RSS

Daily Archives: March 20, 2013

ઓઝાનંદમ !

gallery_tryptich_download

બ્રેક કે બાદ , ફિર આપ કે સાથ.  🙂

ઓઝ : ધ ગ્રેટ એન્ડ પાવરફુલ ફિલ્મ સતત બબ્બે સપ્તાહથી દુનિયાભરમા ધમધોકાર ધંધો કરીને ૨૦૧૩ની સૌથી મોટી હીટ બની ચુકી છે ( સાર : હોલીવૂડના રિવ્યુઝ પર નહિ, અપુન કા વ્યુઝ પર ભરોસો કરવો  😎 just kidding lolz ) પણ જેમ મેં સમરસિયા દોસ્તો રથીન અને જીગ્નેશની સાથેની વાતચીતમાં ધારેલું એમ ભારતમાં ફ્લોપ નીવડી છે. લેખ છપાય એ પહેલા ગુજરાતમાંથી તો ઉતરી ગઈ. ( હું તો ફરીથી મુંબઈ આઈમેક્સમા જોઈ આવ્યો, ત્યાં પણ ખાસ ભીડ તો નહોતી જ. કેટલાક કોલેજીયન અને કેટલાક સ્કૂલી બચ્ચાં- મોટી મોટી સંક્સરની તોપ ફોડનારાઓ પાસે ક્યાં ટાઈમ હોય છે ? એ હિન્દીમાં ડબ ના થઇ, એ ય કારણ હશે કદાચ. ફિલ્મ લાર્જ સ્ક્રીન પર જ માણવા જેવો આનંદલોક છે. એટલે ટીવી-ડીવીડીમા એ અનુભવ થવાનો જ નથી, જે થીએટરમા થાય !  માટે કોણ જાણે કેમ ઈમેજીનેશન સાથે આ નેશનને ઓફ લેટ બહુ ભળતું નથી. ફેન્ટેસી ફેરી ટેલની દુનિયા નરી આંખે ઓઝલ રહેતી હોય છે , એટલે સફળ થવાના કીમિયા શોધવા બિઝનેસ બુક્સ ચાવ્યા કરતી પ્રજાને બહુ પચતા નથી !

મને યાદ છે કેવી રીતે બુલબુલ મેગેઝીનમાં  હું ટબુકડો હતો ત્યારે “ઓઝ્સ્તાનના ઉલ્લુ”ની હપ્તા વાર રાહ જોતો. ( અનુવાદ : રમણલાલ સોની). અને પછી ટીસીએમ ચેનલ પર એક રાત્રે મેં અને મમ્મીએ પેલી મહાક્લાસિક ફિલ્મ જોઈ અને ત્યારે મારી કોલમ શરુ થઇ ગઈ હતી એટલે ૧૯૯૮માં એના પર લેખ લખ્યો. જે હાલ અપ્રાપ્ય અને આ મહિનાના અંતે નવી સંવર્ધિત આવૃત્તિ તરીકે પ્રગટ થનારા મારા પુસ્તક “સાહિત્ય અને સિનેમા”માં ગ્રંથસ્થ છે.

પછી તો આજના મારા આ લેખમાં લખ્યું એમ ન્યુયોર્કમાં “વિકેડ” જોયું. ધન્ય થઇ જવાયું. એનો પ્લોટ વિગતે સમજાય એમ લખવો હતો, પણ આજના લેખમાં મારું ફોકસ બાઉમ પર હતું , એટલે એ વાત થોડી ટૂંકાવી. ( બાઉમને જે રીતે જીવનમાંથી પરીકથાના વિશ્વની કલૂ મળી એમાં મને રસ પડ્યો, જેમ કે ધંધાર્થે એ ચીન ગયેલો અને એમાંથી મંચુ પ્રદેશ એણે ઘડ્યો..બાકીનું લેખમાં ય છે ) જે આ કથાપ્રવાહથી અપરીચિત મિત્રોને અટપટી લાગી હશે. અને ઓઝ જોયા પછી તો એવો ઓતાર આવ્યો ફરી એક વાર પ્રિય કથાની નવા અને વધુ ગમતીલા એન્ગલથી સફર કરવા માટે. સામ રાઈમીએ દિલથી ફિલ્મ બનાવી છે. ખરા અર્થમાં ક્લાસિક એલીમેન્ટ્સ એમાં છે. ડિઝની હોય એટલે પેલી પોર્સેલીનની ચાઈના ગર્લ જેવું ક્યુટ ઇનોસન્ટ કેરેક્ટર હોવાનું જ. પણ ઓઝ્ની જે સૃષ્ટિ છે એ તો ખરા અર્થમાં અવર્ણનીય જ છે. અવતાર અને લાઈફ ઓફ પાઈ પછી આ જ ફિલ્મ થ્રીડીને લાયક છે અને કેવું વિશ્વ એમાં કંડાર્યું છે ! બહાર નીકળવાનું મન જ ના થાય એવું ! ( કાશ, ડિઝની એની રાઈડ બનાવે ! )  અને આજની દાધારંગી દુનિયાને ઘેલી લાગતી પોઝિટીવ ફીલિંગ પણ. જેમ્સ ફ્રેંકોએ અંદરથી પારદર્શક પણ બહારથી મહત્વાકાંક્ષી યુવકને આબાદ ઉપસાવ્યો છે. મિશેલ વિલિયમ્સ સાથે બ્લેક એન્ડ વ્હાઈટ ઓપનિંગમાં અને પછી કલરમાં બે વખત એનું જે કન્ફ્રન્ટેન્શન છે એમાં ફિલ્મમાં માસ્ટર સ્ટોરીટેલર (બેસ્ટ હોરર અને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ બેઉ બનાવી શકે એવા સર્જકો કેટલા?) રાઈમી જે કહેવા માંગે છે એનું હાર્દ છે. દેખીતી રીતે વુમનાઇઝર લાગે એવો એ માણસ જેને પ્રેમ કરે છે , એને છેતરતો નથી. સ્પષ્ટ કહી દે છે, કે પોતે સારો શા માટે નથી. ફિલ્મમાં ભપકાદાર વિઝ્યુઅલ્સ છે, પણ સાથે આવું વ્હાલું  વિઝન પણ છે ! ડિઝની, રાઈમી, બાઉમનો આ જ તો મેજિક છે !

gallery_dolloz_download

એની વે, જેમને મૂળ કથા વાંચવાનું મન થાય તો એ ક્લાસિક રાબેતા મુજબ અહીં મફત ઉપલબ્ધ છે,ફુરસદે તૂટી પડો આ સ્વાદિષ્ટ કહાની પર….અને બાકીનાઓ  વોલપેપર્સ જોઈ રાજી થાવ ! આ રહીં વાર્તાની અંગ્રેજીમાં ડાઉનલોડ લિંક. ગુજરાતી આવૃત્તિ અપ્રાપ્ય છે. અને આમ પણ એ સન્ક્ષેપ હતી.

http://www.gutenberg.org/ebooks/55

gallery_swamp_download

પણ હવે ફરી ડીજીટલી રિમાસ્ટર થયેલી જેની સ્પેશ્યલ ડીવીડી મારી પાસે છે, એ જૂની ક્લાસિક ફિલ્મનું આ મારું ફેવરિટ સોંગ એકથી વધુ વાર મેં મારી કોલમમાં ટાંક્યું છે ( જે હું એકદમ ખાસ લગાવ સિવાય ભાગ્યે જ કરું છું ) એ અહી માણો..પહેલા ગીતના અદ્ભુત શબ્દો ( લલબાય એટલે હાલરડું અર્થાત..હાલરડું સાંભળતા આવેલી ઊંઘમાં બાળકનું વિસ્મય લઇ મેઘ્ધાનુંશની પેલે પારના સપનાની સફર….)

Somewhere over the rainbow, way up high
There’s a land that I’ve heard of once in a lullaby.
Somewhere over the rainbow, skies are blue
And the dreams that you dare to dream,
Really do come true.

Someday I’ll wish upon a star
And wake up where the clouds are far behind me.
Where troubles melt like lemon drops,
High above the chimney tops,
That’s where you’ll find me.

Somewhere over the rainbow, blue birds fly
Birds fly over the rainbow
Why then, oh why can’t I?
If happy little bluebirds fly beyond the rainbow
Why, oh why can’t I?

Somewhere over the rainbow, way up high
There’s a land that I’ve heard of once in a lullaby.
Somewhere over the rainbow, skies are blue
And the dreams that you dare to dream,
Really do come true.

Someday I’ll wish upon a star
And wake up where the clouds are far behind me.
Where troubles melt like lemon drops,
High above the chimney tops,
That’s where you’ll find me.

Somewhere over the rainbow, blue birds fly
Birds fly over the rainbow
Why then, oh why can’t I?
If happy little bluebirds fly beyond the rainbow
Why, oh why can’t I?

આ બધા એ વાતના પુરાવા છે કે મહાન ગાથાને મૂળ હાર્દ જાળવી અનેક ફેરફારો સાથે રિ-ટોલ્ડ કરી અંજલિ આપી શકાય છે, નવા ઓડીયન્સ સુધી એને જીવતી રાખી શકાય છે. એમાં અરરરર મૂળમાં ફેરફાર કેમ કર્યોની સ્વદેશી એલર્જી ના શોભે!

હું તો જય “ઓઝા” વર્ષોથી બનેલો છું. તમે ? 😛

gallery_emerald_download