પ્રેમ તો બદલાતી મોસમ છે, વરસાદની જેમ ભીજવે અને તડકાની જેમ સૂકવે ! લવર્સ જેમાં છેલ્લે ભેગા ન થાય એ કથાઓ વધુ રોમેન્ટિક હોય છે. કારણ કે એમાં પ્રેમીઓની વાર્તા પૂરી થાય તો ય પ્રેમ ક્યાંક જીવતો રહેતો હોય છે !
A bit of madness is key
To give us new colors to see
Who knows
where it will lead us?
And that’s why
they need us
So bring on the rebels
The ripples from pebbles
The painters,
and poets, and plays
And here’s to
the fools who dream
Crazy as they may seem
Here’s to
the hearts that break
Here’s to
the mess we make !
પીપલ લવ વોટ અધર્સ આર પેશનેટ એબાઉટ.
લા લા લેન્ડ ફિલ્મનો આ સંવાદ છે. તમે કશુંક જેન્યુઈન પેશનથી કરતા હો, તો લોકોને એમાં ખબર ના પડે તો ય રસ પડે છે ! બનાવટી સેલ્ફ ઓબ્સેસ્ડ દેખાડાની વાત નથી. પણ ખુદને ખતમ કરીને ય જીવતો રાખવાનું મન થાય એવા કોઈ શોખના ઝનૂનની વાત છે. આટલી હદે ફના થઈ જવાની કોઈ ચાહત હોય, તો એ વ્યક્તિ કે એની અભિવ્યક્તિમાં એક જાદૂઈ અદ્રશ્ય તાકાત ભળે છે. જે પર્સન એન્ડ એક્સપ્રેશનને બીજાઓ સાથે કનેક્ટ કરે છે. આઈડિયા કે કન્ટેન્ટ પારકો ચોરી શકાય છે. સ્માર્ટ સ્ટ્રેટેજીઝ સકસેસની રચી શકાય છે. પણ આ પેશનની પ્યોરિટી ફિંગરપ્રિન્ટની જેમ આગવી અને એક્સક્લુઝિવ હોય છે. બિયોન્ડ બાયોડેટા. એમાં વધુ ને વધુ લોકોની લાઈક ઉઘરાવવાના વળગણને બદલે પોતાની ભીતર ઘૂંટાતી વાત કહેવાનો ઉમળકો વધુ હોવાનો !
ફિલ્મના આરંભમાં એક ફૂલગુલાબી સપનું છે. પ્રેમીઓ રીતસર એકબીજાની જોડે આકાશના તારાઓ સુધી ઉડે એવું. પણ પછી સપનું સમાપ્ત થયા બાદનો ઉજાગરો છે. દુનિયામાં જે કંઈ સર્જન થાય છે, પછી એ સ્માર્ટફોનમાં ઉમેરાયેલા નવા કેમેરા ફીચરનું હોય કે કોઈ જગ્યાએ ચાલી રહેલી જળસંચય – વુક્ષઉછેર ક્રાંતિનું – એની પાછળ બળ હોય છે, થોડાક પાગલપનનું. બિટ ઓફ ક્રેઝીનેસ, ફૂલિશનેસ. અહીં મહત્વની વાત છે : બિટ. એની માત્રા થોડીક હોય તો એ મહેચ્છા બને પણ શાકમાં નમક હોય એમ. નમકનું શાક બનાવવાનું ન હોય. એ દીવાનગીનો ઓવરડોઝ કેવળ ઘેલછા પેદા કરે, અને સર્જનને બદલે બરબાદી નોતરે.
અહીં આરંભે મુકેલા સોંગમાં ય એક બેકસ્ટોરી નરેટ થઈ છે. નાયિકાની પેરિસ રહેતી આન્ટીની. જેણે એક વાર એકદમ ચિલ્ડ, ઠંડીગાર એવી સીન નદીના પાણીમાં ખુલ્લા પગે જવાનું પરાક્રમ ( કે પાગલપન) કર્યું હતું. ઠૂઠવાઈને થીજી ગયેલા પગ છતાં મજા આવેલી છત વિનાના આકાશને નીરખવાની. અને એટલે વધુ એક વાર પણ આવું એ કરશે એમ એને થતું હતું ! ડિટ્ટો, આર્ટીસ્ટીક પેશન. ભલે પછી એક ઝબકારા સાથે પ્રકાશ ફેલાવી ને ખરી પડતા દીવાસળીના ટોપકા જેવી આપણી નીયતિ હોય !
થોડુંક વાંચતા વિચારતા દરેક સિમ્પલ માણસને, આપણને બધા ને એક સપનું હોય છે : પરીકથા જીવી લેવાનું. કોઈ પાંખાળા ઘોડા પરનો રાજકુમાર ગુલાબ લઈને આવે..કોઈ સોહામણી પ્રિન્સેસ ઝરુખે એની વાટ જુએ ગીતો ગણગણતી…અને નદીકિનારે એક મસ્ત મજાના વિશાળ ઘરમાં નાચતા જ રહીએ એકબીજાની સાથે…બીટલ્સે ગાયેલું ને કે ઓલ યુ નીડ ઈઝ લવ. એટલે ચોકલેટો ખાતા અને પતંગિયાઓની પાંખે પોઢતાં બસ અમર પ્રેમના આનંદમાં લિવ્ડ હેપીલી એવર આફ્ટર.
પણ આવા તો હવે પિક્ચર પોસ્ટકાર્ડ ય છપાતા નથી. જમાનો બદલાઈ ગયો છે અને રિયાલિટીનો ટચ પરપોટાં જેવી કલ્પનાઓને ફોડી નાખે છે. આજે પ્રિન્સેસ બનવા કરતા ઇન્સ્ટાગ્રામ પર કેટલી લાઈક્સ મળી એ છોકરીઓ જુએ છે. પાંખાળા ઘોડા ને બદલે છોકરાઓ ઇન્સ્ટોલમેન્ટ પર કાર લઈને જોબ પર જાય છે એમાં. દુનિયા ઝપાટાબંધ ફેક થતી જાય છે. બધાને પોપ્યુલર થઈ બીજાના દિલ પર રાજ કરવું છે, પણ પોતાનું દિલ જોવું નથી. બધાને સ્પીડમાં આગળ જવું છે, પણ પાછળ શું છૂટે છે, એના પર ધ્યાન નથી.
મ્યુઝિક વોઈસ મટીને નોઈઝ થતું જાય છે. સ્વીટ મેલોડીઝ આર આઉટડેટેડ. નવી ધુન રચવા કરતા જૂની ઉપાડીને માત્ર ધમધોકાર બીટમાં ગોઠવી દો. ફિલ્મો ત્રણ દિવસનો વીકએન્ડ ઇનિશ્યલ મેળવવાની પ્રમોશન પ્રપોઝલ બની ગઈ છે. એટલે કોઈ મોટો સ્ટાર આજે બીજા મોટા સ્ટાર સાથે કામ કરતો નથી. ક્રિકેટ શાકબકાલાની હરાજી બની ગયું છે. ક્યો મેચ કોની સાથે રમાયો ને કોણ કેવું રમ્યું એની મેમરી હવે સ્ટોર થતી નથી એટલું બધું રમાય છે. એટલે રેકોર્ડ્સ કોલા ટીન ખુલતા ઉભરાતા ફીણની પેઠે કેવળ ન્યુઝ હેડલાઈન્સ બનીને રહી ગયા છે. ટીવી રિયાલીટી શો નાટક છે, અને ન્યુઝ જાણે કોઈ ડ્રામેટિક સોપ ઓપેરા છે.
ફૂડ પ્રિપેર નથી થતું, ઓર્ડર થાય છે. લવ કરવાનો ટાઈમ નથી. ફીલિંગ્સ સેલ્ફી ફોટો બની ગઈ છે. પોતાની જાતને પ્રાયોરિટીમાં મુકવાની. ખુદની શરતો જ રાખ્યા કરવાની, બીજાઓની જેન્યુઇનિટી જોવાની નહી. સુગંઘ વગરના રંગીન ફૂલોના બૂકેની જેમ રિલેશનશિપ દુનિયાને દેખાડવાનો ઈગો બની ગયો છે. કરિઅર બધાને ગમે છે, એમાંથી મળતા પૈસા માટે. એમાંથી મળતો આનંદ યાદ નથી. લાઈફ ફાસ્ટ છે. મિત્રો કોન્સ્ટન્ટ કોલ અને વોટ્સએપ ચેટમાં સચવાય છે. એટલે જ્યાં જેની સાથે હોઈએ ત્યાં એની સાથે હોવાને બદલે ફોનમાં હોઈએ છીએ. આંખમાં આંખ કે હાથમાં હાથ નાખી ફરવાના જમાના જુનવાણી થયા. ફીલિંગ્સ સાઈડ પર રાખીને ફાઈનાન્સ પર ફોકસ કરવાનો ફેઝ છે. છોકરીઓ ઈન્ડીપેન્ડન્ટ થટી જાય છે, અને છોકરાઓ ઇનડિફરન્ટ થતા જાય છે.
એવામાં કોઈ ‘લા લા લેન્ડ’ જેવી ફિલ્મ રિમાઇન્ડર આપે છે, કે કેવો હતો ઓલ્ડ ચાર્મ. કેવું હોય છે – ડ્રીમ પાછળ ભાગવાનું અને આસમાન મુઠ્ઠીમાં રાખવાની હોંશ પછી થોડાક સિતારાઓ પામીને રાજી રહેવાનું જોશ. કેવો હોય છે નેચરલ કોમ્યુનિકેશનમાંથી વિકસતો જતો પ્રેમ અને કેવું હોય છે, એક ગુમાવી દીધેલી પળ પછી ખોવાઈ ગયેલા પ્રેમપ્રદેશમાં જઈ, ફરી એ પ્રેમપદાર્થ ચાખી લેવાની તડપ અને એનો ખાલીપો ! સતાવતો એક સનાતન અફસોસ કે કાશ, આ સમયે આમ થયું હોત તો…જિંદગી કેવી જુદી દિશામાં હોત ! એટલે ગીત કહે છે કે, આ જામ તૂટેલા દિલોને નામ. આ જામ આપણે જ ઉભા કરેલા સંબંધો અને સ્મૃતિઓના ગૂંચવાડાને નામ !
લા લા લેન્ડ આંખનો ઉત્સવ છે. રંગોની બહાર, જાદુઈ ચાદરની જેમ પથરાતી લાઈટ્સ, પેઈન્ટિંગ જેવી ફ્રેમ્સમાં મઢાયેલા વિઝ્યુઅલ્સ એન્ડ કોસ્ચ્યુમ્સ. કેમેરાના ફરતા હોવા છતાં નડતા ન હોય એવા એન્ગલ્સ. એ કાનનો ઉત્સવ છે. જરાક ‘સિટી ઓફ સ્ટાર્સ’ જેવા એના ગીતો સાંભળજો. પિયાનો પર વાગતી પેલી રૂંવે રુંવે રુદન ફેલાવતી સિગ્નેચર ટયુન. ‘અનધર ડે ઓફ સન’ની યુવામસ્તી. ‘સમવન ઇન ધ ક્રાઉડ’માં વ્યક્ત થતી સુખોની કુંવારી ઈચ્છાઓ. લવલી નાઈટમાં ધીરે ધીરે પાકતી કેરીની જેમ રંગ બદલતો રોમાન્સ. એ દિમાગનો ઉત્સવ છે. અવનવા પેઈન્ટર્સ અને ફિલ્મ્સના દીવાલોના મ્યુરલ પેઈન્ટિંગ્સથી લઈને બેકગ્રાઉન્ડમાં પડેલા સટલ લેયર્સ ઉભા કરતા રેફરન્સીઝની ભરમાર છે. બે લવર્સ ફિલ્મ જોવા જાય એ ય ‘રેબેલ વિધાઉટ એ કોઝ’ નામની હોય. લોસ એન્જેલસની ગ્રિફિથ ઓબ્ઝરવેટરીમા સાયન્સના કોસ્મિક બેકડ્રોપમાં રોમાન્સ નેવરબિફોર કોન્સેપ્ટ છે. ટિપિકલ લાગતો પ્લોટ હોવા છતાં એમાં વળાંકો એવા છે કે નેક્સ્ટ ૧૦ મિનીટ પછી શું થશે એ કળી ન શકો. બસ સાથે ચાલતા રહો એના પત્રોને નીરખતા. અને એ દિલનો ઉત્સવ છે. એ હાર્ટવોર્મિંગ ફિલ્મ નથી, ખુદ બ્લીડિંગ, થ્રોબિંગ હાર્ટ છે !
ઓલરેડી લા લા લેન્ડ પર ડ્રીમ ને પ્રેમની વાત એક વાર તો અનાવૃત કરી ગુજરાત સમાચારમાં ( તા. ૨૧/૧૨/૨૦૧૬). પણ વધુ વાત કેરેક્ટરના કરિઅર માટેના પ્રેમની. ઇટ્સ ઓલ્સો લવ લેટર ટુ એલ.એ. ( લોસ એન્જલ્સ યાને કોમર્શિયલ ડ્રીમ ફેક્ટરી એવું હોલીવૂડ !) એન્ડ લવ સ્ટોરી બિટવીન પર્સન એન્ડ પેશન ! અમસ્તા જ વર્ષમાં સૌથી વધુ ગોલ્ડન ગ્લોબ, બાફટા ને ઓસ્કાર એવોર્ડ્સ એને મળ્યા નથી. બીજી ફિલ્મો બે ચાર વર્ષ જીવશે. લા લા લેન્ડ તો ટાઈટેનિકની જેમ ટાઈમલેસ ક્લાસિક છે. વારંવાર એની રાઈડ લો એમ ગુડથી ગ્રેટ થતું જાય એવું ! સો, સ્પોઈલર્સ એહેડ.
***
રીડરબિરાદર રાહુલ ઠાકરે ‘લા લા લેન્ડ’ જોઇને લખેલું કે આ ફિલ્મમાં લવ જ નથી, સર્ચ ફોર એકસલન્સ છે. બંને પાત્રો તલાશ કરે છે, પોતપોતાના પેશનને ચેઝ કરવાના રસ્તાઓની. ઇટ્સ સ્ટોરી એબાઉટ આર્ટ, ટેલન્ટ એન્ડ હોપ. રિચ ફીલ ત્યારે જ ન થાય જ્યારે ફાઈવ સ્ટાર હોટલમાં પાર્ટી હોય. એ ત્યારે ય થાય જયારે તમારી પાસે કશીક અદ્ભુત કળાત્મકતા કે વિચાર કે વિજ્ઞાન હોય. એને અંદરથી બહાર કાઢી, લોકો સુધી પહોંચાડી, લોકોને એ જ અનુભવમાં તરબોળ કરવાનો તલસાટ જાગે…એ છે પેશન. એક સાચો આર્ટીસ્ટ બીજા આર્ટીસ્ટ માટે જેલસી નહી, પણ રિસ્પેકટ અનુભવે ! ફિલ્મમાં સેબાસ્ટીયન ( રાયન ગોસલિંગ) મિયા ( એમા સ્ટોન)ને કહે જ છે કે “તું જેટલી રસપ્રદ છે, એટલું જ તારું લખાણ પણ નીવડશે જ. તારી કળા જોઈ શકે એ તો ભાગ્યશાળી હશે !
ખંત અને સમર્પણ વિના સફળતા મળતી નથી. પણ લા લા લેન્ડ સકસેસ, હેપિનેસ, લવ એન્ડ પેશનનો ચતુષ્કોણ છે. મહાન સફળતા મહાન ભોગ માંગે છે. કરિઅર પાછળ જાવ તો રિલેશન હાંસિયામાં રહે છે. રિલેશનને પ્રાયોરિટી આપો તો કરિઅરમાં પગથિયાં ઉતરી જવા પડે છે. આ બધા માટે અઘરું છે. ફિલ્મમાં કમાણીનું એડજસ્ટ કરવા મથતો નાયક એ માટેના પ્રોફેશનલ ફોટોશૂટમાં હાજરી આપે છે, એટલે વ્હાલી નાયિકાના પોતે જ આગ્રહ કરી કરાવેલા સોલો એક્ટિંગ શોમાં પહોંચી શકતો નથી. કેટલી વાર આ તો થયું હોય છે, આપણા બધાની જીંદગીમાં. પ્રોફેશનલ કમિટમેન્ટ નિભાવવા જતાં કમિટેડ લવરને રાહ જોતાં છોડીને પછી સોરી કહેવું પડે ! બે ય હાથમાં લાડવા ન રહે. “ હું સેલિબ્રિટી હોવાને લીધે મારી પત્નીએ મને હસતા મોઢે બાકીની દુનિયા સાથે વહેંચવો પડે છે !” એવું શાહરૂખખાને હમણાં કહેલું. મોટા ભાગે અંગત જીવનના ભોગે, એની કુરબાનીની લાશ પર જ તાલીમાર જાહેર જીવન ઘડાય છે. ગાંધીજી હોય કે નરેન્દ્ર મોદી.
ખરા સર્જકની જિંદગી પેઈનફૂલ જ હોવાની. બહાર ફૂલ વરસતા હોય ત્યારે અંદર લોહી ઝમતું હોય ! કારણ કે, સફળતા બલિ માંગે છે. સેક્રીફાઈસ વિના સકસેસ ના મળે એ તો મોટીવેટર્સ ઉછળી ઉછળીને કહે છે. પણ કઈ ક્ક્ષાના સેક્રીફાઈસ ? ખુલીને કોઈ કહેતું નથી કે સફળતાની વેદી પર એમણે પર્સનલી ક્યા સંબંધો અને કેવી શક્યતાઓ છોડી છે. પેશન લવમાં ય હોય અને કરિઅરમાં ય. પણ દરેક વખતે બે યનું બેલેન્સ થઇ શકતું નથી. એમાં ય હો, બંને પાત્રો કરિઅર ઓરીએન્ટેડ હોય તો ગમે એવી આધુનિક ફિલસુફીઓ કરીને ભલે જાતને છેતરે, ક્યાંક તો યુગલત્વનો લય ખોરવાય જ છે.
આ થયું સર્જકનું આંતરિક દુ:ખ. વળી પરફોર્મિંગ આર્ટીસ્ટનું જાહેર દુ:ખ એ કે, લોકો એની સમયસર કદર ન કરે. વિન્સેન્ટ વાન ગોહ જેવો મેધાવી ચિત્રકાર હોય કે મરીઝ જેવો શતાબ્દીવર્ષમાં ય શાનદાર રીતે ધારદાર લાગતો શાયર. એ ફેઈલ નહોતા ગયા, એમને સમજવામાં કે એમની કળાને આદર આપવામાં સમાજ ફેઈલ થયેલો. ‘લા લા લેન્ડ’ આ આરંભના દ્રશ્યમાં જ માત્ર રોટલા રળવા સામાન્ય હોટલમાં મહેમાનોના મનોરંજન માટે પણ હીરો જીવ રેડીને લાજવાબ સંગીત વગાડે છે. પણ ત્યારે કોઈનું ધ્યાન જ એના પર જતું નથી. બધા પોતપોતાનામાં મશગુલ છે. આ ચિત્ર છે આપણી સોસાયટીનું. બધા પોતપોતાનું ખાવામાં પડ્યા છે. કોઈને બીજાની ટેલન્ટ માટે ભાવ આપવો નથી. ખાસ કરીને, એ ગુમનામ હોય ત્યારે. માત્ર અચાનક એ સાંભળી ત્યાં આવેલી હીરોઈન જ મંત્રમુગ્ધ થઇ જાય છે. એને કદાચ આ દર્દ એટલે સમજાય છે કે, એ ખુદ બીજાના અપમાનો સહન કરી, કોફી શોપમાં વેઈટ્રેસનું કામ કરતા અભિનયના ઓડિશન્સ આપવા જાય છે. રિજેક્ટ થઈ કાયમ પાછી ફરે છે. હીરોઈન હીરોના પ્રેમમાં તો પછી પડે છે, પહેલા એની કળાના પ્રેમમાં પડે છે.
અને એ હીરો પણ એને સતત પ્રોત્સાહિત કરતો જ રહે છે, ઇન ફેક્ટ, ઝગડા પછી પણ ખાસ એને એક લાસ્ટ ચાન્સ ઝડપવા માટે આગ્રહ કરીને મનાવવા જાય છે. તો હીરોઈન હીરો પોતાની કળા સાથે કલદાર કમાવા સમાધાન કરે એનાથી અકળાય છે. આ એવા પ્રેમીઓ નથી, જે પ્રિયજનને પ્રેમના નામે બંધનમાં રાખે. એમનો પ્રેમ એકબીજાની ઉડાનનો પવન બને છે ! મિયા સેબાસ્ટીયનને પૂછે છે – હું મારી રીતે જે શો કરું એ લોકોને ન ગમે તો ? સતત બીજાઓને ગમાડવાના વેપારી દબાણથી અકળાયેલો સેબ જવાબમાં મીડિયોકર પબ્લિકને ગાળ આપે છે ! પણ સતત રિજેક્શન કોને ગમે ? જાતે કરેલો પ્રયાસ સુપરફ્લોપ થતા ભગ્નહ્રદય મિયા બધું સમેટીને સપનું છોડી વતન આવી જાય છે. ત્યારે દલીલોમાં એ સેબાસ્ટીયનને કહે છે : કોને ખબર ખરેખર મારામાં ઉંચી કક્ષાની પ્રતિભા ના પણ હોય. કાયમ ધક્કા ખાઈને અને જાકારો મેળવીને હવે થાકી ને કંટાળી છું. નથી જવું ફરી વાર મારું દિલ લઈને એને કચડવાની તક આપવા દુનિયા સામે હવે !
પ્રેમ હોય કે કારકિર્દી, ઉપરાછાપરી રિજેકશન ભલભલાને સેલ્ફ ડાઉટમાં મૂકી છે, નાસીપાસ થવાને લીધે નબળા બનાવી દે છે. હેડ અને હાર્ટ વચ્ચેનું કો-ઓર્ડીનેશન તૂટી જાય છે. આની સાથે જ સરસ રીતે ફિલ્મમાં એ વાત પણ મુકાઈ છે કે ભૂતકાળ, નોસ્ટાલ્જ્યા ગમે તેટલો સુંદર હોય. કાયમ માટે એની ભક્તિ કરી શકાતી નથી. જેમ ઓલ્ડ વર્લ્ડ મ્યુઝિકલ રોમાન્સની ફેન્ટેસીનું ડ્રીમ બહુ ગમે પણ આજે આવી ફિલ્મો ચાલે નહી. હવે આકરી ગંદી રિયાલિટી બતાવવાનું ફેશનમાં આવી ગયું ! ફિલ્મમાં જાઝ મ્યુઝિકનું મંદિર બનાવવાની હદે પૂજારી એવા હીરોને એનો મિત્ર પણ કહે છે કે જૂની ટ્રેડીશનમાં જ પડ્યો રહીશ તો ભવિષ્યમાં જવા અને જીવવા માંગતી નવી પેઢી સુધીં કેમ પહોંચવાની ક્રાંતિ કેવી રીતે કરીશ ? વીતેલા સમયની મધુર યાદો ગમે તેટલી ગમે, એમાં ઘર બનાવીને કાયમ રહી શકાતું નથી.
એટલે ફિલ્મના સેકન્ડ હાફમાં ગીતો ઓછા થાય છે. શોટ ટેકિંગમાં રેઈનબો મૂડ ડાર્ક થતો જાય છે. એન્ડ ધેર કમ્સ ક્લાઈમેક્સ. ઓલ્ટરનેટીવ રિયાલીટીવાળો અંત જ ફિલ્મને ફોરએવર ક્લાસિક બનાવે છે. અચાનક ફાસ્ટ ફોરવર્ડ થતી ફિલ્મ બતાવે છે કે સપનું અને સ્નેહ સાથે સાથે નહી ટકે, એમ માની અળગા પડેલા લવર્સમાં નાયિકા સફળ અભિનેત્રી બની છે, નાયકના આગ્રહથી ઝડપેલા કરિઅર ક્વેસ્ટના લાસ્ટ ચાન્સને લીધે. એની પાસે હવે પ્રસિદ્ધિ, સમૃદ્ધિ ઉપરાંત ફેમિલી છે. હાઈસોસાયટી હસબંડ અને એક ઢીંગલી જેવી દીકરી. અનાયાસ જ એ પતિ સાથે પુરાણા પ્રેમીએ શરુ કરેલી જાઝ ક્લબમાં જઈ ચડે છે. દિગ્દર્શક આપણને બતાવે છે કે નાયિકાની લાઈફ સેટ છે, જયારે એકલા રહેતા નાયકે એને જેની ઘેલછા હતી એ જુના સંગીતની ક્લબનું સપનું પૂરું કર્યું છે. પ્રેમિકાએ સૂચવેલું જ નામ પણ રાખ્યું છે. પણ એની પર્સનલ લાઈફ ખાલી છે. એકલા જ રહેવાનું, હાથે જ જમવાનું. એની બધી જાહોજલાલી એના પ્રોફેશનમાં છે.
એ બંને કે કદાચ આપણે ખોવાઈ જઈએ છીએ કે, જો એ બે સાથે હોત તો કેવું ફિલ્મી હેપી એન્ડિંગ થયું હોત ! પણ આજની જિંદગી એ બાળકોની પરીકથા નથી. સંવેદનશીલ ડાયરેક્ટર તમાચો મારી સચ્ચાઈમાં જગાડવાને બદલે હળવેકથી કડવી દવા ચાસણીમાં ઝબકોળીને આપે છે. બધું ક્યારે કોને મળ્યું છે ? દરેકનું આ જીવનમાં કશુને કશું તો છૂટ્યું જ છે. કાયમ માટે અધૂરું જ રહી ગયું છે ! ચાહ્યું એ બધું તો ના મળ્યું. બ્યુટીફૂલ મેસ વી મેઈડ. અને એ બેઉનો ઝળઝળિયાંભરી આંખે એકબીજાને સ્મિત આપતો, જૂના જખ્મો ખોતરવાને બદલે મૌન સંવાદ કરતો એ લાસ્ટ ગ્લાન્સ ! એમ્બિશનને લીધે હવે સાથે માણેલું અને કલ્પેલું લા લા લેન્ડ હવે માત્ર યાદો અને સપનાઓમાં જ છે !
ટ્રેનની સફરમાં જેમ સ્ટેશન આવે, એમ લાઈફની જર્નીમાં ઇન્સાન આવતા હોય છે. સ્ટેશનની જેમ જ એ થોડા સમય બાદ પસાર થઇ જતા હોય છે, આપણામાં એમની યાદો અને એમની હાજરી થાકી આવેલો બદલાવ મુકીને ! ડેમિયન શેઝ્લે ૧૯૨૭ની સાયલન્ટ ફિલ્મ ‘સેવન્થ હેવન’ની ચર્ચા કરી છે. જેમાં યુધ્ધમાં મરેલો સૈનિક એની ચાહતમાં ઝૂરતી પત્નીને છેલ્લે અચાનક દેખાય છે. મતલબ, કોઈ સાવ તો છૂટતું જ નથી. ઇન ડ્રીમ્સ, ઇન મેમરીઝ સેપરેટેડ લવર્સ આર ટુગેધર. અને માનો કે, સહિયારા સંગાથની ક્ષણ આવી જ નહી, તો ય લવ ઈમ્પોર્ટન્ટ નથી ? જેમ બજારમાં સકસેસ મળી જ નહી, તો શું પેશનનું મહત્વ ઓછું થઇ જાય ?
ફિલ્મ જેમ ઈમોશનમાં ખેંચીને આપણને થોડી કલાકો માટે જાત ભૂલાવી દે છે ,એમ લવલાઇફમાં ય ફીલિંગ અને ઈમોશન બાકી બધી જ વાસ્તવિકતા ઉપર છવાઇને એને ઢાંકી ન દે ? પછી એ લોસ્ટ લવના અધૂરપની વેદના અને પાસ્ટ મેમરીઝના આનંદની સંવેદના સાથે મળીને રચે છે, આપણું પોતાનું લા લા લેન્ડ. જ્યાં મૂનલાઈટ ઉપર આપણે લવરની સાથે ઉડી જઈએ છીએ. હકીકતને પેલે પાર… મનના મૃગજળમાં ! ( શીર્ષક : મરીઝ )
ફાસ્ટ ફોરવર્ડ
“Take Your Broken Heart, Make It Into Art” (Meryl Streep)
ગુજરાત સમાચાર, ૫ માર્ચ, ૨૦૧૭.
* લા લા લેન્ડ ફિલ્મ પરનો આ પહેલાનો લેખ વાંચવા અહીં ક્લિક કરો : લા લા લેન્ડ ૧













Bharat Zalavadiya
માર્ચ 9, 2017 at 6:38 પી એમ(PM)
last 8 years i read you, you like very imprassive as Chandrakant Baxi
LikeLike
cvagood
માર્ચ 9, 2017 at 8:31 પી એમ(PM)
Titanic સાથે comparison કરો તો હિરોઇન કેટ વિન્સલેટ જેટલી બ્યુટીફૂલ નથી એ ફિલ્મ મા ક્યાંય નથી નડતુ? ક્યાંક થોડોક ખટકો નથી રહેતો કે હિરોઇન વધારે બ્યુટીફૂલ હોત તો ૦.૫% ફિલ્મ જોવાનો સંતોષ વધારે હોત? એટલા ૦.૫% મિસિંગ છે ફિલ્મમાં. આ તો ખાલી એક સવાલ છે.
LikeLike
Shraddha
માર્ચ 9, 2017 at 11:22 પી એમ(PM)
You are simply amazing !
LikeLike
Dhruv solanki
એપ્રિલ 22, 2017 at 1:06 પી એમ(PM)
Mari mummy tamara lekh varso thi vanche 6..and mane pan kidhu ke tu vaanch and me ek be vanchya pachi to maza padi gayi…tame khubaj sundar lakho 6o…tamara lekh thi tamara videos joyine bau sikhyo 6u..tamara lekh and vaato life changer 6…stay blessed sir with your unique art….JSK
LikeLike
Paril R. Katrodiya
જુલાઇ 16, 2017 at 5:25 પી એમ(PM)
Jai bhai… Suggest me books of motivation and novel
In gujarati
LikeLiked by 1 person
Gopal Yadav
ઓગસ્ટ 20, 2017 at 11:02 પી એમ(PM)
મૂવી એનાલિસિસ જે.વી. આપ જેવું ક્યાંય નથી જોયું. સાહિત્ય અને સિનેમાથી વધુ સ્પષ્ટ થાય છે.
LikeLike
Ravi limbachiya
ઓગસ્ટ 22, 2017 at 12:28 પી એમ(PM)
Jay vasavada apne khub khub ashirvad apna ek chahak taraf thi. Jaybhai apne me youtoube par bau badhi var sambhdya chhe. Apni criticise karavani and je vat jevi chhe em j eno mul hetu pakadi rakhi ne chotdar rajuat karavani art kadach me bau j ochha oreter pase joi chhe.ap jyare bolata hov chho tyare eu lage chhe jane maro ek nano bhai mari pase besi ne ena dil ni lagani oni vat kari rahyo chhd.jaybhai apne kyarey bhai ni jagyae fakt jay kevanu man thai ave chhe k kem k hu 25 year no youngage chhu but apno nature 5 year na balak jevo childish chhe jyare apni vato shri krishna charitra ne nakhsikh rite chitari apti apni vani ma sarswati na partibimb jevi chhe.jaybhai kyarek apne malava au chhd and santi thi apni pase besi ne apne chintan karata nihalava chhe kem k maro anubhav chhe apna jeva vidvan vyakti potani
vat bolya karata maun ni paribhasa ma chehra par na ek ac
hha smit sathe vadhu asarkark rite samajavi jay che.god blesh u kem k tame youth and krishna ne ek tar kari didha chhe.masti madahosi naso ane maryada no anand kadach mane ajsudhi apna jetalu koi samajavi sakyu nathi
God bless krishna apne hamesa nirogi rakhe and ap vadhu ne vadhu pravas kari duniya ne apni vat pahochadi sako evi mara taraf thi malik ne prarthna
LikeLike
Zeena rey
નવેમ્બર 16, 2017 at 12:16 એ એમ (AM)
Living without!!!!!
Full intensity survival with lost living
Hollowness fills the room unfilled in emotions
Its blessings rather than curse.
And
Then
😊
LikeLike