RSS

હું ને મારી મોસમ : ઋતુલેખોનું હવામાન

29 May

sl1

આજે  સવારમાં આપણા ઉત્તમ કવિ – સાહિત્યકાર- વક્તા , સાહિત્ય અકાદમીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા અને ભાવનગર ગુજરાતી ભાષા ભવનના કુલપતિ સમકક્ષ અધ્યક્ષ એવા શ્રી વિનોદ જોશીનો એસ.એમ.એસ. આવ્યો હું સુતો હતો ત્યારે જ. એ અહીં જેમ નો તેમ લખું છું : “beautiful. pure poetry in prose.”

મને તો સવારમાં આવા મરમીની કસોટીમાં પાર ઉતર્યાના આનંદમાં જાણે કેરીના રસમાં ધુબાકા માર્યા હોય એવું લાગ્યું ! ઋતુને સંવેદી એના અલગ અલગ પાસાનાં રસિક વર્ણન વ્યક્ત કરવાની ભારતમાં પ્રાચીન પરમ્પરા હતી. આપણા સંસ્કૃત સાહિત્ય જેવા ઋતુવર્ણનો જગતમાં ક્યાય નથી. વિશ્વના સૌથી પ્રાચીન મહાકાવ્ય રામાયણમાં પણ ઋતુઓના અત્યંત માદક વર્ણનો જોવા મળે. દરેક કવિએ હિંદી ફિલ્મોમાં ગીત ફરજીયાત હોય એમ એ ગાવા જ પડે. પ્રકૃતિની રસિક તથા રૌદ્ર છટાઓનાં વર્ણનોમાં કલ્પનાશીલ દ્રશ્યો ગૂંથવાના અને સાથે નર-નારીના ઈરોટિક રોમાન્સની ફીલિંગ વણી લેવાની કારણ કે એ આનંદનું ચરમ શિખર હોય છે. ઋતુવર્ણનોથી સરસ્વતીની સાધનાના એ વારસાના પ્રતિનિધિ તરીકે બચપણમાં વાંચેલી પ્રાચીન ભારતીય કૃતિઓની અસરમાં મેં પણ શિયાળો, ઉનાળો અને ચોમાસું ( તથા ઋતુલેખો ઉપરાંત આનુષાન્ગિક / related પર્વો-ઉત્સવો યાને ફેસ્ટીવલ્સ પર) લખવાનું શરુ કર્યું. પણ નકલના ભાવથી નહિ એટલે એ ખેડાણ કરી ચુકેલા ગુજરાતી / સંસ્કૃતના ભારતીય સર્જકોને અંજલિ આપી એવા જ ભાવ અનુભવી ચુકેલા પરદેશી સારસ્વતો સાથે એમનું અનુસંધાન જોડીને ક્લાઈડોસ્કોપિક ઈફેક્ટ ઉભી કરવાની – પણ સંકલન નહિ – એમાં પોતીકા નિરીક્ષણ ઉમેરવાના. ખુદના અવાજ અને આજના ધબકતા આધુનિક જમાનાનો સ્પર્શ ઉમેરવાનો. સંદર્ભોને મસાલા તરીકે લઇ ખુદના અનુભવો / વિચારોનું સ્પાઈસી શાક વઘારવાનું! ભારતીય સંસ્કૃતિને સલામી આપવાની મારી અનેક છુપી સાઝિશ હોય છે : જેમ કે, આ ઋતુસાહિત્યનુ નવસંસ્કરણ ! 

આવી રીતે રસિકતાથી છલોછલ અને મોસમના અવનવા સારા-ખરાબ રંગોને ઝીલતા લેખો લખાતા જાય છે. જેમ કે, વરસામાં રોમાન્સ જ આવે એમ નહિ- એના વર્તારાનું વિગન, એનો વિશાળ કે એના સાઉન્ડનું મેજિક કે એના ફિલ્મગીતો કે એના દ્રશ્યો….!એ પ્રકૃતિપ્રેમી પૂર્વસૂરિઓના સર્જન અને મારા પોતાના સ્પંદન સુધી ભાવકને પહોંચાડી નવા પ્રકૃતિપ્રેમીઓ ઘડવા માટે સેતુ પણ બને છે. અત્યાર સુધીમાં  ફક્ત ઋતુઓ પર જ મારા સીઝનલ ચાલીસેક લેખ થયા હશે. જેમાં વિજ્ઞાનથી લઇ પ્રેમ, ધર્મથી લઇ પ્રવાસ, લોકપરંપરાથી લઇ સાંસ્કૃતિક જીવન : પહેરવેશથી ખાણીપીણીની છાયાઓ ઝીલી છે. અંગ્રેજીના ક્વોટસ, ગુજરાતીની કવિતાઓ અને સંસ્કૃતના શ્લોકોએ એમાં મારી “થીમ” તણા ચંદરવામાં ભરેલા વેલબુટ્ટાની ગરજ સારી છે. તો દૂહા-શાયરીઓ જાણે એને શોભાવતા આભલા બન્યા છે. સાહિત્ય અને ( લેખનાં ફોટા હું જ મોકલાવતો હોઈ ) ફોટોગ્રાફી કે પેઈન્ટીંગ સાથે પણ એની મહેક ફેલાઈ છે. પણ હર વખતે કોઈને કોઈ નવો જ એન્ગલ લઇ હું ઋતુઓને આકંઠ ગટગટાવતો એના લેખનમાં સારી પડું છું. શૃંગાર તો પેલા કાવ્યશાસ્ત્રવિનોદેન રૂપ પ્રધાન ભાવ વિશ્વભરમાં પ્રત્યેક કાળમાં અને પ્રત્યેક કળામાં ય હોવાનો જ. પણ આટઆટલા લેખો છતાં ભાગ્યેજ કોઈ નિરીક્ષણ કે પંક્તિ કે કિસ્સા/કહાનીનું એમાં પુનરાવર્તન થયું હશે. મતલબ દરેક વખતે ઋતુ એક જ હોય પણ એના રંગ નવાનવા હોય એમ નવી નવી  અનુભૂતિઓ ઈશ્વરકૃપાથી સાંપડતી રહી છે ! મૂળ તો આ જ હોય છે, એમાં ઉછીની અક્કલ કે કોઈની નકલ કામ નથી કરતી – હું હમેશા ભારપૂર્વક કહું છું એ : I feel, I express…therefore i am ! આ લેખોએ બહારની જ નહિ, મારી અંદરની મોસમનો મિજાજ પણ બ-ખૂબી ઝીલ્યો છે. એ એક અદ્રશ્ય ડાયરી છે પાનખરથી વસંત સુધીની ! 

