RSS

JSK – ફર્સ્ટ લૂક…..

28 Aug

અંતરાલોમાં ય લાંબા અંતરાલ પછી મળવાનું થાય છે.

અગાઉ પણ લખેલું એમ ઘરની જવાબદારીઓ અને એ નિભાવવા કરવાના વ્યાખ્યાનો માટેના સતત અને સખ્ત પ્રવાસો…( હમણાં ૭૨ કલાકમાં મુંબઈ-આણંદ-વડોદરા-અમદાવાદ પ્રવચનો માટે જવાનું થયું )ને લીધે ગેપ પડે છે.મને એ ગમતું નથી, પણ મારે જે કરવું છે નવું નવું – બજેટ વિના થતું નથી હોતું- અને ઓનેસ્ટ અર્નિંગ માટે જાત ઘસીને દોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો.

અને આ બધું કમાઈને શું કરવાનું ? ખાવું,પીવું, રમવું,ભમવું ને લહેરથી જીવન માણવું ( કોઈને છેતર્યા કે આડાઅવળા તિકડમથી પૈસા કમાયા વિના, મહેનત કરી શરીર મન પાસેથી જેન્યુઈન કામ લઇને  ) એ તો ખરું જ. પણ સાથો સાથ કશુંક હટ કે વટથી કરીને બતાવવું. જે આપણા રસના અને શોખના વિષય છે એમાં ટ્રેન્ડ ચેન્જ થઇ જાય એવી ક્રિએટીવ ક્વોલિટીનું કામ કરી બતાવવાનો પડકાર ઝીલવાની થ્રિલ માણવી. નવી હવામાં જીવતા લોકોને નવી ફીલિંગ આપતી પ્રોડક્ટ અને એનું પેશનથી પ્રમોશન કરી કોઈ જીવતરના દીવડાની શગ સંકોરીને રોશની ફેલાવવા પ્રયાસ કરવો.મરેલા સમાજને સાચી દિશામાં જીવતો કરવો. એ માટે જાત તોડીને ,ઘસીને , તણાઈને પહેલા પૈસા ભેગા કરવા અને પછી એ કોઈ “ઇન્વેસ્ટમેન્ટ”માં રોકવાને બદલે બધા જ આવા ગમતા પ્રોજેક્ટમાં નાખવા…જરૂર પડે ઘરના ફર્નિચર માટે પણ ઉધાર ના લીધું હોય પણ આ માટે ઉછીના લેવા… 😛

એટલે જાતે જ બનાવ્યું ‘રિમઝિમ ક્રિએશન્સ’. વન મેન આર્મી.અલબત્ત, મિત્રો સ્વજનો માંગ્યો સહકાર જરૂર પડે ત્યારે આપે અને પ્રોફેશનલ હેલ્પ મળે તો ય અંતે તો એકલપંડે જ બધું કરવાનું. એમાં કેટલીયે જગ્યાએ મારે વહેંચાઇ જવું પડે, અને નબળું કામ મને જ ના ગમે તો બીજાને શું આપવાનું ?

એમ ગયા વર્ષે તૈયાર કરી ‘જય હો’….પ્રૂફની થોડી ત્રુટીઓ ( જે પ્રકાશનોમાં ગુજરાતીમાં આજે નોર્મલ ગણાય ) રહી, એ લર્નિગ એક્સપિરિયન્સ થયો – છતાં ય પુસ્તક કોઈ લોન્ચ પ્રોગ્રામ કે એડ. વિના જ એટલું તો સફળ થયું કે ફક્ત એક જ વર્ષ જેટલા સમયમાં એની ૮,૦૦૦ નકલો ખપી ગઈ ! ૧૨૫૦ નકલોનું ગુજરાતી સ્ટાન્ડર્ડ ગણો તો ઓલમોસ્ટ ૭ આવૃત્તિ એક જ વર્ષમાં ! અને આપઘાત રોકવાના હેતુસર મેં પણ ઘણી વાર એ કમાણીની ગણતરી વિના પહોચાડવાની કોશિશ કરી , જે સતત એના મળતા ફીડબેક પરથી લાગે છે કે કામિયાબ રહી. ટૂંક સમયમાં જ ‘જય હો’ની સંવર્ધિત આવૃત્તિ આવી રહી છે અને દિવાળી પર એમાં ય એક સરપ્રાઈઝ હશે.

પણ સાથોસાથ બાથ ભીડી એક જુનું સપનું પૂરું કરવાની. કૃષ્ણ પરની એક સુપરસ્પેશ્યલ બૂક ફોર કલરમાં તૈયાર કરવાની ! આજની જબાન અને આવતીકાલનાં મિજાજની નેવરબિફોર બૂક. અગાઉ ગુજરાતીમાં કૃષ્ણ જેવો મોસ્ટ ફેવરીટ સબ્જેક્ટ છતાં કોઈએ ના કરી હોય એવી બૂક. એકદમ જોરદાર ધારદાર કન્ટેન્ટ અને એક્સક્લુઝીવલી મેં જ પરિકલ્પના કરીને બૂક્ માટે કરાવેલા આલાતરીન ફર્સ્ટ હેન્ડ ચિત્રોનો એમાં રંગથાળ ! કશું  ય ટીપીકલ, ચવાઈ ગયેલું નહિ ! એના એ નેટ પર દેખાતા ચિત્રોની ભરમાર નહિ. કૃષ્ણની બૂક તો રસિક રંગીન જ હોય ને !

અનેક સ્પીડબ્રેકર્સ પછી આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આમ તો આજે જ પૂરી કરવાની હતી આ બુકને પણ જે ગમે જગદગુરુદેવ જગદીશને ……આમ પણ કાઠીયાવાડી ગોકુળઆઠમના દિવસે વાંચવા નવરો ના બેઠો રહે 😉  એટલે ડીઅર કાનાના જન્મદિને વધામણી આપું છું કે એકદમ જલ્દી, ટૂંક સમયમાં સપ્ટેમ્બરમાં જ મારું નવું પુસ્તક આવી રહ્યું છે. અઢળક ઉજાગરા અને જહેમત રીડરબિરાદરની મોજ ખાતર ખાસ સમય કાઢીને ઉઠાવ્યા બાદ….

JSK- જય શ્રી કૃષ્ણ નામનું આ સંપૂર્ણ રંગીન પુસ્તક ગ્લોસી આર્ટ પેપરમાં જય હોથી પણ એક ઇંચ મોટી સાઈઝમાં હશે. એના વિષે, એની ઓફર્સ વિષે..બધું ધીરે ધીરે ઘૂંઘટ ના પટ ખુલશે…અત્યારે તો એટલું જ કે આ પુસ્તક મેં તૈયાર નથી કર્યું , એ કૃષ્ણે તૈયાર કરાવ્યું છે. અને આ કોઈ ફેંકવાની વાત કે બનાવટી નમ્રતા નથી. રીતસર એમાં નરસિંહ અને શામળિયા જેવા જેવા અનુભવો મને થયા છે. એ સર્જનકથા પણ અહીં આવશે…

અત્યારે તો જન્માષ્ટમી નિમિત્તે બસ એ બુકનું કવર કેવું હશે એની એક “અન્ડરકન્સ્ટ્રકશન” પ્રોસેસની ઝલક અહીં માણો…. હેપ્પી જન્માષ્ટમી 🙂

jsk 3

 
89 Comments

Posted by on August 28, 2013 in personal

 

89 responses to “JSK – ફર્સ્ટ લૂક…..

  1. ramesh shah

    August 28, 2013 at 4:05 PM

    waiting…waiting…. waiting…!!!

    Like

     
  2. Tamanna shah

    August 28, 2013 at 4:05 PM

    wow..waiting eagrly for this book now 🙂 and i like the cover.. 🙂

    Like

     
  3. Pinal Love Mehta

    August 28, 2013 at 4:28 PM

    barobar chhe. mane em thayu ke base colour kem black chhe? Jay Ho no pan black ane JSK no pan. pan shamaliya no colour black chhe. mate ?
    my favorite colour is Black n White. 😛 waiting

    Like

     
    • Padhiyar shivam

      March 22, 2018 at 11:39 AM

      Sachi vaat 6

      Like

       
  4. Vimal Rajpara

    August 28, 2013 at 4:42 PM

    In Mobile devices, automobile, Computer and others we have pre-order system.

    Can we give pre-order of this book ?? 🙂

    BTW eagerly waiting for this book, pls make it available on Flipkart so we can get this out of Gujrat also.

    Like

     
  5. Kamini Mehta

    August 28, 2013 at 4:58 PM

    Ohhhhhh Wowwww….JV
    What a gr8 surprise. Aaj no Krishana no article vanchti vakhate savarej vicharti hati ke tamne request karish ke ek book Kahnha par pan lakho…….!!!!! 🙂 🙂

    Like

     
  6. BRIJESH GANDHI

    August 28, 2013 at 4:59 PM

    when will the book get published ? publisher ?

    Like

     
  7. farzana

    August 28, 2013 at 5:15 PM

    Waiting since almost one and a half year 😉
    Now jaldi jaldi market sudhi panhochaado evi wishes 🙂

    Like

     
  8. ruchir

    August 28, 2013 at 5:36 PM

    Please accept my request to publish it before september end..!

    Like

     
  9. shrikant ( sanjiiv) jagtap

    August 28, 2013 at 5:39 PM

    book cover is excellent,waitng for such kind of book, a sheer practical manual of life…jai ho

    Like

     
  10. purna

    August 28, 2013 at 5:40 PM

    Great… Krushnapriya ana priyatamne nayno thi ocho ne kano thi vadhare juwe che…! so nice..!

    Like

     
  11. BRIJESH GANDHI

    August 28, 2013 at 5:45 PM

    I am living out of India in Abu Dhabi , How can I get it here ?

    Will you arrange for me .

    Like

     
  12. Nehal Mehta

    August 28, 2013 at 6:14 PM

    બધાઈ હો! ‘જય હો’ની સંવર્ધિત આવૃત્તિ ખરીદવી ગમશે. સાથે સાથે JSK સહિતના J-સિરીઝના ભાવિ પુસ્તકોની રાહ જોઈશું. મધુભાન રિસૉર્ટમાં તમારું વ્યાખ્યાન હમણાં યોજાઈ ગયું એ Whatsapp પર મોટી બહેનનાં મૅસેજ થકી જાણ્યું. આનંદ થયો. બંને પુસ્તકો વાચકોના દિલમાં અને ટૉપ-ટૅનની યાદીમાં મોખરાનું સ્થાન જાળવી રાખે એવી શુભકામનાઓ. 🙂

    Like

     
  13. newruparel

    August 28, 2013 at 6:29 PM

    wish you all the best !

    Like

     
  14. pandya kirtikumar

    August 28, 2013 at 6:32 PM

    Jay Shree Krishna…..Janmastami par aa post lakhi ek niralo rang lai aavya….Tamari vaat,vachan ane karya par aadar,ane vishavas j nahi…balke aantarik prem pan chhe…Haapy Janmastami….ane J S K maat advancemaa meghdhanushi adhalak shubhechhao….J a y h o…

    Like

     
  15. niki raju

    August 28, 2013 at 6:38 PM

    🙂

    Like

     
  16. Nilesh Sangoi

    August 28, 2013 at 7:56 PM

    Dear Jay, I bought and read two of your books ‘Jay Ho’ and ‘Preet Kiye Sukh Hoi’. As always, pure bliss..! Is there any other book authored by you?

    Like

     
  17. kiran avashia

    August 28, 2013 at 9:01 PM

    great congrate .. ‘ GOVARDHAN TO NATKHAT J UDADVANO CHHE , APNE TO KHALI DEKHAV PURTO TEKO APVANO CHHE “…અત્યારે તો એટલું જ કે આ પુસ્તક મેં તૈયાર નથી કર્યું , એ કૃષ્ણે તૈયાર કરાવ્યું છે. અને આ કોઈ ફેંકવાની વાત કે બનાવટી નમ્રતા નથી. રીતસર એમાં નરસિંહ અને શામળિયા જેવા જેવા અનુભવો મને થયા છે. JASK

    Like

     
  18. Bhupendrasinh Raol

    August 28, 2013 at 9:05 PM

    આતુરતાપૂર્વક રાહ જોઈશું… એક કોપી આપણી પાકી….

    Like

     
  19. parikshitbhatt

    August 28, 2013 at 9:09 PM

    આતુરતા…આતુરતા..આતુરતા…

    Like

     
  20. chandrark bhavsar

    August 28, 2013 at 9:30 PM

    thanks for this …meanwhile in hope to read the soon. Jay ho.

    Like

     
  21. Sneha

    August 28, 2013 at 9:34 PM

    I wish it will come before i leave India so I can have it with me.

    Like

     
  22. nirali mehta

    August 28, 2013 at 9:52 PM

    sir, pls inform me at publish i m waiting for this book.pls email me.

    Like

     
  23. Amitkumar Parikh

    August 28, 2013 at 10:04 PM

    ખૂબ ખૂબ અભિનંદન. જયશ્રીકૃષ્ણ ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

    Like

     
  24. Bharati

    August 28, 2013 at 10:20 PM

    i will eagerly wait for ur new (baby) J S K….and wud be glad to read it. I have attended ur Jay ho session …..and u r superb jaybhai……..waiting eagerly.

    Like

     
  25. Hasmukh Mehta

    August 28, 2013 at 10:31 PM

    Abhinandan, nand ne ghare anand bhayo
    Bahu Rah Na Jovaravaso have ,
    Shyam ne vahela vela lavo Tame ….

    Like

     
  26. mehul toliya

    August 28, 2013 at 10:37 PM

    jay sirni book hoy ne emay pachhi krisna bhagvan vishe hoy etle apne to doubble maza padvani chhe.

    Like

     
  27. Parth Veerendra

    August 28, 2013 at 10:40 PM

    yippieee ..eagerly awaiting release of ds book…release na divsej copy lidhe chhutko….

    Like

     
  28. Parth Veerendra

    August 28, 2013 at 10:41 PM

    awesome coverpage…

    Like

     
  29. rashmin

    August 28, 2013 at 10:47 PM

    Thanx for this book. Eagerly waiting.

    Like

     
  30. kausha doshi

    August 28, 2013 at 10:48 PM

    its really nice cover. bt, y dnt u think something else for cover page. sum different paper. or sumthing different. shri krishna being a dynamic character wil be able to carry a different packaging..

    Like

     
  31. હાર્દિક વ્યાસ

    August 28, 2013 at 11:56 PM

    waiting eagerly

    Like

     
  32. ashutoshbhatt4u@gmail.com

    August 29, 2013 at 12:29 AM

    BEST WISHES FOR SUPER DUPER SUCCESS OF THE BOOK…
    WAITING EAGERLY for launch in VADODARA.
    JAY HO.

    Ashutosh

    Like

     
  33. Jayesh Sanghani ( New York)

    August 29, 2013 at 12:44 AM

    You have already given us snippets of what is in store for us by writing on this subject in your inimitable style over the years. You have always given us a different perspective of every subject. Now Krishna being the most versatile subject, I am looking forward to a ‘Never Before’ classic. All the best.

    Like

     
    • Prakash M Jain

      January 16, 2014 at 4:09 PM

      100% Agreed

      Like

       
  34. Dilip Mojidara

    August 29, 2013 at 12:55 AM

    I & my friends always talk about Krishna. …
    who? Why ? What? Whom ?
    now we can get answers. ..
    Because Our favorite Shri Krishna now with our favorites Jay Sir ji. …
    aato evi vaat thayi ” mosal ma jaman ane ma pirsnar” pachi amare to puchvu j shun..?
    I am eagerly waiting for JSK sir ji
    but one more thing please Sir ji send me list of all your books (or How I get it by Internet because I m not a computer sevi…)& how my friend request on Facebook is accepted by you?

    Like

     
  35. Vishal Baliya

    August 29, 2013 at 1:04 AM

    wow!!! Looks brilliant JV…….Krishna mate Narsinh naam na ek 15th century na revolutionary ae kahyu hatu ke…….
    વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
    જોઉં પટંતરો એ જ પાસે;
    ભણે નરસૈંયો એ મન તણી શોધના,
    પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે…
    Now waiting for what revelutionary of 21st century has to say….Jay ho!

    Like

     
  36. Piyush joshi

    August 29, 2013 at 1:46 AM

    JAYBHAI always eagerly waiting for ur NEXT CRAETION… may Krishna bless you forever and empower u to create more such wonders… keep creating…

    Krishna jevu jordar character hoy ane Jaybhai ni Mazedar, Dhardar, Shandar writing pachi toh Krishna darshan Book-vaga (hath-vaga ni jem) thai jashe sau reader biradaro mate…!!!

    amuk sarjan joine Krishna ne pan maza aavti hashe !!! Nishchit tamaru sarjan emanu ek hashe…

    thank you…

    Like

     
  37. bhavna thanki

    August 29, 2013 at 2:12 AM

    waiting 4 it, let me know.

    Like

     
  38. Minal

    August 29, 2013 at 7:20 AM

    Wow!!! It’s truly a surprise! Would love to read on my favorite subject and as we know you’ve written splendidly on Krishna. Anxiously waiting to read it. All the Best for ur hard work and success. 🙂

    Like

     
  39. Siddharth Chhaya

    August 29, 2013 at 7:25 AM

    વાહ … પણ રાહ જોવી પડશે

    Like

     
  40. RASIKBHAI

    August 29, 2013 at 7:28 AM

    ghughat ke pat jaldi jaldi kholo. jaybhai ne jayshri krishna/

    Like

     
  41. ramesh dubaria

    August 29, 2013 at 8:27 AM

    saru che pan hyderabad ma kevi rite malche?

    Like

     
  42. Jayesh Ladani

    August 29, 2013 at 8:30 AM

    We are eagerly awaiting the same…………1st hand look is simply awesome and keeps us curius..Jay HO !!!

    Like

     
  43. devalpatel

    August 29, 2013 at 9:24 AM

    JAY SIR!!! Aaturta thi jeni rah jovi ane harakh thi jene vadhavvi gamse…Thank you JAY SIR!!!

    Like

     
  44. Chaitanya Joshi

    August 29, 2013 at 10:27 AM

    Waiting for JSK Sir.

    Like

     
  45. Darshit Goswami

    August 29, 2013 at 10:33 AM

    Congrats Jay bhai ,..

    Where to pre-order ??

    What is proposed date of release ??

    Like

     
  46. venunad

    August 29, 2013 at 10:50 AM

    We are eagerly awaiting your new book on Krishna. It is understood without doubt that it will be different! Cover page is impressive & artistic! Jay Shri Krishna, Jayji.

    Like

     
  47. Shailesh (@shailpatel)

    August 29, 2013 at 11:01 AM

    more piyaaa milenge….!
    aaturata no ant jaldi aave evi subhechha tamne ane amne…! 😛

    Like

     
  48. jigarbhaliya

    August 29, 2013 at 11:26 AM

    I Love the cover page. Waiting eagerly .

    Like

     
  49. Amit Trivedi

    August 29, 2013 at 11:27 AM

    JV,
    kale j shatdal vachata thayu ke ..JV koi bija planet ma gaya lage che…and aaje tamari dhamakedar entry with new surprise…
    Waiting for JSK,
    JSK…

    Like

     
  50. Dr Amit

    August 29, 2013 at 11:52 AM

    અતિ આતુરતા થી રાહ જોઇશુ. જેમ માં સાંજ પડે બહાર રમતા બાળક ની ઘરે રાહ જુએ એમ……

    Like

     
  51. હરનેશ સોલંકી

    August 29, 2013 at 12:14 PM

    જયભાઇ.. અગાઉ પણ શ્રી કૃષ્‍ણ ઉપરની નાની પૂસ્‍તીકા આપની આવેલી જે પણ ઘણી જ સારી હતી.. આ પુસ્‍તકનું ટાઇટલ જ કહે છે કે જેએસકે અદવીતીય પુસ્‍તક હશે.. વી આર વેઇટીંગ…

    Like

     
  52. Ketan Shukla

    August 29, 2013 at 2:23 PM

    AA pustak aaje avavanu hatu parantu modu thayu to tetlu vadhare sunder thashe. Krushna amey samay ke bija koi bandhanma kyan bandhaya j chhe.Mahabharat na yuddha ma jo hu shashtra upadu to hu be bapno evi pratignya karya bad jyare rath nu paidu upade chhe tyare pachha temane pratignya yad karavat em j kahe chhe ne ke ha hu to be bapno j chhune Nand ane Vasudev.

    Like

     
  53. Chintan Oza

    August 29, 2013 at 3:45 PM

    Amazing and excellent look JV. Waiting for this amazing collection of writings from you dear. Thankssss…..a ton….!!!

    Like

     
  54. Narendra Vasavada

    August 29, 2013 at 4:09 PM

    Jai Shri Krishna Waiting…

    Like

     
  55. Akash patel

    August 29, 2013 at 8:12 PM

    Eagerly waiting………

    Like

     
  56. Hardik Vasavada

    August 29, 2013 at 8:12 PM

    Excellent sir, now we all r eagerly waiting for the book in our hand…… keep it up…….

    Like

     
  57. Nilesh Narodia

    August 29, 2013 at 8:25 PM

    હિંદુ હોય એતો કૃષ્ણ ભગવાન વિષે સારી રીતે જાણતા જ હોય પણ જય વસાવડા જેવા ચિંતક કૃષ્ણ ભગવાન વિષે લખતા હોય ત્યારે કૈક નવાજ શબ્દ માં અને કૈક નવું ઐતિહાસિક ચોક્કસ જાણવા મળશે જ એતો સ્વાભવિક જ હોય તેનો ઇન્તજાર કરી રહ્યા છીએ અને એ પણ માહિતી અપસો કે ક્યાં અને કેવીરીતે મળશે

    Like

     
  58. ચેતન ઠકરાર

    August 29, 2013 at 9:46 PM

    aasha rakhu chhu ke JAI HO book ma je surprise apva mango chho e me tamne email ma suggetion apyu hatu e hoi and navi aavruti o ma thi bhul badhi sudhari hoi… waiting for this book eagerly…. I am ur die hard fan

    Like

     
  59. અજય મહેન્દ્ર

    August 30, 2013 at 1:17 AM

    જયભાઇ,
    આપના લેખો આપના વિચારો વાંચવા મન હંમેશા ચાતક બની જાયછે. ગમેતેટલું વાંચો સાભળો છતાંય કાન અને અંતર ભૂખ્યા રહે છે.
    શ્યામ ને તમારી કલમે આલેખાતો જોવાનો સમજવાં અને વાંચવાનો મોકો એટલે મનનાં નકોરડા ઉપવાસ બાદ બત્રીસ જાતનાં ભોજનનો આસ્વાદ.
    અહીં એક વાત કરવી છે.. 2008 મા ગીતા વાંચવા નો પ્રયત્ન કર્યો ત્યારે એક વિચાર આવ્યો હતો.તેના પર મંથન કરતાં જે મનમાંથી નીકળ્યું તેના વિષયે.
    ગીતાનો અર્થ મારા માનવા મુજબ.સ્વયંનુ શરીર એટલે રથ, સ્વયં અર્જુન, વિવેકબુદ્ધિ એટલે કૃષ્ણ,સમગ્ર પૃથ્વી એટલે કુરુક્ષેત્રનુ મેદાન, સગાવહાલા મિત્રો માનવસમૂદાય કૌરવો અને પાંડવો,અને જનમ થી મૃત્યુ ની વચ્ચે ના ગાળામાં સત્ય ની રાહે જીત મેળવવી તેનું નામ ગીતા.
    જયભાઇ, પહેલીવાર ઉપરોક્ત વિચાર આવ્યા બાદ ગીતા મા આલેખાયેલ વાત સમજવાં મા તકલીફ નથી પડી. આવુ કેમ? જેવા સવાલો નથી થયાં જુદા જુદા ઈશ્વરો નો કાલ્પનિક ભય સાવ ઓછો થઇ ગયો છે. પહેલાં કપરાં સજોગોનુ પરિણામ બીજાને ગણતો હવે સ્વયંને જવાબદાર માનુ છું.ટુકમા જીવન આસાન લાગે છે.
    ગુણવંતભાઇ શાહનાં એક લેખમાં વાંચેલું “ફોલોઅર એટલે વિચારોની સ્મશાન યાત્રાના ડાઘુઓ” વાક્ય ખુબ પસંદ આવ્યુ હતું.મને લાગેછેકે મારો વિચાર મૌલિક છે. સાચું છે? આપને આજે આ વાત જણાવવાની ઇચ્છા થવાનું કારણ આપ લાલા ને આલોખો છો. સંપુર્ણપણે આલેખન કર્યા બાદ મને કહેજો તમારાં જબરજસ્ત પ્રયાસ નો જગદીશ અને મારા વિચાર નો કાનુડો થોડો ઘણો મળતો આવે છે?
    આપના એક શબ્દ ના જવાબની અપેક્ષા સહ આપના એકવીસ મી સદીના પરમાત્મા ને આવકારવાં ઉભેલો એક માનવી બનવાની કોશિષ કરતો વ્યકતી.

    Like

     
  60. Rashmi

    August 30, 2013 at 10:33 AM

    Eagerly waititng for this book………
    કૃષ્ણ વિષે તમે પુસ્તક લખો એનાથી વધારે સરસ વાત બીજી કઈ હોય શકે …..

    Like

     
  61. GHANSHYAM( PUSTAK MITRA)

    August 30, 2013 at 11:44 AM

    BAPU, DIFFICULT TO WAIT FOR SUCH GREAT BOOK.
    WHY DON`T YOU PUT THIS ARTICLE ON THE SAME DAY OF BOOK PUBLISH.

    Like

     
  62. Parth Gevaria

    August 30, 2013 at 4:50 PM

    amazing …. waiting

    Like

     
  63. Poonam

    August 31, 2013 at 1:05 PM

    Gr8… Jay… Sri Krishna… 🙂

    Like

     
  64. akashspandya

    August 31, 2013 at 4:43 PM

    કૃષ્ણ વિષેનું પુસ્તક એ દરેક લેખકનું શમણું હોય છે. તમારા પુસ્તક ની રાહ રહેશે…. આ પુસ્તકની સરખામણી તો જરૂર થવાની, “કૃષ્ણ મારી દ્રષ્ટીએ” અને “કૃષ્ણાયન” મારા પર્સનલ ફેવરિટ રહ્યા છે. જેમાં આપના JSK નો પણ સમાવેશ થાશે જ એવી ખાત્રી છે. ક્યારેક એમ થાય કે ગ્લોસ્સી પેપર કે અવનવા ફોટોગ્રાફ્સ વગર માત્ર શબ્દોની પક્કડ જ વાંચકોને બાંધી રાખવા પુરતી હોય તો જય સર કેમ આવા પ્રયત્નો કરી પુસ્તકની કિંમત વધારે રાખે છે? ઓછી કિંમતે શ્રેષ્ઠ પુસ્તક આવે તો આપોઆપ તેનું વેચાણ અનેક ગણું વધે, જોકે કિંમત જોઈને પુસ્તક ના ખરીદાય જેવી વાતો આદર્શ હોઇ શકે પણ કમનસીબે એ હકિકત નથી, તમારી બુક “પ્રિત કિયે સુખ હોય” મેં ઘણા મિત્રો ને વાંચવા કહેલુ ત્યારે તેમનો જવાબ એ જ હતો કે તારે વંચાઇ જાય એટલે આપજે, જય વસાવડાની બુક્સ મોંઘી હોય છે. મને લાગે છે તમારે આવા ટુંકા જીવ વાળા વાંચકોનો પણ ખ્યાલ રાખવો જોઇએ પણ ત્યારે એમ પણ થાય કે જો સમાજના ચીલે ચાલીને જ જો પુસ્તકો લખતા હોત તો તો JV માં અને અન્યો માં શું ફેર?????

    Like

     
  65. Dhanvant Parmar

    August 31, 2013 at 5:57 PM

    Best janamashtami surprise EVER!!!! Can’t wait to hold this book in my hands and hug it tightly. Bas have jaldi thi release kari do.. 🙂 And sorry that I’m late to congratulate you on this epic dream project of your life. Jay Shree Krishna. 🙂

    Like

     
  66. swati paun

    August 31, 2013 at 9:30 PM

    gr8888…………………………eagerlyyyyyyyyy waiting 4 ds buk………………best luck……jvjs……….jsk….rimjim creation anradhar hju varse n jay shri Krishna no JAY thay…….jaldi buk ave jaldiiiiiiii………………b lated but hapy janmashtami…..:)

    Like

     
  67. Dipika – Furthest one lone star who dares to shine!

    August 31, 2013 at 9:41 PM

    WOW! JSK book vishe blog par bantu lakhay to maja avseee…. 🙂 e bahane tamari – amari hajari ahi vadhi jashe…:D

    Like

     
  68. nainesh

    September 1, 2013 at 9:46 AM

    congratulations for jsk
    i think there is some thing secret in the name of the book
    jay – your name
    jayshri – your mothers name
    jayshree bens son – krishna

    i proudly say that jay ho is an exceptional book
    now its revised edition is coming, its great, waiting eagerly.
    i would also like to purchase “yuva hava” but it is out of stock.
    please arrange for it i think readers will also enjoy it
    once again congreats best of luck

    Like

     
  69. jajasmina

    September 1, 2013 at 11:11 PM

    Great!
    Waiting for book

    Like

     
  70. Bipin Desai

    September 2, 2013 at 7:13 AM

    Enjoyed….ગુજરાતી બ્લોગ સુંદર છે ….. આભાર …

    Like

     
  71. Tushar Dave

    September 2, 2013 at 7:12 PM

    21મી સદીના ઈશ્વરનું મેઘધનુષ….વાહ..ભલેપધાર્યા…ઓલ ધ બેસ્ટ…..
    જય હો……….

    Like

     
  72. anu-mumbai

    September 2, 2013 at 11:36 PM

    hu to tmne jova tmari site kholi nakhu 6u.

    Like

     
  73. Khachar Hakubhai

    September 3, 2013 at 4:02 PM

    BEST OF LUCK FOR THE JSK
    I AM WAIT FOR IT.

    Like

     
  74. jagdish mehta

    September 4, 2013 at 12:41 PM

    Krishna Bhagavan Bless you for creating such a good book.Best janamashtami surprise EVER.

    Like

     
  75. Maulik Joshi

    September 6, 2013 at 3:50 PM

    je……baat………..હાસ….કંઈક………જોરદાર…….મળ્યું ખરું………..પેલી જલાલ આગા ની એડ હતી ને કે, એક સે મેરા ક્યાં હોગા…..એમ મને પણ થતું હતું કે જય હો પછી…….જય ભાઈ કેન સળવળયા નહિ…….પણ આજે જય શ્રી કૃષ્ણ ના વધામણા મળ્યા ખરા………લાગે રહો ભાઈ……….જય હો તો ફર્સ્ટ દે ફર્સ્ટ સો જેવું ખરીદ્યું ને વાંચ્યું, હવે જય શ્રી કૃષ્ણ નો પણ કંઈક જુગાડ કરવો પડશે ને……………..?

    Like

     
  76. Siya jani

    September 6, 2013 at 11:38 PM

    Best of luck for your next book “JSK”.
    I am waiting for it.

    Like

     
  77. Divyakant Pandya

    September 10, 2013 at 12:10 AM

    All The Best Jayji..

    Like

     
  78. GHANSHYAM DANGAR( PUSTAK MITRA)

    September 10, 2013 at 1:05 PM

    YOU HAVE SHOWN THE BOOK AT SANSKRIT SATRA, NOW PLEASE ADVISE FROM WHERE TO PURCHASE?

    Like

     
  79. Nishidh

    September 13, 2013 at 9:25 AM

    what is 21st century god & avu badhu ? Most of the time we Gujjus look ridiculous in attempt to project ourselve modern & young.

    Like

     
  80. Nilam gundaraniya

    September 29, 2013 at 1:51 PM

    હજુ હમણાં જ ‘પ્રીત કિયે સુખ હોય’ વાંચી,ખુબ જ સુંદર બુક છે અને હવે નવી બુક JSK આવવાની છે એ જાણીને ખુબ આનંદ થયો.
    ઇંતેઝાર રહેશે…

    Like

     
  81. Chitroda Divyesh

    October 7, 2013 at 9:42 PM

    JayBhai,
    you will be come to jamnagar 9-10-2013 at oshwal education trust at that time some more information given to all college student of this book.

    Like

     
  82. Dhams

    March 9, 2014 at 10:35 AM

    જયભાઈ, તમે માનશો નહી પણ “જય શ્રી કૃષ્ણ” હજુ આખી વાંચવાની બાકી છે, દુબઈ આવી ત્યાર થી લાઈબ્રેરી ના સભ્યો અને મારી પત્ની એ બુક પર એટેક કર્યો , પણ હમણા જ એક બીજી કોપી મંગાવી છે એટલે જલ્દી મળી જશે.

    BTW I felt glad when i Sold first copy online when one of my friend buy it through Dhoomkharidi

    Like

     
  83. NISHA BHAYANI

    January 2, 2017 at 1:06 AM

    Nikhalasta vyaktitvama zadke chhe etlu j apratim adbhoot sarjan …

    Like

     
  84. Offline

    April 27, 2018 at 10:53 AM

    Outstanding book
    Jay Sir

    Like

     

Leave a reply to nirali mehta Cancel reply