RSS

બુક્કા-બુક્કી !

09 મે

bookss

પાછલી કેટલીક પોસ્ટમાં મારા કોલમના અનુસંધાને મુકતા ફોટો-વિડીયો-મ્યુઝીકની યાત્રા કર્યા પછી વેકેશન આર્ટિકલ્સની ત્રીજી કડીરૂપ આ લેખમાં માં વિગત છે વાંચવા જેવા પુસ્તકો અને વેબસાઈટ્સની. ( અને પ્રૂફની ભૂલો ય ઘણી છે :P) વધુ વિગતો આ પોસ્ટ પર નથી , લેખમાં જ છે.

આ બધા પુસ્તકો હું તો ખરીદીને વાંચું છું. જેથી સર્જકોને ટેકો મળે અને આપની મરજી-મોજ મુજબ એ ઉથલાવી શકાય. અને એના વખાણ કે ટીકા કરવામાં કોઈ મોહતાજી કે શરમ ના નડે. આમ પણ મને કોઈ બૂક ભેટ આપે અને મને ગમે તો હું એ બૂકની બીજી નકલ /લો  મેળવી-ખરીદી બીજાઓને આપતો ફરું. ફિલ્મ પુસ્તકો સંગીત સાઈટ વગેરે વખાણવા- વખોડવામાં અંતરનો અવાજ સાંભળવાનો. અને રીડરબિરાદર સિવાય કોઈની સાડીબારી રાખ્યા વિના જ શેહશરમમાં અંજાયા કે પૂર્વગ્રહથી ખીજાયા વિના જ અભિપ્રાય આપવાનો.  ઘણી વાર તો જેના પર લખું એમને ય સરપ્રાઈઝ મળે ! આજે લખ્યું એ પુસ્તકો પણ ઘેર છે જ. એ એના સબૂત રૂપે આ રહ્યો એ કલેક્શનનો ફોટો.. એમાં આ પોસ્ટના છેડે રાખેલો સરદાર પટેલવાળી વિદ્યાપીઠવાળી બૂક હાલ મારી પાસે હાજરમાં નથી પણ એ ય ખરીદવાનું તો કહેવાઈ ગયું જ છે. અને એમાં તો નામ હી કાફી હૈ , વખાણવા માટે 😉

આ વખતે વધુ લાંબીલચ વાત નહિ. સમય બચે તે આ પુસ્તકો વાંચવામાં નાખવો 😀 . હા, એમાંના અંગ્રેજી પુસ્તકો તો ક્રોસવર્ડ, લેન્ડમાર્ક, ફ્લિપકાર્ટમાં આસાનીથી મળી શકે. ગુજરાતી પણ નવભારત, આર.આર.શેઠ, ઈમેજ, ગુર્જર, ડબ્લ્યુ.બી.જી., પ્રવીણ જેવા પ્રકાશનગૃહોમાં મળી જ રહે. લાયબ્રેરીમાં ના હોય તો મંગાવી શકાય ( લેખ બતાવીને આ માટે રોફ છાંટવાની છૂટ ! 😉 ) અને એટલે જ એમના ટાઈટલ અહીં બતાવી જ દેવાયા છે. ઓળખાણ માટે .

આ વેકેશન આર્ટિકલ સિરીઝ વર્ષોથી ચાલે છે, એટલે એમાં અમુક નામો અગાઉ આવ્યા હોય અને અમુક એકદમ જાણીતા-લોકપ્રિય-આસાન કહેવાય એવા પુસ્તકો અંગે લખવાનું હું જ ટાળતો હોઉં. ઘણું ઈચ્છા છતાં રહી પણ જાય. પણ વાંચનારે એવું કંઈ ટાળ્યા વિના સમયનો શક્ય સદુપયોગ કરવો જ ! 🙂 અહીં એવા જ પુસ્તકો હું મુકું છું જે ગઈ કાલે મહેન્દ્ર મેઘાણીએ મુકેલા આલ્બેર્ટો મોરાવીયાનાં ક્વોટતણા ફેસબુક સ્ટેટ્સ મુજબ સારી રીતે “લખાયેલા” જ હોય, ફક્ત “છપાયેલા” ન હોય. એમાં ય એક રેંજ મળે વરાયટીની. ક્લાસિકથી કોન્ટેમ્પરરી! ખુદ પ્રકાશક બન્યા પછી યે મેં કદી કેવળ મારા જ પુસ્તકોના પ્રમોશન માટે ઓળઘોળ થઇ જવાનો કે સતત બ્લોગ કે અન્ય માધ્યમોમાં સ્વયમપ્રેમમાં પડી  એકધારી એની જ વાતો કર્યા કરવાનો શિરસ્તો નથી રાખ્યો કારણ કે હું ખુદ એક વાચક, એક પુસ્તકપ્રેમી પહેલા છું અને મારી નેમ મારા જ નહિ સારા પુસ્તકોનો પ્રચાર-પ્રસાર થાય એ હોય છે. મારે અન્ય વાચકોના વાંચનની ગુણવત્તા અને વૈવિધ્યનું ઘડતર કરવાનો પ્રયાસ એક હમસફર તરીકે કરવો હોય છે, જેમાં મારા જ નહિ, બાજા પણ અનેક ઉત્તમ પુસ્તકો વાંચીને એ બધા દિમાગી ખિડકીયાં ખોલતા થાય એ મને ગમે ! 😎

વેબસાઈટ્સની વિગત તો ઉપર જેની લિંક આપી એ “અનાવૃત”માં છે જ.છતાં ય આળસુના પીરો માટે

http://www.csectioncomics.com/

http://www.brainpickings.org/

http://rankaar.com/

http://mountmeghdoot.wordpress.com/

તો તમને કેવા લાગ્યા આ વખતના બારેબાર પુસ્તકો ? 🙂

2013-05-04 14.56.36

 

19 responses to “બુક્કા-બુક્કી !

 1. Apoorv Desai

  મે 9, 2013 at 6:24 એ એમ (AM)

  SHIVA TRIOLOGY by Amish Tripathi, Dharma ne maatra adhyatmvaad ne najare jonara Andhjano a jo aankho ughadvi hoy to amne triology vaanchvij rahi, INDIA’s best mythological action thriller so far.

  Like

   
 2. voyager09

  મે 9, 2013 at 9:56 એ એમ (AM)

  Thank you for sharing the links and valuable insight about the books!

  Like

   
 3. bhavinsolanki

  મે 9, 2013 at 11:17 એ એમ (AM)

  9gag.com
  http://www.explosm.net/comics/
  deviantart.com

  Like

   
 4. Hiral Vyas

  મે 9, 2013 at 11:27 એ એમ (AM)

  Jule Verne Sir ની ગુજરાતી અનુવાદ થયેલી મેં 8 books વાંચી છે પણ એમાં મૂળશંકર ભટ્ટ Sir દ્વારા અનુવાદ કરેલી બુક્સ તો એકદમ mind-blowing છે।! હવે આ લીસ્ટ મળ્યા પછી sure summer vaction મસ્ત નીકળશે.. thanks.

  Like

   
 5. Shailesh Patel

  મે 9, 2013 at 11:27 એ એમ (AM)

  ધન્યવાદ!!!
  હમેશા પુસ્તકોનો સહારો આપવા માટે નહીતો પુસ્તક મેળામાં તો સારા પુસ્તકો કરતા વધારે રસોડા, સફળતા અને પૈસા કમાવા ના નુસ્ખાઓ જ વધારે જોવા મળે છે ને લખાયેલા પુસ્તકો છપાયેલા પુસ્તકો નીચે દબાય જાય છે .
  mountmeghdoot બ્લોગ સહારે કરવા માટે અત્યંત પ્રિય એવા પિતા પુત્રના સંબંધ વિશે પહેલી જ પોસ્ટ વાંચવા મળી સુંદર મજાની,
  તો રણકાર પર કવિતાઓ નો ખજાનો એ પણ audio format માં આપવા બદલ…!

