RSS

ગુજરાતનું પ્રભાત, જ્ઞાતિવાદને લાત !

13 Dec

guj2
વ્હાલા રીડરબિરાદરો, ખાસ્સા લાંબા સમયના અંતરાલ બાદ ફરી વર્ચ્યુઅલ વર્લ્ડમાં મળીએ છીએ… 🙂

મારો હમણાં એવો સમય ચાલ્યો છે કે સમય પુરપાટ ઝડપે વહી રહ્યો છે. તમારા બધાની દુઆઓ અને ડોક્ટરદોસ્તોની અથાક જહેમતને લીધે પપ્પા સુપેરે સાજા થઇ રહ્યા છે, પણ હજુ ઘણી સંભાળની જરૂર છે, ને એને લીધે બીજા ઘણા મોરચાઓ પણ ખુલેલા છે. ડોન્ટ વરી, એમ કંઈ થાકું એવો હું ય નથી અને એવી કોઈ ગમગીનીબેચેનીનો માહોલ પણ નથી. પારાવાર વ્યસ્તતા છે,  હાથમાં લીધેલા બધા અગત્યના એસાઇનમેન્ટસ્ પણ લગભગ બાજુએ મુકવા પાડ્યા છે, અને એનો કોઈ રંજ નથી. અત્યારે મારી પ્રાથમિકતા મારો (ભલે ને એક વ્યક્તિનો !) પરિવાર છે. અને મારી બાબતમાં તો એમ જ હોવાનું . આ મારી ફિતરત છે. 😛

પણ અત્યારે એ બધી અંગત વાતો માંડવા અહીં આવ્યો નથી. એ ય બધું અત્યારે દુર્લભ એવી ફુરસદ મળે ત્યારે લખવું જ છે. અને ઇન્શાલ્લાહ, આવડો મોટો ગેપ પાડ્યા વિના ઝટ લખીશ પણ ખરો. પણ હાલ પૂરતી એ પર્સનલ ચેપ્ટર પર તમારા બધાની લાગણી અને કાળજીના દિલ સે થેન્ક્સ સાથે પોઝ. જરા એ વાત સાઈડમાં રાખીએ, નેક્સ્ટ પોસ્ટસ માટે.

અત્યારે તો કેવળ એક ગુજરાતી નાગરિક તરીકેની ફરજ કે ઉભરો જે માનો તે, ઠાલવવા અહીં આવ્યો છું. કારણ કે , વક્ત ફટાફટ બદલાય ને અવસર ચુકાય એ પહેલા મારે આ વાત વહેંચવી હતી, ધાર્યું હતું કે ૧૨.૧૨.૧૨ની તારીખે આ પોસ્ટ વહેલી મુકીશ, પણ પૃથ્વીનો પ્રલય ન થતા છેક અત્યારે માંડ થોડુંક આ લખવાનો ટાઈમ મળ્યો ! 😉

ગુજરાતની ચૂંટણીનો પહેલો દૌર ૧૩/૧૨ના રોજ શરુ થઇ રહ્યો છે, ત્યારે મને જે મુદ્દાની વાત લાગે છે, એ સહુ ગુજરાતીઓ સમક્ષ રાખવી છે.

આમ તો આ ચૂંટણીમાં કોઈ સ્પેશ્યલ ઇસ્યુ જ નહોતો અને નથી. ભાજપ માટે વિકાસની વ્યાખ્યા બનેલા નરેન્દ્ર મોદીનો ક્રેઝ પણ સમય જતાં થોડું સેચ્યુરેશન પામે એ સમસ્યા છે  , અને કોંગ્રેસને તો એ જુવાળ ઉભો  કરવો એ સમસ્યા છે. માટે ઉભય પક્ષે ( ઓન બોથ સાઈડ) અવનવા એડ કેમ્પેઈન્સ અને ચટપટા વાકયુધ્ધો માણવાના હતા, તાજા બેસેલા શિયાળાના ઓળા-અડદિયા સાથે. 😀

પણ રહી રહી ને માધ્યમો અને મિત્રો સાથેની વાતચીત કે મારાં પોતાના નિરીક્ષણોમાં ટર્ન લેતી પીચના અનઇવન બોડીલાઈન બાઉન્સ જેવો એક ડેન્જરસ મુદ્દો વર્ષો પછી આળસ મરડી ગુજરાતનું ગળું મરડવા બેઠો થવા ઝાવાં નાખતો હોય એવું લાગે છે. અને એ છે દિવસે દિવસે સધ્ધર અને કટ્ટર બનતો જતો જ્ઞાતિવાદ. જ્ઞાતિની લાક્ષણિકતાનું રમુજી દર્શન કે ગંભીર આકલન નહિ, ઓળખનું વિષ્લેશણ કે પરંપરાનું પિંજણ પણ નહિ. પણ રાષ્ટ્રના રસ્તા માટે સરદાર પટેલથી ગાંધીજી જેનું સૌથી મોટું સ્પીડબ્રેકર ‘ભાળી’ ગયેલા એ આપણી મજબૂત માણસને બદલે  હાડોહાડ જન્મજાત જ્ઞાતિવાદી વિભાજનવાળા ટોળાં બનવા / બનાવવાની ખતરનાક જીનેટિક કુટેવ.

ટીકિટોની વહેંચણીથી પ્રચારના પડઘમ સુધી સંવાદને બદલે વિખવાદ પેદા કરતા જ્ઞાતિવાદનું જ જોર બધે દેખાય છે. એમાં ટૂંકા ગાળા માટે ઈગો સંતોષતો હશે પણ લાંબા ગાલે નવી પેઢીના નક્કર ગુજરાતને ડિંગો જ મળવાનો છે. લડવું હોય તો પોતાની તાકાત પર લડો, એ ના  ફાવે તો હરીફની નબળાઈ પર લડો. ફાઈન. પણ બધું હડસેલી ફક્ત ધર્મ કે જ્ઞાતિ માટે જ લડવાનું હોય તો આ ય પ્રવૃત્તિ ભલે નિર્દોષ લાગે, વૃત્તિ તો તાલિબાની ફતવા જેવી છે. ક્યાં સુધી આ દેશનું રાજકારણ આતંકવાદી કે તકવાદી મુદ્દાઓથી મડદું બનાવ્યા કરીશું? બધી જ્ઞાતિઓ પોતપોતાની મહાનતા સિદ્ધ કરી, બીજાને નીચાજોણું કરાવવા જશે – એમાં કાસ્ટીઝમનું કોસ્ટિંગ ચુકવવામાં ગુજરાત ગળતું જશે.

માટે પ્લીઝ, જેમણે મત આપવો હોય એમને આપો. જેમને હરાવવા હોય એમને હરાવો..જીતાડવા હોય એમને જીતાડો. પણ ધર્મ કે જ્ઞાતિના મુદ્દે નહિ. સારા-નરસા પાસાના લેખાજોખાં કરીને. સર્વગુણસંપન્ન વિકલ્પ તો છે નહિ , ત્યારે કોણ ઓછું ખરાબ છે એની ગુજરાતી કોઠાસૂઝ વાપરીને. અલગ અલગ બાબતોમાં સારા ખરાબ પરફોર્મન્સ મુજબ માર્ક આપી કે કાપીને ફાઈનલ ટોટલમાં કોના માર્ક વધે છે, એના હાથમાં આપણો ભૂતકાળ નહિ, પણ ભવિષ્ય સોંપીને.  ૧૨.૧૨.૧૨ની તારીખની માફક દાયકાઓમાં એક વાર આવે એવો નેશનલ લેવલ પર એકમેવ ગુજરાતી લીડરશીપનું બ્રાન્ડિંગ કરવાનો નેવરબિફોર રેરેસ્ટ ઓફ રેર ચાન્સ માનીને મત આપવો હોય તો એમ આપવો,  ઝળહળ લાગતી ટોચ નીચે કોઈક એકહથ્થુ આપખુદીનીઅંધાધુંધીનું અંધારું અને મોટા ઢોલમાં મોટી પોલ લાગતી હોય તો એમ આપવો. મત આપણો, મરજી આપણી.

પણ આપણે ધર્મ કે જ્ઞાતિના ઝનૂનમાં આવીએ, ત્યારે જોશ રહે છે, હોશ નહિ. પછી મત રિમોટથી ચાલતી રમત થઇ જાય છે. શ્રીકૃષ્ણની સોનાની દ્વારકા ય દુશ્મનના આક્રમણને બદલે અંદરોઅંદરની યાદવાસ્થળીમાં ખતમ થઇ ગઈ હતી આ જ ગુર્જરભૂમિ પર !

૨૦૦૭ની ચૂંટણીમાં ગુજરાતે સાચા સર્વધર્મસમભાવનું સ્થાન લઇ બેઠેલી બનાવટી બિનસાંપ્રદાયિકતાના સગવડિયા અને સિલેક્ટીવ સેક્યુલારિઝમને સણસણતો જવાબ આપ્યો હતો. પછી અમુકતમુક બાજુએ ઢાળ વગર પણ ઢળ્યા કરતું નેશનલ મીડિયા  એ ચમત્કાર સામે નમસ્કાર કરી કેવું તટસ્થ અને ડાહ્યુંડમરું થઇ ગયું એ જગત આખાએ જોયું. હવે ૨૦૧૨માં ભારતભરની ચૂંટણીને હમેશા ચીંટીયો ભરતા આ જ્ઞાતિવાદને જડબેસલાક જવાબ આપીને દાખલો બેસાડવાની ગુજરાતને તક છે.

એવું હરગીઝ ના માનશો કે હું આ અપીલ કોઈ પોલિટિકલ પ્લેટફોર્મ માટે કરું છું. લાગ્યું તે લખ્યું તે મારો સ્વ-ભાવ છે. ભલે એ લખ્યું એ જેને લાગવું હોય તો લાગેવાગે ! B-) મને નિયમિત વાંચનારા કે ઓળખનારા ચોક્કસ સાહેદી પુરાવી શકશે , કે ભારતવિભાજનના એપિસેન્ટર જેવા આ જ્ઞાતિવાદ / વર્ણવ્યવસ્થાનો હું વર્ષોથી કેવો ચુસ્ત ટીકાકાર, વિરોધી રહ્યો છું. મને કોઈ ફક્ત નાગરના જ ચોકઠામાં જુએ તો ઘણી  કડવી વાતો એ બાબતે ય લખી છે. આ મુદ્દે મારાં સ્ટેન્ડમાં સાતત્ય છે. મેં હમેશા આ અંગે સ્પષ્ટ સંદેશો જ આપ્યો છે. નો કન્ફ્યુઝન. જસ્ટ કન્ક્લુઝન. કાસ્ટિઝમ એક  ઝેરી કચરો છે. સારા સામાજિક હેતુઓ માટે જ્ઞાતિગત કાર્યક્રમોમાં જવા મને આમંત્રણ મળે ત્યાં મારી નીતિરીતિ મુજબ હું કોઈ દ્વેષ વિના પ્રેમથી મારી વાત કહેવા જાઉં, પણ એમાં ય જે-તે જ્ઞાતિની ખૂબી-ખામીઓની ચર્ચા કરીને ય  જ્ઞાતિવાદની માનસિકતા દેશને સિક (માંદો ) બનાવે એ તો કહ્યા વગર રહેવાય જ નહિ. ધર્મ કે નાતજાતના વાડા આપણે છોડીશું નહિ, ત્યાં સુધી આગળ વધવામાં ખાડા જ આવ્યા કરશે. ગુણમાં લલિત છે કે નહિ એ જોવાને બદલે અટકમાં દલિત છે કે નહિ એવું જોવાથી સમાનતા નથી આવવાની. અને એના વિના મહાનતા પણ નથી આવવાની !

ગુજરાત વિધાનસભાને સક્ષમ જનપ્રતિનિધિઓ મળે એમાં મને એક ગુજરાતી મતદાર તરીકે રસ છે. એમાં કોઈ પક્ષાપક્ષી નથી. બધાને જાણવાનું મારું ગજું નથી પણ કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, હિમાંશુ વ્યાસ, શંકરસિંહ વાઘેલા,  બ્રિજેશ મેરજા, અતુલ રાજાણી  વગેરે  ઉમેદવારો મારાં મનપસંદ છે, તો ભાજપમાં ય નરેન્દ્ર મોદી, જયનારાયણ વ્યાસ, પ્રફુલ્લભાઈ પાનસેરિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ, વલ્લભ કાકડિયા  ઇત્યાદિ  મારાં ફેવરિટ છે. ક્યાંક તો રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કશ્યપ શુક્લ જેવા બે મિત્રો ( અને એકબીજાના વેવાઈ)  વચ્ચેની  પસંદગીની મીઠી મૂંઝવણ પણ થાય. અને ઉભા નથી તો ય ભાજપમાંથી આઈ.જી.સૈય્યદ કે કોંગ્રેસમાંથી અહેમદ પટેલ પણ લડે તો એ જીતે એ મને ગમે. વ્યક્તિગત તાકાત પર કર્મઠ ધુરંધરો  કેશુભાઈ પટેલ અને કનુભાઈ કળસરિયા પણ જીતવા જ જોઈએ. કારણ કે,  આ મેરિટવાળા નામો છે. હારવો જોઈએ અહંકાર અને તિરસ્કારને પોષતો જ્ઞાતિવાદ !

ફરજીયાત મતદાનનો હું સકારણ વિરોધી છું, પણ અનિવાર્ય સંજોગો સિવાય મતદાન માટે પ્રયત્ન કરવો જ જોઈએ અને સતત માણસને બદલે જ્ઞાતિ જ જોયા કરતા સમાજ (સોસાયટી, ધેટ ઇઝ) ને ઈવીએમથી કમસેકમ યુવા મતદાતાઓએ તો સમજ આપવી જ જોઈએ. કમ ઓન.

દોટ કરો, વોટ કરો…..જ્ઞાતિવાદ પર ચોટ કરો ! 🙂

( સાચું લાગે તો શેર કરવું – spread it ! )

 
69 Comments

Posted by on December 13, 2012 in gujarat

 

69 responses to “ગુજરાતનું પ્રભાત, જ્ઞાતિવાદને લાત !

  1. MIhir

    December 13, 2012 at 4:22 AM

    welcome back sir…nice thoughts as always..

    Like

     
    • Rakesh Shah

      December 17, 2012 at 8:34 PM

      તમારી ચિંતા સાથે સહમત છું પરંતુ તેનો ઉકેલ પણ તમારા જેવા તીખા સત્યવક્તા અને યુવાનો પર પકડ ધરાવતા લેખકો , શિક્ષકો , વક્તાઓએ સતત સુતેલા યુવાનોને જગાડતા રહીને આવશે એવું મને લાગે છે.

      Like

       
  2. Shobhana Vyas

    December 13, 2012 at 4:50 AM

    Hmm very true jv….liked your opinion.. keep it up

    Like

     
  3. gopal gandhi

    December 13, 2012 at 4:50 AM

    Very nicely written
    We as a State of Gujarat must set example when whole country see towards us by vote on merit not on religion and cast
    Jay garvi GUJARAT

    Like

     
  4. Bhavin Solanki

    December 13, 2012 at 4:51 AM

    I expected a article on pure cast discrimination, but it is kinda related with election. Anyway, still true. This damn cast thing is really coming in my way from the very begining of my life, currently it is at its best. As my girlfriend is pretty sure her parents will not allow to marry her with me because I am so called “DALIT”, she can’t even put the proposal to parents! F**k this sh*t.

    Like

     
  5. Keyur Khoont

    December 13, 2012 at 5:23 AM

    જયભાઈ તમારી ઉમર ૧૦૦ વર્ષની છે. તમે આ લેખ અહી મુક્યો એના થોડા સમય પેલા જ તમારા બ્લોગ ચેક્ કર્યોતો એ આશા સાથે કે આજે તો કોઈ ને કોઈ લેખ આવશે જ. ગુજરાત ની રાજકીય પરિસ્થિતિ અને સામાજીક માનસિકતા પર લખાયેલો ખૂબજ વિચાર માંગી લે એવો છે.

    Like

     
  6. સિદ્ધાર્થ છાયા

    December 13, 2012 at 6:41 AM

    વેલકમ બેક સર!! અને કાયમ મુજબ દિલ સુધી પહોંચતી વાત કરી દીધી. લગભગ તમામ વિચારી શકતાં ગુજરાતીઓ વતી તમે વાત કરી દીધી છે. હેપ્પી વોટિંગ !!

    Like

     
  7. શરદ કાપડિયા

    December 13, 2012 at 8:03 AM

    લોકશાહીની આગવી લાક્ષણિકતા કે જે ગણવું હોય તે, આપણે ખરેખર ટોળાશાહીવાળી લોકશાહીને માર્ગે જઈ રહ્યા છીએ. ભારતીય સુસ્તીનો સ્વભાવ એનો પ્રભાવ બતાવી રહ્યો છે. તેનો લાભ લઈને સમર્થ લોકોની ચારે કોર સત્તા અને લક્ષ્મીની ભુખ અને તેના પરિણામે લૂટનો ભોગ બની રહ્યા છીએ!

    Like

     
  8. Diya Shah

    December 13, 2012 at 8:21 AM

    વોટ કરો…..જ્ઞાતિવાદ પર ચોટ કરો !

    Like

     
  9. dr rakesh patel

    December 13, 2012 at 8:22 AM

    grate…….sir.

    Like

     
  10. કાર્તિક

    December 13, 2012 at 8:38 AM

    વેલકમ બેક. એકદમ સમય પર!

    Like

     
  11. VASANTRAY PARMAR

    December 13, 2012 at 9:02 AM

    ભુખે ભજન ન હોય ગોપાલા !વરસોથી રીઢા અને મીંઢા રાજકારણીઓએ જ્ઞાતિવાદ નું ઝેર પાઇ પાઇને વ્યસની બનાવી દીધેલા અને જીવન ટકાવી રાખવામાટે બા૫ડા આમ આદમીને પેટનો ખાડો પુરવા કરવી ૫ડતી તનતોડ મહેનત ના લાગતા થાક માં — જ્ઞાતિવાદ- ના ઝેર અને અને એની ભયંકર આડ અસરો વિષે વિચારવાની ફુરસદ અને તાકાત હોય તેવું તમે માનો ?

    Like

     
  12. deepak.rotary

    December 13, 2012 at 9:12 AM

    Welcome back Jaybhai !

    Regards

    deepak

    Like

     
  13. Vinod R. Patel

    December 13, 2012 at 9:44 AM

    જયભાઈ, આપના પિતાશ્રી જલ્દી સાજા થઇ જાય એવી મારી શુભેચ્છાઓ અને પ્રાર્થના .
    તમારા વ્યસ્ત ટાઇમમાં બ્લોગ ઉપર આવી જ્ઞાતિવાદના ભૂતને ભગાડવાની તમે જે અપીલ
    કરી એ વખતસરની અને મુદ્દાની વાત કરી છે .

    અમેરિકનોની જેમ ઉમેદવારની લાયકાત જોઇને જ મત અપાય જ્ઞાતિવાદને નહી .

    મારા એક અમેરિકન મિત્રે મ્હેણું મારતા કહ્યું હતું કે ઇન અમેરિકા વી કાસ્ટ અવર વોટ , ઇન ઇન્ડીયા ધે વોટ ધેર કાસ્ટ . એ મિત્ર કેટલો સાચો છે !

    Like

     
    • Maulik Patel

      December 13, 2012 at 11:00 AM

      100% True

      Like

       
  14. hardiklovelyengg

    December 13, 2012 at 9:50 AM

    welcome sir…. ઘણા લાંબા સમયે પણ ધડાકા સાથે પુનરાગમન… તમારી વાત ૧૦૦% સાચી છે….. જ્ઞાતિવાદ અને ધાર્મિકતા ના નામે આજે રાજકારણ રમાય રહ્યું છે… ખોડલધામ કાગવડ ના નરેશ પટેલ નું ઉદાહરણ જ કાફી છે……

    “ખોડલધામ કાગવડ ટ્રસ્ટ કે નરેશ પટેલ કોઈ દિવસ કોઈ પણ પ્રકાર નો પોલીટીકલ એજન્ડા કે રાજકારણ ને લાગતી બાબત બહાર નહિ પાડે..”
    આ ઉપર ના શબ્દો ખોડલ ધામ ના મુખ્ય ટ્રસ્ટી નરેશ પટેલે આજ થી ૧૦ મહિના પહેલા ૨૧ લાખ વ્યક્તિ ની સાક્ષી માં ઉચ્ચારેલા. આજે જયારે ચૂંટણી ના રણશિંગા ફૂંકાય રહ્યા છે ત્યારે નરેશ પટેલ અવાર નવાર મીડિયા માં કે જાહેર માં ચુંટણી પ્રચાર કરે છે ને ગુજરાત પરિવર્તન પાર્ટી ના સપોર્ટ માં લેઉઆ પટેલો ને મત આપવા વિચલિત કરી ને એક જ્ઞાતિવાદ ને લગતી પ્રવુતિ પણ કરી રહ્યા છે.

    Like

     
  15. Dharmesh Vyas

    December 13, 2012 at 10:22 AM

    જયભાઈ, આશા છે કે અંકલ ને સારું હશે. સીધો કોન્ટેક કરી ને ખબર પૂછવી ડીસ્ટર્બ કરવા જેવુ થાય એટલે સમ્રાટ ભાઈ થકી ખબર પૂછી લીધેલી. અને ગર્વ લેવા જેવું છે કે અંકલ ને તમારા જેવા દીકરા મળ્યા.

    આ બાબત માં મારુ મંતવ્ય એવું છે કે જ્ઞાતિ વાદ ઉભો કર્યો છે અને એનાથી જે દોરાયા છે એ બધા એજ્યુકેટેડ નથી. જે એજ્યુકેટેડ છે એ લોકો બધું સમજે જ છે. (કિન્નરભાઈ ના બ્લોગ માં વાંચેલી કોમેન્ટ્સ ના આધારે)

    જે રીતે જેહાદ ના નામે અભણ મુસ્લીમો ને ભડકાવવામાં આવે છે (જયારે મારે તો મુસ્લિમ દેશ માં ભણેલા મુસ્લીમોનો બહુ સારો અનુભવ રહ્યો છે) એ જ રીતે અત્યારે અભણ લોકો ને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. અને જો આ લાંબુ ચાલ્યું તો એ દિવસ દુર નથી કે જયારે ગુજરાત નો નાશ થશે (૧૨-૧૨-૧૨ કે ૧૩-૧૩-૧૩ :p કઈ અસર નહી કરે આની સામે)

    Like

     
  16. pinal

    December 13, 2012 at 10:44 AM

    farjiyat matdan kem nahi e jara kejo fursade.

    Like

     
  17. nitesh vala

    December 13, 2012 at 11:10 AM

    ફરજીયાત મતદાનનો હું પણ વિરોધી છું ફક્ત ફરજીયાત શબ્દ નથી ગમતો કે કાઈ પણ ફરજીયાત કરવું ગમતું નથી એજ સ્વભાવ હોવાને લીધે …

    Like

     
    • Ramesh Chamaar

      December 13, 2012 at 10:32 PM

      હા લો કરો વાત!
      તમે ટેક્ષ પણ નથી ભરતા? એ પણ ફરજીયાત હોય છે!
      ફરજીયાત મતદાન કેમ ના હોવું જોઈએ એના બીજા ઘણા કારણો હોય શકે, પણ આવું કારણ પહેલી વાર સાંભળ્યું!
      -રમેશ

      Like

       
  18. Chintu

    December 13, 2012 at 11:32 AM

    What about Dilip Sanghani Jay Bhai…? Isn’t it one of “our” favorites..? Also Shree Vithalbhai “Gunman” Radadiya…? hmmmmmmmm?

    Like

     
  19. AARTI DUDHAIYA

    December 13, 2012 at 11:43 AM

    Dear jv, don’t worry , i pray for ur father.u r not alone ur all readers r always with u and ofcourse god is always with everyone.duao me sabse pehle hamesha aaphi ko yad karte hai.. GOD BLESS U AND UR FATHER… : ) [?]

    Like

     
  20. Chaitanya

    December 13, 2012 at 12:08 PM

    Timely written….

    Like

     
  21. Bharat Zalvadiya

    December 13, 2012 at 12:36 PM

    very good dil ne chhuliya

    Like

     
  22. Chintan Oza

    December 13, 2012 at 12:42 PM

    Welcome JV………..:) nice thoughts too..!!

    Like

     
  23. Kaushik Purani

    December 13, 2012 at 12:55 PM

    સમયસર ની સાચ્ચી વાત.
    વોટ કરો…..જ્ઞાતિવાદ પર ચોટ કરો !
    100% right & true.

    Like

     
  24. DIPEN SHAH

    December 13, 2012 at 1:03 PM

    ગુણમાં લલિત છે કે નહિ એ જોવાને બદલે અટકમાં દલિત છે કે નહિ એવું જોવાથી સમાનતા નથી આવવાની. અને એના વિના મહાનતા પણ નથી આવવાની !
    એકદમ સાચી વાત.

    આશા છે આપના પિતાશ્રી ની તબિયત સારી હશે. તેઓ જલ્દી સજા થાય એવી શુભકામનાઓ.

    Like

     
  25. alpesh vaghela

    December 13, 2012 at 1:16 PM

    Dear jay sir,
    You are great, we are happy for that your pappa is out of danger.
    your gnyativad opnion is perfect.
    thanks for your article.
    from alpesh vaghela, rajkot.

    Like

     
  26. suhanilife

    December 13, 2012 at 2:13 PM

    welcome back sir, missed your articles

    Like

     
  27. SATISH DHOLAKIA

    December 13, 2012 at 2:22 PM

    અંગત વાત ચિત માં તમારા જેવો મત વ્યક્ત કરતા ઘણા મિત્રો મળે છે,પરંતુ તમારા શબ્દો નુ મૂલ્ય અવશ્ય છે. પિતાજી ની બિમારી ને કારણે તમારી પ્રાથમિકતાઓ બદલે તે સ્વાભાવિક છે. હકીકતે આ લેખ એક સપ્તાહ પહેલાં આવ્યો હોત તો મતદાનીય પેટર્ન મા ઘણો ફરક પડ્તે..!

    Like

     
  28. vandana

    December 13, 2012 at 2:33 PM

    good

    Like

     
  29. Envy

    December 13, 2012 at 3:33 PM

    I agree with you 100%. It is time, we Gujaratis show to the wasted interest (whoever they might be) that, we do not cater to such gutter thoughts to prosper, again in Gujarat.

    Like

     
  30. zinkal

    December 13, 2012 at 5:05 PM

    very good as usual…..

    Like

     
  31. Hemang Joshi

    December 13, 2012 at 5:19 PM

    Wonderfully explained! Danke ki chot par….JAY HO…JAYBHAI……I VOTE FOR YOU AND WISH FOR UR PAPA!

    Like

     
  32. Anand Trivedi

    December 13, 2012 at 6:02 PM

    વેલકમ બેક. એકદમ સમય પર! …જય….thanks..

    Like

     
  33. sanjay upadhyay

    December 13, 2012 at 7:25 PM

    Well said JV..

    When the voting is concerned, so called educated and intellectuals are also drawn by casteism barring a few exceptions. Its really a pity for our country that we can’t think out of our caste.

    I cant see any change in this for coming years. May GOD save this country from havoc which is evident if the situation does not change.

    Anyway, there is no harm living in a fool’s paradise assuming our country ” a country of culture having glorious past” !!! But till when ?

    Like

     
  34. marooastro

    December 13, 2012 at 8:15 PM

    really solid thoughts, manilal.m.maroo.

    Like

     
  35. bansi rajput

    December 13, 2012 at 8:26 PM

    glad 2 c u back after so long….. 🙂 tc

    Like

     
  36. mayur azad

    December 13, 2012 at 10:16 PM

    hamanthi m lagyu k kyak dukal padyo 6,bt have dhime dhime lilotari avi jase………….!!!!!!!!!!!!

    Like

     
  37. Mayur Shah

    December 13, 2012 at 10:33 PM

    Nice article. Just knew today I was wondering where were you been lost ?! My best wishes for your papa.

    Like

     
  38. Parth Veerendra

    December 13, 2012 at 10:47 PM

    wc JV…laaaaaaamba samay pachi tmara blogdayra par jane sabdo thi 6ati e thando malam chopdayo…tmara pitaji mate amari prarthnao..tmari fb post na divso pa6i pan rabeta mujab chaluj chhe…satat ane sakhat…gnativad par chot karo..Jai Ho..

    Like

     
  39. jignesh rawal

    December 13, 2012 at 11:18 PM

    very much true sir, well come back sir,,,,, but one request just for you also like movie very much,,, and i also…. must watch flim CHAKRAVIEWH a prakesh zha flim… if one article on that toooo sone pe suhaga

    Like

     
  40. Mukesh

    December 14, 2012 at 3:42 AM

    Jaybhai,
    Hoping that your father is feeling good now.

    This is one of the best blog i ever read from anybody including your’s as well.because it’s eye opener for future.since i know kanubhai kalsariya personally,salute you man for your audacity and tilt analysis.
    I heartly wish that all indians read this blog.

    Like

     
  41. dr.divyakshi patel

    December 14, 2012 at 8:35 AM

    Welcome back JV..
    Perfect article..

    Like

     
  42. Vishal Rathod

    December 14, 2012 at 11:32 AM

    CAST YOUR VOTE, BUT DON’T VOTE YOUR CASTE…

    WELCOME BACK SIRJI 🙂

    Like

     
  43. preeti tailor

    December 14, 2012 at 2:41 PM

    aapni vaat saav sachi chhe …jyare navu rajy bane chhe tyare aazadino itihas yaad aave chhe ..500 rajvada mathi ankhand bharat nu nirman thayu hatu have vibhajan fari chalu thayu chhe …ane gyativaad ni mansikta to have modernisation sathe sathe vadhu vakre chhe em lage chhe …….e bharatni vakrata chhe ….

    Like

     
  44. rRAJEN

    December 14, 2012 at 7:46 PM

    welcome back jaybhai. aapna pitashri na swasthya mate shubechha prathna.note koi gyati mate nahi gujrat mate aapvano chhe.

    Like

     
  45. Naimish Vasoya

    December 14, 2012 at 11:09 PM

    Bhai bhai! Narendra Modi nu to kevu j pade. Narendra Modi koy pan vyakti vishe pravachan ma bolata hoy koy divas ena chehara hinsak bhav jova nahi male jyare bija na cheharao upar? Cheeee…… Cheeee…..

    Like

     
  46. sajid

    December 15, 2012 at 1:26 PM

    welcome back good wish 4 ur daddy get well soon

    Like

     
  47. kashyap

    December 15, 2012 at 2:19 PM

    perfect sir.

    Like

     
  48. વસંત ૫રમાર

    December 16, 2012 at 9:25 AM

    ગુજરાત વિધાનસભાની ચુંટણીના ૫હેલા તબકકામાં મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો……..બીજા તબકકા બાદ 20 મી ડીસેમ્બરે આ મિજાજ કેવો રંગ બતાવે છે,તેનો ઇંતજાર કરવો રહ્યો……!!!!!!!

    Like

     
  49. KAMLESH VYAS

    December 16, 2012 at 1:47 PM

    જયભાઈ! પ્રથમ તો આપના પિતાશ્રી ની તબીયત સારી થઈ રહી હોવાનુ જાણી ખુશી અને આપને અભિનંદન,બાદમાં બીજા અભિનંદન મારા મનની વાત કહેતો ખુબજ સુંદર લેખ લખવા માટે. હવે મારે જે વાત પુછવી છે તે એ કે હું આ પોષ્ટ ફેસબુક પર કેમ શેર નથી કરી સકતો

    Like

     
  50. jitendra

    December 17, 2012 at 11:58 AM

    Dear jay sir,ur daddy get well soon…………ફક્ત ધર્મ કે જ્ઞાતિ માટે જ લડવાનું હોય તો આ ય પ્રવૃત્તિ ભલે નિર્દોષ લાગે, વૃત્તિ તો તાલિબાની ફતવા જેવી છે. ક્યાં સુધી આ દેશનું રાજકારણ આતંકવાદી કે તકવાદી મુદ્દાઓથી મડદું બનાવ્યા કરીશું? daardaar lekh

    Like

     
  51. bhumikaoza

    December 17, 2012 at 1:27 PM

    એક્દમ સાચું .

    Like

     
  52. Hitesh Jajal

    December 17, 2012 at 1:37 PM

    “લાગ્યું તે લખ્યું તે મારો સ્વ-ભાવ છે. ભલે એ લખ્યું એ જેને લાગવું હોય તો લાગેવાગે ! B-) મને નિયમિત વાંચનારા કે ઓળખનારા ચોક્કસ સાહેદી પુરાવી શકશે…”

    જે લાગે એ કહેવાથી જ વાત વધુ સ્પષ્ટ થતી હોય છે, ચર્ચાને સાચી દિશા મળતી હોય છે. જે લાગે છે એ સાચું છે કે ખોટું એ તો પછીની ચર્ચામાં સ્પષ્ટ થઇ જશે…સ્પષ્ટ કથન, મંથન પછીનું મંતવ્ય, લેખન પર નું સમર્પણ…..આ બધું જ જય વસાવડા ને જય વસાવડા બનાવે છે.

    – હિતેષ જાજલ

    Like

     
  53. miteshpathak

    December 17, 2012 at 3:28 PM

    જયભાઇ,

    આપની જે કલમની શક્તી છે તે કેટલાય વાડ ઉપર બેઠેલાને સાચો માર્ગ દેખાડવા સફળ બની (૧૩ તારીખના ફેઝમાં) અને આજે પણ (૧૭ તારીખે ) બનશે જ. એ દિવસો માંડ ગયા છે જ્યાં મતદારો નહી પણ જ્ઞાતી અને ધર્મ આધારીત ટોળાંઓ નક્કી કરતા કે સરકાર કોની બનશે. પ્રથમ વખત એ પ્રકારના વાતાવરણ વગર ચુંટણી યોજાઇ અને આ વયોવૃધ્ધ વ્યક્તિ મુદ્દાઓને લાવવાને બદલે સરળ (એમના માટે) એક ચોક્ક્સ યંત્રણા હેઠળ ફરી એક વાર ગુજરાતના વાતાવરણને ડહોળવામાં લાગ્યો. આપના જેવા વીચારશીલ વ્યક્તિઓને કારણે જ લોકો એ માર્ગે નહી જાય. અમુલ્ય ફાળો છે આપનો. અને આ બાબત જ જય વસાવડાને જય વસાવડા બનાવી રાખે છે. એક મક્કમ, નિડર અને મુલ્યવાન.

    – મિતેષ પાઠક

    Like

     
  54. mukund parekh

    December 17, 2012 at 5:15 PM

    This article has reached to us very late on 17 th. You should have posted earlier. This is a best article and should have been circulated before 13 th. Hope your father will get well soon. Prey deeply to GOD for that.

    Like

     
  55. jayteraiya

    December 17, 2012 at 6:19 PM

    “”””લાગ્યું તે લખ્યું તે મારો સ્વ-ભાવ છે.””””

    Like

     
  56. AMIT SISODIA

    December 18, 2012 at 4:51 PM

    જયભાઈ વેલકમ બેક,
    તમારા પિતાશ્રીની તબિયત સુધારા પર છે તે જાણી આનંદ થયો. કુદરત તમને અથાગ શક્તિ આપે જેથી તમે તમારે દરેક ફરજ નિભાવી શકો.
    તમારો જ્ઞાતિવાદ વિરોઘ વિશે અમે તમારો જ પક્ષ લઈશુ. અને ફરજિયાત મતદાન નો હું પણ હિમાયતી નથી. ફરજિયાત પણે કરાવેલ વસ્તુંમા બંધન હોય છે અને એમાં ગુણવત્તા સાથે બાંધછોડ થવાની સંભાવના રહેલી છે.
    આપણા દેશની લોકશાહી ન જાણે ક્યારે પુખ્ત થશે (કદાચ આપણા જાવનકાળ મા તો નહિ જ થાય).
    એક ઉદાહરણ : સાંપ્રત ચૂંટણી બાદ એક સહ કર્મી એ કહ્યુ (એ સહ કર્મી નુ વતન એ આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી નું ગામ છે. અત્યારે મારા એ સહકર્મી ત્યાં જ રહે છે.‌) ગઈ કાલે સાંજે ૪.૩૦ વાગ્યા સુધી અમારા ફળિયાના લોકો મત આપવા ન ગયા. કારણ કે ફલાણા પક્ષ ના કાર્યકરો ગઈકાલે અમારા આગલા ફળિયા ના લોકો ને ચવાણું આપી ગયા હતા. એ કાર્યકરો ને એવું લાગ્યુ કે અમારા ફળિયા ના મત તો અમારા પક્ષ ને જ મળવાના છે એટ્લે તેઓ અમારા ફ્ળિયા માં ચવાણું ન આપી ગયા. ૪.૩૦ ના સુમારે એ કાર્યકરોનું ઘ્યાન ગયું કે આ ફળિયા ના લોકો મત આપવા કેમ ગયા નથી તો તેઓ અમારા ફ્ળિયામા બધાને મનાવા આવ્યા અને મતદાન પછી સાંજે ચવાણું આપવાનો વાયદો કર્યો ત્યારે બધા એ પક્ષ માટે મતદાન કરવા ગયા. અને સાંજે દરેકના ઘરે લગભગ ૫૦૦ ગ્રામ ચવાણું પહોંચી ગયુ. અને એ બધા મત દારો (સવર્ણ કોમ ના) એ જે પક્ષને મત આપ્યો એના સિવાય બીજા પક્ષ ને મત આપતા નથી( સહકર્મી એ શબ્દ વાપર્યો કે અમારુ માથું કે ધડ કપાઈ જાય તો પણ બીજા પક્ષને મત આપતા નથી). ચલો માન્યુ કે કોઈ એક વિચારસરણી ને આટલી સજ્જ્ડ વફાદારી તારીફ ને કાબીલ છે. છતા પણ ફક્ત ૫૦૦ ગ્રામ ચવાણા ની મોહ્તાજ તો ખરી જ.

    ખરેખર આપણા નાગરિકો ક્યારે પુખ્ત થશે.

    જો તે પક્ષ પ્રત્યે આટલી વફાદારી હોય તો સવારે ૮.૦૦ વાગે મત આપવા પહોંચી જવુ જોઈએ એવું નથી લાગતું…………

    ઘણી વાર ગ્રાસરૂટ લેવલની આવી વાતો સાંભળી માથું ભમવા લાગે છે…………શું કરી શકાય………..તમારા એકાદ સ્પેક્ટ્રોમીટર માં આ વિશે કંઈક લખો…….કોઈને નહિ કહુ કે મારી આ વાત પરથી તમે લેખમાં લખ્યું છે (ઘરવાળીને કહેવાની છુટ)………

    Like

     
  57. Arvind patel

    December 19, 2012 at 3:43 PM

    જયભાઈ, આપના પિતાશ્રી જલ્દી સાજા થઇ જાય એવી મારી શુભેચ્છાઓ અને પ્રાર્થના .

    Like

     
  58. vijay kotadiya

    December 21, 2012 at 8:30 PM

    dear …… mara mitro mari par pastal padshe aa read kari ne ….. by the way thx… dil se….. u r ……

    Like

     
  59. Kinnar Doshi

    December 23, 2012 at 11:44 AM

    ekdam sachot..

    Like

     
  60. bhogi gondalia

    December 25, 2012 at 11:27 AM

    thousand years ago Manu created and dicrmiminated and separated human beings – Dr Ambedkar tried to balance – Gandhi coined Harijan word to please dalits – so called upper cast agitated and are still against against reservation and now wants to add economically backward ‘upper class created by Manu – your header is totally misplaced “ગુજરાતનું પ્રભાત, જ્ઞાતિવાદને લાત !” is it? just for election ?? you write ” ધર્મ કે નાતજાતના વાડા આપણે છોડીશું નહિ, ત્યાં સુધી આગળ વધવામાં ખાડા જ આવ્યા કરશે. ગુણમાં લલિત છે કે નહિ એ જોવાને બદલે અટકમાં દલિત છે કે નહિ એવું જોવાથી સમાનતા નથી આવવાની. અને એના વિના મહાનતા પણ નથી આવવાની !– what a tall order !! why not all upper caste make one ‘final’ decision to drop their અટક – just to indicate that no body will differintiate or know who they are?? can upper caste really do this? or will it be like how Tamilian Brahimans were forced to do once….few years ago Moraribapu had ‘sarva dharm-sarva gnati kaatha at Rajkot .. for Dalits 5000 years of persecution cannot be just forgiven and agitation and caste factor will remain – no matter how many ‘samlen’ you attend and educate people .. this is a hard fact and that tragic fact as well of our Hindu Society. as one of my known persons (highly educated) use to say we do not believe “ધર્મ કે નાતજાતના વાડા” but when it comes to marriage or doing business – we have to look and check persons Jati and Dharm !!

    Like

     
  61. Ram lakhani

    December 30, 2012 at 8:20 PM

    Mitro, jati ane Dharm thi upar to merit Che . Parntu , by the way merit aetle pan shu ? Paisa, Dharm ane jati nu banavelu tolu, ke pachi bap dada ae politics ma potana poutro ane sagavad ne jore banaveli jagya . To na motro na aa merit nathi merit nu bahuj Tuku ne tuch swoop Che ke je tamari samsya ane prshno ne samji jati ne Dharm thi uper uthi samaj , désh na vikas ne dhyan ma Rakhi désh na chevada na aam aadmi ne vikas na fal chakhva male ne aa désh na aam aadmi no aa désh ni lokshi ma vishvas aave , nahi ke lootmari ma. Ane ae pan aa désh sathe joday ne aa désh na bhavisya ne samjik vikas na path upar Lai java potanu yogdan aape.after all gujrat na matdar ne manvata ne mechjoyriti aa désh na political leadero pase thi shikhva ni jarur nathi. Vande matram.

    Like

     
  62. Makvana Jayesh

    January 1, 2013 at 7:48 PM

    very very good i like it …..

    Like

     
  63. Jyotik

    April 3, 2013 at 10:16 AM

    ભાજપમાં
    પ્રફુલ્લભાઈ પાનસેરિયા મારાં ફેવરિટ છે.
    Oh!!!!!! I feel proud……….

    Like

     
  64. Jyotik

    April 3, 2013 at 10:20 AM

    Sorry, hu haju navo 6u….. Etle “one by one” badhu vanchto aavu 6u….. Etle comment ma tamara badha karta thodok pa6al 6u……

    Like

     
  65. hevinjose

    February 5, 2014 at 12:44 PM

    One of the Top MBA college in Karnataka is Presidency college. They have a good academic education and also the infrastructure is amazing.

    Like

     

Leave a reply to Ram lakhani Cancel reply