RSS

geNext અને ગાંધીબાપુ : ‘મહાત્મા’ બ્રાન્ડનું નવનિર્માણ !

02 Oct

‘‘ગાંધીવાદ જેવી કોઇ વસ્તુ છે જ નહિ, અને મારે મારી પાછળ કંઈ સંપ્રદાય મૂકી જવો નથી. મેં કંઈ નવું તત્વ કે સિદ્ધાંત શોધી કાઢયો છે, એવો મારો દાવો નથી. મેં તો માત્ર જે શાશ્વત સત્યો છે, તેને આપણા નિત્યના જીવન અને પ્રશ્નને લાગુ પાડવા મારી ઢબે પ્રયાસ કર્યો છે… એમ કરવામાં મેં કેટલીક વાર ભૂલો કરી છે, અને એ ભૂલોમાંથી હું શીખ્યો છું. હું સ્વભાવથી સત્યવાદી હતો, પણ અહિંસક નહોતો. એક જૈન મુનિએ એક વાર સાચું જ કહેલું કે સત્યને ખાતર અહિંસાને જતી કરવી પડે તો હું કરી શકું તેવો છું.

ગાંધીવાદ અથવા ગાંધીવિચાર શું છે, એ હું પોતે જ જાણતો નથી. નકશા વિનાના સમુદ્રમાં હું હંકારી રહ્યો છું. મારે તો વારંવાર પાણીના ઉછાળ તપાસીને આગળ હંકારવું પડે છે.

મારી સલાહની બાબતમાં એક છૂટવા બારી હંમેશા હોય છે, અને તે એ કે મારી સલાહ જેની બુદ્ધિ તેમ જ અંતઃકરણને ન બેસે તેણે અનુસરવાની જરૂર નથી. જેને પ્રમાણિકપણે અંતરમાંથી સાદ સંભળાય છે, તેવા કોઇએ મારી સલાહને કારણે એ સાદને જવાબ વાળતાં અચકાવાનું નથી. બીજા શબ્દોમાં મારી સલાહ એવાઓને જ લાગુ પડે છે, જેમને ‘અંતરના સાદ’ની ગમ નથી.

જો ગાંધીવાદી ભૂલની તરફદારી કરતો હોય તો તેનો અવશ્ય ઘ્વંસ થાઓ. સત્ય ને અહિંસાનો કોઇ કાળે નાશ નથી. પણ ગાંધીવાદ એ સંપ્રદાયભાવનાનું જ બીજું નામ હોય તો તે ઘ્વંસ થવાને જ લાયક છે. મરણ પછી મને ખબર પડી શકતી હોય અને પડે કે જે જે કંઇ જીંદગીમાં મેં આરાઘ્યું હતું, તે માત્ર સંપ્રદાય બનીને જ રહ્યું છે, તો મને અતિ વેદના થાય..

કોઇ એમ ન કહે કે હું ગાંધીનો અનુયાયી છું. હું એકલો જ મારો અનુયાયી બનું, એટલું બસ છે. મારો પોતાનો પણ હું કેટલો નબળો અનુયાયી છું, એ હું જ જાણું છું. તમે બધા મારા અનુયાયી નહિ, પણ સહાઘ્યાયી, સહયાત્રી, સંશોધક અને સાથી છો.

ગાંધીભક્ત કોઈ હોય તો હું જ હોઈશ. પણ મારી ઉમેદ છે કે એવો અહંકાર મારામાં નથી. ભકત તો ભગવાનને હોય. હું મને ભગવાન માનતો જ નથી. પછી ભકત શાના ?

મને સર્વકાળે એકરૂપ દેખાવાની કશી પરવા નથી. સત્યની શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં ભલે હું વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટકયો છે અથવા દેહ પડયા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરતા છે.

હું કંઈ સર્વસત્તાનો દાવો નથી કરતો. મારો દાવો સત્યનો આગ્રહી હોવાને લીધે જે વખતે જે સત્ય ભાસે, તે પ્રમાણે યથાશક્તિ આચરણ કરવાનો છે. તેથી જાણ્યે અજાણ્યે મારામાં ઉત્તરોત્તર ફેરફાર અથવા વૃદ્ધિ જે કહો તે થવા સંભવ છે.”


અહીં રજૂ થયેલા શબ્દો બેશક ગાંધીજીના (હુ ઍલ્સ ?) જ છે. શક્ય હોય તો ત્રણેક વખત ફરી ફરીને વાંચો રીડરબિરાદર ! આ એવી સોટચના સોના જેવી વાતો છે, જે મોટે ભાગે ગાંધીજીની ડાહી ડાહી પ્રશસ્તિ કરીને કેવળ ગુણગાન ગાનારાઓ આપણને કદી કહેતા નથી !

જનતાજર્નાદનને દરેક વસ્તુને ચોકઠામાં બેસાડીને જોવી ગમે છે. કારણ કે એમાં દિમાગથી ઝાઝું કષ્ટ આપવું પડતું નથી.

જી ફોર ગાંધી, જી ફોર ગ્રોથ. ગાંધીએ કશીક થિયરી શોધીને જાહેરજીવનમાં ઠેકડો લગાવી એનો પ્રચાર કર્યો નથી. સેવા કે સત્તા બેમાંથી કોઇને લક્ષ્ય બનાવીને દોટ મૂકી નથી. એકચ્યુલી, પબ્લિક લાઇફ, પબ્લિક સર્વિસ કે પોલિટિકસને ગાંધીએ પોતાની સત્યશોધ માટેના ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપ ગણ્યા છે. આદર્શવાદી જીદ્દી મિજાજ છતાં વિચારો થોપવાને બદલે શોધવા માટે એમણે પ્રવૃત્તિઓમાં ઝૂકાવ્યું છે.

પણ આ સમયાંતરે બદલાતા-ઉઘડતા સત્યના સ્વરૂપને ઝીલવાની મથામણને લીધે ગાંધીનો વિકાસ અન્ય ધાર્મિક – રાજકીય ફિલસૂફીઓની જેમ ફકત ‘હોરિઝોન્ટલ’ (પહોળો) નહિ પણ ‘વર્ટિકલ’ (ઉંચો) ય થતો ગયો છે. સમય બદલાયો, એમ એમણે એમના સત્યો અને મૂલ્યોને દર્શાવવાના સાધનો- પ્રક્રિયાઓ પણ બદલાવી. ગાંધીજી વિરોધાભાસોનું પોટલું રહ્યા છે, કારણ કે ગાંધીવાદીઓની જેમ એ કોઇ ઇમેજને વળગી નથી રહ્યા.

૧૯૨૦ના દાયકામાં ગાંધીજી જ્ઞાતિપ્રથાના ટેકેદાર હતા. ચોટલી રાખી જનોઇ પહેરતા. પણ ૧૯૪૫ના ‘હરિજનબંઘુ’માં એમણે સ્પષ્ટ લખ્યું કે ‘જન્મથી જ્ઞાતિવ્યવસ્થા અગેના મારા વિચાર ફર્યા છે, અને આ વ્યવસ્થા મને સ્વીકાર્ય લાગતી નથી’. બીજા વિશ્વયુદ્ધ સમયે લશ્કરનો વિરોધ કરનારા ગાંધીજીએ ૧૯૪૭માં કાશ્મીરમાં લશ્કર મોકલવા માટે સંમતિ આપી હતી ! (એક રિપોર્ટ મુજબ લશ્કરના ઉડતા વિમાનોને આશીર્વાદ આપ્યા હતા નીચેથી હાથ હલાવીને ! રિપોર્ટરનું નામ : રજનીશ ચંદ્રમોહન ઉર્ફે ઓશો ! ) બહુ ઓછા લોકો એ વાત પચાવી શકશે કે સ્ત્રી-પુરુષ મર્યાદાની બાબતમાં તદ્‌ન અવૈજ્ઞાનિક અને વાહિયાત વિચારો ધરાવનાર બાપુ ભારતમાં કો-એજયુકેશન સીસ્ટમના ચુસ્ત સમર્થક અને આગ્રહી રહ્યા હતા ! એ રૂઢિચુસ્ત કહી શકાય એવા શ્રદ્ધાળુ હતા, અને રેશનાલિસ્ટ કહી શકાય એવા ક્રાંતિકારી પણ હતા ! લોકશાહીના બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં અમલીકરણમાં સરમુખત્યાર હતા !

એની વે, સતત બદલાતા બાપુ જડ ગાંધીવાદીઓની તબિયતને માફક આવતા નથી.

જગતના સૌથી મોટા સત્ય એવા કાળ (ટાઇમ) દ્વારા ગાંધીજીનું નિર્વાણ થયું, એમ ઓલરેડી આઉટડેટેડ ગાંધીવાદ અને ગાંધીવિચારોનું પણ નિર્વાણ થઈ ચૂકયું છે. આ ગાંધીનિર્વાણના ૬-૬ દાયકા પછીનું બીજું વિસર્જન છે. મહાત્માના નશ્વર દેહને જે રીતે અગ્નિને સોંપી દેવાયો હતો, એમ ટિપિકલ જૂનવાણી ગાંધીવાદના મૃતદેહને પણ હવે ખાખ કરી નાખવાની આ ઘડી છે.

નો મિસ અન્ડરસ્ટેન્ડિંગ પ્લીઝ. ગાંધી કોમનમેન કઇ રીતે માત્ર કન્વિકશન એન્ડ કમિટમેન્ટથી – સુપર હીરો બની શકે એની વિશ્વઇતિહાસમાં અણમોલ મિસાલ છે. માત્ર એમના સંપર્કથી કેટલાય બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પ્લાઝમા બની ગયા હતા. એટલે જ જે સત્યો પરિવર્તનના મોજાંઓમાં રિફાઇન્ડ થઇ ગયા, એને સાચવીને ઉજાળવાના છે. ચરખા- બ્રહ્મચર્ય- ગ્રામોદ્યોગ- બિનસાંપ્રદાયિકતાના વસૂકી ગયેલા વિચારો ઉપર ઉત્ક્રાંતિનું ઇરેઝર આમ પણ ફરી ગયું છે. ગાંધીજી જીવતા હોત તો સ્વાભાવિકપણે આ સત્યનું દર્શન કરી ચૂકયા હોત. ન્યુ મિલેનિયમની ‘જનરેશન નેકસ્ટ’ (લાડમાં કહીએ તો geNext) ની નવી પેઢીની દંભમુકત પારદર્શકતાના એ દીવાના બની ગયા હોત ! (આવા ટ્રાન્સપેરન્ટ અંતેવાસીઓ એમને ન મળ્યા, એમાં તો દેશનો દાટ વળી ગયો !) પેકેજીંગ- એડવર્ટાઇઝિંગના આ ગુરૂ ગાંધી એમના સનાતન સાત્વિકતાના સંદેશનું મોડર્ન માર્કેટિંગ કેવી રીતે કરત ?

દરેક મહાન બ્રાન્ડની જેમ ગાંધીબ્રાન્ડનું પણ સેચ્યુરેશન પોઇન્ટ આવી ગયું છે. હવે એના ‘ફ્રેશ’, ‘અલ્ટ્રા’ ‘પ્રિમિયમ’ વર્ઝન્સ મૂકવાનો સમય પાકી ગયો છે. ‘લગે રહો મુન્નાભાઈ’ની ગાંધીગીરીએ આ ઢાળ ઉતરતી બ્રાન્ડ લાઇફસાઇકલને નવું એકસટેન્શન આપ્યુ ન હોત, તો ગાંધીબાપુ હજુ ટૂચકા અને ઠપકા માટેનો જ મસાલો પૂરો પાડતા હોત !

હાર્ડ રિયાલિટી એ છે કે ગાંધીજીનું નામ અને કામ આજે એવા લોકોને જ અપીલ કરે છે, જે ઓલરેડી વૈચારિક રીતે ગાંધીજીથી આકર્ષાયેલા હોય. આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓ રાજઘાટ પરની સમાધિ કે પોરબંદરના કીર્તિમંદિરમાં પ્રશંસાના પુષ્પો લખી જાય, એ નરી ફોર્માલિટી છે. ટ્રેડિશન છે, ફેશન છે ! બેંગકોકના મસાજ પાર્લર જેટલા વિદેશી પ્રવાસીઓને ખેંચે છે, એટલાને ગુજરાતમાં ગાંધીનો ચાર્મ ખેંચી શકતો નથી. જેન્નેક્સટના ‘પોટરમૅનિયાક’ (હેરી પોટરના ફેન) કિડસ જેટલા ગિઝમોફ્રીક છે, એટલા ગાંધીક્રેઝી નથી. જો ગુજરાતી ભાષાની જેમ ગાંધીજીને લુપ્ત થતા બચાવવા હોય તો કશુંક ટનાટન, કશુંક ધનાધન એકદમ હટ કે થવું જોઈએ. નહિ તો, અમદાવાદમાં ઇન્કમટેકસ પરનું ગાંધીજીનું પૂતળું માત્ર રસ્તો બતાવવાના લેન્ડમાર્કમાં જ લોકોને યાદ રહે છે. બાકી આશ્રમ રોડ પરના રિક્ષાવાળાઓ એની સામે આવેલ ગુજરાત વિદ્યાપીઠ કે નવજીવન પ્રકાશનનું નામ સુદ્ધાં જાણતા નથી !

ના જી, આશ્રમોમાં કીર્તનો કર્યે ને પરાણે ભેગા થયેલા પંચાવન જણ સામે ફોટો ફંકશન જેવા ઘસાયેલા ભાષણો કર્યે કશો શક્કરવાર વળવાનો નથી. ડીવીડીના યુગમાં તાવડીવાજાંની રેકર્ડ ન ચાલે.

પ્રસ્તુત હૈ મહાત્મા બ્રાન્ડ કા નવનિર્માણ, એક નયે આકર્ષક ઔર અલગ અંદાજ મેં !

* * *

લેટસ સ્ટાર્ટ ફ્રોમ એ ફોર અમદાવાદ. કદાચ પૃથ્વીલોક પર ગાંધીજી સાથે ‘ડાયરેકટ ડાયલિંગ’ ધરાવતા સૌથી વઘુ સ્મારકો આ શહેરમાં આવેલા છે. ભૂતકાળમાં ખુદ બાપુએ જ એમના અઢળક નવતર આઇડિયાઝને અહીં ઘાટ આપ્યો હતો. હવે સમય આવી ગયો છે કે આજે જર્જરિત બની ગયેલા એ કોન્સેપ્ટસને બદલે ફરી એક વાર કંઇક નવું, કંઇક નાંખું કરી બતાવીએ !

જેમ પૂનાના ઓશો કોમ્યુનને સમયની સંગાથે ઇન્ટરનેશનલ વિઝિટર્સને ઘ્યાનમાં લઈ રિસોર્ટમાં ફેરવી નખાયું, એમ ઔપચારિકતાનો અખાડો બનતા જતા ગાંધી આશ્રમને ડિઝનીલેન્ડ જેવા થીમ પાર્કમાં ફેરવી નાંખીએ તો કેવું ! (બજેટની ચિંતા ન કરશો, ગુજરાતના દરેક શહેરમાં જૂની પેઢીના ‘સાદા’ ગાંધીવાદીઓ પોશ એરિયાના પ્રાઇમ લોકેશનમાં જમ્બો પ્રોપર્ટીઝ ધરાવે છે !) જેમાં ફન રાઇડસ હોય, આદિત્ય બિરલા ગ્રુપે ૨૦૦૭માં  સાયન્સ સિટીમાં કરેલું એવું (આજે “શાશ્વત ગાંધી” નામે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન સામે એક સ્ટોર પણ છે ) ડિજીટલ યુગને છાજે તેવું ઇન્ટરએકિટવ એકિઝબિશન હોય. ટચ મેનુવાળા સ્ક્રીન પર ગાંધીજી ને લગતી ટ્રિવિયલ ઇન્ફોર્મેશન (ખાટીમીઠી), ફિલ્મ કિલપ્સ, ફોટો ગેલેરી પાસ થતી રહે. ગાંધીજીના જીવનના મહત્વના બનાવોની મલ્ટીમિડિયા ‘બોટ રાઈડ’ કરાવી શકાય. આઇમેકસ મૂવી બનાવાય, ને ઉપરાંત ગાંધીયુગના સાહિત્ય, સંગીત, રહેણીકહેણી, ખોરાકપોશાક, વગેરેનું મ્યુઝિયમ પ્લસ સ્ક્રીનિંગ થઇ શકે !

અને ત્યાં એક આગવું ‘ગાંધી-ગ્રામ’ બને, જયાં ગાંધીયન લાઈફસ્ટાઇલ સાથે રહેવાનો યંગસ્ટર્સને નોવેલ એકસપિરિયન્સ મળે ! કોટેજમાં રહેવાનું.. નેચરોપથી- પ્રાર્થના- સ્વાવલંબન – વાંચન મનન – બાગાયત – હસ્તકલા- ઘ્યાન વગેરેના પ્રયોગો સાથેની પ્રવૃત્તિ કરીને ગાંધીના આત્માને પોતાના દેહમાં ઢંઢોળવાનો !

અને અમદાવાદ / પોરબંદરમાં એક સુપરસ્ટાઇલિશ ‘સેલિબ્રિટી હોલ ઓફ ફેમ’ બને તો ? સલમાન કે ઐશ્વર્યાના ‘મેડમ તુસાદ’ના લંડનના મ્યુઝિયમમાં મીણના પૂતળાં મૂકાય તો કેવું ગામ ગાંડુ થાય છે ! અને જે તે સ્થળ / શહેરને મફતમાં વિશ્વસ્તરીય પબ્લિસિટી મળતાં પ્રવાસનની આવક વધે છે ! તો આ ‘ગાંધીમૂલ્યોને શોભે એવું કશુંક કરી બતાવ્યું હોય. જીવનની કોઈ ઘટનામાં એવો નિર્ણય લીધો હોય કે એવી કૃતિ સર્જી હોય એમને એ વર્ષ પૂરતું કે કાયમી એમાં સ્થાન મળે. મીણના પૂતળા ન બનાવવા હોય તો ઉત્તમોત્તમ ચિત્રો બનાવવાના, જાયન્ટ કટઆઉટસ રાખવાના, શિલ્પ બનાવવાના વોટએવર ! પણ મેડમ તુસાદ વેકસ મ્યુઝિયમ સ્ટાઇલમાં એ જ સેલિબ્રિટીને બોલાવી, તેના હાથે પોતાની પ્રતિકૃતિનું ઉદ્ધાટન કરાવવાનું ! પર્યાવરણના નોબલ પ્રાઇઝ માટે રાજેન્દ્ર પચૌરી પણ તેમાં હોય, અને ‘માઇટી હાર્ટ’ જેવી ગાંધીમય ફિલ્મ કરવા માટે હોલીવૂડ હાર્ટથ્રોબ એન્જેલીના જોલી પણ હોય ! એ બધા જ ગ્લોબલ ટુરિઝમ માટે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર ઓટોમેટિકલી બની ગયા ! ગાંધી જેવી મેગા બ્રાન્ડ સાથે જોડાવાનું સન્માન હજુ ય વિશ્વમાં મૂઠ્ઠી ઉંચેરું મહાત્મ્ય ધરાવે છે !

ગોંડલના ‘ઉદ્યોગ ભારતી’ એ જેની શરૂઆત કરી એવા ઇકો ફ્રેન્ડલી કોસ્ચ્યુમ ખાદી ના ફેશન શો ફરતા ફરતા ગુજરાતના વિવિધ શહેરો (રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, એટ સેટરા) પણ કરી શકાય ને ! ‘લેકમે ઇન્ડિયા ફેશન વીક’ની માફક દર વર્ષે ગુજરાતમાં ખાદી ફેશન વીક થાય ! ગાંધીજી પહેરતા એવા ઓછા અને આછાં વસ્ત્રો જ એફટીવી પર આમે ય ઘૂમ મચાવે છે. આ વાર્ષિક ફેશનોત્સવ શુષ્ક નહિ, ગ્લેમરસ હોય, (ખાદીની બિકીની કેમ ના હોય? ખાદીના અંત:વસ્ત્રો તો ઉલટા વધુ હેલ્થ ફ્રેન્ડલી છે !) ભારત અને વિશ્વના ટોચના ડિઝાઇનર્સ અને રેમ્પ મોડલને એમાં આમંત્રણ આપવાનું રેમ્પ મોડલ્સ ગર્લ્સના લચકતા કેટવોક, સાથે શાકાહાર અને ‘ગ્રીન લાઇફ હર્બલ લાઇફ’ ના ફૂડ ઝોન / ફેસ્ટિવલ સ્ટોલ્સ ! નવી નવી થીમ, ભરપુર મિડિયા કવરેજ એન્ડ ઇન્કમ ફ્રોમ ટુરિઝમ !

અને દર વર્ષે દાંડીકૂચના દિવસે ગુજરાતના નગરોમાં ‘માર્ચ ફોર મહાત્મા’ ગોઠવાય. અનિલ અંબાણી કે બિપાશા બાસુ મુંબઇ મેરેથોનમાં દોડે, એમ એ દિવસે નાગરિકો – આમંત્રિત સેલિબ્રિટીઓ ગાંધીના પોસ્ટર્સ લઇ સાથે મળીને દોડે, જલસા કરે. ગામના ગાંધીયન મોન્યુમેન્ટસને કવર કરે.. અને હા, એન.આઇ.ડી. જેવી ગુજરાત બેઝડ સંસ્થાની મદદથી એકની એક બેઠેલી / ઉભેલી પોઝિશનમાં મૂકાતા ‘રૂટિન’ પૂતળાઓને બદલે જુદી જ ડિઝાઇનના સ્ટેચ્યૂ પણ ગાંધી રોડસ પર મૂકાવા જોઈએ ! એમ તો આઇઆઇએમ, ઇરમા કે નિરમા જેવી ગુજરાતમાં જ આવેલી સંસ્થાઓ ‘લીડરશિપ એન્ડ ગાંધીયન ટ્રિકસ’ કે ‘મેનેજમેન્ટ એન્ડ ગાંધીયન ઇથોસ’ ના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરીને ગાંધીના નવા એકેડેમિક અર્થઘટનો ફેલાવી શકે !

અને ગાંધીજીનું ફેવરિટ ‘રધુપતિ રાઘવ રાજા રામ’ કરણ જોહરની ફિલ્મમાં રિમિકસ થઇને આજે ય મોબાઇલ રિંગટોન્સમાં હોટ ફેવરિટ હોય, તો પછી ‘વૈષ્ણવજન’ કે ‘શૂરા જાગજો રે’નું ધમ્માલ રિમિકસ કેમ નહિ ? ગાંધીજી સાથે સંકળાયેલ ગુજરાતના લોકેશન્સને સાંકળી લેતી ‘લારા ક્રોફટ’ની ટ્રેન્ઝર હન્ટ જેવી ભૂલભૂલૈયા વિડિયો ગેઇમ તો કોઇક બનાવો યારો ! જગતભરમાં જમાનો એનિમેશન, ગ્રાફિક નોવેલ અને કોમિકસનો છે. કદી મુન્નાભાઈ સ્ટાઇલમાં આજના સોશ્યલ પ્રોબ્લેમ્સ સોલ્વ કરતાં ‘જી-મેન’ ના ફયુચરાસ્ટિક કોમિકસનો વિચાર ‘સત્યના પ્રયોગો’ રિપ્રિન્ટ કરતાં કરતાં કોઇને આવ્યો છે ? એફએમ રેડિયો પર ગાંધી માટેની ઊંછા ઇનામોવાળી એસએમએસ સ્લોગન કોન્ટેસ્ટ પણ થાય ને!

ઓવર લાગે છે આવું બઘું ? મજાકની વાત નથી. માસ અપીલ ઉભી કરવા અને ઝાઝા લોકો સુધી પહોંચવા ગાંધીજી પણ ‘આઉટ ઓફ ધ બોકસ’ વિચારતા, અને જાતભાતના કેમ્પેઇન – સ્લોગન- નુસખાઓ વિચારતા ! ઓડિયન્સ કાળક્રમે ફરી ગયું છે. માહોલ અને ટેસ્ટ બદલાયા છે. ‘ગાંધી એટલે કંટાળો’નું સમીકરણ આજે નહિ ઉલટાવો, તો એક શાશ્વત પ્રતિભા પ્રતિમા બનીને મૂરઝાઇ જશે ! ઇટસ ટાઇમ ટુ રિ-ઇનવેન્ટ બિગેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ ફ્રોમ ગુજરાત- ગાંધી !

આ વર્તમાનનું સત્ય છે, જેને મોકળા મને સ્વીકારવાનું સાહસ અમને ગાંધીજીએ જ શીખવ્યું છે !

(૨૦૦૮માં લખેલો લેખ, જરા-તરા અપડેટ સાથે)

ઝિંગ થિંગ

ગત ૨ ઓક્ટોબરે અહીં મુકેલા લેખની લિંક નીચે છે એમાં ક્લિક કરી, ખાસ તો આજે ફરીથી છેડે મુકાયેલા વિડિયોઝ માણો !

ગાંધીવિચારને ગોડસેએ નહીં, ગાંધીવાદીઓએ ખતમ કર્યો છે!

 
38 Comments

Posted by on October 2, 2012 in education, gujarat, heritage, india, youth

 

38 responses to “geNext અને ગાંધીબાપુ : ‘મહાત્મા’ બ્રાન્ડનું નવનિર્માણ !

  1. Dharmesh Vyas

    October 2, 2012 at 12:09 PM

    જોરદાર

    Like

     
  2. Gaurang Bhatt

    October 2, 2012 at 12:11 PM

    નવી પેઢીની દંભયુકત પારદર્શકતાનાના એ દીવાના બની ગયા હોત ! ( I missed the point. is it a mistake or sarcasm?)

    Like

     
  3. Siddharth Chhaya

    October 2, 2012 at 12:18 PM

    બસ આ જ છે ગાંધીજી….:)

    Like

     
  4. bhavikmahida

    October 2, 2012 at 12:19 PM

    Jay bhai…Superb article and very deep observation…સાચે જ આજ ના લોકો ખાલી ખાલી ગાંધી ટોપી પહેરીને અને ખાદી ના કપડા પહેરીને પોતાને ગાંધી વાદી કહેવડાવે છે એ લોકો ને ખબર જ નથી ક સાચા ગાંધી વિચારો કોને કેહવાય..આજ ના મોર્ડનાઈઝેશન ના જમાના માં ગાંધીજી ના સ્મારક ને બેસણા ની બેઠક જેવું બોરિંગ બનવા કરતા કૈક ઇનોવેટિવ કરવાની જરૂર છે. બાકી “હઝારો” વિચારો થી ગાંધીજી ને કોઈ અંજલી મળે એવો નથી..લગે રહો મુન્ના ભાઈ..સોરી ..જય ભાઈ…..

    Like

     
  5. piyush

    October 2, 2012 at 12:28 PM

    fabulous !!!

    Like

     
  6. jigarbhaliya

    October 2, 2012 at 12:50 PM

    SUPERLIKE….!! Gandhi brand ne repersent karvana ideas ghana sara 6e.. pan aevu thay aeva koi ansaar dekhata nathi.. Gandhi su 6e ae janvu hoy tena mate vanchva jevo lekh 6e.. kas potane gandhivadi kehvdavta khadi-dhariyo aa vanche to khabar pade ke SATYA su 6e…aakhre aa badha na mud ma SATYA j to rahelu 6e…..

    Like

     
  7. sonalpancholilahoti

    October 2, 2012 at 12:51 PM

    true evaluation Jay Sir….

    Like

     
  8. Balendu Vaidya

    October 2, 2012 at 1:45 PM

    ૧૯૬૫ માં જ્ઞાતિ ના મેળાવડા માં એક ‘ગાંધીવાદી’ મુખ્ય અતિથી એ મને ગાંધી સાહિત્ય નો મોટો સેટ ભેટ આપેલ..વિજયરાજજી અને જીલ્લા પુસ્તકાલય ના કબાટો ફેદાઈ ગયાં હતા એટલે ચોપડી ખાઉં માનસ ને શિકાર મળ્યો…ખાદી નું અર્થ શાસ્ત્ર, સમાજ સેવક/સેવિકા, ગ્રામ્ય જીવન, વગેરે વિષે વાંચ્યું….કચ્છ ના તાલુકા મથકો એટલે ગામડા જ….એટલે જાત અનુભવ…પણ શાળા ની ચર્ચા સભા ઓ માં ઘડાયેલ બુદ્ધિ ને તે વખતે પણ ગણું અપ્રસ્તુત લાગેલ….રેટિયો કાંતેલ અને હજી હમણાં લગી હતો પણ ખરો…પણ તેના પર એટલું સુતર કાંતવું કે મારા કપડા નીકળે તે પ્રેક્ટીકલ ન લાગ્યું….કોલેજ ના એક નાગર પ્રોફેસર ખાદી ના જ કપડા પહેરે તેમણે અંબર ચરખો લાવી જાતે સૂત્ર કાંતવું શરુ કરેલ પછી પીઠ ના દુખવા ને કારણે છોડવું પડેલ તેમ સાંભળેલ….આદર્શવાદ કેટલો ટકે? ‘તેરે મેરે સપને’ જેટલો?

    પણ બેક ગ્રાઉન્ડ સુર હતો તે ગમ્યો….સફાઈ, ગામડા માં જાજરૂ ના સવાલો, ઉકરડો, આરોગ્ય, શિક્ષણ, સ્ત્રી જાગૃતિ, આ બધા ગાંધીજી માટે સ્વરાજ જેટલાજ કે વધુ મહત્વ ના હતા. સત્ય જેટલીજ અગત્ય ની છે સફાઈ તેવું તેમનું માનવું ગમેલું. માઈક્રો ઇકોનોમિક વ્યવહારુ ત્યારે પણ ન લાગ્યું….જયારે દેશ આર્થિક રીતે આઝાદ નથી તો ગામડું તો કેમ થાય?

    પણ….મુન્નાભાઈ ની ગાંધીગીરી કમનસીબે ગુલાબ આપી કામ કઢાવી લેવા લગી જ गई….આગળ નું શું? ગામડા તો છોડો શહેર માં પણ ગંદકી નું સામ્રાજ્ય જોવા મળે છે….અહિંસા નો સિધાંત પોથી માંજ રહી ગયો….તમારો અનુભવ નવો નથી….સુક્ષ્મ અહિંસા ભુલાઈ…અભિમાન, તોછડાઈ, અકડતા ગાંધીવાદીઓ ની ઓળખાણ થઇ गई….

    Like

     
  9. lakhan

    October 2, 2012 at 2:25 PM

    lajavab vichar che jaybhai……”lage raho jaybhai”….avu picture b aavu joiye.

    Like

     
  10. GPJ

    October 2, 2012 at 3:45 PM

    એકદમ રિફ્રેશિંગ થોટસ !!!
    – આજ કાલ GeNext ના સેલફોન માં હનુમાન ચાલીસા વી. ની મ્યુઝીક ક્લીપ મળે છે અને અમુક મોડર્ન માવડી ઓ સેલફોન ની આ ક્લીપ નો હાલરડા તરીકે પણ ઉપયોગ કરે છે. તો એમાં , સ્તોત્ર જો મંદિર માં સાંભળીયે તોજ સંભળાય એવું વલણ લેવા ની જરૂર નહી !! મતલબ કે જૂની રૂઢી પ્રમાણે જ ગાંધી પ્રસ્તુત થાય “યે જરૂરી તો નહી”” – બાપુ નો સહુથી “રૂપાળો” ચહેરો એ તેમનો એક આશ્રમવાસી ના છોકરા ની પાછળ લાકડી એ દોરાતા – દોડતા ફોટા વાળો કહી શકાય. તો એમની પ્રસ્તુતિ સદા-ગંભીર શા માટે? ગાંધી-વિચાર એટલે ગંભીર વિચાર એવી છાપ પડી ગઈ છે કદાચ. ગાંધીજી એ કોટ ઉતારી ‘કામળી’ પહેરી તો એમાં રંગ જરૂર ઉમેરી શકાય.
    અને શરૂઆત કદાચ સાયબર ફલક પર થી કરી શકાય – Informative, interesting, short and sharp video clips on You Tube?

    Like

     
    • Maulik Joshi

      October 2, 2012 at 5:15 PM

      એકદમ સાચી વાત…………………

      Like

       
  11. Tarang Ravalia

    October 2, 2012 at 4:28 PM

    Reblogged this on tarangravalia and commented:
    Great work …By Bapu
    (And JV too..;))

    Like

     
  12. jiten

    October 2, 2012 at 4:37 PM

    ‘ગાંધી એટલે કંટાળો’નું સમીકરણ આજે નહિ ઉલટાવો, તો એક શાશ્વત પ્રતિભા પ્રતિમા બનીને મૂરઝાઇ જશે ! its……Right.

    Like

     
  13. saradvanirav

    October 2, 2012 at 4:40 PM

    Really good one….

    Like

     
  14. nitesh

    October 2, 2012 at 4:47 PM

    આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
    ગાંધી કદી સૂતા નથી
    “આ મુક્તક તમામ ભાષાઓમાં કોતરાવીએ તો આપણા રાજકારણીઓ ત્યાં (રાજઘાટ પર) ફૂલો ચડાવવાની અને ફોટા પડાવવાની હિંમત નહીં કરે.]

    Like

     
  15. Maulik Joshi

    October 2, 2012 at 4:56 PM

    ખુબ સરસ જયભાઈ………..વૈચારિક ક્રાંતિ ના હિમાયતી હતા ગાંધી જી………………પરંતુ આપના સમાજ ને સમજાવવું બહુ કઠીન છે…………….કાલે સવારે જો આપણ ને ગાંધી જી વિષે કૈંક વિશિષ્ઠ સાંભળવા મળે તો અમલવારી ચાલુ…………….મગજ દોડવાની વાત ના આવે……..પરંતુ તમારા માટે હમેશ માટે એકજ સેન્ટેન્સ……લગે રહો જયભાઈ…………….

    Like

     
  16. Maulik Joshi

    October 2, 2012 at 5:11 PM

    કેટલો મોંઘો હતો સસ્તો બની ગયો……………બનવું નોહ્તું તોય ફિરસ્તો બની ગયો, તારા ગયા પછી આ કમાલ તો જો, તું ખુરસી સુધી પહોચ વાનો રસ્તો બની ગયો……………….

    Like

     
  17. Tapan Shah

    October 2, 2012 at 6:30 PM

    road movie ma vaishnav jan nu ek remix chhe…raghu pati rahgav raja raam nu remix jetlu game e hade saru nahi……….

    Like

     
  18. Shah Deepali

    October 2, 2012 at 7:04 PM

    v. nice artical gandhi bhagt.

    Like

     
  19. Minal

    October 2, 2012 at 7:31 PM

    Super like! Introducing Gandhiji in new and refreshed way. Hope it happens. One of the best article from many to rejunivate Gandhi brand not even on national level but globally!

    Like

     
  20. Maharshi Shukla

    October 2, 2012 at 7:46 PM

    “એ રૂઢિચુસ્ત કહી શકાય એવા શ્રદ્ધાળુ હતા, અને રેશનાલિસ્ટ કહી શકાય એવા ક્રાંતિકારી પણ હતા ! લોકશાહીના બ્રાન્ડ એમ્બેસેડર હોવા છતાં અમલીકરણમાં સરમુખત્યાર હતા !” well said jaybhai………….

    Like

     
  21. varun pandya

    October 2, 2012 at 9:13 PM

    Article vaanchvaani mazaa aavi,saathhe saathhe bahaar thhi j “Chhab-chhabiya” karvaani pann bahu mazaa aavi…….

    Like

     
  22. Nizil

    October 2, 2012 at 11:25 PM

    emna par Comics available chhe pan e Japanese artist Kazuki Ebine banavi chhe.. hamna thoda divas pahela en apar navi Comics ni jaherat thai chhe.. NID na be student e banavi didhi chhe pan haju review ma chhe..
    http://articles.timesofindia.indiatimes.com/2012-09-13/ahmedabad/33815334_1_graphic-novel-bapu-graphic-message

    Like

     
  23. maan

    October 3, 2012 at 12:20 AM

    superb jv jalaram bapa veerpur ni jem kal krme aa ghanchakkar bharat vasiyo ma gandhiji pn bhagvan thai jshe ane pchhi tena name dlalo na dhong dhating pn chalu thshe; mera bharat mhan

    Like

     
  24. darshnasuraj

    October 3, 2012 at 9:13 AM

    Remixes and Modern Approach to spread the thoughts of a Man who taught Simplicity !! Hope ke Rasto manzil na bani jaaye !!

    Like

     
  25. jaydev trivedi

    October 3, 2012 at 10:54 AM

    JV Congrates for your innovative & creative ideas to make Gandhiji live in the age genext!

    Like

     
  26. pradip mankad

    October 3, 2012 at 12:34 PM

    Gandhiji Relevancy to current time was emphasis by Alwyn Tofffler in 1980 in the Third Wave with title Gandi with Satelite .The link http://images.universitypix.multiply.multiplycontent.com/attachment/0/SATTSgoKClAAAFrjK801/4.3.d-GANDHI%20WITH%20SATELLITES.htm?key=universitypix:journal:24&nmid=91341377

    Like

     
  27. Chintan Oza

    October 3, 2012 at 12:40 PM

    Excellent points JV..!!

    Like

     
  28. hemant joshi

    October 3, 2012 at 10:11 PM

    JAYBHAI MAJA MA J HOY LEKH KHUB J MAST MAST

    Like

     
  29. dipikaaqua

    October 4, 2012 at 11:25 AM

    EXCELLENT QUOTES JV!!

    Like

     
  30. Parth Veerendra

    October 4, 2012 at 8:29 PM

    જગતના સૌથી મોટા સત્ય એવા કાળ (ટાઇમ) દ્વારા ગાંધીજીનું નિર્વાણ થયું…..hmmmmmmm..

    Like

     
  31. swati paun

    October 4, 2012 at 10:28 PM

    very nice……………..n true…

    Like

     
  32. prashant patel[antani]

    October 8, 2012 at 10:23 AM

    This has touched few issue that comes to mind about non violence in present world scenario , would like to share that may be interesting to read hope you would like it.

    Do we want a peace born out of tolerance? Or do we want a peace that is the means for a much greater purpose in the onward journey of civilisation? as asked by writer

    Gandhi and the clash of cultures–RAJNI BAKSHI
    Sometime in October 2001 a laminated and framed letter appeared on the gate of a small park in downtown Manhattan. The author of the letter had lost her husband in the terrorist strike on the World Trade Centre two months earlier. Please, let there be no more killing, pleaded the writer in a letter which had been published by the Chicago Tribune and posted at the park gate by an unknown person.

    That widow’s plea echoed the phrase made famous by Gandhi: ‘An eye for an eye will only make the whole world blind’.

    This conviction must have resonated strongly with others bereaved by the 9/11 attacks, for many joined a campaign to establish a Department of Peace in the US government. Many also rallied together in 2006 to celebrate a hundred years of Satyagraha – since it was on September 11, 1906, that Gandhi first made a public appeal for non-violent civil disobedience.

    Gandhi is now a natural inspiration and inevitable symbol for all humanitarian efforts in favour of peace and non-violence across the world. But there is the need to look closely at the underlying challenge that Gandhi posed. Do we want a peace born out of tolerance – perhaps even driven by exhaustion with violence? Or do we want a peace that is the means for a much greater purpose – enabling mutual creativity of diverse races, faiths and nations in the onward journey of civilisation?

    The latter is possible only if we do not equate civilisation merely with identity affiliation – that which gives us a sense of ethnic belonging. We could instead experience civilisation as a framework which enables us to define and explore ‘purpose’.

    Since the mid-1990s there has been a buzz around the phrase “Clash of Civilisations”. Its proponent, the American academic Samuel P. Huntington, argued that the fundamental source of conflict in the 21st century will not be ideological or economic but cultural. According to Huntington “the fault lines between civilisations will be the battle lines of the future.”

    When the World Trade Centre was attacked on September 11, 2001, many people in the media and in corridors of power saw it as a validation of Huntington’s predictions.

    It is deeply significant that the practice of ‘non-violence’ has acquired global resonance in our times. From the streets of North Africa to Wall Street, the efficacy of non-violence as a mode of dissent and protest is powerfully established – even if many of those engaged in these activities do so more out of pragmatism than moral conviction.

    But what is the relevance of Gandhi’s vision in the face of intractable conflicts within a society and between nations – be it Hindu-Muslim, Christian-Muslim, Shia-Sunni, Iran-US, India-Pakistan. Invoking Gandhi in such situations seems unrealistically idealistic, not merely to those in corridors of power but to many ‘ordinary’ people. Gandhi’s prescriptions are dismissed for being morally and psychologically over-demanding.

    And yet, if we view these realities through the lens of the civilisational Gandhi we might find that speculations about a clash of civilisations as cultures are minor disturbances on the surface of global relations.

    The dominant discourse defines civilisation as that which defines ‘who you are’ as in where you belong – which tends to seed conflict. But in the framework offered by Gandhi, civilisation is not about tribal or cultural identity – it is that which enables us to process foundational questions: ‘Why am I here?’ ‘What is the purpose of life?’

    Amartya Sen, too, has cautioned about the danger of seeing people as belonging to one civilisation or another: “Civilisational partitioning is a pervasively intrusive phenomenon in social analysis, stifling other – richer – ways of seeing people. It lays the foundations for misunderstanding nearly everyone in the world, even before going on to the drumbeats of civilisational clash.”

    Ethnic diversity

    Similarly, Gandhi was convinced that contact between different cultures can be healthy and mutually beneficial. In essence, this is what got Gandhi killed. Nathuram Godse, Gandhi’s assassin, wanted free India to be a modern European style nation state based on a singular categorisation of the entire subcontinent as a Hindu nation. Gandhi’s insistence on honouring, even celebrating the spiritual and ethnic diversity, as well as intensive interrelations, was anathema.

    It is true that since the late 1980s, polarisation between Hindus and Muslims has increased. But attempts to strengthen our shared co-shared heritage have also continued.

    All this is well and good but how does it help us to grapple with the harsh realities of the world we live in?

    One, such endeavours necessarily view peace not as the absence of violence but as universal well-being and mutual creativity. The latter might be severely undermined even in situations where there is no visible violence. Two, when you expand space for recognising and appreciating overlapping identities and affiliations there is greater chance of finding some common ground. This can then, potentially, become the basis for addressing points of conflict and disagreement. Three, it is important to creatively oppose all forms of retributive vengeance. This opens up space to examine the limitations, even dangers, of an approach to human rights which is based on a firm division between victims and perpetrators.

    Though practice on the ground might not always bear this out, societies across the world do in principle acknowledge the futility of an ‘eye for eye’ model of justice. But what about situations where one set of people have been brutally oppressed and abused by the dominant group?

    An answer to this question was offered by the post-apartheid regime in South Africa. Instead of opting for a Nuremberg-style court of justice the South African leadership instituted a Truth and Reconciliation Commission (TRC). This decision was challenged by some, for it seemed to short-circuit serious justice. But two decades later the TRC is acknowledged as one of the key steps by which post-apartheid South Africa avoided a protracted civil war. Certainly the TRC approach is complex. Both in South Africa and in Ireland, where it was also applied, it has helped to heal and not just wiped out the wounds of deep injustices. But, it did open spaces to both acknowledge wrongs and move on to a future in which the injustices can be corrected.

    This is what drew Gandhi to Christ’s call – ‘Love thy enemy’. For injustice can never be undone by fostering hatred towards the oppressor.

    Similarly, shifting the focus to the core civilisational questions of purpose and meaning and moral wholeness might seem difficult today. The assumption that a clash of civilisations and cultures is inevitable and more natural is still very much in the air. But so is the awareness that to be locked into this assumption is somehow to diminish human potential. A surrender to such real-politik is a failure of spirit that makes revolt even more powerfully inevitable.

    Like

     
  33. Nitin Bhatt

    October 8, 2012 at 3:51 PM

    જયભાઈ, સરસ લખ્યું છે. ગાંધીજીને આ વાત ગમત.. મને એક્ વાક્ય યાદ આવે છે (કદાચ ઉમાશંકર જોષીએ કહેલું) ” ભગવાનનો પાડ કે ગાંધીજી ગાંધીવાદી નહોતા !”

    Like

     
  34. dr harshad pipalia

    October 13, 2012 at 8:35 PM

    monty karry gandhi,,,

    Like

     
  35. VJ

    October 2, 2015 at 2:11 PM

    Reblogged this on SVBIT and commented:
    Less Known Thoughts of M.K.Gandhi

    Like

     
    • કિરણકમાર ઓઝા

      October 2, 2017 at 11:52 PM

      આપણા રાષ્ટ્રિય પ્રતિકો આપણુ સ્વમાન છે, સ્વાભિમાન છે. રાષ્ટ્રધ્વજને બ્લેક એન્ડ વ્હાઈટ ટી.વી.માં લહેરાતો જોવા છતા (કલરનો અનુભવ હ્રદયમાં થાય છે.)આપણી રાષ્ટ્રભક્તિમાં ઉણપ આવતી નથી. રાષ્ટ્રગાનનો અર્થ ન જાણનાર પણ એની ધૂન માત્રથી રોમાંચીત થઈ જાય છે. રાષ્ટ્રિય પક્ષી મોરને પકડવો કે શિકાર કરવો પણ અપરાધ છે. તો રાષ્ટ્રપિતા સાથે દુર્વ્યહવાર કેમ ચલાવી લેવામાં આવે છે. ગાંધીજીનું પુરુ નામ ન જાણનાર ડફોળ જ્યારે ગાંધીજી ઉપર પોતાનું બ્રહ્મજ્ઞાન રજુ કરે ત્યારે થાય કે આ રાષ્ટ્રદ્રોહ થી કમ નથી. આવો આજે સંકલ્પ કરીએ કે આ વિભૂતિને સમ્માન ન આપી શકાય તો કઈ નહીં, પણ અપમાન તો ન જ કરીએ.

      Like

       

Leave a comment