  Like

   
 6. jigisha79

  મે 9, 2013 at 2:01 પી એમ(PM)

  Thank you soooo much for the links 🙂

  Like

   
 7. kansara

  મે 9, 2013 at 2:54 પી એમ(PM)

  મારાં ગમતાં પુસ્તકો જોવા ના મળ્યા.
  ૧) અડધી રાત્રે આઝાદી
  ૨) મારો ગધેડો ક્યાય દેખાય છે? (માત્ર હાસ્ય નથી, એમાં ઘણું સમજવાનું છે)

  Like

   
  • jay vasavada JV

   મે 9, 2013 at 5:35 પી એમ(PM)

   lolzz લખ્યું જ છે કે આમાં તમને ગમતા પુસ્તકો નહિ હોય..તમારું નહિ, મારું લિસ્ટ છે . અને અડધી રાત્રે આઝાદી અગાઉ ઘણા વર્ષો પહેલા આવી ગયું. એવું લખેલું જ છે. 🙂

   Like

    
 8. RAVI DESAI

  મે 9, 2013 at 4:44 પી એમ(PM)

  sir…. alexander dumas ni THE COUNT OF MONTE CRISTO pan classic book 6…. vacation ma e vanchvani b maja padi jay em 6….

  Like

   
  • jay vasavada JV

   મે 9, 2013 at 5:36 પી એમ(PM)

   એના પર લખેલો આખો લેખ મારા ૨૦૦૧માં પ્રકાશિત પુસ્તક સાહિત્ય અને સિનેમામાં છે

   Like

    
 9. Envy

  મે 9, 2013 at 9:01 પી એમ(PM)

  Bukka Bukki to kari have Mukka Mukkai karvi che 😉 lol….I am not (literally) student anymore so never wait for vacation but still, I wait for this series – always. It gives me new exposure of life.
  (In school, next day of the final exam and I get hold of next years language books to read them full to feel stories, poems etc. and so apart from enjoyment I had less burden duing whole year for languages)

  Like

   
 10. vandan

  મે 9, 2013 at 9:59 પી એમ(PM)

  what a title બુક્કા-બુક્કી !

  Like

   
 11. veena jadeja

  મે 10, 2013 at 1:19 એ એમ (AM)

  wow supercool websites.kharekhar maja avi gai.varsad bhinjave by parthiv gohil nu geet sambhaline.thank you very much sir amara jeva alsu na piro mate atlu saras apva mate..

  Like

   
 12. anil gohil, amdavad

  મે 10, 2013 at 3:04 પી એમ(PM)

  jo aapna vada pradhan Sardar Patel jeva hoy to …………………….

  niche jao ………………

  1. Sarabjit ne k Sanaullah ne koi border cross na karvi pade. – kem k Lahor, Karachi, Ismalabad vager rajyo Bharat na j hot !
  2. China nu pan evuj kai hot !

  Like

   
 13. Parth Virendra

  મે 10, 2013 at 11:50 પી એમ(PM)

  bhai bhai……absolute jv….sir tmari “aah hindustan oh hindustan” nu title mali rahe kase evu kaik kro …..navbharat wala vayda kar kar kare che..bookfair ma booksonline wala jode pan na malyu e title..thai sake to kai krva request che..baki bukka bukki to rabeta mujab….aflatoon rahyo..

  Like

   
 14. Parth Virendra

  મે 10, 2013 at 11:52 પી એમ(PM)

  bachto time pustko ma nakhvo wali vat ekdum sachot lagi….aam sali samanya lage pan ..amtho amtho ghni var samay vedfay jato hoy ena par dhyan nthi hotu..khub sachi vat….

  Like

   
 15. Neeta

  નવેમ્બર 20, 2013 at 2:19 પી એમ(PM)

  Billo tillo touch,jaat bhanini jatrai,manasthi lokmanas,Sinhpurush,aapki parchhaiyan,doctorni diary,Prakash no padchhayo,ek tukdo aakashno,idli orchid ane hu,

  Like

   
 16. Neeta

  નવેમ્બર 20, 2013 at 2:20 પી એમ(PM)

  Hradaysth.

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: