RSS

Daily Archives: October 18, 2011

તોરે બિના મોહે ચૈન નહિ…


ધાર્યા કરતા લાંબો અંતરાલ પડી ગયો આ ગ્રહ પર પાછા ફરવામાં. સોરી બડીઝ. 😛

પણ હવે આ માધ્યમથી થતું શેરિંગ અને સંવાદ પણ લાઈફનો એક હિસ્સો બની ગયો છે.

ધારી મુદતે ચુકવણું ના થાય, તો વ્યાજ સહિત મૂડી પરત કરવી પડે ! આટલા દિવસના ગેપનું સાટું વાળવા એક ઈન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટ. 😛 રીઅલી એક્સક્લુઝિવ , ઓન્લી ફોર યુ ઓલ.

સુભાષ ઘઇની ‘કિસના’ ફિલ્મ યાદ રહી જાય એવી બની નહોતી. પણ ઈશા શરવાનીના નૃત્ય સિવાય એમાં સંગીત આલાતરીન હતું. કાયમ માટે યાદ રહી જાય એવું. ઘણી વાર ફિલ્મોના આલ્બમમા જે ગીત હોય છે, એ ફિલ્મમા હોતા નથી. પણ કિસનામા તો કેટલાક ટ્રેક્સ એની ઓરીજીનલ સીડી બહાર પડે એ પહેલા જ એડીટ થઇ ચૂક્યા હતા! કિસના માટે કમ્પોઝ થયેલું પણ ભારતમાં બહાર પડેલી એની સત્તાવાર સીડીમાં પણ ના સમાવાયેલું એક અદભૂત ગીત ખાસ અહીં મુકું છું!

રાશીદ ખાને દિલથી કૃષ્ણભક્તિમા જીવ રેડીને જાણે ગાયું છે. વિરહનું દર્દ અને સમર્પણની તીવ્રતા રીતસર અનુભવી શકાશે. માત્ર સુરીલો સ્વર છે. કોઈ સંગીત નથી છતાં ય એનો ખ્યાલ પણ નહિ આવે! ક્લાસિકલી ક્લાસિક ‘જેમ’ છે આ. સ્પેશ્યલી ફોર પ્લેનેટજેવીના બાશિન્દાઓ માટે. ક્લોઝ યોર આયઝ, ઓપન યોર હાર્ટ એન્ડ પ્લે :-“

 
19 Comments

Posted by on October 18, 2011 in art & literature, cinema, feelings, india