મૂકી છે…
    તા. ૦૮/૦૮ ના અમદાવાદ બુક સેલ્ફ માંથી આપનું “જય હો ” અને કીન્નરભાઈ નું “મહાભારત ની રામાયણ ” ખરીદ્યા
    “જય હો ” માં જય નાદ વાંચતા એવું “”” લાગે છે””” કે આ ફક્ત પુસ્તક નથી પરંતુ વિદ્યાર્થી મિત્રો , જીવન માં આશા ને નિરાશા વચે જોલા ખાતા મિત્રો વગેરે માટે એક “સારવાર પ્રણાલી ” ગણાશે…
    ખુબ ખુબ આભાર અને અભીનંદન .
    આશા, અપેક્ષા અને આશીર્વાદ કે આપ આનાથી વધુ સારા પુસ્તકો પ્રકાશિત કરતા રહો
    નોંધ: મેસેજ કર્યા પછી ને આ કોમેન્ટ આપ્યા વચે બીજા ત્રણ પ્રકરણ વાંચવાનો અવકાશ મળ્યો, અને ઉપર મેં લખ્યું કે “””લાગે છે “”” એ લાગતું નથી પણ હવે પાકું થઇ ગયું.

    Like

     
  27. Shobhana Vyas

    August 13, 2012 at 9:36 PM

    Good job Jay..!! keep it on…. gone through all coments…liked those, but wish I could get ur book…!! (I don’t know from where I can get it in usa)

    Like

     
  28. kunal

    August 13, 2012 at 10:23 PM

    this 15th august-dedicated 2 ‘jay ho’..very excited to read it..:)

    Like

     
  29. jignesh rathod

    August 13, 2012 at 10:27 PM

    kharidvanu hji baki chhe.

    Like

     
  30. dipikaaqua

    August 14, 2012 at 1:05 AM

    Mane to aa vachi ne proud feel thay che. amuk bakwas cmnt vanchi ne magaj nu yogurt pan thayu che, tamaru pan thayu hashe assume kri j lau chu…;) hashe pan hu maru kau to Jay ho sathe me tamari books nu collection pan lai avi hati sathe. Jay ho to vanchvanu chalu che…tamne mail kryo hato ena par pan bulk mail na lidhe nai mlyo hoy….

    Jay ho par ahi lkhis detail ma pan sathe me Life @ kite vanchi je me nahoti vanchi….modhu bagadvani chut che….😛 Masterpiece bolvu j pade evi book che…hu keen observer chu evu hu manu chu ane creativity ni chahak etle mne bau j bau j gami che…jemke 1st page par patang person na face valo ena mukh mathi dori thi shbdo nikale, e shbdo e water carrier ma jay ane ena thi chod ne shabdo nu pani male…Aha superb avu to drek page ma che…gr8 fundas of life tame cool rite ane best rite samjavya che….wind of wisdom mne to sparshi gaya che….hu bnse etla ne vanchavis…vanchava nu chalu kri pan didhu che…Life @ kite boss ne api che jemne vanchvu jaray gamtu nathi…ahah..;) je reaction ave hu ekli nahi uthavu….lolzzz….

    Mane lage che vakhan bau thai gya zad par thi utaro lyaa…:P jay ho ma hu prastavna ma na hot to pan aa lkhyu j hot….Je mane gamyu e to hu kaheva nai lakhvama jara pan sharm nathi rakhti, je che e che…:)

    * Ahi cover pic ma mane UFOs udta hoy evu lagi rahyu che…Ya they exist…:P Amazed…:D

    Like

     
  31. YOGESH

    August 14, 2012 at 5:14 AM

    jaybhai
    IS their any arrangement to get “jay ho” in Toronto Pl.let me know
    Thanks

    Like

     
  32. devalpatel

    August 14, 2012 at 9:21 AM

    Are JAYSIR Crossword(Ahmedabad) ma to nathi mali rahyu aa pustak…

    Like

     
    • jay vasavada JV

      August 14, 2012 at 4:36 PM

      male j chhe. gai kale j ek mitr e kharidi ne fb par post pan muki.

      Like

       
  33. Neeta Shah

    August 14, 2012 at 7:46 PM

    Till date I have read only one Gujarati novel – Jad Chetan – After that due to my busyness I couldnt read more Gujarati books…..but I will definitely buy “Jay Ho…. “….not for you but for me….because I really want to read it……all the best…..keep going…..

