RSS

ખાલી હાથ શામ આઈ હૈ, ખાલી હાથ જાયેગી…

07 ફેબ્રુવારી
sham1

ચિત્રકાર : જીમ વોરેન

શામ ટૂટે હુએ દિલવાલોં કે ઘર ઢુંઢતી હૈ

શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો

ખુદ કો ભૂલે કિસી મહેફિલ, કિસી મેલે મેં રહો.

શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો

 

શામ આયેગી તો જખ્મોં કા પતા પૂછેગી

શામ આયેગી તો તસવીર કોઈ ઢૂંઢેગી

ઇસ કદર હોના બડા તુમસે તુમ્હારા સાયા

શામ આયેગી તો પીને કો લહૂ માંગેગી

શામ કો ભૂલે સે આઓ ન કભી હાથ અપને

ખુદ કો ઉલઝાયે કિસી એસે ઝમેલે મેં રહો

શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો

 

યાદ રહ-રહ કે કોઈ સિલસિલા આયેગા તુમ્હેં

બાર-બાર આપની બહુત યાદ દિયાલેગા તુમ્હેં

ના તો જીતે હી, ના મરતે હી બનેગા તુમસે,

દર્દ બંસી કી તરહ લે કે બજાયેગા તુમ્હેં

શામ સે બચને કે હર રોજ બહાને ઢૂંઢો

શામ હર રોજ નયે ચેહરોં કે મેલે મેં રહો.

શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો

 

અલવિદા કહ કે ગયા કોઈ અભી, જૈસે અભી

શામ કો ખેલ શરૂ હોગા, તો ધબરાયેગા જી.

યાદ આયેગા વહી હાથ જો કિસ્મત મેં નહી.

ખૂબ રૂલાયેંગી વે બાતેં, ન જો હો પાયી કભી

શામ એક રાખ હુએ શહર કી જાદૂગરની

જાન લે લેગી ન સંગ ઉસ કે અકેલે મેં રહો

 

ઘર મેં સહરા કા ગુમાં ઇતના જ્યાદા હોગા

મોમ કે જીસ્મ મેં રોશન કોઈ ધાગા હોગા

રૂહ સે ઉલઝેંગી ઇસ તરહ પુરાની યાદેં

શામ કે બાદ બહુત ખૂન ખરાબા હોગા…!

 

લગ કે અપને હી ગલે રોને સે બહેતર હૈ યહી

શામ જબ આયે કિસી ભીડ કે રેલે મેં રહો

શામ ટૂટે હુએ દિવાલોં કે ઘર ઢૂંઢતી હૈ

શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો

 

કવિતા એટલે કાળજાની અંદરની ત્વચાને ચીરીને પછી છેક અંદર ઘાવની બળતરા સાથે ધાતુના સ્પર્શની ઠંડક પણ થાય, એવો તલવારનો પ્રહાર. વરિષ્ઠ હિન્દી કવિ સુર્યભાનુ ગુપ્તાની આ કવિતામાં એ રણકાર, એ ધાર છે. શિયાળાની કડકડતી ઠંડીમાં બરફીલી સાંજે વાંચો, તો ઘરમાં જ થીજી જાવ, એવી કવિતા !

શીતળ શિયાળો અપવાદો બાદ કરતા ગુજરાત (અને આ વખતે તો મુંબઈને પણ) શિરા-ધમનીઓ સુધી ફ્રોઝન કરીને હવે ધીરે ધીરે વિદાય લેવાની તૈયારીમાં છે. શિયાળાની સવારે જેમ રજાઈની હૂંફ છોડવી ન ગમે, એમ વ્હાલા વિન્ટરને વિદાય આપવી ગમતી નથી. શામ-એ-ગમ કી કસમ, આજ ગમગીન હૈ હમ વાળી શામ એ ગમ પણ રોટલા, લસણની ચટણી, ટમેટા તુવેરદાણા કે જીંજરા-મોગરીની માફક શિયાળા સ્પેશ્યલ અનુભવ છે.

સબસબાવીને કરોડરજ્જૂમાંથી લખલખું પસાર કરી દે એવી બર્ફાની ટાઢ ત્રાટકે ત્યારે સાંજ જાણે સન્નાટાની સાડી ઓઢીને આવે છે. ધડાધડ, ફટાફટ, સૂનકાર યોસેફ મેકવાને એક કવિતામાં વર્ણન કરેલું હતું, ‘ઝાડના ડાંખળે ડાળીએ સૂર્યના કિરણ ચોંટી રહ્યા. પાસમા ટૂંટિયું વાળીને શાંત છે પથ પડ્યો !… ચોતરફ વાયુના કાફલા બરફ શા આભને લઈ વહે, ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ થઈ ‘કરો’ કાનમાં વાગતો ! એમ લાગે ઘડી… સાંજ આ ચિત્રમાં હોય જાણે મઢી !’

બહોત અચ્છે ! ટૂંટિયું વાળીને રસ્તો ય સૂતેલો હોય એવા ઠિઠુરાઈ ગયેલા ભેંકાર વાતાવરણના કાળી શાલ લઈને શિયાળાની શામ આવે છે. જાણે જગત મૂવીંગ એચ.ડી. વિડિયોમાંથી સ્ટેન્ડસ્ટિલ ફોટોફ્રેમ બની જાય છે. આપણા જ પગલાનો અવાજ જાણે પારકો હોય તેમ સંભળાય છે. ઉપર જામેલા બરફ નીચે યુરોપમાં નદીઓનું પાણી પડ્યું રહે, એમ થથરી ગયેલી ટાઢીબોળ ચામડી નીચે ગરમ કહેવાતું લોહી સુન્ન પડી જાય છે. બહાર ફળિયામાં ખુલ્લાં રહી ગયેલા પાણીનું ટીપું પણ અચાનક પગ કે ગાલ પર પડે તો દાઝી જવાય એનું નામ શિયાળો ! જેમાં શ્વાસ ફેફસાંને બદલે પાંસળીઓમાં પહોંચે અને હાડકાની વચ્ચેના પોલાણમાં હિમ જામે !

અને આ હૂહૂકારની વચ્ચે જે ગ્લૂમી, બોઝિલ સાંજ આવે ત્યારે સૂર્યના અસ્તની સાથે એકલતાનો ઉદય થતો હોય છે. શરીર ફરતે કસીને ભીંસેલી ધાબળી કે ચપોચપ ફિટ થતા જેકેટ સિવાય બીજો કોઈ સ્પર્શ સાંપડી શકે તેમ ન હોય, ત્યારે બહાર બરફ જામવાનો શરૂ થાય, ત્યારે અંદર યાદોનો બરફ ઓગળવાનો શરૂ થતો હોય છે ! શિયાળાની શાંતિ, મૌન મહોલ્લો અને પડઘાતા પીગળતા પોકારો !

અને કવિ ચેતવણી આપે છે, શામ ટૂટે હુએ દિલવાલોં કે ઘર ઢૂંઢતી હૈ ! પોતાની ઘુમ્મસિયા જીભ લપલપાવતી ભૂખરી ભૂખરી સાંજ આપણને ગળી જવા પ્રેત થઈને પથરાતી જાય છે. શામ આયેગી તો જખ્મોં કા પતા પૂછેગી. શામ આયેગી તો પીને કો લહૂ માંગેગી. પછી વાંસળીની જેમ સંવેદનાઓના છેદ કરીને સાંજ આપણને વગાડશે. બીજા એ સાંભળીને ડોલતા હોય તો પણ ન જીવી શકાય, મરી શકાય એવા ફલેશબેક હાઈસ્પીડમાં રિવાઈન્ડ થવા લાગશે !

સિદ્ધિઓની યશોગાથા એ ઉજળી હૂંફાલી સવાર છે. પણ શિકસ્તનું સરનામું ઠંડીગાર સાંજ છે. બહારથી ચમકતા લાગતા રંગબેરંગી મીણની વચ્ચે દોરો બળતો જાય, અને બીજાઓને પ્રકાશ મળે ત્યારે આસપાસ રહેલું મજબૂત લાગતું મીણ સપાટાબંધ સોલિડમાંથી લિક્વિડ બની જાય, એમ આપણા મીણિયા શરીરો તો અંદર આત્મા કોચવાય, દિલ દુભાય ત્યારે તરત જ જવાબ દઈ દેતા હોય છે. સાંજ એટલે વીતી ગયેલા વાયરાઓમાંથી ફૂંકાતી અઘૂરી રહેલી વાર્તાઓનો સરવાળો ! સાંજ એટલે હાથના છૂટી ગયા પછી ભેટેલી હારનું ખોપરીમાં ખખડતું અટ્ટહાસ્ય ! આંખો મીંચ્યા પછી ઉછળતા પોતાના જ લોહીના ફુવારામાં થતું માથાબોળ સ્નાન ! શામ કે બાદ બહુત ખૂનખરાબા હોગા ! બધી અઘૂરી ખ્વાહિશોની પૂરી કરચો રૂંવે રૂંવે ભોંકાશે. ગમતા માણસોની સ્મૃતિઓ તીક્ષ્ણ નખથી છાતીમાં ન્હોરિયા ભરશે, ત્યારે એ નહિ ગમે !

એટલે તો સુર્યભાનુ ગુપ્ત ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છે. આવી થીજાવી દેતી સાંજના સંજોગો ડીપ્રેશનનું ડીપ ફ્રિઝર પેદા કરે, ત્યારે એકલા ન રહો. પોતાની જાતને ભૂલવા માટે ભાગો. ભીડમાં ભળી જાવ. નવા નવા ચહેરાઓ વચ્ચે ખોવાઈ જાવ. ત્રસ્ત ન થવું હોય, તો ખુદને વ્યસ્ત રાખો.

યાદ રાખો, સાંજ ૧૪ ફેબ્રુઆરીવાળાઓ માટે નથી. પણ ૧૫ ફેબ્રુઆરીવાળાઓ માટે છે. રિજેક્ટેડ, ડમ્પ્ડ, નેવર બીન એક્સેપ્ટેડ, ફેઈલ્યોરના વન-વેમાં ફાઈન ભરી યુ ટર્ન મારનારાઓ. સાંજ ભાંગેલા, તૂટેલા, થાકેલા દિલવાળાઓને રાની પશુની માફક સૂંઘી લે છે. પછી એ તો શિકાર કરવા તરાપ મારે છે. પોતાની લિસ્સી લપસણી ગુફામાં ઘસડી જાય છે. સાપણ બનીને ભરડો લઈને, ઝેરી ડંખ મારીને ગળી જાય છે.

માટે દિલ પર ફોલ્લાં પડ્યા હોય, તો શામ કે વક્ત કભી અકેલે ન રહો.

***

‘ધારો કે એક સાંજ આપણે મળ્યા’ જેવા ક્લાસિક કાવ્યમાં જગદીશ જોશી વ્યથાને વલોવે છે, ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરી ફરી કેમ વાંચશું ? આ બોર્ડની પરીક્ષાનો સવાલ નથી, કે એનો જવાબ ટ્યુશન ક્લાસીસના મટીરિયલમાંથી મળે. આ ‘લોર્ડ’ (ગોડ)ની કસોટી છે. જેને વાંચવાને બદલે ગાવો પડે, ‘યે શામ કી તન્હાઈયાં, ઐસે મેં તેરા ગમ… પત્તે કહીં, ખનકે હવા, આઈ તો ચોંકે હમ !’

દિવસ ભાગદૌડનો ‘કાયાલોક’ છે, અને રાત આનંદઆરામનો ‘માયાલોક’ છે. આ સ્વીચઓવરનું ક્રોસ જંક્શન એવી સાંજ એ ‘છાયાલોક’ છે ! લંબાતા જતા ઘેરા પડછાયાઓની ફોજ લઈને સાંજસવારી આવે છે. સાંજે પાડેલી તસવીરોનો રંગ એટલે જ ઝાંખો આવે છે. એમાં અંધારું નથી, ફલેશલાઈટ પણ નથી. સાંજ માટેનો સરસ ભારતીય શબ્દ છે. ‘ગોઘૂલિ’ ગૌઘૂલિક સમયે થતો હસ્તમેળાપ એટલે સૂરજ ઢળવા લાગતા સમીસાંજે ગાયોનું ધણ ચરિયાણમાંથી ગામમાં પાછું આવે, ત્યારે તેની ખરીઓથી ઘૂળ ઊડે એ સમય !

