પાકિસ્તાની અવામ, યાનિ કી પ્રજા માટે સારા સમાચાર એ હતા કે એમને પાકિસ્તાન મળ્યું, પછી એમને બધા ખરાબ સમાચારો જ મળ્યા છે !
ના સમજાયું ?
તો આઈ.ક્યુ.નું લેવલ એવરેજ પાકિસ્તાની જેટલું જ હશે ! જસ્ટ કિડિંગ. ભારત-પાકિસ્તાનનાં ક્રિકેટ મેચનું પરિણામ આવી જશે. પણ કમનસીબે પાકિસ્તાનનું રિઝલ્ટ આવતું નથી. જગત આખાના ત્રાસવાદી ત્સુનામીનું એપિસેન્ટર બનેલા પાકિસ્તાનમાં ભયાનક અરાજકતા છે. જે કોઈ સમજદાર લોકો છે, એ પાકિસ્તાનને બદલે બહાર સેટલ થાય છે. નૂરજહાંબેગમે દાયકાઓ પહેલા ભારતના એક કાર્યક્રમમાં કહેલું એમ ‘મેરે પર જીતના ઉનકા હક હૈ (પાકિસ્તાનીઓ), ઈતના હી આપકા હક હૈ (હિન્દુસ્તાનીઓ).’ આજે ય આતીફ અસલમથી અદનાન સામી, વીણા મલિકથી રાહત ફતેહઅલી ખાનને ભારતમાં જેટલી મોકળાશ અને મહેમાનગતિ મળે છે, એટલી પાકિસ્તાનમાં નથી મળતી. મજહબી પરંપરાઓના બંધન નીચે કચડાતા આઘુનિક મિજાજના યંગસ્ટર્સની ધૂટન મોહાલીથી મોહેં-જો-દરો સુધી સરખી જ છે.
એની વે, હું વાત જ નહિ કરું ના રૂસણા લેતા લેતા મહામહિમ મનમોહનજી તો પાકિસ્તાની નેતાઓ સાથે વાતો કરવાના રાસડા લેવા લાગ્યા છે. ક્રિકેટ કે સંગીત જેવી કળાઓના મામલે ભારતે પાકિસ્તાનની વાનરનકલ કર્યા વિના ખેલદિલી રાખવી જોઈએ, અને રાખે જ છે. પણ એક મરદનું ફાડિયું જન્નતનશીન ફિરોઝખાન પાકિસ્તાનની ધરતી પર, એની છાતી પર બેસીને સંભળાવી ગયેલો કે ‘‘તમારા પાકિસ્તાન કરતા તો ભારતમાં મુસ્લીમો હજાર દરજ્જે વઘુ સુખી અને સલામત છે.’’ ગિન્નાયેલી પાકિસ્તાન સરકારે એના વિઝા રદ કર્યા તો ‘ચૂલામાં પડ્યા તમારા વિઝા, મારે ફરીથી અહીં પગ જ મુકવો નથી” એવું વટથી કહેનારો એ પડછંદ પઠાણ, ભારતમાં જીવ્યો ત્યાં સુધી પોતાની વાતને વટભેર વળગી રહ્યો હતો. ખાનમાં જેટલી સ્પષ્ટવાદિતા અને નીડરતા હતી એટલી આઝાદ ભારતના વડાપ્રધાનોમાં જોવા નથી મળી !
એટલે, પાકિસ્તાની નાગરિકો ભારતના નિર્દોષ નાગરિકોને (જેમાં મુસ્લીમો પણ હતા જ) નગરમાં, ઘરમાં ધૂસીને મારી જાય-છતાં આપણે કેસ ચલાવવા સિવાય કશું કરી નથી શકતા. ડિટ્ટો સોલ્જર્સ. અરે, થોડીક પ્રગતિશીલ વાત કરનારા ગર્વનરો-મિનિસ્ટરોને ત્રાસવાદી મિજાજના ધર્મઝનૂનીઓ પાકિસ્તાનમાં જ મારી નાખે છે, અને અહીં અમનની આશામાં મીણબત્તીઓ શૂન્યાવકાશમાં બળ્યા કરે છે ! પાકિસ્તાની નાગરિક હિન્દુસ્તાનીઓને મારી શકે, તો આપણે શું પાકિસ્તાન પર જોક ન મારી શકીએ ?
