RSS

જય માતાજી !

20 Oct

જેમની સાથે જર્મની ફરવાની બહુ મજા આવેલી એવા નવસારીના સ્વજન સમા મિત્ર હાર્દિક નાયકે આ સોમવારે મારાં વ્યસ્ત પ્રવાસકાર્યક્રમમાંથી ઉડતા ઉડતા કેચ કરી સરસ કાર્યક્રમ આગામી સોમવારની ૨૨ તારીખે રાત્રે ૮ વાગે નવસારીના રોટરી હોલમાં રાખ્યો છે : જીવનમાં ફિલ્મી ડાયલોગમાંથી મળતી પ્રેરણા. (રસ ધરવતા કોઈ પણ પાસ વિના ત્યાં પહોંચી શકે છે)..

એમાંથી યાદ આવ્યું કે ફિલ્મી ડાયલોગ ઉપરાંત ફિલ્મી ગીતોનું ય મારાં જીવનમાં અભિન્ન સ્થાન છે. વળી નવરાત્રિ ચાલુ છે ત્યારે ઉમદા સાઉન્ડ સિસ્ટમમાં ફૂલ બાસ એન્ડ કૂલ ટ્રીબલ સાથે સેપરેશન સ્પીકર્સ હોય તો રોમ રોમ ધણધણી ઉઠે એવું આ ફેવરિટ ગીત યાદ આવી ગયું. ફિલ્મ ભંગાર ને ફિલ્મમાં આખું ગીત હતું ય નહિ એટલે વિડીયો જોવાનો આમ પણ (એનો એક પીસ અનિલ કપૂરની ટકાટક એન્ટ્રી વખતે વાગે છે , એ સિવાય ) મતલબ નથી. અગાઉ એનો વિડીયો તો હું બે વખત શેર કરી પણ ચુક્યો છું.

પણ અત્યારે સાંભળો આ સોંગ આખેઆખું ઓડિયોમાં ! ને લક્ષ્મી-પ્યારેના ટ્રેડમાર્ક ઢોલ-ડ્રમની આજે ય દુર્લભ બીટ્સ સાથે બચપણમાં ગરબીમાં સાંભળેલા ઝાંઝ-પખાલની રણકતી સાઉન્ડ ઇફેક્ટ માણો…એવી રીતે આખું ગીત કમ્પોઝ થયું છે કે જાણે ગિરનાર-પાવાગઢ-વૈષ્ણોદેવી ચડતા સાંભળો તો લોહી બમણી ઝડપે ફરવા લાગે ને એકી સાથે બબ્બે પગથીયાં કૂદાવી જાવ ! 😛 🙂

બોલો, માતા માતા … જય માતા ! 😎

 
12 Comments

Posted by on October 20, 2012 in Uncategorized

 

12 responses to “જય માતાજી !

  1. Jogi jasdanwala

    October 20, 2012 at 7:49 PM

    Waah…

    Like

     
  2. Dr. Rajesh Dungrani

    October 20, 2012 at 8:29 PM

    જય માતાજી !

    Like

     
  3. Yuvraj Khavad

    October 20, 2012 at 10:21 PM

    mata mata jay mata

    Like

     
  4. Anil gohil

    October 21, 2012 at 12:32 AM

    jay mataji
    jay bhai,
    kaik evu chakkar chalavo ne k aavta varas thi ………….
    1. garba savare suryoday sudhi chalva joie
    2. navratri nu 10 divas nu vacation pade (diwali ma 2-3 divas ni raja haalse)
    3. je loko ne noise pollution nade che, e loko vacation no labh uthavi ne farva jai sake che (diwali vacation ni jem)

    anil gohil – amdavad

    Like

     
  5. ashetkikani

    October 21, 2012 at 7:00 AM

    Today you are speaking in Baroda. need place and time

    Like

     
  6. dinpatel2

    October 21, 2012 at 7:21 AM

    mata mata jay mataji
    blood running fast in Dance !

    Like

     
  7. Rajesh Doshi

    October 21, 2012 at 1:37 PM

    Jay sir aje vadodara malie

    Like

     
  8. Piyush Vagdia

    October 23, 2012 at 3:10 AM

    વાહ જય સાહેબ.. બહુ મજા પડી ગઈ, મારા શોખ ના બે વિષયો એક તો જય વસાવડા પોતે અને બીજો ફિલ્મ. જામો પડી ગ્યો !! નવી ફિલ્મ ના Daina Penty જેવા રસાળ અને જૂની ફિલ્મ ના Rekha ના અભિનય જેટલા ચોટદાર અને અંગ્રેજી ફિલ્મ ના તો Drew Barrymore ના હોઠ જેવા ચટાકેદાર ડાયલોગ નો રસથાળ જાણે કે દક્ષિણ ગુજરાત નૂ ઉંધિયું ખાતા હોય એવી લિજ્જત આવી..
    હું નવસારી માં હાજર ન હોવા છતાંય સુરત થી મુશ્કેલી થી મેળવેલા ગરબા ના પાસ છોડી ને સાંજ સુધી માં પાછો ફર્યો અને શા માટે ન આવું મારા પ્રિય લેખક ને મારા જ શહેરમાં પહેલી વાર રૂબરૂ મળવાનો મોકો હું કઈ રીતે જવા દઉં ?
    થેંક્યુ તમને અને હાર્દિકભાઈ નાયકને… ..
    પાછા વહેલા આવજો… હજી આપણે ગોલમાલ સીરિઝ આગળ વધારવાની છે.. ^_^

    Like

     
  9. હરનેશ સોલંકી

    October 23, 2012 at 1:45 PM

    jay mataji

    Like

     
  10. jayteraiya

    October 24, 2012 at 9:50 AM

    “ટાઇમ હોતા નહિ હે નિકાલના પડતા હે”

    સેલવાસ થી નવસારી નો ફેરો વસુલ તો થશે તે તો પાકુજ હતું પણ એથી પણ વિશેષ મજા પડી ગયી.
    ગુજરાત પ્રવાસી ની આપની નવી ઓળખાણ પણ મળી સાથે અમારું ગામ – સેલવાસ આપ ની યાદી માં જાણી આનંદ થયો. વલસાડ ની મુલાકાત વખતે સેલવાસ ની યાદ રાખજો.

    હાર્દિકભાઈ ને સંજયભાઈ નો પણ અભાર !!

    જય તેરૈયા / પ્રણવ મેહતા

    Like

     
  11. bhavikmahida

    October 26, 2012 at 4:59 PM

    અરે આ તો “ત્રિમૂર્તિ” મુવી નું સોંગ છે ને કદાચ??? સરસ છે…. નાનો હતો ત્યારે મમ્મી – પપ્પા સાથે પાદરા માં થીએટર માં જોયું હતું. એ સમયે તો બહુ મજા આવી હતી..અમના થોડા ટાઇમ પહેલા સેટ મેક્ષ પર પણ આવેલું ત્યારે થોડી ઝલક જોવા મળેલી….

    Like

     
  12. Parth Veerendra

    October 29, 2012 at 3:58 PM

    yar bau time thyo..navi post muko have….

    Like

     

Leave a comment