    Neeta Shah

    Like

     
  34. Shailesh.cowherd (official)

    August 14, 2012 at 9:31 PM

    જયભાઇ ! ‘જય હો’ વાચ્યું મજા પડી ગઇ
    1 જ દિવસ મા પુરુ કરી નાખ્યું
    રોજ ની ૪ કલાક એટલે ૬ દિવસ ની ૨૪ કલાક થયો ને 1 દિવસ
    મારા બેટા આજ કાલ ના છોકરા કોને ગોળી પીવળાવે છે.

    Like

     
  35. Jinal Patel

    August 14, 2012 at 11:46 PM

    જયસરે ઉપર દર્શાવેલા બન્ને લેખ નીચે આપેલી લિંકની મદદથી સારી વિઝ્યુલ ક્વોલિટીમાં વાંચી શકો છો !

    “Times of India” માં આવેલા ‘Lord of the strings’ આર્ટીકલની લિંક નીચે મુજબ છે:
    (For webpage version)
    http://timesofindia.indiatimes.com/city/ahmedabad/Lord-of-the-strings/articleshow/5442614.cms?

    (For epaper version)
    http://epaper.timesofindia.com/Default/Client.asp?skin=pastissues2&enter=LowLevel&AW=1344965981703

    “અકિલા” માં આવેલા ‘જય હો: જિંદગી જીતવાની જડીબુટ્ટી બને એવી વિચારક્રાંતિનું વાવેતર !’ આર્ટીકલની લિંક નીચે મુજબ છે:
    (For PDF version)
    http://www.akilaindia.com/pdf/07-08-2012/Page_8.pdf

    (For webpage version)
    http://www.akilanews.com/0708/news_html/sakc20.html

    Like

     
    • Jinal Patel

      August 15, 2012 at 12:06 AM

      “Times of India” ના ‘epaper version'(colored) માટે ઉપર આપેલી લિંક પર ક્લીક કરી ને જે ફોર્મ ઓપન થાય તેમાં નીચે મુજબ ઓપ્શન સિલેક્ટ કરો:

      Publication: The Times Of India Ahmedabad
      Year and Month: 2010 January
      To open the issue select the Date: 14

      Like

       
  36. ashwinahir

    August 14, 2012 at 11:58 PM

    Jay ho!!!!!!!!!!!!

    Like

     
  37. taral mehta

    August 15, 2012 at 7:29 PM

    જયભાઈ ઉપર દેવલભાઈએ લખ્યું એમ crossword મીઠાખળી અમદાવાદ માં મને પણ પેહલા તો બૂક ના જ મળી. counter ઉપર પૂછ્યું તો એમને બૂક મંગાવી આપી. પછી ખબર પડી કે છેક છેલ્લા rack માં ખૂણા માં પાચ છ કોપી પડેલી હતી. એટલીસ્ટ ગુજરાતી vibhag માં display માં ન્યુ arrival માં rakhe તો પણ ખ્યાલ આવે કોઈને. જુવોને એમાં જો કઈ થઇ શકે તમારા થી તો. જેને બૂક વિષે ખ્યાલ નથી એ પણ જો display માં જોવે તો લઇ શકે.

    બાકી મેં તો આજે લઇ લીધી છે અને આજે જ લઇ ને બેસી જાઉં છું વાચવા.

    Like

     
  38. shahrameshvmesh Shah

    August 15, 2012 at 9:06 PM

    sirji…. most of your books available in Gujarat only.. can we buy it from Mumbai somewhere?

    Like

     
  39. mayu

    August 15, 2012 at 10:46 PM

    congrats…. vichar karu 6u tamari aa book vachya pa6i koi book vachvane badle…jtlu vachyu 6 aatla varas ene amal ma mukvani koshish karu…

    Like

     
  40. Parag PArekh

    August 15, 2012 at 10:50 PM

    Jaybhai …🙂 Congrats….:)