પ્રકૃતિને, વાતાવરણને આપણી આસપાસના સચરાચરને સરાબોર થઇ  વિજળીના કરંટનાં સુવાહકની માફક ફીલ કરવું પડે અંદરથી, અને પછી એમાંથી આથો આવે એ એક્સપ્રેશન ! જે કાલ મુજબ બદલાય એ તો સહજ સાર્વત્રિક પરિવર્તન છે. ગુજરાતીમાં લલિતનિબંધ વાડીલાલ ડગલી, સ્વામી આનંદ કે કાકાસાહેબ કાલેલકર ઇત્યાદિએ લખ્યા પછી પોતપોતાની શૈલી લઇ સુરેશ જોશી, ગુણવંત શાહ, મધુ રાય, ચંદ્રકાંત બક્ષી, સૌરભ શાહ, અનિલ જોશી, રમેશ પારેખ, મકરંદ દવે, સુરેશ દલાલ વગેરે આવ્યા – જેમાં આગળના મહાનુભાવોનો પડઘો વૈશ્વિક બન્યો. હવે ગ્લોબલાઈઝડ જનરેશનનો – ડિજીટલ યુગનો નવો-તાજો-જુદો-આગવો અવાજ હોય કે નહિ ? પણ જામી પડેલી લીલ જેવા ચીકણા બુઝુર્ગો એ સમજવા-સાંભળવા-સ્વીકારવા તૈયાર જ નથી હોતા. અને નવી પેઢીના ઘણા ય મિત્રો પોતાના સમયનો સાદ પાડવાને બદલે ચાંપલી ફીલસુફીની લપસણી પર ગલોટિયાં ખાધા જ કરે છે ! એમના અલાયદા ઓબ્ઝેર્વેશન્સ કે સ્પેશ્યલ સ્ટાઈલ એટલે ખાસ બનતી નથી. અસર લાંબી રહેતી નથી. બાકી, મારો તો જાતઅનુભવ છે- ઓડિયન્સ ફૂલડે વધાવવા બેઠું જ છે. હું થોડો કંઈ ઘેર ઘેર વાહવાહી ઉઘરાવવા જાઉં છું ? પણ એક સચ્ચાઈનો અને સર્જકતાનો નવીન-હસીન રણકો છે જે ગૂંજે છે ને ગમે છે!

આ ઋતુલેખો  કદી મેં આગોતરા લખીને નથી રાખ્યા. એવો મૂડ જ નથી આવ્યો. આમ પણ મારા લેખો હું કદી રિ-રાઈટ પણ કરતો નથી. ફર્સ્ટ ડ્રાફ્ટ ઈઝ ફાઈનલ ડ્રાફ્ટ. પણ બદલાતી મોસમની પશુ-પંખી-પુષ્પ-પહાડ-પાણીને લાગે એવી એક કિક લાગે અંદરથી. બહારની સીઝન અંદરથી રિઝન આપે લખવાનું. હમખયાલ દોસ્તો સાથે ક્યારેક ચર્ચા થાય..કશુંક વાંચેલું અંદરથી ઉગી આવે કોળેલા બીજની જેમ. એટલે સારું નરસું બધું જ ઝીલાય. સિતમગર બફારાથી લઇ શીતલજલ બારિશ સુધી ! કંઈ કેટલાય ડિફરન્ટ કલર્સ ઝીલતા જાય છે કિસ્મ કિસમની મોસમના. માણસે મશીન ના બનવું હોય તો વેધરકોકની જેમ એટલા વાયરા તો ઝીલતા રહેવા જોઈએ આસપાસના વાતાવરણના : પછી એ ઝરણ હોય કે રણ – બેઉની પોતપોતાની બ્યુટી છે, બેઉના પોતપોતાના ડેન્જર છે !

પણ આર્ગ્યુંએબલી, ગુજરાતીમાં કોઈએ નથી લખ્યા એટલા સૌથી વધુ અને સર્વાધિક વૈવિધ્યસભર આટઆટલા ઋતુલેખો લખ્યા ( ૪૦+ એન્ડ સ્ટિલ કાઉન્ટીન્ગ! ) , ઋતુસંહારનાં મેઘદૂત કાલિદાસને આ બહાને અર્ધ્ય આપ્યા ત્યારે એનું ગરદન ટટ્ટાર થાય એવું ગૌરવ થાય ને વિનોદભાઈ જેવા જાણતલ જોશી સામે ચાલીને એની નોંધ લે ત્યારે ચરબીના ભાર છતાં છાતી ગજ ગજ નહિ તો ય ઇંચ ઇંચ ફૂલે ( સર્જકને પોતાના જ સારા સર્જન માટે ચાહત કે માન ના હોય તો બીજાઓને ના જ હોય – અને આજના વિદ્વાન વિવેચક વિહોણા અને ડી.જે.ધમાલ યુગમાં પોતાનું પાટિયું પોતે જ ચિતરવું કાળગણનાની આર્કાઈવલ વેલ્યુ માટે ય ફરજીયાત ડ્યુટી છે – એટલે આ સ્વાભાવિક પ્રેમનાં ગુલાલને  ગુમાન  મારવાની ભૂલ ના કરશો ! ) અને નુક્ક્ડના પાનવાળાથી કિચનની ગૃહિણી સુધી, શ્વેતકેશી મર્મજ્ઞથી લઇ સોનાકેશી કોલેજગર્લ સુધી, ઉદ્યોગપતિથી લઇ ટેકનોક્રેટના હ્રદય  સુધી આ રસિક ઋતુલેખો તડકા, ઠંડક કે વરસાદની માફક એકસરખી રીતે પહોંચ્યા એનો પરમ સંતોષ પણ હોય…પણ પણ પણ..આ આનંદમાં અફસોસ પણ છે. આ મામલે હું લાસ્ટ ઓફ ધ મોહિક્ન્સ હોઉં એવું લાગે છે. કોઈ આવી રીતે ઋતુલેખો પરીક્ષાઓમાં નિબંધો લખીને, ક્લાસરૂમમાં ભણાવી ભણાવી મોટા થયા છતાં લખતું નથી. થોડુંક વરસાદ પર લખાય અને બાકી યદાક્દા જે નજરે ચડે એ એનું એ જુનું કોહવાઈ ગયેલું ! નવો ઉન્મેષ નહિ, નવા સ્પંદન નહિ! ઋતુઓ તો દર વરસે આવે તો ય આપણે વિકસીને બદલાતા હોઈએ ત્યારે કેવી નવી નવી થાય ? આખરી મુઘલની જેમ શું હું ઋતુલેખોનો અંતિમ અધ્યાય હોઈશ ગુજરાતીમાં ? એવો વિચાર ટાઢનાં લખલખાં કે ઉનાળુ લૂ જેવો પીડાદાયક છે ! ક્યાં છે નવી મોસમ ?

વેલ, આ બધું ભીતર પેટાવવા માટે ફરી વાર થેન્ક્સ વિનોદભાઈ. અને  ગયે વખતે અનિરુદ્ધસિંહ ગોહિલનું ફેસબુક પર એક કાવ્ય વાંચ્યું ને ઉનાળા પર લેખ લખાઈ ગયેલો. આ વખતે બસ એ.સી. વિના રાજકોટની ગરમીમાં શેકાતા જલતા હૈ બદન ગીત ( જુઓ છેલ્લે વિડીયો ) યાદ આવ્યું ને અડધે સુધી એ માટે ઉનાળાને કોસતો અને પછી એમાં ય પોઝિટીવ જોઈ એને બાહોંમાં ભીંસતા આજના અનાવૃતનો વધુ એક લેખ આ રહ્યો , ના વાંચ્યો હોય તો વાંચો લાલ લિંક પર ક્લિક કરીને ( એમાં ઝિંગ થિંગ કૃણાલ દર”જી”નું છે, અને પ્લસ સાઈઝ બિકીની વાળા ઈનપુટ માટે શુક્રિયા મુર્તઝા પટેલ, ને લેખ સાથેની તસ્વીર જાણીતી રૂપલલના કેટી પ્રાઈસની છે 😛 )  :

તડકાની તલવાર, સૂરજની સરકાર : પ્યાસ ભડકી હૈ સરે શામ સે, જલતા હૈ બદન…!

* અને લેખમાં છેડે મુકેલી કવિતા મૂળ અંગ્રેજીમાં  પીનલ લવ મહેતાના સૌજન્યથી :

I like my body when it is with your body.
It is so quite new a thing.
Muscles better and nerves more 
I like your body. I like what it does.
I like it hows, I like to feel the spine.
of your body and its bones ,
and the trembling –firm–
smoothness and which I will 
again and again and again 
kiss, I like kissing this and that of you. 
I like, slowly stroking the
shocking fuzz of your electric fur, and
what–is–it comes over parting flesh….
And eyes big love — crumbs ,
and possibly I like the thrill
of under me you so quite new. 

——-E.E. Comings

 
34 Comments

Posted by on May 29, 2013 in art & literature, personal

 

34 responses to “હું ને મારી મોસમ : ઋતુલેખોનું હવામાન

  1. Tejal Nanavati Solanki

    May 29, 2013 at 10:53 PM

    સર્જકને પોતાના જ સારા સર્જન માટે ચાહત કે માન ના હોય તો બીજાઓને ના જ હોય – અને આજના વિદ્વાન વિવેચક વિહોણા અને ડી.જે.ધમાલ યુગમાં પોતાનું પાટિયું પોતે જ ચિતરવું કાળગણનાની આર્કાઈવલ વેલ્યુ માટે ય ફરજીયાત ડ્યુટી છે – એટલે આ સ્વાભાવિક પ્રેમનાં ગુલાલને ગુમાન મારવાની ભૂલ ના કરશો ! 100% agree….

    Like

     
  2. Chirag Jogani

    May 30, 2013 at 7:17 AM

    પરિવર્તન એ સંસાર નો નિયમ છે. I absolutely agree….

    Like

     
  3. jitendra joshi, vadodara

    May 30, 2013 at 12:36 PM

    sangrah kyare karo chho?

    Like

     
  4. Jayesh Soni

    May 30, 2013 at 4:23 PM

    લખવું એટલે કઈ પણ ઠોકાઠોક કરવી? લખે રાખો બાપલીયા – ગુજરાતમાં આમેય અબુધ અને અભણ પ્રજા છે એટલે કઈ પણ ફાફડા-જલેબી પીરસો – જોઇતા પ્રમાણમાં ગુજ્જુ વાંચનાર મુર્ખાઓ મળી રહેશે.

    Like

     
    • jay vasavada JV

      May 31, 2013 at 12:56 AM

      તે તમને તો કોમેન્ટ લખતા ય હજુ ક્યાં આવડે છે ! 😉 lolzzzz ને તમે આવડતું હોય તો મેસુબ મોહનથાળ પીરસો ને જોઈએ છે કેટલા મળે છે એ ! 🙂

      Like

       
  5. Rashmi

    May 30, 2013 at 6:08 PM

    Tamaro lekh vanchine to garmi ma pan feelgood cool effect aavi gai…
    Continue Sir, You always rock

    Like

     
  6. swati paun

    May 30, 2013 at 11:42 PM

    sir kal no articl bahu gamyo………………………amey tamara seasn articlz best hoy j 6…..aa post ma feelingzz share kari te gamyu….sir 1 buk ma tamara aa badha articl hoy to jalsa…..:)

    Like

     
  7. janak

    May 31, 2013 at 6:06 AM

    JV – u definitely need a woman in ur life. (No pun intended here) – your write-ups often show the sexual tendencies which are not yet exposed (these can never be satisfied – mind it) or it seems so. Get a woman in ur life (marry or live-in), go thru the physical aspect of love and then the readers will get to know the other sides/asects of the powerful writer in u. At present – your subconscient has become a show-case for the readers and it is full of such things. Shringar rasa is a fantastic thing but it is just one part of life – just one.

    Like

     
    • jay vasavada JV

      May 31, 2013 at 9:40 AM

      and it is just one. readers like u only remeber this n wrongly advice me 😉 just check the index of the blog here as a proof that i am interested in so many things but saome pervert readers are only interested in shringar. btw wth ur standrad even valmiki n vyas need to marry n raj kapoor to yash chopra too. its plain childish notion in year 2013 that sex is related to marriage only. get out of it before u considered as oldie junk 😉 its my expression and no one can tell me what shld i express so take a chill pillk n pack ur psychological analisys bags from here which is by the way absolutely wrong. 😉

      Like

       
      • janak

        May 31, 2013 at 2:09 PM

        hey jv – relax. I said get married or live-in 🙂 sorry if u felt bad bro. I enjoy all ur articles but somehow this thing is getting too repetitive in ur write-ups off-late man 🙂 anyway continue with what gives u joy! No one says u pack ur bags from here…..

        Like

         
  8. zeal...

    June 1, 2013 at 10:45 AM

    i wish after reading your this post…………..many new and fresh faces will enter in the world of writing…..after all there are so many followers and admires of yours who would love to do anything to brack your dissapointment……….
    thanks for this beautiful articles…………….

    Like

     
  9. હરનેશ સોલંકી

    June 1, 2013 at 3:27 PM

    રુતુઓ ઉપરના આપના બિન્‍દાસ વિચારો જાણી એક બિન્‍દાસી છવાઇ ગઇ….

    Like

     
  10. Ramesh Chamaar

    June 4, 2013 at 12:20 AM

    જય, તમારો અધુરો ઘડો છલકાયો ઘણો. સંસ્કૃતમાં બીજો પણ એક શબ્દ છે જેની તમને જાણ હશે જ : આત્મશ્લાઘા 😉

    Like

     
    • jay vasavada JV

      June 4, 2013 at 7:47 PM

      સંસ્કૃતમાં તો અહં બ્રહ્માસ્મિ નો જયઘોષ પણ છે, કદી સાંભળ્યો નથી ? 😉

      Like

       
      • Ramesh Chamaar

        June 4, 2013 at 9:38 PM

        જય, તમે જેમ વધારે બોલો છો એમ તમારું અજ્ઞાન છતું થઇ રહ્યું છે! અહં બ્રહ્માસ્મિ તમારા જેવો આછકલો ‘જય ઘોષ’ નથી, એ wisdom છે 🙂
        ચંદ્રકાંત બક્ષીની નકલ કરી આત્મશ્લાઘા કોઈ પણ લહિયો પોતાને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઊંચો સાબિત કરવાનો પ્રયત્ન સહેલાઇથી કરી શકે છે. પણ ચંદ્રકાંત બક્ષીને એમના જ્ઞાન અને પ્રતિભાશાળી લેખનનું બેકિંગ હતું! જયારે તમને એ નથી. એટલે જ તમારે વિનોદ જોશી જેવાઓનું પ્રમાણપત્ર રજુ કરવું પડે છે 😉
        …. અને આ ‘ભાવનગર ગુજરાતી ભાષા ભવનના કુલપતિ સમકક્ષ અધ્યક્ષ’ શું છે ? કુલપતિ છે કે નહિ ?! મારી જાણ મુજબ તો કુલપતિ કોરાટ સાહેબ છે. શું કુલપતિ ને બદલે ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષે એસ.એમ.એસ. મોકલ્યો એમાં તમને સંકોચ છે, કે વિનોદ જોશી ને કુલપતિ નાં હોવાની લઘુતાગ્રંથી છે 😉

        Like

         
        • jay vasavada JV

          June 6, 2013 at 12:56 PM

          તે આપે આ બધાનું વુવેચ્ન કરવા સિવાય એવું શું ઉકાળ્યું છે ? 😉 હું જે છું તે જ છું ને એવો જ રહેવાનો છું. અને મારી સ્પેસ પર મને ગમે તે લખું..ના ગમતું હોય તો વાંચવા શું કામ આવો છો ? 😀 સાદો કટાક્ષ પણ ગંભીરતા થી લઇ લો છો…તબિયતનું ધ્યાન રાખજો.

          Like

           
          • Ramesh Chamaar

            June 8, 2013 at 2:16 AM

            જવાબ ના આપી શકો એટલે પાછલી દલીલને કટાક્ષ કહી દીધી તે તમે સારું કર્યું, કારણ કે આમેય આખો લેખ હાસ્યાસ્પદ હતો.
            ગુજરાત સમાચાર માં પણ તમારી સ્પેસ દર અઠવાડિયે હોય જ છે. તેમાં તમને શું ‘તંત્રી સમકક્ષ કટાર-લેખક’ ઉર્વીશ કોઠારી નથી લખવા દેતા ?! 😉

            Like

             
            • jay vasavada JV

              June 11, 2013 at 11:05 PM

              હાહાહા..જે હતું તે કહ્યું..અને બુરખાધારી ત્રાસવાદીની સામે તો ફટાકડા જ ફોડવાના હોય ને. મારા જ બ્લોગ પર મારા વિચારો ના લખું ને મારી વાત ના લખું તો શું તમારી લખું ? lol તમારા અભિપ્રાયની નોંધ લખવા માટે લેવી પડે કે જવાબ પણ તમે એવું શું ઉકાળ્યું છે જીવનમાં એવું પૂછ્યું ત્યાં તો બોલતી બંધ થઇ ગઈ . તમે રમુજ સારી પૂરી પાડો છો એટલે જુના જમાનામાં રજાનો મુજરાવાળીઓ મનોરંજન માટે પાળતા એમ હું તમારા જેવાને રિલેક્સ થવા પાળું છું ને બે ઘડી ગમ્મત કરું છું એમની બાલીશ વાતોથી. બાકી તમને શું જવાબ આપવાનો હોય? lolzzzz

              Like

               
              • Ramesh Chamaar

                June 11, 2013 at 11:54 PM

                હા હા હા, ગુજરાત સમાચાર ના માલિકના જમીન પર ફેંકેલા રૂપિયાને જીભ વડે ચાટતી ફરતી ગણિકા જેવા લેખક પાછા એમના વાચકોને પૂછે છે કે એમણે શું ઉકાળ્યું 😉 તમારે માટે કોઈ પણ ચર્ચા કરવા માટે સામેવાળાનું બધું જ બેક્ગ્રાઉન્દ ખૂબ જ જરૂરી છે એટલે કહીએ છીએ કે અમે તો ૨૫માં વર્ષે જ એક ઇન્ટરનેશનલ સોફ્ટવેર કમ્પનીના મેનજીંગ ડીરેક્ટર થઇને બેઠા છીએ. પણ તમે આખા ગુજરાતી લેખક સમુદાયની વાત જવા દો, ગુજરાત સમાચાર માંય શું ઉકાળ્યું ? ઉર્વીશ કોઠારી જેવાઓ જેમના લેખનથી તમને માથાના વાળથી પગના અંગુઠા સુધી ઈર્ષ્યાની આગ લાગી જાય છે, એ છાપાના ‘તંત્રી-સમકક્ષ’ બની ગયા છે અને તંત્રી-લેખો લખી રહ્યા છે. ભવેન કચ્છી અને ભાલચંદ્ર જાની વગેરેના ફ્રન્ટ-પેજ કટાર-લેખો હોય છે. અને તમારે હવે એમના હાથ નીચે રહીને પગ ચાટીને લખ્યા સિવાય કોઈ ઓપ્શન પણ નથી રહ્યો. એટલે જ ઈર્ષ્યાની આગમાં અને મનની ભડાશ કાઢવા બ્લોગ પર પોતાની જાતે જ પોતાની જાતથી અંજાઈ ગયા હોય એમ પોતાના વખાણ કરવા પડે છે. કોઈ પોતાનાથી વધારે તેજસ્વી હોય તેમાં આટલા બધા છટપટાવવાનું ના હોય. તમને ‘તેજસ્વીના વધી તમસ્તુ મા વિદ્વિષા વહે’ નો બોધ નથી આપ્યો કોઈએ ?

                તમને પહેલા જ શીખવાડ્યું એમ ચંદ્રકાંત બક્ષીની નકલ કરી બધા પોતાની આત્મશ્લાઘા સહેલાઈથી કરી શકે. પણ ચંદ્રકાંત બક્ષી જેવું લેખન ક્યાંથી લાવશો?

                બાય ધ વે, પછી તમને ભાવનગર યુની નાં કુલપતિ કોણ છે એ ખબર પડી કે નહિ?

                Like

                 
  11. amit

    June 6, 2013 at 8:41 AM

    super “garmi me thandi ka ahesaaaaaas”

    Like

     
    • jay vasavada JV

      June 12, 2013 at 2:23 AM

      હેહેહે, સોફ્ટવેરનહિ લેખનમાં પ્રદાનનું નું પૂછેલું – સાદું ગુજરાતી વાંચવામાં ય પ્રોબ્લેમ છે આ મફતિયા નચનીયાને તો 😉 અર્થ તો કેમ ખબર પડે- જેને એ ય ખબર ના હોય કે વિનોસ જોશી ભાવનગર યુનિ.નાં કાર્યકારી કુલપતિ રહી ચુક્યા છે 😀 સરસ , આમ જ બફાટ કરો, ઝેર ઓકો – મને મજા આવશે ત્યાં સુધી નાચાવીશ ને રમાડીશ. 🙂

      Like

       
  12. Ramesh Chamaar

    June 12, 2013 at 9:48 PM

    હોમવર્ક કર્યું એના માર્ક્સ આપવા પડે પણ હજી સાચો જવાબ મને નથી મળ્યો. વિનોદ જોશી ભાવનગર યુની ના કુલપતિ છે કે નહિ? સાચો જવાબ: નથી. એનો મતલબ એ કે ભાવનગર યુની ના કુલપતિએ તો તમને એસએમએસ નથી મોકલ્યો 😉 કઈ નહિ બીજો સવાલ: વિનોદ જોશીને પાછળનાં ભાગે લાત મારી ને કાર્યકારી કુલપતિની ખુરશી પરથી કેમ કાઢી મુક્યા? જો ખરેખર યોગ્ય હોત તો એ ‘કાર્યકારી’ નહિ ખરેખરના કુલપતિ હોત!

    તમે કેટલી બનાવી છે?! તોય તમે ફિલ્મોના વિવેચનો લખો છો કે નહિ? આટલી સાદી સમજ નથી?!
    મારી પાસે કોઈક ક્ષેત્રમાં તો અવ્વલ રહેવાની તાકાત છે! તમારા લોજીકથી હું એટ લીસ્ટ સોફ્ટવેર, મેનેજમેન્ટ, હ્યુમન રીસોર્સેસ વગેરે પર લખવા યોગ્ય તો છું જ. પણ તમારા જ લોજીક પ્રમાણે તમારી પાસે તો એકેય વિષય પર લખવાની યોગ્યતા નથી.

    ઉર્વીશ કોઠારી વિષેના સવાલો સામે કેમ મૌન પાળી લીધું છે? તમને ગુજરાત સમાચારની નોકરી માંથી લાત મારીને કાઢી મુકશે તો પછી શું કરશો એનો ડર લાગતો હશે. એક સાચા તેજસ્વી મરદની ઓળખાણ જ એ છે કે એ બોસના તાબામાં ના થાય અને મનમોહનસિંહની જેમ બોસના પડાવેલા તાબોટા ના પાડે. કદાચ તમે ઘરશાળાને બદલે સારી શાળામાં ભણ્યા હોત તો મરદ બનવાનું જો એક જગ્યાએથી ના શીખવાડવામાં આવે તો બીજેથી શીખવાનો ઓપ્શન રહેત. પણ હવે શું થાય. આગલી કોલેજની નોકરીમાંથી કાઢી મુક્યા એટલે જે નોકરી છે એય જતી ના રહે એટલે તમારેતો ઉર્વીશ કોઠારીના પગ ચાટવા જ રહ્યા. અને પ્રતિભાના અભાવે ના મળેલી પ્રતિષ્ઠા ના દુખે અહી પોતાની આત્મશ્લાઘા કરવી જ રહી.
    એક જુનો પણ હમેશા તમારા જેવાઓને લાગુ પડતો ડાયલોગ તમને યાદ જ હશે: સત્ય હંમેશા ઝેર જેવું કડવું જ લાગે 😉
    ઉપર જરા જુવો કોમેન્ટ કોણે પહેલી શરુ કરી, અને તમારો પોતાનોજ દંભી માફીની લાગણી સાથે લખેલો આજનો લેખ જુવો તો બધાને (કદાચ તમને તો તોપણ નહિ!) સમજાઈ જશે કે કોને ઈશારે તમે નાચી રહ્યા છો 😉

    Like

     
    • jay vasavada JV

      June 13, 2013 at 12:09 AM

      વાહિયાત સવાલો જેનું અસ્તિત્વ જ નથી એના જવાબ આપવાની મારી ડ્યુટી નથી. તમને શોખ હોય તો દુખાડો ને આંગળા…સિનેમા અંગે તો મેં જાહેર વ્યાખ્યાનમાં જ જવાબ આપી દીધો છે, અને તમારી હેસિયત એટલી એ નથી કે એનો અહીં ફરીથી આપું. તમે મારા બ્લોગ પર નાક કપાવીને આવતા રમકડાથી વિશેષ છો કોણ કે મારે તમારા સવાલોના જવાબ – જે પાયાથી જ હકીકતદોષ અને સાવ ખોટા છે એના જવાબ આપવા જોઈએ ? ઉર્વીશ અંગે તમારી વિગતો જ કાલ્પનિક છે તો પછી જવાબ શું હોય ? હું નોકરી કરતો નથી અને કોલેજની નોકરીમાંથી મને કોઈએ કાઢ્યો પણ નહોતો. મારી લાઈફ તો જગજાહેર છે. એના સેંકડો સાક્ષીઓ છે. અને જે લખું એ એ બધા ય વાંચે જ છે. તમારી જેમ કોઈ અંગે જૂઠ ફેલાવ્યા કરી ને કે અફવાઓ સાંભળીને જીવતો નથી. સત્ય ઝેર જેવું લાગતું હશે, પણ તમારા મારા વિશેના ચોખ્ખા ગપ્પા જોઇને લાગે જ છે કે તમને એનું પારખું કદી થયું જ નથી. 😉 વિનોદભાઈ તો કાર્યકારી જ હતા અને એમની જવાબદારી પૂરી થતા ગયા પણ તમે એમના વિષે જે અભદ્ર વર્ણન છુપાઈને પોતાની ઓળખ હજુ આપ્યા વિના જ લખ્યું છે એ જોતા હવે જો તમારા સરનામાં અને ફોન નંબર સિવાય કોમેન્ટ કરશો તો અહીંથી તમને લાત મારીને ભગાડવા પડશે એ નક્કી.આજનો લેખ તમારા જેવા ચડાઉ ધનેડા પર જ હતો. ખેલ પૂરો. ગેટ લોસ્ટ. એડ્રેસ કે નંબર વિના તમારી કોમેન્ટ અહીં રહેશે નહિ. કેમ ? તો આ મારી સ્પેસ છે, એમાં તમેં મારા વિષે નર્યા ગપ્પા અને જૂઠ ફેલાવો તો હું મોહનગીરી જ કરીશ. મનમોહનગીરી નહિ.

      Like

       
      • Ramesh Chamaar

        June 13, 2013 at 1:08 AM

        આ પાછું નવું આવ્યું. તમને કોઈ લોજીકલ સવાલના જવાબ આપવા માટે પુછાનારાનું સરનામું જાણવું અત્યંત જરૂરી છે! lol … લો આ મારું એડ્રેસ: ૧૯/B સેતેલાઈત ટાવર, નેહરુનગર, અમદાવાદ. મારો ફોન નંબર તો જયારે તમે તમારું આપશો ત્યારે હું તમને આપી દઈશ 😉
        સવાલ સીધોસાદો છે. તમારા જ લોજીક પ્રમાણે જો તમે કોઈ ફિલ્મો ના બનાવી હોય તો તમારી ફિલ્મો વિષે લખવાની કોઈ યોગ્યતા નથી. એમાં કોઈ જાહેર વ્યાખ્યાન કે જાહેર શૌચાલય માં શું બોલ્યા હોય એનો શો ફેર પડે છે? 😉
        તમે ફરીથી તમારો પોતાનો જ આજનો લેખ વાંચજો. તમે તો જાણે ગુગલ પરથી ચોરી કરી કરી ને લખો છો તેથી તમને પોતાને શું લખ્યું એ પણ ખબર નથી પડતી! મારે તમને સ્પુન-ફીડીંગ જ કરવું પડશે:
        તમારા લેખ માં તમે ઈન્ટરનેટ પરથી ચોરી-ચપાટી કરીને વાક્ય લખ્યું છે: ‘તમે તમારી ગર્લફ્રેન્ડને કિસ કરી શકો છો, એ કૉન્ફિડન્સ છે. પણ કેવળ તમે જ તમારી ગર્લફ્રેન્ડને કિસ કરી શકો છો, એ ઑવરકૉન્ફિડન્સ છે! યસ, સામાન્ય સમજ મુજબ પણ આત્મવિશ્વાસ અને અતિવિશ્વાસ વચ્ચેનો ફરક ‘ફક્ત / ઓન્લી’ના તફાવતમાં છે. ‘
        હવે તમારા આ બ્લોગ-આર્ટીકલમાં આ વાક્ય વાંચો: ‘આખરી મુઘલની જેમ શું હું ઋતુલેખોનો અંતિમ અધ્યાય હોઈશ ગુજરાતીમાં ?’
        આખા લેખ અને બ્લોગના દરેક વાક્યમાંથી તમારી દંભી માનસિકતા દેખાઈ જાય છે, પણ આ તો ફક્ત એક ઉદાહરણ.

        ઉર્વીશ કોઠારી ની કઈ વિગત ‘કાલ્પનિક’ છે એ જણાવજો જરા! એ ગુજરાત સમાચારના મોટા ભાગના તંત્રી-લેખ નથી લખતા? એમને રિડિફ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા નેશનલ મીડિયામાં લખવા નથી બોલાવતા? (તમને કેટલી વાર નેશનલ મીડિયામાં લખવા મળ્યું?).

        તમને કોલેજની નોકરીમાંથી કેમ લાત મારીને ભગાવ્યા એ જગ-જાહેર છે એટલે તમે ગમે તેટલું નોકરી ‘છોડી આવવાની’ વાત કર્યા કરો પણ સત્ય તો સત્ય જ રહેશે!

        વિનોદ જોશી કાર્યકારી હતા એ તો ઉપર થઇ ગયેલી વાત તમે રીપીટ કરી, અને એ કેવા કોઠા-કબાડા કરીને એ પદ પર પહોચી ગયા એ પણ વાત જાણીતી છે. પણ જો એ ખરેખર લાયક જ હતા તો એમને કાર્યકારીને બદલે રેગ્યુલર કુલપતિ કેમ ના બનાવ્યા?!

        Like

         
        • jay vasavada JV

          June 13, 2013 at 3:50 AM

          તમારી જગ જાહેર વિગતોના પુરાવા આપજો અને લેખની શરૂઆતમાં જે છે એ તો જગજાહેર એસ એમ એસ છે અને એના કર્તાનું નામ તમને ખબર છે ? નાં હોય તો ૧૦ વર્ષ પહેલા ૨૦૦૩માં નેવરલેન્ડ પબ્લીકેશને બહાર પાડેલી દુનિયાની પહેલી એસ.એમ.એસ. બૂક વાંચી લો ક્યાંકથી મેળવીને.એ મારી જ બનાવેલી ને બહાર પાડેલી હતી. અને આમ પણ એ ક્વોટ નથી જોક છે જેમાં કર્તાના નામ ના હોય એટલી અક્કલ ખાનદાનમાં અ=કોઈએ આપી નથી લગતી. ટીકા કરવાની લાહ્યમાં કશું વાંચતા નથી લાગતા. મારો નંબર મારા દરેક પુસ્તકમાં છપાયેલો હોય છે, કદી હાથમાં લઈને જોયું હોય એમ લાગતું નથી. માટે તમે દોડ્યા આવ્યા હો મારી સ્પેસ પર નર્યા ગપ્પા લઈને તો નંબર તમારે આપવાનો હોય. સાચા નંબર અને સાચા એડ્રેસ વિના હવે આવી ખોટા આક્ષેપો અને નરી ગપગોળાથી ભરપુર કોમેન્ટ્સ અહીં એપ્રુવ નહિ થાય. અને તમે બ્લોક થશો કાયમ માટે. ઘરમાં ભીંત સાથે માથા પછાડો અને આંગળા દુખાડો. એક વાર કહ્યું ગેટ લોસ્ટ તો ય પ્લાસ્ટિકનું ઉગી જતું હશે. હશે, એ તમારો સાયકો પ્રોબ્લેમ છે. એવી ધૂંધળી “સંજય-દ્રષ્ટિ” તમને મુબારક. 😉 ચાલો ફૂટો.

          Like

           
  13. Rakshesh

    June 12, 2013 at 10:37 PM

    JV… today you really got a savaa sher in ramesh chamaar … your today’s articles really seems dambhi when reading your this blog …

    Like

     
    • jay vasavada JV

      June 12, 2013 at 11:59 PM

      lolzz નામ બદલવાથી કામ ના બદલાય. અને બ્લોગ પણ આખો ક્યાં વાંચ્યો છે ? મારા આર્ટીકલ
      માં એ જ લખ્યું છે તમારા જેવા વાચકો (??) પોતે સાચા અને સારા વિવેચકો હોવા અંગે કોઈ લાયકાત વિના ઓવર કોન્ફિડન્ટ હોય છે ! બાકી મારા બ્લોગ પર આવી સડેલી કોમેન્ટ્સ પણ લોકશાહી ઢબે રાખું છું એટલે…નાની ચકલીઓ મોટા ફેઈડકા મારે છે 😉 lolzzz

      Like

       
      • Rakshesh

        June 13, 2013 at 11:54 PM

        JV … I love my name so I never change it … since you are angry you are just losing your mind and alleging me without any proof … I pity on you… anyway, I couldn’t have better answered your questions than this ramesh chamaar guy – you didn’t read your own article … 😉

        Like

         
      • anil gohil

        June 15, 2013 at 11:52 PM

        jay la
        su kam aatli badhi mathakut kare che? ne taro ne amara badha no time waste kare che?
        9,07,725 reader biradaro mathi 2-5 aava biradaro hoy to tare khush thai ne emni vat mani levei joie (!) aavi mathakut no karay.
        aatli mathakut ma aatlo samay barbad kryo to amara 7-8 lekh ochha thai gya ne?

        pls let go karine biju kaik navu lai aav jaldi
        anil gohil
        amdavad
        mera bharat mahan

        Like

         
        • Rakshesh

          June 16, 2013 at 8:36 AM

          Anil Gohil…That’s the biggest irony here … JV wrote two articles one on Wednesday (on being over-confidence)and another today (on leaving ego aside) … but behaving completely oppositely in the same week here … he is thinking that only he is writing/can write articles on different seasons and then can not leave his ego aside when someone points out that others write much better than him and alleviated far beyond him even in Gujarat Samachar itself… his self-esteem is too fragile … or just a certified dambhi … 😉

          Like

           
  14. Rakshesh

    June 26, 2013 at 12:18 AM

    See below an excellent article from Urvish Kothari. A tight slap on JV’s slap!

    બોલ્યુંચાલ્યું માફ – ઉર્વીશ કોઠારી
    વરસાદમાં ન પલળવાનો આનંદ

    આ લેખનું વૈકલ્પિક મથાળું ‘વરસાદમાં પલળવાનો ત્રાસ’ એવું હોઇ શકત. પણ ‘પોઝિટિવ થિંકિંગ’ના જમાનામાં થયું કે જરા ‘પોઝિટિવ’ મથાળું બનાવીએ. વાત તો એક જ છે ઃ ચોમાસામાં પલળી જવાય ત્યારે કેવો ત્રાસ પડે છે અને વરસાદમાં પલળવામાંથી બચી જવાય ત્યારે કેવો આનંદ થાય છે.
    સંસ્કૃત મહાકાવ્યોથી ફેસબુકનાં સ્ટેટસ સુધીની રેન્જમાં વરસાદનો એટલો મહિમા થયો છે કે તેમાં પલળવાથી ત્રાસ થાય છે, એવું ખોંખારીને કહી શકાય નહીં. લોકલાજનો ડર લાગે. અરસિકમાં ખપી જવાની અને રસિકોની ન્યાતમાંથી બહાર મુકાઇ જવાની બીક લાગે. ‘અરર, તમે કેવા માણસ છો? વરસાદમાં પલળવું નથી ગમતું?’ એવા હળવા ઉપાલંભથી માંડીને ‘ધીક્કાર છે એના જીવનને, જેને વરસાદમાં પલળવાની મોજ માણતાં ન આવડયું’ એવાં કડક મહેણાં સાંભળવાની તૈયારી રાખવી પડે. પરંતુ લોકલાજને નજરઅંદાજ કરતાં સમજાય કે કેવળ વરસાદમાં પલળવા-ન પલળવાના આધારે માણસની કિંમત નક્કી કરવાનું છત્રી કે રેઇનકોટ વેચનારા પૂરતું વાજબી ગણી શકાયઃ બધા લોકો વરસાદથી બચવા ઘરમાં-ઓફિસમાં બેસી રહે તો છત્રી-રેઇનકોટનો ધંધો અને એ કરનારાનાં ઘર શી રીતે ચાલે? પણ એ સિવાય બીજા વાંધકો- વાંધો પાડનારા-ની ચિંતા કરવાની ન હોય. કારણ કે એમનાં પ્રમાણપત્રોનું મૂલ્ય ઉઠી ગયેલી કંપનીના શેર સર્ટિફિકેટ કરતાં જરાય વધારે હોતું નથી.
    વરસાદમાં પલળવાથી ત્રાસ અનુભવતા લોકોને કદી એવો સવાલ થતો નથી કે ‘વરસાદમાં પલળવામાં શી મઝા આવતી હશે?’ એ સમજી શકે છે કે ‘હોય. આખરે વરસાદ પણ ફુવારાનું વિસ્તૃત અને કુદરતી સ્વરૃપ છે. માણસને ક્યારેક ચાર દિવાલના બંધન ફગાવીને – અને વોટરપાર્કની ટિકિટ ખર્ચ્યા વિના-પણ નહાવાનું મન થાય. એમાં લોકોને મઝા આવી શકે.’ આમ, તે સામા પક્ષનું દૃષ્ટિબિંદુ સમજી શકે છે. પરંતુ વરસાદમાં પલળવાનો આનંદ લઇ શકતા મોટા ભાગના લોકો આટલા ઉદાર હોતા નથી. પોલીસ જે રીતે ચોરને જુએ કે ન્યાયાધીશ જેમ આરોપીને જુએ એવી રીતે વરસાદમાં ભીંજાનારા જીવો વરસાદથી બચીને રહેતા લોકો તરફ જુએ છેઃ એ નજરમાં સહાનુભૂતિ, અનુકંપા, દયા, તિરસ્કાર, તુચ્છકાર, અરેરાટી જેવી અનેક લાગણીઓનું મિશ્રણ થયેલું હોય છે. ‘માણસ જેવા માણસ થઇને વરસાદમાં ભીંજાવાથી ભાગો છો? તમને માણસ કેમ ગણવા? જાવ તમારું માણસ તરીકેનું લાયસન્સ રદ.’ એવો ઠપકો જાણે તેમની નજરમાંથી સતત વરસતો હોય છે. વરસતા વરસાદથી બચી શકતા લોકો એવા ઠપકાના અદૃશ્ય વરસાદથી બચી શકતા નથી.
    વરસાદથી દૂર ભાગતા લોકોના હૃદયપરિવર્તન માટે વરસાદપ્રેમીઓનો ઉત્સાહ ભારે હોય છે. તેમાં સેવા-કરૃણાના દબાણથી ધર્માંતર કરાવતા મિશનરી અને તલવારની ધારે ધર્માંતર કરાવતા આક્રમણખોરના મિજાજનું સંયોજન થયેલું હોય છે. વરસાદથી બચીને ચાલનારા સાથે વરસાદપ્રેમીનો પહેલી વાર ભેટો થાય ત્યારે, ‘સુધરેલા’ લોકો આદિવાસીઓ તરફ જુએ એવી રીતે એ લોકો વરસાદથી ગભરાતા લોકો ભણી જુએ છે. ‘આ લોકોને પહેલી તકે આપણી સંસ્કૃતિમાં લાવી દેવા અને ‘માણસ’ બનાવી દેવા’- એવો ઉત્સાહ તેમનામાં છલકાય છે. એ લોકો વરસાદમાં ભીંજાવાની ક્રિયા કેટલી આનંદપ્રદ છે એનું બયાન આપે છે. બે-ચાર નબળીસબળી કવિતાઓ ફટકારીને વરસાદમાં પલળવાની ક્રિયાનું સાહિત્યિક માહત્મ્ય – અને પોતે એ માહત્મ્ય સમજી શકવા જેટલા ‘સુધરેલા’ છે એ- સિદ્ધ કરવા પ્રયાસ કરે છે. કવિતા આમજનતાને પ્રભાવિત કરવાનું સૌથી સહેલું હથિયાર છે એ સમજી ચૂકેલા ઘણા લોકો કવિતાનો વરસાદ અને વરસાદની કવિતા- એવા ઘાતક મિશ્રણથી પોતાનું કામ સિદ્ધ કરવા પ્રયાસ કરે છે.
    વરસાદપ્રેમીઓ માને છે કે વરસાદ માણવો એ ‘ટેસ્ટ’નું કામ છે. કુદરતી વરસાદની મઝા ભજીયાં-દાળવડાં-શેકેલો મકાઇ જેવાં બાહ્ય અને કૃત્રિમ આલંબનો થકી કેવી રીતે અનેકગણી કરી શકાય છે, એનું રસઝરતું વર્ણન પણ એ લોકો હોંશથી કરે છે. આમ કરતી વખતે એ ભૂલી જાય છે કે વરસાદથી દૂર ભાગતા લોકોને વરસાદ સામે તત્ત્વતઃ અને ભજીયાં-દાળવડાં-મકાઇ સામે તો સમગ્રતઃ- કશો વાંધો હોતો નથી. બલ્કે, આ બધું ઝાપટવા માટે તે વરસાદની પરાધીનતા કબૂલ રાખતા નથી. તેમનો ખરો વાંધો વરસાદમાં ભીંજાયેલા કબૂતર જેવા થઇ ગયા પછી પાછો કામ કરવાનો અથવા કામ માટે બહાર ફરવાનો હોય છે. પરંતુ આ સ્પષ્ટતા કરવાની તક તેમને ભાગ્યે જ મળે છે. બસ, ‘વરસાદ નથી ફાવતો’ એટલું સાંભળ્યું નથી કે વરસાદપ્રેમીઓ ગરજી ગરજીને વરસ્યા નથી.
    ભજીયાં-દાળવડાં-મકાઇના રસ્તે વરસાદને ચાહી ન શકનારા લોકો માટે બીજો રસ્તો અપનાવવામાં આવે છે. વરસાદમાં ભીંજાવાની ક્રિયા કેટલી રોમેન્ટિક છે એનાં વર્ણન અને તેમાં રહેલી શક્યતાઓ તેમની સમક્ષ રજૂ કરવામાં આવે છે. કવિ નાનાલાલે ભીંજાયેલી કન્યાના શરીર પરથી જળબિંદુઓ નહીં, પણ તેનું કૌમાર્ય ટપકે છે એવી કલ્પના કરી હતી. આવાં હાથવગાં ઉદાહરણ આપીને વરસાદમાં પલળવાની ક્રિયાની કાવ્યાત્મકતા સિદ્ધ કરવાના પ્રયાસ થાય છે. પરંતુ વરસાદથી નાસતા ફરતા લોકો મગજ ઘરે મૂકી રાખતા નથી. તેમને એટલી તો ખબર પડે છે કે આવા કિસ્સામાં પલળનાર અને જોનાર કોણ, એની પર બહુ મોટો આધાર હોય છે. આપણે પલળીએ તો આપણા શરીર પરથી પડતાં ટીપાં જોઇને નાનાલાલ હોય કે અ-નાનાલાલ, કોઇને પણ એવું જ લાગે કે કૌમાર્ય નહીં, પરાણે પલળવાનું લાચાર્ય ટપકી રહ્યું છે.
    કેવળ શાબ્દિક સમજાવટ અને લાલચથી કામ નહીં સરે એવું લાગતાં વરસાદપ્રેમીઓ બીજો તરીકો અપનાવે છે. ‘તમે વરસાદમાં કદી પલળ્યા છો ખરા? એક વાર પલળી તો જુઓ. એવી મઝા આવશે કે તમે યાદ કરશો.’ એ વખતે વરસાદથી બચનારના હોઠે શબ્દો આવતા આવતા અટકી જાય છે કે ‘સાચી વાત છે. ચાર વર્ષ પહેલાં ન છૂટકે પલળવું પડયું ત્યારે એવી હાલત થઇ હતી કે અડધે રસ્તેથી લીલા તોરણે પાછા ઘરે જવું પડયું ને ઓફિસમાં રજા મૂકવી પડી.’ અથવા ‘બે વર્ષ પહેલાં વરસાદમાં પલળ્યા પછી ઠંડી લાગીને છીંકાછીંક સાથે જે તાવ ચડયો હતો અને કળતર થતું હતું એ હજુ યાદ છે.’ આવી કોઇ દુર્ઘટના ઘટી ન હોય એવા લોકો ડીઝાસ્ટર મેનેજમેેન્ટને બદલે ડીઝાસ્ટર મિટિગેશનના ભાગરૃપે પણ વરસાદમાં પલળવાથી દૂર રહે છે.
    વરસાદમાં પલળવાની મઝા નથી આવતી, એના ટેકામાં પણ દલીલો હોઇ શકે એ ઘણા વરસાદપ્રેમીઓથી સહન થતું નથી. ‘જે આપણી સાથે નથી તે આપણી સામે છે’- એવી વિચારધારાના યુગમાં ઘણા વરસાદપ્રેમીઓ ખુન્નસથી વિચારે છે, ‘વરસાદમાં પલળવાથી કતરાતા લોકોને તો પકડી પકડીને…ઝાપટાબંધ વરસતા વરસાદમાં અડધે રસ્તે રેઇનકોટ-છત્રી વિના અને ઓફિસનાં કપડાંમાં પરાણે પલળવાની ફરજ પાડવી જોઇએ.’ વરસાદથી બચનારા વૈચારિક રીતે આટલા હિંસક બની શકતા નથી. એમને કદી એવું થતું નથી કે ‘વરસાદમાં છાકટા થઇને પલળનારાને પકડી પકડીને વરંડાના તાર પર લટકાવીને ઉપર ક્લીપો મારી દેવી જોઇએ.’

    Like

     
  15. Chirag Desai

    July 3, 2013 at 2:11 PM

    Mr.Rakshesh or Mr.Ramesh whatever u r, people like u who r under achiever n who doesn’t able to see successful people like JV, it’s not fault of u, it’s basic DNA structure of most of Indians. You are jealous, it’s JV’s decency to allow u at this stage, this is personal blog of JV n he has maintained it very well, I have only one advice to u, go *#@$ ur self

    Like

     
  16. mukesh dhapa

    September 9, 2013 at 10:15 PM

    પૂછો નહિ કેવું મન થાય છે ?
    સાગરો માં આજ ફરી સૈર કરવાનું ;
    મન થાય છે પણ જરાય ડૂબવું નથી .
    વાદળો સંગ ખુબ ગરજી ઊઠવાનું;
    મન થાય છે પણ જો વરસવું નથી .
    હવા ઓ સંગ આજ સંવાદ કરવાનું ;
    મન થાય છે પણ કઈ બોલવું નથી .
    સાંજ ના સોનેરી રંગો ને મળવાનું ;
    મન થાય છે પણ મળી શકાતું નથી .
    ધરતી ની ગોદ માં ઊગી જવાનું;
    મન થાય છે પણ ફૂટી શકાતું નથી .
    મન ની પાટી પર નામ ચીતરવાનું ;
    મન થાય છે પણ કઈ લખાતું નથી .

    Like

     
  17. Naresh Parmar

    April 28, 2016 at 11:28 AM

    Excellent sir…! I love it

    Like

     

Leave a comment