RSS

આ નેતા છે ભારતનો ભ્રષ્ટાચાર શિરોમણિ ? (રમેશ ઓઝા)

17 Oct

રમેશ ઓઝા

વાસુદેવ મહેતા-હસમુખ ગાંધી  જેવાઓની ચિરવિદાય અને નગેન્દ્ર વિજય-વીરેન્દ્ર પારેખ જેવાઓની આ ક્ષેત્રે નિવૃત્તિ બાદ ગુજરાત પાસે ઢંગના રાજકીય સમીક્ષકો કહેવાય એવા બે જ નામો બચ્યા છે. ૯૩ વર્ષના વરિષ્ઠ નગીનદાસ સંઘવી અને બીજા રમેશ ઓઝા. મુંબઈના અખબારો વાંચનારને ભાઈશ્રી સિવાય પણ એક રમેશભાઈ ઓઝા છે, એટલો ખ્યાલ હોય જ. સરળ છતાં કટાક્ષમય  ભાષામાં પાક્કા તથ્યો ગૂંથીને ચોટડૂક નિરીક્ષણો કરવા એ રમેશભાઈની ખાસિયત છે. પણ કમનસીબે એમના લખાણ પણ મોટા ભાગના ગુજરાતી વાચકો સુધી પહોંચતા નથી, તો વખાણ ક્યાંથી થાય? “સબ મિલે હુએ હૈ’ ના કેજરીવાલબ્રાન્ડ દારૂગોળાની વિસ્ફોટક ગંધ આબોહવામાં છે ત્યારે કોઈ પણ જાગૃત નાગરિકની આંખો પહોળી થઇ જાય એવો રમેશ ઓઝાનો થોડા સમય પહેલા “ગુજરાતી મિડ-ડે”માં લખાયેલો આ લેખ ધ્યાન દઈ વાંચવા જેવો છે. ભ્રષ્ટાચાર બાબતે વર્તમાન રાજકીય પક્ષોની મિલીભગતનો આ આદર્શ નહિ તેવો આદર્શ કેસ સ્ટડી પણ છે, અને કઈ હદે ‘લૂંટ સકે તો લૂંટ’ની ધૂમ આપણા દેશના રાજકારણમાં જામી છે , એનો આખી અન્નનળીમાં એસિડ રેડાય એવો અહીં દાહક ચિતાર છે. મોટા ભાગના નાગરિકો આવી બાબતોની ઊંડી છણાવટ અંગે ઉદાસીન હોય છે, ત્યારે આ લેખમાં સિમ્પલ બટ સ્ટ્રેઈટ ઓવરવ્યૂ છે. મુંબઈના નામ જેવા  જેવા ગુણ ધરાવતા યુવા પત્રકારમિત્ર તેજસ વૈદ્યનો મારી વિનંતીને મન આપી રમેશભાઈની તત્કાલ અને સહર્ષ અનુમતિ મેળવી દેવા માટે આભાર. આજે આ પ્લેનેટ પર માનવંતા અતિથિ લેખક તરીકે રમેશભાઈનું રૂપેરી સ્ક્રીનની જાજમ પાથરીને સ્વાગત છે. 🙂 અને હા, ભ્રષ્ટાચારના મામલે દુધે ધોયેલું ભારતભરમાં કોઈ નથી, કોણ ઓછા કાદવે ખરડાયેલું છે એનો જ સંતોષ લેવાનો છે. એટલે અહીં પક્ષાપક્ષીની વાત જ નથી. પણ કેટલાક ભયંકર ભ્રષ્ટાચારના કિસ્સામાં તો કામ થયું હોય / કર્યું હોય તેની ખાયકી હોય. અહીં વર્ણવાયેલા કિસ્સામાં કટકી નહિ, આખો લાડવો જ બધા જ પક્ષોના ભૂખાળવા વચ્ચે ઓહિયાં થઇ ગયો છે અને એના આંકડાના પ્રમાણમાં લોકોને કણીભાર પણ કામ મળ્યું નથી ! કેજરિવાલનો એટલો આભાર કે આ બધું મિડીયામાં કમ સે કમ ચર્ચાતું તો થયું છે. 😛 –  JV

અજીત પવાર

ધિસ ઇઝ નૉટ અ નૅશનલ લૉસ જેમાં કૉમ્પ્ટ્રોલર ઍન્ડ અકાઉન્ટન્ટ જનરલે સરકારી સંસાધનોના વેચાણના ભાવ અને બજારભાવ વચ્ચેનો તફાવત કાઢીને સરકારી તિજોરીને થયેલા અબજો રૂપિયાના સંભવિત નુકસાનના તોતિંગ આંકડા બતાવ્યા હોય. નૅશનલ લૉસના આંકડા ગણતરીના આધારે કાઢવામાં આવ્યા હોય છે એટલે વાસ્તવમાં સરકારી તિજોરીને કેટલું નુકસાન થયું હોત અને થયું હોત કે કેમ એ વિશે શંકા રહે છે. ગણતરીના અનેક પ્રકાર છે અને વધુમાં ગણતરીમાં ભૂલ રહેવાનો સંભવ છે. અહીં જે લૉસની વાત કરવામાં આવી રહી છે એ નૅશનલ લૉસ નથી, ઍક્ચ્યુઅલ લૉસ છે. એનું કારણ એ છે કે આ ઉઘાડો ભ્રષ્ટાચાર છે, લૂંટ છે. આ ઘટના મહારાષ્ટ્રની છે.

મહારાષ્ટ્ર સરકારના સિંચાઈ વિભાગના વિજય પંઢારે નામના એક એન્જિનિયર ફકીરી જીવન જીવે છે. જે. કૃષ્ણમૂર્તિ અને વિપશ્યનામાં ઊંડી શ્રદ્ધા ધરાવતા પંઢારેએ પોતાના પુત્રને સ્કૂલમાંથી ઉઠાડી મૂક્યો હતો અને અત્યારે તે ખેતી કરીને સ્વાશ્રયી જીવન જીવે છે. દુનિયાદારીમાં નિષ્ણાત લોકોની નજરે લગભગ ચક્રમ કહી શકાય એવા પંઢારેને મહારાષ્ટ્રના ભ્રષ્ટાચારીઓ અસ્થિર મગજના ઠરાવવાની કોશિશ કરી રહ્યા છે. ધૂની, સિદ્ધાંતવાદી, અવ્યવહારુ માણસને ગાંડો બહુ આસાનીથી જાહેર કરી શકાય છે. તથ્યોમાં ન જીતી શકાય તો બદનામ કરો અને બદનામ કરવા માટે કંઈ ન મળે તો ગાંડો જાહેર કરો. સૉક્રેટિસ અને ટૉલ્સ્ટૉયને આનો અનુભવ થઈ ચૂક્યો છે તો વિજય પંઢારે તો બહુ નાના માણસ છે.

રાજ્ય સરકારના સિંચાઈ વિભાગની ટેક્નિકલ ઍડ્વાઇઝરી કમિટીના વિજય પંઢારે સભ્ય છે એટલે નદીઓ પરના બંધ અને નહેરો કેટલાં સલામત છે એ તેઓ સારી પેઠે જાણે છે. તેમણે ફેબ્રુઆરી મહિનામાં મહારાષ્ટ્રના રાજ્યપાલને, મુખ્ય પ્રધાનને તેમ જ સિંચાઈ વિભાગના સચિવને પત્ર લખીને જણાવ્યું કે સિંચાઈ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદે છે અને એને રોકવો જોઈએ. પત્રના ઉત્તરમાં તેમને પુરાવાઓ આપવાનું કહેવામાં આવ્યું. બધા પુરાવાઓ ભેગા કરીને પંઢારેએ ગયા મે મહિનામાં ૧૫ પાનાંનો બીજા પત્ર લખ્યો. એ પત્ર બૉમ્બવિસ્ફોટ જેવો હતો. પંઢારે ચૂપ રહે એ માટે શામદામદંડભેદના બધા માર્ગ અપનાવવામાં આવ્યા હતા. વિજય પંઢારે ટસના મસ ન થયા. ૧૫ સપ્ટેમ્બરે એ પત્ર મુંબઈના એક મરાઠી અખબારમાં છપાયો અને ૨૫ સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના સિંચાઈ ખાતાના ભૂતપૂર્વ પ્રધાન અજિત પવારે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું. અજિતદાદાના રાજીનામાને ચાચા-ભતીજા યુદ્ધ તરીકે, કૉન્ગ્રેસ- રાષ્ટ્રવાદી યુદ્ધ તરીકે, અજિતદાદા અને તેમની પિત્રાઈ સુપ્રિયા સુળે વચ્ચેના યુદ્ધ તરીકે ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હકીકતમાં તો આ કોઈ એક વ્યક્તિએ એકલા હાથે કરેલા સૌથી મોટા ભ્રષ્ટાચારનું પ્રકરણ છે. ભ્રષ્ટાચારના પ્રકરણ પર રાજકીય દાવનો લેપ ચડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આજે પણ કરવામાં આવી રહ્યો છે.

વિજય પંઢારેએ લખેલા ૧૫ પાનાંના પત્રમાં આપેલી વિગતો ચોંકાવનારી અને અકળાવનારી છે. નમૂના ખાતર થોડી વિગતો જોઈએ.

