RSS

હાયે રામ સાડી-ચોલી કા હૈ જમાના ! :-”

17 Apr

lisa 4

એક બાજુથી આપણી રોજ-બ-રોજની જિંદગીમાંથી બે રેગ્યુલર ઇન્ડિયન ડ્રેસ સાડી અને ચણિયા-ચોળી ગાયબ થઇ રહ્યા છે. જરા આસપાસ નજર કરો. નાના ગામોમાં ય ફરેફાર આવી રહ્યો છે. ને એમાં કંઈ ખોટું ય નથી આજે કરિઅર માટે બહાર નીકળતી કે ભણવા જતી યુવતીઓને દૌડભાગની જીંદગીમાં, બસ-ટ્રેનમાં ચડવા કે ટુ વ્હીલર ચલાવવા આ ફાવે નહિ. એમાં પંજાબી ડ્રેસ કે પેન્ટ શર્ટ કે સ્કર્ટ-ટોપ જ વધુ માફક આવે.

પણ આ બેઉ ટ્રેડીશનલ ઇન્ડિયન આઉટફિટસના કામણ ભારતના જીન્સમાં ડીપ રૂટેડ છે યાને એના પ્રત્યે આકર્ષિત થવાના મુળિયા મજબૂત છે. એટલે હજુ ભારતીય ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ એના અવનવા મેઘધનુષી વર્ઝન્સ આવતા જ રહે છે. ભારતમાં તો એ સાવ સહજ લાગે ( ખજુરાહો જ નહિ હજારેક વર્ષ જુના કોઈ પણ પ્રાચીન શિલ્પો કે કાલિદાસ જ નહિ, સંસ્કૃતના રામાયણ-મહાભારત સહિતના અનેક પ્રાચીન ગ્રંથોમાં નખશિખ ઢંકાયેલી નારીના વર્ણન ક્યાંય નથી ) પણ એક્ચ્યુઅલી, વેસ્ટર્ન કન્યાઓની નજરે તો આ બેઉ પોશાકો વગર ઉનાળે ગરમી ચડી જાય એવા સુપર હોટ છે. નેવલ, બેલી દેખાડતા અને અને ફેમિનાઈન કર્વ્ઝને લચક અને લહરથી ઉપસાવતા.

એની વે,  આ બધું પુરાણ કોઈ લેખ માટે અનામત રાખીએ, અત્યારે તો ઇટ્સ ફન ટાઈમ. ઇન્ડિયન સમર સેલિબ્રેશન ટાઈમ. અવનવા ફેશન મેગેઝીન્સ કે ફિલ્મ્સમાં તો એક એકથી ચડિયાતા સાડી ચોલી ના અવતારો જોવા મળે છે. દોસ્તાનાની પ્રિયંકા હોય કે પવ્વા ચડા કે ચિકની થયેલ કેટરીના હોય..કરીનાની જવાની હોય કે અમીષાની રવાની હોય…એમાં જ નજરે ચડી ગયેલી રૂડીરૂપાળી તસવીરો શેર કરવી છે એઝ ઓલ્વેઝ…

બેઉ તસ્વીરો કેનેડામાં રહેલી પણ ભારતીય મૂળની બે સુંદરીઓની છે. પશ્ચિમી જીન્સ સાથે એકરસ થયેલા  એકમાં બંગાળી જીન્સના કામણ છે તો બીજામાં પંજાબી જીન્સના આકર્ષણ છે!

સદીઓ જૂની પણ હજુ ય ભારતીયતાની પહેચાન એવી સાડી. ગરમીનો પારો વધતો જ જાય છે ત્યારે લીલાછમ બેકગ્રાઉન્ડમાં સિલ્કી સફેદ સાડી પહેરેલી લિઝા રેની આ બે તસ્વીરો સ્ત્રીઓને પણ નીરખી નીરખીને જોવી ગમે એવું એમાં સરસ (જરદૌસી?) વર્ક છે. સત્યા પૌલે સ્પેશ્યલ ડિઝાઈન કરેલી આ સાડી(અને બ્લાઉઝ પણ ) પણ સ્પેશયલ છે, કારણ કે આ ફોટોગ્રાફ લિઝા રેના વેડિંગ આલ્બમના છે. એ વેડિંગ પણ સ્પેશ્યલ છે કારણ કે લિઝા ૪૧ વર્ષે કેન્સર સામે જંગ ઝઝૂમી, જીતીને હમણાં જ પરણી.

lisa1
lisa-ray-
અને આ ઝળહળ ઝળહળ સાડી બાદ ઝગમગ ચણિયાચોળી…

ઔર કૌન ? સની લિયોની ! સની હમણાં ભારતમાં સનશાઈન મૂડમાં છે. અને એની માખણના પીંડા જેવી ઘાટીલી કાયા પર પતંગિયાની પાંખ કે મોરલાના પીંછા જેવા તળપદા ભારતીય રંગોની ગામઠી તડકભડક કા તડકા જાણે કોઈ જુના લોકમેળાનો પાવો દિલમાં વગાડે એમ છે ! હમણાં એનર્જી ડ્રીંક “ટ્રીપલ એક્સ” ( એનું તો પહેલેથી આજ નામ છે રે, કોઈ ભળતા સળતા જોકી પહેરવા નહિ 😉 ) થી ગરમીમાં ટાઢકનો બિઝનેસ વધારવા સનીએ પુરા દોઢ કરોડ રૂપિયા વસૂલી ( મફતમાં એની ટીકા કરનારાઓએ આ આંકડો ખાસ યાદ રાખવો ! lolzz 😛 ) એનું રિ-લોન્ચ કેમ્પેઈન કર્યું. અને સાથોસાથ હવે મશહૂર થયેલું પેલું “શૂટઆઉટ એટ વડાલા”નું આઈટેમ સોંગ “લૈલા” ! એના શૂટિંગ સમયની તસ્વીર.  બે ડબલ ડી સાઈઝ પોસ્ટરનુમા ફોટો ક્લિક કરતા એન્લાર્જ થશે. પણ અહી સની કરતા જોવાની મજા આવશે માત્ર ભારતમાં જ જોવા મળે એવા અફાટ રંગોનો ધોધ ઉછાળતા ચમકદમકવાળા ઠસ્સાદાર ચણિયાચોળી !

suuny 2

sunny 1
આ છે લટકમટકઝમકઝબકની શાનદાર રજવાડી રોનક ધરાવતું, હમેશા રંગોમાં નહાતું-નીતરતું ભારત ! 🙂 શ્વેત -સોનેરીનો જાજરમાન ઠસ્સો અને લાલ-લીલા-પીળા-વાદળી-નારંગી-પોપટી-ગુલાબી-જાંબલીની રસાળ રંગોળી ! ઉપર નથણી, કંગના, બિંદી, મોજડી, ઝૂલ, ફૂમતા, હાંસડી, વીંટી, ઝુમખા ઈત્યાદિનો આંખોની આરપાર વીંધે એવો શણગાર 😎 છમિયાથી છપ્પનછુરી સુધી રૂપજોબનનો ભાતીગળ મધમીઠો ઉત્સવ ! સાડી-ચણિયાચોળીમા મઢાયેલી મારકણી માદકતાનું માધુર્ય ! ભારતીય નરને ગમતી નારી આ પોશાકોમાં તો નીરખવી ગમે જ ગમે.

પરિધાનમાં પરીઓને જોઈ થયોને ગરમીમાં આંખોને ગુલાબી ઠંડકનો અહેસાસ ? 😉

 
29 Comments

Posted by on April 17, 2013 in entertainment, fun, heritage, india, youth

 

29 responses to “હાયે રામ સાડી-ચોલી કા હૈ જમાના ! :-”

  1. nishant

    April 17, 2013 at 10:38 PM

    આવા ફોટા જોય ને ઠંડ્ક કેવી રીતે થાય…..??? 😛

    Like

     
  2. Kaushikk Vyas

    April 17, 2013 at 10:46 PM

    YES BUT LET US NOT FORGET IN CASE OF ANY ACCIDENT LIKE FIRE SARI OR CHANIYA CHOLI IS EASY TO REMOVE THEN PANJABI, BUT DEFINITELY NOT CONVENIENT WHILE DRIVING OR BOARDING TRAIN OR BUS.

    Like

     
    • Nikunj

      April 17, 2013 at 11:20 PM

      Just an accident (FIRE) or you wanted to mention any other type of accident where U need to easily remove it?? :)LOL!!

      Like

       
      • tejasghetia

        April 18, 2013 at 10:54 AM

        🙂

        Like

         
      • Kaushikk Vyas

        April 18, 2013 at 10:13 PM

        are yoou making a joke it? you know how serious is it? SOME DAY IF IT HAPPENDS IN FRONT OF YOU TO SOEM ONE YOU WILL FORGET THE WHOLE LIFE TO MAKE JOKE OF IT MY FRIEND.ACCIDEN CAN OCCUR TO ANY ONE ALWAYS REMEMEBR AND IT DOESN’T HAPPEN BY RINGING YOUR DOOR BELL.

        Like

         
    • Rohit

      April 18, 2013 at 2:28 PM

      Very true Kaushik…Not only in case of accident but otherwise also Saree and chaniya choli is easy to remove or lift… lol

      Like

       
      • Kaushikk Vyas

        April 18, 2013 at 10:12 PM

        are yoou making a joke it? you know how serious is it? SOME DAY IF IT HAPPENDS IN FRONT OF YOU TO SOEM ONE YOU WILL FORGET THE WHOLE LIFE TO MAKE JOKE OF IT MY FRIEND.ACCIDEN CAN OCCUR TO ANY ONE ALWAYS REMEMEBR AND IT DOESN’T HAPPEN BY RINGING YOUR DOOR BELL.

        Like

         
  3. પરીક્ષિત ભટ્ટ

    April 17, 2013 at 10:55 PM

    ગરમી મેં ભી દે ઠંડી…ઉપ્સ…ના ના..ગરમી કા એહસાસ…લીસા રે…(ના અંગો કાયમ લીસ્સા જ ‘રે?!!!!) તો “કિતના બૈચેન હોકે…” પહેલાથી; જાહેરાતના પોસ્ટર્સથી જ બેચેન બનાવતી;કાયમ ગમતી…હા,કેંસર સામેના જીતેલા જંગ પછી એટલે વધુ ગમે કે એણે સાબિત કર્યું છે કે એ બ્યુટિ વિથ (વેરી)સ્ટ્રોંગ બ્રેઇન છે…અને આ ‘ઢાઈ-ઢાઈ કિલો કા…’વાળા સન્નીનું (એટલા જ વજનનું?!!!લોલ…)ફિમેલ વર્ઝન છે…કોઈ ગમ્મે તે કહે; મને તો એ પંજાબી/કૅનેડીયન કુડી પસંદ છે… આ બેયની આવી ‘ઉપ્સ’ તસતસતી;માદક તસવીરો બતાવીને…મોજ કરાવી દીધી…

    Like

     
  4. madhuri

    April 18, 2013 at 1:09 AM

    So true nothing can bit Saree

    Like

     
  5. Nehal Mehta

    April 18, 2013 at 5:08 AM

    Garmi me aur bhi garmi ka ehsaas! Lol….

    Like

     
  6. vaibhavthakur

    April 18, 2013 at 6:33 AM

    Nice Jay Sir !!!!!!!!!!!!!!

    Like

     
  7. Shobhana Vyas

    April 18, 2013 at 6:46 AM

    omg…jay u wrote about my favorite topic today…hu awar-navar mara hubby ne kaheti hov chhu..’I MISS MY SARI” still the day sari is my most fv. dress. I had a very big collection when I was in there(in India)..! You pressed my weak point n remind me my days. Oye …! tu koi pan topic par lakhi sake chhe?? tussi gr8 ho dude….!

    Like

     
  8. GPJ

    April 18, 2013 at 6:54 AM

    JV ne Saadi Choli (punjaabi-shuda PUN INTENDED) no nasho chadelo dekhay chhe.
    Karina , ketarina ni adala-badali thai gayi chhe 😉 :p

    (Aa bhul kadhva no prayatna nathi, pan tamara writtings ras purvak ane dhyan thi vanchie chhiye eno ‘lakhato’ puravo chhe 😀 )

    Sent from BlackBerry®

    Like

     
  9. dilip patel

    April 18, 2013 at 8:36 AM

    sir, i agree with u sari ma stri ni thodi style mech thay to vah vah…ane emay have t eli avari sadi pervano j trend 6 eto stri ni sundarta ma vadharo kari de 6 PAN HA SADI NI CHOICE AND ENE pehrva ni rit is important nahi to jane kapdu dhankyu hoy evi rite pan amuk strio pehre 6 subject apna hamesha lajwab hoy 6 thx to imege of this its very nice

    Like

     
  10. Piyush Ghumelia

    April 18, 2013 at 9:41 AM

    wonderful Jaybhai, Aa garmi ma thandak mate hatu ke thandi ma garmi mate ??????

    Like

     
  11. bharat

    April 18, 2013 at 10:24 AM

    savar sudhari didhi tame to.. ! 🙂

    Like

     
  12. heet

    April 18, 2013 at 10:44 AM

    salu aaje chhbchhabiya nathi mukayu?????????/ lolz

    Like

     
  13. khushali shukla bhatt

    April 18, 2013 at 10:57 AM

    thank u sir..sari is my most favourite attire..aaj thi mari pasand ne tamaru protsahan malyu…sari n chaniya choli r the sexiest dresses in the world…

    Like

     
    • SAM69

      June 7, 2013 at 1:16 PM

      Realy , hu mari dharam ptni ne sari pahervanu khu chy , jode ear ring latkti phere to bahu saras ane sexi lage.

      Like

       
  14. bhogi gondalia

    April 18, 2013 at 11:41 AM

    both canadians- one actress, model, host, philanthropist and social activist. and second actress, businesswoman, model and pornographic actress – both hot and in pictures – lovely selection of two beuties !! cool in hot summer indeed !!

    Like

     
  15. VIMAL BHOJANI

    April 18, 2013 at 3:17 PM

    GARMI MAY DIL NE TADHK VALE EVU

    Like

     
  16. pravir

    April 19, 2013 at 12:42 AM

    saaro oolala ole o! Evergreen,hot,fabuloua fashion

    Like

     
  17. Dharmesh Vyas

    April 20, 2013 at 4:56 PM

    જયભાઈ અમારે દુબઈ માં તો ધમ ધોકાર ગરમી છે અને એમાંય આ હોટ હોટ ફોટુ…. મરાવી દેશો 😉

    Like

     
  18. doyoureckon

    April 25, 2013 at 8:10 PM

    hello all… aa fakt sadi ni vaat nathi… kyarek dhyan thi jovo to dekhase ke koi pan desh ke sanskruti na traditional dresses tya na local manso ne khub j sobhe che.. te loko ne attractive banave che… U.S. ni stri jeans ne t-shirt pere to awesome sexy lage… evi j rite mexico ma jovo to chokari tya ni style pramane cow-boy style hat.. boots… perelu hoi che jene aapde joi to em thai ke sidha tya eni baju ma ubha rai jai… evi j rite arab countries ma bhale tame koi pan female ne ‘hijab’ (burkho) vagar no joi sako to pan manas teni taraf attract thai.. jarak amthi jadi vadi patti mathi temni aakho dekhati hoi ane te joi ne manas teni najar tya j tekvi dye…

    jete desh ke sanskruti na local manaso ne khub saras rite khabar hoi ke tya na traditional dresses no upyog kyare ne kevi rite karvo etle tenu output KHATARNAK j aave… ek bar dekhoge to bas dekhte hi reh jaoge…

    Like

     
  19. SAMIR

    June 7, 2013 at 1:14 PM

    Avu paridhan joine hu to garam thai gayo,

    Like

     
  20. pravinshastri

    June 2, 2015 at 4:48 PM

    Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    શ્રી જય વસાવડા એ મારા માનવંતા કોલમિસ્ટ છે. એમની રસિક વાતો રિસર્ચ સાથેની માહિતી પ્રધાન હોય છે. આ સચિત્ર લેખ આભાર સહિત મારા વાચકો માટે રિબ્લોગ કરું છું. વાંચો અને માણો વન એન્ડ ઓન્લી જય વસાવડાનો મન ગમતો લેખ….

    Like

     
  21. Ramesh Patel

    June 4, 2015 at 5:06 AM

    કુદરતના સૌંદર્ય ને આ મઢેલા સૌંદર્યથી ..વરસતા વરસાદનો ગડગડાટ જોરથી સંભળાયો..શ્રી પ્રવિણભાઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

     
  22. LAALO

    July 21, 2015 at 9:35 AM

    નાનો હતો ત્યારે માં ની સાથે મેળા મા જતો. કોઈ રમકડુ લેવા જીદ પકડતો. બિચારી મારી ગરીબ માં પાસે માપ ના પૈસા હોય અને મને જે રમકડુ ગમ્યું હોય એ ખરીદવા માટે એનો પનો ટૂંકો પડે . પણ મારી બાળક બુદ્ધિ મા એ બધી મા ની મજબૂરી સમજાય નહી અને રમકડું જોઈ હું તો ઝાલ્યો ના ઝલાઉં. જીદ પૂરી કરવા મેળામા કજીયો કરું. માં મને સમજાવા ની લાખ કોશિશ કરે. ઘરે જઈ મને સુખડી બનાવી આપવા નું પ્રોમિસ આપે. પણ હું એની વાતો માં ના આવું.બીજુ સસ્તુ રમકડું બતાવે કે જે એના બજેટ માં આવતું હોય . પણ હું એનો દીકરો , એનું લોહી પીનારો , એવો તો જીદ્દી કે બીજા રમકડા સામે આંખ ઊંચી કરી ને જોવું પણ નહિ . છેવટે માં કંટાળી રમકડા ની દુકાન થી આગળ વધે અને જીદે ચડેલો હું આગળ વધતી માં નો સાડી ના પાલવ નો છેડો પકડી ને ખેંચું . બસ પછી તો મારું આવી બન્યું. માં ની કમાન છટકે અને ધડાધડ માર પડવા માડે અને એ માર ની ભાષા બાળક બુદ્ધિ તરત સમજી જાય. રમકડું , રમકડા નું આકર્ષણ , રમકડા માટે ની જીદ , કજીયો બજીયો બધું ભૂલી ને પછી તો સીધો અસલ ભેંકડો ચાલુ થાય..સીધો દોર થઇ જાઉ અને માં જ્યાં લઇ જાય ત્યાં એની આંગળી પકડી ને ચાલવા માડુ . માં ના હાથ નો મેથીપાંક ખાધા પછી તો મારા બાળ માનસ મા એટલું બધું બ્રહ્મજ્ઞાન આવી જતું કે આખા મેળા મા બધા રમકડા ભેગા થઇ ને પણ મારું મન ન ડોલાવી શકે .
    પણ માં તે માં. એકાક્ષરી મહામંત્ર. પ્રેમ નું પૂર્ણ પ્રાગટ્ય.એના સિવાય આ મતલબી દુનિયા મા કોણ પ્રેમ કરવા નું હતું ? મને ફટકારતા તો ફટકારી દીધો પણ હું એના જીગર નો ટુકડો. અરે ટુકડો નહિ પણ આખેઆખું જીગર . એક રમકડા માટે દેવ ના દીધેલા પર હાથ ઉપાડ્યો ? મને તેડી ને બચીઓ ભરે. માથે વ્હાલ થી હાથ ફેરવે. મને ફોસલાવે પટાવે બધી વિદ્યા અજમાવે . જે પાલવ મેં ખેંચ્યો હતો એ જ પાલવ થી મારા આંસુ લૂછે અને એની આંખ મા પણ આંસુ ની ધાર ચાલે . મારી ટચુકડી આંગળીઓ થી હું એના આંસુ લૂછું અને નિર્દોષ ભાવે પૂછું “મમ્મી તું કેમ રડે છે ?”

    સાડી , પાલવ , આંચલ એ શબ્દો મારા માટે બાઈબલ , ગીતા અને કુરાન છે.

    Like

     
    • Kaushik

      October 20, 2015 at 7:30 AM

      very true. Atyare pan mari ankhma pani aawi gaya. Mein pan aava dreashyo Balpanma Gondal gamna mela ma anubhavya ane joya cche.

      Like

       

Leave a reply to પરીક્ષિત ભટ્ટ Cancel reply