RSS

ચંદ્રકાંત અને સૂર્યકાંત….

21 Aug

બક્ષી સાથે એટલા સ્મરણો છે, કે પછી એ વહેંચવાનો ય સતત થાક લાગે. કેબીસીની જેમ આપણે થોડા લાગણીના સ્ટોલ માંડી બેઠાં છીએ ?

આજે બક્ષીનો જન્મદિવસ છે. ઘણા ગુજરાતી લેખકો જીવતે જીવ ઠૂંઠા જેવા થઇ જાય છે, પણ બક્ષીના મુળિયા એમના નિધનના આટલા વર્ષે ય એમના દિલફેંક આશિક જેવા ચાહકોમાં જડબેસલાક ઊંડા ઉતરેલા છે. એમાં એમણે કાળજીપૂર્વક ખીલવેલી પોતાના ફરતેની એક ઝમકદાર આભાનો પણ ફાળો છે, અને મહેનત કરીને જમાવેલી એમની ઘૂઘવતા સમન્દર જેવી અફાટ પ્રતિભાનો પણ મસમોટો ફાળો છે.

ક્યારેક કોઈક અર્ધદગ્ધ મુગ્ધમતિ વાચક મને પૂછે છે કે તમે હમણાં કેમ બક્ષી પર લખતા નથી ? હવે આ સવાલ મુંબઈ જતાં સૌરાષ્ટ્ર મેઈલમાં સુરતથી ચડીને “અમદાવાદ કયારે આવશે ?” પૂછતાં ડફોળેશ્વર જેવો જ મને લાગ્યો છે. એટલા માટે કે, બક્ષી ગુજરી ગયા ત્યારે મેં ‘ગુજરાત સમાચાર’ના લેખક હોવા છતાં એ જેમાં લખતા એ ‘દિવ્ય ભાસ્કર’માં સુરેશ દલાલ અને આકાર પટેલ સાથે મેં મિત્ર મનીષ મહેતાના આમંત્રણથી ‘શોક’ ( ગુજરાતી અને અંગ્રેજી બંને અર્થમાં !) ગ્રસ્ત એડિટોરિયલ લખેલો. ગુજરાતી પત્રકારત્વમાં દુર્લભ એવી આ ઘટનામાં બક્ષી પ્રત્યેના મારા ભાવની પ્રિય શ્રેયાંસભાઈને પણ ખબર હતી, એમણે પણ મને ટોક્યો નહિ, એ એમની અદભૂત ઉદારતા. પછી ‘ફૂલછાબ’ , ‘આરપાર’ અને એક સંપાદિત પુસ્તકમાં ત્રણ અંજલિલેખો લખ્યા. ‘નવભારત’ના અમદાવાદમાં અને વિરલ રાચ્છનાં જામનગરમાં એમ બે કાર્યક્રમો કર્યા. એક પુસ્તક સંપાદિત કર્યું. મારી કોલમમાં પણ લખ્યું. એમને ટ્રિબ્યુટ આપતો લેખ એમની શૈલીમાં લખ્યો. હજુએ વાર તહેવારે મારા સર્જન-પ્રવચનમાં યાદ કરતો જ રહું છું. એ કોઈ નવી નવાઈ નથી બક્ષી યાદ આવ્યા વગર રહે જ નહિ. શિશિર રામાવત લિખિત બક્ષી પરના નાટકનો મુંબઈમાં પ્રીમિયર હતો ત્યારે વરસતા વરસાદમાં ફ્લાઈટ પકડી દોડતો નહિ, પણ ઉડતો પહોંચેલો.

પણ બધી જ પર્સનલ મેમરીઝ પબ્લિકમાં ખુમચો લઈને વેંચવા માટેની નથી હોતી. બક્ષીને પણ એક જેન્યુઈન લગાવ મારા માટે હતો. એમના પુત્રી રીવાબહેન અને અંગત મિત્ર પ્રકાશક જયેશ શાહ એના સાક્ષી છે. હું એમને વાંચતો પહેલેથી, પણ મળ્યો બહુ મોડો. પણ એ બધા સ્મરણો તો હું લખી ચુક્યો છું. અહીં મુકવા માટે ફંફોસ્યા, પણ મારા અગાધ વિસ્તરતા ખજાનામાં ક્યાંક છે ખરા, પણ હાથવગા નથી. ક્વિક રિકેપ કરવા જાઉં તો એ એક સિરિયલ થઇ જાય એટલી સામગ્રી છે. પણ એક સંતોષ છે : જીવતેજીવ એક વાચકમાંથી લેખક તરીકે એમનો પ્રેમ પામવાનો. મૃત્યુ પછી ઉભરાતી શ્રદ્ધાંજલિને બદલે જીવતેજીવ જ એમના પર મેં ‘જન્મભૂમિ’માં લેખ લખેલો, એ એમણે ખુદ એમના પુસ્તકમાં જાતે સંપાદિત કરીને મારા નામ સાથે મુકેલો. મતલબ, પરસ્પર પ્રેમ કે કદર અવ્યક્ત રહી ગયાનો પસ્તાવો નથી. એમનો છેલ્લો ઇન્ટરવ્યૂ ઈટીવીના ‘સંવાદ’માં કરવા મળ્યો એનો અનહદ આનંદ છે. અને દુઃખ પણ કે એમનો એ લાસ્ટ પબ્લિક ઇન્ટરવ્યૂ હતો. મિત્ર દીપક અંતાણી અને કૌશલ ઉપાધ્યાય ત્યારે સંવાદની ટીમમાં હતા. એ સાક્ષી છે કે બક્ષી ઓન કેમેરા એવું બોલેલા કે જયબાબુ છે એટલે એમની સાથે ગપસપ કરવા આવ્યો છું, નહિ તો હું આ સેટ પર પગ મુકવાનો નહોતો ( અગાઉ એમણે ત્રણ વાર ના પાડેલી). પછી અભિયાનમાં એમની જ ‘વિકલ્પ’ના વિકલ્પરૂપે  ‘રંગત સંગત’ પણ લખી એ જાણે પાસિંગ ધ બેટન જેવો ઝમાઝમ રોમાંચ હતો.

મારા તો પુસ્તકો જ બક્ષીબાબુને લીધે છપાયા. એમણે ભલામણ કરી અને ભાગ્યે જ લખે ( એક વાર એમના હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ નગીનદાસ સંઘવી માટે લખેલી ) એટલા ઉમળકાથી એની એક નવોદિત નોન-બ્રાન્ડેડ વાચક કમ લેખક માટે, એનું લખાણ રસથી વાંચીને પ્રસ્તાવના પણ લખી. એ અમદાવાદ ક્રોસવર્ડમાં મળી જાય , તો હાથ પકડીને ઘેર લઇ જાય. મારા મમ્મીની બીમારીમાં ડોક્ટર માટે સલાહો આપે. ( વધુ એક મિત્ર એમની ભેટ ડો. મુકેશ બાવિશી ) પુસ્તકમેળામાં ‘જવા દો, આ બધા લંગૂરોને’ કહી એ મારો હાથ પકડી કલાકો ફરેલા અને પુસ્તકોની પાટણના પટોળાં જેવી ભાતીગળ રંગબિરંગી વાતો કરેલી. બહુ ઓછા વાચકોને ખબર હશે કે ત્યારે મોબાઈલનું આટલું ચલણ નહોતું પણ એકબીજાના લેખ વાંચી ઘણી વાર અમે લેન્ડલાઈન પર વાતો કરતા. અમારા બંનેની શૈલી અને વિષયો અનેક વાર જુદા રહેતા ( જેમ કે, હું ફિલ્મો પર બહુ લખતો અને બક્ષી રાજકીય ઈતિહાસ પર વધુ લખે…એમની ભાષામાં ઉર્દૂ આવે તો મારામાં કાઠિયાવાડી અને અંગ્રેજી, એ ટૂંકું લખે ને હું લાંબુ, એ ફિક્શન લખી શકતા, મારી એ લાયકાત નથી), અને જ્યાં સામ્ય હતું ત્યાં પણ મારા નિરીક્ષણો કે સંદર્ભો પોતીકાં રહેતા. ઘણા બબૂચકો ધારી લે છે એમ હું એમની નકલ કરતો હોત તો સ્વયમ બક્ષી સતત આટલી શિદ્દતભરી મુહોબ્બત કરત ખરા ? પણ આવી લુચ્ચી ટીકા કરનારાઓને તર્ક અને તથ્યો સાથે બાર ગાઉનું છેટું હોય છે. બક્ષી કહેતા જ કે, જગતભરનું હું વાંચી-જમી-ફરી-જીવી-ભોગવીને બેઠો છું, અને સામે એવો જ કોઈ જિંદગી માણનારો મળી જાય જેની સૂઝસમજ તાલ પુરાવે એવી હોય, ત્યારે જે વાતચીત થાય એ માશૂકા સાથેની વસ્લ ( મિલન)ની રાત જેટલી લિજ્જત આપે છે.

સ્માર્ટ કોમેન્ટ બક્ષીને જીભવગી. સ્ટાઈલમાં એરીસ્ટૉક્રેટ, અન્યો સાથે રાજકારણ પણ રમ્યા હશે અને જરાક ‘ઓવર’ સ્વયમપ્રેમમાં પણ ખરા જ. અમુક મહત્વાકાંક્ષા અને થોડી રાજકીય હસ્તીઓની ગૂડબુકમાં રહેવાની “છૂપી” ખ્વાહિશ પણ. અમુક લોકોનો સ્ટ્રેટેજીનાં ભાગ રૂપે વિરોધ કરે અને મૂડનાં ગૂડ મેન. કર્ટસીમાં કર્નલ જેવા. જાણી જોઇને એવી કટ ફટકારતું ક્વોટ આપે, કે એની ચર્ચાઓ થાય. મને એક વાર પુસ્તકનાં પ્રૂફ રીડીંગ બાબતે હસતા હસતા કહેલું કે, “ટાઈટલ પર આપણા નામની જોડણી જોઈ લેવાની અને ચેક પર આપણા નામનો સ્પેલિંગ. બાકી જવા દેવાનું. ટાઈમ એમાં નહિ વેડફવાનો. હસીન કંપનીમાં શરાબ પીવામાં આપવો !” પણ આવી રમૂજો એ કરતા એટલું જ બાકી, સૌજન્યમાં પાછા ના પડે એટલા કન્સર્ન્ડ રહેતા. રંગીનમિજાજી અને લંપટવેડા વચ્ચેનો ફર્ક ઓછાને સમજાય છે. નગીનદાસ સંઘવીએ કહેલું કે, હું કોલેજની કોઈ છોકરીને બેધડક બક્ષી સાથે મોકલી શકું. હિંદુત્વની ઝનૂની વાતો કરતા બક્ષી ઉર્દૂ અને ગાંધીના ચુસ્ત સમર્થક હતા એ પબ્લિક ભૂલી જાય છે. બકુલાબહેનની વિદાય થકી અને કેટલીક રાજકીય અપેક્ષાઓ વાળા મિત્રોની ગુલાંટબાજી પછી જ એમના દિલે જરા અનિયમિત ધબકવાનું ચાલુ કર્યું હશે એમ હું માનું છું.

પણ એક મુલાકાત બહુ યાદગાર છે. જ્યાં બેટમેનનાં માસ્ક વિનાના બ્રુસ વેઇનને સીધા મળી શકાતું હતું. બક્ષીનો તેજાબ ને એ બધું ખરું પણ આમ જો સામે કોઈ હરીફાઈ કે સ્વાર્થ વિનાનો દિમાગમાં બળુકો જીવ ભટકાય તો બક્ષી એકદમ ઇઝીગોઇંગ હતા. કમ સે કમ, મારા તો એ જ અનુભવ છે. બક્ષી કાગળોમાંથી વાંચીને પ્રવચન કરે એ શ્રોતા તરીકે મને ના ગમતું ને હું કહેતો ય ખરો. પણ લેખો લખવાની ફાવટને લીધે એમનો કન્ટેન્ટ ધીંગો રહેતો. રાજકોટમાં એ મિત્ર સુભાષ ભટ્ટના પુસ્તક વિમોચન માટે આવેલા, અને ટિપિકલ ચાપલૂસ ચાહકો, અબૂધ આયોજકો અને વાયડા વેપારીઓથી એ વિઝીબલી કંટાળેલા હતા. હું નજીક ગયો એટલે તરત હાથ દાબીને કહે, ચાલો ક્યાંક ભાગીએ આ તમાશાથી.

રાતના મોડું થયેલું પણ એમને ભપકાદાર હોટલમાં જમવા જઈ નકામી વાતોનો ત્રાસ સહન કરવો નહોતો. ત્યારે ચોવીસ કલાક ચાલતી રાજકોટની ચાની હોટલ સૂર્યકાંત યાદ આવી. હું, સુભાષભાઈ, ઇલિયાસ અને બક્ષી બધાને ચકમો આપી ત્યાં ગયા. પછી ત્યાં એમને ના ઓળખતી ભીડ વચ્ચે જાણે સૂટ ઉતારી સદરો પહેરતા હોય એમ એ રિલેક્સ થયેલા. કટિંગ ચા અને ગાંઠિયા ટેસથી ખાધા. અલકમલકની વાતો મધરાત સુધી ચાલી. હોટલની બહાર ફૂટપાથ અને બંધ દુકાનના પાટિયે સોડિયમ લાઈટની પીળી રોશનીમાં ! એ બક્ષી વધુ ગમેલા, ભલે સ્માર્ટ સુપરમેન નહોતા પણ ક્લાર્ક કેન્ટ વધુ પાવરફુલ હીરો ત્યારે લાગેલો. એ બક્ષી અસલ હતા. હ્યુમન એન્ડ એડોરેબલ. અને અમે લોકો લકી, કે માત્ર લેખક બક્ષી નહિ, પણ માણસ ચંદ્રકાંતનાં અજવાળે ત્યારે અમે બેઠાં હતા સૂર્યકાંતમાં !

એક્સ્પોઝમાં હિમેશના પાત્ર માટે એક સરસ ડાયલોગ છે. ” એક્ટિંગ પે તુમ કામ કર લેના, એટીટ્યુડ પે મૈંને બચપન સે કામ કિયા હૈ”. બક્ષીમાં આ ધાર હતી, અને એટલે જ એ એક જ આધારભૂત બક્ષી હતા. બીજો એવો ઓરિજીનલ પીસ બન્યો જ નથી. મેં એમને મૃત્યુના થોડા મહિના પહેલા સૌરાષ્ટ્રના એક ગામડામાં એમની શરતે પ્રવચન માટેનો આયોજકોનો આગ્રહ પહોંચાડેલો ત્યારે એમણે કહેલું ” જયબાબુ, હવે આ ઉંમરે જ્યાં એરપોર્ટ ના હોય એવા ગામમાં ધક્કા ખાતાં રોડ પર ટ્રાવેલિંગ કરીને થાકવાની મારી તૈયારી નથી.”

આ પોસ્ટ બહુ ઉતાવળે લખવી પડે છે. પૂરું વ્યક્ત થઇ શકાયું નથી. પણ બક્ષી મારા માટે અંગત પિતૃ વાત્સલ્ય રાખતા. યુરોપિયનની જેમ ઈકોનોમી ઓફ ઈમોશન્સ હોવા છતાં એ હૂંફ મહેસૂસ થતી. મને તો એક બહુ જ પર્સનલ અફસોસ રહી ગયો છે, બક્ષીની વિદાયનો. એ જીવતા હોત તો એક બહુ જ અંગત મદદ મને આસાનીથી કરી શકત. અને એમાં એમને કેવો આનંદ થાત ને મને કેવો લાભ થાત એ કલ્પનાતીત ( બિયોન્ડ ઈમેજીનેશન, યુ નો ? ) છે. પણ એ શેર કરવાની વાત નથી. એ બહાને પણ બક્ષી વધુ મિસ થશે ને એ ના હોવાનું દર્દ વધુ કાતિલ કેફ આપશે….

બક્ષી પાછળ રોવાવાળા બહુ મોટા લેખકો કદાચ એટલા નથી, પણ સેંકડો આમ વાચકો છે, જેમની જવાનીને એમની કલમે રવાની આપી.

રેઈઝ એ ટોસ્ટ, ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય આબોહવાના આ વાતાયન માટે.

 
37 Comments

Posted by on August 21, 2014 in art & literature, personal

 

37 responses to “ચંદ્રકાંત અને સૂર્યકાંત….

  1. mihir joshi

    August 21, 2014 at 1:27 AM

    Dear jaybhai
    (Chritra ni aadhar shila topic )best experience in life with you in mundra

    Like

     
    • manoj p solanki

      August 21, 2014 at 2:24 AM

      ‘જયસર’,’બક્ષી સાહેબ’ એ લોકોને ચોક્કસ ગમતા જે લોકો દંભી ના હોય.અમારુ નસીબ એટલું સારુ નથી કે તમને કે ‘બક્ષી સાહેબ’ જેવા વ્યક્તિઓને મળી શકીએ પણ એટલુ તો છે જ કે સાંભળી કે વાંચી તો શકીએ છીએ.મને કૉલેજના અભ્યાસક્રમ માટે હંમેશા ફરીયાદ રહેતી પણ ક્યારેક ધારણા કરતા સારા લેખકની કૃતિ ભણવાની આવતી અને નસીબ જોગે ‘બક્ષી સાહેબ’ એમ.એ મા ભણવામા આવ્યા.બીજા એક લેખક ‘સઆદત હસન મન્ટો’પણ મને ગમતા.

      Liked by 2 people

       
  2. Mahipalsinh

    August 21, 2014 at 1:29 AM

    very nice jaybhai

    Like

     
  3. meghna

    August 21, 2014 at 1:40 AM

    His blessings are always with you, so tamaru angat kaam jaldi par padi jase.
    🙂

    Liked by 1 person

     
  4. anju vyas

    August 21, 2014 at 1:40 AM

    Excellent,,,thanks for sharing this

    Like

     
  5. Abhishek

    August 21, 2014 at 1:47 AM

    Missing very much

    Like

     
  6. Dharmesh Vyas

    August 21, 2014 at 1:55 AM

    અને એક દિવસ દરેક છોકરાએ મર્દ બનવા માટે ઘર છોડવું પડે છે. એક દિવસ ગુમાન શબ્દનો અર્થ શોધવો પડે છે. એક દિવસ ગુલામીના કાયદા સમજવા પડે છે… છોકરાઓની દુનિયા જુદી છે. પ્યારથી જિંદગીના સબક શિખાતા નથી. એક જ માર્ગ શીખવાનો, જિંદગીને અને માણસોને સમજવાનો : અપમાનબોધ. રોમાન્સ પછી આવે છે, રોટી પહેલી આવે છે. – બક્ષીનામા

    હેપ્પી બર્થ ડે ચંદ્રકાંત બક્ષી , આજે બક્ષીબાબુ ના ઘણા પુસ્તકો ની ડીમાન્ડ રહી છે અમારી સાઈટ પર…..

    Liked by 2 people

     
  7. rinku vadher

    August 21, 2014 at 2:02 AM

    તમે જે નમ્ર અને નિખાલસ ભાવ સાથે શ્રધ્ધાજંલિ આપી અને ભાવસભર સંસ્મરણો યાદ કયૉ એ ખરેખર બહુ સારું લાગ્યુ.

    Liked by 1 person

     
  8. niki

    August 21, 2014 at 2:25 AM

    ………….speechless………..

    Liked by 1 person

     
  9. Amrish Daiya

    August 21, 2014 at 2:29 AM

    Dear jay bhai
    Su vat karu bhai ek mard sahityakar ne yogya evi vat lakhi che tmari pida vanchay che mane pan vanchi ne ek teese chati ma anubhavay che

    Like

     
  10. Nimit Vyas

    August 21, 2014 at 2:30 AM

    Nice but when we read about Baxi babu we r more curious to know more about him.What was the mistake you have shown to Baxi ?and he had accepted that frankly

    Like

     
  11. Nare

    August 21, 2014 at 2:39 AM

    Baxi vishe lakhva mate y 56 ni chhati joie, je kyathi lave!

    Like

     
  12. anil mehta

    August 21, 2014 at 2:56 AM

    Chasma ne pele par thi khech ti aankho…kharbachdo lage pn dil makhmali hovano ahesas karavto chahero…..pipe to hy j ne vicharo na van ma j gaadh jangal jevu feel good karave evi sarjan ……

    Baxibabu ne ishwar pn hajuy vanchta-sambhdta-manta hase……

    Jaybhai..jay ho….

    Frm anil mehta

    Liked by 1 person

     
  13. mehta nitin

    August 21, 2014 at 3:33 AM

    Superb as usual.vali personal touch….haji aur vanchvani chah….ek var apc vidhyanagar ma aape vat vat ma aapni ane bakshi sir ni mulakat vishe sahej ullekh karyo hato….

    Liked by 1 person

     
  14. Jitendra Vora

    August 21, 2014 at 5:29 AM

    મને ખૂબ ખૂબ ગમ્યું, તમારા લખાણ વિષે ઘણી ઇચ્છા છતાં લખી શકવાનું શબ્દ સામર્થ્ય મારી પાસે નથી.

    Liked by 1 person

     
  15. kalpesh kathvadiya

    August 21, 2014 at 12:21 PM

    superb Jay bhai baxe ne Sacha arthma tens vise lakhi ne Shabdanjali api

    Like

     
  16. kalpesh kathvadiya

    August 21, 2014 at 12:25 PM

    superb Jay bhai baxi ne tena vishe lakhi ne tene sachi Shabdanjali Api

    Like

     
  17. mahesh rana

    August 21, 2014 at 12:39 PM

    EXCELLENT TRIBUTE TO SHRI BAXI SAHEB

    Liked by 1 person

     
  18. Nehal Mehta

    August 21, 2014 at 12:40 PM

    જયભાઈ, લેખ વાંચ્યો. આનંદ થયો. બક્ષીનામા બ્લૉગના લિંક સેક્શનમાં આ પોસ્ટની લિંક મેં ઉમેરી છે.

    Liked by 1 person

     
  19. RAJU PATEL

    August 21, 2014 at 2:00 PM

    જયભાઈ…લેખ વાંચી ને બક્ષીસાહેબ ની યાદ હૃદય ને ભીનું કરી ગઈ…સાહિત્ય જગત માં બક્ષીસાહેબ ની જગ્યા ખાલી જ રહેશે.

    Liked by 1 person

     
  20. Viral Mehta

    August 21, 2014 at 3:24 PM

    Vikalp (અભિયાન, ઑગસ્ટ 26, 1996) written by Shri Bakshiji – My favourite article

    શરાબ એટલે શર્ર + આબ એટલે આગનું પાણી…

    ગુજરાતીઓના દેશમાં દારૂ પીવાતો નથી એ સરકારી સત્ય છે. ગુજરાતમાં મદ્ય માટે દારૂ શબ્દ વાપરવાનો રિવાજ છે. દારૂ ફારસી શબ્દ છે (દાલ-અલીફ-રે-વાવ) અને એનો પ્રથમ અર્થ થાય છે દવા, ઔષધ. દારૂ એટલે બારૂદ અથવા ગનપાઉડર એવો પણ અર્થ થાય છે. દારૂખાનાના પણ બે અર્થો ફારસીમાં મળે છે, દવાની ફાર્મસી અથવા દવાખાનું, અને બારૂદ બનાવવાનું કારખાનું, જે બારૂદ આતશબાઝીમાં વપરાય છે. ગુજરાતી ભાષામાં દવાદારૂ શબ્દપ્રયોગમાં બંને શબ્દો સાથે વપરાય છે. જવાની અને બુઢાપાની મારી વ્યાખ્યા સ્પષ્ટ છે : જ્યારે દવા કરતાં દારૂનો ખર્ચ વધારે હોય ત્યારે જવાની સમજવી અને જ્યારે દારૂ કરતાં દવાનો ખર્ચ વધી જાય ત્યારે સમજવું કે બુઢાપો આવી ગયો છે…!

    શરાબ જુદી વસ્તુ છે. શરાબ અરબી શબ્દ છે (શીન-રે-અલીફ-બે) અને એ બે શબ્દોના સંયોજનથી બને છે : શર્ર અને આબ. શર્ર એટલે આગ, અને આબ એટલે પાણી ! શરાબ એટલે આગનું પાણી. આગ ભડકાવી દે એવું પાણી. શરર એટલે, શરારા એટલે, શરાર એટલે પણ ચિનગારી. અરબીમાં શરબ એટલે પીવું. અને શરબત શબ્દના મૂળમાં પણ આ શરબ છે. જો કે શરાબ એટલે આગનું પાણી એ અર્થ જ ઝુમાવી નાંખવા માટે કાફી છે….!

    શરાબને પાણી સાથે શું સંબંધ છે? રશિયામાં વોદકા પિવાય છે અને રશિયન ભાષામાં ‘વદા’ એટલે પાણી, અને વોદકા શબ્દ આ વદા પરથી આવે છે. ફ્રેંચમાં બ્રાન્ડી માટે શબ્દ નથી, અને ફ્રેંચો બ્રાન્ડીને ‘ઓ દ વી’ કહે છે. ઓ દ વી એટલે વૉટર ઑફ લાઈફ અથવા જિંદગીનું પાણી. શરાબમાં પણ આબ કે પાણી છે. વ્હીસ્કી શબ્દ હવે અપરિચિત રહ્યો નથી. પણ 10મીથી 15મી સદી સુધીમાં આયરલેંડની ગેલિક ભાષામાં આ વ્હીસ્કીને ‘વીસ્કાબા’ કહેતા હતા અને અર્થ થતો હતો : જીવનનું પાણી ! પાછળથી આ શબ્દ ઉપરથી વ્હીસ્કી શબ્દ વ્યવહારમાં આવ્યો.

    અંગ્રેજી વાઇનના નિકટનો ગુજરાતી શબ્દ આસવ છે, અને ફારસી શબ્દ છે: મય! મય એટલે (મીમ-યે) દ્રાક્ષ અને ગુલાબનો શરાબ. આપણો દ્રાક્ષાસવ આ મયનો પર્યાયવાચી શબ્દ છે. પણ ઉર્દૂમાં મય ગમે તે શરાબ માટે વાપરી શકાય છે. સામાન્યત: ગુજરાતીઓ, અને મહદ અંશે હિંદુસ્તાનીઓ, મદ્યપાન કરે છે ત્યારે આશય એક જ હોય છે કે એ ચડવો જોઈએ! માટે વાઇનનુંઆપણે ત્યાં મહત્ત્વ બહુ ઓછું છે પણ પશ્ચિમના મદ્યસંસ્કૃત સમાજોમાં વાઇન અને લિક્યોરને બહુ ઊંચા સ્થાને મૂકવામાં આવે છે. વાઇનમાં બિયર કરતાં આલ્કોહોલનું પ્રમાણ જરાક વધારે હોય છે અને સ્ત્રીઓનું પીણું પણ અમુક વર્તુળોમાં ગણાય છે, જેની સાથે હું સહમત નથી!

    વાઇનનો ગ્લાસ અડધો ભરવાનો રિવાજ છે. સફેદ વાઇન સફેદ માંસ કે માછલી સાથે, અને રેડ વાઇન લાલ માંસ સાથે લેવાનો રિવાજ છે. બરફ નંખાતો નથી. વાઇન વિષે ઘણી રોચક, રોમાંચક વાતો છે. દક્ષિણ આફ્રિકાના કેપ પ્રદેશમાં ખાસ નસ્લની અંગૂરો પર્વતોના ઢાળમાં વાવવામાં આવે છે કે જેથી બપોરનો ઉગ્ર તડકો આ અંગૂરો પર ન પડે, અને સવારનો મુલાયમ સોનેરી તડકો જ આ અંગૂરોને પકવે, અને અંગૂરો પક્વ થાય એનાથી જરાક પહેલાં રાત્રે એ અંગૂરો ઉતારી લેવામાં આવે કે જેથી એની કુંવારી મુલાયમિયત કાયમ રહે! એક ખાનદાન શરાબી મોસ્કોના ઍરપોર્ટ પર વાઇન લેવા ગયો, ભયંકર ઠંડીમાં બૉટલોનો વાઇન જામી ગયો હતો, શરાબીનું દિલ તૂટી ગયું. એણે બૉટલો ખરીદી, હોટેલની રૂમ પર જઈને વહાલથી ગોઠવી. ધીરેધીરે, ખોવાઈને મળી ગયેલી હસીનાનાં આંસુ ટપકે એમ, વાઇન ઝમવા લાગ્યો. બૉટલોનો વાઇન અને શરાબીની આંખો ચોધાર… વરસતી રહી. પણ કલાકારોને ગમે એવી એક બીજી વાત છે. જર્મનીમાં લેખકોને કાર્લ ઝુકમાયર પારિતોષિક અપાય છે. એ પારિતોષિકમાં ચંદ્રક અને ધનરાશિ તો અપાય જ છે પણ સાથે સાથે સ્વર્ગસ્થ લેખક-નાટ્યકાર કાર્લ ઝુકમાયરના વતન નેકેનહાઇમમાં બનેલા અદભુત વાઇનનું એક પીપ પણ ભરીને આપવામાં આવે છે! ગુજરાતી સાહિત્યના સરકારી ઇનામવિજેતાઓનું ધોરણ સુધારવાની જ જો ગુજરાત સરકારની દાનત હોય તો ગિલીટ ચડાવેલા ચંદ્રકો, જર્જરિત સર્ટિફિકેટો અને બાબા આદમના જમાનાની શાલો ઓઢાડવા ઉપરાંત જગતના શ્રેષ્ઠ વાઇનનું પીપ અને એક ડઝન ચેકસ્લોવાક કટલેસના વાઇન ગ્લાસ પણ સાથે આપવાનું ગંભીરતાથી વિચારવું જોઈએ….!

    મુખ્ય શરાબો જેવું કંઈ નથી, પણ વ્હીસ્કી, રમ, બ્રાન્ડી, જીન, બિયર, વોદકા જેવા શબ્દો ઊછળતા રહે છે. પશ્ચિમમાં મદ્યનું શાસ્ત્ર અગાધ સમુદ્ર જેવું છે, અને માણસ જીવનભર એમાં ડૂબકીઓ લગાવતો રહે છે, શરાબનું વિશ્વ ‘અનંત શાસ્ત્રં બહુલા શ્ચ વિદ્યા, અલ્પશ્ચ કાલો બહુ વિઘ્નતા ચ’ જેવું છે. જીવન ટૂંકું છે અને શરાબોની સૂચિ લાંબી છે. જીન પારદર્શક હોય છે, એમાં લીંબુની છાલથી નારંગીની છાલ સુધી નંખાય છે, ડ્રાય જીન હોય છે, જીન વિથ ટૉનિક હોય છે. હોલંડ, જ્યાં જીનનો જન્મ થયો, ત્યાં એ નીટ અથવા સીધો જ પીવાય છે. શરૂમાં જીનમાં ક્વીનીન (મલેરિયા માટેની કડવી દવા)નું પાણી નંખાતું હતું, અને આજે એમાં ચેરી બ્રાન્ડી નાંખીને ‘સિંગાપુર સ્લિંગ’ પણ પીવાય છે. શરાબ એ દ્રવ્ય છે જે પીધા વિના પણ તમને પાગલ કરી શકે છે…

    બ્રાન્ડી એટલે ‘Burnt Wine’, એવું મધ્યયુગીન જર્મનો કહેતા હતા અને આજે પણ બ્રાન્ડી એ જ અર્થમાં લેવાય છે. શ્રેષ્ઠ બ્રાન્ડી ફ્રાંસના કોન્યેક પ્રદેશમાં ડિસ્ટિલ થાય છે અને માટે કોન્યેક કહેવાય છે, અને હવે તો બૉટલ ઉપર કોન્યેક પ્રદેશના કયા વિસ્તારમાં આ બનાવવામાં આવી છે એ પણ લખવામાં આવે છે. રમ બહુ સખ્ત ડ્રિંક છે અને અત્યંત ઠંડી હોય અથવા અત્યંત મજબૂત માણસો ભેગા થયા હોય ત્યારે પિવાય છે. ફૌજીઓમાં રમ વધારે લોકપ્રિય છે. રમની સાથે ઘણું મેળવી શકાય છે. કલકત્તામાં જવાનીમાં રમ અને કોકાકોલા પીવાની મજા પણ આવી છે. સસ્તા જોઇન્ટ્સમાં, એક જમાનામાં એ જ પોષાતું હતું ત્યારે શરૂમાં રમ બરાબર અપાતો, પછી ગ્લાસો ખતમ થતા જાય એમ એમ કોકાકોલાની માત્રા વધતી જતી અને રમ ઓછો થઈ જતો, કારણ કે બંનેનો રંગ એક જ હતો, અને એ આધ્યાત્મિક કક્ષાએ પહોંચ્યા પછી વધારે ઓછી માત્રાથી કોઈ ફર્ક પડતો ન હતો. જો કે એ જોઇન્ટના માલિકને જરૂર ફર્ક પડતો હતો કારણ કે એ દિવસોમાં, 1950ના દશકના આરંભ અને મધ્યમાં, કોકાકોલાની એક બૉટલની કિંમત હતી : 4 આના (25 પૈસા) !

    બિયર જગતભરમાં પીવાય છે, દક્ષિણ આફ્રિકાના લાગરથી ડ્રાઉટ બિયર અને ડાયટ બિયર સુધી. એક માન્યતા એવી છે કે 8 ટકા આલ્કોહોલવાળા બિયરની એક બૉટલ એ બે પેગ વ્હીસ્કી સમાન છે. જેમ કિશોરમાંથી કુમારમાંથી જવાન થવાય છે એમ સોફ્ટ ડ્રિંક્સમાંથી બિયર પર થઈને વ્હીસ્કી તરફ જવાય છે, એવો શરાબશાસ્ત્રનો નિયમ છે! આ લિક્વીડ ગોલ્ડ કે તરલ સ્વર્ણ કહેવાય છે. જર્મનીમાં ‘બોક’ બિયર ચર્ચના સાધુઓએ બનાવ્યો હતો, લેન્ટેનના ધર્મોત્સવ સમયે સાધુઓને ઉપવાસ કરતી વખતે બિયરમાંથી પોષણ મળી રહેતું. ગિનનેસના રેકર્ડ વિષે લગભગ દરેક ગુજરાતીને ખબર છે, અને ગિનનેસનો મુખ્ય ધંધો બિયર બનાવવાનો છે. ઇંગ્લંડના પબમાં ગિનનેસ પીધા પછી મજા આવી નથી, પણ દક્ષિણ આફ્રિકામાં લાગર પીવાની સૌથી વધારે મજા આવી છે. જેમ માછલી અને ઈંડાને દુનિયામાં ઘણા નોન-વેજીટેરિઅન ગણતા નથી, એમ બિયરને પણ દુનિયામાં ઘણા દારૂ પણ ગણતા નથી ! અટેન્શન, નશાબંધી મંત્રી, ગુજરાત….!

    ક્લોઝ અપ:
    પ્રાચીન આર્યગ્રંથોમાં ક્યાંય દારૂબંધી કે નશાબંધી જેવો શબ્દ જ ઉપલબ્ધ નથી.
    (રમણ પાઠક, ગુજરાત મિત્ર, એપ્રિલ 21, 1990)

    Liked by 1 person

     
  21. Kumar Dave - Pune

    August 21, 2014 at 4:24 PM

    Great … Chandrakant Baxi and his work both are always sharp! the best writing on Gujarat/Gujarati as per me is MAHAJATI GUJARATI !!!

    Liked by 1 person

     
  22. Rameshchandra Mehta

    August 21, 2014 at 6:06 PM

    “AavAt Chandra Divakaro” jevo ….. khub j, khub j gamyo. May pan Surya, Chandra na lekho vanchya chhe, banne no hun chahak rayho, missing them now!

    Liked by 1 person

     
  23. Ankur Suchak

    August 21, 2014 at 7:18 PM

    વાહ

    Liked by 1 person

     
  24. Pankaj Chavda

    August 22, 2014 at 3:04 AM

    Baxi babu ne temana janma divas per yaad kari khubaj saras lekh lakhava badal dhanyavad. I have read all the books of the Baxi. I was eagerly waiting for new articles or new book from baxi like people was crazy for Harry Porter. I am missing him so much.

    Liked by 1 person

     
  25. viral

    August 22, 2014 at 3:20 AM

    Mast Jay bhai ante ape blog na sravan upvas todya ….

    Like

     
  26. Dhanji Parakhiya

    August 22, 2014 at 1:39 PM

    Thanks 4 tribute the Baxiji….and thanks too 4 send me this article.

    Like

     
  27. હરનેશ સોલંકી

    August 22, 2014 at 4:31 PM

    શ્રી બક્ષી સાહેબને આપે સરસ મઝાના સંસ્‍મરણોમાં વાગોળયા…..આનંદ સહ આભાર…. અમારા શ્રી ચંદ્રકાંત બક્ષી સાહિત્‍ય વર્તુૃળના કેટલાક કાર્યક્રમોમાં આપ પણ આવ્‍યા છો…કોઇ સાહિત્‍યકારની હયાતીમાં એમના જ લેખિત પરવાનગીવાળું કદાચ એક સમયનું આ એકમાત્ર સાહિત્‍ય વર્તુૃળ હતું… આજે તો ઘણા વર્તુૃળો અને ફેન કલબો છે..અમોએ તેમની બીજી પુણ્‍યતિથિએ જે ડીવીડી બહાર પાડી જેનું શિર્ષક હતું ગુજરાતના સ્‍વ૫ન શીલ્‍પી.. અને એ ડીવીડી એ ગુજરાત સરકારનું ધ્‍યાન ખેંચ્‍યું અને શ્રી બક્ષી સાહેબના સ્‍વ૫ન સમા ઘણા સીમા ચિહનો સ્‍થાપીત થયા..જેમાં કચ્‍છની અલગ શ્‍યામજી કૃષ્‍ણ વર્મા યુની, મીઠાની હેડ ઓફીસ, ૧૬૦૦ કી.મી. દરીયા કાંઠો, સાબરમતી રીવર ફ્રન્‍ટ વિ…ગુજરાતી સાહિત્‍યકારો, વાર્તા લેખકો, કોલમીસ્‍ટો તો ઘણા છે.. પણ ગુજરાત અને ગુજરાતીઓની ચિંતા કરનારા એક પહેરેગીર હતા શ્રી બક્ષી સાહેબ…તેજાબી કલમના ખુબ જ મુલાયમ હૃદયના માલિક હતા.. આપ તો જાણો છો અમારા સદભાગ્‍યે તેમની સાથે રહેવાનો થોડો ઘણો સમય મળેલો છે.. તે મુલ્‍યવાન છે…એમની પાસેથી ઘણું શીખવા જેવું છે… એક યુની. સમાન હતા…. આપની સરસ સ્‍મરણીકા વાંચી આનંદ… સલામ… આપને અને શ્રી બક્ષી સાહેબને…

    Liked by 2 people

     
  28. Yogin

    August 22, 2014 at 9:01 PM

    Very nice JAY BABU…….!!!!

    Liked by 1 person

     
  29. PRADIP V. BHATT

    August 23, 2014 at 3:04 AM

    BAXI KA JAVAB NAHI. I LIKE BAXI & HASMUKH GANDHI .

    Liked by 1 person

     
  30. Jayesh Sanghani ( New York)

    August 26, 2014 at 10:23 AM

    “પણ સેંકડો આમ વાચકો છે, જેમની જવાનીને એમની કલમે રવાની આપી. પણ બક્ષીના મુળિયા એમના નિધનના આટલા વર્ષે ય એમના દિલફેંક આશિક જેવા ચાહકોમાં જડબેસલાક ઊંડા ઉતરેલા છે.” – I am one of those fans of Baxisaheb.

    Liked by 1 person

     
  31. jaimin

    August 26, 2014 at 10:39 PM

    kub j saras

    Liked by 1 person

     
  32. dhaval

    August 27, 2014 at 3:22 AM

     
  33. Parajit Patel

    May 11, 2015 at 2:56 PM

    your writing needs lot of improvements, it seems your mind is not stable and you go and just writing anything which is dangerous for the readers and society as a whole. Please do some homework before you write on any topic.

    Like

     
  34. grks05

    October 28, 2015 at 7:48 PM

    @jay sir…i think it should be strange for that i’m commenting now. it’s been so longgggggg time ago you wrote the article and getting comment’s now but i’ve just started WP so here we go…..i’m sharing my personal view on it, i hope it should be somehow worth to read if not the i’m extremely sorry for wasting cmt readers time.
    ” mane pahele thi j bakshi pratye attraction rahyu che when i was in 7th or 8th i don’t exactly remember but in ‘sandesh’ i used to read his article ‘bakshinama’ . that was so amazing. and most wondered things about Sir bakshi that when i’m in 10th std. , i made list of people whom i want to meet once inn a life and obviously Bakshi Sir’s name was on the list.I hurted so badly that HE was no more in the world and i was literally unfamiliar about that since so long time……. THat was the first shock of my life…….back to bakshi, tenmi lakhvani style(!!) or LEKHAK ni paribhasha ma je kahevay e anokhi hati. me Pannalal Patel , K M Munshi , Govardhanram Tripathi , Mghani ane gana badha lekhako ni Novels ane lekh vanchya che pan Bakshi na Shabdo ma kai alag j vat hati. jo tame emni sathe na baki badha lekhako ni Novel vancho to khabar pade k Bakshi Sir ketlu Morden lakhata hata. Baki badha lekhako jo tamne gujarati vanchavu gamtu hoy to vanchva game pan bakhi sir na lekho k emni novels vancho to i’m sure that tamne gujarati vanchavanu gami jay !
    @Jay sir, befor reading your this article on Bakshi sir, i always wondering why there isn’t any mark of Chandrakant Bakhi in your any article though your writing style(!!) is so closely reflect the affection of Bakshi Sir.
    i heard consideration of Bakshi sir by Kajal mem many times, but not from your side. so thanks for rectifying my confusion….. i’m regretful for my mindset on you about bakshi sir …thank you very much…
    CLOSE UP:
    manas mate jivava mate su hoy chhe? bas ek j jindgi
    (what human have to live?? only one liffe)
    Ref: obviously form cutting of Bakshi sir’s article…..

    Like

     
    • devendra patel

      August 20, 2016 at 10:48 PM

      Ek vachak tarike, sarkhamani nathi karto pan ne feel karu hu ae khu to…mane Gunvant shah saheb jordar lage che….Jay bhai dhardar lage che…ane chandrakant bakxi ji kuhada fad….ek ga ne be katka. ..jevu lakhan aemnu. …

      Like

       
  35. Mike Lal

    May 14, 2017 at 9:30 AM

    Whatever u name it… but your writing indicates influence or in true bitter words copy of Mr. Late Bakshi style…Need Courage to expect it…Sir.

    Like

     

Leave a comment