પણ સાંજ એ સમય નથી. સ્થિતિ છે. ‘દિલ ચાહતા હૈ’ના અદ્‌ભુત ગીત ‘તન્હાઈ’માં જાવેદ અખ્તરે એક બેનમૂન પંક્તિ લખી હતી : દૂર બનાઈ થી મંઝિલ, રસ્તે મેં હી શામ હુઈ ! ક્યારેક માણસ જાણી જોઈને જે હાથમાં નથી આવવાનું એને પામવાનો પ્રયત્ન કરે છે. પોતે જ વઘુ અઘરા, ઉંચા, લક્ષ્યાંકો રાખે છે. પણ એ મૃગજળ પાછળ દોટ મૂક્યા બાદ સફર (યાત્રા) અને સફરિંગ (પીડા) બેઉ લંબાઈ જાય છે. મંઝિલ જ એટલી દૂર હોય છે કે પહોંચી શકાતું નથી, અને રસ્તામાં જ સાંજ ઢળી જતા અંધારાના ઓળાઓ આસમાનમાંથી ઉતરી આવે છે ! મીલોં દૂર તક ફિર ખામોશી હૈ છાઈ… તન્હાઈઈઈ !

આવી જ એક ઇલેકટ્રિક કરન્ટ લાગ્યો હોય એવી ફિલ્મગીતની પંક્તિ એક ઢળતી સાંજે વાત કરતા કવિ હર્ષ બ્રહ્મભટ્ટે યાદ કરી હતી. જૂની ‘ફરાર’ ફિલ્મના ગીત (બસ ચૂપ સી લગી હૈ)માં એક ચાદર નીચે ઢંકાઈ ગયેલા હીરા જેવી કાવ્ય પંક્તિ છે. સુબહ ભી હૈ, ઔર રાત ભી, દુપહર ભી… હમ હી ને શામ ચુની હૈ ! 

ક્યા બાત હૈ ! ઓપ્શન તો હતા, પ્રભાતના પ્રકાશ સાથે કે મઘ્યાહ્નના સોનેરી ઝગમગાટ સાથે કે રાતના રેશમી સુંવાળા આરામ સાથે જવાના – પણ શું થાય. દિમાગ દિલ પાસે હાર્યું. કેલ્ક્યુલેશન પર ઇમોશન હાવી થઈ ગઈ. સેટલમેન્ટ કરતા સેન્ટીમેન્ટસ ચડિયાતા પુરવાર થયા. અને જાણી જોઈને ઘૂંધળી સાંજની ખીણમાં ભૂસકો લગાવી દીધો. ખુદને ખતમ કરનારી આફતને ગળે વળગાડી દીધી. ડેથ વિશ, સેલ્ફ ડિસ્ટ્રક્શનનો ય ક્યારેક અજીબ નશો ચડી જતો હોય છે. માણસ સાથે નહિ, તો મુસીબતો સાથે રોમાન્સ થઈ જતો હોય છે. એક અજીબ અદ્રશ્ય ખેંચાણ હોય છે, પ્રચંડ ગુરૂત્વાકર્ષણ જેવું, શમાઓમાં જલી મરતા પરવાનાઓ જેવું, ઉંચી ઉડાન ભરવા જતા પીંછા ખેરવી નાખતા પંખીડાઓ જેવું. સીધો રસ્તો મૂકીને પણ વાંકીચૂંકી વનવગડાની કેડીએ ભટકવાની એક કશીશ પેદા થઈ જતી હોય છે. અને માણસ શામની ચોઈસને ફાઈનલ લોક લગાવી દેતો હોય છે ! સવારનો રતુમડો સૂરજ ગળી જાય એવો સાંજનો ભમ્મરિયો કૂવો, જે એમાં ડૂબે તે જીવતો મૂઓ !

નિનુ મઝુમદારે રૂડીરૂપાળી રંગીલી કોડીલી મદીલી ચમકીલી એવી સુસ્ત શરદની રાત ગુજરાતી કવિતાને ભેટ આપે છે. એલેકઝાન્ડર પુશ્કિને બરફમાં ચૂસાઈને કેદ પકડાતા સૂર્યકિરણોવાળી સ્ટોર્મી તોફાની વિન્ટર ઇવનિંગની પોએટ્રી વિશ્વને ભેટ આપી છે. પણ આંખમાં રતાશ સાથે સાંજની ટશરો ફૂટવી એટલે શું એ તો બસ, સૂર્યભાનુ ગુપ્તે જ જાણે શાહીને બદલે લોહીથી ઉપસાવ્યું છે. આજ ભી ના આયા કોઈ, ખાલી લૌટ જાયેગી – નો ખાલીપો, અજંપો બે શબ્દો વચ્ચેની સ્પેસમાં પડઘાય છે. આ કવિતા છે. ચુસ્ત ચાબૂક જેવી, જડબેસલાક ચુંબક જેવી – શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ના રહો, શામ ટૂટે હુએ દિલવાલોં કે ઘર ઢૂંઢતી હૈ, શામ એક રાખ હુએ શહર કી જાદૂગરની, જાન લે લેગી, ન સંગ ઉસ કે અકેલે મેં રહો…

યાદોના ઘોડાપૂર ભયજનક સપાટી વટાવે ત્યારે ખતરાની ચેતવણી નયન દેસાઈ આપે છે –

એક પડછાયો પીધો તેનો નશો છે લોહીમાં

આમ બસ હર એક સાંજો લડખડતી જાય છે !

sham

#ગત વર્ષનો લેખ “રોઝ ડે” ને સમર્પિત 😛

બોનસ વિડીયો   : 

 
22 ટિપ્પણીઓ

Posted by on ફેબ્રુવારી 7, 2013 in art & literature, feelings, romance

 

22 responses to “ખાલી હાથ શામ આઈ હૈ, ખાલી હાથ જાયેગી…

 1. bipinsoni

  ફેબ્રુવારી 7, 2013 at 7:49 પી એમ(PM)

  suraj lahu luhan samandar me doob gya …din ka gurur tut gya lo sham ho gayi…..bipinsoni

  Like

   
 2. nikee

  ફેબ્રુવારી 7, 2013 at 7:53 પી એમ(PM)

  bakvas emtional atyachar…hell……

  Like

   
 3. mitesh

  ફેબ્રુવારી 7, 2013 at 8:35 પી એમ(PM)

  nice j.v

  Like

   
 4. Razia Mirza

  ફેબ્રુવારી 7, 2013 at 9:15 પી એમ(PM)

  કવિતા એટલે કાળજાની અંદરની ત્વચાને ચીરીને પછી છેક અંદર ઘાવની બળતરા સાથે ધાતુના સ્પર્શની ઠંડક પણ થાય, એવો તલવારનો પ્રહાર. કવિતા ની આટલી સુંદર વ્યાખ્યા ક્યારેય નહોતી વાંચી.. ધન્ય છે

  Like

   
 5. ચેતન ઠકરાર

  ફેબ્રુવારી 7, 2013 at 9:44 પી એમ(PM)

  Reblogged this on crthakrar.

  Like

   
 6. mukesh bavishi

  ફેબ્રુવારી 7, 2013 at 10:00 પી એમ(PM)

  Jay – this is one my most favourite poems ! it was great to relive through the lines !! Thank u !

  Like

   
 7. RC

  ફેબ્રુવારી 8, 2013 at 12:55 એ એમ (AM)

  સાંજ રૂડી રૂપાળી પણ હોઈ શકે છે, ભલે એકલા હોવ પણ એકલતા ના હોય
  શાંત નીરવ નદી કિનારે, પાછા ફરતા પક્ષી અને આકાશ માં એક તરફ સ્વૈર વિહારી રંગો સાથે સુરજ અને ચંદ્રમાં એક બીજા નું અભિવાદન કરતા હોય
  have a red wine and enjoy your own company……

  I wish you give words to my thoughts as you do always
  I would thank you for all your blogs, columns in gujratsamachar….. when ever i read, i think did i ever thought like this before?
  i am not proficient like you to translate feelings in to words, but when i read your work i get words for my feelings.

  Thank you again….

  Like

   
 8. Chetna

  ફેબ્રુવારી 8, 2013 at 1:15 એ એમ (AM)

  Thanks a lot for posting it here. After reading it in your article last year i just loved it and later on also tried to find it on net but it wasn’t there. Also wanted it for a poem lover, in Devanagari (hindi) or English (as he doesn’t understads Gujarati), now atleast i can type it myself, as i have it here. Thanks again 🙂

  Like

   
 9. Gunjan Gandhi

  ફેબ્રુવારી 8, 2013 at 1:35 એ એમ (AM)

  I always thought this is written by Gulzar, since the whole film was directed, written by him.

  Like

   
 10. Shobhana Vyas

  ફેબ્રુવારી 8, 2013 at 4:50 એ એમ (AM)

  Very nice…fantastic article..!!

  Like

   
 11. Amit

  ફેબ્રુવારી 8, 2013 at 8:31 એ એમ (AM)

  Jayji aapne samarpit chhe aa kavita..

  ન તારી ન મારી નથી કોઈની પણ,
  સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ.

  કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,
  દશા એકધારી નથી કોઈની પણ.

  બિછાને નહીં તો હશે મનમાં કાંટા,
  ફૂલોની પથારી નથી કોઈની પણ.

  બધા જિંદગીને ગળે લઈ ફરે છે,
  અને એ ધુતારી નથી કોઈની પણ.

  જરા આયના પાસ બેસી વિચારો,
  બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.

  – ડૉ. મનોજ એલ. જોશી ‘મન’

  Like

   
 12. vaasu

  ફેબ્રુવારી 8, 2013 at 10:52 એ એમ (AM)

  waaaaaaaaaaaah..writer ne salaam..

  Like

   
 13. વિવેક ટેલર

  ફેબ્રુવારી 8, 2013 at 11:12 એ એમ (AM)

  સુંદર કવિતા… લેખ પણ શાનદાર…

  Like

   
 14. ચેતન પટેલ

  ફેબ્રુવારી 8, 2013 at 11:33 એ એમ (AM)

  આપના દરેક લેખ ક્યારેય જુના લાગતા જ નથી…

  દરેક લેખમા હર હંમેશ તાજગી છલકાય છે…

  Like

   
 15. Gaurav Pandya

  ફેબ્રુવારી 8, 2013 at 6:50 પી એમ(PM)

  Jaybhai, on this post…
  I would like to share my favourite song which may related to this post… Kabhi Kabhi aas pas sham rehti hai…(Yahaan)
  Link == http://www.youtube.com/watch?v=4iW-sOr_I1s

  Like

   
 16. aataawaani

  ફેબ્રુવારી 9, 2013 at 8:15 એ એમ (AM)

  મારા માટેતો શામ બહુ અનુકુળ રહી છે .જોકે હું શામને ટાણે ઘરથી બહાર નથી .નીકળતો પણ
  નાં મેં બુતખાને જાતાહુ નાં બુત પરસ્તી કરતા હું શામકો બુતાં આતે હૈ ઈબાદત ઉસકી કરતા હું

  Like

   
 17. Tejal Bhoj

  ફેબ્રુવારી 10, 2013 at 6:42 પી એમ(PM)

  Shaam hote hi ek panchi roj mujhse
  kehta hai dost,
  dekh mera aashiyana bhi khali hai
  tere dil ki tarah

  Like

   
 18. Saralhindi

  ફેબ્રુવારી 11, 2013 at 9:48 એ એમ (AM)

  Very good,

  શામ ટૂટે હુએ દિવાલોં કે ઘર ઢૂંઢતી હૈ

  શામ કે વક્ત કભી ઘર મેં અકેલે ન રહો

  Hindi in a Gujarati Lipi……….a nice way to promote Saral GUjarati Lipi in writing Hindi .

  Like

   
 19. Jayesh Sanghani (New York, USA)

  ફેબ્રુવારી 16, 2013 at 10:23 એ એમ (AM)

  The poem and the article are mind blowing.

  શીયાળાની સાંજ કરતા ચૉમાસાની વરસાદી સાંજ મને વધારે ગમગીન બનાવે છે. તમે ટાંકેલા ગીતો ( બસ એક ચૂપ કી સી લગી હઈ, ધારો કે એક સાંજ આપણે મળ્યા)મારા અતિ પ્રિય ગીતો છે. આ ગીતો મને ઉદાસ બનાવે છે, છતાપણ સાંભળવા ગમે છે.

  Like

   
 20. matrixnh

  ફેબ્રુવારી 24, 2013 at 8:49 પી એમ(PM)

  ખૂબ જ સુંદર મનનીય …………….વાહ જય વાહ ………………

  Like

   
 21. kanjoos (@123_jk)

  જાન્યુઆરી 23, 2014 at 1:57 પી એમ(PM)

  I am afraid of evenings
  evenings that are lonely and long

  evenings are cannibals
  that eats up a lost traveller
  in the woods of Loneliness

  evenings are predators
  searching for lonely hearts

  every evening is a punishment
  for loving someone so much

  your love has made me a prisoner of evening
  every evening a gas-chamber in itself

  every evening i live without you
  every evening i die without you

  will you ever hear screams of my lonely heart
  and think of those sins that lie beyond redemption ?

  this howling wind
  this roaring thunder
  this enveloping darkness
  this engulfing night
  and i without you !

  how long can one bear this
  how long shall i bear this
  dear, did you EVER think ?

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: