RSS

Daily Archives: October 10, 2012

દેશ કી ધડકન : અમિતાભ બચ્ચન !

૧૧ ઓક્ટોબરે બડે બચ્ચનમિયાંનો ૭૦મો જન્મદિન છે. અમિતાભ જો અભિનેતા ના હોત, તો ના હું ફિલ્મ નામની ફૂટડી ફટાકડીની મહોબ્બતમાં ગિરફ્તાર જ ના થયો હોત..

અમિતાભ પર મેં ખૂબ લખ્યું છે. ચિક્કાર. એમાંનો એક લેખ એ વચ્ચે થોડા વર્ષો પહેલા ગંભીર રીતે બીમાર પડી હોસ્પિટલમાં હતો ત્યારે એને એક ખુલ્લા પત્ર સ્વરૂપે લખ્યો છે. ઓફ ધ રેકોર્ડ એની સારવાર કરનાર ડોક્ટર્સનું કહેવું છે કે આ માણસનું શરીર તો અકસ્માત, ઓપરેશનો અને અઢળક બીમારીઓને લીધે ક્યારનું ય જવાબ દઈ ગયું છે, પણ એ મનની મજબૂતાઈ પર જીવે છે.

કુટુંબના માનવંતા મોભીની માફક બચ્ચનનું ૭૦ નહિ ૧૦૦ જન્મદિન ઉજવવું આપણા માટે જરૂરી નહિ અનિવાર્ય છે. અંગ્રેજીના ખોંખારા અને  હિન્દીના હોંકારા સાથે આ વડલાની છાંયમાં હરખના હિલોળે હિંચકા લેવા માટે…

વાંચો ત્યારે જરાતરા સુધારેલો ૬ વર્ષ પહેલાનો આ ઓપન લેટર ટુ સિનીયર એન્ડ સિન્સિયર બચ્ચન !

સ્વજનશ્રી અમિતાભ બચ્ચન,

રોજ સવારે જ્યાં મિડિયા સેલિબ્રિટીઓનું જથ્થાબંધ ઉત્પાદન કરતું હોય, ત્યાં વેસ્ટેજની ડસ્ટબીન મોટી હોય. આવા સંજોગોમાં એક જ ગગનચુંબી ઉંચાઈ ધરાવતો સુપરહીરો ભારતવર્ષ પાસે છે.

તમે જ્યારે પીડામાંથી પસાર થાવ, ત્યારે દેશ આખો ય ટેન્શનમાંથી પસાર થવા લાગે છે….. એવી અકળામણ વચ્ચે ‘જીવન કી આપાઘાપી મેં` તમને માંદા પડો ત્યારે જ ફરજીયાત આરામ કરવાનો સમય મળે છે, અને અમને ફરજીયાત તમારા જીવનનું અમારા અસ્તિત્વ સાથેનું અનુસંધાન ‘રિવાઈન્ડ` કરવાનો !

આ પ્રેમપત્ર નથી. પ્રાર્થના પણ નથી. આ તો છે ‘થેન્કસ ગિવિંગ` ! આ જાહેર પત્રના આરંભે જ કરેલું સંબોધન ખાનગી છે, પણ ઔપચારિક નથી. તમે આ ભારતના, અને ભારતની બહારના કરોડો – લાખો પરિવાર માટે પરિવારના એક સભ્ય રહ્યા છો. ભાઈ, પ્રિયજન, પતિ, પુત્ર, પિતા, વડીલ, આદર્શ, શિક્ષક…. કોઈ પણ સ્વરૂપે તમારું કેટલાય કુટુંબોમાં એક સભ્ય તરીકે સ્થાન રહ્યું છે.

અમિતાભ બચ્ચન માત્ર એક સુપરસ્ટાર એક્ટર નથી. એવા તો જગતમાં કંઈક આવ્યા ને ગયા. આવશે અને જશે. અમિતાભ બચ્ચન તો એક આત્મીયજન છે. તમે ઘણી વાર પત્રકારો પર (પહેલાં જાહેરમાં અને હવે મનોમન) ગુસ્સે ભરાઈ જાવ છો. પણ સામાન્ય ચાહક પ્રત્યે તમે હંમેશા ઋણસ્વીકાર કરતા રહો છો. એની દુઆઓનો આભાર માનતા રહો છો. કેબીસીમાં એ બધાની ગાંડીઘેલી વાતો મીઠી મુસ્કાન અને જોશીલી જબાન સાથે સાંભળતા રહો છો. તમે કદાચ એમ માનો છો કે આ બધા છે, તો આપણે છીએ !

ફિલ્મી હસ્તીઓ માટે આ વાત સાચી છે. પણ તમારા કિસ્સામાં નહિ ! કારણ કે, તમે છો, માટે અમે બધા અમે છીએ ! દાખલા તરીકે, તમારા વ્યક્તિત્વનો દક્ષિણ ધ્રુવના ચુંબકત્વ જેવો જાદુ એક બાળકના મનમાં છવાયો ન હોત, તો એ કદી ફિલ્મોની સાથે ઈશ્ક ના ફરમાવત ! તો એને એના આગવા શબ્દો અને વિચારો ના મળત ! યુવાનોની ધડકન સુધી પહોંચવાના વિષયો અને ગીતો ના મળત… તો એને પોતાની વાતને અભિવ્યક્ત કરવાની, ફીલિંગ્સને એક્સપ્રેસ કરવાની તમન્ના ન થાત…. તો એને બોલવાની કોઈ સ્ક્રિપ્ટ વિના પણ સહજ શબ્દો કેમેરા કે ઓડિયન્સ સામે ઠાલવવાની ચાનક ન ચડત ! અને આ બધું ન થયું હોત તો એ બચ્ચું આજે જેવું છે, એવું ન હોત અને આવો કાલોઘેલો પત્ર તમને ખુલ્લેઆમ લખાયો જ ન હોત ! તમને ખબર છે, તમે અમને શું આપ્યું છે કે અમે આટલા ગદગદ છીએ ?

તમે આપી છે જીંદગીમાં કેટલીક માણવા જેવી પળો ! વિવેચકો ભલે ફૂટપટ્ટી લઈને જે માપવું હોય તે માપ્યા કરે. તમને નજીકથી જોનારા ભલે તમારા કદાચ બે-ચાર અપ્રગટ અવગુણોથી તમારી ટીકા કર્યા કરે. તમારા પ્રત્યે કોઈ છૂપી એલર્જી હોય એવા રોગિષ્ટ લોકોની સંખ્યા કંઈ ઓછી નથી. પણ ‘પૂર્વગ્રહ`ના રોગીઓ ઉપર ઓપરેશન કરે એવી હોસ્પિટલો ક્યાં શોધવા જવી ? તમે જે કરો, એમાં સફળ થાવ તો ખામીઓ શોધવાની અને નિષ્ફળ જાવ તો રાજી થવાની પ્રવૃત્તિઓ કર્યા કરનારાઓની પૃથ્વીલોકમાં કમી વળી કયા યુગમાં હતી ?

પણ ખરેખર મુદ્દો તો એ છે કે જીવનમાં શુધ્ધ આનંદ, કોઈને દુઃખી કે હેરાન કર્યા વિના મળતું મસ્ત મનોરંજન અને સર્જનાત્મક સંતોષની થોડીક અનુભૂતિ મેળવવા માટે કેટલાય હિમાલય ખૂંદી વળે છે, અને કેટલાય લાસવેગાસ જેવા જુગારખાનાંઓ ! અઢળક પૈસા અને સત્તા મળ્યા પછી એનો ઉપયોગ તો આવી પળો માણવા મેળવવામાં જ કરવાનો છે. તો સિનિયર બચ્ચન સાહેબ, તમારી સૌથી મોટી સિદ્ધિ સ્ટાર ઓફ ધ મિલેનિયમનો એવોર્ડ નથી કે મેડમ તુસાદનું મીણનું પૂતળું નથી. કોમર્શિયલ દબાણમાં થયેલા રિવ્યૂરાઈટર્સના વખાણ નથી કે કોન્ટ્રક્ટના તગડા ચેક પણ નથી. તમે તો જાણો જ છો કે આ બધું આપણને નહિ, આપણા પર પડતી લાઈટની રોશનીને આભારી હોય છે.

પણ તમારો ખરો આભાર તો એ જ કે તમે અમને મોતની ક્ષણ સુધી વિસરાય નહિ એની પળોના ખોબેખોબા નહિ, ટોપલે ટોપલા આપ્યા છે ! પડદા પર તમે હસ્યા અને અમારાથી હસાઈ પડાયું, તમે રડયા ને અમારી આંખના ખૂણે ઝાકળ બાઝી, તમે મૂંઝાયા ને અમારી લમણાની નસો તંગ થઈ, તમે ગાયા – નાચ્યા અને અમે જોતા જોતા જ તમારી સાથે કદમ – બ – કદમ, વર્ડ બાય વર્ડ તાલ મિલાવતા રહ્યા ! તમારી આંખમાં ગજવેલને પીગળાવે એવો ગુસ્સો દેખાયો અને અમારી કરોડરજ્જુમાં એક લખલખું પસાર થઇ ગયું ! જીંદગીમાં પ્રતિભા અને પ્રભાવ શું એ પણ તમે બોલીને નહિ, બતાવીને શીખવ્યું. ગમે તેટલી ઉંચાઈએ પહોંચ્યા પછી પણ સૌજન્ય અને સારપ ગુમાવવાને બદલે વધારવાના હોય છે, એ પણ ઉપદેશ વિનાના આચરણમાંથી તમે દર્શાવ્યું.

જ્યાં કોઈ જોવાવાળું નથી એવા અમેરિકામાં જ્યારે ‘એક અજનબી`ની પ્રેસ કોન્ફરન્સમાં ત્યાં તમને ‘લિવિંગ લીજેન્ડ` કોઈએ કહ્યા અને તમને એ બહુ ગમ્યું નહિ ! સોનિયા ગાંધી કેમ્પે જ્યારે તમારું અપમાન કર્ય઼ું ત્યારે પણ સંયમ ગુમાવ્યા વિના તમે ‘એ રાજા અને અમે રંક`વાળી રમૂજમાં વાત ટાળી દીધી હતી. અજીતાભના પુસ્તક અંગે પણ તમારું મૌન બોલ્યું.

એવું સાંભળ્યું કે બીમાર પડયા બાદ તમે એવી સૂચના આપી હતી કે ‘આ દેશમાં ઘણી બીજી સમસ્યાઓ છે, જેને મિડિયા કવરેજની જરૂર છે, મને નહિ.’ મુંબઈ પરના ત્રાસવાદી હુમલા વખતે તમે ભરી બંદુકે બહાર નીકળવા મુસ્તૈદ હતા. મુંબઈના વરસાદ વખતે પણ તમે ‘મારા શા માટે ખબર પૂછો છો ? જેમના ઘર પાણીમાં પલળી ગયા છે ત્યાં જાવ !’ એવો ટોણો માર્યો હતો. તમારી વાત સાચી છે, પણ તમારી ચિંતા અમને એટલે છે કે અમને અમારી ચિંતા છે.

તમારા વિના અમારી જીંદગી કેવી ખાલીખમ, ભેંકાર, સન્નાટાથી ભરપૂર હશે ! અમે કોની ફિલ્મોની રાહ જોઈશું ? કોનો ઈન્ટરવ્યૂ વાંચવા મેગેઝીન ખરીદતાં થશું ? બાય ધ વે, બંદાએ જીંદગીનું પહેલું અંગ્રેજી મેગેઝીન તમારો ફોટો ટાઈટલ પર જોઈને લીધું હતું. તમારી ચાવી વિના એ દુનિયા પર લાગેલું તાળું પણ ખૂલ્યું ન હોત ! અમે કોના વખાણની દલીલોમાં મોબાઈલના બેલેન્સ ખાલી કરીશું ?

તમે જાણી લો, ગાંધીજી જો ‘રાષ્ટ્રપિતા` હોય તો અમિતાભ બચ્ચન ‘રાષ્ટ્રપુત્ર` છે. ગાંધીજીનો તો આજે આ ખિતાબ સરકારી નિયમોથી ટક્યો છે. પણ તમને આવા ટાઈટલની જરૂર નથી. તમારા તમામ એવોર્ડસ ફિક્સ થયેલા સમારંભોમાં નહિ, તમારા માટે ઉજાગરા કરતી પ્રજાના હૃદયમાંથી આવેલા છે ! તમે સ્વયંભૂ આખા દેશને એક તાંતણે ઉભો કરી શકો છે. ગાંધી પછી દેશના હિન્દુ – મુસ્લીમ – ખ્રિસ્તી દરેક ધર્મના લોકોનો એકસરખો આદર અને વિશ્વાસ માત્ર તમે જ જીતી બતાવ્યો છે. પબ્લિક કો આપ પર ભરોસા હૈ !

૮ દિવસના શૂટિંગમાં બેઠા બેઠા જ આંખો અને ચહેરાની એકેએક કરચલીઓને ‘સરકાર`માં બોલવા દઈને તમે ફરી સાબિત કર્ય઼ું હતું કે બોલીવૂડમાં સરકાર કોણ છે. અને અમિતાભ બચ્ચન કંઈ માત્ર અભિનેતા તરીકે મહાન છે ? રામગોપાલ વર્માએ ‘હમારે મૂંહ કી બાત છીન કે` એક રસપ્રદ તારણ કાઢેલું : ‘‘૧૯૭૮માં જ્યારે ‘ડોન` રીલિઝ થયું, ત્યારે થિયેટરમાં બચ્ચન હોટલની લોબીમાં ચાલતો ચાલતો જાય છે, એ સીનમાં પણ લોકો તાળીઓ અને સીટીઓ વગાડતા હતા. આવા દ્રશ્યમાં પરફોર્મન્સ કંઈ ન હોય. સ્ક્રિપ્ટ પણ ન હોય. પણ જે હતો એ હતો પર્સનાલિટીનો જાદુ ! કરિશ્મા !” આવી વ્યક્તિના પગની ત્વચા ધરતીની ધૂળને સદીમાં એકાદવાર સ્પર્શતી હોય છે. ઈશ્વરે ખાસ પસંદ કરીને તમને ઘડયા છે- દેખાવે, બોલવે અને સ્વભાવે પણ ! હજુ ય તમારા જુવાન દીકરાને બદલે તેર કલાક મેક-અપ કરીને બેસવાની તૈયારી તમારી “પા” માટે હોય છે, માટે તમે એક્ટિંગના બ્રાન્ડિંગમાં ય આખા કુટુંબના બડે પાપા છો.

જુઓને, ભારતભરના વડીલો માટે તમે આદર્શ છો. પ્રવૃત્ત રહી, જમાના સાથે નહિ પણ એનાથી આગળ દોડી, યુવાનોની કદર કરી, ઉંમર વધે તેમ આધુનિક બનીને તમે મિસાલની મશાલ જગાવી છે. ‘કોફી વિથ કરણ`માં અભિષેક સાથે બેસીને તમે એક એવી અદ્ભુત વાત કહી હતી – કે તમે બાપુજીઓના પણ બાપ છો એ ખબર પડે ! તમે કહ્યું કે ‘‘અભિષેક મને ન ગમતી હોય એવી કોઈ કન્યાને પરણી લાવે તો હું એને શું કામ અલગ કરું ? મને અનુકૂળ ન આવે તો હું ઘર બહાર નીકળી જાઉં. મારા જીવનની સંધ્યા છે, એનું તો પ્રભાત છે. મારી નાપસંદનો ભોગ હું સંતાનની ભાવિ ખુશીને ન થવા દઉં !” અને આજે તમે ઐશ્વર્યાથી આરાધ્યાને આવકારી પંજાબી, બંગાળી અને હવે મેંગ્લોરી નારીને ગૃહલક્ષ્મી બનાવી, બાબુજીથી શરુ થયેલી રાષ્ટ્રીય એકતાની પ્રેમ “પ્રતીક્ષા”ના “જલસા” કર્યા છે !

બસ, તમે આટલા માટે જ સમથિંગ સ્પેશ્યલ છો. અમારી ૧૧ વર્ષની ઉંમરે તમે જીવન – મરણ વચ્ચે બ્રીચકેન્ડીમાં ઝોલા ખાતા હતા, ત્યારે આટલું કંઈ તમારું વિશ્લેષણ નહોતું કર્ય઼ું. પણ તમારી તંદુરસ્તી માટે પ્રાર્થના થઈ ગઈ હતી. આ જ અમિતાભ બચ્ચનનો ચાર્મ છે. એક મુગ્ધ બાળકથી પુખ્ત યુવક સુધીમાં બીજું ઘણું બધું ફરી ગયું. પણ અવિચળ રહ્યા તમે ! તમારાથી અડધી ઉંમર હોવા છતાં તમે, બમણી ઉંમરે જે કરો છો, એ કામનું અડધું કામ અમારાથી અત્યારે થતું નથી. અને તમારું તો દરેક કામ પાછું સેન્ટ પરસન્ટ પરફેક્ટ ! પણ હવે જરાક ખમૈયા કરજો. કામ કરજો ને આરામ પણ કરજો. આવું કહેવું સહેલું છે, પણ પાળવું મુશ્કેલ છે. તમારા જેવી દોડાદોડીમાં દિમાગની અસર અમારા અંગોને ય જુવાનીમાં કકળાવે છે !

જો કે, તમને લાંબુ જીવનારા – માતા – પિતાનો વારસો મળ્યો છે, પણ જન્મદિને તમને કહી દઉં કે લોકોને તમારી બીમારીઓના વર્ણન લખીને કેન્સરથી કૂલી સુધીના અનુમાનો કરવાની મજા આવે છે. જ્યોતિષીઓથી લઈને ડોક્ટરોને એમની વાતો વહેતી મૂકવાનો ચાન્સ તમારા સ્વાસ્થ્યના નામે સાંપડે છે. આંતરડા અંગે લોકોનું જનરલ નોલેજ કેબીસી કરતાં વધુ ઝડપે વધ્યું છે. ચેનલોને નવો વિષય મળે છે. વિરોધીઓને ‘જો ને કામના ઢસરડાનું કેવું પરિણામ આવ્યું !’ કહેવાની તક મળી છે. પ્રસિધ્ધ વ્યક્તિની ટીકા કરીને પણ પ્રસિધ્ધ થવાય છે.

પણ તમારું દાયકાઓ જૂનું એક રૂપ છે. જે નાયક પડદા પર ઉડતી ઝૂલ્ફો સાથે ગાય છે : ‘હમને માના યે જમાના દર્દ કી જાગીર હૈ / હર કદમ પે આંસુઓ કી ઈક નઈ ઝંઝીર હૈ / સાઝે ગમ પર જો ખુશી કે ગીત ગાતા જાયેગા / વો મુકદ્દર કા સિકંદર… જાનેમન કહેલાયેગા !` ધેટ્સ સ્પિરિટ ઓફ લાઈફ ! જિંદગી ઇમ્તિહાન લેતી હૈ , હૈ ના સર…

આ જ અભિગમ ગ્લેમરનો ચળકાટ બુઝાયા પછી પણ તમારો રહ્યો છે. આજકાલ પેપર નબળું જાય કે નવી ડેટ ન મળે ત્યાં લોકો આપઘાત કે ખૂન કરી નાખે છે. ડિપ્રેશનના ડુંગરા અને ફ્રસ્ટ્રેશનના ફાળકા લોકો પર તૂટી પડે છે. કુદરત તો સફળતાની ચીરીને કિંમત વસૂલે છે. સંજોગો સામે સામા પૂરનો તરવૈયો બનીને અમિતાભ એક પછી એક પડકાર સામે ધીરજથી, ગુણવત્તા ગુમાવ્યા વિના એકધારું લડયા જ કરે છે, જીત્યા જ કરે છે. યુ આર ઓલ્વેઝ એ હીરો ! તમારી જીંદગીનો ઈતિહાસ જ ‘વિજય` છે.

આ જિંદગી તો સાચા સોનાની જેમ અવનવી કસોટીના તાપમાં ટિપાઈ ટિપાઈને ઘડાયેલી છે. સાહેબ ! એનો ઝગમગાટ કંઈ હોસ્પિટલની સફેદ પથારીમાં ઓગાળી નાખવાનો નથી. બહુ મોટી કિંમતો ચૂકવીને બનાવાયેલી આ જીંદગી છે. એટલે એના આરોગ્યની આબાલવૃદ્ધને આટલી ફિકર થાય છે ! તમે બાબુજીની કવિતા ગાઈ જ નથી, જીવી બતાવી છે: ‘મૈંને જીવન દેખા, જીવન કા ગાન કિયા / મૈં કભી કહીં પર સફર ખત્મ કરને કો તૈયાર સદા થા / ઈસમેં ભી થી ક્યા મુશ્કિલ ? / ચલના હી જીસકા કામ રહા હો, દુનિયા મેં હર કદમ પર હૈ ઉનકી મંઝલ !’

ના, સૂરજ મધ્યાહ્ને પ્રકાશતો હોય ત્યારે વાદળાથી ઢંકાઈ શકે, પણ અસ્ત ન થઈ શકે. આ તો જરા ભગવાનને ઈર્ષા થઈ હશે કે (તમારા સિવાય) મારી પણ થોડી પૂજા તો થવી જોઈએ ને, એટલે તમને નવી નવી મુસીબતો કે વિવાદો કે પડકારો આપતો રહે છે ! ને તમે પાછા મક્કમ મુખે એ ઝીલતા પણ રહો છો…બોફર્સમાં ક્લીન ચીટ પછી પ્રચારના અન્યાય સામે આક્રોશનું સ્મિત હોય કે ગુજરાતમાં રઝળપાટ કરી ડોક્યુમેન્ટરી કરો, કે શ્રીદેવીની બાજુમાં બેસી એને બિન્દાસ બની જીવનનો પહેલો અનુભવ માણવાની મોજ અફલાતૂન “ઈંગ્લીશ વિંગ્લીશ”માં સમજાવો…તમારી એન્ગ્રી એવરયંગ રગોમાં ઉકળતો લાવારસ ભરીને એ ચિરપરિચિત સ્મિત કાળજે કોતરી, અમે તમારા માટે ૭૦માં વરસે અંગ્રેજી હેપી બર્થ ડેને બદલે હિન્દીમાં એટલું ગાઈશું…

તુમ સાથ હો જબ અપને, દુનિયા કો દિખા દેંગે….હમ મૌત કો જીને કા અંદાઝ સીખા દેંગે !

હેપી બર્થ ડે, શહેનશાહ ! 😎

લિખતિંગ –

તમને ક્યારેય મળી ના શકેલો અને ગુજરાતીમાં લખતો હોઇને કોઈ ફીલિંગ પણ તમારા સુધી પહોંચાડી ના શકેલો એક  ડાઈ હાર્ડ વિથ લીવીંગ હાર્ટ બચ્ચન ફેન… ના એ.સી…. એ પણ ટર્બો પાવરવાળું સેકંડો મેગાટનનું !

ફાસ્ટ ફોરવર્ડ
આજે ૧૦ ઓક્ટોબરે રેખાનો જન્મદિન છે, ત્યારે બહુ ઓછા દોસ્તોને ખબર હશે કે સિલસિલા પછી પણ રેખાએ અમિતાભ સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કર્યો છે ! ખનકતા અવાજવાળી રેખાએ “સૂર્યવંશમ” ફિલ્મમાં અમિતાભની પ્રેયસી બનેલી સ્વ. સૌંદર્યાના ડાયલોગ્સનું ડબીંગ કર્યું હતું !  કંઠના કામણમાં ઘૂંટાવાનો આ અવસર છે. અમિતાભના ઘેઘુર અવાજમાં હરિવંશરાયના ઘાટા વિચાર સાંભળવા એ તો લાખેણો લ્હાવો કહેવાય…આ વિડીયોઝ જોવા માટે નથી, આંખો મીંચીને સાંભળવા માટે છે…આ વારંવાર સંભાળતી ‘મધુશાલા’ની પંક્તિઓ નથી. બેઉ આગવા મિજાજની કવિતાઓ છે. અને એટલે જ એ કાવ્યો પણ નીચે મુક્યા છે. કાવ્યપાઠ કેમ થાય એની આ વિદ્યાપીઠ છે.

रात आधी खींच कर मेरी हथेली
एक उंगली से लिखा था प्यार तुमने।
फ़ासला था कुछ हमारे बिस्तरों में
और चारों ओर दुनिया सो रही थी।

तारिकाऐं ही गगन की जानती हैं
जो दशा दिल की तुम्हारे हो रही थी।
मैं तुम्हारे पास होकर दूर तुमसे
अधजगा सा और अधसोया हुआ सा।

रात आधी खींच कर मेरी हथेली
एक उंगली से लिखा था प्यार तुमने।
एक बिजली छू गई सहसा जगा मैं
कृष्णपक्षी चाँद निकला था गगन में।

इस तरह करवट पड़ी थी तुम कि आँसू
बह रहे थे इस नयन से उस नयन में।
मैं लगा दूँ आग इस संसार में
है प्यार जिसमें इस तरह असमर्थ कातर।

जानती हो उस समय क्या कर गुज़रने
के लिए था कर दिया तैयार तुमने!
रात आधी खींच कर मेरी हथेली
एक उंगली से लिखा था प्यार तुमने।

प्रात ही की ओर को है रात चलती
औ उजाले में अंधेरा डूब जाता।
मंच ही पूरा बदलता कौन ऐसी
खूबियों के साथ परदे को उठाता।

एक चेहरा सा लगा तुमने लिया था
और मैंने था उतारा एक चेहरा।
वो निशा का स्वप्न मेरा था कि अपने
पर ग़ज़ब का था किया अधिकार तुमने।

रात आधी खींच कर मेरी हथेली
एक उंगली से लिखा था प्यार तुमने।
और उतने फ़ासले पर आज तक
सौ यत्न करके भी न आये फिर कभी हम।

फिर न आया वक्त वैसा
फिर न मौका उस तरह का
फिर न लौटा चाँद निर्मम।
और अपनी वेदना मैं क्या बताऊँ।

क्या नहीं ये पंक्तियाँ खुद बोलती हैं?
बुझ नहीं पाया अभी तक उस समय जो
रख दिया था हाथ पर अंगार तुमने।
रात आधी खींच कर मेरी हथेली

एक उंगली से लिखा था प्यार तुमने।

 

“बुद्धं शरणं गच्‍छामि,

ध्‍म्‍मं शरणं गच्‍छामि,

संघं शरणं गच्‍छामि।”

 

बुद्ध भगवान,

जहाँ था धन, वैभव, ऐश्‍वर्य का भंडार,

जहाँ था, पल-पल पर सुख,

जहाँ था पग-पग पर श्रृंगार,

जहाँ रूप, रस, यौवन की थी सदा बहार,

वहाँ पर लेकर जन्‍म,

वहाँ पर पल, बढ़, पाकर विकास,

कहाँ से तुम्‍में जाग उठा

अपने चारों ओर के संसार पर

संदेह, अविश्‍वास?

और अचानक एक दिन

तुमने उठा ही तो लिया

उस कनक-घट का ढक्‍कन,

पाया उसे विष-रस भरा।

दुल्‍हन की जिसे पहनाई गई थी पोशाक,

वह तो थी सड़ी-गली लाश।

तुम रहे अवाक्,

हुए हैरान,

क्‍यों अपने को धोखे में रक्‍खे है इंसान,

क्‍यों वे पी रहे है विष के घूँट,

जो निकलता है फूट-फूट?

क्‍या यही है सुख-साज

कि मनुष्‍य खुजला रहा है अपनी खाज?

 

निकल गए तुम दूर देश,

वनों-पर्वतों की ओर,

खोजने उस रोग का कारण,

उस रोग का निदान।

बड़े-बड़े पंडितों को तुमने लिया थाह,

मोटे-मोटे ग्रंथों को लिया अवगाह,

सुखाया जंगलों में तन,

साधा साधना से मन,

सफल हुया श्रम,

सफल हुआ तप,

आया प्रकाश का क्षण,

पाया तुमने ज्ञान शुद्ध,

हो गए प्रबुद्ध।

 

देने लगे जगह-जगह उपदेश,

जगह-जगह व्‍याख्‍यान,

देखकर तुम्‍हारा दिव्‍य वेश,

घेरने लगे तुम्‍हें लोग,

सुनने को नई बात

हमेशा रहता है तैयार इंसान,

कहनेवाला भले ही हो शैतान,

तुम तो थे भगवान।

जीवन है एक चुभा हुआ तीर,

छटपटाता मन, तड़फड़ाता शरीर।

सच्‍चाई है- सिद्ध करने की जररूरत है?

पीर, पीर, पीर।

तीर को दो पहले निकाल,

किसने किया शर का संधान?-

क्‍यों किया शर का संधान?

किस किस्‍म का है बाण?

ये हैं बाद के सवाल।

तीर को पहले दो निकाल।

 

जगत है चलायमान,

बहती नदी के समान,

पार कर जाओ इसे तैरकर,

इस पर बना नहीं सकते घर।

जो कुछ है हमारे भीतर-बाहर,

दीखता-सा दुखकर-सुखकर,

वह है हमारे कर्मों का फल।

कर्म है अटल।

चलो मेरे मार्ग पर अगर,

उससे अलग रहना है भी नहीं कठिन,

उसे वश में करना है सरल।

अंत में, सबका है यह सार-

जीवन दुख ही दुख का है विस्‍तार,

दुख की इच्‍छा है आधार,

अगर इच्‍छा को लो जीत,

पा सकते हो दुखों से निस्‍तार,

पा सकते हो निर्वाण पुनीत।

 

ध्‍वनित-प्रतिध्‍वनित

तुम्‍हारी वाणी से हुई आधी ज़मीन-

भारत, ब्रम्‍हा, लंका, स्‍याम,

तिब्‍बत, मंगोलिया जापान, चीन-

उठ पड़े मठ, पैगोडा, विहार,

जिनमें भिक्षुणी, भिक्षुओं की क़तार

मुँड़ाकर सिर, पीला चीवर धार

करने लगी प्रवेश

करती इस मंत्र का उच्‍चार :

“बुद्धं शरणं गच्‍छामि,
ध्‍म्‍मं शरणं गच्‍छामि,
संघं शरणं गच्‍छामि।”

 

कुछ दिन चलता है तेज़

हर नया प्रवाह,

मनुष्‍य उठा चौंक, हो गया आगाह।

 

वाह री मानवता,

तू भी करती है कमाल,

आया करें पीर, पैगम्‍बर, आचार्य,

महंत, महात्‍मा हज़ार,

लाया करें अहदनामे इलहाम,

छाँटा करें अक्‍ल बघारा करें ज्ञान,

दिया करें प्रवचन, वाज़,

तू एक कान से सुनती,

दूसरे सी देती निकाल,

चलती है अपनी समय-सिद्ध चाल।

जहाँ हैं तेरी बस्तियाँ, तेरे बाज़ार,

तेरे लेन-देन, तेरे कमाई-खर्च के स्‍थान,

 

वहाँ कहाँ हैं

राम, कृष्‍ण, बुद्ध, मुहम्‍मद, ईसा के

कोई निशान।

इनकी भी अच्‍छी चलाई बात,

इनकी क्‍या बिसात,

इनमें से कोई अवतार,

कोई स्‍वर्ग का पूत,

कोई स्‍वर्ग का दूत,

ईश्‍वर को भी इनसे नहीं रखने दिया हाथ।

इसने समझ लिया था पहले ही

ख़दा साबित होंगे ख़तरनाक,

अल्‍लाह, वबालेजान, फज़ीहत,

अगर वे रहेंगे मौजूद

हर जगह, हर वक्‍त।

झूठ-फरेब, छल-कपट, चोरी,

जारी, दग़ाबाजी, छोना-छोरी, सीनाज़ोरी

कहाँ फिर लेंगी पनाह;

ग़रज़, कि बंद हो जाएगा दुनिया का सब काम,

सोचो, कि अगर अपनी प्रेयसी से करते हो तुम प्रेमालाप

और पहुँच जाएँ तुम्‍हारे अब्‍बाजान,

तब क्‍या होगा तुम्‍हारा हाल।

तबीयत पड़ जाएगी ढीली,

नशा सब हो जाएगा काफ़ूर,

एक दूसरे से हटकर दूर

देखोगे न एक दूसरे का मुँह?

मानवता का बुरा होता हाल

अगर ईश्‍वर डटा रहता सब जगह, सब काल।

इसने बनवाकर मंदिर, मस्जिद, गिरजाघर

ख़ुदा को कर दिया है बंद;

ये हैं ख़ुदा के जेल,

जिन्‍हें यह-देखो तो इसका व्‍यंग्‍य-

कहती है श्रद्धा-पूजा के स्‍थान।

कहती है उनसे,

“आप यहीं करें आराम,

दुनिया जपती है आपका नाम,

मैं मिल जाऊँगी सुबह-शाम,

दिन-रात बहुत रहता है काम।”

अल्‍ला पर लगा है ताला,

बंदे करें मनमानी, रँगरेल।

वाह री दुनिया,

तूने ख़ुदा का बनाया है खूब मज़ाक,

खूब खेल।”

 

जहाँ ख़ुदा की नहीं गली दाल,

वहाँ बुद्ध की क्‍या चलती चाल,

वे थे मूर्ति के खिलाफ,

इसने उन्‍हीं की बनाई मूर्ति,

वे थे पूजा के विरुद्ध,

इसने उन्‍हीं को दिया पूज,

उन्‍हें ईश्‍वर में था अविश्‍वास,

इसने उन्‍हीं को कह दिया भगवान,

वे आए थे फैलाने को वैराग्‍य,

मिटाने को सिंगार-पटार,

इसने उन्‍हीं को बना दिया श्रृंगार।

बनाया उनका सुंदर आकार;

उनका बेलमुँड था शीश,

इसने लगाए बाल घूंघरदार;

और मिट्टी,लकड़ी, पत्‍थर, लोहा,

ताँबा, पीतल, चाँदी, सोना,

मूँगा, नीलम, पन्‍ना, हाथी दाँत-

सबके अंदर उन्‍हें डाल, तराश, खराद, निकाल

बना दिया उन्‍हें बाज़ार में बिकने का सामान।

पेकिंग से शिकागो तक

कोई नहीं क्‍यूरियों की दूकान

जहाँ, भले ही और न हो कुछ,

बुद्ध की मूर्ति न मिले जो माँगो।

 

बुद्ध भगवान,

अमीरों के ड्राइंगरूम,

रईसों के मकान

तुम्‍हारे चित्र, तुम्‍हारी मूर्ति से शोभायमान।

पर वे हैं तुम्‍हारे दर्शन से अनभिज्ञ,

तुम्‍हारे विचारों से अनजान,

सपने में भी उन्‍हें इसका नहीं आता ध्‍यान।

शेर की खाल, हिरन की सींग,

कला-कारीगरी के नमूनों के साथ

तुम भी हो आसीन,

लोगों की सौंदर्य-प्रियता को

देते हुए तसकीन,

इसीलिए तुमने एक की थी

आसमान-ज़मीन?

 

और आज

देखा है मैंने,

एक ओर है तुम्‍हारी प्रतिमा

दूसरी ओर है डांसिंग हाल,

हे पशुओं पर दया के प्रचारक,

अहिंसा के अवतार,

परम विरक्‍त,

संयम साकार,

मची है तुम्‍हारे रूप-यौवन के ठेल-पेल,

इच्‍छा और वासना खुलकर रही हैं खेल,

गाय-सुअर के गोश्‍त का उड़ रहा है कबाब

गिलास पर गिलास

पी जा रही है शराब-

पिया जा रहा है पाइप, सिगरेट, सिगार,

धुआँधार,

लोग हो रहे हैं नशे में लाल।

युवकों ने युवतियों को खींच

लिया है बाहों में भींच,

छाती और सीने आ गए हैं पास,

होंठों-अधरों के बीच

शुरू हो गई है बात,

शुरू हो गया है नाच,

आर्केर्स्‍ट्रा के साज़-

ट्रंपेट, क्‍लैरिनेट, कारनेट-पर साथ

बज उठा है जाज़,

निकालती है आवाज़ :

“मद्यं शरणं गच्‍छामि,
मांसं शरणं गच्‍छामि,
डांसं शरणं गच्‍छामि।”

 
26 Comments

Posted by on October 10, 2012 in cinema, personal