વિદર્ભમાં આવેલા ગોસી ખુર્દ બંધનું ભૂમિપૂજન ૧૯૮૨માં થયું હતું. અઢી લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે એવો દાવો કરવામાં આવ્યો હતો અને એ માટે ૩૭૨ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. ૨૦૦૮ સુધીમાં પૈસા ખર્ચ કરવામાં આવ્યા હતા, પણ કામ આગળ નહોતું વધ્યું. ૨૦૦૮માં બજેટ વધારીને ૭૭૭૭ કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. ૨૦૧૧માં ફરી એક વાર બજેટ વધારીને ૧૩,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા અને એમાંથી ૬૬૦૯ કરોડ રૂપિયાની ઠેકેદારોને ચુકવણી પણ કરી દેવામાં આવી છે. આટલા રૂપિયા ખચ્ર્યા પછી અઢી લાખ હેક્ટરમાંથી માત્ર ૧૫૮૨ હેક્ટર જમીનને જ પાણી મળી રહ્યું છે અને જે નહેર બાંધવામાં આવી છે એમાં ગાબડાં પડ્યાં છે.

લોઅર વર્ધા સિંચાઈયોજના ૧૯૮૧માં મંજૂર કરવામાં આવી હતી અને એના માટે ૪૮ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. યોજનામાં મામૂલી ફેરફાર કરીને અજિતદાદા પવારે બજેટ વધારીને ૨૩૫૬ કરોડ રૂપિયા યોજના માટે ફાળવ્યા હતા. આમાંથી ૩૭૩ કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ૬૩,૩૩૩ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે એવો દાવો કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં એક સેન્ટિમીટર જમીનને પણ સિંચાઈનો લાભ નથી મળી રહ્યો.

બુલઢાણા જિલ્લામાં જિગાંવ સિંચાઈયોજના ૧૯૯૦માં મંજૂર કરવામાં આવી હતી. આ યોજનાથી ૧૦૧૦ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે એવો દાવો કરવામાં આવ્યો હતો અને ૩૯૪ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. અજિતદાદાએ યોજનામાં મામૂલી ફેરફાર કરીને આ યોજનાને ૪૦૪૪ કરોડ રૂપિયાની કરી નાખી હતી. આમાંથી ૭૪૭.૫૫ કરોડ રૂપિયા ઠેકેદારોને ચૂકવી દેવામાં આવ્યા છે, પરંતુ સિંચાઈનો લાભ એક ઇંચ જમીનને પણ નથી મળ્યો.

યવતમાળ જિલ્લામાં લોઅર પેણગંગા સિંચાઈયોજના ૧૯૯૭માં મંજૂર કરવામાં આવી હતી. ૨ લાખ ૨૭ હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે એવો દાવો કરવામાં આવ્યો હતો અને એ માટે ૧૦૪૨ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. અહીં પણ અજિતદાદાએ મામૂલી ફેરફાર કરીને યોજનાનું બજેટ વધારીને ૧૦,૪૨૦ કરોડ રૂપિયા કરી નાખ્યું હતું. ૨ લાખ ૨૭ હજાર હેક્ટર જમીનમાંથી એક ઇંચ જમીનને પાણી નથી મળ્યું.

અહીં નમૂના ખાતર ચાર જ યોજનાની વિગતો આપી છે. વિજય પંઢારેએ તેમના પત્રમાં આવી ૩૦થી વધુ યોજનાઓની પુરાવાઓ સાથે વિગતો આપી છે. તેમણે સૌથી ચોંકાવનારા પુરાવા લોઅર તાપી યોજનાના આપ્યા છે. તાપી પરના બંધનું બાંધકામ એટલું તકલાદી છે કે એ બંધ જ્યારે તૂટશે ત્યારે ખાનદેશમાં ૨૯ ગામડાંઓને તાણી જશે. આ ઉપરાંત મહારાષ્ટ્રથી લઈને ગુજરાતમાં ઉકાઈ સુધીના તાપી નદી પરના જેટલા નાના-મોટા બંધ છે એને પણ નુકસાન પહોંચશે. એ હોનારત કેવી હશે એની કલ્પના કરતાં પણ શરીરમાં લખલખું પસાર થઈ જાય છે.

અધૂરી, કારણ વિના ઊપજાવી કાઢેલી, મામૂલી ફેરફારવાળી અને માત્ર કાગળ પરની વિવિધ સિંચાઈયોજનાઓની કુલ સંખ્યા જાણીને તમને આશ્ચર્ય થશે. આવી ૧૨૦૦થી વધુ યોજનાઓ છે અને એની પાછળ એક લાખ ૭૦ હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આમાંથી ૭૦ હજાર કરોડ રૂપિયા ઠેકેદારોને ચૂકવી દેવામાં આવ્યા છે. હજી ઊભા રહો. સિંચાઈનો લાભ કુલ કેટલી જમીનને મળ્યો છે એ જાણવું છે? નિર્ધારિત જમીનના ૦.૧ ટકા જમીનને. વિજય પંઢારે કહે છે કે ૭૦ હજાર કરોડ રૂપિયામાંથી ૩૫ હજાર કરોડ રૂપિયા વિવિધ પક્ષના નેતાઓ, ઠેકેદારો અને અધિકારીઓના ખિસ્સામાં ગયા છે.

સૌથી મોટા લાભાર્થી અજિતદાદા પવાર અને તેમના મળતિયાઓ છે. ૧૯૯૯થી ૨૦૦૯ સુધી અજિત પવાર સિંચાઈપ્રધાન હતા. સિંચાઈયોજનાઓના બજેટમાં ૧૦૦ ટકાથી ૧૦૦૦ ટકાનો વધારો તેમણે કર્યો છે. તેમણે આદેશ આપ્યો હતો કે એક કરોડ કરતાં વધારે રકમનું ટેન્ડર તેમની સહી વિના મંજૂર ન થવું જોઈએ. મૂળ ટેન્ડરમાં ઍડ્વાન્સ રકમ ચૂકવવાની જોગવાઈ ન હોવા છતાં તેમણે હજારો કરોડ રૂપિયા ચૂકવવાના આદેશ આપ્યા હતા. ઠેકેદારો પર અંકુશ લાદનારા કે તેમના કામનું નિયમન કરનારા કોઈ આદેશ કે એ પ્રકારના કોઈ સક્યુર્લર અજિત પવારની જાણ વિના કાઢવામાં ન આવે એવો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આ દેશનો ભ્રષ્ટાચાર શિરોમણિનો ઇલકાબ જો કોઈને આપવો હોય તો અજિત પવારને જ આપવો રહ્યો. એ. રાજા અને સુરેશ કલમાડી ભ્રષ્ટાચારમાં અજિત પવારની સરખામણીમાં બહુ નાના પડે.

હવે કૉન્ટ્રૅક્ટરોની વાત. સૌથી મોટા લાભાર્થી બીજેપીના સંસદસભ્ય અજય સંચેતી છે. વિદર્ભના મોટા ભાગના કૉન્ટ્રૅક્ટ તેમની કંપનીઓને મળ્યાં છે. એક જ માણસને ત્રણથી વધુ કૉન્ટ્રૅક્ટ નહીં આપવાનો નિયમ હોવા છતાંય એક ડઝન જેટલા કૉન્ટ્રૅક્ટ તેમની કંપનીઓને મળ્યાં છે. તેમનું સૌથી મોટું કૌભાંડ આગળ કહ્યું એ ગોસી ખુર્દનું છે જેમાં ગાબડાં પડ્યાં છે અને એ નહેર કોઈ કામની નથી રહી. અજય સંચેતીનું નામ કોલસાકૌભાંડમાં પણ બહાર આવ્યું છે. વિદર્ભ, છત્તીસગઢ અને ઝારખંડમાં તેમનું સામ્રાજ્ય છે. અજય સંચેતી બીજેપીના પ્રમુખ નીતિન ગડકરી સાથે રહસ્યમય રીતે ગાઢ સંબંધ ધરાવે છે. ગોસી ખુર્દનું કામ પૂરું થઈ ગયું છે માટે તેમને તેમના કામનું મહેનતાણું મળી જવું જોઈએ એવી ભલામણ કરતો પત્ર નીતિન ગડકરીએ લખ્યો હતો. ડિટ્ટો પત્ર બીજેપીના પ્રકાશ જાવડેકરે લખ્યો હતો. થોડાઘણા ફેરફાર સાથે આવી ભલામણ કરતો એક પત્ર મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસના અધ્યક્ષ માણિકરાવ ઠાકરેએ લખ્યો હતો. આ ત્રણેય પત્રો અજય સંચેતીની ઑફિસમાં લખાયા હોવા જોઈએ જેના પર આપણા નેતાઓએ સહી કરી આપી હતી. અજય સંચેતી કેટલી પહોંચ ધરાવે છે એ આમાં જોઈ શકાય છે.

બીજા કૉન્ટ્રૅક્ટર છે સતીશ ચૌહાણ જે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાન પરિષદના સભ્ય છે. તેમને એક હજારથી વધુ કરોડના કૉન્ટ્રૅક્ટ મળ્યાં છે. ત્રીજા સંદીપ બજોરિયા છે જે પણ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાન પરિષદના સભ્ય છે. તેમને ૫૩૨ કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટ મળ્યાં હતા અને ચોથા મહાનુભાવ મિતેશ ભાંગડિયા છે જે બીજેપીના મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય છે. તેમને ૫૦૦ કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટ મળ્યાં હતા. આ ઉપરાંત બીજા સેંકડો નાના-મોટા કૉન્ટ્રૅક્ટરો છે. નેતાઓ, અમલદારો અને ઠેકેદારો મળીને ૩૫ હજાર કરોડ રૂપિયાની ઉચાપત કરી ગયા છે.

શરદ પવાર ચૂપ છે. કદાચ તેમની પાસે બચાવ કરવા કોઈ દલીલ નથી. કદાચ તેઓ મનોમન રાજી હશે કે તેમની દીકરી સુપ્રિયા માટે માર્ગ મોકળો થઈ ગયો છે. શરદ પવાર કેન્દ્રના કૃષિપ્રધાન છે અને ખેડૂતોના હિતની રખેવાળી કરવી એ તેમનો ધર્મ છે. અજિત પવારે પક્ષને સાથે લઈને કાકા શરદ પવાર સામે મિની બળવો કરીને તેમને ચૂપ કરી દીધા છે. આમ પણ શરદ પવારની આબરૂ ભત્રીજા કરતાં વધારે ઊજળી નથી.

પ્રારંભમાં કહ્યું એમ આ નૅશનલ લૉસ નથી, ઍક્ચુઅલ લૉસ છે. આ લૂંટ છે અને ભારતના ઇતિહાસમાં થયેલી અભૂતપૂર્વ લૂંટ છે. સભ્ય સમાજની અને કાયદાના રાજની આજે કસોટી થઈ રહી છે. સર્વોચ્ચ અદાલતે ગુજરાતના નરસંહારની તપાસ કરવા જેમ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની રચના કરી હતી એવી ટીમ મહારાષ્ટ્ર સિંચાઈકૌભાંડની તપાસ માટે રચવી જોઈએ. રાજ્ય સરકારે શ્વેતપત્ર બહાર પાડવાની જાહેરાત કરી છે એ આંખમાં ધૂળ નાખનારી હશે. કૌભાંડીઓને ગુનેગાર ઠેરવીને જેલમાં મોકલવા જોઈએ. આ ટેસ્ટ-કેસ છે.

(લેખક : રમેશ ઓઝા )

વિજય પંઢારે

*પૂરક માહિતી –

આ લેખમાં : http://prasunbajpai.itzmyblog.com/2012/10/24-372-14000.html

અને અહીં : http://articles.timesofindia.indiatimes.com/2012-10-05/nagpur/34278291_1_wrd-minister-chief-engineers-ajit-pawar

# રમેશભાઈનો લેખ યથાતથ રાખ્યો છે, પણ કદાચ એમાં ૧૯૯૯થી અજીત પાવર સિંચાઇમંત્રી હતા એ વાક્ય ઉતાવળે લખાયું હોવાનો સંભવ મને લાગે છે, એટલે ધ્યાન ખેંચી લઉં છું. લેખમાં જ્યાં ‘નેશનલ લોસ’ ટાઈપ થયું છે, ત્યાં ‘નોશનલ લોસ’ હોવું જોઈએ, એવું સ્પષ્ટપણે લાગે છે.

 
37 Comments

Posted by on October 17, 2012 in india

 

37 responses to “આ નેતા છે ભારતનો ભ્રષ્ટાચાર શિરોમણિ ? (રમેશ ઓઝા)

  1. vatzee

    October 17, 2012 at 2:47 PM

    ચાલો કોઈક એ તો શરૂઆત કરી આંખો ઊંઘાડવાની …..
    હજુ ઘણી વાર છે ભારત માં સુવર્ણ સવાર પડવાની !!!
    શ્રી રમેશ ઓઝા નો લેખ ઘણો રસપ્રદ લાગ્યો.
    અને દુખ એ વાત નું છે કે આવા લેખો વાંચવા ની કે સમજવાની તસ્દી કોઈ નથી લેતું.

    Like

     
  2. હિમ્મતાસ્ય

    October 17, 2012 at 2:55 PM

    જયભાઈ…. ધારદાર વ્યક્તિત્વ નો તમે રૂઆબદાર પરિચય આપ્યો….

    Like

     
  3. નિરવ ની નજરે . . !

    October 17, 2012 at 2:57 PM

    જય સર , અતિથી લેખકોનો આપના બ્લોગ પર આવવાનો આવો પ્રયોગ કરવા જેવો ખરો ! જો આપ શ્રી નગીનદાસ સંઘવી ને પણ અહી એકાદ Guest Column માટે માનવી શકો તો ખુબ જાણવા મળે . અને ભારતીય રાજકારણની આવી ઘોર ખોદાતી જોઈ થોડો વધુ જીવ પણ બળે 😦 Hats off વિજય પંઢારે & રમેશભાઈ ઓઝા .

    Like

     
    • Baviprasad Ramshankar

      November 3, 2012 at 11:27 AM

      super and fentastic artical requesting to continue this guest column
      not only here but if same publish in gujrat samachar will reach to more and more readers thanks

      Like

       
  4. Jayesh

    October 17, 2012 at 2:59 PM

    This is fraud not just simply scam.

    Like

     
  5. Mitul

    October 17, 2012 at 3:04 PM

    Shoking…. “Sab gadbad ghotala hai.. Sab bandh ho jana chahiye.. ” – Lalooji..

    Bas avuj chhe.. a badhi commitee nu jo mukase to..

    Like

     
  6. Dhruv

    October 17, 2012 at 3:07 PM

    I am living in Pune. In the municipal coporation elections, the massive money power of NCP candidates is visible. Of the two corporations of Pune , one (PCMC) has 83% majority of NCP. One of the coporator is accused of murder in broad daylight.. The list can go on… And NCP is gearing to make a grand comeback in next Maharastra elections.

    @Jaybhai : lekh ma national loss jya jya che tya kadach notional loss hovu joie

    Like

     
  7. Arpit Pandit

    October 17, 2012 at 3:09 PM

    સલામ છે વિજય પંઢરે અને રમેશ ઓઝા ને…….
    એક ને એમણે કરેલા કામ બદલ….
    અને બીજા ને એમણે કરેલા લખાણ બદલ……

    Like

     
  8. YASH

    October 17, 2012 at 3:22 PM

    Jay Sir,
    Very nice article…:)
    If before gujarat election if u can spread some awareness in gujarat about Gujarat politics then it will be great revolution in Social media.

    Like

     
  9. Chintan Oza

    October 17, 2012 at 3:52 PM

    Aankho fati jay ava aankdao ujagar karya chhe Rameshbhai a…aapne maha mahenate earning kari ne j imandari thi tax pay kariye chhiye ano aavo upyog kare chhe besharam rajkarnio..koi pax bakat nathi…kharekhar dimag ni naso khenchava lage chhe aava tathyo jani ne…corruption ma to jane aapna politicians ne gold medal male avi galthuthi janmajat j maleli chhe…Vijaybhai a j himmat thi aatla purava ektra karya chhe a mate amne dil thi salute karvanu man thai jay..JV ekdum mast kam karyu chhe aaje blog par aa article share kari ne..thanks a ton..!!

    Like

     
  10. jigar

    October 17, 2012 at 3:57 PM

    kya jaine ubhu reshe badhu chalo atla paisa khadha pachhi 70 80 % kam cmplt karyu hot to paisa dubbya no afsos thodo ochho that….. these people should be hangged till death….

    Like

     
  11. Abhishek Sabhaya

    October 17, 2012 at 4:09 PM

    I am damn sure that this is JUST a SAMPLE of India’s CORRUPTED POLITICIANS.. Rameshbhai has rightly said everything and specially “આ ટેસ્ટ-કેસ છે.”.. I wish I also can be active part of Cleaning India from such politicians..

    Like

     
  12. SATISH DHOLAKIA

    October 17, 2012 at 4:39 PM

    રમેશ ઓઝા ની કલમ નો તમે આસ્વાદ કરાવ્યો..સ્ફોટક તથ્યો વાળો લેખ છે. (નેશનલ ની જગ્યાએ નોશનલ લોસ્સ હોવું જોઇએ.) આવા વિષય પર તમે પરિપક્વતા દાખવી અને અતિથિ લેખ ને જગ્યા આપી તે, – આવા સંવેદનશીલ વિષય પ્રત્યે ની જાગરુકતા દર્શાવે છે. ગુજરાત બહાર ના ગુજરાતી લેખકો નો સૌ ને પરિચય નથી હોતો. ફરી એક વાર અભિનન્દન.

    Like

     
  13. Chaitanya

    October 17, 2012 at 4:48 PM

    Don’t know what to comment after this. Whether it is the rotten political system of India that is responsible for this corruption or the rotten mentality of Indian people to read, gossip and forget the problems really concerning them. They will again elect this politicians after some years forgetting what they did. Its hard to get to the solution of this problem. It seems that not only all political parties have colluded for such cams but also the people of India, collectively have decided to have a brain fade and go on with their routine lives ignoring all this.

    Like

     
  14. dipak soliya

    October 17, 2012 at 5:03 PM

    sharp article… મિડ-ડેવાળો મૂળ લેખ પણ વાંચેલો. એમાં પણ નોશનલ લોસને બદલે નેશનલ લોસ છપાયેલું. એક્ચ્યુઅલ લોસ અને નોશનલ લોસ વચ્ચેનો ફરક આ લેખનો મહત્ત્વનો મુદ્દો હોવાથી આટલી સ્પષ્ટતા. બાકી, લેખ શેર કર્યો એ બહુ ગમ્યું.

    Like

     
  15. Ram Deliwala

    October 17, 2012 at 7:19 PM

    Oh My God. All political parties have looted India 100 times more then East India Company had done. I couldn’t even breathe easily after having read this. I also hats off to you for your dare to put such bomb on your blog.

    Like

     
  16. marooastro

    October 17, 2012 at 8:12 PM

    saluet,lalsalam to rameshbhaioza and braveofficer vijay pathare, sharad pawar ajitpawar and ncp leader all of they are white caller gundas.shamlesspeople. creditless and rahu katu for our nation.

    Like

     
  17. Nikunj

    October 17, 2012 at 8:30 PM

    Hats Off to real INDIAN Mr.Vijay Pandhare.
    Thanks a lot to Mr.Ramesbhai for eyeopening information and dear Jaybhai for providing the platform here on PlanetJV for this article.

    Like

     
  18. dhruv trivedi

    October 17, 2012 at 9:03 PM

    ખૂબ સરસ લેખ છે,બહુ ઓછા લેખકો હોય છે,જે બીજાના લેખને શેર કરે…અભિનંદન.

    Like

     
  19. Prashant

    October 17, 2012 at 9:14 PM

    so sick, they just don’t care about after effects of dam disaster
    ૨૯ ગામડા – લાખો લોકો
    seems like we vote them and pay taxes to prepare for our grave
    અત્યંત હતાશાજનક સ્થિતિ અને વિકલ્પ વિહીન પ્રજા

    Like

     
  20. jignesh rathod

    October 17, 2012 at 10:57 PM

    સર્વોચ્ચ અદાલતે ગુજરાતના નરસંહારની તપાસ કરવા જેમ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની રચના કરી હતી એવી ટીમ મહારાષ્ટ્ર સિંચાઈકૌભાંડની તપાસ માટે રચવી જોઈએ.

    Like

     
  21. Jemish Kapadia

    October 17, 2012 at 11:26 PM

    Thank you jaybhai for such an informative & explosive article.

    Salute to Mr.Vijay pandhare & Mr.Ramesh Oza.

    Aapna desh ma Rajkaran e paiso banava mate ni short cut karkirdi chhe.khub ochha samay ma ochhi mehnate
    loko na paise lok(ku)sevak tarike paiso kamava mate uttam rasto rajkaran chhe.

    Corruption even cant be destroyed without ‘Indiviual morality’ which is lacking in so called educated people,also.

    Like

     
  22. devalpatel

    October 18, 2012 at 9:39 AM

    Jaysir sache aava j bija vyaktio ni aapan ne jarur che.Sorry pan Ramesh Oza na bija articles nathi mali rahya thodi madad karso sir…

    Like

     
  23. Dre Ashok

    October 18, 2012 at 11:21 AM

    ama jetlo role pramanik adhikario no chhe etlo jrole pramnik patrakar no scandal expose karva no chhe

    Like

     
  24. હરનેશ સોલંકી

    October 18, 2012 at 11:58 AM

    જયભાઇ.. પ્રવર્તમાન સમયે રાજકીય નગ્‍નતાદર્શન કરાવવા બદલ આભાર.. આ અગાઉ પણ વિખ્‍યાત પત્રકાર વિનિત નારાયણે તમામ પક્ષોને સંડોવતા હવાલા કૌભાંડનો પર્દાફાશ કરેલો…. પણ કમનશીબે કૌભાંડકારો છટકી જાય છે અને પર્દાફાશ કરનારા પર્દાનશીન થઇ જાય છે ત્‍યારે દેશવાસીઓએ ચિંતન કરવાનો સમય આવી ગયો છે..

    Like

     
  25. Aatman kariya.

    October 18, 2012 at 2:08 PM

    sir,
    aavu vanchi ne lohi ukde 6.
    shu aava bhrastachari o ne fansi e latkavvano koi j upay nati??'(

    sallu aapnaj ghar ma chor chori kri rahya 6 though v cnt do anytng!!!

    Like

     
  26. Envy

    October 18, 2012 at 3:10 PM

    છેલ્લા ૩-૪ દિવસ થી, હું ટીવી સમાચાર મારી દીકરીઓ સાથે જોઉં છું (મોટી દીકરી સી.એ. કરે છે), એમને થતા સહજ સીધા સવાલો ના જવાબ મારી પાસે નથી 😦
    કાનજી ની વહારે તો કહાનજી આવે છે ‘ઓહ માય ગોડ’ માં પણ, ભારત ના કરોડો બેબસ, ગરીબ કાનજીઓ ની વહારે આવે તો, લાખ લાખ જુહાર.

    Like

     
  27. rashmin

    October 18, 2012 at 3:18 PM

    nagendra vijay is still writing. i hv read aricle on air india in last saari magazine. we have to expose this kind of currption.stronly agree with arvind kejriwal’s work against currption.