    Like

     
  41. Parth Veerendra

    August 16, 2012 at 9:58 PM

    sir tmari story walo article bhu gmyo ..actully badha articles j eva hase (rabeta mujab)..6ta me prastavna ..jaynad vigere temj frst 6 thi 7 article vachi nkhya chhe..(hu ek bethke buk puri krvavalo vachak nthi) ..boss solid punch chhe bukma khrekhr…luv d power punch of 1 article..which says “jin tufano me logo ke ashiyane ud jatein hein un tufano me hum apne chaddi baniyan sukhate hei” loooolz…aamto pehla wrd thi shru krtani sathe badhuj (rabeta mujb..darek jv na article ni jem) touch kari shoshrvu utre che…pan aa punch vachi bau mja pdi to yad rhi gyo…tx a lot jv 4 availin us ds awesome buk ..:) prastavna vachi ne ane ketla lokoni jindagi bdlai e vachi khrekhr boli jvayu jaaaaaaaaaaai hooooooooooooo !!!……sir tmari life ma jevu amitabh mate tmne admiration che evuj kaik mane tmara mate chhe…buk kholtane vachta ni sathej jane dhen tene krine man ma JV ni dashing entry pade …tx 4 evrythin🙂

    Like

     
  42. swati paun

    August 16, 2012 at 10:40 PM

    jay hoo………………read kari n bija ne pan tamara articls ni jem read karavis j..:P really…..nice buk……..sir….gbu…………rimzim pan andhradhar varse …………evi dil thi subhe6a…..buk vise nikhalas n true cmnt ej 6 k JAY HO……

    Like

     
  43. Vipul Parekh

    August 18, 2012 at 12:22 AM

    Hi JV,

    Many many happy returns of the Book.

    Any plans for mumbai?

    Vipul Parekh

    Like

     
  44. Paresh Vyas

    August 19, 2012 at 2:27 PM

    Hi jaybhai,
    I am living in UAE but from Rangila Rajkot thi chhu. We want to have your “Jay Ho” here please tell me how we can have this.
    Regards,
    Paresh

    Like

     
  45. extracharms

    August 21, 2012 at 9:52 AM

    “જય હો”
    કોયપણ પાને થી વાંચવાનું શરુ કરો, રગે રગ માં લોહી ને બદલે આત્મવિશ્વાસનો એડ્રીનાલિન દોડવા માંડે એવું પુસ્તક.
    પુસ્તક ખરીદો, વાંચો અને પસંદ ના પડે તો પૈસા મારી પાસે થી લઇ જજો.
    – ડો. વ્રજેશ અઘેરા

    Like

     
  46. vandana

    August 24, 2012 at 1:47 PM

    JV, superb,

    hu to aetlu j kahi shakish, jene je lagvu hoy te lage, “book kharido, vancho, vicharo, ane jivan ma utaro”…

    jene prem karta ho ane gift karo, jetla ghar ma vanchase aetlo samaj ma change aavse….aa kranti ek rat ni nathi, varso sudhi ni chhe,

    Like

     
  47. bhavikmahida

    September 18, 2012 at 4:44 PM

    Sry m thinking that i m so late to buy the book..and give comment. 1st time i read about your book and decided to see it and buy it..I was in jamnagar and searched for the book in the book stalls but got the reply that it will come soon. yet not came to us.. Fortunately one publication organized a book fair in Jamnagar Town Hall. As a keen intrested reader of books, i went there to see d books…and i found ” Jya Ho” there. din’t expected book of other publication’s fair. I stood there and just read introduction…And thought – ” WOW…..” one of the best book i have ever seen in terms of contents, looks, graphics and paper work..Decided to bought but as usual – ” Paakit khali nikdyu..” after 13 days, on 14th sept, My room mate ordered from booksonclick.com..and i received it. I read it 4 2 hrs and in night i ordered another copy for my collection…Thank you so much for ispiring the young generations….And ya just one question : Is there any posibility to publish this book in English also ??? Because my colleagues don’t know gujarati…And i Want to inspire to have this book…Please do the needful…

    Regards,
    Bhavik Mahida

    Like

     
  48. hetal

    September 20, 2012 at 8:42 PM

    such a nice book. new concept in gujrati writing, great thought, congratulation

    Like

     
  49. Parshav Kansara

    November 4, 2012 at 2:25 AM

    Holy Book for 20 + “Jay Ho”
    Holy Book for 50 + ” Gita”,”Ramayan”

    Like

     
  50. pratik nanania

    August 11, 2014 at 2:41 AM

    jay bhai atyare aa book malse ke nahi?

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: