RSS

પહાડ વચ્ચે ફૂટે સ્મિતનું ઝરણું !

03 મે

સ્ટોન માઉન્ટન વિષે તો તમે વાંચ્યું છેલ્લા અનાવૃતમાં ( સંદર્ભ : આ પોસ્ટ ).

આજે ચાલો એની તસ્વીરી સફરે. ( રીડરબિરાદર જયેશ કામદારનો આભાર, ઈમેજ રિસાઇઝરના સુચન માટે ) પણ એ જોતા પહેલા થોડી વધારાની વાતો. ખાસ તો બે યાદગાર અનુભવોની.

અમેરિકન ઇતિહાસના મહત્વના રાજ્ય જ્યોર્જીયાનું એટલાન્ટા નગર બહુ વિખ્યાત છે. કોકોકોલાની ફેક્ટરી અને વિશ્વનું સૌથી મોટું એક્વેરિયમ પણ ત્યાં છે અને સીએનએનનું હેડક્વાર્ટર પણ છે. એટલાન્ટામાં બહુ મજા પડેલી ગયા વર્ષે હું ગયો ત્યારે એ કાર્યક્રમની વાત ફિર કભી. મારી ટેવ મુજબ પ્રોગ્રામ પતાવી થયેલી આવક ખર્ચી નાખવા હું તો અમેરિકામાં જ્યાં હોઉં ત્યાં લહેરથી ફરવા નીકળી જાઉં.એમાં સ્ટોન માઉન્ટન જવાનું સુચન મળ્યું.

એ જ દિવસે સવારે ભવ્ય કન્વેન્શન સેન્ટરમાં વ્યાખ્યાન પૂરું કર્યું. ખૂબ બધા મળવા આવ્યા. પણ હું પૂરું જમવા ય રોકાયો નહિ. આયોજક યજમાનો પ્રવીણભાઈ પટેલ અને જીગ્નેશ પંડ્યાને મારી અલગારી રખડપટ્ટીની વાત અગાઉ જ કરેલી. મારી હોટલ તો એરપોર્ટ પાસે હતી અને સ્ટોન માઉન્ટન તો ખાસ્સો દુર સમા છેડે. કાર તો હતી નહિ. એટલે પહેલા ટ્રેનમાં બેઠો. બે વાર ટ્રેન બદલાવી.

પણ સ્ટોન માઉન્ટનની દિશામાં  લાસ્ટ સ્ટોપ પર ઉતર્યા બાદ ગરબડ શરુ થઇ. ત્યાં જવા માટે ( એટલે કે એથી નજીકના ગામ જવા માટે ) બસ  પકડવી પડે એમ હતી અને ત્યાં ઉભેલા જૂજ વ્યક્તિઓમાંથી કોઈને સાચી બસ વિષે ખબર નહોતી. એટલે વળી એક બસમાં બેસી બે સ્ટોપ પાછળ ગયો, જ્યાં થોડું મોટું બસ સ્ટેન્ડ હતું. એમાંથી જે બસ નંબર મળ્યો એમાં બેઠો.

આ બસ એક કાયામાં ભીમપલાસી પણ હસમુખા પ્રૌઢ બ્લેક આંટી ચલાવતા હતા. એમને પહેલા જ પૂછી લીધું, અને એમણે અચરજ થાય એવા વ્હાલથી યોગ્ય જગ્યાએ ધ્યાન ખેંચીને ઉતારી દેવાનું પ્રોમિસ કર્યું. પછી ખ્યાલ આવ્યો કલાકેકની મુસાફરીમાં કે એમાં અચરજનો પ્રશ્ન નહોતો, આ તો એમનો સ્વભાવ હશે. બસ નાની બસ્તી કહેવાય એવા ગ્રામીણ ઇલાકાઓમાંથી પસાર થતી હતી. પણ પેલા ડ્રાઈવર આંટી – જેમનું નામ માર્થા હતું , એને લગભગ બધા જ નિયમિત “અપ-ડાઉનીયા” પેસેન્જર ઓળખતા હતા ! બધા એની સામે હાથ હલાવી વાત કરતા ચડે-ઉતરે..અને માર્થાને પણ બધાના નામ યાદ હોય, દરેકને પૂછે, કૈક વાત કરે. અરે, બસ જ્યાં રોકાય ત્યાં ય દુકાનવાળા કે અમુક ઉભેલા છોકરડા પણ એને ઓળખીને હાય માર્થા કહી બોલાવે. સ્કુલથી આવતી બચ્ચીઓ અને ધ્રુજતા હાથે દરવાજો પકડતા વડીલો પણ ! માર્થા પણ “સબ અપની અપની સમાલિયો”ના એ “મલક”માં મલકાતા મલકાતા બધાને અભિવાદન કરતા જાય. હું ઉતરવામાં ગાફેલ ના રહું એ ખાતર એમની નજીકની સીટ પર બેસી એ જોયા કરું.

એમનો પહોળા સ્મિત અને ઉત્સાહથી છલકાતો ચહેરો અત્યારે ય મને યાદ છે. જાણે રાજકુમાર હિરાણીની ફિલ્મનું જાદુ કી ઝપ્પી વાળું કોઈ વાસ્તવિક પાત્ર ! જે રીતે એમનું બધા સાથે કનેક્શન હતું એ જોતાં એમના સ્નેહાળ વ્યક્તિત્વના વર્ષો સુધી વાવેતરનો આ પડઘો જ હશે એમ લાગ્યું. એમણે સામે ચાલીને મને સ્ટોપ આવતા યાદ રાખીને બોલાવ્યો. પાછા ફરવા અંગે ય સામેથી જ પૂછ્યું.  અને આ બાબતે અભિમન્યુની અદામાં પૂરી ખબર વિના જ નીકળી પડવાનું મારું સાહસ પારખી, સલાહ આપી કે છેલ્લી બસ રાતના ૧૨ વાગે આવશે. એ માટે સામેની કઈ જગ્યાએ ઉભવું એ ય કહ્યું અને એમાં ચડી ક્યાં ઉતરી ટ્રેન સ્ટેશન સુધી પહોંચવું એ પણ વગર પૂછ્યે કહ્યું !

અને પછી હું તો નાના નાના કોટેજ જેવા સરસ મકાનો વીંધતો જ્યોર્જીયાની પસીનો વાળી દેતી ગરમીમાં ચાલ્યો સ્ટોન માઉન્ટનની વાટે.

બીજો અનુભવ ત્યાં થયો. એ જગ્યા વિષે તો મેં લખ્યું જ છે. એમાં પહોંચ્યા બાદ હું તો બાળકોના પાર્કમાં ફર્યો, સ્મૂધી પીધું  અને ગ્લાસ ફેક્ટરી તથા ૪ડી ફિલ્મ પણ જોઈ. પેલું  કોતરકામ થયું એ અંગેનું મ્યુઝિયમ પણ. જ્યોર્જીયામાં ત્યારે અંધારું રાતના ૮ પછી થાય, રઝળપાટ બાદ થાકીને નાસ્તો કરવા સ્ટોન માઉન્ટન સામે બધા શો જોવા ગોઠવાતા હતા એ પહેલા એક મોટા સ્ટોર કમ રેસ્ટોરાંમાં ઘુસ્યો. ત્યાં પહેલા બધું લઇ પછી બિલીંગ કાઉન્ટર પર જવાનું હતું. મેં ચિપ્સ, કોક ઝીરો, એક મલ્ટીગ્રેઇન બ્રેડ એ બધું લીધું. પણ આઈસ મશીનમાં આઈસ ખતમ હતો. એની ફરિયાદ કરી એ આવે એની રાહ જોઈ. કાઉન્ટર પરની એકલી છોકરી જ બધું મેનેજ કરતી હતી. અને સ્ટોર તથા ભીડ વધુ હતી. તો ય લાઈન ( ક્યુ) શિસ્તબદ્ધ હતી.  ત્યાં શોનો ટાઈમ થયો એટલે બધી સામગ્રી લઇ ઝટ ભાગ્યો. અને દસેક ડોલરના બિલનાં પૈસા ચુકવતા તો ભૂલી જ ગયો !

લેસર શો લહેરથી માણ્યો. ( એમાં પહાડ તૂટવાની થ્રીડી ઈફેક્ટ તો લાજવાબ ! )પછી યાદ આવ્યું પૈસાવાળું. એક પળ માટે થયું કોણ હવે પાછું જાય? જાને દો, કિસ કો થા પતા કિસ કો થી ખબર ? પણ તરત અંદરથી અવાજ ઉઠ્યો કે એમણે ગ્રાહકની પ્રમાણિકતા પર મુકેલા ભરોસાનું આવું વળતર આપવાનું ?

ફરી ગયો, એ બંધ કરતી હતી ત્યાં જઈ વસ્તુઓ ગણાવી પૈસા ચૂકવ્યા. છોભીલો પડું એવી એક કોમેન્ટ કે વર્તન નહોતું. ઓહ ઈઝ ઇટ સો ? કહી એ લેતી વખતે એણે તો મને લેસર શોમાં મજા આવી કે નહિ? એ પૂછ્યું !

જસ્ટ એક શેરિંગ. એવી રીતે પૈસા ગુપચાવ્યાના ક્ષણિક આનંદ કરતા એ આપીને અનુભવેલી કાયમી હળવાશનો આનંદ વધુ હતો !

બધા તો વાહનો લઇ લઇ ભાગ્ય , ને બંદા તો એકલા જ ચલ ચલા ચલ મોડમાં હતા. ધીરે ધીરે સાવ નિર્જન અને ઝાંખી કુદરતી રોશનીવાળો રસ્તો રાતના થતો ગયો. અમેરિકાની મારી લાઈફ લાઈન અને મારા તમામ અનુભવોના પ્રથમ શ્રોતા જેવા મિત્ર અલ્પેશને ફોન કરી થોડી વાતો કરતા કરતા ચાલ્યો. દિવસના ભાગમાં ચાલવા કરતા રાતના ભાગમાં ચાલવું જુદો જ અનુભવ હતો અજાણ્યા દેશના દૂરના વિસ્તારમાં સાવ નિર્જન એકાંત. હા, વચ્ચે એક પોલીસ પેટ્રોલિંગ કાર નીકળી. રોડ પર ઉભી રહી અને ઓફિસરે દુરથી બૂમ પડી મને પૂછ્યું ” ઈઝ એવરીથિંગ ઓલરાઈટ ? ” મેં હાથ હલાવી સબ સલામતનો સંકેત આપતા એ ય ગાયબ થઇ ગઈ. એટલાન્ટા ક્રાઈમ માટે ય કુખ્યાત છે, પણ હું એકલો તો ક્યાંય હોતો જ નથી. શાહોનો શાહ મારી સંગાથે હોય જ છે. મેં તો એ વાતાવરણ મોબાઈલ કેમેરામાં વિડીયો શૂટ પણ કરી લીધું છે 😀

બસ સ્ટોપ પર પણ એકાંત. અને વચ્ચે વચ્ચે ખુલ્લી કારમાં મ્યુઝીક અને ડ્રીંક તથા ગર્લ્સ સાથે નીકળતા ફિલ્મોમાં દેખાય એવા ઘરેણાઓથી સજ્જ સ્નાયુબદ્ધ બ્લેક પીપલ. સહેજ કુતુહલથી જુએ, અને ફરી પોતાની મસ્તીમાં.

આવા તો બેસુમાર સ્થળોના અઢળક અવનવા અનુભવો મારા મનમાં ટૂંટિયું વાળી પડ્યા છે. પણ ઘણા વખતથી બ્લોગબડીઝ માટે કશું લંબાણથી લખ્યું નહોતું એટલે એમાંથી એક ખૂણો સાફ કરી સ્પેશ્યલી અહીં લખ્યું. હવે માણો સ્ટોન માઉન્ટનની તસ્વીરી ઝલક. અમેરિકામાં બાળકોને લઈને બધા ફરે છે એ ય દેખાશે. 😉

DSC07389 DSC07391 DSC07393 DSC07394 DSC07398 DSC07401 DSC07402 DSC07403 DSC07404 DSC07405 DSC07408 DSC07409 DSC07413 DSC07418 DSC07419 DSC07421 DSC07428 DSC07429 DSC07433 DSC07449 DSC07450 DSC07451 DSC07454 DSC07455 DSC07456 DSC07459 DSC07461 DSC07465 DSC07466 DSC07468 DSC07476DSC07414

(કમિંગ અપ નેક્સ્ટ : મોરજીમ બીચ અને કુંભલગઢ )

 

41 responses to “પહાડ વચ્ચે ફૂટે સ્મિતનું ઝરણું !

 1. nikhil

  મે 3, 2013 at 9:02 એ એમ (AM)

  nice one……

  Like

   
  • nishtha

   મે 4, 2013 at 4:38 પી એમ(PM)

   beautifull pics….pleased 2 read ur experiences….mrs martha vishe vachi ne visualise kari lidhu…!!!!!!!!!!! tamari sathe j farta hoie tevu lagyu…..!!

   Like

    
 2. daman

  મે 3, 2013 at 9:07 એ એમ (AM)

  elegant™,♥♦☻☺♪♫♀♂

  Like

   
 3. mahesh rana vadodara

  મે 3, 2013 at 10:15 એ એમ (AM)

  saras alekhan ane anubahvo enjoyed reading

  Like

   
 4. Priyank Bhavsar

  મે 3, 2013 at 10:44 એ એમ (AM)

  Good one, JV! 🙂

  Like

   
 5. Mayur Raw

  મે 3, 2013 at 10:47 એ એમ (AM)

  wow amazing…i feel totaly into it….very enjoying…sir i was hoping d pic of mrs martha…

  Like

   
  • jay vasavada JV

   મે 3, 2013 at 10:52 એ એમ (AM)

   મને અવિવેક જેવું લાગ્યું એમાં એટલે એ ફોટો ના પાડ્યા…જો કે, એનો અફસોસ પણ થાય છે. એ ના તો ન જ પાડત.

   Like

    
   • Jyotik Savaj

    મે 3, 2013 at 11:18 એ એમ (AM)

    Sir, emno photo jovani jaroor j kya 6e???
    emne tamne je help kari, e j vadhare important 6e…..
    Baaki to manas manas ne madad kare e j vastu jovani hoy…….I think u would not have such a sweet experience here in local cities, it might had gone something bitter………. lolzzzz

    Like

     
 6. poonam

  મે 3, 2013 at 11:05 એ એમ (AM)

  હું એકલો તો ક્યાંય હોતો જ નથી. શાહોનો શાહ મારી સંગાથે હોય જ છે. kya baat…

  Like

   
 7. Dr. Tejas Ghetia

  મે 3, 2013 at 11:26 એ એમ (AM)

  ખુબ સરસ.. 🙂

  Like

   
 8. Pinal Love Mehta

  મે 3, 2013 at 12:06 પી એમ(PM)

  “live and let live ” mane vanchai gayuuuuuuuuuuu………

  Like

   
 9. paresh

  મે 3, 2013 at 12:26 પી એમ(PM)

  I always love to read travel stories,, this is amazing as well,. Hope for more…!

  Like

   
 10. radhika thankey

  મે 3, 2013 at 12:38 પી એમ(PM)

  really nice pics.

  Like

   
 11. jitendra joshi, vadodara

  મે 3, 2013 at 12:52 પી એમ(PM)

  afalatoon tasviro, enathi ye afalaoon pravas varnan.bhimpalasi ‘smita’no chahero photo joya vagar kalpi shakay chhe. apane tyan, khas to amara vadodara ma aa smit no have dukal padyo chhe. maja karavi, jay…..aabhar.

  Like

   
 12. ramesh shah

  મે 3, 2013 at 1:16 પી એમ(PM)

  awesome…. reminds me of my trip to “stratford upon avon” (Shakespeare’s home!)..wonderful… do share more of your such experience..! It’s always lovely to have such experience and found nice people… you feel good and cherish those moments!

  Like

   
 13. નિરવની નજરે . . !

  મે 3, 2013 at 1:32 પી એમ(PM)

  જીવો અને જીવવા દો . . . વાળો છેલ્લો ફોટો મસ્ત છે 😉

  Like

   
 14. Envy

  મે 3, 2013 at 1:40 પી એમ(PM)

  ખુબ સરસ અને યાદગાર અનુભવો શેર કર્યા

  તમારા જેવા જ અલગારી અનુભવો મારેય ઘણા છે, ક્યારેક ખોલશું પટારો 🙂

  Like

   
 15. હરનેશ સોલંકી

  મે 3, 2013 at 2:10 પી એમ(PM)

  નાઇસ પટારો

  Like

   
 16. Ashish Makwana

  મે 3, 2013 at 2:17 પી એમ(PM)

  નજર સામે જીવંત ચાલતું આલેખન …ખુબ સુંદર !!!

  Like

   
 17. Dr. Vivek Bhatt

  મે 3, 2013 at 2:45 પી એમ(PM)

  Beautiful writing and photographs

  Like

   
 18. Alpesh

  મે 3, 2013 at 3:00 પી એમ(PM)

  Very Nice

  Like

   
 19. VISHAL

  મે 3, 2013 at 3:11 પી એમ(PM)

  BAHU SARAS AME TO KYAREY GAYA J NATHI TYA. PAN TAMARI STORY VANCHI NE PAN EVO J ANUBHAV THAY K JANE HU TYA J HOU. E J TO KHUBI 6 TAMARU VARNAN ETLU SARAS HOY 6 K MANAS POTE TEMA KHOVAI JAY ANE PA6I ENE KYAY JAVANI JARUR J NA PADE AHI BETHA BETHA J TAME WORLD TOUR KARAVI SHAKO EM 6O. SUPERB…….

