RSS

સવા વરસમાં પાંચ લાખ પ્લસ હિટ્સનું સિક્રેટ…

21 Aug

૫,૦૨, ૨૭૩.

આ લખું છું એ મિનિટે ફ્લેશ થતો ટોટલ વિઝિટસનો આ આંકડો છે. ઓલરેડી તમારા બધાના ધોધમાર પ્રેમને લીધે ક્યારના ય નંબર વન બનેલા આ પ્યારા પ્લેનેટજેવી પર એક નવું ગુલ ખીલ્યું !

૧૦ જૂન ૨૦૧૧ થી  ૨૧ ઓગસ્ટ ૨૦૧૨ સુધીમાં કોઈ નેશનલ લેવલના અંગ્રેજી / હિંદી બ્લોગને માંડ મળે એટલી અધધધ  half a million પાંચ લાખ હિટ્સ (જે કોઈ ટ્રિકી એપ્લિકેશન નહિ પણ ખુદ વર્ડપ્રેસ ગણે છે, ને એમાં હું સાઈટ ખોલું એ રજીસ્ટર થતું નથી અને વળી હું તો અનિયમિત છું – અઠવાડિયા સુધી ઘણી વાર પોસ્ટ કરતો નથી! )નો લેન્ડમાર્ક ક્રોસ થયો. ૨૦૦૦થી વધુ તો એની પોસ્ટ ઈમેઈલમાં મેળવતા ફ્રી સબસ્ક્રાઇબર્સ છે ! કોઈ સાહિત્યિક મેગેઝીનના લવાજમથી વધુ !  અને ૬,૫૦૦ જેટલી કોમેન્ટ્સ છે ! ( એક દિવસમાં હાઈએસ્ટ હિટ્સ ૪૦૫૧!)  સહેજે આંનદ તો થાય કે હું જે ફીલ કરીને એક્સપ્રેસ કરું છું એમાં આટલા બધા દોસ્તોને રસ છે, પણ વિશેષ આનંદ એ ય થાય કે ગુજરાતી કોઈ વાંચતું નથી, ઓનલાઈન રહેતી નવી પેઢીને એવો કોઈ રસ નથી એ બૂમાબૂમના વાદળિયા વાતાવરણમાં આ એક ગ્રહ ઝળકી રહ્યો છે, આવતીકાલના ગુજરાતની બદલાતી ભાષા અને છલકાતા રસ-વૈવિધ્ય સાથે ! 😎

અહીંના અનુક્રમ પર નજર નાખશો તો આ પ્લેનેટ પર અપરંપાર રંગોની સર્જનસૃષ્ટિ દેખાશે….એમાં મેરી કોમથી એમી જેકસન સુધીના સ્ત્રીત્વનો ઉત્સવ છે, અનામતથી ત્રાસવાદ સુધીની ચિંતા છે, શરદ જોશીથી સુરેશ દલાલ સુધીનું સાહિત્ય છે, જુલે વર્નથી જે.કે. રોલિંગ સુધીનું બાળવિશ્વ છે, કૃષ્ણ પણ છે અને ક્રાઈસ્ટ પણ છે. અરબસ્તાન પણ છે અને અમેરિકા પણ છે. ક્રિસ્ટોફર નોલાનથી સ્ટીવ જોબ્સ અને લેડી ગાગાથી જહોન કીટ્સ છે. મહાકાળીનું ચિત્ર અને ગુજરાતી સંગીત છે. શાસ્ત્રીય રાગોથી વેસ્ટર્ન ડાન્સ છે. મન મોર બની થનગાટ કરેના તળપદા કાઠીયાવાડથી થાઈલેન્ડના બાગ-વાઘ છે. ગાંધી, સરદાર છે અને મોલ કલ્ચર, માર્કેટિંગ પણ છે. ગીતા અને ઓશો છે, તો સેક્સ અને એઈડ્સ પણ છે. મેઘદૂતથી મેરેજની ફ્રેન્ડશીપથી રોમાન્સની, શાહરુખખાનથી સચિનની , મોરારિબાપુથી જાવેદ અખ્તરની, પ્લાસ્ટિકના પ્રદુષણથી આધુનિક શિક્ષણની, સ્વામી વિવેકાનંદથી રમેશ પારેખની, દિવાળીની મીઠાઈથી ટ્રેનના ટ્રાવેલની, નવરાત્રિના રસથી ધુળેટીના રંગોની, ગોખણપટ્ટીની પરીક્ષાથી જિંગલ બેલની પરીકથાની, સત્યમેવ જયતેના ટીવી શોથી ફાધર વાલેસ સચ્ચાઈની, સેક્યુલારિઝમથી સિનેમાની, ક્રાઈમ થ્રીલરના મર્ડરથી ભાઈ-બહેનના હેતની, રેય બ્રાડબ્રીથી એમ.એફ.હુસેનની, વરસાદી શૃંગાર થી ગણિતમાં જુગાર સુધીની અસામાન્ય લાગે એટલી મેઘધનુષી સબ્જેક્ટ્સની રેન્જ અહીં છે. છબી-છબિયાં તો ખરા જ. મારી લખેલી સાયન્સ ફિક્શનથી મારાં મમ્મી-પપ્પાની સ્મૃતિ / પાર્ટી સુધી આ પ્લેનેટ પર ઘણું એવું ક્યા મસ્તી , ક્યા ધૂમ મચાવનારું છે..મારા કાર્ટૂનથી મારી કવિતાઓ સુધી.. – જેનો મેં ઉલ્લેખ નથી કર્યો એવું ય કેટલું છે…અને  આ બધું ય પાછું રિયલ લાઈફમાં હું જે મારી કોલમમાં લખું છું કે પ્રવચનોમાં બોલુ છું કે પુસ્તકો આપું છું – એના ટોટલ સબ્જેકટસના વૈવિધ્યના ૧૦% પણ નથી ! 😛

આત્મવિશ્લેષ્ણ ને આત્મશ્લાધા ગણી લે એવા અળવીતરાંઓની વચ્ચે આ આત્મનિવેદન એપ્રિસિએશન નહિ પણ એનાલીસીસ માટે મુક્યું છે. આ જ તો આ પાંચ લાખ હિટ્સની સફળતાના પંચ પાછળનું સિક્રેટ છે. કુદરતી રીતે જ મને દુનિયાના દરેક વિષયમાં, સમગ્ર જિંદગીમાં, એના તમામ પ્રકારના અનુભવોમાં ભરપુર રસ છે. હરિ હળવે હળવે મારું ભરેલ ભાર વાળું ગાડું અવનવી યાત્રામાં પહોંચાડે છે.

અને એટલે તમારા બધાના અભિનંદન માટે આગોતરો આભાર માની, એની એ વાહવાહીના પુનરાવર્તનને બદલે મારા જીવનનો અભિગમ શેર કરું છું. એ મૂળિયું જેના થકી હું છું, મારું લેખન-પ્રવચનનું રિયલ કે વર્ચ્યુઅલ વિશ્વ છે. ગૌર ફરમાઈએગા.

હમણાં અમેરિકા ગયો ત્યારે મેનહટનના ટાઈમ્સ સ્ક્વેર પરની મારી ફેવરિટ પ્લેસ ડિસ્કવરી એક્ઝીબીશનમાં ગયો…ત્યાં નવા નવા અદભૂત પ્રદર્શનો યોજાય છે. ૨૦૧૦માં  ખાસ ઈજીપ્તથી આવેલું સાક્ષાત તૂતનખામેનનું મશહૂર  મમી નજરોનજર જોવા મળેલું તો આ વખતે ચીનના ટેરાકોટા સોલ્જર્સ હતા.

દાખલ થતાંવેંત ડિસ્કવરી ચેનલે ત્યાં મોટા ડિજીટલ બોર્ડ પર મુકેલો વેલકમ મેસેજ વાંચ્યો..ફરી ફરી વાંચ્યો…ને થયું ઓત્તારીની! આ તો સાલ્લું, આપણે જે માનીએ છીએ, જીવીએ છીએ એને જ વર્ડ ટુ વર્ડ લખ્યું છે ! જાણે મેં પોતે જ લખ્યું છે ! અને કેવી કાવ્યાત્મક રીતે! ( અલબત્ત, મારાં કરતા સારા અંગ્રેજી અને ઓછી લીટીઓમાં 😉 )

બસ, એનો આ ફોટો જુઓ…ક્લિક કરી એન્લાર્જ કરો ને ચાવી ચાવીને વાંચો રીડરબિરાદર ! પોસ્ટર પ્રિન્ટ કાઢી બેડરૂમ કે ઓફિસ, સ્કૂલ કે હોસ્પીટલમાં લગાડો. આપણા જીવનથી ભાગતા ફરતા સમાજની હાર અને પશ્ચિમની જીતનું એમાં રહસ્ય છે. એક આખી જ્ઞાન-રંજન અને રસિકતાથી જિંદગી માણવાની એટીટ્યુડ છે ! હું આવી જ રીતે જીવું છું..આમ જ માનું છું…અને એ જ જેવીની અંદરનો મિજાજ અને આ ગ્રહનું ગુરુત્વમધ્યકેન્દ્ર છે. મારી શૈલી કે વિષયની નકલ થઇ શકે, આ અભિગમની ઝેરોક્સ નહિ નીકળે ! 😀

યેસ્સ્સ્સ્સ્સ, mmmmmmmmuuuwwaaaaaaah….. યે દુનિયા બડી રંગીલી, બડી રસીલી….! વિશ્વ બહુ મજાનું છે. અને બાળક જેવા વિસ્મયથી એનું અખૂટ રૂપ નિતનવા વિધવિધ સ્વરૂપે જ ઉલેચતા રહેવાનું છે ! સેલિબ્રેટ બીઇંગ એલાઈવ ઓન પ્લેનેટ અર્થ…એન્ડ પ્લેનેટજેવી…

ડિસ્કવર ઇટ યોરસેલ્ફ. ધેટ્સ ધ પાર્ટી ! 🙂 \:D/ :-“

 
83 Comments

Posted by on August 21, 2012 in personal

 

83 responses to “સવા વરસમાં પાંચ લાખ પ્લસ હિટ્સનું સિક્રેટ…

  1. bhavinsolanki

    August 21, 2012 at 10:55 PM

    Congrats JV 😀

    Like

     
  2. nisarg desai

    August 21, 2012 at 10:55 PM

    i think 2k+ hits is mine

    Like

     
    • nisarg desai

      August 21, 2012 at 10:57 PM

      *is
      are

      Like

       
  3. Dharmesh Vyas

    August 21, 2012 at 10:59 PM

    Waah have domain laine launch karo sir !!

    Like

     
  4. swati paun

    August 21, 2012 at 11:05 PM

    oho………………..chamk 6………………planet chamke 6……..:Pwah………..d wrd iz………awesome…………:)))))n tamara wrdz pan

    Like

     
  5. ketan katariya

    August 21, 2012 at 11:06 PM

    you deserve it jay..
    coooooooooooooooooooooooongrats…

    Like

     
  6. અશ્વિન પટેલ

    August 21, 2012 at 11:08 PM

    ગુજરાતી કોઈ વાંચતું નથી, ઓનલાઈન રહેતી નવી પેઢીને એવો કોઈ રસ નથી ….. આવું કેતા લોકો ને ..સીધો ને સટ જવાબ છે તમારા બ્લોગ ની વિઝીટ ….હવે મારા સડેલ જેવા http://imashvin.wordpress.com/ બ્લોગ ને પણ એક વરસ માં ૧૮૦૦૦ જેટલી વિઝીટ મળી છે .. …બાકી ………. જય હો 🙂 🙂

    Like

     
  7. Darshit Goswami

    August 21, 2012 at 11:09 PM

    આમાં બે પાંચ ગ્રામ ફાળો અમારોએ ખરો ,..!! 😀 ,..
    જયભાઇ,.. વખાણ તમને ચણા ના ઝાડ પર ચડાવવા માટે નહીં પરંતુ આપના લેખન ની કદર કરવાના હેતુ થી કરી એ છીએ. સદૈવ લખતા રહો ,.. અવનવું પીરસતા રહો ,.. અમે તો વાંચીશું ,.. ગમશે તો વખાણીશું , નહીં ગમે તો ક્રિટિસાઈઝ પણ કરીશું… પણ આ ગ્રહ પર વારંવાર આવતા રહીશું ,.. યે વાદા રહા ,..!! 🙂

    Like

     
  8. Riddhi

    August 21, 2012 at 11:11 PM

    thanks for all this sir……………………..

    Like

     
  9. Hetal

    August 21, 2012 at 11:15 PM

    Jay sir. me browser na 4-5 var refresh kariyu to pan discovery nu welcome message dekhato nathi 😦

    Like

     
    • jay vasavada JV

      August 21, 2012 at 11:23 PM

      click kari download karo speed dhheemi hashe…

      Like

       
    • Siddharth

      August 21, 2012 at 11:30 PM

      same here..
      open in new tab. It works.

      JV sir, it’s simply amazing. 🙂

      Like

       
  10. pinu_outlaw

    August 21, 2012 at 11:19 PM

    બસ હવે જજી વાર નહિ રહે એક મીલીયન થતા
    જે રીતે તમારા એ ગ્રહ ઉપર મારા જેવા રડ્યા ખડ્યા એલિયન પોતાના તંબુ તની બેસી જાય છે..
    મને એમ લાગે છે કે હવે જજો ટાઈમ નહિ લાગે..
    જાય ભાઈ કોન્ગ્રેચ્યુલેશન

    Like

     
  11. pravin jagani,palanpur

    August 21, 2012 at 11:23 PM

    અભિનંદન

    Like

     
  12. Siddharth

    August 21, 2012 at 11:32 PM

    “કોઈ સાહિત્યિક મેગેઝીનના લવાજમથી વધુ !” – એ તો કહેવાય છે ને કે : “Best things in world are free.”
    અહિયાં પણ કૈક એવું જ છે. 🙂
    Cheers…

    Like

     
  13. HARDIK VOHRA

    August 21, 2012 at 11:40 PM

    JAY HATKESH SIR..
    U r really
    MASTER OF WORDS!
    Master of WRITING
    Master of motivation..
    U r truely
    “MASTER_MINDP”
    TAMARA
    Lidhej mane VACHVANI NE
    World ne ak alag NAJAR TI JOVANI PRERNA MALI 6..

    Like

     
  14. prashant gurjar

    August 21, 2012 at 11:55 PM

    ખૂબ ખૂબ અભિનંદન ….

    Like

     
  15. Dipak Parmar

    August 22, 2012 at 12:13 AM

    અભિનંદન જયભાઇ…તમારા આર્ટિકલ્સમાંથી જ અનેક વિષયો પરનું જ્ઞાન પ્રાપ્ત થયુ છે…

    Like

     
  16. Shiva

    August 22, 2012 at 12:28 AM

    aha! theme change kari.. 😀
    blueeeeeee…… love it 🙂

    Like

     
  17. Shiva

    August 22, 2012 at 12:32 AM

    Many Many Congratulations Dear Sir !!
    bas aam saras maja nu lakhtaa raho…. God Bless! 🙂

    Like

     
  18. Nishith

    August 22, 2012 at 12:59 AM

    અભિનંદન !!!!

    Like

     
  19. Tori Gori

    August 22, 2012 at 1:12 AM

    u knw jay tu sachej bahu moody che… colorful sagar par free float masti thi tarto hoy em jive che ne emaj jivavu che. pan mane em pan lage che k tara antar ma kaik atke che… leave it tane shu badhu kehvu.. u knw tare jyare accrossh nu lakhavanu hoy tyare tarathi shakshi bhav ni had corss thay jay che.

    Like

     
  20. Sandeep7

    August 22, 2012 at 1:21 AM

    Simply superb. કેટલી સુંદર વાત ! રીઅલમા એક વીચારને લઈ હુ અત્યારે દુખી થતો તો ને અચાનક આ વાંચ્યુ, મુડ તરત બદલાઈ ગયો. અદભુત. આજ તો છે જીંદગી. શેર કરવા બદલ દીલથી આભાર.

    Like

     
  21. Salil Dalal (TORONTO)

    August 22, 2012 at 1:24 AM

    અભિનંદન… જય! આ ઘણી મોટી સિધ્ધી છે.
    જય હો!
    -સલિલ

    Like

     
  22. kalpana

    August 22, 2012 at 1:52 AM

    Jaybhai’s definitely has not yet experienced shaking /shocking personal blows (I do not mean death) to be able to maintain his this-energising approach to life.

    Like

     
    • jay vasavada JV

      August 22, 2012 at 1:57 AM

      lolzzz how can u know that? hav u read my biography or seen my whole life ? 😉 like everyone else i have had my share of it but i hav not shown it generally as it can stop me for a while not my basic spirit 🙂 if such blows can change ur attitude then its not attitude but convenient mask 😛

      Like

       
      • Dharmesh Joshi

        August 26, 2012 at 5:57 PM

        Thats why i like to read your articles & books…Every now & then i’ve learned something from you..

        Like

         
  23. Jayesh Sanghani (New York, USA)

    August 22, 2012 at 2:47 AM

    Jaybhai,
    You are so prolific in writing on innumerable subjects that I wonder at times where is this stream of knowledge coming to you from. It is not only the variety of subjects and depth but your ingenuity in playing with the words is amazing. આત્મવિશ્લેષ્ણ ને આત્મશ્લાધા ગણી લે એવા અળવીતરાંઓની વચ્ચે આ આત્મનિવેદન એપ્રિસિએશન નહિ પણ એનાલીસીસ માટે મુક્યું છે. You are genius, Bapu. Those who don’t read you are missing the experience which is so nourishing to one’s heart and soul. May the ‘Param Chetna’ continue to bless you for many more years to come.

    Like

     
  24. Himanshu

    August 22, 2012 at 7:06 AM

    Trying to convert the message to Gujarati. અહીં જીજ્ઞાસા અને પ્રેરણા છોકરીયું ના નામ નથી. :p

    જે રીતે આપણે શ્વાસ લઇ છે તેમ જીજ્ઞાસા પણ એક કુદરતી પ્રક્રિયા છે. અને આ દુનિયા માં રહેલી અજાયબીઓ હમેશા આપણી જીજ્ઞાસા ને પોષતી આવી છે. દુનિયા પડકારે છે, રહસ્યો ઉભા કરે છે અને મનોરંજન પણ કરે છે. એ રમત નું મેદાન પણ છે, પ્રયોગશાળા પણ છે અને વણખેડાયેલો પ્રદેશ પણ છે. એ પ્રેરણા નો અખૂટ સ્ત્રોત છે. એ નવી શોધખોળો કરવાનું આમંત્રણ છે. અને શોધખોળ તો જીવન અને જીવીત હોવાનો એક મહત્વ નો ભાગ છે. અમે આ સુંદર, અદભૂત અને આશ્ચર્યજનક દુનિયા ને જેમ છે તેમ બાથ ભીડીયે છીએ. અમારા માટે દુનિયા બસ ‘જોરદાર’ છે.

    Like

     
  25. Nehal Mehta

    August 22, 2012 at 7:26 AM

    Variety is the spice of life !!! Truly flabbergasted by the fascinating malange of flavours found here and in your articles….Happy to have a brilliantly innovative, stand-alone and stand-out writer among hoard of dull, boring, repititive and monotonous, self-absorbed “scribblers” who are basking in the limited “pool of popularity”. Ocean-hearted man like you deserve fan following as vast as ocean and as immeasurable as sky…..Long live one of my all-time most favourite writers. 🙂

    Like

     
  26. Jani divya

    August 22, 2012 at 7:30 AM

    Agree with the quotes 🙂 however i might add something from my side… “till u can do your best, do on your own never relay on any other” 
    N congrats for hitting the blog hits 😉 may force be with 😉 

    Like

     
  27. Nehal Mehta

    August 22, 2012 at 7:38 AM

    દિલ ગુલાબ, દિમાગ તેજાબ, શોખ લાજવાબ

    સાથે સાથે ચાહકોની સંખ્યા અને પ્યાર બેહિસાબ… 🙂

    Like

     
  28. Saralhindi

    August 22, 2012 at 7:47 AM

    Congratulation !

    I hope these clickers may promote Gujarati Lipi in writing Hindi !
    How will you take all these articles at national level?
    Any plans to translate these articles in Saral Hindi?

    Like

     
  29. Siddharth Chhaya

    August 22, 2012 at 8:23 AM

    તમે ગુજરાતનાં સિદ્ધહસ્ત અને સહુ થી લોકપ્રિય લેખક છો,તમારી કોલ્મ્સ ગુજરાત સમાચાર માં અઠવાડિયામાં બે દિવસ આવે જ છે.આ ઉપરાંત બીજા માસિકો અને પાક્ષિકો માં તમે લખતાં હશોજ.તમારાં લાઈવ પ્રવચનો ની વાત તો હજી મેં કરી જ નથી.

    ટૂંક માં કહું તો આટઆટલી પ્રવૃત્તિઓ બાદ પણ જો તમે ફક્ત તમારી મોજ માટે અને વાચકો,મિત્રો,ચાહકો સાથે ડાઈરેક્ટ ટચ માં રહી શકો એ માટે પોતાની કોલ્મ્સ નું કોપી-પેસ્ટિંગ નહી પણ અલાયદા વિષયો પર બ્લોગ લાખો છો,રેગ્યુલર,એ પણ સમય કાઢી ને એણે મને ,જે ફક્ત બ્લોગ્ઝ જ લખે છે, એને વધુ ને વધુ લખવાનું ઈજન આપ્યું છે.

    રોજીંદી જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં નિયમિત બ્લોગ લખવા માટે સમય કેમ મળે છે એ હું જાણું છું એટલે આ સ્પેશિયલ ‘હેટ્સ ઓફફ’ ફક્ત તમારાં માટે !! 🙂

    Like

     
  30. Nimish

    August 22, 2012 at 8:28 AM

    Ur articles r awsome,dats y ur favr8 in 2day’s generation also… Congratulations.

    Like

     
  31. dhruv1986

    August 22, 2012 at 8:39 AM

    અભિનંદન,
    કોઈની નિંદાની પરવા કર્યા વગર લખવુ અને પોતાના લેખન પર ગર્વ થવો જ જોઈએ,તેજ એક નિર્ભય લેખક ના શ્રેષ્ઠ લક્ષણો છે.લાઈક ચંન્દ્રકાંત બક્ષી.

    Like

     
  32. jiten dingucha

    August 22, 2012 at 9:03 AM

    આ પ્લેનેટ પર અપરંપાર રંગોનીસર્જનસૃષ્ટિ, યેસ્સ્સ્સ્સ્સ, mmmmmmmmuuuwwaaaaaaah….. યે દુનિયા બડી રંગીલી, બડી રસીલી….! વિશ્વ બહુ મજાનું છે. અને બાળક જેવા વિસ્મયથી એનું અખૂટ રૂપ નિતનવા વિધવિધ સ્વરૂપે જ ઉલેચતા રહેવાનું છે ! અભિનંદન,

    Like

     
  33. Envy

    August 22, 2012 at 9:03 AM

    ૫,૦૦,૦૦૦ હિટ્સ નું રહસ્ય તમે કહો છો, ફક્ત એ જ નથી..બીજું પણ છે જયભાઈ

    ગુ.સ. માં અઠવાડિયે ૨ લેખ, બીજે ઠેકાણે છપાતા લેખો અને તમારા પ્રવચનો….બધું જ, તમે એક કલાક ની અંદર (છાપખાના ની શાહી સુકાય એ પહેલા) બ્લોગ ઉપર નથી મુકતા, એ રહસ્ય છે 😉

    અભિનન્દન

    Like

     
  34. Ashvin

    August 22, 2012 at 9:11 AM

    Sir waiting for 10 years part-3

    Like

     
  35. devalpatel

    August 22, 2012 at 9:21 AM

    Sir ahi je loko kahe che ke amne gujarati vanchva ma ras nathi athava amne samaj nathi padti e loko ne(tamari bhasa ma) pichu ke raste se (chori chori adult filmo ni jem :P) gujarati man bhari ne vanche che.ane satya to e che k jyare e loko english books lai ne bese tyare sabdakosh(dictionary) lai ne j bese che.Najare nihalelu satya…:)

    Like

     
  36. puja s kanani.

    August 22, 2012 at 9:29 AM

    congreats keep it up jaybhai.

    Like

     
  37. Devang Soni

    August 22, 2012 at 9:45 AM

    કોન્ગ્રેટ્સ! 🙂

    Like

     
  38. sanjay c sondagar

    August 22, 2012 at 9:46 AM

    jay ho

    Like

     
  39. બગીચાનો માળી

    August 22, 2012 at 10:00 AM

    અભિનંદન!!

    Like

     
  40. Paras Kela

    August 22, 2012 at 10:44 AM

    જયભાઇ આ બ્લોગ પર બધી જાતનો મસાલો મળી રહે છે. પરંતુ રાજકારણ વિષે કેમ જોવા મળતું?? કોઈ કોઈ વખત રાજકારણ પર પણ જ્ઞાન પીરસતા રહો.. BEST WISHES.:)

    Like

     
  41. Jagdish Trivedi

    August 22, 2012 at 10:52 AM

    Hertly Congrtes ,Jaybhai.

    Like

     
  42. Shailesh (@shailpatel)

    August 22, 2012 at 10:57 AM

    Congrtats gujarati Planet…!

    Like

     
  43. tejas

    August 22, 2012 at 11:07 AM

    congrates, Jay bhai, but ,discovery exhibition no photo na dekhayo blog par..

    Like

     
  44. Dhara Joshi

    August 22, 2012 at 11:16 AM

    A Many congratulations sir,It’s amazing and Wonderful to read, through your blogs and also your write ups in Gujarat Samachar.

    Like

     
  45. Yogin Vyas

    August 22, 2012 at 11:16 AM

    Congrates JV……………Manzile aur bhi hai…………….go ahead………..we are with u……….

    Like

     
  46. નિરવ ની નજરે . . !

    August 22, 2012 at 11:21 AM

    તો આ આશ્ચર્યથી ભરેલા આ બાળક તરફથી , આ એવોર્ડ સ્વીકારો , Presenting . . .

    ” જલસા , પાણી , ગાંઠિયા ” એવોર્ડ , { સૌરાષ્ટ્ર રીજીયન }

    કે જે તમે અમને કરાવી દીધા છે : ) ,

    અને આ હારું , ખોટું કેવાય હો કે રાતના ૧૨ વાગ્યા થી લઇ ઠેઠ વહેલી સવાર સુધી બધાય દે ધબાધબ કમેન્ટો નો વરસાદ કરી દીધો ! હવે આ બધી હેલીઓથી ભરાયેલા પાણીમાંથી થઇ અમારે જય સર સુધી પહોંચવું કેમ ?

    Like

     
  47. Rajesh Pandit

    August 22, 2012 at 11:23 AM

    “પલ્લુ તારા તરફ નમ્યાનો તને ને મને આનંદ છે ઉપર ઉઠવાનો”( કવિતાના પાક્કા શબ્દો યાદ નથીપરંતુઅર્થ કંઈક આ છે) તમારા બ્લોગ વાંચનારાની સંખ્યા 500000 ક્રોસ કરી ગઈ એનો આનંદ સ્વાભાવીક છે,સાથે અમને આનંદ છે આવુ ગુણવત્તા સભર વાંચન મળવાનો.thanks for that Jaybhai.keep going.jay ho

    Like

     
  48. scctsurat

    August 22, 2012 at 11:36 AM

    ગુજરાતી પ્રજા ફક્ત વેપાર કરી જાણે છે એવું મ્હેણું તમે નાબુદ કરી બતાવ્યું છે તે માટે પણ તમને હાર્દિક અભિનન્દન. હાથેથી ગુજરાતી ભાષામાં લખવું અને ગુજરાતી ટાઈપ કરવું જુદું હોવા છતાં પ્રતિભાવો બ્લોગ ઉપર આવ્યાજ કરેછે તે પણ ભાષા પ્રેમનું ઉદાહરણ ગણું છુ. ખુબ ખુબ શુભેચ્છાઓ.

    Like

     
  49. jigisha79

    August 22, 2012 at 11:59 AM

    abhinandan .. keep going 🙂

    Like

     
  50. bunty gandhi

    August 22, 2012 at 12:17 PM

    JV .. u have inspired many to read amd more importantly to write ..kudos to you. keep it up.

    Like

     
  51. Ramesh Shah

    August 22, 2012 at 12:38 PM

    JV… simple secret is you write what we think, want and imaging….!!!

    Like

     
  52. ram deliwala

    August 22, 2012 at 12:39 PM

    Congratulation JV. I wish your Planet glory increases more in days to come.
    Michhami Dukkadam.

    Like

     
  53. planettanvay

    August 22, 2012 at 12:43 PM

    હેટ્સ ઓફ સરજી.. જય હો…. 🙂

    Like

     
  54. poonam

    August 22, 2012 at 12:48 PM

    Bahooot badhai JV Sir…

    Ye To Shuat He Age Age Dekhiye Hota He Kya… 🙂 😉 God Bls U…

    એમણે ચંદન સમા અવસર ઘસ્યા છે,
    એમની પણ જાત ચૌકકસ મ્હેંકવાની…

    – અનિલ ચાવડા –

    Like

     
  55. Chintan Oza

    August 22, 2012 at 12:58 PM

    JV..this is just the beginning..aava to kaink ketla shikhar tamare sar karvana chhe..!! Really very happy to see this strength even..!! JV aaje savarej ‘JAY HO’ nu pack open karyu..ekdum excellent design chhe, quality of book is really above imigination..preface ekdum anokhu lagyu, khub gamyu infact, jaynad vanchi ne office avyo chhu, dil thi thanks kahu chhu sir..too good.

    Like

     
  56. Vihang

    August 22, 2012 at 1:21 PM

    Congrats JV.
    May this planet prosper for 10 billion years more!
    Inshallah.

    Like

     
  57. Madhuri

    August 22, 2012 at 1:39 PM

    Congratulations Sir!!!!!!

    Like

     
  58. Dhanvant Parmar

    August 22, 2012 at 2:02 PM

    jay bhai vaat 100 per cent sachi chhe jivan jivava ni khari maja to balak jevi curiosity thi j ave.
    pan apana desh na akadavi nakhnar social order na lidhe public ni curiosity actresses ni cleavage thi agal vadhati j nathi!!! lol

    Like

     
  59. Nalin T Shah

    August 22, 2012 at 3:06 PM

    congrats jaybhai……

    Like

     
  60. nirav

    August 22, 2012 at 3:49 PM

    congrates jay bhai….

    Like

     
  61. jignesh rathod

    August 22, 2012 at 7:56 PM

    હું તો અનિયમિત છું – અઠવાડિયા સુધી ઘણી વાર પોસ્ટ કરતો નથી! e j saru chhe nae to amare ketlu vanchvu pde!

    Like

     
  62. MAULESH PATEL

    August 22, 2012 at 9:05 PM

    Goooood One Dear JAY BHAI…..

    Congrats…. Keep Writing … !

    Thanks….!

    Like

     
  63. Ravi Oza

    August 22, 2012 at 10:01 PM

    congrates

    Like

     
  64. Kandarp Jha

    August 22, 2012 at 10:11 PM

    Check this out…
    The official Discovery Channel commercial about “The world is just awesome.”

    Like

     
  65. Hardik Solanki

    August 23, 2012 at 9:22 AM

    coz v love u jay bhai…. congo… keep flowing… \m/

    Like

     
  66. Hardik Solanki

    August 23, 2012 at 2:23 PM

    congo jv bhai , v loves u , keep flowing///

    Like

     
  67. Hardik Solanki

    August 23, 2012 at 2:25 PM

    coz v love u jay bhai…. congo… keep flowing… \m/

    Like

     
  68. Parth Veerendra

    August 24, 2012 at 8:58 AM

    મારી શૈલી કે વિષયની નકલ થઇ શકે, આ અભિગમની ઝેરોક્સ નહિ નીકળે !….wohoo ..solid hei bawa ……..luvyah jv…:)

    Like

     
  69. Nikul Patel

    August 24, 2012 at 10:38 AM

    We have some gut beliefs in life and when it come to us in any form of expression, we always say WoW..!!!!….Eureka….!!!!!.
    જીંદગી ના દરેક રૂપ ને, દરેક અનુભવ ને ,દરેક પરિસ્થિતિ ને કોઈ પણ જાત ના ચૂરણ વિના પચાવવી એ પણ એક અનાસક્તિ જ છે ને …!!
    jay sir, can we share this “decovery welcome note photo “it on social media…????

    Like

     
  70. Dharmesh Joshi

    August 26, 2012 at 5:53 PM

    Jay Bhai…I think…Loko Gujarati Vanchta nathi ane vanchavu pan nathi pan jay bhai gujarati ma lakhe che atle gujarati vanche che…At least thats what i think…
    M

    Like

     
    • niravkdesai

      September 12, 2012 at 12:13 AM

      yup, you are right

      Like

       
  71. હરનેશ સોલંકી

    August 28, 2012 at 2:12 PM

    જયભાઇ.. આપની સીધ્‍ધી બદલ આનંદ સહ અભિનંદન અને વાચકો સાથે આ રીતે કાયમી ડાયરો જમાવતા રહો એવી શુભકામનાસહ..

    Like

     
  72. drbkmodi

    September 3, 2012 at 11:41 PM

    Congratulations to you . and keep growing and sharing also….

    Like

     
  73. jayteraiya

    September 22, 2012 at 7:20 PM

    “””””પણ વિશેષ આનંદ એ ય થાય કે ગુજરાતી કોઈ વાંચતું નથી, ઓનલાઈન રહેતી નવી પેઢીને એવો કોઈ રસ નથી એ બૂમાબૂમના વાદળિયા વાતાવરણમાં આ એક ગ્રહ ઝળકી રહ્યો છે, આવતીકાલના ગુજરાતની બદલાતી ભાષા અને છલકાતા રસ-વૈવિધ્ય સાથે ! “”””

    Like

     
  74. Prutha Raval

    May 22, 2014 at 7:53 PM

    TODAY I READ BLOG IN ONE DAY ONLY,,,,,FEEL SO GOOD ND FRESH CAN’T EXPLAIN MY FEEILINGS,,,,,,,,,,

    Like

     

Leave a comment