RSS

Daily Archives: August 5, 2012

દોસ્તીગીતિકા :-”

આજે ફેસબુક પર એક મસ્ત વ્યાખ્યા જડેલી, એ શેર કરી મૈત્રીની :

human body is made in such a way….
we can’t PAT our own BACK
and
we can’t KICK our own ASS
that’s why we need FRIENDS !

અને અત્યારે યાદ આવ્યું વર્ષો પહેલા, યુટ્યુબ કે ગૂગલનું અસ્તિત્વ જ નહોતું ત્યારે  મેં ટાંકેલું એક ગીત ….
આ વાંચો એના શબ્દો…

….And I
Never thought I’d feel this way
And as far as I’m concerned I’m glad I got the chance to say
That I do believe I love you

And if I should ever go away
Well then close your eyes and try to feel the way we do today
And than if you can’t remember…..

Keep smiling
Keep shining

Knowing you can always count on me
for sure
that’s what friends are for..

In good times
And bad times
I’ll be on your side forever more
That’s what friends are for…

Well you came and open me
And now there’s so much more I see
And so by the way I thank you….

Ohhh and then
For the times when we’re apart
Well just close your eyes and know
These words are coming from my heart
And then if you can’t remember….Ohhhhh

ને આ સાંભળો એ ગીત શબ્દોની સાથે

અને વાંચો આ આપણા નર્મદનો જોસ્સો :

સુખ-દુઃખની વાતો બને, નહિ છાનું કંઈ કોઈની કને,
કોઈનું દિલ ના કોહવાય, મિત્રાચારી તહાં કહેવાય.
જાત-રંગથી જે જે ભેદ, તેથી નહિ કો કોને ખેદ,
જીવ એક ને જૂજવી કાય, મિત્રાચારી તહાં કહેવાય.
સ્વાર્થ ન બીજો પ્રીતિ વિના, પ્રીતિ વણ સહુ અનમના,
રાત દિવસ પ્રીતિ જમાય, મિત્રાચારી તહાં કહેવાય.
સુખમાં દૂર દુઃખમાં પાસ, એકબીજાની પૂરે આશ,
તન-મન-ધનથી મદદો થાય, મિત્રાચારી તહાં કહેવાય.
એકનું કર્યું સહુને ગમે, કો'ના ભમાવ્યા ના ભમે,
મિત્રનું ભૂંડુ ન સંખાય, મિત્રાચારી તહાં કહેવાય.
એક વિચારે થાયે કામ, મન વળગેલા આઠે જામ,
વાત જહાં ન ઉથાપાય, મિત્રાચારી તહાં કહેવાય.
લાલચમાં લપટાયે નહિ, જીવ જતે ના જુદા સહી,
આડી વેળાએ પ્રાણ અપાય, મિત્રાચારી તહાં કહેવાય.
ચડતા સહુ વાતે ભરપૂર, પડતાને ન મૂકે દૂર,
મિત્ર દેખી શમે લાય, મિત્રાચારી તહાં કહેવાય.
દુશ્મન દોડે ચારે પાસ, ના તોડે પ્રીતિનો પાશ,
પ્રેમરસેય નીતિ રખાય, મિત્રાચારી તહાં કહેવાય.
જે મોઢે ચાવેલાં પાન, કાળા થાય ના જાતે જાન,
મરણ સુધી સાચા સોહાય, મિત્રાચારી તહાં કહેવાય. 
નર્મદ કહે સાચેસાચ, સાચી પ્રીતિ નહિ આંચ, 
સાચે ભાવે ઈશ ભજાય,મિત્રાચારી તહાં કહેવાય.

હવે વધુ કંઈ કહેવાની જરૂર ખરી ? એમ તો કહેવા જેવું રાબેતા મુજબ મારી કોલમના આ લેખમાં લખી જ નાખ્યું છે..આજે પણ સતત ૧૪મા ફ્રેન્ડશિપ ડે આર્ટિકલનો ગુજરાતમાં નોખો-અનોખો વિક્રમ કરીને ! 😛

બસ, સહુ બ્લોગબડીઝને હેપી ફ્રેન્ડશિપ દે…દે..દે..દે…ઓહ, આઈ મીન ડે 😉 🙂

 
21 Comments

Posted by on August 5, 2012 in art & literature, feelings