RSS

ટેલ ઓફ રિટેઈલિંગ રિફોર્મ્સ : કસ્ટમરને કષ્ટથી મરવું નથી !

30 Nov

રિટેઇલીંગ ક્ષેત્રે FDI યાને વિદેશી કંપનીઓના સીધા પગપેસારાની બુમરાણે દેશભરમાં ઉપાડો લીધો છે. એ એક આખો અલાયદો વિષય છે. એના લેખાંજોખાં જુદી રીતે કરવા પડે. પણ એની સાથે જોડાયેલી કેટલીક રાબેતા મુજબની તર્કહીન દલીલ ફક્ત રાજકીય કારણોથી વિરોધપક્ષો કરી રહ્યા છે, એ તો ભારતીય મોલ કલ્ચરને ય લાગુ પડે. જે અંગત અનુભવે વિદેશી કંપનીઓ કરતા વધુ શોષણખોર રીતે મોલ ચલાવે છે, એવું લાગે છે. આ સંદર્ભમાં મારો બે વર્ષ જુનો એક લેખ. આ લેખ વર્તમાન ‘વોલમાર્ટ’વાળા મુદ્દાની સીધી સમીક્ષા રૂપે નથી. પણ એ ચર્ચા માટે ‘ફાઉન્ડેશન’નું કામ જરૂર કરી શકે છે.

વ્યાપાર ભારતીયોના લોહીમાં રક્તકણ-શ્વેતકણની જેમ ભળેલો છે. સદીઓથી ટ્રેડિંગ બિઝનેસમાં આપણી હથોટી છે. એમાં કશું ખોટું પણ નથી. ભારત ‘કૃષિપ્રધાન’ દેશ છે, એ અર્ધસત્ય છે. કારણ કે, કૃષિ ‘આધારિત’ ભારતે અફાટ સમૃદ્ધિની છોળો ‘હુન્નર’ પ્રધાન અને ‘વ્યાપાર’ પ્રધાન બનીને જ ભોગવી છે.

સદીઓની ગુલામી અને ખોખલી ગાંધીવાદી અર્થનીતિના (જેમાં નીતિ જ નીતિ છે, ‘અર્થ’નું ઉપાર્જન જ નથી !) કારણે ભારતીયો આજે કાલ્પનિક ભયથી પીડાતી પ્રજા થઈ ગયા છે. જમાનો એવો છે કે બિઝનેસ માટે બ્રાન્ડિંગ જોઈએ, બ્રાન્ડિંગ માટે માર્કેટિંગ જોઈએ, માર્કેટિંગ માટે ક્વોલિટી જોઈએ અને ક્વોલિટી કદી કોમ્પિટિશન વિના જળવાય નહિ ! આ માનવસ્વભાવ છે, જેનો અચ્છો પરિચય આપણને એમ્બેસેડર કારથી દૂરદર્શનની મોનોપોલીમાં થઈ ચૂક્યો છે.

પ્રગતિની ગાડીમાં હંમેશા ગતિ સુપરસોનિક હોય છે. બધી જ બાબતોની માફક રિટેઈલિંગ ક્ષેત્રે પણ રિફોર્મ્સની રંગોળી પૂરાવા લાગી છે. ‘ઊંચી મેડી ને ઊંચા મોલ’ની પંક્તિ લોકસાહિત્યને બદલે પત્રકારત્વમાં લઈ આવવી પડે, એવી રીતે જાયન્ટ મોલ ઉભા થવા લાગ્યા છે. ઓર્ગેનાઈઝ્ડ રિટેઈલર તરીકે બિગ પ્લેયર્સ ગણાતા વિરાટ ખેલાડીઓ શોપિંગ કોમ્પલેક્સ બાંધીને રિટેઈલિંગનું સેન્ટ્રલાઈઝેશન કરી રહ્યા છે.

એઝ ઓલ્વેઝ, આપણું ‘નેગેટિવ થિંકિંગ’ સપાટી પર આવી ગયું છે. રેલ્વે એન્જીનથી લઈને મોબાઈલ ફોન સુધીની તમામ સંકલ્પનાઓ (કોનસેપ્ટસ) આવ્યા ત્યારે આપણે એના માઈનસ પોઈન્ટસ પર જ ફોક્સ કર્યું હતું. એવું જ રિટેઇલિંગ મોલ કલ્ચર સાથે થઈ રહ્યું છે. એ જ જૂનીપૂરાણી સ્ટાન્ડર્ડ દલીલોથી સુપરમાર્કેટસનો વિરોધ થઈ રહ્યો છે. ક્રિકેટ કોમેન્ટેટર સુશીલ દોશીની સ્ટાઈલમાં કહીએ તો આ ‘અપીલ’માં ‘વિશ્વાસ કમ, ઉત્સાહ જ્યાદા’ છે. કેવી રીતે ? મુદ્દાની વાત મુદ્દાસર સમજીએ.

(૧) ‘આ બધું તો અમેરિકા-યુરોપને પોસાય. આપણી સંસ્કૃતિ, આપણી બજાર જુદી છે.’ આ વાયકા છે, વાસ્તવિકતા નથી.

આ દલીલ આભાસી છે. લાઈફસ્ટાઈલ અને કલ્ચર તો દરેક દેશમાં પણ અલગ-અલગ હોય છે. ભારતમાં રાજસ્થાન અને તામિલનાડુનો માણસ એક જ સંસ્કૃતિનો છે ? ગુજરાતમાં મહેસાણા અને મોરબી વચ્ચે ફરક નથી ? પણ માણસ જગતભરના કેટલીક પાયાની વૃત્તિ-દુર્વૃત્તિમાં એકસમાન છે. ભારતથી પણ વધુ કન્ઝર્વેટિવ (રૃઢિચુસ્ત) ગણાતા સામ્યવાદી ચીનમાં મોલ કલ્ચરલ ખુદ સરકારના પ્રોત્સાહનથી વિકસ્યું છે. મૂળભૂત રીતે જાયન્ટ, ગ્લેમરસ, સેન્ટ્રલી એરકન્ડીશન્ડ સુપરમાર્કેટસ ફક્ત ‘સર્વિસ’ માટે નથી. આ એક સાયકોલોજીકલી પ્લેઝન્ટ ‘શોપિંગ’ એક્સપિરિયન્સ છે. શેઠલોકોને લઈ આવતા ડ્રાઈવરને પણ ખરીદવું ન હોય, તો આ મોલમાં ‘લટાર મારી ‘વિન્ડો શોપિંગ’ કરવું ગમે છે. સાંસ્કૃતિક રીતે ‘અલગ’ ભારતમાં ડોનાલ્ડ ડકથી મેકડોનાલ્ડ અને સ્પાઈડરમેનથી સ્પ્રાઈટ ચાલ્યા છે. વિઝા કાર્ડથી વેલેન્ટાઈન્સ ડેની આદત પડી ચૂકી છે. વિદેશી ‘શોધ’ ગણાતા ક્રિકેટ કે સિનેમાનો આટલો ક્રેઝ હોય, તો રિટેઈલિંગ આઇડિયા પણ સમય જતાં ભારતીયકરણ પામી જામી જવાના છે. ખરેખર તો, એનઆરઆઈઓ જે સ્વર્ગલોકની વાતો કરીને સ્વદેશી સગાઓને ‘નીચાજોણુ’ કરાવતાં, એ ઝાકઝમાળ અને સુવિધાની દુનિયા ઘરઆંગણે જોઈને મધ્યમવર્ગીય ભારતીયો હરખાઈ રહ્યા છે.

(૨) ભારતીય ગ્રાહકને ઉચ્ચ ગુણવત્તા મેળવવાનો અધિકાર છે.

‘ફાસ્ટ મૂવિંગ’ કન્ઝયુમર ગુડ્સ (એફએમસીજી) પ્રોડટ્સ અને ઘરવપરાશની ચીજવસ્તુઓમાં ભારતીય ગ્રાહક અત્યાર સુધી વારંવાર છેતરાતો આવ્યો છે. ગટરના પાણી છાંટીને શાક વેંચતા કાછિયાઓ તોલમાપમાં ગોલમાલ કરે છે, એ એટલું જ સાચું છે, જેટલું એ કે આસો વદ અમાસે દિવાળી ઉજવાય છે. ઓર્ગેનાઈઝ્ડ ડેરી સેકટર અગાઉ તબેલાઓવાળાઓ શું તાજું ‘શેડયકઢું’ દૂધ આપતા ? ના, પાણીના પૈસા લઈ લેતા ! હાઈજીન, ક્વોલિટી અને રિપ્લેસમેન્ટ ગેરેન્ટી કદી ‘બિચારા-બાપડા’ કહેવાતા નાના ભારતીય વેપારીઓની આદત રહી નથી. તમે જગતના (ભારતના નહિ!) કોઈને પણ સુપરસ્ટોરમાં ચીમળાયેલું ગાજર કે સડેલું સફરજન જોયું ? પણ રેંકડીઓમાં તમને ત્રણ અલગ-અલગ પ્રકારની દ્રાક્ષ દેખાશે ! એક સ્ટાન્ડર્ડથી ઉતરતી વસ્તુ વેચવાની (વાંચો, ગળે પધરાવવાની) છટકબારી જોગા રિટેઇલિંગમાં હોતી નથી. એડવાન્ટેજ, કસ્ટમર્સ ! અહીં, સારી ક્વોલિટીની ચીજ મેળવવા માટે અંગત ઓળખાણ કેળવવાની જરૃર નથી. ગ્રાહકો કોમ્પિટિટિવ પ્રાઈસમાં બેટર ક્વોલિટી ઓપ્શન મળે, ત્યાં જ વળવાના છે.

(૩) મલ્ટીડાયમેન્શનલ (બહુઆયામી), માર્કેટમાં કીડીને કણ, હાથીને મણ મળી રહે છે.

મોટી મલ્ટીનેશનલ્સના આગમનથી નાનો વેપારી નાબૂદ થઈ જશે, એ કાગારોળમાં તથ્ય કરતાં તરંગ વધુ છે. ઈમોશનલી સાચી લાગતી આ દલીલ એનાલિટીકલી સાચી નથી. આટલી બધી ફોરેન કાર્સના આવવાથી શું રિક્ષાઓ રસ્તા પરથી ગાયબ થઈ ગઈ ? એરલાઈન્સની પ્રગતિ થવાથી રેલ્વે રિઝર્વેશનની ધક્કામૂક્કીમાં ઘટાડો થયો ? મલ્ટીક્યુઝિન ફાઈવ સ્ટાર રેસ્ટોરાં આવવાથી પાણીપુરીની રેંકડી કે હાઈવેના ઢાબા સદંતર ખતમ થઈ ગયા ? ધાર્મિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, આર્થિક રીતે પણ એક ભારતમાં અનેક ભારત વસે છે. દરેક ‘કલસ્ટર'(જૂથ)નું આગવું ‘સેગમેન્ટ'(વિભાગ) છે. માટે મલ્ટીપ્લેક્સ પણ ચાલે છે, અને વીસીડી પણ ચાલે છે.

સુપરસ્ટોરમાંથી પણ શાક વેંચાશે, અને તાજું શાક જાતે પસંદ કરી લેવાવાળા માર્કેટમાં પણ જશે. ભારતમાં ઘણા લોકો નિમ્ન મધ્યમવર્ગના કે ગરીબ છે. એ મોલમાં પગ પણ મૂકતા નથી. એ પરંપરાગત દુકાનોમાં જવાના છે. જો કરિયાણાવાળા કે ફ્રુટવાળા પોતાનો વ્યવહાર, વર્તન અને વિચાર સુધારી આધુનિકીકરણ કરશે, તો નાના ગામોમાં સ્થાનિક માણસ પરના ભરોસાના સંબંધને લીધે ગ્રાહકો એને પણ મળી રહેશે. જે સમય મુજબ બદલાય નહિ, કે ગ્રાહક સાથે ગોબાચારી ચાલુ રાખે એનું પતન થાય એ તો કુદરતી ક્રમ છે. ખરેખર, નાના ગ્રાહક માટેના ઓપ્શન્સ તો હતા જ. પણ ભારતમાં આવેલા નવા અને વધતા જતા સમૃદ્ધ વર્ગને માટે લક્ઝયુરિયસ ઓપ્શન નહોતો. નવા રિટેઈલિંગથી એ આવ્યો, તેમાં ખોટું શું છે ?

(૪) ઓર્ગેનાઈઝ્ડ રિટેઈલિંગથી જોબ વધશે, વેસ્ટેજ ઘટશે

૧૯૯૯ થી ૨૦૦૫ સુધીમાં સતત નોકરીઓ પ્રતિ વર્ગ ૨% જેટલા દરથી વધતી હતી ! રિટેઈલક્ષેત્રે આગામી વર્ષોમાં ભારતની સૌથી મોટી નોકરીની માંગ આવવાની છે. પહેલી નજરે નાના વેપારી કે ખેડૂતનું શોષણ થતા એવું લાગે. પણ જે લોકો પરિવર્તન સ્વીકારવા સજ્જ છે, એમના માટે નાની-મોટી લાખ્ખો નોકરીઓ ઉભી થઈ રહી છે. ઉપરાંત ભારતમાં ૩૦% જેટલા ફ્રૂટસ એન્ડ વેજીટેબલ્સ માત્ર સ્ટોરેજના અભાવે નાશ પામે છે. જેનો મહત્તમ ઉપયોગ થઈ શકશે. ટ્રાન્સપોર્ટેશન પણ વધુ ‘સિન્ક્રોનાઈઝ્ડ’ થતાં પેટ્રોલ ખર્ચ ઘટશે. ખેડૂતોએ પણ કશું ગુમાવવાનું નથી. નાના કારીગરોએ પણ નહિ. એમને તો એમના માલનું વ્યાજબી ભાવનું અને એય જથ્થાબંધ એવું તૈયાર બજાર મળે છે. ગુમાવવાનું છે, દલાલી કરતા વચેટિયાઓએ, જેમના પાપનો ઘડો હવે ભરાવા લાગ્યો છે. ભારતમાં બધા જ કંઈ ‘સેલ્ફ એમ્પ્લોયડ’ થઈ શકે તેમ નથી. ત્યારે નોકરીની વધુ સારી તકો ઉભી કરવી જરૃરી નહિ, અનિવાર્ય છે.

(૫) બજારમાં તેજીનું ‘ચેઈન રિએકશન’ આવશે

મોલ કલ્ચર આવતાં જ પ્રોપર્ટીના ભાવમાં ઉછાળો આવ્યો. વળી એમ.આર.પી. (મેક્સિમમ રિટેઈલ પ્રાઈઝ)થી વધુ કિંમત કટકટાવીને સતત નાના ગ્રાહકને લૂંટવામાં ‘સંગઠિત’ એવા ‘બિનસંગઠ્ઠિત’ વેપારીઓના શોષણમાંથી હાશકારો મળ્યો. નાના વેપારી કદી પાકું બિલ આપતા નહિ, ચેક કે કાર્ડથી પેમેન્ટ સ્વીકારતા નહીં. એટલે કાળુ નાણુ અને સંઘરાખોરીની ઉધઈ ભારતીય અર્થવ્યવસ્થાને આરોગી જતી હતી. આધુનિક રિટેઇલિંગમાં સ્ટોક અને પેમેન્ટ ‘ચોપડે’ ચડે છે. વળી, જથ્થાબંધ ખરીદીનું છૂટક વેચાણ હોઈને ગ્રાહકને વારંવાર અણધાર્યું ડિસ્કાઉન્ટ પણ સામેથી, વગર માગ્યે આપવામાં આવે છે. આકર્ષક પેકેજીંગ અને એક જ સ્થળેથી વિવિધ ચીજો મેળવવાની સગવડ બોનસમાં ! એટલે કસ્ટમર પણ વધુ પૈસા બજારમાં નાખવા લલચાય છે. સરવાળે ઈન્ડિયન ઇકોનોમીની રાંકડી લાગતી તબિયત ફાંકડી બને ! જેનો લાભ ગરીબ, પછાત, ગ્રામીણ વર્ગ માટે સહાયથી ચાલતી કલ્યાણકારી યોજનાઓને મળતા સામાજીક સુખાકારી પણ (રાજકારણીઓ, બ્યુરોકેટસ નડે નહિ તો) વધવાની છે. ઈકોનોમીમાં ‘સ્મોલ ટુ  બિગ’ ના ‘શિફટિંગ નો ક્રેઝ છે, ત્યાં નાણાંની રેલમછેલ છે. તો જ્યારે ‘બિગ ના ‘ગ્રોઈંગ નો તબક્કો આવશે ત્યારે ઘટાટોપ ઓર ઘેરાવાનો છે. અને તેજીનો વરસાદ કદી એક વિસ્તારમાં વરસતો નથી. એ બધાને તરબોળ કરે છે !

***

દરેક પરિવર્તનનો વિરોધ કરવામાં સમય અને શક્તિ વેડફવાની ભારતને બૂરી આદત છે. સમાધાનપ્રિય ભારતીયો પાછા અંતે તો નવું એ જૂનું થઈ જાય ત્યારે સ્વીકારી જ લે છે. પરિણામે થોડાઘણા લાભ પણ મળતા નથી. પરિવર્તન / નવી સીસ્ટમ સામે રસ્તા પર આવી જવાને બદલે એને બરાબર સમજી એને બહેતર બનાવવાનો ‘કન્સ્ટ્રક્ટિવ એપ્રોચ’ રાખવાની જરૂર છે.

મૂળભૂત રીતે આપણી સમસ્યા જંગી રિટેઈલર્સનું આક્રમણ (કે આકર્ષણ ?) નથી. એ છે, માત્ર નફો મેળવવાની ટૂંકી સ્વાર્થવૃત્તિ. માટે ફરજ ન પડે, કે સતર્ક દેખરેખ ન હોય ત્યાં સુધી વેપારમાં સ્વયંશિસ્ત કે ક્વોલિટી કન્ટ્રોલને ભાગ્યે જ અહીં મહત્વ મળે છે. ગરીબીનો આપણે કોઈ મોટી ભેટ હોય એવી મહિમા કરી, કોઈ વિશાળ દ્રષ્ટિથી ભવ્ય સ્વપ્ન નિહાળે તો એ ઉડે એ પહેલાં જ એની પાંખો કાપવા તત્પર થઈ જઈએ છીએ. સંસારનો અફર નિયમ ઉત્ક્રાંતિ છે. કાળનો પ્રવાહ સતત ‘ફોરવર્ડ જ જઈ શકે તેમ છે. સીએનજી આવે તો ડિઝલ રીક્ષાવાળા રસ્તા પર આવે, રોપ-વે આવે તો ડોળીવાળાના પેટમાં તેલ રેડાય….આ બધાં મહાસત્તાના નહિ, બાલમંદિરના વર્ગખંડના લક્ષણો છે. સરકારી તંત્ર નિષ્ઠાવંત અને વિશ્વાસપાત્ર નથી. માટે એમની બાજનજર નિયમપાલન પર રહેતી નથી. મોટી કંપનીઓ આ ‘પોલમપોલ’ નો બરાબર ફાયદો ઉઠાવે છે. બાકી ઓફસેટ પ્રિન્ટિંગ માટે ટ્રેડલે અને સીડી માટે કેસેટ જગ્યા કરી આપવી પડે છે. વિરોધ નાની કે જૂની બાબતોનો નથી. એ જ ન્યાયે મોટી કે નવી બાબતોનો પણ ન હોવો જોઈએ !

ભારતીય ગ્રાહક તો સ્માર્ટ છે. ગરમીથી બચવા મોટા મોલના ‘એરકંડીશન્ડ માહોલમાં લટાર મારે છે. બોયફ્રેડ/ગર્લફ્રેન્ડ ડેટિંગ માટે ”મોલીંગ” કરવા જાય છે. લોકો નવી નવી ચીજવસ્તુઓ જૂએ છે અને રેસ્ટરૂમમાં જઈને મોં ધુએ છે. ડીસ્કાઉન્ટ વગર અને જરૃરિયાત વગર લાંબા સમય સુધી કોઈ મોંઘી ચીજ ખરીદતું નથી. એક વર્ગ એવો જરૃર છે જેની પાસે કાંતો ફાલતું ઉડાડવાના પૈસા છે અથવા તો નવું નવું બ્રાન્ડેડ વાપરવાની રમકડાં ઘેલા બાળક જેવો ક્રેઝ છે. પણ કેવળ આવા ‘માઈનોરિટી કસ્ટમર્સ’ પર જંગી ખર્ચે ઉભા થયેલાં સુપરમોલ્સ ટકતા નથી. એટલે મંદીમાં તો ત્યાં કાગડાં ય ઉડતા નથી. (એ શ્રાદ્ધની ખીર ખાવા પહોંચી જાય છે !) ઘણીવાર તો આખા દિવસના સેલિંગ કરતાં ફુડકોર્ટની પાણીપુરીનું સેલિંગ વધારે હોય છે.

પરંતુ ભારતીય વેપારી જન્મજાત લુચ્ચો છે અને તેને રાજકીય ચાલાકીની આડશ મળી છે. રીટેઈલિંગ રિફોર્મનો કોન્સેપ્ટ વિદેશી છે. ધારો કે ભવિષ્યમાં માલિકી કે બ્રાન્ડનેમ વિદેશી આવશે. પણ એનો અમલ કરનારો સ્ટાફ તો સ્વદેશી છે ને ! માટે મૂળભૂત રીતે કામ ચોરી, ઢીલાશ, બાધાઈ, વાળી ”હોતી હૈ ચલતી હૈ” એટીટયુડમાં બહારના ભપકા સિવાય કશો ફરક પડતો નથી. (હા, વિદેશી કંપનીઓ વધુ ચુસ્ત સર્વિસના આગ્રહો રાખે છે, એ ફાયદો!)  દસ બિલીંગ કાઉન્ટરો હોય અને બે જ ચાલુ હોય એટલે સરવાળે કસ્ટમરનું કષ્ટ તો એનું એજ રહે છે.

– છતાંય આગળ જોયું તેમ પ્રોબ્લેમ મોલ / મલ્ટીપ્લેકસમાં નથી, પ્રોબ્લેમ એને વિકાસનો માપદંડ માની લેવામાં છે. અહોભાવમાં  એનું પ્રામાણિક મોનિટરિંગ ના કરવામાં છે. શહેરમાં દસ મોલ બની જવાથી આવક કરતાં ખર્ચના કેન્દ્રો વધે છે. વિકાસ તો ખર્ચ કરવા જેટલી કમાણી વધે ત્યારે થાય. અને, એ આજે પણ ખુલ્લાં ખેતરમાં વરસાદ વરસે ત્યારે થાય છે !

 
31 Comments

Posted by on November 30, 2011 in india, management

 

31 responses to “ટેલ ઓફ રિટેઈલિંગ રિફોર્મ્સ : કસ્ટમરને કષ્ટથી મરવું નથી !

  1. Parth Shah

    November 30, 2011 at 8:25 AM

    વિકાસ તો ખર્ચ કરવા જેટલી કમાણી વધે ત્યારે થાય. અને, એ આજે પણ ખુલ્લાં ખેતરમાં વરસાદ વરસે ત્યારે થાય છે !
    Master stroke & perfect ending…
    Superb Analysis… 🙂

    Like

     
  2. વિનય ખત્રી

    November 30, 2011 at 10:25 AM

    એ (વિકાસ) આજે પણ ખુલ્લાં ખેતરમાં વરસાદ વરસે ત્યારે થાય છે !

    ૧૦૦% સાચી અને મુદ્દાની વાત.

    Like

     
  3. Kartik

    November 30, 2011 at 10:33 AM

    સરસ લેખ. અમદાવાદનો જ દાખલો લો તો કદાચ એક કે બે મોલ સિવાય બધા મોલમાં કાગડા ય ઉડતા નથી (બેસ્ટ ઉદાહરણ – ફન રીપ્બલિક તૂટી રહ્યું છે, આર-થ્રી અને ગેલોપ્સ અનુક્રમ વિજય સેલ્સ અને લાઈફ સ્ટાઈલના કારણે ચાલે છે). સરસ રીતે બનેલો દેવ-આર્ક ભેંકાર છે.

    Like

     
  4. Dr kishor kumar

    November 30, 2011 at 10:40 AM

    ભારતીય વેપારી જન્મજાત લુચ્ચો છે અને તેને રાજકીય ચાલાકીની આડશ મળી છે.
    The only TRUTH about indian retailer
    Let us save customer and welcome FDI

    Like

     
  5. hardik15788

    November 30, 2011 at 10:48 AM

    Sir all things are true but when they make cartel with local players and start exploiting market no one can even stop them. Our government only forms policies they don’t care about implication and reactions from the economy and market. So it’s good concept to welcome FDI in retail business but along with it government should make policies implementation effective.

    Like

     
  6. Sandeep

    November 30, 2011 at 10:54 AM

    Jai Bhai

    Nice write up. We have to positively accept the things which are happening for good but politically motivated guys are a big hinderence to that. BJP was initially in favour of FDI but now only for political or vote bank reasons is opposing FDI. MMSingh had opened indian economy in 1991 the fruits of which we are eating today and this is his master stroke for india. we should accept this change.

    Rgds
    Sandeep

    Like

     
  7. hardik15788

    November 30, 2011 at 10:55 AM

    ane sir lutava ma to apna koi j vepario pa6a pade tem nati. Wholsale vepario stock kari de se ne pa6i bhav vadhse etle nicha bhav no mal ucha bhave samnya manas ne vechse. apni government fre economy ni favour kare 6 e barobar 6 pan jode regulation pan e rit nu hovu joe. Stock per limits impose karvi joi. Hamna j apne joyu tu je rite tuver dal na bhav vadhta hata tyare pan mall ma tuver dal sasti hati jyare vepario roj na nava bhave tuver dal vechta hata. etle mall culture thi to faydo 6 j pan jode e pan dhyan rakhvu pade k competitors competition mathi khasi ne dost na bani jay.

    Like

     
  8. Harsh Pandya

    November 30, 2011 at 10:57 AM

    nice article…as i m studying India’s EXIM policy as well as our foreign trade with the depreciation of currency, i can say that it’s total baseless thing. 😉 revenue will come and that too with better customer service. India itself is very large domestic as well as international market. let (W)all mart come. 😛

    Like

     
  9. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

    November 30, 2011 at 10:59 AM

    જયભાઈ,..આખા લેખનો સાર આપના આ વાક્યમાં દેખાય ગયો.

    “બિઝનેસ માટે બ્રાન્ડિંગ જોઈએ, બ્રાન્ડિંગ માટે માર્કેટિંગ જોઈએ, માર્કેટિંગ માટે ક્વોલિટી જોઈએ અને ક્વોલિટી કદી કોમ્પિટિશન વિના જળવાય નહિ !”

    Like

     
  10. ASHOK M VAISHNAV

    November 30, 2011 at 1:40 PM

    અમદાવાદના મૉલનો વિકાસ અને અત્યારની પરિસ્થિતિ એ ખરેખર રીટેલ નિતિમાટે માપદંડ બની રહી શકે છે. આમ પણ કોઇ પણ ઉત્પાદનનાં તો અમદાવાદને આધાર્ભૂત ગણવામાં આવે જ છે.
    આપણા શાણા ઉદ્યોગ સાહસિકોએ વિદેશી બ્રાંડ્સને હંફાવી પણ છે.
    શ્રી નગીનદાસભાઇ સંઘવીએ તેમના આ વિષયપરના લેખમાં લખેલ રીટેલ ક્ષેત્રનો આ વિદેશી કંપનીઓનો નફો વિદેશમાં જતો રહે તે શક્યતા અને તેઓનાં માળખાકીય સવલતો વિકસાવવામાં અને તેમને કાર્યદક્ષ બનાવવામાટેનાં રોકાણ, સંચાલન વ્યવસ્થા અને ટેક્નૉલૉજીના મુદ્દાઓને વિચારવા જોઇએ.

    Like

     
  11. Sharad Kapadia

    November 30, 2011 at 9:13 PM

    From your blog post and reactions above, it is certain that we have to accept the mall culture, sooner or later. But with foreign malls/retailers, main issues are two: 1. imported items/products affect Indian products and leads to forex drain. 2. The retailers remit their profits in forex abroad. This is two way loss of our foreign exchange. Against these there are solutions: 1. Improve Indian product quality with competitive prices. (Govt. tax burden has to be reduced to match import prices). 2. Profits of FDI retail malls must be retained in India, so there will be further investment in India only. Unless FDI funds are retained in country, these multinational investment will behave like hedge funds to some extent.

    Like

     
  12. siddharth

    November 30, 2011 at 10:54 PM

    india ko arso se quality k sath 36 ka aakda raha hei……

    Like

     
  13. manspatel

    November 30, 2011 at 11:34 PM

    સાચી અને સમજદારી પૂર્વક ની વાત હું પોતે આજ મતનો છું . જો આપને આપની સંસ્કૃતિને એક સમન્વયકારી સંસ્કૃતિ કેહતા હોય તો પછી નીઓફોબિયા કેમ છે બધાને. જયારે આપને ચાઈનીઝ મેક્શીકન અને અન્ય ભોજનનું ભારતીયકરણ કરી નાખતા હોય તો પછી મોલ કલ્ચર નું પણ કરી નાખશું!!!!!!!!!!!!!!!!

    Like

     
  14. Gaurang Patadia

    December 1, 2011 at 1:06 AM

    Hi JV,

    As usual once again master stroke article. Example of doordarshan and ambassador is perfect and as you said people won’t buy unnecessary things and without money so again its no risk to small or medium retailers.
    We have welcomed all foreign car manufactures and maruti is still almost on top in terms of car sales figures and in the same way other Indian big players like bharti, reliance, tata, pantaloon, big bazaar will get better and healthy competition from foreign companies = advantage customers “We the people”. We will get better quality stuff in competitive price. We must welcome foreign companies like walmart, tesco etc.

    Gaurang
    UK

    Like

     
  15. Rishit Jhaveri

    December 1, 2011 at 3:42 AM

    છેલ્લા ઘણા સમયથી તમારા articles વાંચુ છુ. સાચુ કહુ તો હવે તમારો fan બની ગયો છુ. પણ આ article ૨ વર્ષ જુનો હોઇ ધ્યાન બહાર છે.

    આ article વિષે થોડો confuse થઇ ગયો છુ. solution આપશો તો ગમશે…

    તમારી વાત સાચી છે કે ભારતીય વેપારી quality સાથે ઘણુ compromise કરે છે. કિમત વધારે લઇને ખરાબ માલ વેચે છે… even ઘણા તો customer ને ભિખારી સમજીને પણ વાત કરે છે. પણ દરેક વ્યાપારી આવો નથી હોતો ઘણા એવુ વિચારવા વાળા વ્યાપારી ઓ પણ મળી રહેશે જે કહેશે કે ખોટ જાય તો જાય પણ કરોડોની ઇજ્જતના જવી જોઇએ. આ પ્રકારના થોડા ઘણા વ્યપારી ઓ પણ ભારત સરકાર દ્વારા કહેવાતા જનહિતમા લગાડવામા આવતા જુદા જુદા ટેક્સને કારણે કદાચ વિદેશી વ્યાપારીઓ કરતા મોઘી કિમતે માલ વેચતા હશે પણ quality સાથે કોઇ દિવસ compromise નહિ કરે. આવા કેટલાક લોકો ને હુ જાણુ છુ. જો આવા વ્યાપારીઓ એ રસ્તે આવી જવુ પડે તો એ કદાચ દેશનુ દુર્ભાગ્ય ગણાય.

    હુ પોતે તો દરેક પરિસ્થિતિમા ગ્રાહક જ છુ. મને તો સાચુ કહુ તો FDI થી ફાયદો જ છે પણ આ પ્રકારના પ્રામાણિક વ્યાપારીઓ ના point of view થી જો વિચારીયે તો FDI નો કાયદો થોડે-ઘણે અંશે નિર્દયી ખરો… Higher class society તો status symbol માટે મોલમા જશે જ પણ lower middle class ને upper middle class society ડિસ્કાઉન્ટ ઓફરથી લલચાયીને મોલમા જશે… જે ડિસ્કાઉન્ટ જો નાના વ્યાપારીઓ offer કરે તો તેઓ ૧૦૦% ખોટમા જ જાય. FDI ઘણા લોકોને રોજી આપશે એ વાત સાચી પણ ઘણાની રોજી છિનવી પણ લેશે. તો પછી આ વાતને ભારતમા “વિદેશી કારો આવી તો રિક્ષા ગાયબ થઇ ગઇ??”. આ વાત સાથે સરખાવવી યોગ્ય ખરી? Lower and middle class સોસાયટી કાર effort નથી કરી શકતા એટલે રિક્શા ચાલે છે, પણ અહિ તો અમુક સારી “offers” દરેક વર્ગના ગ્રાહકને Local bussiness થી દુર કરી દેશે.

    પણ તમારી એ વાત પણ સાચી છે કે દરેક ભારતીયની નિતી વધુ પડતી “OLD IS GOLD” મા માનવાની છે, જેનો હુ પ્રખર વિરોધી છુ એટલે “Rope-way આવે તો ડોલીવાળાના પેટનુ પાણી હાલવાનુ” આ વાત ડગલે ને પગલે બનવાની છે… એટલે હુ માનુ છુ કે FDIના મુદ્દા થકી કોઇ એવો mid-way કે જે ભારતીય વ્યાપારી અને ભારતીય ગ્રાહક દરેક ને ફાયદાકારક હોઇ. જે થકી સૌ પ્રથમ નાનામા નાની લારીધારક શાકભાજી વેચવાવાળાથી લઇને Dimond merchant સુધીની દરેક વ્યક્તિ ગ્રાહક સાથે છેતરપિંડિ કરતી અટકે, સરકાર ટેક્સ લે તો પણ એ રીતે લે કે જેનાથી વ્યાપારીઓ પુરતો નફો મેળવીને વિદેશી રિટેઇલર જેટલી કે એ કરતા પણ સસ્તિ કિમતે માલ વેચી શકે, અને ભારતીય વ્યાપારીઓ “ચલતી હૈ” નિતિ ને બદલે quality સાથે કદી compromise ના કરે. સાથે જ્યા સુધી જમાના પ્રમાણે બદલાવવાની વાત છે તો ભારતની હાલત એટલી પણ કફોડી નથી કે વિદેશી મદદ વગર મોલ-કલ્ચર ના ઉભુ કરી શકે…

    આ તમારો વિરોધ છે એમ ના સમજતા તમારા કરતા ઉમરમા ઘણો નાનો છુ, તો નાના ભાઇ નો પ્રશ્ન સમજજો…

    Thanks..

    Like

     
    • nirav

      December 21, 2011 at 10:36 PM

      jaybhai kyare tamne jawab aapde i dnt know..tya sudhi mara jwab thi kam chalavi lyo..lolz

      1)tame jeva vepari ni vat karo chho teva vepari kyare bhi rasta par nahi aave..dnt worry abt dt..
      karan ke aava vepario ne potana grahko mali j jata hoy chhe ek sambandh bndhay gayo hoy chhe.

      2)darek grahak ne sastu ane saru kharidvano huq chhe..tame to evi vat karo chho k ghar na ghanti chate ne padoshi ne aato..potana hit nu vicharvu e manav ni prakruti ma chhe..ane tema khotu bhi shu chhe??

      3)FDI vhelu modu aavse j to atyare shu kam nahi..??

      4)tame kyo chho k vepario ye quality sari aapvi bt tene kharab quality aapva majboor kone karya??
      aapna jeva garib grahko ye kem k aapde to sastu magta j rahevana ane te sastama posay te mate quality bgadta gaya….quality tmare sasta ma joti hoy to na male..

      5)ભારતની હાલત એટલી પણ કફોડી નથી કે વિદેશી મદદ વગર મોલ-કલ્ચર ના ઉભુ કરી શકે..pn etli kafodi to chhe j ke koi videshi aapdi mrkt ma vepar karva aave to aapdi datiyu dhili thay jay chhe. jo bija na aavathi problems aavta hoy to chin ni mrk mathi sikho kai….chin ketlay yrs thi raj kare chhe ne kartu rhese…cz te evu j bnave chhe jevu grahat ne joy chhe i mean sastu sastu ane matra sastu j..

      Like

       
  16. awesome legendary and shiny

    December 1, 2011 at 4:54 AM

    what ever, we must be man enough to compete them, not run away like little crying baby.

    Like

     
  17. Envy

    December 1, 2011 at 6:43 AM

    જયભાઈ, મારા વિસ્તાર માં એક પટેલ કરિયાણા, અનાજ અને બીજી પરચુરણ વસ્તુ ની દુકાન વરસો થી ચલાવે છે.
    મોલ કે ડી-માર્ટ જેવા ના આવવાથી તેના ધંધાને માર તો પડ્યો જ છે પણ, તેનાથી એક ફાયદો ગ્રાહક ને એ થયો કે, હવે તે ગ્રાહક નું કાળજી થી ધ્યાન રાખતો થઇ ગયો.
    બીજું, એ સાધારણ સ્થિતિ ના ગ્રાહક ને વર્ષો થી ઉધાર આપે છે. ગ્રાહક પાસે નાની ડાયરી હોય, તેને જયારે જે વસ્તુ જોઈએ પછી તે બિસ્કુટ નું એક પેકેટ પણ કેમ ના હોય, આવે લઇ જાય અને ડાયરી માં નોંધી આપે. મહિના ની આખરે અથવા જયારે સરળતા હોય કે જેટલી હોય, ત્યારે ગ્રાહક આવે અને જમા કરાવી જાય.
    હવે વોલમાર્ટ આવે કે એનો બાપ આવે….વેપારી ની આ કોઠાસૂઝ ક્યાંથી લાવશે !!?
    હું જુના સીટી માં રહેતો ત્યાં મોટા ભાગની વસ્તી ગરીબ, મજુરી કરી જીવે તેવી.
    એક સિંધી (!) વેપારી છુટક દાળ, ચોખા, મસાલા કે તેલ વેચે… ૧,૨,૩ રૂપિયા નું પણ આપે. જેવી જેની જરૂર અને ખરીદ શક્તિ.
    આવ વોલમાર્ટ!!

    Like

     
  18. GIRISH SHARMA, NAVSARI

    December 1, 2011 at 12:01 PM

    આ લેખ વાંચ્યા પછી વોલ માર્ટ માટે થોડી હળવાશ જરૂર થઇ. સાચું પૂછો તો તમે કરેલી એક પણ દલીલ ખોટી કહી શકાય તેમ નથી. પરંતુ, હજી અંદર થી કૈક બીક છે. કે આ મલ્ટી નેશનલ કંપની ઓ રીટેલ માં નાં આવે તો સારું. ભારત કૃષિ પ્રધાન દેશ છે એમ કહેવા કરતા કૃષિ ને પ્રાધાન્ય આપતો દેશ છે એમ કહેવું વધુ વાજબી છે. આ કૃષિ અને પશુપાલન ના ઉત્પાદનો ના વેપાર થકી જ ભારતે સમૃદ્ધિ પણ મેળવી છે. ભારત હુન્નર પ્રધાન દેશ પણ ખરો જ. ભારત ગુણવત્તા પ્રધાન ક્યારેય ના હતો. ભારતીયો ની મનોવૃત્તિ હજી પણ ચાલશે, એમાં શું , એ તો એમજ હોય ને – વાળી છે.
    મારે સ્વદેશી વાળી કાચી કેસેટ નથી વગાડવી. પરંતુ વોલ માર્ટ ને નામે પાછલે બારણે થી ક્યાંક વિદેશી તાકાતોનું અતિક્રમણ તો નથી થઇ રહ્યું ને તે વિચારવું છે.
    ઇસ્ટ ઇન્ડિયા કંપની વાળું ઉદાહરણ હજી બધાને યાદ છે. આ પરદેશી તાકતો પહેલા ઘૂસે, પછી પહોળા થાય અને પછી પથારી ફેરવે.
    આપણી ભારતીય માનસિકતા છે કે આપણે ગોરી ચામડી થી બહુ બીએ છીએ.
    આપણા ઈતિહાસ માં જયચંદો અમીચંદો ની ખોટ નથી.
    માત્ર ફર્ક એટલો છે કે હવે તેમની અટક પવાર કે ચિદમ્બરમ થઇ ગઈ છે.

    Like

     
  19. Rashmi83

    December 1, 2011 at 12:03 PM

    the whole article is like punchline-sorry punch article…………when i was reading this article -there was image of ahmedabad in my mind……..well said

    Like

     
  20. sanket

    December 1, 2011 at 12:29 PM

    જયભાઈ હજુ એક આશંકા (સાવ પાયા વગરની) શરદ યાદવની : કે અંગ્રેજો આ રીતે જ દેશમાં વેપાર કરવા આવ્યા હતાં અને આપણે ગુલામ બની ગયા. આ બધાં ખોટા રાજકીય સ્ટંટને કોઈ સ્થાન નથી.(અન્ના ય આવું બોલે છે,અંગ્રેજો વાળું-અલબત્ત એ રાજકીય દાવપેચ કરતાં વધુ બુદ્ધી-મર્યાદા તરફ ઇશારો કરે છે) અરે ભાઈ શું વિદેશી રોકાણ ભારતમાં પહેલી વાર આવ્યું છે? પણ તથ્યો અને મારી પોતાની સમાજ મુજબ મને એવું લાગે છે કે આવી સુપર-માર્કેટ્સ આવવાથી નાના વેપારીઓનો વેપાર ઘટશે (નક્કી થયેલા ૫૩ શહેરોની જ અહિયાં વાત છે-બાકીનામા તો એફડીઆઈ આવવાનું જ નથી.) કારણકે વેપાર જે આ કંપનીઓ લેશે એ આ જ માર્કેટમાંથી જવાનો છે. એટલે પેલા વેપારીઓનો જ જવાનો છે.પણ ભારતના બજારમાં નાના વેપારીઓ સાવ અદ્રશ્ય થઈ જશે એવું તો લાગતું નથી.(અમેરિકામાં થયું છે એવું રિપોર્ટ્સ કહે છે).

    પણ ટીવી પરની એક ડીબેટમાં એન્કર કહે છે કે એણે મોલને બરોબર અડીને જ ઉભેલા શાકભાજી વાળાને પૂછ્યું કે આ મોલને લીધે તમને કઈ તકલીફ પડે છે ? તો એણે કહ્યું કે ના, એનું ય્ વેચાય છે અને મારુંય વેચાય છે. કિશોર બિયાની કહે છે કે બીગ બઝારની આજુબાજુની દુકાનોનું સ્તર અને સર્વિસ પહેલા કરતાં સુધર્યું છે. (કમ્પીટીશનને લીધે). આ કંપનીઓ આપણા નાના વેપારીઓને કડી કમ્પીટીશન આપશે એટલે ક્વોલીટી સુધરવાની સંભાવના છે. બાકી ખેડૂતોને બહુ ફાયદો થશે એવું લાગતું નથી. કારણકે આ કંપનીઓ માત્ર મોટા ખેડૂતો સાથે જ ડીલ કરે છે. અને એ ઓછા છે, ૨૦ ટકા જેટલા. (બીજું એક્સપર્ટ્સ એવું કહે છે કે કંપનીઓ ડાયરેક્ટ ખેડૂતો પાસેથી માલ ના ખરીદી શકે કારણકે આપણે ત્યાં APMC act છે, એના મુજબ મંડી થ્રુ જ ખરીદી કરવી પડે છે–એમાં પછી આ એક્ટની સાડીબાર રાખ્યા વગર ડાયરેક્ટ ખરીદી થાય એ વાત અલગ છે–અને એવું થાય પણ છે). બીજું એવું પણ કહેવાય છે કે આ કંપનીઓ “પ્રીડેટરી પ્રાઇઝિંગ પોલીસી” સાથે આવે છે. એમાં એ લોકો શરૂઆતમાં ખૂબ ઓછા ભાવે માલ વેચી (ખોટ ખાઈને પણ), પોતાની મોનોપોલી બનાવી લેશે. અને ત્યારબાદ ભાવ વધારી દેશે, અને ત્યારે નાના વેપારીઓ ખતમ થઈ ગયા હશે, અને કન્ઝ્યુમરને એટલો ફાયદો નહિ થાય. આ દલીલ પણ થોડી વધુ પડતી એગ્રેસીવ લાગે છે. કારણકે નાના વેપારીઓ સાવ શૂન્ય થઈ જવાના નથી અને માની લઈએ કે આવું થશે તો ત્યારે ગ્રાહકની માંગ મુજબ આવા નાના વેપારીઓ ફરીથી ચાલવા માંડશે.

    જોઈએ શું થાય છે હવે.

    Like

     
  21. B N Chhaya

    December 1, 2011 at 2:42 PM

    the problem here is
    The Govts method of working,AUTOCRATIC.
    This could have been discussed democratically , it would have saved Parliaments time & big wastage of money ( Loksabha not working )

    Like

     
  22. gujarati

    December 1, 2011 at 3:53 PM

     
  23. Jaykishan Lathigara

    December 1, 2011 at 5:32 PM

    ભારતનાં રીટેલર કરતા વિદેશી રીટેલર પર વધારે ટેક્સ નાખી મંજૂરી આપી દેવી જોઈએ…..
    FDI થી બધા ને ફાયદો જ છે ..

    Like

     
  24. bhatt.umang7 (@bhattumang)

    December 12, 2011 at 10:57 PM

    badhi vat barabar che pan badho profit india ni bar jase enu su ??

    Like

     
    • jay vasavada JV

      December 14, 2011 at 1:56 AM

      aa lekh kya fdi na discussion par chhe?

      Like

       
    • tapansshah

      December 14, 2011 at 1:52 PM

      @bhatt.umang and jay bhai(u told wat v thinnk,thanks)…profit bahar jato hoy to bhale jay..mare bhayanak eva aajna lucha daramna retailor thi chhutkaro melavvo chhe bas…can u believe (jay bhai also)? mare alagalag vastu ni kharidi vakhte e rakshasho thi bachva kya points dhyanma rakhva enu list banavyu chhe………je motabhage kharidi vakhte khas sathe rakhu chhu….

      Like

       
  25. chetan rajput

    December 12, 2011 at 11:51 PM

    If the FDI will be came then there will chance of conflict when retailors deal with farmers. Price effect will be came & High employee exploitation in wal-mart. It is diffficult to regulate them. so if u make plus, minus than answer is going in minus more in case of india in FDI.

    Like

     
  26. tapansshah

    December 14, 2011 at 1:50 PM

    @bhatt.umang and jay bhai(u told wat v thinnk,thanks)…profit bahar jato hoy to bhale jay..mare bhayanak eva aajna lucha daramna retailor thi chhutkaro melavvo chhe bas…can u believe (jay bhai also)? mare alagalag vastu ni kharidi vakhte e rakshasho thi bachva kya points dhyanma rakhva enu list banavyu chhe………je motabhage kharidi vakhte khas sathe rakhu chhu….

    Like

     

Leave a comment