RSS

સુર+રસ+દિલ+લાલ….

19 Aug


આજે ‘ગુજરાત સમાચાર’માં સુરેશ દલાલ પરનો મેં લખેલો અંજલિલેખ વાંચ્યો હશે. સુરેશ દલાલ ‘દિવ્ય ભાસ્કર’માં લખતા હતા. અને ભાસ્કરમાં ભાગ્યે જ મારું નામ છપાતું હોય છે (ઉલટું એડિટ થઇ જતું હોય છે! પણ ચંદ્રકાંત બક્ષી બાદ સુરેશ દલાલને ય મેં આવી કોઈ ‘સરહદ’ વિના દિલથી આખરી સલામ આપી છે. એના માટે મારાં પ્યારા ‘ગુજરાત સમાચાર’ પરિવારનો હું આભારી છું.

જન્માષ્ટમીના મિનીવેકેશન બાદ ૧૫ ઓગસ્ટની રજાને લીધે મારે લેખ તાત્કાલિક લખવાનો થયો. અને સુરેશ દલાલ પર અન્યત્ર લખાયેલા લગભગ તમામ લેખોમાં તો લેખક એમણે નિકટથી ઓળખતા હોય એવા. મારે તો દુર બેઠે એક ભાવક તર્રીકે સર્જકને ઉજાગર કરવાના હતા. એ ય મહાદ અંશે જે વાંચ્યું – જોયું – સાંભળ્યું હોય તે સ્મૃતિના આધારે. ( એક આડવાત, ઉત્પલ ભાયાણી સુ.દ.ના નિકટ મિત્ર ખરા પણ કોલેજના સહપાઠી મહેશ દવેનું નામ આવવું જોઈએ, એ લેખમાં રહી ગયું એ દિલગીરી સાથે અહીં મુકું છું.લેખમાં ‘ટૂથલેસ’ છપાયું છે, પણ મેં લખેલું ‘રૂથલેસ’ એ ય સુધારીને વાંચશો પ્લીઝ)

સુરેશ દલાલને ઓળખતો  હું ગુજરાતીના અધ્યાપક પપ્પા ‘કવિતા’ના વાર્ષિક વિશેષાંકો ખરીદીને લઇ આવે એમ થયો. અને વાંચતો ‘સમકાલીન’માં એ અર્જુન બ્રહ્મક્ષત્રિયના નામે લખતા ત્યારથી થયો. પછી ઓડિયન્સમાં બેસી એમને યદા-તદા રાજકોટ આવે ત્યારે સાંભળ્યા. પણ પહેલી વાર મળ્યો દોઢેક દસકા પહેલા મુંબઈ ઈમેજમાં પુસ્તકો લેવા ગયો ત્યારે. નાનકડી ઓફિસમાં એમનું વ્યક્તિત્વ સમાતું નહોતું. પણ ભાવથી મળેલા. ઓછું બોલે, ચહેરો ગંભીર રાખે- પણ મને નાનકડા પુસ્તકો ભેટ આપ્યા અને અન્ય પુસ્તકો ખરીદ્યા તેના પર માતબર ડિસ્કાઉન્ટ આપ્યું.

એમની ટચૂકડી બુક જેવી સાઈઝની વિશ્વની સૌથી પહેલી એસ.એમ.એસ. બુક્સ મિત્રો સાથે મળી અમે બનાવેલી, અને સાથે નાનકડા પણ રૂપકડાં ગુજરાતી સંપાદનો. એનું વિમોચન કરાવવાનું બજેટ હતું નહિ, ત્યારે સુ.દ. રાજકોટ આવેલા. ઉત્તમ સર્જક-પ્રકાશક તરીકે મળીને એમને વિનંતી કરી. તરત જ હસતા મોઢે તૈયાર. ત્યાં સોફા પર બેઠાં બેઠાં જ અમારા પુસ્તકોનું પ્રશંસકોની ભીડ વચ્ચે વિમોચન કર્યું, વખાણ્યા અને મારાં નામ સાથે આખો એક લેખ ચિત્રલેખાની ‘ઝલક’માં વગર કહ્યે લખી (૨૦૦૩)ને મને ભાવથી પોંખી લીધો.

પછી એમના એક બે સંપાદનોમાં લખવાના ઇજન મળ્યા. હું એમને હસતા હસતા કહેતો એ માટે કાગળ-કવરના ખર્ચ ઉપરાંત પણ લખનાર પાસે કશુંક બચે એવું વળતર આપવું જોઈએ, એ સ્મિત આપતા પણ વળતર નહિ 😉 પણ ફરી મુંબઈ ગયો ત્યારે કહ્યું ‘આ નાના લેખો ને બધું ઠીક, મારે તરી પાસે પુસ્તક કરાવવું છે એક આખું, સચિન તેન્ડુલકરની જીવનકથા સરળ-રસાળ ભાષામાં લાખ. હજુ અંગ્રેજીમાં પણ આવી નથી. મુલાકાત ગોઠવી દઉં. પછી ગુજરાતી -મરાઠીમાં કરીશું ને થોડું રેફરન્સ તને મોકલાવું.

મેં કામ શરુ તો કર્યું પણ મારી અંગત વ્યસ્તતા વધતી ગઈ, જર્મની જવાનું થયું..બીજી જંજાળ ને ઉભડક કામ તો મને જ ગમે નહિ..અંતે મેં એ પ્રોજેક્ટ પડતો મુક્યો. મિત્ર હિતેન આનંદપરા મારી વાત સમજ્યા.ત્યાં તો સચીન પર ગુલ્લુ એઝ્કીલનું અંગ્રેજી પુસ્તક પણ આવી ગયું હતું. સુરેશભાઈએ પછી એ કામ બીજા કોઈ પાસે કરાવ્યું નહિ.

અલપ-ઝલપ રૂબરૂ મુલાકાતો તો ઓછી થતી. પણ સમન્વય જેવા કાર્યક્રમમાં મળી જવાતું. વાંચતો એમને નિયમિત. ઈમેજના પુસ્તકો પણ અચૂક ખરીદું. અને એની અપૂર્વ આશરની માવજત ને પ્રોડક્શનને બિરદાવું.

એટલે જ અમેરિકાથી આવી મારું મોટીવેશનલ આર્ટિકલનું કલેક્શન એવું નવું  ‘જય હો’ પુસ્તક બજારમાં મુક્યું એ સુરેશભાઈને બતાવવાની હોંશ. કાગળ-ડીઝાઈન-પ્રિન્ટિંગમાં મેં કરેલાં નોખા -અનોખા પ્રયોગો એ સમજી શકશે અને ઈમેજના ટ્રેન્ડનું જ નેક્સ્ટ લેવલ ગણાય. જન્માષ્ટમીમાં સૌરાષ્ટ્રમાં કુરિયર બંધ..મોકલવાનું રહી ગયું. અને એમના નિધનના સમાચાર મળ્યા ! કવર બીજાને મોકલવાના ય એમને એમ પડી રહ્યા.

ત્યારે મેં ઝટપટ એમની મૃત્યુ પરની નેટ પર ના હોય એવી કવિતાઓ ટાઈપ કરી મુકેલી ‘સુરેશાંજલિ’ તરીકે અહીં. અને આ રહી આજના લેખમાં પ્રોમિસ કર્યું છે , એ આપણા બધાનું ગૌરવ ગણાય એવી વિશ્વની નંબર વન ‘લાયબ્રેરી ઓફ કોંગ્રેસ’ (અમેરિકા)માં સચવાયેલા એમના અવાજ – સર્જનની લિંક.

એમની કેટલીય કવિતા ટાઈપ કરી મુકવાનું મન થાય ને મુકીશ પણ ખરો…પણ અત્યારે તો સમાપનમાં આ ચાર….:

‘પડશે એવા દેવાશે’ ,
ચિંતાકોર્યું મન
પછીથી એક ઝાટકે ટેવાશે.

પ્હાડ ઢળે તો પ્હાડ.
ને વીજ પડે તો વીજ,
એવું પણ થય શકે
કે નભમાં ઊગે આછી બીજ;
પૂનમ હશે કે અમાસ હશે,
પણ તેજતિમિર કૈ રેલાશે,
‘પડશે એવા દેવાશે’

થઇ થઇને શું થાય,
બીકને નજીક નહીં હું રાખું,
જે ફળ ટપક્યું નથી
એના સ્વાદને શાને ચાખું
કાંટા ફૂલને ભલે ચીરે
પણ ફોરમ હશે તો ફેલાશે,
‘પડશે એવા દેવાશે’

***

આ આંખ ભરીને જોયું તે તો આંસુમાં વહી ગયું

સંગ તમારી નહીં જોયું , તે ખટકો થઇને રહી ગયું

કયું દ્રશ્ય સાંધુ? રે, જ્યાં મારા તૂટ્યા ધાગા

અહીં તમારું નામ સોડમાં, તમે રહ્યા છો આઘા

***

તારા સ્મરણના સસલાં આમતેમ બસ કુદયા કરે

ને સાવ લગોલગ સપનોના હરણ તરસ્યે ઝૂર્યા કરે !

***

કોણ કહે છે કે હું અહીંથી ચાલી જઈશ ? ક્યારેક હું સૂર્યનું કિરણ થઈને વહેલી સવારે તમારી કાચની બારી ઝાકળભીના ફૂલના ટકોરા મારીશ. ક્યારેક સાંજને સમયે હું પાગલ હવાની જેમ તમને વીંટળાઈ વળીશ. ક્યારેક તમારા બગીચામાં તમે હિંચકે ઝૂલતા હશો , ત્યારે એક ક્ષણ તમારી બાજુમાં તમને ખબર પણ ના પડે એમ ઝૂલી લઈશ. તમારો હિંચકો સહેજ ધીમો પડશે ત્યારે તમને હું જોયા કરીશ. તમારા જ બગીચાની મધુમાલતીની આંખે.

 
20 Comments

Posted by on August 19, 2012 in art & literature, personal

 

20 responses to “સુર+રસ+દિલ+લાલ….

  1. HIRen makwana

    August 19, 2012 at 12:30 PM

    થઇ થઇને શું થાય,
    બીકને નજીક નહીં હું રાખું,
    જે ફળ ટપક્યું નથી
    એના સ્વાદને શાને ચાખું
    કાંટા ફૂલને ભલે ચીરે
    પણ ફોરમ હશે તો ફેલાશે,
    ‘પડશે એવા દેવાશે’ wah wah wah

    a pan saras તારા સ્મરણના સસલાં આમતેમ બસ કુદયા કરે

    ને સાવ લગોલગ સપનોના હરણ તરસ્યે ઝૂર્યા કરે ! Very Nice …………..

    Like

     
  2. bunty gandhi

    August 19, 2012 at 12:58 PM

    “કયું દ્રશ્ય સાંધુ? રે, જ્યાં મારા તૂટ્યા ધાગા”

    થોડુ ઘણુ વાંચ્યુ છે એમનુ રાઇટીંગ !! એક્દમ અદ્બ સાદાઇ થી ખુબ ગેહરી વાત કેહવા વાલા કવિ !!

    Like

     
  3. RajuJanak IdeaUnique

    August 19, 2012 at 1:26 PM

    તમે કહો તો હા અને જો ના કહો તો નહીં,
    અમે તમારે કોરે કાગળ કરી દઈએ સહી.

    તમે કહો કે ચાલવું છે
    તો રસ્તો થઈને ખૂલશું
    તમે કહો કે ભૂલવું છે
    તો યાદ કરીને ભૂલશું.

    મીરાંની મટુકીમાં માધવ: હોય ન બીજું કંઈ.
    તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

    તમે કહો કે નહીં બોલો
    તો હોઠ ઉપર છે તાળાં
    ભીતરમાં તો ભલે થતી રહે
    નામતણી જપમાળા

    તમે કહો કે સાથે રહો તો અમે જઈશું રહી.
    તમે કહો તો હા અને જો ના કહો તો નહીં.

    – સુરેશ દલાલ

    Like

     
    • Tori Gori

      August 20, 2012 at 4:12 PM

      @raju

      mast kavita che.. me laystaro par aje j read kari…

      Like

       
  4. Yashpal Jadeja

    August 19, 2012 at 3:08 PM

    આજના ગુજરાત સમાચાર માં તમારો લેખ વાંચ્યો. ઘણો ગમ્યો. અને હરમાન હેસ ની કવિતા ખુબ જ ગમી જે તમેં લેખ ની શરૂઆત માં લખી છે. અને એ કવિતા internet ઉપર શોધવા try કરી પણ કશે ના મળી. જો એની લીંક તમારી પાસે હોય તો share કરવા વિનંતી.

    Like

     
  5. jignesh rathod

    August 19, 2012 at 3:17 PM

    chandrakant baxi saheb pr na lekh ni link muko to vancha mde.

    Like

     
  6. HARNESH SOLANKI...RAJKOT

    August 19, 2012 at 3:25 PM

    JAYBHAI PRATHAM TO ADARNIY SHRI RAJMOHAN GANDHI SATHE APNU PAN SANMAN THAYU TE JANI KHUB ANAND THAYO ANE E BADAL KHUB KHUB ABHINANDAN.
    TATHA AAPNE PHONE PAR VAAT THAYA MUJAB AAPNA JIVAN UPAR FILMONI ASAR VISHE LAKHVA ANE ..MANGALVARE MALE TEVU KARVA KHAS VINANTY,,,, ABHAR,,,,HARNESH SOLANKI

    Like

     
  7. Jahnvi Antani

    August 19, 2012 at 3:50 PM

    jaybhai… tamari aanokhi anjali… shabdanjali .. bhavanjali… gami… aaj no artical pan ekdam… … bhavvahi.. suresh dalalne.. me to vanchyaj che…. emne madavya tame… shabd dehe…. waiting for anavrut.

    Like

     
  8. pinal

    August 19, 2012 at 4:31 PM

    લખવા બેસુંતો મારી પોસ્ટ્ લાંબી થઈ જાય, કદી પણમેં એક ફોન ના કર્યો એના અફસોસ સાથ એમની બુક ખોલીતો, કવિતા નીકલી અંતિમયાત્રા. લાગ્યુ કવિ જાતે મને દિલાસો આપવા આવ્યા. એમના સંપાદન કરેલી બુક્સમાં એકેય સબ્જેક્ટ બાકીના રહી જાય. જય વસાવડા સેક્સી લખેતો લાગે કે એ તો યંગ. પણ જીવનના અંતિમ પડાવમાં પણ એમણે આવા વિશયોને અતડા નથી રાખ્યા. મને લાગ્યું લાવ બે ચાર લીટી અહીં બોલ્ડ ટપકાવું, પણ પબ્લિકમાં ટપકાવતા મને પણ હસવુ આવિ ગયું. માયગોડ્…….

    ક્યારેક તારા શરીર પર શાહૂડી જેવાં કાંટા ઊગે છે.

    તો ક્યારેક તું સૂર્ય થઈને ઊગે છે મારાં સ્તનો વચ્ચે

    અને સોનેરી બનાવી દે છે મારી ત્વચાને….

    ——- મનીષા જોશી

    કબિરથી લઈને એ.રામાનુજ્ અને કઈ જાત ભાતના કવિઓ મેંતો સુ.દ્ વાંચ્યાતો વાચ્યાં. પણ એમને અંજલી એમના જ શબ્દોમાં.

    સમયને પાર જવાની વાત
    લ્યો હું તો અહીંથિ ચાલ્યો!
    ને તોયે હશે અહીં પંખીઃ રહેશે સુર મધુરતમ મહાલ્યો!

    લીલા રંગે લચી રહેલાં વ્રુક્ષ હશે અહીં મારે બાગ,
    નીલ શાં આ વ્યોમ, ઊજળી વા, સાંજ સોહગ.
    હશે આમને આમ ઃ ઘંટનો હશે રણકતો નાદ ;
    નાદ એ નહી જાય રે ઝાલ્યો!
    લ્યો હુ તો અહીંથી ચાલ્યો!
    ——-યિમિનેઝ —-અનુવાદ સુ.દ્

    કવિતા આખી નથી લખી, લંબાણ ટુંકાવા. પણ સુ.દ્ અને સમજાવી છે એ લખવાની લાલચ રોકાતી નથી. કાવ્યનાયક ને પ્રતિતી ચે કે એને જે કોઇ ચાહતા હશે , એ છેવટે એના મરણ ને સ્વીકારશે. અલબત્ત, બાગનો એકાદ ખુણો ગમગીન હશે. અને કાવ્યનાયકના જીવને ઘરનો વિયોગ તો સાલશે. માણસ અહીંથી જાય છે ત્યારે સાવ એકલૉ જતો નથી. એની સાથે એ કેટલૂ બધુમ લઈ જતોૂ હોય છે. એણે જોયેલા દ્રશ્યો, એણે સાંભળેલા અવાજો. ઊમાંશકરે એટેલેતો લખ્યુ છેઃ શુ શુ સાથે લઈ જઈશું ? હાથ ખાલી નહીં હોય. થોડો ઉમળકો,થોડો તડકો, થોડાક સપનાં, એકાદ આસું- આ બધું આપણી અંતિમયાત્રામાં સામેલ જ હશે. આખરનો જ્યારે અવસર આવે છે ત્યારે ભલે ઘરનો પહાડ જેવો ઉંબર વટાવીએ, પણ કેટલુક તો મનમાં કાયમ માટે ઘુટાયેલુ રહેશે. વાવ નહીં હોય છંતા પણ વાવનું રુપાળાપણુમ તો હ્શે. ઝાડ નો લીલો રંશ હશે. ગુઢ અને ગાઢ શાંત આભનિ ક્યાંક સ્મ્રુતિ હશે અને એ સ્મુતિની વસંત પંખીના સુરમાં ફુલતી અને ફાલતી હશે. કવિ તો માત્ર હળવાશથી અને શ્રધ્ધાથી કહે છેઃ લ્યો, હું તો અહીંથી ચાલ્યો. હકીકતમાં પ્રુથ્વી પર જન્મેલો કોઈ પણ જીવ ક્યાંકને કયાંક એના સ્વજનોનાં હ્રદયમાં વહેંચાઈ જતો હોય છે.

    Like

     
    • Devdatt

      August 30, 2012 at 2:13 PM

      good

      Like

       
    • kuldip

      December 31, 2012 at 12:58 AM

      u r ossmmm.?

      Like

       
  9. swati paun

    August 19, 2012 at 5:32 PM

    wow……….ankh bhari ne joyu e to ansu bani…………..tame rahya 6o agha…….best 1………………..:)

    Like

     
  10. prashant gurjar

    August 20, 2012 at 8:22 PM

    સુરેશ દલાલ ને કદી સદેહે સાંભળવાનો મૌકો ન મળ્યો એનો અફસોસ રહેશે. લીંક share કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
    ‘હયાતીના હસ્તાક્ષર’ ની ખોટ સાલશે.
    સુરેશ દલાલ ની ખૂબ પસંદ પડેલી કવિતાઓ માંથી એક અહી share કરવાનું મન થાય છે.

    તમે વાતો કરો તો થોડું સારું લાગે,
    આ દુર નું આકાશ મને મારું લાગે.

    વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
    ત્યારે ખીલે છે લીલેરો રંગ;
    ભમરાના ગુંજનથી જાગી ઉઠે છે
    ફૂલોની સુતી સુગંધ.

    તમે મૂંગા તો ઝરણું પણ ખરું લાગે,
    તમે વાતો કરો તો થોડું સારું લાગે.

    રોમાંચે રોમાંચે દીવા બળે
    અને આયખું તો તુલસીનો ક્યારો ;
    તારી તે વાણીમાં વ્હેતો હું મુકું છું
    કાંઠે બાંધેલો જન્મારો.

    એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
    તમે વાતો કરો તો થોડું સારું લાગે.

    – સુરેશ દલાલ

    Like

     
    • Tori Gori

      August 21, 2012 at 2:45 PM

      @pg mast kavita post kari tame. mane bahu gami

      Like

       
      • kuldip

        December 31, 2012 at 1:01 AM

        we yar u r osm……….
        really aap jo b ho lekin kamine bahut bade ho
        meri h tarah……
        dont warry u r dublicet and i m orijnal kamina…..
        tuch me rehna ok?
        bahoot maja karenge……….

        Like

         
  11. Chirag

    August 20, 2012 at 11:18 PM

    Dear all,

    If any one of you have complete biography of Suresh Dalal and other Gujarati poets/novelists then please put it on wikipedia. As there is very little information about them on same.

    Like

     
    • Tori Gori

      August 21, 2012 at 2:54 PM

      @chirag wowwwwww nice thought. ketlik gujarati website ma tamne complete to nai pan ghani badhi info mali jay bada poet vishe..to karo kanku na ne info mukva mando wiki ma. apana gujarat nu literature badha ni nazar ma ave. first start with jv. jv will give all the info. jv sav dobo che. potani jat ne global mane pan koi dubhasiyo rakhi ne potana article nu english karave to social media ma dhamal machi jay.. potana khatar na kare to kai nai pan potana uniqness mate pan na kare ne potana fan mate pan na kare.

      Like

       
  12. હરનેશ સોલંકી

    August 21, 2012 at 5:38 PM

    JAYBHAI NAMASTE TATHA AAPNE PHONE PAR VAAT THAYA MUJAB AAPNA JIVAN UPAR FILMONI ASAR VISHE LAKH NI YAADI ..BUDHVARE /22-8-12/ MALE TEVU KARVA KHAS VINANTY,,,, ABHAR,,,,HARNESH SOLANKI

    Like

     
  13. dhwani vaishnav

    August 22, 2012 at 2:37 PM

    Jaybhai, Sureshbhai ne aapni shabdanjali khub bhavvahi rahi…me emne bahu vachya to nathi parantu je thodu ghanu vachyu chhe ane apnu tatha anya lekhakona lekho vachine ghanu mani rahi chhu.. Sureshbhaini khot pn Bholabhai jetli j visham ane undi chhe.. apna aa lekhma aape je link aapi chhe, te khub j interesting chhe…

    Hatu n hatu thai jay chhe,
    kshan ma to algu thay chhe.
    ekthi kari je suvas jivanprayant,
    felave chhe te mrutyuparyant…!

    Like

     
  14. Chetan Thaker

    September 5, 2012 at 3:18 PM

    જયભાઇ તમે લખો તો થોડુ સારુ લાગે છે
    આ દુર નું આકાશ મને મારું લાગે.

    Like

     

Leave a comment