RSS

કિસમ કિસમની વેસ્ટર્ન કંકોત્રીઓ !

29 જાન્યુઆરી

આજના આ અનાવૃતમાં કંકોત્રીની ઇનોવેટીવ ડિઝાઈન્સ અને કોન્સેપ્ટસ પર વાંચ્યું ને ? ( પહેલા ક્લિક કરી એ વાંચી લો..ખાસ તો અમારા પ્રણવમામાની હાસ્યછોળો માટે ! એ લેખ લખ્યા પછી તો એક કંકોત્રી સરસ રૂપકડી મળી, અમદાવાદમાં દર્શન મશરૂ અને શિખા ભાર્ગવ એ બે યુવાહૈયાઓના મિલનોત્સવની ! હાથસાળનાં ઉડીને આંખે વળગે એવા રંગોના કાગળ પર સુઘડ મરોડદાર અક્ષરોમાં હાથે લખાયેલી ! તો લેખમાં છપાયેલા અને ન મુકાયેલા કેટલાક મનગમતા વેસ્ટર્ન કોન્સેપ્ટસની તસ્વીરી ઝલક માણો…..

kankotri kankotri1 kankotri2 kankotri3 kankotri4 kankotri6 kankotri8 kankotri9 kankotri10 kankotri11

અને આ તમામ કરતા ચડિયાતું વેડિંગ ઇન્વાઇટ હમોને આ નીચેનું લાગ્યું છે. શ્વેત-શ્યામ હોવા છતાં જીવનની રંગોળીની આખી એક કહાની કહે છે એ બખૂબી ! જરા ધ્યાન દઈ વાંચો…આખી સ્ક્રિપ્ટ છે જાણે યશરાજ ફિલ્મ્સની !

kankotri5
અને હા, “પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપા” જેવા ચવાઈને ચુથ્થો થયેલા લિસ્સાલપટ કરતા તો ‘અસીમ’ રાંદેરી સાહેબની સર્જકતાની કૃપા વધુ પ્રાપ્ત થઇ છે. આજના લેખમાં ઉલ્લેખ પામેલી એ ઉત્તમ રચના માણી ના હોય એવું તો બને નહિ, છતાં ય એ સાંભળો….

અને આ સાથે બ્લોગબ્લોક પણ ખુલ્યો ! હવે અહીં ફરી પહેલાની જેમ મળતા રહીશું…વગર કંકોત્રીએ જમવા જવા જેટલી સહજતાથી 🙂

 
23 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 29, 2014 in feelings, fun, romance, youth

 

23 responses to “કિસમ કિસમની વેસ્ટર્ન કંકોત્રીઓ !

 1. Nehal Mehta

  જાન્યુઆરી 29, 2014 at 8:29 એ એમ (AM)

  જયભાઈની પોતાની નવતર કંકોત્રીની ગંગોત્રીના પણ અમને આ વર્ષે દર્શન થાય એવી હૃદયેચ્છા ! 🙂

  Like

   
 2. keyur savaliya

  જાન્યુઆરી 29, 2014 at 9:31 એ એમ (AM)

  JayBhai,Reallyyouhave showcased too much innovative ideas for those who want something HATKE.

  Like

   
 3. Sunil Vora

  જાન્યુઆરી 29, 2014 at 10:54 એ એમ (AM)

  જયભાઈ લેખમાં જે કંકોત્રીનો આપે ઉલ્લેખ કર્યો છે તે ગુજરાતી મીડ-ડેમાં વાંચી હતી, મઝા એટ્લા માટે આવી કે ઘણા વખતે કાઠયાવાડી શબ્દો ત્રાપડ, ધરબી, વાંચ્વા મળ્યા. બ્લોગ બ્લોક ખૂલ્યો ખરો! ભલે પધારો બાપૂ, ઘણી ખમ્મા. આપની વાત સાચી છે છેલ્લે આપેલ વેસ્ટર્ન કંકોત્રી ભલે શ્વેત શ્યામ હોય તો પ ણ સર્વોત્મ છે. આગામી આક્રર્ષણની રાહ જોઇએ છીએ, વારન કરશો.

  Like

   
 4. Jay Mehta

  જાન્યુઆરી 29, 2014 at 12:14 પી એમ(PM)

  Jaybhai Superb and Amazing

  Like

   
 5. mahendra

  જાન્યુઆરી 29, 2014 at 12:48 પી એમ(PM)

  ક્કોત્રીઓ જોઇને ઘરડાને પાછા પર ણવાણી ઇચ્છા થાય ને ????

  Like

   
 6. Dipika – Furthest one lone star who dares to shine!

  જાન્યુઆરી 29, 2014 at 2:23 પી એમ(PM)

  Super innovative, hilarious…Spot on article…(Y)(Y)

  દશર્નાભિલાષી જેવો હેવીવેઇટ સંસ્કૃત શબ્દ ટ્રેડિશનને ફોલો કરવા વાપરે- જેનો અર્થ થાય આપના દર્શનની આતુરતાથી પ્રતીક્ષા કરનારા પણ નીચે ગુજરી ગયેલા સ્વર્ગસ્થ વડીલોના નામ લખેલા હોય. એટલે આપણને કન્ફયુઝન થાય કે એમની (ખરેખર તો એમના વારસોની નામ છપાવવાની) અભિલાષા પૂરી કરવા આપણે ય સ્વર્ગમાં જવાનું દર્શન આપવા ? ખીખીખી.

  આવો જ સવાલ લગભગ છ વર્ષ પેહલા મેં ઘર ની જ કંકોત્રી જોઈ ને કરેલો જયારે સ્વર્ગસ્થ ના નામ સૌથી પેહલા દશર્નાભિલાષી માં હતા ત્યારે અને એના પેહલા -પછી મોટા ભાગ ની કંકોત્રી માં એવું જ ચાલે રાખે છે સો ફની.. ત્યાર ના મળેલા જવાબ પર થી અને આ (જોક 😀 ) વાચી ને એટલું કેહવાનું કે આપણે ઈશ્વર સાથે વડીલો /પૂર્વજો થી પણ ડરીએ છીએ..:D અને એવું ના હોય તો પણ દેખા દેખી માં,(ખોટા )માન લખ્યું હોય કે દર્શનાભિલાષી નો અર્થ જાણતા ના હોવા થી લખ્યું હોય છે 😛 પણ રિયલીસ્તિક જ ચાલે છે આમ તો , તો પછી આવું તો આયડીયલ ના થયું કેહવાય?! 😉 ઇટ્સ ફન્ની વર્લ્ડ હિયર સમ “આયડીયલ રીયલ” એન્ડ ઇનોવેટીવે ઈઝ નોટ રીયલ..:Pઆવી રાંદેરી સાહેબની સર્જકતાની કૃપા વરસતી રહે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના..:)

  Like

   
 7. narensonar

  જાન્યુઆરી 29, 2014 at 2:47 પી એમ(PM)

  શ્રીમાન જય જી , આપણે ત્યાં દરેક શુભ પ્રસંગમાં શ્રી ગણેશનું નામ અને તસ્વીર કે ચિત્ર છાપવામાં આવે છે …જયારે કંકોત્રી ખરીદવાની હોય,છાપવાની હોય ત્યારે કન્યા પક્ષ અને વર પક્ષે જે કંકોત્રી છાપવા ઉત્સાહ અને કાળજી દાખવે છે એ લગ્ન પ્રસંગ પુરતો જ હોય છે પછી વધે કંકોતરીની પત્તર રગડી નાખે છે તેઓ વધેલી કકોત્રી થોડા દિવસ પછી કચરામાં જોવા મળે છે…એવી જ રીતે જેને આમંત્રિત કરવા માટે લખેલી કકોત્રીની પણ એ જહાલત થાય છે તે અને શ્રી ગણેશનું નામ અને તસ્વીર ઉકરડામાં પડેલી જોઈને દુઃખ થાય છે…મારા ધ્યાનમાં આવતી કેટલીક કંકોત્રીમાંથી શ્રી ગણેશનું નામ અને તસ્વીર કાપી એક આલ્બમ બનાવ્યો છે …પછી જેને જેને આ વાતની ખબર પડી તેઓ શ્રી ગણેશનું નામ અને તસ્વીરને વેસ્ટ સમજી મને આપતા જાય છે ને એમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરતો રહું છું ! જય ગણેશ !
  -નરેન કે સોનાર
  ભરૂચ
  9427827666

  Like

   
 8. bhavesh

  જાન્યુઆરી 29, 2014 at 4:26 પી એમ(PM)

  Jamnagar na ek dulha a film lagan uparthi kankotri banavel gujrat samachar maaavel jordar creation…

  Like

   
 9. Anand Malli

  જાન્યુઆરી 29, 2014 at 4:35 પી એમ(PM)

  JaiBhai,
  Please share the url for Kankotri samples which you mentioned in today’s Anavrut.. It’s not readable url in newspaper.
  Thanks,

  Like

   
 10. natvar variya

  જાન્યુઆરી 29, 2014 at 6:06 પી એમ(PM)

  kankotri! marama himmat chhe mane gamshe tevij chhapavish, bhale bija badhane vaandho hoy.

  Like

   
 11. khushbu bhayani

  જાન્યુઆરી 29, 2014 at 6:51 પી એમ(PM)

  jay bhai truly new invention!!! aavu navu navu janva male ne to roj na boring schedule mathi thoda fresh thava male ,thank you so much ane nava nava ideas pan male 6.aaj no anavrut no lekh ………..mind blowing
  ……

  Like

   
 12. Shyam Shunyamanask

  જાન્યુઆરી 29, 2014 at 8:20 પી એમ(PM)

  કાંઈ પણ ક્યો !!! પેલ્નેટજેવી વાંચવા નો વીડીયો ,ફોટો અને અવનવુ … ટોટલ મજ્જેદાર રસથાળ છે !!!

  Like

   
 13. Meghna Bhatt

  જાન્યુઆરી 29, 2014 at 10:41 પી એમ(PM)

  આવી કંકોત્રીઓ હોય તો આપણને મજા તો ખુબ આવે..પણ જે વડીલો હોય, એમને પંચાત કરવા ન મળે. કોને કેટલા છોકરાં, કોણે કોની સાથે લગન કર્યા, કોન હયાત, કોણ નઈ..વગેરે વગેરે
  અને સૌથી મહત્વનું વર-કન્યા કેટલું ભણ્યા છે, USA છે કે Uk. familyની કેટલી firms છે, ક્યાં-ક્યાં છે..બધુ boasting બંધ થઈ જાય

  Like

   
 14. Jayesh Sanghani ( New York)

  જાન્યુઆરી 30, 2014 at 4:34 એ એમ (AM)

  જયભાઇ,કંકોત્રીના લખાણમાં નવો ચીલો ચાતરવા માટે જે સર્જક્તા જોઈઍ તે ક્યાંથી લાવવી? તમારા જેવા થોડા સૌના નસીબ હોય છે?

  Like

   
 15. Ajay Joshi

  જાન્યુઆરી 31, 2014 at 6:10 પી એમ(PM)

  jaybhai, tane green signal aapo… universal unique kankotry tamara mate banavu…..

  Like

   
 16. swati paun

  ફેબ્રુવારી 1, 2014 at 9:02 એ એમ (AM)

  jvjs…………………mastttt…………n tamari kevi hase?i mean kankotari…..:)….manhar udhas gayeli ghai rachna game 6……aa b sambhdeli 6 n mast 6….

  Like

   
 17. Mahipal Dabholia

  ફેબ્રુવારી 5, 2014 at 4:17 પી એમ(PM)

  sir, not only invitation card, the whole rituals of marriage requires 360 degree change… our marriage are more ritual oriented rather then celebration oriented. celebration is the biggest religion and no one of the family can celebrate the marriage occasion except some invitees. many invitees came just because they have to come as they were “invited”….

  Like

   
 18. doyoureckon

  ફેબ્રુવારી 20, 2014 at 5:14 પી એમ(PM)

  wah re wah… vividh prakar ni kankotri joi ne khub anand thayo… je loko aa post vachta hoi emna mate Archangel Gabriel ni style ma messages aavanu chalu thyu kevai… ne upar vada ni daya thi tuk samay ma temni vyavharik kaamgiri aagad vadhi sake che… !!

  Like

   
 19. Mitul

  માર્ચ 15, 2014 at 4:55 પી એમ(PM)

  sir kem blog update nathi karta? ketlo time thayo?

  Like

   
 20. jagdish

  માર્ચ 18, 2014 at 6:49 પી એમ(PM)

  Supper innovative khub saras

  Like

   
 21. Ahmed

  એપ્રિલ 5, 2014 at 1:14 એ એમ (AM)

  Not a good article, you need lot of efforts to improve

  Like

   
 22. Triku C . Makwana

  જુલાઇ 2, 2014 at 8:56 પી એમ(PM)

  Nice collection………..

  Like

   
 23. Dinesh Chauhan

  ઓગસ્ટ 22, 2014 at 8:07 પી એમ(PM)

  કંકોત્રીની સાથે-સાથે હવે લગ્નો પણ વેસ્ટર્ન થઈ ગયા છે.

  Like

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: