RSS

૩૫૦૦ રૂપિયે કિલોનું ‘સ્વદેશી ઝેર’ ટેસથી ખાતા ‘ગરીબ’ ભારતવાસીઓ !

16 Aug


મારા અનેક લેખોમાં મારો ગુટકાવિરોધ ડોકાતો રહે છે. મારાં એ ચાવતા નિકટ મિત્રોને ય હું બહુ ખંખેરું છું. કોઈકને છોડાવ્યા તો કોઈકને ઓછા કરાવ્યા છે – પણ નરેન્દ્ર મોદીએ ૧૧ સપ્ટેમ્બરના સ્વામી વિવેકાનંદના શિકાગો વ્યાખ્યાનના દિવસે ગુજરાતમાં કડક ગુટકાબંધીની જાહેરાત કરી છે. ચૂંટણીનું વર્ષ છે, એટલે એનો અમલ દારૂબંધી જેવો ના થાય તો સારું. આમે ય તમાકુના ખેતરો ગુજરાતમાં જ છે ને વ્યસનોના ટેક્સ પર તો સરકારની આવક હોય છે. પણ ગુટકા એ પાન-શરાબ-સિગારેટ જેવું વ્યાસન નથી. નશો ય નથી. ચોખ્ખું પુરવાર થયેલું રીતસરનું ઝેર જ છે ! દુનિયામાં સૌથી વધુ ઓરલ કેન્સર – ફાઇમ્બ્રોસીસ સૌરાષ્ટ્રમાં ગુટકાને લીધે છે. જીભ જરાક તીખું આવે કે દાંત જરાક ઠંડું લાગે ત્યાં સડસડી જાય છે. જાતીય પ્રવૃત્તિમાં ઓટ આવે છે. દિમાગ શિથિલ થાય છે. મોં પહોળું થતું નથી. અને ગંધાતી પિચકારીઓની ગંદકી અલગ ! ( સ્ટ્રેસ , કારીગરો, ડ્રાઈવિંગ તો આખી દુનિયામાં છે પણ ગુટકા આપણા સિવાય ક્યાંય નથી !) હું ૨૬ વર્ષની ઉંમરે કોલેજ પ્રિન્સિપાલ થયેલો ત્યારે ત્રણ વર્ષ રહ્યો ત્યાં સુધી આજથી દસકા પહેલા મારાં કેમ્પસમાં ગુટકા પર જડબેસલાક પ્રતિબંધ લાદી એનો સખ્ત અમલ કરાવી ચુક્યો છું. જરૂરી ફેરફાર સાથે ૬ વર્ષ જુનો મારો લેખ અને બીજા લેખમાં છપાયેલો એનો અંતિમ ટુચકો આજે ય સાંપ્રત છે. વાંચો , વિચારો  બધાને વંચાવો , ફેલાવો અને દ્રઢ નિર્ણય લો આ શ્રાવણ-રમઝાન-પર્યુષણ-પતેતી ટાણે “ભલે થાય રગેરગના કટકા, જસ્ટ ગો બેક ગુટકા !”

મહાન ભારતીય સંસ્કૃતિનું એક  અભિન્ન અંગ છેઃ

એ છે ‘ગુટકા’ કલ્ચર !

ગુટકા આપણે ત્યાં હંમેશા ન્યુઝમાં રહ્યા છે. માત્ર કારણો બદલાતા રહ્યા છે. પોતાની દીકરીને ભારતની મોંઘામાં મોંઘી ૫ કરોડની મેબેક કાર ભેટમાં આપવા માટે સમાચારોમાં ચમકેલા ‘માણિકચંદ’ ગ્રુપના ધારીવાલ પછી દાઉદ ઈબ્રાહિમ સાથેના ૪૦ કરોડના ‘સેટિંગ’ માટે પંકાઈ ગયા છે. ડોન્ટ વરી. ચેનલો – અખબારોમાં ચવાઈને ચૂથ્થો થઈ ગયેલી માણિકચંદ – ગોવા – ધારીવાલ – જોશી – ગુટકા – માફિયા સ્ટોરીનું અહીં પુનરાવર્તન નથી કરવું. યે પબ્લિક હૈ, સબ જાનતી હૈ.

લેકિન ફિર ભી પબ્લિક કભી જાગતી નહીં હૈ ! ગુટકાના ગુંડા કનેક્શનનો આટલો હોબાળો મચ્યા પછી શું થયું ? માણિકચંદ, માલિકચંદ, વિમલ, ગોવા, તુલસી, રજનીગંધા, સંકેત કે બીજા અઢળક બ્રાન્ડેડ ગુટકાઓનું વેચાણ ઘટી ગયું ? અરે, નામના વિવાદને લીધે માણિકચંદના ગુટકા ‘આરએમડી’ નામે મળવા લાગ્યા ત્યારે રાતોરાત આ અભણ દેશના તમામ ગામડિયા ગુટકાપ્રેમીઓને પણ એનો લાકડિયો તાર પહોચેલો !

ગુટકા કંપનીઓ ગુટકા વેચીને કમાય છે, પણ ઘણા ગુટકાના બંધાણીઓ તો કમાય છે જ ગુટકા ખાવા માટે ! કલાસરૂમની ચાર દીવાલોમાં બંધાઈ ન શકતો વિદ્યાર્થીવર્ગ ગુટકાની ટચૂકડી પડીકીમાં પૂરાઈ ગયો છે. શાળા – કોલેજોના ઈન્સ્પેક્શનમાં પ્રિન્સિપાલની ચેમ્બર, ઓફિસ, લાયબ્રેરી, લેબોરેટરી, ક્લાસની મુલાકાતો લેવાય છે. ખરેખરી સ્થિતિ જાણવી હોય તો શિક્ષણસંસ્થાઓની મૂતરડી – શૌચાલયોની તપાસ કરવી જોઈએ. ત્યાં ગુટકાના પાઉચના અવશેષો ‘ઉત્ખનન’ની રાહ જોતા પડ્યા હોય છે. આમાં માસ્તરો કંઈ પાછળ નથી. (એમને શિક્ષક કે અઘ્યાપક કેમ કહેવા ?). કેટલાક સુધારાવાદી કેમ્પસમાં ગુટકા ખાવા પર પ્રતિબંધ મૂકો તો પહેલો વિરોધ ક્લાસરૂમને બદલે સ્ટાફરૂમમાંથી થાય છે. ગુટકા ખાતા ઝડપાયેલા સ્ટુડન્ટનો માત્ર ૧૦ અને શિક્ષકનો ૧૦૦  રૂપિયા દંડ વસૂલવાની શરૂઆત કરો તો એકાદ વરસમાં ગુજરાતભરની શાળાઓના મકાનોના રિનોવેશનનું ભંડોળ એકઠું થઈ જાય !

