RSS

Category Archives: feelings

સવારની લટાર….

20141014_100025

દિવાળીના થોડાક દિવસો અગાઉ સિંગાપોર હતો. સિંગાપોરનો બોટોનિકલ ગાર્ડન મહાવિરાટ છે. સવારમાં ૫ વાગ્યાથી ખુલી જાય અને મફત એન્ટ્રી. આખું શહેર જ જાહેર બગીચા જેવું હોય ત્યાં મુખ્ય બાગ કેવો હોય ? દિવસના બાકીના ભાગમાં તો શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાતો ભરચક્ક રહેતી એટલે ખાસ સમય કાઢી, એક ગ્રીન એપલને બચકાં ભરતા વોકિંગ બ્રેકફાસ્ટ પતાવીને બંદા ઉપડ્યા ટેક્સીમાં એ ગાર્ડનમાં ઉદ્યાનવિહાર કરવા એકલા….આખો બગીચો તો ‘નેચરલી’ કવર ના થયો પણ તો ય ઝપાટાબંધ ઘણું જોવાની તાજગી મેળવી ત્રણેક કલાક ચાલીને….મારા ખજાનામાં તો બહુ બધી તસવીરો છે..લો, થોડીક એક્સકલુઝિવલી તમારા માટે…આવી અન્ય પોસ્ટ્સ પણ આવતી રહેશે પ્રવાસોમાં હમસફર બનાવતી…એ માટે આ બ્લોગ જોતા રહેજો…

20141014_110103
20141014_093635 20141014_092904 20141014_094315 20141014_094352 20141014_094409 20141014_094547 20141014_094437 20141014_094449 20141014_094840 20141014_095143 20141014_095314 20141014_095227 20141014_095557 20141014_095631 20141014_100451 20141014_100347 20141014_100336 20141014_100510 20141014_100515 20141014_100526 20141014_100542 20141014_100504 20141014_100658 20141014_100834 20141014_100737 20141014_101013 20141014_101145 20141014_101252 20141014_104159 20141014_101100 20141014_104347 20141014_104342 20141014_104618 20141014_105053 20141014_105936 20141014_105315 20141014_105956 20141014_105950 20141014_110003 20141014_105939 20141014_10525820141014_094054 20141014_09461620141014_093409 20141014_100230 20141014_095956 20141014_095821 20141014_101340

 
29 ટિપ્પણીઓ

Posted by on ડિસેમ્બર 3, 2014 in feelings, personal, romance, travel

 

કિસમ કિસમની વેસ્ટર્ન કંકોત્રીઓ !

આજના આ અનાવૃતમાં કંકોત્રીની ઇનોવેટીવ ડિઝાઈન્સ અને કોન્સેપ્ટસ પર વાંચ્યું ને ? ( પહેલા ક્લિક કરી એ વાંચી લો..ખાસ તો અમારા પ્રણવમામાની હાસ્યછોળો માટે ! એ લેખ લખ્યા પછી તો એક કંકોત્રી સરસ રૂપકડી મળી, અમદાવાદમાં દર્શન મશરૂ અને શિખા ભાર્ગવ એ બે યુવાહૈયાઓના મિલનોત્સવની ! હાથસાળનાં ઉડીને આંખે વળગે એવા રંગોના કાગળ પર સુઘડ મરોડદાર અક્ષરોમાં હાથે લખાયેલી ! તો લેખમાં છપાયેલા અને ન મુકાયેલા કેટલાક મનગમતા વેસ્ટર્ન કોન્સેપ્ટસની તસ્વીરી ઝલક માણો…..

kankotri kankotri1 kankotri2 kankotri3 kankotri4 kankotri6 kankotri8 kankotri9 kankotri10 kankotri11

અને આ તમામ કરતા ચડિયાતું વેડિંગ ઇન્વાઇટ હમોને આ નીચેનું લાગ્યું છે. શ્વેત-શ્યામ હોવા છતાં જીવનની રંગોળીની આખી એક કહાની કહે છે એ બખૂબી ! જરા ધ્યાન દઈ વાંચો…આખી સ્ક્રિપ્ટ છે જાણે યશરાજ ફિલ્મ્સની !

kankotri5
અને હા, “પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપા” જેવા ચવાઈને ચુથ્થો થયેલા લિસ્સાલપટ કરતા તો ‘અસીમ’ રાંદેરી સાહેબની સર્જકતાની કૃપા વધુ પ્રાપ્ત થઇ છે. આજના લેખમાં ઉલ્લેખ પામેલી એ ઉત્તમ રચના માણી ના હોય એવું તો બને નહિ, છતાં ય એ સાંભળો….

અને આ સાથે બ્લોગબ્લોક પણ ખુલ્યો ! હવે અહીં ફરી પહેલાની જેમ મળતા રહીશું…વગર કંકોત્રીએ જમવા જવા જેટલી સહજતાથી 🙂

 
23 ટિપ્પણીઓ

Posted by on જાન્યુઆરી 29, 2014 in feelings, fun, romance, youth

 

સલામ-એ-સચીન : રોશની ગઈ, નિશાની રહી… જવાની ગઈ, કહાની રહી!

sachin

સચીન શું છે, એ જાણવા સમજવા માટે આ કમાલ પોસ્ટરને ક્લિક કરી એન્લાર્જ કરી વાંચો !

સચીનને ભારત રત્ન મોડો જાહેર થયો એવું બંદાનું દ્રઢપણે માનવું છે. ૨૦૧૧માં જ ફેસબુક પર મેં સ્ટેટ્સ મુકેલું કે સચીન અને બચ્ચનને તત્કાલ ભારતરત્ન આપો. વિજ્ઞાનીઓ કે નેતાઓ કે બીજા મહાનુભાવોને ના આપો એમ નહિ, પણ જેમણે ખરા અર્થમાં કરોડો ભારતવાસીઓનાં દિલો પર દાયકાઓ સુધી રાજ કર્યું હોય , એમને જ ભારતનાં રત્નો નહિ ગણવાના ? આ તે ક્યાંનો ન્યાય ? લોકપ્રિયતા મેળવવી અને ખાસ તો જાળવવી જરા એ સહેલી બાબત નથી. જેમને ના મળી હોય એમના આંતરિક વલખાં અને વલોપાત જોજો ક્યારેક ઝીણી નજરે …. તરત સમજાઈ જશે ! આ કોઈ ચર્ચાનો મુદ્દો જ નથી. ભારત ચાહે તે ભારત રત્ન બને. સિમ્પલ.

સચીનની નિવૃત્તિ બાબતે મારું સ્ટેન્ડ ક્રિકેટ અને અને એના ચાહક બંને તરીકે ક્લીઅર હતું. એ લાંબી ચર્ચા અહીં જ ચાલી ચુકી છે. સતત બધી વસ્તુ બ્લેક એન્ડ વ્હાઈટમાં જોવાની કુટેવવાળો આપણો સમાજ બધું ખાના પાડીને જોવા જ ટેવાયેલો છે. સચીનનો બિલકુલ વિરોધી ના હોય એ માણસ પણ એની નિવૃત્તિ / પરફોર્મન્સ બાબતે તર્ક અને તથ્યપૂર્ણ સાચી વાત કરી શકે. અને સાથોસાથ સચીનને પ્રેમ કરી શકે.મારા ‘જય હો’પુસ્તકમાં તો અમિતાભ અને તેન્ડુલકર પરનો એક જોરદાર મોટીવેશનલ આર્ટીકલ છે, હાઈસ્કુલની ટેક્સ્ટબુકમાં મુકવા જોઈએ ( મારે માટે નહિ રે, સચીન-બચ્ચન માટે ). કેટલાક ખાટસવાદિયાઓએ જાણી જોઈ મને સચીનદુશ્મન ચીતરવાનાં ઉધામા કરેલા. આપણું સચીન જેવું, બોલવાવાળા બોલ્યા કરે,રમવા વાળા રમ્યા કરે B-)

અફસોસ, ઘરમાં ચાલતા ધમાધમ કામને લીધે સચીનની વિદાય ટીવીને બદલે પાછળથી વિડીયો પર જોવી પડી. પણ સચીન પર ખૂબ લખાયું છતાં શું લખું ? ની મૂંઝવણ છતાં લખેલો લેખ તો એક સપ્તાહ પહેલા જ લખીને આપી દીધેલો. મિત્ર મિતુલ ધોળકિયાએ અગાઉથી યાદ અપાવ્યું એ માટે એમને થેન્ક્સ. વાચકો ઉઘરાવવા સતત બધા કોલમના લેખો છપાય એટલે તરત બ્લોગ પર મુકવા કે એની ઓનલાઈન લિંકસ શેર કર્યા કરવાના આત્મરતિના ભુખાળવાવેળા મને ગમતા નથી એમાં તો આ બ્લોગ લાંબો સમય રીટાયર થયો છે ! 😉 ( છતાં ય અમુક પગલાદીવાના મને સેલ્ફ માર્કેટિંગ કિંગ કહે છે ! હશે ડિંગ હાંકનારાને શું કહીએ ? 😀 )

પણ આજે તો સ્પેશ્યલ ઓકેઝન  છે , એટલે સચીન પરનો લેખ અહીં આજુએ જ મુકું છું. ક્રિકેટ ભારતનો નશો છે, એમાંથી હું થોડોઘણો મુક્ત થઇ શક્યો છું પણ એથી ભારતીયોનો ક્રિકેટપ્રેમ ઓછો નથી થતો, અને દુનિયાનાં દરેક દેશને કોઈ રમતનું ને રમતવીરોનું ઘેલું હોય જ છે. ભારતમાં ફક્ત ક્રિકેટનો જ ક્રેઝ છે, એની ટીકા થઇ શકે પણ ક્રિકેટના ક્રેઝની જ ટીકા ગેરવાજબી જ નહિ, હાસ્યાસ્પદ છે. ચોવીસે કલાક કંઈ દેશ ભૂતકાળના શહીદોની જ ગાથાઓ પરાણે સાંભળીને બોર ના થાય. કોઈ દેશ નથી થતો. આપણી રાષ્ટ્રવાદની વ્યાખ્યા અને ક્લ્પના તદ્દન અવાસ્તવિક અને વેવલી છે. અને માત્ર  નારા-લવારા ને થોથાંમાં જ શોભે એવી અવ્યવહારુ છે. એની વે, એ અત્યારનો સબ્જેક્ટ નથી. ટૂંકમાં એટલું કે સચીન જેવા આઇકોન કોઈ પણ દેશ માટે એના આર્મી કર્નલ કે ક્રાંતિકારી જેટલા જ મહત્વના છે, ફક્ત ફિલ્ડ જુદું છે એટલું જ. સચીનની ગઈ કાલની જાદુઈ ફેરવેલ સ્પીચ જેમણે સાંભળી ( હાડો હાડ કોમર્શિયલ કોન્ટ્રાક્ટસને લીધે એના પ્રેમીઓ માટે પણ એનો ઓફિશ્યલ વિડીયો ઉપલબ્ધ નથી, સો સેડ ! ) એમને અહેસાસ હશે જ કે એ કોઈ વિભૂતિના ભાષણ કરતાં ઓછી યાદગાર નહોતી.

તો જોડાઈ જાવ મારી સાથે…લેખ સત્યે સહમત ના પણ થાવ ..સલામમાં તો જોડાશોને? 😛 …સચીન ના ગમતો હોય એમનામાં ય આટલી સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવી જ જોઈએ. લેખના અંતે બોનસ લેખની લિંક છે, હું ઘણી વાર લખી ચુક્યો છું એમાં ઔર ભી બેટ્સમેન કયું હૈ સચીન કે સિવાની ગવાહી પુરતી. હું તો ઘેર બેઠાં ગટ ફીલિંગથી જે કહું છું, એ ચિક્કાર પૈસો લઇ, ભરપૂર રિસર્ચ કરી આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો કહે છે. શાંત ચિત્તે એ બીબીસીની લિંક વાંચજો. એના લીધે સચીન પ્રત્યેનો આપણો પ્રેમ ઘટી નથી જવાનો. પ્રેમ તો ખામીઓમાં ય ખૂબી જોઈ શકે એને જ કહેવાય ને ! 🙂

===============================================

sachin_ramesh_tendulkar_

 સચીન ક્રિકેટર નથી, કાળખંડ છે. લિબરલાઈઝેશન પછી સતત વિકસતા ભારતીય મિડલ ક્લાસનો અરીસો છે!

”ક્રિકેટના મેદાન પર બેટસમેન એકલો જતો હોય છે…

…પણ તેંડુલકર નહિ! જ્યારે જ્યારે તેંડુલકર ક્રીઝ પર જતો હોય છે, ત્યારે આખો ભારત દેશ એની સાથે ચાલતો હોય છે!”

* * *

મલયાલમ કવિ સી.પી. સુરેન્દ્રનની આ કવિતા ખરેખર તો નરી વાસ્તવિકતા છે. દંતકથારૃપ વ્યક્તિત્વો, લિવિંગ લીજેન્ડસ બે વાર મરતા હોય છે. એક વાર મહાન તરીકે, એક વાર માણસ તરીકે. અને ખેલાડી કે કલાકાર રિટાયર થાય ત્યારે લોકોની યાદદાસ્તમાંથી ધીરે ધીરે ધુમ્મસભરી ખીણમાં ભૂંસાતા જવાને લીધે ગ્રેટનેસનું ગ્રેવયાર્ડ નજર સામે અનુભવે છે. સચીન નામનો ઈન્સાન શતાયુ થાય એ શુભેચ્છા, પણ સચીન નામના ક્રિકેટરને આખરી અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.

અને ભલે આમાં કોઈ આશ્ચર્યનો આંચકો નથી, પણ ગમગીનીની નમી જરૃર છે! ભલે, આ ઘટના એક દિવસ થવાની હતી અને એ દિવસ નજીક છે એવા અણસાર છેલ્લા કેટલાક વર્ષોથી હતા- પણ તો યે એકચ્યુઅલી એ દિવસ આવીને ઉભો છે, ત્યારે સિમ્યુલેટર પર સો વાર ગાડી ચલાવી હોય, તો યે રોડ પર એ ચલાવવાનું રિયલ પ્રેશર અનુભવાય એમ જ એક વેક્યુમ, ખાલીપો સતાવે છે. ઘરના કોઈ વૃદ્ધ વડીલ ભલે અશક્ત હોય, બહુ હરતાફરતા ખાતાપીતા કે બોલતા ન હોય, યાદશક્તિ ઘસાઈ ગઈ હોય- તો ય એમના હોવાનો અહેસાસ કલેજાને ટાઢક આપતો હોય કે એ છે! સચીન પણ ભલે પસંદગીની જ મેચો ઘણા સમયથી રમતો હોય, અપેક્ષિત દેખાવ ઘણી વાર ન યે કરતો હોય- પણ છતાં ય એની હાજરીની ધરપત એક રહેતી, સચીન તેંડુલકર છે ખરો ટીમમાં! બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ (જરૃર પડે તો કીપિંગ પણ કરી લેત!) કોઈ પણ રીતે, કોઈ પણ પાસામાં પોતાનું કૌવત બતાવવા!

ખરું, દરેક વાતમાં સૌમ્ય અને શાંત સચીને નિવૃત્તિના નિર્ણય સુધી પહોંચવામાં હજુર આતે આતે બહુત દેર કર દી જેવો ઘાટ થયો, અને દેખીતી રીતે એને માનભેર પણ વિદાય કરી દેવાનું રીતસર ‘સીરિઝ ફિક્સિંગ’ ઓફિશ્યલી કરવું પડયું! કબૂલ, સચીન લવર કરતાં વધુ ક્રિકેટ લવર હો તો તરત દેખાય કે એના રિફલેકસીસ આ શારીરિક શક્તિ માંગી લેતી સ્પોર્ટમાં ઉંમરને લીધે ધીમા પડયા છે, અને ટેલન્ટના ચમકારે હજુ યે ઝમકદાર ઈનિંગ્સ રમાતી હોવા છતાં હવે એમાં બે વચ્ચેનું અંતર પેલી દૂરદર્શનની ‘જચ્ચા ઔર બચ્ચા’ વાળી જાહેરાતમાં દર્શાવાતા બે સંતાન વચ્ચેના તબીબી અંતર જેવડું વિસ્તરતું જતું હતું. એગ્રી, કે સ્પોર્ટપર્સનનું પ્રોવિઝન ન હોવા છતાં રિટાયરમેન્ટ અગાઉના પેન્શન પ્લાન તરીકે મેદાન પર કદી પોલિટિકસ ન રમનાર સચીને એની ટ્રેડમાર્ક તટસ્થતા છોડી પોલિટિકલ પાર્ટીના સપોર્ટથી રાજ્યસભાની મેમ્બરશિપ સ્વીકારી બતાવી. તદ્દન સાચું કે એક સમયે સચીન આઉટ થાય એટલે એકસામટી નેશનલ પાવર ગ્રીડમાંથી વીજળીની બચત થતી કારણ કે રસિયાઓ ટીવી બંધ કરી દેતા! અને આજે વિરાટ કોહલીઓ કે શિખર ધવનો કે રોહિત શર્માઓ ધોની-શ્રીકાંતના ઈન્વેસ્ટમેન્ટનું બ્લુચિપ રિટર્ન આપતા હોઈ, દ્રવિડ, ગાંગુલી, લક્ષ્મણ પણ બહુ મિસ નથી થતા. તથ્ય તો એ પણ બરાબર કે અન્ડર ક્રાઈસીસ ફાઈટિંગ સ્પિરિટના બેટિંગ ક્લાસમાં લારા, ગાવસ્કર, રિચાર્ડસ, ધોની, કાલિસ, વોઘ, ડિસિલ્વા, મિયાંદાદ, માર્ટીન ક્રો એટસેટરા રેકોર્ડ બૂકમાં નહિ, પણ ગ્રાઉન્ડલૂકમાં ક્યાંક ચડિયાતા પુરવાર થાય…

પણ આ લખ્યા એ તમામ પણ કબૂલ કરે જ છે કે સચીન ઈઝ ગ્રેટેસ્ટ! અને એટલે જ શહેનશાહને શાહી સેલ્યુટ આપતી વખતે વિષ્ણુનું ૧૦૦૯મું નામ શોધવા જેવું સ્વીટ કન્ફ્યુઝન થાય છે. સચીનને કોમ્પ્યુટરાઈઝડ સ્કોરરની જરૃર ન પડે, એટલા બધા ચાહકો તેના રેકોર્ડસનો ડેટા મહામૃત્યુંજય મંત્રની પેઠે કંઠસ્થ કરીને રાખે છે! સચીનને લગતા અવનવા કિસ્સાઓ તો દાદીમાના વૈદાં કરતા ય ઓટલે ને આંગણે વધુ ચર્ચાય છે. ૨૦૦ ટેસ્ટ, સો ક્રિકેટ સદીઓ, છ વન ડે વર્ડ કપ અને ૨૪ વર્ષ ઉંચી સ્ટ્રાઈક રેટે રમી ચૂકેલા ભારતના અમિતાભ સિવાયની લોકપ્રિયતામાં સૌથી લાંબી ઈનિંગ રમી ચૂકેલી સેલિબ્રિટી માટે બીજું શું લખીએ? લમણે સલામીની મુદ્રામાં ટેકવેલી હથેળીના ટેરવાં અને ઝળઝળિયાંભરી આંખોથી દુઆઓ કરવા સિવાય?

ગાંધીજી માટે આઈન્સ્ટાઈને કહેલું કે ”હાડચામનો બનેલો આવો માણસ સદેહે પૃથ્વી પર ચાલેલો એ આવનારી પેઢીઓ માનશે નહિ!” આઈન્સ્ટાઈન કે ગાંધીને જોવાનો લ્હાવો નથી મળ્યો, પણ ક્લાસ પર્સોનિફાઈડ એવા સચીન તેંડુલકરની વિદાયવેળાએ આ જ ક્વોટ કહેવાનું મન થાય છે. હવે જન્મેલા બાળકો સચીન નામનો એક કુદરતી કરિશ્મા લાઈવ રમતો ત્યારે જોઈને કેવો રોમાંચ થતો, એની વાર્તાઓ જ સાંભળી શકશે પણ એ અનુભવી નહિ શકે!

* * *

બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીના થ્રીડી એલઈડી કે ટચસ્ક્રીન પેડ સુધીના કાળખંડ સુધી એક છેડે અણનમ ઉભેલું કોઈ ટટ્ટાર નામ હોય તો એ છે- સચીન તેંડુલકર! એ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવા આવ્યો ત્યારે હજુ રજનીશ જીવતા હતા, વી.પી. સિંહમાં લોકોને ભારત ભાગ્યવિધાતા દેખાતા હતા, બી.આર. ચોપરાની મહાભારત સિરિયલ હજુ પૂરી નહોતી થઈ, ગુલશનકુમારના મ્યુઝિકલ વરસાદના વાદળા બંધાતા હતા, યશ ચોપરાની ચાંદનીથી લવગુરૃ બનવાની યાત્રા શરૃ થઈ હતી, નરસિંહરાવના આર્થિક સુધારાને પણ બે વર્ષની વાર હતી.

આજે સચીન કર્ટન કોલ કહે છે, ત્યારે આ તમામ ગુજરી ચૂક્યા છે! બોલીવૂડમાં અનિલ-જેકી-મિથુન ગયા ને એમના સંતાનો પણ આવી ગયા. ખાનયુગ શરૃ થયો તે અસ્તાચળે પહોંચ્યો. ટીવી રાત્રે ૧૦-૨૦ કલાકે આવતી સિરિયલોમાંથી ૧૬ કરોડ ઘરોમાં વિસ્તરી ગયેલું સેંકડો પરદેશી ચેનલોનું સામ્રાજ્ય બની ગયું. અમેરિકા રશિયાની કોલ્ડ વોર પૂરી થઈ અને બે જર્મની વચ્ચેની બર્લિન વોલ તૂટી ગઈ! ચીન મહાસત્તા થઈ ગયું અને માઈક્રોસોફટે કોમ્પ્યુટર ઘેર ઘેર પહોંચાડયું, જેને એન્ડ્રોઈડ ફોનની ક્રાંતિ હંફાવી રહી છે! બાબરી મસ્જીદથી ઉદય પામેલા અડવાણીનો મોદી મેજીકમાં અસ્ત પણ થઈ ગયો અને કપિલ-શાસ્ત્રીથી અઝહર-જાડેજા અને કૈફ-ગાંગુલી અને શ્રીનાથ-કુંબલેની આખી પેઢીઓ પસાર થઈ ગઈ… સ્ટેફી-સબાતિની મમ્મીઓ થઈ ગઈ!

પણ સચીન રમતો રહ્યો, રન કરતો રહ્યો, વિકેટો લેતો રહ્યો અને એથીએ વધુ કરોડો ભારતવાસીઓના દિલમાં વગર પેસમેકરે સતત ધબકતો રહ્યો. સચીન કદી મોટો થયો જ નહિ, આજે ય એ ‘લાલા’ની માફક દરેક હિન્દુસ્તાની માનો ડાહ્યોડમરો બેટડો જ બનીને રહ્યો. કોઈ વિવાદ નહિ, કોઈ ફસાદ નહિ, કોઈ ફરિયાદ નહિ- બસ, તારણહાર કૂળદીપક. ભારતમાતાનો આદર્શ પનોતો પુત્ર!

૧૯૮૩ના વર્લ્ડકપ વિજય પછી ભારતમાં ક્રિકેટ ક્રેઝ અચાનક ફિલ્મોની કોમ્પિટિશન કરવા લાગેલો, કારણ કે હવે એ કાનથી સંભળાતી કોમેન્ટરીને બદલે આંખથી જોવાતું ટીવી હતું! ત્યારના સ્કૂલ સ્ટુડન્ટસની આખી એક પેઢી આઝાદી પછીનું સૌથી મોટું પરિવર્તન- રાજકારણથી મનોરંજન, ટેકનોલોજીથી ઈકોનોમી, ફંકશનથી ફિલ્મ્સ, લાઈફસ્ટાઈલથી ડ્રીમ્સમાં જોવા જઈ રહી હતી.

ત્યારે એંગ્રી યંગ મેનના એસ્કેપીસ્ટ દૌરમાં, કરપ્ટ સીસ્ટમથી થાકેલી દેશમાં વિનોદ કાંબલી સાથે ૬૬૪ રનની વિક્રમી ભાગીદારી કરનારો એક સ્કૂલબોય સમાચારોમાં ચમક્યો. એક સાહિત્યપ્રેમી પિતાનો મિડલક્લાસ સીધોસાદો શાંતસરળ છોકરડો. અને કેવળ ટેલન્ટ, ફક્ત પરફોર્મન્સના જોરે એ આગળ વધતો જ ગયો. પાકિસ્તાનની પેલી સુખ્યાત સીરિઝમાં ઈમરાન-કાદિરના શબ્દશઃ છક્કા છોડાવી દીધા ત્યારે કોન્ટ્રાસ્ટ ઈફેક્ટ ગજબનાક હતી! પાકિસ્તાનનો ભારતને હંમેશા હંફાવતો રાક્ષસી પઠાણી બોલિંગ એટેક, અને સામે અંગૂઠા જેવડો એક છોકરડો. બેબી ફેઈસ, બેબી વોઈસ. બટ જાયન્ટ સુપરહીરો ફ્રોમ વિધિન!

ડેવિડ વર્સીસ ગોલિઆથ જેવી એ તખ્તા પર એન્ટ્રી હતી, જેણે તેંડલકરને કાલીનાગને નાથનારા શામળિયા કે ગોવર્ધન ઉંચકનાર ગિરીધરની જેમ ઓવરનાઈટ ઉંમરથી ઉપર બેસાડી દીધો, લોકહૃદયનો રાજાધિરાજ બનાવી દીધો. મિડલ ક્લાસનો એક છોકરો લાગવગથી ચાલતા દેશમાં પોતાની વગ ચલાવે એવો ધરખમ ધુરંધર બની શકે- એ ફક્ત અને ફક્ત પરફોર્મન્સ એન્ડ ટેલન્ટના જોર પર! ઈટસ એ ફેરીટેલ. પબ્લિકને જાણે પોતાના સપનાનો સાક્ષાત્કાર થતો લાગ્યો. સચીન એક ક્રિકેટર નહિ, એક જીવંત આશા બની ગયો- સફળતાના- એવરેસ્ટ પર ચડવાની, ત્યાં અટક્યા વિના ટકવાની! સ્વભાવનો હળવો અને નમ્ર, પણ ફિલ્ડ પર વજનદાર બેટથી ક્રિકેટ બૂકના તમામ શોટસ નિર્દયતાથી ફટકારનારો વાયુપુત્ર આયર્નમેન! ઠિચૂક ઠિચૂક ચાલતા સુષ્ઠુ સુષ્ઠુ ક્રિકેટમાં આવતાવેંત ફર્સ્ટ ક્લાસ ઇન્ટરનેશનલ મેચમાં ૧૮ દડામાં ૫૦ રન ઝીંકી દેનાર સચીનમાં પ્યોર એન્ટરટેઈનમેન્ટ હતું. ભારતે કદી જોયો નહોતો એવો એ ચમત્કાર હતો. અગાઉના શ્રીકાંત-પાટિલ- કપિલ દિવાળીના ભંભૂ હતા. થોડા ચમકારા વેરીને ખરી પડે. સચીન જ્વાળામુખી હતો, જે એકધારો સતત રન-અગન ઓક્યા જ કરે અને ભવ્ય આતશબાજીનો નજારો કરાવે! જાણે શાસ્ત્રીય સંગીતના ઉંઘરેટા બોરિંગ જલસામાં અચાનક કોઈએ બોંગો બીટસ અને રોક ગિટાર પર બ્રેક ડાન્સ શરૃ કર્યો!

રેસ્ટ ઈઝ નોટ જસ્ટ હિસ્ટ્રી, બટ હિઝ સ્ટોરી! સચીનમાં ભીમની ગદાની આક્રમકતા અને મહાવીરના તપની સમતાનું અજોડ કોમ્બિનેશન હતું. એટલે જ એને આદર્શ માની રમવાનું શરૃ કરેલો સેહવાગ ઓલમોસ્ટ ફેંકાઈ જવા આવ્યો, ત્યારે ય સચીન પોતાની શરતોએ એકઝિટ લઈ શકે એટલું ટક્યો. એટેકથી એણે માસની તાળીઓ મેળવી, ડિફેન્સથી એણ ક્લાસની વાહવાહી મેળવી. ટૂંકમાં બ્લોકબસ્ટર ફિલ્મને ક્રિટિકસ એવોર્ડ પણ મળે એવો સ્થિરતા અને સનસનાટીનો સજજ સંતુલિત સંગમ સચીનમાં હતો. તેંડુલકર મીન્સ પોપ્યુલર! ભાઈ અજીતની બિઝનેસ સેન્સ પણ ભળી એન્ડ સચીન ઈઝ ફર્સ્ટ ગ્લોબલ હ્યુમન બ્રાન્ડ ફ્રોમ ઈન્ડિયા આફટર રિફોર્મ્સ. શૂમાબરથી ફેડરરનો, સાનિયા મિર્ઝાથી ડોન બ્રેડમેનનો લાડકો પ્લેયર.

એન્ડ સ્માર્ટ પ્લેયર. આ ઈગોઈસ્ટિક દેશમાં બોલો તો કોન્ટ્રોવર્સી થાય એની સમજ સચીનને સમાજ ફટકારે એ પહેલા આવી ગઈ હશે. એટલે એણે હોંઠ ભીડીને બેટને જ બોલવા દીધું. એનું જેન્ટલમેન ટેમ્પરામેન્ટ લીડરશિપ માટેનું નહોતું. એટલે નિષ્ફળતા બાદ ખૂબીપૂર્વક ખસીને અન્ય કેપ્ટનોને સપોર્ટ કરી એમનો ચહેતો પણ રહ્યો. ટેનિસ એલ્બો બાદ રમવામાં સિલેક્ટિવ રહ્યો. આટલું એનું એકચક્રી પ્રભુત્વ, અકબર- અશોક જેવા સમ્રાટોથી વધુ વિસ્તરેલી એની આંતરરાષ્ટ્રીય ‘આણ’ (રેપ્યુટેશન યુ નો?) અને એના નાક નીચે મોંગિયાથી મયપ્પન સુધીના મેચ ફિક્સિંગ કૌભાંડો ચાલે અને આઈપીએલની હાટડીબજાર ભરાય, ત્યાં સુધી એને ગંધ પણ ન આવે? બેમત નથી કે સચીનની પવિત્રતા સીતા જેવી શુદ્ધ રહી છે. એના પર આંગળી ચીંધામણ થઈ હોત તો ક્રિકેટપ્રેમીઓએ આપઘાત કર્યા હોત. એણે એની જાતને શોર્ટકટના પ્રલોભનમાંથી મુક્ત જ રાખી છે. પણ આ અંગે અવાજ ઉઠાવવા કે જાણ કરવા કે ખુલીને કશુંક કહેવાની ક્રાંતિના ઘર્ષણથી પણ મુક્ત રાખી છે! કુશળતાપૂર્વક સચીનને ચકરાવે ચડાવતી ડિલિવરીને રમ્યા વિના જ છોડતા આવડે છે. એટલે આજે એની કોઈ બિટર મેમરીઝ નથી, બટરફ્લાય વિંગ્સ જેવું રેઈનબો જ છે! માર્ક મસ્કરહાન્સે પારખુ ઝવેરીની નજરથી વર્લ્ડટેલ માટે આ હીરાને ઘડયો અને સચીન મોસ્ટ પોપ્યુલર ક્રિકેટ બ્રાન્ડ તરીકે હાઈએસ્ટ પેઈડ ક્રિકેટર થયો!

બહોત ખેલ્યો સચીન. પણ દિમાગના ડબ્બામાં લોક કરીને પાસવર્ડ ખોઈ નાખવાનો હોય તો પેલી ૧૯૯૮ના એપ્રિલની ગરમીમાં શારજાહમાં બેકટુબેક આવેલી મૂશળધાર બારિશના ડેઝર્ટ સ્ટોર્મમાં ધોવાઈ ગયેલા ઓસ્ટ્રેલિયાને યાદ કરવું પડે. એ ઈનિંગોએ સચીનને ઈન્સાનમાંથી દેવતાઈ ફિરસ્તો બનાવી દીધો. મુશ્કેલ દૌરમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ત્યારે એકમાત્ર સચીન જ કરોડરજજુના બધા મણકાનો ભાર ઉંચકતી કમર બની રહ્યો હતો. બાકીના બધા ધબાય નમઃ ! ભારતીય ક્રિકેટે આખો એક દસકો જોયો છે કે ઓપનિંગથી મિડલ ઓર્ડર- ફક્ત સચીન તેંડુલકર ઉપર જ બેટિંગનો, જીતવાનો, ક્રિકેટમાં ખર્ચેલ સમય-સંપત્તિ વસૂલ કરવાનો દારોમદાર હોય! બાઉન્સરોનો સિકસરોમાં જવાબ દેતા ભારતીય ક્રિકેટને સચીને કેળવ્યું. અને સચીને વન મેન આર્મીનો એ ક્રૂઝેડિંગ જવાબદારી કોલર ઉંચા કર્યા વિના કાંડુ ઉંચુ કરીને નિભાવી જાણી. એકલવીર બેટિંગકિંગ. એક તરફ રેમ્બોની માફક લિટલ માસ્ટર એકલો, બીજી તરફ પરફોર્મ ન કરતી ભારતીય ટીમનો ટોપલો અને ભલે જૂના જમાના જેવા ઘાતક નહિ તો યે પાણીદાર હરીફો- પીચોનો ખડકલો! પણ સચીન ચટ્ટાન બની તૂફાનોને ગટગટાવતો રહ્યો.

ખબર ન પડી કે ક્યારે આ ટીમ ગેઈમનો ચહેરો- શરીર- હાથપગ બધું જ માત્ર એક ખેલાડી બની ગયો! હી બિકેઈમ ગોડ! કોઈને ઝટ ભગવાન બનાવી ઘેલાં કાઢવાની આપણી રાષ્ટ્રીય કુટેવ છે. પણ ઢોંગી ધાર્મિક ‘ગોડમેન’ કરતા લાખો લોકોની ગાંડીતૂર અપેક્ષાઓનું ઘોડાપૂર વિચલિત થયા વિના આ ક્રિકેટિંગ ગોડે પચાવી જાણ્યું છે, એ કહેવું પડે. એટલે જ રેસિંગ કાર, ફાસ્ટ વેસ્ટર્ન મ્યુઝિક, ઈન્ટરનેશનલ ક્યુઝિન (ફૂડ)નો શોખીન હોવા છતાં સચીન જૂની પેઢીને પણ નવી પેઢીને મિસાલ આપી શકાય તેવો ડિસીપ્લીન્ડ એન્ડ ડિગ્નીફાઈડ લાગે છે. આઈકોન સ્ટાઈલિશ, યંગ, પ્રોફેશનલ હોવા છતાં કેટલો સ્થિર, ભરોસાપાત્ર, સંયમી હોય એનું રોલ મોડલ આ વારંવાર માની લીધેલા ભગવાનોથી છેતરાતા દેશને સચીને પૂરું પાડયું છે. સ્ટેન્ડિંગ ઓવેશન એન્ડ થમ્બસ અપ.

* * *

”સચીન પર એક પુસ્તક કરવું છે, તમે લખો તો સરસ થાય. હજુ સુધીએ કોઈએ કર્યું નથી. ઈન્ટરવ્યૂનું ગોઠવી દઉં અને વેલ રિસર્ચ્ડ લાઈફ સ્ટોરી.”

દસકાથી પણ વધુ સમય પહેલા મુંબઈમાં એમની ઓફિસમાં ગ્રાહક તરીકે ગયેલા આ લખવૈયાને આ ઓફર મૂકી સ્વ. સુરેશ દલાલે! મનમાં તો પાઈનેપલ પેસ્ટ્રી અને ચોકલેટ કેક ફુટવા લાગી. ખંતપૂર્વક એનો માળો એક પછી એક સળીથી ગૂંથવાનો ચાલુ કર્યો. ત્યાં જ મમ્મીને કેન્સરમાં ગુમાવવાની વેળા આવી. બેસુમાર કતરનોના ટાંચણો કોથળા ભરાઈને પડયા રહ્યા. ફરી એ હાથમાં લેવાનું થાય, ત્યાં તો આ ગુમાવેલી ઓવર્સમાં પેંગ્વીને સ્કોર કર્યો, ગુલ્લુ એઝકિલ પાસે લખાવેલી સચીનની ઓફિશ્યલ બાયોગ્રાફી આવી ગઈ. પહેલી વાર એ કરવાનો ચાર્મ ઓસરી ગર્યો પછી બેઉ પક્ષે વાત પડતી મૂકાઈ, નહિ તો સચીનની પ્રથમ સત્તાવાર બાયોગ્રાફી યોર્સ ટ્રુલીએ બડી સિન્સિયરલી ભારતભરમાં લખી હોત!

પણ સચીને આ અમારી આખી જનરેશનની બાયોગ્રાફી લખી છે. સેઈમ એજ, ડિફરન્ટ ફિલ્ડ. એ પહેચાન બનાવવા મેદાન પર ઝઝૂમતો હતો, ત્યારે આખી એક પેઢી બારમાની પરીક્ષાના દરવાજે આઈડેન્ટીટીના દસ્તક દેતી હતી! એ એક પછી એક પગથિયાં ચડતો ગયો, અમે ય ચડતા ગયા. હી વોઝ લાઈક ફેલો ટ્રાવેલર. યૂથ વોઈસ અગેઈન્સ્ટ ઓલ્ડ જંક. ક્રિકેટ ઓછું થતું ગયું, પણ સચીનના અચળાંકની હાજરી જાણે ક્રિકેટ ટીમમાં ખુદની પ્રેઝન્સ પુરાવી ચાલુ વર્તમાનકાળમાં રાખતી હતી. હવે એ પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. અચાનક જાણે આયનામાં દેખાતું પ્રતિબિંબ પરીકથાઓના પાત્રોની જેમ અકાળે વૃદ્ધ થઈ ગયું. એ ફિટ હતો ત્યાં સુધી સેવન્ટીઝમાં જન્મેલી આખી જનરેશનને જવાનીનો અમરપટ્ટો મહેસૂસ થતો હતો. નાઉ, વોર્નિંગ એહેડ. સચીન જેવા સચીને પણ મેદાન છોડવું પડે છે!

સિલેકટર સચીન, ટીચર સચીન, કોમેન્ટેટર સચીન… નવો દાવ રાહ જોઈ રહ્યો છે તારી… કીપ હિટિંગ.

ફાસ્ટ ફોરવર્ડ

આપણી પાસે ભારત હતું, એ બ્રિટિશરોએ જીતી લીધું. બ્રિટિશરો પાસે ક્રિકેટ હતું, એ તેંડુલકરે જીતી લીધું!

sachin_tendulkar
* આ સચિનથી આગળ ક્રિકેટના પણ પ્રેમીઓ માટે ની લિંક :  કરો ક્લિક 

 
20 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 17, 2013 in feelings, india, inspiration, life story, youth

 

ડેટ એ કેટ ;)

આજના આ ડેટ સ્પેશ્યલ સ્પેકટ્રોમીટર ( <—– આ લિંક પર ક્લિક કરી એ પહેલા વાંચી જવા વિંનતી ) નાં પ્રેરણાસ્રોત મૂળ અંગ્રજી લેખ મુકવાના બહાને આ બ્લોગ ઉપવાસ છૂટ્યા ! 😀 તારીખવાળી ડેટ મુજબના બર્થ ડે પર આ “ડેટ” પરનો લેખ રીડરબિરાદરોને ગિફ્ટ B-)

girl reading


Date a girl who reads ~ Rosemarie Urquico

Date a girl who reads. Date a girl who spends her money on books instead of clothes. She has problems with closet space because she has too many books. Date a girl who has a list of books she wants to read, who has had a library card since she was twelve.

Find a girl who reads. You’ll know that she does because she will always have an unread book in her bag. She’s the one lovingly looking over the shelves in the bookstore, the one who quietly cries out when she finds the book she wants. You see the weird chick sniffing the pages of an old book in a second hand book shop? That’s the reader. They can never resist smelling the pages, especially when they are yellow.

She’s the girl reading while waiting in that coffee shop down the street. If you take a peek at her mug, the non-dairy creamer is floating on top because she’s kind of engrossed already. Lost in a world of the author’s making. Sit down. She might give you a glare, as most girls who read do not like to be interrupted. Ask her if she likes the book.

Buy her another cup of coffee.

Let her know what you really think of Murakami. See if she got through the first chapter of Fellowship. Understand that if she says she understood James Joyce’s Ulysses she’s just saying that to sound intelligent. Ask her if she loves Alice or she would like to be Alice.

It’s easy to date a girl who reads. Give her books for her birthday, for Christmas and for anniversaries. Give her the gift of words, in poetry, in song. Give her Neruda, Pound, Sexton, Cummings. Let her know that you understand that words are love. Understand that she knows the difference between books and reality but by god, she’s going to try to make her life a little like her favorite book. It will never be your fault if she does.

She has to give it a shot somehow.

Lie to her. If she understands syntax, she will understand your need to lie. Behind words are other things: motivation, value, nuance, dialogue. It will not be the end of the world.

Fail her. Because a girl who reads knows that failure always leads up to the climax. Because girls who understand that all things will come to end. That you can always write a sequel. That you can begin again and again and still be the hero. That life is meant to have a villain or two.

Why be frightened of everything that you are not? Girls who read understand that people, like characters, develop. Except in the Twilight series.

If you find a girl who reads, keep her close. When you find her up at 2 AM clutching a book to her chest and weeping, make her a cup of tea and hold her. You may lose her for a couple of hours but she will always come back to you. She’ll talk as if the characters in the book are real, because for a while, they always are.

You will propose on a hot air balloon. Or during a rock concert. Or very casually next time she’s sick. Over Skype.

You will smile so hard you will wonder why your heart hasn’t burst and bled out all over your chest yet. You will write the story of your lives, have kids with strange names and even stranger tastes. She will introduce your children to the Cat in the Hat and Aslan, maybe in the same day. You will walk the winters of your old age together and she will recite Keats under her breath while you shake the snow off your boots.

Date a girl who reads because you deserve it. You deserve a girl who can give you the most colorful life imaginable. If you can only give her monotony, and stale hours and half-baked proposals, then you’re better off alone. If you want the world and the worlds beyond it, date a girl who reads.

Or better yet, date a girl who writes.

*અને બોનસમાં જરા આ ય વાંચી લો…. 😉 😛

941881_469886069756614_1549280785_n

“You Should Date an Illiterate Girl”, by Charles Warnke

Date a girl who doesn’t read. Find her in the weary squalor of a Midwestern bar. Find her in the smoke, drunken sweat, and varicolored light of an upscale nightclub. Wherever you find her, find her smiling. Make sure that it lingers when the people that are talking to her look away. Engage her with unsentimental trivialities. Use pick-up lines and laugh inwardly.

Take her outside when the night overstays its welcome. Ignore the palpable weight of fatigue. Kiss her in the rain under the weak glow of a streetlamp because you’ve seen it in film. Remark at its lack of significance. Take her to your apartment. Dispatch with making love. Fuck her.

Let the anxious contract you’ve unwittingly written evolve slowly and uncomfortably into a relationship. Find shared interests and common ground like sushi, and folk music. Build an impenetrable bastion upon that ground. Make it sacred. Retreat into it every time the air gets stale, or the evenings get long. Talk about nothing of significance. Do little thinking. Let the months pass unnoticed. Ask her to move in. Let her decorate. Get into fights about inconsequential things like how the fucking shower curtain needs to be closed so that it doesn’t fucking collect mold. Let a year pass unnoticed. Begin to notice.

Figure that you should probably get married because you will have wasted a lot of time otherwise. Take her to dinner on the forty-fifth floor at a restaurant far beyond your means. Make sure there is a beautiful view of the city. Sheepishly ask a waiter to bring her a glass of champagne with a modest ring in it. When she notices, propose to her with all of the enthusiasm and sincerity you can muster. Do not be overly concerned if you feel your heart leap through a pane of sheet glass. For that matter, do not be overly concerned if you cannot feel it at all. If there is applause, let it stagnate. If she cries, smile as if you’ve never been happier. If she doesn’t, smile all the same.

Let the years pass unnoticed. Get a career, not a job. Buy a house. Have two striking children. Try to raise them well. Fail, frequently. Lapse into a bored indifference. Lapse into an indifferent sadness. Have a mid-life crisis. Grow old. Wonder at your lack of achievement. Feel sometimes contented, but mostly vacant and ethereal. Feel, during walks, as if you might never return, or as if you might blow away on the wind. Contract a terminal illness. Die, but only after you observe that the girl who didn’t read never made your heart oscillate with any significant passion, that no one will write the story of your lives, and that she will die, too, with only a mild and tempered regret that nothing ever came of her capacity to love.

Do those things, because nothing sucks worse than a girl who reads. Do it, I say, because a life in purgatory is better than a life in hell. Do it, because a girl who reads possesses a vocabulary that can describe that amorphous discontent as a life unfulfilled—a vocabulary that parses the innate beauty of the world and makes it an accessible necessity instead of an alien wonder. A girl who reads lays claim to a vocabulary that distinguishes between the specious and soulless rhetoric of someone who cannot love her, and the inarticulate desperation of someone who loves her too much. A vocabulary, god damnit, that makes my vacuous sophistry a cheap trick.

Do it, because a girl who reads understands syntax. Literature has taught her that moments of tenderness come in sporadic but knowable intervals. A girl who reads knows that life is not planar; she knows, and rightly demands, that the ebb comes along with the flow of disappointment. A girl who has read up on her syntax senses the irregular pauses—the hesitation of breath—endemic to a lie. A girl who reads perceives the difference between a parenthetical moment of anger and the entrenched habits of someone whose bitter cynicism will run on, run on well past any point of reason, or purpose, run on far after she has packed a suitcase and said a reluctant goodbye and she has decided that I am an ellipsis and not a period and run on and run on. Syntax that knows the rhythm and cadence of a life well lived.

Date a girl who doesn’t read because the girl who reads knows the importance of plot. She can trace out the demarcations of a prologue and the sharp ridges of a climax. She feels them in her skin. The girl who reads will be patient with an intermission and expedite a denouement. But of all things, the girl who reads knows most the ineluctable significance of an end. She is comfortable with them. She has bid farewell to a thousand heroes with only a twinge of sadness.

Don’t date a girl who reads because girls who read are the storytellers. You with the Joyce, you with the Nabokov, you with the Woolf. You there in the library, on the platform of the metro, you in the corner of the café, you in the window of your room. You, who make my life so god damned difficult. The girl who reads has spun out the account of her life and it is bursting with meaning. She insists that her narratives are rich, her supporting cast colorful, and her typeface bold. You, the girl who reads, make me want to be everything that I am not. But I am weak and I will fail you, because you have dreamed, properly, of someone who is better than I am. You will not accept the life that I told of at the beginning of this piece. You will accept nothing less than passion, and perfection, and a life worthy of being storied. So out with you, girl who reads. Take the next southbound train and take your Hemingway with you. I hate you. I really, really, really hate you.

 
34 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 6, 2013 in art & literature, feelings, personal, romance

 

રાંઝણા – 2

ગયા વખતે આ પોસ્ટમાં  તમે રાંઝણા ફિલ્મ પર મેં લખેલા લેખનો પહેલો ભાગ વાંચ્યો. પહેલો બ્લોગ પર મુકવો પડ્યો એટલે એટલી પ્રિન્ટ મિસ્ટેક્સ ના હોવા છતાં બીજો ય મુકવાનો જ રહે. હજુ બ્લોગ પર લેખ લખતી વખતે એકઠા થયેલા ડીલીટેડ સીન્સનો એક ટૂંકો ત્રીજો ભાગ મુકવાની ઈચ્છા છે. આફ્ટરઓલ, બિલકુલ સેલેબલ નહિ એવી પેર હોવા છતાં હીટ તો ખરી જ પણ રિલીઝના બે વીક પછી પણ જેની ચર્ચા થતી રહે એવી ઐતિહાસિક અસર છોડતી આ ફિલ્મ બોલિવુડની એવરગ્રીન ક્લાસિક છે. એની વે, અત્યારે ફિલ્મમાં ન્હાયા પછીનો બીજો સહજ વધુ ડાર્ક પણ ઓછી ચર્ચાતી વાસ્તવિકતા દર્શાવતો લેખ વાંચી લો…ફિલ્મ ના જોઈ હો તો જોઈ લેજો.

 

બડી વફા સે નિભાઈ હમને, તુમ્હારી થોડી સી બેવફાઈ..!

raanjhanaa

કેમ છોકરીઓ માટે એને જે પાગલની જેમ ચાહતો હોય અને પોતે જેના પાછળ પગલી હોય તે પુરૂષ મોટે ભાગે અલગ અલગ હોય છે?

 

તું છો રાણી, ક્વીન.

તારાથી ઘણીયે ઉંચી હોય છે.

તારાથી કેટલીયે વધુ પવિત્ર હોય છે. શુદ્ધ.

તારાથી વધુ પ્યારી પણ ઘણી હોય છે.

પણ તો ય તું છો રાણી.

તું જ્યારે શેરીમાં નીકળે છે

ત્યારે બધા તને એ રીતે ઓળખતા નથી.

કોઈને નથી દેખાતો તારા ચહેરા પર ઝગમગતો તાજ.

કોઈ જોતું નથી એ લાલ સોનેરી જાજમને- જેના પર તું ચાલે છે.

અને જ્યારે તું દેખાય છે,

બધી જ નદીઓ મારા શરીરમાં ઉમટે છે.

ઘંટારવ આસમાન ધ્રુજાવે છે

મંત્રગાનથી સૃષ્ટિ ભરાય છે

માત્ર તું અને હું,

માત્ર તું અને હું, માય લવ

મને સાંભળ તો ખરી !

 

પાબ્લો નેરૂદાની આ અદભુત પ્રેમકવિતા છે. એક આશિક દીવાનાના દિલનો દસ્તાવેજ.

આશિક અહીં માશૂકને કહે છે કે તું જ એકમાત્ર રૂડીરૂપાળી સુપરસ્પેશ્યલ છો, એવું નથી. આમ તો બીજા ઘણા માટે તું ઓર્ડિનરી જ છો. પણ મારા માટે તું એકસ્ટ્રા ઓર્ડિનરી છો, રૂદિયાની રાણી છો. ગોપીઓ વચ્ચે રાધા છો. અને જે તારૃં છલકતું રૂપ, દમકતો ઠસ્સો દેખાય છે, એ કોઈ પરમના સાક્ષાત્કારથી કમ નથી. લૈલા કો જરા મજનૂ કી નિગાહોં સે તો દેખો !

લવના સ્ટેજ હોય છે, ફેઝ હોય છે. એક લવ શરૃઆતમાં એડિકશનવાળો હોય છે, જેમાં પ્રેમી/પ્રેમિકાનું વળગણ થયા રાખે છે. આસમાનના સિતારા કરતા વધુ સંખ્યામાં રોજ એના જ વિચારો આવ્યા કરે, એનો જ ચહેરો દેખાયા કરે, એના જ સ્વરના ભણકારા ગુંજયા કરે! એક પેશનવાળો હોય છે, જેમાં ગમે તેમ કરીને એને પામવાની, સ્પર્શવાની, જીતવાની, ચૂમવાની આરઝૂમાં મન ઝૂર્યા કરે. એના ગાલ સાથે ગાલ અડાડી ભેટવાનું કે એના ખોળામાં માથું અને એમાં ચાલતા સઘળા અવળાસવળા વિચાર મૂકીને સૂવાનું મન થયા કરે.

અને એક લવ ડિવોશનવાળો હોય છે. (એમ તો ઓબ્સેશનવાળો- મારામારી કરવાવાળો કે નુકસાન પહોંચાડવાવાળો પણ હોય છે, લેકિન વો લવ નહિ, જેલસી- પઝેસિવનેસ હો ગઈ). ટેન્શન નહિ, સેન્સેશન. ટુ સરેન્ડર, ટુ સેક્રિફાઈસ. કોઈ અપેક્ષા નહિ, બસ ભક્તિની માફક મુક્તિ કાજે સમર્પણ! તર્ક નહિ, લાગણીઓનો અર્ક. વિકસતો વિકસતો આ પ્રેમ આપોઆપ કેસરકઢેલી બાસુંદી જેવો મલાઈદાર અને મેચ્યોર બને છે, જીવનના તાપમાં ઉકળી ઉકળીને! જેમ શિષ્ય ગુરૃ સામે, ભક્ત ભગવાન સામે ઝૂકી જાય છે, અને ગુરૃ કે ગોવિંદ ગમે તેટલી કસોટીઓ કરે, ગમે તેટલા ફટકા મારે- તો ય સુખ આપે તે જ ભગવાન જેવી સોદાબાજી કરતો નથી. જવાન દીકરાના મોતના દુઃખ પર પણ જે ગમે જગતગુરૃદેવ જગદીશને કહીને નરસિંહ મહેતાની જેમ શામળિયાના ધ્યાન અંગે શંકા કરવાને બદલે વધુ સમર્પિત થાય એવો ડિવાઈન ડિવોશનલ લવ!

‘રાઝણા’ની મંઝિલ પડતા- આખડતા- ભૂલો કરતા- આવેશમાં આવતા માસૂમ બચ્ચાંથી જેનું દિલ દુખે તે જવાન અને ત્યાંથી તબક્કાવાર પ્રેમની આંતરચેતનાના અજવાળે ઈશ્વરતુલ્ય ઈન્સાન બનતા નાયકના ગ્રોથનો ગ્રાફ કંડારવાની છે. જેમ ભક્ત-ભગવાનનો પ્રેમ આમ જુઓ તો વનસાઈડેડ જ હોય છે. ભગવાન ભાગ્યે જ દેખાવાના કે રોજ મળીને વાત કરવાના છે કે બધા દુખો કંઈ ચપટી વગાડતા દુર કરવાના નથી, ઉલટું મોક્ષ-મિલનની તડપ વધારવાના છે, છતાં એકતરફી સમર્પણથી ભક્ત તો પ્રભુચરણે શરણાગિત સ્વીકારતો જ જાય છે, એણે જ ભજેલા ઈશ્વર-અલ્લાહ-ગોડનું આપેલું મોત પણ એક દિવસ સંધારાની જેમ સ્વેચ્છાએ ગળે વળગાડી લે છે, એવું જ આપણા આ બનારસીયા રાંઝણાનું છે. એટલે સ્તો ગત સપ્તાહે ‘અનાવૃત’ના લેખમાં જોયું તેમ, એની કહાની બનારસમાં આકાર લે છે. જે શહેર જ ભારતીય સંસ્કૃતિમાં નિઃસ્વાર્થ ભક્તિ, પાપનો પસ્તાવો કરી પુણ્યની શુધ્ધિ અને પવિત્ર નિર્મળતાનું જીવતું જાગતું પ્રતીક ગણાય છે.

આજે બધા ‘સાચો પ્રેમ હોય?’ એવા ડાઉટ કરે છે (જેને ‘સાચી શ્રધ્ધા હોય?’ એવો ય સંશય ઢોંગીઓના ફુગાવાને લીધે ઉઠે જ છે ને!) ત્યારે બનારસના સિમ્બોલથી અસલી પ્રેમના શંકરે નીલકંઠ બની ઝેર પીને કુંદન (સોનુ) બનવા કેવું બળવું-ટીપાવું પડે છે, એની ગાથા છે રાંજણા. પ્રેમથી પરમેશ્વર બનવાનો “ગાઈડ” (વિજય આનંદ)નુમા સંદેશ! આ રાજધાની દિલ્હીનો વિચારીને, ગણીને, ભવિષ્યની સંભાવના મુજબ ચોકઠાં ગોઠવીને એરેન્જ કરાતો કે દુનિયાને દેખાડવા માટે જીવનસાથી પામતો સંબંધ નથી. આ ગંગા જેવો ખુદાઈ ઈશ્ક છે!

raanjhnaa 3અને એટલે જ ફિલ્મની વાર્તાને જ આગળ વધારતી કડી બનતા ઈરશાદ કામિલ-રહેમાનના ગીતોમાં આ મોંઘેરી મહોબ્બતના રંગીન લસરકા ચીતરાયા છે. મોહે ચાકર રાખો જી,ની અદામાં નાયક કેફિયત આપે છે- તુમ તક તુમ તક અરજી મેરી, ફિર આગે જો મરજી તેરી, મેરી અક્કલ દીવાની તુમ તક, મેરી સકલ જવાની તુમ તક… અને દુશવારી, હોશિયારી, ખુમારી, કહાની બધું જ પ્રિયજનના ચરણે પુષ્પની જેમ ધરી દીધા પછી એ જ હીરો ચિલ્લાઈ છે- ઐસે ના દેખો, મુજે કુછ નહિ ચાહિયે તુમ સે, ના દિલાસા ના ભરોસા, ના વાહવાહી… ના હમદર્દી… ના સપના, ના સહુલત… મૈં હું ઉન લોગો કા ગીત જો ગીત નહિ સુનતે, પતઝડ કા પહેલા પત્તા, રેગિસ્તાન મેં ખોયા આંસુ, ગુઝરા વક્ત…

એક ખોવાઈ ગયેલી, ચુકાઈ ગયેલી ક્ષણ ફરીથી મેળવવાની ‘દેવદાસીય’ પીડામાંથી પસાર થતા પુરૃષનો આ આર્તનાદ છે. પુરૃષનો એટલે કે પ્રેમમાં ફાઈનલ ચોઈસ હમેશા સ્ત્રીની હોય છે. બળજબરીથી દેહ ભોગવવા કે સંબંધ દુનિયાને દેખાડવા મળે- પણ સ્ત્રીનું હૈયું ના મળે! પ્રપોઝ કરવા પુરૃષે ઘૂંટણિયા ટેકવવા પડે, અને પ્રચલિત માન્યતાથી વિરૃધ્ધ બહુધા (મોસ્ટલી) પુરૃષે અંદરથી ચોટ ખાઈને જીવવું પડે. સ્ત્રી તો રડી, પછડાઈને મોટે ભાગે પોતાનો રસ્તો એડજસ્ટ કરી લે.

એટલે ભલે અમુક નાલાયક નાદાન પુરૃષો સ્ત્રીને રમકડું માની બહેલાવવા કે છેતરવા હથેળીમાં ચાંદ દેખાડીને ફરી જાય. અપવાદો બાદ કરતા સ્ત્રીના કન્ફ્યુઝન પુરૃષનો ફ્યુઝ ઉડાડી દેતા હોય છે!

‘રાંઝણા’ના નાયકની આવી જ અવસ્થા છે, એ શેતાન નથી કે બધું ખેદાનમેદાન કરે, એટલે પ્રેમમાં સફળ થવા કરતા, (એકતરફી) પણ પ્રેમમાં રહેવામાં જ એ ધન્યતા અનુભવતો ભોળોનાથ છે. પણ જેણે સહન કર્યું હોય એને ખબર હશે કે નરના મગજમાં એકવાર એક ગમતી નારી સ્થાન લઈ લે, પછી એમાં બાકી બધું સેકન્ડરી, ગૌણ બને છે. બીજા વિચારો બહુ આવતા નથી. મોટે ભાગે આખી જીંદગી એ અધુરી કેપેસીટીથી જ કામ કરે છે. પ્રેમપ્રાપ્તિનો ખાલીપો એની પાંખો આજીવન ઘાયલ રાખે છે. એમાં જે ખરી શક્યતાઓ હોય છે, કારકિર્દીમાં આગળ વધવાની એ પેલી મનમાં અડ્ડો જમાવીને પડેલી પ્રેયસીની યાદોમાંથી જલાધારીની જેમ ટપકતા સ્મૃતિઓના ટીપાંને લીધે કદી પૂરી થતી જ નથી. ફિલ્મના ડાયલોગની જેમ પનોતી સાડાસાત વર્ષે છોડે, પણ યુપીએસસી એકઝામની જેમ વર્ષો સુધી પ્રેમ નથી છોડતો. દિશા અને દશા બધું પલટાવી નાખે છે. અને આવો હડહડતો અન્યાય કરનારી સ્ત્રી મોસ્ટલી શાંતિથી પોતાની લાઈફ સ્ટેપ બાય સ્ટેપ સેટ કરતી જાય છે. પુરૃષ સ્ટેપ બાય સ્ટેપ ડિફ્રોસ્ટ થઈ ઓગળતો જાય છે! કેન્ડેન્સ બુશનેલનું ક્વોટ હતું ને : પુરૃષે ભલે આગ શોધી હોય, સ્ત્રીને એની સાથે રમતા આવડે છે!

* * *

એવરેસ્ટ અને કૈલાસ જેવા ‘રાંઝણા’ના બે ડાયલોગ્સ છે. જેમાંનો એક તો ફિલ્મની ધરી જેવો છે, સેન્ટર પેટ્રોલ ટેન્ક જેવો છે! (સ્પોઇલર એલર્ટ, ઓનવર્ડસ!)

ધનુષ એના ગર્લફ્રેન્ડ હોવાથી સ્કૂટર પાછળ બેસાડવા ફીલ ઝંખતો, એનો ઉપયોગ કરતી સોનમને કંઇક આવું કહે છેઃ તુમ્હેં કયા લગતા હૈ, તુમ હૂર કી પરી હો? તુમસે પ્યાર કરના મેરા ટેલન્ટ હૈ, ઇસમેં તુમ્હારા કોઇ હાથ નહિં. તુમ્હારી જગહ કોઇ ભી હોતી તો મૈં ઉસસે ભી ઇતના તૂટ કર પ્યાર કરતા.

બસ, અહીં આ ફિલ્મ છે એવું લાગે કારણ કે મોટેભાગે જીંદગીમાં કુંદન જેવા સીધાસરળ પ્રેમી પુરૃષો હોય (ચાલબાજ જૂઠા ગિલીન્ડરોની વાત નથી) જે હસતા મોંઢે બલિદાનવાળો પ્રેમ કરતા હોય છે. ઝોયા જેવી છોકરીઓ હોય જે સેનેટરી નેપકીનની જેમ એમના મૂડ બદલીને કયારેક હુંફાળી ઇઝી તો કયારેક સુગાળવી બિઝી બનતી હોય છે. ઘડીકમાં વ્હાલ વરસાવે, ઘડીકમાં અંતર રાખે! અને રિયલ લાઇફના ડાહ્યાડમરા લાફા ખાઇને પણ પપ્પીનો અહેસાસ મેળવનારા બિચારા કુંદનો ભમરાળી ઝોયાઓને આ સંભળાવી નથી શકતા! પછી એમના સ્કૂટરની ઘોડી ચડીને સ્થિર થતી નથી. ( બાકી, પુરુષ પ્રેમ રેડી રેડીને કોઈ સામાન્ય સ્ત્રીને પોતાના મનમાં મહાન બનાવી દે છે – વાંચો અહીંની આગળ લખેલી કવિતા અને પછીનો ફકરો )

કુંદનબિરાદરો, મોટી દક્ષિણા ચૂકવીને જડેલો ગુરૂમંત્ર બરાબર યાદ રાખો- તમે જેના હેડ ઓવર હિલ્સ લવમાં ઉંધેકાંધ પડયા હો, એ છોકરી લવની વાત સાઇડ પર રાખીને ફ્રેન્ડશિપ ઓફર કરે ત્યારે એમાં હજાર હજાર એમ્બ્યુલન્સની સાયરન સાંભળીને ભડકી ભાગતા શીખજો! નહિં તો અંજામ રાંઝણાઓ કે રાંઝાઓની જેમ બીજાની થઇ ચૂકેલી મહેબૂબાઓના હાથે ઝેરના પ્યાલાઓ પીવાનો આવવાનો! એકઝાટકે નહિં મરો, તો ટુકડે ટુકડે એને કયારેક જોઇને, મળીને, વાત કરીને, એનો ખભો બનીને ટેકો કરીને અંદર અંદર મરતા રહેશો! એને તો આ દર્દનો કદી અહેસાસ જ નહિં હોય, સહાનુભૂતિ હશે બસ બહુ બહુ તો!

છોકરીઓ (અપવાદો બાદ કરતા) ભાગ્યે જ લોજીકથી મેચ્યોર ડિસિશન લે છે. એટલે તમારા પ્રેમ અંગે તમે ગમે તેટલી મજબૂત પુરાવાઓવાળી દલીલો કરશો, તો યે ખાસ ફરક નહિં પડે. ફ્રેન્ડ બનેલી ગર્લને તમે દુઃખમાં સહારો આપશો, તો બીજી વાર દુઃખ પડે ત્યારે જ તમને યાદ કરશે- પણ પાર્ટનર બનાવી સુખ નહિં આપે! પ્રેમઘેલા થઇ સપોર્ટ કરવા જાવ, તો હસતા મોઢે સપોર્ટ સ્વીકારી લેશે- પણ પ્યારની વાતોથી મોં મચકોડશે. એને ચેલેન્જ ફીલ થાય (જેમ સોનમને એની નોંધ ન લેતા અભયમાં થાય છે) તો એ ગલોટિયાં ખાઇને પાછળ પડી જશે, મેસેજીઝ કરશે અને મળવા દોડશે. પણ એને બધો લવ એક સાથે હોલસેલમાં તાસક પર શરૃઆતમાં ધરી દેશો કે મુંઝાઇને મુળ મુદ્દા પર આવવાને બદલે ચૂપ રહી આડીઅવળી રીતે એની કંપની ઝંખવા હવાતિયાં મારશો તો એ ભાવ ખાશે, આપશે નહિં! પછી એના લગ્નની કંકોત્રી મળે એમાં ગેસના બાટલા ય ગોઠવવા પડશે બહુ સારા માણસ હશો તો લગ્નની તૈયારીના!

raanjhanaa 2ફિલ્મમાં બરાબર બતાવ્યું છે એમ છોકરીઓ ખલનાયક હોય છે, એવું ય નથી. ઝોયાનું ચરિત્ર સરસ ઘડાયુ છે અને સપાટ સોનમે એ પાત્રના વળાંકો બરાબર ઉપસાવ્યા છે. ફિલ્મની ઉંચાઇ એ જ છે કે કુંદન નહિં, સર્જકની નજરમાં પણ નાયિકા ખરાબ નથી. પણ મોટે ભાગે ભણેલી, સ્માર્ટ લાગતી છોકરીઓને ય પ્રેમ કે પસંદગીની બાબતમાં પોતે શું કરે છે, તેની ખબર ખુદને ય હોતી નથી. એમનો વાંક નથી, એમની મેન્યુફેકચરિંગ ‘ઇફેકટ’ છે. (ડિફેકટ તો કેમ કહેવાય ગમતી ગર્લને! 😛 😉 ) એ ફીલિંગમા ઝોલા ખાય છે. કોઇ બદઇરાદાથી નહિં પણ સહજભાવે પોતાને પ્રેમ કરતા વ્યકિતને જ પોતે જેને પ્રેમ કરે છે, એની વાર્તાનો શ્રોતા કે એની મુંઝવણોનો મદદગાર બનાવી દે છે. એને એમાં ‘વિશ્વાસુ મિત્ર’ દેખાય છે. એક વાર ફ્રેન્ડ મોડમાં ગયા પછી ફરી મહોબ્બત મોડમાં આવવું બહુ અઘરૃ, બહુ ફિલ્મી છે. ખાસ કરીને ત્રીજો ખૂણો હોય ત્યારે. માટે છોકરી લવની દરખાસ્તના જવાબમાં આપણે ફ્રેન્ડશિપ કરીએ એવું કહે કે કાળોતરો નાગ ફેણ ચડાવી બેઠો હોય એમ ઠેકડો મારીને, મુઠ્ઠીઓ વાળીને નાસજો. ‘ચૂલામાં પડી તારી ફ્રેન્ડશિપ, કપાળ તારા બાપનુ’ કહી પતલી ગલીમાં છટકજો. એમાં બેઉ પાર્ટીનું ભલું છે, અને ‘પલટ’નો ચાન્સ પણ!

મગર, કમબખ્ત ઇશ્ક હૈ! જો વાદળ ફાટવા જેટલું પ્રેમનું ઘોડાપૂર હશે તો આ એટલું આસાન નહિં હોય, અને પળ પળ કપાવા, પૂરમાં તણાવા તૈયાર રહેવું પડતું હોય છે પછી! થઇ શકે તો ફિલ્મ ઇન્ટરવલમા હેપી એન્ડિંગ સાથે પૂરી. પણ પ્રેમ એવી સ્થિતિ છે કે જેમાં તમારૃં સુખ જ સામેનાના સુખમાં સમાયેલું હોય છે. યહી તો ઇશ્ક હૈ. ઝોયાની જગ્યા બિંદિયા ન લઇ શકે. આંસુઓથી સીંચીને મોગરો ખીલવવાની કળા, પ્રેમ જતાવવાની કળા ન આવડે તો એ પછી કેળવવી પડે છે. બધા પોતપોતાને રસ્તે જઇ નથી શકતાં. કોઇ કુંદન જડની જેમ ઉભો રહી જાય છે અધવચ્ચે. પછી પોતાની સહજ ભૂલ માટે જાતને કોસતો પ્રિયજનના કદમ જે કેડીએ હોય ત્યાં ચૂપચાપ પાછળ પડછાયો બની એના મુક રખેવાળની જેમ ચાલ્યા કરે છે. એના શોખ, એની પસંદને પોતાનું તળ બનાવીને પસંદ કરે છે. પોતાના દિલનું દર્દ, એના ક્ષણિક સહવાસના સ્મિતમાં છુપાવતો રહે છે. હૃદય પર રોજ બોકિસંગ રિંગ જેવા મુક્કા પડે છે. આંસુ આંખને બદલે મગજમાંથી લોહી બનીને ઝમે છે…

અને એ કંટકછાયા પ્રેમપંથ પર કંકુને બદલે લોહીના પગલાં પાડતા ચાલતા ખામોશ પાગલની ભીતર પરમાત્માનો આવાસ થાય કારણ કે એનું અંતર રોજ નીતરી ચોખ્ખું થાય છે, એ ત્યાગ અને બલિદાનનું જીવતું ગીત બને છે. કારણ કે મુળ વાત છે પ્રીત માટે ફના થઇ જવું, પોતાના જીવથી વધુ અન્યને ચાહવું. એમાં અકલ કે પર્દે પીછે કર કે ઘુંઘટ કે પટ ખોલ, તો હે પિયા મિલેંગે! ઉસી કો પાના, ઉસી કો ખોના… નૈનો સે ના કુછ દેખા જાતા હૈ, નૈના મીંચો તો વો સબ દિખ જાતા હૈ… જહાં પે વો ના, વહાં પે સૂના !

એટલે ફિલ્મનું કૈલાસ છેલ્લે આવે છે. પ્રેમમાં સમર્પિત થઇ ખતમ થતો નાયક નવો નથી, પણ એનો સંવાદ નવો છે. બહુ જાણીતો થયેલો એ સંવાદ સમશેર જેવો ધારદાર છે. હજુ દિલમાં રાખની નીચે અંગારા છે- પણ સાલા, અબ ઉઠે કૌન? કૌન ફિર સે મેહનત કરે દિલ લગાને કી, દિલ તુડવાને કી. યે લડકી આજ ભી હાં બોલે તો મહાદેવ કી કસમ વાપસ આ જાયેંગે… લેકિન અબ સાલા મૂડ નહિ હૈ!

હા, આ ધોબીપછાડ ખાધી હોય એને સમજાય કે આ પ્રેમના ચક્રવ્યૂહમાં પુનરપિ જન્મમ, પુનરપિ મરણમની જેમ પીસાવું કેવો કાતિલ અનુભવ છે. ફરીને કોણ એ કરે? હવે એ ઇનોસન્સ, એ થ્રિલ, એ ચાર્મ ઘસાઇ ગયો હોય. એ મજાઓ પાછળની સજા દેખાઇ ગઇ હોય. હવે થાક લાગે એક વાર જે ઉત્સાહ હતો એ ઓસર્યા પછી! લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન મુજબ પહેલા- બીજા-ત્રીજા કોળિયા પછી સ્વાદ ફિક્કો થતો જાય…. પ્રેમ તો દુનિયા દંગ રહી જાય, એવો કરીએ પણ જવા દો, એની કદર કેવી થાય છે, એ જોયા પછી મૂડ નથી!

છતાં ય ફિલ્મના અંતની જેમ નવા નવા ‘રાંઝણા’ પેદા થતા રહેવાના ! અગર મિલે ખુદા તો, પૂછુંગા ખુદાયા… જીસ્મ મુજે દે કે મિટ્ટી કા, શીશે સા દિલ ક્યો બનાયા ? ઔર ઉસપે દિયા ફિતરત કે વો કરતા હૈ મુહોબ્બત… વાહ રે વાહ તેરી કુદરત, ઉસ પે દે દિયા કિસ્મત !

 ફાસ્ટ ફોરવર્ડ

‘સાચો પ્રેમ એકતરફી હોય તો પણ શું એ પ્રેમ નથી? જયારે તમે કોઇને તમારૃં અસ્તિત્વ જ આપી દો અને બદલામાં પ્રેમને બદલે (શારીરિક નહિં તો) માનસિક ત્રાસ પણ સતત સહન કરો, ત્યારે તમે એના ગળાબૂડ પ્રેમમાં હો છો. લાગણીને ના સમજનારાથી અલગ થઇ જવાનું બોલવું સહેલું છે, પણ વાસ્તવિકતા એ છે કે એ હેરાન કરે કે તિરસ્કાર કરે તો ય દૂર ના જઇ શકો! પોતાના અવગણના કરતા પોતાને જે સ્થાન જોઇતું હોય, એ સ્થાન પર બીજાને જુએ ત્યારે સહન ન થઇ શકે. જીયા ખાનની જેમ કોઇ આત્મહત્યા કરે, કોઇ જીવતા રહીને રોજ મરે!

(શૈલેષ સગપરિયા)

raanjhna 5

 

 

રાંઝણા – 1

સૈદ્ધાંતિક રીતે અન્ય લેખકોની માફક છપાય એ સાથે જ  સેલ્ફ પબ્લીસીટી માટે ભૂખાળવો થઇ લેખો હું બ્લોગ / એફ.બી.પર મુક્તો નથી, પણ “રેર” અપવાદ આજે કરવો પડે છે. ( અને રીટ્રોસ્પેકટીવ ઈફેક્ટથી રવિવારે ય થશે 😦  ) એનું કારણ અદભુત એવી “રાંઝણા” ફિલ્મ છે. આજકાલ કમ્પોઝીટરોની બેદરકારીને લીધે મારા લેખો વારંવાર મુદ્રારાક્ષસનો કોળીયો બને છે. ફૂલસ્ટોપ / કોમા ફરી જાય છે અને વાક્યો પણ. એપીજીનેટીક્સનાં લેખમાં ય હમણાં આવું જ થયેલું. પણ આજે તો સવારમાં ‘અનાવૃત’ વાંચતી વખતે મગજમાં ખાટો ઘચરકો આવી ગયો ! લગભગ ૭૦% અંગ્રેજી શબ્દોની વાટ લાગી ગઈ છે. માળાનું માથા થાય એ તો અપેક્ષિત કહેવાય ( એટલે એ શબ્દ ઘૂંટ્યો હતો લખતી વખતે – તો ય હોની કો કૌન ટાલ સકતા હૈ ? 😛 ) પણ પ્રેમલક્ષણાનું દ્રગલક્ષણા ? લવ ઈઝ ડ્રગ , રિયલી ! અમીર ખુશરોની પંક્તિ ય અધુરીને અમુક શબ્દોમાં લોચા. (ઝિંગ થિંગમાં ગલીનું મોહલ્લો મેં કરી નાખ્યું છે, ફરી ફિલ્મ જોઇને 😉 )

વેલ, રીડરબિરાદરો તો ઘૂંટડે ઘૂંટડે લેખ પી ગયાને નશામાં ઝૂમ્યા…એ તો સવારમાં ઉઠું એ પહેલા જ વોટ્સએપ અને સેલ પર આવતા મેસેજીઝના ઢગલાથી કળાઈ ગયું. ( મારો મોબાઈલ નમ્બર મારા તમામ પુસ્તકોમાં છપાતો હોઈ ઘણા વાચકોના ફીડબેક ડાયરેક્ટ મળે છે. એફ બી પર સીધી પોસ્ટ ના કરી શકતા મિત્રો મેસેજીઝ મોકલે  છે ) પણ રાંઝણા”નાં લેખમાં ગરબડ એટલે જાણે નવી લીધેલી બી.એમ.ડબ્લ્યુમાં શો રૂમથી ઘેર પહોંચે એ પહેલા ચીરો પડે , ત્યારે દિલ પર સ્ક્રેચ પડી જાય – એવી અસર મને થાય 😀 – કારણ કે આવા લેખો અંગત રીતે એકદમ દિલની કરીબ હોય, અને ખૂન નીચોવીને લખાયા હોય. અને લેખન ફક્ત પ્રોફેશન નહિ, પેશન છે મારા માટે. ના જોઈ હોય તો અચૂક જુઓ, વારંવાર જુઓ  એવી “રાંઝણા” એટલી વ્હાલી ફિલ્મ છે કે એનો મેસેજ ધૂંધળો થાય એ ના ગમે. માટે વાંચો આજે જ છપાયેલું અનાવૃત..શક્ય તેટલા સુધારા સાથે 🙂 

જલ જાયે, જલ જાયે ઈશ્ક મેં, જલે સે કુંદન હોય…

જલતી રાખ લગા લે માથે, લગે તો ચંદન હોય!

Raanjhanaa-Movie-Images

‘પ્રેમ કાચની બારી જેવો હોય છે. આમ તો એ ગમે તેવી ભીષણ મોસમની થપાટો સહી જાય છે. પણ જો એક ચોક્કસ જગ્યાએ પ્રહાર થાય, તો એ ખણણણ કરતી તૂટી જાય છે. અને પછી જો તમે એના વીખરાયેલા ટૂકડા ઉપાડવા જાવ, તો એ તમારી આંગળીઓને પોતાની ધારથી કાપી નાખે છે!’

આ દિમાગને સુન્ન કરી નાખતું ટેલર હોઈતનું ક્વોટ આત્મસાક્ષાત્કાર જેવું છે. બધાને સમજાવાનું નથી. અજ્ઞાતનો પથ કઠિન છે, બધા માટે નથી. જેમાં બેકાબૂ બની ફના થઈ જવાનું હોય છે, કસોટીની ધારે! એમાં અહંકાર ઓગાળી ફક્ત સેવાભર્યો સ્વીકાર કરવાનો છે. એ અકળ રહસ્ય છે. એની અનેક વ્યાખ્યાઓ છે, એના અઢળક રંગરૂપ છે. બધા વિરોધાભાસી છતાં બધા જ સાચા છે. એમાં આનંદ, દર્દ, બલિદાન, ત્યાગ, ઝનુન, ભરોસો, આસ્થા, લાગણી, નિર્વાણ છે. જાતે અનુભવીને જ ખબર પડે એનું નામ ઈશ્વર, એનું જ નામ લવ.

ઈશ્ક ઈશ્વરની પોકેટ એડિશન છે. હાર્ટમાં આ લવ એપ્લીકેશન ઈન્સ્ટોલ થઈને રન થવા લાગે, પછી આખી સીસ્ટમ કરપ્ટ કરીને પ્રોસેસરનો કબજો લઈ લે છે. લોજીકને હેંગ કરી નાખે છે. થોટ્સને ક્રેશ કરી નાખ છે. સીસ્ટમ ફોરમેટ કરીને ઓરિજીનલ સેટિંગ્સમાં ફરી જઈ શકાતું નથી. ઈશ્કને નિકમ્મા કર દિયા… યે આગ કા દરિયા હૈ… યુ નો!

પાતી પ્રેમ કી બીરલા જ વાંચી શકે છે. પળ પળ પ્રિયજનના સુમિરનના જપતપનું પુણ્ય બહુ ‘રેર’ રસિકડાઓના લલાટે લખાયું હોય છે. ચાહતની કવિતાઓ વાંચીને કે ફિલ્મો જોઈને એની તડપ, એના ઉંહાકારા, એની બહારથી નોર્મલ પણ અંદરથી અંગેઅંગના ગૂંચળાવાળી દેતી કીલિંગ ફીલિંગ્સનો અહેસાસ થતો નથી. એ માટે પ્રેમાગ્નિમાં પલ પલ ભડ ભડ બળવું પડે છે. અંદરથી તંદૂરમાં શેકાતાં ખુદના હૃદયના માંસની ગંધ સતત આવે, એ જીરવવી પડે છે. જાણે ધમનીઓમાં કોઈ મરીનો ભૂકો છાંટીને લીંબુ નીચોવે છે. જાણે પગના તળિયાની ચામડી ઉતરડીને કોઈ મરચીના બી ભરી દે છે. જાણે આંખોમાં લોખંડના કાટની ભૂકી પડે છે. જાણે હાથમાં તપાવેલા તવેથા ચામડી સાથે ચોંટે છે. જાણે ખોપરીની આરપાર કોઈ ધારદાર ખીલો નાખીને પછી એને ગોળ ગોળ ફેરવે છે. હાડકાઓના પોલાણમાં સીસોટી વાગે છે. આંતરડા ઉછળીને અન્નનળી સુધી આવે છે.

આ ભરડિયામાં કદી પીસાયા છો? જો નહિ, તો દિગ્દર્શક આનંદ રાય (તનુ વેડ્સ મનુ), લેખક હિમાંશુ શર્મા (સેઈમ) એક્ટર ધનુષ (જેવી સસરા રજનીકાંતની લોકપ્રિયતા એવી દોઢી જમાઈની અભિનયક્ષમતા) અને સંગીતકાર રહેમાન (ધ વન એન્ડ ઓન્લી, ધ લોર્ડ એન્ડ લવલી)ની લાજવાબ ‘રાંઝણા’ની લિજ્જત પુરેપુરી નહિ અનુભવી શકો. કારણ કે આ ફિલ્મ નથી, ‘સદમા’ અને ‘દિલ સે’ની જેમ ‘રોકસ્ટાર’ અને ‘આશિકી ટુ’ની જેમ આંખોથી પીવાતો એસિડનો જામ છે! કબીરના દોહાનો અર્થવિસ્તાર છેઃ

પ્રેમ પિયાલા જો પીયે

શીશ દક્ષિણા દેય!

મહોબ્બત, અસલી ઓરિજીનલ હોય તો માથું ઉતારી દેવું પડે છે, અને એય એક ઝાટકે નહિ, હપ્તે હપ્તે!

* * *

raanjhanaa_film_still_-_h_2013‘રાંઝણા’ જોઈને ઝવેરચંદ મેઘાણીને પહાડોમાં વાગતા જંતરના સૂર સંભળાયા હોત, કનૈયાલાલ મુનશીને પ્રભાતના હવનમાં વેદની ઋચાઓ સંભળાઈ હોત, બક્ષીના કાને અથડાયું હોત સ્કોચ વ્હીસ્કીનું ચીઅર્સ અને રમેશ પારેખના માળામાંથી સોનલનો ટહૂકો ખરી પડયો હોત…

આ ફિલ્મ નથી, ગાલિબની ગઝલ છે. શેક્સપીઅરનું નાટક છે. એમાં રવિન્દ્રનાથ ટાગોરની ફરફરતી દાઢી છે, અને જલાલુદ્દીન રૃમીની બળબળતી રેતી ! એમાં ટંકાયા છે, વિન્સેન્ટ વાન ઘોઘના સળગતા સૂરજમુખી અને એમાંથી નીતરે સિમ્ફની  વિવાલ્ડીની ફોર સીઝન્સ! (ઈનફેક્ટ પેલા સોનમના ઘરની બહાર પરફોર્મ થતા સદમાછાપ જુની યાદોના માઈમવાળા સીન વખતે એ ભજવતા પ્રેરણા માટે ધનુષે એ સિમ્ફની સાંભળી હતી! )એ રજનીશનું પ્રવચન છે, અને શાહજહાંનું ગુલાબ છે. યશ ચોપરા પણ હયાત હોત તો આને ન્યાય ન આપી શકત (ઈમ્તિયાઝ અલી આપી શકે કદાચ) એવી આ અંદરથી કોમ્પલેક્સ છતાં બહારથી સિમ્પલ પ્રેમકથા છે. એમાં મહોબ્બતનો માસૂમ ચહેરો ય છે, અને કાતિલ વાંસો ય છે. આમ તો એ બેની નહિ, એક વ્યક્તિની જ પ્રેમકથા છે, પણ એવી છે કે એ એકમાં બીજું અસ્તિત્વ ઓગળીને એના માટે એનો કાયમી હિસ્સો બની ગયું છે!

બહોત સાલો કે બાદ, એવી ફિલ્મ આવી છે કે જેનો હીરો તેજાબના મુન્ના કે મેરા નામ જોકરના રાજુની જેમ બાવડું પકડીને ધસડીને પોતાની પ્રેમકથા બતાવવા આપણને સીટ પરથી સ્ક્રીનમાં ખેંચી જાય! આરસપહાણના નિર્જીવ ચોસલાં જેવા રૂપકડા એસેમ્બલી લાઈન હીરો કરતા જલતા કોલસા જેવો ઓર્ડિનરી ધનુષ આપણા પર એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રેમબાણ ચલાવે છે. ઓલ્વેઝ સાહિત્યકૃતિ કક્ષાની પોએટિક ફિલ્મ્સ જ સિલેક્ટ કરતી સોનમ આ વખતે ફાઈનલી બોક્સ ઓફિસ પર ગોલ્ડમાઈન જેવી હિટ મેળવી શકી છે. રાંઝણાના એક એક કિરદાર સાથે ઈન્સ્ટન્ટ કનેક્શન બની જાય છે. એમાં જેટલા હાસ્યના ઠહાકા છે, એટલા જ પીડાના ડુસકાં છે. ઉમંગનો ડાન્સ છે એટલો જ વિધાતાનો ચાન્સ છે!

સ્માર્ટફોનથી લેન્ડલાઈનવાળા તમામ વર્ગ પર એકસાથે જાદુ કરી શકે એવી આ ફિલ્મના નેરેશનમાં ઓલિમ્પિક રનર જેવી એડિટિંગની ચુસ્તી છે. નોર્મલ ફિલ્મ આખી બને એટલી ઘટના તો પહેલા પોણા કલાકમાં જ છે. સતત પ્રેડિક્ટેબલને ડિસેબલ કરતા શાર્પ ટ્વીસ્ટસ છે. સીધા ગેબમાંથી શબનમની બુંદો બની કાગળને મઘમઘાવતા હોય એવા ઈરશાદ કામિલના ગીતો પર ફૂલોના રસ ચૂસતા પતંગિયાની પાંખો જેવું રહેમાનનું રંગીન સંગીત છે. પીપરમિન્ટની માફક ચગળવી ગમે તેવી અસંખ્ય ખટમધુરી મોમેન્ટસ છે. પ્રેમલક્ષણા ભક્તિનો મિનિ મોક્ષ છે!

પણ હવે આગળ વાંચતા પહેલા થીયેટરમાં ફિલ્મ જોઈ નાખજો, પછી કહેતા નહિ કે વાર્તા ખબર પડી ગઈ!

* * *

raanjhanaa 1‘રાંઝણા’ બહુ જ સ્માર્ટલી હીર-રાંઝાની પુરાતન કહાનીને નવા જ ઢાંચામાં મૂકી દે છે. મૂળ હીર-રાંઝાની લોકકથામાં ય હીરના રૂપથી અંજાઈને સીમમાં જતા પ્રેમમાં પડેલો રાંઝા એની ઘેર એના પશુઓનો કરેટકેર બને છે. જેમ કુંદન અહીં ઝોયાના ઘરનો ‘હાથવાટકો’ બને છે તેમ. ઈર્ષાળુ અને પોલિટિક્લ કાકા કૈદોની ચાડીચુગાલીથી હીર-રાંઝાની જુદાઈ થાય છે. હીરના બીજે લગ્ન થતા ભગ્ન થઈ ભટકતા રાંઝાને જોગી ગોરખનાથ મળતા એ ભેખ લઈ લે છે. (ગંગાકિનારે કર્મયોગનું જ્ઞાન પામી અને ફક્ત પસ્તાવાને બદલે જાતે જ ભૂલ સુધારવા માટે એનો સામનો કરીને, ભાગેડુને બદલે આગેવાન બનવાનો પથ પકડતા કુંદનની માફક) અને ફરી હીર સાથે મિલન, ફરી લગ્નના દિવસે જ દગાથી ખવડાવેલા ઝેરી લાડુને લીધે હીર-રાંઝાનું મોત! અને પોલિટિકલ એમ્બિશન કે વેરનો ઝેરી લાડું હીર પહેલા ખાઈને જીવતે જીવ મરે પછી આપણો રાંઝણા ય ખતમ થાય છે.

પણ એક ધાગો લઈ કરેલું નવું જ ભરતકામ છે. આજની સ્માર્ટ શહેરી મોડર્ન જનરેશન ટ્રાન્સપેરન્ટ છે, ઓનેસ્ટ છે, પણ કરીઅરથી માંડી લવના મામલે બધા કેલ્ક્યુલેટિવ થતા જાય છે. પેઈનથી ડરે છે. રોવું, તરફડવું, પ્રેમમાં પાગલ બની પ્રિયપાત્રને નુકસાન નહિ પણ એની સેવા માટે સમર્પિત થવું આ બધું બહુ ઓલ્ડ ફેશન્ડ લાગે છે. કારણ કે ઝટ કોઈ વિશ્વાસ મુકતું નથી. અને વિશ્વાસ એ તો પ્રેમના શ્વાસ છે! અને રાંઝણાની સફળતા હજુ એ સાચા પ્રેમનું સપનું જીવંત છે, એનો પુરાવો!

એક્ચ્યુઅલી, રાંઝણા એના પ્લેટીનમની ધાર જેવા તીક્ષ્ણ સંવાદો સાથે આ વાત (ફિલ્મમાં કુંદન કહે છે તેમ દિલ ડાબે કે જમણે નહિ સેન્ટરમાં ધબકે છે. સ્ટ્રેઈટ ન્યુટૂલ!) કોઈ એકતરફી જજમેન્ટલ એંગ્લ વિના કહેવા માંગે છે. અહીં હીરો બનારસમાં વસેલો તામિલિયન પંડિત છે. હજુ મેટ્રોની રૂથલેસનેસ અને કોમર્શિયલ સોદાબાજીની હવા એને નથી લાગી. એ બનારસના ઘાટ જેવો પવિત્ર છે. એટલે એ એવો પ્રેમ કરે છે, જેમાં તૂટીને પણ પ્રિયાની જિંદગી જોડી દેવાની હોય! ભોળપણનું ગળપણ એમાં બરકરાર છે. થોડોક ઘેલો હોય, એ જ પ્રેમમાં પહેલો આવી શકે.

પણ અત્યાર સુધીની લવસ્ટોરીઝમાં આવતા હિન્દુ મુસ્લિમ કે અમીર-ગરીબ કે દેહાતી-વિલાયતી કે બે ખાનદાન જેવા તમામ અજમાવાયેલા સંઘર્ષ/કોન્ફલિક્ટ/વિલનને બદલે રાંઝણા એક લગભગ નેવરબિફોર સ્ટેટમેન્ટ કરે છે. એનો પબ્લિકને જે સેકન્ડ હાફ થોડોક ઓછો પચે છે, એ બતાવવાનો હેતુ પોલિટિક્સ કે સામાજિક ક્રાંતિ નથી, એ તો દિગ્દર્શક આદર્શઘેલી સામ્યવાદી માનસિક્તાથી અંજાયેલા યુવાનોની સૈદ્ધાંતિક બાધાઈ પર જોરદાર કટાક્ષ કરતા, પેલા કુંદન ફરતે ઘેરો બેઠેલા વિદ્યાર્થીઓ એને જે રીતે ચોર ઠેરવે છે, ત્યાં જ ક્લીઅર કરી દે છે! સો ફની!

તો પછી? અહીં આખો મામલો એકદમ નેચરલ છે. બે એકબીજાને પસંદ કરતા વ્યક્તિમાંથી એક આગળ વધે છે, બીજો તો લવ-સિક થઈ ત્યાં જ ગુલાબી ઘેનમાં ઊભો રહે છે. ઝોયા કમ્ફર્ટ ઝોન છોડી, ટિપિકલ છોકરીને બદલે વિચારતી ભણતી યુવતી બને છે. એનું રિવોલ્યુશનમાં ઈવોલ્યુશન થતાં એની જિંદગીની પ્રાયોરિટીઝ, એની ચોઈસીઝ બદલાય છે. મૂડ સ્વિંગ થાય છે. પોતાની પાછળ લબડતા છોકરાને બદલે, એને ઓછો ભાવ આપે છે. એવા છોકરાના આધિપત્ય પર એ ફિદા થઈ જાય છે. હવે એની દુનિયા અને કુંદનની દુનિયા એક નથી. કુંદન બિચારો આ સમજી શકતો નથી, એ ફક્ત સીધીસાદી રીતે પ્રેમ કરી શકે છે. ઝોયા એનાથી વધુ પગથિયા ચડી ઊંચે પહોંચી ચૂકી છે, એ રીતે એ વિલન નથી.

પણ કુંદન પ્રેમી છે, પગલૂછણીયું નથી. એનામાં પ્રેમનો મસ્તક ટટ્ટાર રાખતો ખુમાર છે, જે એ બિંદિયાને પાજામાના નાડા અને ચોલીના હૂકવાળા સંવાદમાં રણટંકારની જેમ સંભળાવે છે. એટલે એ સાવ લલ્લુની જેમ તળિયા ચાટતો શરણે નથી થતો. કાંડુ મરડીને ઝોયાને ખુદારીનું ભાન કરાવે છે, ઘઘલાવે છે. તક મળે ત્યારે લગ્નના દિવસે છેલ્લો ચાન્સ પણ એ તોડાવી બાજી પોતાની ફેવરમાં થતી હોય તો લેવા જાય છે. પણ પોતાનું અને ઝોયાનું ભલું કરવા જતાં અજાણતા કોઈ નિર્દોષનું બુરું થાય એનો એને ભયંકર વસવસો છે.

પણ અહીં એક અદૃશ્ય દીવાલ સ્મોલ ટાઉન ડ્રીમ્સ વર્સીસ બિગ સિટી/યુનિવર્સિટી ઈન્ટેલેકચ્યુઅલ સ્યુડો ડ્રીમ્સની રચાય છે. પોતાની જાતને બુદ્ધિ/જ્ઞાાનમાં વધુ તેજસ્વી સમજતી ઝોયા માટે કુંદન પછાત ગમાર કાર્ટુન છે અને પાછો એના પ્રેમના નાતે ભરોસાપાત્ર તાબેદાર પણ! ઝોયા જસજીતને પણ કેટલાક ‘મોર ધેન ઈક્વલ’ હોય કહીને પોતાની સોચ બતાવી દે છે. કુંદન સાબિત કરી દે છે કે જેમ ઈશ્વરનો સાક્ષાત્કાર કૂહાડી છાપ કાલિદાસને કવિકુલગુરૃ બનાવે, એમ પ્રેમનો પારસમણિ કથીરને કુંદન બનાવે ! એ તો પોતાની ધીંગી કોઠાસૂઝથી ઝોયા જેનાથી ઈમ્પ્રેસ છે, એ ઈન્ટેલીજન્ટ સ્માર્ટ પોલિટિકલ દુનિયામાં સડસડાટ પોતાનો સિક્કો જમાવી દે છે. માણસ (ખાસ કરીને પુરુષ) પ્રેમમાં હોય ત્યારે થોડો ઢીલો, વલ્નરેબલ, નરમ, પોચટ લાગે. એનો અર્થ એવો નથી કે એનું સંપૂર્ણ વ્યક્તિત્વ જ એવું હોય એનો પ્રેમ જ એને શૂરવીર યોદ્ધો ય બનાવી દે. ઝોયાને કુંદનમાં એને સ્પેશ્યલ દેખાતું નથી, અને પોતાના પ્રેમનો ભંગ કરાવનાર કે લગ્નમંડપમાંથી પ્રિયતમને છીનવનાર દુશ્મન જ દેખાય છે.

પણ કુંદન તો જોગી, તપસ્વી, ફકીર મિજાજમાં છે. એ પોલિટિક્સમાં એટલે નથી કે એને કશુંક બનવાની મહત્વાકાંક્ષા છે. એની તો એક જ અપેક્ષા છે કે એના પ્યારનું એ કશુંક ભલું કરે, એનું રક્ષણ કરે અને એની પ્રિયાને સામે જોઈ, એની પાસે છતાં દૂરની કંપનીમાંથી પણ પોતાના લવની બેટરી ચાર્જ કર્યા કરે! એનો જીવ સત્તામાં નથી, એનું સત્ય એની પ્રિયતમા જ છે.

ગણત્રીબાજ સ્વાર્થી દુનિયામાં આવા ખામોશ સેલ્ફલેસ લવનું સ્થાન નાયકનું નહિ, પ્યાદાનું હોય છે. પ્રેમમાં ય પોલિટિક્સ હોય છે. પ્રેમ કેટલો કરે છે એ નહિ જોવાનું, દુનિયાની નજરમાં જોડી કેવી લાગશે એ ય વિચારવાનું. ઉંમર કે કલરની કે કલ્ચર કે ડોલરના ભેદ નજરમાં રાખી મા-બાપ દીકરીને કોણ સલામત અને સુખી રાખશે એની પોલિટિકલ સલાહો આપી, એના પ્રેમની હત્યા નથી કરી નાખતા આપણી જ આસપાસ?

ફિલ્મ સટલ રેફરન્સીઝની પાઠશાળા છે. પહેલી વાર ઝોયા સ્કૂલબોય કુંદનને તમાચા ઝીંકે છે, ત્યારે જ પાછળના આગળના એંઘાણની જેમ પોલિટિક્લ રેલી નીકળે છે! બાળ કુંદન ‘નમાઝ વો પઢતી થી, ઔર દુઆ હમારી કબૂલ હો ગઈ’ કહી ઝોયાને પહેલી નજરનો પ્રેમ કરી બેસે છે, ત્યારથી અંત સુધી એનું હૃદય તો બાળક જેટલું જ સહજ સરળ રહ્યું છે. ગાયને પ્રસાદ ખવડાવી, સીધી રીતે હાથમાં ના આવતા પ્રેમની માનતા માનતી કુંદન જેટલી જ સેલ્ફલેસ બિંદિયા કેટલી રિયલ લાગે છે! કુંદન ઝોયાની મદદ ખુવાર થઈને કરે છે, તો બિંદિયા કુંદનની! એ છેલ્લે લોહીના કોગળા કરતા કુંદનને જોઈ ઝોયાને ‘યે મેરા કુંદન નહિ હૈ’, કહે છે ત્યારે જ એ મુદ્દો સ્પષ્ટ થઈ જાય છે કે સાચો પ્રેમ રિજેક્ટ થઈ માણસને અપરાજીતમાંથી કેવો નબળો પાડી દે! કિંગકોંગની માફક! છોકરીએ જ મગજના બધા કોષોનો કબજો લીધો હોય, પછી બીજા વિચાર કે કામ પૂરી તાકાતથી થઈ જ ન શકે ને ! 

ફિલ્મમાં ઝોયા-કુંદનની એક એક ધડકન સાથે આપણા ધબકારા તાલ મિલાવે છે. હમકા ઈસ્સક હુઆ હૈ ની મસ્તી હોય કે હમ ખૂન બહાયે, તુમ આંસુ, સાલા આશિકી ન હો ગયા લાઠી ચાર્જ હો ગયા કે આશિક કી તબ નહિ ફટતી જબ મહેબુબા કી શાદી હો મગર તબ ફટતી હૈ જબ ખુદ કી શાદી હો જેવા એક એકથી ચઢિયાતા ઢાંસુ ડાયલોગ્સની મિરચી દોસ્ત મુરારી (મોહમ્મદ ઝીશાન અયુબની  દિલાવરી) કપડાંની દુકાનમાં રડતો હીરો, અને ખુદના લગ્નના બેન્ડબાજા મૈયત જેવા લાગે એવી પરિસ્થિતિમાં કપાતો હીરો.

અને હીરા જેવા ઝળહળતા રણઝણતા ગીતો! નીડર જવાનો નીકળે હમસે વફાયેં લેના, તાઝા હવાયે લેના લલકારતા પણ શરૂઆત હઝરત અમીર ખુશરોની પંક્તિ, ‘તુ મુન શુદી, મુન તુ શુદમ’ના ફારસી શબ્દોથી કરે- મતલબ, તું હું બની ગઈ હું તું બની ગયો. ( જો તુમ હો વો મૈં, જો મૈં વો તુમ – we are the one ! )

રાંઝણામાં નાયકને નાયિકા મેળવવાનો મોહ નથી. બસ, એ જે કહે કરે – એમાં જાન આપીને ય એને ખુશ કરવી છે !

ઈશ્કને ઈબાદતની કક્ષાએ પહોંચાડતી અક્કલ પરના બીજા પડદા ઉંચકતી રાંઝણા પછીની થોડી વાતો આવતા રવિવારે સ્પેક્ટ્રોમીટરમાં!

ઝિંગ થિંગ

‘મોહલ્લે કે લૌંડો કા પ્યાર અકસર ડોક્ટર-એન્જિનીયર લે જાતે હૈ!’

(સચ્ચાઈનું ગાંધી પારિતોષક અપવો પડે, એવો રાંઝણાનો ડાયલોગ)

raanjhanaa-stills-1

 
70 ટિપ્પણીઓ

Posted by on જુલાઇ 3, 2013 in cinema, feelings, romance, youth

 

મમ્મી એટલે…..?

===================================

જબ ભી કશ્તી મેરી સૈલાબ મેં આતી હૈ…

મા દુઆ કરતી હુઈ ખ્વાબ મેં આતી હૈ! (મુનવ્વર રાણા)

===================================

mother1

ના આજે મધર્સ ડે નથી. આજે ૧૩ મે. બરાબર ૧૧ વર્ષ પહેલા મમ્મીને આ જ દિવસે ગુમાવેલા. અને એમાં ય સોમવાર હતો. આગલે દિવસે રવિવાર , ૧૨ મેનો ‘મધર્સ ડે’ હતો, જેમાં પેલો ” ન ભૂતો ન ભવિષ્યતિ” લેખ લખાયો. ( હજુ ગઈ કાલે એક કાર્યક્રમમાં મને મળેલા બે અલગ અલગ પરિવારોએ એ લેખ યાદ કર્યો ! )  એનું પુનરાવર્તન તો ત્યારે જ થાય કે જયારે જીવતરનું પુનરાવર્તન થાય. એ લેખે લેખક તરીકે મારી કારકિર્દી પલટાવી નાખી ! આ જે કંઈ લોકપ્રિયતા આજે દેખાય છે દુનિયાને, એની બુનિયાદ પણ એ જ. એટલે એનાથી બળીઝળીને સમય બરબાદ કરતા દોસ્તોને એટલું જ નિખાલસતાથી કહી શકું કે આ બધા તો પાસિંગ ફેઝ હોય છે એ હું બરાબર જાણું છું. ફક્ત ટેલન્ટ કે ચાન્સથી એ મળે નહિ. થોડીક હટ કે જીવાયેલી જિંદગી અને  થોડાક નહિ, બહુ બધા માનાં અંતરના આશીર્વાદ પણ કદાચ જોઈએ. પણ કેવળ નકલ કે ખટપટ કર્યે રાખનારા એ ક્યાંથી લઇ આવશે ? મૃત્યુ પછી મમ્મીની એ કદાચ લાસ્ટ  ગિફ્ટ હશે, એવું હું તો માનું જ છું અને આ મામલે બીજાઓની માન્યતાનો કોઈ અર્થ નથી હોતો. 😛 મમ્મીની વિદાય અને એ પછીના જીવન અંગે ટૂંકમાં આ બ્લોગ પર “દસ વરસ” ભાગ ૧-૨માં લખ્યું. પછી અટકાવી દીધું કારણ કે ઘણા સંવેદનશીલ વાચકોને એનાથી દુખ થતું હોય એવું લાગ્યું…અને અમુક અક્કલહીનો મન ફાવતા અર્થઘટનથી મિત્રભાવે વાચકો સાથે હૃદય ખોલીને કરેલી વાતને પણ વાયડાઈથી તોડતા -મરોડતા હોય એવું લાગ્યું. છતાં ય ૧૧ વરસ થઇ ગયા એટલે કદાચ સમય મળે તો ફરી લખું. આમ પણ ટૂંક સમયમાં ઇન્શાલ્લાહ આ બધું મારા એક પુસ્તકમાં પણ આવે ખરું…જોઈએ. 

અત્યારે તો પપ્પામાં મમ્મી જીવે છે અને હું એમની તબિયતની ઘણી સમસ્યા ધ્યાનમાં રાખી એમની સાથે જ શક્ય એટલું જીવું છું. અચાનક મૂળ સોતાં ઉખાડયા હોય એમ અમે રાજકોટ આવી ગયા અને લાઈફમાં ઘણા ઝડપી ચેન્જ આવ્યા જે મારા સ્વભાવ મુજબ મેં તરત સ્વીકાર્યા. ૭ મહિનાથી ફર્નીચર વિના નીચે પથારી કરીને જ સુઈ જાઉં છું અને ખોખામાં પુસ્તકો વિગેરે કામ પૂરતા રાખું છું.  અણધારી આર્થિક જવાબદારી વધતા ચુપચાપ કામ વધારી દેવું પડ્યું છે થોડું કારણ કે હું બીજી કોઈ રીતે કમાણી કરતો જ નથી.  આ બધું અત્યારે શેર કરવાનું ય ના હોય , એમાં કોઈને રસ હોય નહિ અને વાચકની નિસ્બત લેખકના પરફોર્મન્સ સાથે જ હોય, પ્રોબ્લેમ્સ સાથે નહિ ને એમાં કશું ખોટું ય નથી. આ વખતે  દિવાળીની જેમ આ વિદાયદિન પણ હવે જુના ઘરથી દુર છે. જોકે ગઈ કાલે અનાયાસ પપ્પાના ભત્રીજાના પુત્રના લગ્નપ્રસંગ નિમિત્તે  હું ને પપ્પા ત્યાં થોડી વાર જઈ આવ્યા. આ પરિવર્તન મમ્મીની જ ઈચ્છા હશે એટલે એમાં કોઈ ફરિયાદ નથી. સમયે જખમ રૂઝાવી દીધા છે , ખાલીપો તો રહે. એક ખૂણો નાનકડો પણ નિરંતર ખાલી રહે, એ વિષાદ ભૂંસાય નહિ. પણ સુખદ સ્મૃતિઓ યાદ કરવાની. મેં તો આજે ય ફિલ્મ જોઈ ઇલિયાસ સાથે અને “માસીના લાડકા” શૈલેષ સગપરિયાએ ઘેર આવી ખાસ્સી મહેનતે બાસુંદી બનાવી. કુદરતી રીતે જ અનાયાસે એમની સારવારમાં ખડેપગે રહેલો ગૌરવ જસાણી પણ આજે જ સજોડે ભેટી ગયો, બહાર કોઈ આયોજન વિના. એમને લાડકા અમારા સૌથી નાના અનુમાસીના દીકરાની આજે સગાઇ પણ થઇ. દેવાન્ગીબહેન મમ્મીની સરસ છબી મઢાવી લઇ આવ્યા.  એમની અદ્રશ્ય હાજરીનો આ જ અહેસાસ છે. ઘેલી અવાસ્તવિક વેવલાઈને તો હમેશા બાય બાય જ હોય. ચિરવિદાય લઇ ગયેલા સ્વજનો આપણને મોજમાં જોઇને આનંદ પામતા હશે , સતત શોકમાં જોઇને તો દુખી થઇ જાય. લાઈફ ઇસ નોર્મલ.એન્ડ ધેટ્સ નેચરલ. એટલે આજે તો આવી સરસ વ્યક્તિ આપણી  સાથે હતી અને યાદોમાં હજુ ય જીવે છે – જેમના થકી અહીં સુધી પહોંચવા મળ્યુ એનું સેલિબ્રેશન !

ઓકે, ગત વર્ષે  (૨૦૧૨) પણ સ્પેશ્યલ ૧૩ મે હતી. મમ્મીના ગયે ૧૦ વર્ષ પુરા થતા હતા. અને એમની “પુણ્યતારીખ” તથા મધર્સ ડે એક જ દિવસે ભેગા થતા હતા ! થયું કે કશુંક સ્પેશ્યલ લખું સ્પેકટ્રોમીટરમાં. પણ પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ વિષય કે એના કથન ( subject & narration ) માં જરૂરી ના હોય ત્યાં સુધી હું લેખની સ્પેસમાં કોઈ સંદર્ભ વિના સ્વ-પ્રેમ ખાતર થવાનું ટાળતો હોઉં છું. બનેલી સત્યઘટનાઓ સાક્ષી તરીકે કોઈ મોણ વિના પીરસવામાં, મારી હાજરી જરૂરી હોય કે ખુદ પર હળવી રમુજ હોય – એવું તો આ ટોપિકમાં હતું નહિ. અને ફરીને મમ્મી પર એ ક્લાસિક લેખ જેવો જ લેખ લખીને મારે રીડરબિરાદરો તો ઠીક, મારી જાતને જ બોર નહોતી કરવી. જુનું ગમે તેટલું સરસ કે મહાન સર્જાયું હોય, એના ઓછાયામાંથી બહાર આવી નવું વિચારવું એ જ ક્રિએટિવ એડવેન્ચરની થ્રિલ !

અને આ અત્યારે આપ વાંચવા જઈ રહ્યા છો એ લેખ મિત્ર કિન્નર સાક્ષી છે એમ એક ઝબકારામાં તરત જ વિચાર આવતા લખાયો. મારે મારી મમ્મીને ટ્રીબ્યુટ આપવી હતી પણ લાઉડ થયા વિના, અને વાચકોથી બિલકુલ દૂર ગયા વિના. એમાં થયું કે મમ્મીના મારી આંખ સામે તરવરતાં વિઝ્યુઅલ્સની મોમેન્ટસ એક સળંગ સૂત્રમાં પરોવીને લખું ! એમાં એક વ્યક્તિની નહિ, પણ માતૃત્વની આખી અનુભૂતિની સર્વકાલીન છાંટ ઝીલાય અને જેમાંથી આપણા ગુજરાતી ઘરના થોડા સમય પહેલાના જીવન અને મમ્મીઓના એમાં “કી-રોલ” પણ ‘કવર’ થઇ જાય – જેથી એ મારી જ નહિ – બા, અમ્મી, મમ્મી, મોમ, મા સાથે જીવેલા – ઉછરેલા દરેક પરિવારની અને દરેક સંતાનની યુનિવર્સલ ફિલિંગ બને, છતાં ય એમાં માત્ર મારી નિકટના સ્વજનો પારખી શકે એવો હળવો સુર પર્સનલ વહેતો હોય. મારું બચપણ મેં આ લેખમાં વણી લીધું છે, સ્માર્ટલી. મને લેખમાં ગુપ્ત રીતે અમુક વાતો અદ્રશ્ય પઝલની માફક ગુંથી લેવાની આદત છે. દા-વિન્ચી સ્ટાઈલ યુ નો !સમજાય એને જ આ બીજું લેયર પકડાય ! અને આ ઝડપભેર કવિતાના લયમાં લખાયેલો લેખ પણ બહુ જ વખણાયો. ખુબ મધમીઠો લાગ્યો બધાને. અમુક મરમી સારસ્વતોને લલિતનિબંધ લાગ્યો – અને આમ પણ ૨૧મી સદીનો અવાજ અને મિજાજ ઝીલાય એવી સાહિત્યિક ક્રાંતિ પણ થવી જ જોઈએ ને ! એની વે, વિથ ધિસ રેફરન્સ રિકેપ ઓફ લાસ્ટ ઈયર્સ આર્ટિકલ. લવ મોમ્સ. હગ ધેમ એન્ડ કિસ ધેમ – ઓર યુ વિલ મિસ ધેમ વહેન ધે આર નોટ એરાઉન્ડ 🙂

mo6

હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતુ કોણ છાનો?
મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે,
મને સુખ માટે કટુ કોણ ખાતું?
મહા હેતવાળી દયાળી જ મા તું.
લઈ છાતી સાથે બચી કોણ લેતું?
તજી તાજું ખાજું મને કોણ દેતું?
મને કોણ મીઠાં મુખે ગીત ગાતું?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી,
પછી કોણ પોતતણું દૂધ પાતું?
મહા હેતવાળી દયાળી જ મા તું.
મને કોણ કે’તું પ્રભુ ભક્તિ જુક્તિ,
ટળે તાપ-પાપ, મળે જેથી મુક્તિ,
ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચા’તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
તથા આજ તારું હજી હેત તેવું,
જળે માછલીનું જડયું હેત તેવું,
ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
અરે! એ બઘું શું ભલું જૈશ ભૂલી,
લીધી ચાકરી આકરી જે અમૂલી,
સદા દાસ થૈ વાળી આપીશ સાટું,
મહા હેતવાળી દયાળી જ મા તું.

(દલપતરામની પ્રાચીન કવિતાના ચૂંટેલા અંશો)

* * *

મમ્મી એટલે?

શિયાળામાં હૂંફ આપતું ઊનનું સ્વેટર. ઉનાળામાં ઠંડક આપતું સાયલન્ટ એરકન્ડીશનર. ચોમાસામાં પલળવાથી બચાવતો રેઈનકોટ. ધૂઘવતા દરિયાની ભરત અને ઓટ. ઘૂળેટીના રંગ, સંકરાતની પતંગ, જન્માષ્ટમીની પૂરણપોળી, દિવાળીની રંગોળી, ઈદનો ચાંદ, ક્રિસ્મસનું ઝાડ. સોનેરી ઉષા, કેસરી સંઘ્યા. દિવસનું ચમકતું ગગન, રાતનો ખુલ્લો પવન. હોંઠો પર આવીને હાલરડું બનેલું ગીત, ચહેરા પર આવીને સંગીત બનેલું સ્મિત!

મમ્મી એટલે પાણિયારે વીંછળાતું ચોખ્ખું માટલું. ફ્રિજમાં મૂકાતો મેળવેલા દૂધનો દહીં બનાવવાનો છીબું ઢાંકેલો વાટકો. ગેસ પર લાઈટરમાંથી ઝબૂકી બ્લ્યુ ફ્‌લેઈમ બનતો તિખારો. થપ્પી વાળીને એકસરખા ગોઠવેલા નેપ્કીન. ફળિયામાં અથડાતી સાવરણાની સળીઓના ઘસાવાનો અવાજ. વાસણ માંજવાના પાઉડરથી પાણીની ડોલમાં બનતા મેઘધનુષી પરપોટાં. કોઠીએ ભરેલા કાંકરા વીણ્યા પછી એરંડિયાથી ચળકતા ઘઉં. કાચા રોટલા પર ઉઠેલા હાથના પંજાની છાપ. ભાખરી પર વેલણથી પડતા ખંજન જેવા ખાડા. કટકી-છૂંદાની તપેલી પર તાણીને બાંધેલું સફેદ કપડું, કપડે બાંધેલા નીતરેલા દહીંમાં ભળતો સાકર-એલચીનો ભૂકો. મુરબ્બાના ફીંડવા પર તજની બાજુમાં જ ચોંટેલો કેસરનો તાંતણો. ગરમ-ઘી ગોળવાળી સુખડીઓ માટે બાઉલમાં ફરતો તવેથો.

મમ્મી એટલે અગાસીએ સૂકવેલી વેફરની હસ્તપ્રત જેવી ડિઝાઈન. કબાટમાં મુકેલા કપડામાંથી આવતી પેલી નેપ્થાલીનની ગોળીની વિશિષ્ટ ગંધ. પૂજામાં પડેલી અગરબત્તીની સુગંધ સાથે જુગલબંધી કરતી પીત્તળની ટકોરી. તાંબાની લોટી જેવા રંગની માળાના ફરતા મણકા. સૂકા રૂને વાટ બનાવતા ઘીની સ્નિગ્ધતા. ન્હાતા ન્હાતા ચામડી પર સ્ક્રબિંગ કરવા ઘસાતું તૂટેલા નળિયાનું ગેરૂડું ઠીકરું. કાંડે ફરકતા લાલચટ્ટક પાટલા. કપાળે ચોંટાડાતા મખમલના સ્ટીકરવાળા ચાંદલા. બનાવટી મોતીના સાચાં શોભતા ઈયરિંગ પેટ પર ચોપડાતી પાણીમાં ‘ડોયેલી’ હિંગ. હળદરવાળા દૂધમાંથી નીકળતી ગરમ ઉષ્માભરી બાષ્પ. પારિજાતના વૃક્ષ પરથી ઢગલા મોઢે ખરતા સુગંધી પુષ્પ.

મમ્મી એટલે બજારમાં જમીનથી ત્રણ વેંત અઘ્ધર ચાલતી એક જાદૂઈ થેલી. જેમાંથી નીકળે કાકડી અને ફટાકડા, છાપું અને સાબુ. વીમાના પ્રિમિયમની માસિક પહોંચ. ઉંમરના થાકને લીધે ધૂંટણમાં આવતી મોચ. સફેદ થતાં વાળમાંથી આવતી રૂપેરી રોનક, ધૂઘરીવાળા પાલવમાંથી ઝીલાતી કદમોની ખનક. સમી સાંજે માળામાં પ્રવેશતા પંખીઓનો કલરવ. વહેલી સવારે નળામાંથી છૂટતાં પાણીનો ધઘૂડો. પાડોશમાં થતી પંચાત પછીની મુસ્કાન. ગોખલામાં ગોઠવેલી તસવીરોમાંથી છલકતા અરમાન. મહીનાના અંતે ચોળાયેલા રૂપિયાને ડબ્બામાં બંધ કરીને વસાતું ઢાંકણ. ફાટેલાં કપડાને સોય દોરાથી સીવી દેતું સાંધણ. કાળા આલ્બમમાં ચોંટાડેલા ધોળી કિનારવાળા ફોટા. ભીની માટીમાં ખૂંચી જતાં રંગબેરંગી લખોટા. એલ્યુમિનિયમના લંચ બોક્સની ક્લિપ બંધ કરવાનો ‘ઠક’ અવાજ. વાળનો અંબોડો વાળી ખૂણે બોરિયું ભરાવવાનો અંદાજ. પુસ્તકના પાનાઓમાં થતી લાલભૂરી અન્ડરલાઈન. બેન્કના રજીસ્ટરમાંની ચોકડી સામે થતી ઓળખાણની ગુજરાતી સાઈન.

મમ્મી એટલે લિપસ્ટિક વિનાના હોંઠે ગાલ-કપાલ પર ભરેલી ભીની બચ્ચીઓ. મમ્મી એટલે હાશ!

* * *

મમ્મી એટલે વીખરાયેલ કપડાને થતી કાળજીપૂર્વકની ગડીઓ. થાકેલા કપાળે ફરતો એક કરચલીવાળો એવો હાથ કે જેની રેખાઓના ડસ્ટરથી ટેન્શનથી ભરાયેલું બ્રેઈનબોર્ડ લૂછાતું જાય! સૂતેલા સંતાન પર ઓઢાડેલી અર્ધપારદર્શક ઓઢણીની આણ ભરીને દૂર રહેતા મચ્છરના ડંખ. વીજળીના અભાવે થતા બાફ વચ્ચે બાળકને પોઢાડવા એના હાથમાં ઝૂલતા પૂંઠાના પંખ. પડખે પોઢેલું શિશુ જાગી ન જાય, માટે ટીવી રિમોટ પરના મ્યૂટ બટન પર દબાતો અંગૂઠો. ચશ્મા ન મળે તો મેગ્નીફાઈંગ ગ્લાસના સહારે વંચાતી મેગેઝીન્સનો ખડકલો. ચોપડી પર ચડતાં પૂંઠા માટે ખૂણા કપતી કાતર. દાંતેથી ફોલેલી શેરડીની ગંડેરી કરવા ગાંઠા પર ભીંસાતી સૂડી.

મમ્મી એટલે પોતાના દીકરા-દીકરીની વગર પગારની વકીલ. એના માટે પપ્પા સામે છણકા કરતી દલીલ. મમ્મી એટલે કુટુંબના બધા ટાયરને જોડી રાખતી ચેસીસ. મમ્મી એટલે સંતાનોના ગુસ્સાનો આંચકો ખમી ખાતું સસ્પેન્શન. મમ્મી એટલે બારીમાં ઉભી ઉભી રસ્તાને તાક્યા કરતી અનંત પ્રતીક્ષા. મમ્મી એટલે બાળકના મુઠ્ઠીમાંથી ગમે તેટલા મોટા થયા પછી ન છૂટતી એક આંગળી. મમ્મી એટલે દાંત પડી ગયા પછી બોખું છતાં ય અનોખું લાગતું એક હાસ્ય, જેનાથી ભલભલા બેન્ક એકાઉન્ટનો ખાલીપો પૂરાઈ જાય છે! મમ્મી એટલે ઈમોશન ઈન મોશન. મમ્મી એટલે ફેરીટેલ્સની જાદૂઈ છડી. મમ્મી એટલે બાળકને તેડીને ભારે થઈ જતો હાથ, છતાં ય હળવું થઈ જતું હૈયુ. મમ્મી એટલે રાખ થઈએ ત્યાં સુધી હયાતીની સાખ પૂરતી કોખ અને કાખ. મમ્મી એટલે આપણા ચહેરા સાથે વણાઈ ગયેલા એના ચહેરાના અણસારા! મમ્મી એટલે અડધી રાત્રે ય આપણા કાનમાં ગૂંજતા એના અવાજમાં પોકારાતા આપણા નામના ભણકારા! મમ્મી એટલે સંજોગો સામેના મક્કમ પડકાર. મમ્મી એટલે કાળી રાતમાં ગૂંથેલા હેતના સિતારા!

મમ્મી એટલે ચૂરમાના લચપચતા લાડવાનો ગરમાવો. આપણી સાથે સાથે દુનિયાભરમાં ફરતો એક પડછાયો. બધા આંસુને ચૂસી લેતાં ‘સ્પોન્જ’ જેવો એક મમતાળુ ખોળો. કુટુંબની એક એવી વ્યકિત જેમાં કદાચ બદલાતી દુનિયા માટે એક અચરજભર્યુ ભોળપણ હોય છે, જે જવાન સંતાનને સિલી એન્ડ ફની લાગે છે. અને કુટુંબની એક એવી વ્યકિત જેની પાસે આ દુનિયાની બધી કોમ્પ્યુટર કિલકસ કામ ન કરે, ત્યારે ય કામ લાગે એવું શાણપણ પણ હોય છે! મમ્મી એટલે બાળકને સ્કૂલેથી તેડવા જતું એકિટવા. મમ્મી એટલે નાનકડાં ભૂલકાંને નવડાવી પાઉડર લગાડી પહેરાવાતા વા-વા! બાળકને કપાળે કરેલું કાજળનું ટપકું. બાળકની માંદગીમાં ગળે અટવાયેલું ડૂસકું. મમ્મી ઘોડિયાની દોરી. મમ્મી એટલે જેને કદી ન કહેવું પડે- સોરી!

મમ્મી એટલે થાકનું વિરામ. મમ્મી એટલે જીવતરનો આરામ. મમ્મીને હગ એટલે ઇશ્વરને પ્રણામ. આફતો સામે લડવાનો શ્રી-મંત્ર એટલે મમ્મીનું નામ. મમ્મી એટલે બાથી મોમ સુધીના શબ્દોનો સરવાળો, મમ્મી એટલે જેની ત્વચાનો રંગ કદીયે ન પડે કાળો! મમ્મી એટલે આપણા દુઃખોનું ફિલ્ટર. મમ્મી એટલે આપણા સુખોનું પોસ્ટર. મમ્મી એટલે આપણી ભૂલો પર ભભૂકતો ગુસ્સો. મમ્મી એટલે આપણી ગલતીઓને છાવરતો જુસ્સો. મમ્મી એટલે જે પર તોછડાઇના પ્રહાર ખમે એવી મજબૂત દીવાલ. મમ્મી એટલે જેની હાજરીમાં રડીએ તો એનું લોહી આપણા આંસુથી ખારૂં થઇ જશે એમ વિચારીને એને ફોસલાવીએ એવું સ્કર્ટ – સાડલા- જીન્સ- ગાઉનમાં વીંટાઇને ફરતું વ્હાલ!

મા એટલે ક્ષમા. મમ્મી એટલે ચુમ્મી.

* * *

મુકેશ જોશીના શબ્દો ઉધાર લઇએ તો ‘બાના ઘરમાં વેકેશન જયાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું… સુનકારને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં… બાએ સહુના સપનાં તેડવા , બાને કોણ તેડે? ફાટેલા સાળુડાં સાથે કંઇક નીસાસા જીવે!..એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે… બા સાવ એકલા જીવે!’ મતલબ?

મમ્મી એટલે સ્વજનોની સ્ક્રિપ બ્લ્યુ ચિપ કરવામાં રોકાઇ જતું સેન્સેટિવ ઇન્વેસ્ટમેન્ટ. મમ્મી એટલે હિમાલયની થીજેલી ટોચ પર જલતા છાવણીના તાપણા જેવો સંઘર્ષ. મમ્મી પાસે શબ્દકોશ નથી હોતો. અને ધનકોશ પણ નથી હોતો. મમ્મી એટલે એની અવેજીમાં આપણને જે શરીરના કોષ આપી દે છે તે! કયારેક મમ્મી વહેલી પસાર થઇ જાય છે, કયારેક સંતાનો મમ્મીને એકલી મૂકીને પસાર થઇ જાય છે. સિલકમાં વધે છે, મિન્ટ જેવી મમ્મી. સાથેની ખટમઘુરી, મોમેન્ટસ. મમ્મી એટલે મોમેન્ટસની પીપરમિન્ટસ, મમ્મી એટલે વેનિલા પ્લસ બ્રાઉની પર રેડાતો હોટ એન્ડ સ્વીટ ચોકલેટ સોસ. મમ્મી એટલે મેંગો મિલ્કશેઇક. મમ્મી એટલે ધાવણનો ‘નાઇસ્ક્રીમ!’

મમ્મી એટલે પી.એ.! પરમેનન્ટ એટેચમેન્ટમાંથી બની જતી પર્સનલ આસિસ્ટન્ટ! મમ્મી એટલે જેની હાજરીથી અંતર કદી ન બીએ! મમ્મી એટલે પહેલી ટીચર. મમ્મી એટલે હાર્ટ પરનું ટીઅર! મમ્મી એટલે છાતીમાં કિલકારીઓ સાચવતી સૌંદર્યમૂર્તિ. મમ્મી એટલે સ્વૈચ્છિક શરણાગતિ. મમ્મી એટલે સંતાનો વતી લેવાતો નિર્ણય નહંિ, પણ સંતાનોને શીખવાડાતો નિર્ણય. મમ્મી એટલે સચ્ચાઇ અને સ્વચ્છતાની શિખામણ. મમ્મી એટલે બચપણમાં આપણને જડતી અને જીવનભર સાથ નીભાવતી આપણી આદતો. મમ્મી એટલે વારસામાં મળતો ઘાટ જ નહીં, વરસોવરસ ઠસોઠસ ટકતી ટેવોનો વારસો. મમ્મી એટલે પરાણે કરાવાતું ‘જેજે’ નહિ, પ્યારથી કહેવાતી સંસ્કૃતિની વાર્તાઓ! ભણેલી અને સાથે જ જીંદગીના પાઠ ગણેલી મમ્મી. એટલે ચાઇલ્ડની પહેલી રેફરન્સ લાયબ્રેરિયન!

મમ્મી એટલે સંતાનોના યોગ્ય પાત્ર સાથેના પ્રેમલગ્નને તોડતી નહિ, પણ જોડતી સાંકળ. મમ્મી એટલે સંતાનોના અપરાધ સામે આડે આવતો અવરોધ. મા પ્રાઇમ હો તો છોકરા-છોકરી ક્રાઇમ તરફ કયાંથી જાય? મમ્મી એટલે લવ અનલિમિટેડ. મમ્મી એટલે ડ્રીમ્સ ડિલાઇટેડ મમ્મી એટલે મમતાનું બંધન નહીં, મમ્મી એટલે સ્નેહથી સ્વતંત્રતા. મમ્મી એટલે આઝાદી અને આબાદી માટે જવાન ઉંમરે વાંસામાં પડતો વિશ્વાસનો ધબ્બો. મમ્મી એટલે હોમવર્કના લેસનની બહાર નીકળેલો એક વેરી ગુડનો સ્ટાર. મમ્મી એટલે આપણી બકબકને શોષી લેતું સાઉન્ડપ્રૂફ વોલપેપર. મમ્મી એટલે ઉપવાસનું વ્રત. મમ્મી એટલે ધીંગામસ્તીની રમત.

મમ્મી ફિલ્મ જોવાની કંપની. મમ્મી ફર્સ્ટ ગર્લ-ફ્રેન્ડ અપની. મમ્મી એટલે ઝગડયા પછી જેના હાથની રસોઇ ખાઇ, ફરી કજીયા કરી શકાય તે. મમ્મી એટલે આપણને તમાચો માર્યા પછી પોતે રડી પડે તે. મમ્મી એટલે બળાપો, મમ્મી એટલે ઝુરાપો. મમ્મી એટલે કપડાંની સાથે મનનો મેલ નીતારી દેતો ડેરિંગ ડિર્ટજન્ટ. મમ્મી એટલે સંતાનના તોફાન પર સીસીટીવી જેવી ચાંપતી નજર રાખતી ડેશિંગ સાર્જન્ટ. મમ્મી એટલે કરકસર. મમ્મી એટલે બાળકના મન પર છવાતી કાયમી અસર. મમ્મી એટલે બચત. મમ્મી એટલે પ્રેમ બિનશરત. મમ્મી એટલે જીદ્દી સખત, મમ્મી એટલે કરૂણા સતત.

મમ્મી એટલે જેને વર્ણવવામાં શબ્દો ખૂટી જાય એવું અઢી અક્ષરનું અજવાળું. મમ્મી એટલે બચ્ચાંઓના ભવિષ્યની ચિંતામાં સૂકાઇ જતું શરીર રૂપાળું. મમ્મી એટલે પપ્પાની પ્રિય સખી. મમ્મી એટલે પપ્પાની બૂઢાપાની ‘વ્હીલ’ નહિ પણ ‘દિલ’ચેર. મમ્મી એટલે યુવાન છોકરા- છોકરી અને પ્રૌઢ પ્રવૃત્ત પિતા વચ્ચે કોલ જોડી દેતું મોબાઇલ નેટવર્ક. મમ્મી એટલે જેની વિદાય – પછી પિતાની કરચલીઓમાંથી એકલતા ટીપે ટીપે ટપકતી રહે, એ કદી ન પુરાતી માર્ક વિનાની ખાલી જગ્યા. મમ્મી એટલે જેની ઢીલી પડેલી ચામડીમાં આપણી બધી જ ભૂલો સંતાવાની જગ્યા થઇ ગઇ હોય એવી એક ગમતી ગુફા. મમ્મી એટલે આપણા મધરાતના પગલાંની જાગતી પહેરેદારી. મમ્મી એટલે આપણા શ્વાસની પહેચાન. મમ્મી એટલે મોજની ખોજમાં જીવતરનો બોજ ઉપાડી કંતાઇને ઝળી જતી કાયા. મમ્મી એટલે વાત્સલ્યના ચહેરા પાછળ છુપાઇ જતી ઉદાસીની છાયા. મમ્મી એટલે પ્રિન્ટેડ પોસ્ટલ એડ્રેસ સાથે જોડાયેલી અદ્રશ્ય માયા.

મમ્મી એટલે જેને આવું કશું જ ખાસ કહી નથી શકાતું હોતું તે. મમ્મી એટલે જેને બધા જ લાડ માટે થેન્કસ કહો તો જે મુંઝાઇ જાય તે. મમ્મી એટલે ઘરમાં લાઇટ જતી રહે પછી પણ રહેતો ઉજાસ. મમ્મી એટલે આપણી પ્રાર્થનાનું ગર્ભગૃહ.

મમ્મી એટલે જે છુટી પડે પછી એકાદી કોઇ ડાળી કે લ્હેરખીમાં ય દુનિયાના કોઇપણ ખૂણે સ્મૃતિ બની સ્પર્શતી રહે એવી અનુભૂતિ. મમ્મી એટલે સપનામાં આવતું એક ખોવાઇ ગયેલું રમકડું. મમ્મી એટલે આવતીકાલના પાયામાં ચણાઇ ગયેલી ગઇ કાલ….

મમ્મી એટલે મધર્સ ડેના બહાને દુનિયાને દેખાડી શકાતું સંવેદનનું સુખ.

મમ્મી એટલે મમ્મી.

ફાસ્ટ ફોરવર્ડ :

મોંસૂઝણૅ, ગલી-ગલીએ છાણ વીણતી બા,

મને કાયમ.
રાતનાં ખરેલાં તારાં વીણતી પરી લાગી છે.

અઢળક બળતણ વેંચી-વેંચીને,
ટાંકા-ટેભા ભરી-ભરીને.
બા એ, અકબંધ રાખી છે, અમારી મુઠ્ઠીને.

રસોડાનું એક-એક વાસણ
બની ગયું છે, અક્ષયપાત્ર.
બા નાં બરક્તી હાથે.

એક તો અરીસામાં,
’ને બીજે બસ એની આંખમાં,
જોઈ શકુ છું હું બાની આંખ.

(ઇલિયાસ શેખની કવિતાના અંશો. ગઈ કાલે ફેસબુક પર એણે આખી કવિતા સ્ટેટ્સ રૂપે મૂકી છે, એક વર્ષ પહેલા લેખમાં એના આ અંશો લીધેલા )

ત્યારે હજુ નવા નવા ટોય બનેલા કોમ્પ્યુટરનાં વેબકેમથી મમ્મીના અવસાનનાં ૪ મહિના પહેલા ઝડપેલી અહીં ઝાંખી પણ મારા મનમાં ઘાટી એવી ચંદ તસ્વીરોનું કોલાજ (૨૦૦૨)...

ત્યારે હજુ નવા નવા ટોય બનેલા કોમ્પ્યુટરનાં વેબકેમથી મમ્મીના અવસાનનાં ૪ મહિના પહેલા ઝડપેલી અહીં ઝાંખી પણ મારા મનમાં ઘાટી એવી ચંદ તસ્વીરોનું કોલાજ…

 

 
 
%d bloggers like this: