RSS

Daily Archives: August 13, 2014

ચુંબનાસન ;)

kiss યાને ચુંબનનું જન્મસ્થાન ભારત છે, ભારતના શિલ્પો અને સાહિત્યમાં લિપલોકનો વિશ્વમાં સૌથી પ્રાચીન ઉલ્લેખ જોવા મળે છે. કમ સે કમ ૧૫૦૦ વર્ષ જૂનો. પણ ભારતમાં આજે આ “પ્રાચીન વારસા”ના પુનઃસ્થાપન અંગે જાહેર જનજાગૃતિ નથી 😉

પણ જેમ ઘણી બાબતમાં ચીન આપણને ધોબીપછાડ આપી આગળ નીકળ્યું છે, એવું કિસાકિસનાં મામલે પણ થયું છે. ચીનમાં જાહેરમાં અવનવા તરીકાથી ચુંબન કરવાની સ્પર્ધાઓ યોજાય છે. આમ તો એમાં ભાગ લેવો એ પણ ઇનામ ગણાય 😛 , છતાં ય વળી કેશ પ્રાઈઝ પણ મળે છે ! રમકડાથી મોબાઈલ સુધીમાં ચાઈનીઝ તરફ ભાગતા આપણે આવી મીઠડી ચાઈનીઝ નકલ ક્યારે કરીશું રે ? 😀

ઓન સિરિયસ નોટ, ચીન પણ આપણા જેવી જૂની સંસ્કૃતિ છે અને વળી લોકશાહી પણ નથી. છતાં ય, યૌવનનાં આનંદને સાવ ગૂંગળાવી નાખતું નથી. આપણી તો કામસૂત્રનાં વારસાવાળી લોકશાહી હોવા છતાં બળાત્કારો કે જાહેર ગંદકી બાબતે આપણે ઉઘાડેછોગ લાયસન્સ મળ્યું હોય એમ વર્તીએ છીએ અને આમ ચુંબનોત્સવ માનવી પૃથ્વી ગ્રહ પર મળેલા જીવનનો ચસચાસાવીને જ લાભ લેતા નથી. બીજી વાત, નેટ પરથી મળ્યા એમ એકત્ર કરેલા હોઈ ફોટા ભલે નાના હોય, પણ  એટલું તો ચોખ્ખું દેખાશે કે આવી રીતે ચુંબન કરનાર યુવાઓની ફિટનેસ કેવી હશે…ચુંબન માત્ર ચાર હોંઠ વચ્ચે જ રચાતી ઘટના નથી, એમાં શરીર પણ કસવું પડે એ છે મેઈન મેસેજ ! 🙂

wpid-kissing-contest3.jpg wpid-images-5.jpeg

wpid-images-4.jpeg wpid-images-3.jpeg

wpid-images-6.jpeg wpid-images-7.jpeg

wpid-images-8.jpeg wpid-images-9.jpegwpid-images-1.jpeg
wpid-images.jpeg wpid-kissing-competition-during-chinese-valentine-ecr7urygstbl.jpg.jpeg

 
30 Comments

Posted by on August 13, 2014 in fun, inspiration, romance, youth