બસ, એ જ કરીએ આજે. દાંત ભીંસીને લડવા કરતા દાંત કાઢીને હસી નાખીએ. આપણે ગુજરાતીઓ તો વ્હાલા સરદારજી, મારવાડી, પારસીઓ, દિલથી ખુદની ઉપરના ફની કેરકેટર્સને ય હસી કાઢવાવાળા ! આ બંદાએ એક દસકા પહેલા પણ જસ્ટ લહેરથી પાકિસ્તાની ટૂચકાઓનું સંકલન પ્લસ સર્જન કરેલું. બત્રીસી જ નહિ, અમુકમાં દિમાગ પણ દેખાડવું પડશે.
ભલે, પાકિસ્તાન પર કાલ્પનિક જોક મારવાની આમ કોઈ જરૂર જ નથી, કારણ કે પાકિસ્તાન ખુદ જ એક વાસ્તવિક જોક છે, આ પૃથ્વી પરનો !
ચલીયે ખ્વાતીને હઝરાત, આજ કે ઈસ લતીફોં કા લુત્ફ ઉઠાને કે લિયે, તશરીફ રખીએ….
* * *
સવાલ : પાકિસ્તાનની બધી સરકારો શા માટે બિકિની જેવી હોય છે ?
જવાબ: કારણ કે, પહેલી નજરે ખબર નથી પડતી કે એ કયા આધારે ટકી રહી છે, અને પછી બધા એવું જ ઇચ્છતા હોય છે કે એ બને તેટલી જલ્દી ઉતરી જાય !
* * *
પેશાવરમાં એક ઔરત હાંફળીફાંફળી પોલીસ સ્ટેશનમાં ગઈ. ફરિયાદ કરી ‘સાહેબ, મારા શૌહર પાંચ દિવસ પહેલા શાક લેવા ગયેલા, હજુ પાછા નથી આવ્યા. ક્યાંક તાલિબાનોએ…’
ઈન્સ્પેક્ટર ઉમરજીએ દાઢી પર હાથ ફેરવતાં કહ્યું ‘કોઈ બાત નહિ મહોતરમા, તમે બીજું શાક બનાવી લો…’
* * *
કરાંચી યુનિવર્સિટીના પ્રશ્નપત્ર પર કેટલીક સુચનાઓ:
(૧) બધા જ પ્રશ્નોના માર્કસ હોય છે.
(૨) જવાબો પોતાના જ દિમાગથી લખવા, જો તમને એ જડી જાય તો.
(૩) પરીક્ષાખંડમાં ઉંઘવાની મનાઈ છે. નહિ તો છેલ્લે સુપરવાઈઝરને કોણ જગાડશે ?
(૪) પરીક્ષાખંડમાં એ.કે. ૪૭ લઈને આવવું નહિ, આ કાશ્મીર નથી.
(૫) પરીક્ષા પૂરી થયે ફૂટતા ફટાકડામાં આર.ડી.એક્સનો ઉપયોગ ન કરવો.
(૬) ઉત્તરવહીઓમાં જવાબો પેનથી લખવા. સીધી કાપલીઓ ચોંટાડવાની મનાઈ છે !
* * *
મેચ ફિક્સીંગમાં સંડોવાયેલા ન હોય એવા પાકિસ્તાની ક્રિકેટર અને પરગ્રહવાસી એલિયન્સ વચ્ચે શું સામ્ય છે ?
બંને વિશે હંમેશા સંભાળતુ રહે છે, પણ ક્યારેય રૂબરૂ મુલાકાત થતી નથી !
* * *
લાદેન: આ રામદેવબાબાના યોગાની વિડિયો ટેપ અલજઝીરા સાથે ટાઈઅપ ધરાવતા ઈન્ડિયા ટીવી પર જોઉં છું, એમા કહે છે કે શીર્ષાસન કરો તો લોહી માથા ભણી ધસી આવે છે. તો પછી હું ચાલું ત્યારે બઘું લોહી પગમાં કેમ આવતું નથી ?
ડૉક્ટર: જનાબ, આપનું માથું ખાલી છે, પગ નહિ.
* * *
પાકિસ્તાન પર ચકરાવા લેતા વિમાનમાં વડપ્રધાન નવાઝ શરીફ બોલ્યા, ‘‘હું ૫૦૦ રૂપિયાની નોટ અહીંથી ફેંકુ, તો એક નાગરિક ખુશ થશે.’’
બાજુમાં બેઠેલા ઇમરાન ખાન બોલ્યા ‘૧૦૦ વાળી નોટ રાખીએ, જનાબ તો પાંચ નાગરિકો ખુશ થશે.’
ભૂતપૂર્વ પ્રમુખ મુશર્રફે ડહાપણ ડહોળ્યું ‘૧૦ રૂપિયાવાળી નોટો ફેંકી શું તો દસ નાગરિકો ખુશ થશે’
ત્યાં પૂર્વ પ્રમુખ ઝરદારીએ ઝૂકાવ્યું ‘એક-એક રૂપિયાની નોટો ફેંકીશું, તો સો નાગરિકો રાજી થશે.’
આટલું સાંભળતા વિમાનના યુવાન પાયલોટે કહ્યું ‘હું તમને ચારેય ને વિમાનમાંથી ફેંકી દઉં, તો સત્તર કરોડ પાકિસ્તાનીઓ ખુશખુશાલ થઈ જશે !’
* * *
મોહાલી મેચ પછી વડાપ્રધાન મનમોહનજી અને વડાપ્રધાન શરીફ શિખરમંત્રણા કરવા વિમાનમાં બેઠા.
મનમોહનજીએ અબ્દુલ હમીદ જેવા જાંબાઝ ભારતીય જવાંમર્દોની પાકિસ્તાન સામે લડતા લડતા માભોમ માટેની શહીદીની વાતો છેડી.
ખીજવાયેલા શરીફે વિમાનમાં તૈનાત પાકિસ્તાની ફૌજના કમાન્ડોને હૂકમ કર્યો: કૂદ જાવ. એક કૂદી પડ્યો…બીજો…ત્રીજો….ચોથો….
મનમોહનજીનું ૠજુ હૃદય રડમસ થઈ ગયું….ગળગળા સાદે પાંચમા ફૌજીને અટકાવીને કહ્યું ‘બેટા, તને તારી જીંદગીની કોઈ કિંમત નથી ?’
‘‘સર, અમે પાકિસ્તાનમાં જીવીએ છીએ, તેને કંઈ જીંદગી કહેવાય ?’’ એટલું કહીને તેણે પણ હરખભેર કૂદકો માર્યો !
* * *
એક અમેરિકન ટુરિસ્ટ ઈસ્લામાબાદની ખડધૂસ રેસ્ટોરાંમાં કોફી પીવા ગયો. વેઈટર બિલ લઈ આવ્યો, જેમાં કોફીના એક કપનો ચાર્જ ૧૦૦૦ રૂપિયા હતો !
ચોંકી ગયેલા ટુરિસ્ટે પૂછ્યું : ‘શું અહીં કોફીની આટલી બધી અછત છે ?’
વેઈટરે ફરમાવ્યું: ‘‘જી નહિ, સાહેબ, પણ ટુરિસ્ટની અછત છે !’’
* * *
‘આમ તમારે તોફાનો કરવા માટે કોઈક મરી જાય, એમ પથ્થરો ન ફેંકાય.’ એક શાંતિના કબૂતર ઉડાડવા સદૈવ તત્પર ભારતીય બુદ્ધિજીવીએ સમજાવ્યું ‘‘અમે તો અમારા દેશમાં ઇંડા અને ટમેટાં ફેંકીએ છીએ.’’ પાકિસ્તાની યુવકે કહ્યું ‘‘સાહેબ, અમારી પાસે ખાવા ઇંડા અને ટમેટાં હોત તો પછી વિરોધ જ શા માટે કરત ?’’
* * *
એક ફૂટડી અમેરિકન છોકરી એક હટ્ટાકટ્ટા પાકિસ્તાની ક્રિકેટરને સ્મિત ફેંકી, પટાવીને ઘેર લઈ ગઈ. પછી કપડાં પહેરીને એણે કહ્યું ‘મને પથારી સાથે બાંધીને પછી એ કર, જે તારા દેશના મર્દો કરતા હોય છે.’
પાકિસ્તાનીએ તેને બાંધી, પછી ઘરના ટીવી, ડીવીડી, કપડાં, જવેલેરી, મોબાઈલ બઘું જ લઈને ભાગી ગયો !
* * *
યુવરાજે ઉમર ગુલને કહ્યું ‘ચાલ, ચેસ રમીએ.’
ઉમરગુલ: ‘પણ મારા સ્પૉર્ટશૂઝ ફાટી ગયા છે !’
* * *
એક ટાટા નેનોમાં ૨૦ પાકિસ્તાનીને બેસાડવા હોય તો ?…. તો નેનોમાં ૧ ડોલરની નોટ ફેંકો !
* * *
પાકિસ્તાન સાથે શાંતિમંત્રણા કરવી એટલે ?….એટલે અખંડ કૌમાર્ય (વર્જીનિટી) માટે દેહસંબંધ બાંધવો !
* * *
પાકિસ્તાનમાં એક પ્રોફેસરે આદમ અને ઈવનું પોસ્ટર વિદ્યાર્થીઓને બતાવી, પૂછ્યું : ‘આ કયા દેશમાં હશે ?’
વિદ્યાર્થી: ‘જનાબ, એ લોકો પાસે પહેરવા કપડા નથી. રહેવા ઘર નથી. ખાવામાં ફક્ત એક સફરજન છે. છતાં નીચે જન્નત લખ્યું છે. માટે નક્કી આ લોકો પાકિસ્તાનના જ હોવા જોઈએ ! પાકિસ્તાન પાઈન્દાબાદ.’
* * *
આફ્રિદી સ્કૂલમાં હતો, ત્યારથી કેમ ખબર પડતી કે એ કેપ્ટન બનશે ?….. કારણ કે, ટીચર બ્લેડબોર્ડ સાફ કરે, એટલે એ પોતાની નોટના પાના ફાડી નાખતો !
* * *
હાફિઝ સઈદ ભારત-પાક. ક્રિકેટ મેચ જોવા માટે રેલ્વે સ્ટેશને ગયો. સાથે પાળેલો કૂતરો હતો. બૂકિંગ કલાર્ક તરીકે બેઠેલા સરદારજીને એણે પૂછ્યું ‘શું મારે કૂતરાની ટિકિટ લેવી પડશે ?’ સરદારજીએ ઉંચુ જોયા વિના જવાબ આપ્યો ‘ના રે, તમે માણસની ટિકિટમાં જઈ શકશો !’
* * *
એક પાકિસ્તાની રાજદ્વારી મેચ જોયા પછી દુખતો દાંત કઢાવવા અમદાવાદ આવ્યા.
ડેન્ટિસ્ટે પૂછ્યું ‘તમારે ત્યાં પાકિસ્તાનમાં ડેન્ટિસ્ટ નથી ?’
દર્દીએ જવાબ આપ્યો: ‘છે ને, પણ મોં ખોલવાની મનાઈ છે !’
* * *
ભારતને ચીઅર અપ કરતી સાનિયા ખાવિંદ શોએબને પાકિસ્તાનની ટીમને બિરદાવતો જોઈ ચીડાઈ. ‘તું છાતી પર હાથ મૂકીને ઇમાનની કસમ ખા, ન તો તે પહેલા કોઈની સાથે ઇશ્ક કર્યો છે, ન મેચ ફિકસીંગ કર્યું છે, ન તો તું મારી સામે પાકિસ્તાની ટીમના વખાણ કરીશ !’
શોએબે કસમ ખાધી પણ સાનિયા રાતીપીળી થઈ ગઈ ‘કમબખ્ત, તારી છાતી પર હાથ મૂકીને કસમ ખાવાની હતી….’
* * *
અનંતની વ્યાખ્યા શું ?
ચાર પાકિસ્તાની ત્રાસવાદી ચાર રસ્તા પર ઉભા છે, અને આઈ.એસ.આઈ. સાથેનો સંપર્ક તૂટી ગયો છે !
***
શાહરૂખખાન, કાશ્મીર મુદ્દે ભારતની તરફેણ કરતો પાકિસ્તાની અને સાન્તાક્લોઝ-ત્રણે સાથે તળાવમાં ડૂબકી મારે, તો ઉંડી ડૂબકી કોની હશે ?
શાહરૂખખાનની કારણ કે, બાકીના બેનું અસ્તિત્વ જ નથી !
* * *
રીડરબિરાદર, ટેઈક લાઈટ. જોક્સ ગમે કે ન ગમે, પાકિસ્તાન સામેનું આપણું સૌથી મોટું અટ્ટહાસ્ય શું છે, એ જાણો છો ? અલ્લારખ્ખા રહેમાનથી અબ્દુલ કલામ જેવા આપણા પ્રિય ભારતવાસીઓની વાત જવા દો. વર્લ્ડ કપ ક્રિકેટ ટીમમાં જીવ રેડીને ભારતના વિજય માટે રમતા ઝાહિર ખાન, યુસુફ પઠાણ અને મુનાફ પટેલ વગર રમ્યે પણ આ આપણું વિજયી સ્મિત છે. અને આ ત્રણે વીરલાઓ ગુજરાતમાંથી ક્રિકેટ રમતા થયા છે !
ઝિંગ થિંગ
પાકિસ્તાનીઓ ટૂચકા વાંચીને ય નારાજ થાય ખરા ?
એમ ? એ કશું વાંચે છે ખરા ?
( ભારત -પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચ સમયે ૨૦૧૧આઆ લખાયેલો મૂળ તો ૨૦૦૩માં બહાર પાડેલા પાકિસ્તાની જોક્સનાં સંકલન સમો આ લેખ જરાતરા ફેરફાર સાથે. જોક્સ બધા નહિ પણ જડસુઓ નું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ કરતા પાકિસ્તાનીઓ પર જ છે , એ ચોખવટની જરૂર ખરી ? અસલી રમઝાનની સાચી સેક્યુલર ખુશ્બૂ માટે તો આજનો મારો આ લેખ જ વાંચી લો ને અહીં – અને કોઈ સરકારી સ્યુડો સેક્યુલર રાબેતા મુજબ “બેલેન્સ” કરવા માટે પાકિસ્તાન પર જોક કેમ , ભારત પર પણ કરો ને – એવું કહે તો ભારતના વર્તમાન વડાપ્રધાન તો આ અહીં લખેલી તમામ પાકિસ્તાની જોકથી પણ સૌથી મોટી જોક છે જ ને ! 😦 જય જવાન !)
dr.divyakshi patel
ઓગસ્ટ 7, 2013 at 10:09 પી એમ(PM)
Superb JV..
Maja padi gayi…
LikeLike
Maulik Joshi
ઓગસ્ટ 7, 2013 at 10:28 પી એમ(PM)
jaybhai………..
aapna netao maun upar P.H.D. karva betha che………………
LikeLike
rahul
ઓગસ્ટ 7, 2013 at 10:29 પી એમ(PM)
it was nt pakistani army but fancy dress competition contestants dressed in pak army dress who killed r men………….Terrorist in Pakistan wears Pak Army uniform….??? My question is, “What does the Pak Army wear?”…………………. ENOUGH….. my humble request to pak army that instead of killing our brave soldiers, kill our bakwas and corrupt leaders……….
LikeLike
jay vasavada JV
ઓગસ્ટ 7, 2013 at 11:00 પી એમ(PM)
point !
LikeLike
keta joshi
ઓગસ્ટ 7, 2013 at 10:37 પી એમ(PM)
Jaydada jiyo!!!
I like this too much!!!
LikeLike
mayuri
ઓગસ્ટ 7, 2013 at 10:39 પી એમ(PM)
lol…
LikeLike
vishal
ઓગસ્ટ 7, 2013 at 10:41 પી એમ(PM)
vaah vaah maajjaa aavi gai
LikeLike
Darshiit
ઓગસ્ટ 7, 2013 at 10:46 પી એમ(PM)
Dhichkyaaun ,..!!
LikeLike
Kuntesh S Bhatt
ઓગસ્ટ 7, 2013 at 10:48 પી એમ(PM)
LOL…Can I post these jokes as my FB Post?
LikeLike
jay vasavada JV
ઓગસ્ટ 7, 2013 at 11:00 પી એમ(PM)
u can shareblog link 🙂
LikeLike
piyush patel
ઓગસ્ટ 7, 2013 at 10:48 પી એમ(PM)
hahaha. khabre pakistan, pakistan ni khabar lai nakhi
LikeLike
RC
ઓગસ્ટ 7, 2013 at 11:01 પી એમ(PM)
આજે પાકિસ્તાન ની જે હાલત છે, આરામ થી કાશ્મીર તો શું આખું પાકિસ્તાન ગણતરી ના દિવસો માં કબજે કરી લેવાય… બસ જરૂર છે તો નપુંસક નેતાગીરી ને જાકારો આપવા ની…. આ કોઈ રાજકીય પક્ષ ની તરફદારી નથી. ( ફક્ત એક અઠવાડિયું dawn.com પર ના સમાચાર અને blog વાંચવો જોઈએ, પાકિસ્તાન નો અંત થતો જોઈ શકાશે) પાકિસ્તાન પાસે પંજાબ અને સિંધ જેવા ફળદ્રુપ પ્રદેશો હોવા ચાત ઘઉં આયાત કરવા છે, પાકિસ્તાન ની કોઈ ઔકાત જ નથી, છતાં આપણ સૈનિકો અને એમના પરિવારો એ કારણ વગર બલિદાન આપવું પડે છે….
LikeLike
rajesh pandit
ઓગસ્ટ 7, 2013 at 11:03 પી એમ(PM)
સવાર થી બળતરા થતી હતી,બીજુ કરીયે પણ શું?પણ તમે થોડી ટાઢક આપી.નમાલા નેતાઓ ખાસ તો યુપીએ સરકાર(?) દી વાળ્યો છે.કચકચાવી ને લખો કંઈક નહિંતર આ દિલમાં લાગેલી આગ ક્યાં ઠાલવીશુ.આ
નિંભરો નું ટોળુ……..હવે નથી લખવુ.
LikeLike
Khim Dhua
ઓગસ્ટ 7, 2013 at 11:39 પી એમ(PM)
Ha ha ha ha…. Super like sir
Keep it up…
LikeLike
Nilesh Sakarvadiya
ઓગસ્ટ 8, 2013 at 4:56 એ એમ (AM)
First Pakistani: Yeh Ford kya hota
hai?
Second Pakistani: Gaadi hoti hai.
First Pakistani: Yeh Oxford kya hota
hai?
Second Pakistani: Yeh to simple hai
na, Ox mane Bael, Ford mane gaadi.
Oxford means Baelgaadi.
LikeLike
Janakkumar Mistry
ઓગસ્ટ 8, 2013 at 8:49 એ એમ (AM)
Jay Vasavda after reading u, i feel, now i will not miss Shree Chandrakant Baxi….
LikeLike
jhanvi
ઓગસ્ટ 8, 2013 at 9:33 એ એમ (AM)
Lolz.. like it
LikeLike
bvgsofts
ઓગસ્ટ 8, 2013 at 9:56 એ એમ (AM)
પાકિસ્તાની નાગરિક હિન્દુસ્તાનીઓને મારી શકે, તો આપણે શું પાકિસ્તાન પર જોક ન મારી શકીએ ?
– સાહેબ આપણે ખાલી એનાથી જ તો ચલાવીએ છીએ.
LikeLike
Siddharth
ઓગસ્ટ 8, 2013 at 8:35 પી એમ(PM)
Really well said. Agree…
LikeLike
Deepak Solanki
ઓગસ્ટ 8, 2013 at 10:04 એ એમ (AM)
કૌમાર્ય (વર્જીનિટી)—– ગુજરાતીઓનુ અંગ્રેજી એટલુ બધુ સારુ થઇ ગયુ કે ગુજરાતી શબ્દનુ અંગ્રેજી મુકવુ પડ્યુ….P.
ખરો મુદ્દો તો પાકિસ્તાનીઓની નાપાક હરકતનો હતો અને ઉપરોક્ત લોકોની કોમેન્ટમાં આ મુદ્દો ભુલાઇ ગયો…. અને આ જ આપણી ખામીને લીધે પાકિસ્તીનીની હરકતો ચાલુ છે…. એ જય ભાઇ આપે સાબિત કરી આપ્યુ…..
આપણા દેશની સરકારે કહ્યુ કે ત્રાસવાદી પાકિસ્તાની સૈનિકોના વેશમાં આવીને આપણા સૈનિકોને મારી ગયા… પણ સાથે સાથે એવુ ન બોલ્યા કે પાકિસ્તાની સૈનિકો જ ત્રાસવાદી છે… આટલુ બોલ્યા હોત તો કોઇ હોબાળો ન થાત… અને એના કરતાય જો એમણે બોલવુ જ હતુ તો એમ બોલવુ હતું કે આજથી સૈનિકોને આદેશ આપવામાં આવે છે કે તમારા એકની પણ હત્યા થાય તો તમે તેમના દશને મારીને આવજો.. સરકાર તમારી પાસે કોઇ જવાબ નહી માંગે…… તો કદાચ શહિદોનુ બલિદાન લેખે લાગી જાત અને સરકારની વાહવાહ થઇ જાત… પણ…. દુભાગ્ય દેશના બીજુ શુ?
LikeLike
ravi bhatt
ઓગસ્ટ 8, 2013 at 11:15 એ એમ (AM)
વેશ્યા કોઈ ની થાય ખરી…………..??????????????????
LikeLike
vasani kirit
ઓગસ્ટ 8, 2013 at 1:10 પી એમ(PM)
nice jok’s
LikeLike
Jwalant
ઓગસ્ટ 8, 2013 at 1:16 પી એમ(PM)
kya baat hai jaybhai..maja aawi gai..
LikeLike
Jyotiraja Sodha
ઓગસ્ટ 8, 2013 at 3:51 પી એમ(PM)
થોડા સમય પહેલા ફેસ-બુક માં ફરતો ફરતો આવેલો જોક
** પાકિસ્તાન ના ઘણા મુલ્લાઓ ” પાકિસ્તાન ને ક્રિકેટ ન રમવા ” માટે એક ફતવો બહાર પાડવા ની વેતરણ માં …
** બીજી એક મળતી માહિતી મુજબ પાકિસ્તાન ની આખી ટીમ ને ડ્રોપ કરવા માં આવશે ! …..
.
.
.
ટીમ માં થી નહિ પ્લેન માં થી !
LikeLike
newrupareluresh
ઓગસ્ટ 8, 2013 at 6:36 પી એમ(PM)
wonderful
LikeLike
Siddharth
ઓગસ્ટ 8, 2013 at 8:25 પી એમ(PM)
બીકીની જેવા પાકિસ્તાન સામે ભારત underwear બને તો પણ સારું, એને કહો કમ સે કમ પોતાની ઈજ્જત તો બચાવે.
LikeLike
anil
ઓગસ્ટ 22, 2013 at 12:19 એ એમ (AM)
bharat BRIEF no bani sake
ijjat hoy to bachave ne
LikeLike
BABU
ઓગસ્ટ 8, 2013 at 8:47 પી એમ(PM)
The best jocks
LikeLike
dinpatel2dinesh
ઓગસ્ટ 8, 2013 at 9:03 પી એમ(PM)
not more now we waste our word
No any change in pakistan
All the matter in one line is,
પણ કમનસીબે પાકિસ્તાનનું રિઝલ્ટ આવતું નથી. જગત આખાના ત્રાસવાદી ત્સુનામીનું એપિસેન્ટર બનેલા પાકિસ્તાનમાં ભયાનક અરાજકતા છે. જે કોઈ સમજદાર લોકો છે, એ પાકિસ્તાનને બદલે બહાર સેટલ થાય છે.
dinesh R patel
Vadodara
LikeLike
kaushik
ઓગસ્ટ 9, 2013 at 11:34 એ એમ (AM)
ho gai he pid parbat si, is himalaya se koi ganga nikalni chahiye
aaj yah diwar pardo ki tarah hilne lagi, sart lekin thi ye buniyad hilni chahiye,
sirf hangama khada karna mera maksad nhi, meri koshis he ki ye surat badalni chahiye,
mere sine me nahi, tere sine me sahi, ho aag kahi bhi ye aag jalni chahiye..
kavi dushyant kumar,
think youngistan think, jago…
thanks jaysir…
LikeLike
Dipika – Furthest one lone star who dares to shine!
ઓગસ્ટ 10, 2013 at 11:41 પી એમ(PM)
Super! 😀
LikeLike
anil gohil
ઓગસ્ટ 12, 2013 at 12:39 એ એમ (AM)
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/spectrometer9595
dear jay and all jay fans
pls convert this article in english and spread it to maximum readers
indian political leaders must learn something from this article and start working for better india and for happy indians
jay hind
LikeLike
prashant ashant
ઓગસ્ટ 12, 2013 at 1:28 પી એમ(PM)
wah bhai wah a salao ne sabak to shikhvadavo padse
LikeLike
mitikagohil
ઓગસ્ટ 15, 2013 at 4:33 પી એમ(PM)
gamyu mane
LikeLike
prince bhalani
ઓગસ્ટ 18, 2013 at 1:57 એ એમ (AM)
છોકરી માં એવું શું હોય છે કે છોકરા ને એ જ છોકરી પસંદ આવી જાય છે અને એ છોકરી પસંદ આવ્યા પછી બીજી કોઈ છોકરી પસંદ નથી આવતી ? પછી ભલે કેટરીના આવી ને પ્રપોસ કરે ??
જ્યાર થી એ છોકરી ને પસંદ કરું છુ ત્યાર થી અનો જવાબ શોધું છુ ?? (નોંધ : sax is not important for that relationship )
પ્રશ્ન કરતા : મારો એક ખાસ મિત્ર (હાર્દિક )
અપનો અભિપ્રાય જાણવા માંગે છે
LikeLike
Siddharth
ઓગસ્ટ 18, 2013 at 3:05 પી એમ(PM)
Can’t stop laughing….
LikeLike
Khachar Hakubhai
ઓગસ્ટ 19, 2013 at 11:42 એ એમ (AM)
jay bhai tamane mai blog par pehali var vasiya. maja padi gayi lakhata raho motabhai.
LikeLike
Shobhana
ઓગસ્ટ 29, 2013 at 4:04 એ એમ (AM)
oye jordar jay jokes omg fantastic….joke #1 tv, dvd, kapda badhu lai ne bhagi gayo….kya dimag chalta he man tera …!
LikeLike