RSS

પ્લેનેટજેવી એક્સક્લુઝિવ : જ્યોતિષ કલશ છલકે ?

15 May

DSC02243

અબ કી બાર કોની સરકાર રચાશે, એ ચિત્ર આમ તો કાલે સ્પષ્ટ થઇ જશે. બહુમતી નોર્મલ ( ઓપરેટિવ વર્ડ: નોર્મલ) ગુજરાતીઓ દિલ્હીનું મિત્ર જગદીપ નાણાવટી કહે છે, એમ “મોદીલ્હી” થતું જોવા થનગનતા હશે. એક્ઝીટ પોલના આધારે તો નરેન્દ્ર મોદીને ચેનલોએ ત્રણ દિવસથી વડાપ્રધાન બનાવી એમની કેબિનેટ પણ રચી નાખી છે. ધારો કે, મોદી વડાપ્રધાન ન બને , ( જો અત્યારે ન બને, તો નેક્સ્ટ ટાઈમ બની જ જાય એવો શોલેનાં સિક્કા જેવો ઘાટ રાજકીય ગણતરીઓ મુજબ છે !) તો પણ આખા દેશમાં જુવાળ સર્જી મીડિયા પૂરતા તો પી.એમ. બની જ ગયા ત્યાં સુધી પહોંચ્યા – એ તો મંદબુદ્ધિના ના હોય એ સિવાય એમના દુશ્મને પણ સ્વીકારવી પડે એવી હકીકત છે.

પણ જો કોઈ તમને એમ કહે કે ડિસેમ્બર ૨૦૦૨થી આજથી ૧૨ વર્ષ પહેલા જ ખબર હતી, કે નરેન્દ્ર મોદી વિજયકળશ સુધી દેશભરમાં પહોંચીને પી.એમ. બની જશે તો ત્યારે એ વાત મોદી ખુદ પણ માની ના શકે. એ સમયે મોદી માટે સી.એમ. તરીકે કપરા ચડાણ હતા. ત્રાસવાદી હુમલાઓ થયા હતા, ગોધરાકાંડનું ભૂત ધૂણતું હતું, કુદરતી આફતોના ઉપરાછાપરી ફટકા ગુજરાતને લાગ્યા હતા. અને પક્ષ ભાજપના જ ધુરંધરો અસંતુષ્ટ બની ટાંટિયાખેંચમાં પ્રવૃત્ત હતા. રાષ્ટ્રીય સ્તરે ત્યારે એટલ-અડવાણી-મહાજનને કોઈ રિપ્લેસ કરી જાય એવું સંઘ પરિવાર પણ વિચારતો નહોતો. સમીકરણો વિધાતાએ ગોઠવેલી શતરંજની બાજીની જેમ કેમ ફરતા ગયા એ નજર સામે છે. અટલ હારીને બીમાર પડ્યા, મહાજનની હત્યા થઇ. અડવાણી પાકિસ્તાનપ્રવાસ બાદ અળખામણા થઇ ગયા. ગુજરાતમાં સ્ટ્રોંગ ગણાતા કેશુભાઈ-કાશીરામ સાઈડલાઈન થયા. સતત સારા ચોમાસા આવ્યા. ઇન્ટરનેટ-ટીવીનો વ્યાપ બેહદ વધ્યો. રાહુલ નબળા ઉત્તરાધિકારી અને મનમોહન નબળા વક્તા નીવડ્યા. યાદી લાંબી છે અને જુદા રસપ્રદ લેખનો વિષય છે, જે હું ભવિષ્યમાં લખીશ.

પણ વાત વિધાતા અને ભવિષ્યની નીકળે એટલે જ્યોતિષ યાદ આવે. વેલ, એ ય એક જુદા લેખનો વિષય છે ને થોડું મેં એના પર લખ્યું પણ છે. મોટે ભાગે જ્યોતિષીઓ અને જ્યોતિષ આપણને ફન પૂરું પાડતા હોય છે, અને ખાસ તો સંજોગોથી ઘેરાઈને નબળો પડેલો માનવી એના શરણે જતો હોય છે. જ્યોતિષ વિષે હું ખાસ જાણતો નથી. પણ મારો એક સમયનો એબબતે હાડોહાડ રેશનલ ઇનકાર અનેક આશ્ચર્યજનક અનુભવો પછી ફર્યો છે જરૂર. જ્યોતિષ કોઈ પડકારોથી સાબિત થઇ શકે એવા નક્કર ગણિત-વિજ્ઞાન કરતા મને કળા વધુ લાગી છે. જેમાં અમુક સમયે બેસ્ટ પરફોર્મન્સ થાય , અને અમુક સમયે ક્ષમતા હોવા છતાં ના પણ થાય. જો કે, આ અનિશ્ચિતતાને લીધે સ્તો જગતભરના લોકોને ભાવિના ભેદ જાણવામાં રસ પડે છે !

