RSS

ધાર્મિકતાની ધક્કામુક્કી : મૌ કો કહાં ઢૂંઢે રે બંદે…

29 Sep


(“કાનજી વિરુદ્ધ કાનજી” નાટક આવ્યું એ પહેલા લખાયેલો મારો આ લેખ આજે એના પરથી સમગ્ર ભારતે ફરજીયાત જોવું જોઈએ એવું સરસ “ઓહ માય ગોડ” મૂવી આવ્યું, એ જોઈને ફરી યાદ આવી ગયો. ફિલ્મ સપરિવાર જોવાનું ચૂકશો નહિ, પ્લીઝ…ભલે આ લેખ વાંચવાનું ચુકી જાવ ! 🙂 આ વિષય પર આવી ચોટદાર ફિલ્મો વારંવાર સરળ રીતે સમજાય એવી ભારતમાં બનતી નથી.)

એક જુવાન નવદીક્ષિત વેમ્પાયર દોડતું દોડતું પોતાના બોસ શેતાન પાસે હાંફતું હાંફતું પહોંચ્યું: ‘માલિક, ગજબ થઇ ગયો ! કશુંક કરો. પૃથ્વી પર એક માણસને સત્ય જડી ગયું છે. અને ધીરે ધીરે બધાને સત્યની ખબર પડી જશે. પછી આપણા ધંધાનું શું થશે ?’

વેરવુલ્ફને પંપાળતો અને ડ્રેક્યુલાની ફોજ લઇ બેઠેલો શેતાન હસ્યો ‘ચિંતા ન કર બચ્ચા ! આપણા સાગરિતો ત્યાં પહોંચી ગયા છે ?…’

વેમ્પાયર મુંઝાયું ‘પણ હું તો ત્યાંથી જ આવું છું. આપણાવાળા કોઈ ત્યાં નથી. હમણા લોકો ભગવાન સુધી પહોંચી જવાના…’

શેતાને કહ્યું ‘આ બધા ધર્માચાર્યો, કઠમુલ્લાઓ, મહાપંડિતો, કોર્પોરેટ માંધાતાઓ, રાજકીય આગેવાનો, પ્રચારપૂજારીઓ, ધધૂપપૂઓ મારા જ જૂના જોડીદારો છે.

એમણે જે સત્યને પામી ગયો, તેને ઘેરી લીધો છે. હવે એ સત્ય અને ભીડ વચ્ચેના દલાલ બની જશે. એ લોકો પૂજાસ્થળો બનાવશે, ભવ્ય ઇમારતો ચણશે, શાસ્ત્રો રચશે, નિયમો બનાવશે, વ્યાખ્યાનો કરશે અને વિધિઓ ઘડશે. ગ્રંથો લખશે અને ટીકાઓ કરશે. પ્રાર્થનાઓ કરાવશે અને પવિત્રતાના નામે પોતાની શ્રેષ્ઠતાના બણગા ફૂંકતા આદેશો આપશે.

લોકોને આ ચક્કરોમાં વ્યસ્ત રાખશે, અને આ બધી ધમાલમાં સત્ય ક્યાંક ખોવાઈ જશે. આ મારી સદીઓ જૂની પણ કામિયાબ ટેકનિક છે,દુનિયા પર રાજ કરવાની ! આમાં જેકોઈ સત્ય યાદ પણ દેવડાવવા જશે, એના વિશે ગેરસમજ કરી લોકો તેમનો હુરિયો બોલાવશે !’

જી હા, મોટા ભાગના ધર્મપ્રતિનિધિઓ સત્યમિત્ર નહિ, સત્યશત્રુ છે. એ ભાષા અને શબ્દોનું જાળું ઊભું કરે છે, અને ચૈતન્યના મૌનને એ ઘોંઘાટમાં ભૂલાવી દે છે !

પ્રતાપગઢના ભંડારામાં ધક્કામુક્કી થઇ અને ૬૫-૭૦ ભાવિકો કચડાઈ ગયા. ધોરાજીની એક હવેલીમાં પણ આવી જ ભરચક્ક ગિરદી થયેલી અને વીસેક હોમાઈ ગયેલા. વ્હોરા કોમમાં મોરબીમાં પણ કંઇક આવી જ ઘટના બની. પાવાગઢમાં, હિમાચલમાં, મક્કામાં,વેટિકનમાં સઘળે ‘સ્ટેમ્પેડ’ (ટોળાની ધક્કામુક્કી)ના બનાવો કોઈને કોઈ ધાર્મિક પ્રસંગે બનતા રહે છે. (પ્રભુ પોતાના દરબારમાં ભક્તજનોને ડાયરેક્ટ એન્ટ્રી આપી દેતા હશે !) આવા મૃતકોમાં મોટી સંખ્યા વળી બાળકો અને મહિલાઓની હોય છે. એક બાજુથી મહિલા અનામતનું બિલ અને બીજી બાજુ ધર્મધજા લઇ દોટ મુક્તી સ્ત્રીઓના શરણ થવા માટે આતુર દિલ…

મામલો ધર્મનો નથી. ધર્મના માર્કેટિંગનો છે. જેમ નેતાઓ જાહેરસભામાં એકઠી થતી ભીડને શક્તિપ્રદર્શન માને છે, એવું જ વળી ધર્માચાર્યોનું છે. તાકાતની કસોટીનો માપદંડ અહીં શ્રેષ્ઠતા નથી. ટોળું છે. ઇટ્સ નંબર્સ ગેઇમ. રૂપિયો રૂપિયાને ખેંચેના ન્યાયે જ્યાં મોટંુ ટોળું, ત્યાં ભીડ દોડે અને ટોળું વઘુને વઘુ વિશાળ બનતું જાય ! એમાં વળી ‘પ્રોડક્ટપ્રમોશન’ માટે સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ ભળે… અમારા ગુરૂજી પાસે તો ફલાણા ફિલ્મસ્ટાર્સ અને ઢીંકણા જજસાહેબ પણ ઝૂકી પડે, પેલો ક્રિકેટર તો પીરસવા નીકળે ને ઓલા મિનિસ્ટર તો ચરણરજ પાણીમાં નાખી પીવે… બેસુમાર ફંડફાળા અને જમીનો અંકે કરતા કેટલાક પંથોના વડાઓ તો જાણીબૂઝીને પોતે કેટલા મહાન અને વિદ્વાન છે, તેની અફવાઓ વહેતી કરે. કાનાફૂસીની હવામાં રહસ્ય ધૂંટીને ફુગ્ગો ફુલાવતા જાય ! કેટલાક લોકો શિક્ષણ, વિજ્ઞાન, મિડિયા, સામાજીક બનાવો વગેરે પર લખતા-બોલતા પ્રવક્તાઓની ફોજ ઉતારે, જે પોતે એક્સપર્ટ ક્રિટિક કે સોશ્યલ રિફોર્મર હોવાનો ‘તટસ્થ’ સ્વાંગ ઓઢી, પોતાની માન્યતાઓનો આડકતરો પ્રચાર લેખો – પ્રવચનોમાં કરતા જાય અને પોતાના સંપ્રદાય માટે ઝેરીલું બ્રેઇનવોશિંગ કરતાં જાય !

ભારતમાં તો પ્રાકૃતિક સૌંદર્યવાળી લગભગ જગ્યાઓ ઉપર આ બધા ઓર્ગેનાઇઝડ રિલિજીયન્સે રીતસર મફતિયા પેશકદમી કરી છે. ભૌગોલિક વાતાવરણની રેડીમેઇડ ઇફેક્ટનો લાભ લઇ, જૂની ઘ્યાનયોગની વિધિઓ રિમિક્સ કરીને બધા ચિત્તની શાંતિના પડીકાં વેંચે છે. આમાંય સિનેમા થિયેટરની જેમ સોફાવાળું બોક્સ, બાલ્કની, અપર એન થર્ડ જેવી કેટેગરીઝ હોય છે. જેવી જેમની ટિકિટ ખરીદવાની શક્તિ, એટલા જ રોકડિયા આશીર્વાદ એમને મળે !પબ્લિક એક પીપરમિન્ટ ફેન્ટેસીમાં જીવતી રહે, અને ફોરેનથી આવતા લેટેસ્ટ ઇન્વેન્શન્સ એન્ડ ઇક્વિપમેન્ટસના જોરે ધર્મલાભનો પ્રચાર વધતો રહે. ક્યાંક તો વળી વિદેશી થીમ પાર્કસની જ કોપી કરીને ગામડિયા ભક્તજનોને પ્રભાવિત કરાય, તો કયાંક બેઠ્ઠી ફોરેન સ્કૂલ્સના મોડેલને ભપ્પી લહેરી-પ્રીતમના સંગીત જેવા દેશી વાઘાં પહેરાવીને શહેરી શ્રદ્ધાળુઓ પર ભૂરકી છાંટી દેવાય !

એક વખત એક જબ્બર મેળાવડામાં પરાણે ખેંચી જઇ, એક દોસ્તે ગુમાનથી કહેલું – જોયું, દર્શનાર્થે મંડપ ટૂંકો પડે એટલી ભીડ છે ને.. અને અમે મંદ મલકાટ સાથે કહેલું ‘એમ ? આ જ મહાનતાની પારાશીશી હોય તો માઇકલ જેકસનને સાક્ષાત ઇશ્વર ગણવો પડે ! એને જોવા-સ્પર્શવા સાંભળવા પણ જગતના ખૂણે ખૂણે આબાલવૃઘ્ધો પડાપડી કરે છે ! ધક્કામુક્કી થાય છે. સિક્યુરિટી બોલાવવી પડે છે !’ મિત્રને આવી ‘હલકી’ સરખામણી ગમી નહિ – પણ શું થાય ? શરૂઆત કોણે કરી હતી માત્ર માથા ગણીને મહાનતાનો નાદ ગજાવવાની ?! માઇકલ શું, કેટરીના કે કરીના પણ જ્યાં જાય ત્યાં ટોળું ઉભું કરી શકે – એટલ ેશું એમને દિવ્ય ચિંતક માનવાના ?

વેલ, લોકો એ ઝટપટ સ્વીકારી લેશે. એ તો નાટકિયા ફિલ્મવાળા, એમની થોડી પૂજા થાય હીહીહી ! કેમ ? એ સુંદર દેખાય છે. સારો અભિનય કરે છે. ડાન્સ પણ આવડે છે. તો જવાબ મળશે – પણ એનાથી એમની ચૈતસિક શક્તિ થોડી સિઘ્ધ થાય છે ? યસ ! એક્ઝેટલી. કોઈ માણસ ટોળું ભેગું કરે, એટલામાત્રથી એને સિઘ્ધ માની લેવાનો ? ફાંકડું વક્તવ્ય કે અંગકસરતના દાવપેંચ જોઇને ભગવત્તાને ઉપલબ્ધ સ્વીકારી લેવાનો ? પણ શ્વેત-ભગવું વસ્ત્ર આપણી પ્રજાના મન પર જાણે અનાવૃત અપ્સરા જેવું કામણ કરે છે. ત્યાં વિચાર બંધ થઇ જાય છે ! એક ક્ષેત્રમાં ઓથોરિટી હોય, તેને વગર સમજ્યે બધામાં ઓથોરિટી માનવાની જરૂર નથી.

એટલે આ ભીડ માત્ર ભાવિક ભક્તોની નથી. જ્ઞાનપિપાસુ મુમુક્ષુઓની પણ નથી. એ લોકો તો ભીડથી જરા દૂર રહેનારા છે. આ ભીડ છે હારેલા હતાશ લોકોની ! સ્વાર્થી ભીખમંગાઓની ! એમને ગુરૂના હાથનો સ્પર્શ જોઇએ છે. માતાજીનું પવિત્ર જળ જોઇએ છે. તિલસ્મી તાવીજ જોઇએ છે. મેજીક મિરકેલ જોઇએ છે. કશું નહિ તો જન્મજન્માંતરના ફેરામાંથી મુક્તિ જોઇએ છે. ઇન્સ્ટંટ બુઘ્ધત્વ જોઇએ છે. અનાહત નાદનો આનંદ જોઇએ છે.

મતલબ, કશુંક જોઇએ છે. અને એ મહેનત કરીને, જાતને સાબિત કરીને મેળવવાને બદલે ડાયરેકટ સુપરવાઇઝરને ફોડી, કાપલી લઇને માર્કશીટમાં ઘાલમેલ કરીને મેળવી લેવું છે ! એટલે આવી જે ધક્કામુક્કી છે – એમાં હાય, તૌબા, આ ખાસ દિવસે, ખાસ દર્શન કે ખાસ પ્રસાદથી વંચિત ન રહી જવાય. તેનો તલસાટ, તેની ઉતાવળ જવાબદાર છે. જે પામી ગયો એ તો ભીતરમાં ઉતરીને સ્થિર થઇ ઉભો ન રહે ? ભીતરમાં બેઠેલા ભગવાન સુધી પહોંચવા બહાર દોડાદોડીના દેખાડાનો આવો ‘દાખડો’ ?

ઘણી વખત ભક્તો જ એમના ભગવાનને ભ્રષ્ટ કરે છે. કોઈ મહાપુરૂષને એ નોર્મલ-નેચરલ રહેવા નથી દેતા. એમને સ્પર્શવા, એમને વ્હાલા થવા, એમની પધરામણી કરવા, એમને રાજી રાખવા નિરંતર લટુડા પટુડા કરી ધક્કામુક્કી કરતા રહે છે. આપણે ત્યાં શિષ્યો તો ડઝનબંધ માથુ મૂંડાવવા તૈયાર જ બેઠા છે, બસ કોઈ ગુરૂ મળવો જોઇએ ! અસીમ લોકપ્રિયતા, બેહિસાબ દોલત, આંધળી વ્યક્તિપૂજાથી ધીરે ધીરે સાત્વિક માણસને પણ અભિમાની કે અનૈતિક બનાવીને જ બધા છોડે છે. ચીબાવલા ચેલકાઓ અને ગલોટિયાં ખાતાં ગલુડિયાઓને ‘અંતરનું જંતરડું’ સંભળાતું નથી. એમને લાઉડ ચીલ્લમચિલ્લીની આદત પડી જાય છે. માંડ એકઠું થયેલું ટોળું વિખેરાઈ ન જાય, એ અજ્ઞાત ભયથી ધર્મગુરૂઓ એમને સચ્ચાઈ દર્શાવતા ખચકાય છે.

માણસને અક્કલ હોય છે. ટોળાંને કેવળ નકલ હોય છે. માણસ સયાનો હોય, ટોળું દીવાનું હોય ! ટોળું ઉન્માદ અને પ્રસાદથી ઘેલું થઇ દોરવાય છે, સંવાદ કે અનાહત નાદની તેને કંઇ પડી નથી. વ્યક્તિ આઘ્યાત્મિક હોઈ શકે છે, ટોળું હંમેશા ધર્માંધ જ હોવાનું. ટોળું આદર્શથી નહિ, આદેશથી વર્તે છે. એમાં અવલોકન ઓછું, આવેગ વઘુ હોય છે.

પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાનું હોય, એમ ગુરૂઓમાં ઇન્વેસ્ટ કરવાની ફેશન છે અને જેનો લેટેસ્ટ ટ્રેન્ડ હોય, ત્યાં મોટું ટોળું ‘પાછળ ન પડી જવાની’ ઉતાવળમાં એકઠું થાય છે. પરમને પામવા માટે ‘મમત્વ’નું મહત્ત્વ ઘટાડવું પડે, અને ટોળું કદી મમત્વ (મારો સમુદાય, મારા ઇશ્વર, મારો ઉત્સવ, મારો મોક્ષ, મારી સાધના, મારો ઉઘ્ધાર) વિના એકઠું થાય નહીં. ઝનૂન હોય ત્યાં વિચાર ન ટકે. વિચાર હોય ત્યાં ઝનૂન ન ટકે !

એટલે જ આઘ્યાત્મિક આરાધના અંગત પ્રક્રિયા છે. એકાંતમાં (જાત સાથે) કરવાની છે. અંદરથી ખીલવાનું છે, બહારથી ઉઘડવાનું નથી. કશી જ્ઞાનવાર્તા, ચર્ચા, વિનોદ, અભ્યાસની વાત હોય તો ઠીક-પણ સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિના કેવળ પોપટિયાં થોથાપાઠ માટે, કહેવાતી દિવ્યચેતનાના સોડાવોટરના ફીણ જેવી ‘જાહેર જાગૃતિ’ માટે ધસારો કરવાની શી જરૂર ? જે કોઈ માણસ અસ્તિત્વના સત્યને પામ્યો છે, એ એકલો પામ્યો છે. બુઘ્ધ, મહાવીર, જીસસ, મોહમ્મદ, રામકૃષ્ણ, અરવિંદ… યુ નેઇમ ધેમ. પછી એણે અનુભૂતિ વહેંચવાની કોશિશ કરી છે. એમાં ‘એસ્ટાબ્લિશ્ડ રિલિજીયન’ બની ગયો છે. ઓર્ગેનાઇઝડ સેટઅપ ટોળાં લાવે, અને ટોળાનું મેઇનટેનન્સ કરપ્શન લાવે ! છતાં ય, પાગલ લોકો ‘તમે કશીક પ્રવૃત્તિ કરો, તો અમે તમારી પાછળ જોડાઈએ’ કહીને છેતરાવા માટે પોતાની જાત હાશિમ અમલાની બેટિંગ સામે ઇશાંત શર્મા મૂકે, એમ સમર્પિત કરી દે છે. કળિ નળરાજાના અંગૂઠેથી પ્રવેશી જાય છે. સંસાર કરતાં વઘુ મોટો સંસાર વસી જાય છે ! માઇક્રોફોનના અવાજથી બંદગી ચાલે છે, અને એ કોલાહલમાં હૃદયમાં બેઠેલા ‘ડિવાઈન ફોર્સ’નું ગુંજન સાંભળવાનું સાવ જ રહી જાય છે.

ધાર્મિક્તાની ધક્કામુક્કીમાં કશુંક મેળવવાની પડાપડી કરવામાં પવાલું લઇને ઉભેલા લોકો કમનસીબે અભ્યાસ કરવાનું, જીવનના વિવિધ રંગોનો આનંદ માણવાનું ભૂલી જાય છે. (અને કોઈ શીખવાડે તો એને પકડવાને બદલે કરડવા દોડે છે !) એમને જીંદગીના તમામ સવાલોનો પરીક્ષાની ગાઈડબૂક જેવો ઉકેલ જોઇએ છે. જીવન રહસ્યમય છે, એટલે તો રસપ્રદ છે ! એમાં બઘું જ તર્કની તલવારથી સમજવાનું નથી. તો એનો રેશમી વણાટ ચીરાઇ જશે ! એને અખિલાઈમાં માણવાનું છે. રોટલીનો સ્વાદ માણવા માટે એ ગરમ હોય ત્યાં ચાવવાની છે, ઠંડી પડે એટલી ચૂંથવાની નથી ! સ્વાદ હોય કે સ્પર્શ, સેક્સ હોય કે ડાન્સ-બઘું જ કુદરતે સર્જેલું છે. એને ‘હડે હડે’ કરવાથી એ કંઇ રડતાં કૂતરાની જેમ ભાગી જવાનું નથી, ઉલટું બમણી ઝડપે ચોંટવાનું છે. જો આ બધી સુખાનુભૂતિ નકામી હોત, તો પ્રકૃતિએ ક્યારનીયે નામશેષ કરી હોત !

ભારત સ્વાભિમાનના નારા કરી સેલ્સટેક્સ નંબરના બિલ વિના જ સ્વદેશી વસ્તુઓ વેંચવાના લુચ્ચા વેપાર માટે ટોળાં એકઠા કરવાના નથી. બગલા જેવા વસ્ત્રોમાં સામૂહિક ઘ્યાનના નામે વાસ્તવિક્તા તરફના પલાયનવાદ માટે પણ ટોળાં બોલાવવાના નથી. સમતા અને સ્થિતપ્રજ્ઞતાની ડાહી ડાહી વાતો કરી દર બીજી મિનિટે સાવ ખોટી દલીલો અને જૂઠ્ઠા આંકડાઓથી પશ્ચિમી સંસ્કૃતિ કે આઘુનિકતાના હાડોહાડ દ્વેષથી થતી ટીકા માટે ટોળાં ભેગા કરવાના નથી. પોતાનો ભૂતકાળ જ મહાન, એ અભિમાનના કર્મો આત્મા માથે ચડાવવા પણ ટોળાં બોલાવવાના નથી. તંત્ર-મંત્રના ચમત્કારિક ટૂચકાઓ પણ ઇલ્લે ઇલ્લે ! રૂપાલની પલ્લીમાં ઘી વેડફતું ટોળું ન જોઇએ, જ્ઞાતિવાદી શૂરાતન ચડાવી કુવિચારોનું હૈસો હૈસો પણ નહિ.

માણસ કંઇ નાસ્તિક બનીને લાંબો સમય સમૂહમાં જીવી શક્તો નથી, એ ચીન-રશિયા જેવા અઢળક ઉદાહરણથી સાબિત થઇ ચૂક્યું છે. આસ્થાના મર્મને સ્પર્શ્યા વિના ભારતીય જનતાના મન સુધી પહોંચાવાનું નથી, એ તો રામાયણ-મહાભારતથી લઇને ગાંધીજી સુધી સાબિત થયું છે. વિરોધ શ્રદ્ધાનો નથી. અઘ્યાત્મના અંબર પર ચોંટી ગયેલા ધાર્મિકતાના અબરખનો છે. યાત્રા સહુએ યથાશક્તિ, યથામતિ, યથાગતિ ખેડવી પડે. ધર્મગુરૂઓની પાછળ ભીડ ભેગી થાય, તેનો સકારાત્મક ઉપયોગ પણ થઇ શકે. જ્ઞાન, શિક્ષણ, વ્યસનમુક્તિ, કુરિવાજનાબુદી, સદગુણોની ક્ષિતિજો વિસ્તારવામાં ! આવા પણ ઘણા સરસ અપવાદો છે.

જે લોકો સમાજને કળા-સાહિત્ય-સંગીત-રમતગમત તરફ ખેંચવાના ચુંબક તરીકે કામ કરે છે, બાળદીક્ષાઓ કે શુષ્ક નિયમબંધનમાં પડતા નથી. દરેક ધર્મગ્રંથ કાળગ્રસ્ત છે. સ્વયમ્ ઇશ્વરીય સ્વરૂપ પણ કાળગ્રસ્ત અને માનવસર્જીત છે. માણસે બનાવેલી પરીક્ષાપઘ્ધતિ જેવો કંઇ સ્વર્ગનો કારોબાર નથી. જ્યાં ગોખણપટ્ટીના માર્ક્સ મળે ! પરિણામ મોડું આવશે, પણ ઉત્તરવહીમાં લખ્યું હશે, એની ચકાસણી ચીવટથી થશે. સવાલ ટોળું એકઠું કરવા સામે નથી. પણ એ એકઠું થયા પછી જડ સ્તુતિ-ઇબાદત-પ્રેયર વાહવાહી-ચમત્કારોની નિષ્ક્રિયતા સિવાય એને કઇ દિશામાં હસતા રમતાં વાળવું એ છે. વચેટિયાઓ આ સમજે તો ટોળું તાલીમબઘ્ધ બને – નહિ તો નર્યા ફેનેટિક ફેન્સ ! આ સત્ય એક્સપોઝર આપતી વખતે મિડિયાએ પણ સમજવાનું છે.

ઝિંગ થિંગ :

સ્વાર્થની આ તો ભક્તિ લીલા બધી

આત્મ પૂજા વિના શૂન્ય આરો નથી,

એક ઇશ્વરને માટે મમત કેટલો ?

એક શ્રઘ્ધાને માટે ધરમ કેટલા ?

(શૂન્ય પાલનપુરી)

 
84 Comments

Posted by on September 29, 2012 in cinema, india, philosophy, religion

 

84 responses to “ધાર્મિકતાની ધક્કામુક્કી : મૌ કો કહાં ઢૂંઢે રે બંદે…

  1. Siddharth Chhaya

    September 29, 2012 at 12:36 PM

    ખુબ સુંદર (Should I add “as always”;) ). તમારી લોકપ્રિયતા નો એક વધુ સબળ પુરાવો..જે લોકોનાં મનમાં હોય છે એને તમે ખુબ સરળતાથી અક્ષરદેહ આપી શકો છો 🙂

    Like

     
  2. abhishek raval

    September 29, 2012 at 12:38 PM

    absolutely agree with ur each and every word, sir…religion has become a grand successful business today, in India…

    Like

     
    • harpal

      September 30, 2012 at 10:15 AM

      don’t agree with anybody blindly ok .There is no doubt abt this article ,is good……..,but think independancly .

      Like

       
      • harpal

        September 30, 2012 at 10:16 AM

        sorry mistake has been done not “independancly” but “Independantly”

        Like

         
  3. devalpatel

    September 29, 2012 at 12:51 PM

    Good1 Jaysir…Are sir aaj vat ne news paper ma haji vadhare describe kari ne lakho please…Karan k tamari aa vat no hu pan svikar karu chu ane loko ne samjau pan chu ane ichu pan chu k badha j aa vat ne samje….!!!

    Like

     
  4. vinay

    September 29, 2012 at 12:53 PM

    super as allways we love your post

    Like

     
  5. Envy

    September 29, 2012 at 12:59 PM

    સવારે જ તમારું સ્ટેટ્સ વાંચતી વખતે મને આ અદ્ભુત લેખ યાદ આવ્યો હતો, એનું કારણ ? લેખ માં જે સ્ટેમ્પેડ ણો ઉલ્લેખ છે એ, જે મને હંમેશા દુખી કરતું હોય છે, માટે.

    Like

     
  6. suhanilife

    September 29, 2012 at 1:00 PM

    આપનો પ્રોબ્લેમ જ એ છે કે ભગવાન ને પૂજવાની બદલે એના દલાલો ને જ ભગવાન માની પૂજવાનું ચાલુ કરી દયે છે.

    Like

     
  7. SATISH DHOLAKIA

    September 29, 2012 at 1:01 PM

    ખુબજ માર્મિક અને વેધક…!

    Like

     
  8. saunak dave

    September 29, 2012 at 1:01 PM

    i would love to get ur comments/review on movie .i.e OMG if possible from you.

    Like

     
  9. bansi rajput

    September 29, 2012 at 1:06 PM

    saras….

    Like

     
  10. jigisha79

    September 29, 2012 at 1:14 PM

    agreed 100% sir and you won’t blv even i made a short film on the very same subject before I saw kanji vs kanji. I am so happy Akshay and his team decided to make the movie coz i thought the same when i saw the drama that this shld reach to vast audience. I really pray that this film will enable people to see the truth and God finally. OMG…Pls help them to see. ! 🙂 🙂

    Like

     
    • htshvyas

      September 30, 2012 at 6:37 AM

      I would like to see your short film, if available for public.. may be on youtube

      Like

       
  11. Tigmanshu

    September 29, 2012 at 1:14 PM

    I Love you sir, Muuuuuuuaaaaaaaaaaahhhhhhhhhhhh…
    Great writing.

    Like

     
  12. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

    September 29, 2012 at 1:17 PM

    Simply Excellent!

    “જે ખુદને સમજ્યો એ ખુદા.”

    Like

     
  13. Balendu Vaidya

    September 29, 2012 at 1:25 PM

    વિદ્યાનગર માં કરસનદાસ માણેક ને દર શનિવારે સાંભળવાનો લ્હાવો મળતો અને તેમની કવિતા મંદિરો માં બંદીવાન અને પુજારી ના ઓશિયાળા દીઠા મેં ભગવાન….તીરુપત્તી, નાથદ્વારા, અંબાજી, શિરડી વગેરે સ્થળોએ જોયા – અનુભવ્યા. શિવ કરતા જીવ મોટો થઇ અક્ષર થયો, પહેલા ગુરુ એ વાત સાચી, પાય પણ ગુરુ ને પડો, પણ ગુરુ એ ગોવિંદ થી મોટો?

    મને એ જોઈ હઝાર વાર હસવું આવે છે….આજ તારા બનાવેલ, તને બનાવે છે…..

    Like

     
  14. Manish

    September 29, 2012 at 1:52 PM

    No words, JAI…Ho………..

    Like

     
  15. AMIT

    September 29, 2012 at 2:22 PM

    વેલ, લોકો એ ઝટપટ સ્વીકારી લેશે. એ તો નાટકિયા ફિલ્મવાળા, એમની થોડી પૂજા થાય હીહીહી ! કેમ ? એ સુંદર દેખાય છે. સારો અભિનય કરે છે. ડાન્સ પણ આવડે છે. તો જવાબ મળશે – પણ એનાથી એમની ચૈતસિક શક્તિ થોડી સિઘ્ધ થાય છે ? યસ ! એક્ઝેટલી. કોઈ માણસ ટોળું ભેગું કરે, એટલામાત્રથી એને સિઘ્ધ માની લેવાનો ? ફાંકડું વક્તવ્ય કે અંગકસરતના દાવપેંચ જોઇને ભગવત્તાને ઉપલબ્ધ સ્વીકારી લેવાનો ? પણ શ્વેત-ભગવું વસ્ત્ર આપણી પ્રજાના મન પર જાણે અનાવૃત અપ્સરા જેવું કામણ કરે છે. ત્યાં વિચાર બંધ થઇ જાય છે ! એક ક્ષેત્રમાં ઓથોરિટી હોય, તેને વગર સમજ્યે બધામાં ઓથોરિટી માનવાની જરૂર નથી
    I like these lines
    .

    Like

     
  16. jenish

    September 29, 2012 at 2:40 PM

    JV(Jenish Vyas) likes JV’s article

    Like

     
  17. Sarika Rathor

    September 29, 2012 at 2:49 PM

    “સ્વાર્થી ભીખમંગાઓને ગુરૂના હાથનો સ્પર્શ જોઇએ છે. માતાજીનું પવિત્ર જળ જોઇએ છે. તિલસ્મી તાવીજ જોઇએ છે. મેજીક મિરકેલ જોઇએ છે. કશું નહિ તો જન્મજન્માંતરના ફેરામાંથી મુક્તિ જોઇએ છે. ઇન્સ્ટંટ બુઘ્ધત્વ જોઇએ છે. અનાહત નાદનો આનંદ જોઇએ છે.

    મતલબ, કશુંક જોઇએ છે. અને એ મહેનત કરીને, જાતને સાબિત કરીને મેળવવાને બદલે ડાયરેકટ સુપરવાઇઝરને ફોડી, કાપલી લઇને માર્કશીટમાં ઘાલમેલ કરીને મેળવી લેવું છે ! એટલે આવી જે ધક્કામુક્કી છે – એમાં હાય, તૌબા, આ ખાસ દિવસે, ખાસ દર્શન કે ખાસ પ્રસાદથી વંચિત ન રહી જવાય. તેનો તલસાટ, તેની ઉતાવળ જવાબદાર છે. ”
    100% sachi vat chhe. Koi pan manas ne kyarey bhagvan ni saman ke bhagvan sudhi pahonchvano shortcut ganvo nai e maru manvu chhe. Jo kharekhar bhagvan ma manta hoy to e pan mani lo ke sarvagna chhe. khara dil thi ene manso to e tamari pase chokkas aavse ene mate bhagvan koi ni bhalaman nai le. Biju e pan chhe jo bhagvan ma sache j manta hoy to mandir ma ke kahevata mahatma ne tya jai potani ichhao kahevani jarur j su chhe. Bhagvan tamara vishe tamara thi vadhu jane chhe to Bhagvan Krishna e gita ma kahyu chhe em “Karma karo fal ni asha na rakho” fla to karm mujab mali j jase.
    Rahi vat bhid ni to ema ej lalach chhe. Jane shivratri na divse Shiv mandir ma prathna karishu to j Shiv ji sambhalse nahitar bakina 364divas nai sambhle. hu nathi manti ke bhagvan kai tithi tehvar ma manta hase. jo em manta hoy ke bhagvan aakhi shrushti nu sanchalan kare chhe to je bhagvane aa tithi tahevar aapana sudhi kahevata mahatma dwara pahonchadya emnu gnan bakina desh ma kem nathi. su bhagvan ne khali indians na uddhar ni padi chhe bakina desh emne vahala nathi ????

    Like

     
  18. Pooja Kanani

    September 29, 2012 at 3:11 PM

    very true it’s fact

    Like

     
  19. sunil

    September 29, 2012 at 3:20 PM

    ha andaj hato j ke tamne suggest karsho jene a lekh vanchyo hoy e aa film jovano j

    Like

     
  20. Pratap Katir

    September 29, 2012 at 3:24 PM

    hmna j jova jaiye saheb

    Like

     
  21. Swati

    September 29, 2012 at 3:27 PM

    be human or be religeous.

    Like

     
  22. hemusb

    September 29, 2012 at 3:37 PM

    શાહબુદીન ભાઇ ની “કૂતરા ભગત” ની વાત યાદ આવી ગયી

    Like

     
  23. Rajesh Bhatt

    September 29, 2012 at 3:38 PM

    “ઓહ માય ગોડ”
    ‘કાનજીભાઈએ’ બહુ જ સરસ રીતે ગળે શીરો ઉતરી જાય તેમ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે નો ભેદ બતાવી દીધો.. “ઓહ માય ગોડ “સૌએ મસ્ટ સી..અચુક જોવાજેવી અને સૌને બતાવવા જેવી ફીલ્મ..!! પરેશ રાવલનો વન ઓફ ધ બેસ્ટ અને યાદગાર રોલ!!!

    Like

     
  24. kem cho?

    September 29, 2012 at 3:47 PM

    આપ ઈશ્વર ને પામી ગયા છો?…
    અહી મારો કેવાનો મતલબ એ નથી કે કેહવાતા ધર્મ ગુરુ ઓ સાચા છે, એ ઢોંગી લોકો નું ધાર્મિક સમાજ માં કોઈ કામ નથી, પરંતુ અતિસય ટીકા ઓ ના કારણે આપણી સંસ્કૃતિ (ઓરીજીનલ) ની વિસ્વાનીયતા, આપણે જ ઓછી કરી રહ્યા છીએ. જો આપણા માં તાકાત હોય તો પૂર્ણ સત્ય ના વિચારો ને સમાજ માં પ્રસ્તાપિત કરવા જોઈએ, નહિ કે ખોટા લોકો ની ટીકા કરવામાં અને ટીકાકારો ની ફોજ ઉભી કરવામાં સમય બરબાદ કરવો જોઈએ. Sorry if dont like this comment.

    Like

     
    • jay vasavada JV

      September 29, 2012 at 6:08 PM

      hasto, pami gayo chhu 🙂

      Like

       
      • Nizil

        September 30, 2012 at 12:19 AM

        🙂 jaybhai,, loko ne pamadva mando.. aa dhandha ma j sakhat teji chhe, baki badhe to mandi hoy tyare ahi aur teji aave chhe..jay ho..jay babano..;)

        Like

         
      • htshvyas

        September 30, 2012 at 6:43 AM

        wow jaybhai… jyare pan tamne vanchu ke sambhlu chhu tyare mane lage chhe ke.. ishwar ne paami shakay chhe…

        Like

         
  25. MS

    September 29, 2012 at 4:01 PM

    OMG – GOING WITH FAMILY 🙂

    Like

     
  26. Nirav

    September 29, 2012 at 4:14 PM

    વાહ વાહ જયભાઈ… ક્યારેક તો તમે લાખો ત્યારે જનૂન ચડી જાય હો….. પણ એજ ટીપીકલ ઇન્ડિયન મેન્ટાલીટી.. થોડા સમય માં જનૂન ઉતરી જાય….. 😦

    Like

     
  27. Maulik Joshi

    September 29, 2012 at 4:28 PM

    ઘણા ઘણા કર્મકાંડો કરવાથી પ્રજાના પ્રશ્નો ઉકેલાય છે ખરા? તમારે જો ધર્મને શુદ્ધ રાખવો હોય તો ધર્મના દ્વારા આજીવિકા મેળવનારા માણસોના હાથમાં લગામ કદી ન આપશો.

    ધર્મની લગામ એવા માણસોના હાથમાં હોવી જોઈએ કે ધર્મ સ્થાપિત હિત નથી થતો, આજીવિકાનું માધ્યમ નથી બનતો. ભારતની એક બહુ મોટી કરુણા છે કે અહિયાં ૧,૫૦,૦૦૦૦૦(દોઢ કરોડ) માણસો ધાર્મિક આજીવિકા પર જીવે છે. મંદિરને કોઈ દુકાન ન બનાવી દેશો. કર્મકાંડ હોવું જોઈએ પણ એની માત્રામાં, ટૂંકી સાદી પ્રાર્થના ન થઇ શકે?

    ભલા થજો, ઘરમાં પંચાંગ ન રાખશો કેમ? ચોઘડિયા જોયા વગર હિંમત રાખીને કામ કરો, તમે હૃદયથી જ્યારે પ્રભુનું ધ્યાન ધરો છો તો એમાં બધાં ચોઘડિયા, તારા નક્ષત્ર બધું એમાં આવી ગયું. ઈશ્વરવાદ છે, એ જ્યારે દઢ નિષ્ઠાએ પહોંચે ત્યારે વહેમો આપોઆપ ખરી પડે છે. વહેમ અને અધ્યાત્મ સાથે સાથે રહી ન શકે…………………..

    બહુજ સરસ………..જયભાઈ…..પરંતુ બહુ અઘરું લાગે છે, આ માન્શીક્તામાં થી બહાર આવવું. તેમાં એક હાસકારો છે, કે તમારીજ ભાષા સમાજ ના તમારા જેવા સ્પષ્ટ, ચોખ્ખું, અપ્રિય સત્ય ….નિર્ભય પણે કહેવા વાળા વક્તાઓ હાજર છે……………….સારું ત્યારે લાગે રહો જયભાઈ…………

    Like

     
  28. Vinbil

    September 29, 2012 at 4:29 PM

    મને એ જોઈ ને હસુ હજારો વાર આવે છે,
    પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે…..

    Like

     
  29. Praful

    September 29, 2012 at 4:34 PM

    जिन्हें धर्म की यात्रा का थोड़ा-सा भी अनुभव हो जाता है, उन्हें तो सारा जगत मंदिर दिखाई पड़ने लगता है। लेकिन जिन्हें उस यात्रा से कोई भी संबंध नहीं है, वे दस कदम चल कर जमीन पर और एक मकान तक पहुंच जाते हैं और लौट आते हैं, और सोचते हैं कि धार्मिक हो गए हैं। ऐसे हम धार्मिक होने का धोखा देते हैं अपने को।

    Like

     
  30. a

    September 29, 2012 at 4:36 PM

    sundar lekh
    farjiyat
    vachava jevo

    Like

     
  31. મનીષા શાહ

    September 29, 2012 at 4:42 PM

    સાચું કહ્યું ,ટોળા ને અક્કલ હોતી નથી એટલેજ ભારતમાં રાધેમાં અને નિર્મલ બાબાઓ ફાવી જાય છે. લોકોને એટલી સમજ નથી પડતી કે આ ઈશ્વર પૂજા નહિ પણ વ્યક્તિ પૂજા છે .

    Like

     
  32. kaushal sheth

    September 29, 2012 at 5:01 PM

    આજનો માણસ ઍટલી હદે નબળો અને વામણો પૂરવાર થઈ રહ્યો છે કે તેને પોતાની જાતમાં વિશ્વાસ જ નથી રહ્યો. તે ઍવુ માનવા લાગ્યો કે મારુ સારુ થાય તો ફલાણા-ઢીકણા મહારાજ કે બાપુ કે ભગવાન ના આશીર્વાદથી અને ખરાબ થાય તો કહેશે કે ઑલો મને નડે છે,અથવા નસીબનો વાંક કાઢશે.
    આવા નાસીપાસ થયેલા અને નબળા મનોબળ વાળા સમાજમાં સ્વામી વિવેકાનંદ જેવા વિરલ વ્યક્તિનો જન્મ થયો. ઍમણે ઍમની આંખો ખોલનારી વાતો અને શક્તિશાળી-ક્રાંતિકારી વિચારો આ સામાજ સમક્ષ મુક્યા.
    પરંતુ આ હિન ,દુરબળ અને દિશાહીન સમાજ ઍમની પ્રતિભાને ઓળખી ના શક્યો,અને સ્વીકારી પણ ના શક્યો. અંગત અનુભવ પ્રમાણે કહું તો ૧૮૯૩ની સાલમાં અમેરિકાના શિકાગોમાં વિશ્વધર્મપરિષદમાં હિન્દુ ધર્મ પ્રત્યે સમગ્ર વિશ્વ નું ધ્યાન ખેંચનાર આ મહાન વ્યક્તિને આજના યુવાનોમાં ૧૦ માંથી ૫ પણ સાચી રીતે ઓળખતા નથી.
    હિન્દુ ધર્મનો ડંકો વગાડનાર ઍ વ્યક્તિ ધર્મને ખૂબ જ સારી રીતે સમજ્યા હતા,તેઓ ધર્માંધ ન હતા. તેઓ કર્મ ને ઘણું મહત્વ આપતા. તેમણે યુવાનોને સતત કર્મ કરવા,કઠોર પરિશ્રમ કરવા,થકી ના જવા,પોતાની શક્તિઓ પર વિશ્વાસ રાખવા અને કોઈની કૃપા,આશીર્વાદ કે મદદ પર આધાર ન રાખવા આહવાન કર્યું.
    પરંતુ ધબોનારાયણ !!! કારણ કે તેઓ ખોટી જગ્યા ઍ માથું પછાડી રહ્યા હતા.( કદાચ અત્યારે આ દેશના લોકોને જોઈને તેઓ પણ આવું જ વિચારતા હશે) આ દેશનો માણસ રોડપતિ હશે તો સવારે હાથમાં ટબૂડીમાં દૂધ લઈને મહાદેવને રીઝવવા -મસકા લગાવવા અને ટબૂડી દૂધને બદલે ઘણા બધા કામો પતાવી આપવા અને ઘણી અપેક્ષાઓ પુરી કરવા નો સોદો કરવા દોડે છે,અને ઍનાથી તદ્દન ઉલ્ટુ કરોડપતિ માણસ ઍ જ જગ્યાઍ ,ઍ જ રીતે જતો હોય છે પરંતુ તે ભગવાન નો ઉપકાર માનવા,આભારવિધિ કરવા અને નવી પ્રાપોજ઼લ માટે જાય છે.
    કારણ કે આની પાછળ કાં તો ભાઈ કાઇ ખોટુ કરીને પૈસા બનાવ્યા નો અપરાધભાવ હોય અથવા તે ઍવૂ માનતો હોય છે કે પોતે કરોડપતિ થયો ઍમા ભગવાનનો જ હાથ હોય(પોતાની લાયકાત પર જ ભરોસો ના હોય),જાણે ખુદ કૃષ્ણકનૈયાલાલ અથવા બ્રહ્મા-વિષ્ણુ-મહેશ માંથી કોઈ ઍ બ્લૅંક ચેક મોકલ્યો હોય.

    Like

     
  33. dr. vijay mehta

    September 29, 2012 at 5:30 PM

    nice article……RATIONALISTS r telling this SCIENTIFIC TRUTH that d imagination of GOD has come from feeling of fear & greed….there is nothing like any SUPERPOWER which has created/ controll d universe…d progress of man till today is just because of his HARDWORK & SCIENCE, and no contribution of any DIVINE POWER….. ..d imagination of GOD has damaged d world too much….. surprisingly .yr thinking does not look consistant & clear abt. this..Y u give quiz based on mythology?..Y U dont write on GANPATI CELEBRATION ghelchha(noise pollution, water pollution, road blockage, direct ele. connection..?…

    Like

     
  34. yashhh

    September 29, 2012 at 6:32 PM

    aam to juno lekh mukavo pade.aej kahi de 6.ke halat ketali kharab 6..khotu sonu badhe 6.matalab kyak sachu sonu hashe j…to aena vishe pan lakhava vinanti..

    Like

     
  35. Het Jani

    September 29, 2012 at 6:36 PM

    In fact, Bharat ma jetla Mandiro ke Aashramo chhe etla Toilets, Garbage-pits, Art-teaching institutes ke Science & Technology institutes hot to aa desh ane eni “Rupal ni palli ma potana chhokra bhukhya rakhine pan lakada upar Mataji(!!!) samjine Ghee dholti” bevkuf Dharmandh praja no uddhar thai gayo hot…..>>>

    Like

     
  36. Mortal Holmes......

    September 29, 2012 at 6:54 PM

    I searched for God and found only Myself, I searched for Myself and found only God.

    Like

     
  37. mihir mehta

    September 29, 2012 at 6:58 PM

    Religion is most comic and saddest thing at same time that has happen to this humanity and planet earth … Even God himself can not save us …. and even god might be regretting for creating us (he’s actually trust me … )

    Like

     
  38. Jayesh Sanghani (New York, USA)

    September 29, 2012 at 9:11 PM

    જયભાઈ, તમારો આ લેખ વાંચવાથી જે આધ્યાત્મિક શાંતિનો અનુભવ થયો છે તેવો અનુભવ કોઈ “ગુરુજી” ના પ્રવચનથી તેમના ભક્તોને થતો હશે? મને લાગ છે કે આપણા શાસ્ત્રોમાં ગુરુ ને જે મહત્વ આપવામાં આવ્યું છે ( ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકૉ લાગુ પાય, બલીહારી ગુરુ આપકી ગોવિંદ દીયો બતાઈ) તેનો દુરુપયોગ આજના લેભાગુ ગુરુઓ કરી રહ્યા છે. લોકોની માનસિકતા ઍવી છે કે ગુરુ વિના ગ્યાન નહી, એમના વિના પોતાનો ઉધ્દાર શક્ય નથી. અવાજોની આ ‘કેકાફોની’ માં સત્યનો અવાજ સાંભળવાની તકલીફ કોણ લે?

    Like

     
  39. rajendar c parekh rajkot

    September 29, 2012 at 9:33 PM

    રજનીશ કીધું બધું છોડો, તમારા અંદર થી જવાબ મેળવો લોકોએ તેજ રજનીશ ની માળા પેરી તેને પકડી કીધા અને રજનીશે તે લોકો માટે આશ્રમ ઉભો કરી ને જેલ રચી પણ દીધી વ્હોટા પિટી ઈટ ઈસ! હમણા એક ગુરુ ના કાર્યક્રમ માં એક હજાર લોકોએ ભેગા થઇ સટેજ પર વાયોલીન વગડ્યા, આ કાર્યક્રમ થી ગુરુ કે તેના ચેલા કે આપણાં જીવન માં આધ્યાત્મિક માં સુ ફેર પડ્યો? કોઈ સમજાવી શકશે?

    Like

     
  40. Mita Chauhan

    September 29, 2012 at 9:35 PM

    Super Like !!!! Humo Mann Ki shakti dena… Man Vijay kare… Dusro ki Jay se Pehle hud ki Jai kare !!!

    Like

     
  41. kishor mistry

    September 29, 2012 at 9:42 PM

    જયભાઈ , આપના આ લેખના ફોન્ટ્સ મેચ થતા નથી . શું તકલીફ છે જોઈ લેશો.

      Kishor N. Mistry

    ________________________________

    Like

     
  42. anil gohil

    September 29, 2012 at 10:58 PM

    lakho loko minimum 12 kalak chalta chalta Ambaji mata na darshan karva jay che, emni shraddha ne aastha dhanya che. mata na mandire pahochya pachi lakho ni bhid ma darshan karva mate kalako line ma ubha rahe che. mandir ma pravesh karine mataji pase pahochya pachi 3 thi 5 second ma mata ji na darshan kari leva pade che.
    j shraddha ane aastha sathe aa loko family, friends, relatives sathe 5 second na darshan na kam mate minimum 12 kalak chalta rahe che, to aatlo manpower ane samay bija samaj ne upyogi thay eva kam ma sahyog aape to ketlu saru.

    Like

     
    • Nizil

      September 30, 2012 at 12:12 AM

      @anil gohil
      hu e ambaji jawana road par khedbrahma rahu chhu..
      ema bhakto ochha ane mafat nu khava avnara vadhare hoy chhe.. aakha road par dar 2 km e visamo-jamva ni vyavstha hoy chhe.. medical service ke anya jaruri vastuo hoy to thik pan e loko na karne majority loko below poverty line naa ema jowa male chhe jeone thoda divas mafat ma saru khavanu ane bhakti ni bhakti thai jay em karine tya avela jowa male chhe.. road sankda hata tyre addho road roki koi discipline vagar chaale ane traffic jam thay.. aakha route ne plastic ane bija kachrao thi bhari de.. even daroo ni potli o pan rakhadti jova male.. rastani badhi nadio ma nahay ane gandaki to paar vinani.. avyavstha pan etli ane transport na thekana nahi.. have ema dharm ne bhakti to bahu ochha ne loko ne sparshe chhe.. vali mataji na darshan karvani aa pratha ma chhela 10 varsh ma j jabbar uchhalo ayo chhe.. mataji ni bhakti bhadarva ma j karvani ne baki bhuli jawanu badhu e kevu?? mane to bhadarvi poonam ni aa pratha kya thi aayi e j samjatu nathi.. anyway thodi vyavstha vadhe, free bhojan na apay, plastic ni gandaki naa thay toy ghanu.. mataji emne sadbuddhi aape evi prarthna..

