RSS

“મેરી” ભારત મહાન ! : એક થી ટાઇગ્રેસ…

14 Aug

“When the Tricolour was going up, I just could not believe that it was for me that the Indian flag was going up. That I, Mary Kom, had done this for India. I can’t describe the sensation to you but can say it was one of the best moments of my life…….

On every occasion that I have spoken to you in the last three months, I have said that I wanted to beat Niccola on her home turf and make amends for the defeat in the world championships.I trained hard, prepared really well for the bout but it wasn’t my day. With that kind of crowd support in her favour, she always had the advantage. I couldn’t make it to the final but yes, I am satisfied that I have won a medal for my country……

I have been sent a long list by my children of gifts I need to buy for them. They are too small to understand its significance. They are far more interested in the chocolates that mom will bring home….

if the Olympics had a competition in my weight category, which is 48 kg, I would have surely won gold for India. Fighting in the 51 kg category was really difficult…..I couldn’t fulfill the promise I had made to you and to my country, so please forgive me.”

અંગ્રેજી વાંચવાનું જમ્પ કટ કરી કુદાવ્યું હોય તો પ્લીઝ, જરાક ફરીથી વાંચો. આ શબ્દો છે ભારતની મણિપુરનિવાસી મહિલા બોક્સર મેરી કોમ (એનું આખું નામ તો ઉચ્ચારવું ય અઘરું પડે !) ના. જેણે ભારે સંઘર્ષ પછી પુરુષોના આધિપત્યવાળી રમતમાં બે નાનકડાં જોડિયા બાળકોની માં અને પરણિત પત્ની તરીકે સમય આપતા આપતા ઓલિમ્પિકમાં આપણા માટે તો ઐતિહાસિક એવો બ્રોન્ઝ મેડલ મેળવીને પોતાનું આગવું સ્થાન બનાવ્યું.

હજુ ય ઉપરનું લખાણ વાંચવાની તકલીફ ના લીધી હોય તો ફરી વાંચો. મૂળ ઇન્ટરવ્યુ ની લિંક છે અને અચૂક જોવા જેવો વિડીયો પણ. ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં મેરી કેટલી માસૂમિયતથી વાત કરે છે, એની પ્યોરિટી રીતસર અનુભવી શકાશે. આની કોઈ ચેમ્પિયનશીપ નથી હોતી, પણ તમને ખબર પડે જ કે અહીં દિલથી વાત થઇ રહી છે, દિમાગથી નહિ. મેરીની આંખમાં જે જિંદગીએ સખત મહેનત અને આકરા સંઘર્ષ પછી આપેલી સરપ્રાઈઝના વિસ્મયનું જે ટ્વિન્કલ છે, એ નોંધવા જેવું છે. બહુ ઓછા સેલિબ્રિટી ઇન્ટરવ્યુમાં એ જોવા મળે છે , આજકાલ!

ઓલરેડી ભારત જેની ઉપેક્ષા કરે છે એવા દૂરના ઈશાન વિસ્તારમાં (હમણાંનો જ આ મારો લેખ બાબતે હતો  – એ લેખમાં મેં ઉતાવળે મેરીના મણિપુરને બદલે સેવન સિસ્ટર્સમાં સિક્કિમ લખેલું છે. એ ભૂલ સુધારીને વાંચજો. એ ગૂફ અપ માટે સોરી ફ્રોમ ધ હાર્ટ, અને ઝીણવટથી વાંચી એના તરફ ધ્યાન દોરવા માટે બ્લોગરબડી કાર્તિક મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર….અને ઈન્ટરનેટ પર તિરંગા ફોટા-ગીતો ચોંટાડવા ઉપરાંત પણ  ખરેખર જો ભારતપ્રેમ હોય તો અભ્યાસુ ને સમજદાર નાગરિક બનવું પડે એ માટે ખુલ્લા માંથી ઘણું વાંચવું સાંભળવું  જોઈએ , ૧૫ ઓગસ્ટની રજા ફક્ત કોસ્મેટિક પેટ્રિઓટના દેખાડામાં ના વીતાવવી હોય તો લાંબી ચર્ચા આખી જોજો / વાંચજો) એક દૂર દૂરના ગુમનામ  ગામડામાં રહેતા એક ગરીબ ખેડૂત પરિવારની દીકરી, ૧૪ વર્ષ પહેલા બોક્સર ડીન્કો સિંહને એશિયન ગેઇમ્સમાં જોઈને , ભારતમાં એક છોકરી તરીકે નેચરલી ડબલ હાડમારી વેઠીને (બસમાં એ ધક્કા ખાતી પ્રેક્ટીસ કરવા જતી!) વર્લ્ડ ચેમ્પિયન ઇન બોક્સિંગ બને, અને ૬ ચેમ્પિયનશીપ જીતનારી વિશ્વની એકમાત્ર મહિલા બોક્સર બને તો ય આપણે આઈ.પી.એલ.માં ‘રમત રમત’માં કરોડપતિ થઇ જતા ક્રિકેટરોને જ ભગવાન માની કરોડપતિ બનાવશું. એમના જ પોસ્ટરો દિવાલ પર ચીપકાવીશું. એના પર સટ્ટો લગાવી શેરીઓમાં નાચીશું.

અને આ ઇન્ટરવ્યુ વાંચ્યો ત્યારે મારી આંખમાં આક્રોશનું લોહી અને પીડાના ઝળઝળિયાં એક સાથે આવ્યા. એક ઉપેક્ષિત , કંગાળ બેકગ્રાઉન્ડમાંથી આવતી, શહેરના વૈભવી પરિવારની નહિ પણ ગામડાની ખેડૂતપરિવારની ગરીબ સ્ત્રી એકલી જાતમહેનત કરીને વિશ્વના શ્રેષ્ઠ રમતોત્સવમાં ટોપ થ્રીમાં પરસેવો પાડીને જીતે છે (એણે પુરુષ બોક્સરો સાથે પ્રેક્ટીસ કરવી પડેલી, એ હદે!), કોઈને ભાગ્યે જ આ સવા અબજના દેશમાં મળે એવો મેડલ લે છે. અને છતાં ય પરદેશની ધરતી પર એનો પહેલો પ્રતિભાવ શું છે? એ આપણા બધાની — ઘેર પગ પહોળા કરી ટીવી વાગોળ્યા કરતા અને  શેરના ભાવની ચર્ચા કરતા, ગુટકા ચાવતા ને ચોખ્ખા ઘીના દીવા કરતા, રવિવારે સાંજે રેસ્ટોરન્ટમાં વેઇટિંગમાં વહેલો વારો આવી જાય એને વિક્ટરી માની લેતા, ગરબાના નવા સ્ટેપ શીખીને પંદર બહેનપણીઓને ઈમ્પ્રેસ કરતા, ગોખેલા ટ્યુશનના હોમવર્કને નોલેજ માનતા, ગોગલ્સ પહેરીને બાઈકને કિક મારવાને એડવેન્ચર ગણતા, મમ્મી-પપ્પાએ બતાવેલા છોકરાને પરણીને છોકરા પેદાં કરવામાં જીવનસાફલ્યની ઝાલરો રણકાવતા, નવી સાડી ને નવી કારથી જેમનામાં એડ્રિનાલીન રશ આવી જાય છે, ઉધાર સુવાક્યોના સવારે એસ.એમ.એસ. કરવાને જે સમાજસેવા માની લે છે, મોબાઈલ પર જોર જોરથી વાત કરવાને જે સંસ્કાર ગણે છે, ધાર્મિક સ્થળની ટોળાબંધ યાત્રાને જે પ્રવાસ માને છે, ટ્રાફિકમાં વાહન અડી જાય એને ગલતીને બદલે ગુમાન માને છે  …..એવા એદી નર-નારીઓની — આ બિચારી ભોળી સ્ત્રી માફી માંગે છે! પ્લીઝ મને માફ કરો, મેં વાયદો કરેલો, વળતર મેળવેલું…પણ હું તમારા માટે ગોલ્ડ મેડલ ના લઇ આવી શકી. તમારા પ્રેમ ને અપેક્ષાનો બદલો વાળવામાં  હું જરાક ચુકી ગઈ.

કયો એવો લોકલાડીલો ભગવાન ક્રિકેટર છે કે જે દેશવાસીઓના સપના ચિક્કાર સંપત્તિ પછી હારીને કે નબળું રમીને પુરા ના કરી શકે કે તરત જ દેશની સામે આવીને કહે છે, આઈ એમ સોરી? (ખાસ નોંધજો, મેરી હારી નથી, બ્રોન્ઝ જીતી છે – જે પણ દુર્લભ સિદ્ધિ છે). માય હાર્ટ ગોઝ આઉટ ફોર મેરી કોમ. એ બાપડીને ખબર નથી કે આ આઝાદ દેશને સાડા છ દાયકાથી ઠોલી ખાનારા તમામ લુચ્ચાલબાડ રાજકારણીઓ કદી આવું કહેતા નથી! કયો કરોડોની કટકી કરીને સાહેબગીરીની સલામ ઝીલતો આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. અફસર છે કે જે પોતાના વિભાગમાં કામ ના થાય તો કમસે કમ જૂતાં ઘસીને ઠેબાં ખાતા અરજદારને એટલું કહે છે કે સોરી, તમને ધક્કો થયો, મારાથી કામ ના થયું. સફેદ કપડાં ઠઠાડી મંચ પર બેસતો કયો ઉદ્યોગપતિ કે સામાજિક અગ્રણી કે ધર્મગુરુ એટલું કહે છે કે અમે તો તરી ગયા પણ અમે સાચું ને સારું કામ ના કર્યું એટલે દેશ ડૂબી ગયો. હવે બીજું તો કશું નહિ થાય પણ એટલીસ્ટ આઈ એમ સોરી, મેં મારું કામ બરાબર કર્યું નહિ. કયો એવો લક્ઝરી બાદશાહીમાં જીવતો જજ કે વકીલ છે , જે વર્ષો સુધી ન્યાયની પ્રતીક્ષામાં ટળવળતા ભારતીયોને કમ સે કમ એટલું તો કહે કે આઈ એમ સોરી, આ સીસ્ટમને હું ઠીક ના કરી શક્યો. ખોટી સારવાર કરનાર ડોક્ટરથી ખોટા સમાચાર ધાબડી દેનાર પત્રકાર તો શું, પોતાની દેખીતી ભૂલ હોય એ વાતચીતમાં ય કોઈ કબૂલ કરી કહેતું નથી કે સોરી.

હા, મારી આ જવાબદારી હતી, પણ મારાથી પૂરી નિભાવી ના શકાઈ – આ છે સેન્સ ઓફ એકાઉન્ટેબિલીટી. એક વધુ સ્વાતંત્ર્યદિને મેરી કોમે આ ફરી યાદ દેવડાવ્યું છે. પ્રોબ્લેમ, ભૂલો, મુશ્કેલીઓ દરેક દેશને હોય… પણ આપણા મહાન સ્વદેશમાં અફાટ વારસો અને અપાર શક્યતા હોવા છતાં કંઈ નક્કર પરિણામ કે પ્રગતિ એટલે નથી થતી કે આપણે આપણી જવાબદારીનો અહેસાસ અનુભવતા નથી. વી આર નોટ એકાઉન્ટેબલ પીપલ એટ ઓલ. એન્ડ  આઈ એમ નોટ સોરી ફોર ઓબ્ઝર્વિંગ ધિસ.

મેરી કોમે ધાર્યું હોત તો નોર્થ ઈસ્ટ અંગે પોલિટિકલ સ્ટેટમેન્ટ ઇન્ટરનેશનલ લેવલ પર કરી શકી હોત. પણ એણે તો તિરંગો એના માટે લહેરાતો જોઈને કેવી ગૌરવવંતી ફિલિંગ થઇ એની નિખાલસ વાત કરી છે. એ ઘડીને લાઈફની બેસ્ટ મોમેન્ટ કહી છે. ‘આઈ મેરી કોમ હેડ ડન ધિસ ફોર ઇન્ડિયા.’ ૧૫ ઓગસ્ટ, ૨૦૧૨નો દિવસ હું ભૂતકાળના શહીદોથી લઇ વર્તમાનના કોઈ નેતા – ગુરૂ – ફિલ્મસ્ટારને નહિ, પણ ભારત જેના પર ભવિષ્યમાં ય ગર્વ લઇ શકે એવી આજની એક ખેલાડી સ્ત્રી મેરી કોમને અર્પણ કરવાનું પસંદ કરીશ. કેટરીના -કરીના સ્ટાર તરીકે પૂજાય એની સામે વાંધો નથી, પણ મેરી કોમને આપણે એવું જ પ્રચંડ સ્ટાર સ્ટેટસ ના આપીએ , એની સામે મને જરૂર વાંધો છે.

આઈ શેલ રિમેમ્બર યુ મેરી કોમ, એ મધર, એ વાઈફ, એ ડોટર, એ વુમન, એ સીટીઝન, એ ચેમ્પિયન, એન ઇન્ડિયન. એક સલામી તને પણ. ડોન્ટ બી સોરી, વી આર પ્રાઉડ ઓફ યુ.  વી આર સોરી, વી કુડન્ટ ગિવ યુ ધ પ્લેસ ઇન હાર્ટ યુ ડિઝર્વ, એન્ડ વી સૂન વિલ ફરગેટ યુ. ફરી આપણે આપણા જ દેશની છોકરીને ચીની-ચીબી કહી અપમાનિત કરવાનું ચાલુ રાખીશું. ફરી એક પત્ની અને માતાને ઘરકૂકડી બનાવવામાં મર્દાનગી માનીશું. એક દીકરીને મેરી ને બદલે મેરિડ બનાવવા તરફ જ ધ્યાન આપીશું. સ્ત્રી હોવાના નાતે સ્વ-રક્ષા, આત્મવિશ્વાસ  કે પ્રવાસથી જાતને આકરી કસોટીએ ઘડવાને બદલે મહિલા સીરીયલો, ભેળપુરી અને વ્રતોમાં જ જીવન પૂરું કરીશું.

પણ હું યાદ રાખીશ. ‘એક થા ટાઈગર’ની રિલીઝની પૂર્વસંધ્યાએ. ફિલ્મી પડદાની બહાર એક થી ટાઇગ્રેસ. જે સુંવાળી જિંદગી જીવતી હીરોઈન નહોતી. પણ  જેણે દુનિયા સામે તિરંગો લહેરાવવા જાત નીચોવી નાખી, અને એના દેશને જરૂર નહોતી તો ય જવાબદારી સ્વીકારીને કહેલું, આઈ એમ સોરી. હું તમારી આશા પૂરી ના કરી શકી.

આપણને થોડી વધારે મેરી કોમ અને થોડીક ઓછી નારાબાજીની તાતી જરૂર છે.

મેરી ઇન્ડીપેન્ડન્સ ડે.

(મેરી કોમની ઓફિશ્યલ વેબસાઈટ : http://www.marykom.com)

 
69 Comments

Posted by on August 14, 2012 in india, life story, youth

 

69 responses to ““મેરી” ભારત મહાન ! : એક થી ટાઇગ્રેસ…

  1. punita

    August 14, 2012 at 11:05 PM

    like it….

    Like

     
  2. Vishal Rathod

    August 14, 2012 at 11:06 PM

    yeah right she dont need to say sorry
    sorry to apde amne kahevu joiye
    mary we proud of you and i also wont forget you !!

    Like

     
  3. matrixnh

    August 14, 2012 at 11:09 PM

    realy she dont need to say sorry mary we are realy proud ane jayji sacha che aa 15auguest e mary ne sat sat salam

    Like

     
  4. Rashmin Rathod

    August 14, 2012 at 11:15 PM

    કાશ આપણે મેરી કોમ (મારી જ્ઞાતિ) કરતા મેરી કોમ (boxer) ને વધારે મહત્વ આપતા હોત તો ઓલમ્પિક્ માં વધારે સારું કરી શકતા. મેરી કોમ (બોક્ષેર્) ની જય હો!

    Like

     
  5. parikshitbhatt

    August 14, 2012 at 11:25 PM

    તમારા બધ્ધા જ લખાણો વાંચુ ચોક્કસ છુ;પણ અત્યારે હમણાથી સમયના અભાવે અભિપ્રાય લગભગ નથી આપી શકતો…એ સખેદ કહેવાનું…
    પણ સાહેબ; આ લેખ પછી ન રહી શક્યો; જોવું/સાંભળવું ન ગમે તેવું નગ્ન સત્ય છે આ આપણી…એક એવી વરવી વાસ્તવિકતા કે જેની સામે આપણને નિંભરતાથી જીવતા આવડી ગયું છે હવે. આપણા ચહેરા અને હ્રદય(જો હજુયે સાચુ ધબકતુ હોય તો!!!) પર આપણે એટલા તો મોહરા(માસ્ક-યુ નો!!) અને પડ ચડાવેલા છે કે આપણે આવું બધુ સહજ રીતે(કૃત્રિમ) જીવતા થઈ ગયા છીએ…કાલની સવાર મૅરી કૉમ અને એ તમામ ચંદ્રક-વિજેતાઓને નામ…

    એક આડવાતઃ- મને કાયમ આપણા લશ્કરના એ જાંબાઝ સૈનિકો વિષે; ઈમનદાર પુલિસ અને પૂરી નિષ્ઠાથી ૨૪ કલાક ઇમર્જન્સિ સર્વિસ આપતા એ લોકો વિષે એક વિચાર આવે છે;- કે શું એ લોકોને આપણા નેતાઓ(!!!); દેશના અમિચંદો વિષે કંઈ જ વિચાર નહી આવતા હોય? આવતા જ હોય; તેમ છતાં એ લોકો પોતાનું સર્વસ્વ હોમીને પણ પોતાની ફરજ પરસ્તી નિભાવે છે…મારી સો-સો સલામો એવા લોકોને…દિલ સે…

    Like

     
  6. Minal

    August 14, 2012 at 11:26 PM

    Only sensible person is able to find out an extract from her speech that she pronounced her apologies to the nation. And i must say that it is a bronze medal but for me its a gold and if she win Gold in future, it’ll be diamond or platinum medal for the nation. She truly deserve whole nation’s 100 salutations but who cares to remember this? Within 6 months nation will again run after cricket and she will come again in limelight if she win again in future. I appreciate ur effort to bring out this sensible matter and valued her effort. Kudos to Mary! 🙂

    Like

     
  7. pravin jagani,palanpur

    August 14, 2012 at 11:27 PM

    પૂર્વમાંથી આવેલી આ મેરીગોલ્ડ ની ખુશ્બુ ને હજારો સલામ

    Like

     
  8. Rajnish Sood

    August 14, 2012 at 11:29 PM

    Great blog Jay..!!! A great Mary Com with simplicity and Jay at his best with excellent command on gujarati language … We are proud of Mary of course…!!!

    Like

     
  9. dharee

    August 14, 2012 at 11:29 PM

    hats of to mary kom …she was,she is and she will be idol for all of us

    Like

     
  10. manish pancholi

    August 14, 2012 at 11:31 PM

    jaybhai a salute to u sir,what a superb observation,we all seen the interview,that’s why a master creats master piece,anyway we respect your anger,pregnancy,and creation too.

    Like

     
  11. Chirag

    August 14, 2012 at 11:32 PM

    salute, dil se…

    Like

     
  12. shiny

    August 14, 2012 at 11:36 PM

    even if from neutral side, i observe india has the greatest past and legacy.
    but we indians, have failed to carry it on.
    soon she will be forgotten.
    and cricketers and film stars will get lot more media attention than her.

    Like

     
  13. Darshit Goswami

    August 14, 2012 at 11:38 PM

    જીઓ જે.વી.,..
    તમારી પાસે થી આ અપેક્ષા હતી જ કે કોઈક તો ખરેખર આ મેરી કોમ ને વધાવશે… મને પણ આપની જેમજ સચિન કે ધોની સામે વાંધો નથી… પરંતુ સુશિલ કુમાર, મેરી કોમ , નેહવાલ, ગટ્ટા , રાઠોડ, સંધુ , સરદારા સિંહ વિગેરે જેવા એથ્લેટ્સ ભુલાઈ જાય તેની સામે વાંધો જરૂર છે…
    ભૂતકાળ માં જે થયું તે , પણ આ લોકો એ એક આશા તો જન્માવી છે કે ભવિષ્ય માં આ બ્રોન્ઝ મેડલ્સ ગોલ્ડ માં બદલાશે,… જ્યાં આપણો કોઈ ભાવ નથી પૂછતું તેવી રમતો માં વિશ્વ નોંધ લેતું થશે,… આજે કોલેજ માં છોકરાઓ ને સુશિલ કુમાર વિષે ચર્ચા કરતાં સાંભળ્યા ,.. ખરેખર દિલ થી આનંદ થયો ,.. એક હોકી પ્લેયર હોવા ના નાતે કદાચ થોડો ડિસપોઈંટ થયો હતો તે ગમમાં થોડી રાહત મળી ,..!! લખતા રહો ,… 🙂

    Like

     
  14. bhavinsolanki

    August 14, 2012 at 11:41 PM

    And one salute + sorry + share from me. And I think she should not be sorry, those who gave her love, are already happy with her, those who didn’t, don’t deserve a sorry.

    Like

     
  15. Jay Gusai

    August 14, 2012 at 11:50 PM

    its time to CHANGE THE GAME……..

    Like

     
  16. Deepak Lakkad

    August 14, 2012 at 11:52 PM

    તમને નથી લાગતુ આ સિસ્ટમ બદલવા માટે તમારે લખવાથી કઈક આગળ કરવું જોઈએ અને અમારે વાંચવાથી આગળ વધવું જોઈએ.

    Like

     
  17. ashwinahir

    August 14, 2012 at 11:56 PM

    kudoss!
    Cheers!!!!
    We luv YOU n YOUR Spirit!
    Real gift 4 d Country on ds Independance DAy!

    Like

     
  18. hardik raychanda

    August 14, 2012 at 11:58 PM

    always a smiling face – mary kom..

    i also felt like crying when read her speech after getting bronze….
    why are we in the country where we ignore such a talent…?
    shame on us… change india change…

    hats off to JV for dedicating this independence day to the woman which deserves…

    Like

     
  19. zar

    August 15, 2012 at 12:10 AM

    thanks for writing

    Like

     
  20. Prashant

    August 15, 2012 at 1:03 AM

    Yes…… આક્રોશનું લોહી અને પીડાના ઝળઝળિયાં 😦

    Like

     
  21. hiren

    August 15, 2012 at 1:18 AM

    સર , હું આ લેખ share કરવા માંગુ છુ , જેથી બધા જાણે કે ભારત ના વતમાન ના હીરો કોણ છે.

    Like

     
  22. Khimanand Ram

    August 15, 2012 at 2:00 AM

    પૂર્વ(ભારત) ની TIGRES ને પશ્ચિમ(ભારત) ના પ્રત્યેક ગુજરાતીવતી સદા છ દુ ને બાર કરોડ હાથે સલામ…

    Like

     
  23. Toral Patel

    August 15, 2012 at 2:21 AM

    sakhat jay… lohi garam hatu pan te to ukali didhu.. mare lohi ne udava nathi devu. pan tu kaik seva nu kam chalu karish to jodaish..

    y dnt u saw the dreams.. by doing small activity..kyare shu ugi nikalshe eni shu khaber

    like atleast love kamdozzzzz ni franchizee lai lo ne. hu jodaish jaish. eva koi pan kam ma vadhare puny and shanti malshe..

    ek pachi biju and bija pachi triju.. tara ma bov and absolute power padyo che te kidhu. excellency no tu king che.. fruit ni tane padi nathi to kidhu..

    Like

     
  24. chandrark bhavsar

    August 15, 2012 at 7:02 AM

    I salute her,” Mother India ” to the core.

    Like

     
  25. janak parmar

    August 15, 2012 at 7:24 AM

    WE R PROUD OF U MERY COM.. AND JAI SIR THANKS A LOT FOR SHARING THIS WITH US.

    Like

     
  26. Raja Brahmakshatriya

    August 15, 2012 at 7:32 AM

    Ditto my feeling! Just got the expression in your words, JV!

    Like

     
  27. dhruv1986

    August 15, 2012 at 7:46 AM

    મેરીકોમ સહીત જેટલા ભારતીય ખેલાડીઓ ભારતનુ નામ ઓલમ્પિકમાં રોશન કર્યુ છે તેને મારા સલામ. (જે ખેલાડીઓ મેડલથી વંચીત રહી ગયા છે,તેને પણ મારા સલામ.)

    Like

     
  28. Jani Divya

    August 15, 2012 at 8:47 AM

    Sulphuric 🙂
    thanks for sharing and dil thi salaam Mary “tigeress” Kom ne 🙂

    Like

     
  29. jayteraiya

    August 15, 2012 at 8:47 AM

    Yes, India shall fallen in love with Boxing champion MC Mary Kom.

    ખેડૂતપરિવારની ગરીબ સ્ત્રી – કુવારી છોકરી નહિ (સાથે બે નાનકડાં જોડિયા બાળકોની માં) અને એ પણ
    સાત સખીઓ (સેવન સીસ્ટર્સના નામે ઓળખાતા ભારતના પૂર્વ ભાગમાં રહેલા સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ, મેઘાલય, ત્રિપુરા, આસામ જેવા રાજ્યો) માંથી આવતી

    “It is impossible to close your mind. Home support is a huge factor, far more important than we realize. The judges too are influenced by the shouting and screaming. Every time the home girl lands a punch, the crowd screams in joy and the judges feel obliged to award her a point. So this was a huge advantage for Niccola in the semi-final.” MC Marry Kom

    Like

     
  30. Dinesh Rewar

    August 15, 2012 at 8:49 AM

    Tame taar~sware aapana raashtriy jan jeevan vishe vaat kari-tena yogya priprexya ma…
    Ane em tame aapan ne aapni saamaajik-aalas maathi svatantrata apaavava no prayatna kryo chhe. Aabhaar.

    Like

     
  31. Envy

    August 15, 2012 at 9:18 AM

    મેં કાલે જ બાવીશી સાહેબ ના ફોટા ને જોઇને અભિનંદન આપ્યા અને મારી ઈચ્છા જણાવી કે મારે મણીપુર ફક્ત ‘મેરી કોમ’ ને મળવા જ જવું છે.

    તમારો છે એવો આક્રોશ મેં મારી રીતે, મેરી કોમ બ્રોન્ઝ જીતી ત્યારે જ ફોટો મૂકી ને જાહેર કરેલો.
    પણ, નીમ્ભર ભારત ને સો સચિન ખપે છે – એક મેરી કોમ નહિ.

    Like

     
  32. Niraj Jani

    August 15, 2012 at 9:41 AM

    Mary Com is tigress in real sense…! Its her innocence that she apologized to all Indians for not winning Gold but we should salute her for bringing Bronze as Bronze is not less than God for us when its win by Mary Com.

    Appreciate your write-up and hope people remember and don’t forget legends like Mary Com!!

    Like

     
  33. Bhavesh Shah

    August 15, 2012 at 10:29 AM

    Jay, I must say that you are thoroughly enjoying FREEDOM of expression while we are caged in all limitations you have narrated in your this particular article. For this we require ANDHI as now GANDHI is not available, and you are trying best to blow this ANDHI…

    Jay ho , Jay ho, Jay Jay Jay Jay Ho….!!!

    Like

     
  34. sanjay c sondagar

    August 15, 2012 at 11:00 AM

    jay ho

    Like

     
  35. gandhi aneri

    August 15, 2012 at 11:17 AM

    fantastic…!!!!
    i really lyk it…

    Like

     
  36. bhavindd

    August 15, 2012 at 11:29 AM

    વાહ જાય ભાઈ વાહ ….આજ ઘણા સમય પછી તમારા લેખ મા તમારો જુનો આક્રોશ જોવા મળ્યો …આના કારણે જ હું તમરી કલમ નો દીવાનો છું ….. એમ તો નહિ કહું કે વાંચીને મજા આવી પણ વાંચીને સંતોષ થયો.. જયારે મેરી ફાઈનલ મા પહોચી ત્યારે નેટ પર સર્ચ કરતા ખબર પડી કે તેણીને જોડિયા બાળકો પણ છે અને તે એક ખુબજ ગરીબ પરિવાર માંથી આવે છે અને આ બધી સિદ્ધી તેણે જાત મહેનત થી લીધીલે છે …ત્યારે મેરી માટે માન ઔર વધી ગયું. અને જેવો તમને વિચાર આવેલો તેવી જ રીતે ક્રિકેટ સાથે એની સર્ખ્મની થઇ ગઈ ….પણ તમે તો આ બધી માહિતી માંથી માખણ શોધી ને લઇ આવ્યા છો ….આ લેખ ૨ વાર વાંચી લીધો છે અને આ કોમેન્ટ પૂરી કરી ને ત્રીજી વાર પણ વાંચવાનો છું …
    છેલ્લે એક પ્રાથના આ ઉપરવાળાને રિયો મા મેરી ને એક ગોલ્ડ મળી જાય ….ભારત માટે નહિ મેરીના સવ્પન ને પૂરો કરવા માટે…

    Like

     
  37. Monaa Monvelvala

    August 15, 2012 at 12:05 PM

    Im jst speechless…it’s magic of marry, it’s magic of jay…love u both:-*

    Like

     
  38. MAULESH PATEL

    August 15, 2012 at 12:09 PM

    ડીઅર જયભાઈ…

    ખુબ જ સરસ લેખો,

    દુ:ખ એ વાત નું છે કે તમારા સિવાય બીજા લેખકો ની વિચારસરણી આવી કેમ નથી…

    કેમકે આટલા વિશાળ દેશ માં તમારા જેવો જુસ્સો કે ગુસ્સો ( સાચો ) બીજા કોઈ લેખક માં નથી પ્રગટ થતો તેથી તો બહોળા વર્ગ ની માનસિકતા બદલાતી નથી અને એટલેજ મારો દેશ હજી એવો ને એવોજ છે. ૧.૫ કરોડ ની વસ્તી વાળા દેશ માં ૧ લેખક પુરતો નથી….અને આવા જડ મગજના લોકો ને બદલવા ગણા બધા જય વસાવડા ની જરૂર છે.કદાચ એવું મારું માનવું છે.
    તમે ૧૦૦% તમારા થી બનતો પ્રયાસ કરો જ છો પણ …. ???

    તમારા જેવી સાચા ને સાચું કહેવાની તાકાત મને બીજા કોઈ લેખકમાં દેખાતી નથી. મોટાભાગના લેખકો કોઈને કોઈ પૂર્વગ્રહ થી પીડાય છે,

    મારી ઉમર ૩૦ વર્ષ ની છે પણ હું તમને લગભગ ૧૦ વર્ષ થી વાંચું છું.

    એક સાચી વાત કહું તો ગણી વખત મારા તમારા પ્રત્યે ના લગાવ ને લીધે કે બીજા કોઈ કારણ ને લીધે મને એવું લાગે છે કે … હું જે CURRENT TOPIC વિષે વિચારતો હોઉં કે બીજા રવિવાર કે બુધવાર તમારો એજ વિષય પર લેખ આવી જાય, ગણી વખત એવું થાય કે શું તમે TELEPATHY થી પ્રિય વાચકો ની નાડ પારખી જતા હશો.

    મને ખુબ જ ગર્વ છે કે હું આ ગુજરાત ભૂમિ પર જન્મ્યો અને તમારા જેવા BROADMINDED લેખક નો ફેન છું…
    આજે તમારા લેખો વાંચી વાંચી ને જ જીવનમાં તમારામાંથી ઘણી પ્રેરણા લઈ ને આગળ અવ્યો છું.
    “ગૂગલ ગુજરાતી ઇન્પુટ” થી લખ્યું છે કોઈ ભૂલ હોય તો માફ કરજો….
    જિંદાદિલ લખવૈયા લખતા રહેજો….

    મૌલેશ પટેલ
    વડોદરા.

    Like

     
    • Toral Patel

      August 15, 2012 at 12:52 PM

      @maulesh sav sachu 🙂

      Like

       
    • kaushal sheth

      August 15, 2012 at 5:49 PM

      mauleshbhai ,i m fully agree with you in all case.,what do you do? we have very equal thoughts
      as jaybhai.even more then hundred jaybhai will be less for this society at present and probabely
      for next 100 years.glad to chat with you my no is 0281-2588828

      Like

       
  39. Farzana

    August 15, 2012 at 1:13 PM

    Ek Ek sentence thi runvadaa ubhaa thai gyaa….
    yes we r not the public whi can even understand the hard work of this Tigress…….Dil se Salute to Her….. we proud of U Mary the only Tigress of India……

    Like

     
  40. dipikaaqua

    August 15, 2012 at 1:35 PM

    Superb! I will still continue.. I will not retire…What a spirit!
    Marry Independence Day!

    Like

     
  41. NIKITA BHATT

    August 15, 2012 at 2:12 PM

    We r proud of MARY KOM..nd Salute 2 her…
    Nd very very nice article sir… Thanx 4 that..

    Like

     
  42. urja

    August 15, 2012 at 2:26 PM

    jya sudhi apme IPL na sarghas ne vadhwwanu ane cricket ni crazyness nai utarie tya sudhi biji koi pan game ne eshtablish thata var lagse…
    “motu zad jay pa6i j new kupad futse…….”

    Like

     
  43. Himanshu

    August 15, 2012 at 2:44 PM

    Ultra Solid Punch Jay Bhai..

    Like

     
  44. Parth Modi

    August 15, 2012 at 2:50 PM

    .Dil se Salute to Her…
    sabhi desh ke logo ko es se sikh leni chahiye.

    Like

     
  45. Shraddha Shridharani

    August 15, 2012 at 3:34 PM

    Superb.Salute to ‘Mary Kom’.We are proud of you.
    We are having a real Tigress.
    And Superb.Article Jayji Hats off! 🙂

    Like

     
  46. N.C.PATEL...GONDAL....RETIEARD TEACHER

    August 15, 2012 at 3:49 PM

    very, very ,,nice jaybhai i proud your LEKH dil thi dard ne bahar kaithu for politecs

    Like

     
  47. kaushal sheth

    August 15, 2012 at 4:56 PM

    જયભાઇ,
    આ સમાજ ને આવુ કડવું સત્ય સમજાય અને કરુણ વાસ્તવિકતા દેખાય ઍવા ચશ્મા પહેરાવવાની ઘણી જરૂર છે ,જે ફક્ત તમારા જેવા આક્રોશપૂર્ણ લેખક જ કરી શકે,આવું ને આવું લખતા રહો અને સમાજને તેનુ વરવું સ્વરુપ દેખાડતા રહો….અમે તમારી સાથે રહેશું……જરૂર પડે તો સાદ કરજો …પહોંચી જઈશું…

    Like

     
  48. Devang Soni

    August 15, 2012 at 5:18 PM

    થી નહિ હૈ… ઔર રહેગી. 😛 🙂

    Like

     
  49. Kamini Parikh

    August 15, 2012 at 6:10 PM

    jay, nice article…plz  bare in mind i also praise u    Kamini Sanghavi Writer-Journalist Gujarat mitra, surat(gujarat) cell-94271-39563

    ________________________________

    Like

     
  50. GANESH PRAJAPATI

    August 15, 2012 at 8:10 PM

    A salute from ganesh prajapati to maru com. thanks 2 u for this blog. jai hind.

    Like

     
  51. vaishali

    August 16, 2012 at 9:31 AM

    Sir salute to Mary and you also, who wrote such an wonderful and practical thoughts.

    Like

     
  52. Chintan Oza

    August 16, 2012 at 10:03 AM

    Hats of to dear mary kom..really remarkable achivement by super mother of India. Dil thi salute..ane khub khub subhkamnao rio gold mate.
    JV..i day par really mast topic mukyo..txxx a ton to you for such a terrific points you mentioned in your firing writing.

    Like

     
  53. Madhuri

    August 16, 2012 at 11:25 AM

    I think there is a lesson for every girl in this article…. Thank you sir for this valuable article..

    Like

     
  54. jaydev trivedi

    August 16, 2012 at 12:58 PM

    This article is written with a pen filled in with ACID and not with ink! I feel to some extent you have contributed, now the readers have to contribute by thinking how to. Let us find way to do so, as the article has compelled us.Let us not be one amongst “ઘેર પગ પહોળા કરી ટીવી વાગોળ્યા કરતા અને શેરના ભાવની ચર્ચા કરતા, ગુટકા ચાવતા ને ચોખ્ખા ઘીના દીવા કરતા, રવિવારે સાંજે રેસ્ટોરન્ટમાં વેઇટિંગમાં વહેલો વારો આવી જાય એને વિક્ટરી માની લેતા…………………” persons. Let us come out of that brackets and improve ourselves, for the benefits of nextgen atleast.

    Like

     
  55. Sunil

    August 16, 2012 at 1:06 PM

    jaybhai, nice article, i proud your LEKH dil thi dard ne bahar kaithu for politecs

    Like

     
  56. MAZHAR M KANSARA

    August 16, 2012 at 1:59 PM

    પ્રિય જયભાઈ ,
    આ યાદી હજુ આગળ લંબાવી હોત તો મઝા આવતી….જેમ કે ………….

    — ઘેર પગ પહોળા કરી ટીવી વાગોળ્યા કરતા અને શેરના ભાવની ચર્ચા કરતા, ગુટકા ચાવતા ને ચોખ્ખા ઘીના દીવા કરતા, રવિવારે સાંજે રેસ્ટોરન્ટમાં વેઇટિંગમાં વહેલો વારો આવી જાય એને વિક્ટરી માની લેતા, ગરબાના નવા સ્ટેપ શીખીને પંદર બહેનપણીઓને ઈમ્પ્રેસ કરતા, ગોખેલા ટ્યુશનના હોમવર્કને નોલેજ માનતા, ગોગલ્સ પહેરીને બાઈકને કિક મારવાને એડવેન્ચર ગણતા, મમ્મી-પપ્પાએ બતાવેલા છોકરાને પરણીને છોકરા પેદાં કરવામાં જીવનસાફલ્યની ઝાલરો રણકાવતા, નવી સાડી ને નવી કારથી જેમનામાં એડ્રિનાલીન રશ આવી જાય છે, ઉધાર સુવાક્યોના સવારે એસ.એમ.એસ. કરવાને જે સમાજસેવા માની લે છે, મોબાઈલ પર જોર જોરથી વાત કરવાને જે સંસ્કાર ગણે છે, ધાર્મિક સ્થળની ટોળાબંધ યાત્રાને જે પ્રવાસ માને છે, ટ્રાફિકમાં વાહન અડી જાય એને ગલતીને બદલે ગુમાન માને છે …..એવા એદી નર-નારીઓની …………….

    પ્રિય જયભાઈ ,
    આ યાદી હજુ આગળ લંબાવી હોત તો મઝા આવતી….જેમ કે …………..

    ઓશિકા અને ઓઢવાની ચાદર વગર રેલ્વે ની બર્થ પર સુઈ નહિ સકતા …
    પરિક્ષા નું સેન્ટર જોવા માટે પણ મમ્મી-પપ્પાને સાથે લઇ જતા ,
    આખો વોર્ડોરબ કપડા થી ભરેલો હોવા છતાં હોવા છતાં પણ પરિક્ષા માટે નવા કપડા સિવડાવતા ,
    ખોરા તેલમાં તળેલા ફરસાણો ખાઈ ખાઈ ને ફૂલી ગયેલા પેટ ઉપર ટીશર્ટ ઠઠાડી હિલ સ્ટેશનો ઉપર ઘોડેસવારીઓ કરતા ,
    દુબઈ અને બેંગકોક ની ટુરોમાં ભારતીય હોટલોમાં બુફે લન્ચ અને ડીનરો વખતે પડાપડી કરતા,
    હાઇવે પર જીવલેણ અકસ્માત જોવા છતાં, ઘાયલો ને બચાવવાને બદલે ભીરૂ ની જેમ ” મારે કેટલા ટકા ” કહી ઉચાળા ભરી જતા,
    ખરેખર ભૂખ્યા હોય તેવા માસૂમો સામે ડોળા તતડાવીને ,પક્ષીઓને ચણ અને ગયો ને રોટલા નીરવામાં પોતાને ધર્મપરાયણ સમજતા ,
    પોતાના હમવતન પરધર્મી પાડોશીને બચાવવા કરતા ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવવાની હેલ્પલાઈનો શરૂ કરવાની વધુ ચિંતા કરતા ,
    સામાન્ય અફસર ને કે ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ ને પણ ” ઓફિસર ” ને બદલે ” સાહેબ” ” સાહેબ” કરતા ..
    લાઈન ની ભીડ ને ઓવરટેક કરી આગળ ઘૂસ મારવા માં પોતાને હોંશિયાર માનતા ,
    કોલેજ ના એડમીશન નું ફોર્મ ભરવા માટે પણ મમ્મી-પપ્પાની મદદ લેતા ,
    કોઈ પણ સામાન્ય અરજી લખવામાં પણ ગભરાઈ મરતા,
    શુદ્ધ હિન્દી કે ઈંગ્લીશ ની એક લીટી માં રજૂઆત કરવામાં પણ થોથવાઈ જતા,
    એમના એરપોર્ટો ઉપર અપમાનિત થવા છતાં દરેક ફોરેનરો ને અહોભાવ થી લાલચું અને લાળપડું નજરોથી જોતા
    માયકાંગલા શરીરો ના સ્વામી હોવા છતાં સલમાનખાન ના વહેમ માં ફરતા ,
    એક મહિના થી નહિ ધોયેલી જીન્સ ની ગંધાતી મોરીઓ કે ગંધાતા મોજા લઈને ઓફિસોમાં કે ઘરમાં ઘુસી જતા,
    જાહેર સ્થળો એ મોટે થી ઓડકારો ખાતા, કે નાકમાં થી ગુંગા કાઢતા ,
    બગલના ગંધાતા વાળ બતાવી બતાવીને સ્ટેજ ઉપરથી હાકલા પડકારા કરતા ઢોંગી સ્વામીઓ ઉપર ઓળઘોળ થતા ,
    ” ઝીરો દિયા મેરે ભારત ને ” ગાઈ ગાઈ ને ઇતરાતા રેહતા ,
    દસ રૂપિયા ના બે તિરંગા લઇ ને ગાડી ના ડેશબોર્ડ પર મૂકી દેશભક્ત હોવાના ખોખલા ફાંકા મારતા ,
    વતન ના લાખો -કરોડો દેશભાંડુઓ ને ભૂખ્યા જોવા છતાં પણ તેહવારોમાં પોતાના ગળા નીચે મીઠાઈના ટુકડાઓ ઉતારી શકતા,
    પોતાના અંતરત્માઓને સ્વીશ બેન્કના લોકરોમાં મૂકી આવીને લોકશાહીના અંચળા હેઠળ લોકો ના ઝમીર ને ચગદી નાખતા નફફટ નેતાઓ ને ખભા ઉપર બેસાડતા ………….

    Like

     
    • Toral Patel

      August 16, 2012 at 3:23 PM

      @kansara

      rang de basanti film joyu tame. tema tame kidhu evaj hata toy mari gaya badha desh mate..

      kanasara bhai tamari ghan badhi sachi che. ne thodik tame vadhare padti lakhi che.

      Like

       
    • kaushal sheth

      August 16, 2012 at 5:32 PM

      vah ! mari jem ghana salage chhe ahin,,,,….welsaid

      Like

       
  57. MAZHAR M KANSARA

    August 16, 2012 at 4:22 PM

    તોરલબેન ,
    આમાં મારી કઈ વાત તમને વધારે પડતી લાગે છે ?.આ બધું તમે પણ રોજેરોજ જોયેલું જ હશે , હકીકતો થી મ્હો ફેરવી લેવાથી થોડું ચાલે છે !!!

    Like

     
    • Toral Patel

      August 17, 2012 at 12:54 PM

      @Kansara
      FYI
      like below sentnce
      દસ રૂપિયા ના બે તિરંગા લઇ ને ગાડી ના ડેશબોર્ડ પર મૂકી દેશભક્ત હોવાના ખોખલા ફાંકા મારતા ,
      aa badha thoda em kahe che k ame deshbhakt chiye.. mari jevi to bichara nana chokra ne kaik kamani thay te hetu thi 10 15 kharidi ne bija badhane venhche. m nt a deshbhakt.

      વતન ના લાખો -કરોડો દેશભાંડુઓ ને ભૂખ્યા જોવા છતાં પણ તેહવારોમાં પોતાના ગળા નીચે મીઠાઈના ટુકડાઓ ઉતારી શકતા,
      loko bhukhya hoy to ema eno vank che ne rajneta no vank che. baki bharat ma jene kam karvu che ena mate kam ni kya tan che. like tat k hu bhukhi mari jav ema maro vank che tamaro nai. tame to deshbhakt j kehvacho. ne tamare sweets khavanu bandh na kari devay. nahitar kandoi ni dukane kam karta child labor ne rotla na fanfa padi jay

      chalo kansara bhai tamne mali ne anand thayo. biju kai hoy to be jijak kehjo.

      Like

       
  58. sangita

    August 16, 2012 at 10:21 PM

    i will hav to appriciate your spirit,sensible effort, aakroshnu lohi ane pidana zalzaliya and yes….. i also want to dedicate this indipendence day to the woman who deserves the most.

    Like

     
  59. prashant gurjar

    August 17, 2012 at 4:50 PM

    thanx JV for bringing this awesome patriotic stuff on independence day, feeling proud on Mary and also feeling guilty that we havent encouraged our true heroes that much.
    she should not be sorry…
    only a beautiful soul can say words like her after winning a medal for country.
    hatts of to her patriotism

    Like

     
  60. RAJ

    August 19, 2012 at 9:35 AM

    jv yeh india (HAMARA THE GREAT INDIA!) HAI APKE CHILLANE SE KUCHH NAHI HONE WALA ITS NOT NAGATIVITY BUT ITS A COMENT BY BLUDY HEART

    Like

     
  61. Naimish Vasoya

    August 23, 2012 at 7:42 PM

    Hash! Saru chhe tame gujarati lekhak chho!!!!!

    Like

     
  62. DNRajgor

    September 6, 2012 at 5:52 PM

    Jay bhai aa badhi vastuo ne laine man ma Aakrosh to bau udbhave che saathe sath aankho ma jal jaliya pan thava lage che, pan samay ni sathe badhu andar j sant padi jay che. Pan aa aakrosh aa vastu samjava mate bhid ma rahelo manas asamarth che ena mate stage par rahelo manas j samajavi sake che jem ke tame..! Tame aa cmmnt vancho ke na vancho ana thi mane koi khej nathi pan salu man ma lagi aavyu ane lakhi nakhyu..! Aam to joiye to bharat na badha sikka sidha padvane badle undha j pade che.pan aa aag khali planet jv na reader biradaro sivay koni andar pragatse .salu joiye to desh ma aava rajkaraniyo na karne kai sidhu thava na chance ocha che pan sidhu thava mate najariyo j badalva no che. ‘iss desh ka kuch nahi ho sakta’ evi cmmnt lakhva vala fb par ghana mali jase pan badlav laavnara loko samay ni saathe kyay khovai jaay che. Aa akhi cmmnt buniyadi rite kachi lage .me aagal kidhu em bhid ne samjava mate stage par no manas joiye che pan bhid ne bhadkava/stage par na manaso ni vaat ne bhid ma besi udavava mate to khali bhid ma rahelo koi pan manas aa kari sake che/kare che…

    Like

     
  63. Prakash Jain

    October 24, 2012 at 4:28 PM

    Excellent Post

    Like

     

Leave a comment