  Like

   
 20. Rupal Vyas

  મે 3, 2013 at 3:59 પી એમ(PM)

  we have lived in Atlanta for 6 years and have been to Stone Mountain many times and really appreciate your beautiful description of it. In summer time, specially around 4th July and other summer holidays that place is packed with people. You should have tried to go to the top of the mountain by one of the hiking trails.

  Like

   
 21. mayuri

  મે 3, 2013 at 4:36 પી એમ(PM)

  lucky man u r….!! n it is prooved d world is nt bad at all….!!

  Like

   
 22. jagdip vyas

  મે 3, 2013 at 4:46 પી એમ(PM)

  superb, i liked third photo the most

  Like

   
 23. Anand

  મે 3, 2013 at 5:56 પી એમ(PM)

  saras alekhan che….vachvani mazza padi gyi!!

  Like

   
 24. Mohsin Vasi

  મે 3, 2013 at 6:14 પી એમ(PM)

  All people you met are v cooperative, the old lady driver, lady administrator,police van and american people.

  Like

   
 25. Nikunj Patel

  મે 3, 2013 at 6:15 પી એમ(PM)

  જય ભાઈ, આ વાંચીને ખુબ ઉત્સાહ મળ્યો! ‘ કાર તો હતી નહિ.એટલે પહેલા ટ્રેનમાં બેઠો. બે વાર ટ્રેન બદલાવી’
  કારની સગવડ ના હોવા છતાં પણ લહેર થી ફરવાની તમન્ના જોવા મળી।
  એક વિનંતી।
  હું મેરીલેન્ડ (Maryland) રહું છું। ફરીથી જયારે અમેરિકા આવો અને આ તરફ આવવાનું થાય ત્યારે ચોક્કસ મને તમારો સારથી બનાવજો।
  એક નાનકડી યાદગાર યાત્રા આપની સાથે કરવાનો મોકો જરૂર આપજો!
  My email : nikunj156@gmail.com
  Cell : 201-356-7849

  Like

   
 26. bansi nathvani

  મે 3, 2013 at 10:29 પી એમ(PM)

  wow……..suparb

  Like

   
 27. nikee

  મે 3, 2013 at 11:29 પી એમ(PM)

  ભોમિયા વિના ઈ ભમે છે ડુંગરા ,જગતની કોર કોર જોઈ નાખવાનાં ઇના કોડ રે …એકલા આકાશ તળે ઉભી ને એકલો ય , ઈ ભમે છે ડુંગરા .. જંગલની કુંજ કુંજ જોતો ,વ્હેતા ઝરણાની આંખ લ્હોતો ,ઈ ભમે છે ડુંગરા .. ને ડુંગરાનાં પડદામાં ઈ જોઈ આવે ફિલમું . 🙂 .. ભોમિયા વિના ઈ ભમે છે ડુંગરા 😉 . 🙂 nice photography … (sorry to shree Umashankar Joshi for editing his poem 🙂 )

  Like

   
 28. teju144

  મે 4, 2013 at 12:52 એ એમ (AM)

  photos maa pan tya pohnchi gaya vagar passport k visa k ticket..thanks to share.. 🙂

  Like

   
 29. Chandrakant D.Trivedi

  મે 4, 2013 at 12:59 એ એમ (AM)

  Jaybhai…Just Superb…You are enjoying your life with King sized Pleasures..Sirji..Keep it Up…

  Like

   
 30. RAMESH LAKHANI ( Mumbai )

  મે 4, 2013 at 6:04 એ એમ (AM)

  Nice very nice , thank u for sharing your journey whith us it’s some aamezing moments catch in photograph . Ilike it’s very much . One’s again thanks jv sir.

  Like

   
 31. djmankad mankad

  મે 4, 2013 at 8:48 એ એમ (AM)

  quite interesting

  Like

   
 32. Atul adhaduk

  મે 4, 2013 at 4:12 પી એમ(PM)

  Good photographs

  Like

   
 33. swati paun

  મે 4, 2013 at 7:16 પી એમ(PM)

  wow………………amazing.articl n clicks……………….thanxxx tamara anubhavo share karva mate……………:)shaho na shah sathe j hata…..hmmmm…………..:)))

  Like

   
 34. kartik kapta

  મે 5, 2013 at 3:13 પી એમ(PM)

  sooooooooooooooooooooooooo lucky sir….

  Like

   
 35. harshad

  મે 5, 2013 at 4:08 પી એમ(PM)

  nice journey sir

  Like

   
 36. Dipak Mankad

  જૂન 11, 2013 at 8:52 પી એમ(PM)

  wahhhhhh,,,,,moj aavi gai !!!!

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: