RSS

સેક્સ અને સ્પોર્ટ્સ : સુરજ કબ દુર ગગન સે, ખૂશ્બુ કબ દૂર પવન સે…

29 Jul

 

ખાસ્સા લાંબા સમયે આમ ફરી મળી છીએ, રીડરબિરાદરો…વિદેશપ્રવાસ પુરો થયો હોઇ, આ બ્લોગિંગ ફરી રાબેતા મુજબ રાબેતા મુજબ શરુ કરું છું. લંડન ઓલિમ્પિક્સમાં મેરા ભારત મહાનના ખેલાડીઓના સરિયામ ધબડકાની શરૂઆત થઇ ચુકી છે. અને એકદમ વિશફુલ થિન્કિંગ કરો તો ય ટોચના ત્રણ-ચાર ગોલ્ડ પણ માંડ મળે એ દેખીતું સત્ય છે. ત્યારે મે થોડા વર્ષો અગાઉ લખેલો લેખ મામુલી પણ જરૂરી ફેરફાર સાથે મુકું છું. સાથે ‘છબી-છબછબિયાં’માં પણ રસિક સ્લાઈડશો છે. લેખ વાંચીને ઘણા મર્યાદાના મરજીવાઓને મરચાં લાગશે. તો એ ભલે બળતા. એનાથી કંઈ હકીકતો બદલાઈ જતી નથી.

“બ્રહ્મચર્યના ‘તેજથી ‘વીર્યવાન થવાનો ભ્રમક ઉપદેશ આપતા બાવાઓથી ખદબદતા આ દેશને ઓલિમ્પિક જેવા રમતોત્સવમાં નાકની ચૂંક જેટલું પણ સોનું મળતું નથી ? યોગશક્તિની સાધનાથી માંડી ભોગવાદના ત્યાગ સુધીની પરંપરાનો હવાલો આપીને આપણને શારીરિક સ્વાસ્થ્યના પાઠ ભણાવાય છે. તો પછી ક્યાં છે પરસેવાથી રસબસતી કસાયેલી કાયા ધરાવતા ચેમ્પીયન્સ ? કેમ નથી દેખાતા પથ્થરમાંથી કોતરેલી હોય એવી નસોની ઠોસ મજબૂતી ધરાવતા વર્લ્ડ રેકોડર્સ? પૌષ્ટિક આહાર, સાદું જીવન, પરમ ભક્તિ, ટીનએજમાં ચુસ્તપણે પળાવાતું અખંડ કૌમાર્ય, જુવાનીમાં પણ નોર્મલ સેક્સલાઈફને ‘હડે હડે’ કરીને વખાણાતું સંયમિત જીવન, મર્યાદાપૂર્ણ અને શિસ્તબદ્ધ જીંદગી… અને આમ છતાં આ દેશમાં કેમ  રિયલ સ્પૉર્ટસપર્સન્સ પેદા નથી થતા ?

બીજી બાજુ જેને આપણે કિશોરાવસ્થાથી જ વંઠી ગયેલા વ્યભિચારીઓ, સૅક્સ મેનિયાક, જંક ફૂડનું ભક્ષણ કરતાં પાપી માંસાહારીઓ, કોમર્શિયલ જાહેરાતોના પૈસા પાછળ દોડતા ભૌતિકવાદીઓ કહીએ છીએ ત્યાંથી હણહણતા વછેરા અને ચીલઝડપ કરતી સમળી જેવા યુવક યુવતીઓની ફોજ પેઢી દર પેઢી ઓલિમ્પિકના મેડલ્સ પર તૂટી પડે છે. ભવ્ય પ્રાચીન પરંપરાની ઘૂણી ધકાવનારા ૧ (હવે સવા!) અબજના દેશમાં એક પણ રિયલ સ્પૉટ્ર્સનો વર્લ્ડ ચેમ્પીયન નથી ! દુનિયાના પૂરા પંદર દેશો પણ ક્રિકેટ રમતા નથી.

દુનિયા પર રાજ કરવાના સપના જોતા ‘મહાન ભારતની આ વાસ્તવિક્તા છે. બીજી બાજુ ‘વિલાસી’ અમેરિકા ઓલિમ્પિકમાં અગ્રેસર છે. ચીનમાં આપણી જેમ વસતિ ઉભરાય છે, તો એટલા જ પ્રમાણમાં ચંદ્રકો પણ ત્યાં ઠલવાય છે. રશિયા કે ઓસ્ટ્રેલિયા તો ઠીક ખોબલા જેવડા રોમાનિયા, યુક્રેન, કોરિયા, સ્વીડન, નેધરલેન્ડ્સ, હંગેરી, ટર્કી, બેલારૂસ, ક્યુબા, બલ્ગેરિયા, પોલેન્ડ, જ્યોર્જીયા, લિથુઆનિયા, થાઈલેન્ડ, લાટવિયા, ક્રોએશિયા અને ઈસ્ટોનિયા જેવા દેશો પણ સ્પૉટ્ર્સમાં ભારતથી આગળ છે. જાપાન, ફ્રાન્સ, જર્મની, સ્પેન કે ઈટાલીને છોડો… દુકાળના મારથી બેહાલ એવો ભૂખડીબારશ આફ્રિકન દેશ ઇથિયોપિઆપણ ગોલ્ડ મેડલ્સ જીતે છે !હવે આવા તો ઘણા દેશો પાસે ભારત જેટલી પણ પ્રાથમિક સુવિધાઓ કે શિક્ષણ નથી. સંપત્તિ નથી. છતાં દર વર્ષે અસલી રમતગમત કહેવાય એવી જાંબાઝીની સ્પર્ધાઓમાં ત્યાંના ખેલાડીઓ અવ્વલ રહે છે ! સવાલ માત્ર ‘ફેસિલિટીઝ’નો નથી, ‘ફિટનેસનો છે. ”

* * *

રીડરબિરાદર, આ જે કઈ વાંચ્યું એ તાજું લખાણ નથી. પણ પુરા ૮ વર્ષ પહેલા આ  ‘અનાવૃત’માં ૧ સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ લખેલા લેખના અંશો છે. ગોંડલ બેઠે બેઠે જે કઈ મફતમાં પીરસ્યું, એ માટે ક્રિકેટ બોર્ડ મોંઘાદાટ વિદેશી કોચીઝ રાખે છે કે ૨૦૧૨મા ESPN  મોંઘા મેગેઝીન વિશેષાંકમાં ૩૦૦૦ શબ્દોના લેખ લખાવે છે.. હી હી હી ! ૨૦૦૮ માં મહાવિસ્ફોટક એવા સર્ક્યુલરથી (તત્કાલીન અને સુપર સક્સેસફુલ) ક્રિકેટ કોચ ગેરી કર્સ્ટને ચેનલિયા ભાષામાં કહીએ તો પલ્લું ઝાડી ને ‘સેક્સ માણવાથી ખેલાડીઓ ફ્રેશ રહે છે. ટેસ્ટોસ્ટીરોન હોર્મોન નો સ્ત્રાવ વધતા સેક્સ્યુઅલ એકટીવીટીઝની હેપીનેસ મેદાન પર ની ફિટનેસમાં રૂપાંતરિત થાય છે. માટે ભારતીય ખેલાડીઓ એ પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે સહશયન કરવું/વધારવું જોઈએ. અને એ ય શક્ય ના બને (જે ભારતમાં અવશ્ય શક્ય છે!) તો તરણોપાય તરીકે સેક્સી ફેન્ટેસીના સપના જોવા જોઈએ !’ ( વાહ વાહ..દુબારા) વાળી જન્મસ્થાનમાં વિવાદગ્રહ ધરાવતી કોમેન્ટની ખો ટીમના ‘મેન્ટલ કંડીશનિંગ એક્ષ્પર્ટ’ પેડી અપ્ટોન માથે નાખી દીધી હતી.

નેચરલી, સેક્સ ના નામમાત્રની એલર્જી ધરવતી આ પવિત્ર પુણ્યશ્લોક ધરામાં પેડીને સાઈકો એનાલીસ્ટને બદલે સાઈકો ઠેરવી દેવાવાળાઓની અછત નથી. સેક્સ એટલું વાંચે કે સાંભળે ત્યાં ‘હાય હાય વિક્રુઊઊઉત !’ ચિલ્લાઈને પોલ વોલ્ટ જેવડો હાઈ જમ્પ કરનારાઓ દહીંમાં લેક્ટોબેસીલસ બેક્ટેરિયા જેટલી સંખ્યામાં સર્વવ્યાપી છે.

ગેરીના નામે ચડેલી કમેન્ટ ભલે વા વાયાથી નળિયું ખસ્યા જેવી હોય પણ તેના નામે શોરબકોર કઈ ઓછો થયો નથી. શાળામાં એક-બે એવા માસ્તરો  હોય છે જે લગભગ બધા વિદ્યાર્થીઓના ફેવરિટ હોય છે. કારણકે તેઓ વિદ્યાર્થીઓના મનની વાત કરતા હોય છે.  (ઈંગ્લેન્ડના સ્પિનર ગ્રીમ સ્વાને તો ઓન રેકોર્ડ કહ્યું કે કાશ ગેરી અમારો કોચ હોત! ) ઓસ્ટ્રેલીયાના  પ્લેયર  માઈકલ હસ્સીએ કહ્યું હતું કે એ આ બાબતમાં કશું જ કહી શકે એમ નથી કારણ કે એ છેલ્લા ચાર મહિનાથી ટુર પર છે અને સેક્સ કેવી રીતે કરવો એ પણ ભૂલી ચુક્યો છે! હસ્સીના કિસ્સામાં ગેરીની થિયરી એકદમ સાચી પડતી હોય એવું લાગે છે! કેમ કે ટેસ્ટ અને વન-ડે એમ બેઉ ફોરમેટમાં ૫૩ રનની  એવરેજ ધરાવતા હસ્સીએ એ વખતે ચાર મહિનામાં ટેસ્ટ અને વન-ડેમાં માત્ર ૩૨ રનની સરેરાશથી રન કર્યા હતા! તળપદા ગુજરાતીમાં કહીએ તો એને જબરો અહાંગરો લાગતો હશે!

મુદ્દે, ભલે આ સેક્સ ની મુંઝવણો બ્રહ્મચારી બાવાઓને પૂછતો દંભી દેશ સમજે નહિ, પણ સેક્સ ને સ્પોર્ટ્સનો સંબંધ એકદમ સાચુકલો ને વૈજ્ઞાનિક છે. લારા, બોથમ, ઇમરાન, વોર્ન, રિચર્ડ્સ જેવા છેલબટાઉ ક્રિકેટરોની સફળતાનો ઈતિહાસ જગજાહેર છે. છતાંય પુરાવા જોઈતા હોય, એમને જરાક નજીક ના ભૂતકાળની સફર કરાવીએ.

A WINNER’S KISS! Benoit Peschier of France is being kissed by his girlfriend after he had won the Kayak single event gold in Athens olympic 2004.

છેલ્લી બીજિંગ ઑલિમ્પિક, ૨૦૦૮ના અંતે મૅડલ ટેલીમાં વિજેતા ટૉપ ટેન દેશો ફાઇનલી આ મુજબ  હતા – ચીન, અમેરિકા, રશિયા, બ્રિટન, જર્મની, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, જાપાન, ઇટાલી અને ફ્રાન્સ. ફરી એક વાર વાંચી જાવ અને વિચારો…આ દસ દેશો અત્યારે પૃથ્વી પર એવા છે જેમની પાસે ફિટેસ્ટ સ્પૉટર્સ પર્સન્સ છે. નૉર્મલ નરનારી કરતાં વધુ ચુસ્તી તંદુરસ્તી ધરાવતાં છરહરાં બદન છલકાય છે. જે લોકો મેદાનમાં બીજાઓ કરતાં વધુ તાકાત, વધુ સ્ફૂર્તિ ધરાવે છે. ચૅમ્પિયન બને છે. ઇટ્સ ઑફિશિયલ. અને આ દસેય દેશો એવા છે કે જ્યાં સેક્સની બાબતે કોઈ ખાસ છોછ નથી, આભડછેટ નથી!

ત્યાં નારીઓને બુરખામાં સંતાડી રાખવાનું કલ્ચર નથી. ત્યાં ‘વીર્યનું એક ટીપું બરાબર લોહીનાં સો ટીપાં’  એવાં ગપ્પાં ઉપર તાળીઓ મેળવતા ધાર્મિક (?) બાપુઓ નથી. ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન એશિયન દેશો હોવા છતાં સેક્સની બાબતે મુક્ત અભિગમ અને મોકળું મન રાખનાર એશિયાઈ દેશોમાં આવે છે. મૅડલ ટેલીમાં ભારતનો ૫૦મો નંબર એ ય એ વખતની અપવાદરૂપ સિદ્ધિઓને લીધે  હતો .ઈરાન તો એથીયે પાછળ છે અને ભારત કે ઈરાન પોતાની મહાન ધાર્મિક સાંસ્કૃતિક મર્યાદા અને શીલના વારસાનાં બણગાં ફૂંકતાં ધરાતાં નથી!

બેક ટુ ધ ટ્રેક. ચીન, દ. કોરિયા, જાપાન કે રશિયા તો પૉર્નોગ્રાફી હબ ગણાય છે. જ્યાં સ્કૂલોમાં ટીનેજર્સને સેક્સ એજ્યુકેશન (ઍન્ડ ફ્રી કૉન્ડોમ્સ!) અપાય છે! ઑસ્ટ્રેલિયન ક્રિકેટ મૅચોમાં બિકિની પહેરીને પ્રેક્ષક તરીકે બેઠેલી સ્ત્રીઓના પ્રેક્ષક બનવા દોઢ દાયકા પહેલાંના ‘તરસ્યા’ ભારતીયો સવારમાં ચાર વાગ્યે ઊઠીને મૅચ જોતા! અમેરિકા સહિતના આ બધા યુરોપિયન દેશો તો કહેવાતા પરંપરાપૂજકોની નજરે પાપી છે. જ્યાં ઉઘાડેછોગ અંગપ્રદર્શન થાય છે. ચુંબનો થાય છે. ટીવીફિલ્મોઅખબારોમાં ન્યૂડિટી પર સેન્સરશિપ નથી. ફ્રાન્સ કે ઇટાલી તો ‘સેક્સપ્રેશન્સ’ અને ‘સેક્સાઇટમેન્ટ’ (ખરેખર એક્સપ્રેશન અને એક્સાઇટમેન્ટ શબ્દોનો આ સાચો અર્થ ન કહેવાય? 😉 )નાં પિયર ગણાય એવા મહારોમૅન્ટિક દેશો છે! વેલ, બ્રહ્મચર્યને બજરંગબલી જેવી તાકાતનો સોર્સ માનીને અખાડામાં કૂદી પડતા યોગીઓને ભારતનું આટલું જ લાગી આવતું હોય તો ઑલિમ્પિયન્સની ફોજ કેમ એ લોકો તૈયાર નથી કરતા? રોમ, ગ્રીસના જૂના જમાનાથી આજના જમાના સુધી એક સીધોસાદો સંબંધ રહ્યો છે. યુદ્ધ અને રમતગમતમાં એ પ્રજા જ આગળ રહી છે જેનો ‘લિબિડો’ યાને કામુકતા ઉચ્ચ રહી હોય! જ્યાં સ્ત્રીપુરુષોને દેહપ્રદર્શન અને દેહમર્દન એ શરમને બદલે શાનનો ‘વિષય’ રહ્યો હોય!

કદાચ સેક્સ્યુઅલી સેટિસ્ફાઇડ વ્યક્તિઓ કળા, વિજ્ઞાન, રમતગમત કે લડાઈઓના એજેન્ડા પર વધુ ફોક્સ્ડ ઍન્ડ રિલેક્સ્ડ રહીને કામ કરી શકતી હશે! વેલ, બીજિંગ ઑલિમ્પિકમાં ઑફિશિયલી સરકારે જ્યાં ખેલાડીઓ અને એમનો કાફલો રહેતોવિહરતો હોય છે એ ‘ઑલિમ્પિક વિલેજ’માં મફત ૧,૦૦,૦૦૦ કૉન્ડોમ્સ પણ રાખ્યાં હતાં! (અને ૨૦૦૦ની સિડની ઑલિમ્પિકમાં તો આટલાં જ કૉન્ડોમ્સ ખલાસ થઈ ગયા હતા!)

લિંક પર ક્લિક કરી એ મદમસ્ત અંગ્રેજી  લેખમાં વિગતે વાંચો. કોન્ડોમ કંપની ‘ડ્યુરેક્સ’ના ‘પીયર’ એવા બ્રિટનની ૨૦૧૨ ઓલિમ્પિકમાં ૧,૫૦,૦૦૦ કોન્ડોમ્સ અપાશે !   ‘ઑલિમ્પિક વિલેજ’માં રમતવીરો અને વીરાંગનાઓ માટે ફાઇવસ્ટાર સગવડો હોય છે. સિક્યૉરિટીને લીધે પૂરતી પ્રાઇવસી પણ હોય છે અને સ્પૉટર્સ સેલિબ્રિટી ધારે તે બહારના માણસને ઍન્ટ્રી પણ મળે જ. ઑલિમ્પિયનમાંથી હવે સ્પૉટર્સ રાઇટર કૉમેન્ટેટર બની ગયેલા ઈંગ્લૅન્ડના ટેબલટેનિસ પ્લેયર મેથ્યુ સઈદે તો જાહેરમાં વટથી વટાણા વેરી નાખ્યા હતા! મેથ્યુ સ્પેનના બાર્સિલોના ઑલિમ્પિક (૧૯૯૨)માં પ્રથમ વખત ઑલિમ્પિક વિલેજનો મોંઘેરો મહેમાન બનેલો. એની કબૂલાત મુજબ એ વખતે ૨૧ વર્ષનો હતો, એ ૨૧ વર્ષમાં જેટલી વખત સહશયન ન કર્યું હોય, એટલું અઢી અઢવાડિયાંમાં ત્યારે ભોગવેલું!  સ્પેન તો આમ પણ ‘કાછડીછૂટો’ રંગીલો દેશ. 😛

Olympic soccer player, Heather Mitts and her husband, NFL St. Louis Rams quarterback A.J. Feeley, who were married in 2010. In 2004, she was voted ESPN’s Hottest Female Athlete, and a year later, she appeared in Sports Illustrated’s Swimsuit Edition. She’s a two-time Olympic gold medalist and played four matches in the 2011 World Cup.

૧૯૮૮ના દક્ષિણ કોરિયામાં થયેલા સિઓલ ઑલિમ્પિકમાં આજથી ૨૪ વર્ષ પહેલાં બ્રિટનની સ્વિમિંગ ટીમ જ્યાં રોકાઈ હતી એ બ્લૉકની આખી અગાસી વપરાયેલાં કૉન્ડોમ્સથી છવાઈ ગઈ હતી! અને બ્રિટિશ ઑલિમ્પિક ઍસોસિયેશને આ બનાવની ઠઠ્ઠામશ્કરી પછી આઉટડોર સેક્સ (ધ્યાનથી વાંચજો, સેક્સ પર નહીં,  ‘આઉટડોર’ સેક્સ) પર બાન મૂક્યો હતો! શરીરના સ્નાયુઓને ઇચ્છે તેમ વાળી શકે તેવા, અને લાંબો સમય સુધી સ્ટેમિના ટકાવી શકવા માટે તાલીમબદ્ધ યુવા નરનારીઓ દિવસરાત પરિવારની નજર બહાર એકબીજાના સંગાથમાં રહે ત્યાં ‘સેક્સપ્લૉઝન’ ન થાય તો એ ‘સૃષ્ટિ વિરુદ્ધ’નો ક્રમ કહેવાય!

આપણો સોનેમઢ્યો જુવાન અભિનવ ચહેરા પરથી કેવો સૌમ્ય, શાંત, ધીરગંભીર, ડાહ્યોડમરો લાગે છે? પણ આ અભિનવે એના બ્લૉગમાં એની શૂટિંગ ચૅમ્પિયનશિપના એક દિવસ અગાઉ લખ્યું હતું કે, ‘હવે હું સ્પર્ધાના વિચાર કરીને નર્વસ થવા નથી માગતો. આજે આખો દિવસ ઑલિમ્પિક વિલેજમાં લટાર મારીને દુનિયાભરની ખૂબસૂરત યુવતીઓ જોઈને ફ્રેશ થવા માગુ છું!’

જે વ્યક્તિ રમતગમતમાં ઍક્ટિવ હોય એ સરેરાશથી વધુ ઍનર્જેટિક હોય. ને વધુ કિલિંગ ઇન્સ્ટિંક્ટ ધરાવતું એગ્રેશન પણ એનામાં હોય. મતલબ એસ્ટ્રોજન નીતરતી સ્ત્રીઓ અને ટેસ્ટોસ્ટિરોનથી નીતરતા પુરુષો! ઍક્ચ્યુઅલી,માત્ર પુરુષો જ નહીં… કૉમ્પિટિશન અને ઍગ્રેસિવનેસનો મેલ હૉર્મોન ગણાતો ટેસ્ટોસ્ટિરોન ડ્રાઇવ ઊભી કરવામાં ચાવીરૂપ છે. ૧૯૮૦ના દાયકાની મધ્યમાં પૂર્વ જર્મની (તત્કાલીન)માં સામ્યવાદી શાસને પોતાની મહિલા ઍથ્લીટ્સને ‘ડોપિંગ’ કરાવી, પર્ફૉર્મન્સ સુધારવા એન્ડ્રોજેનિક સ્ટિરોઇડસ આપેલા. નૉર્મલ ગર્લ દિવસમાં અડધો મિલિગ્રામ ટેસ્ટોસ્ટિરોન હૉર્મોન પેદા કરે પણ આ ડ્રગ્સ પછી જર્મન ખેલાડીઓમાં ૩૦ મિલિગ્રામ ટેસ્ટોસ્ટિરોન દિવસમાં પેદા થવા લાગ્યો અને રિપૉટર્સ મુજબ સ્વિમિંગ ઍથ્લેટિક્સ સિવાય એમની દેહભૂખ પણ આઉટ ઑફ કંટ્રોલ થઈ ગઈ!

સ્પોર્ટ્સમાં ચાર્લ્સ ડાર્વિનનો ‘સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ’નો પ્રિન્સિપલ લાગુ પડે છે. ઉત્ક્રાંતિના ભાગરૂપે બેસ્ટ ઍન્ડ ફિટેસ્ટ બૉડી તરફ આકર્ષણ સ્વાભાવિક છે. બેટર જિન્સ ફોરવર્ડ કરવાની એ નેચરલ ‘ગેઇમ’ છે! એક લેટેસ્ટ સર્વે મુજબ જે ઘરની બહાર રહેતા હોય એવા પુરુષોના સ્પર્મ કાઉન્ટ (શુક્રાણુઓની સંખ્યા) ઇજેક્યુલેશન દીઠ ૩૮૯ને બદલે ૭૧૨ મિલિયન યાને ડબલ થઈ જાય છે!

આપણે સેક્સને છી છી કરવાની લાહ્યમાં ફક્ત તેના નેગેટીવ પોઈન્ટ્સ પર જ ફોકસ કરીએ છીએ. તેના સદાબહાર શુદ્ધ કુદરતી ફાયદાઓ તરફ તો ધ્યાન આપતા જ નથી ! ઇ. પૂ. ૩૦૦ માં ફિલોસોફર હો કુંગે કહેલું કે ‘માણસ જેટલું વધુ સંવનન કરે, એટલો વધુ ફાયદો મેળવે’. અહી તો એથી પણ પ્રાચીન કામસૂત્રના દેશ તરીકે ઓળખવામાં પણ શરમ આવે છે. આયુષ્ય અકળ હોવા છતાં ઘેલા ઘનચક્કરો એને સેક્સ સાથે જોડે છે.

માઈકલ જેક્સન મરે, તો કહે ‘જોયું, કામુક બહુ હતો એટલે વહેલો ઉકલી ગયો!’ એમ તો બ્રહ્મચારી સ્વામી વિવેકાનંદ ૩૯ વર્ષે જ ગુજરી ગયા હતા! અને એકદમ રંગીનમિજાજ ખુશવંતસિંહ કે હુસેન કડેધડે ૯૫ કુદાવી ચુકેલા! ક્રિકેટ ટીમનું લીક થયેલું ડોઝીએર સાવ હવામાં ગોળીબાર નહોતો. વૈજ્ઞાનિક સંશોધનોમાં નિરંતર એ પુરવાર થયું છે કે તાણ-દબાણ વિના મુક્ત મને સ્વસ્થ, તંદુરસ્ત, પ્રેમાળ, મજેદાર સેક્સ નિયમિત માણવામાં આનંદ ઉપરાંત ના આરોગ્યના ફાયદા અપરંપાર છે.

સેક્સમાં ઓર્ગેઝમ પહેલા ઓક્સીટોસીન હોર્મોનનું લેવલ સામાન્યથી પાંચ ગણું વધી જાય છે. જે એન્ડ્રોફિન જેવું દર્દશામક રસાયણ રીલીઝ કરે છે. જેથી પેઈનકિલર જેવી પ્રાકૃતિક રાહત મળે છે. (આધાશીશી કે સંધિવા હળવા થઇ જાય !) સેક્સ ને લીધે સ્ટ્રેસ તો ઘટે જ છે ( ભારતમાં તો જુવાનીયાવ ને કોઈક જોઈ જશે તો ની બીકે વધે પણ ખરો, હો !), પણ એ યોગ્ય માત્ર માં નિયમિત માણવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ પણ વધે. ‘ઈમ્યુનોગોબ્યુલીન એ’ નામનું એન્ટીબોડી વધતા ફ્લુ જેવા રોગો સામે રક્ષણ પણ મળે. સપ્તાહ માં સરેરાશ ૨-૩ ઓર્ગેઝમ અનુભવતા માનવીઓમાં ‘ડીહાઇડ્રોએપિઆન્ડ્રોસ્ટીરોન’ નામ નો એન્ટીડિપ્રેસન્ટ હોર્મોન ઝરે છે. જે કોષને રીપેર કરે છે. ત્વચાને ચુસ્ત રાખે છે. બ્રિટનમાં થયેલા સર્વેક્ષણ મુજબ આવા લોકો બીજા કરતા લાંબુ જીવે છે!

સેક્સ ને લીધે રુધિરાભિસરણ (બ્લડ સરક્યુંલેશન) વધે છે. જેથી થાક ઘટે છે. મગજ ને તાજો લોહી નો પુરવઠો મળે છે. સરસ સેક્સ પછી મસ્ત નીંદર આવે છે. અને નિરાંતવી ઊંઘ ખુદ બહુ મોટો ઔષધીય ઉપચાર છે! અઠવાડિયા માં બે કે વધુ વખત શય્યાસુખ માણનારા પુરુષો માં હાર્ટ એટેક નું જોખમ અડધું થઇ જાય છે એવું ૨૦ વર્ષ ના રીસર્ચના અંતે પુરવાર થયું છે! એવું જ તારણ પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓ માટે મેડીકલ સાયંસ કાઢે છે. નિયમિત ‘ઇજેક્યુલેશન’ થી પુરુષો આ કેન્સરનું જોખમ ઘણું ઘટાડી શકે છે. ત્રીસ મીનીટનો ફોરપ્લે સહીત નો સેક્સ ૮૫ કેલેરી ઘટાડે છે, ને આ પ્લેઝર એકસરસાઈઝ હાડકા તથા સ્નાયુને પીડા વિના મજબૂતી આપે છે. સરસ સેક્સ માણવા માટે પણ સાહજિક રીતે શરીર ફીટ રાખવા નો ઉન્માદ જાગે છે, જે રમત ના મેદાનથી રણમેદાન સુધી વ્યક્તિને પરાક્રમી બનાવે છે. અર્જુન કે ભીમ કઈ અમસ્તા જ જ્યાં જાય ત્યાં મોહિત અર્ધાંગીનીઓ મેળવતા હતા? ઈમોશનલ ઇન્ટિમસીનું ફીઝીકલ હિલીંગ પણ થાય છે.

તર્ક જે લડાવો તે, ઈતિહાસ સાક્ષી છે કે યોદ્ધાઓ અને રમતવીરો હમેશા સેક્સ ના ફોર્સમાંથી જ પ્રગટે છે.ભારતના એક યુગ પછી સતત પરાજિત થવાનું કારણ પણ આ જ છે. જેમ વિલાસનું અતિરેક પતન નોતરે, એમ સાવ નિર્મોહી, ત્યાગી, સંતોષી, મોક્ષમુમુક્ષુ જીવને વિજયની ભૂખ જ ના હોય, તો પરફોર્મન્સ ક્યાંથી બતાવે?

શક્તિની પ્રેરણા વિનો સમાજ માયકાંગલો બને. ‘ઇન્ડોર’ ગેમ્સમાં જે ‘જોયફૂલ’ એ જ ‘આઉટડોર’ ગેમ્સમાં વધુ ‘પાવરફુલ’!

ઝિંગથિંગ:

The London Olympics will be about tests of strength and endurance … between the sheets.

Tales of shenanigans at the living quarters for 10,000 super-fit young men and women have always abounded, and these games don’t look as if they will be any different. Thousands of free condoms will be available.

U.S. women’s soccer star Hope Solo recently dished about serious partying at Beijing, and some athletes say they can hardly wait.

“The Olympics is the height of your career, so you might do some things you don’t usually do,” British beach volleyball player Shauna Mullin said with a giggle recently.

Most, like Mullin, will restrain from going too far. But there’s no need to be prudish, according to the man overseeing the health of the Brazilian team.

“(Sex) is common at the Olympics. It’s necessary. It’s natural,” Dr. Joao Olyntho Machado Neto said. “If you are going to be healthy people, why not make sex? … Brazil is very tolerant with sex as a country. We don’t have Victorian minds and we’re not religious.”

Ivory Coast swimmer Kouassi Brou was one of the youngest competitors in Beijing at 16, but now he’s ready for some Olympic love.

“In 2008 I was so young and so shy, so I didn’t interact with the women,” the 20-year-old Brou said. “But now I’m a big man. So I can try. I will try.”

Solo recalled seeing competitors having sex out in the open in Beijing.

“On the grass, between buildings, people are getting down and dirty,” the 2008 gold medalist told ESPN The Magazine recently.

Still, her revelations startled some athletes.

“It’s not something I’ve seen at all. … Maybe I wasn’t up on the right nights,” Australian canoeist Warwick Draper said.

Wild parties are not new. Many athletes are delighted to unwind in the privacy of the Olympic village, where the outside world is excluded.

Maybe the amorous couples Solo spotted outdoors in Beijing had the right idea.

Fitting just one person into the beds provided for Olympians in London is proving to be a problem. They’re only 5 feet, 8 inches long!

( from hamptonroads.com )

 
41 Comments

Posted by on July 29, 2012 in entertainment, india, youth

 

41 responses to “સેક્સ અને સ્પોર્ટ્સ : સુરજ કબ દુર ગગન સે, ખૂશ્બુ કબ દૂર પવન સે…

  1. Tirth Trivedi

    July 29, 2012 at 11:00 PM

    gr8 one….!!!!
    SatyameV JAyate maa jo aa na vishe charcha karii hot to Youngsters ne aa show vadhu gayo hot & baaki bdha ket k Aamir To sav bogas actor 6e…!!!

    Like

     
  2. vishal rathod

    July 29, 2012 at 11:01 PM

    aatlo time thai gayo aa lekh shatdal ma aave !! paani ( pelu nahi ho 😛 ) ni jem j time vahi jaay che 😀

    haji ek aavo j ek lekh hato lal rang par kheladiona janoon mate pan a yaad nathi aavto 😦

    Like

     
  3. Raghuvir Khuman

    July 29, 2012 at 11:11 PM

    Ahha… maja aavi…

    “એસ્ટ્રોજન નીતરતી સ્ત્રીઓ અને ટેસ્ટોસ્ટિરોનથી નીતરતા પુરુષો!” .. most fav sentence from this blog post…

    there is another thing… I hv read tht thr are 6 thousand holes in our lungs.. In normal breathing only 3 thousand holes are purified… but when u do some exercises like running,weight lifting or any other u start taking long breaths.. and all other holes in lungs who r nt purified yet starts to purify. Oxygen inflames your sexuality . And may be u just take just walk near 5-6’o clock in morning in fresh air when thr is full oxygen U find tht ur sexual urge increases. Its normal experience tht if any1 has observed themselves closely after walk or running in fresh air.

    Like

     
  4. asha

    July 30, 2012 at 12:17 AM

    ‘ઇન્ડોર’ ગેમ્સમાં જે ‘જોયફૂલ’ એ જ ‘આઉટડોર’ ગેમ્સમાં વધુ ‘પાવરફુલ’!

    Like

     
    • PARAG PAREKH

      July 30, 2012 at 11:07 PM

      Yeh..

      Like

       
  5. Arti Badiani

    July 30, 2012 at 12:56 AM

    awesome…….great……good job…..

    Like

     
  6. J.g.

    July 30, 2012 at 1:07 AM

    Loko bhartiya sabhyata na naam par aakho shravan mahino je shiv ling ni pooja kre chhe eno mahima kem bhili jaay chhe…. N y they also dont remeber sun temples and all??? E badhu to thik but kaam dev- rati….kaamsutra ne maanta aa desh ma ichha na hoy e loko ne pan ( even after marrge) farajiyaat bramha charya kem padvu pade chhe? Gandhi ne maano pan e pan kasturbaa nu shu??

    Like

     
  7. J.g.

    July 30, 2012 at 1:17 AM

    And jay bhai…. Plzcheck your article there is still smthong WRONG inside!!!

    Like

     
  8. નિલેષ જોશી

    July 30, 2012 at 8:43 AM

    realy awosome article by jaji mane media ma rado padi ne jor jor thi bolva do have ke u r realy greattttttttttttttttttttttttttttttttttttttttt such a tame je lakho te dil ma ane mind ma utri jay che wife bad vare vare tamne j kevanu man thay che love u always…………………………….

    Like

     
  9. dhruv1986

    July 30, 2012 at 8:55 AM

    આશા છે કે વિદેશપ્રવાસ સારો રહ્યો હશે.
    આ લેખ મે પહેલા પણ વાંચેલો ત્યારે પણ સારો લાગેલો..!!
    બ્રહ્મચર્ય એટલે સેક્સ થી દૂર રહેવુ તે તદ્દન ખોટી વાત છે.
    આપે કહ્યુ તેમ ભારતમાં ઘણા એવા સાધુઓની ફોજ છે,જે યુવાનો ને બ્રહ્મચર્યના નામે ગેરમાર્ગે દોરે છે.(અને પોતે પાછા રુપલલનાઓ કે કુમળીવય ના છોકરાઓ સાથે કુકર્મ કરતા પકડાય છે..!!)
    સેક્સથી ઘણા ફાયદાઓ છે તે વર્ષોથી કામસૂત્ર અને મનુસ્મૃતિ મા લખ્યુ જ છે.(પણ અફસોસ આ અમૂલ્ય વારસાને આપણા કહેવાતા સાધુ/સંતોએ આપણી સુધી પહોચવા દિધો નથી.?) અને કદાચ એટલેજ ક્રૃષ્ણ ને આપણે વધુ પૂજીયે છીએ..!!

    હુ ઘણીવાર વિચારુ છુ કે,પૃથ્વી પર બ્રહ્મચર્યની ઉત્પતી માત્ર માણસે જ કરી છે,પ્રાણીઓ કેમ બ્રહ્મચર્ય પાળતા નથી.??

    Like

     
    • Nikunj

      July 31, 2012 at 1:47 AM

      પ્રાણીઓ કેમ બ્રહ્મચર્ય પાળતા નથી???

      …એમ કહી શકાય કે જે બ્રહ્મચર્ય નથી પાળતા તે પ્રાણીઓ છે!!!

      Like

       
      • dhruv1986

        August 1, 2012 at 10:04 PM

        …એમ કહી શકાય કે જે બ્રહ્મચર્ય નથી પાળતા તે પ્રાણીઓ છે!!!
        સારું આપની પાસે થી નવું જાણવા મળ્યું.

        Like

         
  10. C.K.

    July 30, 2012 at 9:07 AM

     
  11. sureshchandraseth

    July 30, 2012 at 9:40 AM

    બ્રહ્મચર્ય ની શોધ મનુષ્યની અશ્ક્ય વસ્તુ ઉપર જીત મેળવવાની વ્રુતિમાંથી થઈ હોય એમ લાગે છે, જેમકે હિમાલય ચઢી જવો,કે ચન્દ્ર ઉપર આરોહણ કરવુ વીગેરે, અશ્ક્ય ચીજ ને સાધ્ય કરવામાં એક પ્રકાર નુ પરાક્રમ છુપાયેલુ હોય છે, બ્રહ્મચર્ય પાળવુ એ પણ આવુજ અશ્ક્ય ક્રુત્ય છે તેથી તેના ઉપર વિજય મેળવવાના પ્રયત્નો થયા હશે એમ લાગે છે, તેને ધાર્મિક અને આધ્યાત્મિક સ્વરુપ પછી થી આપી દેવાયુ હશે.

    Like

     
  12. Devang Soni

    July 30, 2012 at 11:23 AM

    This article is fucking inspirational! 😀 😉

    Like

     
  13. dharmesh dave

    July 30, 2012 at 5:41 PM

    exellent… ont only good one but also real one….

    Like

     
  14. Tarang Ravalia

    July 30, 2012 at 6:09 PM

    Smashing Slap on so called ‘Cultured ‘ …….Free hug to real ‘Rebel’ …..:P

    Like

     
  15. Utkarsh Shah

    July 30, 2012 at 6:59 PM

    હું કઈ પણ લખું-કહું તે પહેલા એક વાત ની ચોખવટ કરી લઉં…હું વિક માં ૧-૨ વખત સેક્સની કસરત કરી લઉં છું.

    હવે મુદ્દાની વાત….
    જયભાઈ, ઓલિમ્પિકમાં ભારત પદકો પાડવામાં છેલ્લે થી પહેલો દેશ છે તેમાં ફક્ત અને ફક્ત બ્રહ્મચર્યનો અને પરંપરાનો હવાલો ના આપી શકાય….રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ક્રિકેટ સિવાયની અન્ય રમત ના રમતવીરોને થતી ઉપેક્ષા ,પુરતી સગવડો-સાધનો ના આપવી,દેશની જનતા તરફથી પણ તેમની અવગણના ..આ બધા કારણો પણ તેને માટે ટાંકવા જરૂરી છે….

    યોગશક્તિની સાધનાથી માંડી ભોગવાદના ત્યાગ સુધીની પરંપરાનો હવાલો આપીને આપણને શારીરિક સ્વાસ્થ્યના પાઠ ભણાવાય છે…પણ આ પાઠ (સવા અબજ ની વસ્તી માંથી ) ભણે છે કોણ અને કેટલા ?

    માનો કે યોગશક્તિની સાધનાથી માંડી ભોગવાદના ત્યાગ સુધીની પરંપરાનો ઉપદેશ લઈને રહેનાર લોકો મેડલ લેવામાં નિષ્ફળ જાય છે…પણ સુ ભારતમાં આ પરંપરા લઇ ને જીવનાર એકલાજ વસે છે?

    ભારતમાં ૨૦ % મુસ્લિમ-ખ્રિસ્તી છે જેમને આ પરંપરા થી લાખ ગાઉ છેટું છે.અને ૮૦ % હિંદુ માં પણ કેટલાય એવા છે જે આ પરંપરા થી દુર રહે છે. માનો કે આ પરંપરા ને જીવનારા પદકો લેવામાં નિષ્ફળ જઈ રહ્યા છે પણ જે આ પરંપરા થી દુર છે એ લોકો કેમ પદાકોના ઢગલા નથી કરી દેતા???

    અને બ્રહ્મચર્યની વ્યાખ્યા શી થયા છે? ૨ પ્રકારે બ્રહ્મચર્ય પલાય છે…..૧–જે સાધુ-સંતો(તમારા માટે તો બાવાઓ જ:) ) પાળે છે તે અને ૨ –એક નારી-નાર સદા બ્બ્રહ્મચારી તે ……
    ગૃહસ્થ માટે બ્રહ્મચર્ય એટલે પોતાના પતિ-પત્ની સિવાય અન્ય સાથે સેક્સ નહિ તે

    બ્રહ્મચારી સ્વામી વિવેકાનંદ ૩૯ વર્ષે જ ગુજરી ગયા હતા એ વાત વિચારીએ તો સામે પક્ષે ઈ પણ વિચારો કે સંભોગ થી સમાધિ સુધી ની વાતો કરનાર અને ૧-૨ નહિ પણ હજારો સાથે સંભોગ કરનાર ઓશો ૫૮ વર્ષે જે ગયા હતા!!! અને તે પણ ગંભીર બીમારી ને કારણે…
    જેનું કારણ suggested exposure to HIV or chronic diabetes and stress હતું એમ પણ મનાય છે ..

    Like

     
    • jay vasavada JV

      July 31, 2012 at 2:11 AM

      ઉત્કર્શભાઈ, લેખ ધ્યાનથી વાંચો. એમાં ઈરાનનો ઉલ્લેખ પણ છે જ. અને માત્ર આજ બાબત એકમાત્ર કારણ છે, એવું મે ક્યાંય લખ્યું નથી.મે ન્માલ્ખાગત બાબતો અંગે ત્રણ લેખ લખેલા છે. પણ ફિટનેસના મામલે અંતર છે તો સાડી સત્તર વાર છે. અને સ્પોર્ટ્સ કલ્ચર નથી વિકસ્યું એમાં પરમ્પરાગત માનસિકતાનો ફાળો નાનોસુનો નથી.તમે ધારી લીધું છે. સવાલ ફિટનેસનો છે અને એના તો નરી આંખે અને બાળક દિમાગે જોઈ શકાય એટલા સજ્જડ દાખલા અને ઉઘાડી નક્કર હકીકતો મૂકી છે. એનો જવાબ છે નહિ એટલે આડાઅવળી દલીલો મૂકી છે. લેખની માફક સ્વામીજીનું ઉદાહરણ (જેમાં બીજા બે નામો તમારા જેવા સરખામણી કરતા દોસ્તો માટે છે જ) પણ તમને સમજાયું નથી. એમાં સ્પષ્ટ વાત એવી જ છે કે આયુષ્ય એક અકળ રહસ્ય છે અને આપણા ઘણા નાદાનો બ્રહ્મચર્ય સાથે સગવડતાપૂર્વક જોડી દે છે. હું દરેક સંતને બાવા જ માનુ એ ય તમારો અંગત અભિપ્રાય છે, જેમાં હું સંમત નથી.

      Like

       
      • m.m.

        July 31, 2012 at 5:15 PM

        Tame aatli sex nu importance samajvavada haji kem kuvara chho? tame tamari vruttio ne kevi rite manage karo chho??

        Like

         
  16. Dipak Dholakia

    July 30, 2012 at 7:04 PM

    મનોરોગી માનસ પર આ બોમ્બાર્ડમેન્ટ અક્સીર નીવડે એવી શુભેચ્છાઓ.

    Like

     
  17. Dhanvant parmar

    July 30, 2012 at 9:30 PM

    સેક્સ એટલું વાંચે કે સાંભળે ત્યાં ‘હાય હાય વિક્રુઊઊઉત !’ ચિલ્લાઈને પોલ વોલ્ટ જેવડો હાઈ જમ્પ કરનારાઓ દહીંમાં લેક્ટોબેસીલસ બેક્ટેરિયા જેટલી સંખ્યામાં સર્વવ્યાપી છે.
    LMAO

    Like

     
  18. Parth

    July 30, 2012 at 11:06 PM

    ROFL@vikruuuut

    Like

     
  19. Bhupendrasinh Raol

    July 31, 2012 at 6:25 AM

    મેં હમણાજ થોડા દિવસ પર ‘કરીએ કદર કસરતની’ લેખ મુક્યો અને પછી આ ટનાટન લેખ વાંચી અત્યંત આનંદ થયો. એવરેજ ગુજરાતીઓને કસરત જરાય પ્રિય નથી. મારા અનુભવો મેં મારા લેખમાં લખ્યા છે. બાકી તમે ક્રિકેટના રસિયા અહી વાક્યે વાક્યે સિક્સર મારી છે. બધા બોલ બાઉન્ડ્રી બહાર મોકલી આપ્યા છે. ધન્યવાદ….

    Like

     
  20. maytrig

    July 31, 2012 at 1:04 PM

    nice 1 sex sportingly n sport sexily :p

    Like

     
  21. Mukul Jani

    July 31, 2012 at 4:19 PM

    ઓલિમ્પિકમાં જો દંભ માટેની કોઇ સ્પર્ધા હોય તો આપણો એક ગોલ્ડ પાક્કો!

    Like

     
  22. pinal

    July 31, 2012 at 6:53 PM

    aa article mane pako yaad chhe, sudhara vadhara ghana chhe.kissing photo aagal na divaso ma paper ma hato ane pachhi e kissing pic parathi prerana laine aakho aarticle tame lakhyo hato. hu e vakhate tamane vanchati e yaad aavi gayu. aamato aa pic mara man na barobar no store thayelo chhe.

    Like

     
  23. jignesh rathod

    July 31, 2012 at 8:16 PM

    “યુવાધન સુરક્ષા” હા હા હા….. આતો સાહેબ હોલીવુડ જેવી ફિલ્મ્સ બોલીવુડ માં કેમ નથી બનતી? કે આપને ઇઝરાયેલ જેં કેમ નથી કરતા એવી વાત થઈ. તમારી વાત સાચી હશે પણ આપના દેશ માં sex ની સુગ વાડી વાત સાચી નથી નહિ તો ઓલમ્પીકસ જેટલા કોમ્ડોમ્સ તો આપને ૯દિ માં વાપરી નાખીએ છીએ (એ નવરાત્રી, ગણેશચતુર્થી એમ કોણ બોલ્યું), બીજી વાત આપના દેશ ni વસ્તી તો જુઓ! મેડલ પ્રેક્ટીસ સાથે સાથે દના પર પણ આધાર રાખતા હશે એમ તમને નથી લાગતું? આપના કસનોવાઓ ને તમે જોયા નથી લગતા/

    Like

     
  24. jignesh rathod

    July 31, 2012 at 8:17 PM

    પ્રેક્ટીસ સાથે સાથે DNA pr …..

    Like

     
  25. parimalpatel001

    August 2, 2012 at 2:05 PM

    વિષય ગમે તે હોય પણ જયભાઈની દેશભક્તી ભારોભાર જોવા મળી. ખૂબ સારો લેખ.

    Like

     
  26. Rashmin Rathod

    August 2, 2012 at 10:09 PM

    Jaybhai, Great article. Thanks a lot. It helps me to change my lifestyle too.

    Like

     
  27. jay vasavada

    August 3, 2012 at 12:50 AM

    તમારી વાત એકદમ સાચી છે, જયભાઇ…….. ભારત દેશ ના મોટા ભાગ ના લોકો ના ચેહરા કામુક્તા થી ભરેલા છે, અને એટલે જ ભારત દેશ ના પુરૂષો GOA જેવી જગ્યા બે-ચાર મિત્રો જોડે ફરવા જતા હોય છે,(જોકે ત્યાં તેમની પત્નિ ને લઇ જવામાં નથી આવતી ) જેથી ત્યાં છુટથી ખવાય,પીવાય અને આખા વર્ષ નો ઉભરો ત્યાં ઠલવાય.

    Like

     
  28. jay vasavada

    August 3, 2012 at 12:51 AM

    લેખ અત્યારે વાંચ્યો એટલે અત્યારે કોમેન્ટ કરી છે.

    Like

     
  29. Ram Deliwala

    August 3, 2012 at 12:05 PM

    What is your opinion on Sachin, Gavasker, Vishwanath? Their records in cricket is hard to break or almost unbeatable. Their consistency in playing cricket and establishing records are/were still example in all cricket playing countries. They played masterly in India as well as abroad too. Do you believe that they are/were ‘ઇન્ડોર’ ગેમ્સમાં જે ‘જોયફૂલ’ એ જ ‘આઉટડોર’ ગેમ્સમાં વધુ ‘પાવરફુલ’!

    I agree with Dipak Dholkia મનોરોગી માનસ પર આ બોમ્બાર્ડમેન્ટ અક્સીર નીવડે એવી શુભેચ્છાઓ.

    Like

     
    • jay vasavada JV

      August 3, 2012 at 1:38 PM

      cricket is more of an entertainment / less of a sport. and exceptions only strengthen the rules 🙂

      Like

       
      • Rakshit Patel

        August 4, 2012 at 2:45 AM

        > and exceptions are only strengthen the રુલેસ
        ભાઈ મને તો અંગ્રેજી નથી આવડતું. પણ કોઈ મને જય વસાવડાના આ વાક્યનો અર્થ સમજાવશે? typing ની કોઈ ભૂલ માનીને વાંચવાનો પ્રયત્ન કરું તો પણ નથી સમજાતું 😉
        -રક્ષિત

        Like

         
        • jay vasavada JV

          August 4, 2012 at 11:55 AM

          are ઉતાવળમાં થયેલો . સુધારી લીધો છે. ધ્યાન ખેંચવા બદલ આભાર. exceptions only strengthen the rules.

          Like

           
      • Ram Deliwala

        August 4, 2012 at 2:14 PM

        Still it requires consciousness, fitness, strength, footwork, hard practices and art of play. These all are unavoidable requirements for a sportsman to play long inning. Cricket is sport first and then entertainment for the game lovers.

        Sex is only an entertainment / less of a sport. Sex is requirement but not only powerful tool to win medals.

        Like

         
  30. jiguanju

    August 7, 2012 at 6:12 PM

    બાવાઓના લફરાઓ આગળ આંખ આડા કાન કરતા અને જુવાનિયાઓ પર દુનિયાભરના પ્રતિબંધો લગાવતા આ દંભી સમાજ પાસે શું અપેક્ષા રાખવી, જયભાઇ…????

    Like

     
  31. ROHIT PATEL

    December 31, 2012 at 1:23 PM

    ITS REALLY NICE WRITTING

    Like

     

Leave a comment