બોલો, આમાં કયા મોંએ પશ્ચિમી શિક્ષણસંસ્થાઓના ડ્રગ્સ કે કોન્ડોમ  કલ્ચરની ટીકા કરીએ છીએ ? બ્રાઉન સ્યુગર કે કોકેન કે મારિજુઆના જેવા ડ્રગ્સની ત્યાં કાચી ઉંમરના ટીનેજર્સ પર વધતી અસર ચિંતાનો વિષય છે, પણ ભારતની શાળા – કોલેજોમાં જે રીતે ખુલ્લેઆમ સાહેબો અને સ્ટુડન્ટ્‌સ ગુટકા ચાવ ચાવ કરે છે, એવી રીતે ક્યાંય જાહેરમાં ડ્રગ્સ લેવાતા નથી. ભેંસ ખડ વાગોળ્યા કરે એવી રીતે અહીં સરકારી ઓફિસોમાં છૂપા કેમેરા મુકો તો ગુટકા વાગોળતા બેપગાળા પશુઓ કેમેરામાં કેદ થતા રહેશે. ‘કરપ્શન’ એટલે કંઈ માત્ર ટેબલ ઉપર રૂપિયાની લેવડદેવડ નહિ ! ગુટકાવાળા થૂંકના કોગળા કરીને સફેદ વોશબેસીન લાલ કરી મુકવું કે ખૂણામાં ગુટકાની પડીકીઓના ઢગલા કરવા એ પણ ‘ભ્રષ્ટ આચાર’ જ છે ને ? ગનથી તો ક્યારેક માણસો અકસ્માતે મારે, ગુટકાથી તો રોજ સામે ચાલીને મરે !

પાચન માટે ખવાતા ગુણકારી અને મજેદાર પાનસોપારીમાં ધીરે ધીરે નશાવાળી તમાકુ ભળી ગઈ એ જૂનીપુરાણી ઘટના છે. બીડી – સિગારેટ – હુક્કાના ઈતિહાસ પણ સદીઓ જુના છે. ગાંજા – ભાંગ – અફીણ પણ ઈતિહાસ માટે અજાણ્યા નથી. પણ આ ગુટકાકલ્ચરની ઉંમર બાર – પંદર વરસથી વધારે નથી. આપણા સ્વદેશી આંદોલનો ગરજી ગરજીને કોકોકોલા – પેપ્સીના આક્રમણનો વિરોધ કરે છે. બરાબર. પણ એમાંના કેટલા સ્વદેશી ગુટકા કલ્ચરનો એટલો જ ઉછળી ઉછળીને વિરોધ કરે છે ? દૂષણમાં કંઈ સ્વદેશી – વિદેશીના ભેદ હોય ? જો જંતુનાશકોના મુદ્દે જનતાના આરોગ્ય માટે કોક-પેપ્સી ઈત્યાદિ રાખવા સામે પાનવાળાઓ પર ઝૂંબેશ ચલાવાય, તો સ્વાસ્થ્ય માટે એનાથી અનેકગણા હાનિકારક ગુટકાની વિરૂદ્ધમાં થોડી સ્વૈચ્છિક સંસ્થાઓ, સાઘુસંતો, સ્વામીનારાયણ સંપ્રદાય, જૈન મહારાજ સાહેબોને બાદ કરતા કેમ કોઈ બોલતું નથી ?

દર  વર્ષે  બ‘વેલેન્ટાઈન્સ ડે’ના વિરોધમાં કાર્ડ – ગિફ્‌ટ્‌સની દુકાનોમાં તોડફોડ કરતા અને એને કેમેરામાં કેદ કરાવી પબ્લિસીટી મેળવતા – અદકપાસળી મર્કટોને મોકળું મેદાન મળશે. એ બધા ગાંગરશે: આ તો યૌવનધનની સુરક્ષા છે. ભારતના સંસ્કારનો બચાવ છે. આહાહાહા ! તો પછી યૌવનધનના આરોગ્યની સુરક્ષા માટે આ બધા બડકમદારો ગુટકા વેંચતી દુકાનો પર કેમ તૂટી નથી પડતા ? કેમ ગુટકા બનાવતી ફેક્ટરીઓમાં જઈને કાળા કૂચડા નથી ફેરવતા ? અશ્લીલ પોસ્ટર્સ સામે શેરીઓમાં આવી જતા મહિલામોરચાઓને કુદરતે બનાવેલા સુડોળ શરીરો ‘ગંદા’ લાગે છે… પણ ચારેબાજુ લટકતા ગુટકાના હોર્ડીંગ્સ એમને કદી અશ્લીલ લાગતા નથી !

ટૂંકમાં, આપણે ત્યાં જે સેક્સી છે, એ જ બઘું પાપ છે. બાકી બઘું ય ચાલી જાય ! રાજકીય ઈરાદાઓવાળી યુવાસંસ્થાઓના એજેન્ડામાં ‘ડે’ઝનો વિરોધ છે. ચોકલેટ, સિનેમા, ટીવી. મ્યુઝિક વિડિયોનો વિરોધ છે. ડાન્સ અને ફેશનનો વિરોધ છે. પણ કદી ગુટકા (કે ફોર ધેટ મેટર, સિગારેટ જેવી ટોબેકો પ્રોડક્ટ્‌સ !)નો વિરોધ ભાળ્યો છે ? એમાંના ઘણાખરા તો પોતે જ ગુટકાગુલામો હોય છે ! બાય ધ વે, પ્રેમથી કરેલાં ચુંબનથી કેન્સર નથી થતું. પણ ગુટકાથી થાય છે. માની લો કે મોર્ડન ફેશનથી કદાચ મન બગડે છે – પણ ગુટકાથી મન અને તન બંન્ને ખલાસ થાય છે, એ તો વૈજ્ઞાનિક સત્ય છે.

