RSS

ભારતમાં ‘એક્ઝામિનેશન’ સીસ્ટમ છે, ‘એજ્યુકેશન’ સીસ્ટમ નથી !

21 Nov


વિજ્ઞાની સી.એન.આર.રાવને સચીનની સાથે વાજબી રીતે જ “ભારત રત્ન” મળ્યો ( અને સચીનને ય એનું યોગદાન અને પ્રચંડ પ્રભાવ જોતા વાજબી રીતે જ મળ્યો છે. હા, આ બહાને મિત્ર ભુપેન્દ્રસિંહ રાઓલ કહે છે એમ, ખેલાડીઓની એન્ટ્રી શરુ થઇ એ સારું કમ સે કમ જુના નવા દસ ખેલાડીઓ આપણી પાસે છે – જે રાજકારણીઓથી વિશેષ આ સન્માનના અધિકારી ગણાય ! દેશ બનાવવામાં નેતા-અભિનેતા, સેનાની-વિજ્ઞાની, કલાકાર-રમતવીર, ઉદ્યોગપતિ-શિક્ષક સહુ કોઈનું યોગદાન હોય છે, મહાસત્તાઓ દરેકને બિરદાવે છે. ). રાવસાહેબનો પરિચય વાંચતાવેંત એમને સલામી આપવાનું મન થાય એવો છે. એ અહીં ક્લિક કરી વાંચો. ( ફેસબુક પર લખેલું એમ પગારભક્ષી પ્રોફેસરો અને પોદળાછાપ પદાધિકારીઓને ખાસ વંચાવવા જેવો impressive & inspiring છે.) વાંચીને ખબર પડશે રાબેતા મુજબ એમનું મન વિશાળ અને વિશિષ્ટ બનાવવામાં ય પશ્ચિમનો ફાળો સવિશેષ રહ્યો છે, અને ઘણા સાવ આસ્થાવિરોધી ડાબેરી મિજાજનાં લોકો માને છે, એથી વિરુદ્ધ આવડા મોટા ચુસ્ત વિજ્ઞાનપ્રેમી એમની માતાએ સંભળાવેલી ભારતીય વારસાની કહાનીઓ થકી આધ્યાત્મિક હોવાનું ય સ્વીકારે છે. હા, રાવસાહેબનાં અધધધ રિસર્ચ પેપર્સમાં યદાક્દા વિદ્યાર્થીઓની ક્રેડિટ અંગે વિવાદો થયા છે, એ માટે રીડરબિરાદર કથન શુક્લે ધ્યાન ખેંચેલી આ લિંક પણ વાંચો.  ( મોટે ભાગે આ સ્તરે આટલા વ્યસ્ત રહ્યા બાદ આવું કામ બીજાની દેખરેખમાં થતું હોય અને કોઈ એક જ બાબત પરથી તરત માણસની આખી જિંદગીનું જજમેન્ટ ના લેવાય એ આપણી શિક્ષણપદ્ધતિ આપણને શીખવાડતી નથી ! ફેસબુક પર કાલે રાવ સાહેબે કરેલી વિદ્યાર્થીઓની મૌન મદદના ઉદાહરણો પણ મળ્યા ! )

ખેર, રાવ સાહેબ પર અત્યારે તો બધા ઓળઘોળ થયા છે, પણ એમને બિરદાવતો પહેલો અને કદાચ એકમાત્ર લેખ ગુજરાતીમાં લખ્યાનું ગૌરવ હું સકારણ લઇ શકું. કારણ કે લેખમાં એમને જે મુદ્દે બિરદાવ્યા છે – એ વાત સ્વતંત્રપણે હું વર્ષોથી કહું છું અને આનંદ છે કે ઘરે ભણીને મારામાં જે વિચારો આવ્યા એ આ વિજ્ઞાનમહાર્ષિ આખી દુનિયાની ટોચની શિક્ષણસંસ્થાઓમાં આટલા અનુભવ પછી કહે છે. મતલબ, ઉપરવાળો આપણને સાચી દિશાના વિચારો આપે છે 🙂

આ લેખમાં લખ્યું એ ખરેખરો મુદ્દો છે, જે માટે કોઈ પણ ભેદભાવ વિના આખા દેશના સમજુ માણસોએ સાચી લાગણી દુભાવવી જોઈએ અને સુધારા માટે સમય-શક્તિ ખર્ચવા જોઈએ. બધા એકસાથે આમાં એકમત થઇ અવાજ ના ઉઠાવે ત્યાં સુધી માં કદાચ સચીનનો રેકોર્ડ તૂટી શકે , પણ આમાં પરિવર્તન આવશે નહિ ! 😦

ચાલો , વાંચો ને વિચારો એ લેખ હવે.

==================================

exam

એક્ઝામ્સ આઇપીએલ સ્ટાઈલમાં લેવાતી હોત તો ?

તો ત્રણ કલાકનું પેપર એક કલાકનું કરી દેવાયું હોત ! દર દસ મિનિટે કોમર્શિયલ બ્રેક આપવામાં આવતો હોત ! અચાનક અઘરો પ્રશ્ન આવી જાય, તો એમાં ‘ફ્રી હિટ’ લઈને સ્ટુડન્ટ બધા જ માર્કસ લઈ શકત. પહેલી અડધી કલાકને પાવર પ્લે ગણી, એમાં કલાસમાં કોઈ સુપરવાઈઝરની એન્ટ્રી જ ન હોત ! એકઝામ પહેલા જ સ્ટુડન્ટસને જોબ નહિ, એડવાન્સ સેલેરી પણ ચૂકવાઈ જતી હોત. અને હા, દરેક કલાસમાં ચીઅર ગર્લ્સ રાખવામાં આવી હોત, જે કોઈ પણ વિદ્યાર્થી એક પેજ જવાબનું લખે એટલે કોઈ સીટીમાર સોંગ પર ઠુમકા લગાવતી હોત !

* * *

વેલ, વેલ. આ તો એક જોક છે. પણ આ લેખનું શીર્ષક છે, એ શબ્દો મેં પૂરા ચૌદ વરસ પહેલા યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન)ની એકેડેમિક સ્ટાફ કોલેજના રિફ્રેશર કોર્સ ટ્રેનિંગમાં કહ્યા, ત્યારે કેટલાક સિનિયર અઘ્યાપકો એકદમ સિરિયસ થઈ ગયા હતા ! એમને આ સચ્ચાઈ ટુચકા જેવી લાગી હતી ! અને આ પૂણ્યભૂમિના કોઈ પણ વડીલશ્રી નવી વાત પર જે કરે, એવું જ કર્યું હતું : એમણે આ કવૉટને હસી કાઢ્‌યું હતું ! પાછળથી ત્યારે એનો લેખ પણ હજુ ૨૧મી સદી શરુ થાય ત્યાં જ લખેલો.

પણ અચાનક જાણે કાપલીમાંથી કોપી મારી હોય એવું ડિટ્ટો સેઈમ ક્વૉટ એક સમાચારના શીર્ષકમાં દેખાયું ત્યારે મુસ્કુરાઈ જવાયું. ‘ટ્રિવિયલ’ ન્યૂઝના હોકાગોકીરામાં ખૂણેખાંચરે દટાઈ ગયેલા રિયલ ન્યુઝની હેડલાઈન જ આ લેખનું ટાઈટલ છે ઃ ‘ભારતમાં એક્ઝામિનેશન સીસ્ટમ છે, એજ્યુકેશન સીસ્ટમ નથી !’ અને આ વાત કોણે કોને કહી છે ?

આ વાત (વારંવારના મહેણાટોણા અને અદાલતથી અન્ના સુધીની શિખામણોથી ટેવાતા જતા બિચારા) વડાપ્રધાન મનમોહનસંિહને એમના પોતાના જ સાયન્ટિફિક એડવાઈઝર ચિંતામણિ નાગેશ રામચંદ્ર રાવ ઉર્ફે સી.એન.આર. રાવ સાહેબે કહી છે ! એ ય પછી લેખિતમાં ! રાવ સાહેબ રીતસર ચિંતાતુર છે. અને એ કોઈ જેવી તેવી મિડિયા મેઈડ પૂનમ પાંડેછાપ સેલિબ્રિટી નથી. ૧૯૩૦માં બેંગાલૂરૂમાં જન્મેલા રાવજી ભારતના ખ્યાતનામ વિજ્ઞાની છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ લેનારા (એટલે એમને પશ્ચિમથી અંજાયેલા કહેવામાં સાત વાર વિચાર કરવો !) સીએનઆર રાવ અમેરિકામાં પીએચડી થયા છે. પછી આઇઆઈટી કાનપુરમાં કેમિસ્ટ્રીના હેડ રહ્યા છે. દસ વર્ષ સુધી ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ જેવી ભારતની સૌથી વઘુ પ્રતિષ્ઠિત એવી સંશોધન સંસ્થાના સર્વોચ્ચ વડા રહી ચૂક્યા છે. (બાય ધ વે, ૧૮૯૩માં જમશેદજી ટાટા અને સ્વામી વિવેકાનંદની એક શિપમાં થયેલી મુલાકાતમાં થયેલી ચર્ચા પછી, આ ધરખમ સંસ્થા ૧૮૯૮માં લોર્ડ કર્ઝને અને બાદમાં લોર્ડ મિન્ટોએ મંજૂર કરેલી અને નોબેલ વિજેતા વિલિયમ રામસેએ એનો પાયો નાખવામાં ભૂમિકા ભજવેલી !) રાવસાહેબ વિશ્વપ્રસિદ્ધ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી રહી ચૂક્યા છે. અને અત્યારે ‘એસ.એ.સી.પી.એમ.’ યાને સાયન્ટિફિક એડવાઈઝરી કાઉન્સિલ ટુ પ્રાઈમ મિનિસ્ટરના અઘ્યક્ષ છે.

આવા ઘુરંધર વિદ્વાને ધનનંદના દરબારમાં શિખા ખોલીને ઉભેલા ચાણક્ય જેવો પુણ્યપ્રકોપ વડાપ્રધાનને લખેલા પત્રમાં ઠાલવ્યો છે. કોઈ કડક શિક્ષક તોફાની વિદ્યાર્થીને કલાસરૂમ વચ્ચે ખખડાવી નાખે, એમ રાવજીએ સરકારી તંત્રને ધધલાવ્યું છે, કહો કે કાન આમળ્યો છે. પણ આપણે ત્યાં તેજસ્વી તારલાઓની જાહેરાતોથી જેટલી ‘ખલબલી’ મચે છે, એટલી ક્યાં કદી શિક્ષણ અંગેના સાચા પ્રશ્નો અંગે મચે છે ? વિશ્વવિદ્યાલયો રાજકારણીઓના રમકડાં થઈ ગયા છે, અને યુનિવર્સિટીઝની ફેવરિટ એક્ટિવિટિઝ એકેડેમિક નહિ, પણ પોલિટિકલ હોય છે. સ્ટુડન્ટસને મોરાલિટી શીખવાડવાવાળાઓ જ એટલા વેલ્યૂલેસ બનતા જાય છે કે કાયમી નોકરીમાં ચોંટેલા ન હોય, તો પોતાની જાતે પાણીપુરીની રેંકડી ન ચલાવી શકે !

આપણે એવો નઘરોળ સમાજ બનાવીને બેઠા છીએ કે અહીં સીમ પરના કિસાનોથી લઈ સરહદ પરના જવાનો માટેના ચિંતાચતુરો છે – પણ બિચારા ગામડાથી શહેર સુધીના યુવાનો માટેનો અવાજ ઉઠાવવાવાળો કોઈ એકલદોકલ ચિંતામણિ છે ! સી.એન.આર. રાવની મતદાન કરવાનું પણ ભૂલી જતા નરમ નરમ પ્રધાનમંત્રીને અપાયેલી સખત સખત ટિપ્પણીઓના અંશો વાંચવા જેવા છે. એ પત્રમાં લખાયું છે :

‘‘વી (ઈન્ડિયા) ઈઝ હેવિંગ એન એક્ઝામિનેશન સીસ્ટમ, બટ નોટ એન એજ્યુકેશન સીસ્ટમ ! વ્હેન વિલ યંગ પીપલ સ્ટોપ ટેકિંગ એકઝામ્સ એન્ડ ડુ સમથિંગ – વર્થવ્હાઈલ ? ક્યારે આ દેશનું યૌવન સતત પરીક્ષાઓ આપવામાંથી મુક્ત થઈ, વાસ્તવમાં કશુંક ઉત્તમ, અગત્યનું કામ કરી બતાવશે ?’’

રાવ આગળ ફરમાવે છે : આપણી સમગ્ર પરીક્ષાપદ્ધતિ ફેરવિચારણા માંગી લે છે. ફાઈનલ એકઝામ્સ, એન્ટ્રન્સ એક્ઝામ્સ, ક્વોલિફાઇંગ એક્ઝામ્સ, સિલેકશન એક્ઝામ્સ….સબ કુછ છતાં ય હજુ તો મેડિકલ ગ્રેજ્યુએટ્‌સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્‌સ માટે એક્રેડિટેશન એક્ઝામની ચર્ચા ચાલે છે !

જેઈઈ જેવી ‘ધરખમ’ આઈઆઈટી એન્ટ્રસ ટેસ્ટને (અહીં ‘કેટ’ એવું વાંચી લેવાની પણ છૂટ છે !) પણ રાવજીએ ‘આડે હાથોં’ લીધી છે : આઇઆઈટી (આઈઆઈએમ પણ ખરી) એકઝામ્સ અઘરી અને હેતુપૂર્ણ હોવાનો દબદબો ધરાવે છે. પણ કૂમળા જવાન દિમાગો પર તેની નેગેટિવ ઈફેક્ટ થાય છે. આવી એન્ટ્રન્સ એક્ઝામ્સમાં યેનકેન પ્રકારે સફળ થવા યુવાવર્ગ ભારે પીડામાંથી પસાર થાય છે, અને એ બધામાં શિક્ષણ માટેનો જે સાહજીક રોમાંચ છે – એ જ ગુમાવી દે છે ! લાખ્ખો વિદ્યાર્થીઓ માટે પ્રિમિયમ ઈન્સ્ટિટયુટસના દરવાજા બંધ થઈ જાય છે, એમની ક્ષમતા નીચોવાઈ જતા એ લોકો પોતાને નકામા સમજીને હતાશ થાય છે, સારો દેખાવ કરી શકતા નથી.

આટલો તેજાબ રેડ્યા પછી રાવે ચોખ્ખું સંભળાવી જ દીઘું છે (જે મુઠ્ઠીભર સમજદાર દેશપ્રેમીઓની વર્ષો જૂની હૈયાવરાળ છે, પણ મહાન સંસ્કૃતિના નગારાનાદમાં દબાઈ જાય છે !) કે ‘‘ભારતની એક પણ (રિપીટ, એક પણ) એવી શિક્ષણ સંસ્થા નથી જે આઘુનિક વિકસિત દેશોની શ્રેષ્ઠ શિક્ષણસંસ્થાઓની સમકક્ષ મુકાબલા માટે ઉભી પણ રહી શકે ! આ એ સમય છે કે આપણે આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ, કારણ કે આજે ભારત ‘યુવાન’’ છે. (યંગ પીપલનું પોપ્યુલેશન મેક્ઝિમમ છે). આગામી ૨૦-૩૦ વર્ષમાં શ્રેષ્ઠ તાલીમબદ્ધ માનવપ્રતિભાઓનો પૂરવઠો ભારત જગતને આપી શકે તેમ છે. આવું કરી બતાવવું એ જ આપણું રાષ્ટ્રીય ઘ્યેય હોવું જોઈએ !”

રાવજીએ માત્ર ઠપકો જ નથી આપ્યો. દિશા પણ ચીંધી છે. અમેરિકામાં હાઈસ્કૂલ પાસ કરનાર વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન મેળવવા માટે દેશભરમાં એમની રિઝનિંગ, લોજીક જેવી બૌદ્ધિક ક્ષમતા માપતી એક જ એક્ઝામ ‘સેટ’ (છે….ક ૧૯૦૧ થી !) લેવાય છે. જાતભાતની એડમિશન એન્ટ્રન્સ આપવાનો બોજો નહિ. વધારામાં પોતાની ક્ષમતા સાબિત કરવી હોય તો ૧૯૪૨થી ‘જીઈડી’ જનરલ એજ્યુકેશનલ ડેવલપમેન્ટ એક્ઝામ છે. જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભાષાલેખન અને ભાષાવાંચન એ પાંચ સબ્જેક્ટસ હોય છે. રાવસાહેબના મતે સતત દરેક યુવા વિદ્યાર્થીને એક પૂરી કરે ત્યાં બીજી પરીક્ષાની સોયો ઘોંચીને કંતાયેલા કોથળા જેવા બનાવી દેવાને બદલે એક અધિકૃત રાષ્ટ્રવ્યાપી પરીક્ષા હોવી જોઈએ, જે એમનું હાયર એજ્યુકેશન માટેનું એન્ટ્રી લેવલ મેરિટ સેટ કરી દે. રાઈટ. સાવ પરીક્ષા નાબૂદી ન થાય, તો એને નિયંત્રણમાં લઈ શકાય ને ! આજે તો એવી હાલત છે કે નાના બાળકો સિવાય કોઈ પાસે રિયલ વેકેશન જ નથી રહ્યું ! બધા જ કોઈને કોઈ નેકસ્ટ કોર્સ કે એન્ટ્રન્સ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં બીજાઓથી આગળ નીકળી જવાની મથામણમાં જ ગૂંચવાયેલા રહે છે.

સતત ભીડમાં ચાલો, તો બીજાઓના ઠોંસા ખાઈને, ગરમીમાં શેકાતા પોતાનું સંતુલન જાળવવાની જગ્યા કરવાનો થાક તો લાગે ને ! પછી આપણી ‘જેન્નેકસ્ટ’ પાસે નવું શીખવાની હોંશ, નવું જાણવાની ફુરસદ નથી રહેતી. અરે એમની જીંદગી, કુદરત, લાગણી, સંબંધ અંગેની સમજ પણ બફાયા વિના ઉતારી લેવાયેલા કાચા બટાકા જેવી થઈ જાય છે. એટલે કહેવાતા સકસેસફુલ અને ઈન્ટેલીજન્ટ લોકો રોજીંદી બાબતોમાં સાવ ‘ડોબા’ પૂરવાર થાય છે. અને સા’બ કે મે’મસાબને અભણ રેંકીડવાળો પણ આસાનીથી ઉલ્લૂ બનાવે છે.

એકચ્યુઅલી સીએનઆર રાવે તો એચઆરડી મિનિસ્ટ્રીને ભારતીય ઉચ્ચ શિક્ષણની સમસ્યાઓ અને પડકારોના ૧૦ ચેકપોઈન્ટની યાદી જ પોતાના પત્ર સાથે પકડાવી દીધી છે. એમની ઇચ્છા એવી છે કે (લોકપાલની અદામાં) એક ટાસ્કફોર્સ બને અને એક જ વર્ષમાં આ અંગેનું એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરી, તેનો અમલ કરવામાં આવે. રાવસાહેબના મતે ભારતની શક્યતાઓ ધરાવતી ૧૦ ટોચની શિક્ષણસંસ્થાઓ પસંદ કરી એ ‘ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન’ જેવો વટ મારી ફી વસૂલ્યા કરે – તેને બદલે તે દુનિયાની સામે રીતસર ટક્કર લઈ શકે તેવી સ્ટ્રોંગ એન્ડ અપગ્રેડેડ બનાવવી જોઈએ. ગ્રામીણ ભારતની ટેલેન્ટસને પૂરતી તક નથી મળતી, માટે જરૂર પડે રેસિડેન્શ્યલ હાઈસ્કૂલો બનાવીને પણ ખૂણેખાંચરે પ્રતિભાઓનું ઘડતર કરવું જોઈએ. મહત્ત્વનો એમનો મુદ્દો એ ય છે કે આજે આપણે ત્યાં ડિગ્રીઓમાં ‘મેનપાવર મિસમેચ’ છે. જે બેકારી વધારે છે. કોઈ એક જ કોર્સ / સબ્જેક્ટમાં જરૂર કરતા અનેકગણા વઘુ એક્સપર્ટ દર વર્ષે આપણે પેદા કરીએ છીએ, અને કેટલાક અગત્યના ક્ષેત્રોના ઝરણા આ બધી તેજીની ગરમીમાં સૂકાઈ જાય છે.

પરંતુ, જ્યાં જીન્સ પહેરવા કે ચોકલેટ-રોઝ ડેની ઉજવણી પ્રતિબંધિત કરવાને શિક્ષણના શુદ્ધિકરણની જ્વલંત સિદ્ધિ માની લેવાતી હોય ત્યાં આ આક્રોશ અરણ્યરૂદન જ રહેવાનો !

* * *

ગુજરાતના બે જીલ્લા ભાવનગર અને સાબરકાંઠામાં જ ડિજીટલક્રાંતિ પહેલા એવા કેળવણીકારો પેદા થયા હતા કે માત્ર એમની આંગળી પકડી હોત, તો ભારત આજે મહાસત્તા બની ગયું હોત. વ્યક્તિઓ ગઈ, વિચારોમાં વૃદ્ધિ થવાને બદલે એ શો કેસમાં મૂકવાના ડેકોરેશન પીસ બની ગયા. ફોટોગ્રાફના વૃક્ષને કદી ફળ ન આવે, ન ત્યાં પંખીઓ માળા બાંધે ! અમદાવાદની સૌથી સમૃદ્ધ શિક્ષણ સંસ્થા ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠ છે, એવા અહેવાલો છે (જમીન, મિલકતો ઉપરાંત ૯૦-૯૫ કરોડની સત્તાવાર સિલક છે !) પણ હજુ ત્યાં ભૂતકાળની ભવ્યતા છે, ભવિષ્યની ભવ્યતાનું શું ? હા, દિવ્યતાની વાતો જરૂર થાય છે. કારણ કે, જૂના કંકાલોને પકડી રાખવામાં આપણને અનેરો આનંદ આવે છે. નશો ચડે છે. સા વિદ્યા યા વિમુક્તયેનું સૂત્ર આપણે દેશનિકાલ કરી દીઘું છે. શિક્ષણ એ છે કે જે સ્વતંત્ર બનાવે, જે જૂનું તોડીને નવું રચનારા સાહસિકો પેદા કરે. એજ્યુકેશન ફ્રીડમ આપે, તો ક્રિએટિવિટી આવે, તો પર્સનાલિટીની તેજ ધાર નીકળે, તો ઉક્રાંતિ થાય, મા-નવ નિર્માણ થાય.

૨૦૧૧માં શિક્ષણ ઉપરની એક કાચીપાકી સફળ થયેલી ફિલ્મ આવી : ફાલતુ, રેઢિયાળ રીતે બનેલી આ ફિલ્મમાં કલાઈમેક્સના સોંગના શબ્દો-કોરિયોગ્રાફી સિવાય કશો ભલીવાર નહોતો. ફિલ્મની થીમ ઘણાને ગમી ગઈ. એમાં વિદ્યાર્થીઓની ધૂટન અંગેનો બળાપો છે. જડ સીસ્ટમ સામેનો બળવો છે. ફિલ્મ મૌલિકતાનો, ચાલુ ચીલાને છોડી પોતાની આગવી રાહ જાતે મનગમતી રીતે કંડારવાની વાત કરે છે. અંદરની ઓરિજીનલ ટેલન્ટની પહેચાન કરી આગળ વધવાનો સંદેશ આપે છે.

કલેપ કલેપ કલેપ. તાલીયાં. હવે આવો સંદેશ આપતી આ ફિલ્મ પોતે જ ૨૦૦૬ની હોલીવૂડ ટીન ફિલ્મ ‘એકસેપ્ટેડ’ની ૦.૫ મેગાપિકસેલના ચાઈનીઝ મોબાઈલ વીજીએ કેમેરામાંથી પાડેલી તસવીર જેવી નબળી નકલ છે ! એકસેપ્ટેડ (અનાવૃત, ૬/૬/૨૦૦૭  – હવે આખો લેખ વાંચો પુસ્તક “જય હો”માં) જો હીરો હતી, તો ફાલતુ એ કાચ છે. કારણ કે, પ્રેરણા લઈને પણ પછી બાકીનું ‘પૂરણ’ મૌલિક રાંધી શકે એવા સલીમ-જાવેદની કક્ષાના લેખકો આપણી પાસે રહ્યા નથી. એટલે જેટલું સારું હોય એ ઓરિજીનલમાંથી તફડાવેલું હોય છે, અને જેટલું ભંગાર હોય એ કોપીરાઈટનો કેસ ન થાય માટે જાતે વિચારેલું (!) કબાડીખાનું હોય છે. એકસેપ્ટેડ પાસે એક વોઈસ હતો પોતાનો, ફાલતુ પાસે ઘોંઘાટ છે.

મુદ્દો તો એ છે કે શિક્ષણમાં મૌલિક ક્રાંતિની વકીલાત કરતી લોકપ્રિય હિન્દી ફિલ્મ ખુદ જ મૌલિક નથી ! વિદેશી ફિલ્મની બેઠ્ઠી ઉઠાંતરી છે ! આ તો પ્રામાણિકતાનો નિબંધ બાજુવાળા (કે વાળી !) ની ઉત્તરવહીમાંથી જોઈને લખવાની વાત થઈ ! (પાછા પ્રેક્ષકો….ઉફક પરીક્ષકો એના પૂરા માર્કસ પણ આપી દે !) આ છે સવા અબજના દેશનું ક્રિએટિવ એન્ડ મોરલ સ્ટાન્ડર્ડ ? ક્યાં સુધી ઉધાર વિચારોને આપણે ‘રિસર્ચ એન્ડ એજ્યુકેશન’ કહીને જાતને છેતરીશું ?