    Like

     
  28. Parth Veerendra

    October 18, 2012 at 8:35 PM

    સાલું આવું વાંચીને ખુબજ નિસહાય હોવાનો અનુભવ થાય છે એક સામાન્ય નાગરિક તરીકે…વધી વધીને હૂં આવા કૌભાંડો વિષે મારૂ GK વધરું છુ એવું લાગે છે….કેજરીવાલ ..અન્ના ..રામદેવ જેવા બધા સામે પડે ભ્રસ્ટાચારની તો મીડિયા તટસ્થતા ની માં પરણવામાં એ લોકોની બજાવી નાખે …સાલું એની એવી તે કૂથલી કરે આમની ..એમાં ને એમાં આટલું સરસ આંદોલન એના લોજિકલ એન્ડ પર (લોકપાલ બિલ )પહોચ્યા વગર તૂટી પડ્યું.. આમની જોડે મની પાવર કે મસલ પાવર પવાર કે વાડર ની સરખામણીએ કાઇજ નથી..jv ના શબ્દો વાપરું તો માઇક્રોસ્કોપ માં મમરો મૂકી હિમાલય જોવે..સત્ય ની જીત ખાલી ચોપડીમાં જ થાય છે ..બાકી તો શરદ પાવર કે વાડરા જ બાજી મારે છે ..:(….કેજરિવાલ કે અન્ના કે બાબા કે બીજા કોઈ પણ activist ને જેટલા વક્રદ્રષ્ટિ વાળા સવાલો આ લોકો પૂછે છે અને ફાલતુ માં બજાવ કરે છે એના અડધા સવાલ કે કવરેજ પણ સોનિયા ..વાડરા ….ગડકરી ..કે ને પૂછવાની પરવા નથી કર્તા..બાકી વડરા ની કેટલીયે માહિતી મીડિયા પાસે હતીજ (સોર્સ : AM dt-18/10/2012-ARVIND KEJRIWAL’S INTERVIEW)…. દર વખતની જેમ કેજરીવાલ કે ભ્રસ્ટચાર ઉઘાડો પાડનાર કોઈ પત્રકાર કે કોઈ પણ લડતો જ દેખાય છે ..જીતતો કેમ દેખાતો નઇ હોય?મને નથી લાગતું આમાં પવાર નું કોઈ કઈ ઉખાડી લેશે …

    Like

     
  29. bhumikaoza

    October 19, 2012 at 11:28 AM

    આમની આટલી મેહનત પછી આગળ પગલા લેવાવવાજ જોઈએ.

    Like

     
  30. Aniket Shah

    October 20, 2012 at 10:49 AM

    At least, these things are coming out now. Thanks to some of the brave hearts like “Vijay Pandhare”. These are the people who have guts to speak out.

    Like

     
  31. Mohsin Vasi

    October 20, 2012 at 12:40 PM

    As shri Ramesh Oza rightly said,Kejrival wants to change the system People should give him one chance.I put here under late shri “Ghayal” verse with little changes in wording:
    Mitro amne to suddh prashasan joiye,
    UPA na swang ma ho K, NDA na swang ma
    Ghayal saheb wrote like this
    “Ghayal amare to suddh kavitao joiye,
    Rani na swang ma ho k Dasi na swng ma”

    Like

     
  32. Rakesh Patel

    October 25, 2012 at 12:06 PM

    Jaybhai..Kejriwal saheb no aabhar maniye etlo ochho ke emne aa badhu public ma to mukyu. ane emne support karva tame ane Rameshbhai e chatakedar lekh pan lakhi nakhya..pan khali aava corrupt netao ne ugada karvathi aapna desh ke samaj nu hit nathi; e chokkas ke samju public emne dand aapse (baki na-samju no to bhagwan j malik)….Samaj nu bhalu ema 6 ke aapne sacha ane imaandar netao ne odakhiye ane emne support kariye; evu nathi ke aajna dooshit vatavaran ma imandaar netao nathi; jo aava netao (active politician, nahi ke activists) par tame lekh lakho to aava netao vishe aapna samaj ne jaan pan thay ane yuvano ne positive guidance pan madi rahe….

    Like

     
  33. evidyalay

    October 25, 2012 at 9:55 PM

    speechless 😦

    Like

     
  34. J.V. Visani

    December 13, 2012 at 1:50 PM

    No words to express gratitude to Shri Pandhare and Shri Ramesh Oza ….height of corruption … where are we going ? when and how it will end ? Irony is the same person has been rewarded with post of deputy CM ( although not provided in the constitution ) …under the circumstances what a common man should do ? Vote whom ,which party and why ? Geeta ma Krishn kahe 6e ..karma kar …fal ni aasha na rakh ( temna par chhodi de ) ..jarur pade to yuddha kar …pan koni koni same ( kaurav karta pan moti moti senao 6e ) ? kevi rite ? dal-roti , roji -roti ..sansarik jawabdario nu shun ? China na communisim ane aapni lokshahi ma farak shun ? China ma 2 crore gundao (members of communict party ) bakina 140 crore loko par aa rite j raj kare 6e …

    Like

     
  35. ઉપેન્દ્ર ત્રિવેદી

    December 22, 2012 at 5:44 PM

    નાનપણ માં સાંભળેલ શેર
    એક હી ઉલ્લુ કાફી થા બરબાદ ગુલીસ્તાન કરનેકો
    હર શાખ પર ઉલ્લુ બેઠા હૈ અંજામ ગુલીસ્તાન ક્યાં હોગા

    Like

     
  36. Paresh Sukhadia

    July 19, 2020 at 6:57 PM

    OMG..! what is happening in India…? so much socking fact of Maharashtra politician Mr. Patil narrated by Rameshbhai Oza… Is there any hope for change..?

    Like

     

Leave a comment