વેલ, મોદી અને જ્યોતિષ ક્યાં કનેક્ટ થાય એવો સવાલ થતો હોય તો સ્વ. સુરેશ દલાલે પ્રકાશિત કરેલી “જન્માક્ષર : વિધાતાના હસ્તાક્ષર” પુસ્તકના વિમોચન વખતનું એમનું વ્યાખ્યાન સાંભળવું જેમાં એમણે પોતાનામાં રહેલી આ વિદ્યા અંગે અંગૂલિનિર્દેશ કરેલો છે. કોઈના જીવનમાં ક્યારે શું બનશે એ પોતે કહી શકતા , અને એમ થતું એ બાબતે. પણ અહીં વાત એથી યે અલગ છે. મોટે ભાગે પ્રોફેશનલ જ્યોતિષીઓ  આમ પણ થાય ને તેમ પણ થાય જેવી અનેકાર્થી ગોળ ગોળ વાતો કરી, પરિણામ પછી એનો મનગમતો અર્થ તારવી દાવો ઠોકી દેતા હોય છે કોઈ ઘટના બનવાની છે એ લોજીકલી શક્ય લાગે ત્યારે એની આગાહીઓ ઠપકારી વાહવાહી લૂંટી લેતા હોય છે!  જેમ કે, મોદી વડાપ્રધાન બને એના ઉજળા સંજોગો છે – એવું છેલ્લા છ મહિનામાં કોઈ જ્યોતિષી કહે તો ધાડ મારી ના કહેવાય. એ તો સારા તટસ્થ રાજકીય સમીક્ષકને પણ દેખાય. 😉

પણ હજુ એક વરસ પહેલા તો મોદી માટે ભાજપમાં લોકસભાની ચુંટણીનાં સર્વસંમત સેનાપતિ બનવું પણ કઠિન લાગતું હતું ત્યારે ઉપર લખ્યું એમ કોઈએ ૨૦૦૨માં જ એ વડાપ્રધાન બની શકે એમ છે, એવું કુંડળીનાં આધારે ભાખ્યું હોય એનો પુરાવો હોય તો ? તો જ્યોતિષમાં ના માનતા હો ત્યારે પણ એની ન્યુઝ વેલ્યુ તો બને જ ! આવા એક જુના મિત્ર છે અમારા રાજકોટના કુમારભાઈ ગાંધી. રાજકોટનું પત્રકારજગત એનાથી અજાણ નથી. મને તો એમના જડબેસલાક અંગત અનુભવો પણ છે. પણ એ બાજુએ રાખીએ. પણ ૬ જાન્યુઆરી, ૨૦૦૩નાં ‘ચિત્રલેખા’માં કુમારભાઈ ગાંધીએ મિત્ર અને હવે ફૂલછાબતંત્રી કૌશિક મહેતાને સ્પષ્ટ કહેલું કે મોદી જો આગામી બે-ચાર વર્ષ ટકી જાય, ( જે સાચે જ મુશ્કેલ હતા એમના માટે ત્યારે !) તો એ સી.એમ.માંથી પી.એમ. બની શકે એમ છે. એટલું જ નહિ, મોદી હરીફોને પછાડતા જશે અને કોમ્પ્યુટર ક્ષેત્રે પ્રગતિ કરશે એવું પણ કુમારભાઈએ ત્યારે કહેલું છે, જયારે ફેસબુક-ટ્વીટર-વોટ્સએપ-હેન્ગઆઉટ-પોડકાસ્ટ-થ્રીડી જેવી બાબતોનો જન્મ જ નહોતો થયો ! ટેકનો-સાવી મોદીની બ્રાંડબિલ્ડીંગમાં આ ઇન્ફોટેકનો સિંહફાળો આજે સ્વયમસ્પષ્ટ છે! ઉપરાંત કુમારભાઈએ સ્પષ્ટ ભાખેલું કે વિદેશમાં વસતા ગુજરાતીઓ મોદી ગુજરાત તરફ આકર્ષણ અનુભવશે ( ત્યારે એન.આર.આઈ.માં મોદીને પોપ્યુલર બનાવવાવાળો અમેરિકાનાં વિઝાવાળો ઇસ્યુ હતો નહિ !) અને મોદી ઉદ્યોગ બાબતે સફળતા મેળવશે ( મોદીના ઉદ્યોગપ્રેમ બાબતે તો એમના ટીકાકારો સૌથી વધુ સહમત છે ! 😉 )

મેગેઝીન છપાયેલી તારીખથી એક સપ્તાહ પહેલા માર્કેટમાં આવે ને એના એક સપ્તાહ પહેલા તૈયાર થવા લાગે, એટલે સત્તાવાર રીતે કુમાર ગાંધીની આ સ્યોરશોટ નિવડેલી આગાહીઓ એમણે ફક્ત કુંડળી પરથી ડિસેમ્બર, ૨૦૦૨માં કરી હતી! ખાતરી ના થતી હોય તો તત્કાલીન ‘ચિત્રલેખા’નો આ લેખ જ અહીં ક્લિક કરી , ઝૂમ કરી જાતે જ વાંચી લો ને !

kg
બોલો, પાંચ વરસ પુરા કરવાના જ્યાં સવાલ હોય ત્યાં કોમ્પ્યુટર-ઉદ્યોગ ક્ષેત્રે પ્રગતિથી/ એન.આર.આઈ.માં લોકપ્રિયતા અને  સી.એમ.થી પી.એમ.ની ખુરશી સુધી એમને પહોંચતા કોઈ અટકાવી શકશે નહિ, એ ફાડીતોડીને ૧૨ વરસ પહેલા કહી દેવું કોઈ જેવી તેવી વાત નથી. ( ધારો કે રિઝલ્ટ પછી કોઈ કારણથી મોદી પી.એમ. ના બને તોય ઓલમોસ્ટ ત્યાં પહોચી જ ગયા અત્યારથી – જ્યોતિષ કે ભવિષ્યકથનનું કોઈ શાસ્ત્ર આવ એકઝેટ તો ભાગ્યે જ કહી શકે, પણ દિશાસૂચન કરી શકે, અને એ રેતે મોદી પી.એમ. બનવાની ધારે પહોંચી ગયા- એમાં કુમારભાઈનું ફળકથન સાચું પડી ગયેલું જ ગણાય મારા મતે! )માત્ર કુંડળીનાં નિષ્ણાત કુમાર ગાંધી વળી ટિપિકલ જ્યોતિષની વાતો કરનારા પણ નથી. એ કદી કોઈને નંગ પહેરવાનું કહેતા નથી. ભગવાન સિવાય ભાગ્ય દોરાધાગા કે વીંટી-રત્નોથી ના ફરે એવું અફર રીતે ( પોતાની આવક ગુમાવીને પણ !) માને છે ! 🙂

ચોક્કસ, હું આ ક્ષેત્રનો અધિકારી નથી. કુમારભાઈના ફળકથનના મને સચોટ અનુભવો છે, કોઈ એમાં ઝૂકાવવા માંગતા હોય એમણે પોતાની રીતે એનો નિર્ણય લેવો. પણ આ વાત જરૂર રોમાંચક છે. એટલે તો શેર કરી ! જગતમાં ઘણું ય આપણે માની ના શકીએ કે સમજી ના શકીએ એવું છે. એ તો મલેશિયાના પેલા વિમાને પણ આપણને વધુ એક વખત દેખાડી દીધું. મને આવા અમુક અનુભવો પણ છે. આ બાબતે કોઈને કુતુહલ હોય તો ટૂંકો પડું અને આમે ય આવું વાંચીને કુમારભાઈનો કોન્ટેક્ટ મેળવવા લોકો મારી પાછળ પડે એ તો માનવસ્વભાવ છે. એટલે એમનો નંબર જ મૂકી દઉં છું અહીં એમની અનુમતિ લઈને. 😛 માણસ સરળ સ્વભાવનો અને સ્પષ્ટવક્તા છે.

કુમાર ગાંધી ( રાજકોટ ) સંપર્ક : 09374816977

અને હા, કુમારભાઈ કહે છે કે કુંડળી જોતા મોદીને આગામી સમયમાં શારીરિક રીતે ત્રાસવાદી હુમલાનો ખતરો ખરો !

 
26 Comments

Posted by on May 15, 2014 in gujarat, india, personal, religion

 

26 responses to “પ્લેનેટજેવી એક્સક્લુઝિવ : જ્યોતિષ કલશ છલકે ?

  1. Dhams

    May 15, 2014 at 5:45 PM

    જોરદાર બાકી આ ભાઈ તો, પણ તમે કહ્યું એમ હું પણ જયોતિષી માં ઓછુ માનવાથી નંબર પર ફોન હાલ તો નહી જ કરુ, પણ એમને મેસેજ કરીને આવતી કાલે ધન્યવાદ જરૂર આપીશ , સરસ લેખ, અને હા એમને કોઈ પુસ્તકો લખ્યા છે ખરા? તો ધૂમખરીદી.કોમ તરફથી પ્રપોઝલ પણ જશે 😉

    Like

     
  2. baarin

    May 15, 2014 at 5:47 PM

    always diffrent and great jaybhai…Keep it up

    Like

     
  3. jayteraiya

    May 15, 2014 at 5:50 PM

    મોટે ભાગે જ્યોતિષીઓ અને જ્યોતિષ આપણને ફન પૂરું પાડતા હોય છે,

    “મોદીલ્હી”

    Like

     
    • sunil

      May 15, 2014 at 7:34 PM

      pls. don’t say this.

      Like

       
      • Suresh

        June 1, 2014 at 11:17 PM

        JV and sunil,
        See what Chandrakant Bakshi has written about Jyotish:

        અંધશ્રદ્ધા અને કાયરો : શુભ-અશુભનું અનુમાનશાસ્ત્ર
        જુલાઈ 26, 1987ને દિવસે જયપુરની પાસે જારખંડ મહાદેવ મંદિરમાં જોધપુર જિલ્લાના ફલોદ ગામના 151 પંડિતો ભેગા થયા અને મહારુદ્રાભિષેક યજ્ઞ કરવામાં આવ્યો. આ યજ્ઞનો આશય વરુણ દેવતાને રીઝવવાનો હતો કે જેથી અકાલગ્રસ્ત રાજસ્થાનમાં વરસાદ પડે. એની સામે કોંગ્રેસી વિરોધીઓએ એ જ મંદિરમાં જુલાઈ 30થી ઓગસ્ટ 1 સુધી પ્રતિ-યજ્ઞ કર્યો જેનું નામ મહાપ્રાજન્ય યજ્ઞ હતું. આ યજ્ઞનું પ્રયોજન હતું એ હતું કે રાજસ્થાનના મુખ્ય મંત્રી હરિદેવ જોષી અને એમના પરિવારે કરેલા યજ્ઞની અસર ખલાસ થઈ જાય!

        ઑગસ્ટ 17, 1987ને દિવસે લોકસભામાં કૃષિમંત્રી ગુરદયાલસિંહ ધિલ્લોંએ કહ્યું કે હું હમણાં જયપુર ગયો હતો અને મારો આશય એક હવનમાં ભાગ લેવાનો હતો. આ હવન જયપુરમાં આયોજિત કરવામાં આવ્યો હતો, અને આ હવનનો આશય વરસાદના દેવતાને રીઝવવાનો હતો.

        ડિસેમ્બર 1986માં તામિલનાડુના પશ્ચિમ મમ્બલમ પ્રદેશમાં અશ્વમેધ મંડપમમાં અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં 121 વૈદિક વિદ્વાનો 11 દિવસ સુધી 11 વાર પંચાક્ષરી મંત્રોનું ઉચ્ચારણ કરવાના હતા. ડિસેમ્બર 18થી ડિસેમ્બર 28 સુધી આ મહાયજ્ઞ ચાલ્યો હતો. હોમહવન સાથે શ્રીરુદ્રમ મંત્ર 14,641 વાર બોલાયો હતો. દસ દિવસ સુધી ચંડી-હોમમ થયો હતો. મનુસઃયજાતિને આ હોમહવનથી ખાસ લાભ થવાનો હતો. આ મહાયજ્ઞથી સુખશાંતિ અને સમૃદ્ધિનો યોગ થવાનો હતો.

        રાજકોટમાં વરસાદના દેવતાને પ્રસન્ન કરવા માટે એક દિવસનો બંધ પાળવામાં આવ્યો હતો.

        મધ્ય પ્રદેશમાં વૃષ્ટિના દેવતાને પ્રસન્ન કરવા માટે એક લાખ પચીસ હજાર લિંગમ બનાવવામાં આવ્યા હતાં કે જેથી વરસાદ પડે. આ સિવાય ગધેડાઓને વિધિવત સમાગમ કરાવવામાં આવ્યો હતો કે જેથી વરસાદ પડે. એક માણસ ઘસડાતો ઘસડાતો 22 કિલોમીટર દૂરના એક મંદિર સુધી ગયો હતો કે જેથી વરસાદ પડે!

        જપ-જાપ અને હોમહવન અને તાંત્રિક દાવપેચ માત્ર દિલ્હીમાં જ નહીં, આખા દેશમાં જોર પર છે. રાજીવ ગાંધીની સરકાર સ્થાયી રહે એ માટે દિલ્હીમાં યજ્ઞ થાય છે અને રાજીવ ગાંધી એમાં પધારે પણ છે. એ વિદેશયાત્રા પર હતા, ત્યારે શુક્રવારની નમાઝ પછી મસ્જિદની બહાર લાઈનસર યતીમો ઊભા રહી ગયા હોય એમ, મંત્રીઓ ઊભા રહી જાય એ જુગુપ્સાપ્રેરક ચિત્ર ઓછું હોય એમ 21મી સદીના કોમ્પ્યુટર વ્હીઝકીડ રાજીવ ગાંધી જમણા બાવડા પર રેશમી લાલ કપડું બંધાવતા, જે તાવીજ હતું! મુસ્લિમોમાં જમણા બાવડા પર આ રીતે તાવીજ બંધાય છે! આ દેશમાં કોમ્પ્યુટરોને પણ રાખડીઓ અને તાવીજો આપણે બાંધવાના છીએ.

        વી.કે. કૃષ્ણમેનન 1950ના દશકમાં કહેતા હતા કે આ દેશમાં બે જાતના માણસો જીવે છે: એક જે ‘ફર્ટિલાઈઝર્સ’ (ખાતર)માં માને છે અને બીજા જે ‘એસ્ટ્રોલોજર્સ’ (જોષીબાવા)માં માને છે! પણ 1980 આવતાં સુધીમાં જોષીબાવાઓના અનુયાયીઓ વધી ગયા છે. જ્યોતિષ જે ખગોળ અને ગણિતના સંબંધો સમજવાનો એક બૌદ્ધિક વિષય છે એ ફળાદેશથી દૈનિક ભવિષ્ય સુધી આવી ગયો છે. પહેલાં અભણ માણસો અંધશ્રદ્ધામાં ડૂબેલા હતા, હવે ભણીગણીને માણસ અંધશ્રદ્ધામાં ડૂબી ગયો છે. આ જ કદાચ આધુનિક ભારતીય સમાજનો ફળાદેશ છે….

        કોઈપણ વિકાસશીલ દેશ પ્રજાને નાહિમ્મત કરી નાખનારી આટલી મોટી જ્યોતિષીઓની ફૌજ નિભાવતો નથી. એક અનુમાન પ્રમાણે ભારતવર્ષમાં પ્રેક્ટિસિંગ અને જાણકાર જ્યોતિષીઓનો જુમલો છ લાખ સુધી પહોંચે છે. ભિખારી જ ભવિષ્યની વધારે ચિંતા કરે છે. એ પછી ભીરુ અને કાયર ભવિષ્યની વધારે ચિંતા કરે છે. આ દેશમાં ચારસો જેટલાં જ્યોતિષી પંચાગો પ્રતિવર્ષે પ્રકટ થતાં રહે છે એવું પણ એક અનુમાન છે. સરકારી ઑફિસમાં નાનીમોટી ખુરશીઓમાં ચોંટી પડેલા સરકારી નોકરો પણ રાશિ, ગ્રહ, રાહુ-કેતુ, દશા-મહાદશા, મંગળ, શનિ, શુકન, ચોઘડિયું, દિશાશૂળ જેવા ટેકનિકલ શબ્દો વાતવાતમાં વાપરી શકતા હોય છે. અને આ જ્યોતિષબાજી ઓફિસ-ટાઈમનો ફુલ-ટાઈમ જૉબ હોય છે.

        જ્યોતિષમાં આંધળો વિશ્વાસ એક પ્રકારની ભીરુ અંધશ્રદ્ધા છે. અને આજે દેશના પ્રથમ અને દ્વિત્તીય નાગરિકોમાં પણ અંધશ્રદ્ધા છલોછલ ભરેલી છે. રાષ્ટ્રપતિ ઝૈલ સિંહની અવધિ સમાપ્ત થતી હતી એનાથી એક દિવસ લંબાવવામાં આવી (આ પણ કેટલું કાયદેસર ગણાય?) આનું કારણ? નવાંગતુક રાષ્ટ્રપતિ રામસ્વામી વ્યંકટરમણ વધારે ધર્મિષ્ઠ માણસ છે. એમનો દુરાગ્રહ કે સત્યાગ્રહ કે આગ્રહ હતો કે અમુક જ શુભ દિવસે એમની શપથવિધિ થાય! એ કાળી શેરવાણી પહેરીને શપથગ્રહણ કરવા આવ્યા હતા, કારણ કે એમના જ્યોતિષીઓએ ખાસ સલાહ આપી હતી કે આ શુભ દિને કાળું જ પહેરવું કે જેથી વિનાશક તત્ત્વોનો નાશ થશે!

        મને લાગે છે કે જગતના કોઈ જ આધુનિક દેશમાં આવું બવન્ડર ચાલતું નથી. જે લોકો મનથી આટલા બધા કમજોર છે એમના હાથોમાં સત્તાની ધુરા કેટલી સલામત રહી શકે? પણ મુહૂર્ત, ચોઘડિયું, કુંડળી એ રાજકારણનું સત્ય છે.

        હું ક્યારેક વિચાર કરું છું, રામ અને સીતાની જન્મકુંડળી મેળવી હશે અને જો જન્મકુંડળીના ગ્રહો મળતા હોત તો શિવધનુષ્યવાળા નાટકની શી જરૂર હતી? રામના રાજ્યાભિષેકનું મુહૂર્ત વશિષ્ઠ ઋષિએ કાઢ્યું હતું? જે રાજ્યાભિષેક થયો જ નહીં એનું મુહૂર્ત ખોટું કાઢ્યું હતું? સીતા અને રામનું લગ્નજીવન સુખી હતું કે દુ:ખી? દ્રૌપદી પાંચ પાંડવોને પરણી ત્યારે છ કુંડળીઓ જોવામાં આવી હતી? મંગળનો શબ્દાર્થ ‘શુભ’ છે પણ કુંડળીમાં મંગળના ગ્રહ શા માટે અશુભ થઈ જાય છે? કદાચ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન નથી, અનુમાન છે અથવા અનુમાનની વિશેષ નિકટ છે.

        જ્યોતિષ કરતાં પણ વધારે જટિલ અને પેચીદો પ્રશ્ન છે અંધશ્રદ્ધાનો, વહેમનો, સુપરસ્ટિશનનો, પૂર્વગ્રહનો. વરસાદ જોઈએ છે અને એ માટે એ પ્રશ્નને બુદ્ધિ, વિજ્ઞાન અને શ્રમથી સમજવો પડશે, સુલઝાવવો પડશે. વરસાદ નથી, વરસાદ ઓછો થતો જાય છે, દુકાળની સ્થિતિ સ્વાભાવિક થતી જાય છે. માટે એ વિષે દેશના બુદ્ધિમાનોએ ભેગા થઈને દૂરદર્શી અને દૂરગામી આયોજન માટે સુઝાવ આપવા પડશે, શાસને નિષ્ઠુર થઈને ભ્રષ્ટને શેષ કરવો પડશે અને ન્યાયી વિતરણવ્યવસ્થા ગોઠવવી પડશે. પણ આપણને હોમહવન કરીને વરુણ દેવતાને પ્રસન્ન કરવામાંથી અવકાશ મળતો નથી. આ એક નેગેટિવ હતાશાપ્રેરક ભીરુ વિચારકોણ છે. કદાચ ભારતમાં ઉપર બેઠેલા કે બેસી ગયેલા માણસની ક્વોલિટી જ હલકી છે, અને ડરપોક છે.

        ક્લોઝ અપ:

        સુદ્ધિ અસુદ્ધિ પરચતં નાન્ગો અન્ગં વિસોધયે.
        – ધમ્મપદ, બૌદ્ધ ધર્મગ્રંથ
        (શુદ્ધિ અને અશુદ્ધિ વ્યક્તિના પોતાના ઉપર નિર્ભર કરે છે. કોઈ માણસ બીજાને શુદ્ધ કરી શકતો નથી.)

        (શિક્ષણ, ભાગ-1)

        Like

         
  4. Nehal Mehta

    May 15, 2014 at 6:30 PM

    સમીકરણો વિધાતાએ ગોઠવેલી શતરંજની બાજીની જેમ કેમ ફરતા ગયા એ નજર સામે છે. અટલ હારીને બીમાર પડ્યા, મહાજનની હત્યા થઇ. અડવાણી પાકિસ્તાનપ્રવાસ બાદ અળખામણા થઇ ગયા. ગુજરાતમાં સ્ટ્રોંગ ગણાતા કેશુભાઈ-કાશીરામ સાઈડલાઈન થયા. સતત સારા ચોમાસા આવ્યા. ઇન્ટરનેટ-ટીવીનો વ્યાપ બેહદ વધ્યો. રાહુલ નબળા ઉત્તરાધિકારી અને મનમોહન નબળા વક્તા નીવડ્યા.

    છ જ વાક્યમાં એમને ક્રમશ: મળેલો એડવાન્ટેજ તર્કબદ્ધ રીતે સમજાવી દીધો. સુપર્બ !

    Like

     
  5. Jack

    May 15, 2014 at 7:20 PM

    Dodgy Kumarbhai Gandhi
    ! and Shame on you “Jay Vasavada” for spreading superstitions!

    Like

     
    • jay vasavada JV

      May 15, 2014 at 7:41 PM

      superstition ? i have pasted page of chitarlekha. n sm1 has predicted 12 yrs before it is superstitious ? juh. n this is my blog so i’ll decide what wil b posted here. not u.

      Liked by 3 people

       
    • Canada

      May 15, 2014 at 10:25 PM

      Jack,
      You are a typical gujju reader. You read but don’t understand. Idiots..

      Like

       
    • Jayesh Sanghani ( New York)

      May 24, 2014 at 8:16 AM

      Jack, you seem to be a retarded person. I doubt if you have even read this article let alone understand it. What Jay Vasavda has done is putting the fact in front of us. Where is the question of spreading superstition? and BTW, Jaybhai’s readers are intelligent enough, barring some exception of course, to understand his writing.

      Like

       
  6. thakur7600

    May 15, 2014 at 7:23 PM

    ભગવાન સિવાય ભાગ્ય દોરાધાગા કે વીંટી-રત્નોથી ના ફરે એવું અફર રીતે માને છે !

    Like

     
  7. sunil

    May 15, 2014 at 7:33 PM

    Jyotish is a truth but its a fashion to condemn it. As my 12 yrs. experience in jyotish, people some time laugh at us. Even people like JV don’t share their horoscope ( its their right also), but we can learn lot from study of their kundli. I don’t charge for astrological advice but most of person don’t follow because just i have not charged huge fees.Sorry to JV for above statement but i sent msg and request to give his birth detail.
    Again to main subject, I had examined Modi’s, Rahul and kejrival’s kundli and the strongest yogas are present only in NAMO’s kundli.So since Rahul is there no scope for him to become PM,and he can’t replace NAMO. I believe that this is good luck of India that we will get NAMO.any critics are welcomed- sonisunil59@gmail.com.

    Like

     
  8. chits4u

    May 15, 2014 at 9:03 PM

    Jay, Ahi koi user block no option nathi !!.. Jack jeva mate 😛 😉

    Like

     
  9. Rinku Vadher

    May 15, 2014 at 9:50 PM

    Really interesting…

    Like

     
  10. Kishor Datta.

    May 15, 2014 at 11:13 PM

    I trust in astrology. I read articles on this subject. It feels that it is very difficult to give exact prediction. I have contacted many astrologer to show and discuss about my kundli. Some predictions found correct and some found wrong. There are limitations of astrologers which is accepted fact by themselves in their articles. So many years back I had also consulted Shri Kumar Gandhi. His prediction was not found correct in my case.

    Like

     
  11. dr ramesh devani

    May 15, 2014 at 11:49 PM

    jabbar yadshakti chhe tamari J V ,ane appreciation pan.

    Like

     
  12. manojkumar dhimmar

    May 16, 2014 at 3:00 AM

    Dear jay sir,
    Jack ne javab apvo jaroori 6?
    Ava Ghana fake jack hoy 6.
    Ushkervani emni adat hoy 6.
    Rationalist tarike olkhavani race chale 6.
    Ane after all,
    Darek nu potanu alag satya hoy. Shake.
    Let them enjoy.
    Avu strong reaction tamne na shobhe.
    Hathi pachhal to…………….
    Pachhi to tamari ichchha.

    Like

     
  13. ચેતન ઠકરાર

    May 16, 2014 at 3:56 AM

    Reblogged this on crthakrar.

    Like

     
  14. Dhanvant Parmar

    May 16, 2014 at 8:46 AM

    To be honest I don’t believe in astrology at all.. but this is very interesting!! Anyway without hardwork and excellent management of Modi no prediction could ever be true.. Golden rule of life : “Purusharth vina prarabdh paanglu.” 🙂 B-)

    Like

     
  15. mehta

    May 17, 2014 at 1:46 AM

    This is nice article. Generally I don’t read reactions . Don’t mind what people say. I agree this is your web let people respect that!

    Like

     
  16. Sudha J Purohit

    May 17, 2014 at 1:54 AM

    સચોટ ભવિષ્ય માટે ખરેખર અભિનદન ના હ્ક્દાર છે કોઈ પુસ્તક જ્યોતિષ વિષે હોય તો બતાવશો હું જ્યોતિષમાં ખૂબ વિશ્વાસ રાખું છું

    Like

     
  17. deepenu

    May 17, 2014 at 3:28 AM

    Astrology is real science. But unfortunately nowdays the expert in this field are getting less. My Father’s Grandfather (His Nana) belonged to Paradhari a small village in between Jamnagar and Rajkot. He had recieved National Presedential award by Former President Mr. Zakir Hussain for his knowledge in Astrology and Saamved. His Name was Revashankar Baucharlala (Shashtri) Trivedi. If Jay Sir has good reference about Paradhari then he must have heard about him if not .. he should try and know.

    Like

     
  18. Anand Rangpara

    May 18, 2014 at 11:03 AM

    જેટલો એક પ્રામાણિક રાજનેતા મળવો અઘરો છે, તેટલો જ અઘરો પ્રામાણિક જ્યોતિષ મળવો છે. બન્ને વિશે આપણને શંકા જરુર હોવાની જ, છતા પણ કયાંક કોઇ મળી આવે છે.

    Like

     
  19. Gaurang Patel

    May 19, 2014 at 3:47 AM

    Jyotish karta pan i think ke emni manas ni Pratibha, Pratishtha ane Pramanikta ne odkhvani kala kaam kari gayi. Hope ke “અને હા, કુમારભાઈ કહે છે કે કુંડળી જોતા મોદીને આગામી સમયમાં શારીરિક રીતે ત્રાસવાદી હુમલાનો ખતરો ખરો !” aa vaat kyarey sachi na thay.

    Like

     
  20. Chettri

    October 3, 2014 at 11:20 AM

    Re, writer bradar I wish U To celebrate all the wonderfull things that make U So special not just on your special day, but on every day of the year.with heartly best wishies on your birthday.HAPPY BIRTH DAY jaldi indha pa6a aavo. Kyare aavo 6o? JAY C krishn

    Like

     
  21. Nicky Vankawala

    February 21, 2015 at 5:58 PM

    Astrology related tamaro article joi ne surprise thayu… But as an astrologer gamyo.. Most of public evu mane che k astrologer koi chamtkar karse… Badha problems nu solution emni pase javathi aavi Jase… But evu nathi.. Hu pan manu chu k remedies 10 to 20% j kam kare che… Ne khota upay Batavi ne rupees padava nai joie..

    Liked by 1 person

     

Leave a comment