આપણી ‘કંટ્રોલ ફ્રીક’ (અંકુશઘેલી) સોસાયટી એઝ્‌યુકેશનને એક જૂનવાણી ઢાંચામાં ફિટ કરીને રાખવામાં જ સલામતી સમજે છે. ઉચ્ચ શિક્ષણ રોજે રોજના બોજ માટે નથી. જીજ્ઞાસાની મોજ અને જ્ઞાનની ખોજ માટે છે. બીબાંઢાળ પરીક્ષાઓનો અતિરેક યંગથીંગ્સનું હીર ચૂસીને બેનૂર બનાવે છે. એકઝામના ટેન્શનમાં ડિપ્રેશન વધે છે. બધા જ લોકો જીનિયસ નથી હોતા. પણ તો બધા જ લોકોએ સતત પહેલાં નંબરે પાસ થવાની ખોટી આશાઓ પણ છોડતા શીખવું પડે. નહિ તો રાવજીની ‘રાવ’ ( ફરિયાદનો પોકાર)ને બદલે ‘પાર્ટી અભી બાકી હૈ’માં ડોલવામાં વઘુ રસ પડે. અને બાય ધ વે, એ હિટ સોંગ પણ બ્લેક આઈઝ પીના ‘માય હમ્પ્સ’ ગીતને ખાસ્સું મળતું આવે છે ! કોરી પાટી જેવા દાનવી દિમાગોમાં સાચા શિક્ષણની પાર્ટી હજુ શરૂ થવાની જ બાકી છે !

ઝિંગ થિંગ !

ધબકી રહેલા માણસો અમને ગમ્યા નથી.

પથ્થર બનાવી પૂતળાંઓ ખોડીએ છીએ ! (કરસનદાસ લુહાર)

 
38 Comments

Posted by on November 21, 2013 in education, india, science, youth

 

38 responses to “ભારતમાં ‘એક્ઝામિનેશન’ સીસ્ટમ છે, ‘એજ્યુકેશન’ સીસ્ટમ નથી !

  1. Vasantray Parmar

    November 21, 2013 at 9:36 AM

    સુંદર છણાવટ

    Like

     
  2. Hardik Gohil

    November 21, 2013 at 11:40 AM

    Excellent issue to be raised by JV sir..!

    Like

     
  3. keyur

    November 21, 2013 at 12:23 PM

    Thumbs Up for the article…….. pan khabar nai kyare REVOLUTION aavse…. ??? 😦

    Like

     
  4. Dhams

    November 21, 2013 at 12:23 PM

    આ સિસ્ટમ ભારત બહાર રહેલા ભારતીયો ને પણ પજવે છે જ. કેમકે અમારે બાળકો ને ઈન્ડીયન કરિકયુલમ ની સ્કુલ માં જ ભણાવવા પડે (ઓ લેવેલ માં ભણાવીએ અને પરત ઇન્ડિયા આવીએ ત્યારે અઘરુ ના પડે એટલે) અને એટલે આ એક્ઝામ સિસ્ટમ અને ઉંચો ગ્રેડ લેવાની કોમ્પિટિશનમાં બાળકો ને પીડાતા જોવા પડે છે… જોકે હું પર્સનલી મારા સન ઉપર ક્યારેય ભણવાનો, હોમ વર્ક માટે ફોર્સ નથી કરતો… હા ઘરે થી કરે છે પણ એ પણ ધીરે ધીરે પાટે ચડી રહ્યા છે ………..

    રોજ નવી નવી આવી એક્ઝામ કે કોમ્પિટિશન ઓરિએન્ટેડ મોંઘી દાટ શાળાઓ ને પ્રોત્સાહિત કરીને, છોકરાઓ ને ૮-૯ કલાક શાળાએ મોકલી ને આપણે ખરેખર એમનું બાળપણ છીનવી રહ્યા છીએ…. હા બ્રિટીશ કરિકયુલમ માં પણ કદાચ ૭-૮ કલાક કે ડે સ્કુલ છે પણ ત્યાં એક્ઝામ અને ભણતર કરતા કો-કરિકયુલમ ઉપર વધુ ભાર દેવાતો હોય છે એવું જોયુ છે

    Like

     
  5. Admirer

    November 21, 2013 at 12:37 PM

    Biladi aankh bandh kari ne doodh pive chhe ane mane chhe k koi ane jotu nathi….. Aa j situation chhe apni education (oops examination) system ni ….. No one is bother whether the students are actually “Learning” …….. Exam pass karvanu j jana antim goal hoy em students ne mold kare chhe….. 80% and above etle tamare science levanu…. pachi bhale ne visay ma chanch na doobe!!! Sikashan actually competent professionals tyar j nathi kartu….. It is creating a flock of Sheep who does not know to crave their own paths, bus follow j kare rakhavanu….. Jay Bhai aa lekh toh sambhavi pane tamari dhardar lekhen ne karne interesting chhe j, pan sathe sathe ghana sawal puchva prere chhe….. Thanks for this wonderful write-up!

    Like

     
  6. Kamlesh.

    November 21, 2013 at 12:39 PM

    Wonderfull.

    Like

     
  7. PRAVIN SOLANKI

    November 21, 2013 at 1:43 PM

    EXCELLENT JAY BHAI

    Like

     
  8. jigs

    November 21, 2013 at 3:03 PM

    This is very serious issue.

    Like

     
  9. ramnikshah

    November 21, 2013 at 3:23 PM

    i want to add a point…y we r following d educational calender set by britishers according to weather conditions suitable in britain…our country’s climate is so hot in april to june that it doesnt make any sense by having a longest vacation in that period.kids cannot play outside…travel is no fun…besides all our festival come in between navratri to christmas.weather is excellent…farmers are also cash rich…all in all positive moods all around…all the countries worldwide adjust their caleder according to their weather conditions…festivals etc. yremember china has month long vacation in january & february.y we r blindly following british calender.

    Liked by 1 person

     
    • Prakash M Jain

      January 16, 2014 at 5:06 PM

      1000% Agreed

      Like

       
  10. saurabh

    November 21, 2013 at 4:05 PM

    vision document and e badhu barabar chhe pan NCF 2005 na aadhare banel RTE 2009 na karane uitani paristhiti bagdi rahi chhe. uchhshikshan par lakhyu have primary education par pan lakho… karan k andaje 30% balko dhoran primary education pachhi std 9 ma nahi jata hoy (drop out!!!)ane temathi bija 20% dhoran 10thi aagal nahi……….. must write about primary education system….

    Like

     
  11. envyem

    November 21, 2013 at 4:56 PM

    એકદમ પરફેક્ટ.
    તમે જે ઘરે બેઠા શીખ્યા એ, ફેરફાર સાથે અને શાળા સાથે તાલ મિલાવતા, મેં મારી દીકરીઓ ને શીખવ્યું કે કેમ ‘શીખવું’.
    થોડાથોડી તકલીફ પડે છે એમને, જીવન માં ગોઠવાતા પરંતુ, એ જેટલું શીખે છે એટલું બીજાને શીખતા નથી આવડતું.

    Like

     
  12. prithiviraaj sinh rana

    November 21, 2013 at 5:08 PM

    અંગ્રેજો નું શાશન ભારત સાથે અમેરિકા પણ હતું પણ ત્યાંરે એ અમેરિકન આઝાદી મેળવી ત્યારે એને તેનું દેશ ના કાયદા કાનુન ત્યાના વાતાવરણ ને પ્રાચીન રોમ ના આધારે ને આદર્શ વાદ ની જગ્યા એ વાસ્તવ વાદ ના આધારે રચના કરી ,, એક દાખલા તરીકે શિકાગો માં દારૂબંધી હતી તો ત્યાં એનો ફાયદો ઉઠાવી ની શરાબ માફિયા ખુબ વકરી ગયા ને તેમના સંકજા માં રાજકારણી ,થી લઇ ને પોલીસ કાનુન ના લોકો પણ આવી ગયા હતા તો હવે આ બદી ને નાબુદ કરવા ફક્ત શરાબબંધી હટાવી ને પગલા લઇ શકેત પણ એવું નો કરતા એને ત્યાં એક જાંબાઝ ટીમ ને તેયાર કરી ને શરાબ માફિયા ને સાથે એની સાથે જોડાયેલા દરેક લોકો ને એન્કાઉન્ટર થી લઇ ને આજીવન કેદ સુધી સજા કરી ને બાદ માં શરાબબંધી નો કાયદો તોડી નાખ્યો ,,,, એવી જ રીતે ૯/૧૧ બાદ અફઘાન પર સીધો હુમલો કરવા ની જગ્યાએ પહેલા એ હુમલા થાય તો રીટર્ન હુમલા ની તમામ શક્યતા થાય એવી તમામ શક્યતા નાબુદ કરી નાખી ને બાદ માં દુનિયા ની પરવાહ કર્યા વગર જે કરવું હતું એજ કર્યું ,,,,,, હવે એની જગ્યા જુવો ભારત માં અંગ્રેજો ગયા તો આપડે શું કર્યું ? ,,, સરકારી નીતિ એ એવા પ્રોગ્રામ એક્ટીવેટ કર્યા કે લોકો સવાયા અંગ્રેજ બનવા લાગ્યા ને આવા નીતિ ના વિરોધ કરનારે પણ સામે આ પ્રોગ્રામ નો વિરોધ કરવા ની જગ્યા એ અંગ્રેજી ભાષા કે તહેવાર કે કપડા કે રંગ ઢંગ નો વિરોધ કર્યો આમ બેય બાજુ થી જનતા નો જ મરો થયો ,,,,, એક પગ ભૂતકાળ માં ને એક પગ વર્તમાન માં ,,, હવે એક ભવિષ્ય તરફ જવું હોય તો આપડે પાછલો પગ જ ઉપાડવો પડે ને વર્તમાન માં રહેલા પગ ને મજબૂત કરવો પડે પણ બને એવું છે કે હાલ વર્તમાન વાળા પગ ને આપડે ભવિષ્ય નું સ્થાન સમજી ને ભૂતકાળ તરફ પગ પાછો લઇ છીએ એથી બને છે એવું કે આપડે બેય પગ એક તરફ રહેવા થી હાલ માં આપડે સ્ટોપ ની મુદ્ર માં ઉભા છીએ ,,,, બસ હવે સમય છે કે લોકો ને એક મોકો મળશે કે તેઓ આગળ તરફ વધે કે પાછળ તરફ વધે ,,,,, (અહિયા આગળ પાછળ ને પોસીટીવ નેગેટીવ ના લેવું) હાલ દેશ માં વાતાવરણ ખ્રિસ્તી સદ્ધર દેશો જેટલું આધુનિક પણ નથી ને કે ઇસ્લામિક રૂટ જેટલું પછાત પણ નથી ,,,,,,પ્રાચીન માં ગુરુકુળ પ્રથા માં વિષે પણ લોકો ને ફક્ત એટલી જ જાણકારી છે કે જંગલ માં આશ્રમ હતા ને ત્યાં રાજા કે ઉચ્ વર્ગ ના લોકો ના બાળકો અભ્યાસ કરતા જયારે હકીકતે એ વખતે આજ ના સમય થી પણ બહુ આધુનિક વિચારધારા હતી ,,,

    Like

     
  13. Keyur

    November 21, 2013 at 7:42 PM

    લેખ તો ક્યારેક બોરિંગ પણ લાગે …… પણ છબી-છબછબિયાં તો હંમેશા તાજગીનો જ અનુભવ કરાવે .. ખીખીખીખી.Thumbs up for this article

    Like

     
  14. keyur savaliya

    November 21, 2013 at 10:03 PM

    ખરેખર તો આ ભણવાની પિંજણ મા ના પડીએ તો સારુ….આ બધુ ભણ્યા પછી સમજાય છે….ઘરે બેઠા ભણી લિધૂ હોત તો સારુ હતુ…

    Like

     
  15. Pinal Love Mehta

    November 21, 2013 at 10:24 PM

    કહેવાતા સકસેસફુલ અને ઈન્ટેલીજન્ટ લોકો રોજીંદી બાબતોમાં સાવ ‘ડોબા’ પૂરવાર થાય છે. અને સા’બ કે મે’મસાબને અભણ રેંકીડવાળો પણ આસાનીથી ઉલ્લૂ બનાવે છે.
    ekadam sachi vat. amuk common vato ma pan dekhai aave. khyal aavi j jay ke gokhi ne doc ke engineer banya hashe.

    Like

     
  16. Harsh Pandya

    November 21, 2013 at 10:30 PM

    આમાં તકલીફ એ છે કે જેમ તમે પોતે ઘેર જ પ્રાથમિક શિક્ષણ લીધું હતું એમ હવેની જનરેશનમાં એ અઘરું પડે કેમકે ડાયરેક્ટ તો બાળકને કોઈ સ્કુલવાળા 9th માં એડમીશન ન આપે. બીજું એ કે K.G. અને પ્લે હાઉસમાં સારા ટીચર્સ મળતા નથી એટલે જયારે બાળક પહેલીવાર દુનિયાનો અનુભવ કરવા નીકળે છે ત્યારે પાસે બેસાડીને કોઈ શીખવતું નથી. …

    Like

     
  17. sanatkumar dave (Dadu)

    November 22, 2013 at 4:21 AM

    dearest Jaybhai Simply GR8 as per u r OWN Style….
    Yes EXAM SYSTEM ITSELF REUIRED “DHAR-KHAAM” ferfaar fro BOTTOM……Study Course..System…..Teaching staff……ALL n ALL…
    But But Who will n when………….!!!!
    If we start from Today…..it may…n once begins…KARVAA(N) bante chalega because People are Eager n Interested…
    god may help US n Blees ALL too..
    jsk jmj jj
    SD…(Dadu)..
    @5.50 pm 21.11.13..USA..

    Like

     
  18. Hitesh Vyas

    November 22, 2013 at 7:30 AM

    હું મારા બાળકો સાથે Australia આવ્યો , ઘણી તકલીફો વચ્ચે એક જ સંતોષ હતો કે બાળકોને એ શિક્ષણ મળી રહ્યું છે જેની અધુરપ અમને હંમેશા ભારત માં દેખાતી હતી . નાના બાળકો ને 30 મિનીટ થી વધારે home work કરાવી શકાય નહિ અને 6-7 માં ધોરણ માં ભણતા વિદ્યાર્થી માટે 45 મિનીટ .

    swimming pool માં જવું કે પછી beach training એમના curriculum નો ભાગ છે . ચારેય term માં અલગ-અલગ પ્રકારની fun activity હોય, દરેકને પુરતું પ્રોત્સાહન પણ તેમાં ભાગ લેવાનું કોઈ pressure નહિ . જેને જેમાં અનુકુળ હોય તેમાં ભાગ લેવો। મને લાગે છે કે બાળકોને ટીકા કરવી એ સ્કુલ માં ગુનો ગણાતો હશે। હજુ સુધી બાળકો ના અભ્યાસને લઇ ને કોઈ pressure મહેસૂસ થયું જ નથી અને હા તેઓ જિંદગી જીવવાનું શીખી રહ્યા છે – મજા કરી રહ્યા છે।

    હા , દુઃખ ની વાત એ છે કે આટલા મુક્ત અને તંદુરસ્ત વાતાવરણ માં પણ આપના મિત્રો tution અને home work શોધી રહ્યા છે , બાળકો સાથે રમવાને બદલે…..

    Liked by 1 person

     
  19. Atul Goswami

    November 22, 2013 at 12:04 PM

    for that i salute “Shree Nagendra Vijay”… some time i think only “SAFARI” should teach in school… coz the way of knowladge is very easy

    Like

     
    • અલિપ્ત જગાણી

      November 22, 2013 at 12:50 PM

      i am fully agree with you. i am feeling same for years. Nagendra Vijay should be education minister. our education department must learn from him, from safari

      Like

       
    • Prakash M Jain Porbandar + Ahmedabad.

      January 16, 2014 at 5:27 PM

      If Safari can do this than team of safari reqires much more carefullness.
      No Other Books or Reference Books will be sold in “FREE OF COST” thre after.
      India will need 10 time harder Visa rules than any other country in world.
      This is my opinion Since Year 2000.
      If Safari accepts challenge of Publishing Books for education i am ready to pay 1% of my income per monthh,per year,for a life time.
      Citizen of India,Who read Safari can start this Movement of noble Work for our future, No Need of Shortage of Funds.
      Thanks Atul Goswami for Encouraging me for my opinion of heart.
      Reader of Safari Since 2000.

      Like

       
  20. અલિપ્ત જગાણી

    November 22, 2013 at 1:21 PM

    જયભાઈ આપણે ગમે તેટલી બુમો પાડીએ પણ તંત્ર ને કઈ ફરક પડશે નહિ કારણો ઘણા બધા છે….
    ૧. પહેલા તો જે લોકો શિક્ષણ નીતિ મા ફેરફાર કરી શકે છે એમની કક્ષા સારા શિક્ષક ની પણ નથી હોતી. એ લોકો સત્તા અને પૈસાના રાજકારણમાંથી ઊંચા આવેતો ને દેશ વિશે વિચારે? બીજું આ લોકો ને ચૂંટી ને મોકલનાર લોકો ની કક્ષા પણ તમે જાણો છો.!!! (મેં આપણા ગુજરાત ના એક ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ની સ્પીચ સાંભળી હતી….એમને જોઇને જ શિક્ષણ ની સ્થિતિ નો ખ્યાલ આવી જય!!!

    ૨.જે કહેવાતા ‘નિષ્ણાતો’ ની સલાહ લેવામાં આવતી હશે તેમની પસંદગી મા પણ રાજકારણ હોવાનું!

    ૩.એ લોકો ના બાળકો વિદેશ કે પછી કોઈ vip સ્કુલ મા ભણતા હોવાના. સામાન્ય વિદ્યાર્થીની એમને શું પડી હોય! અને ના ભણે તો રાજકારણ ની કારકિર્દી તો એમના માટે છેજ ને! નહિ તો પપ્પા નું બેંક બેલેન્સ શું કામ આવશે?

    ૪. આપણા રાજકીય પક્ષો આજ સુધી શિક્ષણ કે પર્યાવરણ જેવા વિષયોને લઈને ક્યારેય સામે નથી આવ્યા…ને લોકો ને પણ ક્યાં જરૂર છે? બહુમતી-લઘુમતી, જાતિ, ધર્મ માંથી આ લોકો ઊંચા ક્યાં આવે છે. આપણે મુર્ખ બનવા તૈયાર હોય તો એ લોકો નું શું જય છે.

    ૫. પોતાના બાળક ની પ્રતિભા વિકસે એવું વિચારનાર વાલીઓ કેટલા? બોસ અહી કોને સમય છે? અહી તો ૫૦% તો આર્ટસ. ૭૦% તો કોમર્સ. ૮૦%+ તો સાયન્સ વાળી થીયરી ચાલે છે!

    ૬.શિક્ષકો!! ૫૩૦૦ રૂપિયા મા પરસેવો નીચોડી દેવાનો ઉપરથી વતન થી ૪૦૦ કી.મી. દુર સાવ અજ્ઞાત વિસ્તાર મા રહી સંઘર્ષ કરવાનો! બીજા વધારાના સરકાર ના કામ કરવાના તો નફા મા. (વસ્તી ગણતરી, ચૂંટણી, ઉત્સવો….

    ૭.બી.એડ., પી.ટી.સી. પતાવો એટલે પત્યું. કોણ અહી ટેલેન્ટ જુવે છે!
    જયભાઈ પ્રાથમિક શાળામાં ના ભણાવી શકે કેમ કે તેમણે પી.ટી.સી.કર્યું નથી!

    Like

     
  21. Prakaash Sondagar

    November 23, 2013 at 3:07 AM

    I am not exaggerating the point but I would like to say one thing , when I was in M S University( India) I failed twice in academic years. I was more concerned about some research. I could not understand how they were evaluating the people. My classmates were given good grades according to their good relationship with professors. They submitted their copied assignments, still they were appreciated. I always tried to be honest to the professors.I was either given very less marks or they failed me. I finally moved to US. Here I talked to my proffesors about my research. She was extremely impressed by the topics.She recommended me to the research grant office of UCO for grant ! I tried more than 20-30 to approach my department in India to do some research on that topics but I never got replied. No body was interested even none of them was ready to listen that topic. The point is, how they evaluate the students.

    Like

     
  22. Krishna Pujara

    November 23, 2013 at 5:58 PM

    very true…after being part of dis exam system i hv never followed it…coz i think no1 can judge us by checking our supplementary in 3 min…nd if they(teachers) think they can then dont believe them…do what u lik to do nd make it your profession this is d easiest solution…if every 1 follow it d whole trend will automatically change…u can learn more from an individual than an institute…

    Like

     
  23. Krishna Pujara

    November 23, 2013 at 10:02 PM

    school evi jagya hovi joie jya sunday pn java ni i6a thay…

    Like

     
    • Prakash M Jain

      January 20, 2014 at 6:28 PM

      Adhuri Kahevat Puri aa rite thay chhe.
      “Ane na jai sakay to balak ne saja=Punishment thaya jevu lage.”

      Like

       
  24. Brijesh B. Mehta

    November 23, 2013 at 10:51 PM

    Reblogged this on Revolution.

    Like

     
  25. Graphical

    November 25, 2013 at 6:16 PM

    Cannot access your latest anavrut article of Nov. 20th 2013

    Like

     
  26. Rajan Trivedi

    December 4, 2013 at 8:23 PM

    hello sir, brilliant as always…i wanted to request you one thing…recently i read a book “Anthem” by “Ayn Rand”. It was amazing..a book which forces you to think…though i would be very much pleased to read an article from you about it…your description,your views are always very interesting to read…

    Like

     
  27. Vaibhav Pandya

    December 16, 2013 at 10:43 AM

    Krishnamurti with Rishi Valley students – http://www.youtube.com/playlist?list=PLF4A8DA3EB2F59446

    Like

     
  28. Siddharth

    December 19, 2013 at 7:58 PM

    Sir, one kind request.
    Please tell this Gujarat Samachar people to manage and maintain their site in such a way by which we can read the old articals as well and it will be better if we can find them much easily.
    From a few days, unfortunetly had no news paper and net connection, so after doing on the site today, look like it is impossible to read the old articals of yours.
    Please sir if possible.
    Thanks and Regards..

    Like

     
  29. niharika.ravia

    December 26, 2013 at 3:14 PM

    આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બનાવવા બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી આપને ધન્યવાદ. હું આપના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

    Like

     
  30. GHANSHYAM

    January 7, 2014 at 5:40 PM

    JAIBHAI,
    KYA CHHO? PLANET MA KHOVAI GAYA KE SHU? CHHELA DODHEK MAHINATHI BLOG DAILY KHOLU CHHU PAN TAME MALTA NATHI.
    GHANSHYAM DANGAR( PUSTAK MITRA- MORBI )

    Like

     
  31. Purvi Malkan

    January 10, 2014 at 6:57 PM

    જયજી આપની નવી પોસ્ટ કેમ નથી મળતી?

    Like

     
  32. Ketan

    April 15, 2014 at 5:57 PM

    “શિક્ષણની દશા અને દિશા”આપના પ્રવચનથી ઘણી બાબતો અનાવૃત્ત થઇ.સંત તીરુવલ્લુંવરનું ઉદાહરણ મેરીટસ લઇ જાય છે.નાલંદા પ્રકારના વિશ્વવિદ્યાલયો જ ભારતની અસ્મિતાને પુન્હ્પ્રસ્થાપિત કરી શકશે.ટેકનોલોજીનો ઉપભોગ કરનાર સરેરાશ ભારતીય ક્યારેય તેના આવિષ્કાર પાછળ રેડવામાં આવેલ પ્રસ્વેદને યાદ કે થેન્ક્સ કરતો નથી.જીવનમાં પરીક્ષાની સ્વાભાવિક જરૂર છે.પરંતુ,પ્રગતિના પેરામીટર્સ માં માત્ર કરીકુલમ બેઝ પરીક્ષાના પરિણામને જ પ્રાધાન્ય મળે છે.તે બદલવું જરૂરી છે.
    દેશ અને ખાસ તો ગુજરાત ના શાલેય શિક્ષણમાં સર્વગ્રાહી મુલ્યાક્ન ને અમલી બનાવાયું છે.પરિકલ્પના મુજબ તેનો અમલ કરવામાં આવે તો અપેક્ષા મુજબના પરિણામ મળે તેમ છે.પરંતુ,તેના અમલીકરણની બાબતમાં મહદઅંશે ઓન પેપર ગુણાંકન કરવામાં આવે છે.કર્મચારી પક્ષે કાર્ય પૂરું થયા ની હાશ,વિદ્યાર્થી ને પરિશ્રમ થી મુક્તિનો આનંદ,વાલીને ટકાનો આનંદ,બ્યુરોક્રેટ્સ ને યોજના ઓન પેપર સફળ બતાવાનો આનંદ,સરકારને ચૂંટણી મા મુદ્દો મળ્યાનો આનંદ,ચારે બાજુ નફો જ નફો.આમેય સાહેબ આટલી મોઘવારીમાં બગસરા જ વપરાય.પરદેશની પ્રગતિની કોને પડી છે?”આપણું ટટ્ટુ ચાલે છે”શિક્ષણમાં નોકરીની શરતોને પરફોર્મન્સ સાથે જોડી પુરસ્કૃત કરવાનો સમય આવી ગયો છે.પણ ત્યાં ય ભ્રષ્ટાચાર ની શક્યતાઓ છે જ.મેરા ભારત મહાન.
    આપ પ્રિન્સીપાલ રહી ચૂક્યા છો…..

    Like

     
  33. samnatural

    April 15, 2014 at 8:09 PM

    jay sir tamaro artical as usual jordar che.

    Like

     
  34. Triku C . Makwana

    July 2, 2014 at 6:19 PM

    સુંદર.

    Like

     

Leave a comment