પણ આપણે ધાર્મિકતાના ગમે તેટલા ગીતો ગાઈએ, આપણું સત્ય હંમેશા સગવડિયું હોય છે. ગુટકાના વિરોધમાં પૈસા અને પબ્લિસિટી હોય તો એનો વિરોધ પણ થવા લાગશે. વેસ્ટર્ન કલ્ચરનો વિરોધ પણ સમજ્યા વિના લોકોનું ઘ્યાન ખેંચીને કશુંક પુણ્યકાર્ય કર્યાના લુખ્ખા સંતોષ માટે છે. જેમાં ‘જો આમ થશે તો તેમ થશે.’ વાળી શક્યતાઓ વઘુ, અને નક્કર હકીકતો ઓછી હોય છે. પણ ગુટકાનો નશો અત્યારે સત્તાવાર રીતે બજારમાં ઉપલબ્ધ તમામ નશાઓમાં સૌથી વઘુ ખતરનાક નશો છે. મોં, તાળવા, જડબાના કેન્સર ઉપરાંત શરીરની રોજીંદી ક્રિયાઓમાં ખલેલ પહોંચાડતું એ જવાબદાર પરિબળ છે. દરેક ગુટકામાં ‘મેગ્નેશિયમ બાયકાર્બોનેટ’ નામનું ઘાતક રસાયણ અચૂકપણે હોય છે. ઉપરાંત સંખ્યાબંધ ‘પ્રતિબંધિત’ ઝેરી કેમિકલ્સ હોય છે. શેકેલ સોપારી વાળા પાનમસાલા – જર્દા થઈને ગુટકાના સ્ટેશને પહોંચે ત્યાં સુધીમાં શેતાન સુપારી થઈ જાય છે ! કેસર પણ નકલી કે નબળું હોય છે તેવું નથી, મોટે ભાગે તો કેસરનું ‘એસેન્સ’ જ હોય છે ! એ ય હલકું, અખાદ્ય ! અથવા કેસરના ખેતરમાં કચરો ગણાતી પીળી દાંડલી ! આવું જ સોપારીનું !

તદ્દન સસ્તી બનાવટની ચીજોમાંથી બનતા ગુટકાનો ભાવ શું હોય છે ? સામાન્ય રીતે એક નાનકડા પાઉચમાં દોઢ-બે ગ્રામ મસાલો હોય છે. ભાવ હોય છે સરેરાશ ત્રણ રૂપિયાથી સાત રૂપિયા  ! અર્થાત ૨ રૂપિયેથી સાડાત્રણ રૂપિયે  ગ્રામ ! મતલબ ૨૦૦૦થી ૩૫૦૦  રૂપિયે કિલો !

આ કિંમતની કદી શુદ્ધતમ ઘીની તમામ ડ્રાયફ્રુટવાળી મીઠાઈ પણ ભારતમાં વેચાતી સાંભળી છે ? ઈમ્પોર્ટેડ ખજૂર કે તાજી અંગૂરનો કદી આવો ભાવ વિચાર્યો છે ? સૂકો મેવો, ફ્રુટ્‌સ કે ટોનિક જવા દો, ઈન્વેસ્ટમેન્ટ થાય, અને શરીરને હાનિકારક ન હોય તેવા સોના, ચાંદી, ચંદન, કેસર જેવા જૂજ પદાર્થોને બાદ કરતા કોઈ ચીજનો ૩૫૦૦ રૂપિયે કિલોનો ભાવ કલ્પનામાં પણ આવે છે ? વળી, આ કોઈ કાઈ સોસાયટીના લિમિટેડ એન્ટિક પીસની વાત નથી. ઘેર ઘેર, ગામડે ગામડે, સમગ્ર ભારતમાં રોજ ખરીદાતા અને ખવાતા ગુટકાની વાસ્તવિક્તા છે !

બોલો, અને ભારત બિચ્ચારો ગરીબ દેશ આપણને લાગે છે ! દુનિયાના કોઈ માલદાર દેશમાં કદી ઝેર આટલા ઉંચા ભાવે સામાન્ય મજૂરને લેતો જોયો છે ? ભૂખડીબારશ કંગાલો ભારતમાં ગુટકાગુલામો છે. મોટા સાહેબો અને વેપારીઓ પણ એ જ છે. ગુટકા સેક્યુલર જ નહિ, સમાનતાવાદી પણ છે. ગુટકા જેવી ફાલતુ, બકવાસ, આરોગ્યશત્રુ અને હલકી બનાવટની ચીજ પૃથ્વીના પટ પર ભારત સિવાય બીજે ક્યાંય આટલી લોકપ્રિય નથી. દુષ્ટતા માટે જેને આપણે રોજ સવારે ગાળો ભાંડીએ છીએ એ પશ્ચિમી દેશોમાં દારૂ (જે ગુટકા જેટલો કચરપટ્ટી નથી હોતો) પણ આવી રીતે પીવાતો નથી. ગુટકા પ્રકારનો ‘કિક’ લાગે તેવો નુકસાનકારક નશો તો અમેરિકા – યુરોપ – અખાતી દેશોમાં ભારતની જેમ હારડા લટકાવીને વેંચી પણ શકાતો નથી.

પણ સ્વદેશપ્રેમી ભારતવાસીઓનો ગુટકાપ્રેમ એવો પ્રબળ છે કે લંડનના લેસ્ટર, ન્યુયોર્કના જેક્સન હાઈટ્‌સ કે શિકાગોના દેવોન એરિયામાં ભારતીય મુસાફરોની ‘તલપ’ સંતોષવા ચોરીછૂપીથી આપણા દીવાબત્તી કરનારા ધર્મભીરૂ વેપારીઓ કેશ કાઉન્ટર નીચે ગુટકા સંતાડીને રાખે છે ! અમેરિકામાં સેક્સથી મ્યુઝિયમ જોઈ આંખો મીંચી દેનારાઓ ગુટકાના નામથી જાણે પ્રભુદર્શનનો આત્મસાક્ષાત્કાર થયો હોય તેમ ઠેકડા મારે છે ! આખો લાડવો જે મોંમાં જાય એ મોં બોલપેન પણ ન જાય એટલું સાંકડુ થઈ જાય એવો ‘ફાઈમ્બ્રોસીસ’ રોગ ભલે થાય, ‘હમ તો ગુટકા ભચડેગા, દર્દ સે નહીં ડરેગા’ ગુટકાબંધાણીઓનું ઊર્મિગીત છે !

તાત્વિક રીતે કોકેન લેતા પકડાઈ ગયેલા ફરદીનખાનમાં અને મુંબઈમાં પ્રતિબંધિત ગુટકાને કાળા બજારમાં ખરીદતા સભ્ય, જુવાનમાં શું ફેર છે ? કશો જ નહિ ! બંને નુકસાનકારક નશો ખરીદે છે. ફેર એટલો કે બ્રાઉનસ્યુગર મોંધુ છે, મળવું મુશ્કેલ છે. જ્યારે ગુટકા ભારતમાં ઉપલબ્ધ સૌથી સસ્તો (ભાવમાં નહિ, ખરીદીમાં) નશો છે. ઠેરઠેર હાજરાહજૂર છે. અનેક પ્રકારના સ્વાર્થને લીધે એના પર કાનૂની પ્રતિબંધ નથી, એના કાળા બજારમાં પણ હપ્તા ખાતી સિન્ડિકેટ હોઈને એનો પ્રતિબંધ પણ સરવાળે લાગતાવળગતાઓને કમાણી કરાવે છે.

માણિકચંદ ફેમ ધારીવાલ તો નફ્‌ફટ થઈને કહેતા  ‘હું ય ગુટકા ખાઉં છું, મને કંઈ થતું નથી. એ તો દૂધ ઝાઝું પીઓ તો ય નડે. લોકોએ ઓછા ખાવા જોઈએ, પણ ખાવા જોઈએ !’…..’ ગુટકાગુલામો આવું સાંભળી રાજીરાજી થઈ જતા… પણ હવે તો ગુટકાકંપનીઓના મવાલી માલિકોના અન્ડરવર્લ્ડ કનેક્શન્સ બહાર આવ્યા. ગુટકાના ગોરખધંધાર્થીઓ સઘળા માફિયા ડોનની કઠપૂતળીઓ બનીને નાચે છે, એ સાબિત થયું. ૫,૦૦૦ કરોડની (આ આંકડો ય ઘણો જૂનો છે) ગુટકા ઈન્ડસ્ટ્રીના કિંગ ૧૪,૦૦૦ સ્ક્વેરફિટનું પૂનાનું મહેલ જેવું મકાન મૂકીને ફરાર થઈ ગયા. ઘણીખરી ગુટકા ઈન્ડસ્ટ્રીઝમાં ચિક્કાર નફો છે, પાવલીના માલને પાઉન્ડની કિંમતમાં વેચવામાં આવે છે, અને રાષ્ટ્રવિરોધી અસામાજીક તત્વોને જ એમાં પૈસો મળે છે એ સામે ચાલીને સ્પષ્ટ થઈ ગયું !

પણ ગુટકાગદર્ભોના મોંનું થૂંકે ય ના હલ્યું ! ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અન્ડરવર્લ્ડ ફાઈનાન્સનો ગોકીરો ચાલ્યો, પણ ગુટકા ઈન્ડસ્ટ્રીના માફિયા કનેક્શનની વાતો શાંત પડી ગઈ ! ચેનલો – અખબારોમાં સૂંડલામોઢે જાહેરખબરો ગુટકાની ઠલવાય છે. ઘણીવાર તો મેગેઝીનના ટાઈટલ કવર પર ગુટકાની ભયાનકતા દર્શાવતી સ્ટોરી હોય અને લાસ્ટ કવર પર ગુટકાકંપનીની જાહેરાત રાજકીય પક્ષોને પણ ભંડોળ પહોંચી જાય. સરકારને ટેક્સની (અને બાબુઓને ટેક્સચોરીની લાંચની) ભરપૂર આવક થાય. આવા ‘અન્નદાતા’ ગુટકામાલિકોને નારાજ કરાય ?

ફિલ્મી એવોર્ડસની ગુટકા સ્પોન્સરશિપ બંધ થાય… પણ મહારાષ્ટ્રના ગણેશોત્સવથી લઈને ગુજરાતની નવરાત્રિ સુધીના અનેક ઉત્સવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુટકાકંપનીની સ્પોન્સરશિપ ઉપર જ ચાલે છે. ગુટકા ફાઈનાન્સ નીકળી જાય તો રોનક ઉડી જાય ! પૈસાની વાત આવે ત્યાં પછી સંસ્કાર નવી પેઢીને ઉપદેશ આપવા પૂરતા જ યાદ રહેતા હોય છે ! રાષ્ટ્રભક્તિની માળા જપીને બ્યુટીકોન્ટેસ્ટમાં ભાંગફોડ કરતી બજરંગદળથી શિવસેના સુધીની તમામ સંસ્થાઓએ હવે ગુટકા – ઈન્ડસ્ટ્રીના માફિયા નેટવર્કની વિગતો જાણ્યા પછી પૂરી તાકાતથી ગુટકાવિરોધમાં ઝૂકાવવું જોઈએ. હવે મામલો માત્ર વ્યસનનો નથી, વાત ગુનાખોરી, દેશભક્તિ અને પાછલા દરવાજેથી ત્રાસવાદી ભંડોળ સુધી પહોંચી ગઈ છે ! છોકરા – છોકરી ભેટીને સહશયન  કરે એમાં આસમાન તો શું, પાંદડું ય નથી તૂટતું… પણ આ તો અર્થતંત્ર તૂટવાની ગંભીર હરકત છે !

પણ મોબાઈલ કે ઇન્ટરનેટ કે ફિલ્મમાં  એક સેક્સી ફોટો કે દ્રશ્ય આપણી રાષ્ટ્રીય ચિંતા છે. ગુટકા આપણી નજર સામે હોવા છતાં આપણને કશી ફિકર નથી. આ દંભી દેશની અધોગતિના અસલી કારણો સમજાય છે ? કે પછી દિમાગમાં પણ તમાકુના છોડ ઉગી નીકળ્યા છે ? અર્થશાસ્ત્રનો અર્થ ન જાણનારા ગ્લોબલાઈઝેશન પર બહિષ્કારના નારાઓ આપે છે. ગુટકા પર અસહકાર કેમ નથી થતો ? વ્યસનના નામે નહિ તો રાષ્ટ્રવિરોધી તત્વોની સાંઠગાઠ માટે થવો ન જોઈએ ?

ગુટકાના વેચાણ પર પ્રતિબંધ (એ ય એકાદ – બે રાજ્યોમાં કામચલાઉ હોય છે !)થી સમસ્યા ઉકેલાવાની નથી, કાળાબજારી – રિશ્વતની નવી સમસ્યાઓ વધવાની છે. ગુટકાની જાહેરાતોને કાનૂનથી અટકાવો તો ગુટકા કંપનીઓ બ્રાન્ડનો પ્રચાર મિનરલ વોટરના નામે કરી લેવાના છીંડા પણ શોધશે. આ ભસ્માસુરને મૂળમાંથી નાથવો હોય તો એના ઉત્પાદન કરતી તમામ ફેક્ટરીઝ પર જ તાળા લાગી જવા જોઈએ. તમાકુવાળા પાન છો ખવાતા… સિગારેટ પણ પીનારા ભલે પીતા… ગુટકા જેટલું ગંભીર જોખમ તેમાં નથી એ તો ઠીક, પણ ઘરમાં, ખિસ્સામાં, જાહેરમાં ગુટકાની જેમ એનું સેવન સહેલું ન હોઈને મિત્રોની દેખાદેખીથી એમાં ઝૂકાવતાં ટીનેજર્સ તો ઘટશે !

આવા પ્રસ્તાવના વિરોધમાં દલીલ બે છેઃ એક, ગુટકાને નેસ્તનાબુદ કરવાથી હજારોની રોજગારી પર ફટકો પડશે. વાહ, પંદર વરસ પહેલા ‘ગુટકા’ એટલે હથેળીની સાઈઝની ધાર્મિક ચોપડી એવું જ યાદ આવતું – ત્યારે આ બધા બેરોજગારો આપઘાત કરતા હતા ? જગતની એક પણ ધમધમતી આર્થિક મહાસત્તાઓ પાસે ગુટકા ઈન્ડસ્ટ્રી નથી… તો પૈસાની રેલમછેલ બંધ થઈ ગઈ ? તો પછી કાયદેસર અફીણ વેંચવા – ઉગાડવાની જ મંજૂરી આપી દો ને ? નવી રોજગારી સર્જાશે ! બીજી આવી જ વાહિયાત વાત:  આટલા બધા ટેન્શન વચ્ચે જરાક ગુટકા ખાવા દો ને… બીજું ક્યાં વ્યસન છે ? એમ કંઈ રાતોરાત થોડું સુધરી શકાય… એટસેટરા.

વ્યસનમાત્રનો પ્રોબ્લેમ એ જ છે કે એ ટેન્શન દૂર નથી કરતું, ભુલાવે છે અને પછી વધારી દે છે. વિરોધ ખાવાપીવાનો નહીં, બંધાણનો છે. ગુટકા જેમ ખાવ એમ ‘કાંટો’ વઘુને વઘુ ખાવ તેમ જ ચડે. ખિસ્સા હળવા થાય, દિમાગ ભારે થાય, વેચનારા તગડા થાય. વ્યસન જો છૂટે તો મનોબળથી એકઝાટકે જ છૂટે. કરો અત્યારે જ સંકલ્પ. હું ગુટકાનો ગુલામ નહિ, મારા મનનો માલિક છું. ગર્લ્સ, ગુટકા ખાતા પતિદાનવને પરણવાનો કે પોલાં પપ્પાને પગે લાગવાનો ઇનકાર કરી દો . રહી વાત, સુધરવાની…. તો પછી શા માટે પાપી પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતા ભારતના આમ આદમીને પવિત્ર અને શ્રેષ્ઠ સંસ્કૃતિવાળો માનવાની દુહાઈ દો છો ? પહેલા ગુટકા તો વગર કાયદાએ છોડી બતાવો… પછી પશ્ચિમને ધિક્કારજો !

ઝિંગ થિંગ

ગોવાની ભીની સોનેરી રેતી પર. એક ખૂબસૂરત હસીના બિકિનીમાં છુટ્ટા કેશ લહેરાવતી બેઠી હતી.
સાંજનો લહેરાતો પવન, ગિટારનું પ્રેમનીતરતું સંગીત, ચોકલેટી આઈસ્ક્રીમનો સ્વાદ, ફૂલોની મદહોશ ખૂશ્બુ…
એણે હૂંફાળું સ્મિત કરી, શરબતી આંખો નચાવી પાસે બેઠેલા કાઠીયાવાડી જુવાનને પૂછ્યું – …‘તુમ ક્યું ખામોશ હો? કુછ બોલતે ક્યું નહિ?’
કાઠીયાવાડીએ મુસ્કુરાઈને શરમાતાં શરમાતાં રેતી પર આંગળીથી લખ્યું – ‘‘મોઢામાં ફાકી ને માવો સે!’’ 😀

 
58 Comments

Posted by on August 16, 2012 in education, gujarat, india, youth

 

58 responses to “૩૫૦૦ રૂપિયે કિલોનું ‘સ્વદેશી ઝેર’ ટેસથી ખાતા ‘ગરીબ’ ભારતવાસીઓ !

  1. dharee

    August 16, 2012 at 9:40 PM

    why to wait till 11th sep ???why not from tomorrow??hope it would be thrown out from roots…

    Like

     
    • Toral Patel

      August 17, 2012 at 1:00 PM

      @ dharee
      aa modi che.. perticular day thi kare ne to willpower vadhi jay ne.. youth ne inspiration male vivekanand nu. ne modi ne prashahan pasethi kam karavavama saralta rahe. murhat pratha kam ne sustain karva mate padi lage che. aa mara vichar che. khotu na lagadta

      Like

       
  2. swati paun

    August 16, 2012 at 9:45 PM

    very………true………..sir………aa hu n bunty ghana potana o ne samjavi e 6i n hju chalu j rese…..n khas em k 1 jatke j tev 6ute…kyarek o6a thay to kyarek pathar par pani…jevu pata nahi su swad ??hase….

    Like

     
  3. Parth Veerendra

    August 16, 2012 at 9:47 PM

    loooooooooolz@મોઢામાં ફાકી ને માવો છે

    Like

     
  4. virajraol

    August 16, 2012 at 9:52 PM

    આની રાહ તો ઘણા લોકો જોતા હતા (જો કે ઘણા માટે આ બીક હતી કે ક્યાંક ગુટકા બંધ ના થઇ જાય!) અને નિર્ણય લેવાઈ જ ગયો!! મસ્ત નિર્ણય અને મસ્ત લેખ!

    Like

     
  5. mayu

    August 16, 2012 at 10:00 PM

    sir, eva danav ne to ame nokar pn na rakhie bt jya 6 to 8 std na male teacher j gutka khata khata vaat kare, bhanave ne game tetli request 6ata na maane to shu karvu??? bahanabaji taiyar…!! ne vadilo to kaik kaheva jaie to ek j vaat kare… hu mari jau to tamne shu????

