RSS

RDX બલમા ;)

16 Feb

Claudia_Ciesla_BollywoodSargam_hot_503665

બહુ ઓછી એવી ફિલ્મો હમણાં આવે છે, જે રિલીઝ થયાના મહિનાઓ પછી પણ એનું સંગીત જુનું ના થાય ને રોજેરોજ સાંભળવું ગમે ( જેમ કે, રોકસ્ટાર, દબંગ )….અને આખેઆખા આલ્બમમાં તમામ સોન્ગ્સ ( એ ય વળી બોલીવૂડ સ્ટાન્ડર્ડ મુજબ એકદમ લઘુતમ “પ્રેરણા” સાથે !) ટકાટક આપવામાં આપના ગુજરાતી હિમેશ રેશમિયાનો જોટો ના જડે.

હિમેશની ગાયકી અંગે કુદી કિડને ટીકા કરનારાઓ એનાથી બૂરા બેસૂરા કેટલાય ભેંસાસુરોને સહન કરી લે છે. પણ હિમેશની ટીકા કરવાની ફેશનમાં એનું કમ્પોઝર તરીકેનું ટાવરિંગ પરફોર્મન્સ ઢંકાઈ જાય છે. બાકી અત્યારે બોલીવૂડમાં ટોચના ત્રણ ગુજરાતીઓમાં પરેશ રાવલ, સંજય ભણસાલી સાથે હિમેશ રેશમિયા આવે – પણ આપણે ગુજરાતીઓ ય એની જોઈએ તેટલી નોંધ નથી લેતા.

બેક ટુ ટ્રેક, અમુક ટાઈમે રોન્ચીક્રેઝીસ્પાઈસી આઇટેમ સોંગ સાંભળવાની ય મજા હોય છે અને આ પરંપરા તો માધુરીના એક દો તીન ચાર અને શ્રીદેવીના કાટે નહિ કટતેથી અપુન કી લાઈફમાં મોજુદ છે. ચટાકેદાર ખાવાની ય એક લિજ્જત હોય છે. એવા ગીતો આપણા મગજમાં જાણે હૂક ભરાવીને જડબેસલાક ચોંટી જાય છે. પછી દિમાગી લોન્જમાં બે કાન વચ્ચે લૂપ બનાવી પ્લે થયા કરે છે , ઓટોમેટિક. કોઈ ડિવાઈસ વિના !

ખિલાડી ૭૮૬નાં તમામ ગીતો એવા છે , ને લોંગ ડ્રાઈવ વાળું સોંગ તો ખરેખર ૧૪૦ની સ્પીડે ભાગતી કારમાં સબવૂફર સંગાથે સાંભળો એટલે દિલમાં ઢીનચક ઢીનચક થવા લાગે ! પણ શિરમોર છે બધામાં મારી કોલર ટયુન તરીકે ય બહુ લાંબુ ટકેલું ——————-“બલમા”…..આઆઆઆહ 😉

બિગ બોસમાં ય બિગ બોસમ અને ટ્રાન્સપેરન્ટ ટોક થકી છવાઈ ગયેલી જર્મન ગર્લ ક્લોડીયાએ પણ એક વેસ્ટર્ન વામા જ કરી શકે એવો દિલડોલ અને ‘ડીલ’ડોલ ડાન્સ કર્યો છે. બાકી આ પેપીકેચી સોંગ પર….ને શ્રેયા સાથે ઇન્ડિયન આઇડોલ ૫વાળા શ્રીરામે પણ જે ફીલિંગ એમાં fill કરી છે બાકી…..તેરા રસ્તા દેખ રહ હૂં..સિગડી પર દિલ સેક રહ હૂં….બાકી અરમાન શું કાન અંગારા પર જલી જાય એવી મિરચીમરીઆદૂં નાખેલી તીખીતમતમતી  ફ્લેવર છે આ સોંગના શબ્દો જે લહેકાથી ગવાયા છે એમાં !

આર.ડી.બર્મનનાં રિમિક્સનો એક આખો યુગ આવ્યો હતો ( અને હજુ ય ગયો તો નથી જ ) જેમાં આર.ડી.ની ધમાલ કમાલ આખી એક જનરેશનને ગીફ્ટ મળી નવેસરથી. પણ હિમેશે આ ગીતમાં ( પંચમના ફોટા સહિત સત્તાવાર રીતે ) જે ધૂન બનાવી છે , એ ખરા અર્થમાં ક્રિએટીવ ટ્રીબ્યુટ ગણાય. સર્જકની રચનાની નકલ વિના એની શૈલીમાં સર્જન કરો , એ સાચી સલામી. અને અહી એ અઘરો પણ આકર્ષક પડકાર હિમેશે હસતા હસતા , નહિ- ગાતા ગાતા ઝીલ્યો છે. આ ગીત સાંભળો પછી આર.ડી.નાં આ ત્રણ ગીત ખાસ સાંભળજો : મેહબૂબા ઓ મેહબૂબા, દિલ લેના ખેલ હૈ દિલદાર કા, તુમ ક્યા જાનો મહોબ્બત ક્યા હૈ  (યોગનુયોગે ત્રણે ય રાહુલદાદાએ ગયા છે ! ) – આ ત્રણેયને ભેળવીને એમાં શરાબી આથો લઇ આવી, પછી ગુલાબી અત્તર છાંટીને જે વરાળીયો ઘૂંટો બને એ બલમા….

આરડીએક્સનાં વિસ્ફોટ જેવું સોંગ છે આ..દિવસમાં દસ દસ વાર સાંભળીને ય ધરવ ના થાય એવું ! ( એ લ્હાવાનો સુવાંગ ઈજારો કંઇ દર્દીલા જુના ગીતોનો જ થોડો છે ? અને ટીખળ સાથેની એક ટીસ વિરહની તો અહીં પણ છે ! 😛 )

આખું તો સાંભળ્યું હશે. એટલે આ ઝલક માણો….પહેલા રસિક એવા નવા બલમાની અને પછી એમાં ખૂશ્બુની નોટ્સની જેમ એમાં મિક્સ થયેલા આર.ડી.ની !

cc44

રીડર બલમા, આને કહેવાય ઠંડી મેં ભી ગરમી કા અહેસાસ…મ્યુઝીકલી ! 😉 :-“

 
31 Comments

Posted by on February 16, 2013 in cinema, entertainment, fun, youth

 

31 responses to “RDX બલમા ;)

  1. Jaydev

    February 16, 2013 at 10:25 PM

    O ‘JayBALMA’ :))

    Like

     
  2. નિરવ ની નજરે . . !

    February 16, 2013 at 10:33 PM

    1} આ સોંગ માટે ” કાતિલ ” શબ્દ ટૂંકો પડે ! તેના માટે તો શબ્દ છે . . . ” કાતિલાના ” 🙂 . . .

    2} અને હાં , હિમેશ જેવું પણ ગાય પણ હંમેશા કાનથી હૃદયમાં ઉતરી જાય છે અને વળી પાછો જીભ થકી બહાર આવીને મને ગણગણવા મજબુર કરી દે છે . . . . મુખ્યત્વે તો સામાન્ય માણસ પણ તેના દરેક ગીતો સહજતાથી ગઈ શકે છે , તે સરળ અને રાઉડી કમ્પોઝીશન માટે Hats Off .

    3} અને હાં , છેલ્લો ફોટો . . . વેબજગતમાંથી તો માત્ર તમે જ મૂકવાની હિંમત કરી શકો 😉

    Like

     
  3. Siddharth

    February 16, 2013 at 11:10 PM

    All of them are my most favorite as well ❤

    Like

     
  4. vmodha

    February 16, 2013 at 11:12 PM

    હિમેશ નુ સંગીત વખોડનારા પણ પોતાના લગન ના DJ મા તો એના જ સોંગસ વગાડે છે….!!!!!!!!!

    Like

     
  5. Envy

    February 16, 2013 at 11:28 PM

    આર ડી ને અધભૂત અંજલિ – RDX ધ્વારા 🙂 મજો પડી ગયો

    Like

     
  6. vandan pandya

    February 16, 2013 at 11:56 PM

    Amit Trivedi fourth gujrati

    Like

     
  7. Shobhana Vyas

    February 17, 2013 at 12:00 AM

    oh this song “o balma” is on repeat mode in my car audio system…rest of ur article read later..now time to go …little busy but my mind would b curious for the rest…c u soon..

    Like

     
  8. Chintan Oza

    February 17, 2013 at 12:08 AM

    JV…..jakkas post and videos and snap and interesting slideshow too…;)

    Like

     
  9. Vipul Limbachiya

    February 17, 2013 at 2:44 AM

    હુક્કાબાર નો ઉલ્લેખ રહી ગયો?!!!

    Like

     
  10. Chirag

    February 17, 2013 at 3:01 AM

    JV, I would like your views on this video: http://youtu.be/wmS6FJKpEQI

    Like

     
  11. dr.naresh s bhavsar

    February 17, 2013 at 10:42 AM

    જયભાઈ,
    ખરેખર આપ ખૂબ જ દાદને પાત્ર છો.અમારા જેવા ષષ્ટીપૂર્તિ ઉજવવાની તૈયારી કરી રહ્યા હોવા છતાં જ્યારે આવા ગીતો ની ધૂન સાથે થરકવા લાગતા હોઈએ એજ ગીતો વિશે આપનું આજનું પીરસણ ધરવ નો ઓડકાર આપી ગયું.

    Like

     
  12. hardiklovely

    February 17, 2013 at 11:32 AM

    જયભાઈ ક્યાં બાત ક્યાં બાત ક્યાં બાત…. લેખ બાબતે તો કઈ કેવુજ નથી એ જ્કાસ જ હોય અને છેલ્લો ફોટો આહ!!!! દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા.

    Like

     
  13. hemant joshi

    February 17, 2013 at 2:54 PM

    maja padi jay bhai sreya no awaj ane himesh nu music wah….

    Like

     
  14. baarin

    February 17, 2013 at 3:31 PM

    Maza aavi gayi. thanks jay sab

    Like

     
  15. vijay parmar

    February 17, 2013 at 6:31 PM

    aaaaaaaaaahhhhhhhhhhhh…..garmi chadi gayi……

    Like

     
  16. yuvrajkhavad

    February 17, 2013 at 8:37 PM

    Fisrt time i show that all song are hit………………….

    Like

     
  17. Vijay gadhavi

    February 17, 2013 at 9:49 PM

    હિમેશની બનારસ ફિલ્મના બધા ગીત સાંભળો તો ખબર પડે કે તે મોકો મળે તો કેવા ગીત આપી સકે છે.

    Like

     
  18. Himanshu Sanandiya

    February 18, 2013 at 12:42 AM

    વાહ…. Superb

    Like

     
  19. hardik raychanda

    February 18, 2013 at 8:37 AM

    gai kaale j aa vaat karto hato ek mitra jode… k786 na 4 songs – balma, hooka baar, long drive ane lonely… e 4 mathi mane vadhu kayu pasand chhe e hu nakki j nathi kari shakto… gana samay pachhi (rockstar, gangs of wasseypur and barfi for me…) k786 na songs repeat mode par chaalya j kare chhe… 🙂

    Like

     
  20. amit

    February 18, 2013 at 9:04 AM

    ankho no ishro e samgya j nahi,temni nazar to12” niche j sthir hathi….

    Like

     
  21. mahesh rana vadodara

    February 18, 2013 at 11:32 AM

    THESE SONGS R ALL ENJOYABLE AND HEART TOUCHING EVEN YOUNG CHILDREN R ENJOYING HEARING THESE SONGS

    Like

     
  22. Sunil

    February 18, 2013 at 1:31 PM

    himeshbhia j song compose karyu chhe atyare marriage sizon ma to Ene Dhum machavi didhi chhe school dannce programme pan e git vina adhura chhe BHai. Thanks HimeshBHai Thanks a lot … ane git ma pan nana balako ne Balma J yadd re ekdam saral shabdo vah bhai vah……..

    Like

     
  23. hitendra joshi

    February 18, 2013 at 2:32 PM

    i indeed repeatedly playing Balma in car , completely agree for BALMA songs

    Like

     
  24. SHASHIKANT KANANI

    February 18, 2013 at 3:55 PM

    EK J FILM MAN EK SATHE AATLAN LOKPRIYA GAYANO !!!!
    WAH KYA BAAT HAI !!
    JAI BHAI TAMARA AVLOKANO PAN ADHBHUT HOY CHHE.

    Like

     
  25. Dakshesh Parekh

    February 18, 2013 at 5:48 PM

    Jay Bhai, Dil Tandoor,Tandoor Kari Didhu Tame….Really…..

    Like

     
  26. parind

    February 19, 2013 at 8:59 PM

    himesh is a director’s man like akshaykumar,if situation and director is strong you can do best from him !!!

    Like

     
  27. ketuldave

    February 20, 2013 at 4:08 PM

    very nice. proud to be gujarati…………………..

    Like

     
  28. tejal

    February 21, 2013 at 1:27 PM

    frm dis music release..’balma ‘iz ma exercise dhun wid hip hop…:)…try it…enjoy!!!

    Like

     
  29. Divyant Shah

    February 26, 2013 at 9:50 PM

    Very True

    Like

     
  30. hiteshthakkar

    April 7, 2013 at 11:01 PM

    have tamari clr tune kai che?

    Like

     
  31. Divyakant Pandya

    July 4, 2013 at 10:34 AM

    gud, proud to be a gujarati……

    Like

     

Leave a comment