RSS

સ્વામી વિવેકાનંદ : પત્રો અને પશ્ચિમ !

11 Sep



આ જુનો  લેખ વધુ એક વાર આ વખતે બ્લોગના માધ્યમે રિ-માઈન્ડર રૂપે…

આજે ૧૧ સપ્ટેમ્બર શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદે આપેલા વ્યાખ્યાનના સ્મરણનો દિવસ છે ત્યારે બધા જ વિશ્વમાં એમણે લહેરાવેલી ભારતીય સંસ્કૃતિની ધજાપતાકાનો પોપટપાઠ કરી રહ્યા છે. પણ એ મુલાકાત થકી એમના દિમાગ પર જેનો ઝંડો લહેરાયેલો એ અમેરિકાના વેસ્ટર્ન કલ્ચર વિશેના એમના એ સમયના નિરીક્ષણો ટાંકવા તો શું, વાંચવાની યે કોઈ તસ્દી લેતું નથી ! આજે રેફરન્સ વિના વાંચો તો સ્વામી સચ્ચિદાનંદના લાગે એવા આ એમના વાસ્તવમાં આટલા જુના વિચારો  કે આજે ૨૦૧૨માં મારાં જેવો કોઈ અમેરિકા જઈ જે ઓબ્ઝેર્વેશન કરે એમાં કોઈ ફરક લાગે છે? મતલબ ત્યારે પણ અમેરિકાનું જે મેરિટ હતું એ જળવાયું છે, ને ત્યારે પણ આપણી જે ખામીઓ હતી એ સુધરી નથી !

સ્વામી વિવેકાનંદના નામે પશ્ચિમી સંસ્કૃતિ પર થૂ થૂ કરીને  ભારતીય સંસ્કૃતિની મહાનતાના બણગા ફૂંકતા ફૂંકતા ગલોટિયાં ખાઈ જનારાઓ એ તો ખરેખર  બેંચ પર ઉભા ઉભા આ પત્રોના અંશો ૧૦૦ વાર લખવા જોઈએ.

યુવાવર્ગનું સઘળું ઘ્યાન પશ્ચિમ અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પરોવાઈ ગયું છે, એવું ઘરડી માનસિકતાવાળા ઘણા માને છે. યુવામહાપુરૂષની વાત આવે અને વીરનર સ્વામીવિવેકાનંદનું નામ યાદ ન આવે? સામાજીક સંસ્થાઓ સ્વામીજીની તસવીરોને હારતોરા કરે છે. પણ સ્વામીજીના અક્ષરદેહ રૂપે જળવાયેલા પુસ્તકો વાંચવાની તસદી લેવાની એમને ફુરસદ નથી.

એની વે, ઓગણીસમી અને વીસમી સદીના પ્રત્યેકભારતીય ક્રાંતિકારીઓની માફક સ્વામીજીના ઘડતરમાં પશ્ચિમી પવનોનો ખાસ્સોમહત્વનો ફાળો હતો. એમની ગ્રંથમાળાના પુસ્તકો (ક્રમ ૫,૧૦,૧૧,૧૨)માં છપાયેલાએમના પત્રોમાં જરા પાશ્ચાત્ય સંસ્કૃતિ અને જીવન અંગે એમની જ વાણીના ધૂંટડા ભરવા જેવા છે. થોડુંક ચાખી લો :

 

(૧) હરિપદ મિત્રને, શિકાગોથી: અહીંના જેવી સંસ્કારી અને સુશિક્ષિત સ્ત્રીઓ મેં બીજે ક્યાંય જોઈ નથી.આપણા દેશમાં સુશિક્ષિત પુરૂષો તો છે પણ અહીંના જેવી સ્ત્રીઓ ભાગ્યે જ જોવામળે… અહો! તેઓ કેટલી સ્વતંત્ર છે! સામાજીક અને નાગરિક કર્તવ્યોનું તેઓ જનિયમન કરે છે. અહીં શાળાઓ અને કોલેજો સ્ત્રીઓથી ઉભરાય છે, જ્યારે આપણાદેશમાં તો સ્ત્રીઓને રસ્તા પર સલામતીથી ફરવા પણ ન દેવાય! ….અહીં સ્ત્રીઓકેવી પવિત્ર અને સંયમી હોય છે! હવામાં ઉડતા પક્ષીઓ જેવી મુક્ત હોય છે…પૈસા કમાય અને તમામ પ્રકારનું કાર્ય કરે. રખેને આપણી છોકરીઓ ભ્રષ્ટ અને અનીતિમય થઈ જશે, એ ભયે આપણે એમને અગિયાર વર્ષમાં પરણાવી દેવામાં બહુ જ ચોક્કસ છીએ. આઘ્યાત્મિકતાની બાબતમાં અમેરિકનો આપણાં કરતા ઘણે દરજ્જે ઉતરતાછે. પણ એમનો સમાજ આપણા સમાજ કરતા ઘણે દરજ્જે ચડિયાતો છે. (૨૮ ડિસેમ્બર, ૧૮૯૩)

(૨) ગુરૂબંઘુઓને, ન્યુયોર્કથી: આ દેશની અપરણીત છોકરીઓ બહુ ભલી છે અને ખૂબ સ્વમાની છે… તેમને મન શરીરની સેવા એ જ મોટી વસ્તુ છે, તેઓ તેને ઘસીને ઉજળું કરે છે ને તમામ પ્રકારનુંલક્ષ આપે છે. નખ કાપવાના હજારો સાધન, વાળ કાપવાના દસ હજાર અને પોશાક, સ્નાનસામગ્રી તથા સુગંધી દ્રવ્યોની વિવિધતાની તો ગણતરી જ કોણ કરી શકે? તેઓ ભલા સ્વભાવના માયાળુ ને સત્યનિષ્ઠ છે. તેમનું બઘું સારું છે, પરંતુ ભોગ જ તેમનો ઈશ્વર છે. આ દેશમાં ધન નદીના પ્રવાહની જેમ વહે છે. સૌંદર્ય તેના વમળો છે, વિદ્યા તેના મોજાં છે. દેશ મોજશોખમાં આળોટે છે.

અહીં મક્કમતાઅને શક્તિનું અદ્ભૂત દર્શન થાય છે. કેવું વાળ, કેવી વ્યવહારદક્ષતા ને કેવું પૌરૂષ!… અહીં જબરદસ્ત શક્તિનો આવિર્ભાવ નજરે ચડે છે… મૂળ વાત પર આવુંતો આ દેશની સ્ત્રીઓને જોઈને મારી અક્કલ કામ કરતી નથી! જાણે હું બાળક હોઉં તેમ તેઓ મને દુકાનોએ તથા બીજે બધે લઈ જાય છે. તેઓ બધી જાતના કામ કરે છે. હું તો તેઓના સોળમા ભાગનું પણ ન કરી શકું. તેઓ સોંદર્યમાં લક્ષ્મી જેવી છે, સદગુણોમાં સરસ્વતીઓ છે. તેઓ ખરેખર મા ભગવતીનો અવતાર છે. તેમને ભજવાથી માણસને સર્વમાં પૂર્ણતા મળે છે. હે ભગવાન! આપણે શું માણસોમાં ગણાઈ એવા છીએ?…. અહીંની સ્ત્રીઓને જોઈને હું ખરેખર આશ્ચર્યચકિત થઈ જાઉં છું. માભગવતી તેમના પર કેટલાં કૃપાળુ છે! તે કેવી અદ્ભૂત નારીઓ છે! (૨૫ સપ્ટેમ્બર, ૧૮૯૪)

(૩) સ્વામી રામકૃષ્ણાંનંદ (શશી)ને શિકાગોથી: લોકો (અહીં) કલા અને સાધનસામગ્રીમાં સૌથી આગળ પડતા છે. આનંદપ્રમોદ અનેમોજશોખમાં આગળ પડતા છે, તથા પૈસા કમાવા અને વાપરવામાં મોખરે છે… લોકો જેટલું કમાય છે, તેટલું ખર્ચે છે. બીજાનું ખરાબ બોલવું અને બીજાની મહાનતાજોઈને હૃદયમાં બળવું એ આપણું (ભારતનું) રાષ્ટ્રીય પાપ છે. (જાણે) ‘મહાનતાતો મારામાં જ છે. બીજા કોઈને તે મળવી ન જોઈએ!’

આ દેશની સ્ત્રીઓ જેવી દુનિયામાં બીજે ક્યાંય નથી. કેટલી પવિત્ર, સ્વતંત્ર, આત્મશ્રદ્ધાવાળી અનેમાયાળુ! સ્ત્રીઓ જ આ દેશનું જીવન અને આત્મા છે. તેઓમાં બધી વિદ્યા અને સંસ્કાર કેન્દ્રિત છે. અમેરિકાની સ્ત્રીઓ જોઈને હું આશ્ચર્યથી મૂક થઈ જાઉંછું. અહીં હજારો સ્ત્રીઓ એવી છે, જેમના મન આ દેશના બરફ જેવા શુભ અને પવિત્રછે… જ્યારે આપણે બૂમો પાડીએ છીએ, ‘માયારૂપી આ નારી કોણે સર્જી?’ અને એવું એવું ભાઈ! દક્ષિણ ભારતમાં ઉચ્ચ વર્ણના લોકો નીચલા વર્ણને જે રીતે પજવેછે, તેના ભયંકર અનુભવો મને થયા છે. મંદિરોમાં જ કેવા હીન વ્યભિચાર ચાલે છે! …જે દેશ (ભારત)માં લાખો લોકો મહુડાના ફૂલ ખાઈને જીવે છે અને દસ-વીસ લાખ સાઘુઓ અને એકાદ કરોડ બ્રાહ્મણો આ ગરીબ લોકોનું લોહી ચૂસે છે… તેનેદેશ કહેવો કે નરક? આ તે ધર્મ કહેવાય કે પિશાચનું તાંડવ! ભાઈ, અહીં એક વાતપૂરી સમજી લેશો. મેં આખા હિંદની મુસાફરી કરી છે અને અમેરિકા પણ જોયું છે…આપણા જેવી ‘કૂપમંડૂકતા’  જગતમાં બીજે ક્યાંય જોઈ નથી. પરદેશમાંથી કંઈ પણ નવું આવશે કે પહેલું અમેરિકા તે સ્વીકારશે. જ્યારે આપણે? ‘આપણી આર્ય પ્રજા જેવા માણસો જગતમાં છે જ ક્યાં!’  આ ‘આર્યત્વ’ ક્યાં દેખાય છે તે જ હું જોઈ શકતો નથી! (૧૯ માર્ચ, ૧૮૯૪)

 (૪) આલાસિંગા પેરૂમલ તથા શિષ્યોને, ન્યુયોર્કથી: આપણા પૂર્વજોએ ધાર્મિક વિચારોને મુક્ત રાખ્યા અને આપણને પરિણામે અપૂર્વ ધર્મ મળ્યો. પણ તેમણે સમાજને ભારે સાંકળોથી જકડી રાખ્યો અને પરિણામે આપણો સમાજ, ટૂંકમાં કહીએ તો, ભયંકર પૈશાચી બની ગયો છે. પશ્ચિમમાં સમાજ હંમેશાં સ્વતંત્ર હતો. તેનું પરિણામ જુઓ. બીજુ બાજુએ તેમના ધર્મ તરફ નજરકરો.વિકાસની પ્રથમ શરત છે :  સ્વતંત્રતા. જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્રતા હોવી જોઈએ, તે જ રીતે તેને આહારમાં, પહેરવેશમાં, લગ્નમાં અને બીજી બધી બાબતોમાં બીજાને હાનિ ન કરે ત્યાં સુધીની છૂટ હોવી જોઈએ.

આપણે ભૌતિક સંસ્કૃતિ વિરૂઘ્ધ મૂર્ખાઈ ભરેલી વાતો કરીએ છીએ, કેમકે દ્રાક્ષ ખાટી છે. આ બધી મૂર્ખાઈભરી બડાઈની વાતો છતાં પણ માનો કે સમગ્ર ભારતમાં માત્ર એકલાખ જેટલાં જ સ્ત્રી પુરૂષોના સાચા આઘ્યાત્મિક વિકાસને ખાતર શું ત્રીસ કરોડ (એ સમયના ભારતની વસતિ)ને જંગલીપણા અને ભૂખમરામાં ડૂબાડવા?…. મુસલમાનોએ હિંદુઓ પર વિજય મેળવ્યો તે શી રીતે શક્ય બન્યું? તેનું કારણ હતું – ભૌતિક બાબતમાં હિંદુઓનું અજ્ઞાન!… ગરીબોને કામ આપવા માટે ભૌતિક સંસ્કૃતિ, અરે ભોગવિલાસ સુદ્ધાં જરૂરી છે. … ભારતમાં બહુ બહુ તો તમારી પ્રશંસા થશે. પણ તમારા કામ માટે એક પૈસો પણ મળશે નહીં! (૧૯ નવેમ્બર, ૧૮૯૪)

(૫) ઈ.ટી. સ્ટડીને, ન્યુયોર્કથી: અવશ્ય, હું ભારતને ચાહું છું. પણ દિવસે દિવસે મારી દ્રષ્ટિ વધારે ચોખ્ખી થતી જાય છે. ભારત, ઈંગ્લેન્ડ કે અમેરિકા, અમારે મન શું છે? અમે તો જેને અજ્ઞાનીઓ ‘મનુષ્ય’ કહે છે, તે ઈશ્વરના દાસ છીએ. જે મૂળમાં પાણી રેડે છે તે આખા વૃક્ષને પાણી પાતો નથી? સામાજીક, રાજકીય કે આઘ્યાત્મિક કલ્યાણ માટેની ભૂમિકા માત્ર એક છે: તે એ કે હું અને મારો બંઘુ ‘એક’ છીએ એનું ભાન. બધા દેશો અને બધા લોકો માટે આ સાચું છે અને હું તમને કહી દઉં કે પૌર્વાત્યો કરતાં પાશ્ચાત્યો તેનો વધારે ઝડપથી સાક્ષાત્કાર કરશે. (૯ ઓગસ્ટ, ૧૮૯૫)

 (૬) દીવાન હરિદાસ બિહારી દેસાઈને, શિકાગોથી: પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સમગ્ર તફાવત આમ છે : તેઓ રાષ્ટ્રો છે, આપણે નથી. એટલે કે સમૃદ્ધિ, સંસ્કૃતિ, શિક્ષણ વગેરે અહીં પશ્ચિમમાં સહુને મળે છે. આમજનતા સુધી પહોંચી જાય છે. ભારતના અને અમેરિકાના ઉચ્ચ વર્ગો તો એક પ્રકારના છે, પણ બંને દેશોના નીચલા વર્ગો વચ્ચેના લોકોનું અંતર અગાધ છે… પશ્ચિમના લોકો પાસે મહાન મનુષ્યોને પસંદ કરવાનું ક્ષેત્ર વધારે વિશાળ છે. મારા માયાળુ મિત્ર, મારા વિશે અન્યથા ન સમજશો, પણ આપણી પ્રજામાં જ મોટી ખામી છે, અને તે દૂર કરવી જોઈએ. (૨૦ જૂન, ૧૮૯૪)

(૭) મૈસૂરના મહારાજાને,શિકાગોથી: આ દેશ (અમેરિકા) અદભૂત છે, અને આ પ્રજા પણ ઘણી રીતે અદભૂત  છે. આ દેશનાલોકો રોજીંદા વ્યવહારમાં યંત્રોનો ઉપયોગ કરે છે, તેટલો બીજી કોઈ પ્રજા કરતીનહીં હોય. યંત્રો સર્વસ્વ છે… તેમની દોલત અને સુખસાધનોને કોઈ સીમા નથી… મારો નિર્ણય તો એ છે કે તે લોકોને વધારે આઘ્યાત્મિક સંસ્કૃતિની અનેઆપણને વધારે ભૌતિક સંસ્કૃતિની જરૂર છે. (૨૩ જૂન, ૧૮૯૪)

 (૮) આલાસિંગા પેરૂમલને,અમેરિકાથી: તમારા (ભારતના) પૂર્વજોએ આત્માને તમામ પ્રકારની સ્વતંત્રતા આપી. પરિણામે ધર્મનો વિકાસ થયો. પરંતુ એ પૂર્વજોએ શરીરને તમામ પ્રકારના બંધનોમાં જકડી રાખ્યું અને પરિણામે સમાજનો વિકાસ અટકી ગયો. પશ્ચિમના દેશોમાં આથી ઉલટુંબન્યું. તેમણે સમાજને દરેક પ્રકારની સ્વતંત્રતા આપી, પણ ધર્મને કંઈ નહિ…પરંતુ પૂર્વ અને પશ્ચિમ બંનેનો આદર્શ આગવો અને ભિન્ન રહેશે. ભારતનો આદર્શ ધાર્મિક અથવા અંતર્મુખી, અને પશ્ચિમનો વૈજ્ઞાનિક અથવા બહિર્મુખી. પશ્ચિમઆઘ્યાત્મિકતાનો એકેએક કણ સામાજીક સુધારણા દ્વારા ઈચ્છે છે. તેવી જ રીતે પૂર્વ પણ સામાજીક સત્તાનો એકેએક અંશ આઘ્યાત્મિક દ્વારા ઈચ્છે છે. (૨૯ સપ્ટેમ્બર, ૧૮૯૪)

 (૯) શ્રીમતી સરલ ઘોષલને, બર્દવાન મહારાજાનો બંગલો (દાર્જીલિંગ)થી: મારી હંમેશા એ દ્રઢ માન્યતા રહી છે કે જ્યાં સુધી પશ્ચિમના લોકો આપણી મદદે નહીં આવે, ત્યાં સુધી આપણું ઉત્થાન થઈ શકશે નહિ. આપણા દેશમાં હજી ગુણની કદર જેવું કશું દેખાતું નથી, નાણાંકીય બળ નથી, અને સૌથી વધારે શોચનીય તો એ કે તેમાં વ્યાવહારિકતાનું તો નામનિશાન પણ મળતું નથી. કાર્યો તો અનેક કરવાના છે, પરંતુ એ કરવાના સાધનો આ દેશમાં ઉપલબ્ધ નથી. આપણી પાસે બુદ્ધિ છે, પણ કાર્યકરો નથી. આપણી પાસે વેદાંતનો સિદ્ધાંત છે, પણ તેને વ્યવહારમાં ઉતારવાની શક્તિ નથી. આપણા ગ્રંથોમાં સાર્વત્રિક સમાનતાનો સિદ્ધાંત નિરૂપિતછે, પણ વ્યવહારમાં આપણે મોટા ભેદો ઉભા કરીએ છીએ… આ દેશના લોકોમાં સામર્થ્ય ક્યાં છે? નાણા ખર્ચવાની શક્તિ ક્યાં છે?… આ દેશના લોકો સંપત્તિની કૃપાથી વંચિત, ફૂટેલા નસીબવાળા, વિવેકબુદ્ધિ વિહોણા, પદદલિત, કાયમી ભૂખમરાનો ભોગ બનેલા, કજીયાખોર અને ઈર્ષાળુ છે….સ્વાર્થ અને આસક્તિરહિત સર્વોચ્ચ કક્ષાના કાર્યનો બોધ ભારતમાં જ અપાયો હતો. પણ વ્યવહારમાં ‘આપણે’  જ અત્યંત ક્રૂર અને નિષ્ઠુર છીએ. (૬ એપ્રિલ, ૧૮૯૭)

 (૧૦) મિસ મેરી હેઈલગે, ન્યુયોર્કથી: સંપ્રદાયો અને તેમના છળપ્રપંચો, ગ્રંથો અને ગુંડાગીરીઓ, સુંદર ચહેરાઓ અને જૂઠા હૃદયો, સપાટી પર નીતિમત્તાના બૂમબરાડા અને નીચે સાવ પોલંપોલ અને સૌથી વિશેષ તો પવિત્રતાનો આંચળો ઓઢાડેલી દુકાનદારી-આ બધાથી ભરેલા આ જગત પ્રત્યે, આ સ્વપ્ન પ્રત્યે, આ ભયંકર ભ્રમણા પ્રત્યે મને ધિક્કાર છૂટે છે. (૧ફેબ્રુઆરી, ૧૮૯૫)

 (૧૧) આલાસિંગા પેરૂમલને, શિકાગોથી : ઈર્ષા પ્રત્યેક ગુલામ પ્રજાનો મુખ્ય દુર્ગુણ છે… જ્યાં સુધી તમે ભારતવર્ષની બહાર નહિ જાવ, ત્યાં સુધી મારા વિધાનમાં રહેલા સત્યનો તમને પ્રત્યક્ષ અનુભવ નહિ થાય. પશ્ચિમવાસીઓની સફળતાનું રહસ્ય તેમની આ સંગઠનશક્તિમાં રહેલું છે. સંગઠનશક્તિનો પાયો છે – પરસ્પર વિશ્વાસ અને એકમેકના દ્રષ્ટિબિંદુ સમજવાની શક્તિ. (૧૮૯૪)

 (૧૨) સ્વામી રામકૃષ્ણાનંદ (શશી)ને, અમેરિકાથી : સંકુચિત વિચારોથી જ ભારતનો વિનાશ થયો છે. આવા વિચારો નિમૂર્ળ ન કરાય ત્યાં સુધીતેની આબાદી થવી અશક્ય છે. મારી પાસે પૈસા હોત તો હું તમને દરેકને જગતના પ્રવાસે મોકલત. માણસ નાનકડા ખૂણામાંથી બહાર ન નીકળે, ત્યાં સુધી કોઈ મહાન આદર્શને હૃદયમાં સ્થાન નથી મળતું. સમય આવ્યે આ ખરૂં સાબિત થશે. (૧૮૯૫)

 

      આ ડઝનબંધ અંશો પૂરા પત્રો નથી. એવું નથી કે સ્વામીજીએ ભારતની ટીકા કેપશ્ચિમના વખાણ જ કર્યા છે. ગરીબી, દંભ, વેદાંત, સેવા ઘણા વિષયો પર ઘણુબઘું એમાં છે. પણ એક સદીથી વધારે સમય પહેલાનો વિવેકાનંદનો આ આક્રોશ (દેશપ્રત્યે) અને અહોભાવ (પશ્ચિમ પ્રત્યે)આજે તો કદાચ વઘુ સાચો લાગે છે. અને આ અભિપ્રાયો કંઈ ભારતને ન ઓળખનાર મુગ્ધ અને વેસ્ટર્ન ગ્લેમરથી અંજાયેલા કિશોરના નથી. આમ પણ, સ્વામી વિવેકાનંદની વીરતા કે ઈરાદા કે દેશપ્રેમ પ્રત્યે તો શંકા જ ન હોય. કરૂણતા તો એ છે કે સ્વામીજીની વાહવાહી અને પોસ્ટરો બધે જ છે-પણ એમણે ઈચ્છી હતી એ મુક્તિ કે સંપત્તિ ભારતીય યુવાપેઢીને એક-દોઢ સદી પછી પણ મળી નથી…અને ૧૦૦-૧૫૦  વર્ષ પહેલાનો જમાનો પણ ક્યાં સતયુગ હતો ? વાંચો અને વંચાવો  આ વેસ્ટર્ન વાસ્તવદર્શી  વિવેકાનંદને !

 
54 Comments

Posted by on September 11, 2012 in india, religion, youth

 

54 responses to “સ્વામી વિવેકાનંદ : પત્રો અને પશ્ચિમ !

  1. Siddharth Patel

    September 11, 2012 at 2:09 PM

    i cn jus say Superbbbbbbbbbbbbbbbbbbbbb………….

    Like

     
  2. Jitatman01

    September 11, 2012 at 2:15 PM

    મારા ખ્યાલથી તમે આ પત્ર સ્વામીજીના જન્મદિને ૧૨ જાન્યુઆરી એ શેર કર્યો’તો. ને મેં ત્યારેય તે પુરેપુરો [વિથઆઉટ મિસિંગ એની સિંગલ વર્ડ] વાચ્યો’તો. ત્યારેય તે રુંવાડેરુંવાડા ઉભા થઈ જાય એવું સ્ફૂર્તિલું સત્ય હતું જે એમનુંએમ જ છે. બસ કોઈ ‘વિવેક’ની જરૂર છે હવે આ દેશને.
    સ્વામીજીને પ્રણામ.

    Like

     
  3. નિરવ ની નજરે . . !

    September 11, 2012 at 2:19 PM

    Liberty with a broad sense – the Ultimate truth .

    Like

     
  4. Swati

    September 11, 2012 at 2:22 PM

    wonderful thoughts..unfortunately, its applicable in current times too..

    Like

     
  5. mcjoshi25

    September 11, 2012 at 2:25 PM

    જયભાઈ………….આપના આજ ના લેખ માં સ્વામી સચ્ચિદાનંદ જી નો ઉલ્લેખ પણ થયો હતો………..કે……… સ્વામી સચ્ચિદાનંદના લાગે એવા આ એમના આટલા જુના વિચારો કે કે આજે ૨૦૧૨માં મારાં જેવો કોઈ અમેરિકા જઈ જે ઓબ્ઝેર્વેશન કરે એમાં કોઈ ફરક લાગે છે? મતલબ ત્યારે પણ અમેરિકાનું જે મેરિટ હતું એ જળવાયું છે, ને ત્યારે પણ આપણી જે ખામીઓ હતી એ સુધરી નથી………………તો આ વાક્ય જરા સમજાવ વાનો પ્રયાસ કરશો……? કારણ કે હું, તમને પણ દિલ ખોલી ને વાંચું છુ અને સ્વામી સચ્ચિદાનંદ જી ને પણ ઘણા વાંચ્યા છે…………… તો પછી આ ભેદ ને કેમ પારખવો………?

    Like

     
    • Raju kotak

      September 11, 2012 at 4:38 PM

      kevo joganujog..! jane mara shbdo tme lakya che….hu pan swami sacchidanand na vicharo no khub aadar karu chu vachu chu. jay vasavda vachva mate j hu Gujarat samachar mangavu chu…..kyare k Rajnish ji na vicharo pan dil ne nichovi nakhe che.. bas jarut che chingari ne jalavi rakhvani …joyot se jyot jalavva ni..wish you all the best

      Like

       
      • Raju kotak

        September 11, 2012 at 4:41 PM

        jay bhai jay ho………hamesha pedhi dar pedhi vanchava vanchavt jova patro …
        thank you very much…….thanks….

        Like

         
  6. TEJAL

    September 11, 2012 at 2:38 PM

    eye opener as usual…gr8..n u r right no any changes even after 100 yrs n mayb still d things will take more yrs for change…hope for dat but…

    Like

     
  7. shilpa chaudhary

    September 11, 2012 at 3:04 PM

    i hv no words… oh.. come.. on.. India…

    Like

     
  8. Dr sanket

    September 11, 2012 at 3:24 PM

    This is one of the miserable fact
    even after 65 years of independence our women are not safe, free.
    we are divided by caste, community, states, religion.
    we have uncountable problems
    but to overcome that we a young generation( india) has to come forward
    we have to correct the mistakes done by our ancestor
    We have to prepare sound base for our next generation so they can’t blame on us

    Like

     
  9. hardik vasoya

    September 11, 2012 at 3:52 PM

    proud of india

    Like

     
  10. PARAG UNADKAT

    September 11, 2012 at 3:58 PM

    ya i am agree with this but jaybhai we didnt forgot our culture also…. our culture is also best but we forgot our cultute and going towards a western culture thatwise problem occur. ek time par ek kam karay to kam saru and sarkhu thay. be kam sathe karo to bane kam bagdi jay.. em ek time e ek j culture ne follow karay be culture ne joint karso to problem to thavanij

    Like

     
  11. shailendra

    September 11, 2012 at 4:09 PM

    jaybhai i m very much impress after readthis letter of swamiji

    Like

     
  12. dharam

    September 11, 2012 at 4:31 PM

    yaaa. HE was ever young phenomina…..But we should be what WE are..no doubt we must be agree with ..
    but I dont like to become a SHADOW citizen..of USA…prosperity, health,..intelligece, freedom..ok MUST…
    BUT NOT at the cost of ourself., our dignity…

    Like

     
  13. Mayank

    September 11, 2012 at 4:32 PM

    આ દેશ ની લગામ, થોડા પોતાને સમજદાર માનનારા લોકો પોતાને હસ્તગત રાખી નક્કર કશું કાર્ય વગર, ફક્ત પોતાની સ્વાર્થી નીતિ સંતોષી, ચૂસી ચૂસી ને પીવે છે. કોઈ સ્વસ્થ અને તંદુરસ્ત મન વાળો, નેતૃત્વ કરનારો, નવયુવાન ની રાહ જોનારા ઘણા બધા છે. ( દ. ત, :- અન્ના, વગેરે ) કોઈ અમથી પણ આવી ભડકાવનારી સત્ય વાત કરે કે તરત હજારો તેના ફોલો અર થઇ જશે .

    Like

     
  14. Chintan Oza

    September 11, 2012 at 4:40 PM

    excellent…aatla varsho pahela kaheli vat pan atyare atli j yatharth lage chhe…we must learn best from the western countries and change our sleeping mindset to uplift our next generation with more positive and energetic lifestyle with all types of wealth. Aarthik samdhrudhi vishe swami vivekanand a kahelu statement pan atluj yatharth chhe. khub j mast JV…thanks for sharing it again.

    Like

     
  15. Anand Rajpara

    September 11, 2012 at 4:48 PM

    nothing to say. I’m speechless. all the point are true today also. thanks for sharing

    Like

     
  16. Mohsin Vasi

    September 11, 2012 at 5:00 PM

    My knowledge enhanced.Like to read more about Swami Vivekanda

    Like

     
    • Ahmed

      April 5, 2014 at 1:34 AM

      Don’t read unnecessary thing and spoil your mind.

      Like

       
  17. Vishal Rathod

    September 11, 2012 at 5:07 PM

    it won’t sound good, but you are just a shadow him 🙂

    (y)

    Like

     
  18. Hitesh Dhola

    September 11, 2012 at 5:35 PM

    આપણા દેશમાં હજી ગુણની કદર જેવું કશું દેખાતું નથી, નાણાંકીય બળ નથી, અને સૌથી વધારે શોચનીય તો એ કે તેમાં વ્યાવહારિકતાનું તો નામનિશાન પણ મળતું નથી

    Like

     
  19. Ravi

    September 11, 2012 at 5:43 PM

    jaybhai aapno desh lutava mate banyo chhe… te lutato rahyo chhe ane lutava no chhe bus lutva vara joe a…. aapna desh ma badha j khetra ma bija na name thi paisa khay avi vyavstha chhe… dharmguru o bhagwan na namethi paisa le chhe ane tantri mantri o praja na kam na nam thi paisa le chhe ane aam loko aa nam thi lutai chhe … karn ke badhane short kut joe a chhe …. kon vyakti kya samay ma su kai gai ani sathe kone ras chhe… parantu kyak kok na modhe sambhde ke falana vyakti a bharat na vakhan karya atle…. e vadi ena vakhan saru kari de chhe… koi lekh ke vaat pachhad su marm chhe e jova no ke samjvano samay kya chhe ? bus jai ho…. ek ni pachhad bijo……. aam j chalya karva nu chhe…..

    Like

     
  20. Mayur Azad

    September 11, 2012 at 6:36 PM

    Jay sir, jya sudhi aa desh ma castisam 6 tya sudhi aa desh uper avavano nathi eno mane afsos 6 and Neta loko aano j fayado uthavine akha INDIA nu nakhkhod vale 6……..have a patro ekvar emane tame m kahine vanchavadavo k “AA PATRA ME(JAY vasavada e) LAKHYA 6…!!!!!”.
    .pa6i juo emni ekdam halkat ane nichi, katu budhdhi kevi bar ave 6………!!!!!!!!!! aa loko swami vivekanad na nam levane pan layak nath……!!!!!!!

    Like

     
  21. Jigna

    September 11, 2012 at 7:13 PM

    superb
    an eye opening article to those who never want to learn anything from western countries and thinking that only mera bharat HI mahan……

    one should try to learn from every one

    Like

     
  22. sonideepali

    September 11, 2012 at 7:17 PM

    jay super ek dam sachi vaat east ane west banne type ni life pachi ek j saval thay ke india ma change aavse kharooo?

    Like

     
  23. Rutul

    September 11, 2012 at 8:02 PM

    Jaybhai… Awesome one & ryt now Modi government is also celebrating swamiji’s 150th bday yr. Your article make us to think about our culture…

    Like

     
  24. marooastro

    September 11, 2012 at 8:10 PM

    100% true, hajarivarsh thi hindu manas ane hindusanskruti gulami ni sankal mathi bahhar nathi aavi. manilal.m.maroo marooastro@gmail.com

    Like

     
  25. Deepak Solanki

    September 11, 2012 at 8:53 PM

    જયભાઇ… કદાચ મારા મતે,,,, દેશતો સુધરતા સુધરશે…. પણ સૌ પ્રથમ પ્રજાએ સુધરવાની જરુર છે. આપણા દેશના લોકોમાં પ્રમાણિકતા, દેશભાવના, અંધશ્રધ્ધા, સંગ્રહવૃત્તિ, કામચોરી જેવા નાના નાના ગુણ કે જેનો મારા સહિત મોટાભાગના લોકોમાં અભાવ જોવા મળે છે. આ માટે સૌ પ્રથમ આપણઈ શિક્ષણ વ્યવસ્થા સુધારવી જોઇએ… અને ઘરથી જ શરુઆત કરવી પડશે, આવા ગુણ કાંઇ સરકારની રાહ જોવાથી કે કોઇ કાયદો બનાવવાથી નથી આવવાના પણ લોક જાગૃતિ દ્વારા જ આવવાના છે… અને લોકજાગૃતિનુ કામ આપની જેવા લેખકોએ જ કરવુ પડશે, અને આ લેખ મુકીને આપ આપની ફરજ નિભાવી રહ્યા છો તે સાબિત થાય છે હવે અમારા જેવા સામાન્ય લોકોએ આ પડકારને જીલવો પડશે, અમારામા તથા અમારા બાળકોમાં ઉપરોક્ત ગુણોનુ પ્રસ્થાપન થાય તે જરુરી છે. દેશ તો ઓટોમેટીક આગળ આવી જશે…

    Like

     
  26. swati paun

    September 11, 2012 at 10:10 PM

    very nice…………………..n true……….atla varse pan……6ote vivekanand……….:P…..:)

    Like

     
  27. dr.niloobhai

    September 11, 2012 at 11:05 PM

    nice 2 no

    Like

     
  28. tapan shah

    September 11, 2012 at 11:50 PM

    mane thoduk kataksh valu pan lagyu…

    Like

     
  29. niravkdesai

    September 11, 2012 at 11:57 PM

    100% true!! 🙂

    Like

     
  30. Mita Chauhan

    September 12, 2012 at 1:58 AM

    Thanks for sharing !!

    Like

     
  31. Animesh

    September 12, 2012 at 2:21 AM

    Gujarat Samachar’s online edition hasn’t updated today’s Purti so can’t read your article. What’s going on?! Can you put ur article here?

    Like

     
  32. pinakin_outlaw

    September 12, 2012 at 8:04 AM

    ખુબજ સરસ આર્ટીકલ જય ભાઈ
    પણ મને આમાં સત્ય કરતા પક્ષપાત વધુ દેખાણો
    નો ડાઉટ કે આ બધા સ્વામીજી ના શબ્દો છે પણ છાણવટ તો આપની છે.
    હું અમેરિકા ના કલ્ચર થી પ્રભાવિત છુ પણ એના દંભ અને દેખાડા થી એની સારી વાતો પર પાણી ફરી જાય છે..
    એ એક એવી પ્રજા છે જેનો દેશ પ્રેમ અખૂટ છે પણ એ ના ભૂલવું જોયે કે એ પણ એજ પ્રજા ના વંશજો છે જેમણે નેટીવ અમેરિકનો એટલે રેડ ઇન્ડિયન ને એનાજ દેશ માંથી અલગ કરી નાખ્યા
    એ લોકો સાહિત્ય પ્રેમી છે પણ ઈંગ્લીશ લેખકો જેમકે શેક્સપિયર થી અંદર ખાને ઈર્ષા છે.
    પોતાના રાજનેતા ઓ ના ભ્રષ્ટાચાર ભૂલી ને એમને ભગવાન મને છે.(ઈન ગોડ વી ટ્રસ્ટ)
    દુનિયા થી હટકે થવામાં અને પોતાને અલગ દેખાડવા માજ એમને રસ છે,જમણી બાજુ ગાડી ચાલવું,કિલોમીટર ને બદલે માઈલ અને બીજું ઘણું બધું.
    હું અમેરિકા વિરોધી નથી પણ પણ અલગ પરિસ્થિતિ માંથી પસાર થયેલા,અલગ ધર્મ અને માન્યતા ધરાવતા,અને પૂર્વજો ના કુણા નિર્ણય ના કારણે ભોગવેલ ગુલામી વાળા દેશ ની સરખામણી શક્ય જ નથી.

    Like

     
  33. bhumikaoza

    September 12, 2012 at 9:48 AM

    Bhartiy sanskruti aadhytmik vikasma aagal chhe e j reete jo samajik ane aarthik vikas pan etloj jaruree chhe ane e taraf vikas karva arthe aajni shikshan pranalima bahu mota parivartan ni jarur chhe….

    Like

     
  34. jigarbhaliya

    September 12, 2012 at 12:46 PM

    swami vivekanand ni mujab purva na loko ne svatantrata ni jaroor hati , je aaje aapdi pase chhe. pan samaaj haju sudhi sampurna mukt banyo nathi. aaje pan samaaj ma agyaan ane andhkar na mudiya felayela chhe. azadi to madi gayi pan aatla varsho pachi pan loko man thi aazad thaya nathi. aaje pan anamat na naam par sansad ma politics ramay chhe.

    Like

     
  35. Shridhar Adhyaru

    September 12, 2012 at 1:08 PM

    Ddddf

    Like

     
  36. sonalpancholilahoti

    September 12, 2012 at 3:16 PM

    right sir. apno desh ni mansikta kharekhar bahu j sankochit che. There is extreme need of change in thought process of people and change in our soceity.

    Like

     
  37. planetrana

    September 12, 2012 at 3:17 PM

    su jay bhai aa su lakhi nakayu tame

    Like

     
  38. vijay jayani

    September 12, 2012 at 5:34 PM

    ખૂબ જ સરસ વાત કરી છે સ્વામીજી એ અહી… અને વસાવડા સાહેબ તમે તેને વ્યકત કરીને લોકો ને ખરા અર્થ માં ભારત , ઇંગ્લૈંડ અને અમેરિકા જેવા દેશો સાથે સરખામણી જ કરી છે…. આપણે ખરેખર આપના ભારત વર્ષ ની સંસ્કૃતિ ણે ભૂલતા જઇયે છીએ.

    Like

     
  39. batukbhai

    September 12, 2012 at 5:34 PM

    very good jaybhai . vivekanand no lekh fari mukva badal thanks

    Like

     
  40. rajendar c parekh rajkot

    September 12, 2012 at 8:11 PM

    our culture is the best culture. haaaaaaaaaa ( ram nam japna paraya mal aapna)

    Like

     
  41. Parth Veerendra

    September 12, 2012 at 8:44 PM

    જેબ્બાત …………

    Like

     
  42. yuvrajkhavad

    September 13, 2012 at 12:40 PM

    nice post ………………….

    Like

     
  43. amit christie

    September 13, 2012 at 2:39 PM

    Dear JV now gujarat is so small for U,write in hindi n english for India…hope one day they’ll wakeup…

    Like

     
  44. krishna

    September 14, 2012 at 9:43 PM

    very good so nice

    Like

     
  45. Hitesh

    September 16, 2012 at 6:28 PM

    Jayubha atlu badhi vastvikta samjva jetli samaj pan apdi praja gumavi bethi chhe, 1 Lakh Swami Vivekanand aveto pan apdo uddhar thay tevu lagecche?

    Like

     
  46. RG

    September 28, 2012 at 7:25 PM

    This one is really amazing and 100% true even after 118 years.

    Like

     
  47. JAY GAJJAR

    October 30, 2012 at 7:28 PM

    Very encouraging . Young generation should read and get good inspiration. Thanks.
    Jay Gajjar

    Like

     
  48. bakulcool

    October 31, 2012 at 12:31 PM

    shashi thrur ne modi ko gf related mast reply diya.ab ispe article likh k dikhaiye.to mane

    Date: Tue, 11 Sep 2012 08:09:57 +0000
    To: bakuldekate6@live.com

    Like

     
  49. Narendra

    November 1, 2012 at 8:23 PM

    ખુબ સરસ વિચારોને આપણે બધાએ વાંચ્યા, વખાણ્યા અને વાતો કરીને ચગાવીશું પણ ખરા. ખરેખર આપણામાંથી કેટલા લોકોએ સંકલ્પ કરવાનો નિર્ણય લીધો કે અમે સ્વયંથી આપણી માતૃભૂમિને સન્માનનીય બનાવવાનો એક પ્રયત્ન કરીશું! સૌ પ્રથમ આપણો પ્રયાસ એ હોવો જોઈએ કે આપણે પોતે સ્વયંને સન્માન મેળવવાને પાત્ર બનાવીએ. અને તેના માટે આપણે વર્તમાન સમાજની ધારાની સામે ચાલવું પડશે. આપણાજ આપણને કહેશે કે રહેવાદેને, તારું શું જાયછે? જેણે જે કરવું હોય તે કરવા દે ને. તું તારું તો કર, તારું ઘર સંભાળને, નકામી પારકી પળોજણ શું કામ કરે છે? આ દેશ તો આમજ રામ ભરોસે ચાલતો આવ્યો છે અને ચાલતોજ રહેશે. તેં કોઈ ઠેકો લીધો છે? અને આપણા રામ ઢીલા થઇ ને બેસી જઈશું.
    જરૂર છે દેશ માટે સમર્પણ કરી શકે તેવા ભડવીરોની, નહીં કે મારા તમારા જેવા વાતોનાં વડા કરી ખુશ થનારા કાયરોની. આમ તો આ દેશને ફરી ગુલામ થતા વાર પણ નહીં લાગે અને કોઈ રોકી પણ નહીં શકે.
    આપણે બધા બીજા દેશોની સભ્યતાની અને શિસ્તની વાતો ખુબ ફુલાઈને કરીએ છીએ. અરે ત્યાં તો કેવી ડીસીપ્લીન! ટ્રાફિક તો જરાય આઘો પાછો નહીં. બધા એક લાઈનમાં વાહનો ચલાવે, કોઈ પોલીસ નાં મળે તો પણ લોકો લાલ લાઈટ જોઈને ઉભા રહે, વગેરે વગેરે. પણ શું આપણે એ શિસ્તનું આપણે ત્યાં પાલન કરવા તૈયાર છીએ? ધરાર ના ના અને નાજ. આપણે તો પોલીસ, સરકાર અને અન્યો પર દોષનો ટોપલો મૂકી આપણને સ્વચ્છ અને પ્રમાણિક સાબિત કરવાની કોશીશમાં જ હોઈએ છીએ. નિયમો અને શિસ્ત બીજા માટેજ બનેલા છે. આપણે જે કરીએ તે બધુજ બરાબર.
    શું તમે માનો છો કે આ રીતે ગઈ કાલનો વિશ્વનો પથદર્શક દેશ આજે ફરી વખત એ સ્થાન મેળવી શકશે?
    શરૂઆત તો કોઈએ કરવીજ પડશે. તો એ મારાથીજ કેમ નહીં?
    આવો આપણે સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે હું મારી માતૃભૂમિને સન્માનિત સ્થાન અપાવીનેજ જંપીશ.
    માત્ર કહેવા માટેજ નહીં, દિલથી કહો અને સંકલ્પ કરો કે
    હું મારી જન્મભૂમિ, કર્મભૂમિને વિશ્વમાં અવ્વલ સ્થાને પહોંચાડીને જ જંપીશ.
    હું આ દેશનાં તમામ નીતિ-નિયમોને પૂરેપૂરું સન્માન આપીશ અને અપાવીશ.
    હું સમગ્ર માનવ જાતિને દિલથી પ્રેમ કરીશ અને પ્રેમના સંદેશ દ્વારા સ્વયમ, પરિવાર, સોસાયટી, શહેર, રાજ્ય તથા મારા દેશવાસીઓને બદલવાના પ્રયત્નો કરીશ. અને જો એમ કરી શકીશ તોજ મારા એ પ્રયત્નો સ્વામિ વિવેકાનંદજીને સાચી શ્રધાંજલી હશે.
    જય હિન્દ.

    Like

     
  50. Heta Desai

    May 23, 2014 at 8:06 PM

    bharat ni sankuchit mansikta e aa desh na loko na DNA ma utari gai chhe, but haveno yuvan ee jad mansiktao ne swikarto nathi, thank you for sharing this…

    Like

     
  51. Nishith Lakhlani

    November 10, 2015 at 4:49 PM

    Reblogged this on nishithblogs and commented:
    A Must-Read blog for all those people who are obsessed with past-glory of India and relates everything with “Indian Culture”

    Like

     

Leave a comment