      Like

       
      • Het Jani

        September 30, 2012 at 1:26 AM

        @Nizil
        Perfect….. Aa desh ni sahuthi moti taklif ahina loko pote j 6e..!!!! 2 kilo ladu ke pa6i 1 liter tel ni lalach aapi badha Bhagvan ne bottle ma utarva jay 6e…. Shravan ma ke Purshottam mahina ma dadhi vadhari ne mala paheri levathi shu thay..? Aachran j jo halki kaksha nu hoy to Bhagvan kyathi khush thavano..?

        Mafat nu khava vala loko ni vat perfect 6e…. Mara ghar ni same j mandir 6e; to zupadpatti vala tya sadavrat ma savar-sanj jame 6e, cooler nu thandu pani pive 6e, 24 kalak tya padya rahe 6e ane satat Maramari ane Galagali karya kare 6e… Varanasi(Kashi) duniya na sahuthi ganda shahero ma nu ek 6e..!!! To Mahadev Shankar tyani Maha-Gandaki ma kyathi rahevana hata..? “Sakshat Nivas” to bahu dur ni vat 6e…

        Actually, aa desh ni Jad, Mandabuddhi ane Mahamurkh praja nu kai thai shake em j nathi… Aa desh na loko Bhagvan ne pan bottle ma utare 6e….!!! “Shanidev” ne tel chadavi dithu etle khel khatam, pa6i jetla kharab karmo karva hoy etla karo… Shanidev saja nahi kare..!!! Aakhu varsh pap karo ane ek var “Ganga” ma dubki mari aavo etle vat puri… Har har Gange…. Pap dhovai gaya…!!!!!(????)

        Aa desh na loko ni halat “Akha” na 6appa jevi 6e :
        ” Tilak karta tepan thaya, Japmala na naka gaya;
        Katha suni-suni futya kan, Akha toy na aavyu Bramh-gnan ”

        Baki rahi vat “Bava & Sadhu-Swamiji” paltan ni, to ae nalayako to praja ne bevkuf banavi emna ghar bhare 6e… Lokoni “Maya” emni pasethi 6odavi pote ae j “Maya” bhogve 6e….!!! Loko ne Bhautik sampatti no “Tyag” karvanu kahi pote ae j sampatti par tagad-dhinna kare 6e… “Swamigiri” to evergreen dhandho 6e, ek var mandir ke aashram bandhyo etle vat puri…. Biju koi investment j nahi…!!! Barey mahina non-stop income… Ane aa desh ni mandbuddhi praja to “Ghar baline Tirath(!!) karva” ni vrutti “Galthuthi” mathi j laine aavi 6e…..!!!

        Baki Narsinh Mehta ae to kahyu j 6e ne :
        ” Jya lagi Aatma-tatva chinyo nahi tya lagi sarva Sadhna juthi… ”
        ” Ae sahu parpanch 6e pet bharva tana…. “

        Like

         
  43. Dr Rajendra Anand

    September 29, 2012 at 11:02 PM

    yes sir superb, the problem is people know this eventhogho becoming part of that mob, proudly?
    eager to see u personaly tomorrow morning at AMA hall, as i m the big fan of ur thoughts.
    Dr Rajendra Anand

    Like

     
  44. priynikeeworld

    September 29, 2012 at 11:31 PM

    Jay sir says….. આ ભીડ માત્ર ભાવિક ભક્તોની નથી. જ્ઞાનપિપાસુ મુમુક્ષુઓની પણ નથી. એ લોકો તો ભીડથી જરા દૂર રહેનારા છે. આ ભીડ છે હારેલા હતાશ લોકોની ! સ્વાર્થી ભીખમંગાઓની ! એમને ગુરૂના હાથનો સ્પર્શ જોઇએ છે. માતાજીનું પવિત્ર જળ જોઇએ છે. તિલસ્મી તાવીજ જોઇએ છે. મેજીક મિરકેલ જોઇએ છે. કશું નહિ તો જન્મજન્માંતરના ફેરામાંથી મુક્તિ જોઇએ છે. ઇન્સ્ટંટ બુઘ્ધત્વ જોઇએ છે. અનાહત નાદનો આનંદ જોઇએ છે.

    મતલબ, કશુંક જોઇએ છે. અને એ મહેનત કરીને, જાતને સાબિત કરીને મેળવવાને બદલે ડાયરેકટ સુપરવાઇઝરને ફોડી, કાપલી લઇને માર્કશીટમાં ઘાલમેલ કરીને મેળવી લેવું છે ! એટલે આવી જે ધક્કામુક્કી છે – એમાં હાય, તૌબા, આ ખાસ દિવસે, ખાસ દર્શન કે ખાસ પ્રસાદથી વંચિત ન રહી જવાય. તેનો તલસાટ, તેની ઉતાવળ જવાબદાર છે. જે પામી ગયો એ તો ભીતરમાં ઉતરીને સ્થિર થઇ ઉભો ન રહે ? ભીતરમાં બેઠેલા ભગવાન સુધી પહોંચવા બહાર દોડાદોડીના દેખાડાનો આવો ‘દાખડો’ ?
    ઘણી વખત ભક્તો જ એમના ભગવાનને ભ્રષ્ટ કરે છે. કોઈ મહાપુરૂષને એ નોર્મલ-નેચરલ રહેવા નથી દેતા. એમને સ્પર્શવા, એમને વ્હાલા થવા, એમની પધરામણી કરવા, એમને રાજી રાખવા નિરંતર લટુડા પટુડા કરી ધક્કામુક્કી કરતા રહે છે. આપણે ત્યાં શિષ્યો તો ડઝનબંધ માથુ મૂંડાવવા તૈયાર જ બેઠા છે, બસ કોઈ ગુરૂ મળવો જોઇએ ! અસીમ લોકપ્રિયતા, બેહિસાબ દોલત, આંધળી વ્યક્તિપૂજાથી ધીરે ધીરે સાત્વિક માણસને પણ અભિમાની કે અનૈતિક બનાવીને જ બધા છોડે છે. ચીબાવલા ચેલકાઓ અને ગલોટિયાં ખાતાં ગલુડિયાઓને ‘અંતરનું જંતરડું’ સંભળાતું નથી. એમને લાઉડ ચીલ્લમચિલ્લીની આદત પડી જાય છે. માંડ એકઠું થયેલું ટોળું વિખેરાઈ ન જાય, એ અજ્ઞાત ભયથી ધર્મગુરૂઓ એમને સચ્ચાઈ દર્શાવતા ખચકાય છે.
    એટલે જ આઘ્યાત્મિક આરાધના અંગત પ્રક્રિયા છે. એકાંતમાં (જાત સાથે) કરવાની છે. અંદરથી ખીલવાનું છે, બહારથી ઉઘડવાનું નથી…… Oh My God…i must have to see this movie. you are 100% right JV sir..

    Like

     
  45. priynikeeworld

    September 29, 2012 at 11:54 PM

    હિંદુ ધર્મનાં વિવિધ સંપ્રદાયોમાં ઉભા થયેલા બાબાઓ,દાદાઓ અને બાપુઓની મોટી જમાત આપણે ત્યાં ઉભી થઇ ગઈ છે જે લોકોનું માઈન્ડ વોશ કરીનેતેઓને પોતાના ગુલામ બનાવે છે અને એ ય ભગવાન નાં નામ નો સહારો લઇ ને..શરૂઆતમાં આ લોકો ભગવાનની વાતો કરે,ભગવાનના ફોટાઓ મુકે અને અને પછી પોતે જ ભગવાન બની જાય,ભગવાનનો નંબર બીજા ક્રમાંકે આવી જાય અને લોકો ઘેટા-બકરાની જેમ આવા લોકો પાછળ દોરાઈ જાય. નેટવર્ક માર્કેટિંગનાં ચેઈનબીઝનેસની જેમ આ દોરાયેલાં લોકો પોતાના ગુરુ કે દાદાને માને એવા ચેલા મુન્ડવા નીકળે અને જે લોકો જીવનમાં થોડું દુખ પડ્યું હોય કે નિરાશા મળી હોય તેઓને આવા લોકો ખાસ પટાવવાનો પ્રયાસ કરે. નિરાશ લોકોને આવા માઈન્ડવોશ થયેલા લોકોની પ્રેમભરી વાણી અસર કરી જાય અને એ લોકો ય હઈસો કરતા જોડાઈ જાય… આવા લોકો હિંદુ ધર્મના દુશ્મનો છે જે ભગવાનને નામે લોકોના માઈન્ડ વોશ કરે છે. એવા કેટલાય ઉદાહરણો મેં જોયા છે જેમાં પતિ આવા સંપ્રદાયોમાં જઈને ઘર અને બચ્ચા ભૂલી જાય છે, બાબાઓના પ્રવચનનાં ભૂસા દિમાગમાં ભરીને સ્ત્રીઓ પતિથી ય દુર ભાગે છે…હિંદુ ધર્મ સિવાય બીજા એકેય ધર્મમાં આટલી હદે ભગવાન બનવાની કોશિશ કરી અમર થઇ જવાની ઝંખના રાખતા બાવાઓ,દાદાઓ,બાબાઓં મેં જોયા નથી. .
    તમે કહ્યું એ બિલકુલ સત્ય છે..જય સાહેબ…. . ”આઘ્યાત્મિક આરાધના અંગત પ્રક્રિયા છે. એકાંતમાં (જાત સાથે) કરવાની છે. અંદરથી ખીલવાનું છે” પણ સારું સારું સાંભળીને જે લોકોની બુદ્ધિ કટાઈ ગઈ છે, દલીલ જ નથી કરી શકતી એવા ધર્માંધ લોકો તમારી વાત ક્યારેય સમજવાના નથી….એ લોકો માટે તો ઈશ્વર આવીને તમે કહ્યું એ સત્ય કહે તો ય એ લોકો તો તેઓના બાબા કે દાદાઓ અને બાપુઓ ઈશ્વરના એ વચનને રીપીટ કરે તો જ તેઓ માનવાનાં છે.
    એક મિત્રના કહેવાથી હું આવા જ એક પ્રવચનકારને સાંભળવા ગઈ હતી..એ દિવસે તેઓએ સ્ત્રી અને સેક્સ વિષે વાત કરી હતી,તેમાં તેમણે હેવલોક એલીસ વિષે વાત કાઢી કે એના વિચારો શું હતા…મારી આસપાસ બેસેલી ‘બહેનો’ ભક્તિભાવપૂર્વક સાંભળતી હતી અને મોટાભાગની પોતાની ડાયરીમાં આ પ્રવચનના અંશો લખતી હતી.એ લોકોને તો જાણ સુધ્ધા નહોતી કે હેવ્લોકો એલીસ કયા ખેતના મુળાનું નામ છે!!!…ત્યાના વાતાવરણમાં હકારાત્મકતા હતી,પ્રાર્થનાઓમાં શુદ્ધિ હતી જે દરેક સંપ્રદાયમાં હોય છે અને એને કારણે ત્યાં જનાર વ્યક્તિને સારું જ મહેસુસ થાય છે,મનને આનંદ મળે છે..એટલે લોકો એમાં વટલાઈ જાય છે.મને આધ્યાત્મિક જગતની આવી ગુઢ વાતોમાં વિશેષ સમજાતું નથી…પણ મારા પ્રશ્નો છે એના જવાબ જે મિત્રો પાસે હોય એ મને આપશો..
    ૧. આવા બાબા,દાદાઓ શા માટે ચેલાઓ બનાવવા ટ્રાય કરતા હશે ?
    ૨. તેઓનું શાંતિભર્યું વાતાવરણ શા માટે આપણને ન ઈચ્છવા છતાં આપણને અટ્રેકટ કરતુ હશે? તે લોકો કઈ વશીકરણ ટાઈપ ત્રાટક કરતા હશે.?
    ૩. આવા લોકોથી આપણા સ્વજનોને અને મિત્રોને શી રીતે બચાવી શકાય? તેઓને જાગૃત શી રીતે કરી શકાય ?
    ૪. દારૂબંધી છે એમ આવી સમ્પ્રદાય બંધી ય હોવી જોઈએ કે નહિ?
    ૫.ઈશ્વર ખરેખર હશે તો એ આ બધું જોઈને કશું કરતા કેમ નહિ હોય?

    Like

     
  46. Malay Shah

    September 30, 2012 at 12:26 AM

    every thing has been said.. million dollar question is : WILL I CHANGE ME?

    Like

     
  47. ashwinahir

    September 30, 2012 at 1:04 AM

    શબ્દો હવે શોધવા પડશે, ………….તારી વાતોને વ્ખાન્વાને માટે, એ દોસ્ત.!

    Like

     
  48. Taksh

    September 30, 2012 at 2:46 AM

    સ્વાદ હોય કે સ્પર્શ, સેક્સ હોય કે ડાન્સ-બઘું જ કુદરતે સર્જેલું છે. એને ‘હડે હડે’ કરવાથી એ કંઇ રડતાં કૂતરાની જેમ ભાગી જવાનું નથી, ઉલટું બમણી ઝડપે ચોંટવાનું છે.

    Jo Bhagvu pan khotu che to bamni jadape chontvu pan khotu j che. Je vastu jem che em accept karvani hoy. Ahi tamara biased thoughts vadhare represent thay che. Je foreign countries ni aap vare vare duhai apo cho tya have rehab ma javu coman thai gayu che karan ke kyaan atakvu eni samaj vyakti ne dharm j ape che. Eno matlab azadi chinvay javi evo pan nathi. parantu civilization na certain rules to hoy j che. baki adimanv ni jem koi ne jungle ma manmani karine rehta koi e rokya nathi. I hope U got my point. 🙂

    Like

     
    • jay vasavada JV

      October 1, 2012 at 5:24 AM

      સાદું ગુજરાતી સમજતા શીખો પહેલા. જે બાબતો તમે તિરસ્કૃત કરો એ બમણી ઝડપે નફરત / ઘૃણા કરવાથી ચોંટે એવો ભાવ છે. આમાં બમણી ઝડપે તમારે કે કોઈએ એને ચોન્ત્વા જવાનું છે એવી વાત જ ક્યાં છે? 😉 lolzzzzzzzzzzzzzzzzz

      Like

       
      • Jayesh Sanghani (New York, USA)

        October 3, 2012 at 9:08 AM

        સોલીડ જવાબ, બાપુ. હું તો હસતા હસતા બેવડ વળી ગયૉ.

        Like

         
  49. htshvyas

    September 30, 2012 at 6:33 AM

    સમય કાઢીને વાંચવો જરૂરી બને એવો લેખ છે.

    Like

     
  50. Chintan Oza

    September 30, 2012 at 7:35 AM

    Very well said JV..!!

    Like

     
  51. Harsh Pandit

    September 30, 2012 at 8:37 AM

    very true jaybhai !

    Like

     
  52. mahesh ambaliya

    September 30, 2012 at 12:07 PM

    જયભાઈ, તમારો આ લેખ વાંચવાથી આધ્યાત્મિક શાંતિનો અનુભવ થયો છે ”આઘ્યાત્મિક આરાધના અંગત પ્રક્રિયા છે. એકાંતમાં (જાત સાથે) કરવાની છે. અંદરથી ખીલવાનું છે” પણ સારું સારું સાંભળીને જે લોકોની બુદ્ધિ કટાઈ ગઈ છે, દલીલ જ નથી કરી શકતી એવા ધર્માંધ લોકો તમારી વાત ક્યારેય સમજવાના નથી….એ લોકો માટે તો ઈશ્વર આવીને તમે કહ્યું એ સત્ય કહે તો ય એ લોકો તો તેઓના બાબા કે દાદાઓ અને બાપુઓ ઈશ્વરના એ વચનને રીપીટ કરે તો જ તેઓ માનવાનાં છે.આજનો માણસ ઍટલી હદે નબળો અને વામણો પૂરવાર થઈ રહ્યો છે કે તેને પોતાની જાતમાં વિશ્વાસ જ નથી રહ્યો. તે ઍવુ માનવા લાગ્યો કે મારુ સારુ થાય તો ફલાણા-ઢીકણા મહારાજ કે બાપુ કે ભગવાન ના આશીર્વાદથી અને ખરાબ થાય તો કહેશે કે ઑલો મને નડે છે,અથવા નસીબનો વાંક કાઢશે.હિંદુ ધર્મનાં વિવિધ સંપ્રદાયોમાં ઉભા થયેલા બાબાઓ,દાદાઓ અને બાપુઓની મોટી જમાત આપણે ત્યાં ઉભી થઇ ગઈ છેવોશ કરીનેતેઓને પોતાના ગુલામ બનાવે છે અને એ ય ભગવાન નાં નામ નો સહારો લઇ ને..શરૂઆતમાં આ લોકો ભગવાનની વાતો કરે,ભગવાનના ફોટાઓ મુકે અને અને પછી પોતે જ ભગવાન બની જાય,ભગવાનનો નંબર બીજા ક્રમાંકે આવી જાય અને લોકો ઘેટા-બકરાની જેમ આવા લોકો પાછળ દોરાઈ જાય. શબ્દો હવે શોધવા પડશે,સમય કાઢીને વાંચવો જરૂરી બને એવો લેખ છે.

    Like

     
  53. Dhrumal

    September 30, 2012 at 1:49 PM

    The article reminds me of a ghazal couplets sung by Jagjit Singh…

    1. Maikhane me aaye Waaiz,
    Inn ko bhi Insaan bana do….Der-o-haram me basane walo…

    2.Kahan Maikhaane ka Darawaza Ghalib aur kaha waiz,
    Par itana jaanate hai ki kal woh jaata thaa ke hum nikale..

    liked ur hard hitting..

    Like

     
  54. Hitesh

    September 30, 2012 at 3:02 PM

    Jayubha biju badhu to thik pan inimane tamari KHOPDI aaa sadina mahan scientist Albert Einstein ni jem sachvva jevi chhe…apda deshma tamara jevi BUDDHIMATTA bus ganya gathya lokomaj chhe..I pray to GOD to give you 120 years with GOOD HEALTH

    Like

     
  55. Sonal Thakkar

    September 30, 2012 at 4:04 PM

    Hi Jay sir,u always write for us,today m writing first time for u.M one of ur biggest fans. Thank u so much for being there, ur articles always inspires me,to write,to think,to change my misconcepts.to get 1 more chance to know u & to become more close to u n ur thoughts.I love you & will always love you.& I must mention that ur articles upon mother,girls nd rainy season u’ve enjoyed in abroad…were to die for,may god be always with u like this. And m not gonna die before meeting u aleast once in my life.Thats a promise. ,:)

    Like

     
  56. Vikas

    September 30, 2012 at 6:58 PM

    grt

    Like

     
  57. Parth Veerendra

    September 30, 2012 at 7:40 PM

    lols hitesh ekdum brobar kidhu …btw yet anodr mind boggling post..as always .kudos jv.. tame je sadhu bavao channelo gajvi gajvi ne sikhvi nathi skta ..anubhv nathi kravi skta..e internet ni post thi..tmara katil sabdo thi masine aarpaar kari jay evu lakhine kai ketlu shikhvi jao 6o jv ..khrekhr…..salute jv..tmari jode thi udhar lidhela vicharo thij apnu to kam chale che boss..lols bau devu chhe tmaru….nyways..tc jv..

    Like

     
  58. Vinod Paneliya

    September 30, 2012 at 11:06 PM

    Dear Jaybhai;
    Your this articale is like mirror who can shows image of our indian mentality specially for find shortcuts with use of religiouse and behind the god.
    Keep it up writing!
    My Special request you to write a one column for :Social responsblity of a any comapany(Industry) in: India Vs Rest of the country arround the world.Because u r traveling lot arround the world.
    I have heard that rest of the world company are sharing n invest their profit in social responsblity like education,hospitality,enviornment shaving,etc.
    While comparing to rest part of the world Vs india profitablity of any industries are more than 7% in india without any legal boundires.Thats why more n more MNC are investing in india and sucking profit from india,but nobody will care.

    My special and humble request you to write n share your views on this topic: social responsblity of any company/industries/organization.
    Thanks
    Vinod

    Like

     
  59. sanketgarod

    October 1, 2012 at 2:24 AM

    Hi…sir…hu aje j OMG joe ne avyo chu…n vicharto hto k tme aana vise su kehso…n me tamaro blog joyo n surprisingly I m very happy to read this article…tamaro aa article vachi ne khub saras lagyu…khub sundar rajuvat tme ama kari che….

    Like

     
  60. sanketgarod

    October 1, 2012 at 2:27 AM

    Khub khub damdar n asarkarak vat che sir aa….hu aje j hju OMG joe ne avyo chu n tamara vichar janva hta aa babat par…tya j apna blog ma aa lekh vachva malyo…

    Like

     
  61. dipikaaqua

    October 1, 2012 at 10:34 AM

    Superb artical! OMG! movie mate tame ko cho em “amuk movies ek thi vdhare var theater ma joi ne ena collection ma potano ema amuly falo apay” :):P

    Like

     
  62. Sam.PAT.4.u

    October 1, 2012 at 12:50 PM

    Since birth child is dipped in shackles of religion.. you should do this for god you shouldn’t do that or god will punish you.. nobody will ask what he wants to do.. we all experienced this. Lets decide not to do that with our kids.

    secondly.. as Jay Vasavada said.. now days crowd is every where, not just at “dharmgurus” or prophets’ place but at our most sacred temples as well. Temples used to be the place where people could find inner peace. Now its just waiting 10 hours of glimpse of god for 5 secs or travel thousand kilometers to pray to god who is everywhere. why? coz there is some “chamatkar” associated with the place or it is been said in holy books or some god’s messenger said that…. Even if its true we never think why they said to do that…. just following words without thinking it. This is the reason we are where we are now.

    2000 BC we were grate people.. at pick of civilization.. Gr8 thinkers, gr8 people used to walk among us they build foundation of our civilization our culture, Then they all died. We thought that was the whole thing and without thinking without upgrading our culture we followed. Or rather sticked to it blindly. we were too afraid to change it or were sloppy to think and rethink and renew it. Now after 4000 years we are lake of 4000 year old water in in it. We used to be ocean of knowledge but now are just left overs of once grate culture(Civilization). So I think its time we start thinking again, instead hearing from god’s messengers Lets read it directly from holy books and think why they said it. Is it useful in these times? Or what portion of it is dead and what is alive. Or just believe in your own instinct and say ok this is true maybe it will help me reached heaven or beyond.. but I will stick to my own thoughts.

    As for me I have decided to believe in GOD IS EVERYWARE its in ME and in MY TEMPLE at home so l will not waste my time by trawelling to see his glimps or will not follow the heard to the death. GOD IS IN ME and to reach him i will use most impotent gift he gave us.. OUR BRAIN.

    What About YOU….????

    Like

     
  63. thesisbinding

    October 1, 2012 at 2:42 PM

    પ્રિય જયભાઈ ,

    સવાલ ટોળું એકઠું કરવા સામે નથી. પણ એ એકઠું થયા પછી જડ સ્તુતિ-ઇબાદત-પ્રેયર વાહવાહી-ચમત્કારોની નિષ્ક્રિયતા સિવાય એને કઇ દિશામાં હસતા

    રમતાં વાળવું એ છે. વચેટિયાઓ આ સમજે તો ટોળું તાલીમબઘ્ધ બને – નહિ તો નર્યા ફેનેટિક ફેન્સ ! આ સત્ય એક્સપોઝર આપતી વખતે મિડિયાએ પણ

    સમજવાનું છે.

    ” ઓ માય ગોડ ” માં પરેશ રાવલ એક આ ડાયલોગ બોલે છે.., ” જજ સાહબ, યે તો ઐસા હુવા કી ગુટખે બનાનેવાલી કંપનીયા હી કેન્સર કી અસ્પતાલે ખોલે ”
    અખબારોની આપની કોલમો દ્વારા એક બાજુ આપના જેવા લેખકો એસીડમાં બોળેલા ચાબૂકો વડે ઢોંગી ધર્માચાર્યો ની …………….લાલ કરતા હો અને બીજી બાજુ એજ અખબારના માલિકો જંતર-મંતર , દોરાધાગા કે વશીકરણ કરતા બાવાઓની સૌથી વધારે જાહેરાતો છાપી ને પોતાના પાપી પેટનો ખાડો પૂરતા હોય એનાથી વધુ દંભ ની પરાકાષ્ઠા શું હોઈ શકે ? રાફ્ડાબંધ સરકારી યોજનાઓની ફૂલ પેજ જાહેરાતોથી જ અખબારના માલિકો ના પેટ ભરાઈ જતા હોય તો શા માટે તેઓ એ ઢોંગી બાવાઓની ટચુકડી જાહેરાતો પાછળ દોડવું જોઈએ ? કમ સે કમ એવી ઢોંગી,બાલીશ ટચુકડી જાહેરાતોની ટચુકડીઆવક પણ અખબારના માલિકો ઠુકરાવે તો તેમણે સમાજ પ્રત્યે નું અખબારોનું ઋણ ચુકવ્યું ગણાશે.

    Like

     
  64. KETAN

    October 1, 2012 at 7:54 PM

    OMG ……ખુબજ સરસ ફિલ્મ………..મુન્ના ભાઈ મ્બ્બ્સ અને લાગે રહો મુન્ના ભાઈ પછી જો કોઈ ફિલ્મ હૃદય ને સ્પર્શી ગઈ હોય તો OMG .ફિલ્મ જોતી વખતે એવું લાગતું હતું કે જાણે આપડે જે કહેવા માંગીએ છીએ તે ફિલ્મ માં કહી દીધું છે.આટલા ઓછા બજેટ માં આવી સરસ ફિલ્મ બનાવવી તે કાબિલે તારીફ કહેવાય.
    આજે છાપા માં વાચ્યું કે કેટલાક ઘનચક્કરો એ આ ફિલ્મ જોઈ ને વિરોધ કર્યો તો બિચારા અક્ષય કુમાર ને police protection લેવું પડ્યું.જરા વિચાર તો કરો ફિલ્મ જોઈ ને પણ ડોબા ઓ સમજ્યા નહિ કે ફિલ્મ નો મૂળ હેતુ શું છે.ફિલ્મ ના climax માં મિથુને કહેલો dialog સાવ સાચો લાગે આસ્થા અને શ્રદ્ધા નું લોકો ને વ્યાસન હોય છે જે ક્યારેય નથી છૂટતું

    Like

     
  65. krishna

    October 1, 2012 at 9:09 PM

    …………….
    khub saras vat kari..

    Like

     
  66. swati paun

    October 1, 2012 at 10:25 PM

    aa articl to yD J 6 n raaz 2 sng most fev………OMG movie joi n hju 1 var javu 6……zakkass…..tame avu ghani var kahyu 6 but spe. OMG par tmne game to lakhjo sir……..tc.:)

    Like

     
  67. maan

    October 1, 2012 at 10:45 PM

    dear jv matra vicharo ni kranti felavva thi kasu valtu nathi kaink nakkar kam pn krvu joiye tma ra jeva smaj sudharkoe so kaink practical krne pn batavo aa rite to kal marks na vicharo pn smay sathe dafan thai gya chhe ok lolzzzzzzzz

    Like

     
  68. mkrathod

    October 2, 2012 at 1:57 PM

    i agree with main

    Like

     
  69. ASHISHDEVRE

    October 7, 2012 at 12:03 AM

    There is a very simple but effective line, in the movie, said by Om Puri,
    “Insaan ke liye Majhab hai, Majhab ke liye insaan nahi.”

    Well said.
    We can’t design laws and rules for every aspect of the life. We are very tiny for that and system is too much complicated.
    There religion comes. It tells people to follow some ethics even though legally there isn’t anything wrong in not following that. This makes our society systematic, peaceful and better place to live.
    That’s why religions are there. They are created by people and only for helping people. People should not make war and violence in the name of Religion.
    IF EACH AND EVERY ONE IN THE WORLD COMPLETELY FOLLOW A PARTICULAR RELIGION, THERE IS NO NEED OF ANY LAW IN OUR SOCIETY.

    Your article is, as usual,……….MIND-BLOWING.

    Like

     
  70. સચિન દેસાઈ

    October 18, 2012 at 11:50 AM

    એક અદભૂત અને સહુને આગામી માટે વિચારતા કરી મુકે તેવા લેખ માટે સહ્રદય આભાર.

    Like

     
  71. nilesh kansara

    October 29, 2012 at 1:56 PM

    dharma ni paachad manas i 6, ke manas ni paachad dharma 6 , tej samjaato nathi ?

    Like

     
  72. jaimin

    August 27, 2014 at 9:44 PM

    divali upar 56 bhop bagvanne dharavi rs.1000/ ma bhakto ne porvse, 15 divas ni vasi-fugi vali midhai bhakto khase, kya 6e food & drugs khatu.

    Like

     

Leave a reply to Het Jani Cancel reply