    Like

     
    • Toral Patel

      August 17, 2012 at 1:01 PM

      @mayu are me to doctor ne pan joyo che mavo khata:)

      Like

       
  6. Arvind Adalja

    August 16, 2012 at 10:05 PM

    અસર કારક અમલ થવાની સંભાવના નહિવત છે. કારણ કે પોલીસ કર્મચારીઓ અને તેના મોટા સાહેબો, પ્રધાનો અને અન્ય રાજકારણીઓ આના બંધાણી છે એટલે ગુટકા બંધીના હાલ તો દારૂબંધી જેવા જ થવાની સંભાવના વધુ રહે છે.

    Like

     
  7. teju144

    August 16, 2012 at 10:11 PM

    Jo palitana jaso to ae j paapna paise mota mota dwar banaavya chhe ae j manikchand jaane mara gutka khao ne ahi bhagwan na gher pohncho!! Amari marwari jaatina ae bhai JITO ne eva ketlaay jain samajmaa danveer banta fare chhe ne hawe cancer pidit maate hospital kholi rahya chhe evu saambhryu chhe..jaane 900chuhe khaa ke billi hujko chali….

    Like

     
  8. Nikunj

    August 16, 2012 at 10:21 PM

    ભેંસ ખડ વાગોળ્યા કરે એવી રીતે અહીં સરકારી ઓફિસોમાં છૂપા કેમેરા મુકો તો ગુટકા વાગોળતા બેપગાળા પશુઓ કેમેરામાં કેદ થતા રહેશે ..સાવ સાચી વાત.

    ખાલી પ્રતિબંધ મૂકી દેવાથી કઈ સમસ્યાનો ઉકેલ નથી આવી જવાનો. કાયદા કરતા તો માણસો માં સમાજ વિકસિત કરવાની જરૂર છે. જો મનોબળ મજબુત થશે તો બધા આપો-આપ વ્યાસનો થી દુર રહેશે.

    The BEST : પહેલા ગુટકા તો વગર કાયદાએ છોડી બતાવો… પછી પશ્ચિમને ધિક્કારજો !

    Like

     
    • Nikunj

      August 16, 2012 at 10:22 PM

      માફ કરજો…સમાજ નહિ સમજ

      Like

       
  9. નિરવ ની નજરે . . !

    August 16, 2012 at 10:23 PM

    1) SHOT : ગુટકા ખાતા ઝડપાયેલા સ્ટુડન્ટનો માત્ર ૧૦ અને શિક્ષકનો ૧૦૦ રૂપિયા દંડ વસૂલવાની શરૂઆત કરો તો એકાદ વરસમાં ગુજરાતભરની શાળાઓના મકાનોના રિનોવેશનનું ભંડોળ એકઠું થઈ જાય !

    2) દૂષણમાં કંઈ સ્વદેશી – વિદેશીના ભેદ હોય ?

    3) ‘‘મોઢામાં ફાકી ને માવો સે!’’ , LoL : )

    Like

     
    • Tori Gori

      August 17, 2012 at 3:06 PM

      @nirav ni chakor nazar mathi aa rahi gayu
      ભેંસ ખડ વાગોળ્યા કરે એવી રીતે અહીં સરકારી ઓફિસોમાં છૂપા કેમેરા મુકો તો ગુટકા વાગોળતા બેપગાળા પશુઓ કેમેરામાં કેદ થતા રહેશે .
      je @nikunje pakdi padyu..

      Like

       
  10. pravin jagani,palanpur

    August 16, 2012 at 10:24 PM

    ચાલો આનાથી ગુટખા જાહેર માં વહેચાવવાના બંધ તો થશે,

    Like

     
  11. ankit boraniya

    August 16, 2012 at 10:28 PM

    very nice jay bhai very nice . . i love u .!

    Like

     
  12. ankit boraniya

    August 16, 2012 at 10:28 PM

    clap clap clap……

    Like

     
  13. Yashpal Jadeja

    August 16, 2012 at 10:29 PM

    ગુટકાના વ્યસનીઓ જો આ વાંચતા હોય તો મારી એમને એક request છે કે પોતે ગુટકા છોડી ને એમના દીકરા-દીકરીઓને એ બચેલા પૈસા થી સારું શિક્ષણ, સારું અન્ન કે સારા પુસ્તકો લાવી આપે અને પોતે પણ વાંચે. અને હા, આ સમાજ ને વ્યસન મુક્ત કરવા જેમ જય સાહેબ કહે છે તેમ – “ગર્લ્સ, ગુટકા ખાતા પતિદાનવને પરણવાનો કે પોલાં પપ્પાને પગે લાગવાનો ઇનકાર કરી દો”. પરિવાર ના લોકોએ, ખાસ કરીને નાના બાળકોએ, જો એમના ઘર માં કોઈ વ્યસની હોય તો ગુટકા ની પડીકી હાથ માંથી ઝાટકી લઈને એને બદલે એમના હાથ માં વરીયાળી મૂકી દેવી. પરિવાર ના સભ્યો નો સાથ હશે તો વ્યસનીઓ થી ગુટકા જલ્દી છૂટશે.

    Like

     
  14. vishal jethava

    August 16, 2012 at 10:38 PM

    ભલે થાય રગેરગના કટકા, જસ્ટ ગો બેક ગુટકા ! ha.ha..ha..! zordar… 😀

    Like

     
  15. Umesh Shah

    August 16, 2012 at 10:51 PM

    excellent and as usual hard hitting article.Personally , I feel that simply banning will not solve problem but give rise to ways to sell illegally.As you have said , we as people have to kick habit with a firm resolve.Moral police will not be interested as there will be no political gain and possibly theri fndign could be coming from gutka barons.

    Like

     
  16. dhruv1986

    August 16, 2012 at 10:56 PM

    જયભાઇ આપને મારા ૧૦૦ વાર સલામ.
    ગુટખા વિષેનો ખૂબ જ તેજતર્રાર ભાષા લેખ લખ્યો.
    આશા છે આ પ્રતિબંધ માત્ર કાગ નો વાઘ ન બની રહે..!

    Like

     
  17. Mihir

    August 16, 2012 at 11:35 PM

    Bapu, bau “electric” lakhyu che ho….bravo!!! Hu khato nathi atle chhodvani vat nathi baki, je divse india aavis te divse ekad dost ne sure chhodai dais avi “partigya” lai lidhi atyare savar na 4 vagye!

    Like

     
  18. Gaurang

    August 16, 2012 at 11:38 PM

    Jordar JV,

    Maja padi gai

    Gaurang

    Like

     
  19. dhaval karia

    August 16, 2012 at 11:52 PM

    abhinandan…

    Like

     
  20. Mita Chauhan

    August 16, 2012 at 11:57 PM

    Modhu Khole etle Paisa padi jay te Gutkha.. lols.. Loved zing thing..

    Like

     
  21. vijaysinhrahevar

    August 17, 2012 at 12:37 AM

    Eassist way to Give UP (शाराब -सिगरेट – तंबाकू )

    Like

     
  22. Nizil

    August 17, 2012 at 12:48 AM

    health ministry in pdf ma pan advertising mate kevi rite ban howa 6ata thay 6e e pan 6e. 🙂
    Page no.206

    Click to access 911379183TobaccocontroinIndia_10Dec04.pdf

    Like

     
  23. viraj b katariya

    August 17, 2012 at 12:51 AM

    jordar…..

    Like

     
  24. Raj Vitthalpura

    August 17, 2012 at 1:52 AM

    આજ ના સાક્ષર લોકો..
    હાથ માં લે છે સુકો…
    સુકો મોમાં મુકો..
    જ્યાં ત્યાં થુકો..
    ને છેલ્લે કેન્સર માં મુકો….!!
    સોચ લો ઠાકુર…!!!

    Like

     
  25. Nilesh Khetia

    August 17, 2012 at 2:22 AM

    Superb article Jaybhai and super-duper Zing-thing… !!!

    Like

     
  26. Envy

    August 17, 2012 at 9:25 AM

    અમારી પાનની દુકાન હતી, શાળા જીવન (લગભગ) આખું દુકાન ઉપર ધંધો કરતા કરતા ભણી ને પૂરું કર્યું.
    એની કમાણી પેટે તમાકુ નું પાન ખાવાની આદત લાગી.
    બાપુજી કડક એટલે એમના દેખતા પાન ના ખવાય, ખાધા પછી દાંત સાફ કરી નાખવા પડે નહીતો હાડકા સાફ કરી નાખે.
    ક્યારેક ગુટખા પણ ખાઈ લેતો. પણ ખાવા વડોદરા માં સ્પેશિયલ દુકાને જતો (રીચ પાન)
    ૨૦૦૨ માં એક દિવસ છેલ્લું પાન ખાઈને દુકાન વાળા ને રામ રામ કર્યા તો મને કહે – આજસુધી કોઈ બંધાણી આમ પાન છોડી શક્યો નથી.
    આજે પાન જયારે એ તરફ જાઉં છું ને સાદું પાન ખાઈ લઉં છું તો એ ભાઈ સલામ કરે છે 🙂

    તમારો લેખ આજથી ૨૦ વર્ષ પછી પાન સાંપ્રત જ રહેશે અને ઝાઝા ફેરફાર વગર ફરી મૂકી શકતો.

    Like

     
  27. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

    August 17, 2012 at 9:50 AM

    આ લેખ નથી…પણ જય (કૃષ્ણ) દ્વારા લખાયેલી (અને દિલથી બોલાયેલી) ને મેં પહેલી વાર વાંચેલી ‘ગુટકા ગીતા’ છે.

    દોસ્તો, ખરાબ બહુ જલ્દી અપનાવાય છે. ચાલો આજે તો એમાંથી સારું લઇ જ લઈએ.

    Like

     
  28. Devang Soni

    August 17, 2012 at 10:20 AM

    અફલાતુન. પણ આ પ્રતિબંધ નું પાલન પશ્ચિમ ની જેમ થાય તો સારું. 😉

    Like

     
  29. Chintan Oza

    August 17, 2012 at 10:37 AM

    JV..ekdum sachot lakhyu chhe..aatlu monghu poison kharidi shakti garib bhartiya praja ani durogami asar(potana upar) ane tvarit asar(society upar) thi vakef hova chhata befam pane gutka arogti najare pade chhe a joi ne bharobhar gusso ave chhe….saurashtra mari priya jagya rahi chhe..rajkot na ghana saro mitro mara group ma chhe, atyar suthi 4 var rajkot javanu banyu chhe tyare tyana college boys no gutka prem joine kharekhar chinta upje chhe k aama aaj na aa youth ne shu maja avti hashe..??..!! aapni government(ane pan aapni kevi k kem a ek question chhe..!!) jo kharekhar aa dushan ne damva mangti hoy to ana root ne j khatam karvu joiye..gutka manufacture karta units par j jo tala lage to aa badi ne dur thata var nahi lage…..biju khas kari ne darek government department a pan samajva jevu chhe k koi pan advertisement aa gutka company o ne to nahi j javi joiye(e.g. state transport and city transport ni buses..!!)…baki khub j saras decision chhe guj government nu…ahi pune maharashtra ma ani asar dekhavani sharuat thai gayee chhe…atyare to vechan par pratibandh pan chhe ane koi pakday to official fine pan levay chhe..we hope k gujarat ma aa j rite amal thay ane praja aa mongha zer na moh mathi jem bane tem jaldi chhute. Thanks for your truly said points..!!

    Like

     
  30. vishal

    August 17, 2012 at 10:43 AM

    I didnt knew who u were, when i was in college, but it was like u r ”The Principal”.
    but when u banned gutka and pan-masala in the college premices, tamara pratye maan khub vadhi gayelu… emay when u made arrangements for snacks during recess time (there was no canteen in RPBC) i felt ”he is here for development”.

    22 friends and relative na group ma i am the only one who dosent eat any kind of gutka and phaki…. one of them eats 26 phaki per day… almost everyone says ”tu khato nathi etle sukhi cho, aama kai kadhi leva jevu nathi, aato aadat padi gai atle”……

    wonder why they do not leave them then………….

    Like

     
  31. Er. Vipul Shah

    August 17, 2012 at 11:04 AM

    Excellent topic at proper timing !!!!

    Like

     
  32. Ripal Shah

    August 17, 2012 at 11:33 AM

    Are we dealing with kids? I am not an advocate of Gutka / Liquor / Cigarette. But can’t parents teach children or at least give them common sense of what is good or not. A ban results in nothing but increase in public expenditure for ensuring its compliance and extra source of income for public servants. If an idiot can not understand what is good or bad for him, it is better for him to not to exist. Let them die in piece.

    Like

     
    • kiran

      August 17, 2012 at 11:55 AM

      Dear Jay

      I am not against your writ up and definitely against guthka , ( though i was used eat many guthka once upon a time ) … but two points entered in my mind when applied mind on this particular ban
      1} who are the manufacturers of guthka ?
      2) who are having sole selling agencies of guthka ?
      does it any how related to election fund ?( By selling in black market )

      my writing does not at any point of time support the sell the guthka and consumption ..

      Like

       
  33. Balendu Vaidya

    August 17, 2012 at 12:39 PM

    Jay bhai; we nagars take pride in chewing tobacco….in early days, almost all nagar families used to have a ‘Pan Peti’ in their drawing room which invariably used to have a ‘Kimam’ or raw tobacco…..in my home town – Bhuj, permanent address of many used to be ‘Babu panwala’. I know cases of parents asking their young ones to open the Gutka and in turn introduce them to the product.

    Banning Gutka is also a doubtful move…..it may be to artificially raise the price! When demand increases supply…..

    NO BAN CAN HELP UNLESS WE BAN OURSELVES…..

    Like

     
  34. poonam

    August 17, 2012 at 1:02 PM

    યે પબ્લિક હૈ, સબ જાનતી હૈ.

    લેકિન ફિર ભી પબ્લિક કભી જાગતી નહીં હૈ ! le mara……

    Like

     
  35. mahesh ambaliya

    August 17, 2012 at 3:03 PM

    મોઢામાં ફાકી ને માવો સે!’’

    Like

     
  36. suhanilife

    August 17, 2012 at 3:11 PM

    nice explanation of hazards of gutkha.
    I have convinced my frnd to give up from today, & made him compulsory to read this article of yours.. let see what is the impact on him..I will try to give him substitue like fennel seeds, or cardammon.. overall nice article.

    Like

     
  37. SATISH DHOLAKIA

    August 17, 2012 at 4:34 PM

    ૧૯૭૬ થી કાચી ટુક્ડા સોપારી,૧૨૦/૩૦૦,રાજરત્ન કીમામ એ ખાસ ડાયલોગ હતો અને ૩૫ પૈસા ચુકવાતા..તે પછી કોઇ પણ જાત ની દેશી તમાકુ પણ બાકી નહી( ૬૦૦ અને નવરતન નો ડ્બ્બો ઘરે રાખતો), રાતે ઉંઘ મા થી ઉઠી મો માંથી પુકાર થુંકિ, નવી ચોળી મોઢા મા નાખી ફરી સુઈ જવાનુ…એક વખત બે મોં વાળી ડબ્બી ઓફ્ફિસ મા રહી ગઇ તે શું સુઝ્યું કે નક્કી કર્યૂં કે આજ થી બંધ..તે વરસ હતૂ,૧૯૯૧.. આમ ૧૯૭૬ થી ૧૯૯૧ એમ ૧૫ વરસ ની સફર એક ઝાટ્કે બંધ…!

    Like

     
  38. mahendra goswami

    August 17, 2012 at 6:49 PM

    just go back gutkha…….. gutkha-n kha

    Like

     
  39. jignesh rathod

    August 17, 2012 at 10:12 PM

    super duper, pn guthaka no koe alternative btavyo hot to vadhu saru hot, jem ke tame ek var taj, laving, kesar – elaichi vada garam dudh ni vat kri hti,. hu to kadi guthaka adto pn nthi pn jeo nathi rahi sakta eva mitro chhe mare.

    Like

     
    • Tori Gori

      August 20, 2012 at 4:18 PM

      @fenil kaik lakahy link vishae to koi click kare.. baki ema j mane k aa to virus hashe

      Like

       
  40. RAJ

    August 19, 2012 at 9:40 AM

    SIR HU POTE PAN MAVA NO JABBAR BANDHANI CHHU. ANE SHARAM TO HAVE E VAT NI CHHE KE TAMRO FEN ANE FOLOWER CHHU

    Like

     
  41. Shailesh (@shailpatel)

    August 19, 2012 at 1:37 PM

    2007-08 ma mandi na samaye, ek school ma parents principal ne malva gaya actually request karva ke fee ghatado, aa parents ma mota bhag na vyasani hata. E joi principal e kahyu ena badale tame gutka sa mate nathi choodi deta? Aa sambhali ek pachhii ek badha parents sarki ne jata rahya pan ek pan parents potana j santan mate “HU GUTKA AAJ THI CHHODU CHHU.!” kahi na sakyo..!

    Like

     
  42. YB

    August 19, 2012 at 8:14 PM

    ટી .વી.ઉપર સાવ બેશરમ થઇ ને ગુટકા ની જાહેરાત કરતા મહાન (?) ભજનિક અનુપ જલોટા ને તમારો આ અદભૂત લેખ મોકલવો જોઇએ. સમાજ મા આવાય દમ્ભી અને બેશરમ માણસો પડેલા છે અને કમનસીબી જુઓ કે આવા કહેવાતા ભક્તિ સન્ગીતકારોની લાખો કેસેટો વેચાય છે. Shame on you Mr.Jalota.

    Like

     
  43. Jay

    August 20, 2012 at 4:45 PM

    Gutka banavti company par j kem partibandh nathi lagavi deva ma aavto..??

    “વ્યસન જો છૂટે તો મનોબળથી એકઝાટકે જ છૂટે.” ekdam sachi vat.. mara papa ne mava- gutka nu jabru vyasan hatu.. ghani var dhire dhire ochha kari ne chhodva ni kosis kari pan na chhutya,, pachhi aavo j koi article vachi ne ek divas bas je thay te have nathi j khava kari ne muki didha.. ek – be mahina thoda saririk problem thaya pan pachhi ekdam normal thay gayu..

    Like

     
  44. Dr. Janantik Shah.

    August 21, 2012 at 4:02 PM

    “વ્યસન જો છૂટે તો મનોબળથી એકઝાટકે જ છૂટે.” very true. I am a doctor and some of my patients asks me how to get rid of this addiction. my advice to them is just one:with strong willpower only.if patient really wants to quit it, he can. otherwise one can help him. I do remember a famous quote by mark twain.”who says that quitting smoking(addiction) is difficult? I have done it many times.”

    Like

     
  45. KK

    August 23, 2012 at 10:04 PM

    Gutka Kings kills their “BEST” customers first !!!

    Like

     
  46. jagdipvyas

    August 25, 2012 at 10:18 PM

    you cannot smoke (or may hesitate to smoke) at home, in temples, in hospitals, when you are attending any functions, in meetings, etc. but GUTKA, no barriers, imagine any place, people can eat GUTKA, this is more killer thing

    Like

     
  47. krishna

    September 14, 2012 at 9:55 PM

    maro bhai gutka no jabro bandhani chhe a topik hu tene jarur vanchavish.

    Like

     

Leave a comment